Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૫૨ :
-
શ્રી જૈન શાસન (અઠવાડિક) .
- રાજે અને રેલીચીલી નામનું ગામ ભારતના નકશા માંથી ભુસાઈ ગયેલ છે. આ ગામને સંપૂર્ણ નાશ થયેલ છે.
- નારંગવાડી, ચીલીકાટે, નાઈ ચાકુરા એકેડી આ ગામની આશરે ૬૦ થી ૭૦ ટકા વતી ખલાસ થઈ ગયેલ છે.
ધાનેરી, તેરડા, હરવી, બેડ આ ગામને ૩૫ ટકા નુકશાન થયેલ છે. ટેટલ . ૮૦ ગામને ભૂકંપની અસર થયેલ એમાં ૫૪ ગામોને ખુબજ ગંભીર અસર થયેલ છે. આ જુવાર, બાજરીનું ઘાસ પશુઓને ખવરાવવામાં આવી રહ્યું છે.. પશુઓને કુદરતી સંકેત મળી જતાં મોટા ભાગના પશુઓ ખુલ્લા મેદાનમાં જતા રહ્યા હતા. * *
દરેક ધર્મના ભગવાનના ફેટા હતા તે બધી જ દિવાલો અડીખમ ઉભી છે. તે એક ચમત્કાર જ ગણાય, સાતુરમાં ૫૪ વર્ષના વયેવૃદધ દિગમ્બર જૈનના કુટુંબમાં ૩૫ જણના કરૂણ મૃત્યુ થયા હતા. કમનસીબે તેઓ એકલા જ બચ્યા હતા. આ બધા નો અંતિમ સંસ્કાર કરીને છેવટે આ વૃધે આપઘાત કર્યો હતે આ વિસ્તારને એકંદરે સર્વે કરતાં જણાવ્યું છે કે લોકોનું કહેવું થાય છે કે આ કુદરત કરતા સરકાર સર્જીત આફત છે. '
પૂનાના વૈજ્ઞાનીકે આવીને કહી ગયા કે ઘરમાં સુવાનું શરૂ કરે હવે ધરતીકંપ થશે નહિ. પણ કમનસીબે છ માસમાં જ આ કરૂણ બનાવ બન્યો હતો. બંધને વિરોધ ગામ લેકે વર્ષોથી કરતા હતા છતાં સરકારે આ ડેમમાં પાણી ભરવાનું ચાલું કર્યું અને તેના કારણે જ આ ધરતીકંપ થયેલ છે. તેવુ વૃધ આગેવાન રામસિંહ રાઉતે નિસાસા નાખીને કહ્યું હતું.
આમ આ કાર્યકર્તાઓએ અસરગ્રસ્તોને થળની મુલાકાત લઈને સાંત્વન આપ્યું હતુ અને રાહત સામગ્રીની વ્યવસ્થા કરી હતી. અને વિવિધ યોજનાઓ બનાવી હતી
શકુ ' - સૂચના - ક આ મહીનામાં પાંચ મંગળવાર હોવાથી તા. ૧૬-૧૨-૯૩ ને અંક બંધ ) રહેશે તેથી હવે પછીને અંક નં ૧૫ તા. ૨૩-૧૧-૯૭ ના પ્રગટ થશે.