Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૨ અંક-૨ : તા ૧૮-૧-૯૪
: ૬૨૩ હવે પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના લખાણની આખી નેંધ લખું તે પણ કેટલાય લેખાં કે થઈ જાય તેથી પ્રથમ દેવદ્રવ્ય, સાધારણ દ્રવ્ય, વિ. તથા ભકિત પાત્ર સાત ક્ષેત્ર વિ. ની શાસ્ત્રીય પ્રણાલિકા પૂર્વકની ચાલી રહેલી વિગત રજુ કરું છું.
દેવ દ્રવ્ય દેવ દ્રવ્ય માટે પૂર દ્રવ્ય, નિર્માલ્ય દ્રવ્ય અને કલ્પિત દ્રવ્યના વિભાગે હતા. પૂજા દ્રવ્ય એટલે પૂજા માટે
(૧) કેશર સુખડ આદિ આપી જાય તે પૂળ દ્રવ્ય હતું તેને માટે રકમ આપે તે પણ પૂજા દ્રવ્ય હતું. આજે કેસર સુખડ ખાતુ, કે તેની કાયમી તિથિઓ, તેવા ફંડે, તથા આંગી ખાતું આંગીની તિથિઓ તથા હાલમાં વર્ષ દરમ્યાન પૂઝ દ્રવ્ય આપવાના ચડાવા બોલાય છે તે પૂજા દ્રવ્ય છે. અને તેવી રકમ દેરાસર સાધારણ ખાતાના નામે જમા થાય કે ગણાય છે. ' (૨) નિર્માલ્ય દ્રવ્ય તે પૂજામાં ચડાવેલા દ્રવ્યો તે નિર્માલ્ય દ્રવ્ય છે તેમાં આંગીના વરખ, બાદલા, ફલ, નૈવેદ્ય, રેખા, રેકડના વિ. તે નિર્માલ્ય દ્રવ્ય છે તેની રકમ કરીને દેવ દ્રવ્ય ખાતે જમા કરાય છે. કઈ જગ્યાએ દેરાસરના પૂજારી વિ.ને પણ અપાય છે. પૂજારીને પગાર શ્રાવકે એ આપવાનું છે. આ દેવ દ્રવ્ય છે જેથી તે અપાય નહિ તેથી ઘણી જગ્યાએ વ્યવસ્થા થઈ જતાં તેમાંથી બગડી જાય તેવા ફળ નૈવેદ્ય ન વેચાય તે પૂજારીને આપે બાકી ચોખા બદામ આદિ તો નાણું કરી દેવ દ્રવ્યમાં જમા થાય છે.
. (૩) કરિપત દ્રવ્ય- જે દ્રવ્ય જિનમંદિરના નિભાવ માટે આપે, કઈ રકમ, દુકાન, ખેતર મકાન વિ. આપે તે તે કપિત દ્રવ્યમાંથી પૂજા દ્રવ્યથી માંડી રક્ષક સુધીના દરેકને પગાર વિ. અપાય છે. અને આજે તે દેરાસર સાધારણ ગણાય છે. કલ્પિત દેવ દ્રવ્યનું ખાતું આજે ત્યાં પણ નથી તેવી રીતે કઈ રકમ મકાન વિ. સાધર્મિક વાત્સલ્ય, પૂજા ભણાવવા, એકાસણુ બેલ વિ. માટે આપે તે તે દ્રવ્ય તે તે ખાતામાં રહે છે. અને તેના હેતુ માટે અમલ કરાય છે. આજે આ ત્રણ વિભાગમાંથી વહિવટમાં નથી. નિર્માલ્ય દ્રવ્ય દેવ દ્રવ્યમાં જાય છે.
દેવ દ્રવ્ય ખાતુ દેવદ્રવ્ય ખાતામાં બીજી આવકે દેરાસરના ભંડારે, તથા પહેલી પૂજા કરવા આદિની બોલીએ, સવપ્ના ઉતારવાની બોલી, વરઘોડાની પ્રતિષ્ઠાની જિન મંદિર અંગેના ચડાવા, તીર્થમાળ, ઉપધાનની માળ વિ. ની બેલીએ દેવ દ્રવ્યમાં જાય છે. શ્રાવકેને