Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
පපපපපපපපාපපපපපපපපපපපපප
ધાર્મિક વહીવટ વિચાર વિચારણું
- પૂ આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ පපපපපපපපාර පපපපපපපපපපප
લેખાંકે ૧લે ૫ પં. શ્રી ચંદ્રશેખર વિજયજી ગણિવરશ્રી દ્વારા લિખિત ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન રીલીફ રોડ અમદાવાદથી સં. ૨૦૪૯માં પ્રગટ થયું છે.
આ પુસ્તકમાં ધાર્મિક વહીવટ અંગે વિચાર કર્યો છે પરંતુ તેમાં જે શાસ્ત્ર અને પ્રણાલિકા ચાલી રહી છે તેનું મહત્વ અપાયું નથી.
૨૦૪૪નાં સંમેલને કરેલા દેવદ્રવ્યના ઠરાવમાં ખાસ કરીને “કપિત દ્રવ્ય ની વ્યાખ્યાનમાં જે પૂજા, સ્વપ્ન આદિ બેલીઓને ગોઠવીને દેવદ્રવ્યના વિનાશનો માર્ગ
ભે કરી દીધું. પરંતુ તે વાતનો દેવદ્રવ્યના ભક્ષણથી સાવધ શ્રી સંઘે કઈ અમલ કર્યો નથી અને તે વિષયને પ્રતિકાર પણ વિભાગવાર થયું છે તેને આજે પાંચ વર્ષ થયા છે એ પાંચ વર્ષને કેઈ પણ અનુભવ આ પુસ્તકમાં લેવામાં આવ્યા નથી તે વખતે કે પછીથી લખાયેલા તેના તે લખાણે આ પુસ્તકમાં મુકી દેવાયા છે. અને શાસ્ત્રની સાપેક્ષતાને અભાવે કોઈને તે અજુગતા ન લાગે તેમ પણ બને.
શ્રી વિજયધર્મસૂરિજી (કાંશીવાળા) એ આ દેવદ્રવ્ય, સામે જલદ જેહા જગાડેલી પણ આજ્ઞાબદ્ધ સંઘમાં તેમની કારી ફાવી ન હતી. તે વખતે સજજડ વિષેધ કરનારાએના પરિવારના મુનિઓએ જ ૨૦૪૪માં સંમેલનમાં શ્રી ધર્મસૂ. મ. થી પણ ડગલા આગળ જઈને પ્રતિપાદન કર્યું છે તે ઘણું જ દુઃખની વાત છે. શાસનના માલિત્યની વાત છે.
સદ્દભાગ્ય એ છે કે તે પ્રતિપાદન કરનારાઓએ પણ તેને આ અમલ કર્યો નથી. માત્ર રાજકીય ઠરાવ જેવી તેની સ્થિતિ છે.
છતાં આ સંમેલનના ઇગો અમે ઘડયા જેવું માનનારા કેટલાક મહાત્માઓએ તેવા લખાણે કરી સમર્થન કરવા પ્રયત્ન કર્યો તેમાં મોટા ભાગના તે શાંત થઈ ગયા છે પરંતુ પૂ. પં શ્રી ચંદ્રશેખર વિજયજી મ. જે ઘણા પ્રતિભા સંપન્ન અને વકતા છે અને તેમને હજી આ વાતની પ્રતીતિ થઈ નથી અને “અપની ટેળી ઝીંદાબાદ' ના 'કાયે આ ૨૦૪૪ પછી ૨૦૪૯ માં પુસ્તક પ્રગટ કર્યું. તેમાં ઘણે વિરોધ થયે જેથી તેમણે મુકિત દૂતના નવેમ્બર અંકમાં જાહેરાત કરી છે. તે આ મુજબ છે.