Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૨૪ *
જૈન શાસન (અઠવાડિક). તપ દરમિયાન દહેજમાં કે જો તથા કુ, વર્ષોએ ચતુર્વિધ સંઘ સમક્ષ બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી અડધી દીક્ષા મેળવી લીધી. બંને સખીએ એ જ્ઞાન-દર્શનની આરાધના કરી. હવે એ આરાધનાને વેગ આપવા માટે ચારિત્રને સ્વીકાર અનિવાર્ય બની રહે છે. અમારા તરફથી રજા મળતાં આનંદનો પાર ન રહ્યો. | સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મહોદયસૂરીશ્વરજી મ. સા. પાસે મૂ ડૂત પ્રદાન માટે વિનંતી કરતાં તેઓશ્રીએ વિ. સં. ૨૦૪૯ના વૈશાખ સુદ ૬ તા. ર૮-૪-૯૩ ના શુભ દિવસનું શુભ મુહૂર્ત આપી અમારા ઉપર મહાન ઉપકાર કર્યો. આ પ્રસંગે અમારી આગ્રહભરી વિનતિથી અને પૂજ્યપાદશ્રીજીની આજ્ઞાથી ભીંવડીગોપાલનગરે પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સ. મ. સા. આદિ પૂજ્યની નિશ્રામાં દીક્ષા પ્રસંગ ઉજવાય એ પૂર્વે દીક્ષાથીઓના અનેક સ્થળોએ વષીદાનના વડા તેમજ બહમાન સમારંભ યોજાયા. અમારી લાડલી સંયમ પંથે વિચરી જિનશાસનની મહાન સેવા કરે એ માટે અમારા તરફથી પણ દીક્ષા પ્રસંગની તડામાર તૈયારીઓ થવા માંડી. ભીવંડી નગરની તમામ પાઠશાળાઓના બાળકે પણ પ્રસંગને દીપાવવા માટે ઉત્સાહી બની સાંસ્કૃતિક કાર્યક્રમની તેયારીઓ કરવા માંડયા.
પુજયપાલ આચાર્યદેવ શ્રી લલિતશેખર સ. મ. સા. તથા પુજ્યપાદ આચાયવા શ્રી રાજશેખર સૂ, મ. સા. આદિ તથા પૂજ્ય સાધ્વીજી શ્રી કેવલ્યરત્નાશ્રીજી મ આદિને વૈશાખ સુદ ૪ તા. ૨૬-૪-૯૩ ની સવારે ૧૦-૦૦ કલાકે વાજતે ગાજતે ગોપાલનગરે પ્રવેશ થયે. વૈશાખ સુદ ૫ તા. ૨૭–૪–૯૩ ના દિવસે સવારે અમારા નિવાસસ્થાનેથી (ગુરૂ આશિષ, ગોકુળ નગર) ચતુર્વિધ સંઘના અને ઉત્સાહ સાથે વષી. દાન યાત્રાનો પ્રારંભ થશે. જે લક્ષમીની પાછળ પાગલ બની માન દિવસ રાત જોયા વિના ઉદ્યમ કરે છે તે લક્ષમીને ચંચળ જાણું બને મુમુક્ષુએ ખોબે ખેબે ત્યાગ કરી ભવડીના રાજમાર્ગો પર ફરી શાસન પ્રભાવના કરાવવા લાગ્યા. રથયાત્રા ગા પાલનગરે પૂર્ણ થયા બાદ અમારા તરફથી સમસ્ત હા. વિ. ઓ. સમાજ તથા પાલનગર જૈન સંઘનું સાધર્મિક વાત્સલ્ય રાખવામાં આવ્યું. બપોરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાખવામાં આવ્યું રાત્રે ૮-૩૦ કલાકે શ્રી સંઘ તરફથી બહુમાન સમારંભ યોજાયે.
વૈશાખ સુદ ૬ની મંગલ પ્રભાતને ઉદય થયે. કુદરત પણ જાણે મહાભિનિષ્કમણના મહત્સવને માણવા પધારી રહી હોય તેમ બાલસૂર્યના સેનેરી કિરણથી અને મંદ મંદ લહેરાતા વાયરાથી વાતાવરણ પવિત્ર બની ગયું. અને સખીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી હતી તે મંગલ ઘડી આવી ગઈ. વષીદાન આપતા આપતા પ્રવ્રજ્યા મંડપે આવી ગયા. પુજયપાદ આચાર્ય ભગવંતે અને સાદવીજી ભગવંતે પણ પધાર્યા. અંતિમ વિદાયની ઘડીઓ ગણાવા લાગી. સંઘના પ્રમુખ શ્રી મનસુખ મેઘજી