________________
જ ૩૮] तेजस्वि नावधीतमस्तु ।
[ પ્રથમવૃત્તિનું નિવેદન ગીતામાં ક પિગ . ભગવદગીતામાં કયો યોગ છે? ઉત્તરઃ જગતને સત્ય શું છે તેની ઓળખ કરી ખોટા ઝઘડાઓથી બચાવી સાથે લઈ જનાર યોગ. આ બાબતમાં તેમ જ અન્ય શંકાઓ સંબંધમાં ગીતાદોહનમાં સ્થળે સ્થળે વિસ્તૃત વિવેચન છે; તેથી જે કઈ આક્ષેપ સિલક હશે તે તેને ઉત્તર તેમાંથી મળી શકશે. ટૂંકમાં એટલું જ કે “સત્યપ્રાપ્તિ અર્થે આત્માનુભવને નજર સામે રાખી તમે ધ્યેયપ્રાપ્તિને માટે પુરુષાર્થ કરે. તે કરતાં ઊ સું બેય કોઈ પણ નથી જ્યારે તમો આત્મોન્નતિના ઉચ્ચ શિંગ પર પહોંચશે ત્યારે જેમ પહાડના શિખર ઉપર ચઢેલાને નીચેની દૂરદારની અને નજીકની નાના મોટી તમામ વસ્તુઓ ફક્ત એક તરણું જેવી દેખાય છે તેમ મોટું સામ્રાજ્યપદ પણ તણખલા જેવું તુચ્છ દેખાશે, એટલું જ નહિ પરંતુ ધ્યેયપ્રાપ્તિ થયા પછી તમે જ્યાં ધારશે ત્યાં વગર કષ્ટ સારી રીતે વિચારી શકશે, જેની ઇચ્છા કરશે તે મેળવી શકશે, સમરત વિશ્વ તમારું થશે અને તમો સમસ્ત વિશ્વના થશે.” આ મહર્ષિવર્યને સંદેશો ધ્યાનમાં રાખવા જેવો છે.
નીતિશાસ્ત્રકાર કહે છે કે “લેકે પારકાના દે જેવાને માટે જેવી ઇચ્છા રાખે છે તેવી તેઓના ઉત્તમ ગુણે તરફ રાખતા નથી. દોષે તે આપણામાં ભરપુર છે, માટે પારકાના દોષ શોધવાની તસદી નહિ લેતાં પારકાના ગુણ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરનારા જ ખરો બુદ્ધિશાળી છે;” મહર્ષિવર્યનું કથન પણ એવું જ છે. બાળકનું બેબડું તેલ અને સદેષ વાકય પણું જે યુક્તિવાળું એટલે સત્ય અને અનુભવ કરાવી આપનારું હોય તો તેને તુરત ગ્રહણ કરવું; પરંતુ ગમે તેવા મહાન પુરુષનું વાકય પણ જે સત્ય અનુભવ કરાવી આપનારું ન હોય તો તેનો તકાળ ત્યાગ કરવો જોઈએ. હિતેચ્છુઓએ તો જે થકી અખંડ સુખશાંતે પ્રાપ્ત થઈ શકે એવા એક ઉચ્ચતમ ધ્યેયને જ લયમાં રાખવું જોઈએ. આ ન્યાયાનુસાર આ ગીત દેહન અનુભવના દૃષ્ટિકોણથી લખાયેલું હોવાથી એક વખતે આદિથી અંત સુધી વાંચીને “રાજા કુમતિ” એ ઉકત્યનુસાર બુદ્ધિમાને તેને તત્વાર્થ પ્રહણ કરી અનુભવ મેળવી કૃતાર્થ બને એવી અમારી વિજ્ઞપ્તિ છે.
ગીતાનું ખરું જ્ઞાન કેમ મળતું નથી? ગીતાનું સાચું જ્ઞાન કેમ મળતું નથી ? આનો એક ઉત્તર તે એ છે કે ગીતાનું જ્ઞાન આપનારા કેવા છે? શાળામાં શીખી, દ્રવ્યને લોભ રાખી ગીતાનું સાચું જ્ઞાન આપી શકાતું નથી, એ વાત સૌએ લક્ષમાં રાખવી જોઈએ. ઉપર જણાવ્યું તેમ ગીતાનું કઈ પણ કાર્ય ઉપનિષદના આધાર વડે જ સમજવાનું છે અને ગોતને ખરો અર્થ આત્મસાક્ષાત્કાર થયા વિના સમજવો મુશ્કેલ છે. તેથી “We want to educate the educants” એ ન્યાયે આ ગ્રંથનું એક પ્રયોજન એ કહી શકાય કે ગીતાના શીખવનારા જે આત્માનુભવયુક્ત જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે જ તેઓ અત્યારના દ્રવ્યલેબી મટી નિઃસ્પૃહ બની લોકોને સાચું જ્ઞાન આપી શકશે. સાચું જ્ઞાન આધુનિક ઢબની ચાલતી શાળાઓમાં શીખીને, શીખવીને વા નોકરી કરીને આપી શકાશે નહિ; તેથી જ લોકમાન્ય ટિળકે પણ એક જગ્યાએ જણાવ્યું છે કે “નવા સુધારાની રુએ જે ય કાઉન્સિલમાં જાઉં અને ત્યાં જે કેળવણીને પોર્ટફોલીઓ મને આપવામાં આવે, તે પહેલામાં પહેલું કાર્ય તો હું એ કરીશ કે આપણી પ્રાચીન સંસ્કૃતિનું પુરાણ, પ્રવચન, કીર્તનકારોની જૂની સંસ્થાઓને ઉન્નત અવસ્થામાં મૂકી અથવા ઉન્નત બનાવી પ્રવચન, કીર્તન ઇત્યાદિ દ્વારા ધર્મને મોટો ફેલાવો કરનારી જાની સંસ્થાઓ કબજે કરીશ; તેમ જ હું સુશિક્ષિત, સુસંસ્કૃત અને સ્વાર્થત્યાગી યુવાનોને પૌરાણિક, પ્રવચનકાર અને કીર્તનકારની પદવીઓ આપી દેશનાં નાનાં મોટાં ગામડાંઓમાં ધર્મઉપદેશક વા પ્રચારક તરિકે મોકલીશ અને સાથે સાથે ચાલુ સ્થિતિનું પણ ભાન થાય એવી રીતે લોકજાગૃતિનું કામ પણ કરીશ.”
આ ગીતાદહનના કામમાં ઘણાએ નિષ્કામ સેવાભાવથી મદદ કરી છે તે સર્વેનો આભાર માનવો આવશ્યક છે. તેમાં પણ સર ચુનીલાલ વી. મહેતા, શ્રી રજનીકાંત મોદી તથા શ્રી શંકરલાલ બેંકર એમણે પુસ્તકને વાંચીને ચગ્ય સુધારા વધારા સૂચવ્યા તથા શ્રી અંબાલાલ સારાભાઈ શ્રી અનસૂયા બહેન સારાભાઈ, : - લોકમાન્યની આખ્યાયિકા ખંડ ૨ પૃષ ૮૩.