Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચંદ્રશેખર વિ.મ.ના પુસ્તકે સજેલું તોફાન
ધાર્મિક વહિવટ વિચાર’ નામનું પુસ્તક તેમણે પ્રગટ કર્યું છે અને તેમાં ૨૦૪૪ સંમેલનની સૂતેલી વિગતને પ્રગટ કરી છે જેમાં અનેક શાસ્ત્રીય વિચારે ઉલટા કર્યા છે.
તે અંગે પુસ્તકની પરીક્ષા ની યેજના કરી બાલ માનસમાં કે યુવાન માનસમાં આ વિકૃતિ ઘાલવાને પ્રયત્ન થયે છે તે ઘણું જ દુઃખ જનક છે તે સામે વિરોધ પણ થયા છે.
નવસારીમાં તેવી યોજના થઈ તેમાં ૨-છ. આરાધના ભવનમાં બિરાજમાન પૂ મુ.શ્રીએ આ પુસ્તકમાં આવેલ અશાસ્ત્રીયતાનું વર્ણન કર્યું. તેમાં એકના ગૃપમાંથી ઉશ્કેરાઈ પ૦ જણ ઉપાશ્રયમાં આવ્યા અને ઉશ્કેરાટ ફેલાવ્યો.
જ સાચું ખોટું અમે ન જાણીએ પણ પરીક્ષા અપાય તેમાં તમારે શું ? વિ. કહ્યું મહારાજશ્રીએ કહ્યું કે અમારે તે સત્ય ઉપદેશ દેવાને છે. વિ.
આમ આ પુસ્તક જે અનેક શાસ્ત્રીયતાથી વિરૂદ્ધ છે તેવું પુસ્તક પ્રગટ કરીને પૂ. ચંદ્રશેખર વિ.મ.એ ગ્રહણ સમયે સાપ કાઢવા જેવું કર્યું છે.
તે સામે પૂ આ. ભ. શ્રી વિજય હિમાંશુ સૂરીશ્વરજી મહારાજે પૂ. પાદ પ્રેમસૂ. મ. - સા.ના આજ્ઞા પત્ર ૨૦૪૨ પટ્ટક ૨૦૪૪ સંમેલન વિ. ની વિગત લખીને ૨૦૪૪ સંગઠન માટે વધુ પિતપોતાની ગુરુની વાત કરવા છૂટા થયા છે તે હવે સંગઠન જેવું નથી અને પણ અમારા ગુરુદેવની આજ્ઞા મુજબ કરીશું વિ. નિવેદન કરીને સંઘમાં સંપના માર્ગ અને વડિલના માર્ગનું સ્થાપન કરે છે. પૂ.ચંદ્રશેખર વિ.મ. આ વિચારશે કે? ' આ પુસ્તિકા રદ કરી શાંતિ કરે નહિતર વધુ કલેશ થશે. ભારતના બધાં પ્રાન્તથી પધારવા માટે આમંત્રણ યાને
તખતગઢમાં ઉપધાન તપનું વિશાલ-આયેાજન
પરમપૂજ્ય વ્યાખ્યાન-વાચસ્પતિ વ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂમ.ના પટ્ટારરત્ન ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં તખતગઢ (રાજસ્થાન)માં ઉપધાન ચાલુ થવાના છે. તેના પ્રવેશ મુહૂત નીચે મુજબ છે.
પ્રથમ મુહૂર્ત–આસે વદ ૬ શુક્રવાર દિ. ૫-૧૧-૯૩ દ્વિતીય મુહુર્ત–આસે વદ ૮ રવિવારે દિ. ૭-૧૧-૩ પ્રથમ-દ્વિતીય-તૃતીય પણે ઉપધાન વાલાને પ્રવેશ મલશે. આ ઉપધાન વિશાલ પાયા પર થનાર છે. વહેલે તે પહેલો. અત્રે પધારવાથી નજીકના રાણકપુર આદિ તીર્થોના દર્શન-પૂજનનો પણ લાભ મળશે.
લ:
Fઉપધાન તપ સમિતિ 5 | મુ પિ. તખતગઢ (રાજસ્થાન) પીન ૩૦૬૯૧૨ સ્ટે. ફાલના (વે. રેલ્વે)