Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ભૂત પણ પીપળે છેડે પણ તમે તે તમે બીજું કાંઈ ન કરી શકો તે પણ એટલું નક્કી કરે કે, દુન્યવી પદાર્થો માટે ધર્મનો ઉપગ નહિ જ કરો. નામનાદિ માટે પણ છે છે ધમને ઉપયોગ ન કરાય, ધર્મ માત્ર આપણા આત્માના કલ્યાણ માટે જ કરાય.
આ મનુષ્ય જન્મ પૂરો થવાની તૈયારીમાં છે. આજ-કાલમાં જ્યારે મરીએ તે કહેવાય નહિ. આજના લોકે તે મારી નાખવા તૈયાર છે. સૂતેલાને ય મારે, નિર્દોષને 4 ય મારે. કારમે અન્યાય આ યુગમાં ચાલી રહ્યો છે. તમે બધા સમજુ અને સાધ છે અને તે આ જન્મ લેખે લાગી જાય. પછી તે તે આત્મા પ્રતિપલ મરવા માટે તૈયાર
હેય. તમે બધા કહો કે, મરવાને ભય અમને છે જ નહિ. આજે ય મરવા તૈયાર # છીએ અને મરણ હમણું આવતું હોય તે હમણુ મરવા તૈયાર છીએ. તે માણસને હૈ પહેલા નંબરના ઉદાર કહેવાય. ધર્મ માટે ય પ્રાણ આપવાની તૈયારી છે ? મરવું એટલે આપણે જવાનું નથી પણ વળગેલાં પ્રાણ છુટા પાડવાના છે. અને તીવાર, મર્યા છે છતાં ય આપણે તે જીવતા જ છીએ. મરવા તૈયાર હોય તેને પૈસાની શી પરવા છે હોય ? પૈસાની પાછળ મરે તેની આગળ ઉદારતાની વાત કરવી તે મડદાને જીવાડવાની ! વાત છે. મડદા જીવે ?
તમે બધા કહે કે, હવે તે અમે આ સંસારથી ગભરાયેલા છીએ. સંસાની 4 સુખ-સામગ્રીથી ગભરાયેલા છીએ, દુ:ખની પરવા નથી. અમને જો ગભરામણ-ભય આદિ હેય તે સુખની સામગ્રીને જ છે. આવો જીવ ભવનિર્વેદ બોલે તે સાચે. બીજા બધા તે માત્ર મઢથી બેલવા પૂરતે બેલે પણ તેના હૈયાને અડે નહિ. પછી તે ઉદારતા તેની મેળે આવે. સુખમય સંસારથી ભાગી છૂટવાની જે ઈચછા તેનું નામ ભવનિર્વેદ 5 છે. આ વાત તમારા ગળે ઉતરે તેવી છે?
અમારા ભગવાનને જે ગમે તે જ મને ગમે. પછી દુનિયાને ભલે ગમે કે ન છે | ગમે, આપણા ખરા બાપ તે જ. આપણું ભલાની ચિંતા તેમને જ કરી છે. અનંતા છે મા-બાપ થયા પણ આપણા આત્માની સાચી ચિંતા નથી કરી, અનંતા શ્રી અરિહંત
પરમાત્માઓ થયા તેમણે જ આપણું આમાની ચિંતા કરી છે. વર્તમાન મા-બાપને પણ તમારા આત્માની ચિંતા છે ? ખરેખરા બાપ જ શ્રી અરિહંત પરમાત્મા, એક ભગવાન એવા નહિ જેમણે આપણી ચિંતા ન કરી હોય. આ જન્મના મા-બાપની સેવા ભકિત કરવાની પણ ભગવાને જે ના કહ્યું તે કરવાનું કહે તે નહિ જ કરવાનું. આપણને આપણું સાચા મા-બાપ ભગવાન લાગ્યા છે? તમને દુનિયામાં ભણાવનારાકામધંધે લગાડનારા મા-બાપ મળ્યા પણ કઈ મા-બાપે તમારૂં હિત થાય અને અહિત ન થાય તેની ચિંતા કરી ? છોકરાઓ જેનપણું ન પામ્યા તે ચિંતા થઈ ? ઉપરથી છે