Book Title: Heervijaysuri Ras
Author(s): Hemchandrasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/005952/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવૈિજયસૂરિરાસ (ભાવાનુવાદ સહિત) જો જ સંપાદન-ભાવાનુવાદ : આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ત્રઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ (ભાવાનુવાદ સહિત) સંપાદક—ભાવાનુવાદક પૂ.પા. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ પૂ.પા. આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી - વ્યાકરણાચાર્ય સહાયક સંપાદક છે. કાન્તિભાઈ બી. શાહ પ્રકાશક શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shravak Kavi Rushabhdaskrut Shree Hirvijaysurirasa Ed. Acharya shree Vijayhemchandrasuriji 1998, Shree Shrutgnana Prasaraka Sabha, Ahmedabad. પહેલી આવૃત્તિ, સંવત ૨૦૫૪ (ઈ.સ.૧૯૯૮) નકલ ઃ પ૦૦ પૃષ્ઠસંખ્યા : ૩૪૩૬૨ કિંમત રૂ. ૧૦૦.૦૦ આવરણ-સંયોજન : રોહિત કોઠારી પ્રાપ્તિસ્થાન : (૧) શારદાબહેન ચીમનલાલ એજ્યુ. રિસર્ચ સેન્ટર શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૮ (૨) જિતેન્દ્ર કાપડિયા અજંતા પ્રિન્ટર્સ, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ (૩) શરદભાઈ શાહ (ઘોઘાવાળા) બી/૧, વી.ટી. એપાર્ટમેન્સ, દાદાસાહેબ સામે, કાળાનાળા, ભાવનગર પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા C/o શ્રી હર્ષદભાઈ બી. શાહ બી/૫, ગૌતમ ફુલેટ, માણેકનગર પાસે, સરખેજ રોડ, પાલડી, અમદાવાદ ૩૮૦૦૦૭ લેસર ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન : પ૩પ૯૮૬૬ મુદ્રક : ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ૩૮૦૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈન શાસનને પ્રભાવિત કરનાર જે જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા તેમાંના એક તે, ભગવાન મહાવીરસ્વામીની ૫૮મી પાટે થયેલા “જગગુરુ' આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ. અમારિ-પ્રવર્તક અને મોગલ સમ્રાટ અકબરપ્રતિબોધક તરીકે આ મહાન જૈનાચાર્યનું નામ ખૂબ જાણીતું બન્યું છે. એમને વિશે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતીમાં જે અઢળક સાહિત્ય રચાયું છે તેમાં હીરસૌભાગ્યમ્' જેવા સંસ્કૃત મહાકાવ્યથી માંડીને ગુજરાતીમાં શ્રાવક કવિ ઋષભદાસે રચેલી ૧૧૦ ઢાળની દીર્ઘ રાસાકૃતિનો સમાવેશ થાય છે. વર્ષો પહેલાં કવિ ઋષભદાસનો આ હીરવિજયસૂરિરાસ” શ્રી આનંદકાવ્ય મહોદધિ મૌક્તિક પમાં પ્રકાશિત થયો હતો. પણ એ ગ્રંથ અપ્રાપ્ય બનતાં આવી મહત્ત્વની રાસાકૃતિની ખોટ વરતાતી હતી. આચાર્યશ્રી હીરવિજયસૂરિના નિર્વાણને ૪00 વર્ષ પૂરાં થયાં તે અવસરે જ પૂ. પા. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના ગચ્છ પરિવારના આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન એના ભાવાનુવાદ સહિત કરી આપીને આ ગ્રંથની વરતાતી ખોટ પૂરી કરી આપી છે. આવા ગ્રંથનું પ્રકાશન કરતી વેળા શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૂજ્ય આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજીનો ઋણસ્વીકાર કરવા સાથે ધન્યતાની લાગણી અનુભવે છે. ભાવાનુવાદ સહિતના “શ્રી હીરવિજયસૂરિરાસ'ના આવા પ્રકાશન માટે પ. પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ અને આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીની પ્રેરણાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એ માટે એમના પણ અમે ઋણી છીએ. જગદ્ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિભાવ ધરાવતા પરમ તપસ્વી મુનિરાજશ્રી યશોભૂષણવિજયજીની પ્રેરણાથી એક ભાવનાશીલ મહાનુભાવે પોતાનું નામ અપ્રગટ રાખીને આ ગ્રંથની શ્રુતભક્તિનો લાભ લીધો છે તે માટે પૂ.મુનિશ્રી યશોભૂષણજીના પણ અમે ઋણી છીએ. લા.દ.ભા.સં. વિદ્યામંદિરની હસ્તપ્રતને આધારે આ કૃતિનાં પાઠાંતરો મેળવવાનું કાર્ય પં.શ્રી રમેશભાઈ હરિયાએ કરી આપ્યું છે. પૂજ્ય મહારાજશ્રીએ કરેલા આ ગ્રંથના ભાવાનુવાદને ભાષાકીય દષ્ટિએ મઠારી આપવા ઉપરાંત આ. શ્રી હીરવિજયસૂરિ વિષયક કૃતિઓની અને રાસ-અંતર્ગત દેશીઓની સૂચિઓ ડૉ. કાન્તિભાઈ બી. શાહે તૈયાર કરી આપી છે. વળી ગ્રંથ મુદ્રિત સ્વરૂપે તૈયાર થાય ત્યાં સુધીની સઘળી જવાબદારી પણ કાન્તિભાઈ શાહે ઉપાડી છે. જ્યાં-જ્યાં જરૂર જણાઈ ત્યાં-ત્યાં આ ગ્રંથપ્રકાશનની સમગ્ર કામગીરીમાં શ્રી જયંતભાઈ કોઠારીનું માર્ગદર્શન અમને મળતું રહ્યું છે. આ માટે અમે આ ત્રણેય મહાનુભાવોના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના ટાઈપસેટિંગનું કામ શારદા મુદ્રણાલયના શ્રી રોહિત કોઠારીએ, તેમ જ ગ્રંથમુદ્રણનું કામ ભગવતી ઑફસેટના શ્રી ભીખાભાઈ પટેલે ખૂબ જ ચીવટપૂર્વક પૂર્ણ કર્યું તે માટે એમના પણ અમે આભારી છીએ. અંતમાં આ ગ્રંથપ્રકાશનના કામમાં જેમની જેમની પણ નાનીમોટી સહાય મળી છે તેમના અમે આભારી છીએ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના નિર્વાણની ચતુઃશતાબ્દીના અવસરે જ આ ગ્રંથનું પ્રકાશન કરી શકાયું છે તે માટે પુનઃ હર્ષની લાગણી વ્યક્ત કરીને વિરમીએ છીએ. સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૧ , શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન પોતાના યશસ્વી જીવન-કવનથી જૈન શાસન તથા જૈન સાહિત્યને પ્રભાવિત તેમ જ સુસમૃદ્ધ કરનારા જે અનેક જ્યોતિર્ધર મહાપુરુષો થઈ ગયા તેમાં જેઓનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યા સિવાય ચાલે જ નહિ તે હતા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ. જૈન શાસનના પ્રત્યેક અંગોમાં તેઓની સત્તા દરમિયાન તેઓની આગવી સૂઝ-સમજ-પ્રેરણા અને પુરુષાર્થથી અપૂર્વ ચેતનાનો સંચાર થયો હતો. ઋતુરાજ વસન્તના આગમનથી ચોમેર વનરાજિ જેમ હરીભરી અને નવપલ્લવિત બની જાય છે તેમ જ આ સૂરીશ્વરજીના સત્તાકાળમાં જૈન શાસને વિકાસનાં અનેક શિખરો સર કર્યા હતાં. સ્વ-પર દર્શનના ટોચના ગ્રંથોનો તેમણે કરેલો ઊંડો અભ્યાસ તથા કરેલું આમૂલચૂલ પરિશીલન જોઈ-સાંભળી ભલભલા ખેરખાં ગણાતા વિદ્વાનોનાં પણ મસ્તકો ડોલી ઊઠતાં. મીણ અને માખણ કરતાં પણ વધારે કોમળ હૈયું ધરાવતા તેઓ તપ, ત્યાગ અને સંયમપાલન તથા અનુશાસનમાં વજથી પણ અધિક કઠોર હતા. તેઓના જીવનનો સૌથી મહત્ત્વનો ગણાય તેવો પ્રસંગ હોય તો તે અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો તે છે. હિંસામાં ચકચૂર તેમ જ અતિશય જુલ્મી ગણાતા એવા બાદશાહ અકબર તેઓના સમાગમ તથા ઉપદેશથી અહિંસાના મહાન ઉપાસક બન્યા હતા. વળી તેઓ તથા તેઓશ્રીના શિષ્યો આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજ તથા ઉપાધ્યાય ભગવત્તશ્રીઓ – શ્રી વિમલહર્ષજી, શ્રી સોમવિજયજી, શ્રી શાન્તિચન્દ્રજી, શ્રી ભાનુચન્દ્રજી, શ્રી સિદ્ધિચન્દ્રજી આદિના ઉપદેશથી તેમણે પોતાના સમસ્ત રાજ્યમાં છ મહિના પર્યન્ત અમારિ પ્રવર્તાવી, હિન્દુરાજ્યમાં પણ થવું મુશ્કેલ ગણાય તેવું કાર્ય એક યવનના રાજ્યમાં કરી દેખાડ્યું. તેઓની હયાતીનો વિક્રમના સોળમા સૈકાનો પશ્ચાદ્ધ તથા સત્તરમા સૈકાનો પૂર્વાર્ધ કાળ કેટલાયે ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ પ્રસંગોથી અવર્ણનીય બની ગયો. એથી જ 'ઇતિહાસકારોએ એ સમયને હીરયુગ' તરીકે નવાજ્યો તેઓના સમયમાં જૈન શાસનનો વિજયધ્વજ દિગદિગંતમાં લહેરાતો હતો. આવા મહાન પ્રભાવસંપન્ન તેમ જ ત્યાગી-વૈરાગી અને પરમ તપસ્વી એવા મહાપુરુષના જીવનમાં જેની સંભાવના પણ ન કરી શકાય તેવા કષ્ટદાયક પ્રસંગો બન્યા છે. જેને વાંચતાંસાંભળતાં આપણે ધ્રુજી ઊઠીએ. પણ તેવા કસોટીના પ્રસંગોમાં તેઓ જરા ય ચલાયમાન ન થતાં સો ટચના સુવર્ણની જેમ અણિશુદ્ધ પાર ઊતર્યા, એટલું જ નહીં પણ પૂર્વના કરતાં વધારે ઝળહળવા લાગ્યા હતા. સંસ્કૃતમાં રચાયેલું હીરસૌભાગ્યમ્ એ આ. હીરવિજયસૂરિના જીવનના અનેકવિધ પ્રસંગોનું કાવ્યમય શૈલીનું વર્ણનાત્મક મહાકાવ્ય છે. “પટ્ટાવલિસમુચ્ચય' આદિ ગ્રંથો તથા ભિન્નભિન્ન પ્રબંધોમાં તેઓના જીવનપ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. એ સિવાય સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી પદ્યાત્મક નાનીમોટી જેની ગણના કરતાં Page #6 -------------------------------------------------------------------------- ________________ ५ આપણે થાકી જઈએ એટલી કૃતિઓ તેઓ ત૨ફની ભક્તિથી પ્રેરાઈને વિદ્વાનોએ રચી છે. તેઓના પરિવારમાં બે હજાર સાધુઓ હતા. તેઓમાંથી કેટલાય વિદ્વાનો, કવિઓ, વાદીઓ અને ગ્રંથોની રચના કરનારા હતા. આચાર્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ તેઓના મહાન શાસનપ્રભાવક પધર હતા. સાત ઉપાધ્યાય ભગવત્તો તથા ૧૬૦ પંન્યાસજી મહારાજાઓના સમુદાયથી પરિવરેલા તેઓશ્રી તારાસમૂહની વચ્ચે રહેલ પૂર્ણચંદ્રની જેમ શોભતા હતા. શ્રી હીરવિજયસૂરિરાસ શ્રાવક કવિ શ્રી ઋષભદાસજીએ જગદ્ગુરુના અનેકાનેક જીવનપ્રસંગોને આબેહૂબ વર્ણવતાં ગુજરાતી ભાષામાં પદ્યમય ‘શ્રી હીરવિજયસૂરિરાસ'ની રચના કરી છે. ૧૧૦ ઢાળમાં તથા જુદાજુદા રાગોમાં એ રાસની રચના એવી તો પ્રાસાદિક અને મનોરમ કરવામાં આવી છે કે વાંચવાનું શરૂ કર્યા પછી એને હાથમાંથી મૂકવાનું મન જ ન થાય. એને જેમજેમ વાંચતા જઈએ તેમતેમ આપણે જાણે કાવ્યપ્રવાહમાં આગળ ને આગળ તણાતા જતા હોઈએ એવો અનુભવ થાય છે. રાસમાં તેમણે કરેલાં તે-તે વર્ણનો વાંચતાં કવિની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયા વગર રહેતાં નથી. સૂરત નાનપુરામાં વ્યાખ્યાનમાં રાસનું વાચન શ્રી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ (નાનપુરા-સૂરત)ની વર્ષોની આગ્રહભરી વિનંતીથી વિ.સં. ૨૦૫૨નું ચાતુર્માસ ત્યાંના દિવાળીબાગ જૈન ઉપાશ્રયમાં થયું. પૂજ્યપાદ ગુરુમહારાજશ્રીજી તથા આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, મુનિશ્રી ગુણશીલવિજયજી, મુનિશ્રી રાજહંસવિજયજી, મુનિશ્રી લલિતાંગવિજયજી તથા મુનિ શ્રી જગચ્ચન્દ્રવિજયજી આદિ સૌ સાથે ચાતુર્માસપ્રવેશ કર્યો. પ્રવેશના દિવસથી જ ત્યાં અપૂર્વ ઉલ્લાસમય વાતાવરણ જામી ગયું. લોકોમાં કોઈ જુદા જ તરવરાટનાં દર્શન થયાં. ઘણીઘણી પ્રતીક્ષા અને પ્રયત્ન પછી પોતાને મળેલા આ લાભની જાણે કિંમત ચૂકવતા ન હોય તેમ સંઘના પ્રમુખ માણેકલાલભાઈ, બકુભાઈ, કિરીટભાઈ ચોકસી, બાબુભાઈ મઢીવાળા, કીર્તિભાઈ, જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ, દિલીપભાઈ વગેરે આબાલવૃદ્ધ સૌ હોંશેહોંશે વ્યાખ્યાન-વાણીશ્રવણ તથા આરાધનામાં જોડાયા. વ્યાખ્યાનમાં સૂત્રાધિકારે ૧૪૪૪ ગ્રંથના રચિયતા શ્રીમાન્ હિરભદ્રાચાર્ય મહારાજ વિરચિત પંચાશક ગ્રંથ’ તથા ભાવનાધિકારે શ્રાવક કવિ શ્રી ઋષભદાસજી રચિત ‘શ્રી હીરવિજયસૂરિાસ’ વાચવાનું નક્કી કરવામાં આવ્યું. ને બન્નેના વાંચનનો મહોત્સવપૂર્વક પ્રારંભ થયો. વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક કરવામાં આવતા તે-તે તાત્ત્વિક પદાર્થોના શ્રવણથી લોકોને કોઈ નવા જ પ્રકાશની પ્રાપ્તિ થઈ. વળી રાસના શ્રવણમાં પણ લોકોને ખૂબ રસ પડવા લાગ્યો. કેટલીક વાર તો વ્યાખ્યાનમાં ગવાયેલી તે-તે રાસની પંક્તિઓ આખો દિવસ કાનમાં ગૂંજ્યા કરતી. એ રાસ વ્યાખ્યાનમાં વાંચવા માંડ્યો તે અગાઉ તેના ઉપર સારભૂત વિવેચન લખવાનો પ્રારંભ કર્યો હતો. આ વાચનથી એ લખવામાં વેગ આવ્યો. Page #7 -------------------------------------------------------------------------- ________________ રાસના પ્રકાશન અંગેની ભૂમિકા શ્રી હીરવિજયસૂરિ મહારાજશ્રીની ચારસોમી સ્વર્ગવાસ તિથિ પ્રસંગે એ નિમિત્તને પામી આપણે શું શું કરવું જોઈએ અને તેમાંથી શું શું કરી શકાય વગેરે વાતો પૂજ્ય ગુરુ મહારાજશ્રી તથા આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી વગેરે સાથે વિચારતાં આ રાસનું જો પુનર્મુદ્રણ કરવામાં આવે તો ઘણું ઉપયોગી થાય એવી વિચારણા થઈ. વળી આગળ જતાં એ રાસ એમ ને એમ છપાવાય તે કરતાં તેના ભાવાનુવાદ સાથે છપાવાય તો તે વાંચનારને વિશેષ ઉપયોગી બની શકે એવું પણ વિચારાયું – પરિણામસ્વરૂપ એનો ભાવાનુવાદ લખવા માટેનો પ્રારંભ કર્યો. જેમના હૈયામાં જગદ્ગુરુ પ્રત્યે અતિશય ઊછળતો ભક્તિભાવ છે તે પરમતપસ્વી મુનિરાજ શ્રી યશોભૂષણવિજયજીએ આગ્રહપૂર્વક એવી ભાવના પ્રદર્શિત કરી કે આ રાસ ભાવાનુવાદ સહિત જ્યારે પણ પ્રકાશિત કરાય તે વખતે તે ભક્તિનો લાભ મારા માટે જ અબાધિત રાખવામાં આવે. શ્રી હીરવિજયસૂરિજી મહારાજશ્રી પ્રત્યેના ઉત્કટ ભક્તિભાવ નિમિત્તે તેઓશ્રી દર અજવાળી ૧૧ની અઠ્ઠમતપની આરાધના કરે છે. એમની પ્રેરણાથી કોઈક અનામી ભાવનાશીલ મહાનુભાવે એના મુદ્રણનો સંપૂર્ણ લાભ લઈ શ્રુતભક્તિનું આદર્શ દષ્ટાંત પૂરું પાડ્યું છે. હસ્તલિખિત પ્રતોના આધારે રાસનાં પાઠાન્તરો મેળવવાનું કાર્ય પં.શ્રી રમેશભાઈ હરિયાએ સારી રીતે કર્યું. તથા ભાવાનુવાદ તૈયાર થયા પછી તેને બરાબર વાંચી તપાસી સુધારોવધારો કરવાનું કાર્ય પ્રો. કાંતિભાઈ બી. શાહે ખંતપૂર્વક કર્યું છે. તેમ જ તેઓએ ગ્રંથની વિસ્તારપૂર્વકની વિષયાનુક્રમણિકા, શ્રીહીરવિજયસૂરિરાસ અંગેની છણાવટ, શ્રી ઋષભદાસ કવિના જીવન-કવન અંગેની નોંધ, શ્રી હીરવિજયસૂરિ મહારાજની સંક્ષિપ્ત જીવનઝરમર તથા શ્રી હીરવિજયસૂરિ મહારાજ અંગે આજ સુધી લખાયેલી મુદ્રિત-અમુદ્રિત, પ્રાપ્ય-અપ્રાપ્ય, સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ગદ્ય-પદ્ય કૃતિઓની સૂચી તથા છેલ્લે “શ્રી હીરવિજયસૂરિરાસ' અંતર્ગત દેશીઓની સૂચિ ઘણી મહેનત અને કાળજીપૂર્વક તૈયાર કરેલ છે. આ બધું કરવાથી ગ્રંથની ઉપયોગિતામાં અનેકગણો વધારો થયો છે એ નિર્વિવાદ છે. ભાવાનુવાદ મોટા ભાગના પદ્યોનો બરાબર થયો છે પણ કો’ક જગ્યાએ ન સમજાતાં એ છોડી પણ દેવું પડ્યું છે. સામાન્ય રીતે મૂળ કડી કે લખાણ પછી અનુવાદ મૂકવાની પ્રથા હોય છે પણ આમાં પહેલાં ભાવાનુવાદ મૂકવાનું પસંદ કરવામાં આવ્યું છે તે એટલા માટે કે પહેલાં ભાવાનુવાદ વાંચવાથી બધો વિષય બરાબર સમજાઈ જાય પછી રાસની પંક્તિઓ વાંચવાનું ને સમજવાનું સુગમ પડે. વ્યાખ્યાનમાં ભાવનાધિકારે આ રાસ અવશ્ય વાંચવા જેવો છે એનાથી “જગદ્ગુરુ' શ્રી હીરવિજયસૂરિના જીવનના ઘણા જ પ્રેરણાદાયક પ્રસંગો જાણવા-સાંભળવા મળે. સૌ કોઈ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર પૂજ્યપુરુષના જીવનમાંથી બોધ મેળવી શ્રી જિનશાસનના શરણે પોતાનું જીવન સમર્પણ કરી આત્મકલ્યાણ સાધે એ જ મંગલકામના. સં. ૨૦૫૪, ચૈત્ર વદ ૬, શનિવાર - આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજી અમદાવાદ Page #8 -------------------------------------------------------------------------- ________________ એક પ્રયોગ કરીએ : રાસની સપ્તાહકથા વર્તમાન શ્રી સંઘમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આ ત્રણ નામનું સૌભાગ્ય અનેરું છે. એ ત્રણેની આગવી વિશેષતા છે. તેમાં પણ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ તો સત્તરમા-અઢારમાં સેકામાં પૂર્ણ રીતે છવાઈ ગયા હતા. આટલો વિશાળ શિષ્યસમુદાય અને તે પણ જ્ઞાનાદિ ગુણથી સમૃદ્ધ હોય તેવું ભાગ્યે જ બને. તેમના શિષ્ય – પ્રશિષ્યના વંશવેલા ઉપર નજર કરીએ તો અનેક શાખા-પ્રશાખાથી ઘેઘૂર વડલો યાદ આવે છે. આવા પુરુષો વારેવારે થતા નથી. વૃક્ષોથી ઊભરાતાં વન-ઉપવન ને અટવી અવનિ પર ઘણાં, પણ બધે ચંદનનાં વૃક્ષ નથી હોતાં – વન્દન ન વને વને ! શ્રી હીરવિજયસૂરિનું જીવન અનેક ઉત્તમ, વિરલ ગુણોથી ભર્યું ભર્યું હતું. તેમના મનોમંદિરમાં કદી ન ઓલવાય તેવો એક દીવો પ્રકટેલો છે. તેનું અજવાળું આજ સુધી ફેલાયેલું જોવા મળે છે. આજે તપાગચ્છમાં જે વિજય શાખા, વિમલશાખા ને સાગરશાખા દેખાય છે તે બધાનાં મૂળ આ હીરવિજયસૂરીશ્વરજી મહારાજમાં મળે છે. તેમના વિભૂતિમત્ જીવનની અસર એટલી બધી રહી કે તેઓના કાળધર્મ પછી પણ તેઓનાં ગુણગાન, જીવનમહિમા, પ્રભાવવર્ણન, ઉપકાર-સ્મરણ અંગેની નાનીમોટી રચનાઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નાના-મોટા કાવ્ય સ્વરૂપે તથા જૂની ગુજરાતીમાં તો પુષ્કળ રચાઈ છે. તેમાં તેઓશ્રીના જન્મથી લઈને કાળધર્મપર્યન્તના સમગ્ર જીવનની નાનીમોટી ઘટનાઓનું સાહિત્યિક વર્ણન દીર્ઘ કાવ્ય રૂપે હીરસૌભાગ્ય’ મહાકાવ્યમાં મળે છે. વળી તે કાવ્યની વૃત્તિ પણ કર્તાએ જ રચી છે (સ્વોપજ્ઞ છે). તે હીરસૌભાગ્યને જ સામે રાખીને પ્રસિદ્ધ કવિ ઋષભદાસે આ હીરવિજયસૂરિરાસ'ની રચના કરી છે. જગદ્ગુરુના સમગ્ર જીવનને જાણવા સમજવા આ એક ગ્રન્થ ગુજરાતીમાં પર્યાપ્ત છે. ઋષભદાસ એક ત કવિ છે અને વળી જગગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ અને તેમની પ્રાણવાન પરંપરાના પરમ ભક્ત છે. પોતાના સમગ્ર જીવનના ઉત્થાનમાં આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની કૃપા પ્રસાદીને કારણ ગણે છે. તેઓ પ્રત્યેની ભક્તિ તેમના હૃદયમાં છલકાય છે. તેથી આ રાસની પંક્તિએ પંક્તિ એ ભક્તિરસમાં ઝબકોળાઈને આવે છે અને આપણને ભીંજવે છે. હું તો ઈચ્છું છું કે આ રાસની ઢાળોનું માણભટ્ટની જેમ સમૂહમાં ગાન કરવામાં આવે એટલે કે શ્રી હીરવિજયસૂરિ સ્તુતિ-સપ્તાહ ઊજવવામાં આવે તો તેને લોકો સારી રીતે માણે. પ્રસ્તુત સંપાદનમાં મૂળ શ્રી હીરવિજયસૂરિરાસ તો આપ્યો જ છે, પણ તેને સારી રીતે સમજવામાં મદદગાર બને તેવું સુંદર ગદ્ય મારા પૂજ્યપાદ ગુરુ મહારાજ શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજે જોડ્યું છે. તેથી આ રાસનો આસ્વાદ વધુમાં વધુ સંખ્યામાં વાચકો લઈ શકશે. તેથી નવી પેઢીને પોતાના પૂર્વજોના ઇતિહાસનો અવિકલ બોધ થાય અને પોતાના જીવનનું અનુસંધાન આવા પુરુષો સાથે જોડવાની પ્રેરણા મળે એ જ શુભેચ્છા. વૈશાખ સુદ ૧૦, ૨૦૫૪ પ્રદ્યુમ્નસૂરિ અમદાવાદ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસ અને એમનું સાહિત્યસર્જન કાન્તિભાઈ બી. શાહ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય મુખ્યત્વે જૈન સાધુકવિઓને હાથે ખેડાયું છે. પણ એ સાહિત્યના ખેડાણ અને વિકાસમાં, ભલે જૂજ પ્રમાણમાં, પણ કેટલાક શ્રાવક કવિઓનું પણ પ્રદાન રહ્યું છે એમાંના એક તે ખંભાતનિવાસી કવિ ઋષભદાસ. ઋષભદાસના જન્મ કે નિધનનું નિશ્ચિત વર્ષ ક્યાંયે નોંધાયેલું મળતું નથી, પણ એમની કૃતિઓમાં મળતા રચનાસંવતોને આધારે એમનો જીવનકાળ નક્કી કરી શકાય એમ છે. આ કવિની એક રાકૃતિ ‘ઋષભદેવરાસનું રચનાવર્ષ સંવત ૧૬૬૨ છે, જે એમની સર્વ રચનાઓમાં વહેલામાં વહેલું રચનાવર્ષ ધરાવે છે. જ્યારે એમની એક કૃતિ “રીહણિયા મુનિરાસ'નું રચનાવર્ષ સંવત ૧૬૮૮ છે જે મોડામાં મોડું રચનાવર્ષ ધરાવે છે. એ રીતે કવિ ઋષભદાસનો કવનકાળ સં.૧૬૬૨થી ૧૬૮૮નો નિશ્ચિત થાય છે. સંવત ૧૬૬૬માં રચાયેલા વ્રતવિચાર રાસમાં અંતે કવિએ પોતાની ગૃહસ્થીનું વર્ણન કરતાં લખ્યું છે, બાલક દીસઈ રે રમતાં બારણઈ, કુટુંબ તણી કંઈ કોડ્યું.” અને “સકલ પદારથ મુઝ ઘરિ મિં લહ્યા, થિર થઈ લછઉ રે નાર્ય.” આ જોતાં એ વખતે કવિ પચીસેકની ઉંમરના હોય તો એમનો જન્મ સં.૧૬૪૧ આસપાસ થયો હોવાનું અનુમાન શ્રી મોહનલાલ દ. દેશાઈએ કર્યું છે તે વાજબી ઠરે છે. આમ કવિ ઋષભદાસનો જીવનકાળ વિક્રમના સત્તરમા શતકના (એક દશકો વહેલો શરૂ થઈ). સમગ્ર ઉત્તરાર્ધનો ઠરે છે. મધ્યકાળમાં ખૂબ જાણીતા બે જૈન સાધુકવિઓ નયસુંદર અને સમયસુંદરના તેઓ નજીકના સમકાલીન કવિ છે. કવિ ઋષભદાસ વિસા પોરવાડ વણિક જ્ઞાતિના અને ‘સંઘવી” અટક ધરાવતા પ્રાવક હતી. તેમના પિતામહનું નામ મહિરાજ હતું. એમણે શત્રુંજય, ગિરનાર, આબુની જાત્રાઓ કરેલી અને સંઘ પણ કાઢેલો હોવાથી તેઓ “સંઘવી” બનેલા. તે ધર્મવૃત્તિવાળા ચુસ્ત શ્રાવક હતા. કવિના પિતા સાંગણ વિસનગરમાં રહેતા હતા. અને પછીથી ખંભાત જઈને વસેલા. પિતા પણ સંઘ કાઢીને સંઘવી તરીકે જાણીતા બનેલા. તેઓ પણ ધાર્મિક ક્રિયા કરનારા ચુસ્ત શ્રાવક હતા. કવિની માતાનું નામ સરૂપાદે હતું. કવિનો જન્મ ખંભાતમાં થયો. પોતાની જન્મ અને કર્મભૂમિ ખંભાત માટેની એમની પ્રીતિ એમણે એમની એકથી વધુ કૃતિઓમાં કરેલાં ખંભાતનગરીનાં લાંબાં વર્ણનોમાં જોઈ શકાય છે. | ઋષભદાસે પોતાની ગૃહસ્થી વિશે એમની જ કૃતિઓમાં આપેલી માહિતી પરથી જાણી શકાય છે કે તેમને સુલક્ષણી પત્ની હતી. ભાઈ, બહેન અને એકથી વધુ સંતાનો હતાં. ઘેર ગાય-ભેંસ દૂઝતી હતી. અને પોતે પૈસેટકે સંપન્ન હતા. રાજ્યમાં કવિ તરીકે પણ એમની પ્રતિષ્ઠા સારી હતી. તેઓ પોતાને “સંઘવી” તરીકે ઓળખાવે છે તે અટક રૂપે જ. એમણે પોતે સંઘ કાઢ્યો હોય એવી વિગત મળતી નથી, અલબત્ત, એ એમની Page #10 -------------------------------------------------------------------------- ________________ અભિલાષા જરૂર હતી. આવા મનોરથ જણાવતાં એમણે લખ્યું છે કે જો પોતાની પાસે દ્રવ્ય હોય તો “સંઘપતિ તિલક ભલું જ કરાવું.' | ઋષભદાસ પોતે સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. એમણે પોતાની ગુજરાતી રચનાઓ માટે સંસ્કૃત કાવ્યોનો આધાર લીધો છે તે પરથી પણ એ નિશ્ચિત થાય છે. સં.૧૬૫રમાં નિર્વાણ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેનસૂરિના આ કવિ શિષ્ય સમા હતા. અને વિજયસેનસૂરિ પાસે એમણે ઘણું શાસ્ત્રાધ્યયન કર્યું હતું. એમણે વિજયસેનસૂરિને ગુરુ તરીકે સ્વીકાર્યા હોવાનું એમની કૃતિઓમાં જણાય છે. તેઓ લખે છે તે જયસિંહ ગુરુ માહરો રે.” જયસિંહ તે વિજયસેનસૂરિનું મૂળ નામ છે. આ. વિજયસેનસૂરિની પાટે વિજયતિલકસૂરિ અને એમની પછી વિજાણંદસૂરિ થયા, તેમને પણ કવિ ઋષભદાસે પોતાના ગુરુ માન્યા હોવાનું એમની કૃતિ “ભરતેશ્વર રાસમાં મળતા ઉલ્લેખો પરથી જણાય છે. ‘વિજયાનંદ સુરીશ્વર રે, દીઠ અતિ રે આનંદ ઋષભ તણો ગુરુ તે સહી રે, તેહનો મસ્તકે હાથ.” શ્રી હીરવિજયસૂરિરાસમાં અંતભાગે સમસ્યાઓથી કવિએ જે સ્વપરિચય આપ્યો - છે તેમાં પણ તેમણે વિજયાનંદસૂરિને પોતાના ગુરુ કહ્યા છે. | ઋષભદાસ વિશે એક એવી દંતકથા છે કે આ. વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય સારુ સરસ્વતી દેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો. તે રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં આ આવતાં એ પ્રસાદ પોતે જ આરોગી લીધો; જેને પરિણામે તેઓ સંખ્યાબંધ કૃતિઓ રચી શક્યા. પણ આ કેવળ દંતકથા જ છે અને એને કોઈ આધાર સાંપડતો નથી. હા, એ ખરું કે કવિ એમની બધી રચનાઓમાં આરંભે સરસ્વતીની સ્તુતિ કરવા સાથે એનો ઉપકાર સ્વીકારે છે. એમણે પોતાની ઘણી રચનાઓમાં આપેલા સ્વપરિચય ઉપરથી જણાય છે કે કવિ ખૂબ જ ધાર્મિક વૃત્તિના, રોજિંદી ધાર્મિક આવશ્યક ક્રિયા કરનારા અને ધર્મમય જીવન જીવનારા હતા. “ઋષભદેવ રાસમાં તેઓ લખે છે : ‘સંઘવી સાંગણસુત તન સારો. દ્વાદશ વરતનો તેહ ધરનારો, દાન નઈ સીલ તપ ભાવના ભાવઈ, અરિહંત પૂજઈ ગુણ સાધુના ગાવાં.' આ કવિએ પોતાની રચનાઓમાં પોતાના પુરોગામી સંસ્કૃત-ગુજરાતી કવિઓને યાદ કરી, એ સૌની સરખામણીમાં અત્યંત દીન ભાવે પોતાની લઘુતાનો સ્વીકાર કરવાની નમ્રતા દર્શાવી છે. ઋષભદાસનું સાહિત્યસર્જન : કવિએ “શ્રી હીરવિજયસૂરિરાસમાં લખ્યું છે કે ‘તવન અઠાવન ચોત્રીસ રાસો, પુણ્ય પ્રસર્યો દીઈ બહુ સુખવાસો, ગીત થઈ નમસ્કાર બહુ કીધાં પુણ્ય માટિ લિખી સાધુનિ દીધાં.” Page #11 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસની પ્રગટ-અપ્રગટ કૃતિઓ આ પ્રમાણે છે : રાસાઓ : ૧. ઋષભદેવરાસ, કડી ૧૨૭૧, ઢાળ ૧૧૮, ૨.સં. ૧૬૬૨ ૨. ભરતેશ્વર (ભરત-બાહુબલિ) રાસ, કડી ૧૧૧૬, ઢાળ ૮૪, ૨.સં.૧૬૭૮ (મુદ્રિત આનંદ કાવ્ય મહોદધિ.' મૌ.૩). ૩. જીવવિચારરાસ, કડી ૫૦૨, ૨.સં.૧૬૭૬ ૪. ક્ષેત્રપ્રકાશરાસ, કડી ૫૮૨, ૨.સં.૧૬૭૮ ૫. અજાકુમારરાસ, કડી પપ૭, ૨.સં.૧૬૭૦ ૬. શત્રુંજય-ઉદ્ધારરાસ, કડી ૨૯૬, ઢાળ ૨૦, ૨.સં.૧૬૭૦ ૭. સમકિતરાસ, કડી ૮૭૯, ૨.સં.૧૬૭૮ ૮. સમયસ્વરૂપરાસ, કડી ૭૯૧ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૯. દેવગુરુસ્વરૂપરાસ, કડી ૭૮૫ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૦. નવતત્ત્વરાસ, કડી ૮૧૧, ૨.સ. ૧૬૭૬ ૧૧. સ્થૂલિભદ્રરાસ, કડી ૭૩૨, ૨.સં. ૧૬૬૮ ૧૨. વ્રતવિચારરાસ, કડી ૮૬૨, ઢાળ ૮૧, ૨.સં.૧૬૬૨ ૧૩. સુમિત્ર રાજર્ષિરાસ, કડી ૪૨૫, ૨.સં.૧૬૬૮ ૧૪. કુમારપાલરાસ, કડી ૪૬૯૯, ૨.સં.૧૬૭૦ (મુદ્રિત, ‘આનંદ કાવ્ય મહોદધિ’ મૌ.૮) ૧૫. કુમારપાલનો નાનો રાસ, કડી ૨૧૯૨ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૬. જીવત સ્વામીનો રાસ, કડી ૩૨૩, ૨.સં.૧૬૮૨ ૧૭. ઉપદેશમાલારામ, કડી ૭૧૨, ઢાળ ૬૩, ૨.સં.૧૬૮૦ ૧૮. શ્રાદ્ધવિધિરાસ, કડી ૧૬૨૪ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૧૯. હિતશિક્ષારાસ, કડી ૧૮૬૨, ૨.સં.૧૬૮૨ (મુદ્રિત, શા. ભીમશી માણેક) ૨૦. પૂજાવિધિરાસ, કડી પ૬૬, ૨.સં. ૧૬૮૨ ૨૧. આર્દ્રકુમારરાસ, કડી ૯૭ (હસ્તપ્રત પ્રાપ્ય નથી) ૨૨. શ્રેણિકરાસ, કડી ૧૮૩૯, ૨.સં. ૧૬૮૨ ૨૩. હીરવિજયસૂરિસ, કડી ૩૧૩૪, ઢાળ ૧૧૦ (મુદ્રિત, ૧. “આનંદકાવ્ય મહોદધિ’ મૌ.૫, ૨. “શ્રાવકકવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ', સંપાદક અને ભાવાનુવાદક આ. શ્રી વિજય હેમચંદ્રસૂરિજી) ૨૪. મલ્લિનાથરાસ, કડી ૨૯૫, ૨.સં.૧૬૮૫ ૨૫. પુણ્યપ્રશંસારાસ, કડી ૩૨૮ (હસ્તપ્રત પ્રાપ્ય નથી.) ૨૬. કયવનારાસ, કડી ૨૮૪, ૨.સં. ૧૬૮૩ ૨૭. વીરસેનનો રાસ, કડી ૪૪૫ ૨૮. હીરવિજયસૂરિના બાર બોલનો રાસ, કડી ૨૯૪, ૨.સં. ૧૬૮૪ ૨૯. રોહણિયા મુનિરાસ, કડી ૩૪૫, ૨.સં. ૧૬૮૮ ૩૦. અભયકુમારરાસ, કડી ૧૦૦૫, ૨.સં. ૧૬૮૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ 99 ૩૧. વીસસ્થાનક તપાસ, ૨.સં.૧૬૮૫ ૩૨. સિદ્ધશિક્ષારાસ સ્તવન-નમસ્કાર-સ્તુતિ-સુભાષિત-ગીત-હરિયાળી-છંદ આદિ : સ્તવન, નમસ્કાર, સ્તુતિ, સુભાષિત, ગીત, હરિયાળી, છંદ આદિ વિવિધ સ્વરૂપની અસંખ્ય લઘુકાવ્યકૃતિઓ આ કવિએ રચી છે. જેમાંની કેટલીક આ પ્રમાણે નેમિનાથ નવરસો સ્વતન, કડી ૭૨, ૨.સં.૧૬૬૭ (મુદ્રિત). બાર આરા સ્તવન અથવા ગૌતમ પ્રશ્નોત્તર સ્તવન, કડી ૭૬, ૨.સં.૧૬૭૮ આદીશ્વર આલોયણ સ્તવન, કડી પ૭, ૨.સં. ૧૬૬૬ મહાવીર નમસ્કાર આદીશ્વર વિવાહલો, કડી ૬૯ ચોવીસ જિન નમસ્કાર શત્રુંજયમંડણ શ્રી ઋષભ જિનસ્તુતિ (મુદ્રિત) ધૂલેવા શ્રી કેસરિયાજી સ્તવન (મુદ્રિત) માન પર સઝાય, કડી ૧૬ પાલનપુરનો છંદ, કડી ૭૨ (મુદ્રિત) કુમતિ-દલ પાર્શ્વનાથ સ્તવન, કડી ૫૪ શીલસઝાય ઋષભદાસ કવિના સાહિત્યસર્જનની આ યાદી છે તેમાં જોઈ શકાશે કે ચાર રાસાઓ સિવાયની અન્ય રાસારચનાઓ તો હજી અપ્રકાશિત છે. કેટલીક કૃતિઓની તો હસ્તપ્રત પણ ઉપલબ્ધ નથી. પણ પરંપરાએ તે આ કવિને નામે નોંધાયેલી છે. વળી કેટલીક કૃતિઓ કેવળ “ઋષભ” કે “રિખભ’ને નામે મળે છે તે ક્યા ઋષભદાસ કે ઋષભવિજય તે પણ અનિર્ણાત જ રહે છે. | ઋષભદાસે લોકોને રૂચે તેવા છંદો મુખ્યત્વે દુહા અને ચોપાઈ તેમ જ ક્વચિત્ કવિત્ત-છપ્પયને પ્રયોજવા ઉપરાંત વિવિધ ઢાળોમાં ગેય દેશીઓને પણ ઉપયોગમાં લીધી છે. એમણે વિવિધ દેશીઓની જે પંક્તિઓનો ઢાળને મથાળે નિર્દેશ કર્યો છે તે પરથી પણ લાગે છે કે તે પોતાના પુરોગામી કવિઓની સારી એવી કૃતિઓથી પરિચિત છે. જૈન-જૈનેતર કથાસાહિત્યનું, ઐતિહાસિક વ્યક્તિવિશેષો અંગેનું, મહત્ત્વનાં ચરિત્રોનું અને જૈન દર્શનનું સારું એવું જ્ઞાન આ કવિ ધરાવતા હતા એમ એમની આ કૃતિઓ પરથી પ્રતીત થાય છે. | ઋષભદાસની રચનાઓમાં ભાષાની પ્રૌઢી છે. કહેવતો, રૂઢપ્રયોગો, સંવાદલઢણો, વાદવિવાદોમાંની દષ્ટાંતપ્રચુરતા પરથી એમની ભાષાની બલવત્તા પામી શકાય છે. “શ્રી હીરવિજયસૂરિરાસ' : આ રાસની રચના કવિએ સં.૧૬૮૫ (આસો સુદ ૧૦ને ગુરુવાર)માં ખંભાતમાં કરી. કવિએ રચેલા ૩૨ રાસાઓ પૈકીની આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ દૂહા અને ચોપાઈ છંદમાં અને વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની, ૩૧૩૪ કડીની આ દીર્ઘ રચના છે. ઋષભદાસે એમની પૂર્વે રચાયેલા શ્રી હીરવિજયસૂરિ વિષયક ગ્રંથોનો પણ ઉપયોગ કર્યો છે તેમ જ પોતાના ગુરુભગવંતો પાસેથી શ્રી હીરવિજયસૂરિ વિશે સાંભળેલી કેટલીક વીગતોને પણ આમાં કવિએ સમાવી લીધી છે. શ્રી હીરવિજયસૂરિ સં.૧૫૮૩માં પાલણપુરમાં કુરા શાહ અને નાથીબાઈને ઘેર જન્મ લઈ મહાન જૈનાચાર્ય તરીકે સં.૧૬૫રમાં ઉના ખાતે નિર્વાણ પામ્યા ત્યાં સુધીના એમના મહત્ત્વના જીવનપ્રસંગોને આલેખતું ચરિત્ર આ કૃતિમાં નિરૂપાયું છે. તે સમયના મોગલ સમ્રાટ અકબરશાહ બાદશાહના નિમંત્રણથી ગુજરાતના ગંધાર બંદરેથી પ્રયાણ કરી છેક ફત્તેહપુર સિક્રી જઈ અકબરને ધર્મગોષ્ઠી દ્વારા તેમજ પોતાના આચારવિચાર દ્વારા પ્રતિબોધ પમાડ્યો અને અમારિ-પ્રવર્તનનાં તથા જજિયાવેરો અને શત્રુંજયયાત્રાવેરાની નાબૂદીનાં વિવિધ ફરમાનો બાદશાહ પાસે કઢાવ્યાં એ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાને એમાં સમાવી લેવાઈ છે. આ રાસમાં શ્રી હીરવિજયસૂરિના શિષ્યો, પ્રશિષ્યો, એમના અનુયાયી શ્રાવકો, એમણે ઉપદેશેલા મુસ્લિમ સુલતાનો, એમને હાથે અપાયેલી દીક્ષાઓ, જિનબિંબોની પ્રતિષ્ઠાઓ, નૂતન જિનપ્રાસાદો, એમના ચાતુર્માસો, વિહારો, વિવિધ નગરો-ગામોના સંઘો દ્વારા થયેલા સામૈયાં, અકબર બાદશાહ અને હીરસૂરિનાં મિલનો, અમારિ-પ્રવર્તનનાં ફરમાનો વગેરે વિશેની દસ્તાવેજી મૂલ્ય ધરાવતી ભરપૂર માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મૃત્યુ સમીપ જણાતાં શ્રી હીરગુરુની અંતિમ આલોચના, પટ્ટશિષ્ય વિજયસેનસૂરિ માટેની એમની પ્રતીક્ષા, હીરગુરુનું નિર્વાણ થતાં સમગ્ર શિષ્યસમુદાયનો વિલાપ, ખંભાતનગરી વગેરેનાં વર્ણનો ભાવપૂર્ણ, રસિક અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. અહીં પ્રયોજાયેલી કહેવતો, રૂઢિપ્રયોગો, અરબી-ફારસી શબ્દભંડોળની છાંટવાળી હિન્દીમિશ્રિત ગુજરાતી, કેટલીક સંવાદલઢણો, તેમ જ નિરૂપિત વાદવિવાદોમાં ઋષભદાસની ભાષાપ્રૌઢીનો પરિચય મળે છે. અહીં ધર્મચર્ચા, વાદવિવાદને નિમિત્તે જૈન તત્ત્વદર્શનનું જે નિરૂપણ થયું છે તેમાં કવિનું તદ્વિષયક પાંડિત્ય પણ જોવા મળે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ મહાન જૈનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરની જીવનઝરમર જન્મ : સંવત ૧૫૮૩ના માગશર સુદ ૯, પાલણપુરમાં. જન્મનામ : હીરજી માતાપિતા : નાથીબાઈ અને કુરા શાહ વૈરાગ્યપ્રેરણા : ૧૩ વર્ષની ઉંમરે બહેન વિમલાને ત્યાં પાટણ ગયા ત્યારે શ્રી વિજયદાનસૂરિજીનો ધર્મોપદેશ દીક્ષા : સંવત ૧૫૯૬ના કારતક વદ ૨, પાટણ ખાતે. દિક્ષાનામ: હરિહર્ષમુનિ દીક્ષાગુરુ ઃ આ.શ્રી વિજયદાનસૂરિજી શાસ્ત્રાભ્યાસ : દક્ષિણ ભારતમાં દેવગિરિ ખાતે એક બ્રાહ્મણ પંડિત પાસે. પંડિતપદ : સંવત ૧૬૦૭માં નાડોલાઈ નગરે વાચકપદ : સંવત ૧૬૦૮ના મહાસુદ ૫, નારદપુરમાં. આચાર્યપદ : સંવત ૧૬૧૦ના મહાવદ પ દિને, સિરોહી નગરે. આચાર્યનામ : શ્રી હીરવિજયસૂરિ * ગુરુ વિજયદાનસૂરિના પટ્ટધર બન્યા. * ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક થયા. * એમના શિષ્યશિરોમણિ આ. વિજયસેનસૂરિને સંવત ૧૬૨૮માં પોતાની પાટે સ્થાપ્યા. * લોંકાગચ્છના મેઘજી મુનિ મૂર્તિપૂજામાં શ્રદ્ધા બેસતાં શ્રી હીરવિજયસૂરિ પાસે પુનઃદીક્ષિત. * અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરવિજયસૂરિને હાથે થઈ. * ગંધાર બંદરે હતા ત્યારે મોગલ સમ્રાટ અકબરશાહ બાદશાહનું ફત્તેહપુર સિક્રી આવવા ગુજરાતના સૂબા સાહિબખાન દ્વારા નિમંત્રણ મળ્યું. * જૈન શાસનનો ઉદય અને અહિંસા-પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો સ્વીકાર. * વિહાર કરી, અમદાવાદ આવી સૂબા સાહિબખાન સાથે મુલાકાત. * સંવત ૧૬૩૯માં ત્તેહપુર સિક્રી પહોંચ્યા. * મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા ભવ્ય સ્વાગત. * સમ્રાટ અને સૂરીશ્વરનું મિલન. * અકબરશાહ સાથેની ધર્મગોષ્ઠીમાં ઈશ્વર-દેવગુરુ-ધર્મનું સ્વરૂપ, પાંચ મહાવ્રતો સમજાવ્યાં. * જૈન તીર્થોની માહિતી આપી. અકબરશાહને પ્રભાવિત કર્યા. * બાદશાહે “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું. * આગ્રા ખાતે ચાતુર્માસ કરી પુનઃ સિક્કીમાં. Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ * પ્રભાવિત થયેલા અકબરશાહે બંદીવાનોને કેદમાંથી છોડાવ્યા, પક્ષીઓને પિંજરમાંથી મુક્ત કરાવ્યાં. પર્યુષણ પર્વના દિવસોમાં ચાર દિવસ ઉમેરી બાર દિવસનું સમસ્ત રાજ્યમાં અમારિ-પ્રવર્તન કરાવ્યું. હિંસા-પ્રતિબંધનાં છ ફરમાનો સૂરિજીને આપ્યાં. ડામર તળાવ સૂરિજીને અર્પણ કરી મત્સ્ય-શિકાર બંધ કરાવ્યો. * સંવત ૧૬૩૯થી ૧૬૪૨ના ગાળાનાં ત્રણ વર્ષ આસપાસના પ્રદેશોમાં વિતાવ્યાં. * શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરની વિનંતીથી રાખી સૂરિજીનો વિહાર. * સિરોહી, વરકાણા, આબુ વગેરે સ્થળોએ થઈને અણહિલપુર પાટણ આગમન. * શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની પ્રશસ્તિ-રૂપ ‘કૃપારસકોશ’ની રચના કરી. * શાંતિચંદ્રના પ્રસ્થાન સમયે બાદશાહે સૂરિજીને ભેટ ધરવારૂપ જજિયાવેરો રદ કરતું ફરમાન શાંતિચંદ્રને આપ્યું. * ઉપરાંત, અગાઉના બાર દિવસના સ્થાને હિન્દુ-મુસ્લિમ-પારસી તહેવારો, તમામ રવિવારો સહિત વર્ષમાં કુલ છ માસ ને છ દિવસનું અમારિ-પ્રવર્તન કર્યું. * શત્રુંજયતીર્થમાં લેવાતો યાત્રાવેરો બંધ કરાવી એ પર્વત હીરવિજયસૂરિને સમર્પિત કર્યો, અને તેને લગતું ફરમાન મોકલ્યું. * સંવત ૧૬૫૦માં શત્રુંજયતીર્થની યાત્રા. * ઉના ખાતે સંવત ૧૬૫૨માં સૂરિજીનો ચાતુર્માસ. * ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને ગુરુવારે નિર્વાણ, * શિષ્યપરિવાર : આચાર્યશ્રી વિજયસેનસૂરિ, ઉપા. શ્રી વિમલહર્ષ, ઉપા.શ્રી સોમવિજય, ઉપા. શ્રી શાંતિચંદ્ર વગેરે સાત ઉપાધ્યાયો, ૧૬૦ પંન્યાસો, બે હજાર સાધુભગવંતો, ત્રણ હજાર સાધ્વીજી મહારાજ. * તપસ્યા ઃ ૨૦૦૦ આયંબિલ, ૨૦૦૦ નીવી, ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ ૭૪, ૮૧ અઠ્ઠમ, વીસ સ્થાનકની આરાધના, ત્રણ માસની વિવિધ તપસ્યા સાથે સૂરિમંત્રનું ધ્યાન, બાવીસ માસનાં આયંબિલ-નીવી સાથે જ્ઞાનની આરાધના, તેર માસનું (ઉપવાસ, છઠ, અઠ્ઠમ, આયંબિલ, નીવી સાથે) ગુરુભક્તિ-તપ. * ભગવાન શ્રી મહાવીરસ્વામીની ૫૮મી પાટે થયા. Page #16 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ આ.શ્રી હીરવિજયસૂરિ વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓની સૂચિ કાન્તિભાઈ બી. શાહ [આ સૂચિમાં કર્તાનામ–કૃતિનામ-અન્ય માહિતી એ ક્રમ રાખ્યો છે. કર્તાના વર્ણાનુક્રમે એની ગોઠવણી કરી છે. કૃતિ જે ભાષામાં છે એનો નિર્દેશ કૃતિ પછી ગોળ કૌંસમાં સંક્ષેપમાં કર્યો છે.] અજ્ઞાત, હીરવિજયસૂરિકી સ્તુતિ (હિં), પ્રકાશિત ઃ આત્માનંદ જૈન સભા, અંબાલા, ૧૯૨૪ અજ્ઞાત, હીરવિજયસૂરિ કથાચિરત્ર (ગુ.), ગાથા ૫૦૦, લે.સં. ૨૦મું શતક હસ્તપ્રત ઃ લા.૬. ૨૭૮૫૨ અજ્ઞાત, હીરવિજયસૂરિ પ્રબંધ (ગુ.), ગાથા ૩૯૫, હસ્તપ્રત : લા.દ.ખ. ૭૮૫૪, ૨૩૮૯૧, ૨૫૫૯૭, ૨૫૭૨૬, ૨૬૦૪૮, ૨૫૭૮૧ અજ્ઞાત, હીરસૂરિ પ્રબંધ (ગદ્ય) (ગુ.), લે.સં. ૧૯મું શતક, હસ્તપ્રત : લા.૬. ૨૫૭૪૭, પત્ર ૨૩ પ્રકાશિત : હીર સ્વાધ્યાય' મહાબોધિવિજયજી, આરાધના ટ્રસ્ટ, મુંબઈ-૨, પૃ.૫૧, સં. ૨૦૫૩ (ઈ.સ.૧૯૯૭) ભા.૧, સંપા. મુનિશ્રી પ્રકા.શ્રી જિનશાસન અજ્ઞાત, હીરવિજયસૂરિના જીવન અંગે માહિતી (સં), લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત ઃ લા.દ. ૩૦૮૪૦ (૨૩), પત્ર ૧૨ અજ્ઞાત, હીરસૂરિકથા (ગુ.), લે.સં. ૨૦મું શતક, હસ્તપ્રત : લા.૬. ૩૦૪૯૭, ૫ત્ર ૧૭ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૫-૫૦ અજ્ઞાત, હીરસૂરિચિરત્ર (ગુ.), હસ્તપ્રત : લા.૬. ૭૫૦૧, પત્ર ૨૦ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨-૩૦ અજ્ઞાત, હીરવિજયસૂરિફાગ (ગુ.), કડી ૧૬ હસ્તપ્રત ઃ લા.દ. ૩૨૩૭, ૩૨૩૮૮૨ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૭૮-૭૯ અજ્ઞાત, હીરવિજયસૂરિભાસ (ગુ.), કડી ૮ હસ્તપ્રત : લા.દ. ૩૦૫૦૦/૪ અજ્ઞાત, હીરવિજયસૂરિસંબંધ (ગુ.), લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત : લા.દ. ૫૯૪૨, પત્ર ૩ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૧-૩૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાત, હીરવિજયસૂરિ સલોકો (ગુ.), કડી ૬૮ સુધી, લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ. ૩૧પ૩૭ (૧૯), પત્ર ૧૦૨-૧૦૩ અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુરુત્રિકનામ ગર્ભિત) (સં), કડી,લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ. ૩૯૦૨ અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (પ્રા.), કડી ૪૧ હસ્તપ્રત ઃ લા.દ. ૮૧૨૨ (૨૯) અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૧૪, ૨.સં. ૧૮૬૯ હસ્તપ્રત : લીંબડી-૨૫૩૬ (૯૯). અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૫, લેસં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૩૪૮૫, પત્ર ૫૪ અજ્ઞાત, હીરવિજયસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૧૯, લે.સં. ૧૮૬૭ હસ્તપ્રત : લા.દ.ખ. ૭૦૮૪(૨૧) અજ્ઞાત, હીરવિજયસૂરિ સજઝાય (ગુ.), કડી ૩૨ આ પ્રકાશિતઃ “ઐતિ. સક્ઝાયમાલા', પૃ. ૮૯ અજ્ઞાત, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), લે.સં. ૧૭મું શતક, હસ્તપ્રત : લા.દ. ૩૦૫૦૦(૧), પત્ર ૧ અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ), કડી ૯ હસ્તપ્રત ઃ લા.દ. ૨૧૮૫૭/૭, પત્ર ૬ અજ્ઞાત, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૮ હસ્તપ્રત : લા.દ. ૩૦૫00 (૭) અજ્ઞાત, શ્રી હીરવિજયસૂરીશ્વર સ્તુતિ (હિં.), કડી ૪ પ્રકાશિત ઃ “ઐતિ. સજઝાયમાલા', પૃ. ૨૫ અજ્ઞાત, જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીકા સ્તવન (હિં.), કડી ૫, પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ' (રજી આ.), પૃ. ૨૯ અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્તુતિ (ગુ.), 'હસ્તપ્રત : લા.દ.ખ. ૩૪૮૫, પત્ર ૧૯ અજ્ઞાત, હીરવિજયસૂરિરાસ (ગુ.), કડી ૧૮૮, ૯.સં. ૧૮મું શતક, હસ્તપ્રત : લા.દ. ૨૪૭૦ અજ્ઞાત, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૮, ૯.સં. ૧૭૩૭ હસ્તપ્રત : લીંબડી - ૩૨૪૬ (૯), લા.દ. ૩પ૧૫ (પં. નયવિજયલિખિત), ૩૦૫૦૦ (૬-૨), પાટણ-૯૩૪૦ અજ્ઞાત, જગદ્ગુરુ-અષ્ટક (ગુ.), કડી ૮ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા.૧, પૃ. ૨૭૧-૨૭૨ અજ્ઞાત, શ્રી હીરવિજયસૂરિ ગહૂલી (ગુ.), કડી ૧૭ પ્રકાશિતઃ હીર સ્વાધ્યાય' ભાગ-૧, પૃ. ૨૭૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ १७ અજ્ઞાત, “વીરવંશાવલી' અંતર્ગત શ્રી હીરવિજયસૂરિ વિષયક ગદ્યાંશ (ગુ.) પ્રકાશિત : “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૩૧૫-૩૧૭ આણંદ, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૧૯, લે.સં. ૧૯મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૮૪૦૬ (૮), પત્ર ૮-૧૦ આનન્દહર્ષ, હીરસૂરિસક્ઝાય / રાજ્યમાન સક્ઝાય (ગુ.), કડી ૧૫ હસ્તપ્રત : પાટણ-૬૪૨૧, પત્ર ૧ પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૨૩-૨૨૪ ત્રદ્ધિવિજય, જગદ્ગુરુજીકી છોટી અષ્ટપ્રકારી પૂજા (હિં.) પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૧૭-૨૩ 28ષભદાસ, (૧) હીરવિજયસૂરિરાસ (ગુ.), કડી ૩૧૩૪, ઢાળ ૧૧૦, ૨.સં. ૧૬૮૫. હસ્તપ્રત : લા.દ. ૧૧૩૨૦, પત્ર ૧-૯૮: વી.ઉ.ભં. પત્ર ૧-૧૪૮ પ્રકાશિત ઃ ૧. “આનંદ કાવ્ય મહોદધિ'ભા-૫, દે.લા. જૈન યુ.ફંડ, મુંબઈ, ૧૯૧૬ ૨. “શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજય સૂરિરાસ, સંપાદક અને ભાવાનુવાદક આ.શ્રી વિજય હેમચંદ્રસૂરિજી, શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ, સં.૨૦૫૪ (ઈ.સ. ૧૯૯૮) (૨) હીરવિજયસૂરિના બાર બોલનો રાસ (ગુ.), કડી ૨૯૪, ૨.સં.૧૬૮૪ (૩) “કુમારપાળ રાસ' અંતર્ગત શ્રી હીરસૂરિ વિષયક ઢાળ (ગુ.) પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૩૧૨-૩૧૩ કનકવિજય, શ્રી હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૧૧ પ્રકાશિત ઃ ૧. “ઐતિ. સાયમાલા', પૃ. ૬. ૨. “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૦૦-૨૦૧ કાનજી મુનિ, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૯ હસ્તપ્રત : પાટણ ૬૪૦૭ (૪), પત્ર ૩ પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૩૭ કુશલવર્ધન, (૧) શ્રી હીરસૂરીશ્વર સ્વાધ્યાય (ગુ.), કડી ૨૧ . પ્રકાશિત : “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨પ૨-૨૫૩ (૨) શ્રી વીરજિનસ્તુતિ (ગુ.), કડી ૪ પ્રકાશિત : “હીરસ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૯૦ કુશલવર્ધનશિષ્ય, હીરવિજયસૂરિ સ્વાધ્યાય, (ગુ.), કડી ૧૨ હસ્તપ્રત : પાટણ-૩૫, પત્ર ૧ પ્રકાશિત : હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૨૮-૨૨૯ કુંઅરવિજય, હીરવિજયસૂરિ સલોકો (ગુ.), કડી ૮૧ હસ્તપ્રત : પાટણ-૧૧૯૪૦ પ્રકાશિત ઃ ૧. “જેન ઐતિ. ગૂ. કાવ્યસંચય' Page #19 -------------------------------------------------------------------------- ________________ 97 ‘હીર સ્વાધ્યાય’ ભા-૧, પૃ. ૧૪૨-૧૪૮ કોચર, રતનચંદ (સંગ્રાહક), જગદ્ગુરુ શ્રી હીરવિજયજીકી પૂજા-સ્તવનાદિ (હિં), બીજી આ., પ્રકા. જૈન શ્વે. તપાગચ્છ સંઘ, જયપુર, સં. ૨૦૨૯ (ઈ.સ. ૧૯૭૩) ક્ષેમકુશલ, (૧) વાસુપૂજ્ય જિન સ્તુતિ (ગુ.), કડી ૪ પ્રકાશિત : ‘હીરસ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૯૨ (૨) હીરવિજયસૂરિ - વિજયસેનસૂરિ આદિની સજ્ઝાયો (ગુ.) હસ્તપ્રત ઃ પાટણ - ૯૩૩૫, પત્ર ૮ પ્રકાશિત ઃ ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ.૨૩૯-૨૪૦, ૨૪૫૨૪૭, ૨૪૯, ૨૫૦ (હીરસૂરિની સજ્ઝાયો અનુક્રમે કડી ૯, ૧૦, ૧૧, ૧૧) ગજરાજ પંડિત, હીરવિજયસૂરિના બારમાસ (ગુ.) હસ્તપ્રત ઃ ઉનાના મોરારજી વકીલનો ચોપડો ગજવિજય, હીરવિજયસૂરિ સરૈયા (ગુ.), કડી ૧ હસ્તપ્રત : પાટણ-૬૨૨૨, પત્ર ૨ પ્રકાશિત ઃ ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૭૦ (કવિ) ચતુરભુજજી લોઢા, સ્તવન (હિં.), કડી ૪ પ્રકાશિત : ‘જ.હી. પૂજાસ્તવ' (રજી આ.), પૃ. ૪૩ ચમ્પા લોઢા, ગહુંલી (હિં.) (સુશ્રાવિકા ચંપાએ હીરસૂરિજીના ચાતુર્માસ નિમંત્રણ માટે રચેલી), કડી ૯ પ્રકાશિત : ‘જ.હી.પૂજાસ્તવ' (રજી આ.), પૃ. ૪૨ ચેતવિજય, દાદાજી હીરસૂરિ પદ (હિં.), કડી ૭ પ્રકાશિત : ‘જ.હી. પૂજા સ્તવ', (રજી આ.), પૃ. ૨૯ જયવંત (સૂરિ) સેવક, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.) કડી ૯, લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.૪.ખ. ૩૪૮૫, પત્ર ૧૬૯ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૫૧ જયવિજય, (૧) શ્રી હીરવિજયસૂરિ પુણ્યખાણી સજ્ઝાય (ગુ.), કડી ૨૩ હસ્તપ્રત ઃ પાટણ-૧૧૮૮૪ પ્રકાશિત ઃ ૧. જૈન ઐતિ. ગૂ. કાવ્યસંચય' ૨. ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૩૦-૨૩૩ (૨) શ્રી હીરવિજયસૂરિ સ્વાધ્યાય(ગુ.), કડી ૧૮ પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૪૧-૨૪૨ (૩) હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૧૧ હસ્તપ્રત ઃ લા.દ.ખ. ૭૫૩૬ (૨) પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૧૭-૨૧૮ : (૪) ‘કલ્યાણવિજયગણિનો રાસ' અંતર્ગત હીરસૂરિ વિષયક પાંશો (ગુ.), Page #20 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ૫, ૬, ૧૧ પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૩૦૭-૩૧૧, ૩૧૪ જસવિજય (વાચક), (૧) દાદાજી શ્રી હીરવિજયજી સ્તવન (હિં.ગુ.), કડી ૫ પ્રકાશિત : “જ.હી. પૂજા સ્તવ' પૃ. ૨૪ (૨) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી અષ્ટપ્રકારી પૂજા (ગુ.), પૂજાઢાળ ૮ પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૬૫-૧૮૦ જસવિજય આદિ વિવિધ કર્તાઓ, હીરસૂરિ સ્તવન આદિ (પદસંગ્રહ, હોરી, આરતી વગેરે.) (ગુ.). હસ્તપ્રત : લા.દાખ. ૨૦૧૬, પત્ર ૮ જિનેન્દ્રવિજય, જગદ્ગુરુ ભટ્ટારક આ.શ્રી હીરવિજયસૂરીશ્વર સંક્ષિપ્ત જીવનચરિત્ર (સં.), ૨.સં.૨૦૧૫, પ્રકાશિત : શેઠ ચીનુભાઈ ત્રિ. શ્રોફ, અમદાવાદ, સં. ૨૦૧૭ | (ઈ.સ. ૧૯૬૧) જ્ઞાનવિમલ, દાદાજી પદ (હિં.), કડી ૪ પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૨૬ દયાકુશલ, પદમહોત્સવરાસ (ગુ.), ૨.સં. ૧૬૮૫ દયા(કુશલ), હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૧૨, લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૬૯૭૯(૬૫), પત્ર ૧પપ-૧૫૬ પ્રકાશિત : “હીરસ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૪૩-૨૪૪ દયારુચિ, (૧) દાદાજી પદ-સ્તવનો (હિ), કડી ૫, ૭, ૧૮ પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૨૭, ૨૮, ૩૦ (૨) હીરપદ-૩ (ગુ.), કડી ૧૧, ૧૪, ૧૪ પ્રકાશિત : હીર સ્વાધ્યાય' ભા.૧, પૃ. ૧૮૩-૧૮૫, ૧૮૭-૧૮૮ દર્શનવિજય, (૧) જગદ્ગુરુકા અષ્ટક (હિં.), કડી ૮ પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૩૦ (૨) જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરીશ્વરજીકી બડી પૂજા (હિં.), . પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૧-૬ દર્શનવિજય, “વિજયતિલકસૂરિનો રાસ' અંતર્ગત શ્રી હીરસૂરિવિષયક પદ્યાશો (ગુ.), કડી ૨૨૫-૨૯૦, ૩૩૫-૩૬૬ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૯૮-૩૦૬ દીપવિજય, ‘સોહમ કુલ પટ્ટાવલી રાસ-અંતર્ગત શ્રી હીરસૂરિ વિષયક પદ્યાશો (ગુ.) પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૫-૨૯૭ દેવચંદ્ર, હીરવિજયસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૭ પ્રકાશિત : હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૪૮ દેવવિજય, (૧) હીરવિજયસૂરિશૂભની ભાસ (ગુ), કડી ૫, લે.સં. ૧૯મું શતક Page #21 -------------------------------------------------------------------------- ________________ २० હસ્તપ્રત : લા.દ. ૩૧૫૪૧ (૨૫), પત્ર ૧૮ (૨) હીરવિજયસૂરિ સલોકો (ગુ), કડી ૮૧, લે.સં. ૧૯૭૩ હસ્તપ્રત ઃ લા.દ. ૨૪૯૨૮ દેવવિમલગણિ, હીરસૌભાગ્યમ્ મહાકાવ્ય (સં.) (સ્વોપજ્ઞટીકા સહ) હસ્તપ્રત : પાટણ - ૨૮૫૭; લા.દ. ૧૧૪૫૩, ૨૫૬૭૩ પ્રકાશિત ઃ ૧. સંશો. ૫. શિવદત્ત, ૫. કાશીનાથ, પ્રકા. નિર્ણયસાગર પ્રેસ, ૧૯૦૦ ૨. ગુજ. અનુવાદ : સાધ્વી શ્રી સુલોચનાશ્રીજી, પ્રકા. કાન્તિલાલ ચીમનલાલ કોલસાવાલા, અમદાવાદ-૧૯૭૨. દેવવિમલશિષ્ય, હીરવિજયસૂરિ સલોકો (ગુ.), કડી ૮૧, લે.સં. ૧મું શતક હસ્તપ્રત : લા.દ. ૩૦૫૦૦ (૩) ધર્મદાસ, હીરવિહાર સ્તવ(ગુ.), કડી ૬૨ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા.૧, પૃ. ૧૨૭-૧૩૨ નગાગરિ, (૧) હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.). હસ્તપ્રત ઃ લા.દ. ૩૪૪ (૧), પત્ર ૧ (૨) હીરવિજયસૂરિ ગીત (ગુ), કડી ૨ હસ્તપ્રત : પાટણ-૯૩૩૭, પત્ર ૧ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૬૨ (૩) હીરવિજયસૂરિ ભાસ, કડી ૭ હસ્તપ્રત : પાટણ-૯૩૩૮ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૭૬ ન્યાયવિજયજી, જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી (ગુ.). પ્રકાશિત : “જેન સત્ય પ્રકાશ” (વર્ષ ૧૦), પૃ. ૨૬૭-૨૮૦ પદ્મસાગર, જગદ્ગુરુકાવ્ય (સં.) પ્રકાશિત : સંપા. હરગોવિંદદાસ બેચરદાસ, યશોવિજય જૈન ગ્રંથમાળા, બનારસ પાસાગરગણિ, હીરવિજયસૂરિ સઝાય (પ્રા.), કડી ૯, ૧.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ. ૨પ૨૫૯ પરમાણંદ, હીરવિજયસૂરિ નિર્વાણ (ગુ.), ૨.સં. ૧૬પર પુણ્યહર્ષ, (૧) લેખશૃંગાર (ગુ.), કડી ૧૬૪ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા૧, પૃ. ૮૮-૧૦૪ (૨) હીરગીત (ગુ) કડી ૩, પ્રકાશિત ઃ “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૬૩ પ્રેમ (વિમલહર્ષશિષ્ય), હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ), કડી ૧૧, લે.સં. ૧૮મું શતક Page #22 -------------------------------------------------------------------------- ________________ OSH હસ્તપ્રત : લા.દ. ૮૫૪૭ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૭૪-૭૫ પ્રેમવિજય, ૧) હીરપુણ્યખજાનો સ્વાધ્યાય (ગુ.), કડી ૫૭ હસ્તપ્રત : પાટણ-૧૧૮૮૩ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૩૩-૧૪) (૨) હીરવિજયસૂરિ યુગ્મ છંદ (ગુ.), કડી ૩ હસ્તપ્રત : લા.દ. ૨૨૧૦૯ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા.૧, પૃ. ૨૬૪ (૩) હીરવિજયસૂરિ છંદ (સલોકો) (ગુ.) કડી ૭૫, લ.. ૧૭મું શતક હસ્તપ્રત ઃ લા.દ. ૩૨૦૪૩ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૫૭-૧૬૩ ફકીર, જગદ્ગુરુકી જયન્તી (હિ), કડી ૮ પ્રકાશિતઃ “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૩૨ ફર્તવિજય, હીરવિજય પદ હિ), કડી ૬ પ્રકાશિતઃ “જ.હી. પૂજાસ્તવ, પૃ. ૨૫ ભવ્યાનંદવિજયજી, (૧) હીરચરિત્રમ્ (સં.) (ગદ્ય) પ્રકાશિત : પ્રકા. ભાવનગર આનંદ પ્રેસ, ૧૯૫૨, પૃ. ૭૪ (૨) જગદ્ગુરુ હરનિબંધ પ્રકાશિતઃ પ્રકા. ઘાણેરાવ હિત જ્ઞાનમંદિર, ૪થી આ., ૧૯૫૪ ભાણચંદ્ર, હીરવિજય આદિ વિષયક સવૈયા (ગુ.) હસ્તપ્રત : પાટણ-૬૨૨૨, પત્ર ૨ ભાવવિજય, હીરસૂરિગીત (ગુ), કડી ૧૨, લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત ઃ લા.દ. ૨૦૬૨, ૨૫૨૨૧ મહાબોધિવિજયજી (સંક્લક, સંશોધક, સંપાદક), હીર સ્વાધ્યાય' ભા-૧ (ગુ.) | (સંપાદન-સંકલન), પ્રકા. : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ-૨ સં.૨૦૫૩ (ઈ.સ.૧૯૯૭) માણક. હીરસૂરિનું સ્તવન (ગુ.), કડી ૫ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૬૯ માનસાગર, હીરસૂરિ સક્ઝાય (ગુ.), લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : પાટણ-૨૧૩૩, પત્ર ૨ મેઘમુનિ, હીરવિજય સ્વાધ્યાય (ગુ.), કડી ૭ પ્રકાશિત : હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૨૫૬ મોહનરુચિ, હીરગુરુનાં પદો (ગુ.) કડી ૬, ૬, ૫ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૮૨, ૧૮૬, ૧૮૯ રૂપચંદ કવિ, હીરવિજયસૂરિ છંદ (ગુ.), Page #23 -------------------------------------------------------------------------- ________________ હસ્તપ્રત ઃ લા.દ.ખ. ૩૪૬૫, પત્ર ૭૦-૭૭ લબ્ધિસૂરિ(?), હીરવિજયસૂરિની સ્તુતિ-૨(ગુ.), કડી ૯, ૭ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૯૫-૧૯૬ લીંબુ ગણિ, હીરવિજયસૂરિની સઝાય (ગુ.), કડી ૯ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૨૫ વિજયતિલકસૂરિ, હીરસૂરિના બાર બોલની સક્ઝાય, (ગુ.) કડી ૧૨/૧૭ હસ્તપ્રત ઃ લા.દ. ૩૧૫૪૧ / ૧૩૮, પત્ર ૯૧ વિજયદાનસૂરીશ્વરશિષ્ય, હીરવિજયસૂરિ સજઝાય (ગુ.), કડી ૫ પ્રકાશિત ઃ “ઐતિ. સઝાયમાલા', પૃ. ૬ વિજયદેવસૂરિશિષ્ય, હીરવિજયગુરુ સ્વાધ્યાય (ગુ), કડી ૧૬ હસ્તપ્રત : લા.દ.ખ. ૩૪૬૫, પત્ર ૧૪૬-૧૪૭ વિજયસિંહસૂરિશિષ્ય, હીરસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૧૪ હસ્તપ્રત : લા.દ.ખ. ૮૧૭૬ (૨) વિજયસેનસૂરિશિષ્ય, (૧) હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૭, લે.સં. ૧૯મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૭૩૮૫ (૧૪) (૨) હીરવિજયસૂરિ સક્ઝામ (ગુ.), કડી ૨૦ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૧૯-૨૨૦ વિજય હેમચંદ્રસૂરિજી (સંપાદક અને ભાવાનુવાદક), “શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ' (ગુ.) પ્રકા. : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા, અમદાવાદ, સં. ૨૦૫૪ (ઈ.સ. ૧૯૯૮) વિદ્યાચંદ્ર, હીરવિજયસૂરિ સજઝાય (ગુ.), કડી ૮ હસ્તપ્રત : પાટણ-૩૨૪૫ (૨), પત્ર ૧-૨ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૩૮ વિદ્યાધર, હીરવિજયસૂરિ સલોકો (ગુ.), કડી ૮૧ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૪૯-૧૫૬ વિદ્યાવિજય, સૂરીશ્વર અને સમ્રાટ' (ગુ.) પ્રકાશિત : વ્યવસ્થાપક, યશોવિજય ગ્રંથમાળા, ભાવનગર, સં. ૧૯૭૬ (ઈ.સ.૧૯૨૦) વિવેકહર્ષ, (૧) સ્તવન હિં) કડી ૭ પ્રકાશિત : “જ.હી. પૂજા સ્તવ' (રજી આ.), પૃ. ૪૪ (૨) હીરવિજયસૂરિ નિર્વાણ સ્વાધ્યાય (ગુ.), કડી ૨૨, લે.સં. ૧૬૫૪ હસ્તપ્રત : લા.દ. ૩૧૫૪૦ / ૧૪૯; ૩૧૫૪૦ / ૧૪૦; ૩૦૫૦૧ / ૮૩૨૯; પાટણ-ભા-૪ ૨૫૧૦; પાટણ ૯૩૪૧, ૧૧૯૩૮, ૧૯૯૩૯. પ્રકાશિત ઃ ૧. “જેન ઐતિ. ગૂ. કાવ્ય', પૃ. ૨૦૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨. “ઐતિ. સઝાયમાલા, પૃ. ૯ ૩. હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૩૪-૨૩૬ (૩) હીરસૂરિ સઝાય-૨ (ગુ.), કડી ૮, ૧૫ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨પ૭-૨૬૦ (૪) હીરવિજયસૂરિ (નિર્વાણ) રાસ (ગુ.), કડી ૧૦૧, ૨.સં.૧૬૫ર પ્રકાશિત ઃ ૧. “જેનયુગ' (અષાડ-શ્રાવણ અંક ૧૧-૧૨, સે. ૧૯૮૬), પૃ. ૪૬૦-૪૬૭ ૨. “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૩-૭૩ વિશાલ સુંદરશિષ્ય, હીરવિજયસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૧૩ પ્રકાશિત ઃ ૧. ઐતિ. સઝાયમાલા', પૃ. ૭ ૨. “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૦૨-૨૦૩ શાસ્ત્રી, શશિભૂષણ, જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ (હિં.) પ્રકાશિત : આત્માનંદ જૈન ટેકસ્ટ સોસા; અંબાલા, ૧૯૨૯ શિવનિધાન, હીરવિજયસૂરિ સઝાય પ્રબંધ (ગુ.), કડી પ૬, લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૭૯૨૬ શુભ મુનિ, શ્રી હીરાણક સ્વાધ્યાય (ગુ.), કડી ૯ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૫૪-૨૫૫ શ્રીપતિ, સ્તવન (હિં.) કડી ૨, ૨.સં.૧૬૪૦ પ્રકાશિત : ‘જ.હી. પૂજાસ્તવ' (રજી આ.), પૃ. ૪૫ સકલ મુનિ, હીરવિજયસૂરિ સઝાય-૨ (ગુ.), કડી ૫ અને ૮. પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૧૯૮, ૨૧૩-૨૧૪ સકલચંદ્ર (ઉપા.), (૧) હીર દેશના સુરવેલિ (ગુ.), કડી ૧૧૩/૧૨૧, ઢાળ ૧૭ હસ્તપ્રત : પાટણ-૬૪૨૨, ૬૪૨૩, ૩૨૩૯, ૧૧૯૩૭ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૧૦૫-૧૧૮ (૨) હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.) કડી ૫, લે.સં. ૧૭૩૭ હસ્તપ્રત : લીંબડી-૩૨૪૬૮૩૪ પ્રકાશિત ઃ ૧. “ઐતિ. જેન સક્ઝાયમાલા', પૃ. ૯૨ ૨. “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૧૦ સચવીર ઋષિ, હીરવિજયસૂરિ બારમાસો (ગુ.) કડી ૫૮, ૨.સં.૧૬૧૬ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય” ભા-૧, પૃ. ૮૦-૮૬ સચવીરશિષ્ય, હીરવિજયસૂરિ સઝાય (ગુ.) હસ્તપ્રત : પાટણ-૩૨૪૦, પત્ર ૫ સહજસાગર, હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.) હસ્તપ્રત : પાટણ-૯૩૪૩, ૯૩૪૪ (૨), પત્ર ૧ સહજસાગરશિષ્ય, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૧૧, લે.સં. ૧૭ મું શતક Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ હસ્તપ્રત ઃ લા.દ. ૩૦૫૦૦ (૨) પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૨૧-૨૨૨ સહિજવિજય, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૯ પ્રકાશિત ઃ ૧. “ઐતિ. સઝાયમાલા', પૃ. ૬૨ ૨. “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૦૪ સિદ્ધવિજય (ભાવવિજયકવિશિષ્ય), હીરવિજયસૂરિ સ્વાધ્યાય (ગુ.), કડી ૧૦ હસ્તપ્રત : લા.દ. ૧૨૮૦૯, ૩૧૫૪૦/૧૩૪; પાટણ-૬૨૩૩ (૨૨) પ્રકાશિત ઃ ૧. “ઐતિ. સક્ઝાયમાલાપૃ. ૭૧ ૨. “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૦૫ સુજશ(વિજય), દાદા હીરવિજયસૂરિ સ્તવનો હિં.), કડી ૫ અને ૪ પ્રકાશિત : “જ.હી. પૂજાસ્તવ', પૃ. ૨૪-૨૫ સોમ કવિ, હીરસૂરિ સ્તુતિ સવૈયા (હિ), કડી ૪, લે.સં. ૧૮મું શતક હસ્તપ્રત ઃ લા.દ.ખ. ૩૪૮૫, પત્ર ૩૮; પાટણ ૬૨૨૨, પત્ર ૨ પ્રકાશિતઃ “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૭૩ હર્ષવિમલશિષ્ય, હીરવિજયસૂરિ સઝાય (ગુ.), કડી ૮ પ્રકાશિત : “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૨૧૨ હર્ષસોમ મુનિ, હીરવિજયસૂરિ સજઝાય (ગુ.), કડી ૯ હસ્તપ્રત : લા.દ. ૩૦૫૦૦(૫) પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૧૫-૨૧૬ હંસરાજ, હીરવિજયસૂરિ ચતુર્માસ લાભ-પ્રવહણ સક્ઝાય (ગુ.), કડી ૭૨, લે.સં.૧૬૮૫ હસ્તપ્રત : પાટણ-૯૩૩૬ પ્રકાશિત ઃ ૧. “જેનયુગ' (અષાડ-શ્રાવણ અંક ૧૧-૧૨, સે. ૧૯૮૬), પૃ. ૪૮૫-૪૮૮ ૨. “હીર સ્વાધ્યાય ભા-૧, પૃ. ૧૧૯-૧૨૬ હીરજી, હીરવિજયસૂરિ સ્વાધ્યાય(ગુ.), કડી ૧૬, લે.સં. ૧૭મું શતક હસ્તપ્રત : લા.દ. ૧૫૪૯૯ હીરસૂરિશિષ્ય, (૧) હીરસૂરિસ્વાધ્યાય (ગુ.), કડી ૧૬, લે.સં. ૧૯મું શતક હસ્તપ્રત : લા.દ.ખ. ૩૪૯૬, પત્ર ૯૨-૯૩ (૨) હીરવિજયસૂરિ સક્ઝાય (ગુ.), કડી ૧૮, ૯.સં. ૨૦મું શતક હસ્તપ્રત : લા.દ.ઓ. ૭૬૪૬ (૧૫૯), પત્ર ૧૧૫ હેમવિજયાનન્દ, શ્રી હીરવિજયસૂરિ પાદુકાષ્ટમ્ શ્લોક ૯, પ્રકાશિત ઃ “ઐતિ. સઝાયમાલા', પૃ. ૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ જગદ્ગુરુ આ.શ્રી હીરવિજયસૂરિકૃત કૃતિઓની સૂચિ ૧. જંબુદ્વીપપ્રશનિવૃત્તિ (શતક) (પ્રા.સં.), શ્લોકપ્રમાણ ૧૮૩૯૮, હસ્તપ્રત : લીંબડી ૪૨૯ ૨. દ્વાદશ જલ્પવિહાર (અથવા હીરવિજયસૂરિના બાર બોલ), ૨.સં. ૧૬૪૬ હસ્તપ્રત : લા.દ. ૨૪૦૨૬, ૧૦૪૬૧, ૨૬૦૧૩/૨; પાટણ : ૪૯૨૯, ૬૧૧૬ ૩. બાર બોલનો પટ્ટક (ગુ.) (ગદ્ય), પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૧-૨૮૨ ૪. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભાતિ છંદ (ગુ.), લે.સં. ૨૦મું શતક, હસ્તપ્રત : લા.દ. ૧૫૫૧૨/૨. પ. શિયળ-ચૂંદડી (ગુ.), કડી ૧૪, પ્રકાશિત : “હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૮૩-૨૮૪ ૬. સાધુમર્યાદા પટ્ટક (ગુ.) (ગદ્ય), પ્રકાશિત : ‘હીર સ્વાધ્યાય' ભા-૧, પૃ. ૨૭૮-૨૮૦ ૭. હીર પ્રશ્નોત્તરાણિ - પ્રશ્નોત્તર રત્નસમુચ્ચય - બીજકસહ (સં.), ૨.સં.૧૬પર હસ્તપ્રત : પાટણ - ૧૩૪૬૦, ૪૭પ૪, ૧૭૪૮૪; પાટણ, ભાગ-૪, ૨૯૧૮, પ૩૦; લીંબડી ૧૨૫O; લા.દ. ૨૧૬૨, ૩૯૧૨, ૩૯૧૮, પ૩૧૨, પ૬૨૨, ૧૧૬૯૯, ૧૨૦૧૬, ૧૪૮૧૩, ૧૭૮૬૬, ૨૩૬૩૨, ૨૩૬૩૩, ૨૬૧૧૬, ૨૬૫૨૨ પ્રકાશિત ઃ ૧. સં. કીર્તિવિજયગણિ ૨. સં. મુનિ ચતુરવિજય, પ્રકા. હંસવિજય જૈન ફ્રી લાઈબ્રેરી, અમદાવાદ ૧૯૨૩. ૩. પ્રકા. જૈન યુવકોદય મંડળ, રાધનપુર, ૧૯૭૦. ૪. “હીરપ્રશ્નાવલી (ગુ.) જી. એમ. ગોકટીવાલા એન્ડ બ્રધર્સ, સુરત, ૧૯૧૩. ૮. ચતુરર્થી વરસ્તુતિ, કડી ૧ પ્રકાશિત : સં. મુનિ ધુરંધરવિજય, “અનુસંધાન અંક ૧૧, ૧૯૯૮. Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ પ્રકાશકીય નિવેદન / રૂ સંપાદકીય નિવેદન / ૪-૬ એક પ્રયોગ કરીએ : રાસની સપ્તાહકથા / આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી / ૭ શ્રાવક કવિ ઋષભદાસ અને એમનું સાહિત્યસર્જન / c-99 મહાન જૈનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરની જીવનઝરમર / 93-98 જગદ્ગુરુ આ.શ્રી હીરવિજયસૂરિ વિષયક પ્રગટ-અપ્રગટ કૃતિઓની સૂચિ / ૧૬-૨૬ શ્રી હીરવિજયસૂરિરાસ (ભાવાનુવાદ સહિત) / ૩-૩૬૦ ક્રમાંક વિષય ઢાળ કડી ૧. મંગળાચરણ ૧૧–૧૯ ૩–૪ ૨. ભૂમિકા : જન્મસ્થાન ઓશવાલ વંશ આદિ પરિચય ૨૦–૭૫ ૫–૧૧ ૩. ઓશવાલવંશની સ્થાપનાનો ઇતિહાસ - ઓહડ અને રોહડ બે ભાઈઓની કથા ૭–૧૦ ૭૬-૧૨૫ ૧૧–૧૬ ૪. હીરવંશની બેંતાલીસ પેઢી ૧૧–૧૩ ૧૨૬–૧૭૦ ૧૭–૨૧ ૫. હીરજીની જન્મકુંડળી ૧૪ ૧૭૧–૧૯૮ ૨૧–૨૪. ૬. હીરજીનો જન્મ મહોત્સવ ૧૫ ૧૯૯-૨૦૮ ૨૫-૨૬ ૭. હીરજીનો વિદ્યાભ્યાસ ૨૦૯-૨૩૧ ૨૬-૨૯ માતાપિતાના મૃત્યુથી વિયોગદુઃખ ૧૭ ૨૩૨-૨૪૩ ૨૯-૩૦ પાટણમાં શ્રી વિજયદાનસૂરિ મહારાજના ચાર ગતિનાં દુઃખો વિશેના વ્યાખ્યાનનું શ્રવણ ૧૮ ૨૪૪–૨૬૨ ૩૦–૩૩ ૧૦. પ્રતિબોધ પામેલા હીરજીની સંયમગ્રહણની ઈચ્છા સામે બહેનની સજાવટ ૧૯ ૨૬૩–૧૭૭ ૩૩–૩૪ ૧૧. હીરજીનો વળતો જવાબ ઃ થાવસ્ત્રાપુત્રનું દષ્ટાંત ૨૭૮-૨૮૬ ૩૪-૩૫ ૧૨. સંયમની કઠિનતા વિશે બહેનનો સંવાદ ૨૮૭–૨૯૧ ૩૫–૩૬ ૧૩. સંસારઆસકિતનાં દુઃખો વિશે હીરજી અને સંયમ માટેનો દઢ નિર્ધાર ૨૨ ૨૯૨–૩૧૧ ૩૬–૩૯ હીરજી અને અન્ય આઠનો દીક્ષામહોત્સવ ૨૩–૨૪ ૩૧૨–૩૨૯ ૩૯-૪૧ છે S S ૨૧ ૧૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ २७ ૩૩૦-૪૦૭ ૪૧–૫૦ ૪૦૮-૪૩૭ 60 ૫–૫૩ ૪૩૮-૪૬૦ ૫૩–૫૬ ૪૬૧–૫૨૫ પ૬-૬૪ ૧૫. હીરહર્ષનો દેવગિરિમાં શાસ્ત્રાભ્યાસ / નાડુલાઈમાં ઉપાધ્યાયપદ / સિરોહીમાં આચાર્યપદવી / ગુરુ વિજયદાનસૂરિનો સ્વર્ગવાસ હીરવિજયસૂરિનો કીર્તિપ્રસાર ૨૫ ૧૬. હીરસૂરિના વિહાર | રાજનગરમાં જયવિમલને આચાર્યપદ અર્પ વિજયસેનસૂરિ' નામસ્થાપના ૨૬-૨૭ ૧૭. મેઘજી ઋષિની હીરસૂરિ પાસે અન્ય એકત્રીસ મુનિઓ સાથે દીક્ષા ૨૮ ૧૮. જગમાલ ઋષિનો વિવાદ / ખંભાતમાં અભયરાજના કુટુંબ A સહિત નવ જણાંનો સંયમ સ્વીકાર ૧૯. હીરસૂરિની વૃદ્ધિ પામતો શિષ્યસમુદાય ૩૦ વડાવલીમાં હીરસૂરિનો ત્રણ માસનો ગુપ્તવાસ ૩૧. કુંવરજી શ્રાવકનો મદ અને હીરસૂરિને આવેલી આપત્તિ / ક્રોધ આદિ કષાયો ન કરવા ' વિશે ૩૨–૩૩ ૨૨. હીરસૂરિની બોરસદ-ખંભાતમાં પધરામણી/ધર્મોપદેશ ૩૪–૩૬ ચંપા શ્રાવિકાના ઉપવાસથી પ્રભાવિત થયેલા અકબર બાદશાહનું હીરસૂરિને તેડું / સાહેબખાનની અમદાવાદના શ્રાવકોને હીરસૂરિ વિશે પૃચ્છા / હીરસૂરિને મોકલવા બાબતે શ્રાવકોનો વિચારવિમર્શ ૩૭ ૨૪. અકબરનાં સમૃદ્ધિ, પ્રતાપ અને એના દરબારનો પરિચય પ૨૬-પપ૧ ૬૪-૬૭ ૫૫૨-૫૭૧ ૬૭-૬૯ પ૭૨–૬૧૯ ૭૦–૭૪ ૬૨૦–૬૪૦ ૭૪-૭૭ ૬૪૧-૭૦૭ ૭૭–૮૪ ૩૮ ૭૦૮-૭૮૧ ૮૪–૯૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૭૮૨–૯૧૮ ૯૧૯-૧૦૦૫ ૯૨–૧૦૮ ૧૦૮–૧૧૮ ૨૫. અકબરની વિલાસિતા / હરિગુરુએ અકબરને મળવા અંગે ઉપાધ્યાય વિમલહર્ષનો સંમતિદર્શક અભિપ્રાય / પ્રતિબોધ માટે અકબરને મળવાનો હીરસૂરિનો નિર્ધાર / પ્રસ્થાન / અમદાવાદમાં સાહિબખાન અને હીરસૂરિની મુલાકાત / હીરસૂરિની મુનિના બાવન બોલના ત્યાગ વિશેની ઉપદેશવાણી / સાહિબખાનની ખુશી / પ્રયાણ / માર્ગમાં હીરસૂરિએ સહસાઅર્જુનને કરેલો ધર્મોપદેશ / આબુયાત્રા ૩૯ ૨૬. વિમલપ્રબંધ-સાર ૪૦-૪૩ ૨૭. વસ્તુપાળની ધાર્મિકતા / એમણે કરેલા જિનપ્રાસાદો અને જીર્ણોદ્ધાર/ હીરસૂરિએ જુહારેલાં આબુ-અચલગઢનાં દહેરાં ૪૪ ૨૮. સિરોહીના ઉપાશ્રયે હીરસૂરિએ સમજાવેલા સાધુજીવનના આચારો ૪૪ ૨૯. હીરસૂરિનો સિરોહીથી સાદડી રાણકપુર-મેડતા-લોધિસાંગાનેર પ્રતિ વિહાર/ ઉપાધ્યાય વિમલહર્ષ ફત્તેહપુર સિક્રી પહોંચ્યા / બાદશાહવિમલહર્ષની મુલાકાત / હીરસૂરિનું ફત્તેહપુર સિક્રીમાં આગમન / એમનો વિશાળ શ્રેષ્ઠ મુનિ પરિવાર ૩૦. હરિગુરુનો નગરપ્રવેશ / અબુલફઝલ શેખ સાથે જ્ઞાનગોષ્ઠી ૪૫ ૩૧. હીરસૂરિ-અકબર-મિલન / તીર્થો વિશે બાદશાહની પૃચ્છા ૧૦૦૬–૧૦૨૮ ૧૧૮–૧૨૦ ૧૦૨૯–૧૦૪૫ ૧૨૦–૧૨૨ ૪પ ૧૦૪૬–૧૦૯૪ ૧૨૨–૧૨૮ ૧૦૯૫–૧૧૧૨ ૧૨૮-૧૩૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૩–૧૧૫૭ ૧૩૦-૧૩૫ ૧૧૫૮–૧૧૬૪ ૧૩૫–૧૩૬ ૧૧૬૫–૧૨૨૨ ૧૩૬–૧૪૨ ૧૨૨૩–૧૨૪૪ ૧૪૨-૧૪૪ ૧૨૪૫–૧૨૬૧ ૧૪૪–૧૪૬ / ગાલીચાનો પ્રસંગ / ધર્મચર્ચા-આરંભ ૪૫ * ૩૨. ધર્મચર્ચા (આત્મા, ઈશ્વર) ૪૬ ૩૩. ધર્મચર્ચા (છત્રીસ ગુણોથી યુક્ત મુનિના આચારવિચાર) ૪૭–૪૮ ૩૪. શનિની પનોતીના ઉપાય તરીકે અકબરે મંત્રની કરેલી માગણી સામે હીરસૂરિનો જવાબ : દયા-દાન એ જ મંત્ર' / હીરગુરુના શિષ્યસમુદાય વિશે અકબરની પૃચ્છા ૪૯ ૩૫. અકબરે હરસૂરિને સોંપેલો પુસ્તકોનો ખજાનો | હીરસૂરિએ કોઈ વણિકને ત્યાં પુસ્તકભંડાર માટે કરેલું સૂચન ૫–૫૩ ૩૬. અકબરે પર્યુષણના પાંચ દિવસ માટેની જીવહિંસાબંધીનું કરેલું ફરમાન / હીરગુરુ આગ્રાશૌરીપુરીનો વિહાર કરી પુનઃ ફત્તેહપુર. - ૫૪ ૩૭. કાંઈ પણ માગવાનો આગ્રહ થતાં હીરસૂરિએ માગેલું આઠ દિવસનું અમારિ-પ્રવર્તન / અકબરે બાર દિવસના અમારિપ્રવર્તનનું ફરમાન કાચું / ડામર તળાવની જીવહિંસા બંધ કરાવી. ૫૫-૫૮ ૩૮. સત્ય હોય તે કરવા અંગે અકબરે કહેલાં બે દષ્ટાંતો પ૯ ૩૯. અકબરે પોતાના હિંસાચાર પાપાચારની કરેલી કબૂલાત / હીરસૂરિના પ્રભાવે પોતે પ્રતિબોધ પામ્યાનો કરેલો સ્વીકાર / હરસૂરિને અકબરે આપેલું “જગદ્ગુરુનું બિરુદ / ૧૨૬૨–૧૨૭૯ ૧૪૭–૧૪૮ ૧૨૮૦-૧૩૦૬ ૧૪૮-૧૫૨ ૧૩૦૭–૧૩૨૦ ૧૫૨–૧૫૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૧–૧૩૬૬ ૧૫૪–૧૫૯ ૧૩૬૭–૧૩૯૦ ૧૫૯-૧૬૧ ૧૩૯૧–૧૪૩૯ ૧૬૧–૧૬૬ ૧૪૪–૧૪૭૯ ૧૬૭–૧૭૧ અકબરનો શિકારત્યાગ ૪૦. અન્ય કહેવાતા સાધુઓ અને હીરસૂરિ વચ્ચેનો અકબરે દર્શાવેલો ભેદ ૬૦–૬૧ ૪૧. હીરગુરુનો ફત્તેહપુરમાં ચાતુર્માસ / જજિયાવેરો અને તીર્થસ્થાનનો મુંડકાવેરો રદ કરાવ્યો / અકબરની ધર્માભિમુખતાના પ્રસંગો/હીરગુરુનો વિહાર | અકબરના ધર્મમય જીવનના સંકલ્પો ૪૨. શાંતિચંદ્રનું ફત્તેહપુરમાં રોકાણ/જેતા નાગોરીની હીરસૂરિને હાથે દીક્ષા/ વિજયરાજનું કથાનક ૬૩ ૪૩. અભિરામાબાદમાં સં. ૧૬૪રનું ચોમાસું/કલ્યાણરાયની ફજેતી અને હીરગુરુનો મહિમા ૬૩ ૪૪. હીરસૂરિના વિહારો / ઠેરઠેર ભવ્ય સામૈયાં / હીરના ગુણબોલથી યાચકે મેળવેલો હાથી / મેડતામાં હીરગુરુએ ખાનને સમજાવેલો મૂર્તિપૂજાનો મહિમા ૪૫. શ્રાવકોની હીરભક્તિ / હીરસૂરિના ઉપદેશથી ધર્મમય શ્રાવકોએ જિનપ્રાસાદો બંધાવ્યા ને જિનબિંબો ભરાવ્યાં ૬૪-૬૬ ૪૬. રાજિયા અને વજિયા પારેખનાં પરોપકાર-ઉદારતા ૬૭–૬૮ ડભોલ, શિરોહીના અન્ય પુણ્યશાળી શ્રાવકો / શ્રીવંત શાહ અને એમના કુટુંબીજનો એમ દસ જણાની દીક્ષા / શ્રીવંતના એક પુત્ર કુંઅરજી તે હીરસૂરિના પટ્ટધર વિજયાનંદ ૧૪૮૦–૧૫૦૩ ૧૭૧–૧૭૩ ૧૫૦૪–૧૫૪૪ ૧૭૩–૧૭૮ ૧૫૪૫–૧પ૭૭ ૧૭૮–૧૮૧ ૧૫૭૮–૧૫૯૬ ૧૮૧–૧૮૩ (9. Page #32 -------------------------------------------------------------------------- ________________ રૂ9 ૧૫૯૭–૧૬૫૯ ૧૮૪–૧૯૦ ૧૬૬–૧૬૯૩ ૧૯૧–૧૯૩ ૧૬૯૪–૧૭૨૫ ૧૯૩–૧૯૭ ૧૭૨૬-૧૭૪૭ ૧૯૭–૧૯૯ સૂરિ / વરસંગ શાહના સંયમસ્વીકારનો અનોખો કિસ્સો / હીરસૂરિ આચારપાલનના આગ્રહી / શાંતિચંદ્રના કહેવાથી ઈદના દિવસે જીવહિંસાબંધીનો અકબરનો ઢંઢેરો ૬૯-૭૦ ૪૮. હીરસૂરિના ધર્મબોધથી પ્રભાવિત સંઘજી શાહની દીક્ષા / દીક્ષાનામ સંઘવિજય ૭૧ ૪૯. સં. ૧૬૪પમાં પાટણમાં ચોમાસું / પછી ખંભાત / તેજપાલ સોની દ્વારા જિનપ્રાસાદ અને પ્રતિષ્ઠા / એનાં અન્ય ધર્મકાર્યો / હીરસૂરિની અવજ્ઞા બદલ હબીબુલાનો પસ્તાવો ૭૨–૭૪ ૫૦. હીરમહિમા - હીરપ્રભાવના પ્રસંગો ૫૧. કવિ દ્વારા વિવિધ રાગોનું વર્ણન અને સંગીતમહિમા પ૨. આજમખાન–હીરસૂરિનો અમદાવાદમાં મિલાપ / હીરસૂરિ દ્વારા તીર્થંકર પરિચય અને ઈશ્વરસ્વરૂપચર્ચા પ૩. ઉપા.ભાનુચંદ્રના જીવનપ્રસંગો ૭૬-૭૭ ૫૪. મુનિ સિદ્ધચંદ્ર ७८ પપ. શ્રી હીરસૂરિશિષ્ય વિજયસેન સૂરિ / એમની પાંત્રીસ પેઢી ૭૯ ૫૬. વિજયસેનસૂરિ–અકબરમિલન ૮૦ પ૭. વિજયસેનસૂરિનો વાદીઓ સામે પ્રતિવાદ ( ૮૧ ૫૮. હીરસૂરિની પાટણમાં કાસમ ખાન સાથે ષકાય જીવો વિશે ચર્ચા ૫૯. સ્વપ્નસંકેત અનુસાર હીરસૂરિ નો શત્રુજયયાત્રાનો નિર્ણય / ૧૭૪૮–૧૭૭૭ ૧૯૯-૨૦૨ ૭૫ ૧૭૭૮–૧૮૪૯ ૨૦૩-૨૧૦ ૧૮૫૦–૧૯૧૫ ૨૧૧-૨૧૮ ૧૯૧૬-૧૯૨૩ ૨૧૮ ૧૯૨૪–૧૯૬૧ ૨૧૮-૨૨૩ ૧૯૬૨–૧૯૮૮ ૨૨૩–૨૨૫ ૧૯૮૯-૨૦૧૧ ૨૨૫-૨૨૭ ૨૦૧૨-૨૦૪૦ ૨૨૭–૨૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૨૦૪૧–૨૦૭૮ ૨૩૧-૨૩૫ ૨૦૭૯-૨૧૧૮ ૨૩૫-૨૪૦ ૨૧૧૯-૨૧૯૭ ૨૪૨૪૯ ૨૧૯૮–૨૨૦૫ ૨૪૯-૨૫૦ પાટણથી પ્રયાણ / અમદાવાદમાં શેખ ફરીદને ટાંકીને સુલતાન સાથે કરેલી ધર્મચર્ચા / શત્રુંજય-પ્રવેશ ૮૩ ૬૦ શત્રુંજય-યાત્રા ૮૪ ૬૧. હીરસૂરિની શત્રુંજય-યાત્રામાં અનેક સંઘો અને સંઘવીઓની સામેલગીરી / સૌની હીરસૂરિને વંદના ૮૫ ૬૨. દીવના સંઘની ચાતુર્માસ માટે પધારવા હીરગુરુને વિનંતી ૮૬ હીરગુરનો ઉના તરફ વિહાર / અજારાની જિનપ્રતિમાની ઉત્પત્તિકથા / ઉનામાં ગુરુજીનું સામૈયું / ચાતુર્માસ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો / શરીરની અસ્વસ્થતાને લઈને પછી ઉનામાં જ રોકાયા / શ્રાવકોનો હીરગુરુને ઔષધ માટે અત્યાગ્રહ | વિજયસેનસૂરિને તેડું / શિષ્યની પ્રતીક્ષા હીરસૂરિએ કરેલી તપશ્ચર્યા અને ધર્મઆરાધના તથા એમને હાથે થયેલી જિનપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, પદવીપ્રદાનો, સંઘયાત્રાઓનો પરિચય – સોમવિજય ઉપાધ્યાયને મુખે. ૮૭-૮૮ ૬૪. શ્રી હીરસૂરિની અંતિમ આલોચના ૮૯૯૦ ૬૫. શ્રી હીરસૂરિનું નિર્વાણ ૯૧ ૬૬. નિર્વાણ-મહોત્સવ / દીવના સંઘનું આગમન / સૌનો વિલાપ ૯૨-૯૩ ૬૭. હીરસૂરિના દેહનો અગ્નિસંસ્કાર / ચમત્કાર – સુઘોષા ઘંટનાદ, વાજિંત્રનાદ, અકાળે આમ્રવૃક્ષો ૨૨૦૬–૨૩૩૩ ૨૫–૨૬૩ ૨૩૩૪-૨૪૩૨ ૨૬૩–૨૭૫ ૨૪૩૩-૪૪૪૫ ૨૭૫-૨૭૬ ૨૪૪૬–૨૪૬૬ ૨૭૭–૨૭૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ નું ળવું / અકબર શાહને દુઃખ ૬૮. હીરગુરુ વિનાનો શિષ્યસમુદાય | કલ્યાણવિજયજી ઉપા.નું આગમન અને વિલાપ/પાટણ સુધી આવી પહોંચેલા વિજયસેનસૂરિને હીરનિર્વાણની જાણ/એમનો વિલાપ / શોક દૂર કરવા સંઘની સમજાવટ / ઉના ખાતે આગમન ૬૯. ગુર્વાલિ (શ્રી મહાવીરથી ૫૮મી પાટે થયેલા શ્રી હીરસૂરિ સુધીની) હીરસૂરિનો વિશાળ શિષ્યસમુદાય અને ગુણસંપન્ન શ્રાવકો ૭૦. ભૈરવ શાહ શ્રાવક ૭૧. અન્ય શ્રાવકો / અમદાવાદમાં ગોખનો પ્રસંગ / ભદૂઆ શ્રાવક / ખારી ખીચડીનો પ્રસંગ / શ્રાવકનું સ્વપ્ન સાચું પડ્યું / ગુરુઆજ્ઞાનું કડક પાલન / નીકા ઋષિ / શિષ્યસમુદાયની ઉત્તમતા / કલ્યાણવિજય ઉપા.એ કરેલો વાદ / કવિએ ગાયેલી હીરગુરુની મહાના ૭૨. આ રાસની ફલશ્રુતિ / હીરસ્તવનાનો મહિમા ૭૩. કવન વિશે કવિની નમ્રતા / દુર્લભબોધિ જીવોની વિપરીતતા / રાસરચનાથી કવિની પ્રસન્નતા ૭૪. રાસરચનાનાં સ્થાન, સમય, કર્તૃત્વ વગેરે વિશે કવિએ આપેલી સાંકેતિક વીગતો ૭૫. પોરવાડવંશીય સ્વયંશજો વિશે ३३ ૯૪–૯૬ ૯૭–૧૦૦ ૧૦૫ ૧૦૧–૧૦૨ ૨૫૫૬-૨૭૭૭ ૨૯૦-૩૧૫ ૧૦૩–૧૦૪ ૨૭૭૮-૨૮૦૫ ૩૧૫૩૧૮ ૧૦૬ ૨૪૬૭-૨૪૯૦ ૨૭૯-૨૮૨ ૨૪૯૧-૨૫૫૫ ૨૮૨-૨૯૦ ૧૦૮ ૨૮૦૬-૩૦૦૧ ૩૧૮-૩૪૩ ૩૦૦૨-૩૦૨૩૩૪૩–૩૪૫ ૧૦૭–૧૦૮ ૩૦૨૪-૩૦૫૦ ૩૪૬-૩૪૯ ૩૦૫૧-૩૦૮૫ ૩૪૯–૩૫૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ ३४ પરિચય / ઋષભદાસે પોતાની રોજિંદી ધાર્મિક ક્રિયાઓની, ધાર્મિક આચારવિચારોની આપેલી વિગતો ૧૦૯ ૩૦૮૬-૩૧૨૬ ૩૫૪૩૫૮ ૭૬. હરિપ્રશસ્તિ / હીરસ્તવનાથી આનંદ-પ્રસન્નતા અને સુખશાતાની કવિને અનુભૂતિ ૧૧૦ ૩૧૨૭–૩૧૩૪ ૩૫૮–૩૬૦ શ્રી હીરવિજયસૂરિરાસ-અંતર્ગત દેશીઓની સૂચિ / ૩૬૧–૩૬૨ [અહીં અનુક્રમણિકામાં, બે ઢાળની વચ્ચે આવતી દૂહા-ચોપાઈની કડીઓને પછીની ઢાળનો ક્રમાંક આપ્યો છે. વિષયને માટે જે પૃષ્ઠકોનો નિર્દેશ કર્યો છે એમાં તે વિષયના ભાવાનુવાદનો પણ સમાવેશ થાય છે.] Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હી ૨ વિ જ ય સૂરિ રાસ Page #37 --------------------------------------------------------------------------  Page #38 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ : જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજશ્રીના જીવનચરિત્રના વિસ્તારથી વર્ણન સ્વરૂપ રાસની રચના કરતાં કવિ શ્રી ઋષભદાસજી પ્રારંભમાં મંગલાચરણ કરે છે. તેમાં ૧૯ દુહામાં આરંભમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનાં ૧૬ પર્યાયવાચક નામોનો ઉલ્લેખ કરવાપૂર્વક કવિ તેના સાંનિધ્ય માટેની પ્રાર્થના કરે છે. કવિ કહે છે કે હે દેવી, તું જેના મુખમાં આવીને વાસ કરે છે તે માણસ પંડિત બની જાય છે. પછી કવિએ એ દેવી સરસ્વતીની કૃપાથી જેઓએ મહાન શાસ્ત્રો રચ્યાં છે તે જૈનાચાર્યો તથા કવિઓનાં નામોનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ પ્રભુને તેમના ગુણવર્ણનપૂર્વક પ્રણામ કરી તથા ગણધર ભગવન્ત, કેવળજ્ઞાની મુનિઓ, શીલવંત અને તપસ્વી મુનિઓ તેમજ છેલ્લે સકલસિદ્ધ ભગવંતોનું સ્મરણ કરીને પોતે શ્રી હીરવિજયસૂરિ મહારાજના રાસની રચના કરી રહ્યાનો નિર્દેશ કર્યો છે. (દોહરા છંદ) સરસતી ભાષા ભારતી, ત્રિપુરા શારદ માય; - હંસગામિની બ્રહ્મસુતા, પ્રણમું તાહરા પાય. બ્રહ્માણી બ્રહ્મચારિણી, બ્રહ્મવાદિની માત; દેવકુમારી ભગવતી, તું જગમાં વિખ્યાત. હંસવાહિની હરખતી, આપે વચનવિલાસ; વાગેશ્વરી વદને રમે, પોહોચે મનની આશ. કાશમીર મુખમંડણી, કમળ કમંડળ પાણિ; મુજમુખ આવી તું રમે, ગુણ સઘળાની ખાણિ. આગમ વેદ પુરાણમાં, વાણી તુજ બંધાણ; તું મુખ આવી જેહને, તે પંડિત તે જાણ. પુંડરીક પ્રમુખા વળી, ગણધર જે ગુણવંત; . તિણઈ ધુર સમરી સરસતી, સમજ્યા ભેદ અનંત. સ્વામિ સુધર્મા વિરનો, રચતો અંગ સુ બાર; શારદ ભાષા ભારતી, તે તારો આધાર. સિદ્ધસેન દિવાકર, સમરિ તારું નામ; વિક્રમ નૃપ પ્રતિબોધિયો, જિર્ણ કીધાં બહુ કામ. ૮ પા. ૩.૧ હંસગામિની ૩.૨ વાઘેશ્વરી ટિ. ૨.૧ બ્રહ્મવાદિની = બ્રહ્મતત્ત્વનો ખુલાસો કરનારી ૩.૨ વાગેશ્વરી = વાક્ + ઈશ્વરી, વાણીની દેવી ૫.૨ જાણ = જ્ઞાતા ૬.૨ ધુર = પ્રથમ Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત હેમરિવદને વસિ, હવા વચનની સિદ્ધિ; ગ્રંથ ત્રિકોટિ તિણે કીઓ, ઈસી ન કેહની બુદ્ધિ. ૯ હીર હર્ષ તુજને નમે, શારદનામ જ સોળ; નૈષધ ગ્રંથ તિર્ણ કર્યો, બોલ્યો, વચન-કલ્લોલ. પંડિત માઘ મહિમા ઇસો, જશ કરતિ કાલિદાસ; તું તૂઠી ત્રિપુરા મુખે, પોહોતી તેહની આશ. શોભનબંધુ ધનપાળને, ઉપજાવ્યો આનંદ; ધારાપતિ તિણે બૂઝવ્યો, વાંકો ભોજનરિંદ. એહવી સુંદર શારદા, સમર્પે સિધાં કામ; પઢમ જિનેશ્વર સુખકરુ, સમરું તેહનું નામ. પ્રથમ રાયરિષિ કેવળી, પ્રથમ ભિક્ષાચર જાન; યુગલાધર્મ નિવારીઓ, પ્રથમેં દીધો દાન. દેશ નગર પુરવાસિયાં, પરણ્યા પ્રથમ નિણંદ; કળા કરમ સહુ શીખવ્યું, સકળ લોક-આણંદ. મુગતિ દીધી તેં માયને, ઉદ્ધરીઓ શ્રેયાંસ; પુત્ર હુઆ સો કેવળી, ધન ધન તાહરો વંશ. દશ હજાર મુનિસું વળી, મુગતિ ગયા ભગવંત; અનેક જનને ઉદ્ધર્યા, 22ષભદેવ ગુણવંત. સમરું તે ભગવંતને, ગણધર કરું પ્રણામ; કેવલજ્ઞાની મુનિ નમું, સમર્થે સીઝે કામ. શીલવંત તપીઆ મુનિ, હું પણ તેહનો દાસ; સકળ સિદ્ધ સમરી કરી, રગું હીરનો રાસ. ૧૯ શ્રી હીરવિજયસૂરિએ અકબર બાદશાહને પ્રતિબોધ કર્યો હતો અને એમના ઉપદેશથી આ મુસ્લિમ બાદશાહ પણ પાણી ગળીને પીતો હતો. આખાયે દેશમાં એણે છ મહિના સુધી અમારિ પડહો વગડાવ્યો હતો, લોકોને દંડ અને દાણથી મુક્ત કર્યા હતા, શત્રુંજય મહાતીર્થના યાત્રિકો પાસેથી લેવાતો જજિયાવેરો પણ બંધ કરાવ્યો હતો અને પોતે પણ શ્રી શત્રુંજય અને ગિરનારની યાત્રાએ ગયો હતો. પા. ૯.૧ સુધિ ૯.૨ અસી ન કોહોની બુદ્ધિ ૧૧.૨ ગ્રંપરા ૧૪.૧ પ્રથમ ગોચરી જ્ઞાન ટિ. ૯.૨ ઈસી = એવી ૧૨.૨ ધારાપતિ = ધારાનગરીનો રાજા ૧૮.૨ સીઝે = સિદ્ધ થાય. ૧૯.૧ તપીઆ = તપસ્વી. Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ (ઢાળ ૧ - દેશી ચોપાઈ છંદની), હીરવિજયસૂરિનો કહું રાસ, ગણતાં ભણતાં પોહોચે આશ; સુણતાં હોએ જયજયકાર, હરમુનિ મોટો ગણધાર. ૨૦ જિણે પ્રતિબોધ્યો અકબર મીર, ગળી પિયે તે મોગલ નીર; અમારી પડહ વજડાવ્યો જિર્ણો દંડ દાણ મૂકાવ્યાં તિણું. ૨૧ જજીઓ ધૂમો પુછી જેહ, ઉબર વરાડ મુકાવ્યો તેહ; શત્રુંજગિર સો મુગતો કરે, શત્રુંજ ગિરનારે સંચરે. ૨૨ ઓશવાલ વંશમાં થયેલા શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. ઘણાને પદ ઉપર સ્થાપિત કર્યા હતા. એમના નામે શ્રેષ્ઠીઓએ કરોડોનો ધનવ્યય કર્યો હતો. એમણે વિક્ટ વિહાર કર્યો હતો. ષડ્રદર્શનવાદીના મદને ગાળી દીધો હતો, કુમતિકદાગ્રહ દૂર કર્યો હતો. નાસ્તિકોને તાબે ગયેલાં – છિનવાયેલાં તીર્થને જેમણે પાછાં મેળવાવ્યાં હતાં. ઘણાને વ્રત ઉચ્ચરાવ્યાં હતાં, ઘણી દીક્ષા આપી હતી, એમના પ્રભાવથી અકાળે આંબા ફળ્યા હતા. એ આચાર્યશ્રી ક્યાં જન્મ્યા હતા અને માતા, પિતા, ભાઈ, ભગિની વગેરે કોણ હતાં તેનું વર્ણન ખરેખર સાંભળવા જેવું છે. (ઢાળ ૨ - શ્રી શેત્રુંજ સારો - રાગ દેશાખ) કરે પ્રતિષ્ઠા પદ બહુ થાપે, હીરનામું ધન કોટી આપે; વિકટ વિહાર જિણે પણ કીધો, અસુર તણે ઉપદેશ જ દીધો. ૨૩ ઓશ વંશે હુઓ જ પ્રસિદ્ધ, શાસનોન્નતિ જેણે કીધ; કુમતિ કદાગ્રહ જેણે ટાળ્યા, ષટ્રદર્શનવાદી મદ ગાળ્યા. ૨૪ ગયા તીર્થ વાળ્યા છે જિર્ણો, વ્રત ઉચરાવ્યાં બહુને તિણે; ક્રોધ સમાવિ દીખ બહુ દીધ, ફળ્યા અકાળે અંબ પ્રસિદ્ધ. ૨૫ એડવો હરમુનીશ્વર રાય, સાધુ સકળ જસ પ્રણમે પાય; કવણ કીપ ક્ષેત્ર કુણ દેશ, ગામ નામ તસ વાસ કહેશ. ૨૬ કહિસ્યું માત-તાતનું નામ, ભગિની ભ્રાત તણા ગુણગ્રામ; હીરચરિત્ર સુણતાં ઉલ્હાસ, રૂષભ કહે કવિતા સુખવાસ. ૨૭ આ આચાર્યશ્રી જે નગરમાં જન્મ્યા તે ક્યાં આવ્યું તેનું વર્ણન ત્રીજી, ચોથી અને પાંચમી ઢાળમાં કરવામાં આવ્યું છે. જંબુદ્વીપ નામનો લાખ યોજનાનો દ્વીપ છે. એના કરતાં એક દ્વીપ અને એક પા. ૨૨.૧ જીજીઓ ૨૪.૧ શાસન ઉદ્યોત ૨૪.૨ ગયા તીરથ વલી વાળ્યા જેણે ૨૫.૨ ફળ્યાં અંબ તે સહી અ પ્રસિદ્ધ ૨૬.૨ વંશ (“વાસને સ્થાને) ટિ. ૨૦.૨ ગણધાર = મુનિગણને ધારણ કરનાર ૨૧.૨ અમારી પડહ = જીવને અભયદાન માટેનો ઢંઢેરો ૨૨.૧ જજીઓ = જજિયાવેરો Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત સમુદ્ર એમ અવાન્તરક્રમમાં અસંખ્યાતા દ્વીપો અને સમુદ્રો આવેલા છે. તેમાં અઢી દ્વીપ (જબૂદ્વીપ, ધાતકી ખંડ અને અડધો પુષ્કરવરદ્વીપ)ને મનુષ્યક્ષેત્ર કહેવામાં આવે છે અને તેનું પ્રમાણ ૪૫ લાખ યોજનનું છે. તેમાં ફરતી વજની ભૂમિ છે જે આઠ યોજન ઊંચી અને ચાર યોજન પહોળી છે. તેમાં આઠઆઠ યોજનની ઊંચાઈના અને ચાર યોજનની પહોળાઈવાળા ચાર દરવાજા છે. એ દરવાજાઓની વચ્ચે સુવર્ણમય મેરુ પર્વત છે. એ જબૂદ્વીપમાં ધનુષ્યના આકારનું ભરતક્ષેત્ર તથા ઐરવતક્ષેત્ર તથા બત્રીશ વિજયવાળું મહાવિદેહક્ષેત્ર છે. જે મહાવિદેહમાં જિનેશ્વર ભગવાન કે ચક્રવર્તીનો કદી વિરહ થતો નથી એ ભરતક્ષેત્રનું પ૨૬ યોજન અને ૬ કળા પ્રમાણ છે. તેમાં બત્રીસ હજાર દેશો એ ભરતક્ષેત્રમાં ૨પા આર્યદેશ ગણાય છે. તેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ એમ ૬૩ શલાકાપુરુષો ઉત્પન્ન થાય છે અને બાકીના અનાર્ય દેશ છે. તેમાં ધર્મ હોતો નથી તથા ઉત્તમ પુરુષોનો જન્મ પણ થતો નથી. એ આર્યદેશમાં ગુજરાત નામનો ઉત્તમ દેશ છે, જેમાં ૧૭ હજાર ગાયો છે. તેમાં પાલ્હણપુર નામનું શ્રેષ્ઠ નગર શોભે છે. એમાં હાલવિહાર નામનો સુંદર પ્રાસાદ છે. (ઢાળ ૩ - દેશી ત્રિપદીની) કવિતા સુખશાતા પણિ હોય, જંબુદ્વીપ અનોપમ જોય; લાખ જોયણનો સોય હો, ભવિકા લાખ જોયણનો સોય. ૨૮ જંબુદ્વીપ પુઠે તું જોય, અસંખ્યાત દ્વીપ ફરતાં હોય; અસંખ્ય સાયર સોય હો, ભવિ૦ માનવખેત્ર તે વિચમાં લહીએ, લાખ પિસ્તાલીસ જોજન કહીએ; વિચે જંબુદ્વીપ સહીએ હો, ભવિ૦ ૩૦ વજતણી જગતી તિહાં જોય, જોયણ આઠ ઊંચી તે હોય; આર પોળિ મન મોહ્ય હો, ભવિ૦ (ઢાળ ૪ - ચંદ્રાયણાની દેશી) જે દરવાજા ભાખ્યા પ્યારો, જોયણ આઠ ઊંચા વિસ્તારો; પોહોળપણે તે યોજણ આરો, વિચે મેરૂ સોવનમય સારો. ૩૨ એહ જ જંબુદ્વીપે કહીએ, તીન ખેત્ર તે શાશ્વત લહીએ; ભરતખેત્ર તે પહિલો જોય, ધનુષતણે આકારે હોય. ૩૩ પા. ૨૮.૧ કવિતા સુખશાતા પણિ હોય. ર૯.૨ સોહી (“સોયને સ્થાને). ટિ. ૨૮.૨ જોયણ = જોજન ૩૧.૨ પોળિ = દરવાજો ૩૧ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૪૦ ઐરાવત તે એવું કહીએ, મહાવિદેહખેત્ર તે ત્રીજું લહીએ; બત્રિસવિજયતિહાભાખી સારો, જિન ચક્રીવિરહનહિ જલગારો. ૩૪ ભરતખેત્રની સુણો જગીસો, જોયણ પંચસય ને છવ્વીસો; છ કળા ઉપર અધિક્ માનો, બત્રિસ હજાર તિહાં દેશ નિધાનો. ૩૫ (ઢાળ ૫ - દેશી ત્રિપદીની) આરજ દેશ સાઢા પંચવીસો, બાકી અનારજ કહે જગદીસો; નહીં હરિ ચક્રી ઈસો હો. ભવિ૦ 2સઠિ શલાકાપુરુષ ન હોય, જૈનધર્મ તિહાં નવિ જોય; પુરુષ ગયા ભવ હોય તો, ભ૦ આરજ દેશમાં ધરમ સુસારોજિન ચક્રી હલધર અવતારો; | વાસુદેવ નર સારો હો, ભ૦ આરજ દેશ ઉત્તમ ગુજરાતો, સત્તર સહસ્ત્ર જિહાં ગામ વિખ્યા ઘર ઘર ઉચ્છવ થાતો હો, ભ૦ સકળ નગરમાંહિ મુખ્ય સોહે, પાલ્ડણપુર દીઠે મન મોહે; હાલવિહાર જિહાં જોએ હો, ભ૦ હાલવિહાર પ્રાસાદની ફરતો ત્રાંબાનો ગઢ છે. તેમાં રૂપાના કાંગરા તથા સોનાના સોળ કાંગરા છે. એ ઈન્દ્રપુરીની સાથે વાદ કરતો હોય તેવો છે. તેમાં સોનાના કળશ, રૂપાના દરવાજા, તોરણ, પૂતળીઓ છે. વળી એ પ્રાસાદમાં બાવન દેરીઓ તથા ચોર્યાશી મંડપ તેમજ નીલરત્નનું તોરણ પણ શોભી રહ્યું છે. આ હાલવિહારના નામથી જ હાલણપુર એવું નગરનું નામ પાડવામાં આવ્યું છે. તેમાં અઢાર વર્ણના લોકો વસે છે. તથા ઊંચા ઊંચા મહેલો જેવાં મકાનો શોભે છે. વણિકની ચોર્યાશી જ્ઞાતિઓમાં શ્રીમાળી એ ઉત્તમ જ્ઞાતિ છે તથા પ્રાગવંશ એટલે કે પોરવાડ વંશ છે જેમાં ઘણા રાજાઓ થયા છે. આબુમાં મંદિર બંધાવનાર વિમળશા, વસ્તુપાલ મંત્રી, જગડુશા વગેરે આ વંશમાં થયા છે. ઓશ (વાલ) વંશમાં ભીમ જેવા ગુણવંત પુરુષો થયા અને મોઢ વંશમાં શ્રી હેમચન્દ્રાચાર્ય વગેરે મહાન પુરુષો થયા છે. બીજાં પણ એવાં ઘણાં નામો વણિક જ્ઞાતિનાં બનાવ્યાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રો પણ ત્યાં વસતા હતા. તે નગરની અંદર તેઓને જ રહેવા મળતું હતું જેમની પાસે કોટિસંખ્યક ધન હોય. તેમને કોટિધ્વજ પા. ૩૪.૧ મહાવદ ક્ષેત્ર તે ત્રીજું લહીએ. ૩૬.૧ કહે જગદીશો ૩૮.૧ આરજ દેશ મહાધરમ ટિ. ૩૬.૧ આરજ = આર્ય અનારજ = અનાર્ય ૩૭.૧ ત્રેસઠ શલાકા પુરુષ = ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ બળદેવ મળીને ૬૩ શલાકાપુરુષ. ૩૮.૧ હલધર = બળદેવ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત કહેવામાં આવતા. બાકી જેઓ લખપતિ હોય તેઓને નગરની બહાર વસાવવામાં આવતા હતા. ત્યાં ઘણા ભક્તિમંત શ્રાવકો વસતા હતા. હાલવિહાર ચૈત્યમાં રોજ પાંચ મણ ચોખા અને સોળ મણ સોપારી ભંડારમાંથી નીકળતાં હતાં. તે નગરમાં ઘણી પૌષધશાળાઓ હતી. તેમાં એક પૌષધશાળામાં આચાર્ય શ્રી વિજયસોમસુન્દરસૂરિ મહારાજ બિરાજમાન હતા. તેઓની પાસે વ્યાખ્યાન સાંભળવા ૮૪ શ્રાવકો પાલખીમાં બેસીને રાજાની જેમ છત્ર ધારણ કરીને નિત્ય આવતા હતા. એ હાલણપુરના રાજા હાલ પરમારે આબુ ઉપરની શ્રી પરમાત્માની પિત્તળની પ્રતિમાની ઘોર આશાતના કરી. તે પ્રતિમાને ગાળી નાખી તેના પાપથી તેને કોઢનો રોગ પેદા થયો. રાજા સ્થાન અને માનથી ભ્રષ્ટ થયો. તેનું રાજ્ય તેના કુટુંબીઓએ લઈ લીધું. પણ ભાગ્યસંયોગે તેને શ્રી શીલધવલ નામના આચાર્ય મહારાજનો ભેટો થયો. તેઓને તેણે પોતાનું દુઃખ કહ્યું તથા તેનો ઉપાય પણ પૂક્યો. ગુરુમહારાજે તેને જિનપ્રતિમાનાં દર્શન-પૂજન કરવા તથા દાનાદિક ધર્મકાર્ય કરવા જણાવ્યું. તેણે સુંદર ભૂમિ જોઈ, પહાલણપુર નામની નગરી વસાવી અને તેમાં હાલવિહાર નામનો ઉત્તમ પ્રાસાદ બનાવ્યો. અને તેમાં સુવર્ણમય પ્રતિમાજી બિરાજમાન કર્યા. તેનાં દર્શનપૂજનથી તેનો કોઢરોગ દૂર થયો. તથા રાજ્ય પણ પાછું મળ્યું. તેણે બીજાં પણ ઘણાં મંદિરો બંધાવ્યાં, પ્રતિમાઓ ભરાવી અને સાત ક્ષેત્રમાં ઘણી લક્ષ્મીનો સદ્વ્યય કર્યો. તે ધાણધાર પરગણાનો રાજા કહેવાયો. તેના રાજ્યમાં કર લેવામાં નહોતો આવતો તથા અન્યાય પણ નહોતો થતો. ત્યાંના નગરજનો ઘણા સુખી હતા. તેઓના ઘરમાં રૂપ, શીલ અને ગુણથી શોભતી નારીઓ – પદ્મિની, હસ્તિની, ચિત્રિણી વગેરે અનેક પ્રકારની હતી. પણ કોઈ જગ્યાએ શંખિની નારી હતી નહીં. એ હાલણપુરમાં શ્રી હીરવિજયસૂરિ મહારાજનો જન્મ થયો. (ઢાળ ૬ - ચોપાઈ - રાગ દેશાખ ભૂપાલ) હાલવિહાર સો નહિ કોય, ફિરતો ગઢ ત્રાંબાનો હોય; રૂપ્યતણાં કોસીસાં બહુ, ફરતી ધ્વજ લહકતી કહું. હાલવિહાર દીઠે કલ્લોલ, સોવનતણાં કોસીસાં સોળ; તોરણ પૂતલી ઘંટનાદ, ઇન્દ્રપુરીજ્યું કરતો વાદ. ૪૨ સોવનકલશ રૂપાની પોળ, બાવન દેહરીની તિહાં ઓળ; ચોરાશી મંડપ છે જ્યાંહિ, નીલરત્નનું તોરણ ત્યાંહિ. ૪૩ હાલવિહાર પાસ તિહાં ઠામ, તિણે હાલણપુર નગર જ નામ; ગઢ મઢ મંદિર ઊંચ આવાસ, વર્ણ અઢાર તણો તિહાં વાસ. ૪૪ ૪૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ વણિક વસે ચોરાશી નાતિ, શ્રી શ્રીમાળી ઉત્તમ જાતિ; પ્રાગવંશ વસે વાચાળ, જિણ કુળ હુઆ બહુ ભૂપાળ. ૪૫ વિમલરાય લહે જશવાદ, આબુગઢે કીધો પ્રાસાદ; વસ્તપાલ ઘે સબળું દાન, પગ પગ પ્રગટ્યો તાસ નિધાન. મહુઆનો જગડૂસા જેહ, શ્રી શેત્રુજે પોહોતો તેહ, ગિરનાર દેવકે પાટણ ગયો, ઈદ્રપાલ લેતો ગહગહ્યો. ૪૭ ત્રણ્ય રત્ન દે ધરી વિવેક, સવા કોડિનું મૂલ અકેક; અનેક કરણી બીજાં જુઓ, પ્રાગવંશમાંહિ તે હુઓ. ૪૮ ઓશવંશ ગુજ્જર ગુણવત, ભીમ સરીખા જિહાં હવંત; અડાલજા નર મોઢ ગોમુઆ, જિણ કુળે હેમાચારજ હુઆ.૪૯ નાગર ડીંહુ ડીસાવાળ, ખડાયતા વસતા વાચાળ; ' ખંડેરવાળ અને ખંડોળ, કાઠોરા નર વસે કપોળ. કાકલ નાયલ નાણાવાળ, હંમડ લાડ લાડુઆ શ્રીમાળ; હરસોરા નાગિલ જાંગડા, ઝાલોરા વાણિગ વાયડા. ઈત્યાદિક વાણિગ બહુ જાતિ, સરવાળે ચઉરાશી નાતિ; ક્ષત્રી બ્રાહ્મણ શૂદ્રહ વસે, પુણ્યદાને પાછા નવિ ખસે. ચઉરાશી લખ વડવાણીઆ, કોટીધ્વજ ગઢમાં જાણી; લાખીણા પુર બાહિર રહે, અવર પુરુષ સંખ્યા કુણ કહે. પ૩ ખટ્ર દર્શનની પોચે આશ, શ્રાવકજનનો બહુલો વાસ; હાલવિહાર પાસ છે જ્યાંહિ, મૂડો આખો આવે ત્યાંહિ. ૫૪ સોપારી મણ આવે સોળ, જિનમંદિર નિત હુએ કલ્લોલ; - ઝાઝી દીસે પોષધશાળ, સોમસુંદર બેઠા વાચાળ. ૫૫ ચોરાશી શ્રાવક અતિ સુખી, સુખાસણે બેસે પાલખી; છત્ર ધરાવે જિમ નરરાય, નિત વખાણ સાંભળવા જાય. ૫૬ ઈમ્યું નગર પાલ્ડણપુર જ્યાંહિ, હાલ પરમાર રાજ છે ત્યાંહિ; પૂર્વે. અન્દગઢનો રાય, પાતિગ કીધું તેણિ ઠાય. પ૭ પ્રતિમા પીતળની જિનતણી, આશાતના તસ કીધી ઘણી; ભાંજી ગાળી સાંઢીઓ કીધ, પાતિગ પોઢે આગે લીધ. ૫૮ મોટું પુણ્ય ને મોટું પાપ, પ્રત્યક્ષ ફળ પામે નર આપ; * જિનપ્રતિમાભંગ પાતિગ જેહ, ગલિત કુષ્ટીઓ હુઓ દેહ. ૫૯ પા. ૫૦.૨ કઠણોરા ૫૧.૧ ડુંબડ ટિ. ૪૫.૧ પ્રાગવંશ = પોરવાડ ૪૯.૨ હેમાચારજ = હેમાચાર્ય પ૮.૨ પોટું = મોટું પ૯.૨ ગલિત કુષ્ટીઓ = માંસ વગેરે ગળી જાય એવા કોઢવાળો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત રૂપ રંગ બળ તેહનું ખસ્યું, ઓષધ અંગ ન લાગે કિસ્યું; પ્રાક્રમ રહિત હુઓ નર જિસેં, રાજ્ય ગોત્રીઓં લીધું તિસેં.૬૦ માનભ્રષ્ટ થઈ પાછો વળે, શીલધવળ આચારજ મિળે; નંદી પદ કહે તું મુજ તાત, દુખીઆનેં વાહાલાં એ સાત.૬૧ વાતો વિષ્ણુવ યોગી યતિ, બાંભણ દુખીઓ વલ્લભ અતિ; ખુસી હોય વળી સુણી કથાય, દુખીઓ બેસે તેણે ઠાય. શીલધવળ આચારજ દીઠ, નમી પાયને હેઠો બઇઠ; ધર્મકર્મ સુણિ પાપવિચાર, સુણતાં બોલ્યો હાલ પરમાર. મેં આશાતન કીધી ઘણી, ગાળી પ્રતિમા જિનવર તણી; નિત પૂજા બહુ ઓચ્છવ થાય, નૃપનો કોઢ રોગ સહુ જાય. જૈની રાય હુઓ જગમાંહિ, બહુ પ્રાસાદ કર્યો તિણિ ત્યાંહિ; ઘણાં બિંબ પ્રતિષ્ઠા કરી, ખિમી શુભથાનક વાવી. એ ઉત્પત્તિ નરની કહિવાય, ધાણધાર પ્રગણાનો રાય; • હાલ પ્રમાર નામ તસ કહું, અકર અન્યાય તિહાં નવિ લહું. નગરજનો પ્રાયેં દાતાર, ઘરે નારી રંભા-અવતાર; ૬૨ ૬૪ ૬૫ તિણ પાયેં તન કોઢી થયો, નગર રાજ્ય મુજ દેશ જ ગયો. કાંઈ તુહ્મ ભાખો સોય ઉપાય, જિમ મારું પાતિગ ક્ષય થાય; ગુરુ કહે જિનહર પ્રતિમાય, દાનાદિક ધરમેં સુખ થાય. સુણી વચન નૃપ પાછો ફરે, દાન શીલ તપ ભાવન ધરે; જિનપ્રતિમા પૂજે ત્રણકાળ, ગલિત કોઢ હુઓ વિસરાળ. બળ પ્રાક્રમ નર પામ્યો જિતેં, લીધું રાજ્ય પોતાનું તિસ્યે; ધરતી સુંદર જોઈ કરી, વાસી વેગે વ્હાલણપુરી. વ્હાલવિહાર નામેં પ્રાસાદ, સોવન ઘંટાનો હુએ નાદ; હાલવિહારપાસ જિન ગુણી, કીધી પ્રતિમા સોવન તણી. ૬૮ નિજ ગોખેં બેસીને જોય, તિણિ પર્શે પ્રતિમા માંડી સોય; ૬૩ ૬૬ ૬૭ ૬૯ ૭૦ ૭૧ ચંદ્રમુખી ગજગમની નાર, ચાલે નરને ચિત્ત અનુસાર. શીલરૂપ જેહનો શૃંગાર, ફરી ઉત્તર ન દીએ ભરતાર; ૭૩ ભણીગણી વિચક્ષણ નાર, પહિરે ભૂષણ ઘર-અનુસાર. પદ્મિની હસ્તિની ચિત્રણી નારી, શંખિની ન મિલે એકુ ઠારી; પીઉં પહિલી નવિ ભોજન કરે, નારી રૂપ રંભાથી સિરે. ૭૪ ૭૨ પા. ૬૧.૧ શ્રી શીલંધર ૬૨.૧ વલ્લભા ૬૨.૨ હોય નર સુણી ૬૩.૧ શીલંધર ૬૫.૨ જિનમંદિર ૬૯.૨ નૃપ કોઢ રોગ તે સઘલો જાય ૭૧.૧ નગર (નર’ને બદલે) ટિ. ૭૧.૧ પ્રગણાનો = પરગણાનો Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ઇસ્યુ નગર પાલ્ડણપુર જ્યોહિં, હીરવિજયસૂરિ હુઆ ત્યાંહિ; હિર તણાં પરીઆં બેતાલ, સાંભળજો નરનારી બાલ. ૭૫ શ્રી હીરવિજયસૂરિ મહારાજના પૂર્વજોમાં સિંહના જેવો પરાક્રમી ઉત્તર દેશનો રાજા રણસિંહ થયો. તેનું ગોત્ર ખીમાણંદી અને તેનો વંશ રાઠોડ હતો. તે વિ.સં.૧૦૦પમાં શ્રી રત્નસૂરિ મહારાજના ઉપદેશથી પ્રતિબોધ પામી જૈન ધર્મી બન્યો, અને ઓશવાલ વંશની સ્થાપના થઈ. તેનો ઇતિહાસ આ પ્રમાણે છે. શ્રી શ્રીમાલનગરમાં ઓહડ તથા રોહડ નામના બે ભાઈઓ રહેતા હતા. તેઓ બન્ને કોટિધ્વજ હતા. એ નગરમાં એવો રિવાજ હતો કે જેની પાસે ક્રોડ દ્રવ્ય હોય તે નગરની અંદર રહે અને એનાથી ઓછું હોય તે નગરની બહાર રહે. એવામાં ઓહડની પાસે ક્રોડ દ્રવ્યમાં એક લાખ ઓછા થયા એટલે તેણે પોતાના ભાઈ રોહડને કહ્યું કે “તું મને એક લાખ ઉછીના આપે તો મારા મકાન ઉપર ધજા કાયમ રહે અને હું નગરમાં તારી પાસે રહું.” (ઢાળ ૭ - મગધ દેશનો રાજા રાજેશ્વર, રાગ સારિંગ) સાંભળજો નરનારી સહુએ, પ્રથમે નૃપ રણસિંહો; ઉત્તરદેશનો રાજા કહીએ, જિત્યો પંચાયણ સિંહો : સુણીએ હરતણો તે વંશો. (આંકણી) નગરનિવેસ તણો તે નાયક, ખીમાણંદી ગોત્રો: રાઠોડાં રજપૂત તે મોટો, પરબત જિમ માનુષીત્રો હો. સુ. ૭૭ સંવત્ પાંચ દાહોરર જ્યારે, હુઓ શ્રાવક પર્મ; શ્રીરત્નસૂરે તે પ્રતિબોધ્યો, દીધો જિનવરધર્મ હો. સુ હુઈ થાપના ઓશવંશની, સુણજો સોય કથા ય; શ્રી શ્રીમાળનગરમાં વસતા, ઓહડ રોહડ બે ભાય હો. સુ. નગરકોટ માંહિ તે વસતા, કોટીધ્વજ કહિવાય; લાખીણા રહેતા પુર બાહિર, એહવો નગરી ન્યાય હો. સુ. ૮૦ ઓહડને ઘર લખિમી ખૂટી, ગાંઠે લાખ નવાણું; વાણિગ વાત વિચારે ત્યારે, ગઢમાં તે ન રતિવાણુ હો. સુ. ૮૧ કોટીધ્વજ ઘર ધ્વજ લહકતી, ધન ઘટતું તવ પડતી; તિણ કારણ ઓહડને ચિંતા, હુઈ દશા તસ ઘટતી હો. સુ. ૮૨ પા. ૭૬.૨ સિંહો હો... ૭૭.૨ માંનષો જો..... ૭૮.૨ શ્રીરત્નસૂરિ ૮૨.૨ હુઈ દિસા તે પડતી ટિ. ૭૫.૨ પરીઆં = પેઢી ૭૬.૨ પંચાયણ = પંચાનન ૭૭.૨ માનુખોત્રો = માનુષોત્તર ૭૮.૧ પર્મ = પરમ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત ચિત્ત વિમાસી માન તજીને, ગયો રોહડની પાસે; એક લાખ ઉછીના આપો, રહું ગઢમાં તુમ પાસે હો. સુણી ૮૩ ઓહડની વાત રોહડે કાંઈ મનમાં લીધી નહીં. તે વખતે રોહડના મનમાં જે વિચાર આવે છે તેનું વર્ણન કવિ અનેક ઉપમાઓ આપીને કરે છે. પોતાના દેશમાં કડવો લીંબડો હોય તોય તે મીઠો છે. પરદેશમાં દ્રાક્ષના માંડવા હોય તોય તે શા કામના ? અલ્યા ભમરા ! થોડાક દિવસ લીંબડા ઉપર બેસીને વિતાવ, શરદઋતુ આવશે અને વળી કેતકી-કેવડો મહોરી ઊઠશે. પછી તો રંગરેલ છે. બધા દિવસો ક્યાં કોઈનાય સરખા જાય છે. ચંદ્રમાની કળામાં પણ ચડ-ઊતર થાય જ છે. એના પણ બધા દિવસો સરખા હોતા નથી. ઓહડના મનમાં વિચાર આવે છે કે “મેં વળી ક્યાં એની પાસે પૈસા માગ્યા ? ન માગ્યા હોત તો સારું હતું. પૈસા તો મળ્યા નહીં અને ઉપરથી આબરૂ ગઈ.' વળી, એને મનમાં ગુસ્સો આવ્યો અને આવેશમાં ને આવેશમાં પોતાના ભાઈને કહ્યું કે “રાવણ જેવો રાવણ પણ કાંઈ નથી લઈ ગયો તો શું તું સાથે લઈ જવાનો હતો ?” ત્યારે રોહડે કહ્યું કે “તારા વગર ગઢમાં શું અટકવાનું છે ? એક તો માંગવા આવ્યો છે ને વળી પાછો રાતોપીળો થાય છે.' એ સાંભળી ઓહડને ઘણો આઘાત થયો. તે ઘેર ગયો ખરો પણ મનમાં ઘણી લજ્જા થઈ. તેને વિચાર આવ્યો કે માંગનાર માણસ ધિક્કારપાત્ર બને છે. માંગવા જનારની ગતિ, કેડ અને સ્વર એ ત્રણમાં ભંગ થાય છે. શરીરે પરસેવો થાય છે. તે શરીર ઢીલું પડે છે. રોહડે પોતાના પ્રત્યે જે વર્તાવ કર્યો એનો ડંખ એના મનમાં રહ્યા કર્યો. આ અરસામાં તે નગરના રાજાનો પુત્ર પોતાના પિતાની પાસે ગરાસ માંગવા જાય છે. એને માંગતાં માંગતાં છ મહિના વીતી ગયા પણ રાજા આપતો નથી. ત્યારે મંત્રી રાજાને કહે છે કે પુત્ર નાનો છે, પણ સિંહબાળ છે. તે મોટા હાથીના માથે પણ છલાંગ મારે તેમ છે.” | (દુ). બોલાવ્યો બોલે નહિ, નયણ ન મળે તાર; અણપૂછ્યું ઉત્તર હુઓ, બૂઝિ ન પુરુષ ગમાર. ચિત્ત અલુબ્ધ માણસે, જે અનુરાગ ધરત; સૂકે હાડ શિઆળ જિમ, લાળે પેટ ભરત. ૮૫ પા. ૮૩.૨ ગઢ થાનક. કડી ૮૩ પછી આ કડી વધારાની ? રોહડ ચિંતે નહીં દે લતા, એ કોણ વઢે, નીસત્ત નીરગુણ નીચું જોઈ, મુખથી નવિ બોલે હો. ટિ. ૮૫.૧ અલુબ્ધ = રાગ વિનાનો Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ હાકલિ હીઓ હાથ કરી, તન ખંચી મન વારિ, જે ઘર ગયાં ન માનીએ, અંગણ તાસ નિવારિ. મીઠો કડુઓ લીંબડો, જો આપોપે દેશ; દ્રાખે મંડપ મોરીઆ, કહા કીજે પરદેશ ? ભમરા ભાખર દીહડા, લીંબ ચઢીને ઠેલ; - કેતક મોરે શરદમેં, વળી હોયૅ રંગરેલ. ખિણ ખાંડો ખિણ વાટલો, ખિણ લાંબો ખિણ લીહ; દૈવ ન દીધા ચંદને, સરખા સર્વે દીહ (ઢાળ ૮ – સુરસુંદરી કહે શિર નામી – રાગ માલવગોડ) સહુ સરીખા દિવસ ન હોય, ઓહડ ચિતે મન સોય; કિહાં માગ્યા એ કન્ડે દામ, ગઈ હરમતિ ન થયું કામ. ૯૦ બોલે ત્રટકી ઓયડ તામ, બાંધે ત્રગઠી સાથે દામ; ન લેઈ ગયો રાવણ રાય, તું તે લેઈ જાઈશ સહી ભાય. ૯૧ તવ ખીજ્યો રોહડ ત્યાંહિ તુજ વિણ અડવું નહિ ગઢમાંહિ; માગે છે તો હોઈ રાતો, એણે વચને હુ પ્રાણઘાતો. ૯૨ લાક્યો ઓહ! મન કળકળીઓ, ખરખરતો મંદિર વળીઓ; મને કીધો ખરો વિચારો, નર માગ્યા શિર ધિ કારો. ગતિ કટિ સ્વર હોએ ભંગ, પરસેવો ને ઢીલો અંગ; સૂર મિત્ર ઘરે ગયો ચંદો, કળા ઝાંખતાં મુખડું મંદો. દેહક્કાંતિ પલાસનો પાન, અણછેડ્યાં જતાં ગઈ સાન; કીધો ઓડે એમ વિચાર, ધરે હીઅડે ડંશ અપાર. એણે અવસરે નગરી રાય, બોલ્યો બેટો તસ તેણે થાય; મુને દીજે બહુત ગરાસ, ઈમ કહેતાં હુઆ છમ્માસ. નવિ આલે રાજા જ્યારે, કરે વિનતી મંત્રી ત્યારે; નાના. સિંહ તણો એ બાળ, દેવે ગજ મોટા શિરફાળ. ૯૭ વળી મંત્રી રાજાને કહે છે કે, તમે પુત્રને મનાવી લો. એ રહેશે તો તમારો વંશ – ઘરસૂત્ર રહેશે.” પા. ૮૮.૨ કેતક મોર સરદ કાલિ ૯૪.૨ માગતાં ('ઝાંખતાંને બદલે) ટિ. ૮૭.૧ આપોપ = પોતાનો ૮૮.૧ દહડા = દિવસ ૮૯.૧ ખિણ = ક્ષણ ૯૦.૨ હરમતિ = લાજ, આબરૂ ૯૧.૧ ત્રટી = તાડૂકીને ૯૨.૧ અડીઉં = અડ્યું રહ્યું ૯૨.૨ રાતો = રાતોપીળો – ધૂંઆપૂંઆ ૯૫.૧ પલાસનો પાન = પલાશના પાન જેવો – ફિક્કો Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત તે સાંભળી રાજા કહે છે કે, “છોકરો સોળ વરસનો થયો હોય અને તે જો પિતાની લક્ષ્મી ભોગવતો હોય તો તે પુત્ર નહીં પણ શત્રુ જ છે. એ તો દેવાદાર ગણાય.” આ વાત જ્યારે છોકરાએ સાંભળી ત્યારે તેને લાગી આવ્યું. એણે મનમાં નક્કી કર્યું કે હવે મારે અહીં એક ક્ષણ પણ રહેતું નથી. મારે મારા ભાગ્યની પરીક્ષા કરવી છે.' એમ વિચારી તે ઓહડની દુકાને આવ્યો. તેણે પોતાના મનની વાત ઓહડને કરી ત્યારે હવે કહ્યું કે, “મારે પણ મારા ભાઈથી મનદુઃખ છે. માટે ચાલો આપણે બેય પરદેશ જઈએ.” એમ કહી, ઘરે વાત કરી, ધન સાથે લઈ, ઘોડા ઉપર બેસી તે બન્ને જણા ઘેરથી નીકળી ગયા. શુકન સારા થયા. ઉત્સાહપૂર્વક આગળ વધતાં તેઓ સિંધુદેશમાં ઠઠ્ઠાનગરમાં પહોંચ્યા. ત્યાંનો રાજા તેના (રાજાના પુત્ર) ઉપર ખુશ થઈને તેને હાથી, ઘોડા, રથ અને ગાય આપવા માંડ્યો. પણ તેનો તે સ્વીકાર કરતો નથી. તેણે રાજાને કહ્યું કે “જે ભૂમિનો કોઈ માલિક ન હોય તે ભૂમિ મને આપો. હું ત્યાં નવું નગર વસાવીને રહીશ.' ત્યારે ચારેય દિશામાંથી ઉત્તર દિશા તરફની ભૂમિ એને પસંદ પડી. રાજાએ કહ્યું કે, “મારો ઘોડો દેવાંશી છે. તેને પ્રણામ કરજો. સારો ભોગ ધરજો. તેના ઉપર બેસી ઉત્તર દિશા તરફ રેતીના મેદાનવાળા પ્રદેશમાં જજો. આઠ પહોર ઘોડાને છૂટો મૂકી એ જે જગ્યા પસંદ કરે ત્યાં નગર વસાવજો. ઘોડો પાછો આવે ત્યારે એને મોતીએ વધાવજો.” રાજાનું વચન સાંભળી તેણે એ પ્રમાણે કર્યું. નવું નગર વસાવી તેનું “ઉએસ” એવું નામ રાખ્યું. પોતાનું ઉદય નરેશ એવું નામ સ્થાપ્યું. અને ઓહડને મંત્રી તરીકે સ્થાપિત કર્યો (ઢાળ ૯ – દેશી તુંગીઆ ગિરિશિખર સોહે) કહે મંત્રી સુણો નરપતિ, મનાવો નિજ પુત્ર રે; સકળ દેશ નૃપ સહુએ માને, રાખે એ ઘરસૂત્ર ૨. કહે. ૯૮ પિતા કહે એ કિસ્યુ કરશ્ય, રસી ન વાસે દેશ રે; પડ્યાં પડ્યાં ખાયે બાપ કેરો, બળ નહિ લવલેશ રે કહે. ૯૯ સોળ વર્ષનો પુત્ર પોઢો, તાલ લખિમી ખાય રે; સુત નહિ તે શત્રુ જાણો, રણીઓ તે કહેવાય રે. કહે. ૧૦૦ ઇસી વાણી સુણે બેટો, નવિ રહું એણે રાજ રે; કરું ભાગ્ય તણી પરીખ્યા, ઐસી રહ્યો કુણ કાજ રે ! કહે. ૧૦૧ રીસાવી જવ રાય ચાલ્યો, આવ્યો ઓહડ હાટ રે; આસન દેઈ શાહ પૂછે, ઉચ્છક સુધે શ્યા માટ રે ? કહો. ૧૦૨ પા. ૧૦૨.૧ બોલ્યો (“ચાલ્યોને સ્થાને) ૧૦૨.૨ વગર (ઉચ્છકાને સ્થાને) ટિ. ૧૦૦.૨ રણીઓ = ૩ણી ૧૦૧.૨ પરીખ્યા = પરીક્ષા ૧૦૨.૨ ઉચ્છક = ઉત્સુક Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫ ૧૦૭ કુમર કહે સુણ શેઠ ઓડ, ભુંડું બોલ્યા તાત રે; નવિ રહું પરદેશ જાણ્યું, નવિ જોઉં નરસાથ રે. કહે. ૧૦૩ ઓડ કહે તુમ તાત દુહવે, ભલો નહિં મુજ ભાત રે; નીચે નાકે બહાં ન રહીએ, મિલ્યો તુમ સંઘાત રે. કહે. ૧૦૪ ઘરે કહી ધન લેઈ ચાલ્યા, ચઢ્યા અર્થે આપ રે; શુકન સબળા હુઆ ત્યારે, વધે બહુ પરતાપ રે; કહે. ૧૦૫ સિંધુદેશે નગર ઠઠ્ઠા, મિલ્યા નગરીરાય રે; અશ્વ ગજ રથ ગામ આપે, નવિ લિયે તિણે હાય રે. કહે. ૧૦૬ ધણી નહિ જસ ભૂમિ કેરો, દીજે પૃથવી તેહ રે; નગર નવલું તિહાં વાણું, સદા વસતું જેહ રે. કહે. ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ, જોઈ દિશિ તિણે સ્માર રે; ઉત્તર દિશિ ભણી ભૂમિદીઠી, બહુ દેશસંધિ જ સારરે. કહે. ૧૦૮ નૃપ કહે મુજ અશ્વ પોઢો, દેવરૂપ છે સોય રે; ચઢી ઉત્તર દિશેં જાજો, ભૂમિ થલી જિહાં હોય રે. કહે. ૧૦૯ અશ્વને પરણામ કરજો, જ્યો ભોગ સુસાર રે; આઠ પોહોર મોકળો મૂકે, ભમિ ભૂમિ અપાર રે, કહે. ૧૧૦ ભમી ઘોડો વળે પાછો, મોતી વધારે તામ રે; મહૂરત જોઈ કોટ ઘાલે, વસાવે ભલા ગામ રે. કહે. ૧૧૧ સુણી વચન નૃપ અશ્વ ચઢીઓ, ઉત્તર દિશિ ભણી જાય રે; આઠ પોહોર ભમી આવ્યો, નગર વાસે રાય રે. કહે. ૧૧૨ નગર નામ “ઉએસ” રાખ્યું, ઉદયનરેશ મહારાજ રે; ઓહડ મિત્ર પ્રધાન થાપ્યો, કરે વિસમા કાજ રે, કહે. ૧૧૩ પુણ્યથી ઓહડના બધા મનોરથ સફળ થયા, સકળ નિધાન મળ્યાં. દિવસે દિવસે દોલત વધવા લાગી. એ નગરમાં કોઈ જ નિર્ધન ન હતો. તેમ છતાં મનમાંથી જૂની વાત ભુલાતી નથી. કવિ કહે છે કે 'ઘેહિલો મૂકવો માન.' બધું મૂકી શકાય છે પણ માન મૂકવું મુશ્કેલ છે. ઓહહના ઘેર એક ગાય હતી. તે રોજ ગલમાં ચરવા જતી. ત્યાં એક જગાએ તેનું દૂધ વગર દોહો ઝરી જતું હતું. એટલે ઘેર આવે ત્યારે તે દૂધ આપતી ન હતી. ઓહવે તેનો ભેદ મેળવ્યો અને તે જગાએ ભૂમિ ખોદાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બહાર આણી. એક વખત ઓહડ સૂતા હતા. ત્યાં સ્વપ્નમાં દેવી આવી. દેવી કહે છે. “શેઠ જાગો, પુણ્યપ્રભાવે હું તમારા ઉપર ખુશ થઈ છું. હું નગરની અધિષ્ઠાયિકા દેવી છું. પા. ૧૧૩.૨ મંત્રી (મિત્રને બદલે) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત તમને રાજ્ય આપ્યું છે તો તમે ઓશવંશની સ્થાપના કરી, પાર્શ્વનાથ પ્રભુનો પ્રાસાદ બંધાવો અને બાજુમાં મારું મંદિર કરો.” તે પછી ઓહડ જાગ્યો. રાજાને મળી સ્વપ્નની બધી વાત કરી. તે સાંભળી રાજા પણ ખુશ થયો. તેણે ઓશવંશની સ્થાપના કરી. પાર્શ્વનાથ પ્રભુનું તથા તેની બાજુમાં દેવીનું મંદિર બંધાવ્યું. એને કારણે તેણે ‘અરડકમલ્લ ઓશવાલ' એવું નામ સ્થાપન કર્યું. (ઢાળ ૧૦ - કાયાવાડી કારમી – રાગ પરજીઓ) . પુણ્ય મનોરથ સવિ ફળ્યા, પામ્યા સકળ નિધાન; ન ટળ્યું સજ્જન રૂસણું, દોહેલો મૂકવો માન. પુણ્ય. ૧૧૪ દિન દિન દોલત દીપતી, બહુ શાતા હોય; નગર તણો મહિમા ઇસ્યો, નહિ નિરધન કોય. પુયે. ૧૧૫ ઓહડ ઘર એક ગાવડી, વન ચરવા જાય; અણદોહી દૂઝે તહિં, ભરે જાગલ ગાય. પુયે. ૧૧૬ ઘરે દોહતાં દૂઝે નહીં, લહ્યો ભેદ અપાર; ભૂમિ ખણી તવ કાઢીઓ, જિન “પાસકુમાર.” પુણ્ય. ૧૧૭ ઓહડ સૂતો સુપનમાં, આવી સચી જગાય; કહે દેવી જાગો નરા, તૂઠી પુણ્યપસાય. પુયે. ૧૧૮ સૂતો ઓહડ તે સુણે, સંપ્યું તુને રાજ; નગરઅધિષ્ટા હું સહી, આવી પરખ આજ. પુણ્ય. ૧૧૯ ઓશવંશની સ્થાપના, જિન પાસનો પ્રાસાદ; પાસે મુજ મંદિર કરે, સુણાવે સહુ સાદ. પુછ્યું. ૧૨૦ જાગ્યો ઓહડ જવ વળી, જઈ ભેટ્યો મહારાજ; ભૂપ કહે ભલે આવીઆ, કહો જે કાંઈ કાજ. પુણ્ય. ૧૨૧ ત્રય વાણિ સુપને લહી, સુણો તે મહારાજ; આવી દેવી સવી કહી ગઈ કીજે તે કાજ. પુયે. ૧૨૨ ઓશવંશની થાપના, જિનનો તે પ્રાસાદ; દેવીભવન પાસે કરો, હોયે તુહ્મ જશવાદ. પુયે. સુણી વચન નૃપ હરખીઓ, મેળ્યો સર્વ સમુદાય; પાલભવન નિપાઈઓ, મંદિર દેવી માય. પુયે. ઓશવંશની થાપના, “ઓશ” વાચ્યું જેણિ; અરડકમલ્લ ઓશવાળ એ, હુઆ કારણ તેણિ. પુણ્ય. ૧૨૫ પા. ૧૧૬.૧ વને ૧૧૯.૧ સંતૂઠી ઓહહ સુણે ૧૧૯.૨ અદષ્ટા ૧૨૨.૨ સચી આવી દેવી કહી ગઈ ૧૨૫.૧ ઉવસ ટિ. ૧૧૯.૨ નગરઅધિષ્ટા = નગરની અધિષ્ઠાત્રી દેવી ૧૨૨ ૧૨૩ ૧૨૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ગુરુ શ્રી હીરવિજયસૂરિના બેંતાલીસ પૂર્વજોનું વર્ણન તેઓનાં નામ તથા તેઓમાં રહેલા તે-તે વિશિષ્ટ ગુણ કે કાર્યના નિર્દેશપૂર્વક આ ઢાળમાં કરવામાં આવ્યું છે. સૌથી પ્રથમ ૧. રાજા રણસિંહ થયા પછી ૨. દેવરાજ, ૩. અભયચંદ, ૪. નાહનશી, ૫. ઉદયકરણ, ૬. જેસિંગ, ૭. તેજો, ૮. લીંબો, ૯. રાજો, ૧૦. માંડણ, ૧૧. ખેતો, ૧૨. હાંડણ, ૧૩. સમરો, ૧૪. રામ, ૧૫. મેઘો, ૧૬. રોહણ, ૧૭. પુરંદર, ૧૮. સહિજો, ૧૯. નાનજી, ૨૦. સોનો, ૨૧. કરમશી, ૨૨. ડાહ્યો, ૨૩. તોલો, ૨૪. મહારાજ, ૨૫. સંઘોસિંહ, ૨૬. દેવચંદ, ૨૭. રાજધ૨, ૨૮. [એક નામ ખૂટતું જણાય છે.] ૨૯. ગાંજણ, ૩૦. વિમલ, ૩૧. આસપાલ, ૩૨. રંગો, ૩૩. સાજણ, ૩૪. રોહો, ૩૫. શામળ, ૩૬. સાગર, ૩૭. આસગ, ૩૮. દેવશી, ૩૯. બાહડ, ૪૦. દામો, ૪૧. કુંઅો, ૪૨. ગુરુ શ્રી હીર. આ રીતે રાજા રણસિંહથી બેંતાલીશમી પેઢીએ આચાર્ય શ્રી હીરવિજયસૂરિ મહારાજ થયા. તેમણે પોતાની બધી પેઢીને ઊજળી કરી. આકાશમાં કરોડો તારા વચ્ચે જેમ ચંદ્રમા અને દેવસભામાં જેમ ઇન્દ્ર શોભે છે મુનિઓમાં એક પટ્ટધરનો સૌ વિવેક કરે છે. એક ચક્રવર્તીનો ઘણી નારીઓ શણગાર કરે છે, વંશમાં એક સારો પુરુષ હોય છે તે બધાને શોભાવે છે. ઋષભદેવ પ્રભુએ અસંખ્યાતી પાટને દીપાવી, એવી જ રીતે ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજે પોતાની બેંતાલીશ પેઢીને અજવાળી તારી. કરણીથી જ માણસ અમર બને છે. ઓશવંશમાં થયેલા એવા કેટલાક વિશિષ્ટ પુરુષોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સારિંગ શેઠે નવ લાખ બંદીઓને છોડાવ્યા. સમરોશા શેઠે ગિરનારશત્રુંજયનો સંઘ કાઢ્યો તથા શત્રુંજય ગિરિરાજનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો. કરમાશાએ શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કરાવ્યો. સંગ્રામ સોનીએ શિયળના પ્રભાવે વાંઝિયા આંબાને પણ ફલિત બનાવ્યો અને માંગ્યા મેહ વરસ્યા. વળી, શ્રી હીરવિજયસૂરિના પિતા કુંઅરો શેઠ શુદ્ધ સમ્યક્ત્વ ધારી, ક્રોધાદિ ચાર કષાયોને જીતનાર, સત્ય અને શિયળથી શોભતા, સાધર્મિકની ભક્તિ કરનાર, શુદ્ધ વ્યવહાર પાળનાર, જીવદયામાં અગ્રેસર અને અમૃત સરખી વાણી બોલનાર હતા. (દુહા) ઓશવંશ ગુરુ હીરજી, પરિમ કહું બહિતાલ; નૃપ રણસિંહ પ્રથમે હવો, ઉત્તર દિશિ ભૂપાલ. (ઢાળ ૧૧ દેશી ચોપાઈ છંદની) ભૂપતિ રણસિંહ સબળી લાજ, સુત તેહનો સુંદર દેવરાજ; અભયચંદ તસ બેટો જાણ, તેહનો નાહનસી ગુણની ખાણ. પા. ૧૨૭.૨ નાનસી ટિ. ૧૨૬.૧ પરિ કહું બહિતાલ બેંતાલીસ પેઢી કહ્યું. = 1 ૧૭ ૧૨૬ ૧૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત તારા પુત્ર હુઓ ઉર્દીકરણ, દીએ દાન દારિદ્રહ હરણ; તાસ પુત્ર હુઓ જેસિંગ, નવિ ભાળે પરનારી અંગ. ૧૨૮ તારા પુત્ર તેજ તેજાળ, તાસ પુત્ર લીંબો વાચાળ; રાજો પુત્ર જગ તેહનો હુઓ, માંડણ પુત્ર તસ બુદ્ધિનો કુઓ. ૧૨૯ ખેતો પુત્ર હુઓ તસ ખરો, હાંડણ સુત તેહનો મન ધરો; તેહને હુઓ જગ સમરો પુત્ર, પ્રબલ તાસ દીએ જગ ત્રિ. ૧૩૦ તારા પુત્ર હુઓ જગ રામ, બહુ કીધાં જિનશાસનકામ; મેઘો મેઘ જિસો તસ બાળ, તિણે ઉતાર્યો દુરભખ્યકાળ. ૧૩૧ રોહણ પુત્ર હુઓ જેહને, પુત્ર પુરંદર છે તેહને; સહિજો પુત્ર તેહનો સુકમાલ, તેહનો નાનજી બુદ્ધિવિશાલ. ૧૩૨ સોનો તાસ હુઓ દીકરો, તેહને કરમસી બેટો ખરો; તેહનો ડાહ્યો તોલો તસ તણો, મહીરાજપુત્રવળી તેહનો ગણો. ૧૩૩ તસ કુળે હુઓ સંઘોસિંહ, દેવચંદ તસ રાખે લીહ; રાજધર પુત્ર હુઓ નર જેહ, અઠ્ઠાવીસમી પેઢી તેહ. ૧૩૪ ગાંજણ પુત્ર હુઓ તસ તણો, વિમલ તણો જગ મહિમા ઘણો; તેહને પુત્ર હુઓ આસપાલ, રંગો પુત્ર તસ રૂપ વિશાલ. ૧૩૫ સાજણ પુત્ર તસ કુળમાં હુઓ, તેત્રીસમે પાર્ટી તે જુએ; પછે હુઓ તસ રોહો પુત્ર, તિણે વધાર્યું ઘરનું સૂત્ર. ૧૩૬ શામલ પુત્ર હુઓ તસ સાર, ધરમ ભેદ આરાધ્યા આર; * સાગર સુત તેહને સુકમાળ; જિન પૂજે તે વ્યયે કાળ. ૧૩૭ તારા પુત્ર હુઓ જગવિખ્યાત, સાડત્રીસમી પેઢીયે થાત; નામેં આસગ અમૃતવાણિ, તેહનો દેવશી ગુણની ખાણિ. ૧૩૮ બાહડ પુત્ર હુઓ જગ તામ, દેઈ દાન તિણે રાખ્યું નામ; - દામો પુત્ર હુઓ જગસાર, ગુપતિદાન તણો દાતાર. ૧૩૯ તારા પુત્ર કુંઅરો ગંભીર, બહિતાલીસમી પેઢીએ હીર; અજુઆવ્યાં પૂરવ પરિઆંય, રણસિંહ લગે યશ તે બોલાય. ૧૪૦ એ સહુ હીર તણો મહિમાય, ઉત્તમ એકથી બહુ પૂજાય; એક ચંદ્ર ઊગ્યો એટલે, તારા કોટી દીપે તેટલે. એક ઈદ્ર આવે સુરમાંહિ, સભાજ્યોતિ કરે બહુ ત્યાહિ; મુનિવરમાંહિ પટોધર એક, દેખી પુરુષ બહુ કરે વિવેક. ૧૪૨ પા. ૧૨૮.૧ નર-કરણ ૧૩૩.૧ સોમો ૧૩૩.૨ ડાહોનોલો ૧૩૬.૨ રાહો ટિ. ૧૩૪.૨ “અઠ્ઠાવીસમી પેઢી તેહ' એમ કહી કવિએ અહીં સુધીમાં (૧૨૭મી કડીથી આરંભ કરીને) શ્રી હીરસૂરિનાં પૂર્વજોનાં જે નામો ગણાવ્યાં છે તે ૨૭ થાય છે. એક નામ ખૂટતું જણાય છે. પછીથી ૧૪૦ કડી સુધીમાં ૨૯થી ૪૨ નામો મળી રહે છે. ૧૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૯ T; ચક્રી એક પૃથવીએ સાર, ઘણી નારી કરે શણગાર; સુપુરુષ એક વંશમાં હોય, બહુને સોહ ચઢાવે સોય. ૧૪૩ રૂષભદેવ દેહ સુંદર ઘાટ, દીપાવ્યા અસંખ્યાતા પાટ; કલિયુગ માંહિ થયો જગ હિર, પૂર્વજતણું વધાર્યું નીર. ૧૪૪ અજુબળી પેઢી બેતાલ, જયા ભલા કુલ એવા બાલ; એકનું કોઈ ન જાણે નામ, એક વડાની ખોએ મામ. ૧૪૫ એક ન લહે વડુઆનો તાત, કરણી વિણ કુણ લહે અવદાત ? કરણી હીર તણી જગ બહુ, જાણે નામ વડાનાં સહુ. ૧૪૬ ઓશવંશ દીપાવ્યો સહી, સાંભર્યા પુરુષ ગયા જે વહી; સારિંગ ઓશવંશમાં હોય, નવ લખ બંધિ મુકાવ્યા સોય. ૧૪૭ કાઢ્યો સંઘ શત્રુંજ ગિરનાર, હેમટકો લાહ્યો બહુ વાર; સમરો ઓશવંશ શિણગાર, કીધો તેણે પનરમો ઉદ્ધાર. ૧૪૮ શાહ કરમાને સહુએ નમો, તિણે ઉદ્ધાર કર્યો સોળમો; કળિ કાળે સોની સંગ્રામ, શીળે અંબ ફળ્યો અભિરામ. ૧૪૯ માગ્યો મેહ વૂઠો અતિ ઘણો, ઓશવંશમાંહિ એ નર સુણો; ઓશવંશમાં કુંઅરો હોય, સૂધી સમકિતધારી સોય. ૧૫૦ સત્યશીળ સુબુદ્ધિ સંતોષ, સાતમી જનનો કરતો પોષ; સુખીઓ સોમ પ્રકૃતિનો ધણી, ક્રોધ લોભ નાંખ્યા અવગણી. ૧૫૧ માયા માન જસમાંહિ નહિ, પરને અવગુણ ન કરે કહિ; વ્યવહાર શુદ્ધ પાળે વાણીઓ, જીવદયામાં ધુરિ જાણીઓ. વરે વડાઈ તે ઘર જાણિ, અમૃત સરિખી બોલે વાણી. ૧૫૨ વચન, વસ્ત્ર, રૂ૫, વિદ્યા અને વિપુલ ધન આ પાંચ ગુણથી પુરુષ શોભે છે. વળી વિનય, વિવેક, વિદ્યા, વિપુલ લક્ષ્મી અને વૈરાગ્ય – આ પાંચ વવા જેના ઘરમાં વધતા હોય તેના ઘરમાં ઘણું સુખ થાય છે, અને બધું દુઃખ દૂર થાય છે. કુંઅરો સાહ ઓશવાલ જિનેશ્વરના ધર્મને આરાધનાર, પંડિત, વાચાળ અને રૂપવંત હતા. રાજા પણ તેમને બહુ માન આપતા હતા. વળી વણિકના કુલનો એવો મહિમા છે જેના પ્રભાવે માણસ ન્યાયનીતિ પાળનાર, સદાચારી, દાન દેનાર, દુર્ભિક્ષને પાર ઉતારનાર, સીધા રસ્તે ચાલનાર બને છે. આમ વણિકના કુલનો મહિમા બતાવી ફરી પાછા ઓશવંશમાં થયેલા છે તે પુરુષોને કવિ યાદ કરે છે. સારિંગશાહ, સમરાશાહ, કરમાશાહ, જગડુશા, ભીમ શેઠ તથા હેમાશા-ખેમાશા, અંબડ અને જગપાલ – આવા બધા વિખ્યાત પુરુષો આ વંશમાં થઈ ગયા છે. પા. ૧૪૪.૧ દીપાવતો સંખ્યાતા ૧૫૨.૨ વરબાઈ ટિ. ૧૪૬.૧ અવદાત = વૃત્તાન્ત Page #55 -------------------------------------------------------------------------- ________________ ર0 "શ્રાવક કવિ ઋષભદાસકૃત (દુહા) ૧૫૫ વચન વા રૂપ જ ભલો, વિદ્યા ઝાઝું ધ; રૂષભ કહે પાંચે ગુણે, શોભે પુરુષ રતત્ર. ૧૫૩ વિનય વિવેક વિદ્યા ભલી, વિપુલ લચ્છી વૈરાગ; જસ ઘર પાંચ વવા વધ્યા, બહુ સુખ દુખનો ત્યાગ.૧૫૪ (ઢાળ ૧૨ - ઇસ નગરીકા વણઝારા - એ દેશી) સુખીઓ નર કુંઅરો સાહે, જિનવરનો ધર્મ આરા; રૂપવંત પંડિત વાચાલ, જસ માને નર ભૂપાલ. જિન જુહારે સુણે વ્યાખ્યાન, પંચે ભેદ દેતો દાન; પ્રભાવના દાખ પડોઈ, સહુ વાણિગ માટે વડોઈ. ૧૫૬ વડી જ્ઞાતિ વાણિગની કહીએ, આ કલિયુગમાંહિ લહીએ; જે નીતિ સકળના જાણ, જેને અભખ્ય તણાં પચ્ચખાણ ૧૫૭ નહીં પર પ્રાણીનો ઘાત, વાંકી વાટે જે નવિ જાત; જીરવતો મદ ધન કેરો, તેણે કુળ વાણિગનો વડેરો. ૧૫૮ ધન્ય વાણિગનો અવતાર, કરે સકળ પ્રાણીના સાર; વાણિગ બંધ થકી છોડાવે, નર સહુને કર ઓડાવે. ૧૫૯ વાણિગ દેતા ખિણ લક્ષ, વળી ઉતારે દુરભક્ષ; વાણિગને નમે રાણા રાય, ટાળે અકર અને અન્યાય, ૧૬૦ ચઢ્યાં કટક તેહને ફેરવતા, નર દરિદ્રપણું નિર્ગમતા, તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુઆ બહુ દાતાર.૧૬૧ શાહ સારિંગની કિરતિ રહી, બંધ નવ લખ છોડાવ્યાં સહી; શાહ સમરા કરમા જગ સાર, જિર્ણો શત્રુજે કર્યા ઉદ્ધાર. ૧૬૨ જગડૂનો યશ બોલાય, જીવાડ્યા પૃથવીના રાય; ભીમ શેઠ ગુજ્જરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ. ૧૬૩ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ; એ વાણિગ કુલ માંહિ હોય, કુળ વાણિગ મોટું જોય. ૧૬૪ આવા ઉત્તમ વણિક કુલમાં થયેલા કુંઅરો શાહ શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરી જિનધર્મની આરાધના કરે છે. જગતમાં સારભૂત હોય તો પા. ૧૫૬.૨ દ્રાખ ૧૫૯.૧ પ્રાણીનો ઉદ્ધાર ટિ. ૧૫૫.૧ આરાહે = આરાધના કરે ૧૫૭.૨ અભખ્ય = અભક્ષ્ય, પચ્ચખાણ = બાધા, સંકલ્પ, વ્રત Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧ તે જેનધર્મ છે. તેના વગર કોઈ સંસારનો પાર પામતો નથી. એનાથી સદ્ગતિ થાય છે. ચાર ગતિમય ભવભ્રમણ દૂર થાય છે. વળી ભસ્યાભઢ્ય, ગમ્યાગમ્ય, જીવ-અજીવ, પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક, સાગર-દ્વીપ, પ્રાણ-સંજ્ઞા-લેશ્યા અને યોગ – આ બધી વસ્તુનું જ્ઞાન જૈન ધર્મથી થાય છે. (દુહા) વાણિગ કુળ માંહિ હુઓ, શાહ કુંઅરો નર પર્મ; શ્રી જિનની આશા વહે, આરાધે જિન ધર્મ. ૧૬૫ (ઢાળ ૧૩ - દેશી ચંદ્રાયણાની) જૈન ધર્મ જગમાંહિ સારો, જૈન ધર્મ વિણ ન લહે પારો; જૈન ધર્મ સગતિ દાતારો, છૂટે ચિસુંગતિના અવતારો. ૧૬૬ જૈન ધર્મ વિણ ન જાયે પાપો, જૈન ધર્મ વિણ ન તરે આપો; જૈન ધર્મ જગમાહિ બાપો, ટાળે ભવભવના સંતાપો. ૧૬૭ જીવ અજીવ અને પુણ્ય પાપો, જૈન ધર્મ વિણ ન લહે જાપો; ખાદ્ય અખાદ્ય તપ કિરિઆ વેદ, જૈન ધર્મ વિણ ન લહે ભેદ. ૧૬૮ સ્વર્ગ નર્ક ને મુગતિ જ સારો, જૈન ધર્મ વિણ ન લહે વિચારો. સાગરદ્વીપ દ્રહ નદીએ અપારો, પૃથવી પરવત ન લહે પારો. ૧૬૯ નવિ સમજે ચિહુ ગતિની વાતો, ન લહે ઈદ્રીના અવદાતો; પ્રાણ સંજ્ઞા લેસ્યા યોગો, જૈન ધર્મ વિણ ન લહે ઉપયોગો. ૧૭૦ શ્રી જિનેશ્વરે પ્રકાશેલા જૈન ધર્મની નિત્ય આરાધના કરતા કુંઅરોશાહનાં ધર્મપત્ની નાથીબહેન પણ ધર્મનિષ્ઠ, રૂપરૂપના અંબાર, સોળ શણગાર સજનાર અને શિયળમાં જાણે સતી સીતાના અવતારસમાં હતાં. ભીમશેઠનાં ધર્મપત્ની જેમ વિમલશ્રી હતાં એવાં જ એ હતાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેયની અપૂર્વ ભક્તિ કરનાર તેમના ઘેર આવનાર કોઈ પાછું જતું નથી. સાધુ મહારાજે પાનું મૂક્યું નથી ને એમણે ભર્યું નથી. વાણી મધ જેવી મીઠી, ક્રોધ આદિ કષાયનું નામ નહીં. કુંઅરો શાહ સાથે સુખ વિલસતાં તેઓ ત્રણ પુત્રો – સંઘો, સૂરો અને શ્રીપાળ તથા ત્રણ પુત્રીઓ – ગુણવતી, રંભા અને વિમલા એ સંતાનોનાં માતા બન્યાં. એક વાર ગર્ભવતી એવાં શ્રી નાથીદેવીએ સ્વપ્નમાં મદઝરતો ચાર દાંતવાળો ગજરાજ જોયો. એ સ્વપ્ન જોઈને જાગેલાં તેમણે બાકીની રાત નવકારમંત્રના સ્મરણમાં વીતાવી. સવારે કુંઅરોશાહને વાત કરતાં તેઓ ઘણા ખુશ થયા. સ્વખપાઠકોને ટિ. ૧૬૬.૨ ચિહુંગતિ = ચાર ગતિ – દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ૧૭૦.૨ લેસ્યા. ત્રણ અશુભ લેશ્યા અને ત્રણ શુભ લેશ્યા એમ કુલ છ લેશ્યા છે. અને એમનાં નામ રંગોને, આધારે રખાયાં છે. કૃષ્ણ, નીલ, કપોત એ પાપકર્મ બાંધનારી અશુભ લેશ્યા અને પીત, રક્ત, શુક્લ એ પુણ્યકર્મ બાંધનારી શુભ લેશ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત બોલાવ્યા. તેઓએ સ્વપ્નની વાત સાંભળી, ઉત્તમ લક્ષણવંત પુત્રજન્મનું ફળ બતાવ્યું. ત્રણ માસનો ગર્ભ થતાં માતાને ઉત્તમ દોહદો ઉત્પન્ન થયા ઃ લાવ, હું પરમાત્માની પૂજા કરું, શત્રુંજય ગિરિરાજની યાત્રાએ જાઉં, મુનિરાજને દાન દઉં અને અમારિ-પડહ વગડાવું.' ૨૨ કુંઅરો શાહે નાથીદેવીના બધા જ દોહદો પૂર્ણ કર્યાં. નવ મહિના ને ઉપર સાત દિવસ પૂર્ણ થતાં વિ.સં.૧૫૮૩, માગશર સુદ ૯ને સોમવારના દિવસે નાથીદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. નિપુણ જ્યોતિષીએ તેમની જન્મકુંડળી બનાવી. મેષલગ્ન આવ્યું. અને તેના બાર ભુવનમાં જ્યાં-જ્યાં જે-જે ગ્રહો હતા તેનો નિર્દેશ કરવામાં આવ્યો. પુત્રની જન્મકુંડલી આ પ્રમાણે બનાવવામાં આવી : ო ૫ બુધ-વિ-શુક્ર ૨ ૪ મંગળ કે. ૧ ગુરુ ૭ રાહુ ૧૨ ૧૦ શિન ८ ૧૧ વળી તે બત્રીશ લક્ષણથી યુક્ત આ પ્રમાણે છે : હૈયું, ગાલ અને મુખ એ ત્રણ વિશાળ છે. નાભિ, સત્ત્વ અને સ્વર એ ત્રણ ગંભીર છે. પીઠ, સાથળ અને પુરુષચિહ્ન એ ત્રણ લઘુ છે. આંગળી, કેશ, નખ, દાંત અને ત્વચા એ પાંચ સૂક્ષ્મ છે. શરીર, આંખ, હાથ, હૃદય અને નાક એ પાંચ લાંબાં છે. ૯ ચંદ્ર ગ્રહયોગ જોતાં આ જાતક ત્યાગી, વૈરાગી, યશસ્વી અને મહાન પરોપકારી થવાની આગાહી કરવામાં આવી. નાક, ખભા, નખ, કાંખ, હૃદય અને મુખ એ છ ઊંચાં છે. હોઠ, આંખ, જીભ, તાળવું, નખ અને હાથપગનાં તળિયાં એ છ લાલ રંગનાં છે. તથા હાથમાં હાથી, ઘોડો, રથ, પાલખી, શસ્ત્ર વગેરેની રેખા અને અંગે શસ્ત્રનો આકાર છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૩ જૈનધર્મ જગમાં ભલો, જિન્ને પ્રકાશ્યો જેહ; શાહ કુંઅરો જગમાં વડો, નિત્ય આરાધે તેહ. ૧૭૧ (ઢાળ ૧૪ - દેશી ચોપાઈની) જૈનધર્મ ધ્યાએ સંસાર, નારિ નાથી જસ ઘરબાર; રૂપવતી સોળે શણગાર, શીળે સીતાનો અવતાર. ૧૭૨ સબળો દાન દિયે સંસાર, જિણી પર્વે વિમલ ભીમની નાર; - સાધ સાધવી શ્રાવક સોય, શ્રાવિકા ભગતિ કરતી જોય. ૧૭૩ ઘરે આવ્યો ભૂખ્યો નવિ જાય, કઠણ વાણિ જસ નહિ કષાય; લજ્જાવતી માન નવિ ધરે, સાધુમુનીનાં પાત્ર જ ભરે. ૧૭૪ ઇસી શ્રાવિકા નાથી નાર, સુખ વિલસે સરખાં સંસાર; - અનુક્રમે જાયા ત્રણ પુત્ર, ત્યાર પછી વાળું ઘરસૂત્ર. ૧૭૫ સંઘો સૂરો ને શ્રીપાલ, ત્રયે જીવદયાપ્રતિપાલ; સુતા ત્રયે હુઈ ગુણવતી, રંભા રાણી વિમલા સતી. ૧૭૬ અનુકરમેં નાથી ગુણખાણિ, ગર્ભવતી હુઈ તે જાણી; સુપને ગજ દીઠો ગાજતો, ઉજ્વલ ચઉદંતો આવતો. - ૧૭૭ સુપન લહી જાગી જેણીવાર, નવિ ઊંધે સમરે નવકાર; કુંઅરા કતને જઈ કહિ વાત, સુણતાં હરખ ઘણો તે થાત. સુપન પાઠકો તેઢા સહી, સુપન તણી કહાણી તસ કહી, પંડિત કહે નર ઉત્તમ હસ્ય, મોટામાં મોટામાં મોટેરો થયે. ૧૭૯ સુણી વચન દીધું દાન, દિનદિન વાધે નાથી વાન; અનુક્રમે વોળ્યા ત્રણ માસ, ઉપજે ઉત્તમ ડોહલા તાસ. ૧૮૦ જાણે પૂજું પ્રતિમાઅંગ શત્રુંજયગિરિ જાવાનો રંગ; જાણે મુનિવરને દેઉં દાન, અમારિ પડતો વગડાવ્યાનું ધ્યાન. ૧૮૧ એમ ડોહલા ધરતી સુતમાત, નવ મહિના દિન જાતાં સાત; જન્મ થયો કંઅરનો તામ, શાહ કુંઅરો ખરચે બહુ દામ.૧૮૨ સંવત પન્નરને ત્રાહાસીઓ, માર્ગશિષમાસ જ તિહાં લીઓ; ઉજ્વલ નવમી ને સોમવાર, જન્મ હુઓ તવ હરકુમાર. ૧૮૩ પા. ૧૭૪.૧ કરવાય ૧૮૧.૧ શેત્રુજઈ ગિર ૧૮૨.૧ મુનિ (સુતરને સ્થાને) ૧૮૩.૧ ત્રિવાસીઓ ટિ. ૧૭૭.૨ ચઉદતો = ચાર દાંતવાળો ૧૭૯.૧ સુપન પાઠકો = સ્વપ્નના ભેદ ઉકેલનારા ૧૮૦.૨ ડોહલા = દોહદ ૧૮૩.૧ ત્રાહાસીઓ = ત્યાંશી (૮૩) ૧૭૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત જન્મોત્તરી તિહાં જોષી કરે, તનુ-ભુવન પહિલું મન ધરે; કેંદ્રીઓ બૃહસ્પતિ તિહાં હોય, બહુ સુખ કાંતિ આપે સોય. ધન-ભુવન તે ખાલી કહું, સહજ-ભુવન તે શૂનું લખું; સહજ ભુવન ચોથું તું જોય, સ્વામી તેહનો ચંદ્રમા હોય.૧૮૫ કેંદ્રીઓ મંગલ છે ત્યાંહી, ઘણું જ સુખી કરે નર આંહિ; ૧૮૪ સુત-ભુવન પાંચમું છે જ્યાંહિ, બુધ રવિ અને શુક્ર છે ત્યાંહિ. ૧૮૬ બુદ્ધિ કોપ રવિ છે રીસાલ, શુક્ર દીએ સંતાન વિશાલ; રિપુ-ભુવન તે ખાલી ઠામ, સ્વામી તેહનો બુધસુર નામ. ૧૮૭ જાયા-ભુવન તે કહું સાતમું, સ્વામી શુક્ર તણે નિત્ય નમું; કેંદ્રીઆ રાહને દેઉં માન, આપે લત્ર અને સંતાન. મૃત્યુ-ભુવન કહિયે આઠમું, તે ખાલી સુર મંગલ નમું; નવમું ધર્મ-ભુવન તિહાં ચંદ, ધર્મ સહિત નરસુરતરૂછંદ. ૧૮૯ દશમું ભુવન કહું તુજ કર્મ, શની સ્વામી સોહે છે પર્મ; કેંદ્રીઓ શનિશ્ચર તિહાં સુણી, સદા કીર્તિ હોએ તસ તણી. આય-ભુવન તે ઇગ્યારમું, તે ખાલી સ્વામી નિ નમું; વ્યય-ભુવન તે બારમું જોય, સ્વામી ગુરુ તે ખાલી હોય. ભાષ્યો ગ્રહ તણો જ વિચાર, ઉત્તમ ઠામેં હુઆ સુર સાર; દિન દિન વાધે હીર જગીશ, લક્ષણ અંગે કહ્યું બત્રીશ. ૧૯૨ લક્ષણ બત્રીશ કહીજે જેહ, સુણજો સહુ સભાપતિ તેહ; ૧૯૧ ૧૮૮ ૧૯૦ ૧૯૪ હિઉં કપોલ ને ત્રીજું મુખ્ય, ત્રણ પુહુલાં નર પામે સુખ. નાભિ સત્ત્વ ને ત્રીજો સાદ, ત્રણ ગંભીર રહ્યે જસવાદ; કંઠ પુંઠિ જંઘા ને લિંગ, લઘુથી નર પૂજાએ અંગ. અંગુલ કેશ નખ દંત ત્વચાય, પંચ પાતળે સુખ બહુ આય, તન લોચન કર હિઉં નાક, પાંચે લાંબે લહે ધન લાખ. નાશિકા બંધ ને નરના નખ, કક્ષા હૈઉં છઠ્ઠું મુખ; ૧૯૫ એ ખટ ઊંચે અતિ શોભાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય. ૧૯૬ અધર આંખ જીવ્યા તાળવું, નખ ગુંજાની ઊપમ ઠવું; ૧૯૭ હાથ પાયતળ રાતે વર્ણ, તે શિર છત્ર ધરાવે ત્રણ. હય ગય રથ વૃષભ પાલખી, ઇણિ રેખાએં નર હોય સુખી; અંગે આયુધનો આકાર, નવિ હારે જીતે નિરધાર. ૧૯૮ ૧૯૩ પા. ૧૮૫.૨ સુહૃત ૧૯૦.૧ સ્વામી શનિશ્ચર ટિ. ૧૮૪.૨ કેંદ્રીઓ = કેન્દ્રસ્થાને રહેલો ૧૮૮.૨ કલત્ર = સ્ત્રી ૧૯૩.૨ પુહુલાં = પહોળાં, વિશાળ ૧૯૭.૧ ગુંજા = ચણોઠી Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫ આમ બત્રીસ લક્ષણથી લક્ષિત પુરુષનો જન્મ થયો. ચોમેર આનંદ આનંદ છવાઈ ગયો. રૂડા ઓચ્છવ-મહોચ્છવ ઊજવાયા. કંકુના થાપા દેવાયા. આંબાનાં તોરણ બંધાયાં અને ધવલ-મંગલ ગીત ગુંજવા લાગ્યાં. ભૂંગળ અને ભેરી પણ ગગડી ઊઠી. સગાંસ્નેહીઓ સૌ સ્નેહે આવે છે ને સૌનું આદરપૂર્વક આતિથ્ય થાય છે. તેમનાં ફોઈબા આવે છે ને હીરજી એવું પુત્રનું નામ પાડે છે. એમને પટોળું અને વીંટીની પહેરામણી કરવામાં આવે છે. બીજના ચંદ્રની જેમ હીરજી વધી રહ્યા છે. નાથીબાઈ એમને હેતથી શણગારે છે. માથા ઉપર ચોટલી ગૂંથે છે. વળી, માથામાં બોર, બે કાનમાં કુંડળ, ગળામાં હાર, હાંસડી, બે હાથમાં કડાં, પગમાં સાંકળાં અને કેડે કંદોરો તેમજ આંગળીઓમાં વીંટીઓ - એમ જાણે સોનાથી મઢી દીધા ન હોય તેવા સોનલવર્ણા શોભતા હીરને માતા અને બહેનો હેતપ્રીતથી છાતી સરખા ચાંપે છે. માથા ઉપર ભાતવાળી ટોપી શોભે છે. કવિ એમનાં અંગોનું વર્ણન વિવિધ ઉપમા આપીને કરે છે. ચંદ્રના જેવું સૌમ્ય અને આહલાદક મુખ, અર્ધચન્દ્રના જેવું અર્ધગોળાકાર લલાટ, સોનાના વાટકા જેવા ભરાવદાર ગાલ, કમળની પાંખડી જેવી અણિયાળી રાતા ખૂણાવાળી પાણીદાર આંખો, પોપટની ચાંચ જેવી નમણાશયુક્ત નાસિકા, અને દાંત મોગરાના ફૂલ કરતાં પણ વધારે સુંદર હતા. તે જોઈને મોગરાનાં ફૂલ લજ્જા પામીને જંગલમાં ચાલ્યાં ગયાં. લાલ વર્ણના હોઠ તથા પોયણાના પાન જેવી જીભ, શંખના જેવા આકારવાળો મીઠો કંઠ તથા કમળના નાળ જેવી સીધી બે ભુજા, નિર્મળ હૃદય, ગંભીર નાભિ અને કેસરી – સિંહના જેવી કેડ, વૃષભના જેવી ગતિ અને સુવર્ણમય દેહની કાન્તિ. આવા બાલ હીરને જોઈને માતા-બહેનો અને અન્ય સહુ ઘણાં જ ખુશખુશાલ થઈ ગયાં. (દુહા) ઈસ્યો પુરુષ જભ્યો જિમેં, જગ હુઓ જયજયકાર; ઉચ્છવ મહોચ્છવ અતિ ઘણા, કુંકુમહાથા સાર. ૧૯૯ (ઢાળ ૧૫ – દેશી સુણિ નિજ સરૂપ – રાગ દેશાખ) હાથાકુંકુમ તોરણ અંબકરાં, તોરણ બાંધી દ્રોહનાં તિહાં ભલેરાં; મિલી સુંદરી ગીત તે તિહાં ગાય, ઈમ દિવસ ઝાઝા તિહાં ઉચ્છવ થાય. હીરજન્મ હોએ. ૨૦૦ ભૂગલ ભેરીઓ વાજતી બારે ત્યાંહિ, હોય ભોજન ભગતિ તે મંદિર માંહિ, આવી ફઈઅરિ હીરજી નામ દેતી, પટોલું એક મુદ્રિકા તેહ લેતી. હીર.૨૦૧ પા. ૨૦૦.૧ દ્રોએ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ અષભદાસકૃત વધે કુમર તે ચંદ્રમા બીજ પેરે, ઉચ્છવ મંગલ હોય નિત્ય ઘરે; શિણગારતી હિરને નાથબાઈ, ગુંથે ચોટલી હીરની હાથ સહી. હીર. ૨૦૨ માથે બોર ને કુંડલાં દોય કાને, હિર હરખતો દીસતો સોવન વાને; ગળે સાંકળી હાંસડી હેંમ કેરી, હાથે પાઉલે કડલીઓ અતિ ભલેરી, હીર. ૨૦૩ હાથે સાંકળા ઘૂઘરી પાય ઘમકે, હીરકુમર તે ચાલતો આવે ઠમકે; કંદોરો વળી વીંટીઓ હર હાથે, માતા બહેનડીચાંપતી કુંવરબાથે. હીર. ૨૦૪ શિરે ટોપીઅ આગલું પંચવરણું, મુખ ચંદ સરીખું દુખ માય હરણું; અર્ધચંદ સરીખો જસ હોય ભાલ, કનકવાટિકાવારણાસોગાલ. હીર. ૨૦૫ હર કમલદલ લોચનો સબળ સોહે, શુકચંચુ પરે નાશિકા મન હી મોહે; હીરદાંત દીસતા અતિ અમૂલો, લાજી વને ગયાં જ મચકુંદ ફૂલો. હરિ.૨૦૬ અધર રક્તવર્ણી દુભ કોટ કહિયે, હીર પોયણાપાન જિસી જીભ લહીયે; કંઠશંખ પર્વે મીઠો અતિવિશાલો, ભુજા દોય સરલજિસી કમલનાલો. હીર. ૨૦૭ હૃદય નિરમલું નાભિ ગંભીર જાણું, કટી કેશરી સિંહની પરે વખાણું; ગતિ વૃષભની કાંતિસોવન્નકાય, દેખીરીઝતી બહિનડી હીમાય. હીર ૨૦૮ મનોહર બાળ હીરને દેખીને માતા અને પિતા ઘણા હરખાય છે. પુત્રને પાંચ વર્ષ થતાં પિતા શુભ મુહૂર્ત જોવડાવી તેને નિશાળે ભણવા મૂકે છે. માથે મોડ, કપાળમાં તિલક અને વળી ઉપર છત્ર ધારણ કરીને વરઘોડાપૂર્વક મંગલ ગીત ગાતાંગાતાં હાથમાં શ્રીફળ-સોપારી અને પાન સહિત બાળ હીરને ભણવા માટે લઈ જવાય છે. નિશાળિયાઓને વહેંચવા માટે પાટી, લાડુ, સુખડી વગેરે પણ સાથે લીધાં છે. રૂપાનાં તો ખડિયા-લેખણ લીધાં છે. અને ભણાવનાર પંડિતને પીતાંબર વસ્ત્ર તથા તેમનાં ઘરવાળાંને પણ કીમતી વસ્ત્રની પહેરામણી આપે છે. નિશાળમાં ભણતા વિદ્યાર્થીઓમાં બાળ હીર પ્રસિદ્ધ થઈ ગયા. એમની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે એક વાર સાંભળે ને યાદ રહી જાય. એકથી લઈને છેક અઢિયાં-ઊઠાં સુધીના આંક તથા કક્કો-બારાખડી બધું સહેલાઈથી તે શીખી ગયા. પંડિતજી મનમાં વિચારે છે કે આ છોકરો તો કોઈ સરસ્વતીપુત્ર હોય તેવો લાગે છે. કેટલાક છોકરા એવા હોય છે કે જેઓ કેવળ કંઠશોષ કરાવે, માથું પકવે, ગમે તેટલું શીખવાડીએ તોય એને આવડે નહીં. પાપ પ્રગટ થયું હોય તો જ એવા છોકરા ભણાવવા પડે. આ હીર જેવા જો છોકરા હોય તો ગુરુના મનોરથ ફળે. પંડિતજી પાસે આ રીતે અભ્યાસ પૂરો થયા પછી બાળ હીરને ગુરુ મહારાજ પાસે અભ્યાસ કરવા મૂકવામાં પા. ૨૦૩.૧ તેહ (દોયને સ્થાને) ૨૦૪.૨ હાથે સાર, ઈમ હીર આવતો નિજ ઘર દ્વાર ૨૦૫. કનક ટિકા વરણ તે ૨૦૬.૨ ગયા ઈમ ૨૦૭.૧ કુંભ કોટિ, તુઝ ('હીરને સ્થાને) ટિ. ૨૦૫.૧ આંગલું = અંગરખું Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ આવ્યો. તેમની પાસે નવકાર, પંચિંદિય વગેરે આવશ્યક સૂત્રો, જીવવિચાર-નવતત્ત્વ તથા ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, સંગ્રહણી વગેરે પ્રકરણગ્રંથોનો અભ્યાસ કર્યો અને તે અભ્યાસ કરતાં કરતાં તેનું મન વૈરાગ્યવાસિત થયું. પુણ્ય-પાપના ભેદ તે જાણવા લાગ્યો. અને તેથી પાપમય પ્રવૃત્તિથી તે પાછો હઠવા લાગ્યો. સંસાર તેને અસાર લાગવા માંડ્યો. તે બાર વર્ષનો થતાં તેને દુકાને બેસાડવામાં આવ્યો. હીર દુકાને બેસે છે પણ ન્યાયનીતિ ચૂકતો નથી. કોઈને ઓછું આપે નહીં ને કોઈનું વધારે લે નહીં. વળી અસત્ય પણ કદી બોલે નહીં. એનાં રૂપ, કળા અને ગુણ જોઈને માતાપિતા એને પરણાવવા માટે તૈયાર થયાં, ત્યારે હીર તેઓને કહે છે, અત્યારે નહીં, પણ અવસરે હું પોતાની મેળે જ પરણીશ.' વળી એમ પણ કહે છે કે ‘તમારા પુત્રોમાંથી એક પુત્ર જો સાધુ હશે તો તમારું કુળ અજવાળશે.’ તે સાંભળી પિતા કહે છે કે ‘તારી વાત તો સાચી છે. પણ એ માટે અમારાથી તને અનુમતિ અપાય તેમ નથી.' તે સાંભળી હીર કહે છે કે, જો માતાપિતાને દુઃખ થતું હોય તો હું સંયમ નહિ લઉં, પણ અત્યારે મારી ઉંમર નાની છે તો હમણાં તમે મને પરણાવો નહીં. અવસરે હું લગ્ન કરીશ.' તે સાંભળી માતાપિતા ખુશ થયાં. આમ કેટલોક સમય પસાર થયો. કાળક્રમે આયુષ્ય પૂર્ણ થતાં પિતા કુંઅરો અને માતા નાથી બન્ને સ્વર્ગવાસી થયાં. તે પ્રસંગથી હીરના મનમાં દુઃખ થયું. તે વિચારે છે કે સંસાર કેવો કડવો છે. આ અસ્થિર સંસારમાં તીર્થંકર, ચક્રવર્તી કે વાસુદેવ હોય – બધાને એક વાર જવું પડે છે. (ઢાળ ૧૬ દેશી ચોપાઈની રાગ રાગિરિ) માતા દેખી હરખે ઘણું, એહથી કુળદીપે આપણું; ઉલ્લટ અધિકો હીરપિતાય, પંચવરષનો સુત તે થાય. મુહુરત લગન જોઈ શુભસાર, નિસાનેં મૂક્યો હીકુમાર; ખુંપ તિલક શિર છત્રહ ધરે, હીરતણો વરઘોડો કરે. આપ્યાં ફોફળ શ્રીફળ પાન, જાનરડી કરતી બહુ ગાન; - - ૨૦૯ ૨૧૦ મિળ્યા પુરુષ વાગ્યાં નિસાણ, નીસાળે મૂક્યો સુત જાણ. ૨૧૧ ખડીઆ લેખણ રૂપાતણા, નિસાળિયા પહિરાવ્યા ઘણા; પાટી લાડુ સુખડી દીધ, નિસાળિ માંહિ હુઆ પ્રસિદ્ધ. ૨૧૨ બંભ પટોળું પીળેવાને, ગંઠોડા પહિરાવે કાને; = પંચાણીને આપ્યું ચીર, નિસાનેં બેઠો ગુરુ હીર. માઈ કાકલાં ભણતો ઘેર, ભલે ભણીને આવ્યો ઘેર; સળ સૂતરાં શીખ્યો આંક, પંડ્યો નવિ કાઢે તસ વાંક. ૨૧૪ એકા ઇગ્યારા આવડે, એકવીસા મુખ આવી ચઢે; એકત્રીસા સવાઈઆ ગણે, ડોઢા ઊંઠા અઢીઆ ભણે. ટિ. ૨૧૦.૨ ખુંપ = મોડ, મુગટ ૨૧૧.૧ ફોફળ = સોપારી ૨૧૧.૨ નિસાણ ૨૧૩ ૨૭ ૨૧૫ (ડંકા) નિશાન Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત સકળ આંક ને બારાખડી, શીખ્યો ચાણાયક આવડી; ફલામણી લેખું ને ગણીત, વળી ભણ્યો નર શાસ્ત્ર જ નીત. ૨૧૬ પંડ્યો હરખે મન અદ્ભુત, એ તો દીસે શારદપૂત ! કંઠશોષ કરાવે ઘણા, દાડા ન વળે મૂરખ તણા. ૨૧૭ અક્ષર મહોઢે ન ચઢે ખરા, ગુરુ જાણે કદિ જાએ પરા; અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો ફિરી. ૨૧૮ એહવા શિષ્ય લાધે સંતાપ, પ્રગટ્ય ગુરુનું પૂરવ પાપ; હીર સરીખો જાતર મિલે, તામ મનોરથ ગુરુના ફળે. ૨૧૯ થોડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમશ્યા સાર; ભણી ઊતર્યો હીરો જિસે, પંડ્યાને પહિરાવ્યો તિસેં. ૨૨૦ મૂક્યો મુનિવર કેરે સંગે, નવપદ શીખે મનને રંગે; પંચંદ્રિય ઈરિયાવહી જેહ, સકળ સૂતરાં શીખ્યો તેહ. ૨૨૧ નવ તત્વ ને જીવવિચાર, ઉપદેશમાળા શીખ્યો સાર; સંઘયણી યોગશાસ્ત્ર વિચાર, થોડે દિન નર પામ્યો પાર. ૨૨૨ આરાધના ભણતો ચઉશર્ણ, દરશનસીત્તરી તે શુભકર્ણ ભણી સૂત્રને અર્થ ધ્યે યદા, હિર વૈરાગી હુઓ તદા. ૨૨૩ જાણે પુણ્ય પાપના ભેદ, ફળ ભાંજેવું કરે નિખેદ; નીલોતરી નવિ મોળે પ્રાહિં, ભડકે પાતિક દીસે જ્યાંહિ. ૨૨૪ મન ચિંતે સંસાર અસાર, હીઅડે ધારે ધસ્યો વિચાર; અનુક્રમે જાએ વરસ જ બાર; બેસી હાટે કરે વ્યાપાર. ૨૨૫ સાચું બોલે અધિક ન લિયે, ભરત તોલ ઓછું નવિ દિખે; મુખે નવિ બોલે કઠિણ વચન્ન, સહુકો કહે એ પુરૂષ-રતત્ર. ૨૨૬ રૂપ કલા ગુણ જાણે યદા, માત પિતા પરણાવે તદા; હીર કહે સુણજો માય બાપ, અવસર જાણી પરણીશ આપ. ૨૨૭ તુહ્ય કુળ સુંદર દીપે અતિ, જો એક તુહ્મ સુત હોએ યતી; પિતા કહે વછ કહે છે સત્ય, અમો ન દેવાએ અનુમત્ય. ૨૨૮ હિર કહે સંયમ નવિ વડું, માય તોય દુખ શ્યાને કરું; પણ હવડાં પરસેવો નાંહ્ય, અવસર લહી કરચ્યું વિહવાય. ૨૨૯ પા. ૨૧૬.૧ સિદ્ધો ૨૧૬.૨ ભણી ઉતરીયો ૨૧૭.૨ દાઢા ૨૧૮.૨ અવઢાવ્યું ૨૨૪.૨ મોલિ (મોળે ને સ્થાને) ૨૨૬.૨ કથન્ન (વચન્નાને સ્થાને) ટિ. ૨૧૯.૨ છાતરજ = છાત્ર, શિષ્ય ૨૨૧૨ પંચેદિય = પંચેદિયસૂત્ર ૨૨૨.૧ નવતત્ત્વ = * જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વો, જીવવિચાર = જીવવિચારનું સૂત્ર, ઉપદેશમાળા = શ્રી ધર્મદાસગણીકૃત મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલો જૈનધર્મનો મહત્ત્વનો ગ્રંથ. ૨૨૨.૨ યોગશાસ્ત્ર = આ. હેમચંદ્રાચાર્યરચિત ગ્રંથ. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯ ઇણે વચને હરખાં માત તાત, સુખભર કાળ તિહાંકણ જાત; ( કાળે આઉખાં પૂરાં થાય, કંઅરો નાથી સુરઘર જાય. ૨૩૦ માતપિતાનું દુખ મન ધરે, સંસાર કડુઓ જાણ્યો શરે; કોઈ ન રહિયો નર થિર થઈ, હરી ચક્રી જિન ચાલ્યા વહી. ૨૩૧ કાળ બધાનું ભક્ષણ કરે છે. પણ કોઈ કાળનું ભક્ષણ કરી શકતું નથી. કાળ એવો જબરો શિકારી છે કે જે નાનામોટા સૌનો શિકાર કરે છે. કવિ બીજા દુહામાં સુંદર મઝાનું રૂપક આપે છે. કાળરૂપી સુથાર સૂર્યચંદ્ર રૂપી કરવત વડે આયુષ્યરૂપી લાકડાને વહેરે છે. પૃથ્વી તો એવી ને એવી નવી જ રહે છે. માણસ જૂનો થાય છે. જે વખતે જેનો વારો આવે છે તે નાચ નાચીને રવાના થાય છે. કેટકેટલા ઢોલનગારાં વગાડતાં વગાડતાં ચાલ્યા ગયા. આપણા દેખતાં દેખતાં જગત ગયું અને જગતના દેખતાં દેખતાં આપણે ગયા. હીરના મનમાં વિચાર આવે છે કે જોતજોતામાં માબાપ ચાલ્યાં ગયાં. સંસારમાં આત્મ-શરીર બધું અસ્થિર છે. આપણે પણ એક વખત નક્કી જવાનું છે. પોતાનો ભાઈ માતાપિતાના વિયોગથી દુઃખી થઈ રહ્યો છે એ વાત પાટણ રહેતી એમની બે બહેનોની પાસે પહોંચી. તે બન્ને મનમાં દુઃખ ધરતી હા ણપુર આવી. ભાઈને ઘેર ઊતરી. માતાપિતાને યાદ કરતી બન્ને ખૂબ રડી. કેટલો બધો એમનો અમારા ઉપર મોહ હતો પણ અંતે તેઓનો વિયોગ થયો. વળી છેલ્લે તેમનો મેળાપ પણ ન થયો. તે પૂર્વજન્મમાં પાપ જ ગણાય. પૂર્વનાં પાપ તો સહુ કોઈને ભોગવવાં પડે છે. જુઓને, બલભદ્રને કૃષ્ણ-વાસુદેવ ઉપર કેટલો બધો મોહ હતો ! તે પાણી લેવા ગયા ને કૃષ્ણનું મૃત્યુ થયું. મહાવીરસ્વામી મોક્ષે ગયા ત્યારે હંમેશાં પાસે રહેનારા ગૌતમસ્વામી તેમની પાસે ન રહી શક્યા. તેઓ દોડ્યા પણ ભગવાન મળવા નહીં. કર્મમાં જે વિયોગ લખ્યો હોય તે ટાળ્યો ટળતો નથી. . અમે પણ પૂર્વે એવા વિયોગ કરાવ્યા હશે. તેથી જ અમને માબાપનો યોગ ક્યાંથી થાય ?' આમ બન્ને બહેનો યાદ કરી કરીને પૂરે છે. છેલ્લે મનને વાળે છે. ઘણા દિવસ ત્યાં રહી પછી જ્યારે પાટણ આવવા નીકળે છે ત્યારે હીરને સાથે લે છે. દુહા) કાળે જગ ખાધો સહી, કુણે ન ખાધો કાળ; કાલ આપેડી જગ વડો, જેણે લખીઆ વૃદ્ધ બાળ. ૨૩૨ આઉખારૂપી લાકડું, રવિશશિરૂપ કરવત્ત; કાળ રૂપીઓ સૂત્રધાર, વહેરી આણે અંત. ૨૩૩ ટિ. ૨૩૦.૨ આઉખાં = આયખું, આયુષ્ય, સુરઘર = દેવલોક ૨૩૨.૨ આહેડી = શિકારી, ભખીઆ = ખાઈ ગયો ૨૩૩.૨ સૂત્રધાર = સુથાર Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૨૩૪ પુવી નિત્ય નવેરડી, પુરુષ પુરાણો થાય; વારે લબ્ધ આપણે, નાટિક નાચી જાય. ઢોલ દદમા દડદડી, કેતે ગયે બજાય; હમ દેખતે જગ ગયો, જગ દેખત હમ જાય. ૨૩૫ (ઢાળ ૧૭ - દેશી ચોપાઈની – રાગ વેરાડી). જાવું સહી ચિંતે મન હીર, અથિર આતમા અને શરીર; . દેખતાં ચાલ્યાં માયબાપ, નિક્ષે જાવું આપણે આપ. ૨૩૬ ઈમ ચિંતી રહે જિહાં નિજ ભાત, પાટણ પહુચાડી પછે વાત; વિમલા ઈરાણી બે સતી, હીર બહિની દુખ કરતી અતી. ૨૩૭ દુખ ધરતી દોય આવે ત્યાંહિ, પહાલણપુર નગરી છે જ્યાં હિં; આવી ઊતર્યા બંધવ ઘરે, દુખ ધરતાં રોઈ બહુ પરે. ૨૩૮ માયતાયનો પડ્યો વિછોહ, હુંતો અમ ઉપર બહુ મોહ; અંતે ન મળ્યાં જનુની-બાપ, પૂર્વ કર્મનાં ન જાય પાપ. ૨૩૯ અંત સમે જવ કહાનડ થયો, બલિભદ્ર જળ લેવા ગયો; મોહ ઘણો પણ હુઓ વિયોગ, નવિ જાએ પૂર્વ કર્મના ભોગ. ૨૪૦ મુગતે પુહુતા જિનવર વીર, પાસે નહિં તવ ગૌતમ ધીર; ધાયો ગૌતમ જિન નવિ મિલે, કર્મવિછોહ ટાળ્યો નવિ ટળે. ૨૪૧ વિછોહ પૂરર્વે પાડ્યા અમો, માયબાપ મિલો કિમ તમો; ઝૂરી મન વાળે તસ ઠામ, ઘણા દિવસ રહે તેણે ગામ. ૨૪૨ પછે પીટરથી બેઉ સંચરે, હીરકુમારને હાથે ધરે; તેડી આવ્યાં પાટણ માંહિ, હીરકુમર ઘર રહિયો ત્યાંહિ. ૨૪૩ હીરજી પાટણમાં રહે છે એ વખતે ત્યાં ઉપાશ્રયમાં વિજયદાનસૂરિ મહારાજ વિરાજમાન છે. હીરજી ખેસ રાખી ગૌતમસ્વામી તથા સુધર્મસ્વામી રૂપે કહીને એમને વિધિપૂર્વક વંદન કરે છે. કપૂરથી શ્રતની પૂજા કરે છે. ઋષભદાસ કવિ કહે છે – દેવ, ગુરુ, જ્યોતિષી અને રાજા – આ ચારની પાસે ખાલી હાથે જવું નહીં. તેથી કપૂરથી ગુરુની પૂજા કરે છે. નવ અંગે મુદ્રા મૂકે છે અને તેઓનું વ્યાખ્યાન સાંભળે છે. શ્રી દાનસૂરિ મહારાજ હીરજીની સામે જોઈને નવરસમય વ્યાખ્યાન આપે છે. તે સાંભળવા બેઠેલા હીરજીને જોઈને લાગે છે કે જાણે કોઈ મંત્રી, શેઠ, સેનાપતિ કે રાજા બેઠો હોય. વ્યાખ્યાનમાં ચાર ગતિનાં દુઃખનું વર્ણન કરવામાં આવે છે. કેવી કારમી વેદના હોય છે નરક ગતિમાં ! ભૂખ, તરસ અને તાપનો તો કોઈ પાર નહીં. પરમાધામીઓ શરીરના કકડેકકડા કરી નાખે. વૈતરણી નદી, શાલ્મલી ટિ. ૨૩૪.૧ નવેરડી = નૂતન, નવી ૨૩૪.૨ વારે લબ્ધ = વારો આવ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ વૃક્ષથી દુઃખી થતા નારકીઓના શરીરમાં કેટલાયે રોગો હોય છે. વળી તે અત્યંત દુર્ગધમય હોય છે. તિર્યંચ ગતિના જીવોને પણ ઘણાં દુઃખ સહન કરવો પડે છે. ઘોડાને ચાબુક, હાથીને અંકુશ તથા બળદને આરના પ્રહારો સહન કરવાની સાથે બંધન, નિપાતન, અને વધનાં દુઃખો પણ સહન કરવો પડે છે. તે જીવો સંસારમાં ખરેખર પુણ્યહીન છે. માનવનાં દુઃખ તો પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખ તો ઘણું ઓછું અને વિઘ્નો પાર વિનાનાં. મનુષ્યને આજીવિકાનું દુઃખ. કોઈ ગાળ દે તે દુઃખ. અનિષ્ટ વાસનું દુઃખ. રોગ, મરણ, ધનહરણ નિમિત્તે દુઃખ. વળી મનનો સંતાપ રહ્યા કરે. તેમજ દરિદ્રતા આદિ દુઃખથી દુઃખી થતો માનવી મૃત્યુ પામે છે ને મનુષ્યગતિ હારી જાય છે. દેવતાઓને દિવ્ય ભૂષણો અને વિમાનની દ્ધિ ભોગવતાં ઘણું સુખ હોય એવું દેખાય છે, પણ એમને પોતાનું અવન જોઈને જે દુઃખ થાય છે તે કહેવું પણ મુશ્કેલ છે. દેવતાઓનું હૃદય બલવાન હોય છે એટલે ફાટી જતું નથી. બાકી બીજા જો કોઈ હોય તો તેના સેંકડો ટુકડા થઈ જાય. વળી એકબીજાની ઋદ્ધિ જોઈને ઈર્ષ્યા થાય, અભિમાન થાય અને ક્રોધાદિ કષાયવાળા પણ બને. માટે સુખિયા દેખાતા એવા દેવતાઓ પણ દુઃખિયા જ છે. આ રીતે ચારેય ગતિમાં દુઃખ, દુઃખ ને દુઃખ છે. પણ જે સારી રીતે ધર્મ આરાધે છે તે અજરામર મોક્ષપદને મેળવે છે. સનતકુમાર ચક્રવર્તીએ દેવતાના વચનથી બોધ પામી જેમ સંયમ લીધું તેમ કેટલાક સરળ જીવો થોડાંક વચનોથી પણ બોધ પામી જાય છે. અને કેટલાક હજારો ઉપદેશ દેવા છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ઉદાયી રાજાને મારનાર વિનયરત્નની જેમ બોધ પામતા નથી. ઢંઢણકુમારે (કૃષ્ણ મહારાજાના પુત્ર) રાજ્યસુખ છોડીને સંયમ લીધું અને પોતાની લબ્ધિથી આહાર મળે તો જ લેવો એવો અભિગ્રહ કરી છ મહિના સુધી આહાર ગ્રહણ ન કર્યો અને છેલ્લે મળેલો આહાર પોતાની લબ્ધિથી નથી મળ્યો એવું ભગવાન નેમિનાથના વચનથી જાણી તે આહાર પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન પામ્યા. (દુ) પાટણમાં રહી હીરજી, વિજયદાનસૂરિ ત્યાંહિ; પ્રેમેં આવ્યો વાંદવા, પૌષધશાલા માંહિ. ૨૪૪ કરી ત્રાસણ વાંદતો, ગોયમ સોયમ ભાખિ; પોથી પુસ્તક પૂજતો, કરે કપૂર જ રાખ. ૨૪૫ દેવ ગુરુ ને જ્યોતિષી, મિલવો રાજા સાથ; અષભ કહે નર સાંભળો, ન જઈએ ઠાલી હાથ. ૨૪૬ તેણે કપૂર જ કર ગ્રહી, પૂજે ગુરુની દેહ; મુદ્રા નવ અંગે ધરે, સુણે વખાણ જ તેહ. ૨૪૭ ટિ. ૨૪૫.૧ ગોયમ સોયમ = ગૌતમસ્વામી અને સુધર્માસ્વામી Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત . વિજયદાન દિયે દેશના, જોઈ કુમારનું રૂપ; મંત્રી શેઠ સેનાપતિ, જાણે બેઠો ભૂપ. ૨૪૮ હિરમુખ સાહામું જોઈ ઘણું, નવરસ કરે વખાણ; ચિહું ગતિનાં દુખ વર્ણવ્યાં, સુણતો કથા સુજાણ. ૨૪૯ અતિ કરકસ છે વેદના, ભૂખ તરસ બહુ તાપ; ખંડોખંડ તિહાં કરે, અસુર પચારે આપ. ૨૫૦ વૈતરણી વૃક્ષ સામલી, ખડગ વને દુખ જેહ; અનેક રોગ છે નારકી, અતિ દુરગંધી દેહ. ૨૫૧ તીર્થંચ તણાં દુખ બહુઘણાં, ચાબખ અંકુશ આર; બંધ નિપાતન વધ ખમે, પુણ્યહીણ સંસાર. ૨પર (ઢાળ ૧૮ - દેશી ચોપાઈની – રાગ પરજીઓ) માનવદુખ જોજ્યો આપણાં, સુખ થોડાં ને વિઘન જ ઘણાં; આજીવિકાદુખ નીચની ગાલ, અનિષ્ટવાસ માનવનો ભાળ. ૨૫૩ વળી માનવને વેદના ઇસી, વધ બંધન અને ભાકસી; રોગ મરણ ધનહરણ આપદા, મનસંતાપ ટળે નહિં કદા.૨૫૪ અપયશ પુરુષ વિગોવન આપ, ચિંતા નર મનનો સંતાપ; દારિદ્રાદિક દુ:ખેં કરી, મરણ લહે માનવ ગતિ હરી. ૨૫૫ હવે દેવતાનાં દુખ એહ, દિવ્ય ભૂષણે દીપે દેહ; દેવવિમાનની ઋદ્ધિ અપાર, ભોગવતાં સુખ લહે સંસાર. ૨૫૬ પડણ ચવન દેખી દુખ ઘણું, કહીઉં ન જાએ તે સુર તણું; હૃદય ન ફાટે બલવંત વતી, બીજો શતખંડ થાએ અતી. ૨૫૭ વળી દેવનાં દુખ અવગાહિ, ઈર્ષ્યા મદ વિખવાદી પ્રાહિ; ક્રોધ લોભ માયાદિક નડ્યા, સુરદુખીઆ સુખીઆ નવિ ઘડ્યા. ૨૫૮ તે માટે શ્રેઅ પામી ઘણું, કેમ ખમે દુખ ચિહું ગતિ તણું; પૂરો ધર્મ આરાધે સોય, મુગતે જઈ અજરામર હોય. ૨૫૯ જે શું શુલ્લભ નર જગમાં હોય, થોડે વચને બૂઝે સોય; - જિમ જગ માંહિ સનતકુમાર, સુરવચને ત્યે સંયમભાર. ૨૬૦ લહે ઉપદેશ તણા જ હજાર, કેતા નવિ બૂઝેઅ લગાર; . બ્રહ્મદત્ત નવિ પામ્યો પાર, ઉદાઈ રાયનો મારણહાર. ૨૬૧ પા. ૨પ૨.૨ બંધનપાતન ર૫૫.૨ વરી ૨૫૬.૨ ભોગ વિના ૨૫૭.૧ સુખ (સુરને સ્થાને) ૨૬૦.૧ સુપુરુષ ટિ. ૨૫૦.૨ પચારે = ટોણા મારે ૨૫૪.૧ ભાકસી = કેદખાનું ૨૬૦.૧ શુલભ = સરળ (?) Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩ ફથું કૂલ્ય તાત ઘરસાર, તે છડે ઢંઢણાકુમાર; ભૂખ તરસ ખમતો નર વળી, છ માસ હુઓ કેવળી. ૨૬૨ પોતાની પાસેની સંપત્તિને જે જંબૂસ્વામીની જેમ છોડે છે તે સંસારનો પાર પામે છે. નીચ કુલમાં જન્મ લેનાર નંદિષેણ તપના પ્રભાવથી યાદવકુલશણગાર વસુદેવ રાજા થયા. હીરા, માણેક ને રત્નથી ભરેલા ઘરને, પોતાના માથે હજી પણ નાથ છે એવું જાણતાંની સાથે જ, શાલિભદ્ર છોડી દીધું. જે આત્મા એક દિવસનું પણ ચારિત્ર પાળે છે તે મોક્ષસુખ પામે છે. કદાચ મોક્ષ ન મેળવે તોપણ વૈમાનિક તો અવશ્ય થાય જ આ પ્રમાણે શ્રી વિજયદાનસૂરિ મહારાજનું વ્યાખ્યાન સાંભળતાં હીરજી બોધ પામે છે. તે પોતાની બહેનને કહે છે, “તું મને રજા આપ તો હું સંયમનો સ્વીકાર કરું અને પાપનો ક્લેશ ટાળું.” ભાઈનું વચન સાંભળીને બહેન મૂચ્છ પામી પૃથ્વી ઉપર ઢળી પડી. ઠંડા પવનથી એને ચેતના આવી ત્યારે તેણે કહ્યું, “ભાઈ ! તું દીક્ષાનું નામ લેતો નહીં. હજી હમણાં તો માતાપિતા સ્વર્ગે સંચય છે. એમનો વિયોગ પડી રહ્યો છે. ત્યાં તું સંયમ લેવા તૈયાર થયો છે, તો અમારે કોને કહેવું ? અને માતા, પિતા અને ભાઈ વગર અમે કઈ રીતે રહી શકીએ ? | માટે મારા વીરા ! દુઃખ ઉપર બીજું દુઃખ આપ નહીં. શિયાળામાં પાણી છાંટવું બરાબર નહીં, તથા પડતા ઉપર પાટું અને ઘા ઉપર મીઠું ભભરાવવું યોગ્ય નહીં. તેમજ નિધન – દરિદ્રનું ધન પણ લેવું નહીં. ભગવાન મહાવીરે પણ નીરાગી છતાં મોટાભાઈ નંદિવર્ધનનું વચન માન્ય કર્યું અને શિવકુમારે પિતાનું વચન માન્યું અને સંયમ લીધું નહીં. તેથી હે બાંધવ ! અમારું કહ્યું માનો. હમણાં તમારે જવું યોગ્ય નથી. તમે અહીં રહો. તમને અમે પરણાવીશું.” (દુહા) એક છતું ધન ઠંડતા, મુગતિતણા ભજનાર; જંબૂસ્વામિ તણી પરે, તે નર પામે પાર. ૨૬૩ નિંદીખેણે નીચે કુળે, પણ તપ સંયમ સાર; નૃપ વસુદેવ જ તે થયો, હરિવંશકુળશિણગાર. ૨૬૪ મણિ કંચન રતને ભર્યો, શાલિભદ્ર ઘર સાર; શિરઠાકુર જાણી કરી, મૂક્યો નિજ પરિવાર. ૨૬૫ એક દિન સંયમ પાળતો, પામ્યો મુગતિનિધાન; મુગતિ નહિં તો સુર સહી, નિર્ચે રતનવિમાન. ૨૬૬ વિજયદાનસૂરિતણું, સુણતો હીર વખાણ; ધર્મકથા હિયડે ધરી, બૂક્યો હીર સુજાણ. ૨૬૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રાવક કવિ ષભદાસકૃત નિજ બહિનીને વીનવે, દે મુજ તું આદેશ; સંયમમારગ આદુ, ટાળું પાપક્લેશ. ૨૬૮ (ઢાળ ૧૯ - ઇમ વિપરીત પ્રરૂપતા – રાગ આશાવરી સિંધુ) ભાતવચન શ્રવણે સુણી, ઢળતી ભગિની ધરણિ રે; કરણે રે શબ્દ પડ્યો તસ નવિ રૂચે એ. ૨૬૯ શીતલ વાય યોગે કરી, હુઈ સચેતન બાઈ રે; ભાઈ રે નામ ન ત્યે દીક્ષાતણું એ. ૨૭૦ માય તાય હવડાં હજી, પરલોકે સંચરી રે; વિસરી રે તે અમને નવિ દોય જણાં એ. ૨૭૧ વળી તું સંયમ આદરે, તો વળી કેહને કહીંએ રે; કિમ રહીએ રે માય હાય બંધવ વિના એ. ૨૭૨ દુખમાંહે દુખ નવિ દીજીએ, જુઓ વિચારી વીરો રે; નીરો શીતકાળે નવિ છાંટીએ એ. ૨૭૩ પડતાં નર નવિ પ્રેલિયે, નિરધનનું નવિ લીજે રે; નવિ દીજે રે દાધે ખાર મુઝ બંધવાએ. ૨૭૪ જિન નિરાગી જેહવો, વીરે મોહ ન મેહલ્યો રે; નવિ ઠેલ્યો રે બંધવ બોલ કાકા તણો એ ૨૭૫ શિવકુમાર સાહમું જુઓ, તેણે સંયમ નવિ લીધું રે; કીધું રે તેણે તાત તણું કહ્યું એ. ૨૭૬ તુલ્મ બંઘવ માનો કહ્યું, રહો ઘર તુહ્મ પરણાવું રે; જાવું રે તુમને ન ઘટે ઈણ સમે એ. ૨૭૭ હીરજી કહે છે, “બહેન ! તમે વાત તો રીતસરની કહી છે. પણ હું કહું તે થાવાપુત્રની વાત સાંભળો. થાવસ્ત્રાપુત્ર ભગવાનની વાણી સાંભળી બોધ પામ્યો. બત્રીશ નારી સહિત પરિવારને છોડી સંયમ લેવા તૈયાર થયો. તેની માતા રડતી રડતી કૃષ્ણ વાસુદેવ પાસે આવી. પુત્રને પણ ત્યાં બોલાવ્યો. કૃષ્ણ કહ્યું કે ઘરમાં રહી સુખ ભોગવ.' ત્યારે થાવસ્ત્રાપુત્રે કહ્યું કે “જો મરણનો ભય દૂર કરો તો હું ઘરમાં રહી મઝા કરું.” કૃષ્ણ કહ્યું, “તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ કે ઈન્દ્રને પણ મરણે મૂક્યા નથી, તો તને અમરપદ કોણ આપશે ?” “તો પછી મને શા માટે ઘરમાં રહેવાનું કહો છો ? મારે તો હવે એવો ઉપાય કરવો છે કે જ્યાં જન્મ-જરા-મરણ કાંઈ ન હોય.” * થાવસ્ત્રાપુત્રનું ચિત્ત મજબૂત જાણીને કૃષ્ણ મહોત્સવ કર્યો અને તેણે એક પા. ૨૭૧.૨ અમ મનિ ટિ. ૨૬૮.૧ આદેશ = રજા Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ હજારની સાથે સંયમ લીધું. આચાર્યની જેમ તે આગળ ચાલે છે. તેમના વચનથી શેલગપુરમાં શેલગરાજા બોધ પામ્યો. તેણે પાંચસો મંત્રીઓ સાથે દીક્ષા લીધી. (દુહા) હીર કહે સુણ બહિનડી, તુમે કહી નરતી વાત; મ્હારી કથા એક સાંભળો, થાવચ્ચા અવદાત. - ૨૭૮ (ઢાળ ૨૦ સર્ગે સુપન સોજ્યો તે પણ ભાલીઈ રે રાગ મારુણી) પુત્ર થાવચ્ચો બુઝ્યો જિનવાણી સુણી રે, મૂકે બત્રીસે નારી સારી રે; વારી રે થાકી માતા અતિ ઘણું રે. ૨૮૦ ૨૮૧ રૂદન કરતી આવી કાંહાન કને રે, તેડ્યો ત્યાંહ કુમાર વારે રે; સારે રે મંદિર રહી સુખ ભોગવો રે. મરણ તણો ભય જો મુજ ટાળો કાંહાનજી રે, તો હું રહું ઘર વાસે વિલતું રે; સ્ત્રીસ્યું રે ભોગ ભલા નિશદિન વળી રે. કૃષ્ણ કહે જિન ઇંદ્ર દેવ ચક્રી હરી રે, મરણે ન મૂક્યા તેહ તુજને રે; મુજને રે અમરપદ કુણ આપસ્યું રે. તો મુજ રાખો કૃષ્ણ કહો શ્યાને વળી રે, કરસ્યું સોય ઉપાય અહિં રે; ક્યાંહિ રે જન્મ જરા મરવું નહિં રે, દ્રઢ ચિત્ત દીઠો કુમર તણો કૃષ્ણે ઘણું રે, તવ નૃપ કરતો ત્યાંહિ ઉચ્છવ રે; મોચ્છવ રે સંયમનો સુપરે વળી રે. ૨૮૩ ૨૮૪ સહસ પુરુષ ક્યું સંયમ લેઈને સંચર્યો રે, ચઉદ પૂરવધર હોય ચાલે રે; માહાલે રે આચારજ થઈ આગળે રે. શેલગપુરમાં શેલગરાજા બૂઝવ્યો રે, મંત્રી પંચસય સાથે લેતો રે; ગ્રહેતો રે સંયમ મારગ શુભ પરે રે. ૩૫ - = - રીતસરની ૨૮૪.૨ મોચ્છવ = મહોત્સવ ૨૭૯ ૨૮૨ ૨૮૫ ૨૮૬ “જેમ થાવચ્ચાપુત્રે મરણનો ભય મનમાં ધરીને સંયમમાર્ગ સ્વીકાર્યો તેમ હું પણ સંયમ લઉં. મારે પરણવાની તો બાધા છે, સંયમ પ્રત્યે પ્રેમ છે અને સંસારનાં સુખ કડવાં ઝેર છે.” તે સાંભળી બહેન કહે છે, ‘ભાઈ, સંયમ પાળવો ઘણો મુશ્કેલ છે. ખુલ્લા પગે ચાલવાનું, માથે કેશલોચ કરવાનો, ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડી અને ચોમાસામાં વરસાદનાં કષ્ટો સહન કરવાનાં. બાવીસ પરીષહો સહન કરવાના. ક્રોધાદિ ચાર કષાયોનો ત્યાગ કરવાનો. ઘર ઘર ફરીને આહાર લાવવાનો. પાંચ મહાવ્રતનો ભાર ઉપાડવાનો. તેમજ જીવનપર્યંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું. આ બધું તું કેમ કરીને કરી શકીશ ?” ટિ. ૨૭૮.૧ નરતી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત (દુહા) સંયમમારગ આદર્યો, લહી સંસાર અસાર; મરણ તણો ભય મન ધરી, ચેત્યા તેહ કુમાર. ૨૮૭ તિણ કારણ દીક્ષા ગ્રહું, મુજ પરણેવા નેમ; સંસારસુખ કપુ સહી, મુજ સંયમર્યે પ્રેમ. ૨૮૮ (ઢાળ ૨૧ - દેશી ચોપાઈની – રાગ મલ્હાર) સુણિ ભગિની વચન કહે વીર, સંયમ દોહિલો છે અતિ હીર; પગે અણુહાણે મસ્તક લોચવું, ઉષ્ણ કાળે પાળા ચાલવું. ૨૮૯ ચઉમાસે નહિ સુંદર ઠામ, શીતજ કાળે ફરવાં ગામ; વચ્છ ખમવા પરિસહ બાવીસ, માયા લોભ મદ તજવી રીસ. ૨૯૦ માગી લેવો પર ઘર આહાર, વહિવો પંચ મહાવ્રત ભાર; પંચ સુમતિ ત્રણ ગુપતિ ધરીશ, જનમ લગૅ એ કેમ કરીશ ? ૨૯૧ કુમાર કહે છે, “બહેન, ચાર ગતિમાં ભમતાં જીવે સંસારમાં અનંતી વેદના ભોગવી છે. આવું જ જાણતો ન હોય તેને સ્વજન ઉપર રાગ થાય પણ જેણે સંસારનું સ્વરૂપ જાણ્યું છે તેના મનમાં તો સમભાવ જ આવે. માતાપિતા, ભાઈ, સ્ત્રી, પુત્ર અને મિત્ર આ જ ભવમાં જીવને ઘણું દુઃખ આપનાર થાય છે. બ્રહ્મની પત્ની (બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા) ચુલ્હણી પતિના મૃત્યુ પછી દીર્ઘ પૃષ્ઠ રાજા સાથે સંબંધ રાખે છે. અને પોતાના સુખ માટે લાક્ષાગૃહમાં આગ લગાડી પુત્રની હત્યા કરે છે. રાજ્યનો તરસ્યો કનકકેતુ રાજા પોતાના છોકરા રાજ્યયોગ્ય ન રહે તેટલા માટે તેમનાં અંગોપાંગ છેદાવી દેતો હતો. વિષયસુખના રાગવાળા ભરત અને બાહુબલિ બન્ને ભાઈઓ હોવા છતાં પરસ્પર યુદ્ધ કર્યું. ઇન્દ્રિયના વિકારથી પરાભવ પામેલી સૂર્યકાન્તા રાણીએ પ્રદેશી રાજાને ઝેર આપ્યું. પોતાને ઘણો વહાલો એવો પુત્ર કોણિક રાજ્યના લોભથી પિતા રાજા શ્રેણિકને કેદખાનામાં પૂરી માર મરાવે છે. સગા-સગામાં વેર ઉત્પન્ન થાય છે. પરશુરામે ક્ષત્રિયોને હણ્યા અને સુભૂએ બ્રાહ્મણોને હણ્યા. હે બહેન, સંસારનું આવું સ્વરૂપ છે, માટે તું મોહ કર નહીં. ટિ. ૨૮૮.૧ નેમ = નિયમ ૨૮૯.૨ પગે અણુહાણે = ઉઘાડા પગે ૨૯૧.૧ પંચ મહાવ્રત = (૧) પ્રાણાતિપાતવિરમણ (જીવહિંસા ન કરવી) (૨) મૃષાવાદવિરમણ (જૂઠું ન બોલવું) (૩) અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી) (૪) મૈથુનવિરમણ શિયળપાલન) (૫) પરિગ્રહવિરમણ (ધનધાન્યાદિ પરિગ્રહ ન કરવો) એ પાંચ મહાવ્રત. ૨૯૧.૨ પંચ સુમતિ = (૧) ઈર્યાસમિતિ (૨) ભાષાસમિતિ (૩) એષણાસમિતિ (૪) આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ (૫) પારિષ્ઠાપનિકાસમિતિ – એ પાંચ સમિતિ. ત્રણ ગુતિ = મનગતિ, વચનગુણિ, કાયગતિ. Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૭. વળી સંસારના દુઃખની આગળ સંયમનું દુઃખ શા હિસાબમાં છે ? વૈરાગી બની જેણે સંસારનાં સુખોનો ત્યાગ કર્યો છે તેને તો સાધુપણામાં ચક્રવર્તીના જેવું સુખ છે, પણ જેને વૈરાગ્ય નથી તેને સંયમપર્યાય નારકના જેવો દુઃખદાયી છે. મને તો સાચો વૈરાગ્ય પ્રગટ્યો છે, માટે તમે મોહનો ત્યાગ કરો અને અનુમતિ આપો. હું સંયમ લઉં તેથી તમને પણ અપાર પુણ્ય થશે. જુઓને બ્રાહ્મી અને સુંદરી બે બહેનો કેવી હતી, “વીરા મોરા ગજ થકી ઊતરો.” એમ કહી ભાઈને અભિમાન રૂપી હાથી ઉપરથી નીચે ઉતારી તેમને કેવળી બનાવ્યા. તમે મને આજે સહાય કરો, હું સંયમ લઈ મારું કાર્ય સિદ્ધ કરું.' આમ વિનયપૂર્વક તે વચનો કહે છે અને સકલ સંઘ પણ વિનંતી કરે છે, “તમારા કુલમાં આ ચંદ્ર અને સૂર્ય જેવા છે. એ જિનશાસનની શાન વધારશે. એમનાં રૂપ-કાંતિ અને ઉત્તમ ગુણો જોઈને ગુરુ દાનસૂરિ મહારાજ પણ એમના માથે શાસનની જવાબદારી સોંપશે. સંયમ લઈને ઘણા જીવોને તારશે. સાધુઓમાં કલ્પવૃક્ષના જેવા થશે. માટે સંયમ માટે તમે આજ્ઞા આપો. એનાથી તમારી પણ ઉન્નતિ થશે.” એ સાંભળીને બહેનનું હૈયું ભરાઈ આવે છે. આંખે અશ્રુની ધારા વહે છે. મોટું નીચું કરી દે છે. પણ કાંઈ બોલતાં નથી. એટલે લોકો કહેવા લાગ્યા કે આજ્ઞા મળી ગઈ. નેમિકુમારે જેમ પરણવા આગ્રહ કરતી ગોપીઓને કાંઈ ઉત્તર ન આપ્યો પણ મૌન રહ્યા, અને તેથી તેમણે પરણવાની સંમતિ આપી દીધી છે એમ ગોપીઓએ જાહેર કર્યું તેમ અહીં પણ એવું જ થયું. શુભમુહૂર્ત જોવરાવ્યું. જિનભક્તિ મહોત્સવ ઊજવ્યો. હીરજી ઘોડા ઉપર ચડી વરઘોડામાં ફર્યા. સૌને ભાવથી ભોજન કરાવ્યાં અને દાન લઈને બધાંને સંતોષવામાં આવ્યાં. સંયમ લેવા તૈયાર થયેલા હીરજી વાજતેગાજતે ગામ બહાર ઉદ્યાનમાં આવ્યા. (દુહા). - કુમર કહે ભગિની સુણો, દુખ આગે સંસાર; સહી અનંતી વેદના, જીવ ભમ્યો ગતિ આર. ૨૯૨ એ સ્વરૂપ જિણે નવિ લહ્યો, સજ્જન સ્નેહ તસ હોય; લહ્યો સ્વરૂપ સંસારનો નર સમભાવેં સોય. ૨૯૩ માતપિતા બંધવ ત્રિઆ, પુત્રહ મિત્ર સગાય; એહ જ ભર્વે જીવ જ તણે, બહુ દુખદાઈ થાય, ૨૯૪ ચુલ્હણી બ્રહ્મ ત્રિયા હવી, દીરઘપૃષ્ઠસું ખાય, નિજ સુખ કારણે સુત હણે, લાખી મોહોલ લગાય. ૨૯૫ રાજ તણો તરશ્યો ઘણું, કનકતુ જે રાય. અંગ ઉપાંગ સુતનાં વળી, છેદે મૂકી ઘાય. ૨૯૬ પા. ૨૯૩.૧ સંસારસ્વરૂપ ૨૯૪.૧ પ્રિયા (ત્રિઓને સ્થાને) Page #73 -------------------------------------------------------------------------- ________________ ३८ ઘોર વિષય સુખ રાગીઆ, કરે ભ્રાતસ્યું દ્વંદ; બાહુબલિ નૃપને મારવા, ધાયો ભરત નરિંદ ઇંદ્રીવિકારે પરાભવી, મારે પતિને ઠાય; સુરીકંતાએ હણ્યો, નૃપ પરદેશીરાય. અતિ વાહલો પુત્ર જ ભલો, નામે કોશિકરાય; રાજ તણે લોભે વળી, દિયે પિતાશિર થાય. કામ કરે ચાણાક્યનું, મંત્રી પરવત ભૂપ; મરણ ઉપાયું તેહને, લિંગ સંસાર-સ્વરૂપ. નિજ કારજ વંછે હતે, સગાં સગામાં વૈર; ફરસરામ ક્ષત્રી હશે, સુભુક્ષ્મ વિપ્રજ કહેર. શ્રાવક કવિ ઋષભદાસકૃત - — ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૩૦૦ (ઢાળ ૨૨ દેશી ચોપાઈની રાગ માર) એ સંસાર સ્વરૂપ તું જાણ, ઘણો મોહ બહિની મત આણ; સંસારનાં દુખ આગળ જોય, સંયમ દુખ અધિક શું હોય. જિર્ણે આણ્યો સૂધો વૈરાગ, છતાં ભોગ કીધા જિષ્ણુ ત્યાગ; તેહને સુખ ચક્રીનાં હોય, અણુ પ્રગમ્મે નારક દુખ જોય. પ્રગમ્યો માહરે મન વૈરાગ, મોહ તણો તુમે કીજે ત્યાગ; દે અનુમતિ લેઉં સંયમભાર, તુમને પુણ્ય થશે જ અપાર. બ્રાહ્મી સુંદરી નિરખો દોય, બંધવનેં કિમ તારે સોય; ગજથી હેઠો ઉતાર્યો વળી, બાહુબલી કીધો કેવળી. તુહ્યે સહાય દીઓ મુજ આજ, સંયમ લેઈ સારું કાજ; વિનય વચન બંધવ કહે અતી, સંઘ સકલ કરતો વીનતી. તુક્ષ્મ કુળ ચંદો તુમ કુળ સૂર, વધારશે જિનશાસન નૂર; રૂપ કાંતિ ગુણ દેખી અપાર, વિજયદાનસૂરિ દેશે ભાર. ઘણા જીવને એ તારશે; મુનિવરમાં કલ્પદ્રુમ થશે; દિઓ આગન્યા સંયમ તણી, ઉન્નતિ તુહ્મ વાધેસ્લે ઘણી. હીઉં ભરાયું ભગની તણું, આંખે આંસુ ચાલે ઘણું; મુર્ખે ન બોલે નીચું જોઈ, હુઈ આગન્યા ભાખે સહુ કોઈ. નેમિનાથની પેરેં થયું, બહિને સહી સંયમનું કહ્યું; મહૂરત ગ્રહી ઉચ્છવ બહુ કરે, અશ્વ ચઢી ફૂલેકે ફરે. ૩૧૦ પા. ૩૦૦.૧ મંત્રી જસ ભૂપ ૩૦૧.૧ વિણછે ૩૦૪.૨ હોક્ષે જ ૩૦૯.૨ આજ્ઞા ભાખે એમ જ હોઈ ટિ. ૩૦૧.૨ ફરસરામ = પરશુરામ ૩૦૩.૨ અણપ્રગમ્યું = અણછોડ્યે, (ભોગ) નહીં છોડતાં ૩૦૪.૧ પ્રગમ્યો = પ્રગટ્યો ૩૦૧ ૩૦૨ ૩૦૩ ૩૦૪ ૩૦૫ ૩૦૬ ૩૦૭ ૩૦૮ ૩૦૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૯ ભોજન ભગતિ હોય ત્યાં બહુ, દેઈ દાન સંતોનું સહુ સંયમ લેવાને “સજ થાય, વાજંતે વનમાંહિ જાય. ૩૧૧ હીરજી સંયમ લેવા તત્પર થયા. સ્વજન-કુટુંબ સૌ ભેગાં મળીને આવ્યાં. નિર્મળ જળ લાવી નિર્મળ જ્ઞાની એવા હીરજીને નવરાવ્યા. વસ્ત્ર-અલંકાર પહેરાવ્યા. માથે મોડ તથા છત્ર અને ચામર ધારણ કર્યા. ઘોડા ઉપર બેઠા. વિવિધ વાજિંત્રો વગડાવવામાં આવ્યાં. કેટલાય માણસો હાથમાં ધૂપદાણું લઈને આવ્યા. વરઘોડામાં સાથે ચાલતા માણસોનો પાર નથી. કેટલાક હાથી, ઘોડા અને રથમાં બેસે છે. જયજયકાર થઈ રહ્યો છે. ચુઆ-કેસરમિશ્રિત પાણી છાંટવામાં આવે છે. સૌ દાંડિયારાસ લેતાં, નાચતાં કૂદતાં નગર બહાર આવે છે. કોઈ ખભે ચડીને દોડે છે. કોઈ શસ્ત્રો ધારણ કરે છે. તો કોઈક નાટક કરતા ચાલે છે. કોઈ ગીત-ગાન કરે છે. કોઈ વિણા-વાંસળી તો કોઈ શરણાઈ વગાડે છે. એક જણ હાથમાં સુવર્ણકળશ લઈને હીરજીના સાંબેલા આગળ ચાલે છે. એમ મહોત્સવપૂર્વક વનમાં ક્ષીરવૃક્ષની પાસે આવે છે ને મનમાં હર્ષ ધરતા હીરજી ઘોડા ઉપરથી નીચે ઊતરે છે. (ઢાળ ૨૩ - જીવ જાતિ જાતીમાં ભમતો – એ દેશી) હીર સંયમ ક્યું ચિત્ત લાવે રે, મિલી સજ્જન કુટુંબ સહુ આવે રે; આણે નિરમળ ચોખાં પાણી રે શ્વવરાવ્યો નિરમળ નાણી રે. ૩૧૨ ખૂપ ભૂષણ વસ્ત્ર પરિરાવે રે, શિર ચામર છત્ર ધરાવે રે; અર્થે અસવાર જ થાવે રે, નર વાજિત્ર બહુઅ વજાવે રે૧૩ ધૂપઘટીઅ લીયે બહુ હાથે રે, નર મિલીઆ બહુ હીર સાથે રે; નર પાળાનો નહિ પારો રે ગજરથ બહુ અસવારો રે. ૩૧૪ જયજયકાર શબ્દ બહુ થાય રે, ચુવા કેસર ત્યાંહ છંટાય રે; દંડારસ તિહાં બહુ ખેલે રે, નાચતા તે પુર મેઉં રે; ૩૧૫ નર ખંધે ચઢીને ધાય રે, ધરી આયુધ બહુ ઉજાય રે; એક નાટિક કરતા જાય રે, વળી ગંધ્રપ આગળ ગાય રે. ૩૧૬ એક વીણા વંશ બજાવે રે, એક શરણાઈ નાદ સુણાવે રે; એક કનકકલસ કર ઝાલે રે, હીર સાબેલા આગળ ચાલે રે. ૩૧૭ એમ મહોચ્છવું વનમાં જાવે રે, ખીરવૃક્ષ તળે પછી જાવે; હર્ષ હિયડા માંથી બહુ ધરતો રે, હર અશ્વ થકી ઊતરતો. ૩૧૮ પા. ૩૧૩.૧ પુષ્પ ૩૧૬.૨ ગંધવ ટિ. ૩૧૫.૧ ઇંડારસ = દાંડિયારાસ ૩૧૬.૨ ગંધ્રપ = ગંધર્વ Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત કુમાર ઘોડા ઉપરથી નીચે ઊતર્યાં. શરીર ઉપરનાં આભૂષણો કુંડળ, મોડ, કંદોરો, હાર, બાજુબંધ અને મુદ્રિકા બધું ઉતારે છે. એ જોઈને બહેનો, પુરુષો અને સ્ત્રીઓ બધાં જ ગળગળાં થઈ રોઈ પડે છે. અને જ્યારે તેમણે પીતાંબર મૂક્યું ત્યારે તો મુનિની આંખો પણ ભીની થઈ ગઈ. ભેગા થયેલા અઢારે વર્ણના લોકો હીરજીને સંયમ લેતા જોઈને અપાર દુઃખ અનુભવે છે. સૌની આંખમાં આંસુ છે પણ હીરજીના મનમાં તો અપાર હર્ષ છે. ૪૦ મજૂર જેમ માથા ઉપરનો ભાર નીચે નાખે તેમ હીરજીએ શરીર ઉ૫રથી આભૂષણો ઉતારી દીધાં. વાળંદ જ્યારે કેશ ઉતારે છે ત્યારે બહેન ખોળો પાથરે છે. તેમાં તે કેશ લઈ લે છે. બધા માણસો હીરજીને સંયમ લેતા જોઈને ગળગળા થઈ ગયા પણ પશુ અને પંખી રાજીરાજી થઈ ગયાં. તેઓ વિચારવા લાગ્યાં કે આજ સુધી અમે અનાથ હતાં. હવે અમારા માથે આ નાથ થશે. હેમચન્દ્રાચાર્ય જેવો આ થશે, અને અમને મારતાં મુકાવશે. માટે હે મનુષ્યો ! તમે કોઈ રડો નહીં, પણ મનમાં હર્ષ લાવો. આ તો વીર ભગવાનના શાસનમાં સૂર્યના જેવા થશે અને એમનાથી શાસનની મહાન ઉન્નતિ થશે. પંખીના મુખમાંથી નીકળતી આવી વાણી ઉત્તમ શુકન રૂપ ગણાઈ. જેમ ભગવાન મહાવીરે મેઘકુમારને દીક્ષા આપી હતી તેવી રીતે શ્રી દાનસૂરિ મહારાજે તેર વર્ષની વયવાળા બાળકુમાર હીરજીને વિ.સં. ૧૫૯૬, કારતક વદ ૨, સોમવાર, મૃગશીર્ષ નક્ષત્રમાં દીક્ષા આપી. એમની દીક્ષા પછી બીજી આઠની પણ દીક્ષા થઈ. તેનો અધિકાર પણ ખરેખર સુંદર છે. અમરસંઘ નામે શેઠ છે. અમીપાલ તેમનો પુત્ર અને કપૂરા નામની પુત્રી છે. પુત્રીને સુંદર કુમારની સાથે પરણાવી પણ કર્મયોગે તે મૃત્યુ પામ્યો તેથી માતપિતાને ઘણું દુઃખ થયું. (ઢાળ ૨૪ દેશી ચોપાઈની) અશ્વથકી ઊતરી કુમાર, કુંડલ ખુંપ તજે શિણગાર; ભગિની લોચન વહે જલધાર, હીર લ્યે પંચ મહાવ્રત ભાર. મૂકે કંદોરો ને કભાય, ત્યારે ગળગળાં નર બહુ થાય; બાજુબંધ મૂકે નર હાર, ત્યારે અબલા રોઈ અપાર. મૂકે પીતાંબર પામરી, મુનિ આંખ્યો આંસુડે ભરી; વર્ણ અઢાર જોઈ દુખ ધરે, હીરકુમાર સંયમ આદરે. નાખે ઉતારી શિણગાર, જેમ હમાલી છંડે ભાર; તિમ હરખે મનમાંહિ હીર, અન્ય પુરુષ લોચન વહે નીર. - પા. ૩૨૦.૧ જ કભાય ૩૨૦.૨ મૂકે ને ૩૨૨.૧ જમાલી ટિ. ૩૨૦.૧ કભાય = કસબી વાઘા - વસ્ત્ર ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ચીર પાથરે ભગિની ઇસેં, નાવી વેણી વિવારે તિસે; સકળ લોક હુઆ ડસમસુ, એક હરખાં પંખી ને પશુ. ૩૨૩ અધ્યે મરીઉં છું જ અનાથ, અહ્મ મસ્તગ એ હોશે નાથ; હેમ સરીખો એ ઋષિ થશે, અહ્મ મારતાં મુકાવશે. ૩૨૪ તિણ કારણ નવિ રોઉં અહ્મો, હીયડે હર્ષ ધરો નર તુમ્હો; વીરશાસને એ દિનકર થશે, દિન દિન ઉન્નતિ અધિકી હુશે. ૩૨૫ ઇસી વાણી પંખી મુખ વહે, શુકનસાર તે વચન જ કહે; | વિજયદાનસૂરેં દીખ્યો હીર, મેઘકમરને જિમ મહાવીર. ૩૨૬ સંવત પન્નર છત્રુઓ જિસેં, કાતી વદિ દુતીઆ દિન તિસે; નક્ષત્ર મૃગશિર ને સોમવાર, હીરે લીધો સંયમ ભાર. ૩૨૭ પૂઠે આઠ તણો પરિવાર, અમીપાળ વૈરાગી સાર; સુણ ભાખું તેહનો અધિકાર, અમરસંઘ શાહ ધન અવતાર. ૩૨૮ કપૂરાં નામે પુત્રી સાર, પરણાવી તે સુંદરકુમાર; કર્મયોગે ગયો તે મરી, માત પિતા દુખ નિજ સુંદરી. ૩૨૯ રંભા જેવું સુંદર રૂપ, પુષ્કળ પૈસો અને યુવાવસ્થા હોય અને એમાં જો વૈધવ્ય આવે તો ડગલે ને પગલે ખટક્યા કરે. સંસ્કૃતમાં એક શ્લોક આવે છે – “પોતાનો સ્વામી સ્વર્ગવાસી થાય તો સ્ત્રીઓને માટે આ પાંચ કકાર દુર્લભ ગણવામાં આવ્યા છે એટલે તેનો ઉપયોગ કરવો તેના માટે યોગ્ય નથી. કશુંભ (રંગીનવસ્ત્ર), કાજળ, કામ, કુસુમ અને કંકણ. જેમ ફળ વિનાનું વૃક્ષ, આંખ વિનાનો સંસાર, પુત્ર વિનાનું ઘર તેમ પતિ વિનાની સ્ત્રી. પંડિત, સ્ત્રી અને વેલડી – આ ત્રણ આધાર વિના રહી શકતાં નથી. સારા ગુણવંત માણસોને નક્કી કોઈ ને કોઈ અવગુણ નડતો હોય છે. કોઈક વિધવા થાય, કોઈ વિરહવાળી થાય કે કોઈકને સંતાન ન હોય. પૂર્વકર્મના યોગે પુત્રી કપૂરા વિધવા થવાથી દુઃખી થઈ ખરી, પણ તે ધર્મમાં લીન બની ગઈ. તે શિયળની રક્ષા કરે છે, નવકારમંત્રનો જાપ કરે છે. જીવવિચાર, નવતત્ત્વ, ઉપદેશમાલા વગેરે ભણે છે. અને તેનો અર્થ જાણવાથી તે વૈરાગી બને છે. તે કહે છે કે, “મારે સંયમ લેવું છે. હવે મારે સંસારમાં રહેવાનું શું કામ છે ?” માતા તેને રોકે છે પણ જ્યારે તે પોતાના વિચારમાં મક્કમ રહે છે ત્યારે માતાને પણ વૈરાગ્ય થાય છે અને તે પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. એ સાંભળીને પિતા કહે છે કે, “જો પુત્રી અને પત્ની બન્ને સંયમ લેતાં હોય તો મારે સંસારમાં શા માટે રહેવાનું ? હું પણ દિક્ષા લઉં.” પુત્ર અમીપાલના શિરે બધો ગૃહભાર મૂકી તેને પરણાવવાની વાત કરી ત્યારે તેણે કહ્યું, “તમે ત્રણે જો સંસાર છોડી સંયમ લેતાં હો તો મારે પણ સંયમ પા. ૩૨૩.૧ અસેં ટિ. ૩૨૩.૧ નાવી = હજામ ૩૨૬ ૨ દીખ્યો = દીક્ષા આપી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત સ્વીકારવું છે. તમારા ગયા પછી અહીં મારો આધાર કોણ ?' માતાપિતા વગેરે એને ઘણું સમજાવે છે કે “તું હજી નાનો છે. સંયમ પછીથી લેજે.” પણ અમીપાલ માનતો નથી, અને સંયમ લેવા તૈયાર થાય છે. આમ ચારેય જણાં સંયમ લેવા તૈયાર થઈ ગયાં. જાણે તેઓ ચાર ગતિનું નિવારણ કરનાર તથા દાન, શિયળ, તપ અને ભાવ આ ચાર ધર્મસ્વરૂપ હોય. મંડપ બંધાયા. દાન દેવાવા લાગ્યાં. સારાં સારાં પકવાન બને છે. સાહસ્મિવચ્છલા થાય છે. અને મોટી સંખ્યામાં માણસો જમે છે. નિત નવાં ફુલેકાં – વરઘોડા ચડાવાય છે. અને યાચકોને ઘણું દાન આપવામાં આવે છે. વરઘોડામાં હાથી, ઘોડા, રથ, પાલખી, ધજાપતાકા અને ઘોડેસ્વારો શોભે છે. વેપારીઓ અનેક શહેરોમાંથી આવીને ત્યાં ભેગા થયા છે. કેસરનાં છાંટણાં નાંખે છે. એકબીજાને પાન આપે છે. ગીત-ગાન અને વાજિંત્રનો નાદ ગાજે છે. આ રીતે મહાન ઉત્સવ થાય છે. અને અમીપાલની જોડી થઈ ગઈ. પોતાની છતી ઋદ્ધિ છોડીને સંયમ લેતા અમીપાલને જોઈને અઢારે આલમની આંખ ભીની થઈ ગઈ. લોકો કહે છે, “નવયૌવન, અપાર રૂપવંત અને જેણે સોળે શણગાર પહેર્યા છે એવા અમીપાલે દીક્ષા લઈ, કોઈ ન કરે એવું કર્યું. માતાપિતા અને બહેનની સાથે સંયમ લીધું. તથા ધર્મશ્રી ઋષિ, રૂડો ઋષિ, વિજય હર્ષ અને કનકશ્રી આ ચારેએ પણ સંયમ લીધું. એટલે હીરજી સહિત આ નવ જાણે ચક્રવર્તીનાં નવ નિધાન હોય તેવાં શોભતાં હતાં. શ્રી દાનસૂરિ મહારાજ તેઓની સાથે પૃથ્વી ઉપર વિહાર કરે છે. હીરહર્ષ ગુરુની પાસે રહે છે, ગુરુનું વચન મસ્તકે ચડાવે છે, નિરંતર ભણે છે, ને કાંઈ પૂછવામાં આવે તેનો તરત જ ઉત્તર આપે છે. એથી ગુરુ દાનસૂરિ મહારાજ ઘણા ખુશ થાય છે. ગુરુ કહે છે, “શિષ્યનું જ્ઞાન ઘણું છે. એ ભાગ્યશાળી લાગે છે. એના પુણ્યનો પાર નથી. એ જો બરાબર વિદ્યા ભણે તો એ રાજ્યમાન્ય થાય.” વિદ્યા વગર કોઈ માણસ માન મેળવતો નથી. વિદ્યાવંતના ઘેર નવે નિધાન આવે એક વાર રૂડો ઋષિ પંન્યાસ હીરહર્ષને પ્રશ્ન પૂછે છે ત્યારે તે કહે છે કે હું ઘણું ભણીને પંડિત થાઉં ત્યારે પૂછજો.” શ્રી વિજયદાનસૂરિ કહે છે કે વિદ્યા વગર કેમ પોષાય ? પછી ધર્મસાગરજી અને હીરહર્ષ બન્નેને ગુરુમહારાજ ભણવા માટે મોકલે છે. તે સાંભળી હરહર્ષ બહુ રાજી થયા. મનમાં ભણવા જવાનો વિચાર થતો જ હતો ને ગુરુનો આદેશ થયો એ તો સિંહ હોય ને એને સજાવવામાં આવે તથા સુવર્ણકળશ હોય ને તે દૂધથી ભરવામાં આવે તેના જેવું થયું. આનંદિત થઈ તેઓ દક્ષિણ તરફ ચાલ્યા. ને અનુક્રમે જેનો રાજા નિજામશાહ છે તે દેવગિરિનગરીએ આવ્યા. ત્યાં વસતા દેવસી શેઠની ધર્મપત્ની જસમા બન્નેને ભણાવવા માટે પંડિતને દ્રવ્ય આપવા તૈયાર થઈ. ચિંતામણિ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરી, બન્ને વિદ્વાન થઈ, જ્યાં ગુરુ દાનસૂરિ મહારાજ બિરાજમાન હતા તે નાડુલાઈ ગામમાં આવ્યા. ભણીગણીને આવેલા શિષ્યોને જોઈ રાજી થયેલા ગુરુએ સં. ૧૬૦૭માં Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પંન્યાસપદ આપ્યું. અને એ પછી સં. ૧૬૦૮માં એ જ નાડુલાઈ જ્યાં આદિનાથ ભગવાન તથા નેમિનાથ ભગવાનનાં સુંદર મંદિરો શોભે છે ત્યાં પં. હીરહર્ષજી, પં. ધર્મસાગરજી તથા પં. રાજવિમલજી – ત્રણેને મોટા મહોત્સવ સાથે ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. રાજવિજયસૂરિ ગુરુદાનસૂરિ મહારાજને મળે છે. તે બધી કળામાં નિપુણ છે. વિનય, રૂપ અને વિદ્યાથી શોભતા તેમને દાનસૂરિ મહારાજ પોતાની પાટે સ્થાપે છે. રાજવિજયસૂરિ અન્ય ગચ્છના હોવાથી ઘણા સાધુઓને તે ગમતું નથી. સાધુઓ કહે છે, ‘આપના શિષ્યને ગચ્છપતિ બનાવોને !' પહેલાં તો ગુરુ મૌન રહ્યા પછી કહ્યું કે અવસર આવશે એટલે એ કામ કરીશું. તમે સૌ હમણાં શાંત થાઓ.’ ૪૩ શ્રી દાનસૂરિ મહારાજ ત્યાંથી વિહાર કરી સિરોહી આવ્યા. શ્રાવકોએ મોટું સામૈયું કર્યું. ચોમાસું પણ ત્યાં જ રહ્યા. એક વાર તેઓ ધ્યાન ધરીને બેઠા. ધ્યાનના બળે શાસનદેવી પ્રત્યક્ષ થઈ વંદન કરી પૂછે છે, ‘ઋષિરાય ! શું કામ પડ્યું કે મને આપે યાદ કરી ?' ગુરુએ કહ્યું કે, પાટ ઉપર કોને સ્થાપન કરવા તે પૂછવા માટે તમને યાદ કર્યાં.’ દેવીએ કહ્યું કે ‘હીરહર્ષને પાટ ઉપર સ્થાપન કરો જેના ચરણે રાજા પણ નમે છે.' એમ કહી દેવી સ્વસ્થાને ગયાં. કેસર-કંકુની વૃષ્ટિ થઈ. ઉપાશ્રયે દીવા થયા તથા ઘંટાનાદ થયો. ગુરુમહારાજ હીરહર્ષને આચાર્યપદવી માટેનું શુભમુહૂર્ત જુએ છે. રાણકપુરનાં દેરાસર બનાવનાર ધન્ના શેઠના કુળમાં થયેલ ચાંગા મહેતાએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને આચાર્યપદવીનો મોટો મહોત્સવ કર્યો. બાર તોરણવાળા મોટા મંડપો બંધાવ્યા તેમાં નરનારીઓ ભોજન કરે છે. યાચકોને ભૂષણ, વલ્ય, દ્રવ્ય વગેરેનું યથેચ્છ દાન આપવામાં આવે છે. વિ.સં. ૧૬૧૦, પોષ સુદ ૫ને ગુરુવારે હીરહર્ષને આચાર્યપદ અર્પણ કરી શ્રી હીરવિજયસૂર એવું નામ સ્થાપન કર્યું. તે પછી તેઓ પાટણ પધાર્યાં. સૌ શ્રાવકો રાજી થયા. ગુરુએ તેમને વંદન કરી જેમ સુધર્માસ્વામીજીએ જંબૂસ્વામીને આપ્યો હતો તેમ પટ આપ્યો. તે પ્રસંગે વિપુલ દ્રવ્ય ખર્ચીને ઓશવાળ સમરથ ભણશાળીએ પદનો મોટો મહોત્સવ કર્યો. ચોમેર તેની કીર્તિ ફેલાઈ. અનુક્રમે વિહાર કરતાં કરતાં નાડુલાઈ આવ્યા. ત્યાં શાહ કર્મો પ્રતિબોધ પામ્યો. ઉન્નસિત થઈ તેને દીક્ષા આપી. તેના ઘરે કોડાઈ નામની સ્ત્રી અને જેસિંગ નામનો પુત્ર છે. તે જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાએ સ્વપ્નમાં સિંહને જોયો હતો. એટલે તેનું જેસિંગ એવું નામ પાડ્યું. એ પુત્ર જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે માતા એને લઈને જ્યાં ગુરુ દાનસૂરિ મહારાજ બિરાજમાન હતા ત્યાં સુરત આવ્યાં. ગુરુને વંદન કરી તેમની વાણી સાંભળી આનંદિત થયાં. વજસ્વામીએ જેવી રીતે માતાની સાથે સિંહગિરિ મહારાજની પાસે દીક્ષા લીધી હતી તેવી જ રીતે જેસિંગે પણ માની સાથે દીક્ષા લીધી. ગુરુએ જયવિમલ એવું નામ રાખી તેમને હીરસૂરિ મહારાજને ભળાવી દીધા. ગુરુ દાનસૂરિ મહારાજ ત્યાંથી વિહાર કરી અમદાવાદ પધાર્યા. ત્યાં લોંકાના યતિ આવ્યા. તેઓ કહે છે, “અમે પ્રતિમા સ્વીકારીએ છીએ. અમને ગચ્છમાં લઈ લ્યો.' તે વખતે શ્રી દાનસૂરિજીએ તેમને હીરસૂરિજીની પાસે મોકલ્યા, પણ રસ્તામાં જ રાજવિજયસૂરિ મળ્યા. એમણે એમને દીક્ષા આપી ગચ્છમાં લઈ લીધા. એ સમાચાર ગુરુને મળતાં એમને વિચાર આવ્યો કે રાજવિજયસૂરિએ વગર પૂલ્યે લોંકાના યતિને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ છે. શ્રાવક કવિ ત્રઋષભદાસકૃત દિક્ષા આપી દીધી, તો એમનાથી ગચ્છ આગળ કઈ રીતે ચલાવી શકાશે ? એમ વિચારી તેમની શેહશરમ રાખ્યા સિવાય તેમને ગચ્છ બહાર કર્યાની ચિઠ્ઠી લખી. રાજવિજયસૂરિ અમદાવાદ જ્યાં ગુરુ મહારાજ બિરાજમાન છે ત્યાં આવ્યા. તેમની સાથે કોઈ બોલ્યું નહીં. તે વખતે બકોર નામના શ્રાવકે કહ્યું, “ચાલો મારા ઉપાશ્રયે. હું તમને ત્યાં ઉતારું. અમે તમારા શ્રાવક છીએ. અમે તમને માનીશું.” આમ રાજવિજયસૂરિ અલગ થયાં. - હીરવિજયસૂરિની કીર્તિ ચારે બાજુ પ્રસરી. વિહાર કરતાં તેઓ જોટાણા ગયા. જિનદાસ ઋષિ ત્યાં મળ્યા. તે લંકા મત છોડીને હીરવિજયસૂરિના ચરણે નમ્યા. સુમતિવિજય એવું તેમનું નામ પાડ્યું. અને તેઓ ૩૮મા ઉપાધ્યાય થયા. ગુરુ શ્રી વિજયદાનસૂરિ મહારાજ વડલી (વડાવલી)માં સ્વર્ગવાસી થયા. ત્યારે હીરવિજયસૂરિને બધું ભળાવવામાં આવ્યું. તેમની નામના પ્રસરી. બાર વર્ષ તેઓ આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ભટ્ટારકપદે સ્થાપિત થયા. તેમનો ગચ્છ દિવસે દિવસે વધતો ગયો. અન્ય ગચ્છવાળા આવીને તેમને નમવા લાગ્યા. તેઓ નાગપુર તરફ વિચર્યા. પછી ત્રંબાવતી નગરીએ આવ્યા. ત્યાં મેના શ્રાવિકાએ માળ પહેરી અને અગિયારસો સોનામહોરો ખર્ચ. બીજા પણ ઘણાં દાન દીધાં, જે એક જીભથી કહી શકાય એમ નથી. અનુક્રમે તેઓ અમદાવાદ આવ્યા. ગામેગામના સંઘો આવી તેમનાં ચરણ પૂજવા લાગ્યા. તે વખતે ઓગણત્રીસ હજારનું પૂજણું થયું. પછી અનેક ગામ, નગર, પુરમાં વિચરતાં વિચરતાં ફરી ત્રંબાવતી (ખંભાત) નગરીએ આવ્યા. લોકોએ ઘણું ધન ખર્ચ્યુ. ત્યાં શ્રીપાળ રત્નપાળ દોશીનાં ઠકાં નામનાં શ્રાવિકા ઘણાં સુકુમાર છે. તેમના ત્રણ વર્ષના રામજી નામના પુત્રને ગુરુની પાસે વાંચવા માટે લાવે છે. તેને વિષમ રોગ થયો હતો. ગુરુએ ઉપદેશ આપ્યો. સાધુઓએ કહ્યું કે “જો આ રામજી સાજો થાય તો તેને હીરવિજયસૂરિને આપી દેવો એવું નક્કી કરો.” ત્યારે માતપિતાએ કહ્યું કે “જો એનું મન થશે તો અમે તેને આપી દઈશું.' એમ નક્કી કરી ગુરુ મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. આ બાજુ રામજીનો રોગ ધીરે ધીરે દૂર થઈ ગયો. જ્યારે તે આઠ વર્ષનો થયો ત્યારે ફરતાં ફરતાં પાછા હીર ગુરુ ત્યાં પધાર્યા. નક્કી કર્યા પ્રમાણે જ્યારે એમણે રામજીને માંગ્યો ત્યારે આખો પરિવાર રીસ કરીને ઊભો થઈ ગયો. અને બહેને ક્લેશ કર્યો અને માતાપિતા પણ આદેશ દેતા નથી. બધા મૌન થઈને રહ્યા. તે સમયે અજાબહેનનો હરદાસ નામનો સસરો તે ત્યાંના સુબા સતાબખાનને કહેવા લાગ્યો કે આઠ વર્ષના છોકરાને પરાણે સાધુ કરવામાં આવે છે. તે સાંભળી ખાન ચીડાયો. કહે છે. “તે સાધુને પકડી લાવો.' સિપાઈઓ પકડવા દોડ્યા. હીરગુરુ ત્યાંથી નાસી ગયા. પાછળ પરિવાર છે. તે વખતે રત્નપાળ શાહને પકડીને સતાબખાન પૂછે છે, કેમ આવા સુંદર રૂપાળા નાના છોકરાને સાધુ કરો છો ? એ સાધુપણામાં શું સમજે ? અને યોગને પણ શું ધારણ કરે ?” ખિજાઈને વળી તે કહે છે, “જો એને કોઈ સાધુ કરશે તો એને હું છોડીશ નહીં. ઠાર મારીશ.” ત્યારે રત્નપાળે કહ્યું કે હું તો એને સાધુ બનાવતો નથી. હું તો એનો વિવાહ કરવાનો છું. તમારી આગળ કોઈએ જૂઠી વાત કરી છે. આ રીતે તેણે કહ્યું ત્યારે તેને જવા દેવાયો. Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૪૫ ત્રેવીસ દિવસ હીરગુરુ છુપાતા રહ્યા. પછી પ્રગટ થયા. દેશવિદેશ વિચરે છે ને ઠામઠામ ઉપદેશ આપે છે. તેઓ તો ચંપાના પુષ્પની જેમ પુજાય છે. ભમરા જેવા કોઈ એમને ત્યજતા હોય તો એ એમનું પાપ સમજવું. ચંપાના ફૂલ ઉપર ભમરો બેસતો નથી એથી કવિએ આવી ઉપમા આપી છે. (દુહા). રૂપે રંભા બહુલ ધન, યોવન લહિરે જાય; ઇણ અવસર રંડાપણું, પગ પગ ખટકે માય. ૩૩૦ (શ્નો) कशुभं कज्जलं कामं, कुसुमं कंकणं तथा; गते भर्तरि नारीणां, ककाराः पंच दुर्लभाः [9] દુહા) જિમ ફળ વિહુણું રૂખડું, લોચન વિણ સંસાર; જિમ ઘર શૂનું પુત્ર વિણ, તિમ નરવિહુણી નાર. ૩૩૧ પંડિત વનિતા વનલતા, ન રહે વિણ આધાર; ષભ રત્ન સોને કરી, શોભે નહિ સંસાર. ૩૩૨ સુગુણ સુવેધાં માણસા, નિર્ચે અવગુણ હેત; કઈ રંડા કેઈ વિરહણી, કેઈ સંતાન ન હુંત. (ઢાળ ૨૫ - દેશી ચોપાઈની – રાગ વેરાડી) પૂરવ કર્મ પસાએ જોય, પામી નારિ રંડાપણ સોય; | દુખણી ધર્મ કરે તે ઘણું, ભણી શીલ રાખે આપણું. ૩૩૪ નૌકાર ગુણે નવ તત્ત્વ વિચાર, ઉપદેશમાલા ગ્રંથ અપાર; જીવવિચાર ભણે મનરાગ, અરથ લહી પામી વૈરાગ. ૩૩૫ કહે પુત્રી હું સંયમ રહું, કુણ કારણ સંસારે રહું; વારે માય ન માને જિસેં, માતા વૈરાગિણિ હુઈ તિસેં. ૩૩૬ પિતા કહે ન રહું સંસાર, સંયમ ત્યે પુત્રી ને નાર; કુણ કારણ રહું આણે ઠાર, ન ગમે મુજ રહિવું સંસાર. ૩૩૭ માતપિતા ત્યે સંયમ સાર, પુત્ર તણે શિર આપે ભાર; પરણાવાની વાત જવ કરે, અમીપાલ સુત નવિ આદરે. ૩૩૮ પા. ૩૩૫.૧ સુણે (ગુણેને સ્થાને) ટિ. ૩૩૦.૨ રંડાપણું = વૈધવ્ય [9] વાર: = "કથી શરૂ થતા શબ્દો, ૩૩૧.૧ રૂખડું = વૃક્ષ ૩૩૩.૧ સુવેધાં = ચતુર ૩૩૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ - શ્રાવક કવિ ઋષભદાસકૃત કહે હું લઈશ સંયમ ભાર, તુહ્મ જાતાં મુજ કુણ આધાર; માત પિતા સહુ વારે તહિં, અમીપાળ સુત માને નહીં. ૩૩૯ સંયમ લેવા સજ હોએ આાર, ચૌગતિ તણા નિવારણહાર; દાન શીલ તપ ભાવન સાર, જાણો જગ દીસે એ ચ્યાર. ૩૪૦ ઘાલ્યા મંડપ દેતા દાન, કેળવિયાં પોઢાં પકવાન; સ્વામીવચ્છલ હોએ બહુ, સજ્જન સાજન જિમતાં સહુ. ૩૪૧ ફૂલેકાં ચઢતાં નવનવાં, યાચક દાન ઘણાં તિહાં હવા; ગજ રથ અશ્વ અને પાલખી, ઈદ્રાણી આગળ નવલખી. ૩૪૨ ધ્વજ નેજા અસવારી બહુ, વડા વિવહારીઆ મિલીઆ સહ; કેસર છાંટે આપે પાન, વાગે વાજાં ને બહુ ગાન. ૩૪૩ એમ ઉચ્છવ તિહાં થાએ જિર્સે, પાટણ હીરજી આવ્યા તિસેં; વિજયદાનની વાણી સુણી, હીર હુઓ સંયમનો ધણી. ૩૪૪ અમીપાળ સાથે જોડલી, પરણ્યો સંયમનારી ભલી; છતી રિદ્ધિ મૂકી નીકળે, અઢાર વર્ણની આંખો ગળે. ૩૪૫ નવયૌવન ને રૂપ અપાર, જિણે પહિર્યા સોલે શિણગાર; સર્વ તજીને સંયમ લીધ, કો ન કરે તિમ એણે કીધ. ૩૪૬ માય બાપ ને ભગિની જેહ, સાથે સંયમ લેતાં તેહ; ધર્મસી રિખિ રૂડો રિખિ જેહ, વિજયહર્ષ કનકશ્રી તેહ. ૩૪૭ હીર સહિત નવ જણનું માન, જાણે ચક્રી નવે નિધાન; નવે વિહાર ગુરુ સાથે કરે, વિજયદાન મહામંડલ કરે. ૩૪૮ હીરહર્ષ ગુરુ પાસે રહે, ગુરુવચન શિર ઉપર વહે; ભણે ઘણું હઅડે ગહગહે, પૂક્યો ઉત્તર પાછો કહે. ૩૪૯ વિજયદાન મન હરખે ઘણું, ભલું સાન એ ચેલા તણું; ભાગ્યદાર દીસે છે એહ, એહના કર્મ તણો નહિ છે. ૩૫૦ વિદ્યા પૂરી હોએ જોય, તો એ રાજ્યમાન્ય નર હોય; વિદ્યા વિણ નર ન લહે માન, વિદ્યાવંત ઘર નવે નિધાન. ૩૫૧ એહવે રૂડો રિખિ પંન્યાસ, યુગાઁ હીરજીને પૂછે તાસ; કહે પંન્યાસ પૂછજો તદા, ભણી ઘણું પંડિત હોઉં જદા. ૩૫ર વિજયદાનસૂરિ સુણીઉં ઈસ્યું, વિદ્યા વિણ પોસાએ કિસ્યું; ધર્મસાગર હીરો એક યતી, ભણવા મોકલતો ગાછપતિ. ૩૫૩ આગે સિંહ અને પાખર્યો, કનકકલસ ને ખીરે ભર્યો આગે હીરને એહ વિચાર, ગુરુવચને થયો હરખ અપાર.૩૫૪ પા. ૩૪૭.૨ લેહ ૩પ૦.૧ જ્ઞાન ટિ. ૩૪૭.૨ રિખિ = 8ષ ૩૫૪.૧ પાખર્યો = સજાવ્યો Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૪૭ હરખી ચાલ્યા દક્ષણ ભણી, દેવગિરિ આવ્યા રિખિ ગુણી; નિજામ શાહ નગરીનો ધણી, જસમા નારી દેવસી તણી. ૩૫૫ હું ન એક પંડિત ને દેવ, ધર્મસાગર ને હીર ભણેય; ચિંતામણિ બહુ શાસ્ત્ર વિચાર, ભણી પુરુષ બહુ પામ્યા પાર. ૩પ૬ આવ્યા નડલાઈયે જિસેં, વિજયદાનસૂરિ વિદ્યા તિસેં ભણ્યા ઘણું ગુરુ જાણી કરી, પંન્યાસપદ દીધું મન ધરી. ૩૫૭ સંવત સોલ સિત્યોત્તર જિસે, પંડિત પદવી ગુરુ પામ્યા તિસે; આદિનાથ દેહરા માંહિ થાપ, તિણે વાધ્યો જગ ઘણો પ્રતાપ. ૩૫૮ સંવત સોલ અઠોત્તર જામ, નડુલાઈ નગરી છે તામ; નેમિપ્રસાદ છે રળીઆમણો, પદ ઉવઝાય ઉચ્છવ તે ઘણો. ૩પ૯ ત્રણે ઊવઝાય પદ થાય, હીર ધર્મસાગર મુનિરાય; રાજવિમલ ત્રીજો વિઝાય, એ ત્રયે નર પદવી પાય. ૩૬૦ રાજવિજયસૂરિ પછે તેહ, વિજયદાનને મિલીઓ તેહ; સબલ કળા તસ પોતે સાર, રામેં મોહે દેવકુમાર. ૩૬૧ વિનય રૂપ વિદ્યા ભલ લી, નિજ આચાર્ય તે થાપ્યો સહી; ઘણા સાધને ન ગમે તેહ, અન્યગચ્છી આચારજ એહ. ૩૬૨ સકળ સાધ કરે વીનતી, તુહ્મ ચેલો થાપો ગચ્છપતી; વિજયદાન મુખ બોલે નહિ, ગીતારથ તવ વરતે સહી. ૩૬૩ વિજયદાનસૂરી બોલ્યા આમ, અવસર જાણી કરચું કામ; વિગરવ થાઓ મોટા યતી, તિમ કરસું સુખ હોયે અતી. ૩૬૪ વિજયદાનસૂરીશ્વર જેહ, સિરોહીમાંહિ આવ્યા તેહ . સામહીઉ તિહાં સબલું થાય, ચોમાસું રહઆ ગુરુરાય. ૩૬૫ ધ્યાન ધરી બેઠા તિણ ઠાર, પલતી નગરીમાંહિ અમાર; શાસનદેવી વંદે પાય, કિસ્યું કામ કહો રિષિરાય ? ૩૬૬ વિજયદાનસૂરિ પૂછે ઈસ્યું, કવણ પુરુષ પાટે થાપત્યું ? | દેવી કહે તુલ્લે થાપો હર, જેહને પાય નમે નૃપ મીર. ૩૬૭ ઈસ્યુ કહિને દેવી જાય, કેસર કુકમનો ઘન થાય; ઉપાસરે દીપક દેખતા, ઘુઘર ઘંટ ઘણા વાજતા. ૩૬૮ વિજયદાનસૂરિ મુહૂરત લેહ, પદ મહોચ્છવ ચાંગોત કરે; ધન્ના તણો સંતાનીઓ તેહ, રાણકપુર પ્રાસાદ કરેહ. ૩૬૯ પા. ૩પ૬.૧ પંડિત નિંદેહ ૩૫૬.૨ પૂર્વ બહુ ૩૬૦.૧ પદ તિહાં થપાય ૩૬૨.૨ અન્ય ગચ્છનો ૩૬૩.૨ વરડે તે ૩૬૪.૧ વિગરમ ૩૬૬.૨ ગુરુ-પાય ૩૬૭.૧ તણે (પાટે'ને સ્થાને) ૩૬૯.૧ એ પદ મહોચ્છવ વારુ કરેહ ૩૬૯.૨ ધરણા, રાંણપુરિ ટિ. ૩૬૩.૨ ગીતારથ = ધર્મતત્ત્વ જાણનાર, જ્ઞાની Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત તસ કુળે ચાંગો મહેતો જેહ, સબલું ધન ખરચંતો તેહ, મોટા મંડપ તોરણ બાર, ભોજન કરે તિહાં નર ને નાર. ૩૭૦ દરિદ્ર ગયાં તિહાં યાચક તણાં, ભૂષણ ચીવર દાન દીએ ઘણાં; સંઘ ચતુર્વિધ મિલીઓ સહી, વિજયદાન પદ ઘે ગહગહી. ૩૭૧ સંવત સોલ ને દાહોતરો, પોષ શુદિ પાંચમિ દિન ખરો; હીરહર્ષ છે નામ પ્રસિદ્ધ, હીરવિજયસૂરિ પછે કીધ. ૩૭૨ પદ થાપી પાટણમાંહિ ગયા, શ્રાવકજન સહુએ ગહગહ્યા; દેઈ વંદણ પટ આપે એમ, સ્વામી સુધર્મા જંબૂ જેમ. ૩૭૩ સમરથ ભણશાળી ઓશવાળ, પદનો મહોચ્છવ કરે વિશાળ; ધન ખરચ્યું તિણે સબલું ત્યાંહિ, કીર્તિ ન માએ તે જગમાંહિ. ૩૭૪ અનુકરમેં નફુલાઈ જ્યાંહિ, વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ; શાહ કર્મો પ્રતિબોધ્યો સહી, દીક્ષા દાન દિયે ગહગહી. ૩૭૫ ઘરે રહી કોડાઈ નાર, જેસિંગ પુત્ર અછે ઘરબાર; સુહણે સિંહ દીઠો તસ માય, તિણે થાપ્યો જે સિંઘસુત રાય. ૩૭૬ આઠ વર્ષનો સુત જવ થાય, મા બેટો સુરતમાં જાય; | વિજયદાનસૂરિ વદ્યા ત્યાંહિ, સુણી વાણિ હરખા મનમાંહિ. ૩૭૭ સંયમ લેતો ગુરુને હાથ, વઈરસ્વામિ જિમ માને સાથ; સિંહગિરિ કને દીક્ષા લીધ, તિમ એ જેસિંઘકુમારે કીધ. ૩૭૮ જયવિમલ તસ દીધું નામ, હીરહાથે ભલાવ્યા તામ; વિજયદાનસૂરિ ગઇપતિ તેહ, અમદાવાદમાં આવ્યા તેહ. ૩૭૯ ઈણ અવસર લંકાના યતિ, વિજયદાન કને આવ્યા અતી; કહે પ્રતિમા દીઠી છે છતી, અમને ગછમાં લ્યો તે વતી. ૩૮૦ વિજયદાન કહે કહું છું અમે, હીરવિજય કને જાઓ તુમે; તુમને ગ૭માં લેયે સહી, મોકલ્યા ઋષિને એવું કહી. ૩૮૧ રાજવિજય મળીઆ વિચમાંહિ, લંકાના રિખિ પહતા ત્યાંહિ; દીક્ષા દેઈ લીધા ગછમાંહિ, સોય વાત ગુરુ પાસે જાય. ૩૮૨ અણમિલતો ગીતારથ પ્રાહિ, મિલી વિચાર કીધો ગુરુ ત્યાંહિ; આજ ન પૂછી એટલી વાત, આગળ ગછ ચાલ્યો કિમ જાત ?૩૮૩ કેઈ પરે માને હીરને એહ, ગછપતિ ખરો વિચારે તેહ; ગછ બાહિરની ચીઠી લખે, લજ્યા તાસ કિસી નવિ રખે. ૩૮૪ પા. ૩૭૧.૧ તિહાં ૩૭૩.૨ ઠવીઓ (જબૂને સ્થાને) ૩૭૪.૨ પણિ (હિણેને સ્થાને) ૩૭૭.૧ સુત સાંહમા ("સુરતને સ્થાને) ટિ. ૩૭૨.૧ સંવત સોલ ને દાહોતરો = વિ.સં. ૧૬૧૦ (એ વર્ષે શ્રી હીરવિજયસૂરિને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ.) ૩૮૩.૧ પ્રાહિ = સામાન્ય રીતે Page #84 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ રાજવિજય પછે આવ્યા ત્યાંર્દિ, અમદાવાદમાં ગુરુ છે જ્યાંહિં; કોઈ ન બોલે ઊભા થઈ રહે, શ્રાવક બકોર તવ એહવું કહે. ૩૮૫ આવો મારો ઉપાશરો જ્યાંહિં, તુસ્રો ઊતરો રિખિજી તેહ માંહિં; શ્રાવક અો તુહ્મારા સહુ, તુહ્મને માનસ્યે જગમાં બહુ. ૩૮૬ રાજવિજય તવ અલગા રહે, હીરકીર્તિ જગમાં મહમહે; વિહાર કરત જોટાણું જાય, જિણદાસ રિખિ મિલ્યા તિણિ ઠાય.૩૮૭ લંકામત તિણે મૂક્યો સહી, હીરને પાય નમ્યો ગહગહિ; સુમતિવિજય દીધો તસ નામ, અડત્રીસહ ઉવઝાએં તામ. ૩૮૮ વિજયદાનસૂરિ વડલી માંહિં, દેવાંગત સૂરિ હુએ ત્યાં;િ સર્વ ભળાવ્યું હીરને હાથ, વાધી હીર તણી વિખ્યાત. આચારજ પદ વરષાં બાર, પછે ભટ્ટા૨ક હુઓ સાર; ૩૮૯ ૩૯૧ દિનદિન ગચ્છ વાધતો જાય, અન્યગચ્છી આવી નમે પાય. વિચરે દેશ નાગપુર જ્યાંહિં, આવ્યા હીર ત્રંબાવતી માંહિં; મેનાં શ્રાવિકા પહિરે માળ, ઇગ્યારસેં મ્હોર ખર્ચે તત્કાળ. સબળ દાન બીજાં પણ થયાં, એક જીભે નવિ જાએ કહ્યાં; અનુક્રમેં વળી કરિ વિહાર, અમદાવાદ આવ્યા એક વાર. ઠામ ઠામના સંઘ આવેહ, હીર તણા પદ પૂજે તેહ; મુદ્રા ઓગણત્રીસ હજાર, હવું પૂછ્યું તેણીવાર. અનુકરમેં વળી કરે વિહાર, ગામ નગર પુર જુએ અપાર; ફરતા આવે ત્રંબાવતી માંહિ, સબલું ધન ખરચાણું ત્યાંહિ. રતનપાળ દોસી શ્રીમાળ, ઠકાં શ્રાવિકા અતિ સુકમાળ; રામજી પુત્ર ઘર તેને જુઓ, ત્રણ્ય વર્ષનો તે પણ હુઓ. વિષમ રોગ હુઓ તસ અતી, વંદાવા તેડ્યો હીરયતી; ૩૯૬ દિયે દેશના મિલ્યા નર બહુ, પછે સાધુ બોલ્યા તે સહુ. જો એ રામજી જીવતો રહે, દેશ્યો હીરને મન થિર રહે ? કુમરનો ભાવ હુણ્યે જો સહી, તો અમે દેશ્ય તુમ ગહગહી. કરી કોલ ને પાછા વળે, દિન દિન રોગ કુમરનો ટળે; આઠ વર્ષનો સુત જવ થાય, ફરતા હીર આવ્યા તિક્ષ્ણ ઠામ. માગ્યો રામજી જેણિવાર, કરી રીસ ઉઠ્યો પરિવાર; અજા બહિનિ તે કરે ક્લેશ, માત પિતા નવ દીએ આદેશ. ૩૯૦ ૩૯૨ ૩૯૩ ૩૯૪ ૩૯૫ ૩૯૭ ૩૯૮ ૩૯૯ ૪૯ પા. ૩૮૫.૧ બેઠા (છે’ને સ્થાને) ૩૮૯.૧ દેવ ગતિ ૩૯૧.૧ દેશ નગર પુર બાહિં ૩૯૧.૨ મુદ્રા દાન ૩૯૨.૧ પુણ્ય (પણ'ને સ્થાને) ૩૯૩.૧ હીર ગુરુનેં નર ૩૯૬.૨ સોઈ (સાધુ’ને સ્થાને) Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત વિગરવ સહુ થઈ રહિયા જિસેં, અજા બહિનિનો સસરો તિસે; નામ તેહનો છે હરદાસ, સતાબખાનને કરે અરદાસ. ૪૦૦ આઠ વર્ષનો છોકરો ફરે, તેહને સેવડો જોરે કરે; સુણી ખાન તિહાં ખીજ્યો અતી, કહે પકડી લ્હાવો સહુ યતી. ૪૦૧ છૂટ્યા મેવડા જેણી વાર, નાઠા હિર પૂઠે પરિવાર; રતનપાળ શાહ ઝાલ્યો સહી, રામજી શું આપ્યો તે ગ્રહી. ૪૦૨ દીઠો રૂપ સુંદર આકાર, ખીજી ખાન બોલ્યો તિવાર; કયું બે સેવડા ઇનકું કરે ? કયા સમજ્યા એ યોગ ક્યા ધરે ?૪૦૩ સતાબખાન બોલ્યો તિહાં સોય, કરે સેવડા ઈનકું કોય ? મારું ઠાર ન છોડું ઉસે, સતાબખાન ઇમ હુઓ ગુસે. ૪૦૪ રતનપાળ શાહ બોલ્યો તહિં, મેં તો સેવડા કરતા નહિં; વાહ કરુંગા ઈનકા સહી, જૂઠી બાત તુમ આગે કહી. ૪૦૫ ઇસ્યુ વાણીઓ બોલ્યો જિર્સે, ખાને જાવા દીધો તિસે ત્રેવીસ દિન નાસરડું જોય, પછી હીરજી પરગટ હોય. ૪૦૬ અનુક્રમેં વિચર્યા પરદેશ, ઠાર ઠાર દેતા ઉપદેશ; ચંપા પરે પૂજાએ આપ, ભમર તજે તો તેનું પાપ. ૪૦૭ બહેરાએ અવાજ સાંભળ્યો નહીં ને આંધળાએ ચંદ્રમા જોયો નહીં. કૂતરો હાથીની પાછળ ભસે છે. પણ હાથીની ગતિમાં ફેર પડતો નથી. ગજરાજ સમા હીરગુરુ વિચરતાં વિચરતાં સં.૧૬૨૬માં ત્રંબાવતી આવ્યા. તેઓ લક્ષ્મીને કામગરી કરે છે (ધનને સદુપયોગમાં લે છે.) સાતે ક્ષેત્રમાં ધન વાપરે છે. તીર્થયાત્રા અને પ્રતિષ્ઠા કરાવીને માનવભવનો લહાવો સૌ લે છે. હીરગુરુનો મહિમા ઠેરઠેર ગવાય છે. ઠામઠામ સૌ પુષ્કળ ધન ખર્ચે છે. અનુક્રમે તેઓ ડીસા આવે છે. ત્યાં ચાતુર્માસ કરે છે. અમારિ પ્રવર્તાવે છે. ત્રણ માસ દુષ્કર તપ કરી સૂરિમંત્રનું ધ્યાન ધરે છે. અધિષ્ઠાયિકા શાસનદેવી પ્રગટ થાય છે. હાથ જોડી પૂછે છે કે “ગુરુજી, કયા કારણથી આપે મને તેડાવી ?” હીરગુરુ કહે છે, “ગચ્છનો ભાર કોને આપવો તે પૂછવા માટે તમને બોલાવ્યાં છે. પરિવારમાં શીલવંત, સત્યભાષી અને દીર્ઘ આયુષ્યવાળા કોણ છે તે બતાવો.” તે સાંભળી દેવી કહે છે, “જયવિમલને પદવી આપો. તેનાથી ગચ્છ દીપશે. વિક્રમ જેવા રાજાને તે પ્રતિબોધ પમાડશે.” શાસનદેવી હીરગુરુનાં ચરણ વાંદીને કહે છે તમે મને યાદ કરો છો તેથી દુઃખ થાય છે. ત્યારે હીરગુરુ કહે છે, “આપ સ્વથાને પધારો. બાકી શાસનનાં કામ તો તમારાથી થાય.” પા. ૪૦૪.૨ ઠોર ટિ. ૪0૬.૨ નાસરડું = ભાગીને છુપાતા રહેવું. Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ (દા) બહેરે નાહ ન સાંભળ્યો, અંધે ન દેખ્યો ચંદ; સ્વાન ભસ્યો ગજ પાછળે, ગતિ ન ગઈય ગણંદ. (ઢાળ ૨૬ દેશી ચોપાઈની રાગ ભૈરવ) ગણંદ સરીખો મુનિવર જેહ, ત્રંબાવતીમાં આવે તેહ; સંવત સોળ છવીસો જિતેં, પુણ્ય પ્રતિષ્ઠા કરતા તિસેં. ૪૦૯ કાજગરી લિખમી તે કરે, સાતે ખેત્રે ધન વાવરે; તીરથ યાત્રા પ્રતિષ્ઠા કીધ, માનવભવનો લાહો લીધ. હીરગુરુનો મહિમા સહુ, ઠામ ઠામ ધન ખરચે બહુ; વિચરી હીર ડીસામાં જાય, ચોમાસે રહીઆ તિણ ઠાય. ૪૧૧ પળે અમારિ હોએ બહુ દાન, હીરવિજય મુનિ ધરતા ધ્યાન; ત્રણ્ય માસ તપ દુઃકર કરે, શાસનદેવી હીઅડે ધરે. સૂરીમંત્ર અધિષ્ટા જેહ, શાસનદેવી આવી તેહ; ૪૧૨ પગે લાગી બોલી તિણ ઠામ, કહો ગુરુજી તેડી કુણ કામ ? હીર કહે કહું સોય વિચાર, કુણને દેશું ગચ્છનો ભાર; શીળ સત્યભાયગ બહુ આય, તે દેખાડો દેવી માય, જયવિમલને પદવી દેહ, તેથી ગચ્છ સબળો દીપેહ; - ४०८ - પા. ૪૧૩.૧ અદૃષ્ટા ૪૧૬.૧ જાય (‘ઠાય'ને બદલે) ટિ. ૪૧૦.૧ કાજગરી = કામગરી, લિખમી લક્ષ્મી = ૪૧૦ ૪૧૩ વિક્રમ સરીખો રાજા જેહ, પ્રતિબોધણ્યે વળી નિશ્ચે તેહ. ૪૧૫ શાસનદેવી વંદે પાય, કહે મુજ સમરે સંકટ ઠાય; હીર કહે વળો દેવી માય, શાસન કામ તે તુજથી થાય. ૪૧૬ ૪૧૪ દેવીની વાણી સાંભળી હીરગુરુ ખુશ થયા. જાણે ગજરાજ હોય તેવા તેઓ રાજનગર આવ્યા. રાજગરમાં સામૈયાં અને ઓચ્છવ-મહોચ્છવ થયા. બધા હીરગુરુના ગુણ ગાય છે. વિ.સં. ૧૬૨૮ ફાગણ સુદી સાતમના દિવસે જયવિમલને આચાર્યપદવી આપી વિજયસેનસૂરિ નામ સ્થાપન કર્યું. તે વખતે શાહ મૂળા નામના શ્રાવકે ઘણું દ્રવ્ય ખર્યું. સકલ સંઘે તેમનાં ગુણગાન કર્યાં. જેમનું રૂપ દેખી લોકો મોહ પામે છે તથા જે આગમના મોટા જ્ઞાતા છે એવા વિમલહર્ષને ઉપાધ્યાયપદ ઉપર સ્થાપન કરવામાં આવ્યા. લોંકા મતના ગચ્છનાયક મેઘજી ઋષિ આચાર્ય આવીને હીરગુરુના ચરણે નમ્યા. તેઓ જિનેશ્વરની મૂર્તિ જ્યારથી જુએ છે ત્યા૨થી કુમતિ/કદાગ્રહને છોડી દે છે, અને નરભવને સફળ કરે છે. તેમની સાથે એકત્રીસ સાધુઓ છે. તે જિનમંદિરમાં મસ્તક નમાવે છે અને પાપનો ત્યાગ કરે ૫૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ પર શ્રાવક કવિ ઋષભદાસકૃત છે. તેમને વિચાર આવે છે, “મૂઢ એવા મેં પ્રતિમા ઉત્થાપી અને જગતમાં તેનો પ્રચાર કર્યો માટે હું મોટો પાપી છું.' કવિ કયા કયા આગમોમાં જિનપ્રતિમાનો અધિકાર છે તે જણાવે છે. નન્દીસૂત્ર, જીવાભિગમ, ઠાણાંગ, પાંચમું અંગ ભગવતી, ઉવવાઈસૂત્ર - જ્ઞાતાધર્મકથાંગમાં દ્રૌપદીએ કરેલ પૂજાનું વર્ણન છે. છેદગ્રંથ, પ્રશ્નવ્યાકરણ, રાયપ્રસણીયસૂત્ર, ભત્તપયજ્ઞા, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, સમવાયાંગસૂત્ર, છેદમહાનિશીથસૂત્ર, જંબૂદ્વીપપન્નતિ, ગણિવિજ્જાપયત્રા, ઉપાસકદશાંગ, અનુયોદ્ધારસૂત્ર - આ બધાં સૂત્રોમાં જિનપ્રતિમાની પૂજાનો અધિકાર આવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ – આ ચાર નિક્ષેપાથી અરિહંતને ધ્યાવવાની વાત કરી છે. “એ જિનપ્રતિમાના હું ગુણ ગાઉં અને સકલ પદાર્થ પ્રાપ્ત કરું' એવું કુંવરજી ઋષિ પણ ઉપાસક શાસ્ત્ર જોઈને મનમાં વિચારે છે, અને પ્રતિમાને હૃદયમાં ધારે છે. કવિ કહે છે કે તત્ત્વનો વિચાર કરીને જિનેશ્વરનું ધ્યાન ધરો. તેમને પૂછ-પ્રણમીને આરાધના કરો, અને મુક્તિપંથ પ્રાપ્ત કરો. મેઘજી ઋષિ ચૈત્યવંદન કરતા દેરાસરમાં બેઠા. દહા) સુણી વાણિ દેવી વળી, હરખ્યો હીરસૂરીંદ; રાજનગર આવ્યા સહી, જાણું ભદ્ર ગયંદ. ૪૧૭ (ઢાળ ૨૭ - દેશી ત્રિપદી ચોપાઈની) અમદાવાદમાં હીરજી જાવે, ઉચ્છવ સામણીઆં બહુ ભાવે; હીરતણા ગુણ ગાવે હો ગુરુજી. ૪૧૮ વિજયસેનને પદવી થાય, ધન ખરચે તવ મૂળો શાહ, સકળ સંઘ ગુણ ગાય હો ગુરુજી. ૪૧૯ સંવત સોળ અઠ્ઠાવીસે, ફાગણ શુદિ સાતમિ દિન કહીએ; થાપે કર દેઈ શિર્ષે હો ગુરુજી, વિજય૦ વિમળહર્ષ થાપ્યો વિઝાય, દેખી રૂપ મોહ માનવ થાય; આગમ અરથ ઘણાય હો ગુરુજી, વિજય૦ મેઘજી રિખિ આચારજ જેહ, લંકાનો ગછનાયક તેહ; આવી પાય નમેહ હો ગુરુજી, વિજય૦ દીઠી પ્રતિમા જિનની જ્યારે, કુમતિ કદાગ્રહ મૂકે ત્યારે; નરભવ સોય સમારે હો ગુરુજી, વિજય૦ સાથે સાધ મિળ્યા એકત્રીસ, જિનવર દેહરે નામે શીષ; છોડે પાપ જગીશ હો ગુરુજી, વિજય૦ ૪૨) ૪૨૧ ૪૨૨ ૪૨૩ ૪૨૪ પા. ૪૨૪.૨ જિનજી ('ગુરુજી'ને સ્થાને) Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૫૩ પ૩ મેં મૂઠે પ્રતિમા ઉથાપી, કુમતિ તણિ મતિ જગમાંહિ થાપી; જગ મોટો પાપી હો ગુરુજી, વિજય૦ ૪૨૫ છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપૂજા ફળ ઈચ્છે સોય; - નંદીસૂત્રે પ્રતિમા જોય હો ગુરુજી. વિજય૦ ૪૨૬ જીવાભિગમ અને ઠાણાંગ, જોજે ભગવતી પંચમ અંગ; ઉવાઇસૂત્ર ઉપાંગ હો ગુરુજી. વિજય૦ ૪૨૭ જ્ઞાતાધર્મકથાગે જોય, દુપદી પૂજા કરતી સોય; છેદ ગ્રંથે પ્રતિમા હોય તો ગુરુજી. વિજય૦ ૪૨૮ પ્રશ્નવ્યાકરણ તે દશમું અંગ, ચેઈ વૈઆવચ ઉપર રંગ; પૂજે પ્રતિમા અંગે હો ગુરુજી. વિજય૦ ૪૨૯ રાયપસણી ભત્તપયજ્ઞા, કલપસૂત્ર જુઓ એકમન્ના; | જિન પૂજે તે ધન્ના હો ગુરુજી. વિજય૦ ૪૩૦ ઉત્તરાધ્યયન સમવાયાંગ છેદ, મહાનિશીથમાં પ્રતિમા વેદ; જંબુદ્વીપપન્નરી ભેદ હો ગુરુજી. વિજય૦ ૪૩૧ શ્રીગણવિજ્જાપયન્ના માંહિ, ઉપાશગદશાંગ છે વળી જ્યોહિ; પ્રતિમા પૂજી ત્યાંહિ હો ગુરુજી. વિજય૦ ૪૩૨ મૂળસૂત્ર પેખો નર સારો, અર્થ ભલો અનુયોગદુવારો; નામાદિક ઠવણા ધારો તો ગુરુજી. વિજય૦ ૪૩૩ ચ્ચાર પ્રકારે અરિહંત ધ્યાઉં, તિહાં જિનપ્રતિમાના ગુણ ગાઉં; સકળ પદારથ પાઉં હો ગુરુજી. વિજય૦ ૪૩૪ રિખિ કુંઅરજી વચન સંભારી, ઉપાશકશાસ્ત્ર રિખિ ઘણું વિચારિ; પ્રતિમા હીઅડે ધારી હો ગુરુજી. વિજય) ૪૩૫ તત્વવિચાર કરી જિન ધ્યાઓ, પૂજી પ્રણમી જિન આરાહો; | મુગતિ પંથ જિમ પાઓ હો ગુરુજી. વિજય) ૪૩૬ મેઘજી રિષિ કહો ત્યાં ત્યાંહિ ચેઇવંદન કરતો જ્યાંતિ બેઠો દેહરામાંહિ હો જિનજી. વિજય૦ ४३७ તેઓ દેરાસરમાં બેઠા હતા તે વખતે ચોર્યાશી ગચ્છવાળા ભેગા થાય છે. તેઓ કહે છે કે, “તમે અમારા ગચ્છમાં આવો. તમને અમે ઊંચા આસને સ્થાપન કરીશું.” પા. ૪૨૫થી ૪૩૬.૨ જિનજી ('ગુરુજીને સ્થાને) ૪૩૫.૧ આવશ્યક ૪૩૬.૨ મેં પાયો ટિ. ૪૨૭.૨ ઉવાઈસૂત્ર = ઔપપાકિસૂત્ર (બાર ઉપાંગોમાંનું એક ઉપાંગ) ૪૩૦.૧ રાયપાસણી = રાજપ્રશ્રીય કે રાજપ્રદેશીય ઉપાંગ, ભત્તપન્ના = ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક ૪૩૧થી ૪૩૩ ઉત્તરાધ્યયન, સમવાયાંગ, મહાનિશીથ, ગણવિજ્જાપયન્ના, ઉપાશગદશાંગ, અનુયોગદ્વાર વગેરે ૪૫ આગમસૂત્રો પૈકીનાં નામો છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત તે વખતે મેઘજી વિચાર કરે છે, ‘તપાગચ્છ એ જ સાચો છે. મારે શિવ-મંદિરથી કામ છે. પદવીનું તો મને નામ પણ રચતું નથી. જેમના ગુણોનો પાર નથી એવા હીરગુરુ એ જ સાચા સાધુ દેખાય છે. તેમના શિષ્યનો શિષ્ય થઈને તેમના ચરણની સેવા કરીશ.' એમ વિચારીને ભગવાનને વંદીને મેઘજી ઋષિ કહે છે? દેવ વીર ને ગુરજી હીર શીલવંત જે સાહસધીર.” વિર પરમાત્મા એ દેવ અને હીરવિજયસૂરિ ગુરુ એ મેં નક્કી કર્યા છે. આટલું જ્યાં એમના મુખમાંથી નીકળે છે. ત્યાં બાદશાહી વાજાં વાગે છે. ઢોલ, નિશાન ને શરણાઈ રણઝણી ઊઠે છે. બધા હીરગુરુનાં ચરણમાં નમી પડે છે. ગુરુએ તેમને દીક્ષા આપી. ઉદ્યોતવિજય એવું નામ રાખ્યું. તેઓ જબ્બર પંડિત અને વૈરાગી પણ એવા છે. આલાપપૂર્વક રાગ ગાય છે. એકત્રીસ મુનિઓની સાથે દીક્ષા લે છે. તેમાં આંબો, ભોજો, શ્રીવંત, નાકર, લાડણ, ગાંગો, માધવ વીરા આદિ મુખ્ય હતા. વળી દોશી શ્રીવંત, દેવજી, લાલજી અને હંસરાજ વગેરે ગૃહસ્થો પણ લોંકામતને છોડીને હીરગુરુને પગે લાગ્યા. તેનાથી મેઘજીનો મહિમા ઘણો વધ્યો. અનુક્રમે હીરગુરુ પાટણ પધાર્યા. અને ત્યાં વિજયસેનસૂરિને વંદન કરી પાટ ઉપર સ્થાપન કર્યા. મોટો ઉત્સવ થયો. તે વખતે મંત્રી હેમરાજ શ્રાવકે ઘણું ધન ખર્ચે સમ્યકત્વને નિર્મળ કર્યું. પાટણમાં તે વખતે કલાખાન નામનો સૂબો ઘણો દુર્દાન્ત હતો. તેણે હીરગુરુને મળવા માટે આમંત્રણ મોકલ્યું. તેનાથી શ્રાવકો તો ઘણા ડરવા લાગ્યા. પણ હીરગુરુ તો નીડર હતા. તેઓ તો નિર્ભયપણે કલાખાન પાસે આવ્યા. કલાખાને હરિગુરુને પૂછ્યું, સૂર્ય ઊંચો કે ચંદ્ર ઊંચો ?' હીરગુરુએ કહ્યું “ચંદ્ર વધારે ઊંચો ને તેની પછી નજીકમાં સૂર્ય છે. તે સાંભળી ગુસ્સે થયેલો કલાખાન કહે છે, “અમારે ત્યાં તો સૂર્યને ઊંચો અને ચંદ્રને તેથી નીચો બતાવેલ છે. તો તમે કેમ ચંદ્રને સૂર્યથી ઊંચો બતાવો છો ?' તે સાંભળી હીરગુરુ કહે છે કે, હું કાંઈ સર્વજ્ઞ નથી. જેવી રીતે મારા ગુરુના મુખથી મેં સાંભળ્યું છે તેવું તમને જણાવ્યું છે. અમારા શાસ્ત્રમાં નીચા બતાવ્યા છે અને તમારા શાસ્ત્રમાં ઊંચા બતાવ્યા છે તો તમે ભલે તેમ માનો. કોઈ જોઈને તો આવ્યા નથી. ગુરુના મુખથી કે શાસ્ત્રથી જેણે જે જાણ્યું હોય તે પ્રમાણે સૌ કહે.” આ સાંભળી કલાખાન ખુશ થયો. હીરગુરુને કલાખાન કહે છે “તમારા મનમાં જે કાંઈ હોય તે માંગો.” હીરગુરુ કહે છે કેદીઓને મુક્ત કરો' તે સાંભળી દેહાંત દંડની સજાવાળા ચોરોને મુક્ત કરવામાં આવ્યા. એક મહિના સુધી આખા જગતમાં અમારિ – કોઈ પણ જીવની હિંસા ન કરવામાં આવે – નો હુકમ બહાર પાડવામાં આવ્યો. સૌ ઘણા રાજી થયા. કલાખાને કરેલા સારા સત્કારપૂર્વક વાજતેગાજતે હીરગુરુ ઉપાશ્રયે પધાર્યા. સકલ સંઘના મનોરથ પૂરા થયા. પાટણથી વિહાર કરી ખંભાત આવતાં રસ્તામાં સોજીત્રામાં કારણયોગે રહ્યા. પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને આજમખાન તથા હસનખાને ખંડિત કરીને આશાતના કરી હતી. તે દૂર કરાવી. પછી હીરગુરુ બોરસદ આવ્યા. ત્યાં શ્રીકર્ણ ઋષિના શિષ્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૫૫ જગમાલ ઋષિએ હીરગુરુની આગળ ફરિયાદ કરી કે “મારા ગુરુ મને પોથી આપતા નથી. તો તે મને અપાવો.” તે સાંભળી હીરગુરુ કહે છે કે હું એમાં કાંઈ જાણતો નથી. જે વારણ કરે છે તે જ એ જાણે. પણ જો તમારામાં ગુરુએ ગુણ જોયા હોત તો તમને પોથી કેમ ન આપત ? બીજા શિષ્યમાં ગુણ હોવાથી તેમને પોથી આપી.” (ઢાળ ૨૮ - દેશી ચોપાઈની – રાગ મલ્હાર). દેહરામાંહિ નર બેઠો જિસેં. ગચ્છ ચોરાસી મિલીઆ તિસે; કરે વીનતી આવો સ્વામ, તુહ્મને થાપર્યું ઉંચે ઠામ. ૪૩૮ ચિંતે મેઘજી હિયા મઝાર, સાચા સોય તપા સંસાર; પદ્ધીનું મુજ ન રૂચે નામ, માહરે શિવ-મંદિરસ્યું કામ. ૪૩૯ ચેલાનો ચેલો છું થઈ, હીરપાય સેવેસું સહી; સાચો મુનિ દીસે છે એહ, જેહના ગુણનો ન લખું છે. ૪૪૦ ઈમ ચિંતી જિન વાંઘા જિસેં, મેઘજી રિખિ પછે બોલ્યા તિસે, દેવવીર ને ગુરુજી હીર, શીલવંત જે સાહસ ધીર. ૪૪૧ ઈશ્યાં વચન મુખ ભાખ્યાં જિસેં, વાજાં પાતશાહી વાગ્યાં તિસે; મદન ભેર વાજે નિશાણ, હર પાય નમ્યો નર જાણ. ૪૪૨ દઈ દીક્ષા કીધો ઉદ્ધાર, નામેં ઉદ્યોતવિજય પાસાર; "પંડિત કુટડો બહુ વૈરાગ, પ્રાગવંશ આલાપે રાગ. ૪૪૩ આંબો ભોજો શ્રીવંત શિષ્ય, નાકર લાડણ ગાંગો શિષ્ય; માધવ વીરાદિ શિષ્ય જેહ, સાથે સંયમ લેતા તેહ. દોસી શ્રીવંત દેવો લાલજી, હંસરાજ લંકામતિ તજી; હીરગુરુને લાગ્યા પાય, વાધ્યો મેઘજીનો મહિમાય. . અનુક્રમેં ગુરુ પાટણ જાય, દીયે વાંદણાં જૈસિંઘ પાય; હેમરાજ ધન ખરચે ઘણું, સમક્તિ સાર કરે આપણું. ૪૪૬ ઈમ ઉચ્છવ હોએ છે ત્યાંહિ, કલાખાન છે પાટણ માંહિં; મહાદુરદંત કહેવાએ જેહ, હરમુનિને તેડે તેહ. ४४७ શ્રાવક સઘળા બિહના ઘણું, હીરે આણ્ય તિહાં દૃઢપણું; ચાલી આવે ખાનને પાસ, કલાખાન પૂછે ઉલ્લાસ. ૪૪૮ ઉંચો સૂર કે ઉંચો ચંદ? ભાખે મુનિવર હિરસૂરિંદ; ચંદ અમારે ભાખ્યો દૂર, તેહથી હેઠો કહીએ સૂર. ૪૪૯ બોલ્યો ખાન તવ કરડો થઈ, હમારે સૂર તો ઉંચા સહી; નીચા ભાખ્યા હૈ યે ચંદ, તુમ ક્યું ઉંચા કહો સૂરિંદ ?૪૫૦ પા. ૪૪૦.૨ સાધ (મુનિને સ્થાને) ૪૪૩.૧ પદ્મવિજય પસાર ૪૪૪.૧ ઋષિ (શિષ્યને બદલે) ૪૪પ.૧ દેપા લાલજી ४४४ ૪૪૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત તિણ વેળા બોલ્યા ગુર હીર, નહિં હં જ્ઞાની રાંક ફકીર; જૈસી બાત મેં ગુરમેં લહી, વૈસી બાત મેં તુમકું કહી. ૪૫૧ હમારે શાસ્ત્રમ્ યું કર કહ્યા, તુમારે શાસ્ત્રમૈં જુદા લહ્યા. દેખ તો કોઈ ન આયા અહિં, સુણતાં ખાન ખુસી હુઓ તહિં. ૪પર માંગો હીરજી જો કુછ હિયે, હર કહે બંધી છોડિયે; મારણ રાખ્યા હુંતા ચોર, મૂક્યા તેહના કાપી દોર. ૪૫૩ એક માસ તિહાં હુઈ અમાર, સબળ મોહોત પામ્યા તિણ ઠાર; વાજતે ગુરુ પાછા વળે, સકળ સંઘ મનોરથ ફળે. ૪૫૪ પાટણથી પછે કરે વિહાર, બાવટીમાં આવણહાર; સોજીતરે રહ્યા કારણ વતી, આશાતના હુઈ પ્રતિમા અતી. ૪૫૫ . અમદાવાદ અકબર શાહ જિસેં, પાસે આજમખાન સહી તિસે; ખંડી પ્રતિમા પાસની ત્યાંહિ, લખું આવ્યું ત્રંબાવતી માંહિ. ૪૫૬ હાકિમ હસનખાન કર કરી, આશાતના પ્રતિમાની કરી; સુણી હાર સોજિંતરે રહ્યા, બોરસદે પછે ગુરુજી ગયા. ૪૫૭ ઈણ અવસર જગમાલ રિષિ જેહ, શ્રીકરણ રિષિનો ચેલો તે; ગુરે ન દીધો પુસ્તક જામ, કરે બંધ તે સબળો તા. ૪૫૮ આવી હર કનૈ કરે પુકાર, પોથી અપાવો કરી વિચાર; હીર કહે એ ન લહું વાત, વારે તે જાણે અવદાત. ૪પ૯ તુજ ગુરુ દેખે ગુણ તુજમાંય. તો પોથી તુજ ન દીએ કાંય ? બીજા શિષ્યના ગુણ મન ગ્રહી, તેહને પોથી આપે સહી. ૪૬૦ માણસ નહીં પણ માણસમાં રહેલા ગુણ જ મોટા છે. માણસ જો રીસ મૂકી દે તો ગુણવાન બને. બાવળને માણસ પગે ચાંપે છે જ્યારે મરૂઓ મસ્તકે ચડાવે છે. કડવાં તુંબડાં ગુણ દ્વારા મીઠાં બને છે. જેના ગુણ જેવા હોય તેને માણસ કેમ ભૂલે ? ગુણવાન નિધન હોય તોયે તે સારો, પણ ગુણહીન ધનવાળો હોય તો તે નકામો. ખાખરો લીલો હોય તોયે ત્યજવા યોગ્ય અને ચંદનવૃક્ષ સૂકું હોય તોયે સેવવા જેવું. આ રીતે દષ્ટાંત વિચારી તમે સમજી જાવ, પણ લડીને ગુરુની લાજ ખોતા નહીં. આવું સમજાવવા છતાં તે સમજ્યો નહીં ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યો. ત્યારે જગમાલ ઋષિ પોતાના શિષ્ય લહુઆ ઋષિને લઈને પેટલાદ ગયા. ત્યાંના હાકેમને મળી બંદૂકદાર સિપાઈ લઈને હીરગુરુને પકડવા માટે આવ્યા. સં. ૧૬૩૦ની આ વાત છે. હીરગુરુ બોરસદ હતા એટલે તેમને પકડવા તે આવ્યા ખરા પણ તેમને ગુરુ મળ્યા નહીં એટલે તે ચોકમાં આવીને બેઠો. ત્યારે એક શ્રાવિકાએ રોષે ભરાઈને “ગુણસાગર પા. ૪પ૩.૧ કુછુ લોડીઈ ૪૫૫.૨ કુણ વતી ૪૫૭.૨ મુનિ (સુણીને સ્થાને), બોરસિદ્ધિ ટિ. ૪૫૪.૧ અમાર = અમારિ, જીવને અભયદાન ૪૫૫.૧ ત્રંબાવટી = ખંભાત ૪૫૫.૨ સોજીતરે = સોજિત્રા ગામે Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પ૭ એવા મારા ગુરુને તું દુઃખ પમાડે છે એમ કહીને તેના માથામાં ઉલાળો માર્યો. માથામાંથી લોહી નીકળવા માંડ્યું. એથી જગમાલ મનમાં બળવા માંડ્યો. સિપાઈ ત્યાં આવ્યો. તે વખતે હીરગુરુ તથા શ્રાવક ત્યાંથી ચાલ્યા ગયા. પછી જગમાલ પેટલાદ ગયો. બૂમબરાડા પાડવા અને ગાળો દેવા લાગ્યો. પણ ત્યાં તેઓ મળ્યા એટલે પાછો ઘોડેસ્વાર લઈ બોરસદ આવ્યો તો અહીંથી વળી પાછા હીરગુરુ ચાલ્યા ગયા. તે પછી શ્રાવકોએ ઘોડેસ્વાર-સિપાઈઓને દામ આપી ખરી વાત સમજાવી. એટલે તેઓ જગમાલને જ ઠપકો આપવા લાગ્યા. કહે છે, “તું ચેલો છે અને એ તારા ગુરુ છે. તેમની સાથે તકરાર કરવી એ વાજબી નથી. ચાહે તો તે તારો હાથ પકડીને તને વેચી પણ દે અથવા તારા નાકમાં નાથ નાખે તો તે બધું તારે સહન કરવું જ જોઈએ.” એમ કહી તેને ત્યાંથી કાઢી મૂક્યો. જગતમાં દામ બધું કરે છે. દામથી લોકો યશ ગાય છે. દામથી દૂષણ દૂર થાય છે. આ રીતે દામથી કષ્ટ ગયું અને જગમાલને સૌએ હાંકી કાઢ્યો. તે ઠામઠામ ઝઘડા-ક્લેશ કરવા લાગ્યો. જગમાલ પાદશાહ પાસે આવ્યો તે વાત આગળ ઉપર કહેવાનું જણાવી કવિ મેઘવિજયજીએ દીક્ષા લીધી તે અધિકાર જણાવે છે. સં. ૧૬૩૧માં હીરગુરુ ખંભાત વિહાર કરતા કરતા પધાર્યા. આ બાજુ પાટણના વતની અભયરાજ ઓશવાલ વેપાર અર્થે દીવબંદર ગયા અને ત્યાં મોટો વેપાર કરવા લાગ્યા. તેમને ચાર વહાણ અને ચાર વાણોતર હતા. પૈસાનો તો પાર નહોતો. શિયળમાં સીતાના અવતાર સમી અમરાદે નામની તેમની ધર્મપત્ની હતી. તથા બાલકુમારિકા ગંગા નામની પુત્રી હતી. તે પંન્યાસ કમલવિજયજીનાં સાધ્વીની પાસે અભ્યાસ કરતી હતી. જીવવિચાર, નવતત્ત્વ, ઉપદેશમાલા, સંગ્રહણી વગેરે ગ્રંથોનો અભ્યાસ કરવાથી જેનામાં વિવેક જાગ્યો છે એવી ગંગા માતપિતાને કહે છે કે “મને રજા આપો તો હું સંયમ લઉં. પાપ ક્લેશ મૂકું. મારે સંસારમાં રહેવાનો વિચાર નથી.' તે સાંભળી માતાપિતાને ઘણું દુઃખ થયું. તે કહે છે “તું બાલકુમારિકા છે. સંયમમાં તો દિવસ ને રાત કષ્ટ સહન કરવાનું હોય છે. ત્યારે તે કહે છે, “મેં આગળ શાસ્ત્ર સાંભળ્યાં છે. તેથી જાણ્યું છે કે સંસારમાં મેરુ પર્વત જેટલાં દુઃખ છે તેની આગળ સંયમનું દુઃખ કોઈ હિસાબમાં નથી. શાલિભદ્ર, બ્રાહ્મી-સુંદરી અને મલ્લિકુમારી બધાંએ સંયમ લીધું છે, અને બાલબ્રહ્મચારી નેમિનાથ ભગવાને સંસારના સુખ ઉપર જરાયે પ્રેમ રાખ્યો નથી. જો મને સંયમ નહિ આપો તો મારે પાણીયે પીવું નથી અને મારે આહારનો ત્યાગ છે.” પુત્રીની પ્રબલ ત્યાગભાવના જાણીને માતા કહે છે, “જો તું નક્કી સંયમ લેવાની જ હોય તો મારે પછી આધાર કોનો ? હું પણ સંયમ લઈશ.' તે સાંભળી વૈરાગી થયેલા પિતા અભયરાજ કહે છે “જો પત્ની અને પુત્રી બન્ને સંયમ લેતાં હોય તો પછી મારે સંસારમાં રહેવાનું શું કામ છે ? હું પણ સંયમ સ્વીકારીશ.' તે વખતે પુત્ર મેઘકુમારને કહેવામાં આવ્યું કે “માતાપિતા ને બહેન ભલે દીક્ષા લે, પણ તું સંસારમાં Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત રહે. તને સુંદર કન્યા પરણાવીશું. તું સંસારમાં રહી વિલાસપૂર્વક સુખ ભોગવ.” તે સાંભળી મેઘકુમારે કહ્યું કે “મેં તો સંયમનાર પરણી છે. એટલે હવે મારે બીજી નારી જોઈતી નથી. તે સાંભળી કાકી પણ બોધ પામી. એમ પાંચ જણાં સંયમ લેવા તૈયાર થયાં. આ આશ્ચર્યકારી વાત જાણીને તેમના ચાર વાણોતર પણ બોધ પામ્યા. તે વિચારે છે. ઈદ્ર જેવી ઋદ્ધિવાળા આપણા શેઠ પણ જો દીક્ષા લેતા હોય તો આપણે સંસારમાં રહીને શું કરવું છે ?' એમ ચારેય તૈયાર થયા. એટલે કુલ નવ જણાંનું નક્કી થતાં ખંભાત કાગળ લખવામાં આવ્યો. ખંભાતથી હીરગુરુનો ઉત્તર આવે છે, “એક શ્રાવિકાને દીક્ષા આપજો.” તે વાંચી અભયરાજ વિચાર કરે છે અને તરત જ ખંભાત આવે છે જ્યાં હીરગુરુ વિરાજમાન છે. વાઘજી શાહને ત્યાં તેઓ ઊતરે છે. દીક્ષાના ઉત્સવની તૈયારી કરાય છે. રોજ અવનવા વરઘોડા, ફૂલેકાં ચડે છે. જાતજાતનાં વેશ-આભૂષણ પહેરાય છે. ઘોડા ઉપર અસવારી કરાય છે. એ જોવા લોકો ભેગા થાય છે. ઘણાં સાહષ્મીવચ્છલ થયાં. વાચકોને છૂટે હાથે દાન દેવાયાં. પહેરામણીઓ અપાઈ. એમ ત્રણ મહિના સુધી ઉત્સવ ચાલ્યો. ૩પ હજાર મહિમુદી (તે સમયનું નાણું) નો ખર્ચ કરી જન્મ સફળ કર્યો. શ્રેણિકના પુત્ર મેઘકુમાર, ગજસુકુમાલ, ઢંઢણકુમાર, જંબૂકુમાર અને થાવસ્ત્રાપુત્ર કુમાર વગેરેની જેમ છતી ઋદ્ધિનો ત્યાગ કરી વાજતેગાજતે સંયમ લેવા સૌ સંચર્યા. ખંભાત શહેરની બહાર જ્યાં સરોવર તેમજ આંબાનાં ઘણાં વૃક્ષો છે તે કંસારીપુરીમાં આવે છે ત્યાં રાયણવૃક્ષની તળે ગુરુ શ્રી હીરવિજયસૂરિના હાથે નવે જણાં સંયમનો સ્વીકાર કરે છે. તેઓ જ્યારે કાનેથી કુંડલ અને માથેથી મોડ અને ગળેથી હાર ઉતારે છે, ત્યારે એ જોઈ નરનારીઓની આંખે અશ્રુધારા વહેવા માંડે છે. અને જ્યારે પટોળાં-વસ્ત્ર મૂકે છે ત્યારે મુનિઓની આંખો પણ ભીની થાય છે. બેની ગંગા જ્યારે શણગાર છોડે છે ત્યારે પંખીઓ પણ જાણે રડવા લાગે છે. ગંગાને દીક્ષા લેતી જોઈ લોકોને રાજિમતી યાદ આવે છે. અમરાદેની દીક્ષા જોઈ, અભયકુમાર મંત્રીની માતા સુનંદા જે પુત્રના મોહથી સંસારમાં ન રહી તે યાદ આવે છે. અભયરાજને દીક્ષા લેતા જોઈ, જંબૂકુમારની પાછળ દીક્ષા લેતા તેના પિતા ઋષભદત્ત યાદ આવે છે. અને ચાર વાણોતરની દીક્ષા જોઈ ઉત્તરાધ્યનનમાં ઈષકારીય અધ્યયનમાં પુરોહિત, તેની પત્ની, તેના બે પુત્રો અને રાજારાણી એમ છયે દીક્ષા લીધી તથા કાર્તિક શેઠની સાથે તેમના ૧૦૦૮ (એક હજાર ને આઠ) સેવકોએ દીક્ષા લીધી હતી તેની યાદ આવે છે. જેણે છતા પદાર્થોને છોડવા તથા આભૂષણોને, મજૂર માથેથી ભારો નાખે એમ, નાખી દીધા એ મેઘકુમારે એકસો રૂપિયાનું અંગરખું યાચકને આપી દીધું. મેઘકુમારની દિક્ષા જોઈને ત્યાંના શ્રીમાળી જ્ઞાતીય નાના નાગજી નામના શ્રાવકને પણ વૈરાગ્ય થયો અને તે જ વખતે તેણે દીક્ષા લીધી. તેમનું ભાણવિજય નામ રાખ્યું. અગાઉ જેને હીરગુરુને વહોરાવ્યો હતો પણ પછીથી તે દીક્ષા લઈ શક્યો નહોતો તે રામજી પણ ત્યાં ઊભો છે. તેને પિતા અને બહેન અનુમતિ આપતાં નથી. એ Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પરણાવવાની પેરવી કરે છે. ઘણાંયે વેવિશાળો ઘેર આવે છે. લોકો પહેરામણી પણ આપે છે. તે વખતે રામજીનો ભાવ જોઈને માતા કહે છે, “એક વાર સાધુને જે વહોરાવ્યો છે તેને હવે કેમ પરણાવાય ? કુમારની પણ ઇચ્છા નથી. હું તો ના કહેતી નથી. પિતા અને બહેનની અનુમતિ નથી એટલે રામજી દીક્ષા લેતો નથી.' મેઘવિજયની દીક્ષા વખતે ત્યાં ઊભેલો રામજી ભાણવિજયની સામે જુએ છે. તે વખતે ભાણવિજય કહે છે કે “તારા વચને તો દીક્ષા લીધી, અને હવે તું સંસારમાં રહે તે બરાબર ન ગણાય.” રામજીનો ભાવ તો ઘણો છે પણ તે પિતા અને બહેનના કારણે દીક્ષા લઈ શકતો નથી. તે વખતે હીરગુરુને વિજયસેનસૂરિ કહે છે કે “માતાની અનુમતિ મળી ગઈ છે તો રામજીને દીક્ષા આપો. આ અવસર છે. પછી જે થવાનું હશે તે થશે.” તે વખતે ગુરુના વચનથી ગોપાલજી નામનો ગુણવંત શ્રાવક રામજીને રથમાં બેસાડી પિંપલોઈ લઈ ગયો. એક પંન્યાસ મહારાજ પણ પાછળ ગયા. એમણે રામજીને દીક્ષા આપી. પછી ત્યાંથી વડલી ગામે આવ્યા. ત્રણ દિવસ સુધી રામજી દેખાયો નહીં એટલે તેની બહેન અને કુંવરજી ભાઈ હીરગુરુની આગળ આવી ધમાલ કરવા લાગ્યાં. કઠણ વચનો બોલતાં કહે છે કે, તમારાથી દીક્ષા અપાય જ કેમ ?' હીરગુરુ કહે છે કે, “જેણે દીક્ષા આપી છે તે અને રામજી બન્નેનું મારે કામ નથી. તે બન્નેને ગચ્છ બહાર કરવામાં આવે છે. ત્યારે ઉદયકરણ સંઘવી નામના શ્રાવક કુંઅરજીને સમજાવે છે “રામજી તમારે શું કામ આવશે ? શા માટે ફોગટ ફજેત થાઓ છો ? પેલા શિયાળિયાની જેમ બેય શા માટે ખૂઓ છો ? ન તો એને સંસાર ફળશે, ન મોક્ષ મળશે. એના બદલે સુનંદાની જેમ તમે રામજીની પાછળ સંયમ લઈ લ્યોને.” તે સાંભળી બહેન અને ભાઈ બન્ને સમજી જાય છે. પછી કાગળ લખી રામજીને તેડાવે છે. ઓચ્છવ-મહોચ્છવ કરે છે. મેઘકુમારની સાથે એમ અગ્યાર જણાએ સંયમ લીધું. મેઘવિજય ઉપાધ્યાય થયા. એમની વાણીથી બ્રહ્મા પણ ડોલી ઊઠે. રામવિજય જાણીતા થયા; જાણે એક સૂર્ય અને બીજા ચન્દ્ર. ૪૬૧ (દુહા) પુરુષ નહિ રે ગુણ વડા, જો નર મૂકી રીસ, આઉળ પાએ ચંપીએ, મરુઓ દીજે શીષ. પોલાં કડુ તુંબડાં, ગુણે કરીને મીઠ; તે કિમ માણસ વીસરે, જેહ તણા ગુણ દીઠ? ગુણવંતો નિર્ધન ભલો, નિગુણો સધન નિવાર; નીલો ખાખર મૂકીએ, ચંદન સૂક સંભાર. ૪૬૨ ૪૬૩ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૦ . શ્રાવક કવિ ઋષભદાસકૃત (ઢાળ ૨૯ - દેશી ચોપાઈની) ઈણ દષ્ટાંતે સમજે આજ, વઢી ન ખોઈશ ગુરુની લાજ; વાર્યો સોય ન માને બોલ, ગછબાહિર તવ કર્યો નિટોલ. ૪૬૪ લહુઓ ત્રીષ ચેલો તસ પંઠિ, બેહુ ચાલ્યા દીવાનમાં ઉઠિ; પેટલાદૈ હાકિમને મિળ્યા, બંદુકદાર લઈને વળ્યા. . ૪૬૫ સંવત સોળ ને ત્રીસો ત્યાંહિ, હીર અછે તવ બોરસદ માંહિ; લેઈ બંદાને આવ્યો ત્યાંહિ, હીરવિજયસૂરિ બેઠા જ્યાંહિ. ૪૬૬ ભગવનું દર્દ ન પડ્યા ત્યાંહિ, બેઠો આવી ચોક જ માંહિં; એક શ્રાવિકા રીશે ભરી, માર્યો ઉલાળો મસ્તક ફરી. ૪૬૭ : માહરો ગુરુ ગુણસાગર જેહ, તેહને દુઃખ પમાડે એહ; ઇસ્યુ કહિ પચાર્યો ત્યાંહિ, માર્યો ઉલાળો શિર માંહિ. ૪૬૮ ફાટું મસ્તગ લોહી નીકળે, જગમાલ તવ ઝાઝું મન બળે; બંદુકદાર તવ આવી મિલે, શ્રાવક હરમુનિ સહુએ ટળે.૪૬૯ પેટલાદે તે ગયો જગમાલ, કરે મુંબડી મારે ગાળ; લેઈ અસવારને આવ્યો વળી, હરમુનિ સહુ જાએ ટળી. ૪૭૦ દેઈ દામ સમજાવ્યો સોય, હરામખોર ચેલા એ હોય; ફર્યા તુરક મુખ બોલ્યા ઈસ્યું, તુહ્મ મુરીદ તો વઢવું કહ્યું? ૪૭૧ તું ચેલા ને એ ઉસ્તાદ, ગુરુ સેતી ક્યૂ કરણા વાદ; ગુરુ વેચે પકડી તુજ હાથ, ફાડી નાક પરોવૅ નાથ. ૪૭૨ મેલિ ચરને કાઢ્યો તામ, દામ કરે જગ સઘળાં કામ; દામેં કીરતિ બોલે લોક, દામેં લંછન હોએ ફોક. ૪૭૩ દામેં કષ્ટ થયું વિસરાળ, હાકી કાઢ્યો તિહાં જગમાલ; ઠામ ઠામ તે ધંધ બહુ કરે, કલેસીઓ બેરૂમાંહિ સરે. ૪૭૪ દુહા). ગેર બેરુ સારિખા, વહિરો નહિ નરપાળ; ગેરુ પત રાતાં કરે, બેર કરે કપાળ. જાતિવંત જગમાં ભલો, નાહી ભલો કુજાત; જો બોહોતેરો ચાંદણો, દિવશ ન પૂગે રાત. ૪૭૬ ૪૭૫ પા. ૪૬૪.૨ તસ કર્યો ૪૬૬.૧ સોળ તે ત્રીસો ૪૬૭.૧ રીશે કરી, મસ્તક ધરી ૪૬૮.૨ નિવાર્યો ૪૭૨.૧ ચેલાનો ૪૭૩.૧ ચરકને ૪૭૪.૧ કામ થયો જ દરાલ ટિ. ૪૬૮.૨ પચાયૅ = પડકાર્યો ૪૭૪.૧ વિસરાળ = નષ્ટ, ખંડિત ૪૭૫.૧ ગેરુ = લાલ મટોડી Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ (ચોપાઈ) ૨વણી સરિખો જે જગમાલ, પાદશાહ કૈં જઈ માર્યો ગાલ; આગળ વાત તે કહિસ્સું સહી, હીર ખંભાયત આવ્યા વહી. સંવત સોળ એકત્રીસો ઇસેં, બહુ મંડાણ હુએ વળી તિસેં; મેઘવિજય લ્યે સંયમભાર, સાંભળજો નર તે અધિકાર. પાટણમાંહિં રહે અભેરાજ, ઓશવંશમાં સબળી લાજ; અનુકરમેં ગયા દીવા મઝાર, સબળો વાણિજ કરે તેણિ ઠાર. ચ્યાર વાંહણ વાણોતર ચ્યાર, જેહની ઋદ્ધિતણો નહિ પાર; અમરાદે ઘર નારી સાર, શીનેં સીતાનો અવતાર. ગંગા નામે પુત્રી જેહ, બાલકુંઆરી કહીએ તેહ; વડા ત્યાં કમલવિજય પંન્યાસ, ભણતી તેહની સાધવી પાસ. ૪૮૧ નવે તત્ત્વ ને જીવવિચાર, ઉપદેશમાલા ગ્રંથ સુસાર; સંઘયણાદિક શાસ્ત્ર અનેક, ભણતાં આવ્યો સબળ વિવેક. ૪૮૨ કહે પુત્રી લેઉં સંયમભાર, હું ન કરું સંસાર વિચાર; આપો મુજનેં તુમ આદેશ, અહ્મે મૂકસ્યું પાપક્લેશ. સુણી વચન માતા દુખ ધરે, પિતા સોય એહવો ઉચ્ચરે; બાલકુંઆરી સ્ત્રીની જાતિ, કષ્ટ ખમેવું દિન ને રાતિ. આગમશાસ્ત્ર સુણ્યા મેં કાન, સંસારનાં દુખ મેરુ સમાન; ૪૭૭ પા. ૪૮૫.૧ પુનિ કાંનિ ૪૭૮ ૪૭૯ ૪૮૦ ૬૧ ૪૮૩ ૪૮૪ સંયમનું દુખ નહિ લગાર, શાલિભદ્ર લ્યે સંયમભાર. બ્રાહ્મિ સુંદરી બાલકુંઆર, મલ્લીજિન લ્યે સંયમભાર; બાકુંઆરો જિનવર નૈમિ, સંસાર સુખ ઉપર નહિં પ્રેમ. મેં સંસાર છોડેવો સહી, જલ નવી પીવું ઊભાં રહી; જો નવિ ઘો મુજ સંયમભાર, તો મેં છાંડ્યા ચ્યારે આહાર અમરા બોલી તિણ ઠાર, જો તું ન રહે સહી સંસાર; તો મેં લેવો સંયમ ભાર, પુત્રી જાતાં કિસ્સો આધાર ? ૪૮૮ સુણી તાત પણ હુઓ વૈરાગ, સંસાર રહેતાં નહિ મુજ લાગ; પુત્રી નારી મોહે અભેરાજ, નહિ સંસાર રહ્યાનું કાજ. ૪૮૯ માત પિતા લ્યે સંયમભાર, ઘરે રહો તુમ્હે મેકુમાર; પરણાવું તુહ્મ સુંદર નાર, સુખ વિલસો રહિ તુો સંસાર. મેઘ કહે ન રહું સંસાર, મેં પરણેવિ સંયમનાર; સુણી વચન કાકી બૂઝેય, પાંચ ગ્ણાં તવ સૈંયમ લેય. ૪૯૧ ૪૮૫ ૪૮૬ ૪૮૭ ૪૯૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત દેખી અચંબહ વાત અપાર, તવ બૂઝ્યા વણોતર ચાર; ઇંદ્ર જિસ્યા નર બૂડ્યા આજ, આપણ રહી સ્યું કરસ્યું કાજ. ૪૯૨ નવે જણા હુઆ એકે ધાત, કાગળ તવ લખીઓ ખંભાત; પાછો લેખ લખે ગુરુરાય, એક શ્રાવિકા દેજો દીક્ષાય. એહવો લેખ ગયો જેણીવાર, શાહ અભેરાજ તવ કરે વિચાર; છાનો ઊઠી આવે આંહિં, ત્રંબાવતી ગુરુ હીર છે જ્યાંહિ. ઊતર્યા શાહ વાઘજીને ઘરે, ફુલેકાં ચઢતાં બહુ પ; ૪૯૩ ૪૯૪ ૪૯૫ અસવારી આડંબર સહુ, જોવા લોક મિલે તિહાં સહુ. ખુંપ તિલક નિત નવી ભાય, તીન માસ ઈમ ઉચ્છવ થાય; સહમીવત્સલ કીધા બહુ, યાચક જન પહિરાવ્યા સહુ. મહિમંદી પાંત્રીસ હજાર, ખરચી સફળ કર્યો અવતાર; ૪૯૬ છતી ઋદ્ધિનો મૂકણહાર, શ્રેણિકસુત જિમ મેઘકુમાર. ગયસુકુમાલ ઢંઢકુમાર, જંબૂપ મૂક્યો સંસાર; થાવચ્ચાની પેરેં કરે, વાજંતે વનમાં સંચરે. કંસારીપુર શોભે ત્યાંહિં, આવ્યા સરોવર આંબા જ્યાંહિ; રાયણ ફૈખતળે સંયમલીધ, હીરવિજયસૂરી હાથે દીધ કુંડલ ખુંપ ઉતારે હાર, નરનારી નયણે જલધાર; મુકે પટોલાં પામરી ચીર, મુનિજન લોચન મૂકે નીર. ગંગા બહિની તજે શિણગાર, પંખીજન રોવે તિણિવાર; ૪૯૭ ૪૯૮ ૪૯૯ ૫૦૦ સાંભરી સહુને રાજીમતી, કોણ વર્ષે સંયમ લે સતી. અમરાદે થે તિહાં દીક્ષાય, જિમ જગ અભયકુમરની માય; નામેં સુનંદા શ્રેણિકનાર, પુત્રમોહેં ન રહી સંસાર. તિમ અમરાદે શ્રમણી હોય, અભરાજ સંયમ લ્યે સોય; ૠષભદત્ત જિમ જંબૂ પૂંઢિ, મોહેં સંયમ લીધો ઊઠી. ભોજાઈ વાણોતર ચ્યાર, તિણે મૂક્યો સંસાર અસાર; ઇક્ષકાર જિમ સંયમભાર, સેવક ચ્યારતણો પરિવાર. કાર્તિક શેઠ થે સંયમવાટ, સેવક સાથે સહસ ને આઠ; અભયરાજ લિયે સંયમભાર, વાણોતર તિહાં પૂંઠે ચ્યાર. ૫૦૫ મેઘકુમાર તણી એ કથા, જિણે પદારથ મૂક્યા છતા; હીરહાથે થે સંયમભાર; ભાર પ નાંખ્યો શણગાર. ૫૦૧ ૫૦૨ ૫૦૩ ૫૦૪ ૫૦૬ પા. ૪૯૨.૧ અચભઈ ૪૯૬.૨ લહિણાં બહુ ૪૯૯.૧ મિલી આવ્યા સરોવરિ જ્યાંહિ ૫૦૧.૨ કુંણભે ટિ. ૪૯૨.૧,૨ બૂડ્યા = બોધ પામ્યા ૪૯૯.૨ ડુંખ = વૃક્ષ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ એકસો રૂપક તણી કભાય, યાચકને દીધી તિષઠાય; નવ માનવસ્યું . દીક્ષા ગ્રહી, દસમો ભાણવિજય તે સહી. ૫૦૭ શ્રીશ્રીમાલી નાનો નાગ, દેખી મેઘ પામ્યો વૈરાગ; હીર હાથે થે સંયમભાર, પાસે તે રાખ્યો ઋષિસાર. ઇમ સંયમ લ્યે સુપુરુષ જિતેં, રામજી નર ઊભો છે તિસે; હીરજીને વહિરાવ્યો જેહ, પિતા બહન અનુમતિ નવિ દેહ. પરણાવાની કરતા પેર, વેવિસાલ આવે બહુ ઘેર; બાવિસર્સે ભરૂઅગ્ની જોય, પહિરામણી નર આપે સોય. ૫૧૦ ભાવકુમરનો નિશ્ચે લહી, માતા ઇજ઼ી પરે બોલી તહિં; સાધ તણે વહિરાવ્યો જેહ, કિમ પરણાવ્યો જોઈયે તેહ. ૫૧૧ કુમર તણી ઇચ્છા પણ નહિ, હુંતો ના નવિ ભાખ્યું અહીં; પિતા બહન અનુમતિ નવિ દિયે, તિણે રામજી દીક્ષા નહુ લિયે. મેઘવિજય સંયમ લ્યે જ્યાંહિં, પુરુષ રામજી ઊભો ત્યાંહિં; ભાણવિજય સાહમું તે જોય, એ લક્ષણ ઉત્તમ નવિ હોય. તુજ વચને મેં સંયમ લીધ, તેં સંસારેં રહિવું કીધ; રામકુમરનો ભાવ તે સહી, પણ દીક્ષા નવિ જાએ ગ્રહી. જેસિંઘ હીરને કહે ગહગહી, માએ અનુમતિ દીધી સહી; દીજે દીક્ષા અવસર અછે, હોનારું તે હોસ્થે પછે. ગોપાળજી ઉભો ગુણવંત, જેસિંગ હીરને એમ કહંત; ૫૦૮ ૫૦૯ ૫૧૨ ૫૧૩ ૫૧૪ ૫૧૫ રામકુમરનેં હાથે ગ્રહી, પિંપલોઈ તુમ્હે જાઓ સહી. રથ બેસાડીને લેઈ ગયો, પંન્યાસ એક પૂં પણ થયો; રામજીને દીધી દીક્ષાય, વડલી માંહિ આવ્યા ઋષિરાય. ૫૧૭ હીર ત્રંબાવતી આવ્યા સહી, રામકુમર તે દીસે નહિ; ત્રણ્ય દિવસ હુઆ જેણીવાર, બહિને આવી ર્યો પોકાર.૫૧૮ દીક્ષા તુહ્મ દીધી કિમ જાય, કઠણ વચન બોલે તેણિ ઠાય; બંધવ કુંઅરજી નર જેહ, સબળો ધંધ કરતો તેહ. હીર કહે જિણે દીધી દીખ્ય, બીજો રામજી તેવો શિષ્ય; મારે બેહુ તણું નહિં કામ, ગછ બાહિર લેઈ કાઢ્યા તમામ. ઉદયકરણ સંઘવી નર જેહ, કુંઅરજીને વારે તેહ; કિસ્સો કામ આવ રામ ? ફોક શ્વેત થાઓ છો આમ. જંબુક પરેં ખુઓ કાં દોય, નહુ સંસાર મોક્ષફળ હોય; સુનંદાની પેરેં કરો, રામ પુંઠેં તુો સંયમ વરો. ૫૧૬ ૫૧૯ ૫૨૦ ૫૨૧ ૬૩ ૫૨૨ પા. ૫૦૮.૨ નરસાર ૫૧૨.૧ પણ તહિં ૫૧૬.૧ હીર તસ ૫૨૦.૧ ચેલો શિષ્ય ૫૨૧.૨ જેહ ફજેત ૫૨૨.૧ મોક્ષ લહો ય ૫૨૨.૨ સંયમ ઉચ્ચરો Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત બંધવ બહિની સમજ્યાં તહિં, કહે રામને તેડો અહિ; લખી લેખ તેડ્યો નરરામ, ઉચ્છવ મોચ્છવ કીધા તામ. પ૨૩ મેઘતણી પેઠે નર એહ, ઈગ્યાર જણ તિહાં સંયમ લેહ; મેઘવિજય હુઓ ઉવઝાય; સ વાણી ડોલે બ્રહ્માય. પર૪ રામ ભાણ હુઆ પંન્યાસ, પંડિત કવિ મુખ શારદવાસ; ગછમાંહિ જાણીતા જામ, જિમ રવિ બીજો રાજારામ. પ૨૫ કવિ ઋષભદાસ કહે છે, જે ગંભીર, ક્રોધરહિત તથા મદ, માત્સર્ય અને માયાથી પણ રહિત છે અને જે શિયળમાં ગંગાના નીર જેવા નિર્મળ છે એવા મુનિરાયને હું નમું છું. ગુરુ હીરને આવા ગુણિયલ શિષ્યો છે તથા શ્રાવકોનો તો કોઈ પાર નથી. . દિવસે દિવસે તેમનો પ્રતાપ અને પરિવાર વધતો રહ્યો છે. જિનેશ્વરોમાં વીર વિભુ જેવા હીરગુરુ પૃથ્વીતલમાં યુગપ્રધાન વિચરતાં વિચરતાં રાજનગરમાં પધારે છે ત્યાં સોમવિજય અઢાર મનુષ્યોની સાથે સંયમ સ્વીકારે છે તેનો અધિકાર કહું છું તે સાંભળો. વીરમગામમાં પોરવાડ વંશનો વીરૂ મલિક નામનો એક વજીર રહેતો હતો. એ એવો તો પ્રતાપી અને નામી પુરષ હતો કે તેની સાથે કાયમ પાંચસો ઘોડેસ્વાર રહેતા હતા. તેના નામથી ચોરો ભાગતા હતા. " તેનો પુત્ર સિંહના જેવો પરાક્રમી સહસકરણ મલિક હતો. અને તેનો પુત્ર ગોપાલજી નામનો સુંદર શુભમતિવાળો, બાલ્યાવસ્થાથી જ ધર્મપ્રીતિવાળો, વિદ્યાવંત, સારી સંગતિ કરનારો, પાપનાં કામો ન કરનારો એવો હતો. મુનિઓની સેવા કરતાં તે વ્યાકરણ, તર્ક, પ્રમાણ વગેરે ઘણા ગ્રંથો ભણ્યો હતો. વળી તે રસભય નવાં નવાં કાવ્યો પણ નાની ઉંમરમાં જ બનાવતો હતો. તે પોતાના પરિવારને કહે છે, “મારે સંયમ લેવો છે. મારે શસ્ત્ર ધારણ કરવાં નથી. જગતના જંતુને વૈર કરીને દુઃખી કરીએ તો તેનું પાપ કોણ ભોગવે ?” ઘણું કહેવા છતાં પણ ગોપાલજી જ્યારે રોકાયો નહીં ત્યારે તેની બહેન તથા ભાઈ કલ્યાણજી પણ કહેવા લાગ્યાં કે “તારા સરખો ભાઈ જો ઋદ્ધિને ત્યાગી સંયમ લેતો હોય તો અમે સંસારમાં શું રહીએ ?' તેઓ પણ સંયમ લેવા તૈયાર થયા. કલ્યાણજી તો કહે, “આપણે બન્ને શાંબ અને પ્રદ્યુમ્નની જેમ સંયમ લઈશું.' તેઓ વીરમગામથી ચાલીને અમદાવાદ આવ્યા. ત્યાં હીરગુરુનાં ચરણ વાંદ્યાં. અને ઝવેરી કુંઅરજીના ઘેર ઊતર્યા. દીક્ષાનો ઉત્સવ ઠાકથી શરૂ કર્યો. ગોપાલજી મોહોરનાં વસ્ત્રો અને આભૂષણો પહેરે છે તે જોઈને લોકો માથું ધુણાવે છે. કહે છે કે “આવી મોટી ઋદ્ધિ આ છોડશે.” રોજ વરઘોડા ચડે છે. કુંવરજીએ પણ ઘણું દ્રવ્ય ખચ્યું. નાનામોટા સૌ જોવા ભેગા થાય છે. એક દિવસ વરઘોડે ચડેલા ગોપાળજીને જોઈને હાકેમ પૂછે છે કે, “શું, આ કુમાર પા. પ૨૫.૨ જાણીતા નામ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પરણવા માટે ઘોડે ચડ્યો છે ?' જવાબમાં કહ્યું કે “ના, ના, આ તો પૈસો ને પરિવાર બધું છોડીને દીક્ષા લેવા તૈયાર થયો છે.' તે સાંભળીને હાકેમ પગે લાગે છે, ને કહે છે “મારા હાથે કાંઈ નથી તોયે અમને સાહેબ સાંભરતો નથી. જ્યારે આ નવયૌવન વયમાં આખી દુનિયા મૂકે છે અને સાધુ થાય છે.” હીરગુરુના હાથે ગોપાલજીએ સંયમ લીધું. તેની પાછળ અઢાર જણાએ સંયમ લીધું. તે જોઈને ઘણા જીવો સમ્યકત્વ પામ્યા. હરિગુરુના ભાગ્યનો પાર નથી. - સિંહના જેવા શાહ ગણજીએ પણ એ જોઈને દીક્ષા લીધી. સુલતાન જહાંગીરની જેમ શોભતો તે હાથી ઉપર બેસી દાન આપે છે. અને દાન દઈને આખી દુનિયા છોડે છે. તેણે હીરગુરુને મસ્તકે ધારણ કર્યા. ધનવિજયે દીક્ષા લીધી. એની સાથે પોતાનાં માતાપિતા તથા બે ભાઈ કમલ અને વિમલે પણ દિક્ષા લીધી. એમ પાંચ થયા. અને બીજા સદયવચ્છ ભણશાલી, પદ્મવિજય, દેવવિજય અને વિજયહર્ષ આ ચારેએ પણ દીક્ષા લીધી. એમ કુલ અઢાર દીક્ષા થઈ. (ગોપાળજીનું નામ સોમવિજય, કલ્યાણજીનું નામ કીર્તિવિજય અને બહેનનું નામ વિમલશ્રી રાખ્યું. સોમવિજયજી ઉપાધ્યાય થયા જેઓ હીરગુરના પ્રધાન તરીકે ગણાતા હતા. અને ઉમા. કીતિવિજયજી જેઓ ઉપા. વિનયવિજયજીના ગુરુ તરીકે હતા.) સોમવિજયને અનુક્રમે ઉપાધ્યાય કર્યા. તેમની દેશના નંદિષણની જેમ કદી પણ નિષ્ફળ જતી નહોતી. એવું રૂપ, ક્રિયા, કંઠ અને પંડિતપણું બીજે ક્યાંય જોયું નથી. ક્ષત્રિય મુગલ બધાને એમણે સમજાવ્યા. તેઓ જ્યાં પધારે ત્યાં ઘણા ઉત્સવ થતા. ગુરુ હીરવિજયસૂરિના જગતમાં ઘણા શિષ્યો થયા. તેમનો અવતાર ધન્ય છે. તેમના ગુણનો કોઈ પાર પામે તેમ નથી. પ૨૬ દુહા) ત્રઋષભ નમે મુનિ રામને, ક્રાધરહિત ગંભીર; મદ મચ્છર માયા નહીં, શીળે ગંગાનીર. ઇસ્યા શિષ્ય ગુરુ હીરને, શ્રાવકનો નહીં પાર; દિનદિન દીસે વાધતો, હીર તણો પરિવાર. હીર ફરે મહિમંડલે, જિમ જિનવરમાં વીર; રાજનગરમાં આવીઆ, યુપ્રધાન સમ હીર. સોમવિજય સંયમ લિયે, સાથે મનુજ અઢાર; ઋષભ કહે નર સાંભળો, ભાખું તેહ અધિકાર. ૫૨૭ પ૨૮ પ૨૯ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૬ · શ્રાવક કવિ ઋષભદાસકૃત - (ઢાળ ૩૦ પદમરથ રાય વિતસોકા, રાગ મારુ) કહું અધિકાર તુજ સાંભળ સોમ વિજયતણો રે, પૂરવે વડા વજીર; વીરમગામના વાસિ વીરૂમલિક સહી રે, ૫૩૧ પ્રાગ વંશમાં ધીર રૂઅડો ગોપળજી રે, પંચસયાં અસવાર ચઢે જસ પુંઠલે રે, વાજે ભંભા ઘોર; મીર કોઈ થઈ ફરતો મલિક વીરૂ સહી રે, નાઠા સઘળા ચોર. રૂ. તાસ પુત્ર હુઓ એક જગમાં સિંહ જિસ્યો રે, નામ મલિક સહસકર્ણ; કરે વજીરી મહંમદ પાદશાહની સદા રે, ઘરે ઋદ્ધિ બહુ આભર્ણ. રૂઅડો. ૫૩૦ ૫૩૨ તાસ પુત્ર હુઓ એક સુંદર શુભમતી રે, ગોપાળજી તસ નામ; ધુરથી ધર્મી વિઘાવંત સુસંગતી રે, ન કરે પાપનું કામ. રૂ. મુનિવર સેવા કરતાં ગ્રંથ ઘણા ભણ્યા રે, વ્યાકર્ણ તર્ક પ્રમાણ; કરે કાવ્ય નવાં તે રંગે રસભર્યાં રે, થોડે દિવસે નર જાણ. નિજ પરિવારને કહે હું સંયમ આ રે, શસ્ત્ર ધરું નહિં આપ; વૈર કરી દુહવી જગના જંતુને રે, કોણ ભોગવે પાપ. રૂ. બહુએ વાર્યો ન રહે નર ગોપાળજી રે, હુઓ ભગિની વૈરાગ; તું સરીઓ હું જખા જગમાં જાણજે રે, કરીએ ઋદ્ધિનો ત્યાગ. રૂ. તવ વૈરાગી ભ્રાત હુઓ ક્લ્યાણજી રે, તુહ્મ જાતાં રહુ કેમ ? સંયમ લેસ્યું સાર્થિ આપણ બેઉ જણા રે, સાંબ પ્રદ્યુમ્નનર એમ. રૂ. અમદાવાદેં ચાલીને વેગે આવીઆ રે, વંઘા હીરના પાય; પુરુષ ઝવેરી કુંઅરજી ઘરે ઉતર્યા રે, ઉચ્છવ અધિકો થાય. રૂ. ૫૩૮ મોહોર તણો ગજચીવર પહિરે સોમજીરે, ભૂષણ રૂપ અપાર; દેખી શીશ ધુંણાવે પુરુષ ઘણા વળી રે, એ ટૂંકસ્યું સંસાર. રૂ. ૫૩૯ નિત વરઘોડા બહુ આડંબરેં રે, ખરચે કુંઅરજી દામ; નરનારીને નાનાં મોટાં સહુ વળી રે, જોવા મિલે જન ગામ. રૂ૫૪૦ એક દિન ચઢીઓ વરઘોડે ગોપાળજી રે, હાકિમ મિલીઓ તામ; પૂછે પ્રેમેં કુમર ચડ્યો એ પરણવા રે, ના છોડે શ્રી દામ. રૂ. ૫૪૧ દેખી નવયૌવન નાહનો પુરુષ તે રે, હાકિમ લાગો પાય; મુખ તંબોલ તે માગે નર પ્રેમેં કરી રે, સોમ તણા ગુણ ગાય. રૂ. કહે હાકિમ મુજ હાથે નહિ જો એક વળી, સાહિબ ન સાંભરે તોય; એ નવયૌવન નાંહનો દુનિઆં મૂકતો રે, ભલો યતી એ હોય. રૂ. ૫૪૨ ૫૪૩ ૫૩૩ ૫૩૪ ૫૩૫ ૫૩૬ ૫૩૭ પા. ૫૩૩.૨ વિદ્યાવંતશું સંગતી રે ૫૩૬.૨ તો શરીરઉ ૫૩૭.૧ ભવ ૫૪૨.૧ પુરુષનેં રે ટિ. ૫૩૨.૨ આભર્યું = આભરણ Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિાસ હીર હાથે પછે સંયમ લીએ શુભ પર્શે રે, પૂઠે મનુષ્ય અઢાર; દેખી સમતિ પામ્યા પુરુષ ઘણા વળી રે, હીર ભાગ્યનો નહિ પાર. રૂઅડો. ૫૪૪ શાહ ગણજી તિહાં સંયમ લિયે સિંહ જિસ્યો રે, વસ્ત્ર ભલાં ઘેર વહેલિ; નાહનો તે નિત્ય રૂપક એક ઉપરાજતો રે, ચાલ્યો સોમનીયે ગેલિ. રૂઅડો. ૫૪૬ ગજ ઉપર બેસી ધન ઉછાળતો રે, જિમ સુલતાન જાહાંગીર; દેઈ દાન ને દુનિ જે નર મૂક્યો રે, ગુરુ કીધો શિર હીર. રૂ૦ ધનવિજય પંચ ગુસ્સું તિહાં સંયમ લીએ રે, કમળ વિમળ બે ભ્રાત; માત તાત ને સંયમ પોતે આદરે રે, જગ જોવાને જાત. રૂ૦ ૫૪૭ સદય વચ્છ ભણસાલી સંજમ આદરે રે, પદમવિજય નર સાર; દેવવિજય ને વિજયહર્ષ સંયમ લીએ રે, ઇત્યાદિક મનુજ અઢાર. રૂઅડો. નામથાપન સોમવિજય શિષ્યનેં કીઓ રે, અનુકરમેં ઉવઝાય; જેહની દેશના નંદિખણના સારિખી રે, નિફળ કહિયે નવિ જાય. રૂઅડો. ઇસ્યું રૂપ કિરીઆ ને કંઠ પંડિતપણું રે, મેં નવિ દેખ્યું ક્યાંહિં; ક્ષત્રી મુગલ મલિક તણે સમજાવીઆ રે, ઉચ્છવ બહુ ઋષિ જ્યાંહિ. રૂઅડો. ૫૫૦ હીરતણા શિષ્ય એહવા જગમાં બહુ હુઆ રે, ધન્ય હીરનો અવતાર; ઋષભ કહે ગુરુ હીરવિજયસૂરિતણા રે, કોઈ ન પામે પાર. રૂ૦ ૫૪૫ ૫૪૮ ૫૪૯ ૬૭ ૫૫૧ સોમવિજયની દીક્ષા પછી હીરગુરુ અનુક્રમે પાટણ આવ્યા. ત્યાં ઘણો લાભ થશે. ત્યાંથી કુણગર પધાર્યાં. ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં ઉપધાન થયાં. તેની માળ થઈ. લોકોએ વ્રત લીધાં. જાણે ધર્મે વાસ કર્યો હોય તેવું વાતાવરણ થયું. જે સ્થાને હીરગુરુ વાસ (સ્થિરતા) કરે છે તે કુણગર ધન્ય છે. હીરગુરુ જ્યાં બિરાજમાન છે તે કુણગરમાં પુણ્યવંત આત્માઓ હર્ષવાળા બને છે. પણ અધમ આત્માઓ ઈર્ષ્યા કરે છે. ભૂતકાળમાં આવું બનતું જ આવ્યું છે. ૩૬૩ પાખંડીઓ વીર પરમાત્માની નિંદા કરતા હતા. કમઠે પાર્શ્વનાથને ઉપસર્ગ કર્યો. ગોશાળાએ મુનિનો ઘાત કર્યો. આમ અધમ આત્માઓ સદાયે ચાલ્યા જ આવે છે. હીરગુરુ જ્યાં ચાતુર્માસ હતા તે કુણઘેર ગામના બીજા એક વિભાગમાં સોમસુંદરસૂરિ ચાતુર્માસ હતા. પર્યુષણ પર્વ વીત્યા પછી ઉદયપ્રભસૂરિ ત્રણસો મુનિઓ પા. ૫૪૫.૨ વાલ્યો Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાથે હીરગુરુ પાસે આવીને કહે છે કે જો તમે સોમસુંદરસૂરિને ખામણાં કરવા આવો તો અમે તમને ખામીએ. હીરગુરુએ કહ્યું કે “અમારા ગુરુએ પણ ખામણાં એમને કર્યા નથી, તો અમારાથી કેમ કરાય ? તે સાંભળી મહાત્મા બોલ્યા કે “અમે બધા દુહવાઈશું - દુઃખી થઈશું.” હીરગુરુએ કહ્યું કે “શું થાય ? જે થનાર ભાવી છે તેને કેવળી પણ ટાળી શકતા નથી.” ખિન્ન થયેલા તે ઋષિ પાટણ કલાખાનને મળે છે. તેના કાન ભંભેરે છે ને કહે છે કે હીરસૂરિએ વરસાદ બાંધ્યો છે. ખાનના હુકમથી સો ઘોડેસ્વારો હીરગુરુને પકડવા આવે છે. કુણગેરને ફરતો ઘેરો ઘાલે છે. તે વખતે વડલી (વડાવલી)થી શ્રાવક તોલો ધામી દોડતા આવે છે. તેમણે ઘણા કોળીઓ પણ સાથે લીધા હતા. હીરગુરુને તે કહે છે કે “તમે બીતા નહીં. હું તમને વડાવલી લઈ જઈશ.” છીંડથી ભૂગર્ભમાર્ગ દ્વારા તે લઈ જાય છે. ખાઈમાં ઊતરે છે. ત્યાં જ લાભવિજયને સાપ કરડે છે. તે વખતે લાભવિજય કહે છે, “તમે જાઓ. હું અહીં રહીશ.' તે સાંભળી હીરગુરુને દુઃખ થયું. મોટાને ખરેખર મોટું દુઃખ હોય છે. હરિશ્ચન્દ્રને પાણી ભરવું પડ્યું, નળ-દમયંતીનો વિયોગ થયો, સનકુમારના શરીરમાં રોગ થયા, દશરથ અને રામનો પણ વિયોગ થયો, કૃષ્ણ અને બલદેવ પણ છૂટા પડ્યા, પાંડવો બાર વર્ષ વનમાં ભમ્યા, ઋષભદેવ ભગવાન જેવાને આહાર ન મળ્યો, મહાવીર ભગવાન પણ મોટાં દુઃખ પામ્યા. તેમણે લાભવિજયને હાથ ફેરવ્યો ને ઝેર ઊતરી ગયું. તેમની સાથે ગુરુ વડાવલી આવ્યા. ઘોડેસ્વારોએ આખી સવાર તપાસ કરી. હરિગુરુ મળ્યા નહીં એટલે એમનાં પગલાંનાં નિશાનથી વડાવલી આવ્યા. પણ ત્યાં તો હીરગુરુને ભોંયરામાં રાખ્યા હતા અને ઉપર ઘંટી મૂકી દીધી હતી. એટલે તે હાથમાં આવ્યા નહીં. આમ હરિગુરુ ગુપ્તપણે ત્રણ મહિના રહ્યા. પછી પ્રગટ થયા. સં.૧૬૩માં આ પ્રસંગ બન્યો. ધન્ય છે હીરગુરુરાજને. પછી તેઓ પૃથ્વી ઉપર આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. દુહા) સોમવિજય મુનિ દીખીઆ, હીરે કીઓ વિહાર; અનુકરમેં પાટણ રહ્યા, તિહાં હુઆ લાભ અપાર. પપર અનુકરમેં મુનિ વિચરતા, કુણગિર કરે ચોમાસ; ઉપધાન માળ વ્રત બહુ રહે, ધરમેં કીધો વાસ. ૫૫૩ (ઢાળ ૩૧ - દેશી ચોપાઈની) વાસ ભલો કરગર ધન્ય કહે, જિણ થાનક ગુર હીરો રહે; પુણ્યવંત હર્ષ તિહાં ધરે, અધમ સદાએ ઈર્ષ્યા કરે. ૫૫૪ ત્રણસેં ત્રેસઠ પાખંડી જેહ, વીરની નિંદ્યા કરતા તેહ, કમઠે દુહવ્યો પારસનાથ, ગોસાલો કરતો મનિ ઘાત. ૫૫૫ પા. ૫૫૪.૧ જ નગર ૫૫૪.૨ લોક તિહાં પ૫૫.૨ કર્મઈ Page #104 -------------------------------------------------------------------------- ________________ - શ્રી હીરવિજયસૂરિરાસ ૬૯ અધમ સદાના ચાલ્યા જાય, દુહવ્યો હરમુનીશ્વરરાય; કુણગિર હીર રહ્યો છે જિસે, સોમસુંદરસૂરિ રહીઆ તિસે. પપ૬ પર્વ પજુસણ વીત્યું જિસેં, ઉદયપ્રભસૂરી આવ્યા જિસે; ત્રણસેં મહાતમા પેઠે હોય, હીર તણે ઈમ ભાખે સોય. પપ૭ કરું ખામણાં તુબંને અલ્પે, સોમસુંદરને જો કરો તુલ્લે; હીર કહે મુજ ગુરુ નવિ કર્યો, ખામણાં કિમ જાએ આદર્યા. ૫૫૮ બોલ્યા મહાતમા તિહાંકણ રહી, અહ્મ સકળ દુહવાચ્યું સહી; હીર કહે સ્યુ કીજે વળી, અવશ્ય ભાવ ન ટળે કેવળી. પ૫૯ ખેદાણા ઋષિ પાછા વળે, કલાખાનને પાટણે મિલે; કૂડી તિહાં ચલાવી વાત, હીરે ખીલ્યો છે વરસાત. ૫૬૦ સો અસવાર દોડાવ્યા નહિ, હીરને ઝાલી લ્હાવો અહિં; કુણગિર વિંટી નગરી જિસેં, રાતે મુનિવર નાઠા તિસેં. ૫૬૧ તોલો ધામી શ્રાવક જેહ, વડલીથી નર ધાયો તેહ; | કોળી બહુ તિણે પુઠે કીધ, હીર તણે ચરણે શિર દીધ. ૫૬૨ . હરગુરુ મ મ બીહો તહ્મ, વડલીમાં લઈ જાઉં અહ્મ; આવો છીડ નીકલી જઈએ, વડલી માંહિ સુખે જઈ રહિયે. પ૬૩ હીર ખાઈમાં ઊતરે જિસેં, લાભવિજયને અહી વલગો તિસે; કહે હું રહ્યો તુમે જાઓ હીર, ત્યારે દુખ પામ્યો ગુરુ ધીર. પ૬૪ વિબુધ કહેજ વિમાસી જોય, મોટાંને મોટું દુખ હોય; હરિચંદ જલ ગાગરિ ભરી, તારા લોચન સાથે ધરી. ૫૬૫ નલ દવદંતી પડ્યો વિયોગ, સનતકુમારને અંગે રોગ; દશરથ રામવિયોગી હુઆ, હરી બલદેવ પડ્યા જુજુઆ. પ૬૬ પાંડવ વરસ ભમ્યા તે બાર, ઋષભ જિલ્યાને ન મિલ્યો આહાર; મોટાં દુખ પામ્યા મહાવીર, તિમ દુખ પામ્યો તિહાં ગુરુ હીર. પ૬૭ લાભવિજયને ફેર્યો હાથ, ભુજંગ વિષ તે ઊતરી જાત; છીડ નિકલ્યો મુનિવર સાથ, વડલીમાં આવ્યો મુનિનાથ. પ૬૮ કુણગિર સહુ સોજી પરભાત, હરિગુરુ નવિ આવ્યો હાથ; પગ કાઢી વડલીમાં જાય, સોજ્યો નવિ લાધો ઋષિરાય. ૫૬૯ હિર રહ્યો ગુરુ ભુંઈરામાંહિ, ઉપર ઘંટી માંડી ત્યાં હિં; - ત્રણ્ય માસ છાના ગુરુ રહે, પછે હીર શોભા બહુ લહે. પ૭૦ સંવત સોળ ચોત્રીસો જિર્સે, એહ મામલો હુઓ તિસે ઋષભ કહે ધન ધન્ય સૂરિંદ, કરે વિહાર ધરી આનંદ. ૫૭૧ પા. ૫૬૧.૨ નર જિસેં પ૬૭.૧ ઋષભ સરિખા પ૬૯.૨ શોધ્યો નહિ ટિ. પપ૯.૧ દુહવાસ્ય = દુઃખી થઈશું Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત અનુક્રમે હીરગુરુ અમદાવાદ આવ્યા. તેમની મીઠી મધુરી દેશના નરનારી સાંભળે છે. અને ધન વરસાવે છે. જેમ સૂર્ય અને ચંદ્ર વિશે રાહુ આપત્તિ કરે તેમ વળી પાછી તેમને વગર જોઈતી આપત્તિ આવે છે. વિ.સં. ૧૬૩૬ની વાત છે. અમદાવાદના હાકેમ શિહાબખાન પાસે જઈને કોઈએ તેના કાન ભંભેર્યા કે હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે. શિહાબખાને ઝટ હીરગુરુને બોલાવ્યા અને પૂછ્યું કે “મહારાજ, આજકાલ વરસાદ કેમ વરસતો નથી ?” હીરગુરુ કહે, “સાંભળો ખાનસાહેબ, જેમ સુભટ યુદ્ધને ઈચ્છે, વૈદ્ય રોગને ઈચ્છે, બ્રાહ્મણ મૃત્યુને ઈચ્છે તેમ સાધુ સુભિક્ષને ઈચ્છે. વરસાદ થાય તો અનાજ પાકે અને અનાજ પાકે તો અમને રોટી આપે. માટે અમે શા માટે મેઘને બાંધીએ ? જેમ માણસનું આયુષ્ય ઘટે-વધે નહીં, તેમ આને પણ કોઈ બાંધી શકે નહીં.” આ વાતચીત ચાલતી હતી ત્યાં શ્રાવક કુંવરજી ત્યાં જઈ પહોંચ્યો. તેણે શિહાબખાનને જૈન સાધુઓના આચારવિચારો સંબંધી હકીકત કહી અને કહ્યું કે આમનો માર્ગ જ બધાને સુખ આપવાનો છે, તો મેઘ વિના તો સુખ થાય જ કેમ ?' તે સાંભળી ખાન ખુશ થયો. કુંવરજી હીરગુરુને લઈને ઉત્સવ સાથે ઉપાશ્રયે લાવ્યો. વાચકોને દાન દઈને સુખી કર્યા. લૂંછણામાં પણ ઘણું ધન વહેંચ્યું. તે વખતે ટૂકડી (સરકારી હોદ્દેદાર) આવ્યો. તેની આગળ કુંવરજીએ ગર્વથી કહ્યું કે “મેં હીરગુરુને છોડાવ્યા. તું તો કેવો માણસ છે કે ખરે વખતે નાસી ગયો. અને અત્યારે હાજર થયો છે.” તે વખતે રોષે ભરાયેલા ટૂકડીએ કહ્યું કે “તું છોડાવી લાવ્યો છે ને તો હવે વળી પાછો છોડાવી લાવજે. એ પછી તે સીધો કોટવાલ પાસે ગયો. તેના કાન ભંભેર્યા. તેણે ખાનને કહ્યું, “પૈસા લેવાનું આ સ્થાન છે.' તેણે ઝવેરીવાડમાં હીરગુરુને પકડવા સિપાઈઓને મોકલ્યા. તેમણે હીરગુરુનો હાથ પકડ્યો અને કપડાં ઝાલ્યાં. રાઘવ ગંધર્વ અને સોમસાગર વચમાં પડ્યા. હીરગુરુને છોડાવ્યા. પણ તે છોડાવતાં સોમસાગરનો કપડો ફાટ્યો તથા રાઘવને હાથે ઈજા થઈ. ત્યાંથી હીરગુરુને વસ્ત્ર વગર ભાગવું પડ્યું. ભયથી શરીર પણ જવા લાગ્યું. કવિ કહે છે કે માન-કષાયને ધિક્કાર થાય કે જેણે જગતને રોળી નાખ્યું. શ્રાવક થઈને પણ એણે શું કર્યું ? કુંવરજીએ જો બડાઈ ન મારી હોત તો આવું કાંઈ થાત નહીં. ઋષભદેવના પુત્ર બાહુબલિ માનથી એક વર્ષ સુધી દુઃખી થયા અને વેલડીઓ વીંટાઈ. કવિ કહે છે, રે મૂઢ ! આઠ મદ તું કર નહીં. કુળનો મદ કરવાથી ભગવાનને દેવાનદાની કુક્ષિએ અવતરવું પડ્યું. રૂપના ગર્વથી સનકુમારના શરીરમાં રોગ થયા. બલના મદથી દુર્યોધન ક્ષીણ બળવાળો થયો." જાતિના મદથી મેતાર્ય હીન કુલ પામ્યા. રાવણે ઋદ્ધિનું માન કર્યું તો તે રામના હાથે મરાયો. લબ્ધિ – લાભમદથી આષાઢાભૂતિ અને દ્રૌપદી દુઃખ પામ્યાં. અને જ્ઞાનનો મદ કરવાથી સ્થૂલભદ્ર મહારાજને ગુરુમહારાજે પાઠ આપવાનો ઇનકાર કર્યો. કવિ ઋષભદાસ કહે છે, “અરે બાપડા ! ક્યાં તમે ક્રોધ કરો છો જે ક્રોધ પૂર્વે ક્રોડના ચારિત્રને ક્ષણમાં બાળી દે છે. ક્રોધ રૂપ અગ્નિ લાગી જાય તો ગુણરત્નને બાળી દે. જો ઉપશમરૂપી પાણીથી એને ઓલવવામાં ન આવે તો માણસ સદાય દુઃખ પામતો રહે. ક્રોધાદિ કરી માણસ દુઃખ પામે છે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ આણે કેવું કુકર્મ કર્યું ! ગુરુની સામે થયો. મુનિવરને કષ્ટમાં નાખ્યા. ધ્રુજતા ધૃજતા નાસતા હીરગુરુને લોંકામતના દેવજીએ આશ્રય આપ્યો. એણે હીરગુરુને કહ્યું કે “તમે અહીં નિરાંતે રહો. અહીં કોઈ ભય નથી. તમને કોઈ પકડે એમાં જેનશાસનની અવહેલના થાય. એ જો હું ન થવા દઉં તો મને ઘણું પુણ્ય થાય.” આ બાજુ પકડવા આવેલા સિપાઈઓ કચેરીમાં ગયા અને કહેવા લાગ્યા કે અમને મુઠ્ઠીએ મુકીએ માર્યા. હીરજી નાસી ગયો. અને કચેરીને પણ તે માનતો નથી.” આ સાંભળી કોટવાળ ઘણો ગુસ્સે થયો. શોરબકોર મચી ગયો. દરવાજો દેવાઈ ગયો. સિપાઈઓ બધું લૂંટવા લાગ્યા. ઘરઘરમાં ફરીને જુએ છે. દેવજી મોખરે થયા હતા એટલે તેમને તથા હીરગુરને બધી જગાએ શોધે છે. પણ તે મળતા નથી. એટલે ખિન્ન થયેલા તેમણે હાથમાં આવ્યા તે ધર્મસાગર અને શ્રુતસાગર બન્નેને પકડ્યા. બાંધીને ઘણા માર્યા. નાકમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી કહ્યું કે, “આ મરી જશે. ગુરુ તો ભાગી ગયા.” એમ કહી બન્નેને છોડ્યા. ઘણા દિવસે આ ધમાલ બંધ થઈ. પછી ગુરુ મહારાજના માથેથી દુઃખ દૂર થયું. સં. ૧૬૩૬માં આ બનાવ બન્યો. દુહા) અનુકરમેં ગુરુ આવીઆ, અમદાવાદ મઝાર; મીઠી ગુરુની દેશના, સુણતાં નર ને નાર. ૫૭૨ (ઢાળ ૩૨ – દેશી પ્રણમું પાસકુમાર રે - રાગ ગોડી) સુણે નર નારી વૃંદ રે, હરની દેશના; પુરજન દાને વરસતા એ. પ૭૩ વિચે વિઘન એક હોય રે, સૂર મયંક પરે, જિમ રાહ કરતો આપદા એ. પ૭૪ Uણ દષ્ટાંતે જોય રે, રાજનગર માંહે; જલધર તે તાણી રહ્યો એ. પ૭૫ હાકિમ સાહેબખાન રે, અતિ કરડો નહિં; - તેડું હીરને મોકલ્યું એ. ૫૭૬ પુહુતો હીરસૂવિંદ રે, મળ્યા જઈ ખાનને, દુઆ દેઈ ઊભા રહ્યા એ. ૫૭૭ પૂછી મેઘની વાત રે, કયું નહિ બરસતા; તુહ્મ જલધર ખીલ્યા સહીએ. ૫૭૮ હર કહે સુણ મીર રે, સુભટ જિકો હોય; સોઈ વછે સંગ્રામને એ. પા. પ૭૩.૧ ઈદ રે પ૭૭.૨ દુઆ કરી ૫૭૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત વંછે વૈદ્ય બહુ રોગ રે, મૃત્યુક બાંભણા; સાધુ સુભિક્ષને વંછતા એ. જો હોય અન્ન સુગાલ રે, ટુકડા કોઈ દીએ; તો ક્યું મેઘકું ખીલીયે એ ? ખીલી ન શકે કોય રે, જ્યં જગ આઉખા; ઘટે વધે નહિં તિલ વળી એ. ઇમ હોય વાત વિચાર રે, ગયો તવ કુંવરજી; ખાન મોહોત બહુ આપીઓ એ. બોલ્યો તવ - વેગે ત્યાંહિ રે, ઝવેરી કુંઅરજી; કુણ જલ ખીલે દોષિઆ એ. ઇનકા પંથ જ તેહ રે, સબકું સુખ વંછે; જલધર બિન સુખ કયું કહું એ. સમજિઓ સાહેબખાન રે, હીરનેં વાળીઓ; લેઈ કુંઅરજી આવીઓ એ. ઉચ્છવ હુઆ અપાર રે, દાન દિયે ઘણાં; યાચકજન સુખીઆ કર્યા એ. પૂજા લુંછણાં દામ હૈ, વહેંચી આપતા; ચઢ્યો કુંઅરજી ટુંકડી એ. કુંઅરજી ઝવેરી જેહ રે, હાકી ઉઠીઓ; હું લાવ્યો ગુરુ હીરને એ. તું કુણ માણસ માંહિ રે, નાસી કિમ ગયો; હાજ૨ હુઓ હવડાં વળી એ. કુંઅરજી ટુંકડી ત્યાંહિ રે, ચૂકી બોલિયો; લાવ્યો તો વળી લાવજે એ. આઠ દિવસ વનમાંહિ રે, તે ઘાલી કરી; ગયો તલાર કને પાધરો એ. ફૂંક્યા તેહના કાન રે, તિષ્ણે કહ્યું ખાનનેં; લેવા ઠામ દમડી તણો એ. મોકલ્યા બંદા તામ રે, ઝવેરીવાડમાં; આવ્યા હીરને ઝાલવા એ. સાહ્મો હીરનો હાથ રે, વલવા કલ પડે; રાઘવ ગંધપ વિચ થયો એ. ૫૮૦ ૫૮૧ ૫૮૨ ૫૮૩ ૫૮૪ ૧૮૫ ૫૮૬ ૫૮૭ ૫૮૮ ૫૮૯ ૫૯૦ ૫૯૧ ૫૯૨ ૫૯૩ ૫૯૪ ૫૯૫ પા. ૫૮૧.૧ તે દીએ ૫૮૬.૨ હીરનેં બોલીઓ ૫૯૨.૧ વચમાંહિ રે ૫૯૫.૨ ગંધવ ટિ. ૫૯૨.૨ તલાર = કોટવાલ ૫૯૫.૨ ગંધ્ર૫ = ગંધર્વ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૫૯૬ ૬O સોમસાગર વલગે રે, ફાડ્યો કલપડો; હરિતણે મૂકાવીઓ એ. ઝાલી જાસતાં કોટ રે, વળી મૂકાવતાં; રાઘવ હાથ ઘાયો સહી એ. ૫૯૭ હીરે કર્યું પલાયન રે, ઉઘાડી દેહેં; બીતિકે ધ્રુજે ગુરુ તહીં એ. ૫૯૮ ધિગ ધિગ માન કષાય રે, જિણ જગ રોળવ્યો; શ્રાવક હેતે સું કર્યું એ ! ૫૯૯ (દુહા) “ઋષભ તણો સુત વરસ લગે, માને દુખીઓ થાય; બાહુબલિ સરિખો રાજીઓ, વેલડીમેં વિદાય. ૬00 (કવિત) મકર મૂઢ મદ આઠ જોહ કુળ નીચુ વીર, રૂપે સનતકુમાર વિણઠો તાસ શરીર; દુર્યોધન બલખીણ જાત્ય મેતારજ હાર્યો, રાવણ ઋદ્ધિનું માન તેહ રામે જઈ માય; લબધિ લાભ આષાડ-ભૂત માને દુખ દ્રુપદી, થૂલીભદ્ર દુખ જ્ઞાત પુરુષો માન મ કરો કદી. ૬૦૧ દુહા). ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરો નર કાંહિ; પૂર્વ કોડિ ચારિત ભલો, તે બાળ ક્ષણ માંહિ. ૬૦૨ લગે કોહ પલવણે દ. ગુણરયણાંઇ; ઉપશમ નીર ન ઓલવે, પામે દુઃખ સહાય.” ૬૦૩ (ઢાળ-૩૩) દુખ પામે નર તેહ રે, ક્રોધાદિક કરી; માને ભુંડ આદરે એ ૬૦૪ આદર્યું એહ કુકર્મ રે, ગુરુ સાહસો થયો; મુનિવર પડિયો કષ્ટમાં એ. ૬૦૫ પા. ૬૦૩.૨ નીર ન સંપજે, જે ઓલવીજી જાઈ.... ૬૦૪.૨ ભદ્ર ટિ, પ૯૬.૧ કલપડો = કપડું ૬૦૩.૧ કોહ = ક્રોધ, ગુણરયણાં = ગુણરૂપી રત્નો Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૬૦૭ ૬૦૯ હીર ભયંકર હોય રે, નાયાસે ધૂજતા રાખે લંકા દેવજી એ. ૬૦૬ રહો નિશ્ચલ ઈણ ઠામ રે, મનમાં મત બીહો; રાખું જન યતી વતી એ. તુલ્બનેં ઝાલયે જોય રે, જૈને હેલા હોયે; તે ટાળે મુજ પુણ્ય ઘણું એ. ૬૦૮ એમ કહી રાખ્યો હીર રે, બંદા દોડી; મુંબ દીએ દીવાનમાં એ. કહે અમ માર્યા મુંડે રે, નાઠો હીરજી; દીવાનને માને નહિ એ. ૬૧૦ ધાયો તામ તલાર રે, સોર હોએ ઘણો; મળ્યા પુરુષ બહુ લુંટવા એ. ૬૧૧ દિધી પોળ જ તામ રે, ઘર જુએ ફરી; મોહોરે થતો તિહાં દેવજી એ. ૬૧૨ બોલે માંડ અસાર રે, ઝાલો એહને એહ વૈરી છે અમ તણો એ. ૬૧૩ ઈમ કહી સોજું સવ રે, હીર મળ્યો નહીં; 1 ખિન્ન ખેદ પુરષો થયા એ. જોતાં સાગરધર્મ રે, ને સુતસાગર; હાથે ચઢ્યા બેહુ એ વળી એ. ૬૧૫ બાંધ્યા કૂટ્યા હોય રે, ફૂટી નાશિકા; રગત વહ્યું તિહાં અતિ ઘણું એ. ૬૧૬ પછિ કહ્યું મરશે એહ રે, એહનિ મ્યું ગ્રહ્યા; ગુરુ થા સો ન્યાસી ગયા એ. ૬૧૭ વળ્યો પાછો કોટવાળ રે, છાના મુનિ રહ્યા; બહુ દિવસે ઠંદ ભાગીઓ એ. ૬૧૮ સંવત સોળ છત્રીસરે, એહવો મામલો; ઋષભ કહિ દુખ વહી ગયું છે. ૬૧૯ દુઃખ દૂર ગયું ને સુખ ઘણું થયું. દિવસે દિવસે હીરગુરની ચડતી કલા થઈ. અનુક્રમે વિહાર કરતાં બોરસદ આવ્યા. ત્યાં ઘણા ઓચ્છવ-મહોચ્છવ થયા. ખંભાતથી સંઘ વાંદવા આવ્યો. તેણે આખાયે નગરમાં બબ્બે શેર ઘીનું ઘરદીઠ લહાણું કર્યું. પા. ૬૦૭.૨ જૈન યતિ-પતિ એ ૬૧૪.૧ સોધ્યું ૬૧૫.૧ સુતસાગરૂ ટિ. ૬૧૨.૨ મોહોરે = આગળ ૬૧૬.૨ રગત = રક્ત, લોહી ૬૧૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૭૫ એનાથી અઢારે વર્ણ હીરગુરના ગુણ ગાય છે. દાનનો મહિમા મોટો છે. એનાથી ઊંટના જેવા ઊંચા મોઢાવાળા પણ નીચા મુખવાળા થઈ જાય છે. વૈરી પણ વશ થાય, વખાણ કરે અને ગુણ બોલે. અક્કડ – અભિમાની પણ દાનથી બોલવા માંડે. લાડુ અને ઘીનાં લહાણાં ઘણાં થયાં. બધા હીરગુરુના ગુણ ગાય છે. તેઓ ચોમાસું ત્યાં પૂરું કરી ખંભાત પધાર્યા. આખો સંઘ સામે આવ્યો. ધજાપતાકા અને તોરણો બંધાયાં. કંકુના થાપા દેવાયા. વાચકોને ઘણું દાન આપવામાં આવ્યું. સાક્ષાત્ વીર ભગવાન પધાર્યા હોય એવું સામૈયું થયું. જેમણે કુમતિ-કદાગ્રહને વાર્યા છે એવા હીરગુરુ વ્યાખ્યાન વડે લોકોને તારે છે. દુખ નાઠું સુખ બહુ થયું, દિન દિન ચઢતી ઋદ્ધિ; અનુક્રમેં પ્રભુ આવીઆ, નગરી જિહાં બોરસિદ્ધિ. ૬૨૦ | (ચોપાઈ) સંવત સોળ સાંત્રીસો જર્સે, બોરસિદ્ધિમાં રહીઆ ગુરુ તસિં; * ઉચ્છવ મહોચ્છવ અધિકા થાય, સંઘ ખંભાયતી વંદનિ જાય. ૬૨૧ નગરી આખે લહિણું કીધ, ધૃત બે બે શેર ઘરિ ઘરિ દીધ. - અઢાર વર્ણ ગુરુના ગુણ ગાય, મોટો દાનતણો મહિમાય. ૬૨૨ દાને ઉંટમુખા નર જેહ, નીચમુખા નર હોએ તે; અતિ આભારા જગમાં જોય, ગુણ બોલતા દીસે સોય. ૬૨૩ વયરી સોય વખાણે વાત, મુનિવર બોલિ તસ અવદાત; સ્તબ્ધ મૂઢ નવ બોલે કદા, દાનિ વાચા હોએ સદા. ૬૨૪ લાડુ ધૃત લહિણાં બહુ થાય, તેણેિ હીરના સહુ ગુણ ગાય; ચોમાસું પૂરું ત્યહાં કરી, ત્રંબાવતી આવ્યા પરવરી. ૬૨૫ (ઢાળ ૩૪ – ગુરુ ગીતારથ મારગ જોતાં. એ દેશી) હીરજી ખંભનગરમાં આવે, સંઘ સાહામિએ જાવે; ધ્વજે તોરણ કુકમના હાથા, યાચક જન ગુણ ગાવે હો. ૬૨૬ હિરના સકળ લોક ગુણ ગાવે, કુમતિ કદાગ્રહ એણિ વા; પ્રતિમા પરે પૂજાઓ હો, હીરના ૬૨૭ કોણી પરિ સામહીલું કીધું, જાણું વીર પધારે; ગુરુજી ગઉર્મિ બઠા આવી, વચનરસિ નર તારે હો. હ૦ ૬૨૮ પા. ૬૨૪.૨ સુબદ્ધ ટિ. ૬૨૦.૨ બોરસિદ્ધિ = બોરસદ Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીરગુરુ નંદિષેણના જેવી મીઠી અને ગંગાનાં નીર જેવી વાણી વહેવડાવે છે. કોઈ જીવને દુઃખી ન કરો, અસત્ય ન બોલો, ચોરીથી પાપનો પાર આવતો નથી માટે ચોરી ન કરો, શિયળ દઢતાથી પાળો, સમ્યકત્વમાં મજબૂત રહો. દયા-અનુકંપાથી દુઃખીને જે રોટી આપે છે તેને પરભવમાં મોટી ઋદ્ધિ મળે છે. | માયા કૂડી છે માટે તે ન કરો. માયા કરનાર સ્ત્રીવેદ બાંધે છે. એટલે કવિ કહે છે માયા કરીને શા માટે હાથમાં ચૂડી પહેરો છો ? અર્થાત્ સ્ત્રી જાતમાં ઉત્પન્ન થાઓ છો ? ક્રોધ કરતાં સમતા ડૂબી જાય છે અને મુક્તિનારી પરણી શકાતી નથી. પરનિંદા ખરાબ છે તેનાથી મુક્તિનારી ભાગી જાય છે. બીજાનો ઉપકાર કરજો. સીદાતાને સહાય કરજો. એનાથી ઉત્તમ અવતાર અને અપાર લક્ષ્મી પ્રદાન થશે. (ઢાળ ૩૫ - લંકામાં આવ્યા શ્રીરામ રે. એ દેશી) હીર બૂજવે ભવિજન પ્રાણી રે, નંદીષેણના સરિખી વાણી રે; બળભદ્ર તણી અહિનાણી રે, વાણી ગંગા કેરું પાણી રે. ૬૨૯ દિીએ દેશના ગુરુજી સારો રે, પર પ્રાણ મ દુહવો લગારે રે; મૃષા બોલ્ય નહિ જયકારો રે, ચોરી પાપતણો નહિ પારો રે. ૬૩૦ દ્રઢ રાખો શીલ કછોટી રે, અંગે ઓઢો સમકિત દોટી રે; દયા કારણ દીજે રોટી રે, પરભવે લહિયે ઋદ્ધિ મોટી રે. ૬૩૧ મ કરો માયા મતિ કૂડી રે, શાને પહિરો હાથે ચૂડી રે; ક્રોધ કરતાં સમતા બૂડી રે, નહીં પરણશો મુગતિ રૂડી રે. ૬૩૨ પર નિંદા છે જગમાં માઠી રે, મુક્તિ રૂપિણી નારી જાય નાઠી રે; ઈમાં ન જમે ચોખા સાઠી રે, મારે મહિલા વાંસે લાઠી રે. ૬૩૩ ભવિ કરજો પર ઉપકાર રે, સીદાતાં તણો ઉદ્ધાર રે; જિમ હોય ઉત્તમ અવતાર રે, ઘર લચ્છી તણો નહીં પાર રે. ૬૩૪ લક્ષ્મીની પ્રાપ્તિનું ફળ શું ? તો કહે છે “સંઘની ભક્તિ કરે, આગમની ભક્તિ કરે, શત્રુંજયગિરિની યાત્રા કરે, ભરત મહારાજાની જેમ જે જિનમંદિર બંધાવી તેમાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવે તે શ્રાવક ધન્ય છે.” હીરગુરુની આવી વાણી સાંભળી પૃથ્વીના આભરણરૂપ શ્રી ચન્દ્રપ્રભસ્વામીની મૂર્તિ ઉદયકરણ નામના શ્રાવકે ભરાવી અને વિ.સં. ૧૬૩૮ના મહા સુદિ ૧૩ દિને હીરગુરુના હાથે પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. સંઘપતિનું તિલક કરાવી આબુ-ચિતોડની યાત્રા કરાવી. એમાં વીસ હજારનું દ્રવ્ય ખ. આવી કરણી જે કરે છે તે મનુષ્યો જગતમાં સુખી છે. પા. ૬૨૯૨ વળી ભદ્ર તણી ઈદ્રાણી રે ૬૩૧.૧ નર રાખો, તમે ઓઢો ૬૩૩.૫ મીઠી ૬૩૪.૧ નર કરજો, અધમ તણો ટિ. ૬૨૯.૨ અહિનાણી = નિશાની ૬૩૩.૨ સાઠી = ચોખાનો એક પ્રકાર (?) ૬૩૪.૨ લચ્છી = લક્ષ્મી Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ (ઢાળ ૩૬ - મગધદેશકો રાજા – એ દેશી) ઋદ્ધિ પામ્યાનું એ ફળ હોઈ, ભગતી કરે સંઘ કેરી; - શેત્રુંજગિરિની યાત્રા કરતો, આગમ ભગતિ ભલેરી હો. શ્રાવક એ કરણી તુ જ કરી. ૬૩૫ ભરત તણી પરિ ભવન નિપાઈ, બિંબ-પ્રતિષ્ઠા કરાવે; તે શ્રાવક ધન્ય જીવ્યા જગમાં, જિનબિંબ જેહ ભરાવે. હો. ૬૩૬ હીરવચન સુણી હરખે શ્રાવક, પૃથ્વીનું આભર્ણ; શ્રી ચંદ્રપ્રભ મૂરતિ ભરાવે, સંઘવી શ્રી ઉદયકરણ. હો શ્રાવક. ૬૩૭ સંવત સોળ અડત્રીસો જ્યારે, મહા સુદી તેરસિ ત્યારે; બિંબપ્રતિષ્ઠા હીર કરતો, નરભવ સંઘવી સમારે હો. શ્રાવક. ૬૩૮ સંઘપતિ તિલક ધરાવે ત્યાંહિ, સંઘવી શ્રી ઉદયકરણ; આબુ ચિત્રોડ ગઢની યાત્રહ, પૂજે જિનનાં ચરણ. હો શ્રાવક. ૬૩૯ વીસ હજાર રૂપક જેણેિ ખરચ્યા, પુણ્ય બાંધ્યું જેણે તાણી; એવી કરણી જેણે રે કીધી,તે સુખીઆ જગિં પ્રાણી. હો શ્રાવક. ૬૪૦ હીરવિજયસૂરિ કૃપણ મનુષ્યની કરણીની વાત સમજાવે છે. હોવા છતાં પણ કૃપણો હાથ ઘસતા જ રહી જાય છે ને “દાનવીરનું નામ ધરી શકતા નથી. વનવેલીનાં ફૂલફળ અને કૂવાનાં નીર તો કદી આખે ખૂટતાં નથી. હીરસૂરિનાં આ વચન સાંભળી સંઘવી દ્રવ્ય ખર્ચે છે ને અન્યો પણ પુણ્યકર્મો આદરે છે. ખંભાતમાં અનેક ઉત્સવ આદિ કરાવી હીરગુરુ ત્યાંથી ગંધાર પધાર્યા. શ્રાવકો ઘણા રાજી થયા. પ્રવેશનો ઉત્સવ ઊજવ્યો. જ્યાં એક વૃક્ષનું ઠેકાણું ત્યાં કલ્પવૃક્ષ ઊગી જાય એવું ગંધાર માટે બન્યું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવ્યું. તે વખતે ઇન્દ્રાણીએ ઘણું ધન ખર્ચ્યુ. હવે બીજી તરફ બોરસદમાં જેને હાંકી કાઢવામાં આવ્યો હતો તે જગમાલ આગ્રા અકબર પાસે પહોંચ્યો, અને ત્યાં પોતાની ફરિયાદ રજૂ કરી. “વગર ગુનાએ મને દૂર કરવામાં આવ્યો છે અને મારી મોતીની માળા હીરસૂરિએ લઈ લીધી છે. મારા ઉપર મહેરબાની કરી મને તે અપાવો.' તે સાંભળી બાદશાહે સાહિબખાન ઉપર ફરમાન લખી આપ્યું કે “આ ગરીબનું કામ કરજો.” આ ફરમાન લઈને જગમાલ ચાલ્યો. આ વાત ગુજરાતમાં આવી. આ બાજુ શ્રાવકોમાં પ્રસિદ્ધ એવા માનું કલ્યાણ અને થાનસિંઘ રામજી, જેઓ બાર હજાર ઘોડાના ઉપરી છે, તે જગમાલની વાત જાણીને બાદશાહની પાસે આવી ખરી વાત સમજાવે છે. તે સાંભળી અકબરે હીરગુરુ સાચા છે અને જગમાલ ખોટો છે” એવું ફરમાન શ્રાવકને લખી આપ્યું. તે લઈને તે શ્રાવક ગંધાર આવ્યો. બધાભે એમ થયું કે જગમાલના તરફથી આ ફરમાન આવ્યું હશે. એટલે બધા ભયભીત થતા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત હતા, પણ ત્યાં તો ફરમાન હાથમાં આવતાં જ બધાના જીવ હેઠા બેઠા ને શાંતિ થઈ. જગમાલ પણ ફરમાન લઈને આવતો હતો પણ તે પાછળ રહી ગયો. હવે આ બાજુ બાદશાહનું બીજું પણ એક ફરમાન હીરગુરુને દિલ્હી તેડાવવાનું મળે છે. તેની હકીકત આ પ્રમાણે છે. એક વાર બાદશાહ ઝરૂખામાં બેઠા છે. ત્યારે છ મહિનાના ઉપવાસ કરનાર ચંપા શ્રાવિકાનો વરઘોડો નીકળે છે. બાદશાહે સેવકને પૂછ્યું, “આ ધામધૂમ શાની છે ?' સેવકે કહ્યું કે “ચંપા નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા છે. જેમાં ખાવાનું કાંઈ નહીં. પીવાની ઈચ્છા થાય તો ઉકાળેલું પાણી પીવાનું.) તેની ખુશાલીમાં આ વાજિંત્ર વાગે છે અને વરઘોડો કાઢવામાં આવ્યો છે.' બાદશાહે વિચાર્યું કે આ તો ગજબ કહેવાય ! છ મહિનાના ઉપવાસ તો થાય જ કઈ રીતે ? તેઓ મંગલ ચૌધરી અને કામરૂખાનને ત્યાં તપાસ માટે મોકલે છે. તેઓ પૂછે છે “તમે ભૂખ્યા કેમ રહી શકો છો ? બપોરે ખાધું ન હોય તો શરીર ધ્રૂજવા માંડે છે.” ચંપા શ્રાવિકા કહે છે, “શ્રી દેવગુરુનો મહિમા છે. તેનાથી હું આ કરી શકું છું. દેવ છે ભગવાન આદીશ્વર, અને ગુરુ છે શ્રી હીરવિજયસૂરિ.” તે સાંભળીને બન્નેને થયું, “હીરગુરનો કંઈક મહિમા લાગે છે. ઉપવાસ તો આ સાચા કરે છે. તેને પગે લાગીને બન્ને બાદશાહ પાસે આવ્યા. કહ્યું કે એના ઉપવાસ તો સાચા જ છે. આદીશ્વર ભગવાન અને હીરસૂરિ મહારાજનો પ્રભાવ છે એમ કહે છે. તે વખતે પાસે અતિમિતખાન ઊભો હતો તેને બાદશાહે પૂછ્યું કે “તમે ગુજરાતમાં રહો છો. હીરસૂરિ નામના સાધુને જાણો છો ?' ત્યારે અતિમિતખાને કહ્યું કે, 'એ તો સાચા ફકીર છે. પગે ચાલીને બધે ફરે. એક જગાએ સ્થિર રહે નહીં. પાસે પૈસો રાખે નહીં, સ્ત્રીને કદી સ્પર્શે નહીં, પ્રભુની બંદગી હંમેશાં કર્યા કરે.” આ સાંભળી બાદશાહ ખુશ થયો. તે મનમાં વિચારે છે કે “હીરગુરુ એવા મહાન હોય તો હું એમને બોલાવીને તત્ત્વજ્ઞાન પૂછું.” ત્યાં તો ચંપા શ્રાવિકાને પાલખીમાં આવતી જોઈ તે વખતે ત્યાં રહેલા ટોડરમલ્લને જોરથી બાદશાહે પૂછ્યું, “આ કોણ બાઈ છે ? અને શું ગાય છે ?' તેણે કહ્યું કે, “છ મહિનાના એમણે કરેલા રોજા આજે પૂરા થાય છે. ગુરુ પાસે જઈ એ પવિત્ર થાય છે. તેનાં વાજિંત્ર વાગે છે.” બાદશાહ બોલ્યો કે એને આપણે ત્યાં તેડી લાવો. હાથમાં સોનાની લાકડીઓવાળા દોડ્યા ને ચંપા શ્રાવિકાને બાદશાહ પાસે લઈ આવ્યા. બાદશાહ કહે છે, તું મારી માતા છે. જરાયે બીતી નહીં. તું સાચું કહે કે ઉપવાસ કેટલા કર્યા ને કઈ રીતે કર્યા.' ચંપા કહે છે, “સુલતાન ! સાંભળો, મેં છ માસથી અન્ન લીધું નથી. રાતદિવસ આવા રોજા કર્યા છે.' આ સાંભળી બાદશાહ કહે છે, “કોઈ ભૂખ્યો રહે તો બહુબહુ તો વીસ-ત્રીસ દિવસ તો બહુ થયા. આમ છ મહિના ભૂખ્યું કેમ રહેવાય ? તું જે હોય તે સાચું કહે.” તે સાંભળી ચંપા શ્રાવિકા કહે છે, “બાદશાહ દેવ તો છે મારે ઋષભદેવ વગેરે ભગવંતો અને ગુરુ છે શ્રી હીરવિજયસૂરિ. એમના પ્રભાવથી – નામથી હું ઉપવાસ કરી શકી છું.” Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ સાંભળી ખુશ થયેલો બાદશાહ પૂછે છે, “તમારા ગુરુ ક્યાં રહે છે ? હું એમના દિદાર તો જોઉં – દર્શન તો કરું. અને તેમને ધર્મનો વિચાર પૂછું.’ ચંપા શ્રાવિકા કહે છે “મારા હીરગુરુ અત્યારે ગુજરાતમાં બિરાજે છે. ઘણો વિકટ તેમનો માર્ગ છે અને તેમના જેવા બીજા સાધુ નથી.” સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો. વરઘોડામાં પોતાનાં વાજિંત્ર આપ્યાં. અને ચંપા શ્રાવિકાને સોનાનો ચૂડો આપ્યો. બાદશાહ ચંપાને કહે છે, કંઈક માગો !' ચંપા કહે છે, “કોઈનું આપેલું હું લેતી નથી. ધર્મસાધના કરો. જીવોને અભયદાન આપો.” સાંભળી બાદશાહ ખુશ થયો. પછી બાદશાહ માનુ કલ્યાણ અને થાનસિંઘને બોલાવે છે. અને પંન્યાસ ધર્મસીને પણ તેડાવે છે. અને કહે છે કે “હીરસૂરિને અહીં બોલાવો. તમે કાગળ લખો અને હું પણ ફરમાન લખી મોકલું.” સોનેરી અક્ષરમાં નિમંત્રણ પાઠવ્યું. સાહિબખાન ઉપર સંદેશો ગયો. “બહુમાનપૂર્વક હીરવિજયસૂરિને અહીં આવવા વિનંતી કરો અને હાથી, ઘોડા, પાલખી આપી નિશાનjકા સાથે અહીં મોકલો.” (દુહા) કરણી એહવી જે કરે, તેણે લહ્યો ખરો વિચાર; - હેતે હાથ ઘસી ગયા, ન ધર્યો નામ દાતાર. ૬૪૧ ઋષભ કહે ધન્ય કિરપણાં, અંતે અવધે જાય; અંધપણે ઊતાવળો, ચગળે કાળી ગાય. વાહલા તુંહ વરાસીઓ, ગુણ ઢાંક્યા ધૂલેણ; જો ગુણ આણત પંદડે તો ન ખણત મૂલેણ. ૬૪૩ નખ મોટા માનવતણા, બાંધ્યા કૃપણ ગુણે; અંગુળ સરસા નખ જસેં, કમેં ભરાએ તેહ. વનવેલીનાં ફૂલ ફળ, કુઆ તણાં જે નીર; દેતાં ખૂટે નહિ કદા, ઈમ ભાખે ગુરુ હીર. ૬૪૫ હીરવચન શ્રવણે સુણી, સંઘવી ખરચે ધન્ન; બીજા નર પુણ્ય આદરે, દાનિ વરસે જન્ન. ૬૪૬ | (ચોપાઈ) મહોચ્છવ હોય બહુ એણે હારિ, પછે હીર ગયા ગંધારિ; શ્રાવક સહુ સામણીએ જાય, ઉચ્છવ મોચ્છવ અધિકા થાય. ૬૪૭ શ્રાવક જન હરખ્યાં નરનાર, એક વૃક્ષ નહિ જેણે ઠારિ; તિહાં કલપદ્ધમ ઉગ્યા સાર, પત્ર પુણ્ય ફળના દાતાર. ૬૪૮ ૬૪૨ ૬૪જ પા. ૬૪૩.૨ તો ખણતો ૬૪૮.૨ જીત્યા કલ્પદ્રુમ ઉગ્યા સાર ટિ. ૬૪૨.૧ કિરપણાં = કૃપણજનો ૬૪૩.૧ વરાસીઓ = ભ્રાંતિમાં રહ્યો Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૦ - શ્રાવક કવિ ઋષભદાસકૃત એહવો હીર મુનીશ્વર જેહ, ગંધારમાંહિ રહ્યો નર તેહ, મુહૂરત લીધું પ્રતિષ્ઠાતણું; દ્રાણી ધન ખરચે ઘણું. ૬૪૯ ઇણ અવસર જગમાલ ત્રષિ જેહ, બોરસદ માંહિ વયો નર તેહ; ક્લેશ થકો પાછો નવિ ફરે, અનુકરમેં પોહતો તે આગરે. ૬૫૦ અકબરનિ કીધી અરદાસ, પૂરો પાદશાહ માહરી આસ; વિગર ગુનહિ મુજ કીધો દૂરી, કરે જોર થતી હીરસૂરિ. ૯૫૧ તસબી મોતીની એક જેહ, હરવિજય મુજ રાખી તેહ; અપાવીએ માહરા દીવાન, શાહ અકબર થાઓ મહિરબાન. ૬૫ર સુણી મહિર હુઓ સુલતાન, લખી લેખ આપ્યું ફરમાન; લખતો સાહિબખાનનું નામ, ઈસ ગરીબકા કીજિ કામ. ૬૫૩ લેઈ ફરમાન ચાલ્યો તે જસે, આવી વાત ગુજરાતિ તમેં; બીહિ સહુ આવે જગમાલ, બોલે સહુએ જુજુઓ ફાલ. ૬૫૪ એણે અવસરિ માનુ કલ્યાણ, થાનસંઘ શ્રાવકમાં જાણ; બાર હજાર હાથ ઉપર તેહ, જાણી વાત જગમાલની જેહ. ૬૫૫ શાહ અકબરનિ તે ગૂદરે, વાત જગમાલની માંડી કરે; હરામખોર છે એ સેવડો, દૂરિ કર્યો દડે દંડો. ૬૫૬, સૂધી રાહ ન પાળે યતી, ગુટકા કથન ન માને રતી; તેણિ દૂરિ કીઆ ગુરુ વડે, જૂઠી વાત કરે અબ લડે. ૬૫૭ શાહ અકબૂર બોલે આપ, બેટા સો જો માને બાપ; ચેલા સો જે ગુરુ માનિ કહિણ, નહીતર દોઉ દીજે રહિણ. ૬૫૮ કરી હુકમ લખું ફરમાન, આપ્યું શ્રાવકને દઈ માન; લખે લેખ ખરો ગુરુ હીર, ખોટો છે જગમાલ ફકીર. ૬૫૯ અઢું ફરમાન તે હુઉં જસે, ગુજ્જરદેશ ભણી ચલાવ્યું તસિં; આવ્યો ગંધાર માંહિ જામ, શ્રાવક સાધુ બીહે તા. ૬૬૦ નાસે પુરુષ ન જોવે ફરી, કોઈ ન રહિ નર ધીરજ ધરી; જાયું લેખ લાવ્યો જગમાલ, તેડી જશે શ્યા હોશે હાલ.૬૬૧ પણિ જગમાલ પુ િરહી જાય, આ ફરમાન આગળથી જાય; હર હાર્થિ તે દીધું જમેં, વાંચી હરખ્યા સહુ કો તમેં. ૬૬૨ એણિ અવસર બીજું ફરમાન, તેડાવે દિલ્લી સુલતાન; કારણ તેહનું સુણો સુજાણ, બેઠો જરૂખે અકબર ભાણ. ૬૬૩ ચાંપા નામે શ્રાવિકા જેહ, છમ્માસી તપ કરતી તેહ; પાલખીએ તે બેઠી સતી, વાજિંત્ર સબળાં વાગે અતી. ૬૬૪ પા. ૬૫૮.૨ જે નહિં કરિ હુઓ ન દીજિ રહિણ ૬૬૦.૨ બીહના સહુ ટિ. ૬૫૧.૧ અરદાસ = અરજ ૬૫૨.૧ તસબી = માળા Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પહિલી વાત પસરી છે ત્યાંહિ, પાદશાહ અકબર બેઠો જ્યાંહિ; જોરૂ એક કરે ઉપવાસ, તેહને દિવસ હુંઆ છમ્માસ. ૬૬૫ અજબ થયો દિલીપતિ ત્યાંહિ, જોવા મોકલ્યા તસ ઘર જ્યાંહિ; મંગલ ચોધરી કામરૂખાન, આવી બેઠા તજી અભિમાન. ૬૬૬ પૂછે રોજાં કિમ તિ થાય, ભૂખ્યા કોણિ રહ્યું ન જાય; ધ્રુજે દેહ બે પુહુર જબ હોય, ખાધા વિના તો ન રહિ કોય. ૬૬૭ ચાંપાં કહિ રોજા ધરું જેહ, શ્રીદવગુરુનો મહિમા તેહ;. બાબા આદમ દેવ મુજ હોય, હીરવિજય ગુરુમહિમા સોય. ૬૬૮ સુણી વાત વિચારિ દોય, કાંઈક હરનો મહિમા હોય; રોજ એહ ધરે નિરધાર, અતિ દુબલી ન કરે આહાર. ૬૬૯ નમી પાય નિ પાછા ફરે, તસલીમ અકબરશાહનિ કરે; - સહી રોજ ધારતી એહ, હીરવિજય ગુરુમહિમા તેહ. ૬૭૦ પાસે ઊભો અતિમિતખાન, પૂછેિ વાત અકબર સુલતાન; તુમ ગુજરાતી વસો ગુજરાત, હીર યતિકી બૂઝો વાત. ૬૭૧ એતિમિતખાન કહે સુણ મીર, હીર યતિ છે બડા ફકીર; ચાલે પાઉં ગદાઈ કરે, એક ઠોર નહિ ચોખંડ ફરે. ૬૭૨ દુનિયા દામ ન રાખે જેહ, જોરૂથે રહે દૂરે તેહ: ખાટ ઉપર નહુ સુણા કદા, કરે બંદગી ધણીકી સદા. ૬૭૩ સુણી તિહાં રીઝયો સુલતાન, તેડી પૂછું તત્ત્વજ્ઞાન; અસ્યો વિચાર ધર્યો મન માંહિ, ચાંપાં વાજતે દીઠી યાંહિ. ૬૭૪ અકબર ગાજી બોલ્યો તર્સિ, ટોડરમલ્લનિ પૂછે અચ્ચે કિસે લોક જોરૂ કયા ગાય, નરતિ કરી બોલ્યો તવ રાય. છગ્ગાસી અન્ન રોજે ધરે, આજ સભિ વે પૂરે કરે; ગુરુસંગિ જઈ હોય પવિત્ર, તેણિ કારણિ વાજે વાજીત્ર. ૬૭૬ બોલ્યો શાહ શબ્દ અતિ ઘોર, ઉનકું વેગિ તેડો ઈસ ઠોર; હેમલાકડીઆ દ્રોડયા તસિં, ચાંપાનિ લેઈ આવ્યા તમેં. ૬૭૭ બોલ્યો હળુઓ અકબર શાહિ, તું મત બીહે મેરી માય; - તિ રોજે અબ કેતે કિીએ, રોજે કબૂલ જો સાચ બોલીએ. ૬૭૮ બોલે ચાંપાં સુણો સુલતાન, ખટમાસી નહુ ખાયા ધાન; રાતિ દિવસના રોજા ધર્યા, છમાસી તપ અઈસા કર્યા. ૬૭૯ બોલ્યો દિલ્લીમડલ ઇસ, બોહોત રોજે તો બીસ કે તી; એતે રોજે ક્યું કર કીએ, તું હિંદુઆણી સાચ બોલીએ. પા. ૬૭૦.૨ ધરતી ૬૭૨.૧ સુણિ ગંભીર ટિ. ૬૭૦.૧ તસલીમ = પ્રણામ, સલામ ૬૭૫.૨ નરતિ કરી = ભાળ મેળવીને ૬૭૫ ૬૮૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ " શ્રાવક કવિ ઋષભદાસકૃત બોલી ચાંપાં સુણો પાદશાહિ, દેવ ઋષભ ગુરુ હીર મહિમાય; તેહના નામથી ધીરજ ધરું, છમાસી તપ પૂરો કરું. ૬૮૧ ખુસી થયો તબ અકબરશાહ, તાહરો ગુરુ તે વસે કીહિ થાય; દેખું મેં ઉનકા દીદાર, પૂછુંગા કછુ ધર્મવિચાર. ૬૮૨ કહે ચાંપાં ગુજ્જર ખંડ જ્યાંહિ, હરમુનિ ગુરુ માહરો ત્યાંહિ; વિકટ પંથ છે તેહનો અતી, હીર સમો નહિ બીજો યતી. ૬૮૩ સુણી પાદશાહ હરખ્યો બહુ, વાજિંત્ર આપણાં આપ્યાં સહુ; સોનાનો ચૂડો કરી દીધ, જગ આખે તે હુઈ પ્રસિદ્ધ. ૬૮૪ કહે પાદશાહ કછુ માંગીએ, ચાંપાં આપ્યું કાંઈ નવિ લીએ; કહે કછુ ઔર મહિર કીજીએ, અભયદાન આતમ દીજીએ. ૬૮૫ ખુસી જુઓ દિલીપતિ તાસ, ભલા ધર્મગુરુ ઈનકા ખાસ; તેડ્યા તબ માનૂ કલ્યાણ, થાનસંગ તેડ્યો નર જાણ. ૬૮૬ શ્રાવક આગરાઈ નર જેહ, પંન્યાસ ધર્મસી તેડ્યા તેહ; | દિલીપતિ બોલ્યો નર ત્યાંહિ, હરિગુરુનિ તેડો યાંહિ. ૬૮૭ તુમ કાગલ લખીએ દેઇ માન, મૈ ભી લિખ ભેજું ફરમાન; . સોનેરી અવ્વર તિહાં ભલે, સાહેબખાન ઉપરિ મોકલે. ૬૮૮ હીર યતીનિ દેઈ બહુમાન, હાથી ઘોડે દેઈ નિસાન; સુખાસણ પાલખી દીજીએ, વિનતિ કરી હાં ભેજીએ. ૬૮૯ ખેપિયો જ્યારે એ લેખ લઈને અમદાવાદ ગયો ત્યારે સાહિબખાન સામે ગયો. અને બહુમાન કરી ફરમાન લીધું. અમદાવાદના શ્રાવકોને બહુમાનપૂર્વક સાહિબખાને તેડાવી બાદશાહનું ફરમાન બતાવ્યું અને પૂછ્યું કે હીરસૂરિ અત્યારે ક્યાં છે ? તમારે કોઈએ ડરવાની જરૂર નથી. આ તો આનંદની વાત છે કે હાથી, ઘોડા, પાલખી અને પૈસાટકા આપીને હીરગુરુને બાદશાહ પાસે મોકલવાનું લેખમાં લખ્યું છે. જરાય બળજબરી કરવાની નથી. એમનું મન થાય તો જ આવવાનું કહ્યું છે.' આ સાંભળી શ્રાવકો ખુશ થયા. અને વિચાર કર્યો કે આપણે હીરગુરુ સાથે વાત-વિચાર કરીને નક્કી કરીએ. પછી તેઓ તૈયાર થયા ને જવા માટે હેલો જોતરી. અમદાવાદથી વચ્છરાજ પારેખ, મૂળો શેઠ, નાના વીપુ શેઠ અને કુંવરજી ઝવેરી વગેરે શ્રાવકો તથા ખંભાતથી સંઘવી ઉદયકરણ, પારેખ વજીઆ, શ્રી શ્રીમાલ અને રાજા શ્રીમલ્લ ઓશવાલ વગેરે શ્રાવકો વસ્ત્રાભૂષણથી સજ્જ થઈ ગંધાર આવ્યા. હીરગુરુને મોતીડે વધાવ્યા. વંદન કરી વ્યાખ્યાન સાંભળી પછી શ્રાવકોએ કહ્યું, બાદશાહ અકબરનું ફરમાન આવ્યું છે. તે બહુમાનપૂર્વક તેડાવે છે. તો આપણે શું કરવું ?” ત્યાં લોકોને જુદાજુદા વિચાર સૂઝે છે. પા. ૬૮૯.૧ નિધન ટિ. ૬૮૨.૨ દીદાર દેખું = દર્શન કરું Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૮૩ કોઈ કહે છે, “હીરગુરુને ત્યાં મોકલવા નહીં, પણ છૂપી રીતે રાખવા.” કોઈ કહે છે, “આમાં બાદશાહના મનમાં કંઈક કપટ હોઈ શકે. કોઈ દંડ માટે પણ બાદશાહ બોલાવતો હોય.” કોઈ કહે, “એ તો મહાપ્લેચ્છ અને દૂર છે. એના નામથીયે ઝાડો થઈ જાય તેમ છે. પણ એને શો જવાબ આપવો એનો પહેલાં વિચાર કરી લો.” દ્ધિમાં ઇન્દ્ર જેવો બાબર-હુમાયુનો પુત્ર અકબર મોટો બાદશાહ છે. તો હવે આપણે શું કરવું તેનો વિચાર કરી લઈએ. તેની પાસે સંપત્તિ ઘણી છે. ટૂંકમાં તેનું વર્ણન આ પ્રમાણે છે. ૧૬ હજાર હાથી, ૯ લાખ ઘોડા, ૨૦ હજાર રથ, ૧૮ લાખ પાયદળ, ૧૪ હજાર હરણ, ૧૨ હજાર ચિત્તા, ૫OO વાઘ, ૧૭ હજાર સકરા, ૨૨ હજાર બાજ, ૧૧ હજાર ગાય. વળી ૭ હજાર ગાન કરનારા. કર્ણના જેવું બીજા કોઈનું દાન નથી, ચક્રીના જેવું બીજા કોઈનું નિધાન નથી, અકબર જેવો બીજો કોઈ સુલતાન નથી. તાનસેનના જેવો બીજો કોઈ ગાયક નથી. (ઢાળ ૩૭ – લંકામાં આવ્યા શ્રીરામ રે – એ દેશી) એહવો લેખ લખ્યો આવ્યો જ્યારે રે, સાહેબખાન સાહસો ગયો ત્યારે રે; કરી તસલીમ ધ્યે ફરમાન રે, વાંચી બોલ્યો સાહેબખાન રે. ૬૯૦ તેડ્યા શ્રાવક દેઈ બહુ માન રે, દેખાડ્યું પાદશાહી ફરમાન રે; બોલાવે અકબર સુલતાન રે, યહાં હીરજતિ કહે ખાન રે. ૬૯૧ મત કોઈ ડરો મનમાંહિ રે, ખુશી બાદશા હે બોહોત જ ત્યાંહિ રે; ભેજો હીરકું તો હોઈ કામ રે, લીજે હાથી ઘોડે બહુ દામ રે. ૬૯૨ લખ્યા પાદશાઈ અસ્યા લેખ રે, મત જોર કરો કોઈ રેખ રે; ખુશી હુઈ તો આવણા કીજે રે, નહિતર અહિં રહિણે દીજે રે. ૬૯૩ બોલ્યા વાણીઆ સઘલા ત્યાંહિ રે, તેડી ગુરનિ લ્યાવીએ આંહી રે; ખુશી ખાન થયો તેણી વાર રે, વાત વણિગ કરત વિચાર રે. ૬૯૪ આપણ હીરગુરુ કને જઇએ રે, વિચારી વાત સહુ કહીએ રે; થયા શ્રાવક તવ હાંસીઆર રે, વહિલ્યો જોતરી તેણી વાર રે; ૬૯૫ વછરાજ પરિખ મૂળો શેઠ રે, ગાંધારમાં આવ્યા નેટ રે; નાનવિ કુંઅરજી જવેરી રે, આવ્યા ભૂષણ વાગા પહેરી રે. ૬૯૬ સંઘવી ઉદયકરણ નર જેહ ૨, ખંભાયતથી ચાલ્યા તેહ રે; પારિખ વજુઓ શ્રી શ્રીમાળ રે, આવ્યા રાજા શ્રીમાળ ઓઉસવાળ રે.૬૯૭ સહુ ગંધાર માંહિ આવે રે, હરનિ મોતિડે જ વધાવે રે; પૂજીપ્રણમી સુણત વખાણ રે, પછે બોલ્યા શ્રાવક જાણ રે. ૬૯૮ પા. ૬૯૩.૨ નહિં કરિ ૬૯૬.૧ નેઇ રે ૬૯૮.૧ હુનિ જ ટિ. ૬૯૫.૨ વહિલ્યો = વહેલ, ગાડું Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત આવ્યું અકબરનું ફરમાન રે, તુમનિ તેડે દેઈ માન રે; શી જાવા તણી હર્વે પેર રે, ઘટના કરે નર બહુ પેર રે. ૬૯૯ એક કહિતિહાં હીરજીન જઈએ રે, કિહાં છાનાથઈને રહીએ રે; એક કહિ એ કાંઈ ફંદ રે, ન જાણીએ એ સ્યો? દંડ રે. ૭00 એક કહિ એ મહા મલેચ્છ રે, એહનિ નામિ હોય રેચ રે; એહનિ દેયે કુણ જવાબ રે, પહેલું સોઈ વિચારો આપ રે. . ૭૦૧ | (ચોપાઈ) આપ વિચારે સહુકો ત્યાંહિ, મોટો પાતશાહ દુનીઓ માહિ; પાતશાહ બાબર હુમાઉ નંદ, અકબર ઋદ્ધિ જાણે ઈદ. ૭૦૨ સોળ સહિત ગજ જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિ; નવલખ હયવર કેરી હારિ, તરણિ-અશ્વ સરખા તે ધારિ. ૭૦૩ રથ રૂડા જસ વીસ હજાર, દિનકરરથથી અધિક અપાર; અઢાર લાખ પાયગ પરિવાર, તોમર ગુરજ હાર્થિ હથીઆર. ૭૦૪ ચઉદ હજાર દીસે જસ હર્ણ, સોમકુરંગ તણો તે વર્ણ; બાર હજાર જેહને ચીતરા, વાઘ પંચસહિ જેહનિ ખરા. ૭૦૫ સતર હજાર સકરા જસ લહું, બાવીસ હજાર બાજ જસ કહું; ઈગ્યાર હજાર ગવરી જસમાન, સાત હજાર તાની કરે ગાન. ૭૦૬ કરણ સમો નહિ ઔર કોઈ દાન, ચક્રી સમો નહિ ઔર નિધાન; અકબર સમ નહિ કોઈ સુલતાન, તાન રાગ સમો નહિ તાન. ૭૦૭ અકબર બાદશાહના દરબારમાં તાનસેન એવો ગવૈયો હતો જેને સાંભળી લોકો ડોલી ઊઠતા, બીજાને સાંભળવા કાન દેતા નહીં. અકબરના દરબારમાં પાંચસો પ્રધાનો, પાંચસો મોટા પ્રધાનો, વીસ હજાર કારકુનો, દસ હજાર ઉમરાવો હતા. ઉમરાવોમાં આજમખાન, ખાનખાના, ટોડરમલ, શેખ અબુલ ફજલ, બિરબલ, ઈતમાદખાન, કુતુબુદ્દીન, શિહાબખાન, ખાનસાહેબ, તલાખાન, કલાખાન, હાસિમખાન, કાસિમખાન, નૌરંગખાન, ગુજ્જરખાન, પરવેઝખાન, દોલતખાન, નિજામુદ્દીન, મહમદખાન વગેરે મુખ્ય હતા. અસ્તબેગ અને કલ્યાણરાય આ બે અકબરના ખાસ સેવક હજુરિયા હતા. આગળ અનેક બાદશાહો – અહમદ, મહમદ, સિકંદર, અલ્લાઉદ્દીન, બલખ પાતશા, તિલંગ-બાબર, હુમાયુ વગેરે પણ થયા. પણ અકબર જેવા કોઈ ન હતા. તેણે અનેક દેશ કબજે કર્યા હતા. જેવા કે અંગ, બંગ, કલિંગ, ગૌડ, ચીડ, તિલંગ, માલવ, સોરઠ, ગુજ્જર, કોંકણ, મલબાર, દક્ષિણ દેશ, ખુરાસાન, કાબુલ, મુલતાન, ખાનદેશ, પા. ૭00.૨ દંદ રે ટિ. ૭૦૩.૨ તરણિ-અશ્વ = સૂર્યના ઘોડા ૭૦૪.૨ તોમર = ભાલા જેવું શસ્ત્ર, ગુરજ = ગદા જેવું શસ્ત્ર Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૮૫ લાટ, ભોટ, વાગડ, ભંભેર, કચ્છ, કર્ણાટક, મારૂ, મેવાડ, જાલંધર, સિંધ, મગધ, કાશી, કોશલ, નેપાલ – આ બધા દેશો ઉપર આધિપત્ય પ્રાપ્ત કર્યું. ચિત્તોડગઢ, પાવાગઢ, જૂનાગઢ, કુંભલમેર-ગઢ આ બધા પોતાના કર્યા. જલથી જવાય અને સ્થલથી જવાય એવાં ગામ, નગરોનો પાર ન હતો. સોનું, રૂપું, ત્રાંબું, લોહ અને રતન વગેરે સાત ધાતુની ખાણો એની પાસે હોવાથી એની સમૃદ્ધિનો કોઈ પાર ન હતો. એની પાસે ૧૬ હજાર સુખાસન, ૧૫ હજાર પાલખીઓ, ૮ હજાર નગારાં, ૫ હજાર મદનભેરી, ૭ હજાર ધજાઓ, ૫૦૦ બિરદાવલિ બોલનારા, ૩૦૦ વૈદ્યો, ૩૦૦ ગંધર્વો, ૮૪00 કોટવાળો, ૧૬૦૦ સુતાર, ૮૨ મર્દન કરનારા, ૮૨ આભૂષણ પહેરાવનારા, ૩૦૦ શાસ્ત્ર વાંચનારા પંડિતો અને ૩00 વાજિંત્રો વગાડનારા હતા. મોટા ઉમરાનો અને હિંદુ રાજાઓ તેમની સેવા કરતા. ક્ષત્રિય, રજપૂત, મોગલ, હબસી, રોહેલો, ટોમી, ફિરંગી, અંગ્રેજ, હિંદુ, મુલ્લા, કાજી, પઠાણ વગેરે પણ તેની આજ્ઞા માનતા. મલ્લ અને દૂતો પણ એને ઘણા હતા. ૫ હજાર પાડા, ૨૦ હજાર મોટા કૂતરા, અને કૂકડા-પારેવાંનો તો પાર નહીં. પાપી વાધરીઓની સંખ્યા ૨૦ હજાર હતી. માંસભક્ષી ધર્મ શું જાણે અને સાધુની પણ શરમ શું રાખે ? એક એક કોશને આંતરે એક એક હજીરો એવા ૧૪૦૦ હજીરા કરાવ્યા હતા. તેના ઉપર હરણનાં શિંગડાં રાખ્યાં હતાં. ૫૦૫ સિંહ હતા. તેની દાઢ પણ રાખવામાં આવી હતી જે બળ ઋદ્ધિ બતાવતી હતી. દશ ગાઉ પર એક ધર્મશાળા બનાવી હતી. અને સાથે એક એક કૂવો પણ કરાવ્યો હતો. તેમાં સુંદર વૃક્ષો રોપ્યાં હતાં. એક વખત છત્રીસ હજાર શેખોનાં ઘરોમાં એક મૃગચર્મ, બે શિંગડાં અને એક સોનામહોર એવું લહાણું દરેક ઘરમાં કર્યું હતું. અકબરનો પ્રતાપ એટલો બધો ફેલાયો કે એનાથી સૂર્ય ઢંકાઈ ગયો. એટલે ચકવી દુઃખ પામવા લાગી. અને ઘુવડ, અસતી સ્ત્રી અને ચોર આ બધા ખુશ થઈ ગયાં. એનો યશ ચોમેર ફેલાયો. સંગ્રામમાં એની સદા જીત થાય છે. પાપથી કદી એ બીતો નથી. ચિત્તોડ લેતાં એણે જે પાપ કર્યું તે એક જીભથી કહ્યું જાય એવું નથી. એ ગઢને ઘેરો ઘાલીને રહ્યા. તે વખતે યંત્ર દ્વારા માણસોને અંદર નાખે છે. જે મરે તેનાથી તથા હાથી, ઘોડા વગેરેથી ખાઈ ભરે છે. પછી તેના ઉપરથી આગળ જાય છે. અને દરવાજાને ઘણથી મારે છે. ઉપરથી પથ્થર નાખે છે. ઘણા પુરુષોના પ્રાણ જાય છે પણ અકબર પાછો ફરતો નથી. ભરત ચક્રવર્તીની જેમ લડાઈ અટકતી નથી. ચિત્તોડના રાણાની પાસે દૂત મોકલી અકબરના ઉમરાવ સંદેશો કહેવડાવે છે કે શીદને તમે પૃથ્વીને ખુવાર કરો છો. એના બદલે બાદશાહને દીકરી, હાથી અને ઘોડા આપી દો અને સુલેહ-સંપ કરી લો. રાણાના બે પ્રધાન જયમલ અને પતા બન્નેએ દૂતના બે કાન કાપી નાખ્યા. તેને અપમાનિત કર્યો અને કહેવડાવ્યું કે “તારા બાદશાહની બુદ્ધિ નાસી ગઈ છે જેથી દીકરી અને હાથીઘોડા માગે છે. આમ તો હું મસ્તકનો એક વળ પણ આવું નહિ. દીકરી આપીને જીવવું એ ધિક્કારને પાત્ર છે. અને એનાથી તો હિન્દુનો અવતાર બોળ્યા જેવું થાય.” Page #121 -------------------------------------------------------------------------- ________________ . શ્રાવક કવિ ઋષભદાસકૃત કવિ નામના – પ્રતિષ્ઠાનો મહિમા વર્ણવતાં કહે છે કે નામ વિનાનું જીવવું નકામું છે. એના કરતાં પ્રતિષ્ઠિતની ભૂખ પણ ભલી છે. માથું ભલે જાય પણ નાક ન જજો. જેની કીર્તિ જગતમાં અમર છે તે મર્યા છતાં જીવતા છે, અને જેની કીર્તિ ખંડિત થઈ છે તે જીવતા હોય તોય તેનો અવતાર ધિક્કારપાત્ર છે. રાણા દૂતને કહે છે, “બાદશાહને કહેજે કે જે રણમાં કાયર બને છે તેનો અવતાર ધિક્કારપાત્ર છે. માટે લડાઈ કરવા તૈયાર રહે.” દૂતે બાદશાહ પાસે આવી બધી વાત કરી, પોતાના કાન બતાવ્યા. “તમને બેટી કે દમડી આપવાની વાત તો દૂર રહી પણ જયમલ તો તમને ગાળ દે છે.” બાદશાહ વિચારે છે કે લડ્યા વિના ચિત્તોડ આવે નહીં તે વાત નક્કી છે. ક્રોધે ભરાયેલો બાદશાહ હલ્લો કરે છે. નગરની નાકાબંધી કરે છે. અન્નજળ કાંઈ જ આવી શકતું નથી. રાજા અને પ્રજા આકુળવ્યાકુળ થાય છે. રાણા કહે છે, મુગલને જઈને મળીએ. સંધિ કરીએ.” જયમલ અને પતા કહે છે, “અગ્નિમાં પડીને બળવું સારું, પણ મળવું સારું નહીં. તમારે જવું હોય તો જાવ. અમે લડીશું અને ક્ષત્રિયની લાજ રાખીશું.' રાણા ગયા અને જયમલ અને પતા બન્ને યુદ્ધ કરવા લાગ્યા. અકબરે આ વાત જાણી એટલે સેનાને પાણી ચડાવે છે. મોટા હાથીના માથાથી દરવાજા તોડાવે છે. દરવાજા જ્યાં તૂટ્યાં ત્યાં હિંદુઓ તૈયાર થયા. મોટો કોલાહલ-વિક્ષોભ મચી ગયો. ઘણી સ્ત્રીઓ પુરુષ સાથે અગ્નિમાં બળી. એનું વર્ણન કરતાં પણ પાપ લાગે. મહાપાતક જાણીને પંડિત કવિતા કરતાં પાછા ભાગે છે. જયમલ અને પતા બન્ને હાથી-ઘોડાને મારીને અકબરની સામે થાય છે. લડતાં લડતાં ભલે સો ખંડ થઈ જાય પણ પાછા હઠતા નથી. એ જોઈને અકબર ખુશ થઈ ગયો છે. કહે છે “શું બે ભાઈઓ લડે છે !' - એમની લડાઈ જોઈ ખુશ થયેલો અકબર કહે છે, “તમે લડો નહીં. તમને ગઢ દઈ દઉં છું. તમને હુમાયુની દુહાઈ છે.” ત્યારે જમયલ અને પતા કહે છે, “અમે લડતાં અટકીશું નહીં. અને પાછાં પગલાં નહીં દઈએ. નારી, પુત્ર, ગઢ અને માલ આ બધું ગુમાવીને અમે જીવીને શું કરીશું ?' તેઓનું શૂરપણું જોઈને બાદશાહ ઘણો ખુશ થયો. તે પોતાના સરદારોને કહે છે કે એમને જીવતા પકડી લો. મારતા નહીં જયમલ અને પતા બન્ને જીવતા હાથ આવતા નથી પણ લડતાં લડતાં શતખંડ થઈ જાય છે. અકબર ગઢમાં પેસે છે. ક્રોધે ભરાયેલા તેણે હુકમ કર્યો. ચિત્તોડની એક કૂતરીને પણ છોડતા નહીં. જે હાથમાં ચડે તેને ઠાર કરો.” મહાજન મળવા આવ્યું તો તેને પણ યમને ઘેર પહોંચાડ્યું એટલે કે મારી નાખ્યું. જે ચિત્તોડની નારીને હણીને આવે તેને મોતીથી વધાવવામાં આવતો. મંદિરો પણ પાડી નાખ્યાં. અને તેને આગ લગાડી. આવા ઉગ્ર પાપને લીધે જ અત્યારે પણ તું આમ કરે તો તને ચિત્તોડની લડાઈનું પાપ' એમ કહેવત બોલવામાં આવે છે. લોકો કહે છે આવા કાળ જેવા અકબરને કેવી રીતે આપણે મળીશું. જેણે જવું હોય તે ભલે જાવ પણ આપણે તો પાછા વળીશું. ગઢ લઈને અકબર પાછો વળી Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૮૭ રહ્યો છે તે વખતે એક ગર્ભવતી નારીને મારી અને તે જમીન ઉપર પડી કે તેણે દેખી. એ જોતાં જ એના મનમાં દયા જાગી. તે બોલવા લાગ્યો, “હે ખુદા ! હું મોટો પાપી છું. મેં ઘણી ખુવારી કરી છે.' આંગળી કરડીને માથું ધુણાવે છે. પછી જ્યારે તે આગ્રામાં ગયો ત્યારે જેણે ચિત્તોડ લેવા મુહૂર્ત આપ્યું હતું તે મહાત્મા ત્યાં જાય છે. અકબર તેનું મુખ વાંકું કરી નાખે છે. અને એની આગળ દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે હું આ બધા દોઝખનો ભાગીદાર બન્યો. કેટલી ખૂનખરાબી થઈ ! દુહા) વિધિના એ બિધ જાનકિ, શેષ ન દીને કાન; મેર સહિત જગ ડોલી, સુણી તાનસંગ તાન. ૭૦૮ (ચોપાઈ) તાની તાન કરે જ અપાર, પંચસયાં પંડિત તસ બાર; પંચસયાં મોટા પરધાન, વીસ હજાર લેખધર નામ. ૭૦૯ - દસ હજા મોટા ઉંબરા, આજમખાન સરીખા ખરા; ખાનખાના નિ ટોડરમલ, શેખ અબુલ ફજલ તે મલ. ૭૧૦ બીરબલ નિ અતિમિતખાન, ખાન કુતુબદી સબળ ગુમાન; સાહેબખાન મોટો ઉંબરો, ખાનશાહ સદા આવે ખરો. ૭૧૧ તલાખાન કરે તસલીમ, કલાખાન નવ લોર્ષિ સીમ; હાસમ કાશમ નવરંગખાન, ગુજરખાન પામે બહુ માન. ૭૧૨ પરવેજખાન પાતશાહાનિ સગો, દોલતખાન તે સાર્થિ લગો; - નિજામુદીન ઈહિમદ કહિવાય, શાહ સમસ્તી સાચો ન્યાય. ૭૧૩ અનેક ઉંબરા અસ્યા અપાર, નાહના ઉંબરાનો નહિ પાર; અસ્તબેગ નિ કલ્યાણરાય, શાહ અકબરના સેવે પાય. ૭૧૪ હુઆ પાતશા કેતી કોડી, પણિ નહિ અકબરશાહની જોડી; અહિમદ મહિમદ શિકંદર જેહ, સુલતાન તારા કહીએ તેહ. ૭૧૫ અલ્લાઉદીન દુઓ જાસતી, વડોમદફર પૃથિવીપતી; બલખ પાતશા અતિહિ ઉદાર, હનિ સહેલી સોળહજાર. ૭૧૬ તિલંગ બાબર હુમાઉ જુઓ, અકબર સરિખો કો નવિ હુઓ; અનેક દેશ લીધા ઓણિ ચંગ, અંગરંગ અનિ જ કલિંગ.૭૧૭ ગઉડ ચઉડ તિલંગ માલવો, સોરઠ દેશ જસ પોતે હવો; ગુજ્જર કુંકણ નિ મલબાર, દખ્યણ દેશ જસ પોતિ સાર. ૭૧૮ પા. ૭૦૯.૧ તાંન ૭૧૧.૨ સાહિબખાન સદા ૭૧૪.૨ અસભવેગ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત ખુરાસાન કાબુલ મુલતાન, ખાનદેશનો તે સુલતાન; લાટ ભોટ વાગડ ભંભેર, કચ્છ દેશ જેણે કરિયું જેર. ૭૧૯ કર્ણાટક મારૂ મેવાડ, દૂરિ કર્યા જેણિ ડુબી ચાડ; જાલંધર દીપક નિ સિંધ, મોટા રાય કર્યા જેણિ બંધ. ૭૨૦ મગધ દેશ કાસી નેપાલ, કોશલ દેશનો તે ભૂપાલ; અનેક દેશ તુજ પોતે બહુ, વિષમા ગઢ તે લીધા સહુ ૭૨૧ ચીત્રોડગઢ તિણે દીધી દોટ, લીધો કુંભલમેરનો કોટ; પાવો જૂનોગઢ આશેર, જીતા કોટ વાજતે ભેર. ૭૨૨ જોહનિ નગરી નગર અનેક, જેહનિ પાટણનો નહિ છેક; જલવટ થલવટ થઈ જવાય, અસ્યાં નગર કેતાં કહિવાય.૭૨૩ નાહનાં નગર વસેં બહુ ગામ, બોલે અકબરના ગુણગ્રામ; નગર વેલાઉલ સાયર સાર, હનિ ફરતાં ચોગમ વાર. ૭૨૪ અનેક દ્વીપ જેહનિ પણિ કહું, તે પાછલિ જલ ફરતા લહું; પ્લેચ્છ તણી રાજધાની ઘણી, તે સઘળી કીધી આપણી. ૭૨૫ રતન સોવનના આગર જાણિ, રૂપું ત્રાંબું લોહની ખાણિ; સપ્તધાનની ખાણિ જસ હોય, સ ઋદ્ધિપાર ન પામે કોય. ૭૨૬ સોળહજાર સુખાસણ સાર, પાલખીઓ ક્સ પન્નરહજાર; આઠહજાર દદામાં જોય, પાંચ હજાર મદનભેર હોય. ૭૨૭ સાતહજાર શોભતી ધ્વજાય, પાંચ સહિત બ્રદ બોલી જાય; ત્રિણ સહિત વઈદ જસ વડા, ત્રણ્યસે મદ્યપાકિ પરગડા. ૭૨૮ સહિત ચોરાસી જાસ તલાર, સોળ સયાં જેહનિ સૂતાર; વ્યાસી નર ભૂષણ તિહાં ધરે, વ્યાસી નરમર્દનીઆ સરે. ૭૨૯ ત્રિયર્સે પંડિત વાંચે શાસ્ત્ર, ત્રીયસે જસ વાગે વાજીત્ર; નમે ખાન મોટા ઉંબરા. સેવે હિંદુરાજા ખરા. ૭૩૦ સેવે ખ્યત્રી નિ રજપૂત, સેવે મુગલ હબસીપૂત; રોમી રહેલા ને અંગરેજ, સકળ ફિરંગી માનિ તેજ. ૭૩૧ ગરાસીઆ ચાલે સંઘાતિ, મહિતર કેરી કેતી જાતી; પાંડવ નૃત્ય કરે નરકતાર; ભોઈ કાવડિઆ પ્રતિહાર. ૭૩૨ મલ્લ ઘણા જસ ઝાઝા દૂત, કળ્યું ન જાએ એ ઘરસૂત; - મહીષ પંચ સહિસનું માન, વીસ હજાર જસ મોટા સ્વાન.૭૩૩. પા. ૭ર૪.૨ ચોગમ નાંવિ પાર ૭૨૯૨ છયાસી ૭૩૦.૧ ત્રિય-સયાં ધરઈ તે શાસ્ત્ર, ત્રિશ્ય-સયાં વાગે.... ૭૩૨.૨ નગર ટિ. ૭ર૭.૨ દદામાં = નગારાં ૭૨૮.૧ બ્રદ = બિરદ, બિરદાવલિ બોલનારા Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ કુર્કટ પારેવા નહિ પાર, પાપી વાગરી વીસહજાર; મંસભખી સ્યું જાણે ધર્મ, સાધ તણી સું રાખે શર્મ. ૭૩૪ કોસે કોસે તેહ પ્રસિદ્ધ, જેણે એક હજીરો કીધ; ચઉદસે ચઉદસે હજીરા કરે, ઉપરિ હર્ણનાં સીંગડાં ધરે. ૭૩૫ પાંચસિં પાંચ તો સિંહ જોય, એકેક હજીરે તે પાણિ હોય; એકે દાંતની દાઢા ઘણી, બળ ઋષિ દેખાડે આપણી. દસે ગાઉએ એક સરાય, કૂઓ એક કીઓ તિણિ ઠાય; ૭૩૬ રોપ્યાં ઝાડ તિહાં અભિરામ, માની આપ જણાવે નામ. ૭૩૭ હરણ ચરમ નિં સંગડાં દોય, એક મહોર સોનાની જોય; છત્રીસ હજાર શેખનાં ઘર જ્યાંહી, એવું લહિણું કીધું ત્યાંહી. ૭૩૮ મોટો પાદશાહ એ દુરદંત, વૈરીના દેશ ઉપર જંત; ચકવી દુખ પાર્મિ નિજ જાતિ, ઊડે ખેહ પડી લહેરાતી. ૭૩૯ અસતી ઘૂક ખુસી તે હોય, તસકર લેણિયા હરખ્યા જોય; ખેહિં ઢાંક્યા સૂર નિં ચંદ, પોયણિ પંખીના મુખમંદ. આકાશે સૂર ઢંકાયો જર્સિ, પ્રતાપરૂપ સૂર ઉગ્યો તર્સિ; યશરૂપી ઓ ત્યાંહાં કિઓ ચંદ, અકબર ગાજી જિયો ગમંદ. ૭૪૧ સકળદેશના રાજા જેહ, છિદ્ર સૂરમાં દેખે તેહ; મનસ્યું ચિંતે હોસ્પે. ખીઅ, દીસે છે અકબરની જીઅ. સંગ્રામિં ય એહર્નિ સદા, પાપ થકી નવિ બીહિં કદા; ચિત્તોડ લેતાં પાત્યક થયું, એકે જીભે ન જાએ કહ્યું. લીધો ગઢ નવિ જાએ જર્સિ, યંત્ર ઢીંકલી કીધી તર્સિ; નાંખે ઉછાળીને પાહાણ, ગઢમાં પડતા હશે પરાણ. ગઢ તોહી લીધો નવિ જાય, બહુ માનવનો ખય તહિં પાછો અકબર ન દીએ પાય, વઢિ સબળ ચિત્રોડો રાય. અકબર રહિં ગઢ ઘેરો કરી, મુગલ રહિં ગઢ પાછલિ ઊપરિથી મૂકે નર નાલિ, ઘણા પુરુષ મરે સમકાલિ. ગજ ઘીડા માનવ જે મરે, તેને ગઢ ખાઈમાં ભ; ઉપરિ રનર ચાલ્યા જાય, પોળે જઈ દીએ ઘણ ઘાય. ૭૪૭ ઉપરથી નાંખે નર પાહાણ, હણે ઘણા પુરુષના પ્રાણ; અકબરશાહ પાછો નવિ વળે, ચક્રી ભરત જિમ લડત ન ટળે. ૭૪૮ = = ૭૪૦ ફરી; ૭૪૨ ૭૪૩ ૭૪૪ થાય; ૭૪૫ ૭૪૬ પા. ૭૩૫.૨ ચઉદશેં ચઉદ (૧૪૧૪) ૭૩૬.૧ પણિ ૩૩૭.૨ આણ ૭૩૯.૨ ચકવાટ પામિ.....પીડી ૭૪૧.૨ પ્રતાપ રૂપીઓ કીઓ ત્યાંહાં ચંદ ટિ. ૭૩૪.૧ કુર્કટ કૂકડા ૭૩૪.૨ મંસભખી ધર્મશાળા ૭૩૮.૧ ચરમ = ચામડું ૭૪૦.૨ ખેહિં = આકાશમાં માંસભક્ષણ કરનાર ૩૩૭.૨ સરાય = ૮૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત 19 વઢે ગુમાની અકબરશાહ, ગઢ ચિત્રોડ ન લીધો જાય; હિંદુ તુરક ન આપે નમી, કરે ઉંબરા વાત તિહાં સમી. ૭૪૯ બેટી માલ ગજ ઘોડે દેહ, વળો પાતશાહ ખિજમતિ લેહ; મન મનાયું પાતશાહતણું, માણસ મોકલ્યું ગઢિ આપણું. ૭૫૦ રાણાને જઈ કર્યો જુહાર, પૃથ્વી શિદ કરાવો ખુઆર; | દીજે ધિયા નિજ ખિજમતી ઘણી, વઢી સ્યુ કરસ્યો પ્રજારેવણી..૭૫૧ જઇમલ પતા પાસે પરધાન, દૂત તણા બે કાપ્યા કાન; કર્યા ફજેત દીધું અપમાન, તુજ પાદશાની નાઠી સાન. ૭પર માંગી બેટી હસ્તી માલ, ન દેઉં મસ્તક તણો મુઆલ; ધિય આપી જીવ્યું ધી:કાર, બોળ્યો હિન્દુનો અવતાર. ૭૫૩ (દુહા) એક પતિ ને વળી પાણિયું, રાખી શકે તિહાં રાખિ; જે ઉતર્યું અધ પાઈક, તે ન ચઢે નર લાખિ. ૭૫૪ બાળ નનામું જીવવું. ભલી સનામી ભૂખ; માથું જાજો નાકહ્યું, નાક મ જામ્યો ટૂંકા ૭૫૫ એક નર મુઆ તે જીવીઆ, જસ કરતિ જગિ સાર; કરતિ ખંડિ થિર રહ્યા, ધીક તેનો અવતાર. ૭૫૬ - (ઢાળ ૩૮ – વાસુપૂજ્ય જિન પૂજ્ય પ્રકાશો – એ દેશી) ધિગ અવતાર કહું નર તેહનો, જે રણિ કાયર થાય; જા અકબર શાહનિ તું કહીએ, વઢવો ચોપટ ઘાય. ૭૫૭ વળ્યો દૂત તે વચન સુણીને, આવ્યો અકબર પાસ; કરણ દેખાડે કર જોડીને, પૂરવવાત પ્રકાશ. ૭૫૮ ન દીએ બેટી કૈસી દમડી, દીએ જયમલ તુમ ગાલી; લડે વિગર ચિત્તોડ ન આવે, વાત કરો સબ ખાલી. ૭૫૯ સુણી પાતશાહ કોપ્યો ત્યારે, હલ્લો કરે જ હકારે; જળ જાવા ન દીએ ગઢ માંહિ, કણનાં નાકાં ભારે. ૭૬૦ મદાફરી મહમંદીએ અન્ન, ચિત્રોડ માંહિ વેચાય; તવ રાજા પરજા ગઢ માંહિ, આકળ વ્યાકુળ થાય. ૭૬૧ રાણો શૈર્ય ખમે નહિ ત્યાહરે, કહે મુગલને મિલિયે; જયમલ કહેનવમિલીએ રાજા, વરિ અગનિમાં જઈ બળીઓ. ૭૬૨ પા. ૭૪૯.૧ ચઢે ૭૪૯.૨ તરક જપે તસ ૭૫૧.૨ દીજે ઘેહ અને ખીજમતી ઘણું વઢી શ્ય કરશો અતી ? ૭૫૪.૧ પાણિગ્યે ૭૫૪.૨ કપાઈકે ૭૫૫.૧ સમામી Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ તમે જાઓ વઢઢ્યું અમે એહસ્ય, રાખું ખ્યત્રી લાજ જેમલ પતા રહ્યા પણ માંડી, છાંડી ગયો મહારાજ. ૭૬૩ જાણે વાત અકબરશા જ્યારેં, ત્યારેં પુરુષ હકારે; ગજ મોટા ગાજતા ત્યાંહિ, પોળેિ માથાં મારે. ૭૬૪ ભાજિ પોળિ ગઢ ભેળો જ્યારિ, હિન્દુ હુઆ હોસીઆર; સોળ ઝમર હોય ત્યાંહાં મોટા, પાપ તણો નહિ પાર. ૭૬૫ ચંદ્રા રૂપવતી રૂદ્રાણી, ચિત્રકોટની રાણી; વીરમતી વાઘેલી બળતી, હોમે અગનીમાં પ્રાણી. ૭૬૬ બહુ નારિ સુત સાથે દાધી, વર્ણવતાં દુખ લાગે; મહા પાતિગ જાણીને પંડિત, કવિતા પાછો ભાગે. ૭૬૭ જયમલ પતા ગજ અશ્વ હણીનિ, અકબર સામ્યા ધાય; વઢતા કિમે ન પાછા ભાગિ, જો શતખંડ એ થાય. ૭૬૮ શાહ અકબર દેખી ખુસી થાએ, કયા લડતે દો ભાઈ; ન લડો ગઢ દેઉં તુમ પીછા, હુમાઉ કેરી દુહાઈ. ૭૬૯ જયમલ પતા કહિ ન રહું વઢતા, પાછા પાય ન દેરૂં; નારી પુત્ર ગઢ માલ ગમાડી, જીવી કાણું કરેણ્યું. ૭૭૦ શૂરપણું દેખી શાહ હરખ્યો, ઝાલો જીવતા દોય; જયમલ પતા તે હાર્થિ ન આવે, વઢી શત ખંડ જ હોય. ૭૭૧ શાહ અકબર ગઢમાં જઈ પેસે, તામ કષાય અઘોરી; ચિતોડકી મત કુત્તી છોડો, સબકું મારો ઠોરી. ૭૭૨ મહાજન મિલવા કારણિ આવે, તે જમ ઘરિ પુડુચાવે; | હણી નારી ગઢ ચિત્રોડ કેરી, જે મોતી જ વધાવે. પાડી કોટ લગાડ્યાં મંદિર, સબળ પાપ તિહાં કીધું; સમ ખાએ ખવરાવે તેહના, પાતિગ લોક પ્રસીધું. ૭૭૪ અસ્સો કાળ જગ સરીખો અકબર, કેહી પરિ તેહને મિલમ્યું; જે જાઓ તે જાઓ ભાઈ, અમે તો પાછા ટળસું; ૭૭૫ અકબર શાહ ગઢ લેઈ વળીઓ, ગર્ભવતી એક નારી; મારી ભોમિ પડી તે દીઠી, દયા હુઈ મન મઝારી. યા ખુદા મિ બડા દોઝખી, કીની બોહોત બુજગારી; ઇસ કરણીથી બીહસ્ત ન પાઉં, હોઈગી બોહોત ખોરી. ૭૭૭ કરડી આંગળી શીશ ધુણાવે, આગરેમેં જબ આવે; ચિત્રોડ ગ્રહવા મહુરત આપ્યું, તે મહાતમા તિહાં જાવે. ૭૭૮ પા. ૭૭પ.૧ જમ સરીખો ૭૭૭.૧ અલ્લા ખુદા ટિ. ૭૬૫.૨ ઝમર = વિક્ષોભ ૭૭૭.૧ દોઝખી = નરકગામી ૭૭૭.૨ ખોઆરી = ખુવારી ૭૭૩ ૭૭૬ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત કરી તસલીમ નિ વાત પ્રકાશે, કૈસા મૂહરત દીના; સુણી પાતશા મુખમાં મારે, મુખ વાંકા તસ કીના. ૭૭૯ વેશ પહિન ક્યા મહુરત દીના, કેતા ખુન મેં કીના; મિં દોજખકા હુઆ વિભાગી, ઉસ મિ બાટા લીના. ૭૮૦ આઓ મિલ્યા કયા હર્ષ ધરતા, કયા ખૂબી તિ કીની; દોઝખ કુંડી પીછિ પાવે, અવલ શિખ્યા મિં દીની. ૭૮૧ પાપભીરુ એવો અકબર જગતનું સબળ સ્વામીપણું પામ્યો, દેશદેશના નરપતિઓ આવીને તેને નમસ્કાર કરે છે. કુંભમાં જેમ કામકુંભ અને ગાયમાં જેમ કામધેનું શ્રેષ્ઠ છે તેમ સર્વ રાજાઓમાં અકબર મોટો – શ્રેષ્ઠ છે. વૃક્ષમાં જેમ કલ્પવૃક્ષ, પથ્થરમાં જેમ હીરાખાણ અને જલમાં જેમ ગંગાનીર શ્રેષ્ઠ છે તેમ મુગલમાં અકબર શ્રેષ્ઠ છે. એવો અકબર ચારે દિશામાં ફરે છે ને બધા રાજાઓને વશ કરે છે. તે જીતીને પાછો ફરે છે ત્યારે વાજતેગાજતે આગ્રામાં પેસે છે. જયમલ અને પતા એ બન્ને પ્રધાનોના ગુણને મનમાં ધારણ કરે છે. એના જેવા શૂરવીર બીજા કોઈ નથી. પથ્થરના બે હાથી બનાવી તેના ઉપર જયમલ અને પતાને બેસાડે છે. ગઢમાં પેઠા પછી જયમલ અને પતાને કહ્યું કે અમને ગઢ આપ. ત્યારે તેણે કહ્યું કે હું ગઢ નહિ આપું પણ લડાઈમાં લડીને જગતમાં નામ રાખીશ.” આવા જયમલ અને પતા બન્ને આમ તો અકબર બાદશાહના વૈરી હતા. પણ તેમનામાં શૂરવીરપણાના ગુણને લીધે દરવાજા ઉપર તે બન્નેની મૂર્તિ બનાવી. તે નારી, તે કવિરસ અને તે વીણાના સ્વરથી શું કે જેમાં મન, તન અને લોચન લાગવાથી માથું ધૂણવા નથી લાગતું ! જેને સાંભળીને ચિત્ત ચમકી જાય, માથું ધૂણવા લાગે અને રોમરોમની અંદર ઉલ્લાસ પામી જાય તોયે નિર્ગુણી આત્મા બીજાના ગુણને મુખેથી બોલતો નથી. અકબર બાદશાહના મુખેથી ગુણ બોલાયાથી જયમલ અને પતાની શોભા વધી ગઈ. આગ્રા ગઢના દરબારમાં એ બન્નેને હાથી ઉપર બેસાડ્યા. પછી બીજા પણ દેશ જીત્યા, ગઢ લીધા અને બધે ફતેહ મેળવી. તેમજ એકછત્રી તરીકે બધા તેમને નમવા લાગ્યા. તેથી સીકરી નગરનું ફત્તેપુર નામ રાખ્યું. જેને ફરતો સોળ ગાઉનો ગઢ છે તથા પાસે ડામર નામનું બાર ગાઉના ઘેરાવાવાળું તળાવ છે, જેમાં માછલાંનો પાર નોતો. વાડી, વન અને બગીચા પણ ઘણાં છે. એવું મોટું ફત્તેપુર ગામ છે. જ્યાં ચોર્યાશી ચૌટાંમાં ઠેરઠેર લોકો હસતાં હસતાં દાન દેતા, જાણે સ્વર્ગનગરી વસી હોય એવું લાગે, ત્યાં સુલતાન અકબરશાહ રાજ્ય કરે છે. તે હરણાંનો શિકાર કરે છે. તેને કેવી રીતે મળીશું અને એને મળ્યા પછી આપણી લાજ કઈ રીતે રહેશે. વળી એકે કહ્યું કે “એને મળવાની તો વાત જ શી ? એ તો સ્ત્રીઓની સાથે વિલાસમાં પોતાનો સમય પસાર કરે છે. અન્તઃપુરમાં સોળસો સ્ત્રીઓ છે. જાણે તે સ્વર્ગપુરીથી આવી હોય તેવી રૂપાળી અને ચંદ્રના જેવા મુખવાળી છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૯૩ એક સોનું અને બીજી સુંદરી આ બે પુણ્યના અધિકારવાળાં છે. પરમપુરુષને પૂજ્યા વિના કોઈને તે મળે નહીં. પુણ્યથી જ શિયળવંતી, ગુણવંતી અને રૂપવંતી એવી પદ્મિની નારી મળે છે. અશ્વના અને હંસના જેવી ગતિવાળી અને હરણના જેવા નેત્રવાળી અને કોકિલના જેવા કંઠવાળી અપાર અને ચતુર એવી નારીઓ સિંધુ, સોરઠ, મુલતાન, મગધ અને માલવ વગેરે અનેક દેશથી તે લાવ્યો હતો. પદ્મિની, હસ્તિની, ચિત્રિણી અને શંખિની – આ ચાર પ્રકારની નારીનાં લક્ષણ બતાવે છે. એક પહોર નિદ્રા લે તે પદ્મિની, બે પહોર નિદ્રા લે તે હસ્તિની, ત્રણ પહોર નિદ્રા લે તે ચિત્રિણી અને અઘોરીની જેમ ઊંધ્યા કરે તે શંખિની.. પાશેર ખાય તે પદ્મિની, અડધો શેર ખાય તે હસ્તિની, શેર ખાય તે ચિત્રિણી, બધું જ ખાય તે શંખિની. પાતળા વાળવાળી પદ્મિની, ભમરા જેવા કેશવાળી હસ્તિની, લાંબા વાળવાળી ચિત્રિણી, ટૂંકા વાળવાળી શંખિની. પુષ્પના જેવી ગંધવાળી પદ્મિની, વેલના જેવી ગંધવાળી હસ્તિની, ચંપાના જેવી ગંધવાળી ચિત્રિણી, મત્સ્યના જેવી ગંધવાળી શંખિની. દીવો મંદ પડતો જોઈને પ્રભાત જાણે તે પવિની, કમળના વિકાસને જોઈને પ્રભાત જાણે તે હસ્તિની, ગોરસની ગંધથી પ્રભાત જાણે તે ચિત્રિણી, પૂછીને તથી કામવાસણના અવાજથી પ્રભાત જાણે તે શંખિની. અકબરના જનાનખાનામાં ત્રણ જાતની એટલે પદ્મિની, હસ્તિની અને ચિત્રિણી સ્ત્રીઓ હતી પણ એકેય શંખિની હતી નહીં. એ અકબર કામભોગમાં નિરંતર મશગૂલ હોય છે. તો તે આપણને મળશે કઈ રીતે ? અને મળ્યા વગર કામ થાય નહીં. કારણ આખા દેશમાં તેનું રાજ છે. તે વખતે મોટા ઉપાધ્યાય વિમલહર્ષ તેજ ધરીને કહે છે, “બીજી બધી વાત એક બાજુએ રહી, પણ હીરગુરુએ અકબરને મળવું તો ખરું.' ત્યારે મોટા શ્રાવકે પણ હીરગુરુને કહ્યું કે “ગુરુમહારાજ, તમે શું વિચાર કરો છો ? તેને બૂઝવીને પગે લગાવો. જેમ આગળ કેશી આચાર્ય મહારાજે પ્રદેશી રાજાને હેમચન્દ્રાચાર્યે કુમારપાળ રાજાને અને બપ્પભટ્ટિસૂરિએ અંબરાજાને પ્રતિબોધ કર્યો હતો તેમ કરો.” એ વચન સાંભળીને સૂરિજી હર્ષ પામ્યા અને બોલ્યા, “હવે આજે પાછા પડવું નથી. ત્યાં જઈને જિનશાસન/સાધુની લાજ વધારું.” ત્યાંની પ્રતિષ્ઠા વિમલહર્ષને ભળાવીને કહ્યું કે “તમે પ્રતિષ્ઠા કરીને જલદીથી વિહાર કરી અમારી આગળ થઈ જજો.” આ રીતે બધું નક્કી થયું. ત્યાં જગમાલ આવ્યો. તે કહે, “મને ગચ્છમાં લઈ લો અથવા અકબરને જવાબ આપો. એ વખતે બધાએ વિચાર કર્યો કે આવાને છંછેડવાનું કામ નથી. હવે કોઈ જગ્યાએ ફ્લેશ-ઝઘડો કરતો નહીં એમ કહી ભેગો લીધો. - સારું મુહૂર્ત જોઈને ગંધારથી વિહાર કર્યો. જમણી બાજુએથી ગર્જના કરતો હાથી આવ્યો. જાણે તે કહી રહ્યો છે – “તમારો મહિમા જગતમાં ગાજશે. મારા શરીરની જેમ તમારો યશ વધશે. હાથી જેમ બધે પુજાય છે તેમ તમારી બધે પૂજા થશે.' નોળિયો પણ જમણી બાજુએ ત્યાંથી નીકળે છે. જાણે તે કહી રહ્યો છે – ‘મારાથી Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત જેમ સર્પ દૂર ભાગે છે તેમ તમારાથી દુર્જનો દૂર ભાગશે.” કુંકુમ-પુષ્પયુક્ત ગાય મળે છે. જાણે તે કહી રહી છે, “મારી જેમ આ મુનિવરની પૂજા થશે.” નીરભર્યો ઘડો જોયો. જાણે તે કહી રહ્યો છે, તમારી નિર્મળ કીર્તિ થશે અથવા હું જેમ પૂર્ણ છું તેમ તમે પણ સંપૂર્ણ ઋદ્ધિ પામશો.' આ રીતે સુંદર મજાનાં ચાર શુકન લઈને હીરગુરુ પરિવાર સહિત સંચર્યા. પહેલો મુકામ ચાંચોલ ગામમાં કર્યો. પછી ત્યાંથી જંબૂસર, ધુઆરણ થઈ નદી ઊતર્યા. નદીનાં વહેતાં નીર જાણે બોલે છે, “આજે હીરગુરુએ અમને પવિત્ર કર્યા.” પછી આગળ ત્યાંથી મહી નહી ઊતરીને વટાદરા ગામે આવ્યા. ત્યાં ખંભાતથી સંઘ વાંદવા આવ્યો. ત્યાં રાત્રે અધિષ્ઠાયિકા શાસનદેવી આવી. વંદન કરી તેણે હાથમાં કંકુ-મોતી લઈ હરગુરુને વધાવ્યા. પછી તેના મુખમાંથી નીકળતી , આવી વાણી સાંભળી : | ‘પૂર્વ દિશામાં ગંભીર અકબર, જેમ સતી સ્ત્રી પોતાના પતિને ઈચ્છે તેમ, તમને ખૂબ ઈચ્છે છે. માટે તમે જલદી જાવ જેથી બીજના ચન્દ્રની જેમ તમારી લાજ-શોભા વધે.” આવી વાણી સાંભળીને હરિગુરુ સોજિત્રા, ત્યાંથી માતર, પછી બારેજા અને ત્યાંથી અમદાવાદ આવ્યા. શ્રાવકો બધા સામે આવ્યા. સાહિબખાન પણ આડંબરપૂર્વક હાથી, ઘોડા, રથ, પાલખી વગેરે લઈને સામે આવ્યો. તે હીરગુરને પગે લાગીને કહેવા લાગ્યો કે “અકબર બાદશાહ તમને બોલાવે છે. આર્ય સુહસ્તિસૂરિને જેમ સંપ્રતિ રાજા લઈ ગયા તેમ ખાન હીરગુરુને લઈ જાય છે. સોનું, મોતી અને મણિમાણેક ચરણે ધરે છે. પણ હીરગર તેના ઉપર રાગ કરતા નથી. ખાન કહે છે, હાથી, રથ ને પાલખી લ્યો ! વળી રસ્તામાં ખર્ચા માટે રોકડા હજાર રૂપિયા આપે છે. અને સાથે માણસ મોકલવા તૈયાર થાય છે, ને કહે છે, “આ બધું લઈને દિલ્હીપતિને ભેટો – મળો. અને પહેલાં મેં તમારી બુરાઈ કરી છે તેની સામે જોતા નહીં. અને ભલાઈ કરજો. વારંવાર અમે શું કહીએ ? | મેઘની જેમ ઉપકાર કરજો, ચંદન જેવા થજો. જે કુહાડો તેને કાપીને ઢગલો કરે તેના મુખને પણ તે સુગંધીદાર કરે છે.' હીરગુરુ કહે છે, “અમે તો ફકીર છીએ. ફકીરને તો ચંદન અને બાણ બન્ને સરખાં. કોઈ ગાળ દે તો તેની સામે ગાળ દે નહીં. કોઈ મારે તો પણ સાધુ તેને ખમે. ખંધ સૂરિના પાંચસો શિષ્યો ઉલ્લાસથી ઘાણીમાં પિલાયા. ખંધકમુનિની ખાલ ઉતારવામાં આવી. સુકોશલ મુનિને વાઘણે ફાડી ખાધા. મેતારજ મુનિના માથે વાધર વીંટવામાં આવી. દઢપ્રહારીને ગામના બધા માણસો માર મારે છે. ચિલાતી પુત્રના શરીરને ચાલણી જેવું બનાવી દીધું. અર્જુન માલીએ પણ સમતા રાખી. સનતકુમારના શરીરમાં રોગો ઉત્પન્ન થયા છતાં સમતાભાવે સહન કર્યું. ઢઢણમુનિએ છ મહિના ઉપવાસ સમતાપૂર્વક કર્યા. ગજસુકુમાલના માથે અંગારા ભર્યા તોય તેણે ક્રોધ ન કર્યો. જેવી રીતે આંબાનું વૃક્ષ છાયા અને ફળ આપીને લોકોને સુખી કરે છે એમ સાધુ પણ જગત ઉપર ઉપકાર કરે છે. અમારો પણ એ જ માર્ગ છે.” Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ (દુહા) તુઝે તજારખ મિં દીઉં, મુઝકું દેગો ખુદાય; તુઝકું ભી દેગા ખુદા, દોનૂ દોઝખ જાય. 782 પાપભીરુ અકબર અસ્યો, પામ્યો સબળ જગીસ; દેશદેશના નરપતિ, આવી નામે શીશ. 783 | (ચોપાઈ) સર્વ ભૂપમાંહિ તે વડો, કુંભમાંહિ જિ કામ જ ઘડો; કામધેનુ ગવરીમાં જેમ, સકળ રાયમાં અકબર તેમ. 784 વૃક્ષ માંહિ કલ્પદ્રુમ જાણિ, પથ્થરમાં જિમ હિરાખાણિ; જલમાં નિરમળ ગંગાનીર, ત્યમ મુગળમાં અકબર મીર. 785 એહવો અકબર ચિહુ દિશે ફિરે, સકળ રાયને તે વશ કરે; જીતી વાજતે પાછો ફરે, આવી આગરા માંહિ ઊતરે; 786 જયમલ પતાના ગુણ મન ધરે, બે હાથી પથ્થરના કરે. જયમલ પતા બેસાર્યા ત્યાંહિ, ઐસા શૂર નહિ જગમાંહી 787 ગઢમાંહી પેસી નર બોલેહ, જયમલ પતાપગઢ હુમકું દેહ; ન દીઉં ગઢ કરું સંગ્રામ, ઝૂઝી જગમાં રાણું નામ. 788 એહવા જયમલ પતા જાગિ જેહ, અકબરશાહના વૈરી તેહ; શૂરપણાનો ગુણ તે લીધ, દરબાજે દોઈ મૂરતિ કીધ. 789 (ગાથા) - કિં કામિની કિં કવિરસ, કિ સારંગ સરેણ; મન તન લોઅણ લગ્નતિ, શીસ ઘૂમત ન જેણ. ચિત્ત ચમક્કીઅ શીશ ધુસક્કીમ, રોમિ રોમિ ઉલ્લાસ; તોહ નિરગુણ પરગુણ લેઈ, મુખે ન ભાખે ખાસ. | (ચોપાઈ) મુખિં બોલિં ગુણ અકબરશાહિ, જયમલ પતા વાધી શોભાય; ગજ ઊપરિ ચઢાવ્યા દોય, આગરાગઢ દરબારિ જોય. 792 પછે દેશ વળી જીત્યા સહુ, મોટા ગઢ તે લીધા બહુ એક છત્ર નમે સહુ કોય, જીતિ સીકરી આવ્યા સોય. 793 પા. 784.1 જિમ કામઘટ ઘડો 788.1 પતાગઢ ટિ. 782.1 તજારખ = શિક્ષા 790.1 સરેણ = સ્વરથી, સૂરથી 90 791 Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ફતે થઈ જીત્યાં સહુ ગામ, તેણે સીકરી ફતેપુર નામ; સોળ ગાઉ ગઢ ફિરતો હોઈ, પાસે ડામર તલાવ તે જોઈ. 794 ફરતો મોટો ગાઉ બાર, તેમાં મચ્છ તણો નહિં પાર; વાડી વન ફરતા આરામ, અતિ મોટું ફતેપુર ગામ. 795 ચોરાસી ચઉટાંની હારિ, બેઠા જન તે ઠારોઠારિ; દીએ દાન દાતા મુખિ હસી, સ્વર્ગપુરી જાણું આવી વસી. 796 તિહાં રાજ્ય કરે સુલતાન, સેવે મીર મુગલ નિ ખાન; હાંકિં હરણ પગ ખોડાં થાય, એ દુરદંત છે અકબરશાહિ. 797 કહી પરિ એહનિ મિલયો આજ, મિલતાં કેહી પરિ રહિયે લાજ; એક કહિ મિલવો તે ક્યાંહિ, કાળ ગમાડે નારી માંહિ. 798 સોળસયાં જસ અંતેઉરી, સ્વર્ગપુરીથી આવી ખરી; સબળ રૂપ સબળા શિણગાર, ગોરી ચંદ્રવદન આકાર. 799 (દુહા) એક સોનું બીજી સુંદરી, પુણ્યતણે અધિકારિ; પરમ પુરુષ પૂજ્યા વિના, ન લહે તે સંસારિ. 800 પુણ્ય લહીએ પદમિની, અતિ ગુણવંતી નારિ; શીલવતી નિ સુંદરી, રમઝમ કરતી બારિ. જસ ઘરિ ઘોડી હંસલી, નિ મૃગનયણી નારિ; તે ઘરિ સદા અજુઆલડો, દીપક તેલ નિ વારી. 802 ગોરી ગુણી અને પત્તલી, કોકિલકંઠી નારિ; સોળસયાં સ્ત્રી ચંચલી, અકબર શાહને બારિ. 803 તૃઆ તુરંગમ અતિ ધજા, દેખીતાંઈ અમૂલ; પણિ ચંચલ ગતિ ગુણ વના, ત્રિણે ન પામેં મૂલ. 804 ચપલા નેત્ર ચતુરા બહુ, અકબરશા ઘરબારિ; સિંધુ સોરઠ મુલતાનની, મારૂદેશની નારી. 805 શાલી વખાણું સિંધની, મુંગ મરોઠી દેશ; આછાં કાપડ માલવે, કામીની મારૂદેશ. 806 મગધ દેશની સુંદરી, નયણે તાકે બાણ; આસો વરણી પત્તલી, પદમિની તણો પ્રમાણ. 8O7 પા. 803.1 ગુણીઅણ 804.1 ત્રીઆ 806.1 મગ મંડોરા લેસ ટિ. 796.1 હારિ = શ્રેણી 4 6.1 તૃઆ = સ્ત્રી Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 810 814 (દુહા) પદમિની તસ પુહુર નિદ્રા, બે પહોર નિદ્રા હસ્તિની; ચિત્રણી તસ ત્રિ પોહોર નિદ્રા, અઘોર નિદ્રા શંખિની. 808 પાશેર જમે તે પદમિની, અધશેર જમે તે હસ્તની; શેર જમે તે ચિત્રણી, સર્વ ભખે તે શંખિની. COC પાતળ કેસી પદામિની, ભમરલ વેણી હસ્તિની; લાંબી વેર્ણિ ચિત્રણી, ટુંકે લટીએ શંખિની. પદમિની તે પુષ્પગંધા, વેલિગંધા હસ્તિની; ચિત્રણી તે ચંપગંધા, મચ્છગંધા શંખિની. 811 પદમિની પરભાત જાણે, દેખી દીપક મંદ; હસ્તની લહિ કમળ વિકસે, ચિત્રણી ગોરસ ગંધ. 812 પૂછી નારિ શંખિની, ભાખી મનની વાત; થંડિલ ઠામ ફટણ લગો, તવ જાણે પરભાત. 813 નારિ અસી નહિ કો વળી, અકબર શાહ ઘરબારિ; ત્રિણી જાતિની સુંદરી, સુખ વિલસે સંસારિ. (ચોપાઈ) કામભોગમાં ખૂતો એહ, કેહી પરિ આવી મિલક્ષ્ય તેહ; મિલ્યા વિના નવિ હોએ કાજ, સકળ દેશમાં એહનું રાજ. 815 વિમલહરખ મોટો ઉવઝાય, તેજ ધરી બોલ્યો તેણિ ઠાય; અવર વાત તે બેઠી રહી, હીર અકબરને મલવું સહી. 816 શ્રાવક વડા તવ બોલે અઢું, સ્વામી હીર વિમાસો કહ્યું બૂઝવી તેહ લગાવો પાય, જિમ કેસી પરદેશી રાય. 817 આગે હુવા જિમ મસૂરદ, તિણે પ્રતિબોધ્યો કમરનરિંદ; બપ્પભટ્ટસૂરી તણે પસાય, અંબરાય જૈન તે થાય. 818 અસ્યાં વચન સુણતો જવ હીર, હીઅડે હરખ્યો સાહસ ધીર; નવિ ઉસરીએ પાછા આજ, જઈ જિન સાધુ વધારે લાજ. 819 તિહાં પ્રતિષ્ઠા કરવી જેહ, વિમલહર્ષનિ ભલાવી તેહ; કરી પ્રતિષ્ટા તુમે આવજો, તુમ ધોરી અમ આગળિ થજો. 820 અસ્ય કહી જ દુઓ દયાલ, એટલે આવ્યો તિહાં જગમાલ; કહે મુજને ગછ માંહે લીઓ, કે અકબરનિ ઉત્તર દીઓ. 821 પા. 810.1 પીત 813.2 પટણ 819.2 જિનશાસન 821.1 જદરાલ Page #133 -------------------------------------------------------------------------- ________________ 98 શ્રાવક કવિ ઋષભદાસકૃત સઘળે વાત વિમાસી તામ, હવડાં છેડ્યાનું નહિ કામ; કલેશીઓ લઈ લીધો માંહિ, દિયે શિક્ષા મ મ વઢજે ક્યાંહિ. 822 અસ્ય કહી મુહૂરત રહી સાર, ગંધારેથી કર્યો વિહાર; શકુન સંચ ભલો તિહાં થતો, જિમણો ગજ આવે ગાજતો. 823 કહે તુજ મહિમા જગ ગાજત્યે, મુજ દેહી પરિ જસ વાધયે. ગજપૂજા જિમ પામે બહુ, તિમ તુમનિ જગિ પૂજે સહુ. 824 નકુલ બોલતો જિમણો જાય, તે વિચાર કહે તિણિ ઠાય; મુજ આગળિ જિમ ભાજે અહી, દુર્જન નાસે તુમથી સહી. 825 કુંકુમટોડર સહિત પણિ ગાય, કહિ મુજ પરિ મુનિવર પૂજાય; કુંભ એક ભર્યો તે નીર, નિરમલ કરતિ હોસ્ય હીર. 826 અથવા માહરી પેરે જોય, સંપૂર્ણ ઋદ્ધિ તાહરે હોય; શકુનસાર લહી સંચરે, ચાંચોલ ગામ માંહિ રવિવું કરે. 827 જંબૂસર ધુઆરણ જ્યાંહી, નદીમહી તે ઉતર્યા ત્યાંહી; ગાજી બોલે નદીનાં નીર, આજ પવિત્ર કરે ગુરુ હીર. 828 ઉતર્યા મહીને પોહોતા સહી, વડલી ગામે આવ્યા વહી; ખંભાયતી-સંઘ તિહાં પણ જાય, હીર ગુરુના વંદે પાય. 829 શાસનદેવી અધિષ્ટા જેહ, રાતે વંદન આવી તેહ; કંકૂ મોતી હાથે રહી. હીર ગુરુને વધાવ્યા સહી. 830 કહે દેવી મુખ સાંભળી હિર, પૂર્વ દિશિ અકબર ગંભીર; તુમનિ ઇચ્છે છે તે અતી, જિમ ભરતાને ઇચ્છે સતી. 831 જાણો વેગિ હીરસૂરિંદ, વધે લાજ જિમ દુતીઆચંદ. સુણી વાણી ને ચાલ્યા વહી, સોજીતરામાં આવ્યા સહી. 832 માતરમાં આવ્યા મુનિરાય, બારેજા માંથી કીધા પાય; અમદાવાદમાં નગર છે જ્યાંહિ, હરમુનિ પછે આવ્યા ત્યાંહી. 833 અનેક શ્રાવક સાંહમા જાય, રથિ બેસી રંભા ઊજાય; - ગરથ અશ્વ પાલખી બહુ, યાચક જન મિલીઆ તિહાં સહુ. 834 બહુ આડંબર તિહાંકણિ થાય, સાહેબખાન તવ સામો જાય; હીરગુરુને લાગો પાય, કહે તુમકું તેડે પાતશાહ. 835 અસ્ય વચન તિહાં ખાનિ, કહી, રાજનગરિ તેડી ગયો સહી; સુહસ્તિસૂરિને સંપ્રતિરાય, સાહિબખાન તેડી તિમ જાય. 836 પા. 822.2 દિ શિ મ મ બોલજે ક્યાંહિ 830.1 અદા 830.2 તણે જ વધાવ્યા 831.2 ભરતારને ટિ. 832.1 ધુતીઆચંદ = બીજનો ચંદ્ર Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ - 99 99 મૂક્યાં મોતી મણિ ને હમ, હિર ન ધરતો તિહાં કણિ પ્રેમ; ખાન કહે એ લ્યો તુમ ઋષિ, ચઢવા લ્યો ગજ રથ પાલખી. 837 રોક રૂપૈયે લિયો હજાર, પડે ખરચી જોઈએ આહાર; ભેજું આદમી પંડિ સહી, ભેટો દિલ્હીપતિનિ જઈ. 838 પૂરવિ મેં બુરાઈ કરી, તે તુમ હવિ મ જોજો ફરી; કછુ ભલાઈ કરજો તુમે, બોહોત ફિરી કયા કહીએ અમે. 839 મેઘ પરિ કરજો ઉપગાર, ચંદન સરિખા હોજો સાર; જે કુઠાર કાપી ઢગ કરે, તેહનો મુખ ગંધાતો શરે. 840 હર કહે જે હોય ફકીર, તેહનિ સરીખા ચંદન તીરે; ખમે ગાળી ફરી નવિ દેય, મારે તેહ જ સાધ ખમેય. 841 ખંધુકસૂરિના શિષ્ય પાંચસે, ઘાણિ પીલ્યા મન ઉલ્હસે; ખંધક તણી ઉતારી ખાલ, સુકોશલ શિરિ વાઘિણિ ફાળ. 842 | મેતારયનું વીંટું શીશ, દ્રઢપ્રહાર મારે નહિં રીસ; પુત્ર ચિલાતી તન ચાલણી, અર્જુનમાલિ સમતા ઘણી. 843 રોગઈ હાસે સનતકુમાર, ભૂખે ઢંઢણ સમતા સાર; ગયસુકમાલ શિરિ અંગાર, પણિ નવિ કીધો કોપ લગાર. 844 કુરડ અનિ અતિ કુરડહ જોઈ, કોપી નગરમાં પુછતા દોઈ; સૂધો રાહ રાખે નર જેહ, પરનિ દુખ નવિ દેતો તેહ. 845 સાધ કરે જગિ પર ઉપગાર, જિમ તરૂ ફલ્યો અંબ સુસાર; છાયા ફળે દેઈ સુખી કરેહ, એહવો રાહ અમારો એહ. 846 અમારો માર્ગ જગતમાં દુષ્કર છે. એમાં પરપ્રાણીનો ઘાત કરવાનો નહીં. સંયમ, તપ તથા ચાર ભેદે ધર્મ આદર્યો પણ તે ધર્મ શરીર વિના થાય નહીં. અને શરીર અન્ન વિના સ્થિર રહે નહીં. એટલે આહાર તો લેવો પડે પણ જેવી રીતે ભમરો પુષ્પમાંથી રસ લે છે પણ કિલામણા કરતો નથી, તેવી રીતે અમે પણ ગૃહસ્થોને ત્યાંથી ગોચરી લઈને શરીરનું પોષણ કરીએ છીએ. અમારી ગોચરી છે પણ ખરચરી નથી. રાગથી આહાર કરવાનું કલ્યું નહિ. રક્તપણું એટલે રાગ પણ દોષ ટાળવા માટે કરવાનો છે. એમ સંસારનો પાર પામીએ. અનેક પ્રકારે વિષયનો રાગ જે ધરે તેને દીક્ષા પણ શું કરે ? જગતમાં કામભોગની જે ઈચ્છા કરે તેનો સંયમ જતો રહે છે. જિનેશ્વરે સારા સોભાગી જગતમાં તેને કહ્યા છે જેની પાસે ઋદ્ધિ ઘણી છે અને એવી ઋદ્ધિ છોડીને પણ જે સંયમ સ્વીકારે છે. એમનો વિવેક મોટો છે. વ્રતને ગ્રહણ કરીને જે ઇન્દ્રિયનો ભોગ ઈચ્છે છે અને નારી ઉપર પ્રેમ રાખે છે તે જગતમાં રહનેમિની જેમ ઘણો માનભ્રષ્ટ થાય છે. રાજિમતીએ રહનેમિને ટોક્યા. પા. 838.1 પહિડે 838.2 ભેજું તુમ પુંઠિ આવું સહી 846.2 ફળ ટિ. 838.1 પડે = માર્ગમાં Page #135 -------------------------------------------------------------------------- ________________ 100 શ્રાવક કવિ ઋષભદાસકૃત કહ્યું કે તમારા કરતાં તો અગંધનકુલના નાગ પણ સારા કે જે અગ્નિમાં પડે તોયે વમેલું વિષ પાછું ચૂસતા નથી. ધિક્કાર છે તમને. કૂતરાની જેમ તમે વસેલું ચાટવા તૈયાર થયા છો. એના કરતાં તો મરણ સારું. જો આ રીતે કરશો તો કંડરીકની જેમ નરકમાં પડશો. ત્યાં તમારું કોઈ શરણ થશે નહીં. આ રીતે જ્ઞાનઅંકુશ દ્વારા કામ રૂપ હાથીને વશમાં લે છે અને મનને સ્થિર કરે છે. બીજા સાધુઓએ પણ આ રીતે મનને વાળવું, જેથી શિવપુરીગામી થાય.” (ઢાળ 39 - પદમથરાય વિત– રાગ મારુ) રાહ અમારો દુઃકર જગમાં જાણીતું રે, નહિં પરપ્રાણી ઘાત; સંયમ તપ ચિહું ભેદે ધર્મ આદર્યોરે, દેહી બિન ધર્મન થાત. ભાખે હીરજીરે. 847 દેહી અન્ન વિના તે કેહી પરિ થિર રહે રે, કિમ લીજે અમે આહાર; મધુકરની પરિ ઉદરપૂર્ણા અમો કરું રે, નહિ દુખ પુષ્પ લગાર. ભાખે. 848 કરું ગોચરી નહિ ખરચરી ખાનજી રે, રગતતણો નહિ આહાર; રગતપણું તે દોષ ટાળવા કીજીએ રે, જિમ લવીએ ભવપાર ભા. 849 નાના પ્રકાર વિષય જે રગતપણું ધરે રે, કહ્યું કરે દીક્ષાય; કામભોગની વાંછા જગમાંહિ જે કરે રે, તેહનો સંયમ જાય. ભાખે. 850 સુધા શોભાગી જગમાં જિન તેહનિ કહે રે, જેહનિ ઋદ્ધિ અનેક; છતા ભોગ છાંડીને સંયમ આદરે રે, મોટો તાસ વિવેક ભા. 851 ગ્રહી વરતને વિંછે ભોગ ઈદ્રિ તણો રે, ધરે નારિ પરિ પ્રેમ; માનભ્રષ્ટ જગમાંહિ હોઈ અતિ ઘણું રે, જિમ જગમાં રહેનેમ. ભાખે. ૮૫ર રાજીમતીએ વાર્યો તિહાં રહિનેમજી રે, તુજથી રૂડા સાપ; અગંધનકુળના ઉપનાતે અગિનિ ભખે રે, વિષÚäનલે આપ. ભાખે. 853 તુજ ધિ કારો છંડ્યો સ્વાન પરિગ્રહે રે, તુજનિ રૂડો મરણ; - કુંડરીકની પરિ પડસ્યો નગરમાં રે, તિહાં નહિ કોનું શરણ. ભાખે. 854 જ્ઞાન અંકુશિ કામ કરીને વાળતો રે, નિજ મન આણે ઠામિ, અપરાધ એણી પરિમનને વાળવુંરે, વસીએ શિવપુરગામી. ભાખે. 855 હીરગુરુ કહે છે, “જે બાવન બોલનો ત્યાગ કરે છે તે જ મુનિ કહેવાય છે. 1. આધાકર્મી આહાર ન લે. 2. વેચાતો લાવેલો આહાર ન લે. 3. નિત્ય પિંડ ન લે. 4. આટલું જ લેવું એ પ્રમાણે ન લે. 5. સામે લાવેલો આહાર ન લે. 6. રાત્રિ આહાર ક્યારેય કરે નહીં. 7. સ્નાન-સુગંધ ન કરે. 8. પોતાની પાસે ફૂલ ન રાખે. 9. ગૃહસ્થના પાત્રમાં આહાર ન કરે. 10. રાજપિંડ ન લે. 11. દાનશાળામાં દાન ન લે. 12. તેલમર્દન કરે નહીં. 13. દંતમંજનથી દાંત સાફ કરે નહીં. 14. દર્પણ રાખે નહીં. પા. 852.2 રહનેમિ 854.2 નરકમાં રે 855.1 આકાશે ટિ. ૮પર.૧ રહનેમ = નેમિનાથના ભાઈ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 101 15. ગૃહસ્થને કુશળ સમાચાર પૂછે નહીં, 16. સોગઠાબાજી રમે નહીં. 17. માથા ઉપર છત્ર રાખે નહીં. 18. પગમાં પગરખાં પહેરે નહીં. 19. અગ્નિનો આરંભ કરે નહીં. 20. શય્યા તરનો પિંડ લે નહીં. 21. પલંગ-ખાટમાં બેસે નહીં. 22. ઘરમાં બધાના દેખતાં આહાર કરે નહીં. 23. શરીરે સુગંધી પદાર્થોનો લેપ (ઉદ્વર્તન) ન કરે. 24. ગૃહસ્થનું વૈયાવચ્ચ ન કરે. 25. પોતાની જાતિ જણાવીને આહાર ન લે. 26. અપ્પોલ - સચિત્તમિશ્રિત કાચી વસ્તુ અને દુખોલ - કાચું પાકું ખાદ્ય જમે નહીં. ર૭. રોગથી પીડાય તોય પોતાનાં સગાંવહાલાંનું શરણ ન ઈચ્છે. 28. મૂળા, આદુ, કંદ ખાય નહીં. 29. શેરડીના કકડા ન લે. 30. સચિત્ત ફળ-બીજ-મૂળ વગેરે ન લે. 31. સચિત્ત મીઠું-સંચળ ન લે. 32. સિંધવ-ખારો ન લે. 33. વસ્ત્ર ધૂએ નહીં. 34. આંખે અંજન આંજે નહીં. 35. શરીરને પુષ્ટ કરવા આહાર ન કરે. 36. રેચ લે નહીં. 37. શરીરના ટાચકા ફોડે નહીં. 38. શરીરનો શણગાર-શોભા કરે નહીં. 39. લઘુભૂત થઈ વિહાર કરે, પણ અધિક ઉપધિ ન રાખે. 40-44 પાંચ આશ્રવનો ત્યાગ કરે. 45-47. ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહે. 48. છ કાયની રક્ષા કરનારો હોય. 49. ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેનારો હોય. 50. શિયાળામાં વસ્ત્રનો ત્યાગ કરે - પહેરે નહીં. 51. ચોમાસામાં પૃથ્વી ઉપર ફરે નહીં. પ૨. બાવીસ પરીષહ સહન કરે. આવા જે સાધુ હોય તે દેવતા જ ગણાય. આ નિયમોનું પાલન કરી કેટલાયે મોક્ષે ગયા અને જશે અને કેટલાકને સુરપદવી પ્રાપ્ત થશે. દશવૈકાલિકના ત્રીજા અધ્યયનમાં આ અધિકાર બતાવવામાં આવ્યો છે. આવો અમારો માર્ગ છે. બીજાને દુઃખ દેવાથી અમે પાછા વળીએ છીએ. બીજાને સુખ થાય તો કરવાનું, નહીં તો આપણા રસ્તે ચાલ્યા જવાનું પણ કોઈને દુઃખ આપવાનું નહીં.” આવાં વચનોથી સાહિબખાન ઘણો ખુશ થયો. એણે બાદશાહનો ફરમાન (કાગળ) લખ્યો. એમાં લખ્યું કે હીરવિજયસૂરિ તો બહુ મોટા ફકીર છે અને એમની વાતો પણ મોટી છે. પૈસાને અને સ્ત્રીને તો એ અડતા પણ નથી. એમની ફકીરી બહુ મોટી છે. એમની વાત કહી શકાય એવી નથી. વિકટ માર્ગ લઈને તેઓ ચાલે છે. આપ જ્યારે એમને મળશો ત્યારે આપને ખબર પડશે. આવું ફરમાન લખીને મોકલે છે. અમદાવાદમાં સ્થિરતા દરમ્યાન ઘણા માણસો એમને મળ્યા. શાસનની ઉન્નતિ થઈ. ઢોલનગારાં અને વાજિંત્રો વાગ્યાં અને ગંધર્વોએ ગીત ગાયાં. ત્યાંથી સારા શુકન જોઈને તે પ્રયાણ કરે છે. ઉસમાનપુર, સોલા, હાજીપુરા, બોરીસણા, કડી, વિસનગર થઈને, વચમાં વામજ મૂકી દઈને, જલદી સીધા પાટણ આવ્યા. ત્યાં પંચાસરા પાર્શ્વનાથને જુહાર્યા. પ્રેમે હાથ જોડ્યા. બીજા પણ ઘણાં મંદિરો ત્યાં છે. તેમાંનાં બે લાખ બિંબોને જુહાર્યા. પાટણ ધર્મક્ષેત્ર કહેવાય છે. વિમલહર્ષ મોટા ઉપાધ્યાય છે. તેઓ શ્રીમાલ ગુજ્જર કહેવાય છે. પડછંદ અને ચંપકવર્તી તેમની કાયા છે. મોટા જ્ઞાની છે, લોકોના મનને આકર્ષણ કરનારા છે. ૩પ સાધુઓની સાથે સેનાપતિની જેમ તેઓ આગળ વિહાર કરે છે. શ્રી હીરગુરુ પાટણથી સિદ્ધપુર આવ્યા. અહીંથી વિજયસેનસૂરિ પાછા વળ્યા. Page #137 -------------------------------------------------------------------------- ________________ 102 શ્રાવક કવિ ઋષભદાસકૃત એનાથી ગુર્જરસંઘના મનોરથ ફળ્યા. હીરગર ત્યાંથી સરોત્તર થઈ રોહ પધાર્યા. અહીં સહસાઅર્જુન નામનો ભીલોનો ઉપરી રહેતો હતો. તેણે હીરગુરુના ચરણે પ્રણામ કર્યા. તેની આઠ સ્ત્રીઓએ પણ હીરગુરુનાં લૂંછણાં કર્યો. વળી ઘોડા પાલખી આગળ ધરીને તે સ્વીકારવા આગ્રહ કરે છે. કહે છે, “આપ સ્વીકારો તો અમારો ઉદ્ધાર થાય. અમે તો ઘણા પાપી છીએ અને ધર્મના મર્મને જાણતા નથી અને કાંઈ ધર્મ પણ કર્યો નથી. તમારા દર્શનથી અમને પુણ્ય થયું. અને પૂર્વનું પાપ દૂર થયું.” હીરગુરુ કહે છે, “સાધુનાં દર્શનથી અપાર ફળ હોય જ. પણ ઘોડા-પાલખી લેવાનો અમારો આચાર નથી.” પછી સહસાઅર્જુન કહે છે, “તો ઘી-દૂધ-દહીં તો લો.” હીરગુર કહે કે “રાજપિંડ અમને કલ્પતો નથી. તમે રેયતની રક્ષા કરો છો તેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ ઘણી થાય છે. એક મોટું દાન તમે આપો કે જંગલમાં નિરપરાધી કોઈ જીવને હણવો નહીં. આ પ્રતિજ્ઞાનું તમે સદા પાલન કરો.” - સહસાઅર્જુને ત્યારે કહ્યું કે “તમારો સુંદર ધર્મ અમને બતાવો. શું આદરવું ને શું છોડવું ?" ત્યારે હીરગુરુ કહે છે, “છજીવનિકાય અધ્યયનમાં જે કહ્યું છે તે પ્રમાણે પાળે તે આ જગતમાં સાચો સાધુ છે. તે છે જીવનિકાયને ઓળખે અને સચિત્તભક્ષણ ન કરે. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ ષકાયની હિંસા મુનિ ન કરે. અગ્રમૂળ, બીજ, બીજબંધ, બીજરૂહ સંમૂર્છાિમ વગેરેનો ભેદ જાણે. અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસેઈય, સંમૂર્ણિમ, ઉવવાઈ તથા પરસેવાથી જે ઉત્પન્ન થાય છે એમ છ કાયને ઓળખતો સાધુ આરંભ કરે નહીં - કરાવે નહીં, અને કરતાંની અનુમોદના ન કરે. આ પ્રમાણે પહેલું વ્રત પાળે. બીજા વ્રતમાં ક્રોધ, લોભ, ભય, હાસ્ય અને માનથી જૂઠું બોલે નહીં. ત્રીજા વ્રતમાં ગામ, નગર કે જંગલમાં કોઈએ ન આપેલી ચીજ અલ્પ પણ લે નહીં. ચોથા વ્રતમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ સંબંધી વિષયસેવનનો ત્યાગ કરે. ફરતી શિયળની નવ વાડ પાળે જેથી કામની ધાડ પ્રવેશે નહીં. પાંચમા વ્રતમાં સચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ રાખે નહીં. છઠ્ઠા વ્રતમાં રાત્રિએ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આ ચારે આહારનો ત્યાગ કરે. પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિ અને ત્રસ - આ છ કાયની જે વિરાધના ન કરે તે સાચો માર્ગ આદરી શકે. જમીનમાં લીટી પણ ન કરે, જળના જીવની વિરાધના ન કરે. વસ્ત્ર આમળે નહીં તથા તેને તડકે ન ધરે, અગ્નિ પેટાવે નહીં, વીંઝણો, પાન, પંજણી કે વસ્ત્ર - કશાથી પવન નાખે નહીં વૃક્ષનું પાંદડું ચૂંટે નહીં. બીજ - અંકુરને અડે નહીં, ત્રસકાયમાં કીડી, કંથુઆ વગેરે શરીરે ચડ્યા હોય તેને પૂંજે તથા પાટી-પાટલા ઉપર જે કુંથુ જીવ લાગ્યા હોય તેને પૂછીને એક જગાએ મૂકે. જયણા કરવાથી પુણ્ય થાય અને અજયણાથી ઘણા માણસો ડૂબી ગયા. તેનાં ફળ ઘણાં કડવાં છે. સાચો સાધુ તે આદરે નહીં. સકલ વસ્તુમાં જે માણસ જયણા કરે છે તે સાધુ તરી જાય છે. દશવૈકાલિકમાં “કહે ચરે....' આ ગાથાથી પ્રશ્ન કરવામાં આવ્યો છે એનો જયંચરે...' એ ગાથાથી ઉત્તર આપવામાં આવ્યો છે. પ્રશ્ન : સાધુ કઈ રીતે ફરે, ઊભો Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 103 રહે, બેસે, સૂએ, ખાય અને બોલે તો પાપકર્મ બાંધે નહીં ? ઉત્તર : સાધુ જણાથી ફરે, ઊભો રહે, બેસે, સૂએ, ખાય અને બોલે તો પાપકર્મ બાંધતો નથી. જે ભણીગણીને પંડિત થયા હોય તે આવી દયા પાળે. જે અજ્ઞાની જીવ-અજીવનો ભેદ જાણતો ન હોય તે પાતકનો છેદ કેમ કરે ? ભૂંડું સાંભળીને જે રૂડું માને, ભૂંડું છોડીને જે સારું ગ્રહણ કરે તે પોતાના પાપનો ક્ષય કરી, કેવળ પામી સિદ્ધગતિને વરે છે. જે સુખ-શાતાનો અર્થી હોય તે મોક્ષનગર પામી શકતો નથી. વળી જે સૂઈ રહે અને ઘણાં પાણીનો વ્યય કરી ધૂએ તેને સદ્ગતિ મળતી નથી. જે તપ-સંયમ આરાધે, સરળ સમતામય જીવન જીવે, પરીષહને જીતે, સમિતિ-ગુતિ આચરે તે સદ્ગતિ વરે. અંતે ચેતે તોપણ તરે છે.” આવી દેશના સાંભળીને સહસાઅર્જુને ધર્મની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે “અકબર ખરેખર બુદ્ધિમાન છે. એણે હીરપુરને બરાબર સાચા જાણીને તેડ્યા છે.” તેણે નિરપરાધી જીવની હિંસા ન કરવાનો, હંમેશાં સાધુને પ્રણામ કરવાનો, હીરગુરુના નામનો જાપ જપવાનો નિયમ કર્યો. આ પ્રમાણે પલિપતિને પ્રતિબોધીને હીરગુરુ યાત્રા કરવા અર્થે આબુપર્વત પર ચઢ્યા. જેણે આબુગઢની સ્પર્શના કરી નહીં, હીરગુરનો રાસ સાંભળ્યો નહીં અને રાણકપુરની યાત્રા કરી નહીં તે ગર્ભવાસમાં જ છે એમ સમજવું. મહાતીર્થ આબુ ઉપર હરિગુરુ ચડે છે ને કર્મ જાણે પાતળાં થાય છે. દેવલોકમાં રહેલ સુરધર વિમાન જેની આગળ કાંઈ વિસાતમાં નથી એવું ઋષભદેવ ભગવાનનું મંદિર ઊંચી ધજાએ શોભે છે. હીરવિજયસૂરિ મંદિર પ્રવેશ કરીને પ્રદક્ષિણા દે છે, જેમ ચંદ્રમા મેરુ પર્વત ફરતી પ્રદક્ષિણા કરે તેમ. પરમાહિતુ કવિ ધનપાલે રચેલી ઋષભપંચાશિકા બોલીને તેમણે આદિનાથની સ્તુતિ કરી. ચૈત્યવંદન કરી ઊભા થયા ત્યારે દેરાસર જોઈ એમનો હર્ષ માતો નથી. ઘોડા ઉપર વિમલ મંત્રીને જુએ છે, જાણે ઈન્દ્રનો અવતાર ન હોય. હીરગુરુ તેની વારંવાર પ્રશંસા કરે છે. એ વિમલપ્રબંધ આ પ્રમાણે છે તે તમે સાંભળોઃ | (ચોપાઈ) હીર કહે જે મુનિવર હોઈ, બાવન બોલ છેડે નર સોઈ; - ઉદેશિક આહાર છડેહ, વેચાતો આણ્યો નવિ લેહ. 856 નિત્ય પિંડ નવિ હોઈ યતી, આટલું જ લેવું ઉણો નહિ રતી; સાંહમું આપ્યું તે નવિ લેહ, નિશિભોજન કહીએ ન કરેહ. 857 સનાન સુગંધ લગાડે નહિ, પાસે પુષ્ય ન રાખે કંઈ; ગોળી ગૃહસ્તનું ભાજન ઠંડી, વળી ન લીજે રાજા પિંડ. 858 ટિ. 857.2 કહીએ ન = ક્યારેય નહીં Page #139 -------------------------------------------------------------------------- ________________ 104 શ્રાવક કવિ ઋષભદાસકૃત દાનશાળાએ ન લેવું દાન, મર્દન તેલ નહિ અમ ખાન; દંત સમારું નહિ તિહાં મસી, મુખ જોવા ન ધરું આરસી. 859 સમાધિ ગૃહસ્વનિ પૂછું નહિ, ધૂત સોગઠે રમવું નહિ; છત્રાદિક નવિ શિર આદરે, વાણી સોય યતી પરિહરે. 860 અગનિ આરંભ તે નહિ કરું, શય્યાતર પિંડ નવિ વાવરું; પધંગ ન બેસે માંચી મને, ઘરવીિ બાઇસિ આહાર નહુકમે. 861 ઉગટણે અંગે નવી કરે, ગૃહવેયાવચ નવિ આદરે; જાતી જણાવી નલીએયતી, અપ્પોલ દુષ્પોલ નભખતોરતી. 862 રોગે પડ્યો મુનિવર જેહ, સગાનું શરણ ન વાંછે તેહ; મૂળા આદુ કંદ ન ખાય, શેલડી ખંડ તજે ઋષિરાય. 863 મૂળ બીજ ફળ સચિત અનેક, ન ત્યે સાધ જે ધરી વિવેક; સંચલ મીઠું ખાણિનું જેહ, સિંધવ ખારો ન લીએ તેહ. 864 વસ્ત્ર ન ધોવે અંજન નહિ, બળ અરથિ નવિ જમતો કહિં; - બળવિકરણ ઋખિ રેચ ન લેહ, ગાત્ર ટાચકા નહુ મોડેહ. 865 વળી સાધ ન કરે શિણગાર, નિગ્રંથીમાં ઋષિ જે સાર; જે લઘુ ભૂત વિહારી હોઈ, બાવન બોલ છાંડેવા સોઈ. 866 આશ્રવ પાંચ છાંડ્યા છે યતી, ગુપતિ ત્રિર્ય રાખિ વળી અતી; છ કાયતણો તે રાખણહાર, આતાપનાનો જે લેણાર. 867 શીત કાલિ ચીવર પરિહરે, ચઉમાસે પૃથવી નવિ ફરે; બાવીશ પરિસહ જીતે સોઈ, એહવા સાધ તે દેવતા હોઈ. 868 . કેતા મોખ્ય ગયા ને જર્યો, કેતાને સુરપદવી થયે; દશવૈકાલિક માંહી કહ્યું, તૃતીય અધ્યયન માંહિ લહ્યું. 869 અસ્યો રાહ અમારો વળી, પરદુખથી રહે પાછા ટળી; સુખ થાએ તો કીજે સહી, નહી કર વાટિ ચાલું વહી. 870 એણે વચને હરખ્યો તિહાં ખાન, પાતશાહને લખ્યો ફરમાન; બડા ફકીર બડી હૈ બાત, દુનીઆં દામ ન પકડે હાથ. 871 બડી ફકીરી ઇસકી સહી, મેં કચ્છ બાત ન જાએ કહી; વિકટ પંથ ધરી એહ ચલે, જાણું પાતશા જબ એ મિલિ. ૮૭ર પા. 8602 છત્ર તિગિચ્છા નવિ 861.2 માંચી નમે 865.2 વચ્છીકરણ ઋષિ 867.1 રાખતો યતી 869.2 વ્રતી અધ્યયન 870.2 કરી વાર્ટિ વાલુ ટિ. 860.2 વાણહી = મોજડી, પગરખાં (સં. ઉપાન) 862.1 ઉગટણું = સુગંધી પદાર્થોનો લેપ (સં. ઉદ્વર્તન) 862.2 અપ્પોલ = સચિત્ત મિશ્રિત કાચી વસ્તુ (જેવી કે તરતનો દળેલો તથા અણચાળેલો લોટ), દુષ્પોલ = કાચુંપાકું ખાદ્ય જેવાં કે ઓળા, પાંખ, પાપડી. 8681 મોખ્ય = મોક્ષ Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 105 અસ્તું ફરમાન લખે તસ પ્રય, હીરને બોલાવા તબ જાય; મળ્યા પુરુષ ઉન્નતિ બહુ થાય, વાજે ભંભા ગંધ્રપ ગાય. 873 શકુન જોઈ તિહાંથી સંચરે, ઉશમાપુર આવેલું કરે; સોહલા હાજીપુર વળી જ્યાંહિ, આવ્યા બોરીસાણા માંહિ.૮૭૪ કડીમાંહિ ગુરુ પગલાં કરે, વસલનગર ભણી સંચરે; મૂક્યું વામઈયું વિચિમાંહિ, આવ્યા વેગિ પાટણ માંહિ. 875 પંચાસરો જિન પારશ્વનાથ, જોહાર્યા પ્રેમિ જોડી હાથ; - બિસિ ભુવન ઝાઝેરાં ત્યાંહિ, બે લાખ બિંબ જોહારિ ત્યાંહિ. 876 ધર્મક્ષેત્ર પાટણ કહેવાય, તેણે થાનકિં આવ્યા ગુરુરાય; વિમલહર્ષ આવી તિહાં મળે, સકળ સંઘ મનોરથ ફળે. 877 વિમલહર્ષ મોટો ઉવઝાય, શ્રીમાલ ગુજ્જર તે કહેવાય; પ્રચંડ કાયા ચંપકવર્ણ, જ્ઞાનીરૂપ માનવ મનહર્ણ. 878 આગળથી નર તે સંચરે, સેનાની પરિ મોહોર્સે કરે; , પાંતરીત સાધને પુંઠિ લેહ, વિમલહર્ષ વેગિ ચાલેહ. 879 શ્રીગુર પાટણથી સંચરે, સિદ્ધપુરે આવેલું કરે; વિજયસેનસૂરી પાછા વળે, ગુજ્જર સંઘ મનોરથ ફળે. 880 હરમુનિ આગળ સંચરે, રોહ સરોતર ભણી ઊતરે; સહિસાઅર્જુન ભીલ કહેવાઈ, આવી લાગા હીરને પાય. 881 તેડી ઘરિ પોતે સંચરે, આઠે નારી લુંછણાં કરે; આગળ અશ્વ પાલખીઓ ધરે, લ્યો ગૂઢષિ અમ આતમ તરે. 882 મહા પાપી નવિ જાણું મર્મ, કહીએ ન કીધો સાચો ધર્મ; તુમ દરસણ પુણ્ય અમ થયું, પૂરવ પાપ અમારું ગયું. 883 હીર કહે ફળ હવું જ અપાર, અમ લેવાનો નહિ આચાર; સહિસાઅરજુન કહિ પછે ઘણું, દુધ દહીં ઘી લ્યો અમ તણું. 884 બોલ્યો હિરમુનીશ્વર યતી, રાજપિંડ નવિ કલપે રતી; રખ્યા તમે કરો છો ઘણી, તુમ પ્રાપતિ હોએ પુણ્ય તણી. 885 મોટો દાન દીએ એક રાય, વનચર જીવ ન દેવો ઘાય; અનાથ તણે નવિ હણવો સદા, એહ અગડ તુમ પાળો સદા. 886 સહિસાઅરજુન બોલ્યા તામ, ધર્મ તુમારો કહો અભિરામ; કહ્યું આદરો ઝંડો કહ્યું, હીર મુનિ તવ ભાખે અસ્પં. 887 પા. 875.2 મૂક્યું વાંમજ 879.1 મોહારે ફરે 883.2 તુમ દરસણે તો પુણ્ય અમ થયું ટિ. 873.2 ભંભા = વાઘવિશેષ 875.2 વામઈયું = વામજ 876.2 ભુવન = દેરાસર 885.2 રખ્યા = રક્ષા 886.2 અગડ = પ્રતિજ્ઞા, નિયમ Page #141 -------------------------------------------------------------------------- ________________ 106 " શ્રાવક કવિ ઋષભદાસકૃત છજીવ અધ્યયન તું જોય, સૂધી સાધ જગ માંહિ હોય; છ જીવને તે ઓળખે, રાખે જીવ સચિત નવિ ભખે. 888 પૃથ્વી પાણી તેલ વાય, વનસપતી છઠ્ઠી ત્રસ કાય; એ ખટકાય મુનિ નવિ ભખે, અગ્ર મૂળ તે બીજનિ રMિ. 889 પેર બીજબંધ બીજહ જેહ, બીજરૂહને ઓળખે તે; સમૂર્ણિમ ઉગતો સદ, આઠ ભેદ ત્રસકાયના લહે. 890 અંડ્યા પોત જરાઉઆ જાણી, રસયા કહીએ ચોથી ખાણિ; સંસેમા સમૂઈિમા જોઈ, ઉવવાઈ પરસેવે હોઈ. ઈમ છ કાય ઓળખતો યતી, આરંભ ન કરે ન કરાવે રતી; કરતાં અનુમોદે નહિ કદા, પહેલું વ્રત ઈમ પાળે સદા. 892 બીજું વ્રત મુનિ અંગે ધરે, ક્રોધે જુઠું નવિ આદરે; લોભે ભયે હાર્સિ નહિ કદા, માને મૃષા ન બોલે સદા. 893 ત્રીજું વ્રત તે અંગિ ધરે, દાન અદત્તા નવિ આદરે; ગામનગર રાનથી તું જોઈ, થોડું ન લીએ અણદીધું સોઈ. 894 ચોથું વ્રત ત્રિહ ભેદ ધરે, દેવ મનુજ તિર્યંચ પરિહરે; ફરતી શીલતણી નવ વાડિ, કામ રૂપ નવિ પઇસે ધાડિ. 895 પરિગ્રહનો નર કરતો ત્યાગ, થોડોઘણો નહિ જોવે રાગ; સચિત અચિત નવિ રાખે જેહ, સાધ તણે પંથે કહ્યું તેહ. 896 પાંચમું વ્રત ઇમ પાળે સદા, છ નિશિભોજન નહિ કદા; અસણ પાણ ખાઈમ સાઈમા, સાધ હુઈ તે નિશિલ્ય કિમી. 897 પૃથવી પાણી તેઉ વાય, વનસપતી છઠ્ઠી ત્રસ કાય; વિરાધના એહની નવિ કરે, સૂધો પંથ જિકો આદરે. 898 લીંટી ન કાઢે ધરણી કહીં, જળના જીવ વિરાધે નહિ; વસ્ત્ર ન આંબળે તડકે નવિ ધરે, અગનિનો સંઘટ નવિ કરે. 899 નવિ ઓલ્ડવે લક્કડ નવિ ધરે, અગનિને પરગટ નવિ કરે; વીંજણી પાને ન ઘાલે વાય, પુંજણી વસ્ત્ર વારે ઋષિરાય. 900 નવિ ખૂટે વૃક્ષનું પાનડું, બીજ અંકુરે સહી નવિ અડું; ત્રસકાય કીડી કંથૂઆ, પૂંજે ડીલે ચઢ્યા જે જૂઓ. 901 પાટી પાટલે કંથુ જીવ, પૂંજી એક થળે મુકે સદીવ; . જયણા કરતાં પુણ્ય હોઈ બહુ, અજયણાએ બુડ્યા નર કહું 902 પા. 888.1 છજીવણી અધ્યયન 890.2 સદહે તેહ 896.2 સાધ તણો પંથ કહીએ તેહ 897.2 સાઈમ નીમ, ન લીઈ કીમ 899.2 અગનિને પરગટ 900.1 અગનિનો સંઘટ ટિ. 897.2 અસણ પાણ ખાઈમ સાઈમા = અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર પ્રકારના આહાર Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 107 તેહનાં ફળ કડુ છે અતી, નવી આદતો સૂધો યતી: સકળ વસ્તુ માંહિ જયણા કરે, હરિ કહે જગ ઋષિ તે તરે. 903 (ગાથા) કહંચરે કહંચિટ્ટે કહમાસે કહંસએ; કહં ભુજંતો ભાસંતો; પાવકમ્મ ન બંધઈ. 904 જયંચરે જયંચિકે જયમાસે જયંસએ; જય ભુંજતો ભાસંતો, પાવકમ્મ ન બંધાઈ. 905 | (ચોપાઈ). ઈસી દયા પાળે નર તેહ, ભણ્યા ગણ્યા પંડિત નર જેહ - અજ્ઞાની નવિ જાણે ભેદ, તે ક્યું પાતિગ કરે નિખેદ. 906 સુણતાં ભૂંડું રૂડું લહે, ભૂંડું છંડિ સખરૂં રહે; પોતાનાં પાતિગ ખ્યય કરે, કેવળ લડી સિદ્ધગતિ વરે. 907 શાતાનો અરથી જે હોઈ, મોક્ષનગર નવિ પામે સોઈ; - સૂઈ રહે નાંખે બહુ વારિ, ધોવું તેહને સદગતિ વારિ. 908 તપ સંયમ ને સરલ સમતાય, પરિસહને જીતે ઋષિરાય સુમતિ ગુપતિથી સદગતિ વરે, છેહઠે ચેતે તોહી તરે. 909 અસી દેશના રાયે સુણી, કરી પ્રશંસા ધર્મની ઘણી; અકલવંત જગિ અકબર મીર, સાચો જાણી તેડ્યો હીર. 910 કરે અગડ તિહાં પદ્ધિરાય, વિણ અપરાધે ન દેઉં ઘાય; સદાય સાધના પ્રણમું પાય, હિર નામ જપું જ સદાય; 911 * પ્રતિબોધી ગુરુજી સંચરે, આભૂગઢ પ્રયાણહ કરે; જાત્રા કરવા જિનવર તણિ, ચઢ્યો હીર આભૂગઢ ભણી.૯૧૨ (દુહા) ગઢ આબુ નવિ ફરસિયો, ન સુયો હિરનો રાસ; રાણકપુર નર નવિ ગયો, એ ત્રણે ગર્ભાવાસ. 913 | (ચોપાઈ). મહા તીર્થ તે મોટું લહી, હરમુનિ તિહાં આવ્યા વહી; ગઢ આબુ ઉપરિ ઋષિ ચઢે, કર્મ પાતળાં તિહાંકણે પડે.૯૧૪ પા. 906.2 નિષેધ 914.1 મોટું તહિ ટિ. 906.2 નિખેદ = નિષેધ 2i. 907.2 ય = ક્ષય Page #143 -------------------------------------------------------------------------- ________________ 108 શ્રાવક કવિ ઋષભદાસકૃત દેવલોકથી દેહરાં સાર, ધ્વજા ઉપરે કરે વિચાર; ઋષભભુવન શોભે તે અછ્યું, તે આગલ તુમ સુરઘર કસ્યું. 915 હીરવિજયસૂરિ આવ્યા તહિં, પઈઠા તે જિનમંદિર મહિં, પરદખ્યણા તિહાં પ્રેમ કરે, ચંદો મેર પાછળ જિમ ફરે. 916 આદિનાથ જિન જુવાર્યો ત્યાંહિ, ધનપાલ પંચાશિકા કહિ જ્યાંહિ; ચેઇયવંદન કરી ઉભા થાય, દેઉલ દેખી હરખ ન માય.૯૧૭ વિમલ ઘોડે દીઠો અસવાર, જાણે ઈદ્ર રૂપ અવતાર; હીર પ્રશંસે વારંવાર, વિમલપ્રબંધ સુણો નર સાર. 918 વિમલ એ લહેર મહેતો એટલે લહેર કરતો પ્રધાન હતો. રાજા પણ જેને માન આપે એવા વીરકુંવર અને વીરમતીનો એ પુત્ર હતો. રાજા ભીમનો એ જગવિખ્યાત મંત્રી હતો. રાજા ભીમના બીજા મંત્રી દડે રાજાને ભંભેર્યો. એણે કહ્યું કે “વિમલ તમારું રાજ્ય લેવા ચાહે છે. એ માટે તે લડાઈ કરવા હાથી, ઘોડા, મનુષ્ય અને શસ્ત્રો ભેગાં કરે છે. તેના હાથમાં (વીંટીમાં) જિનપ્રતિમા રાખે છે. તમને પ્રણામ કરતી વખતે પણ તે તેને જ પ્રણામ કરે છે. આ રીતે તેણે તમારી સાથે પણ માયા કરી છે.” તે જાણીને રાજા અને સઘળા સુભટો પણ રોષે ભરાય છે. એવામાં સિંહ જેવો વિમલ મંત્રી ત્યાં આવે છે. કપટ કરીને રાજા કહે છે, “તમારું ઘર અમારે જોવું છે.” વિમલ મંત્રી કહે, હમણાં જ પધારો. આપના પધારવાથી અમે ઘણા પવિત્ર થઈશું.” રાજા અને મંત્રી સાથે ઊઠ્યા ને એમને ઘેર આવ્યા. સાથે સર્વ પરિવાર પણ આવ્યો. પહેલી પોળમાં રાજાએ પ્રવેશ કર્યો તો ત્યાં હાથીઓ, બીજી પોળમાં રથ અને હથિયાર તથા સુભટો, ત્રીજી પોળમાં વૃષભોની હાર, ચોથી પોળમાં અનેક વાજિંત્રો વાગે છે. પાંચમી-છઠ્ઠી. પોળમાં ભૂમિનો પાર નથી. સાતમી પોળમાં જ્યાં રાજા પ્રવેશ કરે છે ત્યાં પૂતળી પગ ધૂએ છે. એ પૂતળી છે કે નારી એ ખબર જ ન પડે. એ જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. જિનમંદિરમાં ભગવાનનાં દર્શન કરે છે ત્યાં ઘણાં ચામર અને છત્ર જુએ છે. આ બધું જોતાં રાજાને વિચાર આવે છે કે “આ મારું રાજ્ય લઈ લે એ સાચું લાગે છે. એની આગળ હું શા હિસાબમાં ?" પછી વિમલ મંત્રીએ ભોજનાદિથી રાજાની ભક્તિ કરી પરિવાર સાથે તેમને પહેરામણી કરી. ભીમ પોતાના સ્થાને આવ્યો ને વિચાર કરે છે “આજે નવો અવતાર પામ્યો.” દંડ મંત્રીની સાથે વાતો કરતો રાજા બેઠો છે. પૂછે છે, “બોલો, હવે શું કરીશું ?" દંડ કહે છે કે “વાઘને છૂટો મૂકો. એનાથી એનું મૃત્યુ થશે.” વાઘ છોડ્યો. પાટણમાં સૌ નગરજનો બીકથી ભાગવા લાગ્યા. વિમલે તેને પકડીને બાંધી દીધો, અને રાજાની પાસે જઈને બેઠો. પછી એક બળવાન મલ્લ રાજસભામાં આવ્યો. તે કહે છે, “તમારે ત્યાં જે મુખ્ય સુભટ હોય તેને મારી સાથે લડવા મોકલો.” ભીમ કહે છે કે, “વિમલના સિવાય બીજો કોણ એને જીતી શકે ?" ટિ. 916.2 પરદખ્યણા = પ્રદક્ષિણા Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 19 919 તરત જ વિમલ ઊઠ્યો. તેની સાથે લડાઈ કરી અને પગ પકડીને નીચે નાખ્યો. આમ જે-જે કૂડકપટ એને મારવા માટે કરાયાં તે બધાં ફોગટ ગયાં. એટલે રાજા અને મંત્રી વિચાર કરીને એની પાસે લહેર મહેતાના વારાનો હિસાબ માગે છે. “છપ્પન ક્રોડ સોનું આપો અથવા આવીને તેનો હિસાબ કરો.” મંત્રી કહે છે, “એ મૂળથી જ કપટી છે. તેથી એ મૂકી જ દઉં.” એમ વિચારીને સોળસો સાંઢણી ઉપર સોનું ભરીને સર્વ ઋદ્ધિ પરિવાર સહિત સાડા પાંચ હજાર ઘોડેસવાર તથા દશહજાર પાયદળ તેની આગળ ચાલે છે. આગળ ગર્જના કરતો હાથી છે. ઘોડા ઉપર વિમલ મંત્રી સવાર થયા. ભંભા ભેરી વાગે છે. ભીમ રાજાની પાસે આવી તેના ચરણે વિમલ માથું નમાવે છે. તે વખતે રાજા મોઢું ફેરવીને પૂંઠ દે છે. તે જોઈ વિમલ મંત્રી કહે છે, “મને જેવી રીતે પૂંઠ બતાવી તેવી શત્રુને બતાવશો નહીં.” એમ કહીને ચંદ્રાવતી નગરી તરફ ચાલે છે. એની ઋદ્ધિ જોઈને, ચંદ્રાવતીનો રાજા ભયભીત થઈને મરણ પામ્યો. (ઢાળ 40 - મગધ દેશકો રાજા એ દેશી - રાગ સારંગ) વિમલપ્રબંધ સુણો નર સહુએ, લહેર મહેતો પરધાન; - વીરકુંવર હુઓ જગ તેહને, ઘે નરપત બહુ માન; હો જગમાં વિમલ વડો નરરાય. વિમલ તે વીર તણો સુત હોઈ, વીરમતી જસ માય; - રાજા ભીમ તણો તે મંત્રી, વિમલ તે જગવિખ્યાત હો. જગ. 920 દંડ મંત્રીએ ભીમ ભંભેર્યો, વિમલ લીએ તુજ રાજો; ગજ હસ્તી નર આયુધ મેળે, વઢવા કેરાં સાજો હો. હો જગ. 921 તુજને શીશ ના નામે કહીએ, જિનપ્રતિમા તસ હાર્થિ; નિત્ય પ્રણામ કરે છે તેહને, માયા કરિ તુમ સાર્થિ હો. જગ. 922 રાજા રીસ ભરાણો ત્યાહારે, સકળ સુભટ નર કોપે; વિમલ મંત્રી સિહસરિખો આવ્યો, કો નવિલજ્યા લોપે હો. જગ. 923 નરપતિ કપટ કરી તિહાં બોલ્યો, તુમ ઘર મંત્રી જોહ્યું; વિમલ કહે નૃપ હવડાં આવો, અમો પવિત્ર અતિ હોમ્યું. હો. જગ. 924 તામ ભૂપ સમકાળે ઊઠ્યો, સાર્થિ સહ પરિવારો; પ્રથમ પોળિ માંહિ નૃપ પઈઠો, દીઠો ગજ હિંસારો હો. જગ. 925 બીજી પોળિ માંહિ નૃપ પઈઠો, દીઠા રથ હથીઆરો; જિણ જીવરની નાળિઘણેરી, સુભટતણો નહિ પારો હો. જગ. 926 ત્રીજી પોળ માંહિ નૃપ આવે, દીઠી વૃષભાહારિ; નૃપચિંતે સહી પડ્યા ખભેડે, કિહાં આવ્યા એણે ઠાર; હો. જગ. 927 પા. 926.2 જીત જીવ 927.2 પડા ષજભેડઈ ટિ. 927.2 ખભેડે = ધમાલમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ 110 શ્રાવક કવિ ઋષભદાસકૃત ચોથી પોળિ માંહિ નૃપ પઈઠો. વાજિત્ર વાજે અનેક; પંચમી છઠ્ઠી પોળ પઈઠો, ભૂમિ તણો નહિ છેક હો. જગ. 928 સાતમી પોળિ માંહિ જવ પઈઠો, ધુવે પૂતળી પાય; નારી પૂતળી સમજ ન પડતી, હુઓ અચંભો રાય હો. જગ. 929 જિનદેહરાસર ભીમ જુહારે, ચામર છત્ર બહુ દેખે; મંત્રી રાજ લીએ સહી મારું, હું કુણ એહને લેખે હો. જગ. 930 ભોજન ભગતિ કરી નૃપ કેરી, પહિરાવ્યો પરિવારો; ભીમ વળ્યોઘરિ આવી ચિંતે, પામ્યો નવો અવતારોહો. જગ. 931 દંડ પ્રધાનસ્ય વાતે બઈઠો, કહો કેહી વિધિ કીજે; મંત્રી કહે નૃપ વાઘ છોડી દે, કપર્ટિ એ મારી જે હો. જગ. ૯૩ર છોડ્યો વાઘ નૃપે પાટણ માંહિ, બીહકિ પુરજન હાસે; વિમલે જઈ તસ ઝાલી બાંધ્યો. બઈઠો નૃપનિ પાસે હો. જગ. 933 પછે વળી એક મલ્લ વકાર્યો, આવ્યો સભા જ માંહિ; કહે મુખ્ય કોણ સુભટનર તાહરે; મોકલ વઢવા આહિ; હો. જગ. 934 ભીમ કહે તુજ વિમલ વિના જો, કો િન જીત્યો જાય; ઉઠી વિમલૈં વેગિ બથાવ્યો, નાંખ્યો ઝાલી પાય હો. જગ. 935 કીધાં કૂડ વળી જવ જાઈ, ચિંતે મંત્રી રાય; લહિર તણા વારાનું લેખું, માગે તેણે હાય હો. જગ. 936 છપ્પન કોડિ સોવન ધન આપો, કે કરો આવી લેખું; મંત્રી કહિ એ પરથી કૂડા, મૂકું એક ઉવેખું હો. જગ. 937 સોલસયાં સાંઢિ સોવન ભરિયા, સકળ ત્રદ્ધિ પરિવારો; અશ્વે શૂર સુભટ તે ચઢીઆ, સાઢા પાંચ હજારો; 938 દસ હજાર પાયક પરવરિયા, ગજ આગળથી ગાજે; વિમલ મંત્રી ચઢ્યોહય ઉપરિ, ભંભા ભેર બહુ વાજે, હો. જગ. 939 ભીમ તણે જઈ શીશ નમાવે; પૂઠે દીએ તવ રાય; મુજને દીધી અરી મ દેયો, એમ કહી મંત્રી જાય; હો. જગ. 940 ચંદ્રાવતી નગરી ભણી ચાલ્યો, ઋદ્ધિ અનંતી પામી; ચંદ્રાવતી નગરી નૃપ બીહનો, મર્ણ લહે ડુમો જામી હો. જગ. 941 પછી વિમલ મંત્રી ત્યાં રાજા થઈને બેસી ગયો. ક્રોડ સુભટો તેને મળી ગયા. સકલ દેશ કબજે કર્યા. વિમલની બરોબરી કરે એવો કોઈ નથી. એણે સૌ પાસેથી બાર રૂમ લીધા. અસુરોને ચરણે નમાવ્યા. મોગલ, હબસી, કાબલી બધા વિમળના પા. 94.1 સભા તે 36.1 વહિં જાઈ 937.2 એહવું પખું હો... 940.2 અવઈરી મ ટિ. 934.1 વકાર્યો = ઉશ્કેર્યો Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ 111 ગુણ ગાય છે. ખંડિયો બનાવેલો ભીમ પણ બહુ માન આપે છે. સાત છત્ર અને ચામર આપીને તેણે પ્રધાનને મોકલ્યા. - તે પછી વિમલને ત્રણ દેવી પ્રગટ થઈ. અંબા, પદ્માવતી અને ચક્રેશ્વરી. અંબાએ ખુશ થઈ પાંચ કોશ બાણગતિ અને સિંહનાદ આપ્યાં. પદ્માવતીએ વીસ હાથીનું બળ આપ્યું. ચક્રેશ્વરીએ પ્રસન્ન થઈ લક્ષ્મી આપી. પછી વિમળરાજાએ ઘણી લક્ષ્મી વાપરી. શત્રુંજયનો સંઘ કાઢી સંઘવી બન્યા. અને ગિરનાર ગઢની પણ યાત્રા કરી. દુહા) વિમલરાય બઈઠો તહિં, મળી સુભટની કોડિ; સકળ દેશ લીધા સહિ, નહિ કો વિમલની જોડી. 942 બાર રૂમ લીધા સહિ, અસુર નમાવ્યા પાય; મુગલા હબસી કાબલી, વિમળ તણા ગુણગાય. 943 બંધી કર્યો જેણે ખંડીઓ, ભીમ દીએ બહુ માન; સાત છત્ર ચામર દેઈ, મોકલ્યા જેણે પ્રધાન 944 ત્રણ્ય દેવી પરગટ હુઈ, અંબાઈ દૂસે; પંચ કોસ બાણ જ વહે, સિંઘનાદ આપેહ. 945 પદમાવતી ગજ વીસનું, આપે પ્રાક્રમ સાર; ચક્રેશ્વરી લચ્છી દીએ, તૂઠી વિમલકુમાર. વિમલે લચ્છી બહુ વાવરી, શેત્રુજે સંઘવી થાય; ગઢ ગિરનારે જઇ કરી, આવ્યા વિમલ સુરાય. 947 રાજસુખ ભોગવતાં રાજા વિમલને એક દિવસ સ્વપ્ન આવ્યું. જેમાં એણે હાથીને કાનથી પકડ્યો. ગુરુ મહારાજને આ વિશે વાત કરે છે. ગુરુ કહે છે, “સ્વપ્નના ફળ તરીકે સંતાનપ્રાપ્તિ કે તીર્થોદ્ધાર જેવું મોટું કામ તમારા હાથે થશે.” તે સાંભળી રાજા આનંદ પામ્યો. ગુરુ ધર્મકથા કહે છે : એકવીસ ગુણ જેમાં હોય તે મુક્તિનો ઉપાય સાધે છે. શ્રાવક ત્રણ તત્ત્વ દેવ-ગુરુ-ધર્મ અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર) તથા બાર વ્રત ધારણ કરે. ચૌદ નિયમ સંભારે, અભક્ષ્ય આહાર કદી કરે નહીં. પછી ગુરુએ અઢાર પાપસ્થાનકનું સ્વરૂપ વર્ણન કરીને સમજાવ્યું. તે સાંભળતાં વિમળ રાજાની આંખો અશ્રુ સારવા લાગી. તે કહે છે, “ગુરુ મહારાજ, મને આલોયણા આપો. અને દુર્ગતિએ પડતાં રાખો. પાપો કરી કરીને હું થાક્યો છું. તમે ગુણવંત ગુરુભગવંત મને મળ્યા છો. હું પહેલાં ચેત્યો નહીં. હવે તમે મને તારો.” “તમે તો ઘણાં પાપ કર્યો છે. તમને હું શી આલોયણા આપું ? કેટલાંયે નગર તમે બાળ્યાં, ઉજાડ્યાં અને બાળવિયોગ અને સંહાર કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે કે જ્યાં પા. 945.1 સહીઈ ઠાઈ તું સેહ ટિ. 945.1 અંબાઈ તૂનેહ = અંબા પ્રસન્ન થઈ 946 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રાવક કવિ દષભદાસકૃત શેવ તીર્થ હોય ત્યાં જૈન તીર્થની સ્થાપના કરવામાં આવે તો આ પાપથી છુટકારો થાય. અર્બુદાચલ ગિરિનો મહિમા ઘણો મોટો કહેવાયો છે. ત્યાં તાપસ શૈવ ઘણા રહે છે. તેને જેન ભૂમિ કરો.” ' ધર્મઘોષસૂરિજીના ચરણે નમીને વિમલ રાજા અર્બુદાચલ આવ્યો. ત્યાં તેણે અઠ્ઠમ કર્યો. તેનાથી અંબિકાદેવી પ્રસન્ન થઈ. તેની પાસે વિમલ રાજાએ બે વરદાન માંગ્યાં. એક જિનપ્રાસાદમાં સહાય અને બીજું પુત્રપ્રાપ્તિ. દેવીએ કહ્યું, “રાજા, બેમાંથી એક વરદાન માગો. કાં પ્રાસાદ કાં પુત્ર.” તેણે ઘેર જઈ પત્નીને પૂછ્યું ત્યારે પત્ની કહે છે કે “જે સંસારમાં પાડે એવા પુત્રને માગીને શું કરવું છે? આપણે જિનપ્રાસાદ જ માગીએ જે મુક્તિપુરીનો ગઢ બને.” આ સાંભળી ખુશ થયેલો રાજા વિમલ ત્યાં આવી પ્રાસાદનો વર માંગે છે. દેવી કહે છે “અબુદાચલ સુંદર સ્થાન છે. ત્યાં મંદિર કરાવો.” વિમલ રાજા ગઢ ઉપર આવ્યા અને જમીન જોવા લાગ્યા. ત્યાં અગિયાર હજાર ભરડા (બ્રાહ્મણ) તેને મળ્યા.* તેઓ પોકાર કરવા લાગ્યા કે આ બધી જગા શંકર મહાદેવની છે. બળજબરીથી જો તમે લઈ લેશો તો અમે અમારા પ્રાણ આપીશું. વિમલ વિચાર કરે છે, “આ ધર્મનું કામ છે. આને માટે આવો ઘાત યોગ્ય નથી.” એટલે તે અંબિકાદેવી પાસે આવ્યો અને બધી વાત કહી. અંબિકા કહે, “ઉપર ચઢી ભરડાઓથી વાદ કરો ને કહો કે જો અહીં જિનપ્રતિમા નીકળે તો જિનપ્રાસાદ કરાવવો.” વિમલરાય ઉપર આવી ભરડાઓને મળ્યા અને વિચારેલી વાત કરી. તેઓ કબૂલ થયા. પછી માતાના મંદિર આગળ જમીન ખોદતાં તેમાંથી અગિયાર લાખ વર્ષ પુરાણું પરમાત્માનું બિંબ પ્રગટ થયું. ત્યાં પ્રાસાદનું મંડાણ કર્યું. ભરડા બધા લડવા લાગ્યા. જમીન વેચાતી લેવાનું નક્કી થયું. પણ પૈસા વિના તો કેમ લેવાય ? પછી પ્રવેશદ્વારથી પ્રાસાદની ભીંત સુધીની જમીન પર સોનું પાથરવાનું નક્કી થયું. સોનું મંગાવવામાં આવ્યું. ગોળાકાર ચાર સોનામહોર અને વચ્ચે જે જગા રહે તેના ઉપર વળી એક સોનામહોર એમ ગોઠવીને દ્રવ્ય આપ્યું. બધા લોકો ખુશ થયા. (ઢાળ ૪૧ - ગિરજા દેવીને વનવું રે એ દેશી) રાય વિમલ સુખ ભોગવે રે, એક દિન સુપન લોય; ગયવર કાને તે ઝાલીઓ રે, જઈ ગુરુ સોય કહેય. સુણતો વિમલ તે રાજીઓ રે. ૯૪૮ શ્રી ગુરુ કહ્યું નૃપ સાંભળો રે, કહે સંતાન સુસાર; કે કાંઈ કામ કરો વડું રે, કે તીરથઉદ્ધાર. સુણતો. ૯૪૯ સુણતાં હરખીઓ નરપતી રે, ભાખે ધર્મકથાય; ગુણ એકવીસ હોય જેહમાં રે, સાધે મુગતિઉપાય. સુ. ૯૫૦ તત્ત્વ ત્રણ સૂધાં ધારીએ રે, ધરીએ વરત સુબાર; ચઉદે નિયમ સંભારીએ રે, મ કરો અભખ્ય જ આહાર. સુ. ૯૫૧ પા. ૯૪૯.૧ કહે ૯૫૦.૨ જેહવા રે Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૧૩ પાપ અઢારે વિવરી કહ્યાં રે, વિમલ ગળે તવ આંખિ; - સ્વામી આલોયણ દીજીએ રે, દુરગતિ પડતો રાખિ. સુ. ૫ર પાતિગ કરી હું થાકો સહિ રે, તું મળીઓ ગુણવંત; પહિલાં જીવ ચેત્યો નહિં રે, તમે તારો ભગવંત. સુણ. ૯૫૩ તુમ આલોયણ સી દઉં રે, પાપ તણો નહિ પાર; બાલ્યાં નગર ઉજાડી રે, બાલ વિછોડ સંહાર. ૯૫૪ વળી સિદ્ધાંત માંહિ ઈમ કહ્યું રે, શૈવતીરથ નર જ્યાંહિ; કીજે થાપના જિન તણી રે, પાતિગ છૂટે ત્યાંહિ. સુણ. ૯૫૫ મહિમા સબળ વખાણીઓ રે, અરબુદાચલગિરિ હ; તાપસ શૈવ ઘણા રહે રે, જૈનભોમિ કરે તેહ. સુણ. ૯૫૯ ધર્મઘોષને પાય નમી રે, વળીઓ મન ઉલ્લાસ; અર્બુદાચલેં નૃપ આવીઓ રે, કીધા ત્રિય ઉપવાસ. સુ. ૯૫૭ તૂઠી અંબિકા તિહાં સહિ રે, વર માગ્યા તિહાં દોય; જિનપ્રાસાદ સોહામણા રે, એક પુત્ર મુજ હોય. સુણતો. ૫૮ એક વાનું નૃપ માગીએ રે, કે સુત કે પ્રાસાદ; વિમલ વિચણ કહ્યું ઘણું રે, મ કરીસ વાદવિવાદ. સુણતો ૯૫૯ વિમલ વળ્યો નિજ મંદિરે રે, પૂછી ઘરની નારિ; - શ્રીમતિ કહિ સત સો વળી રે, જે પાડિ સંસારિ. સુણતો. ૯૬૦ શ્રી જિનમંદિર માગીએ રે, મુગતિપુરીગઢ જેહ; વેગિ વિમલ તે આવીઓ રે, વેગો વર માગેહ રે. સુણતો. ૯૯૧ આપિ વર તિહાં અંબિકા રે, અન્દ ગઢ શુભ કામ; તિહાં પ્રાસાદ કરાવીએ રે, લીજે ભોમિ અભિરામ. સુણતો. ૯૯૨ વિમલ ચઢ્યો ગઢ ઉપરિ રે, ભોમિ જોઈ જેણિ વાર રે; ઈગ્યાર સહસ ભરડા મિળ્યા રે, કરતા સબલ પોકાર. સુણતો. ૯૬૩ એ સવિ ભોમિ છે શિવ તણી રે, દેવા શંકર આણ; બળ કરી ભૂમિ લેસ્યો તુમો રે, દેસ્યાં સાથિ પરાણ. સુ ૯૬૪ વિમલ વિચારે કામ ધર્મનો રે, ન કરું એહની ઘાત; આવ્યો અંબિકા આસ િરે, સકળ સુણાવી વાત. સુણતો. ૯૬૫ અંબિકા કહે ચઢો ઉપરિ રે, કરો ભરડકસ્યું વાદ; - જૈનપ્રાસાદ જો ઇહાં હોએ રે, તો કીજિ પ્રાસાદ, સુણતો. ૯૬૬ પા. ૯૫૪.૨ બાલ વિછોયાં મા બાપ ૯૬૧.૧ દેહ ૯૬૪.૨ પરોણાં ટિ. ૫૨.૨ આલોયણ = સ્વદોષ માટે પ્રાયશ્ચિત્ત લેવું તે (સં. આલોચના) ૯૫૪.૨ વિછોહ = વિયોગ ૯૫૯.૨ વિચખ્યણ = વિચક્ષણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત આવ્યો વિમલ વે િતહીં રે, મિલ્યા ભરડા જેહ; જિનપ્રતિમા જો અહિં નીકલે રે, તો પ્રાસાદ કરેહ. સુ. ૯૬૭ શ્રીમાતા મંદિર આગળ રે, ખણતાં ભોમિ અપાર રે; પ્રગટ્યું બિંબ દાદા તણું રે, વરસ હુઆ લાખ ઈગ્યા. સુ. ૯૬૮ તિહાં પ્રાસાદ મંડાવીઓ રે, વઢતા સહુ ભરડાય રે; - સકળ ભોમિ વેચી સહી રે, ધન વિન લીધી ન જાય. સુ. ૯૬૯ સોવન પાથરો પોળથી રે, જિહાં પ્રાસાદની ભીંતિ; સોવન વેળેિ અણાવી આ રે, માંડે વિમળ વિનીત. સુણતો. ૯૭૦ સોવન માંડીઓ ચોકડે રે, છિદ્ર રહ્યું વિચિમાંહિ; ઉપર એક મૂકાવીઓ રે, ખુશી હુઆ નર ત્યાંહિ રે. સુણ. ૯૭૧ વિમલ વિચક્ષણ વણિક છે. પણ પુણ્યકાર્ય માટે તે શૂરો બન્યો. મંદિરના નિર્માણ માટે સાત હજાર સલાટ અને લાખ જેટલા મજૂરો બોલાવ્યા. સાત માથોડાં જેટલો પાયો ખોદ્યો. પછી પરીક્ષા કરવા કહેવામાં આવ્યું કે આ પાયાને નિધાનથી પૂરો. પછી વિમલ સાતસો સાંઢ ભરીને સોનું મંગાવે છે અને કહે છે કે એને ગાળીને ઈટ બનાવો. ત્યારે સલાટ કહે છે કે સોનું ગાળવાની જરૂર નથી. સલાટોએ વિમલની ઉદારતાની પ્રશંસા કરી. તે પછી મંદિરનું કામ વેગથી શરૂ કર્યું. પણ દિવસે જે કામ કરે તે રાતે પડી જાય એમ કરતાં છ મહિના વીતી ગયા. નિરાશ થયેલો સલાટ વિમલની પાસે આવી વિનંતી કરે છે. વિમલે આવીને પૂછ્યું કે “અહીં કોણ સુર-નર-પીર છે ?” ત્યારે ઉત્તર મળ્યો કે “હું ખેતલવીર છું. અહીં વળી જિનપ્રાસાદ કેવો ! આ તો મારું સ્થાન છે. મેં સુરવર અને યક્ષ બધાને જીતી લીધા ત્યાં તું વણિક શા હિસાબમાં ? મને બલિ આપો.” વિમલ કહે “બલિમાં લાડવા લ્યો.” દેવ કહે “પ્રાણી દે.” તે સાંભળી વિમલ મૌન રહ્યો..કામ બંધ રાખ્યું. વિમલ રાતે દેરાસમાં જઈ ઊભો રહ્યો. તે વખતે હાથમાં ખગ અને દીપક લઈને ખેતલાવીર ત્યાં આવ્યો. સિંહનાદ કરીને વિમલ જ્યાં એને મારવા જાય છે ત્યાં તે જમીન ટપીને નાઠો અને અનેક જગાએ અથડાયો. જલદીથી અંબાદેવી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે વાણિયો મને માનતો નથી. દેવીએ કહ્યું કે, “એ તો ઘણો નિર્દય છે, તને મારશે. અને હવે અનુકૂળ થઈને વર્તીશ નહીં તો તારું નાક સડી અંદર નાથ પરોવી તને બાંધી દેશે. પછી લાખ પ્રયત્ન પણ તું છૂટીશ નહીં. હું તને બલિ અપાવડાવીશ, પણ તું વાંકો થતો નહીં.” પછી તલના બાકુળા તેને દેવડાવ્યા. તેનાથી તે હસીને રંકની જેમ પાછો વળ્યો. (ઢાળ ૪૨ – દેશી ચુનડીની – રાગ ગોડી) વિમળ વિચખ્યણ વાણીઓ, પુણ્ય કાજે હુઓ સૂર હો; સાત સહસ શિલાવટ તેડીઆ; તિહાં લક્ષ ગમે મજૂર હો. વિ. ૯૭૨ ટિ ૯૭૨.૨ શિલાવટ = સલાટ Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૧૫ Gડો પાઇઓ અતિ ખયો, સાત પુરુષ સમાન હો; પરિખ્યા કારણિ નૃપે કહ્યું, પૂરો પાયે નિધાન હો. વિમળ. ૯૭૩ સાતમેં સાંઢ અણાવતો, સોવન નાખિ ભૂમિ માંહિ હો; કહિ ગાળી ઈટ કીજીયે, બોલ્યા શિલાવટ ત્યાંહિ હો. વિમળ. ૯૭૪ હેમ/કા જવ ગાળતો, તવ બોલ્યા શિલાટ હો; રાખો મહા ધીરજ ધણી, પહિલાં હુંતો ઉચાટ હતો. વિ. ૯૭૫ સાતપડા ગઢમાં રહે, ધીર્યવડો અને લાડ હો; સાતે ખેત્ર પોષાવતા, હુઆ સાત પડા પોરવાડ હો. વિ. ૯૭૬ અંબાઈના થાપીઆ, સુરસુભટમાં લીહ હો; મામ ન મૂકે વર મરે, પંડિત કવિયણ સિંહ હો. વિમળ. ૯૭૭ વિમળ વખાણ્યો શિલાવટે, ચલવ્યો મંદિર કામ હો; વાળી નાહ વિરૂઓ કહું, પાડે મંદિર તામ હો. વિમળ. ૯૭૮ નિત્ય ચણતાં નિત્ય પાડતો; અવધિ હુઈ છ માસ હો; વિમળ તણે જઈ વીનવ્યો, શિલાવટ હોઈ નિરાશ હો. વિ. ૯૭૯ વિમળે આવી પૂછીઉં, કુણ છે સુર નર પીર હો; વાળી નાહ તવ બોલીઓ, બલિ ઘો ખેતલવીર હો. વિમળ. ૯૮૦ જિનપ્રાસાદ ઈહાં કસ્યો, એ છે મહારો ઠામ હો; સુરવર જખ્ય સહુ જીતીઆ, તું વાણિગ નર નામ હો. વિ. ૯૮૧ વિમળ કહે લ્યો લાડુઆ, ના જંતુ દ્ય દેવ હો; વિમળ ન બોલ્યો વાણીઓ, રાખ્યો કામ તતખેવ હો. વિ. ૯૮૨ વિમળ રહ્યો રાતિ જઈ, ઊભો દેહરા માંહિ હો. હાથે ખડગ દીપક ધરે, આવ્યો ખેતળ ત્યાંહિ હો. વિ. ૯૮૩ સિંહનાદ કરી વાણીઓ, ધાયો મારણ કામિ હો; નાઠો ભોમિ ઘણી ટપી, અથડાયો શત ઠામિ હો. વિમળ. ૯૮૩ આવ્યો વેગિ અંબાઈ કન્ય, વણિગ ન માને મોહ્ય હો; દેવી કહે નિરદય ઘણું, સહી મારચે તોહ્ય હો. વિમળ. ૯૮૪ જ્યા ન કરિસ જો તું હવે, ફાડચ્ચે તારું નાક હો; નાથ પરોઇ બાંધસે, નહિ છૂટે સબળે લાખ હો. વિ. ૯૮૫ બલિ દેવરાવિસ હું તુંને, વળતો થાઈસ વંક હો; તિલ બાકુળ દેવરાવતી, હસી વળ્યો જિમ રંક હો. વિ. ૯૮૬ વિમળ વાણિયાની ટેક – શાખ રાખી. મંદિરનું કામ આગળ ચલાવ્યું. જ્યારે પા. ૯૭૭.૨ કવી સીસ હો ૯૮૦.૧ વીર ૯૮૧.૧ પછે ૯૮૫.૨ બલિ લાખ ટિ. ૯૮૧.૨ જખ્ય = યક્ષ ૯૮૨.૧ જંતૂ = પ્રાણી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રાવક કવિ અષભદાસકૃત સુંદર ગભારો તૈયાર થયો ત્યારે તેમાં જે ધન લાગ્યું તે ઓછું લાગતાં સલાટને કહ્યું કે “સોનાનો પ્રાસાદ બનાવો; જાણે ઈન્દ્રપુરી હોય તેવો.” તે વખતે મંત્રીઓ તેને રોકે છે. કહે છે, આગળ ખરાબ કાળ આવવાનો છે. તો સોનાનો પ્રાસાદ કઈ રીતે રહી શકશે ? માટે આરાસણની ખાણોને ખોદાવો. તેમાંથી સફેદ સુંવાળો પથ્થર લાવો. બરાબર (સોના) રૂપા જેટલું જ પડશે. તે સાંભળી વિમલ વિચારે છે કે “એમનું કહેવું સાચું છે.” પછી એને ચકચકિત કરી, નકશીકામ કરી ભેગા થયેલા સબળ પુરુષો દ્વારા સુંદર મંડપ-સ્થંભ બનાવ્યા ને એમાં સુંદર-મનોહર કોતરણી કરી. વળી એમાં તોરણ-પૂતળી કરી અને ફરતી દેરીઓ બનાવી. સુવર્ણકળશ અને ધ્વજદંડ જોઈને સૌનું મન મોહે છે. સબળ-સરસ કોતરણી જોઈને વિમલ સલાટોને કહે છે, હવે આમાં કોતરણી થાય ખરી ?” ત્યારે કારીગરો કહે છે “કારણી કરતાં જે ભૂકો નીકળે તેના બરાબર ચાંદી લઈએ.” વિમલ કહે, “ભલે, તે આપીશું. પણ વિવિધ પ્રકારની કોતરણી કરો.” અને જ્યારે એમ થયું ત્યારે વિમલે) તોલીને રૂપું આપ્યું. પછી વિમલ પૂછે છે “હવે આગળ તમારી કળા ચાલે ?” સલાટ કહે છે “જો ભૂકા બરાબર સોનું આપો તો થાય.” વિમલ હર્ષ પામ્યો. કોતરણીનું કામ ચાલુ રાખવા કહ્યું. અને ભૂકા બરાબર સોનું આપવાનું કહ્યું. કારીગરો પ્રેમથી કારીગરી કરે છે ને ભૂકો કાઢીને એટલું જ સોનું મેળવે છે. (વિમલ) પૂછે છે, “હવે કાંઈ કારીગરી થાય ?” ત્યારે કારીગરો ના પાડે છે. વિમલરાય ત્યારે આનંદ પામે છે ને શ્રી ઋષભદેવની મૂર્તિ તેમજ અન્ય બિંબો ભરાવે છે. આ. શ્રી ધર્મઘોષસૂરિને ત્યાં બોલાવીને પ્રતિષ્ઠા કરાવે છે. જલધારા વરસે એમ દાન કર્યું – ધન વાપર્યું. આ જોઈને વિમલરાયનો ભત્રીજો દશરથરાય ખુશ થયો. તે ખોળો પાથરી હાથ જોડી વિમળને કહે છે “તમો કહો તો ગજશાળા બનાવું. એટલે મને અપાર આનંદ થાય.” આમ આજ્ઞા લઈને તેણે ઋષભદેવની આગળ હાથી બનાવ્યા. વચમાં એક અશ્વ બનાવ્યો. જેના ઉપર વિમલને વિવેક ધરીને ચઢાવ્યો. હાથમાં છત્ર ધરીને ભત્રીજો વિમલના સંગમાં ઊભો છે. વિમલના મનોરથ પૂર્ણ થયા. મંદિરના નિર્માણમાં એણે જે ધન ખ તે અકથ્ય છે. આ મંદિરનિર્માણમાં બાવન લાખ પીરોજીનાં દોરડાં તૂટ્યાં (વપરાયાં). એ પ્રાસાદનો વૃત્તાંત જેણે સાંભળ્યો નથી તે આ ભવ હારી ગયો, ગર્ભાવાસમાં જ બેસી રહ્યો. મંદિરમાં પ્રવેશીને જે ભગવાનને જુહારે છે તે ધન્ય છે. એને જોતાં ભૂખ્યાની ભૂખ ચાલી જાય છે. એ જોઈને કોઈ ત્યાંથી ખસતું નથી. એને જોઈને મેરુ પર્વત લાજીને દૂર જતો રહ્યો. અને ઈદ્રભુવન આકાશે ગયું. પુણ્ય હોય તો ત્યાં જવાય અને થોડું ખાઈને પણ ત્યાં રહેવાય. વિમલનો અવતાર ધન્ય ધન્ય છે કે આવું નિર્માણ કરી પાર પામ્યો અને વિમલ નામને વિશેષ વિમલ – ઉર્વીલ કર્યું. એણે અતિશય પુણ્યપ્રાપ્તિ કરી. (ઢાળ ૪૩ - હું આજ એકલી નિંદ ન આવે રે - એ દેશી) વિમળ રાખી વાણિગ મામો રે, ચલાવ્યું દેહરા કેરું કામો રે; હુઓ ગંભારો સુંદર જ્યારે રે, બેઠું ધન થોડું લહ્યું ત્યારે રે. ૯૮૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રી હીરવિજયસૂરિાસ ૯૮૮ કહે સોવનનો કરો પ્રાસાદો રે, ઇંદ્રપુરી સ્યું કરતો વાદો રે; મંત્રીજન વારે ભૂપાળો રે, આગળ પડતો હોસ્થે કાળો રે. કિહાં હવે જૈન તુમ સરિખા રાયો રે, સોવન-પ્રાસાદ રહ્યો કિમ જાયો રે; આરાસણની ઉઘાડો ખાણો રે, સ્વેત સુકોમલ પત્થર આણો . ૯૮૯ રૂપા બરાબર પાસ્યે તેહો રે, વિમલ વિચારે સાચું એહો રે; કરાઇ કલાઇ આંકી દોરો રે, મિળ્યા પુરુષ સ સબળાં જોરો રે. મંડપ થંભ બનાવ્યા ત્યાંહે રે, સખર કોરણી કીધી માંહે રે; ઘણી પૂતલી તોરણ ત્યાંહિ રે, કરી દેહરડી ફરતી જ્યાંહિ . ૯૯૧ કનકકળસ ધ્વજ દંઢે સોહે હૈ, ત્રિણ ભુવનનું મન મોહે રે; ૯૯૨ ૯૯૩ ૯૯૪ સબળ કોરણી દીઠી જ્યારે રે, વિમલ શિલાટને ભાખે ત્યારે રે. હવે કાંઈ કોરણી એહમાં થાએ રે, બોલ્યા કારીગર તેણે ઠાએ રે; કોરી ભૂકો આણી દીજે રે, તેહ બરાબર રૂપું લીજે રે. વિમલ કહે તુમ વારૂ દીજે રે, વિવિધ પ્રકારની કોરણી કીજે રે; સબળ કોણી કોરાઇ જ્યારે રે, તોલી રૂપું આપ્યું ત્યારે રે. કહે કળા હવે તુમ કાંઈ ચાલે રે, કરું કોરણી હેમ જો આલે રે; હરખ્યો વિમલ રચના તુમ કીજે રે, ભૂકા બરાબર સોવન દીજે રે. કરે કારીગરી ધરતા પ્રેમો રે, કાઢે ભૂકો તોલી લ્યે હેમો રે; કહે કારીગરી કાંઇ હવે થાએ રે, તામ કારીગર ભાખે નાએ રે. વિમલરાય તવ આનંદ પાવે રે, ઋષભદેવની મૂતિ ભરાવે રે; ૯૯૫ બીજાં બિંબ તિહાં ઘણાં ભરાવે રે, ધર્મઘોષનિ તિહાં બોલાવે રે. ૯૯૭ બિંબપ્રતિષ્ઠા કરતો સારો રે, દાનિ વરસે જિમ જલધારો રે; દેખી હરખ્યો દશરથરાય રે, વિમલ તણો ભત્રીજો થાય રે. ખોળા પાથરે બે કર જોડી રે, જાણું સોવન આપ્યું કોડી રે; કહો તો કરું હું ગજની શાળા રે, એટલે હુએ મુજ હરખ વિશાળા રે. લેઇ આજ્ઞા ગજ તેશિ કીધા રે, ઋષભદેવ આગળ પ્રસિદ્ધા રે; વિચિમાં કીધો અશ્વ તે એકો રે, વિમલ ચઢાવ્યો ધરી વિવેકો રે. છત્ર ધૂર ભત્રીજો હાથિં રે, ઉભો વિમલ તણે તે સાથિં રે; વિમલ મનોરથ પૂરા થાય રે, ધન ખરચ્યો તે કહિઓ ન જાય રે. બાવન્ન લાખ પીરોજી કેરાં રે, છૂટાં દોરડાં તિહાં ભલેરાં રે; એ પ્રાસાદ તણા અવદાતો રે, જેણિ નવિ જો હાર્યો ન સુણી વાતો રે. ગર્ભવાસ રહ્યા તે બેસીરે, ધન્ય જિનજુહારે મંદિર પેસી રે; જોતાં ભૂખ ભૂખ્યાની જાય રે, નિરખી કોઈ ન અળગો થાય રે. પા. ૯૯૦.૨ કરીરહિ કલા વૃષભો દોરો રે ૯૯૯.૨ હરખ અપારા ટિ. ૯૯૧.૧ સખર = સુંદર ૯૯૦ ૯૯૬ ૯૯૮ ૯૯૯ ૧૦૦૦ ૧૦૦૧ ૧૦૦૨ ૧૦૦૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત લાજ્યો મેર ગયો તે આઘો રે, ઈદ્રભુવન આકાશે લાગો રે; પુણ્ય હોઈ તો તિહાં કિણિ જઈએ રે, થોડું જિમિને તિહાંકિણિ રહીએ રે. ૧૦૦૪ ધન્ય ધન્ય વિમલતણો અવતારો રે, ભુવન નિપાઈ પામ્યો પારો રે. નામવિમળ કર્યું વિમળ વિશેષેરે, કીધી પુણ્યપ્રાપ્તિ અતિશેરે. ૧૦૦૫ વિમળ ખરે જ પાર પામ્યો, વળગેલું પાતક કાપી નાખ્યું. આવું જિનમંદિર જોઈને ઘણા તીર્થંકર ગોત્ર બાંધે છે. હીરંગુરુ પણ તીર્થકર ગોત્ર બાંધી, ચૈત્ય જુારી દેહ પવિત્ર કરે છે. પછી વસ્તુપાળનું દહેરું જુએ છે. એ ઈદ્રભુવનના આકારનું છે. જ્યાં પાછળ હાથી શોભે છે એની ઉપર વસ્તુપાળ સવાર છે. વાંસળી વગાડનારને તે દામ આપે છે. વીરવચનના આ રાગીએ શત્રુંજય ઉપર અઢાર કરોડ ને છન્નુ લાખનું દ્રવ્ય ખર્ચ્છ, ગિરનાર ઉપર અઢાર કરોડ એંશી લાખનું દ્રવ્ય ખચ્યું. ધ્વજ-તોરણથી શોભતા ને જ્યાં ઘંટનાદ થાય છે એવા તેરસો તેર નવા જિનપ્રાસાદો કરાવ્યા, ત્રેવીસસો જીર્ણોદ્ધાર કરાવ્યા, સવા લાખ બિંબો ભરાવ્યાં, નવસો ચોર્યાસી પોષધશાળાઓ બંધાવી. અઢાર કરોડ જ્ઞાનભંડાર માટે ખર્ચા. બાર સૂરિપદ અપાવ્યાં. વર્ષમાં ચાર વાર સંઘભક્તિ કરતા અને રોજ ત્રણ વાર જિનપૂજા કરતા, પાંચસો મુનિઓને વહોરાવતા, બે પ્રતિક્રમણ કરતા. તેમણે સાડા બાર યાત્રા કરી અને આયુષ્ય ઓછું જાણીને શત્રુંજયે અનશન ઉચ્ચર્યું. પોતાના વાણોતરને લખતા કે મઠ-મસ્જિદ બંધાવરાવી તેવા પુણ્યસ્થાનોમાં મને ધન્ય કરજો. ત્રણસો છોંતેર કરોડ ને સીત્યોતેર લાખ બે હજારનું દ્રવ્ય (૩૭૬૭૭૦૨૦૦૦) જૈનધર્મનાં કામોમાં ખચ્યું. વસ્તુપાળ ઘણો જશ પામ્યો. આબુ ઉપર બાર કરોડ ત્રેપન લાખ ધન ખર્ચે મંદિર બંધાવ્યું. ઘરની બન્ને સ્ત્રીઓએ નવ નવ લાખ પીરોજી દ્રવ્ય ખર્ચાને દેરાણી-જેઠાણીના બે સુંદર ગોખલા કરાવ્યા. આવાં કામ જેણે કર્યા તેના પ્રાસાદમાં હીરગુરુ પધાર્યા. ત્યાં નેમિનાથને જુહારી ભીમભુવનમાં આવ્યા. ત્યાં એકસો આઠ મણ પિત્તળની પરિકર સહિતની ઋષભદેવની સુંદર પ્રતિમાને જુહારી અવતાર સફળ કર્યો. ત્રણ માળ ઊંચા પ્રાસાદમાં ચોમુખજીને જુહાર્યા. ચાંપશી મહેતાએ ઘણું ધન ખર્ટે જેની કીર્તિ સ્વર્ગમાં પહોંચી ગઈ. ત્યાંથી અચલગઢ ચઢ્યા. ત્યાં જિનવરનાં ચાર મંદિરો છે. ત્યાં સારણેશ્વરના દહેરામાં સુવર્ણની મૂર્તિ જોઈ. ત્યાં એક પિત્તળનો વૃષભ ને સરોવર છે. મુનિવરોની એક પૌષધશાળા છે. બીજી પણ ઘણી રચના છે. એક હજાર પગથિયાં ચડે એટલે માણસ છેલ્લી ટૂંકે પહોંચે. અહીં ઈન્દ્રભુવન જેવું ચોમુખજીનું મંદિર છે જેમાં પિત્તળ અને સુવર્ણમય ચાર પ્રતિમાજી છે. એકેક પ્રતિમાજી એંસી મણનાં છે. જેની આગળ સૂર્યતેજ પણ ઝંખવાય. હીરગુરુ તે જુહારી પાછા વળે છે. ગઢ ઉપર અન્ય રચનાઓ જુએ છે. શ્રી માતાનું મંદિર છે. વાલ્મીકિ ઋષિએ ધન આણીને પગથી બંધાવી. જ્યાં ઉપર બાર ગામનો વાસ છે ત્યાં અર્બુદાદેવીનું મંદિર છે. ત્યાં આંબા ને ચંપકના ઘણાં વૃક્ષો છે – એની રચના-શોભા કહી જાય એવી નથી. આ બધા દેવોને જુહારીને હીરગુરુ સિરોહી નગરીમાં જાય છે. ત્યાંનો સુલતાન સામો આવીને, પાળો Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૧૯ થઈને ગુરુને વંદે છે. આડંબરપૂર્વક સામૈયું કરી નગરમાં સંચરે છે. ત્યાં ઋષભદેવનાં દર્શન કરી ઉપાશ્રયે ધર્મકથા કહે છે. દુહા) વિમળ પાર પામ્યો સહી, કાણું પાતિગ જોત્ર; જિનમંદિર દેખી ઘણાં, બાંધી તીર્થંકર ગોત્ર. ૧૦૦૬ | (ચોપાઈ) ગોત્ર તીર્થંકર બાંધી હીર, જુહારી નિર્મળ કરે શરીર; અન્દ ગઢ ઉપરિ વળી જોય, વસ્તુપાળનું દેહરું હોય. ૧૦૦૭ ઈદ્રભુવન દીસે આકાર, જિન પાછળે ગજ શોભે સાર; વસ્તુપાળ ચડ્યો ઉપરે તામ, રેકે વાંસળી આપે દામ. ૧૦૦૮ વીર વચનનો રાગી તેહ, જેના કારણનો નહિ છે; અઢાર કોડિ ને છડ્યું લાખ, શેત્રુંજે ધન ખરચ્યાની ભાખ. ૧૦૦૯ 'અઢાર કોડિ લખ એસી ધારિ, દ્રવ્ય ખરચ્યો તેણિ ગિરિનારિ; | તેરસિં તેર નવા પ્રાસાદ; ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ. ૧૦૧૦ ત્રેવીસમેં જીરણ ઉદ્ધાર, સવા લાખ તે બિંબ સુસાર; સોળે ઉણી એકહજાર પોષધશાળા કીધી સાર. ૧૦૧૧ અઢાર કોડિ સારદભંડાર, સૂરીપદ દેવરાવ્યાં બાર; સંઘભગતિ વરસે તે આાર, જિનપૂજા કીજે ત્રણ્ય વાર. ૧૦૧૨ મુનિ પંચસયને ઘે આહાર, પડિક્કમણાં બે કરતો સાર; સાઢી બાર તે યાત્રા કરે, શેત્રુંજે અણસણ ઉચ્ચરે. ૧૦૧૩ આÀ થોડું જાણી કરી, વાહણોત્તરનિ લખતો ફરી; પુણ્ય ઠામિ મુજ કરજો ધન્ન, મઠ મસીત કરે તે જગ્ન. ૧૦૧૪ ત્રણ્યમેં કોડિને છહોત્તર કોડિ, લાખ સીત્યોત્તર ઉપરિ જોડિ; વળી ઉપરી દ્રવ્ય દોય હજાર, જૈનકાર્યમાં ખરચે સાર. ૧૦૧૫ વસ્તુપાળ પામ્યો કસવાદ, આબુગઢ કીધો પ્રાસાદ; બાર કોડિ ને ત્રેપન લાખ, તિહાં ધન ખરચ્યા કેરી ભાખ. ૧૦૧૬ દેહેરે આળીઆ સોહામણા, દેરાણી જેઠાણી તણા; નવ નવ લાખ પીરોજી જોય, ખરચે ઘરની નારી દોય. ૧૦૧૭ પા. ૧૦૦૭.૨ ઉપરિ તે વલી, જોઈ વસ્તુપાલનું દેહરૂ રલી ૧૦૦૮.૨ વાસણી ૧૦૧૦.૧ ઈસી દ્વારિ ૧૦૧૫.૧ ટ્યોહોરિ (૭૩) ટિ. ૧૦૧૪.૨ મસીત = મસ્જિદ ૧૦૧૫.૧ છોત્તરિ = છોંતેર Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૦૧૯ અસ્યાં કામ કરી જે વહ્યા, તેર્ણિ પ્રાસાદિં હીર તે ગયા; નેમિનાથનેં જુહારી કરી, ભીમ ભુવને આવ્યા પરવરી. ૧૦૧૮ એકસો આઠ મણ પીતલ તણી, ૠષભદેવની પ્રતિમા સુણી; પરિકર સહિત સુંદર આકાર, જુહારી સફળ કર્યો અવતાર. ચોમુખ જુહાર્યો જિનવર તણો, ત્રણ્ય ખંડ તે ઊંચો ઘણો; ધન ખરચે મેહિંતો ચાંપસી, સ્વર્ગભુવને કીર્તિ ગઈ ધસી. પછે ચઢ્યા અચલગઢ જ્યાંહિ, ચ્યાર પ્રાસાદ જિનવરના ત્યાંહિ; ત્યાંહાં સારણેશ્વર દેહરૂં અછે, સોવન મૂરતિ દીઠી પછે.૧૦૨૧ વૃષભ એક ત્યાં પીતલ તણો, સરોવર એક તિહાં નર સુણો; એક પોસાળ છે મુનિવર તણી, આગળ રચના દીસે ઘણી. ૧૦૨૨ સહસ બદ્ધ પગથી ચઢે, છેડે ટુર્કિ નર જઇ અડે; ૧૦૨૦ ૧૨૦ ચોમુખે ઇંદ્રભુવનનું માન, કરતા તે સહસા સુલતાન. પીતલ હેમમઈ પ્રતિમા ચ્યાર, એકેક એસી મણની સાર; સૂર્ય જ્યોતિ તે આગળ ટળે, જુહારી હીર તે પાછા વળે. બહુ રચના ગઢ ઉપરિ જોય, શ્રી માતાનું મંદિર હોય; રીસીઓ વાલ્હિમ આણ્યો વ્યાજ, તેણે બાંધી બારે પાજ. બાર ગામનો ઉપરિ વાસ, અર્બુદાદેવી મંદિર ખાસ; વન ચાંપા ને આંબા બહુ, કહી ન જાએ રચના સહુ. જુહારી દેવ વળ્યા ઋષિરાય, સીરોહી નગરીમાં જાય; રાય સુલતાન સાંહમા આવેહ, પાળો થઈને ગુરુ વાંદેહ. સામહીઉં આડંબર કરે, નગરી માંહિ લેઇ સંચરે; ઋષભ દેવના પ્રણમી પાય, ઉપાસરે કહે ધર્મકથાય. ૧૦૨૩ ૧૦૨૪ ૧૦૨૫ ૧૦૨૬ ૧૦૨૭ ૧૦૨૮ સાધુના આચારનું વર્ણન કરતાં હીરગુરુ કહે છે કે, “દશવૈકાલિકનું પાંચમું અધ્યયન પિંડેસણા છે. તેમાં સાધુની ભિક્ષાનો વિધિ બતાવ્યો છે. ભિક્ષાકાળે સાધુ ગૃહસ્થના ઘેર જઈ આહાર ગ્રહણ કરે, આહાર ઉપર મૂર્છા ન રાખે, ગામ-નગરમાં ગોચરીએ જાય ત્યારે હળવા માર્ગે જાય. ગાડાની ધૂંસરી હોય તેના પ્રમાણ જોઈને ચાલે. વનસ્પતિ તથા સચિત્ત માટીને વર્ષે. કીડા-મકોડા હોય તો તે જોઈને ચાલે. રસ્તામાં ખીલો, ખાડો, કચરો, લાકડું કે ઈંટ વગેરે હોય ત્યાં છતે રસ્તે ચાલે નહીં. જ્યાં વેશ્યાવાડો હોય ત્યાં ન ચાલે. એના પરિચયથી શિયળ રહેતું નથી. વળી સાધુ રસ્તે ચાલતાં કૂતરું, વિયાયેલી ગાય, સાંઢ, સહ્યાણ, ગજબાળ વગેરેથી ચેતીને ચાલે. કજિયો-લડાઈ વર્ષે, ઊંચું ન જુએ તેમ નીચું પણ ન જુએ, હરખાતાં હરખાતાં કે આકુળવ્યાકુળ થતા ન ચાલે પણ ઇન્દ્રિયને વશમાં રાખીને ચાલે. કૂદકા મારતા કે વિક્થા-હાસ્ય કરતા ન ચાલે પણ એને ત્યજે. વળી સ્ત્રી, ખાતરનું ગાડું, ગોખ, દ્વાર, પનિહારી તથા રાજભવનને જુએ નહીં. મંત્રી, કોટવાળ Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૨૧ તથા જે એમ કહે કે મારે ઘેર આવતા નહીં તેના ઘેર જાય નહીં. જેના ઘરની જાણકારી ન હોય તેના ઘરે પણ જાય નહીં. આ સાધુનો માર્ગ છે. વળી સાધુ જીવોની યતના (જયણા) કરે, હંમેશાં સાચું બોલે, વણઆપેલું લે નહીં, સ્ત્રીથી અળગો રહે તથા એક કોડી (પરિગ્રહ) રાખે નહીં. રાત્રિભોજન કરે નહીં, બીજાને સુખ થાય તેમ કરે, કોઈ મારે તો પણ તેના ઉપર ક્રોધ ન કરે. સાધુનો આ આચાર છે. એને જે કોઈ આદરે તે નિશ્ચિત મુક્તિપંથ પ્રાપ્ત કરે.” (ઢાળ ૪૪ – પ્રણમું પાસ કુમાર રે - રાગ ગોડી) પિંડેસરા અધ્યયન રે, ભાખ્યું પાંચમું; ભીખ્યા કાર્લિ જઈ રહે એ. ૧૦૨૯ મૂછ ન ધરે સાધ રે, આહાર તણે વિષે; ગામ નગરિ કરે ગોચરી એ. ૧૦૩૦ હળુઓ પંથિ જાય રે, વિગર પણું નહિ; ધુંસર પ્રમાણિ તે જુએ એ. ૧૦૩૧ બીજ હરી કિડાય રે, માટી વરજતો; કીડી પ્રમુખનિ તે જુએ એ. ૧૦૩૨ ખીલો ખાડ કચરાય રે, લાકડઈટ જિહાં; મારગ છતે તિહાં નવિ ચલે એ. ૧૦૩૩ ગણિકાવાડો જ્યાંહિ રે, સાધ ન સંચરે; પરિચય શીળ ન રહે કદા એ. ૧૦૩૪ શ્વાન સૂઆવડી ગાય રે, સાંઢિ સહ્યાણથી; ગજબાલકથી રહે ખસી એ. ૧૦૩૫ કલહ યુદ્ધ વર્લ્ડ હરે, ઊંચું મ મ જોએ; અતિ નીચું નવિ નિરખીએ એ. ૧૦૩૬ હરખે મ મ ચાલેહ રે, આકુળ વ્યાકુળ; ' ઈદ્રિ વસિ કરી ચાલીએ એ. ૧૦૩૭ ઉદકતો મ મ હીંડ રે, વિગથા હાસ્ય નહિ; મુનિ પંથે એતાં તજે એ. ૧૦૩૮ ગોરી ન નિરખે સાધ રે; ખાતરથી ગાડું, ગોખ દ્વાર જોવે નહીં એ. ૧૦૩૯ ન જુએ પાણીહારી રે, રાજભુવન નહીં; મંત્રી તલાર ઘરે નહિ એ ૧૦૪૦ પા. ૧૦૩૮.૨ વલી પંથે ૧૦૩૯.૧ યોષિતા ન ૧૦૩૯.૨ બાર સાહમું ટિ. ૧૦૨૯.૨ ભીખ્યા = ભિક્ષા, ગોચરી ૧૦૩૮.૧ વિગથા = વિકથા Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત જેણેિ કહ્યું માવસ સાધ રે, તસ ઘર નવિ જવું; પ્રતીત નહી તસ ઘર તજે એ. ૧૦૪૧ એ છે સાધનનો પંથરે, જીવ યતન કરે; સાચું બોલે સદા લગે એ. ૧૦૪૨ અણદીધું નહિ લેહ રે, સ્ત્રીથી વેગળો; કોડી એક ન રાખીએ એ. ૧૦૪૩ : નિશિભોજન નહિં સાધ રે, પરસુખ દીજીએ; મા ક્રોધ ન કીજીએ એ. ૧૦૪૪ એહ સાધ આચાર રે, જે કો આદરે; મુગતિ પંથ પામે સહી એ. ૧૦૪૫ હીરગુરની દેશના સાંભળી જાણે નવનિધાન મળી ગયાં હોય તેમ સુલતાન રાજી થયો. તે બોલ્યો કે આવો ધર્મ તો મેં કદી સાંભળ્યો નથી. તે વખતે બ્રાહ્મણ વગેરે લેવાઈ ગયા – ખિન્ન થયા. સુલતાન કહે છે કે, “આવો સારો માર્ગ મેં ક્યાંય મેળવ્યો નથી. હીરગુરુએ મને આજે ભલો – સારો ધર્મ કહ્યો. મેં તો આજ સુધી કોઈ જાતનો ધર્મ કર્યો નથી, બલ્ક પાપ કરીને આત્માને ભારે કર્યો છે. હું હવે મદિરાપાન કરીશ નહીં. શિકાર કરીશ નહીં. માંસ ખાઈશ નહીં. પરસ્ત્રીને ત્યજીશ અને સાધુપુરુષને પ્રેમથી ભજીશ.” આ રીતે લાભ મેળવીને હીરગર સાદડી આવ્યા. આ બાજુ વરાડથી કલ્યાણવિજયે પણ આવીને હરિગુરુને વાંદ્યા. ત્યાંથી ગુરુજી રાણકપુર આવ્યા. ત્યાં ઋષભદેવને જુહાર્યા જ્યાં ધરણાશાહ પોરવાડે નલિની ગુલ્મ વિમાન – ચૈત્ય ઘણું દ્રવ્ય ખર્ચે બનાવ્યું છે. ત્યાંથી મેડતા આવ્યા. ત્યાં ઉલ્લાસથી જિનમંદિર જુહાર્યા. ત્યાં સાહિબ સુલતાન વંદન કરવા આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. ત્યાંથી ફલોધિ આવી ફલવર્ધિ પાર્શ્વનાથ પ્રભુ જુહાર્યા. ત્યાંથી સાંગાનેર ગયા. આ બાજુ આગળ વિહાર કરીને નીકળેલા વિમલહર્ષ ઉપાધ્યાય ફત્તેહપુરશીકરી પહોંચ્યા. ત્યાં ઉપાશ્રયે આવીને ઊતર્યા. શ્રાવકો સૌ વંદન કરે છે. ઉપાધ્યાયજી જિનશાસનનો જયજયકાર થાય એટલા માટે બાદશાહને મળવાનું મન કરે છે. ત્યારે ત્યાંના ઠરેલ શ્રાવકો થાનસંઘ, માનુકલ્યાણ વગેરે કહે છે કે આ બાદશાહ ભારે દુર્જય છે. એને પહેલાં મળીને શું કરવું છે ? તે સાંભળી પૈર્ય રાખી ઉપાધ્યાયજી કહે છે કે પહેલાં એમને મળીએ તો એમની પ્રકૃતિ-વ્યવહાર વગેરેની ખબર પડે અને કદાચ કાંઈ માઠું કરે તો ખબર પડી જતાં હીરગુરુ તો ઊગરી જશે. કવિ કહે છે કે પોતાના ગુરુ-આચાર્ય ઉપર આવો રાગ તો કોઈકને જ હોય છે. પા. ૧૦૪૨.૧ સાધનો ૧૦૪૫.૧ એક પંથ છે સાધ રે ટિ, ૧૦૪૧.૧ માવીસ = પ્રવેશો નહીં Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૨૩ ગોશાળાએ કરેલા વીર પ્રભુના અપમાનને સહન ન કરનાર સુનક્ષત્ર મુનિએ પ્રાણનું બલિદાન આપ્યું. પૂર્વના પુણ્યથી પ્રેરાયેલા જેઓ ગુરુની ભક્તિ કરે છે તેઓને અહીં લક્ષ્મી મળી છે અને ભવિષ્યમાં મળવાની છે. તે માટે ગુરુ જગતમાં સારભૂત છે; લાખ સુખને આપનાર તથા હજારો દુઃખોને મુકાવનાર છે. નાસ્તિક પ્રદેશી રાજાએ નરકમાં જવા માટે જાણે કોલકરાર કરી દીધા હતા, પણ શ્રી કેશી આચાર્ય મહારાજના સમાગમથી એકદમ પરાવર્તન પામ્યા. છઠના પારણે ૩૯ છઠ કરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થયા. તે માટે બાદશાહને નક્કી મળીશું. શ્રાવકો કહે છે કે આ વિચાર સાચો છે. પછી તેઓ અબ્દુલ ફજલને મળ્યા અને કહ્યું કે “હીરવિજયસૂરિના શિષ્યમુનિઓ આવ્યા છે અને તમને મળવા ઈચ્છે છે.” તેમણે કહ્યું. “ભલે, બોલાવો.” પછી વિમલહર્ષ ઉપાધ્યાયજી પંન્યાસ સિંહવિમલજી, ધર્મશી ઋષિ અને મુનિ ગુણસાગરની સાથે અબ્દુલફજલ પાસે ગયા. તેણે વંદના કરી કુશલ સમાચાર પૂછયા. પછી વિમલહર્ષ ઉપાધ્યાયે અબ્દુલફજલને પ્રશ્ન કર્યો કે, “અમે તો ફકીર છીએ. ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરીએ છીએ. એક કોડી પણ પાસે રાખતા નથી. પગે ચાલીને પૃથ્વી ઉપર ફરીએ છીએ. મંત્રયંત્ર કાંઈ જાણતા નથી. તો બાદશાહે અમને શા કારણથી બોલાવ્યા છે ?” તે સાંભળી શેખ કહે છે કે “ધર્મકથા સાંભળવા માટે બાદશાહે તમને બોલાવ્યા આ વાત જ્યારે ચાલતી હતી ત્યારે મોહોરદાર શાહી શેખને મળવા આવ્યો. શેખને મળીને તે ગયો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે આ બાદશાહને જઈને વાત કરશે. તો એ વાત કરે એના પહેલો જ બાદશાહને મળવા લઈ જાઉં તો મારો મુજરો ગણાશે. એમ કહી તે ઉપાધ્યાયજી આદિને લઈને બાદશાહ પાસે આવ્યો. ઉપાધ્યાયજી આદિને જોઈ બાદશાહ ઘણો ખુશ થયો. પ્રણામ કર્યા. ગાલીચાનો છેડો વાળી બાદશાહ ચાલીને ઉપાધ્યાયજી પાસે આવ્યો. વંદન કરી હીરગુરુના કુશળ સમાચાર તથા તેઓ ક્યારે આવવાના છે તે સમાચાર પૂછ્યા. ઉપાધ્યાયજી કહે, “તમને ધર્મલાભ કહ્યા છે તથા તેઓ કાલે કે પરમ દિને અહીં પધારશે.” સાંભળી બાદશાહ ખુશ થયો. પછી ઉપાધ્યાય વિમલહર્ષ, પંન્યાસ સિંહવિમલ, ઋષિ ધર્મશી તથા મુનિ ગુણસાગર એ ચારેયનાં તથા એમનાં માતાપિતાનાં નામઠામ પૂછી શા કારણે દીક્ષા લીધી તે પૂછ્યું. ઉત્તરમાં કહ્યું કે “આત્માને માટે દુઃખકર એવાં જન્મ-જરા-મરણને ટાળવા માટે સંસારને છોડી અમે સાધુ થયા છીએ. સંસારને છોડ્યા વિના કોઈ એનો કિનારો પામી શકતા નથી.” | (ચોપાઈ) સુણી દેસના નવે નિધાન, સબળો રીઝયો રાય સુલતાન; અસ્સો ધર્મ સુયો નહિ કદા; વિપ્રાદિક લેવાના સદા. ૧૦૪૬ સુધો પંથ કિહાં નવિ લહ્યો, ભલો ધર્મગુરુ હીરે કહ્યું; મેં તો ધર્મ કસ્યો નવિ કર્યો, પાપ કરી ઘટ પોતે ભર્યો. ૧૯૪૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત ન કરું ગુરુ હું મદિરાપાન, આહેડો વારે સુલતાન; માંસ ન ખાઉં પરસ્ત્રી તળું, સાધ પુરુષને પ્રેમેં ભજું. ૧૦૪૮ લેઈ લાભને ચાલ્યા ત્યાંહિ, હીરજી આવ્યા સાદડી માંહિ; વરાટથી વેગિ આવેહ, કલ્યાણવિજય આવી વાંદેહ. ૧૦૪૯ હીરજી રાણપુરે સંચરે, ઋષભદેવની યાત્રા કરે; - દેહરું નલિનીગુલમ વિમાન, ખરચે ધન્નો સાત નિધાન. ૧૦૫૦ તિયાંથી મેડતે આવે સહી, જિનમંદિર જુહારે ગહગહી; સાદિમ સુલતાન આવે વાંદવા, તિહાંકણિ ઉચ્છવ સબલા હવા. ૧૦૫૧ તિહાંથી ફળવધી આવ્યા સહી, ફળવધી પાસ જુહાર્યા તહી; - તિહાંથી સાંગાનેરમાં જાય, ફત્તેપુર પોહોતો ઉવઝાય. ૧૦૫ર ઉપાસરે આવી ઊતરે, શ્રાવક સહુ વંદના કરે; | વિક્ઝાય મળવા પાદશાય, જિમ જિનશાનનો જય થાય. ૧૦૫૩ થાનસંઘ માનૂ કલ્યાણ, બોલ્યા શ્રાવક પુરુષ સુજાણ; મહા મોટો દુર્જય પાતશાય, પહેલાં સીદ મળો ઉવઝાય. ૧૦૫૪ ધીર્ય ધરી બોલ્યો વિઝાય, કવિત્ત એક કિયો પાતશાય; તો તુજને એ માઠું કરે, પણિ ગુરુ હીર મુનિ ઊગરે. ૧૦૫૫ નિજ આચાર્ય ઉપરિ જોય, તીવ્ર રાગ કોઈકને હોય; ન ખમ્યો સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૦૫૬ પૂરવ પુણ્ય પ્રેર્યા જેહ, ગુરુનિ ભગતિ કરતા તેહ; અહિ લખિમી આગલિ થાનાર, સો કરતા ગુરુભક્તિ અપાર. ૧૦૫૭ તે માટે ગુરુ જગમાં સાર, સુખના લક્ષ તણો દેનાર; દુખ સહેસનો મુકાવણહાર, કેસી કરે પરદેસી સાર. ૧૦૫૮ નર્ગ તણી ગતિ જેહ અસાર, જાવા બોલ દીઓ નિરધાર; ગુરુમહિમાથી અમર વિમાન, સુર્યાબેય લહે બહુ માન. ૧૦૫૯ તેહિ કારણિ મિલસું નિરધાર, શ્રાવક કરે એ ખરો વિચાર. શેખ અબુલફજલ છે જ્યાંહિ, શ્રાવક મોટા આવ્યા ત્યાંહિ. ૧૦૬૦ કરી વીનતી તિહાંકણિ અતી, હરમુનીના આવ્યા યતી; મળવાની ઈછા તસ હોઈ, કીજે શેખ કહે વળી સોઇ. ૧૦૬૧ કહે બોલાવો અહિંકણ સહી, વિમલહર્ષ આવ્યા ગહગહી; સિંહવિમલ પાસે પંન્યાસ, ધર્મસી દ્રષિ ગુણસાગર ખાસ. ૧૦૬૨ પા. ૧૦૫૦.૨ ધરણો સાહ ૧૦૫૩.૨ કહે વિઝાય મલીએ પાય ૧૦૫૭.૧ પરીખ્યા જેહ ૧૦૫૭.૨ ગુરુની ગત્ય ૧૦૫૯.૨ સૂરીઆલેખ ટિ. ૧૦૫૨.૧ ફળવધી = ફલોધિ (મારવાડનું એક ગામ) ૧૦૫૮.૨ સહેસ = સહસ્ત્ર, હજાર Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ કહી દુઆ ને ઊભા રહે, મુખથી બોલ એણી પરિ કહે; અમે ફકીર ગદાઈ કરું, કોડી ન રાખું પૃથ્વી ફરું. મંત્ર યંત્ર જાણું નહિં રતી, કુણ કારણિ તેડ્યા અમ યતી; શેખ કહે સુણીએ ઉવઝાય, પૂછે પાતશા ધર્મકથાય. અસી વાત કરે છે જિસિં, મોહોરદાર શાહી આવ્યો તિસિં; મળી શેખને પાછો ફરે, ત્યારે શેખ વિચાર મનિ કરે. ૧૦૬૫ કહિસ્સે એ પાતશાને વાત, ત્યારેં મુજરો મુજ નવિ થાત; અસ્તું વિચારી તેડી ગયો, અકબર કને જઈ ઊભો રહ્યો. દુવા કરે મુનિ તેણે ઠાર, હરખ્યો પાતશાહીઆ મઝાર; છેડો ગલીચાનો વળી જ્યાંહિ, ચાલી પાતશા આવ્યો ત્યાંહિ. ૧૦૬૭ ખબર હીરની પૂછી કરી, ક્બ દીદાર પાવંગે અહિં; કહે ઉવઝાય તુમ કરે દુઆય, કલ પરસું આવે ઇસ ઠાય. ખુસી પાતશા હૂઓ તામ, ચ્યારે પુરુષનાં પૂછ્યાં નામ; દેશ નગર ને માત પિતાય, કુણ કારણે લીધી દીખ્યાય. જનમ જરા ને બીજો મરણ, આતમને છે એ દુખકરણ; તે ટાળેવા હુઆ ફકીર, છોડે બિન નહુ પાવે તીર. ૧૨૫ ૧૦૬૩ ૧૦૬૪ ૧૦૬૬ ૧૦૬૮ ૧૦૬૯ ૧૦૭૦ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રિભોજન તથા નિંદા આદિનો વિવેકપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તથા પરિનંદા, આત્મપ્રશંસા, રસલોલુપતા, કામાસક્તિ તથા ક્રોધાદિ કષાય આ પાંચથી સાધુતા ચાલી જાય છે. એટલે સાધુએ તેનો ત્યાગ કરવો જોઈએ. તે સાંભળી બાદશાહ ખુશ થયો. ઉપાધ્યાયજીનાં વખાણ કર્યાં. પછી તેઓ જ્યારે ઉપાશ્રયે આવ્યા ત્યારે શ્રાવકો ઘણા રાજી થયા. વાજાં વાગે છે, ગંધર્વો ગાય છે અને શ્રાવકો ભેગા થઈ સામા આવે છે. તુંગીઆ નગરીના શ્રાવકોની જેમ આ શ્રાવકો પણ ગુરુને વંદન કરવા આવ્યા. બાદશાહ સાથે થયેલી વાત જો હીરગુરુને કહેવામાં આવે તો તેમને આનંદ થાય એમ વિચારી વિમલહર્ષ ઉપાધ્યાય હીરગુરુને વંદન કરવા અને લેવા સામે ગયા. આ બાજુ શ્રી હીરવિજયસૂરિ મહારાજ સાંગાનેરથી વિહાર કરી અનુક્રમે નવલી, ચાટસ, હીંડવણી, સિકંદરપુર, બાના થઈ અભિરામાવાદ પધાર્યા. ગુરુના આગમનથી ત્યાંનો વિખવાદ દૂર થયો. ત્યાંથી તેઓ ફત્તેપુર તરફ વિહાર કરે છે. હીરગુરુની સાથે તે વખતે સડસઠ શ્રેષ્ઠ મુનિઓનો પરિવાર હતો. તેમાં સૌથી મોટા વિમલહર્ષ ઉપાધ્યાય, તે પછી શાંતિચંદ્ર ઉપાધ્યાય, વાચાળ એવા સોવિંજય પંન્યાસ, તથા વિશાળ બુદ્ધિવાળા સહજસાગર હતા. પંન્યાસ સિંહવિમલ, પંડિત ગુવિજય, ગુણસાગર, ધર્મશી ઋષિ, પંન્યાસ રત્નચંદ્ર, કાવ્યરચનામાં નિપુણ અને પા. ૧૦૬૭.૧ કહે મુનિવર તેણે ઠારિ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત વાચાળ હેમવિજય પંડિત, ઋષિ કાહનો, કવિતાકાર અને મુખે મીઠા બોલ બોલનાર જગમાલ, પંડિત રામવિજય અને ભાણવિજય, વિદ્વાન કીતિવિજય, હંસવિજય, જસવિજય, “કલ્પદીપિકાના રચનાર પંન્યાસ જયવિજય, પંડિત લાભવિજય ને મુનિવિજય, તેમના શિષ્ય ધનવિજય, પુણ્યવિજય અને જસવિજય આમ અનેક સાધુઓ તેમની સાથે હતા. એક એકથી ચડિયાતા સડસઠ સાધુઓનો પરિવાર છે એમાં કેટલાક વ્યાકરણી, કેટલાક વાચાળ અને કેટલાક વાદ કરવામાં ઊછળી પડનારા મુનિઓ હતા. આ પરિવારમાં ચંદ્રની જેમ હીરસૂરિ ચાલતા ફત્તેહપુર આવ્યા. સૌ લોકો સામે ગયા. થાનસિંગ, માનું કલ્યાણ, અમીપાલ દોશી વગેરે ગુણવાન શ્રાવકો બાદશાહ પાસે આવી ભેટશું ધરી જણાવે છે કે હીરસૂરિ આવી ગયા છે. તમારી રજા હોય તો તેઓ અહીં આવે. બાદશાહનો હુકમ થયો કે તેઓને મહોત્સવપૂર્વક અહીં તેડી લાવો. અને હાથી, ઘોડા, રથ શણગારો, વાજિંત્ર વગડાવો. બાદશાહનો હુકમ થયો તે વખતે સંધ્યાકાળ થયો. હીરસૂરિને આવતા જોઈ લજ્જા પામેલો સૂર્ય નાસી ગયો – અસ્ત પામ્યો. બીજા દિવસનું પ્રભાત થયું. અને હીરગુરુનાં દર્શન કરવા ઉલ્લસિત થયેલો સૂર્ય માન મૂકીને પ્રગટ થયો અને મહોત્સવ જોવા આકાશમાં રહ્યો. * ભંભા, ભેરી ને વાજિંત્ર રણઝણ્યાં. હાથીઘોડા ને પાલખીનો તો પાર નથી. અઢારે વર્ણ જોવા ઊમટી છે. નરનારીઓએ પણ ઋદ્ધિને વિસ્તારી શણગાર કર્યા છે. હાથમાં વેઢ-મુદ્રિકા પહેરી છે. લોકો મેઘવર્ષાની જેમ દાન દે છે. લગ્ન વખતે જેમ વરવધૂ અગ્નિને પ્રદક્ષિણા દે તેવી રીતે હીરગુરુને સૌ પ્રદક્ષિણા દે છે. તે વખતે જે ઉત્સવ થયો તે, કવિ કહે છે, વર્ણવ્યો જાય તેમ નથી. નગર નજીક આવતાં શુભ શુકન થાય છે. કુંભ-વૃષભ સામે મળે છે. ધજાપતાકા, માટી, દહીંનાં દર્શન થાય છે. સ્ત્રીઓ મંગલ ગીતો ગાય છે. ૧૦૭૩ સોળ સહિત સાહેંલી , તુરી અઠારહ લખ; અપણે ખુદાકે કારણે, છોડ્યા સહેરબ લ.... ૧૦૭૧ હિંસા નૃત ચોરી મિથુન, પરિગ્રહ દોષ અનેક; નિશિભોજન નિંદા નહીં, ટાળો ધરી વિવેક. ૧૦૭૨ પરનિંદા સ્તુતિ આપણી, લોલુપ કામ કષાય; વિમળ કહે એ પંચથી, પુણ્ય ફકીરી જાય. (ચોપાઈ) ખુસી થયો ત્યારે પાતશાય, કરી વખાણ વાળ્યો ઉવઝાય; ઉપાસરે આવ્યા જેણિ વાર, હરખ્યા શ્રાવક અતિહિ અપાર. ૧૦૭૪ વાજાં વાગે ગંધ્રપ ગાય, સહુકો મિલીને સાતમા જાય; • તુંગીઆ નગરી શ્રાવક જેમ, ગુરુને વંદન ચાલ્યા તેમ. ૧૦૭૫ ટિ. ૧૦૭૧.૧ તુરી = ઘોડા Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૨૭ વિમલહર્ષ મોટો ઉવઝાય, તે પણિ ગુરુને વંદને જાય; કહી પાતશા કેરી વાત, ત્યારે હર્ષ ઘણેરો થાત. ૧૦૭૬ સાંગાનેરથી ગુર સંચરે, નવલી ગાર્મિ આવેલું કરે; ચાટર્ડીંડવણી ગામ છે જ્યાંહિ, આવ્યાશિકંદરપુરતમાંહિ. ૧૦૭૭ બાના અને અભિરામાવાદ, ગુરુ આતંતે ગયો વિખવાદ; ફતેપુર ભણી આવે સેં, અનેક પંડિત પંકિં તમેં. ૧૦૭૮ વિમળહર્ષ મોટો ઉવઝાય, શાંતિચંદ છે તેણે થાય; સોમવિજય પંડિત વાચાળ, સહેજસાગર પં. બુદ્ધિ વિશાળ. ૧૦૭૯ જિલેબી સીહવિમલ પન્યાસ, ગુણવિજય પંડિત તે ખાસ; ગુણસાગર ધર્મસી પન્યાસ, રત્નચંદ દીઠો ઉલ્લાસ. ૧૦૮૦ હેમવિજય પંડિત વાચાળ, કાવ્ય દુહામાં બુદ્ધિ વિશાળ; કાહાંનો ઋષિ કવિતા જગમાલ, મુખ્યથી બોલિ મિઠા ફાલ. ૧૦૮૧ રામવિજય . પુંઠિ ભાણ, કીર્તિવિજય હંસવિજય, સુજાણ; સવિજય વિજય પન્યાસ, કલ્પદીપિકા કીધી ખાસ. ૧૦૮૨ લાભવિજયગરિ ને મુનિ વિજે, ધનવિજય ચેલો અતિ ભજે; પુણ્યવિજય ને જસવિજય જોઈ, અનેક સાધ વળી પુંઠિ હોઈ.૧૦૮૩ સડસઠ સાધ તણો પરિવાર, એકેકથી તે દીસે સાર; વ્યાકરણી નેતા વાચાળ, વાદકાર્ય ઉઠી ઘે ફાળ. ૧૦૮૪ એમ પરિવાર મળ્યો ગંભીર, ચંદ તણી પરિ ચાલે હીર; ફત્તેપુર ભણી આવ્યા વહી, સકળ લોક સાહિમા ગયા સહી. ૧૦૮૫ થાનસંગ માનુ કલ્યાણ, અમીપાળ દોસી ગુણજાણ; વિવહારીઆ બીજા વળી જેહ, પાતશાનું જણાવે તેહ. ૧૦૮૬ મુકી ભેટિ બોલ્યા નરધીર, હોઈ રજા તો આવે હીર; પ્રવેશ મોહોચ્છવ કીજે સોય, હુકમ પાતશાનો હોય જોય. ૧૦૮૭ હુકમ પાતશાનો હુઓ તહિં, કરી મોચ્છવ ને તેડો અહિં ! ગજ રથ ઘોડા લ્યો વાજીત્ર, તેડો હાર અમ કરે પવિત્ર. ૧૦૮૮ હુકમ પાતશાહી હુઓ જર્સિ, સંધ્યાકાળ હુઓ તિહાં તસિ; લાજ્યો સૂર નાસી તે ગયો, હરસૂર જવ પરગટ થયો. ૧૦૮૯ અનુકરમિ હુઓ પરભાત, મુકી માન રવિ પરગટ થાત; હર દરસણ કરવા ગહગહ્યો, મોચ્છવ જોઈ ગગને રહ્યો. ૧૦૯૦ ભંભાભેર વાજિત્ર અનેક, હય હસ્તી નવિ આવે છેક; પાલખીઓ અસવારી બહુ, અઢાર વર્ણ જોવે તે સહુ. ૧૦૯૧ નારી પુરુષ ન લાધે પાર, ઋદ્ધિ ઉપરિ કીધો શિણગાર; વેઢ મુદ્રિકા વેશ અપાર, દાને વરસે જિમ જલધાર. ૧૦૯૨ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત દેઈ પ્રદક્ષિણ ગુરુને તેમ, વરવહુ વશ્વિને વળી જેમ; તેણી વેળા ઉચ્છવ જે થયો, કવિયે તે નવિ જાએ કહ્યો. ૧૦૯૩ નગર ટુકડા આવે જર્સે કુંભ વૃષભહિ મળીઆ તમેં કરી પતાકા માટી દહિં, મિળી સુંદરી તે ગાતિ તહીં. ૧૦૯૪ ખર ડાબી બાજુએ અવાજ કરે છે ને અવાજ કરતો જમણી બાજુએ જાય, ખપ્પર ભરીને યોગિની જમણી તરફ જાય, વૃક્ષ ઉપર તેતર પક્ષી બોલે તો સઘળી લક્ષ્મી સ્થિર થાય અને ન ફળનારાં વૃક્ષોને પણ ફળ આવે, એમ સાવલિંગી સૂદો કહે છે. ફત્તેપુરમાં પ્રવેશ કરતાં સામું અસુરનું શબ મળ્યું. શ્રાવકો પડખે ખસવા કહે છે પણ હીરગુરુ તો સીધા જ ચાલ્યા જાય છે, અને મનમાં વિચારે છે કે અત્ર-પુષ્પ અને વાજિંત્રની જેમ આ તો સારા શુકન થયા. સામે ભલો તુર્ક મળ્યો. આમ વિચારી હીરગુર નગરમાં આવે છે. થાનસિંગે આગળથી જઈ શેખ અબુલફજલને વાત કહી. ત્યારે શેખ બાદશાહ પાસે ગયો. શ્રેણિક પાસે જેમ અભયકુમાર હતા તેવા બાદશાહને શેખ હતા. અભયકુમારે શ્રેણિકને વરના ખબર આપ્યા તો શેખે હીરના ખબર આપ્યા. સકલ પુરુષોમાં તાજ સમા બાદશાહે કહ્યું કે ખુદાના નમૂના રૂપ હીરગુરુને બોલાવો. હું એમનાં દર્શન કરીશ. તેઓ તો સ્વયં પવિત્ર છે જ, એમને પગલે અન્ય પણ પવિત્ર બનશે, આપણાં નેત્ર પવિત્ર થશે. માટે તમે સાચા મિત્ર હો તો એમને બોલાવો. બાદશાહનો હુકમ થતાં શેખ હીર પાસે આવ્યો. વિવેકપૂર્વક પ્રણામ કરી પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં ઘણે પ્રકારે જ્ઞાનગોષ્ઠી કરી. હીર કહે છે કે તમારા અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં હિંસા હોય ત્યાં દયા નથી. તમને પંડિતને વિશેષ શું કહીએ ? હંસ વિના આ સંસારમાં દૂધ અને પાણીને અળગું કોણ કરે ? તેમ, હે શેખ, તમે બુદ્ધિવંત છો તો હંસની જેમ વિવેક ધરો. ત્યારે અબુલફજલે આ પ્રમાણે કહ્યું, “આ પયગંબરે ફરમાવ્યું છે. વળી તમને પૂછું છું તેનો હે હીર, વિવેક ધરીને ઉત્તર આપો. ખુદાએ બધાને પેદા કર્યા છે ને એમનો નાશ પણ કરશે. ગુનો જોઈને એનો ન્યાય કરશે. અને પુણ્ય-પાપનું ફળ આપશે. આ વાત ખરી છે કે ખોટી ?” ત્યારે હીરગુરુ પુનઃ કહે છે કે આકાશપુષ્પ જેવી આ વાત છે. ખુદા તો અરૂપી છે. તેને હાથપગ છે નહીં. તે તો શંખના જેવા નિરંજન છે. સૂર્યની જેમ જ્યોતિર્મય છે. તો એમને લોકો કેવી રીતે પૂછે અને મળે ? માટે વંધ્યાપુત્રની જેમ આ વાત મિથ્યા છે. કર્મ જ જગતમાં સત્ય છે. એનાથી જ હરકોઈ સુખી કે દુઃખી થાય છે. કર્મ જ કર્તા હર્તા છે. શેખ કહે છે તમારી વાત સાચી છે. હવે મને સાતે ધાતુએ – સમગ્રતયા ધર્મ વસ્યો. જેમ ખેતર ખેડીને બીજ વાવ્યું હોય એમ શેખ સમ્યકત્વનો સ્વામી બન્યો. Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૨૯ (દુહા) ખર જઈ ડાભો સ્વર કરે, બોલે જિમણો જાય; સાવલંગિ સૂદો ભણે, સકળ લ૭િ થિર થાય. ૧૦૯૫ ભરી ખપ્પર અહો ભણે, યોગિણિ જિમણી જાય; સાવલિંગિ સુદો ભણે, સકળ લ૭િ થિર થાય. ૧૦૯૬ તરૂ ઉપર તીતર લવે, ઘડિ શિર સેવ કરંત; સાવલિંગી સૂદો ભણે, અફળાં વૃક્ષ ફળત. ૧૦૯૭. (ચોપાઈ) ફત્તેપુરમાં પેસે જસિ, મળ્યું. અસુરનું મડદું તસિં; શ્રાવક કહે પડખો મુનિરાય, હરમુનિ તે ચાલ્યા જાય. ૧૦૯૮ મનસ્ય ચિંતે સુકન સુસાર, અન્ન પુષ્પ વાજિંત્ર અપાર; અસરણ તણે જિમ લેવું જઇ, તુરક મળ્યો તો રૂડો અહિ. ૧૦૯૯ અસ્યો વિચાર કરી ગુરુ હીર, નગરમાંહિ આવે ગંભીર; થાનસંગ આગળથી જઈ, ખબર શેખને પહિલી કહી. ૧૧૦૦ શેખ ગયો શાહ કને તેણી વાર, શ્રેણિક કને જિમ અભયકુમાર; ખબર કહી તે િવીરની, શેખે ખબર કહી હીરની. ૧૧૦૧ બોલ્યો પુરુષ સકળ નરતાજ, હું જોઈશ ગુરુ હીરને આજ; ખુદા તણો નમૂનો સાર, તેડો સોય દેખું દીદાર. ૧૧૦૨ જિમ એ આપહિ હે નાપાક, એહને પગલે હોઈ પાક; નેત્ર આપણાં હોઈ પવિત્ર, તેડો શેખ જો સાચા મિત્ર.૧૧૦૩ હુઓ હુકમ તબ ઉક્યો શેખ, આવ્યો હીર કને ધરી વિવેક; નમી પાય ઘર તેડી જાય, જ્ઞાનગોષ્ટિ તિહાં બહુ પરિ થાય. ૧૧૦૪ હીર કહે જ્ઞાત્નિ કરી જોઈ, હિંસા તિહાં દયા ન હોઈ; તુમ અમ શાસ્ત્રમાંહિ છે અચ્યું, તુમે પંડિત છો કહિએ કર્યું. ૧૧૦૫ હંસ વિના એણિ સંસારિ, અલગું કુણ કરે ખીર વારિ; તિમ તું બુદ્ધિવંત છે શેખ, થઈ હંસને ધરો વિવેક. ૧૧૦૬ અબુલફજલ તવ બોલે અચ્યું, પેગંબરે ફરમાયું અમ્યું; વળી બોલ પૂછું તુમ એક, હીર કહો તુમ ધરી વિવેક. ૧૧૦૭ પા. ૧૦૫.૨ સૂડો ૧૦૯૬.૨ શિવ ભણે ૧૦૯૮.૧ જાઈ જસિં ૧૦૯૯૨ અસુર ૧૧૦૩.૧ જમીએ છે નાપાક ટિ. ૧૦૯૫.૧ ડાભો = ડાબી તરફ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ખુદાએ પેદા કીધા બહૂ, ફનાં કરેસ્ટે એ પણ સહુ; ન્યાય કરસ્ય ગુનો તસ લહી, પુણ્ય પાપ ફળ દેસ્થે સહી. એહ વાત ખોટી કે ખરી, હીરમુની તવ બોલ્યા ફરી; આકાશફૂલ પરેિં એ વાત, ખુદા અરૂપી નહિં પગ હાથ. શંખ પરેિં જ નિરંજન તેહ, સૂર તણી પરિ જ્યોતિમેં જેહ; કિમ પૂછે કિમ મળસ્કે લોક, વંધ્યાપુત્ર પ િસહુ ફોક.૧૧૧૦ કર્મ ખરૂં જગમાંહિ જોઈ, કરમિં સુખીઓ દુખીઓ હોઇ; ૧૧૦૯ કરતા હરતા જે કહિવાય, તેહનિ શર્મ ઘણેરી થાય. ૧૧૧૧ શેખ કહે એ સાચી વાત, ધર્મ વશ્યો મુનિ સાતે ધાત; વાવ્યું બીજ ખેતર કરસણી, શેખ હુઓ સમકિતનો ધણી. ૧૩૦ ૧૧૦૮ ૧૧૧૨ શેખને સત્ય સમજાતાં તેણે હીરગુરુની પ્રશંસા કરી. પછી જ્યાં અકબર બેઠા છે ત્યાં શેખ એમને તેડી લાવ્યો. સં. ૧૬૩૯ જેઠ વદ ૧૩ને દિને હીરને બાદશાહનો ભેટો થયો. બાદશાહ હીરને નીરખીને મનમાં હરખ પામે છે. આ કોઈ પંચમ ભેદ પયગંબર જેવા છે. જાણે છઠ્ઠા કલ્પદ્રુમ ને ખુદાના પ્યારા સાચા ફકીર લાગે છે. તેમનો અવતાર ધન્ય છે. છત્રીસ ગુણયુક્ત ગચ્છપતિને જોઈને સુલતાન ખુશી થયા. બાદશાહ પ્રેમથી તેમની સુખશાતા પૂછે છે, અને મનથી ઇચ્છે છે. કહે છે કે સુખપૂર્વક તમે જાતે પધારી દર્શન આપ્યાં તેથી અમારી ઉપર તમે મેઘની જેમ ઉપકાર કર્યો છે. હે હીર, તમે સુખી રહો. જરાય દિલગીરી આણશો નહીં. અમે દુઆ લેનાર સેવક છીએ અને તમે પીર છો. હીરગુરુ કહે છે : અમને કોઈ વાતનું દુઃખ નથી. બધું સુખે ચાલે છે. તમારા રાજ્યમાં કોઈ ભય નથી. કોઈ પાલવ પણ ઝાલતું નથી. તમારું આમંત્રણ ગંધાર આવ્યું. તેથી અમે તમારા દરબારમાં આવ્યા છીએ. અકબર કહે છે, ‘તમે પગપાળા કેમ આવ્યા ? શું સાહિબખાન પાસેથી તમને ઘોડા મળ્યા નહીં ?' હીરે કહ્યું કે “ખાન તો હાથી, ઘોડા, રથ, પાલખી, માલ-મિલકત બધું જ આપતા હતા. પણ અમે ફકીર-સાધુ હોવાથી કાંઈ લીધું નહીં.” ત્યારે અકબર કહે છે કે આ મેં સારું ન કર્યું. તમને દુઃખ આપ્યું અને તમારાં ધ્યાન-બંદગી છોડાવ્યાં. પછી થાનસિંગને બાદશાહ કહે છે કે તેં મને પહેલાં આમનો આવો માર્ગ હોય છે એ કેમ કહ્યું નહીં ? તેં મોટો અનર્થ કર્યો. પછી બાદશાહ એંદીને કહે છે કે હીરગુરુને બોલાવવા કોણ ગયું હતું ? અને તેમને કઈ રીતે લાવવામાં આવ્યા ? એંદી સલામ કરીને કહે છે કે “આપના હુકમથી જમાલ અને કમાલ બન્ને ગયા હતા.” પછી તેમને તેડીને પૂછે છે કે “તમે હીરને કઈ રીતે લઈ આવ્યા ?” તેઓ કહે છે, “તેઓ પા. ૧૧૧૦.૧ શેષ ટિ. ૧૧૧૦.૧ સૂર = સૂરજ Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૩૧ ભિક્ષાવૃત્તિ કરે છે. પગે ચાલે છે. ધનસંપત્તિ કે સ્ત્રી રાખતા નથી. એક વાર ભોજન કરે છે. અને પાણી પણ સૂર્ય ઊગ્યે પીએ છે. પૃથ્વી જ એમની પથારી, આકાશ ઓઢવાનું, ને ચંદ્ર દીવો. એમના શત્રુ કોઈ નહીં. સર્વ જીવો એમના બંધુ.” ત્યારે પાદશાહ ખુશ થયો. તે હીરગુરુને પૂછે છે કે “તમારાં મોટાં તીર્થો ક્યાં છે તે અમને કહો.” “સોરઠમાં શત્રુંજય મોટું છે. જ્યાં ઋષભદેવ ચઢ્યા હતા તથા કોટી – અનંતા સાધુઓ મોક્ષે ગયા. બીજું તીર્થ ગિરનાર છે જેની સાત ટૂક છે. ત્યાં નેમિનાથ ચડ્યા ને મોક્ષે ગયા. ત્યાં ગજપદકુંડ અને ઘણાં મંદિરો છે. આબુ-અચલગઢ તીર્થ પણ સુંદર છે. વિમલ નામે એક વણિક હતો. તેણે હથિયાર ધરી બધા દેશ કબજે કર્યા. બાર રૂમ લીધા. એણે કેટલાય કોડ સોનું ખર્ચ્યુ જેનો કોઈ પાર જ નથી. વસ્તુપાળ અને ભીમદેવ (કે બળિયો વસ્તુપાળ ?) થયા જેમણે સારાં મંદિરો કરાવ્યાં. સમેતશિખર તીર્થમાં વીસ થંભ છે. કાશીમાં પાર્શ્વનાથ છે. અષ્ટાપદ તીર્થના પ્રાસાદમાં પરમાત્માનો વાસ છે.” ત્યારે પાદશાહ ખુશી થયો. પછી તે કહે છે, “આપ નજીક પધારો.” હીર કહે છે, “આ ગાલીચા ઉપર અમારાથી પગ મુકાય નહીં. જેના પર ગૃહસ્થો બેઠા હોય ત્યાં સાધુ બેસે નહીં. વળી આ (ગાલીચા)ની નીચે કોઈ જીવ પણ હોઈ શકે. આચારને રત્નની પેરે રાખવો જોઈએ. તે દુર્લભ છે.” પછી અકબર કહે, “એને ઊંચો કરો.” પછી પોતે જ માન મૂકીને ગાલીચો ઊંચો કરે છે. તો તેણે જાતે કીડીઓ જોઈ. પછી કહે છે, “ભાગ્યવંત જ્યાં જ્યાં જાય ત્યાં સવળું થાય. અને પુણ્યહીન નર જાય ત્યાં અવળું થાય.” કીડી જોઈ અકબર ખુશ થયો અને સાધુમાર્ગની પ્રશંસા કરી. હીરગુરુનો હાથ પકડી નજીક આણે છે. અને “આ સાચા હીરા છે” એમ પ્રશંસા કરે છે. “આ સમયમાં સાચા માર્ગ સાધુ રાખે છે – જાળવે છે.” બાદશાહ હીર સાથે વૃષભગતિએ ચાલે છે, જાણે ઈદ્ર અને બૃહસ્પતિ વાતે વળગ્યા હોય; અથવા તો કેશી ગુરુ અને પ્રદેશી રાજાની જોડી મળી હોય. જાણે સૂર્ય અને ચંદ્ર ભેગા મળ્યા હોય. તારાઓથી જેમ ચંદ્ર તેમ મુનિઓથી હીર શોભે છે. હાથણીઓથી જેમ ગજરાજ અને દેવોથી જેમ ઈદ્ર તેમ હીર એમના શિષ્યોથી શોભે છે. અકબર હીરનો હાથ હૃદયે મૂકે છે અને મહેલમાં તેડી જઈ કહે છે. “અહીં બેસો.” પુંજી-પ્રમાર્જીને હીર બેઠા. ત્યારે તે બન્ને સંપ્રતિરાય અને સુહસ્તિની જેમ લાગે છે. ધર્મકથા કરતાં લોચન વિકસિત થાય છે. અકબર પ્રેમથી ઈશ્વરની, ગુરુની અને ધર્મની વાતો પૂછે છે. | મેઘ વરસતો ન દીઠો હોય પણ નદીમાં પૂર જોવાથી ક્યાંક ખૂબ વરસાદ થયાનું નિશ્ચિત થાય છે. તેમ દુનિયામાં સંપન્ન માણસને જોઈને એણે ખૂબ ધર્મ કર્યો છે એવું મનમાં નિશ્ચિત થાય છે. જેમ વંધ્ય વૃક્ષ ફળતું નથી તેમ ધર્મ વિના સુખ નથી એમ હે દિલ્હીપતિ, નિશે જાણો. જે ધર્મ કરતા નથી તે અમૃત તજી વિષ વાપરે છે. પાપ કરી, કર્મ બાંધી માઠાં ફળ ભોગવે છે. જીવ જન્મ, જરા, મૃત્યુને પામે છે ને યમરાજ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત એને સપાટામાં લે છે તો પણ એવા જીવો ધર્મ કરતા નથી. દુહા). સમકિત પામ્યો શેખજી, હીર પ્રસંસ્યો ત્યાંહિ; કર ગ્રહી તેડી આવીઓ, અકબર બેઠો જ્યાંહિ. ૧૧૧૩ સંવત સોળસુ પરિ કહ્યો, વરષે ઉગણચ્યાલ; જેઠ વદિ તેરસિ દિને, ભેટ્યો નર ભૂપાળ. ૧૧૧૪ (ઢાળ ૪૫ – મનભમરાની દેશી) દેખી અકબર હીરનિ, મને હરખેજી; એ કોઈ પંચમ ભેદ, પેગંબર સરખેજી. ૧૧૧૫ છઠ્ઠા કલ્પદ્રુમ સહી, ખુદાકા પ્યારાજી; સાચા એહ ફકીર, ધન્ય અવતારાજી. ૧૧૧૬ છત્રીસ ગણધર ગછપતી, ધરી રૂપોજી; ખુસી થયો સુલતાન, દેખી સ્વરૂપોજી. ૧૧૧૭ પ્રેમિ પૂછે પાતશા, કુશલ હઈ તમકુંજી; ખુસી હો તુમ મન માહિ, નિવાજે હમકુંજી. ૧૧૧૮ સુખ ભરી પિડે આઈઆ, દીદાર દીનાજી; મેઘ પરિ ઉપગાર, હમકું કિનાજી. ૧૧૧૯ હીર સુખી તુમ હો ભલે, મત દલગીરોજી; હમ દુવાગિર મર્દ, તુમ હો પીરોજી. ૧૧૨૦ હીર કહિ દુખ નહિ ક, સુખે ચાલેજી; ભય નહિં રાજ તુમ માંહિ, પલ્લો નવિ ઝાલેજ. ૧૧૨૧ તમારા ભલા છે સેવડા, આવ્યા ગંધારિંજી; તેણે હું આવ્યો આંહિ, તુમ દરબારિજી. ૧૧૨૨ અકબર કહે ગુરુ હીરજી, ચલે ક્યું આએજી; ઘોડે સાહિબખાન કે, પાસે નહુ પાએજી. ૧૧૨૩ ગજ રથ ઘોડા પાલખી, ખાન દેવેજી; આપે મિલકત માલ, ફકીર ન લેવેજી. ૧૧૨૪ અકબર કહે ભલા નહિ, દુખ દીનાજી; છોડાયા બંદગી ધ્યાન, ખૂબ ન કીનાજી. ૧૧૨૫ પા. ૧૧૧૫.૨ પંચમ વેદ ૧૧૧૬.૧ છતા ૧૧૨૦.૨ મરીદ દોજાગરી ૧૧૨૧.૧ સુખેં તપ ચાલે ૧૧૨૨.૧ મેવડા ટિ. ૧૧૨૧.૨ પલ્લો = પાલવ Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૩૩ થાનસંગને કહે પાતશા, ઇનકો પંથો ; તે ન કહ્યા ક્યું મુઝ, કિઆ અનરથી બે. ૧૧૨૬ ઍદીકો કહે પાતશા, ગએ કુણ તિહાં બે; ક્યું કરિ લાએ બુલાએ, હીરકું ઈહાં બે. ૧૧૨૭ કરી તસલીમ મેંદી કહિ, હુકમ તુમ હોઇજી; મેંદી જમાલ કમાલ, ગએ થે દોઈજી. ૧૧૨૮ તેડી પૂછે તેહલું, કયું આએ બે; , કરતેહિ ગદાઈ, ચલતે પાએ બે. ૧૧૨૯ જોરૂ જર રાખે નહિ, એક બેર ખાણાજી; પાણી પીએ તબ હીર, જબ હોવે બાહણાજી. ૧૧૩૦ જ મહી ગગન ગોદડાં, ચંદ દીવોજી; દુશમન નહીં યાર, ભાઈ સબ જીવોજી. ૧૧૩૧ ખુસી થયો તબ પાતશા, પૂછું તમકુંજી; કુણ તીરથ તુમ સાર, ભાખો હમકુંજી. ૧૧૩૨ સોરઠમાં શેત્રંજ વડો, ઋષભ જિન ચઢીઆજી; - સિદ્ધા સાધુ કેઈ કોડી, મુગતે અડીઆજી. ૧૧૩૩ બીજો તીરથ ગિરનારિ તિહાં, ટુંક સાત; ચઢતા નેમિ નિણંદ, મુગતિ જાતજી. ૧૧૩૪ ગજપદકુંડ તિહાં અછે, બહુ દેહરાજી; આબૂ અચલગઢ આહિ, તીરથ ભલેરાજી. ૧૧૩૫ હૂઓ વિમલ એક વાણીઓ, ધરિ હથીઆરોજી; લીધા સઘળા દેશ, રૂમ ધ્યે બારોજી. ૧૧૩૬ બહુ કોડિ સોવન ખરચીલું, નહીં પારોજી; વસ્તુપાલ હવો ભીમ, ભુવન કરિ સારોજી. ૧૧૩૭ સમેતશિખર વિસ શૂભ છે, કાસી પાસોજી; અષ્ટાપદિ પ્રાસાદ, ખુદાનો વાસોજી. ૧૧૩૮ ખુસી થયો તવ પાતશા, ઓરે આઓજી; હીર કહિ ક્યું દીજીયે, ગલેચે પાઓજી. ૧૧૩૯ દુનીઆંદાર બેઠે અહિં, ફકીર ન બેઠેજી; કબી એક હોઈ જીવ, ઈનકિ હેઠજી. ૧૧૪૦ આચાર રત્ન પરિ રાખણા, દુલહા જેહો રે; અકબર કહે ઉઠાઓ, શતાબી એહો રે. ૧૧૪૧ પા. ૧૧૨૮.૨ મોંઅંદીઅ કમાલ ૧૧૩૪.૨ જીતીજી ૧૧૩૬.૨ રોમ ૧૧૪૧.૨ ઊંચા લે ટિ. ૧૧૨૯.૨ ગદાઈ = ભિક્ષાવૃત્તિ ૧૧૩૦.૧ જોરૂ, ર = સ્ત્રી, ધન ૧૧૩૦.૨ બાહણા =વહાણું Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત આપ ગલચો ઊંચો કરે, માન ટાલિજી; દીઠી કીડી તદાય, આર્ષિ નેહાલિજી. ૧૧૪૨ ભાએગવંત જ્યાંહાં જ્યાંહાં ગયા, હોઈ સવળોજી; પુણ્યહણ નર જાય, તિહાં હોઈ અવળોજી. ૧૧૪૩ કીડી દેખી ખુસી થયો, રાહ વખાણેજી; ઝાલી હીરનો હાથ, ઓહોરા આણેજી. ૧૧૪૪ પાતા તિહાં પ્રશંસતો, સાચા હીરા બે; ઈસ બેલા એક રાહ, રાખે ફકીરા બે. ૧૧૪૫ વૃષભગતિ ચાલી પાતશા, હીર સાથેજી; જાણે ઈદ્ર ગુરુદેવ, લાગા વાતેંજી. ૧૧૪૬ કેસી ગુરુ પરદેસી પરિ, મિલી જોડીજી; જાણું સૂર મયંક, દીસે ગુણ કોડીજી. ૧૧૪૭ હીર મુનીએ પરવર્યો, તારે જિમ ચંદોજી; કલભિ જેમ દીપંત, મોટો ગયંદોજી. ૧૧૪૮ ઈદ્ર ભજે અમરે કરી, હિર તિમ ચેલેજી; અકબર હિરનો હાથ, હિએ મહેલેજી. ૧૧૪૯ તેડી ગયો માંહે મોહોલમાં, કહે બેઠોજી; પુંજી પ્રમાજી જોય, હિર તે બેઠોજી. ૧૧૫૦ સંપ્રતિરાય સુહસ્તિ પરિ, દોઉ બેસેજી; કરતા ધર્મકથાય, લોચન વિકસેજી. ૧૧૫૧ અકબર પૂછે પ્રેમઢ્યું, ખુદાની બાતો રે, ગુરુ કૈસા કહો ધર્મ, એ અવદાતો રે. ૧૧૫ર મેઘ ન દીઠો વરસતો, દીઠો નઈ પૂરો રે; નિશ્ચિત હુઓ વરસાત, ક્યાંહિક ભૂરો રે. ૧૧૫૩ તિમ દુનીમિં દુનીઓ બહુ, જીઉં પાવેજી; પૂરવિ કર્યો છે ધર્મ, અરૂં મન ભાવેજી. ૧૧૫૪ વાંઝીઆ વૃક્ષનિ ફળ નહિં, મન આણોજી; સુખ નહિં ધર્મ વિનાય, દિલીપતિ જાણોજી. ૧૧૫૫ તજી અમૃત વિષ વાવરે, ન કરતા ધર્મોજી; ખાવા કાર્ય કરિ પાપ, બાંધિ કરામોજી. ૧૧૫૬ પા. ૧૧૪૩.૧ ભાએગદાર ૧૧૪૫.૨ બેલાઈ ૧૧૪૮.૨ કલર્બિ કરી જિમ ૧૧૪૯.૨ - હીઆમાંહિ લેઈ જી. ૧૧૫૧.૧ દોઉ જઈ બેસેજી ટિ. ૧૧૪૭.૨ સૂરમયંક = સૂર્ય અને ચંદ્ર ૧૧૪૮.૨ કલભિ = હાથીનું બચ્ચું Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૩૫ જન્મ જરા મરણ જ લહે, જમ લેઈ પાટેજી; તોહિ ન કરતા ધર્મ, ખાવા માટે જી. ૧૧૫૭ ખાવા થકી ધર્મ થતો નથી. ગુરનાં ચરણ સેવે નહીં, આત્માને ઓળખે નહીં તે આત્માનું સુખ કરી શકે નહીં. જો ઈશ્વરની વાત પામે તો આત્મા સુખી થાય. એ ઈશ્વર અકળ, અવર્ણ, અભેદ છે. એને હાથ-પગ-માથું નથી. ઈશ્વરને જન્મ, જરા, મરણ નથી. ઈશ્વરના ૩૧ ગુણ છે. તે પાંચ વર્ણ અને બે ગંધથી અલિપ્ત છે. એણે પાંચ રસ, આઠ સ્પર્શ અને ત્રણ વેદને પ્રેમથી સજ્યા છે. વળી તેને શરીર નથી કે રૂપ નથી, એનો સંગ થતો નથી. એ આ સંસારમાં પેદા થતો નથી અને પાંચે સંસ્થાનથી રહિત છે. આમ જેમને નિર્મળ જ્ઞાન છે એવા સિદ્ધના ૩૧ ગુણોને હું સ્મરું છું. વળી એમને અનંતું સુખ હોય છે, રોગ, શોક કે ભયનું દુઃખ હોતું નથી. મુક્તિશિલામાં નિરંતર સુખ અનુભવે છે. એ સિદ્ધશિલા ૪૫ લાખ યોજનપ્રમાણવાળી લાંબી અને ચંદ્રના આકારની છે. મુક્તિશિલા યોજનાના ચોવીશમા ભાગની ઊંચાઈની હોય છે. અનંત દર્શન, બળ અને વીર્યથી યુક્ત એવા નીરાગી પરમાત્મા ત્યાં રહે છે. દુહા) ધર્મ ન થાય ખાવા વતી, સેવે ન ગુરુનાં ચરણ; આપ ધણી નવિ ઓલખ્યો, નહિં આતમસુખકરણ. ૧૧૫૮ સુખી હોય તબ આતમા, લહે ખુદાની વાત; અકળ અવરણ અભેદ છે, નહિ પગ મસ્તગ હાથ. ૧૧૫૯ (ઢાળ ૪૬ - પદમરાય વિત એ દેશી). જન્મ જરા ને મરણ નહિ ખુદા તણિ રે, ખુદાના ગુણ એકત્રીસ; પંચ વરણથી ખુદા રહ્યો જગિ વેગળો રે, દોએ ગંધ નહિ ઈસ. સુણીએ પાતશા રે. ૧૧૬૦ પાંચ રસ જેણે પ્રેમ કરીને પરિહર્યા રે, આઠ ફરસ ત્રિસ્ય વેદ; શરીર રૂપ નહિ કોએ ખુદા તણે રે, કરવો સંગ ન ખેદ, સુણી. ૧૧૬૧ ઉપજિ નહિ એ સાંઈ કદા સંસારમાં રે, નહિ પંચે સંસ્થાન; ગુણ એકત્રીસ એ સમરું ભવિ સિદ્ધનારે, જેહને નિરમલ ગ્યાના સુણી. ૧૧૬૨ સુખ અનંતે રોગ સોગ ભય દુખ નહિ રે, મુગતિશિલા સુખસાર; યોજન લાખ પિસ્તાલીસ પોહોલી લંબપણેરે, ચંદતણે આકાર. સુણી. ૧૧૬૩ મુગતિશિલા ઉપર ઉચું જે જિન કહિ રે, યોજન ચોવીસમો ભાગ; અનંત દરસણ બળ ને વીરસ્યું વળીરે; ત્યાંહાં રહે ખુદા નિરાગ. સુણી. ૧૧૬૪ પા. ૧૧૫૯.૨ અચરણ ૧૧૬૨.૨ સમરું નીત્યું ટિ, ૧૧૬૧.૧ ફરસ = સ્પર્શ ૧૧૬૪.૨ વીરજ = વીર્ય Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત આ પ્રમાણે ખુદાનું સ્વરૂપ કહ્યું. હવે જેઓ નિગ્રંથ કહેવાયા છે અને ૩૬ ગુણોથી યુક્ત છે અને મુક્તિમાર્ગને સાધી રહ્યા છે તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે : જે મુનિ મુક્તિમાર્ગ સાધે છે તે પોતાની જીભને વશમાં રાખે છે, મીઠું-મધુરું ભોજન વાપરતા નથી, અસત્ય વચન કદી બોલતા નથી. તેઓ ૨૨ પરીષહ સહન કરે છે, તપ કરવામાં શૂરા છે, દુર્ગંધ હોય તો ઘ્રાણેન્દ્રિયને વશમાં રાખે ને સુગંધ હોય તો હરખાય નહીં. આમ કરતાં કર્મ બંધાય નહીં. લોચનને સ્થિર રાખીને નારીનું રૂપ નીરખે નહીં, અશુભ પદાર્થ જોઈને વિચારે કે આપણે શા માટે ખેદ કરવો જોઈએ. બીજાને મુખે નિંદા સાંભળે તોપણ ચોથું ધ્યાન – રૌદ્ર ધ્યાન રાખે, અને જો કાને પ્રશંસાનાં વચનો પડે તો કાનને બંધ રાખે. જેમની સ્પર્શેન્દ્રિય કાયા વશમાં છે તેમને શું ચંદન કે શું માટી ? શરીર ઉપર સાલૂ, પગરખુ કે ઓઢણ ધરે નહીં તેમજ લગારે રાગદ્વેષ રાખે નહીં. બ્રહ્મચર્યની નવ વાડ ધારણ કરે, સ્ત્રીસંસર્ગ ટાળે. તે નવ વાડ આ પ્રમાણે : ૧. સ્ત્રી-નપુંસકથી મુનિ અળગા રહે, ૨. સ્ત્રીકથા ન કરે. ૩. સ્ત્રી જે આસને બેઠી હોય ત્યાં બે ઘડી બેસે નહીં. ૪. નારીરૂપને ચિંતવે નહીં, ૫. નરનારી વિષયસેવન કરતા હોય ત્યાંથી અળગા રહે, ૬. પૂર્વેના ભોગ સંભારે નહીં, ૭. અલ્પ વિગય જ લે. ૮. અતિમાત્રાએ આહાર કરે નહીં, ૯. સારા શણગાર કરે નહીં. ૧૩૬ ક્રોધ, માન, માયા, લોભ – એ ચારેને ટકવા ન દે, પંચમહાવ્રત પાળે, જીવહિંસા ન કરે, મુખેથી સાચું બોલીને બીજું વ્રત ઉત્સાહથી પાળે, અન્યને નહીં આપેલું સ્હેજ પણ લે નહીં, એ ત્રીજું વ્રત પાળે, મન-વચન-કાયાથી કામનું સેવન ન કરીને શિયળવ્રત – ચોથું વ્રત રાખે, પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતમાં સર્વ વસ્તુઓ ત્યજે. વળી, મુનિ જ્ઞાનાચારની આરાધના કરે, પોથી આદિને પગ લગાડે નહીં, દેવગુરુધર્મમાં નિશ્વલ શ્રદ્ધા રાખવાપૂર્વક દર્શનાચારને પાળે, ચારિત્રનો પંથ આદરે (ચારિત્રાચાર), તથા બાર ભેદે તપ કરે (તપાચાર), અને વીર્યાચારની પણ આરાધના કરે. આમ ધર્મકાર્યમાં બળ રાખે. (દુહા) ખુદા સોય ઐસા કહ્યા, ગુરુ ભાખ્યા નિગ્રંથ; ગુણ છત્રીસ અંગિ ધરિ, સાäિ મુગતિ જ પંથ. ૧૧૬૫ (ઢાળ ૪૭ ગુરુગીતારથ મારગ જોતા એ દેશી) મુગતિપંથ સાધે મુનિ મોટા, નિજ રસના વિસ રાખે; મીઠું મધુરું નિહૈં નવિ ખાએ, = - અસત્ય વચન નવિ ભાખે હો. ઋષિજી ગુણ છત્રીસે પૂરા. પરિસહ બાવિશ જે મુનિ ખમતા, તપ તપવાને શૂરા હો. ૠિષ. ૧૧૬૬ ટિ. ૧૧૬૬.૨ પરિસહ = કર્મની નિર્જરા અર્થે સ્વેચ્છાથી ભોગવવાનાં કષ્ટો. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૩૭ ઘાણેદ્રી વસિ રાખે મુનિવર, જો દુરગંધ ગંધાઈ; શુભ પરિમલ લેતાં નવિ હરખિ, નવિ તિહાં કર્મ બંધાઈ હો. ૧૧૬૭ નારીરૂપ નિરખે નવ કહીએ, લોચન રાખિ ઠામે; અશુભ પદારથ દેખી ચિંતે, ખેદ કરે કુણ કામે હો. ઋષિ. ૧૧૬૮ નિંદ્યા આપ સુણે પરમુખથી, તોહિ ચોથું ધ્યાન; કિરતિવચન પડીઆં જો શ્રવણે, વારી રાખે કાન હો. ઋષિ. ૧૧૬૯ ફરસેંદ્રી કાયા વસિ જેહની, કુણ ચંદન કુણ છાર; સાલુ ખાસર ઓઢણ ન ધરે, રાગ ન કેશ લગાર હો. ઋષિ. ૧૧૭૦ બ્રહ્મવ્રત નવ વાગે ધરતો, સ્ત્રીનો સંસર્ગ ટાળે; પશુ પંડગથી વહે મુનિ અળઘો, પહિલી વાડિ ઈમ પાળે હો. ઋષિ. ૧૧૭૧ સ્ત્રીની વાત ન કરતો કહીએ, બીજી વાડિ ઈમ પાળે; ત્રીજી વાડિ સ્ત્રી બેઠી જ્યાંહિ, બે ઘડી થાનિક ટાળે હો. ઋષિ. ૧૧૭૨ નારી રૂપ ન ચિંતે કહીએ, ચોથી વાડિ એમ કહેતો; પાંચમી નરનારીની સેવા, તિહાંથી અળગો રહિતો હો. ઋ. ૧૧૭૩ પૂર્વ ભોગ ન સંભારે મુનિવર, છઠ્ઠી વાડિ એ લહીએ; અલ્પ વિગય લેતો ઋષિરાજા, વાડિએ સાતમી કહીએ તો. . ૧૧૭૪ ચાંપી આહાર કરે નહિ ઝાઝો, વાડિ આઠમી રાખે; સારો કાંઈ શિણગાર ન કરતો, નુંમી વાડિ જિન ભાખે હો. . ૧૧૭૫ | (ચોપાઈ). ક્રોધ માન માયા ને લોભ, એ આરિને ન દીએ થોભ; પંચ મહાવ્રત પાળિ સહીં, જીવહિંસા તે ન કરે કહિ. ૧૧૭૬ ત્રીજું વ્રત પાળે ગહગહી, મુખિથી સાચું બોલે સહી; અણી દીધું નવિ લેતો રતી, ત્રીજું વ્રત એ પાળે યતી. ૧૧૭૭ શીયલવ્રત રાખે અભિરામ, ત્રિક યોગે નવિ સેવે કામ; પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ, સકલ વસ્તુ છેડે મુનિ જાણ. ૧૧૭૮ જ્ઞાનાચાર આરાધે અહિં, પોથી પાએ લગાવે નહિં; '. ધરે શુદ્ધ દરસણ આચાર, દેવગુરુ ધર્મમાં નહિ અવિચાર. ૧૧૭૯ ચારિત્ર પંથ ચોથું આદરે, બારે ભેદે ત્રષિ તપ કરે; વીર્યાચારનો એહ વિચાર, ધર્મકાર્ય બળ કરે અપાર. ૧૧૮૦ પા. ૧૧૭૦.૨ સાલૂ ખાસ તે ઓઢિઉં ૧૧૭૧.૨ રહે ૧૧૭૩.૧ નરખે (ચિંતે'ને બદલે) ૧૧૭૩.૨ શય્યા ૧૧૭૮.૧ અન્ય કહીને ન સેવા) ૧૧૭૯.૨ શુદ્ધ મન દરિસણ આર ૧૧૮૦.૧ ચોખું ટિ. ૧૧૭૦.૨ ખાસર = ખાસડું, પગરખું ૧૧૭૪.૨ વિગળ = વિકારજનક ઘી વગેરે ખાદ્ય પદાર્થ ૧૧૭૯.૧ પાએ = પગે Page #173 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત એ પાંચ આચારને પાળતો મુનિ પાંચ સમિતિનું પાલન કરે. ૧. ઇર્યાસમિતિ – રસ્તામાં જીવહિંસા ન થાય તે રીતે ચાલે. ૨. ભાષાસમિતિ – યુક્તિપૂર્વક બોલે, જેનાથી પાપ નહીં પણ પુણ્ય ઘણું થાય. ૩. એષણાસમિતિ બેંતાલીસ દોષ રહિત આહાર-ગોચરી કરે. બંધ બારણું ઠેલે નહીં, નીચાણવાળા કે અંધારા ઘરમાં ન જાય, બીજ-પુષ્પ-ફલ હોય અથવા તાજું લીંપણ હોય તે ઘે૨ ન જાય, જ્યાં શંકા હોય ત્યાં ન નીકળે, બકરી, કૂતરો, બાળક કે નાનું વાછરડું હોય એને ઓળંગે નહીં, આશક થઈને અને સ્થિર નજરે ગૃહસ્થના ઘરને જુએ નહીં, ઉતાવળો ઘરમાં પ્રવેશે નહીં, બહુ આઘો ન જાય, બારણા પાસે જ ઊભો રહે, જે સ્ત્રી સૂતી હોય, ખાતી હોય, દળતી હોય કે કાતરતી-સમારતી હોય તેના હાથનું સાધુ વહોરે નહીં, મુનિને માટે ઘડાથી પાણી ખેંચે કે ચમચો ધોઈને વહોરાવે તો ન લે, વળી જ્યાં થોડું પાણી હોય, લૂણ લાગેલું હોય, અથવા વાસણમાં શાક સમાર્યું હોય ત્યાંથી સાધુ ન વહોરે, અણખરડેલા પાત્રથી જ લે, પહેલાં ખરડાયેલું હોય તો ત્યાંથી લે, આ બે જણાનું વહોરે છે એમ સમજતી હોય તો વહોરે, એવું ન સમજતાં અનર્થ થાય, ગર્ભવતીનું અત્ર મુનિ વહોરે નહીં, જેને પૂરા મહિના હોય તેના હાથે પણ ન વહોરે, જો તેવી સ્ત્રી બેઠી હોય તો તેના હાથે વહોરે, સ્ત્રી બાળકને ધવરાવતી હોય તો ન વહોરે, વાસણ ઉઘાડું હોય તો મુનિ ન વહોરે, દાન નિમિત્તે આપે તો ન વહોરે, પુણ્ય નિમિત્તનું અત્ર જે મુનિ વહોરે તેને અગ્નિ સરખો કહ્યો છે. જો દોષવાળો આહાર લે તો તેનાથી પાપકર્મ બંધાય અને સંયમ સીદાય, જો નિર્દોષ આહાર લે તો તે સંસાર તરી જાય. ફૂલેલી વસ્તુ ન લે, બળતું હોય અથવા ઇંધણું તાણીને વહોરાવે તો ન લે, ઊંચા સીકામાંથી નીચો માણસ બાજઠ પર ચડીને વસ્તુ લાવે તો ન લે, ઝાઝા ઠળિયા કે કાંટા હોય, ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું વધારે હોય એવું ન લે, ‘નિસિહિ' કહેતો ઉપાશ્રયમાં પ્રવેશ કરે, શુદ્ધ ભૂમિ ડિલેહે, ગુરુમહારાજની પાસે ગોચરી આલોવે, ઇરીઆવહી કરી સજ્ઝાય કરે, વાપરતી વખતે બાળ-વૃદ્ધ-ગ્લાન એવા બીજા તપસ્વીને આપીને પછી પોતે લે, રસ વિનાના, ખરાબ રસના કે સ્વાદુ આહારને વખાણે પણ નહીં. વખોડે પણ નહીં, છાંડે નહીં, ભિક્ષાકાળમાં વહોરવા જાય તો આહાર મળે, અકાળે જાય તો દોષ થાય, કદાચ આહાર ન મળે તો તે નગરની નિંદા ન કરે, અને ન મળે તો મનમાં દુઃખ ન લગાડે પણ વિચારે કે આ નિમિત્તે સહેજે તપ થઈ ગયો. સારું થયું. “અનવ્યે તપતો વૃદ્ધિ: નવ્યે વેહસ્ય ધારામ્.' પક્ષીઓ જ્યાં ચણ ચણતાં હોય ત્યાં સાધુ જાય નહીં, કોઈને દ્વારે બેસે નહીં, વાતો ન કરે, કોઈને વળગીને રહે નહીં એટલે કે આસક્તિ ન રાખે, કોઈ ભિક્ષુક ભીખ માગતો હોય તો ત્યાંથી સાધુ પાછો વળે. મોટા ઘરે (એટલે જ્યાં જમણવાર જેવું હોય ત્યાં) મુનિ ન જાય, વિનવણી ન કરે, મૂર્છા પણ ન કરે, સાધુ મુધાદાયીપણે આહાર લે અને શ્રાવક મુધાજીવીપણે આહાર આપે એ બન્ને સદ્ગતિ પામે. ઉપર જણાવી તે એષણા સમિતિ છે. ૪. આદાનનિક્ષેપણા સમિતિ. – કોઈપણ વસ્તુ લેવાની કે મૂકવાની હોય તો પૂંજી-પ્રમાર્જીને લે અને મૂકે. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ – તે કોઈપણ વસ્તુ સ્થંડિલ, માનું વગેરે જમીન ૫૨ પરઠવવાની હોય તો તે વિધિપૂર્વક પરઠવે. ૧૩૮ - Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૩૯ આ રીતે મુનિ પાંચ સમિતિને પાળે તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત હોય. જેમનું મન નિર્મળ હોય, તે બીજાનું દુઃખ કદી ઈચ્છે નહીં. વળી વચનને તથા કાયાને તે ગોપવે. આવા સાધુના મનમાં સંયમરમણી વસી હોય છે. (ઢાળ ૪૮ - એણી પરિ રાજ્ય કરતાં રે – એ દેશી) એ પંચે આચાર રે, મુનિવર પાલતો; પંચ સુમતિ ઋષિ રાખતો એ. ૧૧૮૧ ઇર્યાચાર અપાર રે, ચૂકે નહિ યતી; - જીવ જોઈ પંથે વહે એ. ૧૧૮૨ ભાષા સુમતિ અપાર રે, બોલે યુક્તિસ્યું; પાપ નહિ પુણ્ય હુએ ઘણું એ. ૧૧૮૩ સુમતિ એખણા એહ રે, શુદ્ધી ગોચરી; દોષ રહિત અહાર જ લીએ એ. ૧૧૮૪ દીધું બાર મ ટેલિ રે, નીચે ઘર નહિં; અંધારું ઘર વરજે એ. ૧૧૮૫ બીજ પુષ્પ ફલ લીપ્યું રે, તેણિ ઘરે નવિ જઈએ; શંકા સહિત ન નિકલિ એ. ૧૧૮૬ છાળી સ્વાન ને બાલ રે, નાહનો વાછડો; ઉલંઘે ઠેલે નહિ એ. ૧૧૮૭ આસક થઈ મમ જોય રે, મંદિર ગૃહી તણું; - તારી આંખ ન જોઈએ એ. ૧ કપ ન જોઈએ એ. ૧૧૮૮ ઉતાવળો મમ પેસિ રે; આઘો મમ જે; - બાર્ગે જઈ ઊભો રહે એ. ૧૧૮૯ સૂતા ખાતે જેહ રે, દળતી મોલતી; તેનું સાધ ન વહિરીઈ એ. ૧૧૯૦ તાણે કલસીઓ નીર રે, મુનિ હેતે કરી; - ચાટુ ધોઈએ નવિ લીએ એ. ૧૧૯૧ વળી થોડું જળ જ્યાંહિ રે, લૂણ લાગું વળી; શાક મોળ્યું જિણે પાતરે એ. ૧૧૯૨ પા. ૧૧૮૩.૧ મુખિ તરૂં ૧૧૮૯.૨ રહિએ ટિ. ૧૧૮૧.૧ પંચ આચાર = સાધુના પાંચ પ્રકારના આચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. ૧૧૮૧.૨ પંચ સુમતિ = પાંચ સમિતિ (૧) ઈર્યા (૨) ભાષા (૩) એષણા (૪) આદાનભંડમત્તનિખેવણા (૫) પારિષ્ઠાપનિકા સમિતિ. ૧૧૮૫.૨ વરજજે = ત્યજે ૧૧૮૭.૧ છાળી = બકરી Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૧૯૪ તિણે નવિ લેવું સાધ રે, અણખરડે નહીં; પૂરવ ખરડ્યું તિણે લિયે એ. ૧૧૯૩ દોય જણાનું જેહ રે, સમજે તો લીએ; અણસમજ્ય અનરથ કરે એ. ગર્ભવતીનું અન્ન રે, મુનિવર નવિ લીએ; પૂરે માસે ન વિહિરતો એ. ૧૧૯૫ બેઠી આપે આહાર રે, તો વહિરે સહી; બાળ ધવારે તબ નહિ એ. ૧૧૯ ઉઘાડી હાંડી દેય રે, તો ઋષિ નવિ લીએ; દાન અર્થે તે નવિ લીએ એ. ૧૧૯૭ પુણ્ય નિમિત્તનું અન્ન રે, જે મુનિ વહિરતો; અગ્નિ સરીખો તે સહીએ. ૧૧૯૮ પાપ કર્મ બંધાય રે, સંયમ સીદાએ; લે નિર્દોષ તે ઋષિ તરે એ. ૧૧૯૯ નવિ ત્યે ફૂલી વસ્ત રે, બલતે નવિ લીએ; તાણે ઇંધણું તવ નહીં એ. (૧૨ સીકું ઊંચું હોય રે, નીચો નર લીએ, બાજઠ માંડ્યું નવિ ગ્રહિ એ. ૧૨૦૧ ઝાઝા કળીઆ જ્યાંહિ રે, કાંટા બહુ વળી; ખાવું તુચ્છ બહુ નાંખવું એ. ૧૨૦૨ નિસિહી કહિતો પેસિ રે, થાંડિલ પડિલેવું; ગુરુ કને ગોચરી આલોઇએ એ. ૧૨૦૩ ઇરીઆવી આખેય રે, કરતો સઝાય; દેઈ કોઈને પોતે લીએ એ. ૧૨૦૪ અરસ વિરસ શુભ આહાર રે, સ્તવે નવિ નિંદતો; છડિ નહિ મુની તે વળીએ. ૧૨૦૫ લીએ એકદા આહાર રે, ન સરિ તો કરે; કાલિ જાઈને તે વળે એ. ૧૨૦૬ અકાલિ હોઈ દોષરે, ભમતાં નવિ મળે; નિંદ્યા કરવી ન નગરની એ. ૧૨૦૦ પા. ૧૨૦૨.૧ કાઢી બહુ ટિ. ૧૧૯૫.૨ વિહિરતો = વહોરતો ૧૧૯૬.૨ ધવારે = પયપાન કરાવે ૧૨૦૩.૧ થંડિલ = શુદ્ધ ભૂમિ Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૪૧ ન મળ્યું નહિ શોચાય રે, સહિજિ તપ થયો; અઢું સંભવે ઋષિ વડો એ. ૧૨૦૮ ચુણ કરતા જહાં જીવ રે, તિહાં નવિ ઋષિ જઈએ; કોઈને બારિ ન બેસીએ એ. ૧૨૦૯ કથા ન કહિએ ક્યાંહિ રે, વળગી નવિ રહીએ; ભખતાં ભીક્ષુક મુનિ વળે એ. ૧૨૧૦ મોટે ઘરિ નવી જાય રે, મીનત નવિ કરે; મૂછ ન કરે મુનિવર એ. ૧૨૧૧ મુધા દાઈ ત્યે આહાર રે, મુધા જીવી દીએ; દોઈ પુરુષ સદગતિ કરે એ. ૧૨૧૨ સુમતિ એખણા એહ રે, આદાનનિક્ષેપણા; મુંકે પુંજી ને લીએ એ. ૧૨૧૩ પરિણપનિકાય રે, વિધિસ્તું પરઠવે; પંચ સુમતિ ઇમ પાળતો એ. ૧૨૧૪ ત્રિણ્ય ગુપતિ નિરધાર રે, દિલ જસ નિરમળું; દુખ નવિ વંછે પર તણું એ. ૧૨૧૫ વચન ગોપવે આપ રે, કાય ગુપતિ તસી; સંયમરમણી મનિ વસી એ. ૧૨૧૬ આમ જે સાધુ સંયમરમણી સાથે રમે અને ૩૬ ગુણયુક્ત હોય તે પોતે તરે ને જગને તારે. તે શુદ્ધ ફકીર છે. એવા મસ્તફકીર ગુરુ દયારૂપી ધર્મને ધારણ કરે છે, જેમનામાં હિંસા, જૂઠ કે ચોરીકર્મ હોતાં નથી. * નારીભોગ, પરિગ્રહ અને રાત્રિભોજનનો જેમાં ત્યાગ છે, જ્યાં યંત્ર, મંત્ર, તંત્ર કે મૂળ, ફરસી કે ત્રિશૂળ કાંઈ ધારણ કરાતું નથી, વળી જેમાં મદિરા, માંસ, મધુ, માખણ, અફીણની ગોળી ત્યાજ્ય છે, જ્યાં મુનિ કંદમૂળ ખાતા નથી, રાત્રે ચાલતા નથી, જે ગાળ ખમી લે છે ને માર પડે તો પણ શરીરને ફેરવી લેતા નથી, જે સર્વ જીવોના ગુણને જ જુએ છે, જે વનક્રીડા જેવું પાપકર્મ કરતા નથી. એવો આ ધર્મ પરમાત્માએ કહ્યો છે. આ સાંભળી અકબર પૂછે છે કે “તમે દર્શાવ્યો તે ધર્મ તમે કરો છો ?” હીરગુરુએ કહ્યું, “એવો ધર્મ પૂરેપૂરો તો ક્યાંથી કરી શકાય ? થોડો ઘણો કરીએ છીએ.” પા. ૧૨૧૦.૨ ભિક્ષુક દેખી ૧૨૧૨.૧ મુધા દાયી ઘે આહાર મુધા જીવી લીએ ટિ. ૧૨૧૩.૧ સુમતિ એખણા = પાંચ સમિતિમાંની એષણા સમિતિ ૧૨૧૪.૧ પરિણાપનિકાય = પાંચ સમિતિમાંની પરિષ્ઠાપનિકા સમિતિ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત (દુહા) સંયમરમણીયું ૨મે, ગુણ છત્રીસે એહ; જગનિં તારે ને તરે, શુદ્ધ ફકીર જ તેહ. ૧૨૧૭ ગુરુ એહવો મસ્તગિં ધરે, દયારૂપ ધરુિં ધર્મ; હિંસા જૂઠું જિહાં નહિં, નહિં જિહાં ચોરી કર્મ. ૧૨૧૮ (ચોપાઈ) નારીભોગ વરજ્યો છે તહિં, પરિગ્રહ નિશિભોજન તે નહિં; ૧૨૨૦ યંત્ર મંત્ર તંત્ર ને મૂળ, ન ધરે ફરસી નહિં ત્રિશૂળ. ૧૨૧૯ મદિરા માંસ મધુ માંખણ જેહ, ગોળી અમલ ન ખાવું તેહ; કંદમૂળ કહીએ નિવ ખાય, રાતિ ઋષિ નવિ ચાલ્યો જાય. ખમે ગાળ ફેરી વિ દેહ, સકળ જંતુ ગુણ દેખી લે; વનક્રીડા નહિં પાતિગ કર્મ, અસ્યા ખુદાએ ભાખ્યા ધર્મ. સુણી વાત અકબર પૂછેહ, ઇસ્યા રાહ તુમ આપ કરે; હીર કહે પૂરા કહાં હોત, થોડા એક કીજે નહિં બોહોત. ૧૨૨૧ ૧૨૨૨ આ વચન સાંભળી અકબર હસ્યો ને મનમાં ખુશ થયો. દિલ્હીપતિએ હીરની પ્રશંસા કરતાં કહ્યું, “હે ગુરુમહારાજ, તમે સાંભળો. તમે સકલ શાસ્ત્રના સાગર છો. તો મને એક ઉપાય બતાવો. મીન રાશિમાં મને શનિશ્ચરની દશા બેઠી છે. એનાથી હું ઘણો ડરું છું. ગુર્જર દેશને જ્યારે એ દશા લાગી ત્યારે મહંમદ મૃત્યુ પામ્યો. હુમાયુનું મોત પણ મોટી પનોતીમાં થયું. દુર્જન માણસની માફક આ દશા માણસનું ખરાબ કરે છે એમ જગમાં કહેવાય છે. તો આ શનિશ્વરની મોત-પનોતી અમારાથી ભાગી જાય – દૂર રહે એવું કાંઈક હે ગુરુ, તમે કરો.” ત્યારે હીમુનિએ આ પ્રકારે કહ્યું, “ખહેર-મહેર (ભલાઈ) ખૂબ કરો. તેનાથી તમારું ભલું થશે. મનમાં ડર રાખવો નહીં.” જ્યારે અકબર ફરીફરી એ જ વાત કરે છે અને કોઈ મંત્રની ઇચ્છા રાખે છે ત્યારે હીરગુરુ કહે છે, “ખહેર-મહેર કરવી એ જ આનો મંત્ર છે.” બાદશાહે પછી શેખને બોલાવ્યો ને ભાટની જેમ હીરની ઘણી પ્રશંસા કરી. આ સાધુએ સાચી ફકીરી ધારણ કરી છે. મેં ઘણાં દર્શનો જોયાં છે પણ આવું તો એકે જોયું નથી. જેમ હરણના જૂથમાં સિંહ મળે નહીં તેમ હીરસૂરિ જેવા કોઈ મળ્યા નથી. મેં એમની પાસે મંત્ર માંગ્યો પણ એમણે પોતાનો માર્ગ લોપ્યો નહીં. મનમાં કોઈ લાલચ-ઇચ્છા રાખ્યાં નહીં. એમના જ ધર્મશાસનને વળગી રહ્યા. જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, જળમાં ગંગાજળ, સમુદ્રોમાં ક્ષીરસમુદ્ર ઉત્તમ તેમ મુનિઓમાં હીરગુરુ. બ્રહ્મા ચાર મુખે, ઈશ્વર પાંચ મુખે અને કાર્તિકેય છ મુખે એમના ગુણગાન કરે તો પણ પૂરાં ન થાય. જેને હજાર મુખ છે તે શેષનાગ પણ મસ્તક ધુણાવીને કહે છે કે તમારી સ્તુતિ કરતાં તો થાકી જવાય પણ પાર ન પમાય. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૪૩ આ રીતે પ્રશંસા કરીને બાદશાહ પૂછે છે, “તમારા શિષ્યો કેટલા છે ?” હીર કહે, “હે બાદશાહ, મારે કેટલાય શિષ્ય છે.” બાદશાહ કહે છે, “મેં સાંભળ્યું છે કે વિદ્યા, રૂપ, ગુણ અને આચારમાં પૂરા એવા બેહજાર શિષ્યો આપના છે.” બાદશાહ પુનઃ પ્રેમથી પૂછે છે, “આપના ખાસ શિષ્ય કોણ છે ?” ત્યારે જે મુખ્ય શિષ્ય હતા તે વિમલહર્ષ વગેરે કહે છે, “અમે બધા તેઓના શિષ્યો છીએ. અને તેઓ અમારા ગુરુ છે. એમની કૃપાથી અમે સિંધુની આગળ બિંદુ જેટલું ભણ્યા છીએ.” પછી બાદશાહ તેઓનાં નામ પૂછે છે ત્યારે વિમલહર્ષ, સિંહવિમલ, ધર્મશી ઋષિ, ગુણસાગરે પોતાનાં નામ કહ્યાં. પછી બાદશાહે હીરસૂરિના ગુરુનું નામ પૂછતાં વિજયદાનસૂરિનું નામ કહેવામાં આવ્યું. મહારાજે કહ્યું કે જેમ કેટલાકનું ઉમરખાન અને કેટલાકનું બેગ ખિતાબવાળું નામ હોય છે તેમ આ છે. ત્યારે દિલ્હીપતિ ખુશ થયો અને કહ્યું કે તમારે જોઈએ તે માગી લો. દેશ, નગર, હાથી, ઘોડા, ધન – જે જોઈએ તે આપું. હર કહે છે અમે કશું જ માગીએ નહીં, પાસે કોડી પણ રાખીએ નહીં. અમે સાધુઓ ખુદાના બંદા છીએ. મિલકત અને સ્ત્રી અમે છોડ્યાં છે. (દુહા) એણે વચને અકબર હસ્યો, ખુસી થયો મન માંહિ; - હીર પ્રશંસી બોલીઓ, દિલીપતીનર ત્યાંહિ. ૧૨૨૩ (ઢાળ ૪૯ - નાચતી જિનગુણ ગાય મંદોવરી - રાગ ગોડી) તવ દિલીપતિ એણી પરિ બોલ્યો, સુણો તુહ્મ ગુરુ મુનિરાઈ; સકળ શાસ્ત્ર તણો તું દરીઓ, ભાખો એક ઉપાઈ રે. તવ. ૧૨૨૪ મીન શનીસરી મુજકું લગ્ગી, ઉનસે ડરું અપાર; જવ તે ગુજ્જર દેસે લાગી, મુઓ મહંમદ તેણી વાર રે. તવ.૧૨૨૫ હુમાઉકુંથી બડી પનોતી, મહોત ઉનુંકા થાવે; | દુરજન જન ક્યું કરે બુરાઈ, હું એ જગમિ કહાવે. તવ. ૧૨૨૬ તે શનિસર મુનિ રાસિ આવે છે, બડી પનોતી લાગે; તુલ્બ કછુબાત કહો ગુરુ અઈસી, હમથી પાછી ભાગે રે. તવ. ૧૨૨૭ હરમુનિ તવ એણી પરિ બોલે, ખહિર મહિર બહુ કીજે; ભલા હુઈગા તુમકું ઉસથી, દિલમેં નહુ ડરીજે રે. તવ. ૧૨૨૮ ફરી ફરી બાત કહિ અકબરશા, કછુ મંત્ર કહો ઈનકા; હીર કહિ ખહિર મહિર કરી, એહી મંત્ર હૈ તિનકા. તવ. ૧૨૨૯ પાતાશાઈ પછે શેખ બોલાવ્યો, કરતિ હરની કરતો; ભાટપરિ અતિ ઘણું જ વખાણે, સાચ ફકીરી ધરતો રે. તવ. ૧૨૩૦ ટિ. ૧૨૨૬.૧ હુમાઉ = હુમાયુ ૧૨૨૮.૧ ખહિર મહિર = દાન-કૃપા Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત દરસણ બોત ઘણે મિ દેખ્યા, કોઈ ન દેખ્યો અહેસા; જ્યુ મૃગકુલમ્હાં સહ ન પાઉં, હું કોઉ નહિં હીર જઈસા રે.૧૨૩૧ એણિ પોતાનો રાહ ન લોપ્યો, મંત્રનિયમ નહુ ભાખ્યો; લાલચ વિષય ધરિનહિંમનમાં, શાસન એહનો રાખ્યોરે. તવ. ૧૨૩૨ કલ્પદ્રુમ તરૂઅરમાં મોટો, જલહાં ગંગાનીરો; ખીરસમુદ્ર સાગરમાં સારો, યતી હાંહે ગુરુ હીરો રે. તવ. ૧૨૩૩ બ્રહ્મા ચલે વદને ગુણગાવે, પંચમુખિં કરી ઈસો; - સ્વામી કાર્તિક ષટમુખિ બોલે, પૂરા ગુણ ન કહીસો રે. તવ. ૧૨૩૪ શેષનાગ શિર ધુણી ભાMિ, જેહનિ વદન હજારો. તાહરી સ્તુતિ કરતો તે થાકે, પણિ નવિ પામે પારો રે. વ. ૧૨૩૫ એમ પ્રશંસી પૂછે પાતશા, તે ચેલે તુહ્મા રે; હીર કહિ કેટલાએક ચેલા, અછે પાતશા માહ રે. તવ. ૧૨૩૬ કહિ પાતશા યું મેં સુણીઆ, ચેલે દોય હજારો; વિદ્યારૂપ ગુણિ તે પૂરા, પૂરો જસ આચારો રે. વ. ૧૨૩૭ વળી પાતશા પૂછે પ્રેમિ, કુણ ખાસે તુલ્બ ચેલે; વિમલહર્ષ પરમુખ જે મોટા, તેણિ થાનિક તે બોલે રે. તવ. ૧૨૩૮ ચેલા અદ્મ સઘળા એહના, ગુરુ અહ્મ મુનિવર હીરા; એહનિદોલતી ભણ્યા અધે કાંઈ, જિમ બિંદુએકનીરાશે. ત. ૧૨૩૯ પૂછે પાતશા નામ કહો તુમ, વિમલહર્ષ તિહાં ભાખે; સીહવિમલ ધર્મસી ઋષિ બોલે ગુણસાગર તિહાં દાખે રે. ત. ૧૨૪૦ પૂછે પાતશા હરગુરુકા, નામ કહો તુહ્મ આજો; | વિજયદાનસૂરિનામ કહિઉતિહાં, તવ બોલ્યો મહારાજોરે.ત. ૧૨૪૧ હીર નામ ગુરુકે અનુસારિ, તુમ કિતાબ ઓર પાયે; ન્યું હમ ઉમરખાન ભએ કે તે, તે બેગ કહાયે રે. તવ. ૧૨૪૨ ખુશી થયો તવ દિલીપતિ બોલે, તમ કચ્છ માંગી લીજે; દેશ નગર હય ગય ને દમડા, જે માંગો તે દીજે રે. તવ. ૧૨૪૩ હીર કહિ હમ કછુઆ ન માંગે, પાસ ન રાખું કોડી; હમ ફકીર ખુદાકે બંદે, જર જોરુ હમ છોડી રે. તવ. ૧૨૪૪ ત્યારે દિલ્હીપતિ આમ કહે છે, “પુસ્તકો તમારે કામ આવે.” અકરબશાહનો હુકમ થતાં સત્વરે પુસ્તકો લાવવામાં આવ્યાં. સાહિત્ય, વ્યાકરણ, સિદ્ધાંતની પોથીઓ પા. ૧૨૩૧.૧ બોલ ૧૨૩૨.૨ બીહક ધરિ ૧૨૩૪.૨ સ્વામી કરતી ખત્ મુંઢિ બોલે ૧૨૪૧.૧ પુણ્ય છે (પૂછે ને બદલે) ૧૨૪૪.૨ હુએ બંદે ટિ. ૧૨૩૪.૨ સ્વામી કાર્તિક = કાર્તિકેય ૧૨૪૨.૨ કિતાબ = ખિતાબ Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિાસ અકબર લઈને હીરને હાથે વંચાવે છે. અને વિમલહર્ષ આદિ સઘળા મુખ્ય શિષ્યો એના અર્થ કરે છે. એ સૌને પંડિત જાણીને બાદશાહ હીરની પ્રશંસા કરે છે. અકબરશાહ કહે છે પદ્મસુંદર નામના એક વિદ્વાન સાધુ પોષાળમાં ચાર ધજા રાખતા હતા. તેઓ જ્યોતિષ, વૈદ્યક તથા સિદ્ધાંતમાં નિપુણ હતા. અનેક ગ્રંથો તેમની પાસે હતા. એમને કોઈ જીતી શકતું નહીં. કાળક્રમે તે પંડિત પરલોકે ગયા. તેનાથી ઘણું દુઃખ થયું. પણ શું થાય ? આપણું કાંઈ જ ચાલતું નથી. એ તો ખુદાના હાથની વાત છે. તે પુસ્તકો ખજાનામાં રાખ્યાં છે ને કોઈને ય આપ્યાં નથી. તમે ખુદાના ફકીર આવ્યા છો ને એ પુસ્તકો આપ સ્વીકારો. (ઢાળ ૫૦ દેશી સાંસો કીધો શામળિયા) - ૧૪૫ તવ દિલીપતિ ઇણિ પરેિં બોલે, પુસ્તગ કાર્મિ તુહ્મ આવે; હુકમ હુઓ તબ અકબર શાહનો, પુસ્તગ વેગિ લાવે રે. તવ. પોથી સઘલી લેઈ અક્બરશા, હીર હાથે વંચાવે; સાહિત્ય વ્યાકર્ણ ને સિદ્ધાંતહ, વાંચી સોય મુકાવે. તવ.૧૨૪૬ વિમલહર્ષ પ્રમુખ શિષ્ય સઘળા, દેખી અર્થ કરાવે; પંડિત જાણી કહિ તે પાતશા, હીર તણા ગુણ ગાવે રે. તવ. ૧૨૪૭ કહિં અક્બરશા સમિ હુંતો, પદમસુંદર તસ નામ; અનેક ગ્રંથિ તેણિં પોતે કીધા, જીતી નહિં કો જાણે. તવ. કાર્ત્તિ તે પંડિત પણિ ગુદર્યો, અક્બર કહિ દુખ થાઈ; ક્યા કરૂિં ન ચલે કહ્યુ હમકા, એ તો બાત ખુદાઈ, તવ. પુસ્તગ તેણૢિ ખજીને છોડ્યા, નિકું સોય ન દીજે; તુહ્મ ફકીર ખુદા કે આએ, તુહ્મ એ પુસ્તગ લીજે. તવ. ચ્યાર ધ્વજ ધરતો પોસાä, પંડિત અતિ અભિરામ. તવ. ૧૨૪૮ જ્યોતિષ વૈદ્યકમાં તે પૂરો, સિદ્ધાંતી પરમાણ; ૧૨૪૫ - ૧૨૪૯ ૧૨૫૦ ૧૨૫૧ ત્યારે હીર કહે છે “ભણવા જેટલું પુસ્તક તો અમારી પાસે હોય છે.” બાદશાહ કહે છે. “તમારા શિષ્યો માટે લો.” હીર કહે છે, “તમારું વચન માથા ઉપર. પણ અમારે પુસ્તકનું કામ નથી.” ત્યારે બાદશાહ અબુલક્જલને બોલાવીને કહે છે કે તમે હીરસૂરિને વિનંતી કરો કે પદ્મસુંદરનાં પુસ્તકો તેઓ સ્વીકારે. અબુલફજલે હીરગુરુને કહ્યું કે તમે પુસ્તક લેવા રાજી નથી છતાં પુણ્યકાર્ય સમજી આટલાં પુસ્તકો લ્યો જેનાથી અકબર રાજી થશે. (ઢાળ ૫૧ દેશી વાસુપુજ્ય જિન પ્રકાશો.) હીર કહિ હમ ભણવા જેતું, પુસ્તક પોતે હોઈ; કહિ અક્બર લ્યો ચેલા કારણિ, હીર કર્દિ હઈ સોઇ. ૧૨૫૨ પા. ૧૨૪૮.૧ કહિ અકબર આયસ પુષુતો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત વચન તુલ્બારું મસ્તક ઉપર, નહિં પુસ્તકનું કામો; શેખ અબુલફજલનિ પાતશા, બોલાવે વળી તામો. ૧૨૫૩ કહિ પાતશા શેખ સુણીને, વનતિ હીરકું કીજે; પુસ્તગ પદમસુંદરકા જેતા, હીર ગુરુ તુમ લીજે. ૧૨૫૪ શેખ અબુલફજલ તવ બોલિ, નહિં તુમ લેણે રાજી; પુણ્ય કાર્ય લ્યો પુસ્તગ ઈતના, ખુસી હોઈ અકબર ગાંજી. ૧૨૫૫ - હીરગુરુ કહે છે, “કોઈ શ્રાવક વણિકને ઘેર પુસ્તકો મૂકો અને ભંડાર કરો. ત્યાંથી અમારા સાધુઓ ભણવા લેશે. આ પરોપકારનું કામ થશે. ત્યારે દિલ્હીપતિ ખુશ થયો કે હીરસૂરિ સાચા વિરાગી છે. પુસ્તકો પણ શ્રાવકને હાથ સોંપ્યાં. વાણિયા સહુ એકત્ર થઈ મશરૂમાં વીંટીને પુસ્તકો પોષાળમાં લઈ ગયા. ભંભા-ભેરી વાગ્યાં. વાજિંત્રોનો પાર નથી. જયજયકાર વર્યો. (ઢાળ પર – જોરે જન ગતિ શંભુના – એ દેશી) હર કહિ મુકો વાણિગ ઘરિ, કીજિ ઈહાં ભંડારોજી, યતી અહ્મારા પઢવા લેસ્ય, હોસી પર ઉપગારોજી; હીર કહિ શ્રાવક ઘરિ મુકો. ૧૨૫૬ ખુસી જુઓ દિલીપતિ ત્યારે, હીર સાચો નિરાગીજી; પુસ્તક દીધો શ્રાવક હાર્થિ, ભંભાભેરી વાગીજી. હીર. ૧૨૫૭ મિલ્યા વાણીઆ મશરૂ ઓઢાડે, વાજીત્રનો નહિ પારો; પુસ્તગ તબ પોસાલિ આણે, વરત્યો જયજયકારોજી. હીર. ૧૨૫૮ અકબરે હીરગુરુને પ્રશંસ્યા. બાદશાહી વાજાં વાગ્યાં. આખું નગર હરવું. ઘણાં વર્ષે આવો મહોત્સવ થયો અને ઘણું દાન દેવાયું. મહામુનિવરનું આ માન એ ખરે જ જગમાં મોટું આશ્ચર્ય થયું. સઘળા ઉમરાવો આવી પ્રણામ કરવા લાગ્યા. માણસોનો પાર નથી. સર્વત્ર હીર હીર’ થઈ રહ્યું. સાચે જ તેઓ મહાન ભાગ્યશાળી છે. (ઢાળ પ૩ - દેશી તે ગિરૂઆ ભાઈ. કે) અકબરિ હરમુની જ વખાણ્યો, બોલ્યો વેગિ તામો રે; વાજા પાતશાઈ તિહાં વાગો, હરનું આખું ગામો રે. અક. ૧૨૫૦ અતિ આડંબર મોહોછવ બહુલા, વરસે સબળું દાનો રે; હવું આછેરું મોટું જગમાં, મહા મુગતનું માનો રે. અકબરિ. ૧૨૬૦ સકલ ઉમરા નમતા આવી, અવર લોક નહિ પારો રે; હીર હીર હુઓ જગમાંહિ, એ મહા ભાગદારો. રે એક. ૧૨૬૧ પા. ૧૨૬૦.૨ મહા મુગલ ઘે Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ અકબરે હીરગુરુને મોટા મુનિવર માન્યા. અનુક્રમે વિહાર કરતા તેઓ આગ્રા આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. થાનસિંગે પા રૂપિયાની પ્રભાવના કરી. નંદિષણની જેમ હીરગુરુની દેશના કદી નિષ્ફળ જાય નહીં. થાનસિંગે ઘણું દ્રવ્ય ખર્ચીને પ્રતિષ્ઠા કરાવી. પછી પર્યુષણપર્વના દિવસો આવ્યા. શ્રાવકો વિચારે છે કે જો આ દિવસોમાં અમારિ પ્રવર્તે તો ઘણો હરખ થાય. અમીપાલ દોશી નામનો એક શ્રાવક નદીનાળાં ઓળંગીને બાદશાહ પાસે ગયો. તેણે શ્રીફળ આદિનું ભેટલું મૂકી હીરના ધર્મલાભ આપ્યા. બાદશાહે પૂછ્યું કે હીરગુરુએ મારી પાસે કાંઈ માગ્યું છે ? ત્યારે અમીપાલે કહ્યું કે પર્યુષણના દિવસો આવે છે. એ પર્વના પાંચ દિવસ નગરમાં ઢંઢેરો ફેરવી જીવહિંસા બંધ કરાય જીવરક્ષા કરવામાં આવે તો હીગુરુને ખૂબ ખુશી થાય. બાદશાહે તરત ફરમાન કરી દીધું. તે આગ્રા આવ્યું. કોટવાળ તે લઈને ચોકી ભ૨વા લાગ્યો જ્યાં પાપીઓનાં ઘર હતાં. કોટિબંધ જીવો ઊગરી ગયા. એમના મૂગા આશિષ હીરસૂરિને મળ્યા. “હે ઋષિ, તમારો જયજયકાર થજો. તમે કોટિ વરસ જીવજો.” આ રીતે સબળ લાભ મેળવીને હીરગુરુ શૌરીપુરની યાત્રાએ ગયા. ત્યાં નેમિ જિનેશ્વરને જુહારીને કાયાને નિર્મળ કરી. પછી આગ્રામાં પાછા આવ્યા. સંઘે સામૈયું કર્યું. હીરગુરુ ગોખે બેસીને ધર્મકથા સંભળાવે છે. એમની મીઠીમધુરી વાણીથી ભાવિકજનો બોધ પામે છે. સંપત્તિ અસ્થિર છે એમ જાણીને માનૂ કલ્યાણે પ્રતિષ્ઠા કરાવી. માનૂ કહે, આ પંચમ આરામાં કદાચ મુહૂર્ત ન સાધવામાં આવે તોપણ જ્યાં જિનવરની પ્રતિમા હોય ત્યાં મેઘ વરસ્યા વિના રહે નહીં. જ્યારે બિંબપ્રતિષ્ઠાનો વરઘોડો ચઢ્યો ત્યારે હાથીઘોડા, રથ, ભંભા-ભેરી, માનવસમુદાયનો પાર નહોતો. ઇંદ્રમાળ પહેરીને જ્યારે વરઘોડો પાછો વળ્યો ત્યારે મુશળધાર વરસાદ વરસ્યો. ભીંજાતા સહુ મંદિરે આવ્યા. માનૂ અત્યંત હર્ષ પામ્યો. સર્વ લોક કહેવા લાગ્યા, “ગુરુજીએ શુદ્ધ મુહૂર્ત સાધ્યું, જેથી મેઘ ખૂબ વરસ્યો. માનૂ ધન્ય છે અને હીરગુરુ ભાગ્યવાન છે.” હીરગુરુએ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, હજારો સોનૈયા ખર્ચાયા, જગની આશ પહોંચી. ધર્મકાર્ય કરીને હીરસૂરિ ફત્તેહપુર ગયા. શેખ અબુલફજલ ત્યારે ઘણો સદ્ભાવ દાખવે છે. (દુહા) મુનિવ૨ મોટો હીરજી, માન્યો અકબર શાહિ; અનુકરમિં મુનિ વિચરતા, આવ્યા આગરા માંહિ. ૧૨૬૨ (ઢાળ ૫૪ દેશી રત્નસારની પહિલી) આગરા માંહિ આવે ગુરુ વેગિં, ઉચ્છવ અધિકા થાએ રે; થાનસંગ તિહાં પા રૂપઇઓ, લહિણું તિહાં કણિ લાહે રે. હીરદેશના નિષ્ફળ ન જાએ, નંદિખેણની પેરિ રે; થાનસંગ પ્રતિષ્ઠા કરતા, ધન ખરચે બહુ પેર્રિ રે. હીર. - ૧૪૭ ૧૨૬૩ ૧૨૬૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રાવક કવિ અષભદાસકૃત પર્વ પજુસણ દિન પછે આવે, શ્રાવક કરત વિચાર રે; અમારિ પળે જો હીર રહિ અહિં, તો હોઈ હરખ અપાર રે. ૧૨૬૫ અમીપાલ દોસી એક શ્રાવક, ગયો પાતશાહ પાર્સિ રે; નદી નાલા વિચે જઈ તે મલીઓ, બોલ્યો મનહિ ઉલ્હાસે રે. ૧૨૬૬ કરી તસલીમ શ્રીફલ એક મુકી, બોલે તવ પાતશાહિ રે; હરિ કછુ માંગ્યા હૈ મોષિ, બોલ્યો અમીપાલ શાહ રે. હરિ. ૧૨૬૭ પર્વ પજુસણદિન એ આગલિ, કીજિ જીવરખ્યાય રે; પંચ દિવસ ઢંઢેરો ફિરે તો, હીર ખુસી બહુ થાય રે. હરિ. ૧૨૬૮ તુરત સુરમાન કરીને દીધું, આવ્યું આગારા માંહિ રે; લેઈ કોટવાલ ને રાતિ ફરતો, પાપીનાં ઘર જ્યાંહિ રે. હીર. ૧૨૬૯ કોડિ બંધ પ્રાણી ઉગરીઆ, હરનિ દે આસીસ રે; જયજયકાર હુજોરિખિતુજને, જીવજ્યોકોડિવરીસરે. હીર. ૧૨૭૦ સબળ લાભ લઈને ચાલે, સોરીપુરની યાત્ર રે; નેમિ જિસેસર તિહાં જુહાર્યા, નિર્મલ કીધું ગાત્ર રે. હરિ. ૧૨૭૧ પછે આગરિ પાછો આવિ, સંઘ સામહીએ જાવે રે; - હીર ગુરુ આવી ગઉર્મિ બદસે, ધર્મકથા જ સુણાવે રે. હરિ. ૧૨૭૨ મીઠી મધુરી જેહની વાણી, બૂઝે ભવિજન પ્રાણી રે; માનુ કલ્યાણ પ્રતિષ્ઠા કરતો, અથિર ઋદ્ધિ મનિ જાણી રે. હરિ. ૧૨૭૩ કહિ માનૂ મહૂરત ન સધાઈ, પંચમ આરા માંહિ રે; ખરું તોય ઘન આવી વરસે, જિનવર પ્રતિમા જ્યાંહિ રે. હીર૧૨૭૪ બિંબપ્રતિષ્ઠાનો વરઘોડો, ચઢીઓ જેણી વાર રે; હય ગય રથ ભંભા બહુ ભેરી, માનવનો નહિ પાર રે. હરિ.૧૨૭૫ ઈદ્રમાલ પહિરી જવ વળીઓ, વૂઠો મેઘ અપાર રે; ભીજતા સહુ મંદિર આવ્યા, માન્ હરખ અપાર રે. હરિ. ૧૨૭૬ શુદ્ધ મુહૂરત સાધીઉં ગુરુજી, ઘન ગૂઠો બહુ નીર રે; સકલલોકકહિ ધન ધન માનૂ, મહા ભાયગ ગુરુ હરરે. હીર. ૧૨૭૭ હરિ જિનની મૂરતિ થાપી, શ્રીચિંતામણિ પાસ રે; સહિસ બદ્ધ સોનઈઆ ખરચ્યા; પુણતી જગની આસ રે. હરિ.૧૨૭૮ ધર્મકામ કરિને હીરો, ફત્તેપુરમાં જાવે રે; શેખ અબુલફજલ ત્યાંહાં મોટો, દીદાર જામ દેખાવે રે. હીર. ૧૨૭૯ (એકવાર હરિગુરુ અને શેખ ધર્મચર્ચા કરી રહ્યા હતા, ત્યારે દિલ્હીપતિ અકબર ત્યાં આવ્યા. હીરસૂરીંદને જોતાં જ જેમ હેમચંદ્રાચાર્યને જોતાં કુમારપાળ રાજાને જાગ્યો પા. ૧૨૭૪.૧ સંધાઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૪૯ હતો તેવો ભક્તિભાવ જાગ્યો. શેખ (બાદશાહને) કહે છે, “આ હીરગુરુ ખરેખર હીરા જેવા સાચા ફકીર છે. એમનામાં ક્યારેય દોષ જોયો નથી. ગંગાના નીર જેવા એ પવિત્ર છે.” ત્યારે દિલ્હીપતિ મનમાં વિચારે છે કે એમને કંઈક આપવું જોઈએ. પછી કહે છે, “હે હીરગર, દેશ, નગર, પુર, હાથી, રથ, સોનું – કાંઈપણ તમે માગી લો.” હીર કહે છે “આ દુન્યવી કોઈ ચીજ અમે ન લઈએ, તે તમને જ ઘણી શોભે. લક્ષ્મી તો સાધુ માટે લાંછન-દૂષણ છે. એ અમારે કાંઈ જ ન જોઈએ.” ફરી બાદશાહ કહે છે, “કાંઈક તો માગો. હું ખાલી હાથે જાઉં તે ઠીક નહીં. જેમ ઈરાનના જંગલનું ફળ, કૃપણનું ધન અને કૂવાની છાયા કશા કામમાં ન આવે તેવી રીતે દુન્યવી સંપત્તિ તમારે માટે નકામી છે. તોપણ દાન વગર હું સુખચેન પામું એમ નથી તો હે દયાળુ હીર, કાંઈક માગો.” (ઢાળ ૫૫ - નાચતી જિનગુણ ગાય મંદીવરી, રાગ ગોડી) તવ દિલીપતિ તિહાં કણિ આવે, દેખ્યા હીરસૂરિંદો રે; પૂરવ પ્રેમ જાગ્યો તવ તાર્થિ, હેમ કુમરનરિંદો રે. તવ. ૧૨૮૦ શેખ કહિં રાહ ઇનકા ખાસા, અવલ ફકીરા હીરા; ઈનમિ દોષ ન દેખું કબહિ, ક્યું ગંગાકા નીરા રે. તા.૨૮૧ તવ દિલીપતિ દિલર્મિ ચિંતે, ક@એક ઈનકે દીજે; દેસ નગર પુર ગજ રથ સોવન, હીરગુરુ માંગી લીજે રે. તવ ૨૮૨ હિર કહિ દુનિયાં માલ ન લેવું, તે તમને અતિ સોહિયે; - સાધુતણો ભંડણ છે લચ્છી, એ અહ્મ કાંઈ ન જોઈયે રે. તવ.૧૨૮૩ ફરી પાતશા કહિ કછુ માંગો, ખાલી જાવત હમ હાથો; ન્યું ફલ જંગલ ઈરાનકે, ક્યું કરપિકા સાથો રે. તવ. ૧૨૮૪ કૂપ છiહું કછુ કામ ન આઈ, હું તુજ દુનીઓ માલ; દાન પાત્ર બિન બિસ્તિ ન પાઉં, માંગો હીર દયાલ. તવ, ૧૨૮૫ ત્યારે વીરપ્રભુની પાટે આવેલા હીરગુરુએ કહ્યું, “હે અકબરશાહ સાંભળો. તમે ગાજીગાજીને કહેશો તો પણ એક કોડી પણ અમે લઈશું નહીં. પણ હુમાયુપુત્ર, હું તમને કહું કે અમારું વચન તમે સાંભળો. જેથી તમે આખા જગતને ખૂબ સુખી કરો.” (ઢાલ ૫૬ - સરગે સોધ્યો સાપ ન લાભે રે. રાગ મારુ) હીર પટોધર વીર તણો તિહાં બોલીઓ રે, સુણિ હો અકબરશાહ - ગાજીરે ગાજીરે કોડી એક ન લીજીએ રે. ૧૨૮૬ હીર કહિ સુણિ હુમાઉનંદન તુલ્બ કહું રે, વચન હમારું એહ; કીજે કીરે જગ સારે બહુ સુખી રે. ૧૨૮૭ પા. ૧૨૮૦.૨ જાંણ્યો તવ ૧૨૮૩.૧ દૂરી માલ... ૧૨૮૪.૨ કુરાના કે, કારપાકા ૧૨૮૫.૧ ત્યે તુજ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત અકબર ગાજીને આમ કહે છે કે ચંદન, સુરતરુનું પુષ્પ, મેઘનું જળ, અગર, ચંદન, કસ્તૂરી, સારગ્રાહી શાસ્ત્ર - આ બધા જેમ હીરસૂરિ પરોપકારી છે. જ્યારે અકબરશાહ ફરીફરી કહે છે કે તમે કાંઈક માગો ત્યારે (અમારિપ્રવર્તનના) આઠ દિવસ માગ્યા. ત્યારે ખુશ થયેલો બાદશાહ કહે છે, “એ આઠ દિવસ તો આપ્યા. મારા વતી બીજા વળી ચાર દિવસ. આવું શાહનું ફરમાન કરાશે.” અબુલફજલ કહે, “એમ નહીં આ ફરમાન લખીને આપવામાં આવે જેથી પેઢી દરપેઢી એ ચાલ્યા કરે.” પછી એ ફરમાન લખીને અકબરે રાજસભામાં વંચાવ્યું. ખુશ થયેલા થાનસિંગને એ આપવામાં આવ્યું. તેણે તે લઈને માથે ચડાવ્યું. ત્યારે બાદશાહે તેને ફૂલો અને મોતીથી વધાવ્યું. થાનસિંગ તે લઈને પાછો આવ્યો. જિનશાસનનો જયજયકાર થયો. ભંભાભેરી વગાડતાં, પુરુષોએ ગીતો ગાયાં. સહુએ ફરમાનને વધાવ્યું. કોઈ કહે, “ઘણે સમયે આવા મોટા સાધુ બાદશાહને મળ્યા.” કોઈ કહે, “હીરગુરુએ અકબરશાહને સોનાનો ગઢ જ બતલાવ્યો.” (ઢાળ ૫૭ – નવરંગ વઈરાગી – એ દેશી) અકબર ગાજી હું કહિ, પરઉપગારી હીર; ચંદન પુષ્ય ક્યું સુરતરૂ, જલધરકા નીર બે. મુંબોલિ. અક. ૧૨૮૮ અગર ચંદન મૃગમદ જર્યું, જું કોઈ શાસ્ત્ર સુસાર; કામ ન કહિ કછુ આપણા, કરતા પરઉપગાર બે. યું. ૧૨૮૯ ફરી ફરી કહે શાહ અકબર, કચ્છએક તુમ માંગેઇ; આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મનબેઇ. યું. ૧૨૯૦ આઠ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર; હુકમ હુવા જબ શાહકા, હોઇ ફરમાન સુસાર બે. યું. ૧૨૯૧ અબુલફજલ કહિ યું નહિ, લખીઈ સાલ પોસાલ; પેઢી બદ્ધ એઇઉ ચલે, અકબરશાહ મોહો ફાલ બે. યું.૧૨૯૨ લખી લેખ વંચાવતો રે, અકબર સભા મઝારિ; ખુશાલ થાનસંગનિ આપીઉંરે, શિરિબાંધ્યું તેણે કારિબે. યું. ૧૨૯૩ ફૂલે વધાયા પાતશા રે, મોતી બોહોત બધાય; થાનસંગ પાછો વળ્યો, જિનશાસન જય થાય બેડયું. ૧૨૯૪ ભંભાભેર વજાવતાં રે, કરિ પુરુષ બહુ ગાન; મુગલ કહિ કયા કહો રે, એક કહિ જીઉ ફરમાન બેડયું. ૧૨૯૫ એક કહે હીર યતી બડા, મિલ્યા શાહ બહુ બેર; એક કહિ અકબરશાહબકે રે, દિખલાએ સુનકે ઢેર બેડયું. ૧૨૯૬ પા. ૧૨૯૦.૧ માંગો તુહ્મ ૧૨૯૧.૨ હમે કહું આજ કાગદ સહીકા ૧૨૯૨.૧ પઇસાલ ૧૨૯૨.૨ પાંઉં (“એઈઉંને બદલે) ૧૨૯૩.૨ ખુશાલ' નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫૧ અકબરશાહના હુકમથી છ ફરમાન લખવામાં આવ્યાં. તેમાંથી એક ગુજરાતમાં સાહિબખાનને મોકલવામાં આવ્યું. બીજું માલવદેશમાં, ત્રીજું અજમેર, ચોથે દિલીપુર, પાંચમું લાહોર-મુલતાન મોકલાયાં. અને ૬ઠું પોતાની પાસે રાખ્યું. આમ શ્રાવણ વદ ૧૦થી ભાદરવા સુદ ૬ સુધીના બાર દિવસમાં અસંખ્ય જીવો ઊગરી ગયા. “હજી પણ કાંઈક માગો.” ત્યારે હરિગુરુએ ડામર તળાવ માગ્યું. તે બાર ગાઉના ઘેરાવામાં છે અને માછલાંથી ભરેલું છે. ત્યાં કોઈ જાળ નાખે નહીં. ત્યાં એક દિવસ જીવહિંસા ન થાય એનું ફળ મોક્ષપ્રાપ્તિ. તે રાત્રે મુનિ ધનવિજય છડીદાર લઈને ડામર તળાવ આવ્યા ને લોકોને જાળ નાખતા અટકાવ્યા. ફરી અકબર હીરને કહે છે, “જો આ વિશ્વમાં બારે માસ કોઈ કોઈને મારે નહિ તો કેવું સારું ! એવો કોઈ દિવસ આવશે ખરો જ્યારે કોઈ કોઈને ખાય નહીં ?” હીર કહે છે “પયગંબરનો જન્મ થાય ત્યારે સહુને સુખશાતા થાય.” બાદશાહ કહે છે, “અમે મુગલ રાક્ષસ જેવા છીએ અને ખૂબ ગુસ્સો-હિંસા કરીએ છીએ. પણ હું ધીરેધીરે છોડીશ જેથી સૌને સુખ થાય.” (ઢાળ ૫૮ - દેશી ઇલગાની.) શાહ અકબર હુકમિ હુઆ, લખીઆં ખટ ફરમાન; એક ગુજ્જર દેસે ગયું, શિર ધરે સાહિબખાન; અકબર રે હીર ગુરુ રે લખી લખી દીએ ફરમાન. ૧૨૯૭ માલવ દેશમાં મોકલ્યું, આવ્યું એક અજમેર; એક દિલીપુર વર્ચિ, ફરતો નિત ઢંઢેર. અકબર. ૧૨૯૮ લાહોર મુલતાન મંડલિ, ગયું પંચમ ફરમાન; - છઠ્ઠ પાસે રાખ્યું સહી, ઠોરિ કોરિ ગુરુમાન. અકબર. ૧૨૯૯ શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બાર; ભાદ્રવા શુદિ છઠ્ઠિ લગિ, ઉગરે જીવ અપાર. અકબર. ૧૩૦૦ ભી કચ્છ માંગો હીરજી, માંગ્યું ડામર તલાવ; બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મછેિ સાવ. અકબર.૧૩૦૧ ઓભી મિ છોડ્યો સહી કોઈ ન ડારે જાલ; એક દિનનું ફલ એટલું, મુગતિ સંત દે ફાલ. અકબર.૧૩૦૨ તેણી રાતિ મુનિ ધનવિજય, લીધા છડીદાર ત્યાંહિ; ડામર તલાવ આવી કરી, જાલ મને કીઆ માંહિ. અકબર. ૧૩૦૩ ફરી અકબર કહિ હરનિ, જો જગિ બારે માસ; કો કિસકે મારે નહિ, વે દિન જગમાં ખાસ. અકબર. ૧૩૦૪ પા. ૧૨૯૭.૩ લખી (એક વાર) ૧૩૦૧.૨ સર્વ ૧૩૦૨.૨ શત દે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત ઇસા દિન કોઈભી આઈગા, કો કિસકું નવું ખાય; હીર કહિ જનમ પેગંબરિ, સહુનિ શાતા થાય. અકબર. ૧૩૦૫ રાક્ષસ મુગલ હૈ હમ તણે, કરતે બહુત ગુસ્સાય; સસતે સસતે છોડુંગા, ક્યું સબકે સુખ થાય. અકબર. ૧૩૦૬ અકબરશાહ હીરગુરને કહે છે, “તમને કહું તે સાંભળો. બધા ઉમરાવોએ ભેગા થઈ મને કહ્યું કે બાપનો સાચો બેટો તે છે જે પોતાના માર્ગને છોડતો નથી – ચાલુ રાખે છે. (એમણે દષ્ટાંત આપ્યું કે, એક દેશના બાદશાહે પોતાના નગરની પાસેના એક પહાડને તે આવતી હવાને રોકતો હોવાને કારણે નષ્ટ કરી દેવાનો હુકમ કર્યો. સૌએ એક એક મણ દારૂથી સો-સો મણના પથ્થરોને તોડી નાખ્યા અને પહાડની જગાએ સપાટ મેદાન કરી નાખ્યું. જ્યારે પોતાના માલિકનો હુકમ પૂરો થયો ત્યારે સૌ કરડી નજર કરી એ મેદાનને જોવા લાગ્યા. એકવાર એવું બન્યું કે દરિયામાં ભરતીનું ખારું પાણી ધસધસતું ગામમાં આવી ગયું. પાદશાહ પણ શું કરે ? હાથી, રથ, ઘોડા, ગાય અને સઘળા લોકો ડૂબવા લાગ્યા. માટે અમે કહીએ છીએ કે નવું કાંઈ કરો નહીં, જે કરતા આવ્યા છો તે જ કરો. જેમ પહાડ હઠાવી લેવાતાં એનો દંડ તરત ભોગવવો પડ્યો. ત્યારે, હીર, મેં પણ એમને સામી એક વાત કહી. એક બાદશાહ આંખે અંધ હતો. તેને એક છોકરો થયો તે પણ અંધ હતો. અને તેનો છોકરો દેખતો થયો. તો કહો કે એ છોકરાએ દેખતા રહેવું જોઈએ કે આંધળા થવું જોઈએ ? ઉમરાવો કહેવા લાગ્યા કે તે છોકરાએ આંધળા થવું જોઈએ નહીં. હે હીર, ત્યારે મેં કહ્યું કે જે કરતા હોઈએ તે નહીં, પણ જે સત્ય હોય તે કરવું જોઈએ. વળી (બીજું એક દષ્ટાંત મેં કહ્યું કે, મારી સાતમી પેઢીએ તૈમુર બાદશાહ થયો. તે પહેલાં પશુઓને ચરાવવાનું કામ કરતો હતો. એક વખત એક ફકીર એવી ટહેલ નાખતો આવ્યો કે જે મને રોટી આપે તેને હું દુનિયા આપું. તે વખતે તૈમુરે તેને રોટી આપી. ત્યારે ફકીરે તૈમુરના મસ્તક ઉપર છત્ર ધારણ કરીને કહ્યું કે હું તને બધો મુલક આપી દઉં છું. - પછી એક દિવસ કોઈ ઢોર ચરાવનારે એક દૂબળા ઘોડાને ચાબુક માર્યો. ત્યારે બધા ચરાવનારા ભેગા થઈ ગયા. તેમાં તૈમુર પણ હતો. તેવામાં કેટલાક લોકો ઊંટો પર માલ ભરીને ત્યાંથી નીકળ્યા. ચરાવનારાઓએ તલવાર કાઢી બધું પડાવી લીધું. પછી પાછળ મોટું લશ્કર લડવા માટે આવ્યું. તેને પણ ભગાડ્યું. છેલ્લે બાદશાહ લડવા આવ્યો તો તેને ત્યાં પૂરો કરી નાખ્યો. બધો મુલક તૈમુરે લઈ લીધો ને પોતે બાદશાહ બની ગયો. એની સાતમી પેઢીએ અમે બાદશાહ બન્યા. હવે તમે કહો કે તૈમુરની પૂર્વાવસ્થાની જેમ અમારે ચરવાદારી કરવી કે બાદશાહી કરવી ? ટિ. ૧૩૦૬.૧ સસતે સસતે = હળવે હળવે Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫૩ ત્યારે ઉમરાવ, ખાન, વજીર બધા કહેવા લાગ્યા કે જે વાત સારી-સાચી છે તે કરવી અને જે વાત જૂની ને ખરાબ છે તે છોડવી. (ઢાળ ૫૯ - સખી દેખી રાજ સુલતાન આયો, રાગ આશાવરી, દેશી કડખાની.) બોલ શાહ અકબર હીર સુણિ તુજ કહું, મિલે સબ ઉંબરે હમહી ભાખે; બાપક સોય બેટા ભલા ભાખીએ, જેહ અપના સહી રાહ રાખે. ૧૩૦૭ દીન દુનિકા એક તુંહી પાતશા, પાટ મોટો બતી બાઉં નાર્વે; હુકમ હુઆ ઉહ આણી દારૂ બહુ, પાટ પોઢા ઊંચા સબ ઉઠાવે. ૧૩૦૮ એક મણ દારૂ ઓર સો મણ પત્થરા, ઊડતે બોહોત મૈદાન હોવે; હુકમ મેટ્યા જદા આપકે ધણીઅકા, નજર કરડી કરી આપ જોવે. બોલ. ૧૩૦૯ ગાજતા નીર ખારા જ દરીઆ તણા, ધાવતા ધસમતા લોલ આવે; ક્યા કરે પાતશા લોક ડૂબે સબી, ગજ રથ અશ્વ ગઉ તણાવે. બોલ. ૧૩૧૦ ઉસ બતી પાતશા નહુ નવા કીજીએ, કીજીએ જે વડો આપ કીના; પાટજી પીઢીઆ તોહ તાણે ગએ, દંડ ધણીઓ ઉસે તરત દીના. ૧૩૧૧ હિર તવ મેં કહ્યા સુણો મિલ્યા ઉંબરે, પાતાશા એક આંખે જ અંધા; બેટા ઉસકા હૂઆ અંધલા દેખતા, હોય ઉસકા હી ફિર અંધ નંદા.બોલ. ૧૩૧૨ વે રહે દેખતા કે હોય અંધલા, ઉંબરે કહત ના હોઈ અંધા; હીરતબ મેં કહ્યા બાત સુણીએ સબિ, ગ્યાન ધરીએ મતિ હોય મંદા. બોલ. ૧૩૧૩ સાતમી પેઢીઓ તૈમુરશાહ હુમાઉ હુઆ, સોય ચરવાદારમાંહિ મોટા; ફકીર બેડી ધરી આપ પોકારતા, દેત દુનીઆ દેવે એક રોટા. બોલ. ૧૩૧૪ તમુર રોટી દીએ તીર પરે તે ધરે, તૈમુરને શિરપરે છત્ર કીના; અવાજ ઐસા કિીઆ લેહદુનીયા સભી, મુલક સારા મેં તો તુમહિદીના. બોલી૩૧૫ એક દિન અશ્વ દુબલો બહુ દેખતે, ચાબખો ચરવાદાર મારે; મિલે સબી એકઠે ઊઠિજંગલ ગએ, સહસ ચરવાદાર સોય સારે. બોલ. ૧૩૧૬ એક દિન માલ ઊંટાં ભર્યા આવતા, કાઢિ તરૂઆર સબ છીન લીના; લસકર બોહોત આએ પીછે ડણકું, કટક સારા ઉભાગ કીના. બોલ. ૧૩૧૭ દોડ તબ પાતશા આપણી ઉહાં ગયા, લડત પાતશાહકું ઠોર મારે; મુલક સારા લીઆ આપ હુઆ પાતશા,છત્રતો આપકે શિરહિધારે. બોલ. ૧૩૧૮ પા. ૧૩૦૭.૧ બોલે શાહી ૧૩૦૭.૨ આપસકા ૧૩૦૮.૧ મુલખથી એક ત્યહા એક થા પાતશા ૧૩૧૦.૧ ધસતર્ક રાજ્ય ૧૩૧૧.૧ લહ ભલા કીજીએ ૧૩૧૨.૨ ઉસકા જ નંદા ૧૩૧૫.૧ નીર પરે ૧૩૧૫.૨ અબ જુઓ ઇસા કીઆ લેંહ ડુલીયા સર્બિ ૧૩૧૭.૨ સાર રાઉને ૧૩૧૮.૧ દોડતા ટિ. ૧૩૦૯.૨ જુદા = જ્યારે ૧૩૧૨.૧ ઉંબર = ઉમરાવ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાતમી પેઢીએ હમ હુએ પાતશા, અવલ ચરવાદાર તૈમુરશાહી; કૌન ફિરી કરે અવલ જે હમ તણી, કોહો તો કીજીએ પાતશાહી. બો. અવલ જે બાત હોઈ તે સવિ કીજીએ, છોડીયેં બાત બુરી જેહ જૂની; ઉંબરે ખાન વજીર સબ હા કહૈ, મુલ્લાં કેતે રહે સોય મૂનિ. ૧૩૧૯ ૧૩૨૦ આવી બધી વાત હું જરૂર કરું છું તો ખરો, પણ તેઓ કાંઈ ખાધા વગર રહે એવા થોડા છે ? મને પણ તેઓ ઘણું સમજાવે છે, પણ એવો ધર્મ કદી થતો નથી. આવી વસ્તુ અમે ખાઈએ છીએ. પણ તમે શું ખાવ છો ? એનું મારે શું ? તોપણ એ મોગલો આ બધું છોડે નહીં. આ મોટું દુષ્ટ કર્મ છે અને તે યોગ્ય નથી. છતાં અમુક દિવસોમાં તેઓ ધાર્મિક બને (ને ન ખાય) તે તમારા દર્શનનો મહિમા છે. પહેલાં હું પણ ખૂબ પાપી હતો. અને આગળનો ભવ એમ જ ખોયો. ચિત્તોડગઢ મેં લીધો તે વખતનાં મહાપાપ કહ્યાં જાય એવાં નથી. સ્ત્રી, પુરુષ, અરે શ્વાનને પણ હણ્યાં. ઘોડા, ઊંટને હણ્યાં એ તો ગણ્યાં જાય એમ નથી. આવા ઘણા ગઢ મેં લીધા અને ઘણાં પાપ કર્યાં. મેં ઘણા શિકાર પણ કર્યાં એ તો રસ્તામાં જોઈને જ કહી શકો. તમે કયે ઘાટેથી આવ્યા ?” “અમે મેડતાને રસ્તે આવ્યા.” “તો તમે અમારા બનાવેલા ૧૧૪ હજીરા જોયા હશે જ. એકેક હજીરા પર હરણનાં પાંચસો પાંચસો શિંગડાં લગાવ્યાં છે. પાપ કરતાં ખચકાટ અનુભવ્યો નથી. શિકાર ખેલીને ઘણાં કર્મો કર્યાં છે. છત્રીસ હજાર મૃગચર્મોનું ઘર દીઠ એક એક લેખે ઉપરાંત બબ્બે શિંગડાં અને સોનૈયાનું લહાણું કર્યું છે. રોજ પાંચસો ચકલાંની જીભ ખાતો હતો. હું આવો મહાપાપી હતો. પણ તમારાં દર્શને એ પાપ મેં છોડ્યાં. તમે મને ઉત્તમ માર્ગ બતાવ્યી. વર્ષમાં છ મહિના માંસ ખાવાનું મેં છોડ્યું છે. મુલ્લાં અને ઉમરાવો કહે છે કે આપણો માર્ગ શા માટે છોડો છો ? વળી બ્રાહ્મણો અને પંડિતો કહે છે કે હાથીથી હણાવા છતાં પોસાળ કે મંદિરે જવું નહીં. પણ એ બધા જૂઠા છે, એકમાત્ર તમે સાચા છો. તમે હીરા છો, બાકીના બધા કાચ છે. સૂફી, સંન્યાસી, દરવેશ અને ઇન્દ્રજાલી વેશધારી ઘણા જોયા. તેઓ હિંસક, કપટી ને ધન રાખનારા છે. પાપકર્મ કરી માંસ ખાનારા છે. ભાંગ પીને નશો કરનારા જે છે એ બધા ખોટાઓને મેં દૂર કર્યાં. તમે શ્રેષ્ઠ ફકીર છો. તમારામાં કોઈ કપટ નથી. પૂર્ણિમાના ચંદ્રની જેમ તમે સર્વગુણવાળા છો. દેવી મિશ્ર નામનો બ્રાહ્મણ પંડિત ત્યાં હતો તેને બાદશાહે પૂછ્યું કે “હીરવિજયસૂરિ કેવા સાધુ છે ?” દેવી મિત્રે કહ્યું કે તેઓ તો મોટા પંડિત છે. બાદશાહે તેને પામરી આપી. પછી એક આડંબરી દિગંબર આવ્યો. તે કહે “હું ખૂબ ભણ્યો છું. હાડચામને હું અડકતો નથી. હીંગ, તેલ અને કૂડાનું ઘી હું લગીરે ખાતો નથી.” પછી બાદશાહે પૂછ્યું કે પાસે પૈસા રાખો છો ? ત્યારે તે બોલી શક્યો નહીં. તે વખતે ત્યાં મીઠો ખાન ગપ્પી બેઠો હતો. દિલ્હીપતિએ તેને સંકેત કર્યો. તેણે પેલા દિગંબરને બીવડાવ્યો અને કહ્યું કે બાદશાહ તને હમણાં મારશે. છૂટવાનો એક પા. ૧૩૨૦.૨ કંઇ રહિ મિલી Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫૫ ઉપાય છે. કોડે મોઢામાં મૂક, ગરીબ જાણીને તને છોડી મૂકશે. ગપ્પીના બોલ તેના હૈયામાં વસી ગયા. પછી એણે કોડી મોઢામાં મૂકી એટલે ગપ્પીએ કહ્યું કે બાદશાહ, એને છોડી મૂકો. એ કબૂલે છે કે એણે બધી જૂઠી વાત કરી હતી. એને ફજેત કર્યો ને એનું પાણી ઉતાર્યું. જગતમાં એક હીરગુરુ સાચા છે. જગચંદ્રસૂરિએ બાર વર્ષ આયંબિલ કર્યો. આદ્ધડપુર નગરીમાં એમને “તપા’ બિરુદ પ્રાપ્ત થયું. ત્રંબાવતી નગરીમાં દફરખાન હાકેમની હાજરીમાં મુનિસુંદરસૂરીશ્વરે વાદ કરી તે દિગંબરને જીત્યો હતો. ને એમને ‘વાદીગોકલસાંઢ'નું બિરુદ આપેલું એ બધું યાદ કરીને અકબરે કહ્યું. હીરગુરુને “જગદ્ગુરુ'નું બિરુદ આપ્યું ને હીરસૂરિની શોભા વધી. બાદશાહે કહ્યું, “હે જગદ્ગુરુ હીર, કાંઈ પણ માંગો.” ત્યારે હીરે કહ્યું કે પંખીઓને પૂરી દેવામાં આવ્યાં છે તેમને છોડી મૂકો જેથી એમને સુખ થાય.” સારસ આદિ પંખીઓ જેમને રાતે આણી લવાયાં હતાં તેમને છોડી મૂક્યાં. પણ એમાંનું એક પંખી ઊડતું નથી. બાદશાહ એને હાથમાં લે છે. શાંતિચંદ્ર બોલ્યા કે “એને હું લઉં છું. તમને એ કાટશે.” ત્યારે અકબરે ઉત્તર આપ્યો કે “એ મને શું કાટશે (કરડશે) ? આવાં તો ઘણાંને મેં કાપ્યાં છે. પણ તમારાં દર્શનથી ધર્મી થયો છું. બાર હજાર ચિત્તા, ચૌદ હજાર હરણ. એમાંથી જે મરે તે ચિત્તાને ખવડાવું. પણ જીવતા હરણને મારું નહીં. આ (પરિવર્તન) માટે તમને મારા ખૂબ ખૂબ સબાબ.” એમ કહી બાદશાહે અનેક હરણ, રોઝ, સસલાંને છોડી મૂક્યાં. એક હરણી હરણને કહે છે હવે બાદશાહ તને હણશે નહીં, કેમકે એને જગદ્ગુરુ હીર મળ્યા છે. એ બધાં પશુઓને છોડાવી વનમાં મોકલી દે છે. હવે બંધનમાં પડવાનું ક્યાં છે ?” (ચોપાઈ) ઐસી બાત કરે હમ સહી, ખાએ બિગર વે ન રહે કહિં; . મુજકો ભી સમજાવું બહોત, પિણ વે ધર્મ કભી નહીં હોત. ૧૩૨૧ કીડકું ખાવે કૂકડી, તુરકોકું દિખલાયેં ખડા; ઐસી બસ્તુ ખાતે હૈં હમ, મુજકું કયા ખાતે હો તુહ્મ. ૧૩૨૨ તો ભી નહિ છોડે એ મુગલ, બડે કર્મ ખલ નહિ એ ભલ; બડા બખતમેં ધમ્મી હોય, તમ દિદારકા મહિમા સોય. ૧૩૨૩ પહિલે મેં પાપી હુઆ બોહોત, આદમકા ભવ યુહીં ખોત; - ચિતોડ ગઢ લીના મેં આપ, કહ્યા ન જાવે વો મહા પાપ. ૧૩૨૪ જોરૂ મરદ કુત્તા બી હણ્યા, અશ્વ ઊંટ લેખે નહિ ગણ્યા; ઐસે ગઢ લીને મેં બોહોત, બડા પાપ ઉહાં સહી હોત. ૧૩૨૫ બોહોત શિકાર ખેલે મેં સહી, બાંટે તુમ દેખાવે કહી; કુણ પિંડે આએ કહો ઘાટ, હમ આએ મેડનેકી બાટ. ૧૩૨૬ પા. ૧૩૨૧.૨ મરઘાં બી ૧૩૨૨.૨ તુઝકું કાઘાતે હો તુહ્મ... Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ - શ્રાવક કવિ ઋષભદાસકૃત દેખે હજીરે હમારે તુલ્બ, એકસો ચઉદ કીએ હમે; અકેકે સિંગ પંચ મેં પંચ, પાતિગ કરતા નહિ ખલખંચ. ૧૩૨૭ ખેલે શિકાર કીએ બહુ કરમ, છત્રીસ હજાર હરણકે ચરમ; ઘર ઘરદીઠ હમ લહિણા કીઆ, દોઇ સિંગ હમ સોનઈઆદીઆ. ૧૩૨૮ ચિડી પંચ મેં પંખી જીવ, ખાતા જીભ ઉનકી જ સદીવ; ઈસા પાપી થા મેં બહુ આપ, તુહ્મ દિદારથી છોડ્યા પાપ. ૧૩૨૯ ભલા રાહ દેખાયા તુહ્મ, છમાસ ગોસ તો છોડ્યા હમે; મુલ્લાં ઉંબરે કહિતે યું, આપકા રહા છોડીને કર્યું. ૧૩૩૦ બાંભણ પંડિત યું મુખે ભણે, ન જઈએ પોસાળે હાથી હણે; સબ જુઠે હૈં એક તુહ્મ સાચ, તુહ્મ નગીના ઓર સબ કાચ. ૧૩૩૧ સોફી સંન્યાસી દરવેસ, દેખે ઈદ્રજાલીઆ ભેસ; હિંસક કપટી રાખે દામ, ખાવે ગોસ કરિ પાતિક કામ. ૧૩૩૨ ભંગી ભંગ ચઢાવે બહુ, ખોટે દૂર કીએ હમ સહુ; અવલ ફકીર તુજમ્ નહિ ફંદ, પૂરે ગુણ ક્યું પુન્યમ ચંદ. ૧૩૩૩ દેવી મિશ્ર પંડિત તિહાં હતો, તેહને પાતશા એમ પૂછતો; હીરવિજયસૂરિ મૈસા યતી, દેવી મિશ્ર કહે પંડિત અતી. ૧૩૩૪ પાતશાહે દીધી પામરી, દિગંબર આવ્યો આડંબર કરી; કહે હું ઘણો ભયો છું સહી, હાડ ચરમેં ન અડકું કહી. ૧૩૩૫ હીંગ તેલ કૂડાનું ઘીઅ, એ નહુ ખાઉં જાણો લીહ; પૂછે પાતશા રાખો દામ, બોલી ન શક્યો ગલીઓ તા. ૧૩૩૬ પાસે ગપી જે મીઠો ખાન, દિલીપતિ કરતો તસ સાન; તેણિ બીહાવ્યો દિગંબર તણે, તુને પાતશા હવડાં હણે. ૧૩૩૭ ઉપાય એક છુટકા કરો, લઈ કોડી મુખ માંહિ ભરો; લહી ગરીબ મુંકે પાતશા, બોલ ગપીના હીઅડે વશ્યા. ૧૩૩૮ કોડીએ મુખ ભરીઓ જામ, ગપી બોલ્યો તિહાં કણિ તામ; છોડીએ પાતશા ઈનકે સહી, સુંઠી બાત ઇનેં સબ કહી. ૧૩૩૯ કહે પાતશા કિમ ખલ ઘાડ, મોહોમેં કયું બાયેતેં હાડ; કર્યો ફજેત ઉતાર્યું નીર, જગમાં સાચો જગગુર હીર. ૧૩૪૦ જગચંદ્રસૂરિ તે જગમાં સાર, આંબિલ કીધાં વરસ જ બાર; આદ્ધપુર નગરી મેં જોય, તપા બિરૂદ તિહાં કણિ હોય. ૧૩૪૧ ત્રંબાવતી નગરીમાં જોય, દફરખાન તવ હાકિમ હોય; મુનિસુંદરસૂરીશ્વર જેહ, જીતેં વાદ દિગંબર તેહ. ૧૩૪૨ પા. ૧૩૪૦.૧ બાંહે તમ ૧૩૪૧.૨ આહમપુર ટિ. ૧૩૨૭.૨ ખલઅંચ = ખચકાટ ૧૩૨૮.૧ ચરમ = ચામડું Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫૭ “વાદીગોકલસાંઢ વૃંદ થાય, તિમ તિહાં બોલ્યો અકબર શાહ; જગત ગુરુ બિરુદ તે દેહ, હીર તણી શોભા વાધેલ. ૧૩૪૩ સારસ પરમુખ પંખી બહુ, રાતે અણાવી મુક્યાં સહુ પાંખો આપ સમારે સહી, મુકે પાતશા હીરને કહી. ૧૩૪૫ પંખી એક ન ઊડે અમેં, લીઈ પાતાશા હાથે તમેં; શાંતિચંદ બોલ્યો લેઉ અહ્મ, પાતશા કોટેગા એ તમ્મ. ૧૩૪૬ અકબરશા તબ ઉત્તર દેહ, ક્યા કાઠેગા હમકું એહ; ઐસે હમ કાટે શું બોહોત, તુમ દિદારતે ધર્મી હોત. ૧૩૪૭ બાર હજાર હમહિ ચીતરે, ચઉદ હજાર હરિણભી ખરે; - ઉનમેંકા મરતા હૈ જેહ, ચીત્તેકું ખિલાઉ તેહ. ૧૩૪૮ જતા હરિણ ન મારું કોઈ, બોહોત સબાબ એ તુમકું હોઈ; ઈમ કહી મુકે જીવ અનેક, હરિણ રોઝ સસા નહિ છેક. ૧૩૪૯ એક હરિણી હરિણાને કહે, ક્યું રે કંથ નચિંત થઈ રહે; પાતશાએ તેડ્યો ભરતાર, હણ્યા પછી મુજ કુણ આધાર. ૧૩૫૦ હરિણો કહે ન હણે નરધીર, એહને મિલ્યો જગતગુરુ હીર; મુકાવી મોકલે વન માંહિ, હવે બંધન પડવું ક્યાંહિ ? ૧૩૫૧ શિકારીઓ જંગલમાં ફરતા નથી. જંગલમાં ગાય સુખથી ચરે છે. માછીમાર માછલાંને પકડતો નથી એ હીરગુરુની કૃપાથી. ઘેટાંબકરાં, ભેંસ, બળદ, ઘોડા, ગાય અને પંખીઓ કહે છે મુનિરાય હીરવિજય ચિરંજીવ હો. સસલાં, સેલાં, શૂકર – સૌ હીરગુરુના ગુણ ગાય છે અને પંખીઓ ગગુરુના પાય પ્રણમે છે. બાદશાહ જગગુરુને આજીજીપૂર્વક કહે છે, “તમારા કામનું કાંઈક માંગો.” હીર કહે છે “ઘણા કેદીઓ છે તેમને છોડો તો સુખ પામે.” અકબર કહે, “સારાયે મુલકમાં રાડ પડાવનાર એ મોટા ચોર છે. એ હજારોને બગાડશે. એટલે મારે ત્યાં સુધી એ અહીં જ ભલે રહ્યા. વાઘ, સિંહ, ચિત્તા, કૂતરા, બિલાડી, સાપ, ઊંદર અને પાપી મનુષ્ય આટલા જીવો તો જગતમાં સૂતેલા જ સારા. માટે હે હીરગર, તમે એવું કંઈ અન્ય માગો જેથી તમારા દર્શન-ધર્મમાં વૃદ્ધિ થાય.” ત્યારે શાંતિચંદ્રે કહ્યું, “હે હીરગર, આમાં વિચાર શું કરો છો ? બધા ગચ્છવાળા આપનાં ચરણોમાં નમે એવું કંઈક માંગી લો.” ત્યારે હીરે મૂઠી વાળી કહ્યું કે “આવું કાંઈ માગતાનો મારે નિયમ છે. વળી, વીર શ્રેણિકના વખતમાં પણ એમ બન્યું નથી. તો તમે આવું બોલી મને ફજેત કરતા નહીં.” આ સાંભળી બાદશાહ પૂછે છે, “તમે બન્નેએ શી વાત કરી ?” ત્યારે હીરે જે સત્ય વાત હતી તે પ્રગટ કરી. પા. ૧૩૪૩.૧ બિરુદ (વૃંદને સ્થાને) ૧૩૪૯.૧ જીવતા ટિ. ૧૩૪૮.૧ ચીતરે = ચિત્તા ૧૩૪૯.૧ જીતા = જીવતા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત બિરબલે ત્યારે કહ્યું કે જો હુકમ હોય તો હે હીર, હું કંઈક પૂછું. બાદશાહે સંમતિ આપી એટલે બિરબલે પૂછ્યું, “શંકર સગુણ છે કે નિર્ગુણ ?” હીરે કહ્યું, “તે સગુણ છે.” ત્યારે બિરબલે કહ્યું “શંકર નિર્ગુણ છે.” હીરગુરુએ વળતું પૂછ્યું, “શંકર જ્ઞાની કે અજ્ઞાની ?” બિરબલે કહ્યું, “જ્ઞાની.” પછી હીરે પૂછ્યું “જ્ઞાન ગુણ કે અવગુણ ?” ત્યારે કોઈ બોલી શક્યું નહીં. બિરબલ પણ આ વેળા બંધાઈ ગયો. ત્યારે બાદશાહે હીરગુરુની ખૂબ પ્રશંસા કરી. કહે, “આ મોટા દેવપુરુષ છે. એમની વાત કહી જાય એવી નથી. હીર એક જ સાચા છે, બીજા જૂઠા છે.” એમ અકબર ગાજીને કહે (દુહા) આહેડી વન નવિ ફરે, સુખે ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સો ગુરુ હીરપસાય. ૧૩પર અજા મહિષા મહિષ ધણ, વૃષભ તુરંગમ ગાય; પંખી કહે ચિરંજીવજો, હીરવિજય મુનિરાય. ૧૩૫૩ સસલા સેલા શૂકર, હીર તણા ગુણ ગાય; ઋષભ કહે બહુ પંખિયા, પ્રણમે જગગુરુપાય. ૧૩૫૪ . (ચોપાઈ) જગગુરુને શાહ કહે ગહગહી, તુમ્ભારે કામકા માંગો સહી; હીર કહે બંધીજન બહુ, છોડો તો સુખ પાર્વે સહુ. ૧૩૫૫ કહે અકબર એ મોટે ચોર, મુલકમેં બોહોત પડાયેં સોર; એક ખરાબ હજારકું કરે, હાં ભલે એ જબ લગ મરે. ૧૩૫૬ વાઘ સિંઘ ચીતર કૂકર, મંજારી ને પાપી નરા; ભુજંગ ભૂખ ઉંદર એકલા, એહવા જીવ જગિ સૂતા ભલા. ૧૩૫૭ દૂજા માંગો અવલ ફકીર, કછુઆન માંગો આપકા હીર; ઐસા કછુ માંગો અહિ તોય, દરસણ તુલ્બારા બધતા હોય. ૧૩૫૮ શાંતિચંદ તવ ભાખે અમ્યું, હીરજી તુહ્મ વિચારો કર્યું માંગો એહવું એણિ ઠાય, સાધ સકલ ગચ્છના લાગું પાય. ૧૩૫૯ હીરે મૂઠી વાળી સાર, એણી વાતે મુનિ ચોવિહાર; વીર શ્રેણિક વાર એમ નહિ, બોલી ફજેત મ કરસ્યો અહિ. ૧૩૬૦ સુણી બાત પાતશા મુખથી ભણે, ક્યા તુલ્મ બાત કરી દો જણે; હીરે બાત પ્રકાશી ખરી, ઘણી સુપરત સુલતાને કરી. ૧૩૬૧ પા. ૧૩૫૮.૧ પ્રબલ ફકીર ૧૩૫૯.૨ સાધ સકલ ૧૩૬૦.૧ રૂઠા તે વેલા ૧૩૬૧.૨ સુપારિત ટિ. ૧૩પર.૧ આહેડી = શિકારી ૧૩૬૦.૧ ચોવિહાર = નિયમ Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૫૯ બીરબલ બોલ્યો તિહાં ધીર, હુકમ હોઈ તો પૂછું હીર; કહે અકબર પૂછે ક્યું નહિ, બીરબલ મુખ બોલ્યો તહિ. ૧૩૬૨ શંકર સગુણ નિગુણ કહો સોય, હીર કહે તે સગુણો હોય; બીરબલ બોલ્યો તેણી વાર, શંકર નિગુણો સહી નિરધાર. ૧૩૬૩ હીર કહે તુહ્મ સુણો નરીશ, જ્ઞાની કે અજ્ઞાની ઈશ; બીરબલ કહે જ્ઞાની ખરો, હર કહે બુધ હીઅડે ધરો. ૧૩૬૪ જ્ઞાન તે ગુણ અવગુણ કહો રાય, બોલી ન શકે તેણે ઠાય; બીરબલ બંધાણો જર્સે, અકબર ઘણું પ્રશંસે તમેં. ૧૩૬૫ એહ બડે દેવતા સહી, ઈનકી બાત ન જાએ કહી; સબ જૂઠે એક સાચા હીર, બોલે અકબર ગાજી મીર. ૧૩૬૬ બાદશાહ કહે છે બધા ખોટા છે. જોગી નામ ધરાવે ને મોટા મંદિરમાં મહાલે. કેટલાક સૂફી, શેખ અને કથાધારીઓને પૈસા રાખતા અને બન્ને સ્ત્રીઓ રાખતા જોયા છે. કેડે લંગોટી લગાવી જોષ જોતા અને યજ્ઞયાગની વાત કરનારા કેટલાક હોય છે. તેમને માટે નરક નિશ્ચિત છે. કેટલાક મુસલમાન મહેર – કૃપા રાખવાની વાત કરી જીવને મારી ખાતા હોય છે. તેઓ પોકાર કરે તો પણ ખુદા તેમને મળશે નહીં. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર કરનારા ને દંડધારી દરવેશો કેવળ ફંદા કરનારા હોય છે. તાપસ અને તાપસી માંગીને ખાય, પણ તેઓ ભોગવિલાસ કરે, એ ખરાં વૈરાગી નથી. કેટલાક બૌદ્ધ-વૈષ્ણવ સંન્યાસી મઠમાં રહે પણ સ્ત્રીથી પોતાને દૂર રાખી શકે નહીં. કેટલાક ગોદડિયા સાધુ, ગિરિઓ, પુરીઓ, અને નાગા બાવા હોય છે જે ક્રોધ ખૂબ કરે પણ જ્ઞાન કશું હોય નહીં, તે અનેક ધંધામાં લાગેલા હોય છે. ભસ્મ લગાવી લોકોને ભય પમાડે, હક્ક કરે, જે માગે એ આપવામાં ન આવે તો કૂદકા મારે. અઘોરીની જેમ જંગલમાં ફરે ને અભક્ષ્ય ખાય. અકબર કહે છે – આવા બધા સાધુઓ મને ગમતા નથી. (ઢાળ ૬૦ - દેશી મન ભમરાની) બોલે અકબર પાતશા, સબ ખોટે બે; • જોગી નામ ધરાય, મંદિર મોટે છે. ૧૩૬૭ સોફી શેખ દેખે બહુ, કંથાધારી બે; રાખે દમડા પાસ, દોદો નારી છે. ૧૩૬૮ કડી કાપડી ભારતી, જાણ જોસી બે; કરે જગનકી બાત, દોજખ હોસી બે. ૧૩૬૯ નામ મુસલમાન મહિરવાં, જીવ ખાતે બે; કરે જગનકી બાત, ખુદા નહું પાવે છે. ૧૩૭૦ પા. ૧૯૬૯.૧ નારિથી (“ભારતીને બદલે) ૧૩૬૯.૨ જગતકી ૧૩૭૦.૧ મહિવાન જનાવર Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત મંતી તંતી જંતરી, મુનિ મુખ જંદા બે; દંડધારી દરવેસ, માંડે ફંદા બે. એક તાપસ એક તાપસી, ખાવે માંગી બે; કરતે ભોગ વિલાસ, નહિં વૈરાગી બે. ૧૩૭૨ બોધે બૌધ વૈષ્ણવ બહુ, મઠવાસી બે; નહિં જોરૂથી દૂર ક્યા સંન્યાસી બે. ૧૩૭૩ ગોદડીઆ ગિરી ને પુરી, આપે નાગા બે; ક્રોધ બહુ નહિં જ્ઞાન, ધંધે લાગા બે.૧૩૭૪ ભસમ લગાવે ભય કરે, હક્ક પોકારે બે; માંગ્યા જો નહુ દેય, કુતકા મારે બે. ૧૩૭૫ ફિરે અઘોરી જંગલે, બૂરા ખાવે બે; કહે અકબરશા આપ, દિલ નહું ભાવે બે. ૧૩૭૬ ફરીફરીને અકબર એક જ વાત કહે છે કે મેં છયે દર્શન જોઈ લીધાં પણ હીરસૂરિની તોલે કોઈ સાધુ નથી. કેટલાક નાગા સાધુઓ ઊભા ઊભા ખાય, કેટલાક પંચાગ્નિની સાધના કરે, કેટલાક જીવને એમાં સળગાવે, કેટલાક ભાંગ ચડાવે, કેટલાક જટાધારી ભૂલા પડે, કેટલાક પગમાં સાંકળ બાંધી રાખે તેવાઓ જીવહત્યા કરીને શું સાધવાના ? એમની બંદગીનો શો અર્થ ? નારીવેશમાં મગ્ન બનનારા, સ્ત્રીની અંગભંગી જોઈને રચનારા, ગોપી અને કૃષ્ણ જેમ એક થાય તેમ સ્ત્રીને ગળે લાગનારા, ભાંડભવાઈ જોનારા, આવા વિષયોમાં રાગ ધરનારા સ્વામીઓ કયો વૈરાગ્ય પામી શકે ? કેટલાક હાથી, રથ, ઘોડા, ખેતીવાડી, બબ્બે ચચ્ચાર સ્ત્રીઓ રાખે, બેટાબેટી પરણાવે, લાખોનો વેપાર કરે, બંસી બજાવતા ગાય ચરાવે, ગોવાલણીની કંચુકી ફાડે, એવા કોઈ ઠગારાને ઈશ્વર કહેવાય જ કેમ ? સોળ હજાર ગોપીઓ સાથે ખેલનાર, સહુને મારનાર, કામી-ક્રોધીને પરમેશ્વર કેમ કહેવાય ? સાંઈ-સ્વામીનું, નિગ્રંથ ગુરુનું અને ધર્મનું સત્ય સ્વરૂપ તો હીરગુરુએ જ કહ્યું. બીજું બધું મિથ્યા છે. હાથી, રથ, ઘોડા, સંપત્તિ, મુલક આમાંનું આપ્યું કાંઈ જ એમણે લીધું નહીં. કષ્ટ આપીને ક્રિયા કાર્ય કરે છે ને તે કોઈનું બૂરું કરતા નથી. કેવળ હીરગુરુએ ઘેટાં-બકરાં, માછલાં, ગાય અને પક્ષીઓની મુક્તિ માગી ને એમની ઉમર વધારી દીધી. જેવી વાત મેં કાને સાંભળી હતી એવી નજરે જોઈ. જેમની કહેણી અને રહેણી એકસરખી છે એવા હીર સાચા નિરપેક્ષી છે. ૧૩૭૧ (ઢાળ ૬૧ હું તુજપર વારી. રાગ કાફી) - બોલે બોલે બોલે રે લાલ, યું અક્બરશાહ બોલે; મેં ખટ દર્શન દેખું ઢુંઢી, હીરકે નહીં કોઈ તોલે હો.યું. તેક નાગે ખડે બી ખાતે, સાધત કેઈ પંચ અગની; કેતે ભી જીવકું ઉનહિ જલાએ, ક્યાં બંદગી ઉનેં કીની હો લાલ. ચું અ. બોલે. ૧૩૭૮ પા. ૧૩૭૧.૧ મઠપતિ તે જે નરા ૧૩૭૭ Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ભંગી ભંગ ચડાવે કેતે, ભૂલે પડે જટાધારી; કેતેક પાઉંસું સંકલ ખેંચે, કયા સાધે જીવ મારી હે લાલ. યું અ. બોલે નારીકા ભેષ બનાયા મરતેં, હોઈ મગન માચે; અંગહી ભંગ દીખાવે સબકું, કયા ઉસ દેખી રાચે હો લાલ યું અ. બોલે. ફૂલ ગુલાલ અબીર ઉછારે, તાલ મૃદંગ ભી વાગે; પરગટ ભાંડ ભવાઈ દેખત, રાગ ધરે જ અભાગી હો લાલ યું અ. બોલે. બ્રાહ્મણકે ગલે ટોડર ઠાર્વે, ઠાકોર નામ ધરાવે; એ પરમેશ્વર સારુ સબહિ, ક્યું સદ્ગતિમેં જાવે હો લાલ. યું અ. બોલે. ગજ રથ ઘોડે કરસણ વાડી, દોદો ચ્યાર સુ નારી; એ પરણાવે બેટાબેટી, લાખું કે વ્યાપારી હો લાલ. યું અ. બોલે. ધેનુ ચરાવત બસ બજાવત, ગ્વાલની કુંચુકી ફારી; એ પરમેશ્વર કહાકે કહીએ, દેખત કોઉ ઠગારી હો લાલ. યું અ. બોલે. સોલ સહસ ગોપીમેં ખેલ્યા, માર દેત સબકોઈ; ક્રોધી કામીકું પરમેશ્વર, હમ જેસા ભોગીઅ હોઈ હો લાલ. યું અ. બોલે. સાય સ્વરૂપ કહ્યા સાંઈકા, ગુરુ નિગ્રંથ હી મોટે; ૧૬૧ ગોપી જ્યું એક હોઈ એક કાન્હા, જાય ગળે ઉસ લાગે હો લાલ. યું અ. બોલે.૧૩૮૧ કયા વૈરાગ પાવે ઉસ દેખ્યું, સામી હોત સરાગી; ૧૩૭૯ ૧૩૮૦ = ૧૩૮૨ ૧૩૮૩ ૧૩૮૪ ૧૩૮૫ ૧૩૮૬ સાચા હી ધર્મ કહ્યા ગુરુ હીરેં, ઔર કહું સબ ખોટે હો લાલ. યું અ. બોલે. ગજ રથ ઘોડે માલ મુલકહું, દેતે છુઅ ન લીના; કિરિયા કર્મ કરે દેહી કરે, કિનકા બુરા ન કીના હો લાલ. યું એ. બોલે. કછુ ન માલ મુલક ઘર માંગે, માંગત હીર ગદાઈ; અજા મીન ગઉ પંખી છુડાએ, સારેકી ઉમર વધાઈ હો લાલ. ચું અ. બોલે. ૧૩૮૯ જૈસી બાત સુણીથી કાને, ઐસી નજરે દેખી; કહેણી રહેણી હૈ દો સરખી, હીર સાચો નિરાપેખી હો લાલ યું અ. બોલે. ૧૩૮૭ ૧૩૮૮ ૧૩૯૦ અકબરે રાવત, ખત્રી અને મીર બધાનાં દેખતાં હીરગુરુની ઘણી પ્રશંસા કરી. રાજાનો હુકમ થયો. (વિનંતી થઈ) કે “તમે ફત્તેહપુરમાં ચોમાસું કરો.’ વાજતેગાજતે હીરગુરુ ઉપાશ્રયે આવ્યા. સર્વત્ર આનંદ મહોત્સવ થયો. કદી નિષ્ફળ ન થાય તેવી હીરગુરુ દેશના આપે છે. દૂજણમલે પ્રતિષ્ઠા કરાવી અને ઘણું દાન આપ્યું. પ્રતિદિન ઉત્સવ થયા. ત્યારે બાદશાહે હીરગુરુને યાદ કર્યાં. મળીને કહ્યું, “કંઈ સારું કામ કહો. હું તો તમારું જ નામ જપું છું. આજે તમારાં દર્શન પા. ૧૩૭૯.૨ બુરી સાધે ૧૩૮૫.૧ ડોઉંઅ બરાબત, ગોલની કંચુકી ૧૩૮૭.૧ હીરકા પંથ હી ૧૩૮૯.૧ કોઉ (‘કછુ’ને બદલે) ૧૩૯૦.૨ કહેણી કરેણી રહેણી સરખી ટિ. ૧૩૮૦,૧ માર્ચ ફુલાય, ૧૩૮૩.૧ ટોડર = કલગી, છોગું ૧૩૮૪.૧ કરસણ = ખેતી ૧૯૮૫.૧ ગ્વાલ = ગોવાલણી ૧૩૯૦.૨ નિરાપેખી = નિરપેક્ષ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત થયાં. મારે લાયક કાંઈ કામ જણાવો.” ત્યારે હીરે કહ્યું, “જે જજિયાવેરો અને તીર્થસ્થાનમાં મુંડકાવેરો લેવાય છે તે બંધ કરો.” બાદશાહે કહ્યું કે “એ બધા વેરા છોડ્યા. હવે બીજું કાંઈ માગો.” હીરગુરુ કહે છે, “તમે ઘણું આપ્યું. જે તમે કર્યું એવું તો કોઈ કરે નહીં.” ત્યારે બાદશાહ કહે છે “મારે શનિની પનોતી છે તે દૂર કરો. હુમાયુ મર્યો ત્યારે દુકાળ પડ્યો હતો. એવું કરો કે તે (પનોતી) નાશ પામે – દૂર થાય.” ત્યારે વિમલહર્ષ બોલ્યા, “હે બાદશાહ, તમે તો ધર્મી છો. અને હીરગુરુની તમને દુઆ મળી છે તો સમજો કે શનિની પનોતી ગઈ.” પછી હીરગુરુનો હાથ પકડીને બાદશાહ તેમને આઘે લઈ ગયા અને કંઈક વાત કરવા લાગ્યા. તે વખતે ગપી મીઠો ત્યાં જઈ ચડ્યો. મુખથી “નમો નારાયણ' ઊચરે છે ને ચેષ્ટા કરતો જાય છે. પાદશાહે તેને પામરી આપી દૂર કર્યો. પછી હીરગુરુ આશીર્વાદ આપીને ત્યાંથી ચાલ્યા. અકબરશાહ ધર્મમાર્ગે વળ્યા. નવરોજના દિવસો આવ્યા ત્યારે સ્ત્રીઓ પણ બજારમાં જોડાઈ. એક સ્ત્રી વસ્ત્ર વેચતી હતી. બાદશાહે તેને પૂછ્યું, “તારે કોઈ સંતાન નથી ?” ત્યારે સ્ત્રી કહે, “તમે જાણો છો ?” ત્યારે અકબરે તને પાણી મંત્રીને આપ્યું અને કહ્યું કે આ પીને ધર્મનું કામ કરજે. જીવહિંસા કરીશ નહીં, માંસ ખાઈશ નહીં. તો તારે ઘણાં સંતાન થશે.” આમ ધર્મી બાદશાહ પાપનિવારણ કરે છે. પુણ્યોદયે પેલી સ્ત્રીને ચાર પુત્ર થયા. બાદશાહની કીર્તિ ચોમેર ફેલાઈ. કોઈ આગ્રાનો સોદાગર વેપાર અર્થે પરદેશ ગયો. રસ્તામાં લેણદારો મળ્યા. ત્યારે તેણે માનતા રાખી કે જો માલ બચી જશે તો ચોથો હિસ્સો અકબરશાહને આપીશ. આવો મનમાં વિચાર કર્યો ને તેના એક હજાર રૂપિયા બચી ગયા. બીજી વાર એણે એવો વિચાર કર્યો કે વેપાર સારો થશે તો તેમાંથી ચોથો ભાગ આપીશ. પછી ત્રીજી વાર વેપાર કર્યો ને તેમાંથી બાર હજાર રૂપિયા કમાયો. વેપારીએ દિલ ચોર્યું ને “ચોથ આપી નહીં. ત્યારે અકબરે ગુસ્સે થઈ તેને તેડાવ્યો ને પૂછ્યું કે તે “ચોથ' કેમ આપતો નથી ? ત્યારે તેણે કહ્યું કે “તું જાગતો પીર છે. મને થયું કે મારી મનની વાત કોઈ જાણતું નથી. પણ તમારાથી છાનું કાંઈ જ નથી.” ચોથ આપીને તે ઘેર ગયો. એક સ્ત્રીએ માનતા રાખી કે જો મને પુત્ર થશે તો હું બે શ્રીફળ ચડાવીશ. તે બાઈને પુત્ર થયો ને તેણે હરખાતાં હરખાતાં એક શ્રીફળ અકબરને ધર્યું. ત્યારે અકબરે કહ્યું કે “બે શ્રીફળ માનેલાં ને એક કેમ આપ્યું ?” આમ બીજું શ્રીફળ માગીને લીધું. એક શેખ અકબરને મળ્યો ને કહ્યું કે હું માટીમાંથી સાકર બનાવી દઉં. બાદશાહે ઘણી માટી મંગાવી. પેલાએ એની સાકર બનાવી. પણ બાદશાહ છેતરાય એમ ન હતો. એણે સાકર પાણીમાં બોળી ત્યારે માટીનાં દડબાં જ થયાં. એણે શેખનું ધન લૂંટી લીધું. એક વાણિયાને ઘેર ઘણી લક્ષ્મી. તે લોકોને વ્યાજે આપતો. એક ખત્રીને નાણાં આપેલાં તે ઉઘરાણી કરી. એક દિવસ ખત્રાણી મોટેથી બૂમો પાડવા લાગી કે આ વાણિયો મને વળગ્યો. કલહની વાત અકબર પાસે ગઈ. બાદશાહે પૂછતાં ખત્રી કહે, “વાણિયો ખરાબ છે. એણે એવું ખોટું કામ કર્યું છે જે મારાથી કહ્યું જતું નથી.” ખિજાયેલા બાદશાહે વાણિયાને બોલાવ્યો ને સાચી વાત જણાવવા કહ્યું. વાણિયાએ કહ્યું કે “પેલો જૂઠો છે. નાણાંની ઉઘરાણી કરતાં એની સ્ત્રી મને વળગી. મારી ફજેતી કરી મને કલંકિત કર્યો. Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ સાચો ન્યાય કોઈએ ન કર્યો. બાદશાહ એને પૂછે છે, ‘અંદરથી તું પવિત્ર (પાક) કે અપવિત્ર (નાપાક) ?’ વાણિયો કહે, ‘નાપાક.' પછી પેલી સ્ત્રીને બોલાવીને પૂછ્યું એટલે તે કહે, ‘વાણિયો નીચ છે. પુરુષ આગળ સ્ત્રીનું જોર શું ચાલે ? એક હાથીથી બધી હાથણીઓ ડરે. બાદશાહને સોળસો સ્ત્રી હાથ જોડે.' બાદશાહને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રી જૂઠી છે. એણે સ્ત્રીને પૂછ્યું “વાણિયો પાક કે નાપાક ?” પેલી સ્ત્રીએ કહ્યું “પાક.” ત્યારે બાદશાહે વાણિયાનાં વસ્ત્ર કઢાવ્યાં તો એ નાપાક જણાયો. ખત્રાણી ફજેત થઈ. ખાસડાં મારી તેની પાસેથી પૈસા અપાવ્યા. આવાં તો ઘણાં બુદ્ધિનાં કામ એણે કર્યાં. જાણે દયાવંત અભયકુમાર, ઋદ્ધિમાં ભરત નરેશ્વર, બળમાં ગોવિંદ, જ્ઞાનમાં બૃહસ્પતિ જેની હિંદુ અસુરો સેવા કરે છે. આવો અકબર હીરગુરુના સંગથી ઉત્તમ ધર્મી બન્યો. તે રાજ્ય ચલાવે છે, જીવરક્ષા કરે છે. હીરગુરુ પછી ત્યાંથી વિહાર કરે છે. (ચોપાઈ) અકબરે ઘણું પ્રશંસ્યો હીર, રાવત ખત્રી દેખત મીર; હુકમ હુઓ હમારે પાસ, ફત્તેપુર તુક્ષ્મ રહો ચુમાસ. વળ્યા વાજતે હીરસૂરિંદ, બહુ પાખરીઆ ગઢે ગયંદ; ૧૬૩ ૧૩૯૧ ઉપાસરે આવે ગુરુરાય, ઓચ્છવ મોચ્છવ સબળો થાય. ૧૩૯૨ કરે વખાણ વેધ્યું મુનિરાય, હીરદેશના નિફલ ન જાય; દૂજણમહિં પ્રતિષ્ઠા કીધ, સબળ દાન જગમાંહિ, દીધ. ૧૩૯૩ દિન દિન ઓચ્છવ હોઈ સેં, કરે યાદ તે પાતશા તસેં; હીર મિલ્યા અકબરને તામ, સખરો બેસવા આપે ઠામ.૧૩૯૪ કહે ચંગા કાંઈ કહીએં કામ, હમ જપતે તહ્મારા નામ; આજ દીદાર પાયા તહ્મ તણા, કહીએં કામ કછૂ આપણા. હીર કહે તુહ્મ ભલા સુજાણ, છોડો પુંછી જજીઆ દાણ; અકર અન્યાય તીરથ મુંડ્યકું, તે કિમ હોઈ પાતશા થયું. કહે પાતશા છોડ્યા સબ, કછુભી માંગો જગગુરુ અબ્બ; હીર કહે બોહોત તુમ દીઆ, કોઈ ન કરે તે તમહિં કીઆ. ૧૩૯૭ સુણી પાતશા બોલ્યો તામ, કહીએ મીનશનીયરિકા કામ; હુમાયુ મૂઆ તબ પડ્યા દુકાલ, કરો કછુ ઐસા હોઈ વિસરાલ. વિમલહર્ષ બોલ્યો તિણિ ઠાય, તુમ તો હો ધરમી પાતશાય; હીર ફકીર દુઆઈ કરી, ગઈ બલાએ મીન શનીચરી. ૧૩૯૯ પછે હીરનો ઝાલી હાથ, તેડી પાતશા આઘો જાત; બેસી બાત કરી ગુરુ મીર, જાણે તેહ જગતગુરુ હીર. ૧૩૯૫ ૧૩૯૬ ૧૩૯૮ ૧૪૦૦ ટિ. ૧૩૯૪.૨ સખરો = સુંદર ૧૩૯૬.૨ તીરથ મુંક્યકુ = તીર્થમાં લેવાતો માથા (દીઠ) વેરો. ૧૩૯૮.૨ વિસરાલ = નષ્ટ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત હર પાતશા કરતા બાત, ગપી મીઠો તવ પરગટ થાત; શિર ઉઘાડી આઘો જતો, હીર વચે આવી બેસતો. ૧૪૦૧ નમો નારાયણ મુખ ઉચ્ચરે, ચેષ્ટાનાં ચેન જ તિહાં કરે; પાતશાહે આપી તબ પામરી, કહ્યું દૂર ગયો તવ ફરી. ૧૪૦૨ દઈ મોહોત ચાલ્યા ગુરુરાય, અકબર શાહ બહુ ધર્મી થાય; | નવરોજના દિન આવ્યા અનેં, જનાના બજાર જોડાએ તમેં. ૧૪૦૩ વેચે અંશુક એક સુંદરી, બોલ્યો પાતશા તે જોઈ કરી; તેરે ફરજન નહિ કોઈ કહો, કહે જોરુ તુહ્મ જાણતા હો. ૧૪૦૪ પાણી મંત્રી આપ્યું તામ, પી કર કીજે ધર્મકા કામ; જીવ ન મારે ગોસ્ત મ ખાય, તેરે ઘર ફરજન બહુ થાય. ૧૪૦૫ એહવો પાતશા ધર્મી શિરે, પાપ થકી જ નિવારણ કરે; પુણ્ય પુત્ર હુઆ તસ સ્કાર, કરતિ પસરી ઠારોઠાર. ૧૪૦૬ સોદાગર એક આગરાઈ કહ્યો, વ્યાપાર કાર્ય પરદેશ ગયો; વાટે લેણીઆ મળીઆ જામ, માને અકબરશાહને તા. ૧૪૦૭ માલ ઉગત્યે જો આપણો, ચોથો વાટો અકબર તણો; કીધો દિલસું ઇસ્યો વિચાર, ઉગર્યા રૂપક એક હજાર. ૧૪૦૮ ચિંતવ્યું એકદા કરી વ્યાપાર, ચોથ આપજ્યું સહી નિરધાર; ત્રીજી દાન કીધો વ્યાપાર, રૂપક પામ્યો બાર હજાર. ૧૪૦૯ દિલ વણસાડ્યું ન દીએ ચોથ, શાહ અકબર ગુસ્સે તબ હોત; તેડાવ્યો જન મોકલી ઘણો, ક્યું બે ચોથ ન દેત હમ તણો. ૧૪૧૦ કહે સોદાગર સુણ તું મીર, તું તો જગમાં જાગંતો પીર; મેં બૂઝયા નહિં જાણે કોય, તુહ્મથી છાંના નહિ કછુ હોય. ૧૪૧૧ આપી ચોથ ગયો ઘર તેહ, દેખત જરબો જગમાં એહ; એક સ્ત્રી માને અકબર તણે, દેઉં વધામણું ઉચ્છવ ઘણે. ૧૪૧૨ મૂકું શ્રીફળ આગળ દોય, જો હારે ઘર બેટો હોય; હવો પુત્ર હરખી તસ માય, દીએ વધામણું તેણે ઠાય. ૧૪૧૩ શ્રીફળ એક મૂક્યું એટલે, અકબર શાહ બોલ્યો તેટલે; દો માને થે એક ક્યું દીઆ, દુસરા શ્રીફલ માંગને લીઆ. ૧૪૧૪ એક શેખ અકબરને મિલે, કરું સાકર તબ માટી ટળે; માટી અણાવે પાતશા ઘણી, સાકર સાર કરી તેહ તણી. ૧૪૧૫ પાતશાહ છેતર્યો ન જાય ક્યાંય સાકર બોળે પાણી માંહ્ય; માટી દડબાં હુવા તામ, લૂંટી લીધા શેખના દામ. ૧૪૧૬ પા. ૧૪૦૪.૧ વેચે વસ્ત્ર ટિ. ૧૪૦૪.૨ અંશુક = વસ્ત્ર ૧૪૦૮.૧ વાંટો = હિસ્સો, ભાગ ૧૪૧૦.૧ ચોથ = ચોથો ભાગ Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૬૫ એક વણિક ઘર લખિમી ભરી, આપે કરજ તે લોકને ફરી; એક ખત્રીને આપ્યા દામ, કરતો ઉઘરાણીનું કામ. ૧૪૧૭ એક દિન ખત્રાણી તસ નારિ, ઊઠી વેગે ઘણું પોકારિ; વળગ્યો વાણિયો એ મુજ સહી, વઢતાં વાત અકબર કે ગઈ. ૧૪૧૮ પૂછે પાતશાહ ક્યા મામલા, ખત્રી કહે વાણિગ નહી ભલા; બુરા કામ કીના ઇને સહી, મુંહસું બાત ન જાએ કહી. ૧૪૧૯ ખીજ્યો પાશા બહુ મનમાંહિ, તેડ્યો વાણિયો અળગો ત્યાંહિ; કે સાચી કે જૂઠી વાત, માંડી ખરો કહે અવદાત. ૧૪૨૦ કહે વણિગ એ મૂઠો ધારિ, દામ માંગતાં વળગી નારિ; થઈ ફજેત કલંક મુજ દિઓ, સૂધો ન્યાય કુણ નહું કિયો. ૧૪૨૧ પૂછે પાતશાહ વળિ વાંક, ભીતર તુંહિ પાક નાપાક; કહે વણિગ નાપાક મુજ ધારિ, રાખ્યો અળગો તેડિ નારિ. ૧૪૨૨ પૂછે પાતશા કહો અવદાત, કિયા હરામ વણિગ કમજાત; બોલે પાતશા જોર ક્યું થાય ? ફેરું સુઈ દોરા કયું બાય. ૧૪૨૩ મરદ આગે જોરુ ક્યા કરે, એક ગયંદ કરિણી સબ ડરે; એક પાતશા દુનિયાંકા નાથ, સોલસ સ્ત્રી જોડે હાથ. ૧૪૨૪ હસે પાતશા એણે ઠારિ, દિલશું ખોટી જાણી નારી; પૂછે પાતશા કછુ જાણિયા, પાક નાપાક સા બાણિયા.૧૪૨૫ મુંડી દાઢી દેખી કરી, બોલી નારી ધીરજ ધારી; વણિગ પાક ! મેલો નહિ માંહિ, વસ્ત્ર કઢાવે પાતશા ત્યાંહિ. ૧૪૨૬ મુંડી દાઢી છર નવ ગ્રહ્યો, ઉતાવળો જ અધૂરો રહ્યો; નાપાક સહુએ દીઠો મૈિં, થઈ ફજેત ખત્રાણી તિસેં. ૧૪૨૭ દઈ ઈંજાર અલાવ્યા દામ, એહવાં ઘણાં છે બુદ્ધિનાં ઠામ; જાણું આવ્યો અભયકુમાર, દયાવંત કુંવર નર સાર. ૧૪૨૮ ઋદ્ધિ જાણે ભરતનરિંદ, બળે કરી જેહવો ગોવિંદ; જ્ઞાને કરી બૃહસ્પતિ દેવ, હિંદુ અસુર કરતા જસ સેવ. ૧૪૨૯ એડવો અકબર અવલિઓ જોય, હર સંગથી ધર્મી હોય; પાળે રાજ્ય કરે જીવ-સાર, હીર મુનિ પછે કરી વિહાર. ૧૪૩૦ વિહાર કરતાં હીરગુર અકબરની રજા માગે છે. ત્યારે અકબર કહે છે “સદા અહીં જ રહો. ફત્તેહપુર સારું ગામ છે.” ટિ. ૧૪૨૦.૨ અવદાત = વૃત્તાંત ૧૪૨૨.૧ પાક-નાપાક = પવિત્ર-અપવિત્ર ૧૪૨૪.૧ ગયંદ = હાથી, કરિણી = હાથણી ૧૪૨૮.૧ ઈંજાર = ખાસડાં ૧૪૩૦.૧ અવલિઓ = ઉત્તમ, અવ્વલ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીર કહે છે, “સ્ત્રી પિયરમાં, પુરુષ સાસરે ને સાધુ સ્થિરવાસ રહે તો ત્રણે અળખામણાં થાય. આ ત્રણ કારણે અમે તો વિહાર કરીશું જ. દિલમાં મહેર – દયા ધરજો, ઈશ્વરને યાદ કરજો અને ભલાઈ છોડશો નહીં.” દિલ્હીપતિ બાદશાહ ત્યારે બે હાથ જોડી કહે છે “ખેર, મહેર અને તમારું નામ શું છોડીશ નહીં. કેમકે એ તો તરવા-તારવાની હોડી છે. બાજનો શિકાર કરીશ નહીં, ચિત્તા-વાઘને મારીશ નહીં, હરણ, રોઝ, સસલાં, સાબરને ઉગારીશ. રવિવારે કોઈ જીવને હણીશ નહીં. વર્ષની ત્રણ અઠ્ઠાઈ, વર્ષગાંઠને સંક્રાંતિને દિને જીવ મારીને ખાઈશ નહીં. જ્યાં જ્યાં મારી આણ છે ત્યાં કોઈ જીવને પકડે નહીં એવી વ્યવસ્થા થશે. અન્ય કાંઈ કામ કહો. તમે જાવ છો જ શા માટે ?” હીરગુરુ કહે છે “અમારા પટ્ટશિષ્ય વિજયસેનસૂરિ અમને બોલાવે છે. સાધુ ચલતા ભલા. તે ધર્મનો રાહ ચલાવે છે.” અકબર કહે “આપને યોગ્ય લાગે તેમ જ કરો. વિજયસેનસૂરિને એકવાર અવશ્ય અહીં મોકલશો.” દુહા) વિહાર કરી ગુરુ હીરજી, માગે આજ્ઞા તામ; અકબર કહે રહો ઈહાં સદા, ફતેહપુર ભલ ગામ. ૧૪૩૧ સ્ત્રી પીહર નર સાસરે, સંયમિ થિરવાસ; એ ત્રયે અળખામણા, જો મંડિ થિર વાસ. ૧૪૩ર તિણ કારણ અમે ચાલશું, ધરજો દિલમાં મહેર; યાદ ખુદાકો કિજીયે, કદી ન છોડે ખેર. (ઢાળ ૬૨) દિલીપતિ પાતશાહ અકબર, બોલે બે કર જોડી રે; ખેર મહેર તુમ નામ ન છોડું, તરનતારન હોડી છે. દિલ્લી ૧૪૩૪ બેહરી બાજ શિકાર ન ખેલું, ચિત્તા વાઘ ન મારું રે; હરિણ રોઝ સસા ઔર સાબર, સારકોં ઉગારું છે. દિલ્હી ૧૪૩૫ આદિતકે દિન જીવ ન મારું, બરષ તીન અઠ્ઠાઈ | બરષગાંઠ સંક્રાંતિ તણે દિન, મારી જીવ ન ખાઈ બે. દિ. ૧૪૩૯ ચોખંડ આણ ફરે જ્યાં માહરી, ઉહાં કો જીવ ન ઝલતે; ઔર ભી કામ કહો કછુ કીજે, તુમ કાહકોં ચલતે બે. દિ. ૧૪૩૭ હીર કહે વિજયસેનસૂરીશ્વર, પાટવી ઓહી બોલાવે; ફકીર સોહી ફિરતે જ ભલે રે, ધર્મકા રાહ ચલાવે છે. દિ. ૧૪૩૮ કહે અકબર દિલગીર ન હોયે, મન ભાવે ત્યોંઈ કીજે; વિજયસેનસૂરિકોં બહાં ગુરુ, એક બેંર ભેજીજે બે. દિ. ૧૪૩૯ પા. ૧૪૩ર.૧ સહિવાસ ૧૪૩૪.૨ તીન નકકી હોડી ટિ. ૧૪૩૬.૧ આદિત કે દિન = રવિવાર ૧૪૩૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ બાદશાહ કહે છે, “તમે જશો, પછી અમને ધર્મ કોણ સંભળાવશે ? કોઈક સાધુને અહીં મૂકતા જાવ જે અમને શાસ્ત્ર-મર્મ સમજાવે.” ત્યારે હીરસૂરિએ શાંતિચંદ્રને ત્યાં મૂક્યા ને અકબરની રજા લઈ તેમણે વિહાર કર્યો. ૧૬૭ ત્યારે ત્યાં રહેતો જેતો શાહ નામનો ગૃહસ્થ બોધ પામ્યો. તે હીરને કહેવા લાગ્યો, “જો તમે બેચાર માસ રહો તો હું દીક્ષા લઉં” ત્યારે થાનસંગે કહ્યું કે, “જેતા સાંભળ, જ્યાં સુધી બાદશાહનો હુકમ થાય નહીં ત્યાં સુધી તારાથી દીક્ષા લેવાય નહીં.” થાનસિંગ અને માનૂ કલ્યાણે અકબરશાહને જાણ કરીકે જો તમારી આજ્ઞા થાય તો જેતો નાગોરી સાધુ થવા ઇચ્છે છે. અકબરે જેતાને તેડાવ્યો. જેતો નમન કરીને ઊભો ત્યારે પાદશાહે કહ્યું, “શા કારણે તું સાધુ બને છે ? હીરનો માર્ગ દોહ્યલો છે. તારે પત્ની છે કે નહીં ? તને એક ગામ આપું, તું અહીં રહે.” ત્યારે જેતો કહે છે, “મારે પત્ની નથી. મારે પાંચ સગા ભાઈઓ છે તે પોતાનાં સાંસારિક કામો કરે છે. હું તો સંસાર છોડીશ. ગૃહસ્થધર્મમાં અપાર પાપ છે. મરીને દુર્ગતિએ કોણ જાય ? એ કા૨ણે હું સાધુ થઈશ. આ માર્ગ વિકટ છે તો પણ મારે તે સ્વીકારવો રહ્યો. મારે આ દુનિયામાં ધન, ગામનું કામ નથી. સાધુ વિના સતિ નથી. તમારો જો હુકમ થાય તો હું હીરગુરુનો શિષ્ય બનું. પાદશાહે એને મક્કમ જોઈને કહ્યું “તારી ખુશી હો તો તું સાધુ થા.” ત્યારે થાનસંગ વગેરેએ કહ્યું, “હીરસૂરિ આ ગામમાં રહેશે નહીં. તો જેતાને દીક્ષા કોણ આપશે ? તો તમે ગુરુને અહીં રાખો.” અકબર કહે “તમે હીરગુરુની પાસે જઈને કહો કે જ્યાં લાભ હોય ત્યાં તમારે રહેવું જોઈએ. તમારે જેટલા શિષ્યો થશે એટલો તમને ફાયદો છે.” હીરગુરુને ત્તેપુરમાં રાખ્યા ને અકબરે જેતાને દીક્ષા અપાવી. મહોત્સવ થયો. ત્યાં અનેક ઉમરાવો મળ્યા. જેતકુમાર વનમાં આવ્યા. કોઈ ઊંટ પર, તો કોઈ વૃક્ષ પર ચડી સ્ત્રીપુરુષો આ જોવા આતુર છે. ખીરવૃક્ષ નીચે સહુ મળ્યા. ધ્વજ, ચામર વીંઝાયાં. જેતાએ ઘોડા પરથી ઊતરી કુંડળ, બાજુબંધ આદિ અલંકારો અળગા કર્યા. ત્યારે અકબરશાહ દિલગીર થયો. વાળંદે કેશ ઉતાર્યાં. મોગલો મોંમાં આંગળી નાખી ગયા. જેતાએ સાધુનો વેશ પહેર્યો. હીરગુરુએ દીક્ષા આપી, જીતવિજય એવું દીક્ષાનામ આપ્યું. ત્યારે પાદશાહે કહ્યું, “હે ગચ્છપતિ હીરવિજયસૂરિ, સાંભળો. એક પાદશાહી સાધુ વિજયરાજ ઉપાધ્યાય હતા. આ બીજા પાદશાહી સાધુ થયા.” વિજયરાજનો પ્રબંધ આ પ્રમાણે : અમદાવાદનો વાસી, ઓશવંશનો જેઠો શાહ. પત્નીની સાથે જ એ પણ વૈરાગ્ય પામ્યો. ઋદ્ધિ-રમણીનો ત્યાગ કર્યો. તેની સાથે ભાઈ હરખો અને પુત્ર વિજયરાજ પણ સંયમ લેવા તૈયાર થયા. તેઓ વડોદરા આવ્યા. ત્યાંના ખાનખાનાએ જાણ્યું ત્યારે બોલાવીને પૂછ્યું કે “આ સંસાર કેમ છોડો છો ?” ત્યારે જેઠા શાહે કહ્યું, “અમે પતિ-પત્ની બંને વૈરાગી થયાં છીએ. અમારું શાસ્ત્ર એમ કહે છે કે છોડ્યા વિના ભવપાર પમાય નહીં.” ત્યારે ખાન કહે છે, “તમે સંયમ લો, પણ તમારા પુત્રને ન આપો. જ્યારે પાદશાહનો હુકમ થાય ત્યારે એને દીક્ષા આપજો.” ખાને અકબર પાસે જઈને જેઠા શાહની વાત કરી. અકબરશાહે એને તેડાવીને પૂછ્યું, “તમે સાધુ શા માટે થાવ છો ?” જેઠા શાહે કહ્યું, “અમને સંસાર કડવો લાગે છે. ઈશ્વરની વાત મીઠી લાગે Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત છે. સંસાર છોડ્યા વિના તે વાત કેમ થાય ? ગૃહસ્થીમાં ડગલે પગલે પાપ છે. અને સર્વ જીવોને સંતાપ થાય છે.” ત્યારે દિલ્હીપતિએ કહ્યું, “તમારા પુત્રને સાધુ ન કરો. એણે હજી સંસારનો સ્વાદ પણ લીધો નથી.” ત્યારે જેઠા શાહે કહ્યું, “હું એને અહીં મૂકી જાઉં છું. જો એ પરણવા માગતો હોય તો આજે જ પરણાવું. પછી હું સંયમ લઉં.” બાદશાહ રાજી થયો. વિજયરાજને તેડાવ્યો. અકબર એને કહે છે, “તું સાધુ શા માટે થાય છે ? તું હજી નાનો છે, રૂપાળો છે, દુનિયાદારી, ધનસંપત્તિ ભોગવ, સારું ખા-પી, સારાં કપડાં પહેર, સુખ મૂકી જોગી થવાની શી જરૂર ? હાથી-ઘોડા-પાલખી ભોગવ, બાળપણમાં દુઃખી ન થા, સાધુનો માર્ગ કઠણ છે, ઉઘાડે પગે ચાલવાનું, કેશલોચ કરવાનો, જમીન પર સૂવાનું, ટાઢ, તડકો, વર્ષાઋતુ વેઠવાનાં, દેશવિદેશ ફરવાનું – એ કરતાં અહીં રહીને ધર્મ કર.” ત્યારે વિજયરાજ બોલ્યો, “મારાં માતાપિતા જે કરે એ જ હું કરીશ. ગૃહસ્થમાર્ગ ઘણો વિકટ છે. માલિકનાં વચન સહેવાં પડે. ચિંતામાં જ સમય વીતે, સંતાનોને પરણાવવાનાં, રળવામાં રાતદિવસ પસાર થઈ જાય તો ભગવાનને યાદ ક્યારે કરવાના ? એ કારણે હું સાધુ થઈશ. જેમાં પછી રતિભાર ચિંતા જ નહીં. રાજાચોરનો ભય નહીં, જ્યાં જઈએ ત્યાં લોકો પગે લાગે. ઈશ્વરનું સ્મરણ થાય. સર્વ જીવોની રક્ષા થાય, યોગ વિના માલિક મળે નહીં માટે મારી ઇચ્છા સાધુ બનવાની જ છે.” જ્યારે આને મક્કમ જોયો ત્યારે અકબરશાહે રજા આપી. પાંચસો મણ ઘી વાપરવાનો હુકમ કર્યો. પણ તેણે અકબરનું ઘી લીધું નહીં ને પોતાનું ધન ખરચ્યું. ઘણા ઠાઠપૂર્વક એણે વડોદરામાં જેસંગને હાથે દીક્ષા લીધી. આ વિજયરાજ પાદશાહી સાધુ કહેવાય. બીજા એક જિતવિજય પાદશાહી સાધુ થયા. (દુહા) બોલે પાતશા તુમ ચલો, કણ કહેગા હમ ધર્મ ? કોઈક યતિ યહાં છોડિયે, કહે શાસ્ત્રકા મર્મ. ૧૪૪૦ શાંતિચંદ તિહાં મૂકીઆ, કહેતા ધર્મ-વિચાર; હુકમ લેઈ અકબર તણો, હીરે કર્યો વિહાર. ૧૪૪૧ (ચોપાઈ) હર વિહાર કરે તિહાં જિર્સે, શાહ જેતો નર બૂઝયો તિસે; કહે હું લેઉં સંયમભાર, જો તમે રહો ઇહાં માસ બિ ચાર. ૧૪૪૨ થાનસંઘ કહે સુણ જેતાય, લીધી નવિ જાએ દીખ્યાય; હુકમ પાતશાનો જો થાય, તો તે દીક્ષા સહી લેવાય. ૧૪૪૩ થાનસંઘ માનું કલ્યાણ, શાહ અકબરને કરતા જાણ; જેતો નાગોરી હોએ યતિ, હુકમ હોય જો દિલ્લીપતિ. ૧૪૪૪ પા. ૧૪૪૨.૧ જસિં.....તસિં Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૬૯ અકબર કહે બુલાઈ લ્યો અહિ, તેડી ગયા જેતાને તહિ; કરી તસલીમ તે ઊભો રહે, ત્યારે પાતશા એવું કહે. ૧૪૪૫ કુણ કારણ કહો હોતે યતિ, હરકા પંથ હૈ દોહિલા અતિ; તેરે જોરુ હૈ કે નહીં ? દેઉં ગામ એક રહે તું અહિં. ૧૪૪૬ બોલ્યો જતો થઈ હંશિયાર, નહિં જોર મુજ હૈ પરિવાર; ભાઈ પાંચ અછે મુજ સગા, તે સંસારને કામે લગા. ૧૪૪૭ મેં છોડંગા સહી સંસાર, ગૃહસ્થધર્મમેં પાપ અપાર; મરી કૂણ જાએ દુરગતિ, ઉસ કારણ મેં હોઉંગા યતિ. ૧૪૪૮ દોહિલો પંથ અછે જો એહ, તોહે મેં આદરવો તેહ; દુનિયાં દામ ગામ નહિકામ, યતિ વિના નહિ બિહિતે ઠામ. ૧૪૪૯ હુકમ તમારા હોવે જોય, તો મેં હીરકા ચેલા હોય; દીઠો પાતશાએ દઢ અતિ, તેરી ખુશી તો હો તું યતી. ૧૪૫૦ થાનસંઘાદિક બોલ્યા તામ, હીર નહીં રહેતે ઇસ ગામ; કુણ દીક્ષા જેતેકો દીએ, શ્રીજી તુમ ગુરુકું રાખીએ. ૧૪૫૧ કહે અકબર જઈ હીરકોં કહો, જિહાં લાભ તિહાં તુમ રહો; જેતા શિષ્ય તમારા હોત, તુમકું નફા હોયગા અહિં બહોત. ૧૪પર રાખ્યા હીર ફતેપુર માંહિ, દિવાવે દીક્ષા અકબર ત્યાંહિં; વાજિંત્ર પોતાનાં સહુ દેહ, મહોત્સવ નેતા તણો કરેહ. ૧૪૫૩ ગજ રથ ઘોડા ઊંટ અનેક, ચડ્યો પાતશા ધરી વિવેક; - અનેક ઉમરા મિલિયા ત્યાંહિ, જેતકુમાર આવ્યો વનમાંહિં. ૧૪૫૪ એક ઊંટે એક ઝાડે ચડે, જોવા નરનારી તડફડે; ખીર વૃક્ષતળે સહુ મિલે, ધ્વજ નેજા ચામર ઊછળે. ૧૪૫૫ જેતો અશ્વથકી ઊતરી, કુંડળ ભૂષણ અળગાં કરી; મૂકે બાજુબંધકભાય, હુઓ દિલગિર ત્યાં અકબર શાહ. ૧૪૫૬ નાવિ વેણિ વિકારે વળી, મુગલા મુખ ઘાલે આંગળી; પહેરે વેશ યતિનો તેહ, હરવિજય ત્યાં દીક્ષા દેહ. ૧૪૫૭ જીતવિજય તસુ દીધો નામ, બોલ્યો પાતશા અકબર તામ; સુણિયે હીરવિજય ગચ્છાતિ, એક હવો પાતશાહી યતી.૧૪૫૮ બીજો યતિ પાતશાહી હોય, વિજયરાજ ઉવક્ઝાય જોય; રાજનગરનો વાસિ તેહ, ઓશવંશ શાહ જેઠો જેહ. ૧૪૫૯ નારી સહિત પામ્યો વૈરાગ, ઋદ્ધિ રમણિનો કરતો ત્યાગ; બંધવ સરખો સંયમ લેહ, વિજયરાજસુત સુંદર જેહ, ૧૪૬૦ ટિ. ૧૪૪૫.૨ તસલીમ = પ્રણામ ૧૪પ૩.૧ દિવાવે = દેવડાવે ૧૪૫૭.૧ વેણિ = વાળનો સમૂહ Page #205 -------------------------------------------------------------------------- ________________ · શ્રાવક કવિ ૠષભદાસકૃત વડોદરા માંહી આવ્યો જિસેં, ખાનખાનાએ જાણ્યું તિસેં; તેડાવી પૂછે નર નામ, ક્યું છોડો તુમ દુનિયાં દામ ? ૧૪૬૧ શાહ જેઠો બોલ્યો તેણિ વાર, અમે વૈરાગી નર ને નાર; શાસ્ત્ર અમારે અસ્યો વિચાર, છોડ્યા વિના નવિ પામે પાર. ૧૪૬૨ કહે ખાન તુમે દીક્ષા લિયો, બેટેકોં સંયમ મત દિયો; હુકમ પાતશા હોવે યદા, કરો ફકીર બેટેકો તદા. ૧૪૬૩ ચાલ્યો ખાન અક્બર કે ગયો, સંબંધ સર્વ જેઠાનો કહ્યો; અકબરશાહ તેડાવે તિહાં, આવ્યા પુરુષ અકબરશાહ જિહાં. ૧૪૬૪ પૂછે અકબર મુગલાપતી, કુણ કારણ તુહ્ય થાવો યતી; શાહ જેઠો બોલ્યો તેણિ વાર, અમ લાગે ડુઓ સંસાર. લાગે મીઠી ખુદાની વાત, છોડ્યા વિણ તે કિમે ન થાત; ગૃહસ્થ માંહી છે ડગડગ પાપ, સકલ જંતુ કરવો સંતાપ. બોલ્યો દિલ્લીપતી તવ ધીર, બેટેકો મત કરો ફકીર; ૧૪૬૫ ૧૪૬૬ સવાદ દુનિકા દેખ્યા નહિં, ક્યા જાણેગા આયા અહિં. ૧૪૬૭ શાહ જેઠો તવ બોલ્યો તહિં, હું મુકું છું એહને અહિં; ૧૪૬૯ પરણે તો પરણાવું આજ, પછે હું સારું આતમ કાજ. ૧૪૬૮ ખુસી થયો તવ અકબરશાહ, વિજયરાજ તેડ્યો તિણિ ઠાહ; કહે અકબર કાં હોય ફકીર, નાંહનો સુંદર રૂપ શરીર. ગામ દામ દુનિઆં લીજીએ, ખાણા સુથરા જલ પીજીએ; મહા કપડા ઘર ખાસે રહીએ, સુખ મૂકી કાં જોગી થઈએ. ૧૪૭૦ લે ઘોડા હસ્તી પાલખી, બાલપણે ઇમ મ હોજે દુખી; કઠણ રાહ ફકીર જ વેશ, નંગે પાય લુંચાવે કેશ. સોણા ભોમિ-ગદાએ નિત્ત, તાઢ તાપ દુઃખ વરખા ઋત; દેશવિદેશે ફિરણા સહી, કરો યોષ તુમે ઇહાં રહી. વિજયરાજ બોલ્યો તવ આપ, કરું સોય કરેં માયબાપ; ગૃહસ્થ પંથ દોહિલ્યો છે ઘણું, વચન ખમેવું સાહિબ તણું. ચિંતા કરતાં જાએ કાળ, પરણાવવાં પોતાનાં બાળ; ૧૪૭૪ રાત દિવસ રહંતાં જાએ, સાહિબ યાદ તે ક્યારે થાયે. તેણિ કારણિ હું થાઈશ યતી, જેહમાં ચિંતા નહિં મુજ રતી; રાજા ચોર તણેઃ ભય નહિં, નમે પાય નર જઇએ જહિં. થાએ બંદગી સાહિબ તણી, રખ્યા કીજૈ સબ જીવ તણી; ૧૪૭૫ યોગ વિના નવિ લહીએ ધણી, થાઉં યતી ઇચ્છા આપણી. ૧૪૭૬ એકચિત્તો દીઠો નર જામ, ઘે રજા અક્બરશા તામ; પાંચસે મણ ધૃત હુકમ જ હોય, ખરચી દીખ્યા લેજે તોય. ૧૭૦ ૧૪૭૧ ૧૪૭૨ ૧૪૭૩ ૧૪૭૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૭૧ ગૃત નવિ લીધું અકબર તણું, ધન ખરચ્યું પોતે આપણું; બહુ આડંબરિ સંયમ લેહ, વડોદરામાંહિ જેસંગ દેહ. ૧૪૭૮ વિજયરાજ ચેલો જે અતી, કવિવરાવે પાતશાહી યતી; બીજો જીવવિજય જગમાંહિ, યતી પાતશાહી કહીએ ત્યાંહિ. ૧૪૭૯ આમ પાદશાહી ઋષિ અને હીરના શિષ્યનો દીક્ષા મહોત્સવ કરાવીને હીરે ત્યાંથી વિહાર કર્યો. ફત્તેહપુરથી નીકળીને ગુરુ અભિરામાબાદ રહ્યા. ત્યાં સંવત ૧૬૪૨નું ચોમાસું કર્યું. ત્યાં સારિંગ સવદાસ નામનો ભોજક હતો અને ક્ષેત્રપાલ તેની આશા પૂરી કરતો. એક વાર તે ઉપાશ્રયમાં આવીને ધૂણ્યો. ત્યારે ત્યાં ખેતલ વીર આવ્યો. તેને હીરવિજયનું આયુષ્ય પૂછ્યું તો કહ્યું “દશ વર્ષ. અકબરશાહનું આયુષ્ય પૂછ્યું. કહે “વીસ વર્ષ.” સાંભળી હીરવિજય આદિ હરખ પામ્યા કે જિનશાસનની લાજ રહેશે. એ જ વર્ષમાં પાટણમાં વિજયસેનસૂરિ હતા તેમને ખરતરગચ્છવાળા સાથે વાદ થયો. તોફાન પણ થયું. હીર આ જાણી અભિરામાબાદથી ફત્તેહપુર આવ્યા. મસ્તક મુંડાવ્યાની – દીક્ષા અપાયાની વાતો સાંભળી હીરને ઘણી ચિંતા થઈ. જૈન શાસનની લાજ જવા બેઠી. સઘળો સંઘ ભેગો મળ્યો અને અમીપાલ દોશીને બાદશાહ પાસે મોકલવા તૈયાર કર્યો. બાદશાહ ત્યારે નિલાવ નદીને કાંઠે હતો. અમીપાલ ત્યાં ગયો. શાંતિચંદ્ર ઉપાધ્યાય ત્યાં હતા. શિર નમાવીને બધી વાત કરી. પછી ભાનુચંદ્ર ઉપાધ્યાયને ત્યાં બોલાવ્યા. તેમને બધી વાત કરી અને શેખને પણ. પછી અમીપાલ અકબર પાસે ગયો ને શ્રીફળ મૂકી એમની સામે ઊભો. કહે, “હીરે દુઆ આપી છે. અકબર પૂછે છે કે “શું જગદ્ગુરુ હીર કુશલ છે ને ?' અબુલફઝલ શેખે કહ્યું “એમણે અમને પત્ર લખ્યો છે. હીરના શિષ્યો ગુજરાતમાં છે. તેમને ઘણી તકલીફ પડી રહી છે.” ત્યારે અકબર કહે, પત્ર લખો કે એમને જે હેરાન કરતું હોય તેને મારજો.” આવું ફરમાન લખી મોકલે છે તે લઈ અમદાવાદ તરફ ગયો. ફરમાન ઉપાશ્રયે આવ્યું. જેમાં મિર્જાખાનને ભલામણ લખી હતી. બધાએ શાહ વીપુને કહ્યું કે આ ભલામણ લઈ ખાનને મળો. વીપુ કહે “બધા રાય ભાગાથી ખૂબ ડરે છે. રાયનો વિઠલ મહેતો ક્ષણમાં કોઈને પણ દંડાવે તેવો છે. અત્યારે એવો કોઈ નથી જે ખાનની પાસે જાય.” ત્યારે જીવા અને શામળ નાગોરી સિંહની જેમ બોલ્યા, “અમે ખાનને મળીશું. પહેલાં જેમના મસ્તક મુંડાવ્યાં છે તેમને બોલાવો.” પછી જેમનાં મસ્તક મુંડાવ્યા હતાં તે વાણિયાઓને ખંભાતથી બોલાવ્યા. ને તેમને જીવા-શામળ સાથે ખાન પાસે મોકલાયા. ખાનના હાથમાં પત્ર આપ્યો. તે વાંચીને ખાન બાદશાહનો પત્ર માથે ચડાવે છે ને પૂછે છે “શું કામ છે ?” જીવા-શામળ બન્નેએ કહ્યું, “કલ્યાણરાય અમારો ધર્મ ખૂએ છે.” ખાન ગુસ્સે થયો ને એને પકડી લાવવા હુકમ કર્યો. વિઠ્ઠલને પકડી લાવ્યા. એને બાંધીને ગામમાં ફેરવ્યો. ને ત્રણ દરવાજા આગળ શિક્ષા કરી. ૨૦૦ અસવારને ખંભાત મોકલ્યા. કલ્યાણરાય નાસી ગયો ને હાથ ન આવ્યો. પછી ડરનો માર્યો જાતે જ ખાનને મળ્યો. તેને ખૂબ દ્રવ્યહાનિ થઈ. ખાન ઠપકો આપે છે કે “ધર્મમાં આવું ધંધ કરે છે ?' આમ કલ્યાણરાયની ફજેતી કરી સાધુને પગે લગાડ્યો. આ બધો હીરગુરુનો મહિમા છે. જિનશાસનનો જયજયકાર થયો. બાર હજાર રૂપિયાનું ખતપત્ર Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત રદ કરાવ્યું. જેમને રાયે મેશરી કર્યા હતા તે પાછા શ્રાવક થયા. બધા ખરતરો હારીને ચૂપ રહ્યા; મનમાં પસ્તાવા લાગ્યા. આમ હીરનું નામ જગતમાં વિસ્તર્યું. હીરે પછી પ્રયાણ કર્યું. પાતશાહી અખિ એ સહી, હીરતણા શિષ્ય સાર; સંયમ મોચ્છવ તિહાં કરી, હરે કર્યો વિહાર. ૧૪૮૦ . (ચોપાઈ) ફતેપુરથી ગુરુ સંચરે, અભિરામાબાદિ રહિવું કરે; સંવત સોલ બહિતાલો જર્સિ, ચોમાસું તિહાં રહીઆ તસિં. ૧૪૮૧ ભોજિગ તિહાં સારિંગ સવદાસ, ખેત્રપાલ તસ પૂરે આસ; ધૂણ્યો તેહ ઉપાશરામાંહિ, ખેતલ વીર આવ્યો તે ત્યાંહિ. ૧૪૮૨ પૂછે સાધ તસ હીરનું આય, દશ વરષ જીવે ઋષિરાય; કેતું જીવે અકબરશાહ, વીસ વરષનું તેહનું આય. ૧૪૮૩ હીર આ હરખ્યા ઋષિરાજ, જિનશાસનની રહિયે લાજ; સોલ બહિતાલો તેણી વાર, ખરતર વાદ થયો જ અપાર. ૧૪૮૪ વિજયસેનસૂરી પાટણમાંહિ, મુજાગરો હુઓ બહુ ત્યાંહિ; હિર અભિરામાબાદમાં હતા, ફત્તેપુરમાં હુઆ છતા. ૧૪૮૫ મસ્તકમુંડની વાતો સુણી, હીરે ચિંતા કીધી ઘણી; જૈનધર્મ હલ્યો એણિ આજ, જિનશાસનની ખોએ લાજ. ૧૪૮૬ સંઘ મળ્યો સઘળો ગુણે ભર્યો, અમીપાલ દોસી સજ કર્યો; નિલાવ નદીએ પાતશા હતો, અમીપાલ થયો તિહાં છતો. ૧૪૮૭ શાંતિચંદ હતા તસ ઠામિ, વાત કહી સઘલી શિર નામી;. ભાણચંદ તેડાવ્યા ત્યાંહિ, કરી વાત તે શેખ છે જ્યાંહિ. ૧૪૮૮ અમીપાલ અકબર કે ગયો, મૂકી શ્રીફળ ઉભો રહ્યો; કહે દુઆ દેતો તુમ હીર, કરે બંદગી સોય ફકીર. ૧૪૮૯ પ્રેમ કરી બોલ્યો તબ મીર, ચંગે હું જગતગુરૂ હિર; કહે લખ્યા કછુ હમકું લેખ, બોલ્યા અબુલફજલ તે શેખ. ૧૪૯૦ હિર કે મુરીદ ગુજરાતિ હોત, તિનકોં રંજસ હોતે બોહોત; લખો લેખ કહે અકબરશાહ, રજસ કરે વો મારો જ્યાંહ. ૧૪૯૧ અઢું ફુરમાન લખી મોકલે, અમદાવાદ ભણી તે ચલે; | ઉપાશરે આવ્યું ફરમાન, લખી સુપારસ મિરજાખાન. ૧૪૯૨ ટિ. ૧૪૮૨.૧ ભોજિગ = ભોજક ૧૪૮૫.૧ મુજાગરો = વાદ, ચર્ચા ૧૪૯૧.૧-૨ રંજસ = રંજાડ ૧૪૯.૨ સુપારસ = સિફારસ, ભલામણ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૭૩ શાહ વીપૂને સહુકો કહે, મળો ખાનને મહિમા રહે, વીપૂ કહે હોલી કીજીએ, રાય ભાગા ગાઢા બીહજીએ. ૧૪૯૩ વિઠલો મહિતો રાનો જેહ, સીંહ થઈને બોલ્યો તેહ; એડવો નહિ કો તેણે ઠાય, ખાનખાનાનિ પાસે જાય. ૧૪૯૪ જીવા સામલ નાગોરી જેહ, સીંહ થઈને બોલ્યો તેહ; ખાનખાનાને મિનસ્ય અબૅ, મુંડા મસ્તક તેડો તહ્મ. ૧૪૯૫ ખંભાયત થકી તેડ્યા વાણીઆ, મુંડ્યા શર જેહના જાણીઆ; ગુદરાવ્યા તેહને જિહાં ખાન, વેગે હાથે દીધું ફરમાન. ૧૪૯૬ વાંચી શીષ ચઢાવે તામ, પૂછ્યું વાણિગને કહો કામ; જીવા સામલ બોલ્યા દોય, કલ્યાણ ધર્મ અહ્મારો ખોય. ૧૪૯૭ ખીજ્યો ખાન કુદણ અંધાય, પકડી લ્હાવો આણે ઠાય; વિઠલો ઝાલ્યો તેણિ ઠામ, બાંધી મુસકે ફેરવો ગામ. ૧૪૯૮ તરડોલીએ બાંધ્યો નિરધાર, કુટી કીધો અતિહિ ખોઆર; બસે અસવાર મેલ્યા ખંભાત, નાઠો રાય ન આવ્યો હાથ. ૧૪૯૯ મિળ્યો ખાનને બીહતો સહી, દ્રવ્યહાણિ તસ સબળી થઈ; ખાન કહે કિમ ખલવે અંધ, ધર્મ માંહિ કિમ કીના ધંધ. ૧૫૦૦ કરી ફજેત તે કલ્યાણરાય, યતી તણે લગાડ્યો પાય; સઘળો હર તણો મહિમાય, જયજયકાર જિનશાસન થાય. ૧૫૦૧ બાર હજાર રૂપUઆ તણો, પાડ્યો કતબો તિહાંકણિ ગણો; કર્યા મેશરી રાયે જેહ, હુઆ ફરીને શ્રાવક તેહ. ૧૫૦૨ ખરતર સહુ હારી ચુપ રહ્યા, મનસ્યું તેણે કુટના લક્ષ્યા; હીર નામ જગમાં વિસ્તર્યું, હીરે પછે પીઆણું કર્યું. ૧૫૦૩ હીરગુરુ વિહાર કરી મથુરાપુર આવ્યા. ત્યાં પાર્થપ્રભુને જુહાર્યો. પછી સુપાર્શ્વનાથની યાત્રા કરી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. સૌએ તીર્થની સ્પર્શના કરી. જંબૂસ્વામી પ્રમુખના પ૨૭ સ્તૂપ જુહારતાં અતિ હરખ થયો. પછી ગ્વાલિયર ગઢ આવ્યા. ત્યાં વરજીને જુહાર્યા. તથા બાવનગજ પ્રતિમાને જુહારતાં જયજયકાર વર્યો. હરગુરુ ફરી આગ્રા પધાર્યા. દિલ્હી મંડલે બશેર-બશેર ખાંડની લહાણી કરી. હીરસૂરિ વિહાર કરે છે ત્યાં ઉમરાવો આવી પ્રણામ કરે છે. શ્રાવકો રૂડાં સામૈયાં કરી સોનું આદિ દ્રવ્ય શિરે ધરે છે. હાથીનાં લૂંછણાં થાય છે. અશ્વદાન થાય છે. આગ્રામાં સદારંગશાહે ૯૦ ઘોડા લૂંછણામાં આપ્યાં. બીજા એક શ્રાવકે પ૬ ઘોડા આપ્યા. હીરગુરુના મહિમાનો પાર નથી. યાચકો હાથી, ઘોડા, હાર મેળવે છે. એક પા. ૧૪૯૯.૨ વીસે ૧૫૦૦.૨ કમલખ અંધ ટિ. ૧૪૯૬.૨ ગુદરાવ્યા = મોકલાયા ૧૪૯૯.૧ ખોઆર = ખુવાર ૧૫૦૨.૧ કતબો = ખત ૧૫૦૩.૨ પીઆણું = પ્રયાણ, વિહાર Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત યાચકની પત્ની સરોવરે પાણી ભરવા ગઈ હતી. એને વાર લાગતાં પતિ ખિજાયો મુખેથી અશિષ્ટ વાણી બોલ્યો. કહેવા લાગ્યો કે હું ક્યારનો ભૂખ્યો થયો છું ને તું આવતી જ નથી. પત્ની કહે જો એમ જ હોય તો હાથી લાવો જે તમને પાણી આણી આપશે. આ તેજવાન પતિ મુખનાં વેણ-તીર ખમી શક્યો નહીં ને ઊઠીને ચાલ્યો. વેગે આગ્રા આવ્યો. ત્યાં હીરગુણ ગાયા ને એમની ૫૮ પેઢી વર્ણવી. અકબર અને હીરના આ ગુણબોલથી બ્રહ્મા પણ ડોલી ઊઠે. શ્રાવક ખુશ થઈ એને દાન આપવા લાગ્યા. પેલો પુરુષ કહે છે કે આપો તો હાથી જ આપો જે મારી પત્નીને આપી શકું. સદારંગશાહે ઘેરથી હાથી મંગાવ્યો ને લૂછણું કરી તેને આપ્યો. ત્યારે ભોજકે કહ્યું જે લૂછણું કરવામાં આવે તે તો ભોજકનું હોય. ત્યારે સદારંગે એ હાથી તે ભોજકને આપ્યો ને યાચક નરને બીજો આપ્યો. થાનસંગે તે હાથીને શણગાર્યો. યાચક ઉમરાવ પાસે શ૨૫ાવ-વસ્ત્ર યાચે છે. તે કહે છે હીરના નામે હાથી પામ્યો ને વળી સોનુંરૂપું પણ. હીરનું નામ લઈ હાથી પર બેસી ફરે છે ને અકબરની કીર્તિ કરે છે. અકબર ઉમરાવોને કહે છે કે “મને તો કેટલેક ઠેકાણે માને છે પણ હીરને તો સર્વત્ર માનનારા છે. આવા બીજા કોઈ જોયા નથી.” ૧૭૪ પેલો યાચક પોતાને ઘેર આવ્યો. પત્નીને હાથી આપતાં કહે છે “હીરગુરુના નામથી આ મેળવ્યો છે, તારી આગળ મારો મહિમા રહ્યો. પહેલાં જેમ રાજા વિક્રમ, ભોજ અને જેસિંગદેવ હતા તેમજ જગડૂ અને ભીમની જોડી હતી તેમ આ સદારંગશાહ છે જે હાથીની સાથે કરોડોનું ધન આપે છે. ત્યારે ઘરની સ્ત્રી ખુશી થઈને પતિનું સ્વાગત કરવા લાગી. કહે, “હું મોઢેથી ખરાબ વચનો બોલી, પણ તમારા ભાગ્યનો પાર નથી. જો હીરગુરુ પ્રસન્ન થાય તો સકલ ચીજની પ્રાપ્તિ થાય, પણ આપણે ઘેર હવે હાથીને શું કરવાનો ? એને વેચીને રોકડ નાણું મેળવી લો. જ્યાં મોટા પુરુષો હોય ત્યાં જ હાથી બંધાય.” પતિને થયું કે આ વિચાર ન્યાયનો છે. હાથીનું પેટ ભરી શકાશે નહીં. મોગલને ઘેર જઈ એણે હાથી વેચ્યો ને સો સોનામહોર મેળવી. બીજે જ દિવસે હાથી મરી ગયો. યાચક હીરના ગુણ ગાય છે. જ્યારે આગ્રામાં હીરવિજયસૂરિ હતા ત્યારે સોનો ભોજક ગુરુનો રાસ ગાતાં લાખ ટંકા પામ્યો. કોટિ સુવર્ણનું લૂછણું થયું, અને પ્રતિમા પેરે પૂજન થયું. પછી હીરગુરુ મેડતા જવા નીકળ્યા. અને ત્યાં ફાગણ-ચોમાસું કર્યું. ત્યાં ખાનને મળ્યા. તેણે રાજી થઈને સ્વાગત કર્યું. ખાને ઈશ્વરનું સ્વરૂપ પૂછ્યું. હીરે કહ્યું કે તે અરૂપ છે. ખાન કહે ‘તો પછી પથ્થરના દેવ કેમ પૂજો છો ?” હીર કહે, “બાબા આદમ જેવા અહીં કમાઈ કરીને સ્વર્ગે ગયા. તેમની મૂર્તિ અહીં કરવામાં આવે તો તેમની યાદ આવે. તે પણ ખુશ થાય કે તેઓ મારી મૂર્તિ પૂજે છે. તમારી આકૃતિ કરીને કોઈ માણસ કેસર, ચંદન, પુષ્પની પૂજા કરે તો તમે પણ તેને નવાજો છો, પછી ધણી મહારાજ કેમ સંતોષ ન પામે ?” ખાન કહે છે જેને તમે પૂજો છો એ પથ્થરમાં ભગવાન છે ખરા ?' ત્યારે જગદ્ગુરુ બોલ્યા, તે ત્યાં પણ ભગવાન છે ને કિતાબમાં પણ. બધા તેની અદબ રાખે Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૭૫ છે. પ્રણામ કરીને એને માથે ચડાવે છે. કોઈ એના સોગંદ ખાય નહિ. હિંદુ-મુસ્લિમ બધા એને માને છે. મુખનું થંક એને કોઈ લગાડે નહીં, એના પર પગ મૂકે તો નરકમાં જાય. કિતાબમાં ભગવાન દેખાય નહીં, પણ મૂર્તિ જોતાં તે સદેવ યાદ આવે. મહેનતમાં ખુદાનું સ્થાન છે. ત્યાં કોઈ ખરાબ કામ કરે નહીં. ખુદા તો સ્વર્ગમાં બેઠા છે પણ એમને જોવાથી એમની યાદ આવે. ત્યારે મિરજા ખાન ખુશ થયો. કહે કે અકબરશાહનું જ્ઞાન સાચું છે જેણે આવા હીરગુરુને માન્યા છે. આ ઉત્તમ કોટિના જ્ઞાની સાધુ છે. પછી ખાન કહે, તમે કંઈ દામ-ગામ માગો. હીર કહે “એનું કાંઈ કામ નથી. જે સાધુ અઢાર બોલ પાળે તે જ સાચો સાધુ, નહિ તો ગૃહસ્થ જ ગણાય. સાધુ હિંસા, જૂઠ, ચોરી કરે નહીં, અબ્રહ્મ સેવે નહીં, પરિગ્રહ કરે નહીં, રાત્રિભોજન ન કરે, પૃથ્વી, પાણી, તેલ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય જીવોને દુઃખી કરે નહિ, રાજપિંડ ગ્રહણ કરે નહીં, કાંસા આદિના પાત્રમાં જમે નહીં, પલંગ-માંચીમાં પગ મૂકે નહીં, ગૃહસ્થના ઘરમાં બેસે નહીં, સ્નાન-શણગાર કરે નહીં.” આ અઢાર બોલ સાંભળીને ખાન ખુશ થયો. હીરની પ્રશંસા કરી. સરિતાદળની જેમ એમનો જશ વધ્યો. મેડતાથી ગુરુ નીકળ્યા. બાદશાહી છડીદાર પૂંઠે આવતો હતો. ગુરુજીએ નાગોર પહોંચી ત્યાં ચોમાસું કર્યું. (ઢાળ ૬૩ - મીઠી તાહારી વાણી વાહલા. રાગ મારુ) હીરે કર્યો જ વિહાર વાહલા, હીરે કર્યો જ વિહાર; મથુરાપુર નગરીમાં આવે, જુહાર્યા જ પાસકુમાર. વાહલા. ૧૫૦૪ યાત્રા કરી સુપાસની રે, પુંઠે બહુ પરિવાર; સંઘ ચતુર્વિધ તિહાં મળ્યો, ફરસે તીરથે સુસાર. વાહલા. ૧૫૦૫ જંબૂ પરમુખનાં વળી રે, શૂભ તે અતિહિ ઉદાર; પંચ મેં સતાવીસસ્ તો, જુહારતાં હરખ અપાર. વાહલા. ૧૫૦૬ ગ્વાલેર ગઢે પછે આવી રે, કીધો વીર જુહાર; બાવનગજ પ્રતિમા કહી તો, જુવાર્યો જયજયકાર. વાહલા. ૧૫૦૮ | (ચોપાઈ) હીર મુનીશ્વર કરે વિહાર, આવી ઉંબરા કરે જુહાર, શ્રાવક સામહિ ભલ કરે, હેમાદિક નાણાં શિર ધરે. ૧૫૦૯ હસ્તી તણાં હોએ લુંછણાં, અશ્વદાન હોએ અતિ ઘણાં; સદારંગશાહ આગરામાંહિ, ને ઘોડા તેણે દીધા ત્યાંહિ. ૧૫૧૦ છપ્પન ઘોડા દૂજા તેહ, બીજે શ્રાવકે આપ્યા તેહ; હીરના પુણ્ય તણો નહિ પાર, યાચક પામે હય ગય હાર. ૧૫૧૧ એક યાચકની નારી જેહ, સરોવર પાણી ગઈતી તેહ; લાગી વાર ખીજ્યો ભરતાર, મુખથી વાણી બોલ્યો અસાર. ૧૫૧૨ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત ભૂંડી ભૂખ્યો ક્યારનો અતી, ક્યમે કરી નવિ થાએ છતી; નારી કહે જો થાઓ ધીર, આણો ગજ જે લાવે નીર.૧૫૧૩ તેજવંત ન ખમે મુખ તીર, ઊઠી ચાલ્યો સાહસ ધીર; આવ્યો વેગે આગરામાંહિ, હીર તણા ગુણ બોલ્યા ત્યાંહિ. ૧૫૧૪ હીર તણા પરિઆ વર્ણવ્યા, પાટ અઠ્ઠાવનના ગુણ સ્તવ્યા; અકબર હીરના ગુણ બોલેહ, વચન રસે બ્રહ્મા ડોલેહ. ૧૫૧૫ શ્રાવક તૂઠા આપે દાન, ન લીએ આપ્યું તેહ નિધાન; જો આપો તો હસ્તી લિઉં, તે મુજ નારીને જઈ દિઉં. ૧૫૧૬ સદારંગશાહ ઊઠી કરી, ઘર થકી જ અણાવ્યો કરી; કરી લુંછણું આપે જસિ, ભોજક યાચી ઊઠ્યો તસિ. ૧૫૧૭ શાહાજી લુંછણાં થાયે સદા, તે તો ભોજિક્યું છે સદા; શાહે તે ગજ તેહને દીઓ, યાચકને બીજો આપીઓ. ૧૫૧૮ થાનસંગ શણગારી કરી, અકુ ચઢ્યો કરી આકાશે અદ્ધરી; શરપાવ વસ્ત્ર આડંબર કરી, ઉંબરાનિ યાચે તે ફરી. ૧૫૧૯ હીર નામેં હસ્તી પામીઓ, સોવન રૂપ લ્યાહારી લાવીઓ; અકબર આગે કરતિ કરે, હીર નામેં ગજ બેઠો ફરે. ૧૫૨૦ કહે અકબર ઉંબરાને તામ, મુજકો માને કિર્તક ઠામ; હરકોં માને સબહી ઠોર, અઈસા કોઈ ન દેખ્યા ઔર. ૧૫૨૧ ચાલી આવ્યો નિજ ઘરિબારિ, લે રે હસ્તી નિજ ઘર નારી; હીર ગુરુના નામથી લહ્યો, તુજ આગલિ મુજ મહિમા રહ્યો. ૧૫૨૨ વિક્રમ ભોજ જેસિંઘરે જત્યો, સદારંગશાહ હુઓ તસ્યો; જગડુ ભીમતણી એ જોડી, હસ્તી સહિત દીએ ધન કોડિ. ૧૫૨૩ ખુસી થઈ તવ ઘરની નારી, ભલે આવ્યા સ્વામી ઘરબારી; હું બોલી મુખવચન અસાર, તાહરા ભાગ્યતણો નહિ પાર. ૧૫ર૪ સકલ વસ્તુ જો તૂઠો હીર, આપણે ઘર હવે કસ્યો કરીર; વેચી એ કીજે દોકડા, ગજ બંધાય જિહાં તે નર વડા. ૧૫૨૫ અકર્યો ખરો વિચાર્યો ન્યાય, ગજનું પેટ ભર્યું નવિ જાય; ગજ વેચ્યો મુગલ ઘર જઈ, સોવન મોહોર સો લીધી સહી. ૧૫૨૬ બીજે દિવસ ગયો ગજ મરી, અકુ ગયો ધન લેઈ કરી; બેઠો હીર તણા ગુણ ગાય, આગરે હરવિજયસૂરિરાય. ૧૫૨૭ પા. ૧૫૧૫.૨ રમે બ્રહ્માંડે લેહ ૧૫૧૯.૧ શણગાર્યા ટિ. ૧૫૧૫.૧ પરિઆ = પાટપરંપરા ૧૫૧૭.૨ લુંછણું = ઓવારણું, ઓવારવું, ચોછાવર કરવું. ૧૫૨૪.૧ ઘરબારી = ઘરઆંગણે Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૭૭ સોનો ભોજક રાસ ત્યાં ગાય, ટંકા લાખ પામ્યો તિણિ ઠાય; કનક કોડિ હવું લુંછણું, પ્રતિમા પરે પૂજાએ ઘણું. ૧૫૨૮ પછે હીર મેડતે સંચરે, ફાગુણ ચોમાસું તિહાં કણિ કરે; ખાન ખાનને મિલીઆ સહી, સબળ મોહોત આપે ગહગહી. ૧૫૨૯ પૂછવું ખુદા તણું જ સ્વરૂપ, હીર કહે તે અછે અરૂપ; ખાન કહે પૂજો ક્યું દેવ, પત્થરકી ક્યોં કરતે સેવ. ૧૫૩૦ હીર કહે સુણીએ નર તેહ, બાબા આદમ સરખા દેહ. કરી કમાઈબિસ્તિ માહિંગયા, તેહના નમુના હિમાંડીઆ. ૧૫૩૧ દેખી યાદ ધણી પણ હોય, ધણી ખુસી આપનો તું જોય; મેરા નામ નમૂના પૂજે એહ, દેખી નિવાજત ખુદા ભી દેહ. ૧૫૩૨ તુહ્મારા નમૂના કોઈ જન કરે, કેશર ચંદન પુષ્પ શિર ધરે; તુલ્મ નિવાજો તેહને આજ, ક્યું નહિ તૂસે ધણી મહારાજ. ૧૫૩૩ ખાન કહે પત્થરમેં ખુદા, હૈ કછુ જે તુહ્ય પૂજો સદા; ( જગતગુરુ તવ બોલ્યો તહિં, કિતેબ માંહિ ખુદા પણ તહિં. ૧૫૩૪ તેહની અદબ રખે સહુ કોઈ, કરિ તસલીમ શિર ધરતે સોય; સોગંદ ન ખાવે ઉસકી કોય, હિંદુ મુસલમાન ખાને સોય. ૧૫૩૫ મુખકા ઘૂંક ન લગાડે કોઈ, ધરે પાય તે દોઝખ હોય; ખુદા ન દીસે કિતેબમેં કદા, દેખતે યાદ આવે તે સદા. ૧૫૩૬ મહેજતમેં હુ ખુદાકો ઠામ, તહાં ન કરે કોઈ માઠું કામ; ખુદા તો બેઠો બિસ્તિ પૂરી, યાદ આવે ઈસ ઠોરી કરી. ૧૫૩૭ ખુસી થયો તવ મિરજાં ખાન, સાચું અકબર શાહનું જ્ઞાન; જેણે માન્યો જગગુરુ હીર, દીસે જ્ઞાની અવલ ફકીર. ૧૫૩૮ માગો હર દમડા કછુ ગામ, હર કહે નહિ તેહનું કામ; અઢાર બોલ પાળે જે યતી, નહિંતર ગૃહસ્ત કહું તસ યતી. ૧૫૩૯ હિંસા જૂઠ ચોરી નવિ કરે, અબ્રહ્મપણું તે નવિ આદરે; પરિગ્રહ દમડી હાથ ન ધરે, નિશા સમે ભોજન નવિ કરે. ૧૫૪૦ પૃથ્વી પાણી તેલ વાય, વનસ્પતિ છઠ્ઠી ત્રસકાય; એહને દુઃખ ન કીજે કહિ, રાજપિંડ અકલ્પિત તહિં. ૧૫૪૧ કંસાદિક ભાજનિ નવિ ખાય, પલ્લંગ માંચીએ ન દીએ પાય; ગૃહી ઘરે બેસવું અસાર, ન કરું સ્નાન અને શિણગાર.૧૫૪૨ પા. ૧૫૩૨.૧ આપણા ૧૫૩૭.૧ સસીતમઈ રામ ગોહરનો ઠામ ૧૫૩૮.૧ તણું જ્ઞાન ૧પ૩૯.૨ તસ થતી ટિ. ૧૫૨૯.૨ મોહોત = મહત્ત્વ ૧૫૩૩.૨ નિવાજો = વધાવો, ભેટ આપો Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત અઢાર બોલ સુશ્યા જેટલેં, ખુસી ખાન થયો એટલે; ઘણું પ્રશંસી વાળ્યો હીર, જસ વાળો જિમ સરિતા નીર. ૧૫૪૩ મેડતેથી ગુરુ ચાલ્યા ઊઠી, છડીદાર પાતશાહી પંઠિ; નાગોરમાંહિ ગુરુ જાયે સહી, ચોમાસું કરતા ગહગહી. ૧૫૪૪ હીરજી જ્યારે નાગોર પધારે છે ત્યારે સામૈયાં થાય છે. મોટો મંત્રી જયમલ્લ સંઘવી હીરને વંદન કરવા જાય છે. મેઘમલ મહેતો હીરની ભક્તિ કરે છે. જેમ ધરણેન્દ્ર પાર્શ્વપ્રભુની, તેમ એ હીરની સેવા કરે છે. જેસલમેરથી સંઘ આવ્યો જેમાં મુખ્ય માંડણ કોઠારી છે. તેણે સોનૈયાથી ગુરને પૂજ્યા ને સ્ત્રી-પુરુષોને પહેરામણી કરી. ચોમાસું કરીને ગુરુજી પિપાડનગર આવ્યા. તાલો પુષ્કરણો ઘણું ધન ખરચે છે અને ગુરુને સોનાનાં ફૂલથી વધાવે છે. વરાડનગરમાં એક ભારમલ્લ સંઘવી વસે છે. એનો પુત્ર ઈદ્રરાજ વંદન કરવાને આવ્યો. ગુરુને પોતાને નગર પધારવા કહે છે. બિંબપ્રતિષ્ઠા કરવાનું પણ કહે છે. હીરગુરુએ કહ્યું કે શિરોહી જવાનું હોવાથી આવી શકાશે નહીં. પછી કલ્યાણવિજય વાચકને ત્યાં મોકલ્યા. તેમણે બિંબપ્રતિષ્ઠા કરાવી. હીરને નામે આનંદ છવાયો. ચાલીસ હજાર રૂપિયા ખર્ચા અવતાર સફળ કર્યો. હીરગુરુના શ્રાવકો ઈન્દ્ર સમા એક એકથી ચડિયાતા છે. હીરગુરુ શિરોહી આવ્યા. ત્યાં વિજયસેનસૂરિ મળ્યા. જાણે સૂર્ય અને ચંદ્રને એક સાથે જોઈ સંઘના મનોરથ ફળ્યા. વિજયસેન ગુજરાત પહોંચ્યા ને ખંભાત આવ્યા. રાજિયા-વજિયા શ્રાવકે પ્રતિષ્ઠા કરાવી નરભવ સફળ કર્યો. (ઢાળ ૬૪ – વાસુપૂજ્યજિન પૂજ્ય પ્રકાશો. એ દેશી) હીરજી જવ નાગોર પધારે, સામહિ ત્યાં થાય; સંઘવી જૈમલ્લ મંત્રી મોટો, હીરને વંદને જાયે હો. હીરજી. ૧૫૪૫ મેઘમલ્લ મહિતો તે મોટો, ભગતિ હીરની કરતો; પાસ પ્રભુની જિમ ધરણંદ્રહ, પૂજા ભલ આદરતો. હિરજી. ૧૫૪૬ જેસલમેર તણો સંઘ આવ્યો, મુખ્ય માંડણ કોઠારી; સોનાઈએ શ્રીગુરુને પૂજે, પહિરાવ્યાં નરનારી. હીરજી. ૧૫૪૭ કરી ચોમાસું ગુરુજી ચાલે, પિપાડ નગરે આવે; તાલો પુષ્કરણો ધન ખરચે, સોવન ફૂલ વધારે હો. હીરજી. ૧૫૪૮ વરાડ નગર માંહિ નર વસતો, સંઘવી ભારમલ્લ નામ; ઈદ્રરાજ બેટો કસ કહીએ, આવ્યો વંદન કામ. હિરજી. ૧૫૪૯ કહિ ગુરુ માહારે નગરે પધારો, બિંબપ્રતિષ્ઠા કરસ્યું; હિર કહે નવિ આવ્યું જાયે, સીરોહીયે સંચરસ્યું હો. હીરજી. ૧૫૫૦ કલ્યાણવિજય વાચક મોકલીઓ, પ્રાગવંશ મુખચંદો; બિંબપ્રતિષ્ઠા તિહાં કણિ કીધી, હીર નામેં આનંદો. હી. ૧૫૫૧ પા. ૧૫૪૩.૨ શીતા નીર ૧૫૪૬.૧ મેહાલ Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૭૯ ચાલીસ હજાર રૂપિયા ખરચ્ય, સફળ કર્યો અવતારો; હીરના શ્રાવક ઈદ્ર સરીખા, એક એકર્ષે સારો. હી. ૧૫પર હીરગુર સીરોહીઓં આવે, વિજયસેન ત્યાં મલીઆ; ચંદ-સૂર એક થાનકિં દેખી, સંઘમનોરથ ફળીઆ. હી. ૧૫૫૩ વિજયસેન ગુજરાત મુહુતા, ત્રંબાવતીમાં આવે; રાજીઆવપુઆ કરેં પ્રતિષ્ઠા, નરભવ લહીતે ફાવે હો. હી. ૧૫૫૪ વજિયા-રાજિયા પારેખ જૈનશિરોમણિ હતા. જિનમતવાસી, જિનભક્તિ કરનારા, માથે જિનની આણ ધરનારા, જિનપૂજા કરી પાતક હણનારા, જિનના પાય વંદનારા અને જિનરાયનું વચન જ હૈયે ધારણ કરનારા હતા. ઋષભદેવની વાણી ભરત મહારાજાએ સાંભળી કે જે શ્રાવક જિનબિંબ ભરાવે તેને ઘણું પુણ્ય થાય. એમ કરવાથી અસંખ્ય કાળ સુધી જિનેન્દ્ર-પૂજા થઈ શકે. આ વાણી સાંભળી ભરતે મણિમય જિનબિંબ ભરાવ્યાં. દંડવીર્ય અને સગર ચક્રવર્તી રાજા થયા જેમણે તીર્થોદ્ધાર કરી મુક્તિ મેળવી. સંપ્રતિરાજાની વાત તો પ્રસિદ્ધ છે જેણે (સવા લાખ ચૈત્ય કરાવી અને સવા ક્રોડ જિનબિંબ ભરાવી) પૃથ્વીને જિનમંડિત કરી. આમરાય, કુમારપાળ, વિમલશાહ, વસ્તુપાળ સૌએ જિનમંદિરો કરી આત્માને તાર્યો. એ જ રીતે આ રાજિયો-વજિયો પારેખ પડતા કાળમાં થયા. તેમણે પાંચ પ્રાસાદ કરાવી કનકરત્નમય તેમ જ રજત-પિત્તલ-પરવાળાંનાં બિંબ ભરાવીને કીર્તિસ્થંભ સ્થાપ્યો. જેનો જશ જગમાં ગવાય તે ગયેલા નહિ પણ સ્થિર કહેવાય. તેમણે ભરાવેલાં પાષાણનાં અનેક બિંબોની દેશદેશમાં પૂજા થાય છે. (દુહા) પારેખ વજીઆ રાજીઆ, જૈન શિરોમણિ જાણ; જિનમતવાસી જિન જપે, સિર વહે જિનની આણ.૧૫૫૫ જિન પૂજે પાતિગ ગમે, પ્રણમેં જિનના પાય; સોય વચન અડે ધરે, જે ભાખે જિનરાય. ૧૫૫૬ (ઢાળ ૬૫ – ઉન્નત નવ યોવન મારું – રાગ રામગિરી) એક વચન જિન તાહરું, બિંબ ભરાવી ને પૂજો ભવિ પ્રાણી; બિંબ ભરાત્રે બહુ પુણ્ય થાયે, અસંખ્ય કાળ લગે જિનેંદ્ર પૂજાયે. એક વચન. ૧૫૫૭ જિનનાં ભુવન કર્યું પુણ્ય સારો, ભરત તણી પરિ પામે રે પારો. એક વચન. ૧૫૫૮ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઋષભવચન સુણી ભુવન કરાવે, મણિમય મૂરતિ ભરત ભરાવે. એક વચન. દંડવીર્ય ને સગર જ રાયો, કરી ઉદ્ધાર નર મુગતિ રે જાયો. એક વચન. સંપ્રતિરાયની વાત પ્રસિદ્ધિ, જિનમંડિત તેણે પૃથ્વી કીધી. એક વચન. આમરાય ને કુમરનરિંદો, જિનમંદિર કરે ધરી રે આનંદો. એક વચન. વિમલરાય વસ્તપાળ હુઆ જ્યારે, જિનમંદિર કરી આતમ તારે. એક વચન. પારખ રાજીઆ વજીઆ જોજો, પડતે કાળે હુઆ નર દોજો. એક વચન. પાંચ પ્રાસાદ તે પ્રગટ કરાવે, કનક રયણમઇ બિંબ ભરાવે. એક વચન. રજત પીતલ પરવાલી રે બિંબ, થાપી કીરતીના રે થંભ. એક વચન. ગયા નહીં તે થિર કહેવાય, શ્રાવક કવિ ઋષભદાસકૃત જેહના જસ જગમાંહિ રે બોલાય. એક વચન. અનેક બિંબ પાષાણમેં રે કીધા, દેશે દેશે પૂજું પ્રસિદ્ધા. એક વચન. પા. ૧૫૬૭.૧ આગેના તીરથ કહેવાએ જેહ ટિ. ૧૫૬૫.૨ કનકરયણમઈ = કનકરત્નમય ૧૫૫૯ ૧૫૬૦ ૧૫૬૧ ૧૫૬૨ ૧૫૬૩ ૧૫૬૪ ૧૫૬૫ ૧૫૬૬ ૧૫૬૭ ૧૫૬૮ ખંભાતમાં શ્રી ચિંતામણિ અને સ્થંભન પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. ગંધારમાં નવપલ્લવ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. નેજા ગામમાં જિનમંદિર કરાવી એમાં ઋષભદેવને પધરાવ્યા. વડોદરામાં બે મંદિર કરાવ્યાં. એક કરેડા પાર્શ્વનાથનું ને બીજું નેમિનાથનું. આ રીતે પાંચ જિનપ્રાસાદો તથા અનેક જીર્ણોદ્ધાર કર્યાં. સં. ૧૬૪૪ના જેઠ સુદ ૧૨ને દિને વિજયસેનસૂરીશ્વરને હાથે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આબુ, ગોડી અને રાણકપુરની યાત્રા કરાવી સંઘવીનું તિલક શિરે કરાવ્યું. કલિકાળમાં પણ આવા પુરુષો થયા જેનાથી પ્રભાવિત થઈ અકબરશાહ તેમનો કર લેતા ન હતા. તેઓ બધા ઉપર પ્રેમ રાખતા જેથી બધા ફિરંગીઓ એમને શિર નમાવતા. અમારિ (અહિંસા) પ્રવર્તાવી માછીમારોને અટકાવ્યા ને કોટિ માછલાંને ઉગાર્યાં : ઘેટાંબકરાં, ગાયભેંસ અને પંખીઓ રાજિયાના ગુણ ગાય છે. આપણે અહીં પેદા થયા તેનો હરખ છે કેમકે અહીં રાજિયાએ આપણી સાર કરી છે. અન્ય દેશમાં પેદા થયા હોત તો મરાયા હોત, ત્યાં અભયદાન કોણ આપત ? એણે ઉપકારી વચનો કહ્યાં ને ગામ-નગર ભાંગતાં રાખ્યાં. અકબરે Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૧ અન્યાય, દંડ દૂર કરી અનેકને જેમ બંધનમાંથી છોડાવ્યા તેમ જે ચોર રાજિયાની નજરે પડ્યા તેમને છોડી મૂકવામાં આવ્યા. . (ઢાળ ૬૬ - ચંદાયણાની.) શ્રીચિંતામણિ થંભણ પાસો, ત્રંબાવતી પ્રાસાદિ રે વાસો; એક પ્રાસાદ ગંધારે ખાસો, ત્યહાં બેઠા નવપલ્લવ પાસો. ૧૫૬૯ એક નેજ જિનભુવન કરાવે, ત્રટખભ તણી પ્રતિમા જ સોહાવે; બાદોડે દોએ ભુવન વિખ્યાતો, પાસ કરેડો ને નેમિ નાથો. ૧૫૭૦ પાંચ પ્રાસાદ કીધા એ સારા, અનેક કીધા જીરણ ઉદ્ધારા; ચેત્યા પુરષ તે આપ સંભાળે, બિંબ–પ્રતિષ્ઠા કરીરે મ્યુઆલે. ૧૫૭૧ જેઠ માસ સુદિ બારસિ જ્યારે, બિંબ થપાવી આતમ તારે; - વિજયસેનસૂરીશ્વર હાથે, ચિંતામણિ થાપ્યા નિજ જાતે. ૧૫૭૨ આબુ ગોડી રાણકપુરિ જાય, તિલક શિર્વે કરી સંઘવી થાય; કલિકાળે હુઆ પુરુષ સુજાણો, શાહ અકબર મૂકે જસ દાણો. ૧૫૭૩ પ્રેમ ધરિ પ્રતિકાલનો રે સ્વામી, સકલ ફિરંગી રહે શિર નામી; કરી અમારિ ને માછી રે વાર્યા, કોડિ અનંતી મચ્છ રે ઉગાર્યા. ૧૫૭૪ અજા મહિષ મહીષી રે ગાય, પંખી ગુણ રાજીઆના રે ગાય; અહિ ઉપનાતે હરખ અપારો, કરે રાજીઓ આપણી રે સારો. ૧૫૭૫ અન્ય અમ દેશમાં ઉપજી મરાતા, કોણ હોત અભયદાનનો રે દાતા; વળી ઉપગારી વચન જેણે ભાખ્યાં, ગામ નગર ભાજેતારે રાખ્યાં ૧૫૭૬ અકબરે અન્યાય દંડ વાર્યા, જેણે અનેક બંધ મુકાવ્યા; તિમ રાજીઆની દ્રષ્ટિપડ્યા જે ચોરો, તેહને ગળે આવ્યા નવિ દોરો. ૧૫૭૭ રાજિયાના એટલા ગુણ છે કે કહેતાં પાર ન આવે. એક વખત ચેઉલનો એક ખોજગી કેદ પકડાયો. બીજા પણ ઘણા લોકો બંધનમાં હતા અને ફિરંગી તેમને છોડતા નહોતા. તે સહુને ગોવા લઈ જવાયા ને એમનાં શરીર દુર્બળ થઈ ગયાં. તે વખતે રાજિયો વીજવેજલની પાસે પહોંચ્યો અને તેમને બંધનમુક્ત કર્યા. એની મર્યાદા કોણ લોપે ? ખોજગીનો એક લાખ લ્યાહારીનો દંડ કરાયો. એની પાસે કંઈ હતું નહીં. એનો જામીન પણ કોઈ થાય નહીં. એણે રાજિયા પારેખનું નામ લીધું. ત્યારે વિરેજલે ખોજગીને બોલાવીને તત્કાલ છૂટો કર્યો. એને વખાર લાવવામાં આવ્યો. એ મરવા પડ્યો. સૌ કહે એની પાસેથી શું લેવાનું હોય ? રાજિયો કહે ભગવાન એનું ભલું કરશે. ધર્મથી વિઘ્ન ટળશે. ખોજગી પછી સાજો થયો. ચેઉલ બંદરે ગયો ને લાખ ત્યાહારી મોકલ્યા ને પારેખના ગુણ ગાવા લાગ્યો. એકવાર તેલાધરને દિવસે ૨૨ પુરુષોને પગમાં બેડી નાખી બાંધી લેવાયા. ખોજગી તલવાર કાઢી જેવો ઘા કરવા જાય ટિ. ૧૫૭૧.૨ ટ્યુઆલે = ૪૪માં ૧૫૭૭.૨ ગળે આવ્યા નવિ દોરો = ગળે દોરો ન આવવો, બંધનમાં ન પડવું. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત છે કે બધા પુરુષોએ વિનંતી કરી કે આજે તો રાજિયાનો તહેવાર છે, તમે અમને મારશો નહીં. આ સાંભળી ખોજગી ખુશ થયો. બધા ચોરોને છોડી દીધા. અને કહ્યું કે રાજિયો તો મારો મોટો મિત્ર છે અને મારો જીવનદાતા છે. (ઢાળ ૬૭ - તુંગીઆ ગિરિશિખર. એ દેશી) અનેક ગુણ રાજીઆ કેરા, કહેતાં ન પામું પાર રે; ખોજગી એક ચેઉલ કેરો, બંધ પડ્યો તેણી વાર રે. અનેક. ૧૫૭૮ લોક ઘણા પણ બંધ પડીઆ, મુંકે નહિ જ ફિરંગી રે; લઈ ગયા તે ગોવા માંહિ, પડ્યાં દુર્બલ અંગ રે. અનેક. ૧૫૭૯ વીજજલનિ પાસે પોહોતો, રાજીઓ નરસી રે; સકલ બંધ ખલાસ કીધા, કો ન લોપે લીહ રે. અનેક. ૧૫૮૦ લખ્યા એક લ્યાહારી દંડ કીધો, ખોજગીનો સોય રે; મળે પાસ કાંઈ નહિ, જમાન કો નહિ હોય રે. અનેક. ૧૫૮૧ પારિખનું તેણે નામ લીધું, મુકાવેતો એહ રે; વિજરેજલ તવ વેગિ છોડે, તેડે ખોજગી સોય રે. અનેક. ૧૫૮૨ વખારે લેઈ વેગે આવ્યા, કરવા લાગો મરણ રે; સહુ કહે એહમાં કશું લેસ્યો, એ તો નાંખે ચરણ રે. અનેક. ૧૫૮૩ કહે ભગવંત તે ભલું કરસ્ય, ધરમેં વિઘન પળાય રે; ખોજગી તબ થયો સાજો, ચેઉલ બંદરે જાય રે. અનેક. ૧૫૮૪ લાખ લ્યાહારી તેણે દીધી, પારેખના ગુણ ગાય રે; તેલાધરનો દિવસ હુંતો, હણે ચોર તિણે ઠાય રે. અનેક. ૧૫૮૫ બાવીસ પુરુષને પાયે બેડી, બાંધ્યા લાકડી પાય રે; સમશેર કાઢી કરી ઊંચી, જામ મૂકે થાય છે. અનેક. ૧૫૮૬ મિલી પુરુષ અરદાસ કરતા, તું ખોજગી નર સાર રે; ચોર ન હણીએ આજ મોટો, રાજીઆનો તહેવાર રે. અનેક. ૧૫૮૭ સુણી હરખ્યો નગર ખોજો, છોડ્યા ચોર સબ જાર રે; રાજીઆ મેરા મિત્ર મોટા, જીવકા દાતાર રે. અનેક. ૧૫૮૮ મુનિવરોમાં હીરગુરુ અને અસુરોમાં અકબર તેમજ વણિક વંશમાં રાજિયો શ્રેષ્ઠ છે. એમનાં દયાદાનનો પાર નથી. રાજિયાના પુણ્યનો પાર નથી. ઘોઘલમાં કોઈ જીવને હણતું નથી. સમગ્ર ગૂર્જર દેશમાં કોઈ પાતક થાય તો રાજિયો દવારૂપ – જાગ્રતા હતો. તે જિનશાસનનો ચંદ્ર હતો. એક મોટું વહાણ ગોવામાં આવે છે ત્યારે રાજિયો ઘણા માણસોને મારી નંખાતા બચાવે છે ને ધન પાછું અપાવે છે. સંવત ૧૬૬૧માં જ્યારે ભયંકર દુકાળ પડ્યો ત્યારે ચાર હજાર મણ અનાજ આપીને વણિકવંશને ઉગારી લીધો. રોકડા રૂપિયા આપ્યા ને ઘણું ગુપ્તદાન કર્યું. વજિયાના માણસો બધે ફરીને Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૩ અનાજ આપે છે. ભમતાભમતા કેટલાક પુરુષો શિકારપુર આવ્યા. ત્યાં એક ઘરમાં નવ જણ માંદા છે. ઓરવા માટે મગ પણ નથી. પુરુષને તેડીને એને છાનું આપવા માંડ્યું. ત્યારે તે ઘરની સ્ત્રી કહે છે કે જો તમે ધન લેશો તો હું ઝેર ખાઈશ. આ રીતે સમ્યકત્વ, શિયળ, સત્ય, ધીરજને ધારણ કરનાર કોઈ વિરલા જ હોય છે. દુઃખમાંયે દાન આપે ખરા, લે નહીં એવા જગમાં વિરલા જ હોય છે. મુનિવરમાં ગુરુ હીરજી, અસુરે અકબ્બર સાર; તિમ વાણિગ વંશમાં રાજીઓ, દયા દાન નહિં પાર. ૧૫૮૯ (ઢાળ ૬૮ - મૃગાવતીના રાસની). પાર નહિ રાજીઆના પુણ્યનો, ઘોઘલે ન હણે જીવ રે; ગુજ્જર ખંડ આખે હોઈ પાતિગ, તેહથી બહુઅ સદીવો રે જીવો રે સુદીવો રે તું જિનશાસનચંદો રે. આંચલી. ૧૫૯૦ વિણ કોલી એક વાહાણ વડેરું, લેઈ ગોવામાંહિ આવે રે; મારતા નર બહુઅ મુકાવ્યા, ધન પાછું જ અલાવે રે. જી. ૧૫૯૧ સંવત સોળ એકસઠો જ્યારે, દુરભિખ્ય કાળ હુઓ ત્યારે રે; સ્માર હજાર મણ કણ તવઆલ્યા, વણિગવંશ ઉગારે રે. જી. ૧૫૯૨ રૂપક રોકડા બહુને આલ્યા, ઘણું ગુપતિ તે દાનો રે; ફરે પુરુષ પારેખ વજીઆના, આપે અન્ન નિધાનો રે. જી. ૧૫૯૩ ફરતા પુરુષ તે ભમતા આવ્યા, વસે શિકારપુર જાહિ રે; એક ઘરમાં નવ જણ છે માંદા, મગ ઓરવા નહિ ત્યાં હિરે. જી. ૧૫૯૪ છાનું તેમનું માંડ્યું આલવું, તેડ્યો પુરુષને જામો રે; - સ્ત્રી કહે હું વિષ ખાઈશ વેગે, લેસ્યો જો હવે દામો રે. જી. ૧૫૯૫ સમકિત શીળ સત ધીરજ ધોરી, દીસે છે જગ કોઈ રે; દિયે દાન નર નલિયે દુખમાં, એ જગિવિરલા હોઈશે. જી. ૧૫૯૬ જિનશાસનના આ ચંદ્ર ડભોલમાં મેહ વરસાવ્યો – અઢળક દ્રવ્ય ખરચ્યું. અનેક ગામોમાં દહેરાં, પોસાળો બંધાવ્યાં, ને વિશાળ ચંદરવા બાંધ્યા. ત્યાહારી અને ભરૂચની થાળીની લહાણી કરીને એણે શ્રીમાળી વંશ દીપાવ્યો. દુષ્કાળના સમયમાં અન્ન આપી શાહ જસિયાની કીર્તિ વધારી. તેત્રીસ લાખ રૂપિયા પુણ્ય કાજે ખરચ્યા. અમારિનું પુણ્ય તો લખ્યું જાય એમ નથી. આગળ સમરો, સારિંગ ને જગડૂશા થયા તે કેવા હશે એ તમને જોઈને પામી શકાય. ઉત્તમની પ્રજા ઉત્તમ થાય છે. પારીખ નેમિ ગચ્છમાં વડો છે. એણે સંઘપતિનું તિલક કરાવ્યું ને શત્રુંજયગિરિની સ્પર્શના કરી. એણે રાજિયા-વજિયાનું નામ રાખ્યું. ચડિયાતાં ઉત્તમ કામો કર્યો જિનાજ્ઞાનું પાલન કરનાર પુરુષ શ્રેષ્ઠ છે. પા. ૧૫૯૪.૧ શકરપુર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત (ઢાળ ૬૯ – ઇતને કેતાઈ ઈતના કયા કરણા, રાગ આશાવરી) શ્રીજિનશાસન ચંદો રે એહો, ડભોલમાંહિ વરસાવ્યો મેહો. શ્રી જિનશાસન ચંદો રે. ૧૫૯૭ અનેક ગામેં દેહરાં પોસાળો, જિહાં ચંદરૂઆ બાંધ્યા વિશાળો, શ્રી જિનશાસન. ૧૫૯૮ લહિણી રે લ્યાહારી ભરૂઅચી થાલી; એણે દીપાવ્યો વંશ શ્રીમાલી. શ્રી જિન. ૧૫૯૯ દુરભિખ્ય કાળે અન્ન ઉવારી; શાહ જસીઆની કીરતિ વધારી. શ્રી જિન. ૧૬૦૦ તેત્રીશ લાખ રૂપક પુણ્ય કાજે રે આવે; અમારિ તણું પુણ્ય લખ્યુંઅ ન જાવે. શ્રી જિન. ૧૬૦૧ સમરો સારિંગ જગડુ રે જેહો; તુમ દીઠે દીઠા નર તેહો. શ્રી જિન. ૧૬૦૨ ઉત્તમના ઉત્તમ હુએ પ્રાહિ; પારિખ નેમિ વડો ગછ માંહિ; શ્રી જિન. ૧૬૦૩ સંઘપતિ તિલક ધરાવ્યું રે જેણે ગિરિ શેત્રુંજો ફરશ્યો રે તેણે. શ્રી જિન. ૧૯૦૪ : રાજી વજીઆનું રાખ્યું રે નામો; ચઢત ચઢત કરે ઉત્તમ કામો. શ્રી જિન. ૧૬૦૫ શ્રી જિન આગન્યાનો રે વહેનારો; ઋષભ કહે એ પુરુષ સુ સારો. શ્રી જિન. ૧૬૦૬ હીરગુરુના શ્રાવક કુબેર સમા છે. હીરગર શિરોહીમાં રહ્યા. શ્રાવકો વરસીદાન વરસે છે. શિરોહીમાં રહી હીરગુરુએ ઋષભદેવની ચોમુખજીની પ્રતિષ્ઠા કરી. ત્યાંના શ્રાવક આસપાલે કોટિ ધન ખરચ્યું. અને જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. તેજા હરખા જામના શ્રાવકે અજિતનાથની સ્થાપના કરી. ખર્ચનો તો કંઈ પાર નહોતો. આબુગઢની યાત્રાએ જઈ પાછા વળ્યા ત્યારે સુલતાને આવી નમસ્કાર કર્યા અને ઘણી અનુમોદના કરી. કર નહિ લેવો, અન્યાય ટાળવો ને અમારિ પ્રવર્તાવવી એવો એણે નિર્ણય કર્યો. શિરોહીમાં રહેવા હીરને કહ્યું જેથી નરનારીની આશા ફળે. પંજો મહેતો જે પ્રધાન છે તેણે વિનંતી કરીને ગુરુને શિરોહીમાં રાખ્યા. ત્યાં એક વાર ગુરુને રાત્રે સ્વપ્ન આવ્યું કે હાથીનાં ચાર નાનાં બચ્ચાં સૂંઢથી પા. ૧૬૦૧.૧ તીન લાખ ટિ. ૧૬૦૦.૧ દુરભિખ્ય = દુર્ભિક્ષ, ભયંકર Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૫ પુસ્તક ભણી રહ્યાં છે. એ સ્વપ્નનો વિચાર કરતાં લાગ્યું કે એમને ચાર સારા શિષ્ય મળશે. અનુક્રમે એ સ્વપ્ન ફળ્યું. શ્રીવંત શાહે – પોતે, પત્ની, પુત્રી, ચાર પુત્રો, બેન, બનેવી અને ભાણેજ એમ દસ જણાંએ મળીને સંયમ લીધો ને મનુષ્ય અવતાર સફળ * કર્યો. ચારે પુત્રો નરરત્નો હતા. તેમાંના એક કુંઅરજી હીરસૂરિના પટ્ટધર વિજયાનંદસૂરિ થયા. બીજા ભાઈ ધારો પંન્યાસ ધર્મવિજય, ત્રીજા અજો પંડિત અમૃતવિજય અને ચોથા ભાઈ મેઘો મેરવિજય ગણિ થયા. આ બધા લાલબાઈ માતાના પુત્રો હતા. પુત્રી સહેજશ્રીઆ સાધ્વી બન્યાં. બહેન રંગશ્રીઆ બન્યાં. બનેવી શાર્દૂલ ઋષિ થયા. ભાણેજ ભક્તિવિજય સાધુ થયા. લાલબાઈ માતા (શ્રીવંત શાહનાં પત્ની) લાભશ્રી સાધ્વી થયાં. કુંવરજી (જે વિજયાનંદસૂરિ થયા)એ જિનધર્મ દીપાવ્યો. જગ આખું એમના ગુણ ગાવા લાગ્યું કે એમણે શ્રીવંત શાહનું નામ રાખ્યું. શ્રીવંત શાહે પ૭ મણ ઘી ખરચ્યું. ૨૦ ગામના લોકો ભેગા મળ્યા. તેમની ભક્તિ કરી અને હીરને હાથે દીક્ષા લીધી. આ જ ગામમાં વરસંગ શાહ નામનો એક ધનાઢ્ય, નવયુવાન વેપારી હતો. એનાં વેવિશાળ છે. ઘેર પકવાન બનાવ્યાં છે. મૃગનયણી સ્ત્રીઓ ગાન કરે છે. મોટા મંડપ ને દ્વારે તોરણ બાંધ્યાં છે. સગાં સ્ત્રીપુરુષો ભોજન લે છે. એ પ્રસંગે વરસંગ ઉપાશ્રયે પહોંચ્યો. માથે ઓઢીને નવકાર ગણતો હતો ત્યારે એક કુમારિકા નારી સાધુને વાંદવા આવી (એ વરસંગની પત્ની હતી.) તેણે વરસંગને ઓળખ્યો નહીં. ભ્રાંતિમાં એણે નરસંગને સાધુ માનીને વાંદ્યો. ત્યારે એક શ્રાવક હસ્યો. કહે, ‘તમને તમારી જ પત્ની વાંદે છે. તો હવે સંસારમાં શીદને પડો છો ? તમને એ ચેતવે છે. ત્યારે વરસંગે કહ્યું કે “તું મને શું હસે છે ! એ મને વાંદશે એવું જ કરીશ.” પોતે ઘેર આવ્યો ને જાહેર કર્યું કે “હું પરણું તો મને જિનની આણ છે.” માતાપિતા સમેત પરિવાર મળ્યો. કહે “તું કેમ પરણવાની ના પાડે છે ? ક્ષણમાં એવો શો વૈરાગ્ય આવ્યો ? અવસર આવે સંસાર ત્યજજો.” વરસંગ કહે “એ અવસર આવ્યો જ છે. જે બોલ બોલ્યો છું તે પાળવો જ રહ્યો. પત્નીના ઉપાલંભથી ધન્નો હેજે રોકાયો નહીં. એકમન થઈ સંયમ લીધો. જ્યારે એ કન્યા મને વાંદી ગઈ ત્યારે શ્રાવકે મને ઉપાલંભ આપ્યો છે (મહેણું માર્યું છે). એટલે હવે જો થોડીપણ લાજશરમ હોય તો ગૃહસ્થાશ્રમ માંડું નહીં. માટે હે માતાપિતા, મને ફરી કાંઈ કહેશો નહીં. કાં તો સંયમ કાં આત્મઘાત.” પછી તેણે ચારે આહારનો ત્યાગ કર્યો એટલે (માબાપે) (દીક્ષા માટે) અનુમતિ આપી. વિવાહ માટે જે પકવાન હતાં તે સાધર્મિકોને જમાડ્યાં. ધન ખરચીને સંયમ લીધો. હીરગુરુએ તેમને દીક્ષા આપી. તે વરસિંગ પંન્યાસ થયા. એમને ૧૦૮ શિષ્યો થયા. એ બધો જ હીરનો પરિવાર થયો. હીરના ભાગ્યનો પાર નથી. હીરગુરુ શિરોહીમાં રહ્યા ત્યારે દેવની પેરે એમનો મહિમા વધ્યો. કારણ એવું બન્યું કે રાસુલતાને સાવલાને કેદમાં રાખ્યા. ઘણા દિવસ વીતી ગયા. ગુના વિના એનો દંડ માગે છે. ને એને છોડે નહીં. સઘળા શ્રાવકો દુભાયા. ધન આપવાને બદલે અન્ય કાંઈ ઉપાય વિચારીએ. સુપાર્શ્વનાથની પૂજા આરંભી. સહુ શ્રાવકો આયંબિલતપ કરવા લાગ્યા. તોયે તે છૂટતો નથી. એકવાર એમ બન્યું કે કોઈ સાધુએ અંડિલ ભૂમિ પડિલેહી નહીં. ત્યારે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીરવિજયસૂરિ ખિજાયા. “સવારે સહુ આયંબિલ કરજો અને હવે ભૂલ કરશો નહીં.” હીરનું વચન માથે ધરીને સૌ મુનિવરોએ આયંબિલ કર્યું. ગોચરીના સમયે હીરગુરુએ આંબિલની ગોચરી લીધી. સૌ સાધુઓએ પૂછ્યું, “ગપતિજી, આપને આયંબિલ શાનું?” હીર કહે “મારું મારું પડિલેહણ વિના પરઠવ્યું હતું. એટલે મારે પણ આયંબિલ કેમ ન આવે ?” જ્યારે હીરગુરુએ આયંબિલ કર્યું એ દિને ૮૦ આયંબિલ થયાં. તે રાત્રે જ સાવલો શ્રાવક છૂટ્યો. હીરવિજયસૂરિની પેરે પુણ્યવંતના જશની લહાણી થઈ. ગુરુમહિમા વધ્યો. પછી હીરે વિહાર કર્યો. શિરોહીથી નીકળીને ગુરએ પાટણમાં ચોમાસું કર્યું. પાછળથી છ માસ માટે જીવ-અભયદાનનું ફરમાન આવ્યું. શાંતિચંદ્ર ઉપાધ્યાય ત્યાં રોકાયેલા. તેમણે કથાકોશ (કૃપારસકોશ) રચ્યો. તે અકબરને સંભળાવ્યો ને સુધારસભરી વાણીથી બોધ પમાડ્યો. તેના મનમાં દયાધર્મ વસ્યો. અને તે અંગે અકબરનો હુકમ થયો. અકબરના જન્મનો આખો મહિનો, રવિવારના દિવસો, સંક્રાંતિ અને નવરોજના દિવસો – એ દિવસોમાં જીવહિંસા કરવી નહીં. કારણ એવું બન્યું કે ઈદનો દિવસ આવ્યો. શાંતિચંદ્ર બાદશાહ પાસે ગયા. કહે “મને અહીંથી વિદાય કરો. કેમકે કાલે (ઈદ હોવાથી) લાખો-કરોડો જીવ મરશે. અહીં રહેતાં મને દોષ લાગે. તમારા ગ્રંથમાં પણ તમે જુઓ તો જણાશે કે જ્યારે રોજા પૂરા થાય ત્યારે રોટી ને ભાજી ખાય તો રોજા કબૂલ ગણાય.” અકબર દયાવાન હતો. એણે અબુલફજલને બોલાવ્યો. બધા ઉમરાવોને એકઠા કરી કિતાબ વંચાવી. એમાં હતું કે રોજા પૂરા થાય ત્યારે ભાજી ખાવી. જીવોની ખેર-મહેર થાય તો જ રોજા સાચા ગણાય. સુલતાને આવા બોલ સાંભળીને સહુ ઉમરાવોને સાવધાન કર્યા. નગરમાં ઢંઢેરો ફેરવ્યો કે કોઈએ (ઈદની) સવારે જીવને મારવો નહીં. કોડિબંધ, ઘેટાં, બકરાં, કૂકડા બચી ગયા. શ્રાવકોએ મોગલોના ઘરમાં પેસીને અર્ધલાખ પ્રાણીઓને છોડાવ્યાં. હીરગુરુના મહિમાથી આવાં પુણ્યનાં કામો થયાં. મહોરમનો મહિનો, અને સૂફીના દિવસે જીવહિંસા નિષેધ કરાવ્યો. આમ બધું મળી વર્ષના છ માસ અમારિપાલન થયું. આવું એક ફરમાન થવા સાથે બીજું જીજિયાવેરાનું થયું. નથુ મેવડાને સાથે લઈ શાંતિચંદ્ર સિદ્ધપુર નગરીએ હીરગુરુને આવી મળ્યા. હીરગુરુનો આ મહિમા કે એમણે અનેક અસુરોને બોધ પમાડ્યા. ષડ્રદર્શનમાં એમનું નામ પ્રસિદ્ધ છે ને ગામ આખું એમના ગુણ ગાય છે. સંઘજી વગેરે સાત જણાને પાટણમાં દીક્ષા આપી. તેની કથા સૌ નરનારી સાંભળજો. (દુ) એ શ્રાવક ગુર હીરના, દેખો ધનદ સમાન; હીર રહ્યા સીરોહીમાં, વરસે શ્રાવક દાન. ૧૬૦૭ (ઢાળ ૭૦ - ગિરજા દેવીને વનવું રે. રાગ ગોડી) હીરવિજયસૂરિ સુંદર રે, રહ્યા સિરોહી માંહે રે; કરી પ્રતિષ્ઠા ચોમુખ તણી રે, 28ષભ જિનેશ્વર ત્યાંહે. હી. ૧૬૦૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૭ આસપાસ સચ હર ભલો રે, ખરચી ધનની કોડિ રે; બિંબપ્રતિષ્ઠા કરાવતો રે, આપે હય વર છોડી રે. હરિ. ૧૬૦૯ તેજા હરખા નર સુંદર રે, કરે પ્રતિષ્ઠા સાર રે; અજીતનાથ થપાવીઆ રે, ખરચ્યાનો નહિ પાર રે. હરિ. ૧૬૧૦ આબુગઢે ગયા યાતરા રે, વળિ દેવ જુહારી રે; રાસુલતાન આવી નમે રે, કીધી બહુ મનુહારી રે. હરિ. ૧૯૧૧ અકર અન્યાય મેં ટાળવો, કીજે દેશ અમારી રે; હીર રહો તુમ સિરોહીમાં રે, આસ ફળે નરનારી રે. હરિ. ૧૯૧૨ પંજો મહિતો પ્રધાન ભલે રે, કરે વીનંતી ત્યાંહિ રે; | વિનય કરી ગુરુ તેડીઆ રે, રાખ્યા સિરોહી માંહિ રે. હરિ. ૧૬૧૩ | (ચોપાઈ) સિરોહીમાં ગુરુ રહીઆ જમેં, નિશ ભરી સુહણું લાધું તમે; કલમ ચાર ગજ નાંહના જેહ, સુંઢે પુસ્તક ભણતા તેહ. ૧૬૧૪ એહ સુપનનો કર્યો વિચાર, ચેલા સુંદર મળસે ચ્યાર; અનુકરમે તે સુપન જ ફળે, શાહ શ્રીવંત દસ જણસું મિલે. ૧૬૧૫ નર નારી પુત્રી સુત આાર, બહિન બજેવી ભાણેજ સાર, દસે જણા ત્યે સંયમ ભાર, સફળ કરે માનવ અવતાર, ૧૬૧૬ પ્યારે પુત્ર નરરત્ન સમાન, વિજયાનંદસૂરિ સુંદર વાન; પુણ્ય તેહ પટોધર થયો, હર તણે વચને તે રહો. ૧૯૧૭ બીજો ધર્મવિજય પંન્યાસ, અમૃતવિજય પં. જગમાં ખાસ; મેરુવિજય ગણિ ચોથો ભ્રાત, લાલબાઈ માતાના જાત. ૧૬૧૮ : સહેજશ્રીઆ બેટી સાધવી, રંગઢીયા તે ભગિની હવી; સાદુંલત્રષિબજેવી જોઈ, ભગતિવિજય ભગિની સુત હોઈ. ૧૬૧૯ વિજયાનંદસૂરિની માય, ત્રિયે નામ તેહનાં કહેવાય; લાલબાઈ શિણગારદે નામ, લાભસિરી ત્રીજું અભિરામ. ૧૯૨૦ ધારો ધર્મવિજય પંન્યાસ, મેઘો મેરૂવિજય તે ખાસ; | વિજયાનંદ કુંઅરજી નામ, અજો અમૃતવિજય અભિરામ. ૧૯૨૧ કુંઅરજીએ કાઢ્યું અતિ કર્મ, દીપાવ્યો જેણિ જિનધર્મ; જગ આખો બોલે ગુણગ્રામ, શાહ શ્રીવંતનું રાખ્યું નામ. ૧૬૨૨ શાહ શ્રીવંત નર માંહિ સિંહ, સતાવન મણ ખરચ્યું ઘીય; * વીસ ગામ મળ્યાં ભગતિ જ કીધ, હીર હાથે જિણે સંયમ લીધ. ૧૯૨૩ પા. ૧૬૧૧.૨ કીધા બહુ તે કામે રે ૧૬૧૭.૧ ને મેર (નરરત્નને બદલે) ૧૬૨૩.૨ મનુજ ભગતિજ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ * શ્રાવક કવિ ઋષભદાસકૃત હીર રહ્યા સિરોહી માંહિ, શાહ વરસંગ વિવહારી ત્યાં હિં; નાહનો નવ યૌવન ધનવંત, વિહવા મળ્યો લહી ગુણવંત. ૧૯૨૪ ઘરે કીધાં પોઢાં પકવાન, મૃગનયણી કરતી તિહાં ગાન; ઘાલ્યા મંડપ તોરણ બારિ, જિમે સગાં સહુ નર ને નારી. ૧૯૨૫ ઈણિ અવસર વરસંગ કુમાર, ઉપાસરે પોહતો નર સાર; વાંદે પડિકમે પુરુષ અપાર, શિર ઓઢી ગણતો નવકાર. ૧૬૨૬ આવી વાંદવા કુમરી નારિ, વરસિંગ ન લહ્યો તેણે ઠારી; વરસતાં વાદ્યો ઋષિ લહી, શ્રાવક એક હસ્યો ત્યાંહી સહિ. ૧૯૨૭ તુમને વાંદે તુહ્મારી નારી, સીદ પડો છો તમે સંસારિક તુહ્મને એહ જણાવી જાય, તુમે ચેતજો વરસંગ સાહ. ૧૬૨૮ કહે વરસંત તું કાંઈ હસેસ, એહ વાંદયે તસ્યુ કરેશ; પોતે ઘર આવ્યો ગુણ ખાણિ, મુજ પરણવા જિનની આણ. ૧૬૨૯ માતા પિતા મળીઓ પરિવાર, કસ્યું ન પરણે તુંહ કુમાર; ખિણમાં સ્સો આવ્યો વઈરાગ, અવસર લહીને કરજો ત્યાગ. ૧૬૩૦ કહે વરસંગ અવસર એ લહ્યો, કાઢ્યો બોલ પાળવો થયો; સ્ત્રીમેં પચાર્યો ન રહ્યો ધનો, લેતો સંયમ થઈ એકમનો. ૧૬૩૧ મુનિ પચાર્યો શ્રાવકે સહી, જવ એ કન્યા વાંદી ગઈ; - હવે ન માંડું ગૃહસ્થાધર્મ, જો કંઈ લજ્યા હોઈ શર્મ. ૧૯૩૨ ફરી મા કહેશ્યો માત ને તાત, કે સંયમ કે આતમઘાત; મૂકી બેઠો ચારે આહાર, આપી અનુમતિ તેણી વાર, ૧૬૩૩ જે પકવાન વિવાહને કર્યું, તિણે પેટ સાતમીનું ઠર્યું; ખરચી ધનને સંયમ લીધ, હીરે તેમને દીક્ષા દીધ. ૧૯૩૪ તે હુઓ વરસિંગ રૂષિ પંન્યાસ, એકસો આઠ શિષ્ય મળીઆ તાસ; એ સહુ હીર તણો પરિવાર, હીરના ભાગ્ય તણો નહિ પાર. ૧૯૩૫ સિરોહીમાંહી રહ્યા હીર જામ, મહિમા દેવ પર્વે વાધ્યો તામ. કારણ સોય સુણો નર ભલા, દીવાન માહી રાખ્યા સાવલા. ૧૬૩૬ રા'સુલતાન ન મુંકે જસે, ઘણા દિવસ વોળી ગયા તમેં; માંગે દંડ ગુના વિણ રાય, મૂકે નર નહિ કિયે ઉપાય. ૧૯૩૭ શ્રાવક સઘળા દોહિલ્યા થાય, ધન નવિ આપે કરિ ઉપાય; સુપાસ તણી પૂજા આદરે, શ્રાવક સહુ આંબિલતપ કરે.૧૬૩૮ પા. ૧૬૨૯.૨ પારી ઘર ટિ. ૧૬૨૭.૨ વરસતાં = ભ્રાંતિમાં ૧૬૩૧.૨ પચાયૅ = ઉપાલંભ આપ્યો, મહેણું માર્યું ૧૪.૧ સાતમી = સાધર્મિક Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૮૯ છૂટે નહિં તોહે નર જર્સિ, કારણ એક હવે નર તમેં ઠંડિલ નવિ પડિલેહ્યાં કેણિ, હીરવિજયસૂરી ખીજ્યા તિણિ. ૧૯૩૯ વાંહણે આંબિલ કરજો સહુ, હવે મ ચૂકસ્યો મુનિવર કહું; હરવચન શિર ઉપર ધરે, મુનિવર સહુએ આંબિલ કરે. ૧૬૪૦ માંડલિ પોહોતા જગગુરુ હીર, લેઈ અન્ન ને માગ્યું નીર; સકલ સાધ કરે વીનતી, તુહ્ય આંબિલ સ્યાનું ગછપતી. ૧૬૪૧ હર કહે માહરે માતરું, અપડિલેહ્ય પૂઠવ્યું ખરું; તો મુજ આંબિલ ન આવે કેમ, હીરવિજયસૂરિ બોલ્યા એમ. ૧૯૪૨ હરે આંબિલ કીધું જામ, એસી આંબિલ તૂ તામ; તેણી જ રાતે છૂટા સાઉલા, છુટા નર તે શ્રાવક સાચલા. ૧૬૪૩ પુણ્યવંત જસ લોઅણ કરે, હરવિજયસૂરિની પરે; ગુરુમહિમા વાધ્યો તિહાં સાર, હીરે કીધો પછી વિહાર. ૧૬૪૪ સિરોહીથી ગુરુ સંચરે, પાટણ માંહિ ચોમાસું કરે; પાછલથી આવે ફરમાન, છ માસ જંતુ અભયદાન. ૧૬૪૫ શાંતિચંદ મુનિવર ત્યાં સાર, કથાકોશ કર્યો ગ્રંથ અપાર; સંભલાવ્યો અકબરશા તણે, બુઝવ્યો વચન સુધારસ ઘણે. ૧૯૪૬ દયાધર્મ વશ્યો મન માહિ, હુકમ હવો અકબરનો ત્યાંહિ જનમ માસ પાલેવો સહી, આદિત્યનો દિન વાર્યો તહિં. ૧૯૪૭ સંક્રાતિ અને નવરોજ હજોય, યા દિન જીવ ન મારે કોય; કારણ સોય કહું તે સુણો, આવ્યો દહાડો ઈદ જ તણો. ૧૬૪૮ શાંતિચંદ ગયો શાહા કને, આંથી વિદાય કરો તલ્મ મને; કાલિ જીવ મરે લક્ષ કોડિ, અહિં રહેતાં અહ્મ લાગે ખોડિ. ૧૬૪૯ કિતબ તુહ્મારામાં તુમ જોય, જારે રોજા પૂરા હોય; જબ રોટિ નિ ભાજી ખાય, રોજા તોહ કબુલ લિખાય. ૧૯૫૦ દયાવંત નર અકબર સાહિ, અબુલફજલ તેડ્યો તેણિ ઠાય; * સકલ ઉંબરા મેલી કરી, વાંચે કિતેબ તિહાં દિલ ધરી. ૧૯૫૧ રોજે પૂરે હોયે જબી, જબ ભાજીમ્યું ખાઈએ તબી; કબૂલ રોજે તો સહી હોઈ, ખેર મહિર ધરે દિલ સોઈ. ૧૯૫૨ અસ્યા બોલ સુણી સુલતાન, ઉંબરા સહુ કીધા સાવધાન; લાહોર માંહિ ફેર્યો ઢઢેર, કોઈ ન મારે જીવ સબેર. ૧૯૫૩ કોડિ બંધ છૂટા બોકડા, મુંકાણા ગાડર કૂકડા; મુગલ ઘરિ પેસે વાણીઆ, છોડાવ્યા અધ લખ્ય પ્રાણીઆ. ૧૬૫૪ ટિ. ૧૬૩૯.૨ પડિલેહ્યાં = પ્રતિલેખના કરવી, સૂક્ષ્મ નિરીક્ષણ કરવું ૧૬૫૦.૧ કિતેબ = કિતાબ, ધર્મગ્રંથ ૧૬૫૩.૨ સબેર = સવારે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત એહવાં પુણ્ય હોઈ જગ જેહ, હીર ગુરુનો મહિમા તેહ, મહોરમ દિન માસ જ પાલવો, પોસોફીનો દહાડો ટાળવો. ૧૬૫૫ સર્વ થઈ હુઆ છમ્માસ, વરસિં અમારિ પાલિ તે ખાસ; અઢું ફરમાન કરાવીઉં તહીં, બીજું જીજીઆનું તે સહી. ૧૬૫૬ નથુ મેવડો લેઈ કરી, શાંતિચંદ આવ્યો પરવરી; સિદ્ધપુરી નગરી છે જ્યાંહિ, હરને આવી મળીઆ ત્યાહિ. ૧૬૫૭ હિર તણો મહિમા જગ એહ, અનેક અસુર બુઝવી તેહ; ખટ દરસણ પ્રસિદ્ધ જ નામ, હીર તણા ગુણ બોલે ગામ. ૧૯૫૮ સંઘજી પ્રમુખ સાત જણ ત્યાંહિ, દીક્ષા દીધી પાટણ માંહી; સોય કથા સુણજો નરનારિ, હીરવચન અમૃત સમ ધારિ. ૧૯૫૯ હીરની વાણી સાકર સમી છે, તે સુધર્માસ્વામીની એંધાણીરૂપ છે. (સુધર્માસ્વામીની વાણીથી) ગુણની ખાણ સમા જંબૂસ્વામી બોધ પામ્યા. પાછળ આઠ પત્નીઓને પણ (સંયમમાગે) લાવ્યા. જંબૂસ્વામીની વાણીથી પાંચસો ચોર પણ કરી ગયા. માતા-પિતા, સાસુ-સસરાએ ભોગવિલાસ છોડ્યા. ક્ષીરસમુદ્રનાં નીર સમી ભગવાન મહાવીરની વાણીથી મેઘકુમાર બોધ પામ્યો, ને શરીરની માયા ઉતારી દીધી. એવી જ હીરવિજયની મીઠી વાણીથી સંઘજી શાહ બોધ પામ્યો. તે સુંદર વસ્ત્રોથી વિભૂષિત, રૂપે કામદેવનો અવતાર, બત્રીસ વર્ષનો નવયુવાન, પ્રબળ જિગીષાવાળો હતો. ઘેર સુંદર, મૃગનયણી મોહનગારી સ્ત્રી, જે પુરુષને અનુસરનારી હતી તે સુંદર રસોઈ બનાવે. નીચી નમી પતિને જમાડે, ઊભી ઊભી વીંઝણો ઢોળે, તે પતિના ગુણ ગાનારી, વિનયી, કષાય વિનાની, જિનધર્મની રાગી, સત્ય-શીલ-દાનવતી હતી. તે શોભીતા શણગાર કરે, જાણે ઈંદ્રાણીનો અવતાર. તેણે સુંદર બાળકને જન્મ આપ્યો, જાણે રાજાના કુંવર જ. સંઘજીની આવી સ્ત્રી બહુ પ્રકારે ભક્તિ કરે છે. અને સંઘજી શ્રાવક રોજ હીરની વાણી સાંભળે છે. એકવાર હીરસૂરિએ ટંકશાળી વચનો કહ્યાં. પુરુષ પાપ કરવામાં પાછું વાળીને જોતો નથી. અનેક જીવોને સંતાપે છે. ધન અને રમણીનો મોહ લાગતાં ધર્મધ્યાનમાંથી પાછો ભાગે છે. આયુષ્ય અલ્પ છે ને પાપકર્મ ઘણું છે. તો પરભવનું સુખ કેમ મળે ? ચારેય ગતિમાં જીવ ફરતો રહે છે ને હંમેશાં પાપકર્મ કરતો રહે છે. મનુષ્યજન્મ તો ક્યારેય પ્રાપ્ત થાય. પુણ્યકર્મ કર્યા વિના આ (દુર્લભ) મનુષ્યજન્મ હારી જવાય છે. પુણ્યનો યોગ દુર્લભ છે. તેમાંય નીરોગી કાયા, પંચેદ્રિયના ભોગ, સુખશાતાનો સંયોગ, અને તેમાંય શુદ્ધ ગુરુ જગમાં ક્યાંથી મળે ? એમાંયે એમની વાણી સાંભળવાનો યોગ ભાગ્યે જ. મળે. તે સાંભળ્યા પછી પણ જે એને આદરતો નથી તે મનુષ્યભવ ખૂએ છે. જે શુદ્ધ વિચાર ધારણ કરે તેવા સુલભબોધિ જીવો વિરલ હોય છે. તેઓ વિચારે કે આ આયુષ્ય એળે જાય છે. આત્મકલ્યાણ ક્યારે કરીશું ? ઉત્તમ પુરુષ મનમાં આવું આણી સંસાર કડવો છે એમ જાણે છે. આવી હીરની દેશના સાંભળીને સંઘજી પ્રતિબોધ પામ્યો. મનમાં કશી રીસ વિના જ ઘેર આવ્યો. બત્રીસ હજાર મહિમુંદી કાઢી પત્નીને આપે છે ને કહે છે જૈનધર્મની Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ વાતો સાંભળી યોગી થવા ને સંસાર ત્યજવા મન થાય છે. તો મને અનુમતિ આપો. પત્ની કહે છે, “દ્રવ્યનું મારે કામ નથી. એને કૂવામાં નાખો. પુત્રી હજુ કુંવારી છે. તેને પરણાવીને પછી તમે જાઓ.” સંઘજી કહે છે, “તું હંમેશાં વિનયવતી જ રહી છે. તો મને આમ સામે ઉત્તર કેમ આપે છે ? પણ મારું મન ચલાયમાન થશે નહીં.” ત્યારે સ્ત્રી બોલી, “તમને સુખ થાય તેમ જ કરો. એ રીતે જ મારા સ્વામી કરે-હરે.” ત્યારે સંઘજીએ દીક્ષા લીધી. ધન ખર્ચી મહોત્સવ કર્યો. મોટો સંઘ ભેગો મળ્યો. દીક્ષાનો વરઘોડો ચડ્યો. પુરુષોનો તો પાર નથી. બધા માણસો આશ્ચર્ય પામે છે કે સંઘજી શાહ દીક્ષા લે છે. બધા આ અવસર જોવા દોડે છે, વાજતેગાજતે વનમાં જાય છે. . વરઘોડો દીક્ષા માટે દોલતખાનાની વાડીએ ખીર વૃક્ષ નીચે આવે છે. સંઘજી શાહ દીક્ષા માટે સજ્જ બને છે. વસ્ત્રાભૂષણો ત્યજી દીધાં. લોકોની આંખોએ આંસુની ધાર ચાલી. ખૂપ, તિલક, અંગરખું ત્યજી દીધાં. બધી સ્ત્રીઓ ગળગળી થઈ. માથાના વાળ જ્યારે ઉતાર્યા ત્યારે ખુદ વિજયસેનસૂરિ રડી પડ્યા. અન્ય સહુ સાધુઓની આંખો પણ ભરાઈ આવી. આ જોઈ સોની તેજપાળ રડી ઊઠે છે ને સોની ટોકર દુઃખી થાય છે. પાસે ઊભેલી પત્ની તથા નાની પુત્રી રડી પડી. પણ સુકુમાર નર (સંઘજી) ઊંચું જોતા નથી. રખેને બાળકને જોઈ મોહ જાગી ઊઠે, હીરને હાથે સંયમ લીધો. પાછળ સાધુઓનો પિરવાર છે. ઇંદ્ર સરીખો ભોગી ઘર ત્યજી નીકળ્યો. ભોગવિલાસ ઉપલબ્ધ હોય એને છોડી દેનારા નક્કી દુર્લભ હોય છે. ૧૯૧ જગતમાં દાતા દુર્લભ છે, લડવૈયા શૂરવીરો પણ દુર્લભ છે. ક્ષમાવાન લાખોમાં એક છે. અને વિવેકવાળા પણ થોડાક જ હોય છે. શીલવંત તો કોઈ શોધ્યા જ મળે. જગતમાં પંડિત પણ દુર્લભ છે. વળી ધનવંત ને વક્તા પણ કોક જ હોય છે. શ્રોતા ઓછા હોય છે, ગુણને જાણનારા પણ થોડા છે. છતી ઋદ્ધિને છોડનારા પણ વિરલ જ છે. સુખસાહ્યબીને છોડનારો એક સંઘજી જોયો. આ જોઈ સાત જણાએ બોધ પામી હીરનો હાથ માથે મુકાવ્યો. સંઘવિજય દીક્ષાનામ અપાયું. આત્માનું કામ એમણે કર્યું. કવિ ઋષભ એમના ગુણ ગાય છે. (ઢાળ ૭૧ ૧૬૬૦ ૧૬૬૧ લંકામાં આવ્યા શ્રી રામરે. એ દેશી) હીરની સાકર સરિખી વાણી રે, સુધર્માસ્વામી તણી ઇંધાણી રે; બહુ બુઝ્યા જંબુ ગુણખાણી રે, પુંઠિ આઠે નારી તાણી રે. જંબૂસ્વામિની વાણી વારૂ રે, હુઓ પંચર્સે ચોરનો તારૂ રે; માયબાપ નિ સસરોસાસુ રે, તેણે છંડ્યા ભોગવિલાસૂ રે. જગ વચન ભલું માહાવીર રે, જાણે ખીર સમુદ્રનું નીર રે; સુણી બુઝ્યો મેઘજી ધીર રે, જેણે મુંકી સાર સરીર રે. મીઠી હીરવિજયની વાણી રે, બુઝ્યો સંઘજી સાહ ભવ્ય અતિ ભોગી વસ્ત્ર સુસાર રે, રૂપે કામ તણો અવતાર રે. પા. ૧૬૬૦.૧ ઇંદ્રાણી - ૧૬૬૨ પ્રાણી રે; ૧૬૬૩ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત નવ યૌવન વરસ બત્તીસ રે, જેહની દીસે સબલ જગીસ રે; ઘરિ નારી સુંદર સારી રે, મૃગનયણી મોહનગારી રે. ૧૬૬૪ ચાલિ પુરુષ તણે અનુસાઈ રે, રૂડી રસવતી નિપાઈ રે; પ્રીસંતા કાંઈ નીચી થાય રે, ઉભી વિંઝણે ઢોલે વાય રે. ૧૬૬૫ સહિજે નરના ગુણ ગાયે રે, વિનયવંતી નહિ, કષાય રે; - જિનધર્મની રાગી સહાય રે, સત્ય શીલવતી દાતાય રે. ૧૬૬૬ કરે શોભતા સ્ત્રી શિણગાર રે, જાણું ઈદ્રાણી અવતાર રે; પ્રસવે તે સુંદર બાલ રે, જસ રાજકુમાર ભુપાલ રે. ૧૬૬૭ ઈસી નારી સંઘજી ઘેર રે, તે ભગતિ કરે બહુ પેર રે; એહવો સંઘજી શ્રાવક જે રે, વાણી હીરની સુણતો તેહ રે. ૧૬૬૮ હીરવચન કહિ ટંકસાલી રે, નર ન જોવે પાછો વાળી રે; જડપી કરતા નર પાપ રે, કરે બહુ જનને સંતાપ રે. ૧૬૬૯ ધન રમણીનો મોહ લાગો રે, ધર્મધ્યાનથી પાછો ભાગો રે; આયુ થોડું નિ પાપ ઝાઝુ રે, પરભવ કિમ લહીયે સુખ તાજું રે. ૧૬૭૦ ફરિ ચિહું ગતિ માંહિ જીવ રે, કરિ પાતિગ સોય સદીવ રે; નરનો ભવ પામીમેં ક્યારે રે, પુન્ય પાખે નરભવ હારે રે. ૧૯૭૧ દોહિલો છે પુણ્યનો યોગ રે, કયહાં પામવી દેહી નિરોગ રે; કિહાં પંચેદ્રિના ભોગ રે, સુખ સાતાના સંયોગ રે. ૧૯૭૨ સુદ્ધ ગુરુ જગિ મિલવો ક્યાંહિ રે, સુણવાનો નહિ આવે પ્રાંતિ રે; સુણી આદરે નહિ નર કોઈ રે, આ લોલુંબી નરભવ ખોઈ રે. ૧૯૭૩ સુલભ બોધી નહિ સંસાર રે, તે ધરતા સુદ્ધ વિચાર રે; જાય આયુ એળે અવતાર રે, કિહાં એક કરસ્યું આતમ સાર રે. ૧૯૭૪ ઉત્તમ મનિ એહવું આણે રે, સંસાર તે કડુઓ જાણે રે; અઇસી દેસના હીરની થાય રે, બુઝયો સિંહ તે સંઘજી સાહિ રે. ૧૯૭૫ ઘરિ આવ્યો નહિ મન રીસ રે, મહિમંદી કાઢી સહિસ બત્રીસ રે; શ્રીનિ કહિ તુમ આ લીઓ રે, મુજન તે અનુમતિ દીઓ રે. ૧૬૭૬ જૈન ધર્મ સુણી મન થાય રે, થાશું યોગી ન રહું યાહ્ય રે; એ તો નાખો ફૂઆમાંહિ રે, દ્રવ્ય તણું મુજ કામ જ નાહી રે. ૧૯૭૭ બોલી ઉત્તમ કુળની નારી રે, પુત્રી છે. તુમ હજુ કુંઆરી રે; તેહનો વિહવા મલ્યો છે જોય રે, પરણાવી જાઓ સોય રે. ૧૯૭૮ વિનયવતી તુંહ સદાયો રે, બોલ્યો સાહ તે સંઘજી સાહ્યો રે; ફેરી ઉત્તર કાં મુજ આલે રે, પછિ મન નવિ મારું ચાલે રે. ૧૬૭૯ પા. ૧૬૬૬.૨ આપે નરના પાયરે (જિન...સહાય રે ને બદલે) ટિ. ૧૬૬૫.૧ રસવતી = ૦ ૬૫.૨ પ્રીસંતા = પીરસતાં Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૯૩ બોલી અબલા તેણી હાય રે, જિમ તુહ્મનિ શાતા થાય રે; તિમ કંત માહારા જ કરેહરે, ત્યારે સંઘજી દીક્ષા લેહ રે. ૧૯૮૦ ખરચી ધન મહોછવ કીધો રે, મલ્યો સંઘ તે સહુઅ પ્રસિદ્ધો રે; હોઈ વરઘોડે જેણી વાર રે, મિલ્યા પુરુષ તણો નહિ પાર રે. ૧૯૮૧ જન સહુય અસંભે થાય રે, લીએ સંઘજી સાત દીક્ષાય રે; નર જોવા સકો ધાય રે, વાજંતે વનમાં જાય રે. ૧૬૮૨ વાડી દોલતખાનની છે જ્યાંહિ રે, દીક્ષા કારણે આવ્યા ત્યાંહિ રે; ખીર વૃક્ષ તળે પછિ આવે રે, સંઘજી સાહ તે સજ થાવે રે. ૧૯૮૩ મુંકે કુંડલ ચીવર હાર રે, નર નયણે ચાલી ધાર રે; મુંકે ખુપ તિલક કમાય રે, નારી સહુએ ગલગલી થાય છે. ૧૯૮૪ મસ્તગની વેણિ વિવારે રે, વિજયસેનસૂરિ રોયા ત્યારે રે; બીજા સાધ ભલા સઘલાય રે, આંસુએ આંખ ભરાય રે. ૧૯૮૫ દેખી રોયે સોની તેજપાળ રે, સોની ટોકર દુખ વિશાળ રે; પાસે ઊભી રોઈ નારી રે, રોઈ કુમરી નાહની બિચારી રે. ૧૯૮૬ ઊચું ન જોયે નર સુકુમાલ રે, રખે મોહ જાગે દેખી બાળ રે; હીર હાથે ત્યે સંયમ ભાર રે, પુંઠિ સાધ તણો પરિવાર રે. ૧૬૮૭ ઈદ્ર સરીખો ભોગી દેખી રે, નીકલ્યા ઘર સાત ઉવેખી રે; છતા ભોગનો છંડણહાર રે, દુલહો દીસે નિરધાર રે. ૧૯૮૮ દુલહો જગમાંહિ દાતાર રે, ઘોડા સૂર સુભટ ઝુંઝાર રે; ખમાવત તો લાખે એક રે, દીસે થોડા જાસ વિવેક રે. ૧૯૮૯ સીલવંત તો સોધ્યા કોઈ રે, પંડિત જગે દુલહા હોઈ રે; ધનવંત તો સોધ્યા લહીએ રે, વગતા તો કોઈક કહીયે રે. ૧૯૯૦ થોડા શ્રોતા સોય સુજાણ રે, થોડા દીસે ગુણના જાણ રે; છતા ભોગને છડે જેહ રે જગે વિરલા દીસે તેહ રે. ૧૯૯૧ સંઘજી દીઠો નર સાવ રે, છતા ભોગનો મુંકણહાર રે; દેખી નર બુઝયા સાત રે, મુંકાવ્યો શિરી હરનો હાથ રે. ૧૯૯૨ દીધું સંઘવિજય તસ નામ રે, રાખ્યું જગમાંહિ શુભ નામ રે;) કરિ આત્મ કેરો કામ રે, બોલે ઋષભ કવિ ગુણગ્રામ રે. ૧૬૯૩ ગુરુ હીરજીને નામે જયજયકાર થયો. સં.૧૬૪૫માં પાટણમાં ચોમાસું રહી પછી વિહાર કર્યો. પાટણથી નીકળી ખંભાત આવ્યા. તેજપાલ સોની પ્રતિષ્ઠા કરાવે છે ને મનમાં હરખ પામે છે. સં.૧૬૪૬ના જેઠ માસના શુક્લ પક્ષમાં શ્રી નેમિનાથ તથા પા. ૧૬૮૨.૧ અચંભે ટિ. ૧૬૮૨.૧ અસંભે = આશ્ચર્ય પામે ૧૬૮૯.૧ ઝુંઝાર = યોદ્ધા ૧૬૯૦.૧ દુલહા = દુર્લભ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૪મા તીર્થંકર અનંતનાથ કે જે ચૌદ રત્નના દાતા છે તેમની સ્થાપના અતિ ઉલ્લાસથી કરી. પ્રતિષ્ઠામાં પચીસ હજાર રૂપિયા ખચ્ય લોકોને વસ્ત્રાભૂષણ, ધન આપ્યાં, ચાર સાહમિવચ્છલ કર્યો. રૂપમાં ઇદ્ર હારે એવા સોમવિજયને પદવી આપવામાં આવી. એમની કહેણી રહેણી સાચી છે ને વાણીરસથી જે અનેકને તારે છે. સોની તેજપાલે ચિત્રમાં ચીતર્યું હોય તેવું ઇદ્રભવન જેવું દહેરું કરાવ્યું. તેમાં ત્રેવીસમા તીર્થંકર વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ પધરાવ્યા. તેણે ખૂબ મોટી ઋષભદેવની મૂર્તિ ભરાવી. ભોંયરામાં જઈને એનાં દર્શન કરતાં સમકિત નિર્મળ થાય. રૂપાનાં, સોનાનાં અને મણિનાં એણે અનેક બિંબ ભરાવ્યાં. એના આ ઉમદા કાર્યથી એણે ઓશવંશને ઉજ્વળ કર્યો. એક લાખ ત્યાહારી ખર્ચીને એણે શત્રુંજય ગિરિનો ઉદ્ધાર કરાવ્યો. આની અનુમોદના કરીને સ્ત્રીપુરુષો સમ્યકત્વને પામે. આબુ ગઢનો એણે સંઘ કાઢ્યો અને ઠેરઠેર લહાણી કરી. આબુગઢ અચલેશ્વર આવી ઋષભના પાય પૂજ્યા. એણે સાતેય ક્ષેત્રમાં ધન વાપર્યું અને રૂપાનાણાનું લહાણું કર્યું. હીરગુરુના આ શ્રાવક એ જાણે મુકુટ પરનું ઘરેણું. સોની તેજપાલ જેવા કોઈ પોષધધારી નથી. તે પોષધમાં વિસ્થા કરે નહીં, થાંભલે અડકી બેસે નહીં, હાથમાં પોથી રાખી વાંચે. હીરગુરુના સોભાગી શ્રાવકો એકએકથી ચડિયાતા હતા. હીરગુરુ ખંભાતમાં ચાતુર્માસ રહી સર્વ જીવોના તારક બન્યા. ખંભાતમાં એક હબીબલો ખોજો હતો. તે ગાડવા જેવો જાડો હતો. એક મણ ખોરાક ખાતો. અને પાડા જેવો તે ઠંડિલે જતો. એક વાર તેણે ધનનું બહાનું કાઢી હીરગુરુની અવજ્ઞા કરી. તેમાં એક મિથ્યાત્વી મહીઓ એના ભેગો ભળ્યો. તેણે હીરગુરુને ગામ બહાર કાઢ્યા. ચોર્યાસી ગચ્છના સાધુઓ ભેગા થયા ને વગર કાર્યો ગામ બહાર નીકળી ગયા. અને હીરગુરુને પગે લાગ્યા. બીજા માણસો પણ પાછળથી ચાલતા નીકળ્યા. ધનવિજય નામના એક ધીરજના ધોરી એવા સાધુ અકબરશાહ પાસે ગયા. તેમણે શાંતિચંદ્ર ઉપાધ્યાયને મળીને બધી વાત કરી. તેમણે અકબરશાહને આ અંગે અરજ કરતાં તે ખિજાયો. અને પેલાને જૂતાં મારીને બાંધીને અહીં લાવવાનો હુકમ કર્યો. તે વખતે હબીબલાનો હીરાણંદ નામે ગુમાસ્તો હતો તેણે કાકલૂદી કરીને એના ગુના માફ કરવા વિનંતી કરી. (દુહા) અષભ કહે ગુરુ હરજી, નામિ જયજયકાર; પિસ્તાલિ પાટણી રહ્યા, કીધો પછે વિહાર.૧૬૯૪ (ઢાલ ૭૨ - મગધ દેસકો રાજા રાજેસ્વર એ દેશી. રાગ સારંગ). પાટણથી પાંગર્યો હીરો, આવે ત્રંબાવતી મહિ; સોની તેજપાલ પ્રતિષ્ઠા કરાવે, હરખે બહુ મન માંહિ હો.. હરજી આવે ત્રંબાવતી માંહિ. આંચલી. ૧૬૯૫ ટિ. ૧૬૯૪.૨ પિસ્તાલિ = સં.૧૬૪૫માં Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૧૯૫ સંવત સોલ છેતાલા વરશે, પ્રગટ્યો તિહાં જેઠ માસે; અજુઆલી નૌમિ જિન થાપ્યા, પોહોતી મનની આસો હો. હી. ૧૬૯૬ અનંતનાથ જિનવરનિ થાપ્યા, ચૌદમો જેહ જિસંદો; ચઉદ રત્ન તણો તે દાતા, નામે અતિ આણંદો હો. હરજી. ૧૯૯૭ પંચવીસ હજાર રૂ૫યા ખરચ્યા, બિંબપ્રતિષ્ઠા જાહા રે; ચીવર ભૂષણ રૂપક આપે, સાતમીવછલ ક્યાં આર હો. હી. ૧૯૯૮ સોમવિજયને પદવી થાય, રૂપે સુરપતિ હારે; કહિણી રહિણી જેહની રે સાચી, વચન રસે તે તારે હો. હી. ૧૬૯૯ ઈદ્રભુવન જસ્ દેહરું કરાવ્યું, ચિત્ર લિખિત અભિરામ; ત્રેવીસમો તીર્થકર થાપ્યો, વિજય ચિંતામણિ નામ હો. હી. ૧૭૦૦ ઋષભ તણી તેણે મૂરતિ ભરાવી, અત્યંત મોટી સોય; મુંદરામાં જઈને જુહારો, સમકિત નિરમલ હોય હો. હી. ૧૭૦૧ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; ઓશવંશ ઉqલ જેણે કરીઓ, કરણી તાસ ભલેરા હો. હી. ૧૭૦ર ગિરિ શેત્રુજે ઉદ્ધાર કરાવ્યો, ખરચી એક લખ્ય લ્યાહારી; દેખી સમકિત પુરુષ જ પામે, અનુમોદ નરનારી હો. હી. ૧૭૦૩ આબુગઢનો સંઘવી થાય, લહિણી કરતા જાય; આબુગઢ અચલેશ્વર આવે, પૂજે ઋષભના પાય હો. હી. ૧૭૦૪ સાતે ખેત્રે જેણે ધન વાવ્યું, રૂપક નાણે લહિણા; હર તણા શ્રાવક એ હોયે, જાણું મુગટ પરિ ગરિહિણાં હો. હી. ૧૭૦૫ સોની શ્રી તેજપાલ બરાબરિ, નહિ કો પૌષધ ધારી; . વિગથી વાત ન અડકે થાંભે, હાથે પોથી સારી હો. હીરજી. ૧૭૦૬ હીર તણા શ્રાવક સોભાગી, એક એકર્ષે વાર; હીર ચોમાસું રહે ત્રંબાવતી, સકલ જંતનો તાર હો. હી. ૧૭૦૭ હબીબલો ત્રંબાવતી માંહિ, ગાડૂઆ જેહવો જાડો; મણ માટે ખોજો ખાય, ઠંઢિલિ જાય બહુ પાડો હો. હીરજી. ૧૭૦૮ વીર તણી તેણે અવજ્ઞા કીધી, ધનનું બાનું દેઈ; મિથ્યાતી મહીઓ માંહિ મલીઓ, હીર બાહિરે કાઢેય હો. ૧૭૦૯ ચૌરાસી ગછના મુનિ મલીઆ, વણ કાઢ્ય નીકલીઓ; હર તણે ચરણે તે નમીઆ, પંડિંથી નર પલીઆ હો. હીરજી. ૧૭૧૦, ટિ. ૧૭૦૫.૧ સાત ખેત્ર = સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનબિંબ, જિનમંદિર. ૧૭૦૫.૨ ગરિહિણાં = ઘરેણાં ૧૭૦૬.૨ વિગથા = દેશકથા, રાજ્યકથા, સ્ત્રીકથા અને ભક્તકથા. ૧૭૦૮.૨ ઠંઢિલિ જાય = મળત્યાગ માટે જાય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ * શ્રાવક કવિ ઋષભદાસકૃત ધનવિજય ધીરજનો ધોરી, અકબર પાસે જાય; શાંતિચંદ મુનિને તે મળીઓ, ભાખી સકલ કથાય હો. હી. ૧૭૧૧ અરજ કરી અકબરશાહનિ, સુણતાં સબલો ખિજે; કુદણકું પઇજારો મારી, બાંધી અબ આણી જે હો. હીરજી. ૧૭૧૨ હીરાણંદ ગુમાસ્તો તેહનો, કરતા તસલીમ ત્યાંહિં; એક ગુહના મુજ માફ કરી છે, મિ લખતાં જ ઉહાંહિ હો. ૧૭૧૩ પણ ખિજાયેલા અકબરે તો જે જગદ્ગરને પરેશાન કરતો હોય તેને મારવો અને એમ ન સમજે તો એને ખૂબ કડક શિક્ષા કરવી એ રીતે જાતે ફરમાન લખ્યું. એ ફરમાન ધનવિજય મુનિને આપ્યું. તે લઈ તેઓ (ખંભાત) આવ્યા. સૌ શ્રાવકજનો હરખ પામ્યા. ખોજાને આની જાણ થઈ. સોનેરી છપાઈવાળું ફરમાન હબીબુલાએ વાંચ્યું. એને થયું કે મેં હીરવિજયને પરેશાન કર્યા. એમને મારવા જતાં હું જ મરાયો. ખોજાના મનમાં ખળભળાટ મચી ગયો, “આ મને કેવી કુબુદ્ધિ સૂઝી ! હરમુનિને હવે તેડી લાવો. બધા એમને લેવા સામે જાઓ.” હાથી, રથ, ઘોડા ને લશ્કર લઈને સુલતાન સામો થાય છે. પગે લાગીને વિનંતી કરે છે ને હીરગુરુના ગુણ ગાય છે. (ઢાળ ૭૩ – મૃગાવતીની – મુકાવો રે મુજ ઘર નારિ. એ દેશી) ખીજી અકબર આપ લખતો. વે સહી માર્યો જાવે છે: કરે બુરાઈ જગતગુરુસેતીસોય સજા સહી પાવે બે – ૧૭૧૪ બુધા બે નહુ સમજે બે, ખૂબ તજારખ દેઉં. આંચલી. ૧૭૧૫ કરી ફરમાન આપ્યું મુનિવરનિ, ધનવિજય લઈ આવે છે; શ્રાવક જન હરખ્યા નર સહુયે, જાણ ખોજાને થાવે છે. બુ. ૧૭૧૬ આવ્યાં ફરમાન સોનેરી છાપાં, હબીબલો બાંચેઇ રે; હિર ન માન્યો કરી બુરાઈ, ભારત સોય મરેઈ બે. બુધા. ૧૭૧૭ ખલભલાટ ખોજાને લાગો, કુણ કુમતિ મુજ હોઈ રે; હીર મુનિકું લાવો તેડી, સાહ્યા જાઓ સબ કોઈ રે. બુધા. ૧૭૧૮ ગજરથ ઘોડા કડક લઈને, સુલતાન સામો જાય રે; પાયે નમી મીનતિ બહુ કરતો, હીર તણા ગુણ ગાય રે. બુધા. ૧૭૧૯ જગદ્ગુરુ બધા સાધુઓને લઈ ખંભાતમાં આવ્યા. બહુ ઠાઠથી સુલતાન તેમને તેડી લાવ્યો. માનવોનો પાર નથી. હબીબલો પ્રણામ કરી વિનંતી કરે છે, “મેં તમારી પ્રત્યે બુરાઈ કરી છે. પણ તમે તો ભલા માણસ છો. તમે મારા બધા ગુના માફ કરો.” હીરે કહ્યું, “જેવા તમે તેડ્યા કે તરત તમારા ગામમાં આવ્યા. જ્યારે તમે બોલાવ્યા ત્યારે ખાવાનું અધવચ મૂકી દઈને નીકળ્યા.” હબીબલો મનમાં રાજી થયો. આ કોઈ ટિ. ૧૭૧૫.૧ તજારખ = શિક્ષા ૧૭૧૯.૨ મીનતિ = વિનંતી Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ઉત્તમ ફકીર લાગે છે. આમના ગુણ જોઈને જ અકબરશાહ એમને માને છે. આ મોટા હિંદુ પીર છે. હબીબલો પ્રશ્ન કરે છે ‘(મુખ ઉપર) કપડું કેમ બાંધવામાં આવે છે ?' પુસ્તક ઉપર થૂંક ન પડે તે માટે આ બાંધ્યું છે.’ ત્યારે હબીબલો ફરી પ્રશ્ન કરે છે કે થૂંક અપવિત્ર કે પવિત્ર ? હીર કહે છે કે “મુખમાં હોય ત્યાં સુધી પવિત્ર પણ નીકળ્યા પછી અપવિત્ર.” ૧૯૭ (ઢાળ ૭૪) જગતગુરુ રે લેઈ સબ સાધ, ત્રંબાવતીર્મિ આઓ; બહુ આડંબરે તેડી આવ્યો, માનવનો નહિ પારો રે; હબીબલો તસલીમ કરતો, કરતો મીનતિ અપારો રે. જગત ૧૭૨૦ મેં તો બુરાઈ કીની તુમસું, તુમહી ભલે જણ હોઈ; માફ કરો તુમ સબહી હમકું, ગુના કીઆ જે કોઈ રે. જ. હીર કહે કે ગામ તુહ્મારા, તેડા તબહી આયા રે; અધવચ્ચ અન્ન મુકી નિકલીઆ, જ્યારેિં તુમહી વોલાયા રે. જ. હબીબલો હરખ્યો મનમાંહિ, દીસે અવલ ફકીરો રે; ૧૭૨૧ ૧૭૨૨ ગુણ દેખી અકબરશા માને, મોટો હીંદુ પીરો રે. જ. ૧૭૨૩ હબીબલો એક પ્રશ્ન પૂછતો, કાપડા ક્યું બંધેઇ રે ? ૧૭૨૪ ફુંક કિતેબ ઉપરિ જઈ લાગે, તેણિ બાંધ્યા હે એહી રે. જ. હબીબલો ત્યહાં ફરી ઇમ પૂછે, થૂંક નાપાક હૈ પાકી રે ? હીર કહે મુખમાં તવ પાકી, નીક્ળ્યા તામ નાપાકી રે. જ. ૧૭૨૫ “દાંત, વાળ, નખ અને મૂરખ એ પોતાના સ્થાનકે જ શોભે. વળી દૂધ, વૈદ્ય, પંડિત અને થૂંક એ પોતાના સ્થાનથી નીકળ્યા પછી શોભતા નથી.” હબીબલો ત્યારે પ્રસન્ન થયો. કહે, “કાંઈક માગીને ઉપકાર કરો.” હીર કહે, “તમે મહેર કરો. કેદીઓને છોડીને ખેર કરો.” હીરનું વચન માનીને સુલતાને અમારિ-પડો વગડાવ્યો. અને ઘણા ચોરોને મારતા અટકાવ્યા. ‘ગુરુજી છતે પાપ કેમ કરું ?' આમ ગુરુનો મહિમા વિસ્તર્યો. શ્રાવકો ઘણું ધન વાપરે છે. એક કરોડ ટંકા ખરચાય છે ને સુવર્ણનાણું પગમાં મુકાય છે. ઠેરઠેર મોતીના સાથિયા પુરાય છે ને સ્ત્રીઓ તે ૫૨ રૂપાનાણું મૂકે છે. હીરગુરુના ગુણ બૃહસ્પતિ પણ ગાઈ શકતા નથી ને દેવો એમની કીર્તિ કરતાં થાકી જાય છે. એક હીરાં ઠકરાણી નામની શ્રાવિકા હીરને પૂંઠો વહોરાવે છે. રંગીન માળ પહેરીને, બારસો મહંમુદી ખર્ચીને અધ્યારુ ખંભાત આવી હીરગુરુને આશીર્વાદ આપે છે. હીર કહે છે, “હું તો સાધુ છું. મારી પાસે વાલ કે તિ કાંઈ જ નથી.” અધ્યારુ કહે છે, “મારું અહીં આવવાનું કારણ જણાવું. હું તો અહીં નહોતો આવતો, પણ બન્યું એવું કે મને બ્રાહ્મણને સાપ કરડ્યો. કેમે કર્યો તે ઊતરે નહીં. તેટલામાં એક ગૃહસ્થે ઉપચાર પા. ૧૭૨૨.૧ તેડ્યા તિં વારે આવ્યા રે. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત કર્યો. આપનું નામ લઈને એણે જ્યાં સાપ કરડ્યો હતો તે ચામડીનું ઝેર ચૂસી લીધું. જેમ તડકે ટાઢ જાય તેમ તે ઝેર ઊતરી ગયું. મારો દેહ નવપલ્લવ સજીવન થયો. પછી મેં વિચાર્યું કે હીરગુરુને નામે ઝેર ઊતર્યું તો એમના દર્શનથી નક્કી મારું દારિત્ર્ય દૂર થશે. આવું વિચારીને હું અહીં આવ્યો છું.” ત્યાં બેઠેલાં સંઘવણ સાંગદેએ હીરને પૂછ્યું કે શું આ તમારો ગોર છે ? ત્યારે હીરે કહ્યું કે “આ મારા સંસારી ગુરુ છે. તેમણે જ મને અક્ષરજ્ઞાન આપ્યું છે.” હીરનું વચન બ્રહ્માથી પણ વડું છે. સાંગદેબાઈએ વાંકડો (ઘરેણું) કાઢીને આપી દીધો. વળી બારસો રૂપિયા આપ્યા. એમનું દારિદ્રય દૂર થયું. વિક્રમ, ભોજ, કર્ણ અને મહાવીરની જેમ હીરગુરુ પણ ઉદાર છે. કુબેર જેવો બની પેલો અધ્યારુ ઘેર જાય છે ને પત્ની આગળ ગુરુના ગુણ ગાય છે. અધ્યારુ ખૂબ સુખી થયો અને હીરનું નામ જપવા લાગ્યો. સૌ કોઈ હીરના પાય પ્રણમે છે. શ્રાવકો એમને ઘેર લઈ જાય છે. વખાણ કરીને ઘેર રાખે છે. અને પુરુષો ધન ખર્ચે છે. હીરગુરુ સંઘવીને ઘેર રહ્યા. ત્યાં સઘળા મહોત્સવ થયા. હબીબલો ગુરુ પાસે આવી કહે છે, “મને કાંઈ કામ ફરમાવો.” હીરગુરુ શ્રીમલ શાહને ઘેર આવ્યા. ત્યાં બહુ પ્રકારે ધન ખરચ્યું. સાધુઓની આશા પૂરી કરી. જયવિજય, ધનવિજય, રામવિજય, ભાણવિજય, કીર્તિવિજય, લબ્ધિવિજય સહુને પંન્યાસપદ અર્પણ થયાં. અહીં એટલો બધો લાભ થયો કે લખ્યો જાય, કહ્યો જાય એમ નથી. સં.૧૬૪૭માં ત્યાં ચાતુર્માસ રહી પછી હીરવિજય વિહાર કરી અમદાવાદ આવ્યા. લોકો હર્ષભેર સામા ગયા. નગરના જનો હરખ પામ્યા. અને યથાયોગ્ય ધન ખરચ્યું. ત્યાં ઘણા ગાંધર્વો આવ્યા. તેઓ છ રાગ ને છત્રીસ રાગિણીઓ દ્વાર રાસ ગાઈ હીરના ગુણ ઉત્સાહથી ગાય છે. ૧૯૮ - (ચોપાઈ) દંત કેશ નખ મૂરિખ નરા, થિર બેઠાં એ શોભે ખરા; દુધ વૈદ ને પંડિત કહ્યો, ભૂંકિ ઠામ મુલ્યે ગુણ ગયો. હબીબલો હરખ્યો તેણી વાર, માગો છુ કરો ઉપગાર; હીર કહે તુમ કીજે મહિર, છોડીયે બંધી દીજે ખૈઈર. હીર વચન તે માને સહી, અમારી-પડહ વજડાવ્યો તહિં; ઘણા ચોર મૂક્યા મારતા, પાપ કરું ક્યમ ગુરુજી છતા. ઇમ ગુરુનો મહિમા વિસ્તરૈ, શ્રાવક બહુ લખ્યમી વ્યય કરે; એક કોડિ ટૂંકા ખરચાય, સોવન નાણાં પગે મુંકાય. મોતી સાથીઆ ઠારોઠારિ, રૂપા નાણાં મૂકે નારી; ગુણ બૃહસ્પતિ બોલી ન સકે, હીરકીતિ કરતાં સુર થકે. હીરાં ઠકરાણી શ્રાવિકા, પુંઠો વહિરાવે ઘર થકાં; કરિ કથી પાના ડાબડા, હીર હાથે દેતાં ગુણ વડા. પહિરે માલ રંગાઈ સાર, ખરચી મહિમુંદી સહ બાર; અધ્યારુ આવ્યો ખંભાતિ, આશરવાદ દીધો પરભાતિ. ૧૭૨૬ ૧૭૨૭ ૧૭૨૮ ૧૭૨૯ ૧૭૩૦ ૧૭૩૧ ૧૭૩૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ હીર કહે હું તો છું યતી, પાસે ન મલે વાલ ને રતી; અધ્યારુ કહે સાચું હું લખું, મુજ આવ્યાનું કારણ કહું. નોહોતો આવતો હું અહીં આપ, કહે બ્રાહ્મણ મુજ ડસીઓ સાપ; કિમે ન ઉતરે પાછો તેહ, તવ ઉપચાર કરે મુજ દેહ. ચૂસે ચર્મ ચઢ્યો જિહાં અહી, હીર નામ જપે મુખ્ય-સહી; નાઠું વિષ તડકે જિમ ત્રેહ, નવપલ્લવ હુઈ મુજ દેહ. પછે ચિંતવ્યું તેણે ઠામિ વિષ નાદું ગુરુ હીરને નામિ; ૧૯૯ ૧૭૩૩ ૧૭૩૪ ૧૭૩૫ તો દારિદ્ર જાસ્મે નિરધાર, આવ્યો એહવો કરી વિચાર. બેઠો સંઘવી સાંગદેમાય, પૂછ્યું હીરને તેણી ઠાય; ગોર તુહ્મારો હોયે એહ, બોલો હીર વચન મુખ તેહ. સંસાર-ગુરુ તે મારો એહ, ભલે કક્કો સિદ્ધહ ભણેહ; હીરવચન બ્રહ્માથી વડો, આપે સાંગદે બાઈ વાંકડો. કરી આપ્યા રૂપક સેં બાર, દરીદ્ર મંત્ર નાઠો તેણી વાર; વિક્રમ ભોજ કર્ણ મહાવીર, વિક્રમ હૈ સાચો ગુરુ હીર. ધનંદ સમાન થઈ ઘર જાય, સ્ત્રી આગલ ગુરુના ગુણ ગાય; અધ્યારુ હુઓ અતિ સુખી, હીરનામ જપે મહા ઋષી. સહુકો પ્રણમે હીરના પાય, શ્રાવક મંદિર તેડી જાય; રાખે ઘરે તિહાં કરી વખાણ, ધન ખરચે નર પુરુષ સુજાણ. ૧૭૪૧ સંઘવીને ઘર શ્રીગુરુ રહ્યા, સબલા મહોછવ તિહાં કણિ થયા; હબીબલો આવે ગુરુ કરેં, કાંઈક કામ કહો તુો મનેં. હીર આવ્યા સાહા શ્રીમન્ન ઘરે, તિાં ધન ખરચીયાં બહુ પરે; સાધ તણી પોહોચાડે આસ, જયવિજય કીધા પંન્યાસ. ધનવિજય એ પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય; રામ ભાણ કીધા પંન્યાસ, કીર્તિ લબ્ધિ વિજય પંન્યાસ. સબલ લાભ ઈહાં કણિ થયા, લખ્યા સોય ન જાયે કહ્યા; સડતાલે સંવરિ રહી, હીરવિજય પછે ચાલ્યા સહી. અહ્મદાવાદમાં આવે સહી, સાહમા લોક ગયા ગહિગહી; હરખ્યા પુરુષ નગરના બહુ, યથાયોગ્ય ધન ખરચે સહુ. આવ્યા ગંÜપ ગાયે રાસ, હીરના ગુણ ગાતાં ઉલ્હાસ; છએ રાગ છત્રીસે રાગિણી, કરી તાન સુણાવે ગુણી. ૧૭૩૬ ૧૭૩૭ ૧૭૩૮ ૧૭૩૯ ૧૭૪૦ ૧૭૪૨ ૧૭૪૩ ૧૭૪૪ ૧૭૪૫ ૧૭૪૬ ૧૭૪૭ કવિ ઋષભદાસ કહે છે કે જેણે છ રાગનાં નામ ન જાણ્યાં, ન સાંભળ્યાં અને ન ઓળખ્યાં તેણે શું કામ સાધ્યું ? શ્રીરાગ, પંચમરાગ, નર્તરાગ, તેમજ મેઘ, વસંત ટિ, ૧૭૪૫.૨ સડતાલે = સં.૧૬૪૭માં ૧૭૪૭.૧ ગંધ૫ = ગાંધર્વ, ગાનાર, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ - શ્રાવક કવિ ઋષભદાસકૃત અને ભૈરવ રાગ જો ન જાણ્યો તો સમજવું કે તું આવર્તમાં ભૂલો પડ્યો છે. ગોડી, માલવ, કૌશકી, કાલહર, પૂર્વી, કેદાર, મધુમાધવી, શ્રી, હુસેની, કામરુ, ઋષભ, મારુ, ધનાશ્રી, ધોરણી, ટોડી, સિંધુ, તુંબિકા, ગંધારી, મલ્હાર, નર્ત, મેઘ, આશાવરી સામેરી, કલ્યાણ, દીપક, ખંભાયતી વયરાડી, ગુડગિરી, પટમંજરી, રામગિરિ, હિંડોલ, દેશાખી, સારંગ, વસંત, કલોલ, પરભાતી, વેલાઉલી, કર્ણાટીય, જયસિરી, ગૂર્જરી ભેરવ વગેરે રાગોનાં નામો કવિ આપે છે. જેણે ગોડી રાગ આલાપ્યો નહિ, કોઈ પાત્રને દાન આપ્યું નહીં, અને સૂરજકુંડમાં સ્નાન કર્યું નહીં તેનો જન્મ એળે ગયો. ધારનગરનો કેવડો, જૂનાગઢની જાઈ અને ત્રીજો સારંગરાગ આ ત્રણ પુણ્યપ્રસાદે જ મળે. જેમ સીતાના મુખમાં ફરીફરીને રામનું નામ જ હોય એમ જેના હૃદયમાં વસંત રાગ વસી જાય તેને કોઈ કામ ગમે નહીં. શ્રી રાગથી જે રીઝયો નહિ, ખીર-ખાંડથી જે તૃપ્ત થયો નહીં અને જિનવચનથી જે બોધ ન પામ્યો તે દૈવથી દંડાયેલો જ છે. પ્રભાતી રાગ, ગાયનું દૂધ અને અન્ન જે પામ્યો નહીં તેણે ધન મેળવીને શું કર્યું? સરોવરે પાણી ગઈ હતી, સાથે પુત્ર પણ હતો, પણ ભૂપાલ રાગ સાંભળ્યો (ને એવી તલ્લીન થઈ) કે ભળતો જ પુત્ર પામી. દેશાખ રાગ સાંભળ્યો નહિ, પાન ખાઈ ન જાણ્યાં અને કોઈને જીવતદાન દીધું નહીં એનો જન્મ એળે ગયો. દેશાખ રાગ, ઘરનું ઘી અને કવિમુખે વાણી એ ત્રણે પુણ્યથી જ મળે એમ ઋષભ કહે છે. ભૈરવ રાગ સાંભળે નહીં, ગાંઠે દામ હોય નહીં ને વિદ્યા ભણે નહીં એવા નરે જીવ્યાનું શું કામ ? રળિયામણી રામગિરી રાગિણી સાંભળતાં બાળક, સરોવરમાં હંસ ને વનમાં ચરતાં હરણ રીઝે. કૃપણને દીધેલું ધન, મૂરખને દીધેલી ગોરીનાર, હરણને દીધેલાં લોચન ને વિયોગીને આપેલો વિરાડી રાગ સરખાં જ છે – નિરર્થક છે. જેના મુખમાં વિરાડી રાગ વસે છે તેને અન્ન કેમ ભાવે ? માનસરોવરનો હંસલો તો ફરીફરીને રતનનો જ ચારો ચરે. રાગમાં આશાવરી મીઠી છે, ખેતીમાં (ઉગાડેલાં અનાજમાં) જવાર મીઠી છે, ભોજનમાં સાલિ – ચોખાના ભાત અને દાળ મીઠાં છે જો આ પીરસનારી ઘરની નાર હોય તો. આષાઢી મેઘની જેમ સામેરી રાગ સુકાયેલાંને-કરમાયેલાંને પલ્લવિત કરે છે, ગયેલા સ્નેહને પાછો વાળે છે અને નિષ્ફરનાં મનને ઠારે છે – કૂણાં કરે છે. મેઘમલ્હાર રાગ મનમાં વસ્યો હોય પછી તેને બીજો રાગ ગમે નહીં. જેમ શંકર ફરીફરીને ગળામાં નાગને જ ધારણ કરે છે. આમ આવા અનેક રાગો વડે (ગાંધ) હીરના ગુણ ગાય છે જે સાંભળીને બ્રહ્મા પણ ડોલી જાય. ઋષભ કહે છે જે ગાથાથી, રાગથી રીઝે નહીં, રંભાના રૂપથી ભેદાય નહીં તે કાં તો યોગી હોય કાં દરિદ્ર. ગરીબને ઘેર લક્ષ્મી, અભિમાનીને ઘેર વિદ્યા, ને યોગીને ઘેર પદ્મિની સ્ત્રી તે કષ્ટ પડ્યાં ઝૂરે છે. કૃપણ દરિદ્રી ખર્ચે પણ નહીં ને ખાય પણ નહીં જેમ જંગલમાં ચરતી ગાયે દૂધ ન પીધું, ન પિવડાવ્યું. કાયરનું શસ્ત્ર, કૃપણનું ધન, કડવા લીમડાનાં ફળ, વાંઝણી સ્ત્રી અને વનનો કૂવો – આ પાંચે ઝૂરી કરે છે. હીરના ગુણ ગાતાં કોઈ કૃપણ બને નહીં. આ સાંભળી ભદુઓ શાહ ઊભો થઈ ગયો. દાતા ઝાલ્યો ન રહે. તેણે કેડેથી કંદોરો જે ચાલીસસો રૂપિયાનો હતો તે કાઢીને હીરગુરુના નામ પર યાચકને આપી દીધો. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૦૧ દુહા) ઋષભ કહે ષટરાગ ધરી, જેણે નવિ જાણ્યાં નામ; નવિ સુણીઆ નવિ ઓલખ્યા, સું સાધ્યું તેણે કામ ? ૧૭૪૮ તું શ્રીરાગ ન સમઝીઓ, નહિ પંચમ નહિ નટ્ટ; મેઘ વસંત ભૈરવ નહિ, ભૂલો ગુણી આવઠ્ઠ. ૧૭૪૯ ગોડી માલવ કૌશકી, કાલહરો પૂર્વીએ; કેદારા મધુ માધવી, સ્ત્રી રાગજ ઘર પ્રીય. ૧૭૫૦ રાગ હુસેણી કામર, અધરસ ઋષભ સંભાર; મારુ ધનાશ્રી ધોરણી, પંચમ પર્ તે નારિ. ૧૭૫૧ ટોડી સિંધુ તુંબિકા, ગંધારી જ મલ્હાર; ઋષભ કહે ભૂપાલ ઘરિ, નટ્ટ રાગ ભરતાર. ૧૭૫ર મેઘ નારિ આશાવરી, સામેરી કલ્યાણ; દીપક ખંભાયતી વલી, જો વયરાડી જાણ. ૧૭૫૩ ગૂડ ગિરી પટમંજરી, રામગિરી હિંડોલ; - દેશાખી સારંગ કરે, વસંત સાથ કલ્લોલ. ૧૭૫૪ પરભાતી વેલાઉલી, કર્ણાટીય લલિત; જયસિરી ને ગૂર્જરી, ભેરવ વસિયો ચિત. ૧૭૫૫ ગોડી રાગ ન આવ્યો, પાત્ર ન દીધું દાન; તાસ જનમ એલે ગયો, સૂરજકુંડ નહિ સ્નાન. ૧૭૫૬ ધાર નગરનો કેવડો, ગઢ જૂનાની જાય; સારંગ રાગ ત્રીજો વળી, પામે પુણ્ય પસાય. ૧૭૫૭ વસંત વસ્યો જેહને હિએ, તેહને ન ગમે કામ; * જિમ સીતાને ફરી ફરી, મુખ રાઘવનું નામ. ૧૭૫૮ સ્ત્રી રાગે નવિ રીજીઓ, ત્રયો ન ખીર સું ખંડિ; જિનવચને બૂજ્યો નહિ, દેવે મુક્યો દંડિત. ૧૭૫૯ રાગ પ્રભાતી ગૌઅપય, ઉપરીઉં તા અન્ન; એ ત્રિયે નવિ પામીઓ, કર્યું કર્યું લહી ધન્ન. ૧૭૬૦ સરોવરે પાણીહુ ગઈ, સરસો આવ્યો બાલ; હું ભલહી સુત પામીઓ, સુણીઓ રાગ ભૂપાલ. ૧૭૬૧ પા. ૧૭૫૦.૧ કાલાહાલી ૧૭૫૦.૨ ઘરે સ્ત્રી આય ૧૭૫૭.૧ દ્વાર ૧૭પ૯.૧ ત્રયો ૧૭૬૦.૨ કરૂંક લહી ટિ. ૧૭પ૯.૧ ત્રણો = તૃપ્ત થયો, ખંડિ = ખાંડ ૧૭૬૦.૧ ગૌઅપાય = ગાયનું દૂધ ૧૭૬૧.૨ ભલહી = ભળતો Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૭૬૬ રાગ દેશાખ લહ્યો નહિ, ખાઈ ન જાયાં પાન; તાસ જનમ અવેલેં ગયો, દીધું ન જીવિત દાન. ૧૭૬૨ રાગ દેશાખ ઘી ઘર તણો, કવિ મુખ (ભૂખા) વાણી કરણ; | ઋષભ કહે જન જાણજો, પુણ્ય લહીયે ત્રય. ૧૭૬૩ ભઈરવ રાગ લહે નહિ, નહિ નર ગાંઠિ દામ; | વિદ્યા વિબુધ પામ્યું નહિ, મ્યું જીવ્યાનું કામ. ૧૭૬૪ રામગિરી રળીઆમણી, સુણતાં રીજે બાલ; સરોવર માંહિ હંસલા, હરણ ચરતા માલ. ૧૭૬૫ વિરાડી દીધ વિયોગીઓ, ધન દીધું કૃપણેણ; મૂરખ દીધી ગોરડી, લોચન દીધ હરણેણ. વિરાડી જેહનિ મુખ વસે, તેહનિ કિમ ભાવે અન્ન; માનસરોવર હંસલો, ફરી ફરી ચરે રત. ૧૭૬૭ રાગે મીઠી આસાવરી, કરસણે મીઠી જવારી; ભોજન મીઠો સાલિ દાલિ, પ્રીસે ઘરની નારી. ૧૭૬૮ સામેરી સૂકાં પલવે, ગયો તે વાલે નેહ, નિય્યરનાં મન ઠારવે, જિમ આસાઢો મેહ. ૧૭૬૯ મેઘ મલ્હાર મનિ વસ્યો, ન ગમે તસ અન્ય રાગ; જિમ શંકર સુર ફરી ફરી, ગલે ધરતો નાગ. ૧૭૭૦ અનેક રાગ એહવા કરી, હીર તણા ગુણ ગાય; તાં તિનું રાગ હોવે અસ્યા, જેણિ ડોલે બ્રહ્માય. ૧૭૭૧ ગાથા ગાહિ નવિ રીજિઓ, ઋષભ કહે રાગેણ; રંભા રૂપ ન ભેદીઓ, યોગી કેહુ દરીદ્રણ. ૧૭૭૨ દારિદ્રી ઘરિ લખમી, માની ઘર વિદ્યાય; યોગી ઘર સ્ત્રી પદમિની, ઝરે પડ્યાં કુઠાય. ૧૭૭૩ દારિદ્રી નર કિરપણાં, નવિ ખરચે નવિ ખાય; દૂધ ન પીધો ન પાઈઓ, રાન ચરતી ગાય. ૧૭૭૪ કાયર ખાંડું કુપણ ધન, કઠુઆ લિંબ ફલાય; નારી વંધ્યા વન કુઆ, પંચે ઝરી મુઆય. ૧૭૭પ હીર તણા ગુણ ગાવતાં, કિરપી કોય ન થાય; સાહા ભદુઓ સહી ઊઠીઓ, સાહ્યો ન રહે દાતાય. ૧૭૭૬ કિહિઢિ કંદોરો કાઢીઓ, યાચકનિ કહિ લેય; રૂપક આલીસ મેં લાગતહ, હિર નામ પરિ દેહ. ૧૭૭૭ પા. ૧૭૬૨.૨ પાત્ર ન દીધું દાન ૧૭૭૬.૨ સીહ ઊઠીઓ ટિ. ૧૭૬૮.૨ પ્રીસે = પીરસે ૧૭૭૬.૧ કિરપી = કૃપણ Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૦૩ જેમ ભદુઆનું નામ (કીતિ) થયું તેમ અન્ય પુરુષસિંહો પણ ગર્જીને ઊઠ્યા. વસ્ત્ર, પામરી, પાઘડીનો ઢગલો કર્યો. એમણે ટીપ લખી. એમાં બારસો રૂપિયા એકઠા થયા. યાચકને કુબેર જેવા કરી મૂક્યા કે એમને એમની પત્ની પણ ઘરમાં ઓળખી શકી નહીં. યાચક સમ ખાઈને કહે છે કે “અરે ભોળી, હું તારો પતિ જ છું. હીરજીના નામે દાન પામીને અમારા દેહનો વાન બદલાઈ ગયો છે.” પત્ની હરખીને આશિષ આપે છે કે “હીરજી કરોડ વર્ષ જીવજો. મારો પતિ જે જાડાં વસ્ત્રો પહેરતો હતો તેણે સોળે શણગાર સજ્યા.” સહુ હીરના ગુણ ગાય છે. અમદાવાદમાં ઉત્સવ થાય છે. અનુક્રમે આજમખાન હીરને બહુ માન આપે છે. સં. ૧૬૪૮માં જ્યારે આજમખાન સોરઠ જવા તૈયાર થયો ત્યારે ધનવિજય તેમને મળ્યો ને કહ્યું કે હીરવિજયે તમને દુઆ મોકલી છે. આજમખાને પૂછ્યું કે “તેમણે મને કાંઈ કામ કહ્યું છે ?” ત્યારે ધનવિજયે કહ્યું, “તેમણે શત્રુંજય ને ગિરનાર માગ્યા છે.” ત્યારે આજમખાન ખુશ થયો કે હવે અમારી ફત્તેહ થશે. તેણે કહ્યું કે “પાછા આવીને તમારું કામ કરીશું” આમ કહી તે સોરઠ ગયો. સતો જાય તેની સામે થયો. અઢાર હજાર કાબા ત્યાં ભેગા થયા. હાલા-ઝાલા કાઠીઓ પણ આવ્યા અને લડતાં તે પાછા હઠતા નથી. આજમખાન મનમાં ધીરજ રાખીને હાથીની ફોજને આગળ કરે છે. તેના ઉપરથી નાળો છોડે છે ત્યારે રાજની ઘોડી ભડકે છે. ત્યારે સહુ ઘોડા અળગા કરીને, મુખેથી રામરામ ઉચ્ચારીને પગપાળા ધસ્યા. આમ એ સૈન્યમાં ભંગાણ પડ્યું. આજમખાનના સૈનિકો તે પર તૂટી પડ્યા. જસો વજીર રણમાં મરાયો. દુમન-સૈન્યનું મોટું વાદળ જોઈને સતો જામ ભાગ્યો. જ્યારે એ દળ ઓસરી (ભાગી) ગયું ત્યારે આજમખાનનું સૈન્ય જીત્યું. નવાનગર જીતીને તે જૂનાગઢ આવ્યો. જે વિના સોરઠદેશ જિતાત નહીં. એ જૂનાગઢ જીતીને આજમખાન પાછો ફરી અમદાવાદ આવ્યો. હીરસૂરિને વેગે મહેલમાં તેડ્યા. સંધ્યાકાળ થઈ ગયો એટલે સાધુ વિના શ્રાવકો ત્યાં ગયા. શું પૂછશે એમ પુરુષો ચિંતા કરવા લાગ્યા. એ વખતે આજમખાન ત્યાં આવ્યો. એણે કહ્યું કે ત્રણ મુનિઓ સાથે હીરજીને બોલાવો. હીરવિજય, સોમવિજય, ધનવિજય અને ચોથા ભાણવિજય મનોબળ સહિત મલપતા અને દિવ્યજ્ઞાને દીપતા સિંહની જેમ આજમખાનને મળવા જાય છે. | (ચોપાઈ) હવું નામ ભદુઆનું જસિ, ગાંજી સહ ઊઠ્યા નર તસિ; વસ્ત્ર પામરી પાઘડી સાર, કીધો વસ્ત્ર તણો અંબાર ૧૭૭૮ લખી ટીપ માંડી નર સાર, મલીઆ તિહાં રૂપક મેં બાર; ધનદ સમા કીધા નર ત્યાંહિ, નારી ન ઓલખે નિજ ઘરમાંહિ ૧૭૭૯ સમ કરતા યાચક તેણીવાર, ભોલી હું તારો ભરતાર ! હીરજી નામિ પામ્યા દાન, તેણે વળીઆ અમ દેહના વાન. ૧૭૮૦ પા. ૧૭૭૮.૧ હતું દાન ટિ. ૧૭૭૮.૨ અંબાર = ઢગલો, ભંડાર ૧૭૭૯-૨ ધનદ = કુબેર Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત હરખી નારી કે આસીસ, હીર જીવજો કોડ વીસ; ખરવસ્ત્ર પહેરતો મુજ ભરતાર, તેણે કીધા સોલે શણગાર. હીર તણા ગુણ સહુએ ગાય, અમદાવાદમાં ઉચ્છવ થાય; અનુકરિમ ના આજમખાન, આપે હીર તણે બહુ માન. સંવત સોલ અડતાલો યદા, આજમખાન જાયે સોરઠ તદા; ધનવિજય મળિયો તવ જઈ, કરે હીર દુઆ તુહ્મ સહી. ' આજમખાન નર બોલ્યો તામ, કછુ કહ્યા હૈ હમકું કામ; ધનવિજય બોલ્યો તેણી વા૨ી, માગ્યો સેત્રુંજ નિગિરનારિ. આજમખાન ખુશી થયો તર્દિ, ફત્તે અહ્મારી દીઠી અહિં; આજમખાન બોલ્યો નર તામ, આવી કરીશ તુમ્હારૂં કામ; અસ્યું કહી સોરઠમાં જાય, સતો 'જામ તવ સાહમો થાય; અઢાર હજાર કાબા તિહાં મીલે, વઢતા તે પાછા નવિ ટલે. ૧૭૮૬ હાલા ઝાલા કાઠી મલ્યા, વઢતા તે પાછા નવિ ટલ્યા; આજમખાન મન ધીરજ ધરે, હાથીની ફોજ આગલિ કરે. ઉપર નાલો છૂટે જામ, ફટકે ઘોડી રાયની તામ; ઘોડા અલગા ફુંકી કરી, રામ રામ મુખ્યથી ઉચ્ચરી. પાળા થઈ ધસ્યા નર જાણ, કટિક માંહિ પડ્યાં ભંગાણ; ૧૭૮૧ ૧૭૮૨ ૧૭૮૩ ૧૭૮૪ ૧૭૮૫ ૧૭૮૭ ૧૭૮૮ આજમખાનના મુગલા વઢે, જસો વજીર તે રણમાં પડે. દળ વાદળ દીઠું જ અપાર, સતો જામ ભાગો તેણીવાર; ડાઢીઆલું ધણ ઓસર્યું જામ, આજમખાન દલ જીત્યું તામ. નવું નગર તે છંડ્યું સહી, વળ્યો બંધ ઘણું તે ગ્રહી; સોરઠ દેસ જીત્યો નવિ જાત, જૂનોગઢ પોઢો આવ્યો હાથ. જીતી દેસ ને પાછો ફરે, અમદાવાદ આવી ઊતરે; હીરવિજયસૂરિ જાણ્યા ત્યાંહિ, વેગે તેડ્યા મોહોલસુંમાંહિ. સંધ્યાકાલ થયો તિહાં જોય, તોહી ખાનનો મોહોલ ન હોય; શ્રાવક સાધ વિગર સહુ થાય, મહાદુર દાંત નર એકહિ થાય. કસ્યું પૂછસ્સે કિમ જય થાય, કરતા પુરુષ અસી ચંત્યાય; એણે અવસર નર આજમખાન, આવ્યો વેગે પુરુષ નિધાન. ૧૭૯૪ બુલાઓ હીકું બેએકેં કહીં, તીન યતીસ્સું આઓ અહીં; હીર સોમ ત્રીજો ધનવિજે, ભાણવિજય ચોથો તે ભજે. છાનો સોય રહીઓ નર બીહ, ત્રિણ્ય પુરુષ ચાલ્યા જિમ સિંહ; (મનબલ સાથે તે મલપતા, ચાલે દિવ્ય જ્ઞાને તે દીપતા). ટિ. ૧૭૮૮.૧ ફટકે = ભડકે ૧૭૮૯.૧ કટિક = સૈન્ય ૧૭૮૯ ૧૭૯૦ ૧૭૯૧ ૧૭૯૨ ૧૭૯૩ ૧૭૯૫ ૧૭૯૬ Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૦૫ સિંહની પેઠે શ્રી હીરસૂરિ મહેલમાં પધાર્યા. આજમખાન બહુ ભાવપૂર્વક ઊઠીને એમને મળ્યા. પૂછ્યું, “આપ કુશળ છો ને ? તમારા નામે અમારો જય થયો છે. તમને મળવાની અમને ખૂબ ઈચ્છા થઈ. તમે અકબર બાદશાહને મળ્યા અને એ દિલ્હીપતિને ખુશ કર્યા ત્યારથી જ તમને મળવાની ખૂબ ઈચ્છા હતી જ. તમારા આ રાહને – પંથને કેટલો સમય થયો અર્થાતુ ક્યારથી તમારો આ ધર્મ ચાલી રહ્યો છે ?” “અમારા આ ધર્મને બે હજાર વર્ષ થયાં છે. અમારા પયગંબર-પરમાત્મા મહાવીર જે કહી ગયા તે અમે કરીએ છીએ.” ત્યારે ખાને કહ્યું. “તો તો તમારો ધર્મ ખૂબ પુરાણો નથી. થોડાં વરસ પહેલાં જ તે શરૂ થયો છે.” હીર કહે કે “અમે ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરના અનુયાયી કહેવાઈએ છીએ તે સાચું પણ તે પહેલાં ૨૩ પયગંબરો-તીર્થકરો થયા છે. તેમનો રાહ અમે અનુસરી રહ્યા છીએ.” તે સાંભળી ખાન બોલ્યો, “પહેલા અને છેલ્લા પયગંબરમાં કાંઈ ફરક ખરો ?' હીરે કહ્યું, “સાંભળો, પહેલા પરમાત્મા ઋષભદેવ હતા. તેમનું શરીર પાંચસો ધનુષ્ય ઊંચાઈનું હતું. પછી ક્રમશઃ એ ઊંચાઈ (પછીના તીર્થકરોમાં) ઘટતી ગઈ. લંછન, વસ્ત્ર અને વર્ણમાં પણ ફેર ખરો. પણ એ સૌનો માર્ગ તો એક જ. ઋષભદેવે ઉજ્વલ તથા પ્રમાણોપેત વસ્ત્ર કહ્યાં છે તથા હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહથી અળગા રહેવાનાં પાંચ વ્રત કહ્યાં છે. બધા પરમાત્માઓએ આ જ વાત કહી છે. પહેલા અને છેલ્લા (તીર્થંકર)નો માર્ગ લગભગ એકસરખો જ છે. વચ્ચે જે બાવીસ પરમાત્મા (તીર્થંકર) થયા તેમણે કેટલોક જુદો માર્ગ કહ્યો છે. પાંચ વર્ણનાં વસ્ત્રો તેઓ પહેરે તથા તેના માન – પ્રમાણનો કોઈ નિયમ નહીં. તેમને ચાર વ્રત હોય છે તેથી તેમને લગીરેય દોષ લાગતો નથી. વીર પ્રભુના સાધુ વક અને જડ કહ્યા છે તેથી અમે પૂરું પાળી શકતા નથી. પણ કાંઈક પાલન કરીએ છીએ. પહેલાંના સાધુ તે તો ઉત્તમ કોટિના સાધુ. જે પહેલા તીર્થકર ઋષભદેવ તેમને થયે તો અસંખ્ય કાળ થઈ ગયો. મહાવીરને બે હજાર વર્ષ થયાં. અમે એમનો માર્ગ અનુસરીએ છીએ.” ત્યારે આજમખાન બોલ્યો, “હે ગુર, તમે બહુ સારી વાત કહી. હવે એક બીજી વાત પૂછું. તમને સાધુ થયે કેટલો સમય થયો ?' ત્યારે જગદ્ગુરુ હીર બોલ્યા, ‘બાવન વર્ષ.” આજમખાન ફરી કહે, ‘તમે આ જગતમાં કાંઈ પ્રાપ્ત કર્યું ?' હીર કહે, “હે આજમખાન, સાંભળ. મર્યા વિના સ્વર્ગે જવાય નહીં. ખુદા – ઈશ્વર અહીં આવતા નથી. તો દુનિયામાં તેની ભેટ કઈ રીતે થાય ? જમીન, સંપત્તિ, ઘર, સ્ત્રી બધું અમે છોડીને સાધુ થયા છીએ. કરામત – વિદ્યા એ તો મોટાઓની સાથે ગઈ. અહીં પ્રસિદ્ધ કલિકાચાર્ય થયા. તેમણે ઈટનું સોનું બનાવ્યું. સનતકુમારના ઘૂંકથી બધા રોગ દૂર થતા. એવી અનેક વિદ્યાઓ હતી જે મોટાઓની સાથે ગઈ. અમને એ એટલા માટે આપી નહીં કે અનુગામી સાધુપણું લેશમાત્ર પણ જાળવશે નહીં. આગળના જે ઉત્તમ સાધુઓ હતા તેઓ વિદ્યા જીરવી શકતા હતા. જ્યારે કોઈ ધર્મનું કામ આવી પડતું ત્યારે તેઓ કરામત બતાવતા. જે સાધુ ગૃહસ્થને વિદ્યા દેખાડે અને મંત્ર, યંત્ર, તંત્ર કરે તે સાચો સાધુ ગણાય નહીં. અમે એવાં ટોણાં, તંત્ર, ઉંજણી કરતા નથી, માત્ર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ " શ્રાવક કવિ ઋષભદાસકૃત ખુદાની બંદગી જ કરીએ છીએ. જ્યારે એનો યોગ્ય સમય આવશે ત્યારે હું પણ ઈશ્વરને પ્રાપ્ત કરીશ.” વાત સાંભળીને મીર બોલ્યો, “હે હીરગુરુ, ખોટું લગાડતા નહીં પણ એક વાત પૂછું કે, તેના ઉપરથી તો એમ સાબિત થાય છે કે હિંદુઓ ઈશ્વરને પ્રાપ્ત કરી શકવાના નથી. એની એક વાત એવી છે કે એક વખત હિંદુ-મુસલમાનને ઝઘડો થયો. હિંદુ કહે કે ઈશ્વર અમારી નજીક છે, મુસલમાન કહે કે તે અમારી નજીક છે. ત્યારે એમ નક્કી થયું કે બંને પક્ષના એક એક માણસને ખુદા પાસે મોકલવામાં આવે. તેમાંથી જે ત્યાં જઈ આવે તે ખુદાની નજીક છે તેમ સમજવું. આવું નક્કી કરીને, હિંદુઓમાંથી એક ભણેલાગણેલા વિદ્વાનને ખુદાની પાસે મોકલ્યો. તે હિંદુએ એનો દેહ અહીં મૂક્યો અને જીવ લઈને ખુદાને ઘેર જવા નીકળ્યો. રસ્તે જંગલ આવ્યું એટલે તે આગળ જઈ શક્યો નહીં ને તે અધવચ્ચેથી પાછો વળ્યો. બધાએ પૂછ્યું. “તેં ખુદાને જોયા ? તે કેવો છે ?” તેણે કહ્યું “બહુ સુંદર.' પછી તેની નિશાની માગી તો તે આપી શક્યો નહીં અને ફજેત થયો. પછી જે મુસલમાન હતો તે પણ ખુદાને મળવા શરીર અહીં મૂકી જીવ લઈને ગયો. એણે રસ્તામાં દાડમ, દ્રાક્ષ, બદામ, અખરોટ, આસોપાલવ, ચંપો, આંબો, જાંબુનાં ઝાડ, સોનાનાં ઘર, મીઠાં જળ, ઝીણાં વસ્ત્ર, લવિંગ-એલચીનાં ઝાડ, સોનારૂપાનાં ઝાડ જોયાં. વળી આગળ સોનારૂપાના ઢગ જોયા. તખ્ત ઉપર ખુદા બેઠા હતા ને ફરતી ફિરતાઓની ફોજ હતી. ખુદાને પાયે લાગ્યો ત્યારે તેની ખરી નિવાજત (સ્વાગત – સન્માન થઈ. તે ખુદાને નમસ્કાર કરીને પાછો ફર્યો ત્યારે મરચાની એક લુંબ બગલમાં મારતો આવ્યો. અહીં જે આવ્યા હોય તે સ્વર્ગમાં જાય ત્યારે તે લુંબ બધાને બતલાવે. મુસલમાનની આવી વાત છે. એટલે હિંદુઓ કદી પણ ખુદાને મેળવી શકે નહીં. આવી વાત કિતાબમાં કહી છે. તો તમારા ભાઈ સાચા કે જૂઠા એ કહો. આજમખાનની વાત સાંભળી રહેલા હીર નીચું જોઈને હસે છે. ખાન પૂછે છે, “આપ કેમ હસો છો ? આપ મોટા સાહિબ સાધુ છો ને હું તો માત્ર સેવક છું. હવે ફરી કાંઈ બોલીશ નહીં. મારી સાહેબી તો બધી આદરમાં રાખી હતી.”હીર કહે, “ખુદા તો અશરીરી છે. એમને લોચન, મુખ, કાન નથી. તે અવર્ણી, અરૂપી છે. એ તો કેવળ જ્ઞાન-તેજપુંજમય છે. તો પેલા માણસનો દેહ તો અહીં હતો તો એણે નમસ્કાર કેવી રીતે કર્યા ? બગલ જ નહોતી તો મરચાની લુંબ કેવી રીતે લાવ્યો ?' આ ખોટી વાત પામી જઈને ખાન હસ્યો. ફરી કાંઈ જવાબ આપ્યો નહીં. હીરસૂરિને ખૂબ વખાણ્યા અને પોતે ઘણો ખુશ થયો. અમારા બાદશાહ નાદાન નથી. એ તો સાચા પીર છે. એમના દ્વારા જે ગુણ સાંભળ્યા હતા તેની આજે ખાતરી થઈ.” આમ કહી તેણે હીરસૂરિને ખૂબ નવાજ્યા. કહે, ‘અમારી પાસે કાંઈક માંગો.” હીર કહે, “અમારે કશાની જરૂર નથી. બસ મહેર અને ખેર કરો' ખાન કહે, “કાંઈક તો માગો.” ત્યારે હીરજીએ કહ્યું “જગડુશાહ અમારો શ્રાવક ભક્ત છે. જો તમારું મન માને તો તેને મુક્ત કરો.)' ખાને તે વાણિયાને Page #242 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૨૦૭ બોલાવ્યો ને ગુરુને સોંપ્યો. તેની પાસે લાખ રૂપિયા લહેણા હતા તે જતા કર્યા. દાણ પણ જતું કર્યું. બહુમાન કરી સરપાવ આપ્યો. હીરગુરુના વચનથી આજમખાન આમ ખુશ થયો. જગતમાં કવિતા કરનારા પંડિતો ઘણા છે, જે સ્ત્રી-બાળકોને બોધ પમાડે છે, પણ જે રાજાને સમજાવે તેવા તે પ્રાજ્ઞ પંડિતો નથી. (એ તો હીરસૂરિજી). ઘરમાં શૂરા, રણમાં પંડિત અને ગામમાં ગોઠ કરનારા ઘણા હોય છે, પણ રાજસભામાં બોલતાં તેમના હોઠ થરથર કાંપે છે. લાખોમાં એક જ લખેશ્વરી હોય, હજારમાં એક જ સુજાણ હોય, અબજોમાં એક જ વક્તા હોય તેનાં તો બ્રહ્મા પણ વખાણ કરે. જે મોંમાગ્યું દાન આપે, શરણે રાખેલાને આપે નહીં અને પૂછેલા પ્રશ્નોના જે ઉત્તર આપે એ ત્રણ જગતમાં વિરલા હોય છે. સાચા ઉત્તર આપતા હીરગુરુએ જગડુશાહને મુક્ત કરાવ્યો અને નવાબને બોધ પમાડ્યો. ખાને વાજતેગાજતે હીરજીને વળાવ્યા. સૌ શ્રાવકજનો અને નગરજનો ખુશ થયા. ઘણાં ધર્મકાર્યો થયાં જેમાં ખર્ચનો કોઈ પાર ન હતો. ભાવિકજનોનો ઉદ્ધાર કરીને હીરજીએ વિહાર કર્યો. . (ઢાળ ૭૫ – વંછિત પૂરણ મનોહરુ, એ દેશી.) સહ તણી પરિ સંચરે, મોહોલ માંહિ જાવું કરે; બહુ દિલ ધરે આજમખાન ઊઠી મળે એ. ૧૭૯૭ ચંગે હો ગુરુ તુહ્મ સહી, તુલ્બ નામે હમ જય થઈ; ગહગહી મિલનેલું દિલ હમ હુઆ એ. ૧૭૯૮ મિલે અકબરકું તુહ્મ યતી, ખુસી કીઆ દિલીપતી; તિણે અતિ મિલણકા ચાહ હમ હુઆ એ. ૧૭૯૯ કહે ખાન પૂછું એતા, તુબ રાહનિ યુગ થયા કેતા; વળી જેતા થયા હુએ તે ભાખીયે એ. ૧૮૦૦ દોય હજાર વરસ જ ગયાં, અમ રાહનિ પેદા થયાં; કરું કહ્યા વીર પેગંબર જે ર્યા એ. ૧૮૦૧ ખાન આજમ બોલ્યા તહિં, રાહ પુરાણા તુહ્મ નહિં; અબ અહિ થોડે બરસ હુએ તુમ સહીએ. , ૧૮૦૨ | (ચોપાઈ) હીર કહે સુણિયે કહું સોય, ત્રેવીસ પયગંબર પહેલી હોય; ચોવીસમો જુઓ મહાવીર, હમ કહાયે તિનકે ફકીર. ૧૮૦૩ તેણે રાહ કહ્યો છે જેહ, હવડાં અહ્મો કરું છું તે; સુણી ખાન બોલ્યો નરવેદ, પહેલા છેલ્લામાં કાંઈ છે ભેદ ? ૧૮૦૪ ટિ. ૧૮૦૦.૧ રાહ = પંથ, ધર્મ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૧૮૦૫ હિર કહે સુણિયે નર તેહ, ત્રષભ પેગંબર પહેલો જેહ; ધનુષ પાંચસે તેહની દેહ, દૂજાની ઘટતી ગઈ છે. લંછન વા વર્ષમાં ફેર, રાહ એક જુદા નહિ સેર; ઉવલ અંબર ૨ષભે કહ્યા, માન પ્રમાણે તે પણિ લહ્યા. ૧૮૦૬ વ્રત પાંચ કહ્યાં છે તહિં, હિંસા જૂઠ ચોરી તે નહિ; જોર માલથી અલગ રહે, સકલ પેગંબર એમ તે કહે. ૧૮૦૭ પહિલા છેહલાનો જે રાહ, કેટલોએક એક જ કહેવાય; બાવીસ પેગંબર વિચમાં હુઆ, કેતા બોલ તેણે ભાખ્યા જૂઓ.૧૮૦૮ પંચ વરણ ચીવર તે ધરે, માન પ્રમાણ તિહાં નવિ કરે; વ્રત ચ્યાર જ પ્રગત્યા થતી, તેહને દોષ ન લાગે રતી. ૧૮૦૯ વક્ર જડા છે વીરના યતી, પૂરું પાલી અહ્યો ન સકું અતી; કાંઈક પાલું છું સુણ મીર, પહેલાના તે અવલ ફકીર. ૧૮૧૦ પહિલો પેગંબર ઋષભ જે કહ્યો, કાલ અસંખ્યા તેહને થયો; વિરને વરસ હજાર બે થાય, અહ્મો કરું છું તેહનો રાહ. ૧૮૧૧ આજમખાન તવ બોલ્યો ફરી, ભલી વાત ગુરુ એ તુલ્મ કરી; ઔર બાત પૂછું તુહ્મ જોય, યતી હુએ કેતે દિન હોય. ૧૮૧૨ બોલ્યો તામ જગત ગુર હિર, બાવન વરસ થયાં હુઆ ફકીર; * આજમખાન ફરી બોલ્યો ત્યાંહિ, કછુ તુમ પાયા દુનિયા માંહિય ૧૮૧૩ હીર કહે સુણ આજમખાન, મૂએ બિગર નહિ બિહિતના સ્થાન; ખુદા ન આવે કહીયે આંહી, ક્યા પાઇએ તો દુનિઆ માંહી. ૧૮૧૪ મુલક માલ ઘર જોર જેહ, હમતો છોડ્યા સબહી તેહ; કરામાત જેથી કછુ હાથ, વો તો ગઈ બહુએકે સાથ. ૧૮૧૫ કાલિકાચારજ હુઓ પ્રસિદ્ધ, ઈટ તણું તેણે સોવન કીધ; સનતકુમારને થુંકે કરી, સકલ રોગ જાતો તે ફરી. ૧૮૧૬ અનેક વિદ્યા જ એવી હતી, લેઈ ગયા તે મોટા યતી; આપી નહિ અમ એતાવતી, યતિપણું નહિ રાખે રતી. ૧૮૧૭ આગેના જે અવલ ફકીર, તે વિદ્યા જીરવતા ધીર; કરામાત દેખાયે તામ, જ્યારે પડતું ધર્મનું કામ. ૧૮૧૮ વિદ્યા દેખાડે ગૃહસ્વનિ જોય, તો તે અવલ ફકીર જ હોય; મંત્ર યંત્ર તંત્ર જો કહે, સો ફકીરી દોજખ સહી લહે. ૧૮૧૯ પા. ૧૮૧૨.૨ વરસ હોય ટિ. ૧૮૦૬.૧ લંછન = તીર્થંકરનું સંકેત-ચિહ્ન ૧૮૦૮.૨ પેગંબર = (અહીં) તીર્થંકર' ૧૮૧૭૨ રતી = લેશમાત્ર Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૦૯ ટોણાં તંત નહિ ઉંજણી, કરું બંધગી સાહિબ તણી; અવલ જમાના હોયે યદા, મેં ભી ખુદા પાઉંગા તદા. ૧૮૨૦ સુણી વાત બોલ્યો તવ મીર, મત દુહવણ માનો ગુરુ હીર; હિંદુ ખુદાકું નહિ પાવતા, મુસલમાન ઉહા જાવતા. ૧૮૨૧ આગે વાત કહે તે ઉબડે, મુસલમાન તે હિંદુ લડે; હિંદુ કહે અમ ટુકડો ખુદા, તુરક કહે નજીક હમ સદા. ૧૮૨૨ વઢી વિચાર કરે નર તેહ, ખુદાને ઘરે જઈ આવે જેહ; આપણ તેહ નજીક જાણવો, યાર ખુદાનો તે સહી હવો. ૧૮૨૩ અશ્યા વિચાર કરી નર હોય, હિંદુ એક ઉહાં હાજરી હોય; પલ્યો ગયો વિદ્યાનો ધણી, મોકલ્યો તેહ ખુદા ઘરભણી. ૧૮૨૪ હિંદુએ કાયા મુંકી આહિ, ચાલ્યો જીવ ખુદા ઘર જ્યાંકિં; આગલ જંગલ જઈ નવિ સકે, વળ્યો તેહ નર અધવચ થક. ૧૮૨૫ આવ્યો ફરી પૂછે સહુ કોય, દેખ્યા ખુદા ભલ સૂરત હોય; માગ્યા નિસાન ન દેવે યદા, હુઆ ફજેત ઉહાં હિંદુ તદા. ૧૮૨૬ મુસલમાન અવલ જે કહ્યા, છોડી કાયા જીવ લે ગયા; આગે દેખે અનારકે છોડ, દેખે દ્રાખ બદામ અખોડ. ૧૮૨૭ આસોપાલવ ચંપક અંબ, દેખે જંબૂ કેરે લુંબ; ઘર સોને કે મીઠાં નીર, ઝીણે કપડે સાલૂ ચીર. ૧૮૨૮ લવિંગ એલચી કેરે ઝાડ, સોને રૂપેકે દેખે તાડ; આગે જાતે દેખ્યા સાર, સોનામોતીકા નહિ પાર. ૧૮૨૯ તખત ઉપરે બેઠા ધણી, ફોજ ફિરસેકી ઉહાં ઘણી; લાગ્યા જાય ખુદા કે પાય, બોહોત નિવાજત ઉહાંહી થાય. ૧૮૩૦ કરી તસલીમને પીછા ફિરે, મીરચિકી લુંબ બગલમેં ધરે; આયા ઈહાં વે બિસ્તિમાં જાય, લુંબ દેખલાઈ શબડી ઠાય. ૧૮૩૧ મુસલમાનકી અઈસી બાત, હીંદુ ખુદાકું કદિ ન પાત; એસી બાત કિતેબમાં કહી, અધ્યારે ભાઈ જૂઠે કે સહી. ૧૮૩૨ સુણી વાત નીચું જોઈ, કાંઈ કહેસી ઓ હીર આજમખાન કહે ક્યું હસે, કહો તુમ બડે ફકીર. ૧૮૩૩ તુમ સાહિબ મેં સેવડા, ફરી ન બોલું અબ્દ; ખાન કહે મેરી સાહિબી, ધરી ચાદરમેં સબ્ધ ૧૮૩૪ પા. ૧૮૩૧.૨ ભીસ્તમાં ટિ. ૧૮૨૧.૧ દુહવણ = દૂભવવું તે, દુભવણી, પીડા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ * શ્રાવક કવિ ઋષભદાસકૃત હીર કહે તન બિન ખુદા, નહિ લોચન મુખ કાન; અવરણી અરૂપી રે સદા, તેજપુંજાહ જ્ઞાન. ૧૮૩૫ તેણી તસલીમ કેડી પર કરી, દેહી તો હતી આંહિ; મરીચ લેબ કિમ લ્યાવીઓ, બગલ ન હતી ત્યાંહિ. ૧૮૩૬ ખાન હસ્યો ખોટું લહી, ન ર્યો ફરી જબાપ; ઘણું વખાણ્યો હીરને, ખુશી થયો નબાબ. ૧૮૩૭ નાદાન નહિ હમ પાતશા, વે હૈ પાકા પીર; ગુણ દેખી સચ્ચા કીઆ, બોહોત નિવાજ્યા હીર. ૧૮૩૮ હમપે તુલ્બ કછુ માગીયે, હર કહે કરિ મહેર; ગરજ અધ્યારે કચ્છ નહિ, તુમ દેતે બહુ ખેર. ૧૮૩૯ ના કછુ માગો હીરજી, માગ્યો જગડુશાહ મુરીદ એ મહારો અછે, જો તુહ્મ દિલમેં આય. ૧૮૪૦ તેડ્યો ખાને વાણીઓ, આપ્યો ગુરુને હાથ; લાખ રૂપિયા એ લેવા અતિ, ઓ ભી છોડે સાથ. ૧૮૪૧ ઘણી ઘણી મુકાવતો, દીયે સરપા બહુમાન; હીર વચન જગમાં ભલું, રીજયો આજમખાન. ૧૮૪૨ કવિતા પંડિત જગ ઘણા, બુઝવે નારી બાલ; પ્રાંહિ પંડિત તે નહિ, સમજાવે ભૂપાલ. ૧૮૪૩ ઘર સુરા રણ પંડિતા, ગામ ગમારાં ગોઠ; રાજ સભામાંહિ બોલતાં, થર થર કંપે હોઠ. ૧૮૪૪ લાખે એક લખેશ્વરી, સહસે એક સુજાણ; અબજે એક વક્તા લહું, વેધું કરિ વખાણ. મોઢે માગ્યું જે દીયે, નાપે રાખ્યો શરણ્ય; પૂછ્યા ઉત્તર જે દીયે, એ જગ વિરલા ત્રશ્ય. ૧૮૪૬ ઉત્તર નરતો આપતો, કરતો હીર સબાબ; જગસાહ મુંકાવીઓ, બુઝવ્યો ઘણું નબાબ. ૧૮૪૭ ખાને વાલ્યા હીરને, વાજીત્ર તણો નિર્દોષ; શ્રાવક જન સહુ હરખીયા, હરખ્યા પુરજન લોક. ૧૮૪૮. ધર્મ કાજ સબળાં થયાં, ખરચ તણો નહિ પાર; ભવિક લોકને ઉદ્ધર્યા, હરે કર્યો વિહાર. ૧૮૪૯ ૧૮૪૫ ટિ, ૧૮૩૯૨ ખેર = ખેરાત, દાન ૧૮૪૨.૧ સરપા = સરપાવ, શાબાશી બદલ આપવામાં આવતો પોશાક, ઈનામ. Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧૧ હીરસૂરિ રાધનપુર આવ્યા. ત્યાં મોટો ઉત્સવ થયો. શત્રુંજયનું ફરમાન આવ્યું. એનું માન ભાનુચંદ્ર ઉપાધ્યાયને મળ્યું. સિદ્ધપુર નગરમાં રામો શાહ નામનો પુણ્યનો અભ્યાસી વસતો હતો. તેને માટે નામે પત્ની (ભાણજીની માતા) હતી. તેણે સ્વપ્નમાં સુંદર હાથી જોયો. પૂરે માસે એણે પુત્રને જન્મ આપ્યો. એનું નામ ભાણજી રાખ્યું. ભાનુ - સૂર્યની પેઠે તે પ્રકાશમાન છે ને શુક્લ પક્ષના દિનેદિને) વધતા જતા ચંદ્ર જેવો છે. જ્યારે તે સાત વર્ષનો થયો ત્યારે નિશાળે ભણવા ગયો. જ્યારે તે દસ વર્ષનો થયો ત્યારે ભણીને પંડિત થયો. રંગો શાહ નામે એમનો મોટો ભાઈ છે. બંને ભાઈઓ સૂરચંદ પંન્યાસને મળ્યા. તેમનો સુંદર ઉપદેશ સાંભળી બંને ભાઈઓએ દીક્ષા લીધી. જ્યારે તેઓએ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો ત્યારે તેમને પંન્યાસ પદવી મળી. દિનેદિને એમના શિષ્યોનો પરિવાર વિસ્તરવા લાગ્યો. હરિગુરુએ એમને પાદશાહ પાસે મોકલ્યા. જ્યારે તેઓ અકબરને મળ્યા ત્યારે પાદશાહ ઘણા ખુશ થયા. અને શેખને પણ જ્યારે સેવક બનાવ્યો ત્યારે ભાણચંદ્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જહાંગીરશાહ અને દાનીઆર બન્ને જૈન શાસ્ત્રો ભણે છે. અકબરશાહ ગાજીને કહેતા કે ભાણચંદ્ર ઉત્તમ સાધુ છે. એક દિવસ અકબરને શિરોવેદના થઈ. વૈદ્ય ઘણા ઉપાય કર્યા પણ દુખાવો મટ્યો નહીં ત્યારે સવારે ભાનુચંદ્રને તેડાવ્યા. એમને જોઈ બાદશાહને આનંદ થયો. બાદશાહે એમનો હાથ લઈ માથે મૂક્યો એટલે એમની વેદના ઓછી થઈ. તેઓ પાકુમારનો જાપ જપે છે. અને જેમ પુણ્યથી પાપ નાશે તેમ સઘળી વેદના દૂર થઈ. અકબરશાહ ખુશ થયો : “જન ધર્મ સાચો છે. પછી તે મહેલના ઝરૂખામાં આવ્યા. ત્યાં ઉમરાવે પાંચસો ગાયો આણી. અકબરે પૂછ્યું, ‘આ કેમ આણી છે ?' ત્યારે ઉમરાવે કહ્યું કે “તમારું મસ્તક સ્વસ્થ થઈ ગયું એથી અમારા દિલને ઘણો આનંદ થયો. આ ગાયોને મારીને મિજબાની થશે.” ત્યારે અકબરશાહ ગુસ્સે થયો. ભાનુચંદ્રને બોલાવ્યા અને આ ગાયો તેમને બક્ષિશ કરી. વળી કહ્યું, “ગુરુજી, તમે અન્ય કોઈ માંગો. હું તમને ઘણી જ અનન્ય ચીજો આપીશ.” ભાનુચંદ્રે કહ્યું, “ભેંસ, પાડા, બળદ ને ગાય – એ સૌની તમે રક્ષા કરો.” દિલ્હીપતિએ આ બધાનું દાન આપી એનાં ફરમાન લખાવ્યાં. પછી તે ગુજરાતમાં આવ્યા ત્યારે સહુ હીરસૂરિના ગુણ ગાય છે. એક વખત સત્યવાદી ભટ્ટ ખૂબ અભિમાન કરતો હતો. ભાનુચંદ્રની સાથે એને વાદ થાય છે ત્યારે ભાનુચંદ્રની જીત થાય છે. જ્યારે પાદશાહ કાશ્મીર ગયા ત્યારે ભાનુચંદ્રજી પણ સાથે ગયા. પાદશાહ સાધુને કહે છે કે નજીકનો ખુદા કોણ છે ? ત્યારે તરત જ ભાણચંદ બોલ્યા, “નજીકનો જાગતો દેવ સૂર્ય છે. તે જગત ઉપર ઘણો ઉપકાર કરે છે. તેના નામે અપાર ઋદ્ધિ થાય છે. બાદશાહના કહેવાથી તેઓ સૂર્યનાં હજાર નામ સંભળાવે છે [એટલા જ માટે તો ભાનુચન્દ્રજીએ પોતે બનાવેલી “કાદમ્બરી ટીકા', ભક્તામર સ્તોત્રટીકા', “વિવેકવિલાસ ટીકા' વગેરે ગ્રંથોમાં પોતાને સૂર્યસહસ્ત્રનામાથ્થાપ:' આવું વિશેષણ આપ્યું છે.] આદિત્ય, અરિમર્દન, સહસ્ત્રકિરણ, અંબરભૂષણ, શુભવર્ણ, એકચક્ર, સપ્તકુરંગ, રવિરાજ, અચલ, અનંગ, હંસભાસ્કર, શનિશ્વરતાત, દિવાકર, સુરદિનમણિ, ભાનુ, વિશ્વેશ્વર, કમલાકર, સવિતા, જગજીવન, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત જનાનંદ, સુલોચન વગેરે. સોને મઢેલો એક બાજોઠ ભાનુચંદ્રને બેસવા આપ્યો. સામે અકબરશાહ રવિવારને દિવસે હાથ જોડીને સૂર્યનાં સહસ્ત્ર નામ સાંભળે છે. પાદશાહ કાશ્મીર આવીને રહ્યા. ત્યાં પાણીથી ભરેલું ચાલીસ કોશનું તળાવ હતું. ત્યાં બાદશાહે તંબુ તણાવને પડાવ નાખ્યો. ત્યાં રવિવારનો દિવસ આવતાં ભાનુચંદ્ર તેમને સૂર્યનાં સહસ્ત્ર નામ સંભળાવ્યાં. ત્યાં ઠંડી તો એટલી લાગે કે ગાત્રો થીજી જાય. ભાનુચંદ્ર ત્યાં બીમાર પડ્યા. અનેક ઔષધ-ઉપચારથી સ્વસ્થ થયા. ત્યારે એમણે બાદશાહને કહ્યું, ‘તમારી સાથે જે કોઈ માણસો આવ્યા તે તો હાથી, ઘોડા, મુનસબ, ગામ, મિલકત પામ્યા પણ અમે તો તમારી સાથે આવી ગાત્રો થિજાવી દેનારી ટાઢ જ પામ્યા.” ત્યારે બાદશાહ આનંદસહ બોલ્યા કે, “ભાનુચંદ્રજી, તમે માગો તે તમને આપું.” ત્યારે એમણે શત્રુંજયગિરિ માગી લીધો. તરત જ બાદશાહે એનું ફરમાન કર્યું. [શત્રુંજયનો લેવાતો યાત્રાવેરો માફ કરતું ફરમાન પછી ભાનુચંદ્રજીએ પોતાના ગુરુ શ્રી હીરસૂરિને મોકલી આપેલું.] પછી તે પ્રદેશમાં ઘણું ધન વહેંચી પાછા વળતાં બાદશાહને રસ્તે પીર પંજાબની ઘાંટી આવી. હિમાલયનો એ વિષમ માર્ગ હતો. એનાથી ભાનુચંદ્ર આદિ સાધુઓના પગ ફાટી ગયા. ત્યારે પાદશાહે હાથી, ઘોડા ને પાલખીએ બેસવા કહ્યું. ત્યારે મુનિએ કહ્યું કે એ અમારો આચાર નથી. એટલે પાદશાહે ત્યાં ત્રણ દિવસનો મુકામ કર્યો. પછી જ ત્યાંથી પ્રયાણ કરી લાહોર આવ્યા. ત્યાં ઘણો મહોત્સવ થયો. ભાનુચંદ્ર ઉપાશ્રયે આવ્યા. સ્ત્રીઓ મંગળ-ધવલ ગાવા લાગી. ત્યાં પ્રેરણા કરીને ઉપાશ્રય કરાવ્યો. તેમાં વીસ હજાર રૂપિયા ખર્ચાયા. ભાનુચંદ્ર ત્યારે ત્યાં રહ્યા. એક વખત શેખ અબુલફઝલને ત્યાં મૂલ નક્ષત્રમાં પુત્રીનો જન્મ થયો. પંડિતોએ કહ્યું કે એને પાણીમાં વહેતી મૂકી દો. ઘરમાં રાખશો તો ઉત્પાત થશે. પછી ભાનુચંદ્રને બોલાવીને પૂછ્યું. તેમણે કહ્યું “હત્યા કરવી નહીં, (આના નિવારણ અર્થે) અષ્ટોત્તરી સ્નાત્રપૂજા ભણાવો.” પાદશાહ ખુશ થયો. તે કહે કે બ્રાહ્મણો ઘણા ગમાર છે. સ્ત્રીહત્યા અને બાળહત્યા તો બ્રહ્મહત્યા અને ગૌહત્યાથી યે મોટું પાપ છે. શાસ્ત્ર આવી બાળહત્યા કરવાનું કદી કહે જ નહીં. બ્રાહ્મણો જૂઠા છે અને આ સાધુ સાચા છે. અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાનો કરમચંદને હુકમ કર્યો. તે પછી માનસિંગ – શ્રી જિનસિંહસૂરિએ અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવ્યું. પાદશાહ અને શેખજી આવ્યા ને લાખ રૂપિયા ખર્મા. સુપાર્શ્વનાથના આ સ્નાત્ર વેળાએ શ્રાવક-શ્રાવિકાઓએ આયંબિલ કર્યા. જિનશાસનની ઉન્નતિ થઈ. પાદશાહનું (શેખનું) વિઘ્ન દૂર થયું. તે પુત્રી મોટી થઈ. તે ભાનુચંદ્રને કહેવા લાગી, ‘મને તો મારી નાખવાની હતી, પણ તમે મને જીવતી ઉગારી.” ભાનુચંદ્રની આમ ઉન્નતિ થઈ. ઉમરાવો આદિ તેમનું માનવા લાગ્યા. પાદશાહે શ્રાવકોને તેડીને પૂછ્યું, “ભાનુચંદ્રની હાલ કઈ પદવી છે ?” શ્રાવકોએ કહ્યું “પંન્યાસપદવી.” પછી બાદશાહે હીરસૂરિની પાટે એમને સ્થાપવાનું સૂચન કર્યું. ભાનુચંદ્ર એ માટે ના પાડી કે “હું મુખ્ય નથી.” પાદશાહે સ્નેહપૂર્વક ઉપાધ્યાયપદ માટે કહ્યું. Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧૩ (ઢાળ ૭૬ - ઇસ નગરીકા વણઝારા. એ દેશી.) હીર રાધનપુર માંહિ આવે, તિહાં ઉચ્છવ સબળો થાવે; આવ્યું સેગુંજનું ફરમાન, થયું ભાણચંદ્રને માન. ૧૮૫૦ સિદ્ધપુર નગરનો વાસી, શાહ રામો પુણ્ય અભ્યાસી; રમા માતાનું નામ, સુપને ગજવર લહે અભિરામ. ૧૮૫૧ પૂરે માસે સુત જે જાયો, નામ ભાણજી તિહાં કણિ થાયો; ભાણનિ પેરિ દીપતો જાય, ચઢતે પખે ચંદ કળાય. ૧૮૫૨ સાત વરસનો સુત જવ થાય, નેસાલિ ભણવા જાય; દસ વરસનો સુત જવ હોય, ભણી પંડિત થાયે સોય. ૧૮૫૩ પહિલો વડ બંધવ અભિરામ, સાત રંગો તેહનું નામ; બેહૂ બંધવ સુંદર ખાસ, મળ્યો સૂરચંદ પંન્યાસ ૧૮૫૪ દેસના તિ િસુંદર દીધી, બિહું ભાઈએ દીક્ષા લીધી; | સકલ ગ્રંથ ભણ્યા નર જ્યારે, થઈ પંન્યાસ પદવી ત્યારૅ. ૧૮૫૫ બહુ ચેલાનો પરિવાર, થયો દિનદિન બહુ વિસ્તાર; લહ્યા હીર ગુણવંત જામ, મોકલ્યા પાદશાહે તામ. ૧૮૫૬ મલ્યા અકબર શાહનિ જ્યારે, ખુસી પાતશા હુઓ ત્યારે; શેખને પિણ સેવક કીધો, હુઓ ભાણચંદ પ્રસિદ્ધો. ૧૮૫૭ જાંગીરસા ને દાનીઆર, ભણે જૈન શાસ્ત્ર તિહાં સાર; કહે અકબર ગાજી મીર, ભાણચંદ તે અવલ ફકીર. ૧૮૫૮ એક દિવસ અકબર સાહિ, શિર દુખે વેદના થાય. કીધા વૈર્થે ઘણા હી ઉપાય, તન સમાધિ કિમે ન થાય. ૧૮૫૯ - વેગે તેડ્યો તિહાં ભાણચંદ, દેખી અકબર હુઓ આણંદ; લઈ મસ્તકે મૂક્યો હાથ, વેદના તવ ઓછી થાત. ૧૮૬૦ જપે પાકુમરનો જાપ, નાઠી વેદન પુધ્ધિ જ્યમ પાપ; ખુસી હુઓ અકબરસાહિ, જૈન દર્શન મુનિ સાચાય. ૧૮૬૧ દીયે મોહોલ જરૂખે આવે, ઉંબરા પંચસે ગાયો લાવે; પૂછે અકબર કહે કયું આણી, બોલ્યા ઉંબરા પાપી પ્રાણ. ૧૮૬૨ શિર ચંગા હુઆ જ તુલ્બારા, દિલ ખુશાલ હુઆ જ હમારા; કરે મહેમાની મારી ગાય, તવ ખીજ્યો અકબર સાહ. ૧૮૬૩ તેડ્યા ભાણચંદ ઋષિરાય, બગસીસ કરી સહુએ ગાય; કછુ માગો તુહ્મ ગુરુ ઔર, દેઉં વસ્તુ અનેરી બોહોર. ૧૮૬૪ પા. ૧૮૫૭.૨ શેખની પણિ સેવા કીધી ટિ. ૧૮૫૨.૨ પખે = પક્ષે, પખવાડિયામાં ૧૮૬૪.૨ બોહોર = ઘણી Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રાવક કવિ અષભદાસક્ત જજીઓ ને ઘુંમો જગાતિ, ન કરે કોહોની તાતિ; ભેંસ ભેંસા બલદ ને ગાય, કીજે એહની તુમ રક્ષાય. ૧૮૬૫ દિલીપતિ તે દેતો દાન, કીધાં ઈત્યાદિક કુરમાન; ગુજ્જર ખંડમાંહિ તે આવે, હીરના સહુ ગુણ ગાવે. ૧૮૬૬ સત્યવાદી ભટ એક જ વાર, કરતો ગુમાન અપાર; ભાણચંદ વાદ કરાવે, તેણી થાનકે જય પિણ થાવ. ૧૮૬૭ પાતશાહ કાશમીરે જાય, ભાણચંદ પુંઠે પિણ થાય; પૂછે પાતશા ઋષિને જોય, ખુદા નજીક કોને વળી હોય. ૧૮૬૮ ભાણચંદ બોલ્યા તતખેવ, નજીક તરણી જાગતો દેવ; તે સમજ્યો કરે બહુ સાર, તસ નામેં સદ્ધિ અપાર. ૧૮૬૯ હુઓ હકમ તે તેણીવાર, સંભલાવે નામ હજાર; આદિત્યને કરતાય નેક, આદિ દેવમાં ઘણો જ વિવેક. ૧૮૭૦ અરીમર્દન ને સાહસકરણ, અંબરભૂષણ ને શુભવરણ; એક ચક્ર ને સપ્ત કુરંગ, રવીરાજ ને અચલ અનંગ. ૧૮૭૧ હંસભાસકર શનશરતાત, દિવાકરની મોટી વાત; સુરદિનમણી દીપત ભાણ, વરુણ દેવનું કરત વખાણ. ૧૮૭ર વિશ્વેસર જગદાધાર, કમલાકર દેવ અપાર; સવિતા તરણી શુભ નામ, મહિમાવંતથી થાયે કામ. ૧૮૭૩ જગજીવન ને જનાનંદ, સુલોચન નામે આનંદ; - ઈત્યાદિક નામ હજાર, સંભલાવે તે મુનિવર સાર. ૧૮૭૪ તેમજડિત બાજોઠ એક કીધો, ભાણચંદને બેસવા દીધો; શાહ અકબર જગે વિખ્યાત, સાહસ નામ સુણે જોડી હાથ. ૧૮૭૫ આદિત્યવારનો દાડો જ્યારે, સહસ નામ સુણતો ત્યારે અનુકરમેં કાશિમિર આવે, પાતશાહનું રહિવું થાવ. ૧૮૭૬ લંકા જૈન તિહાં જ તલાવ, આલીસ કોશ ભર્યું જલ સાવ; તિહાં ડેરા શાહ તણાવે, દિન આદિત્યવારનો આવે. ૧૮૭૭ ભાણચંદ પ્રગટ તિહાં થાવે, સહસ નામ આદિત્ય સંભલાવે; ટાઢ સબલી અંગે વાય, લહિર લાગી તિહાં દોહિલા થાય. ૧૮૭૮ અનેકૌષધ શ્રીજી કરતા, થઈ હુંશીયાર મુખે ઉચ્ચરતા; તુમ સાથે જે નર આવ્યા, પામ્યા પરગણા કેતા ફાવ્યા. ૧૮૭૯ ગજ અશ્વ ને મુનસબ ગામ, પામ્યા કાંઈ દુનીઓ દામ; અમ્યો તો પામી ટાઢ્ય, લહિર લાગે અહ્મને હાડ્ય. ૧૮૮૦ પા. ૧૮૭૦.૨ કરતા અનેક ૧૮૭૧.૨ સમતુરંગ ૧૮૭૩.૨ સમતા ૧૮૮૦.૧ મનસ્યપ ટિ. ૧૮૭૦ થી ૧૮૭૪ સૂર્યનાં વિવિધ નામો. Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧૫ બોલ્યો પાતશા ધરી આણંદ, તુધ્ધ માગો જો દેઉં ભાણચંદ; માગી લીધો શેત્રુંજગિરિ સાર, ફરમાન કર્યા તેણી વાર.૧૮૮૧ વળ્યો પાતશા ધન બહુ વાંટી, આવી પીર પંજાલની ઘાંટી; હિમાલય વિષમો પંથ, પગ ફાટી વ્યાઉ અત્યંત. ૧૮૮૨ ચાલી ન શકે ઋષિજી જ્યારે, પાતશાહાજી બોલ્યા ત્યારે; ગજ અશ્વ પાલખીઓ લીજે, તેણે બેસવું ઋષિજી કીજે.૧૮૮૩ મુનિ કહે અમ નહિ આચાર, રહ્યો પાતશા તિહાં તેણી વાર; ત્રણ્ય દિવસ મુકામ કરેય, પછે પાતશા તિહાં ચાલેય. ૧૮૮૪ આવ્યા લાહોરમાંહિ જામ, બહુ મોચ્છવ થાયે તામ; ભાણચંદ ઉપાશરે આવે, નારી ધવલ મંગલ ગુણ ગાવે. ૧૮૮૫ કરી મામલા મોટા અપાર, કર્યો લાહોરે ઉપાશરો સાર; બેઠા રૂપૈયા વિશહજાર, ભાણચંદ રહ્યા તેણીવાર. ૧૮૮૬ પછી શેખજી ગુણની પેટી, તેહને આવી મૂલમાં બેટી; - તેડ્યા પંડિત જોશી જેહો, બોલ્યા જલમાં મૂકો એહો. ૧૮૮૭ નહિતર ઉતપાત કરવી, એને મંદિર નવિ રાખેવી; તેડ્યા ભાણચંદ તેણીવાર; પૂછયો મૂલ તણો વિચાર. ૧૮૮૮ મુનિ કહે હત્યા નવિ લીજે, સનાત્ર અડ્યોતરી કીજે; પાતશા હરખ્યો તેણીવાર, કૂટણ બાંભણ બડે ગમાર. ૧૮૮૯ સ્ત્રી બાળહત્યા જગ જેહ, બ્રહ્મ-ગઉહત્યા નહિ તેહ; શાસ્ત્ર ન કભી ઐસા કહાવે, હમકું બાલહત્યા કરાવે. ૧૮૯૦ જૂઠે બાંભણ ઋષિ ભલી વાત, કરો અઠોતરી સનાત; હુકમ કરમચંદને દીધો, માનસિંગે અઠોત્તરી કીધો. ૧૮૯૧ થાનસિંગ માનુ કલ્યાણ કરી સનાત ઉપાસરે જાણ; પાતશા શેખજી આવે લાખ રૂપૈયા ખરચાવે. ૧૮૯૨ સનાત સુપાસનું કરતા શ્રાધ શ્રાવિકા આંબિલ ધરતા; જિનશાસનની ઉન્નતિ થાય, વિઘન પાતશાહ કેરું જાય. ૧૮૯૩ હુઈ કુમરી મોટી જોય, ભાણચંદનિ ભાખે (ભાગ્યે) સોય; મુજકું મારેવા બાઈ, તુમે જીવતી મુજ છોડાઈ. ૧૮૯૪ ભાણચંદની ઉન્નતિ હોઈ, માને ઉંબરાવ તે સહુ કોઈ; રીજ્યો પાતશા સબળો જ્યારે, પૂછવું શ્રાવક તેડી ત્યારે.૧૮૯૫ ભાણચંદનિ પદ (કેવી) કેરી, કહિ શ્રાવક પંન્યાસ એહી; તેડી ભાણચંદ પૂછીજે, હીરકે પાટિ તુમહી કીજે. ૧૮૯૬ પા. ૧૮૯૩.૧ સાધ શ્રાવક , ટિ. ૧૮૮૨.૧ વાટી = બાંટી, વહેંચે ૧૮૮૨.૨ વ્યાઉ = વાયુ, પવન Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત ભાણચંદ કહે નહિ એહ, બોલ્યો પાતશા ધરીઅ સનેહ; પદ ઉવજ્ઝાય જ દિલાઉં, ભાણચંદ કહે મુખ્ય નાઉં. ૧૮૯૭ ૨૧૬ બાદશાહે હીરસૂરિને પત્ર લખ્યો કે ભાનુચંદ્રજી તમારા શ્રેષ્ઠ શિષ્ય છે. તો એમને ઉપાધ્યાય પદવી આપવી જોઈએ. તે પછી હીરસૂરિએ મોકલાવેલો વાસક્ષેપ ભાનુચંદ્રે મસ્તકે ધર્યો (ઉપાધ્યાયપદ પ્રાપ્ત કર્યું) [‘હીરસૌભાગ્યમ્' સંસ્કૃત મહાકાવ્ય અનુસાર આ. શ્રી વિજયસેનસૂરિજીએ ભાનુચંદ્રજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું.] શેખે આ નિમિત્તે ૨૫ ઘોડા, દસ હજાર રૂપિયાનું દાન કર્યું. સંઘે ઘણો ખર્ચ કર્યો. વીરશાસનનો જયજયકાર થયો. ભાનુચંદ્રનો યશ વધ્યો. હીરસૂરિએ આ એક મોટું કાર્ય કર્યું. એક વાર બાદશાહ બરાનપુર ગયા. પાછળ ભાનુચંદ્ર પણ ગયા. ત્યાં આખું નગર લૂંટાતું બચાવ્યું. લોકમાં આનંદ વ્યાપ્યો. એક કિસ્સામાં ભોજરાજ સોનીને ભાનુચંદ્રે છોડાવ્યો. તે ધન ખરચી ઘેર ગયો. બીજા પણ કેટલાકને મારવાના હુકમમાંથી છોડાવ્યા. અન્ય દ્રવ્યવ્યય થયો. દસ જણને તેમણે દીક્ષા આપી. દસ દહેરાં કરાવ્યાં. એમણે કહ્યું કે “આ બધી હીરસૂરિની કૃપા છે.” પછી તેઓ આગ્રા આવ્યા. તેઓ બાદશાહને મળ્યા. અને તેમની પાસે ફરમાન કરાવ્યાં. પછી તે માલપુર ગયા. ત્યાં અન્ય મતીઓ સાથે વાદ કર્યો. તેમાં ભાનુચંદ્રનો જય થયો. ત્યાં એક જિનપ્રાસાદ કરાવ્યો. જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સુવર્ણમય કળશ ચઢાવ્યો. પછી મારવાડમાં આવ્યા. ત્યાં સુવર્ણવૃષ્ટિ થઈ – ખૂબ ધન ખર્ચાયું. ઝાલોરમાં ચોમાસું રહ્યા. ત્યાં સબળ અભિલાષાઓ પ્રાપ્ત થઈ. એમનો ઉપદેશ સાંભળી ૨૧ શ્રાવકોએ દીક્ષા લીધી. એમના શિષ્યોમાંથી તેર પંન્યાસ થયા. એમાં શ્રી ઉદયચંદ્ર મુખ્ય હતા. સૌ એકએકથી ચડિયાતા હતા. સિદ્ધચંદ્ર નામે એક શ્રેષ્ઠ શિષ્ય હતો. તેને બાદશાહ ખૂબ મહત્ત્વ આપતા. અને તેમનું ચિંતવેલું કાર્ય કરતા. એક દિવસ બરહાનપુરમાં ૩૨ ચોરને દેહાંતદંડની સજા થઈ. સિદ્ધચંદ્ર બાદશાહનો હુકમ લઈ ત્યાં દોડી ગયા ને તેમને છોડાવ્યા. બધાંને વસ્ત્રો અપાવ્યાં. બીજા ઉમરાવોને પણ છોડાવ્યા. આમ ભલાં કામ કર્યાં. વળી જયદાસ અને અખો નામના લાડ વાણિયા હાથી તળે કચડીને માર્યા જતા હતા તેમને સિદ્ધચંદ્રે છોડાવ્યા. તેઓ બન્ને સાથે ભણ્યા હતા. ઘેર જઈને વિચારવા લાગ્યા કે સિદ્ધચંદ્રની આણ હજારો ઉમરાવો કદી લોપતા નથી. તેમનાં વચનવાણી સાંભળીને હરણાંની જેમ સૌ ડોલી જતાં હતાં, રૂપ દેખીને પાદશાહ મોહી જતા હતા અને આ નરપતિ એમને શિશ – મસ્તક નમાવતા હતા. (ઢાળ ૭૭ ચાલ્ય ચતુર ચંદ્રાનની.) આપ વિચારી પાતશા, લખ્યું હીરને એહ રે; અવલ ચેલો ભાણચંદ છે, ઉવઝાયપદ દેહ રે. લખત લેખ દિલ્લી પાતશા. ટિ. ૧૮૯૭.૨ પદ ઉવજ્ઝાય = ઉપાધ્યાયપદવી ૧૮૯૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧૭ વાસ તવ હીરનો આવીઓ, ધર્યો મસ્તકે સાર રે; શેખ પચવીસ ઘોડા દીયે, રૂપક દસહી હજાર રે. લખત. ૧૮૯૯ સંઘ ખરચ ઘણા કર્યા, વાધ્યો વીરનો ધર્મ રે; જસ વાધ્યો ભાણચંદનો, મોટું હીરનું કર્મ રે. લખત. ૧૯૦૦ બરહાનપુરે ગયો પાતશા, પુંઠે છે ભાણચંદ રે; નગર તિહાં લૂંટતું રાખીઉં, હુઓ લોક આણંદ રે. લખત. ૧૯૦૧ માઈ દાંતનો મામલો પડ્યો, સોની શ્રી ભોજરાજ રે; ઘાલીઓ ભાખસી કુટુંબણ્યું, માગે દામ મહારાજ રે. લખત. ૧૯૦૨ ભાણચંદે તસ છોડવ્યો, ખરચી દામ ઘરિ જાય રે; લોક મુકાવી મારતો, કરી તામ પૂજાય રે. લખત. ૧૯૦૩ અનેક તિહાં ખરચ બીજાં થયાં, દીધી દસહી દીખાય રે; દેહરાં દસ તિહાં કરાવી, એ સહુ હીર પસાય રે. લખત. ૧૯૦૪ અનુકરમિ આવ્યા આગરે, મલ્યા જઈ ગિર સાહિ રે; ફેરી ફરમાન કરાવી, પૂજે તેહ પણિ પાય રે. લખત. ૧૯૦૫ અનુકરમિ માલપુરિ ગયા, વીજામતસ્ય વાદ રે; જસ હુઓ તિહાં ભાણચંદનિ, કીધો એક પ્રાસાદ રે. લખત. ૧૯૦૬ કનકમિ કલસ ચઢાવીઓ, કરી બિંબ પ્રતિષ્ઠી રે; પછિ મારૂઆડમાં આવીઆ, હવી સોવનવૃષ્ટિ રે. લખત. ૧૯૦૭ જાલોરે ચોમાસું રહ્યા, હુઈ સબલી જગીસ રે; સુણી શ્રાવક દીક્ષા લેય, જણા તિહાં એકવીસ રે. લખત. ૧૯૦૮ ચેલા અહિસી તણી સંપદા, હવા તેર પંન્યાસ રે; શ્રી ઉદયચંદ પ્રમુખ વળી, એક એકપિ ખાસ રે. લખત. ૧૯૦૯ અવલ ચેલો એક અતિ ભલો, સિદ્ધચંદ તસ નામ રે, મોહોત આપે બહુ પાતશા, કરિ ચિંતવ્યું કામ રે. લખત. ૧૯૧૦ બત્રીસ ચોર એકદા વલી, બરહાનપુરિ મરાય રે; ગયો સિદ્ધચંદ ધાયે તહિ સમસેર તસ સાહિ રે. લખત. ૧૯૧૧ હુકમ લેઈ સહુ છોડીઆ, આપ્યાં વસ્ત્ર જ તામ રે; - અનેક ઉંબરાવ મુકાવીઆ, કર્યા ભલભલાં કામ રે. લખત. ૧૯૧૨ જયદાસ અપો લાડ વાણીઆ, માર્યો અસત ગઈ અંદરે; | દોય હાથી તલ નાંખીઆ, મુંકાવે સિદ્ધચંદ રે. લખત. ૧૯૧૩ જઈ ઘરે સોચ માને ઘણું, ભણ્યા એકઠા દોય રે; આણ ન લોપતા ઉંબરા, હજારી દસ હોય રે. લખત. ૧૯૧૪ ટિ. ૧૮૯૯.૧ વાસ = વાસક્ષેપ ૧૯૦૮.૧ જગીસ = અભિલાષા, હોંશ (સં. જિગીષા) ૧૯૧૦.૨ મોહોત = મહત્ત્વ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત વચન વાણિ મોહી મૃગલાં, નાĚિ ડોલતો ઈસ રે; - રૂપ દેખી મોહ્યા પાતશા, નામે નરપતિ સીસ રે. લખત. ૧૯૧૫ જેમ પશુઓમાં સિંહ, તેમ મુનિઓમાં સિદ્ધચંદ્ર શ્રેષ્ઠ છે. એમણે શાસનની હદ મર્યાદા સાચવી રાખી - વટાવી નહીં. ભાનુચંદ્રના આ શિષ્યે દેવળ-પોષધ જાળવ્યાં. જેમ સંગમ દેવના ઉપસર્ગમાં મહાવીર ચલાયમાન ન થયા તેમ આ મુનિ પણ ન ચળ્યા. પાદશાહે હાથી, રથ, ઘોડા, પાલખી, અપાર વૈભવ આપવા કહ્યું પણ જેમ બે દેવે કરેલી પરીક્ષામાં મેઘરથ રાજા ચળ્યા નહીં તેમ પાદશાહે વિનંતી કરવા છતાં સિદ્ધચંદ્ર ચલાયમાન થયા નહીં. પાદશાહે મસ્તક, પગ બાંધવાનો ભય દેખાડ્યો તો પણ ન ચળ્યા. સિદ્ધચંદ્ર પાદશાહને કહે છે, “જો તમે મને માગેલું આપવા માગતા જ હો તો આટલું કરો કે ગુરુએ મને જે ભેખ આપ્યો છે તે તમે પાછો ન લઈ લો.” સુરગુરુ જેવા જોઈને પાદશાહ ખુશી થયો અને તેમના ચરણમાં ઝૂકી પડ્યો. (ઢાળ ૭૮ દેસી ઇલગાની એ દેશી.) સિદ્ધચંદ મુનિમાં વડો, જિમ મૃગલમાં સિંહ; જેણે જાગીર નર દેખતા, રાખી સાસન લીહ. મુનીવર રે સુંદર રે. ભાણચંદ શિષ્ય સાર, દેવલ પોષધ રાખીઆ; વાર્યા પાડણહાર, ભાણચંદ શિષ્ય સાર. મુનિ. સુર સંગમ વચને વળી, પરીસહિ ન ચલ્યો વીર; ન ચલ્યો જઈ ગિર બોલડે, સિદ્ધચંદ મુનિ ધીર. મુનિ. ૧૯૧૮ ગજ રથ ઘોડા પાલખી, આપું ૠદ્ધિ અનેક; છોડી યોગ દુનિયાં લીઓ, લો હમ જેસા ભેખ. મુનિ. ૧૯૧૯ દોઈ દેવ પરીખ્યા કરિ, ન ચલ્યો મેઘરથ રાય; સિદ્ધચંદ મુનિ નવિ ચલ્યો, વિનતિ કરે પાતશાય. મુનિ. ૧૯૨૦ ભય દેખાડે પાતશા, બાંધો તુમ સિરિ પાગ; સૂરત ખૂબ ન નાહજી, અબ યસા બેરામ. મુનિ. સિદ્ધચંદ કહિ પાતશા, એક માગ્યા મુજ દેહ; ૧૯૧૬ ગુર્રિ દીઆ મુજ ભેખડી, સો મત પીછા લેય. મુનિ. સૂરગરી જેસા દેખતી, ખુસી હુઓ પાતશાહિ; નમી પાય નીવાજીઓ, ૠષભદાસ ગુણ ગાય. મુનિ. ૧૯૧૭ ૧૯૨૧ ૧૯૨૨ . ૧૯૨૩ સૂર્ય જેવા તેજસ્વી ભાનુચંદ્ર જગતમાં શ્રેષ્ઠ છે. એમણે જિનશાસનને દીપાવ્યું તથા જિનેશ્વરની ભક્તિ કરી. જિનમંદિર પાસેની પોસાળમાં ઉતારો કરવાને બદલે પંડિતને ત્યાં ઉતારો કર્યો. આમ કરીને એમણે ઘણો ઉપકાર કર્યો. એમની પુણ્યાઈનો કોઈ પાર નથી. તેમના ટિ. ૧૯૧૬.૧ લીહ = રેખા, લીટી, હદ, મર્યાદા ૧૯૨૩.૧ ભેખડી = સાધુવેશ Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૧૯ બેચાર પ્રસંગો અહીં લખ્યા છે, કેમકે બધા તો લખ્યા જાય એમ નથી. હીરસૂરિ, અકબરશાહ અને અબુલફજલ શેખ એ રત્નોનું મૂલ્ય થાય એમ નથી. ભાનુચંદ્રના ઉપદેશથી શત્રુંજયનું જે ફરમાન મોકલ્યું એ વૃત્તાંત માંડીને કહ્યો છે. વળી વિજયસેનસૂરિને અકબરશાહે તેડું મોકલ્યું. તેનો સ્વીકરા કરીને એમણે વિહાર કર્યો. વિજયસેનસૂરિની પાંત્રીસ પેઢીનું વર્ણન: શ્રી હીરવિજયસૂરિના શિષ્ય જેસિંઘ જેઓ પૂર્વાશ્રમમાં રાજકુમાર હતા તેમની ૩પ પેઢીની વાત વિસ્તારથી કહું છું. ૧. રાજા દેવડ ૨. નથમલ ૩. જગદેવ ૪. વીરસેન ૫. ભીમસેન ૬. દેવચંદ ૭. લખમણ ૮. નરપતિ ૯. કપૂરચંદ ૧૦. હરિસેન ૧૧. વિજયરાજ ૧૨. બિરબલ ૧૩. તેજકુમાર. આ ૧૩ ક્ષત્રિય રાજાઓ હતા. પછી સંવત ૧૧૫૬માં ભોજ મહારાજા થયા. તે આબુગઢના રાજાને એનાં કર્મે કરીને શરીરે કોઢ થયો. એની વેદના અસહ્ય હતી. તેઓ કાશીખંડ ભણી જવા નીકળ્યા. ત્યારે રસ્તામાં એમણે આચાર્ય શાંતસૂરિને જોયા. એમને વંદન કરીને વિનયથી પૂછયું કે “આ દેહ રોગમુક્ત કેવી રીતે બને ? તમે કહો એ ધર્મની હું આરાધના કરીશ.” ગુરુએ નિર્મળ ધ્યાન ધર્યું. ત્યારે શાસનદેવી હાજર થયાં. ગુરુને વંદીને પૂછ્યું કે શા માટે પોતાને અહીં બોલાવી. ગુરુએ આ રાજાનો દેહ રોગમુક્ત થાય એવો ઉપાય કરવા કહ્યું. દેવીએ પ્રસન્ન થઈ પાન આપ્યું ને કહ્યું કે “આ પાન ખાવાથી દેહનો મૂળ વર્ણ પાછો મળશે. રાજાએ એ પાન ખાધું. ને રોગ નષ્ટ થયો. સ્થંભન પાર્શ્વનાથના હવણથી વેદના ચાલી ગઈ. રાજાનો દેહ નવપલ્લવિત થયો. હરખીને એણે ગુરુની ચરણવંદના કરી. ત્યારે ભોજરાજા શ્રાવક બન્યો. નવ લાખ સોનામહોર એણે સૂરિ આગળ ઉલ્લાસભેર મૂકી. ગુરુ કહે કે એ અમારા કામની નથી. પુણ્યકાર્યમાં તમે એ ધન વાપરો. રાજાએ ઋષભદેવનું મંદિર બનાવ્યું. ગુરુનો ઘણો જસવાદ થયો. ભોજરાજે અરડકમલ ઓસવાલની સ્થાપના કરી. તેમનો પુત્ર અંબડ વણિક. ૧૬. અંબડ વણિક ૧૭. જયસંઘ ૧૮. શવરાજ ૧૯. અમરો ૨૦. નાસણઅર ૨૧. મલ્લ ૨૨. કાલો ૨૩. આસગ ૨૪. ધનદેવ ૨૫. ધરમણ સાહ ૨૬. વરવીર ૨૭. હેમ ૨૮. કરસી ૨૯. સાહ રતનશી ૩૦. રોપો ૩૧. નરસિંહ ૩૨. ગુણો ૩૩. ખઘો ૩૪. સાહ કમો ૩૫. જેસિંઘ. જેસિંઘે ઉત્તમ કામ કરીને ૩પ પેઢીનું નામ રાખ્યું. કમો સાહને કોડાદે નામે પત્ની હતી. એને સંવત ૧૬૦૨ ફાગણ સુદ ૧૧ને ગુરુવારે જેસિંગ પુત્રનો જન્મ થયો. તે આઠ વર્ષનો થયો ત્યારે હીરગુરુને હાથે જેસિંઘે વિજયદાન પાસે દીક્ષા લીધી. તિઓ સાત વર્ષના થયા ત્યારે તેમના પિતાએ દીક્ષા લીધી. અને પોતે સં. ૧૬૧૩ના જેઠ સુદ ૧૧ના દિવસે પોતાની માતાની સાથે સુરત શહેરમાં દીક્ષા લીધી. ભણીગણીને તૈયાર થતાં સં. ૧૬૨૬માં ખંભાતમાં પંડિતપદ, સં. ૧૬૨૮માં અમદાવાદમાં ઉપાધ્યાયપદ અને આચાર્યપદ તથા સં. ૧૬૩૦માં પાટણમાં તેમની પાટસ્થાપના થઈ હતી.] અનુક્રમે તેઓ હીરસૂરિની પાટને દીપાવનાર બન્યા. તેમની Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત વિદ્યા-કીર્તિ ચોમેર પ્રસરી. અકબરશાહે તેમને સંભાર્યા અને મેવડાને મોકલ્યા. તેઓએ આવી હીરગુરુને ચરણે વંદના કરી. અને બાદશાહનું ફરમાન આપ્યું. અકબરશાહે લખેલી વિનંતી હીરસૂરિ વાંચે છે. “તમે વિરાગી છો, પણ અમે રાગી છીએ. તમે બધી વસ્તુઓ ત્યજી છે. તમે અમને સંભારો નહિ, પણ અમે તમને ભૂલતા નથી. આપ કંઈ કામ લખી જણાવો જેથી અમારા દિલને ખુશી થાય. વિજયસેનને અહીં મોકલવાનો તમે અમને કોલ આપ્યો હતો. તો જો તમારા મનમાં આવે તો તેમને મોકલજો. અમને ઘણો આનંદ થશે.' ( પત્ર વાંચીને બહુ આનંદ થયો નહીં. થયું કે જેસિંગ (વિજયસેન) કઈ રીતે જશે ? ત્યારે વિજયસેને કહ્યું કે “હે ગુરુજી, શા માટે દિલગીર થાવ છો ? અકબરને મળવાથી સારાયે દેશમાં તમારી નામના થશે. પિતાના જીવતાં – આપની હાજરીમાં સારાં કર્મો થશે. ભાગ્યનો મર્મ તો તમે જાણો જ છો. મારા મસ્તકે આપનો હાથ મૂકો જેથી હું ઘણો જસવાદ પામું.” આ રીતે હીરસૂરિને સંતોષ પમાડી, ત્રણ પ્રદક્ષિણા દઈ, ગુરુનાં ચરણ વંદીને સારું મુહૂર્ત જોઈ વિજયસેનસૂરિએ આનંદસહ પ્રયાણ કર્યું (સંવત ૧૬૪૯ના માગશર સુદ ૩ ને દિવસે.] પંડિત સાધુઓને સાથે લીધા. વિજયસેન લાહોર આવ્યા. જઈને ભાનુચંદ્રને પગે લાગ્યા. અકબરશાહને જાણ કરાઈ, ને સામૈયા માટે કહાવ્યું. ખુશ થઈને પાદશાહે કહ્યું “હાથી, રથ, ઘોડા અમારા લો પણ સામૈયું શાનદાન કરો.” અનેક વાજિંત્રો લઈને શ્રાવકો સામે ગયા. કીમતી પટોળાં પથરાયાં. તેના ઉપર ગુરુએ પગલાં કર્યા. જ્યારે તેઓ નગરમાં પધાર્યા ત્યારે ગાય, ભેંસ ને હાથી સામે મળ્યાં. બળદ અને ઘોડાને રથે જોતરવામાં આવ્યા. પંખીઓએ મધુર અવાજ કર્યા. ઉપાશ્રયે આવીને તેઓ ઊતર્યા. શ્રાવકોએ મહોત્સવ કર્યો. સારા દિવસના શુભ મુહૂર્તમાં તેઓ અકબરશાહને મળ્યા. દુહા) ભાણચંદ જગમાં વડો, ભાણ પરિ જત ખેહ; જિન શાસન દીપાવીઉં, જિનની ભગતિ કરેહ. ૧૯૨૪ (ઢાળ ૭૯ - ચાલ્ય ચતુર ચંદ્રાનની એ દેશી.) જિન મંદિર પોલાલિમાં, ઉતારોજી હોય રે, તેહ ટાલી કર્યા વેગલા, રાખ્યા પંડિત જોય રે. એહ ચેલા ગુરુ હરના. આંચલી. ૧૯૨૫ સ્વ સાસન ડેરા વળી, રાખ્યા પંડિત વલી તેહ રે; કર્યો ઉપગાર સહુ જીવને, પુણ્યનો નહિ છેહ રે. એહ. ૧૯૨૬ કરણી બેચ્યાર લખ્યાં ઇહાં, લખ્યાં સકલ ન જાય રે; હીર અકબર અને શેખજી, રત્ન મૂલ ન થાય રે. એહ. ૧૯૨૭ ટિ. ૧૯૨૪.૧ ભાણ = સૂર્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ એહ અવદાત માંડી કહ્યો, ભાણચંદનો જોય રે; શેત્રુંજ ફરમાન તે મોકલ્યું, રાધનપુરી વળી સોય રે, એહ. તામ તેડું વળી આવીઉં, વિજયસેન િસાર રે; શાહા અકબર તેડતો, કીધો તામ વિહાર રે. એહ. (ચોપાઈ) ૨૨૧ વાંદી વ્યનો કરી પૂછે, રોગરહિત કિમ હુએ દેહ. કહુ ધર્મ આરાધુ અો, કાંઈક ઉપાય કરો નર તુો; માંડે ધ્યાન ગુરુ નિરમલ જામ, શાસનદેવી આવી તામ. વાંદી ગુરુને પૂછે તહિં, કુણ કારણિ મુજ તેડી અહિં; ગુરુ કહે કરો ઉપાય સોય, રોગરહિત જ્યમ રાજા હોય. તૂઠી દેવી આપે પાન, એણિ તંબોલે વલસ્યે વાન; ૧૯૨૮ ૧૯૨૯ ચેલો હીરનો જેસિંઘ જેહ, પૂરવે રાજકુમર છે તે; પાંતરીસ પરીઆ માંડી કહ્યું, પહિલો દેવડ રાજા લહું. ૧૯૩૦ નથમલ ત્રીજો જગદેવ, વીરસેન ચોથો કહું દેવ; ભીમસેન છઠો દેવચંદ, લખમણ નામેિં અતિ આણંદ. નરપતિ નૃપ હુઓ આઠમો, કપૂરચંદ ૨ા વિક્રમ સમો; હિરસેન રાજાનિ નમો, વિજયરાજ તે અગ્યારમો. બીરબલ ને તેજકુમાર, એ તેરે ખત્રી નર સાર; પછે ભોજ હુઓ માહારાય, સંવત અગ્યાર છપ્પને થાય. આબૂગઢનો રાજા હુઓ, કરમેં કોઢ તસ અંગિ થયો; વેદન ખમી ન જાય જર્સિ, કાશીખંડ ભણી ચાલ્યો તસિં. સાંતસૂરિ આચારજ જેહ, વાટિં જાતા દીઠા તેહ; ૧૯૩૧ ૧૯૩૨ ૧૯૩૩ ૧૯૩૪ ૧૯૩૫ ૧૯૩૬ ૧૯૩૭ ખાધાં પાન તે કરી સંયોગ, તેણે તંબોલે નાઠો રોગ. ૧૯૩૮ થંભણ નવણિ વેદન ગઈ, નૃપની દેહ નવપલ્લવ થઈ; હરખી વંદે ગુરુના પાય, ભોજરાજ તવ શ્રાવક થાય. નવ લખ્ય સોવન હુઓ પાસ, સુરૂ આગલિ મૂક્યો ઉલ્હાસ; ગુરુ કહિ એ અમ નાવે કામિ, ખરચિજઈ ધન પુણ્યનિ ઠામિ.૧૯૪૦ કીધો રૂષભ તણો પ્રાસાદ, શ્રી ગુરુ પામ્યા બહુ જસવાદ; અરડકમક્ષ થાપ્યા ઓસવાલ, ભોજરાજ દયા પ્રતિપાલ. ૧૯૪૧ ૧૯૩૯ પા. ૧૯૪૦.૧ ગુરૂ (‘સુરૂ’ને બદલે) ટિ. ૧૯૩૫.૨ વ્યનો = વિનય ૧૯૩૯.૧ થંભણ નવણિ = સ્થંભન પાર્શ્વનાથના ન્હવણ-જલથી ૧૯૪૦.૧ સુરૂ = સૂરિ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ "શ્રાવક કવિ અષભદાસકૃત અંબડવાણિગ તેહનો પુત્ર, જયશંઘે રાખું ઘરનું સૂત્ર; તેમનો પુત્ર હુઓ શવરાજ, અમરો કરિ જિનશાસનકાજ. ૧૯૪૨ નાસણઅર એકવીસમો મલ્લ, કાલો આસગ નર બે ભલ; ચોવીસમો કહીયે ધનદેવ, ધરમણ સાઠ કરે જિનની સેવ. ૧૯૪૩ છવીસમે પાર્ટિ વરવીર, હેમ કરસી સાહસ ધીર; સાહ રતનસી રોપો જાણિ, બોલે મુખ્યથી અમૃતવાણી. ૧૯૪૪ નમસીહા ગુણો ગુણવંત, ખીંઘો ઉગારે પરજન જેત; ચોતરીસમે પાર્ટિ સાહા કમો, આચારજ તેહ તણો સહુ સમો. ૧૯૪૫ તારા પુત્ર જેસિંઘ જે હોય, પાંતરીસમી પેઢી તે જોય; તેણી કીધું જગે ઉતમ કામ, રાખ્યું પાંત્રીસ પરિયાનું નામ. ૧૯૪૬ સાહા કમો કોડાદે નારી, જેસિંગ પુત્ર હુઓ ઘરબારી; સંવત સોલ બીડોતર સાર, ફાગણ સુદિ પુનિમ ગુરુવાર. ૧૯૪૭ જન્મ દુઓ જેસિંઘનો અર્સિ, આઠ વરસનો સુત હુઓ તસિં; | વિજયદાનકે દીખ્યા લીધ, સગર હરતણિ કરિ દીધ. ૧૯૪૮ અનુકરમિ દુઓ પટનો ધણી, વિદ્યા કિરતિ વાધી ઘણી; અકબરશાહ સંભારે નામ, આવા મેવડા મોટા તામ. ૧૯૪૯ લાગા હીર તણે જઈ પાય, કુરમાન આપ્યું તેણે થાય; વાંચે હીરવિજયસૂરિરાય, લખી વિનતિ અકબરસાય. ૧૯૫૦ હમ રાગી તુમ હો નીરાગ, સકલ બસ્તકુ કીધા ત્યાગ; તો હમકું સંભારો કહિ, હમ રાગી બિસારું નહિં. ૧૯૫૧ કછુ કામ લખીયે ગુરુરાય, ક્યું દિલ ખુસી હમારા થાય; હમકું કઉલ દીયા તુમ સહી, વિજયસેનકું ભેજે અહીં. ૧૯૫૨ જો દિલમાંહિ આવે તુમ, તો ભેજ્યો સુખ પાવે હમ; વાંચી લેખ નવિ હુઓ રંગ, કહી પરિ જાસ્ય નર જેસિંગ. ૧૯૫૩ વિજયસેન બોલ્યો નર ધીર, કાં દલગીર થાઓ ગુરુ હીર; અકબરનિ મિલતાં મ્યું આજ, સકલ દેસે તુારી લાજ.૧૯૫૪ તાત જીવતાં કહ્યું કરમ, તો તુમ જાણો ભાગ મરમ;. મુંકો હાથ મુજમસ્તકિ તુહ્યું, બહુજસવાદ પામું જિમ અહ્યું. ૧૯૫૫ હિર તણે સંતોષી કરી, ત્રિય પ્રદક્ષણા દેતો ફરી; " વાંદી ચરણ ને મૂરત ગ્રહી, વિજયસેન ચાલ્યો ગહિગહી. ૧૯૫૬ પા. ૧૯૫૨.૨ અહીં ભેજે નહિં ટિ. ૧૯૪૭.૨ સોલ બીડોતર = સોળસો અને ઉપર બે (૧૬૦૨) ૧૯૫૧.૧ નીરાગ = રાગ વિનાના Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૨૨૩ સબલા પંડિત પંઠિ લીઆ, વિજયસેન લાહોરી આવી; ભાણચંદ જઈ લાગા પાય, જઈ જણાવ્યું અકબર શાહ.૧૯૫૭ અરજ કરી સામીઆ તણી, હરખી બોલ્યો પૃથવીધણી; : ગજ રથ અશ્વ હમારા લેહ, સામહીઉં તે સબલ કરેહ.૧૯૫૮ અનેક વાજીત્ર લેઈ કરી, શ્રાવકાદિ સામ્હા સંચરી; પ્રવર પટોલાં તિહાં પાથરે, તેહ ઉપરિ ગુરુ પાય ધરે. ૧૯૫૯ નગરમાંહિ પધારે જસિ, ગૌભેરી ગજ મલીઓ તસિં; વૃષભ તુરંગમ રથ જોતર્યા, શબ્દ પંખીયે સુંદર કર્યા. ૧૯૬૦ ઉપાશરે આવી ઊતરે, શ્રાવક જન બહુ મોહોચ્છવ કરે; શુભમુહુરત દિન સખરોલી, શાહ અકબરર્નિ મીલીઆ સહી. ૧૯૬૧ ગુરુનાં દર્શન કરીને દિલ્હીપતિને મનમાં ઘણો હરખ થયો. બે હાથ જોડી વંદન કયાં? પછી તેમને વિચાર પૂછે છે : “હે જગદ્ગુરુના સપૂત ! અમારે હવે શું કરવું તે કહો. તમે હીરગુરુનું નામ રાખ્યું. તમે પગપાળા છેક અહીં સુધી આવ્યા. અમારી ખાતર બહુ દુઃખ ભોગવ્યું. જગદ્ગુરુ કુશળ છે ને ? અમારી પાસે એમણે કાંઈ માગ્યું છે ? અમને ક્યારેક યાદ કરે છે ? અમે તો આવા સદ્ગરને દિલમાં જ ધારણ કરીએ છીએ. પહેલાં કહો કે તમારું નામ શું ? તમારાં માતાપિતા કોણ અને કયું ગામ ? તમે દીક્ષા કેમ લીધી ? ત્યાગી કેમ થયા ? યોદ્ધા બનવાને બદલે વૈરાગી કેમ બન્યા ? તમે શું ભણ્યા છો ? તમારે કેટલા શિષ્યો છે ? તેમાં કેટલા પંડિત છે ?” વિજયસેન ઉત્તર આપે છે? હે હુમાયુપુત્ર, તમે તો તમારા પિતાના ઘરને રોશન કર્યું છે. અને વાહન અને વહેલ સર્વ છોડ્યું છે. એટલે ચાલવામાં અમારા શરીરને કાંઈ દુઃખ નથી. અમારા જગદ્ગુરુ હીરસૂરિ કુશળ છે. તેઓ તમારું નામ ભૂલતા નથી. તમે પણ એમને યાદ કરો છો એ તમારી બડાઈ છે. હીરે જે માગ્યું તે બધું તમે આપ્યું છે. તમે માણસો, પશુપંખીઓને સુખી કયાં છે. પક્ષીઓમાં જેમ હંસ તેમ હીરગુરુ વડા છે. અને હું તેમનો શિષ્ય તેમનો તો અંશ માત્ર છું. મેં ગુરુનાં દર્શન કર્યા છે. આમ રહેવું સારું છે. એમ માનીને યોગ લીધો. મારો ઓશ વંશ છે. નાડુલાઈ મારું ગામ છે. માતાનું નામ કોડાઈ અને પિતાનું નામ કમો છે. તે બંનેએ સંયમ લીધો એટલે મેં પણ અસ્થિર સંસાર જ્યો. હું હરિગુરુનો શિષ્ય છું. બીજા પણ તેમના ઘણા શિષ્યો છે. નંદવિજય પંડિત છે. આઠ અવધાન તેઓ સાધી જાણે છે.” આ સાંભળી અકબરે તેમની પ્રશંસા કરી. પછી પંડિતને પાસે બેસાડી આઠ અવધાન ઉલ્લાસભેર કરાવ્યાં. કોઈ શ્લોક બોલે કે ગણિતનો આંકડો ધારે કે અવળું લખે કે મુખે અક્ષર-પદ ઉચ્ચારે કે કોઈ કથા કહે તો એ બધું જ યાદ રાખી યથાવત્ કહી દે. આ પ્રકારે એમણે આઠ અવધાન સિદ્ધ પા. ૧૯૫૯.૨ પ્રવર = ઉત્તમ, કીમતી Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત કર્યો. એ દેખી દિલ્હીનો સુલતાન ખુશ થયો. અને જ્યારે એમણે લિપિ લખી ત્યારે તો એ ઘણો જ ખુશ થયો ત્યારે એમને ખુસફીસ” એવું નામ આપ્યું. દુહા) દિલીપતિ દિલ હરખીઓ, દેખી ગુરુ દીદાર; બે કર જોડી વંદતો, પૂછે પછે વિચાર. ૧૯૬૨ (ઢાળ ૮૦) ઈતને ઈતના કયા કરણા, કહો જગગુરુ કે પૂત સપૂતો; તુમ રાખ્યા હીરકા ઘરસૂતો, કહો જગગુરુ કે પૂત સપૂતો. ૧૯૬૩ તુહ્મ પાઉ ચલતે ઈહાં લગ આએ, ખાતર અધ્યારી બહુ દુઃખ પાએ; કહો જગગુરુ કે પૂત સપૂતો. ૧૯૬૪ જગગુરકા હિ તન ચંગા, કહો કછુ હમારે પાસાહી માંગા. ક. ૧૯૬૫ હમકે યાદ કરિભી કરતે, હમતો સદુગર દિલમેં ધરતે. ક. ૧૯૬૬ પહિલિ કુણ કહો તુલ્બ નામો, માતપિતા હે કુણ ગામો. ક. ૧૯૬૭ ક્ય તુમ દીખ્યા કયું ભયે ત્યાગી, હુઆ ન યોધ કર્યું ભયે વેરાગી. ક. ૧૯૬૮ ક્યા તુમ પઢે કેતે શિષ્ય પાસે, તિનેક પંડિત હય તુમ પાસે. ક. ૧૯૬૯ સુણો હુમાઉકે પૂત સપૂતા, તુમ તો બધાયા તાત ઘર સુતા. સુણો હુમાઉકે પૂત સપૂતા. ૧૯૭૦ . વાહન વિહિલિ સબ છોડ્યા ફકીરા, ચલતે ખેદ ન પાવે શરીર. ૧૯૭૧ ચંગા જગત ગુરુ હર હમારા, નામ ન છોડે કદિહ તુમારા. ૧૯૭૨ તુમ સંભારતે એહ બડાઈ, કોણ હીર તુમ બડી પાતશાહિ. ૧૯૭૩ માગ્યા હરિ જે બોહોત્ત તુમ દીના, તુણ્ડ જનપંખી પશુ સુખ કીના. ૧૯૭૪ હીર વડો પંખી જિમ હંસ, હું શિષ્ય તેહનો કાંઈ તસ અંસ. ૧૯૭૫ મિ દેદાર દેખ્યા ગુરુ કેરા, લીના યોગ લડી રહિણે ભલેરા. ૧૯૭૬ વંસ ઓસ નહુલાઈ મુજ ગામો, માત કોડાઇ કમો તાત નામો. ૧૯૭૭ તેણે બેહુર્થે લીધો સંયમ ભારો, મે પણ મૂક્યો અથિર સંસારો. ૧૯૭૮ હું શિષ્ય તેહનો બીજા બહુ હોય, નંદવિજય લઘુપંડિત જોય. ૧૯૭૯ અષ્ટ વિધાન એ સાધી જાણે, શાહ અકબર તવ ઘણું જ વખાણે. ૧૯૮૦ બિસારી તવ પંડિત પાસે, અવિધાન સાધે જ ઉલ્હાસે. ૧૯૮૧ શિલોક કહેતે કોઉ લખીતે ધારે, સોય લખી નર અવલું ત્યારે. ૧૯૮૨ અમ્મર પદ મુખથી જ ઉચ્ચારતો, સુણત કથા નર સોય ધરતો. ૧૯૮૩ ટિ. ૧૯૭૦.૧ હુમાઉ = હુમાયુ, અકબરના પિતા. Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૨૫ શલોક સણી કહિ પાછો ફેરી. ગરિત રાખે નર તાલી કેરી. ૧૯૮૪ શબ્દ ધારે વળી વાટકી કેરા, વર્ણવ કરિ નર કહિત અનેરા. ૧૯૮૫ એણી પરિ સાધે અણવિધાન, હરખ્યો દેખી દિલ્લી સુલતાન ૧૯૮૬ લખી) લીપી કાઢી વળી જ્યારે, ઘણું જ ખુશી થયો અકબર ત્યારે. ૧૯૮૭ ખુસફીસ નામ દીધું તબ રંજી, હીરકે ચેલે સબહી અગેઇ. ૧૯૮૮ હુમાયુપુત્ર આનંદ પામ્યો. જેસિંગ વિજયસેન)ને ખૂબ માન આપ્યું. તે વખતે ઘણા વાદીઓ ત્યાં આવ્યા. શૈવ, સંન્યાસી, બ્રાહ્મણ, ભટ્ટ, પંડિત વગેરે જાતજાતના વાદ કરવા એકઠા મળ્યા. તેઓ કહે છે, જેનો વેદ, સ્નાન, ગંગા તથા સૂર્યને માનતા નથી. પોતાનો અનાદિ ધર્મ જ સાચો છે.” ત્યારે અકબરશાહ બોલ્યો, “આ બ્રાહ્મણો શું કહે છે ?” ત્યારે હીરસૂરિના પાટધરે (વિજયસેને) કહ્યું, હે બાદશાહ, હું કહું તે સાંભળો. વેદમાં મહેર (દયા) કરવાનું કહ્યું છે પણ તેઓ બકરાને મારે છે. વળી અશ્વમેધ આદિ યજ્ઞ કરી નરને હણે તો પછી એમની દયા ક્યાં રહી ?” બાદશાહ બ્રાહ્મણોને) તેડાવી પૂછે છે “તમે યજ્ઞકાર્યમાં જીવોને હણો છો ?” એમની ‘હા’ સાંભળીને પાદશાહ ખિજાઈને બોલ્યો, “તમે હંમેશાં જુઠ્ઠા છો.” “સ્નાન કામનું અંગ છે અને કામથી દુર્ગતિ થાય છે. એમના પણ ઘણા તાપસો છે જે ધૂળવાળા હોવા છતાં સ્નાન કરતા નથી. ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા વખતે ગંગાનું જળ લાવવામાં આવે જ છે. એ લોકો તો એમાં અસ્થિ નાખે છે અને પછી એ જળથી શરીર ધૂએ છે.” અકબર કહે છે , “યોગીને વળી સ્નાન કેવું ! મડદાં અને વાળ (ગંગામાં) નાખીને તો ગંગાને ઊલટી ખરાબ કરી.” સૂરિ કહે છે, “સૂર્યનાં દર્શન કર્યા વિના અને અન્ન ખાતા નથી. અને સૂર્યાસ્ત થતાં અમારે અત્રની આખડી હોય છે. આમ અમે તો સૂર્યને રત્ન માનીએ છીએ.” જૈન ધર્મ અનાદિ છે એની એ નિશાની છે કે બ્રહ્માના વાસ્તુશાસ્ત્રમાં જૈન મંદિર બંધાવવાની વિધિ છે. પરમાત્માને અમે નિરાકાર માનીએ છીએ અને સાકાર પણ ક્રોધ, માન, માયા અને સ્ત્રીસંગ કરતા નથી. (અર્થાત જૈનો સાચા બ્રહ્મચારી છે.) જે ચક્ર, ગદ્ય, ફરસી (આદિ શસ્ત્રો ધારણ કરે છે, સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે, જે દહીં ચોરે છે, વાંસળી વગાડે છે, ગોમાંસ ભક્ષણ પણ કરે એના ગળામાં દ્રમાળ છે. સ્ત્રી આગળ જે નૃત્ય કરતા હોય તો સમજવું કે એમનું જ્ઞાન ગયું અને અજ્ઞાની થયા, શૈવ, સંન્યાસી, બ્રાહ્મણો, ભટ્ટ અને પંડિતો સ્ત્રી અને ધનથી વેગળા નથી એ જ એમની મોટી ઊણપ છે. તેઓ સૂર્ય ઊગ્યા પહેલાં અને અસ્ત થયા પછી પણ અત્ર ખાય છે. બ્રાહ્મણો જ્યારે ઘોડો ખેલાવતા હોય ત્યારે જાણે પોતે છત્રપતિ રાજા હોય તેવું માને. લોઢાની શિલાને વળગતાં તો નિશ્ચિત રીતે બૂડી જ જવાય. જેમને હાથે તુંબડાં આવ્યાં તે જ પાણીમાં તરી ગયા. (એમ) શૈવના દેવગુરુ જુદ્ધ છે અને જૈનધર્મ જુદો છે. શુદ્ધ દેવગુરુ, દયા વિના ભવપાર કેમ જ પમાય ?” Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત ધર્મનું આવું સ્વરૂપ સાંભળી અકબરે કહ્યું “તમે મુખેથી જે કહ્યું એ જ સચ્ચાઈ છે.” રાજાએ હરખ પામીને “સૂરિસવાઈ' પદવીથી નવાજ્યા. જ્યાં જ્યાં અકબરનાં ગામ હતાં ત્યાં જીવદયાનો પ્રસાર કર્યો. અકબરશાહ કહે છે, “જગતમાં હીરગુરુ સાચા છે. એમના શિષ્ય પણ ઉત્તમ સાધુ છે.” સભા સમક્ષ એમની પ્રશંસા કરી અને શૈવની શરમ રાખી નહીં. જેસિંગજી (વિજયસેન) અને જૈનધર્મ સાચા છે. તેમણે ઘોડા, મહિષ અને મહિષીનાં ફરમાન કરી આપ્યાં ને વાજતેગાજતે સૂરિજીને વળાવ્યા. વાદીઓ કાન પણ ન માંડી શક્યા – પ્રશંસા, જયજયકાર સાંભળી ન શક્યા. દુહા) હમાઉનંદન હરખીઓ, દીધું જેસિંગ માન; એણિ અવસરિ વાદી બહુ, આવ્યા જિહાં સુલતાન. ૧૯૮૯ (ઢાળ ૮૧ – કાહના પ્રીતિ બાંધી રે, રાગ માર) શૈવ સંન્યાસી બાંભણા રે, ભટ પંડિતની જોડી; વાદ કરેવા કારણે તો, મળીયા કેતી કોડિ ગાજી અકબર શાહી રે. ૧૯૯૦ વેદનાન માને નહિ રે, નહુ માને ગંગ સૂર; અનાદિ ધર્મ ઇનકા સહી, તો સાહિબેય નથી દૂર. ગાજી. ૧૯૯૧ શાહી અકબર બોલીઓ રે, કયા કહિ તે બંભણાન; - હીર પટોધર બોલીઓ તો, સુણ કહું તુજ સુલતાન. ગાજી. ૧૯૯૨ વેદમેં મહિર કહિ બહુ, (પણ) મારતે એહ અજાય; અશ્વમેધ નરનિ હશે તો, ક્યાહાં રહી ઈનકી દયાય. ગાજી. ૧૯૯૩ તેડી પૂછિ પાતશા રે, યજ્ઞ કાર્ય હણો જીવ; હા સુણી ખીજ્યો પાતશા તો, ખોટે તુમહી સદીવ. ગાજી. ૧૯૯૪ સ્નાન અંગ હય કામ કિજીયે, કામથી દુર્ગતિ હોય; ઇનકે ભી તાપસ કે હુએ તો, ધૂસલ ન કરતે સોય. ગાજી. ૧૯૯૫ બિંબપ્રતિષ્ઠા કારણે રે, આણયે ગંગાનીર; એ નાંખે જન અસ્થિને તો, ધોવે સયલ શરીર. ગાજી. ૧૯૯૬ બોલે અકબર પાતશા રે, યોગીકું સનાન કયસાય; મુરીદ બાલ સબ ડાલતા તો, ખરાબ કરી ગંગાય. ગાજી. ૧૯૯૭ સૂર્યદેવ દેખ્યા બિના રે, અમે ન ખાઉં અન્ન; અસ્ત હોય તવ આખડી તો, માનું સૂર રતત્ર. ગાજી. સર રત. ગાજી. ૧૯૯૮ પા. ૧૯૯૫.૧ કામકા જો ટિ. ૧૯૯૩.૧ મહિર = મહેર, દયા ૧૯૯૫.૨ ધૂસલ = ભૂખરા રંગના, ધૂળવાળા ૧૯૯૭.૨ મુરીદ = મડદું Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૨૭ જૈન અનાદિ છે સહી રે, એહનું એ ઈધાણ; વાસ્તુક શાસ્ત્ર બ્રહ્મા તણું તો, ત્યાં જૈન ભુવન બંધાણ. ગાજી. ૧૯૯૯ નિરાકાર સોય નમુંજી, માનું ઉર આકાર; ક્રોધ માન માયા નહિ તો, નહિ સંગ લગાર. ગાજી. ૨૦૦૦ ચક્ર ગદા ફરસી ધરે રે, ખેલે જોરૂ મહિ; દધિ ચોરગત ઉચારતો તો, બંશ બજાવે ત્યાંહિ. ગાજી. ૨૦૦૧ ગઉરી મંસ ભખે સહજી, ઇસ ગલિ રૂંડમાલ; જોરૂ આગે નાચે તે તો, જ્ઞાન ગયા હુઆ બાલ. ગાજી. ૨૦૦૨ શૈવ સંન્યાસી બંeણા રે, ભટ પંડિતની જોડિ; સ્ત્રી-ધનથી નહિ વેગલા તો, એ જગે મોટી ખોડિ. ગા. ૨૦૦૩ ઉગ્યા બિન અન્ન વાવરે રે, અસ્ત હોય તબ ખાય; તુરીય ખેલાવત બાંભણે તો, જાણું છત્રપતિ રાય ગાજી. ૨૦૦૪ લોહ શિલાને વળગતાં રે, બૂડીયે સહી નિરધાર; જસ કરિ લાગાં તુંબડાં તો, તે પામ્યા જળ પાર. ગાજી. ૨૦૦૫ શૈવ દેવ ગુરુ એ સહી રે, જૈનકા ધર્મ જ સાર; શુદ્ધ દેવ ગુરુ દયા વિના તો, ક્યું કરી પામે પાર. ગાજી. ૨૦૦૬ એહ સ્વરૂપ હય ધર્મકા જી, સુણી અકબર શાહ; તુમ મુહથી જે કહો ખરા તો, સો દુનીમિ સચાય. ગાજી. ૨૦૦૭ એણે વચને નૃપ હરખીયો રે, “સૂરિ સવાઈ” નામ; જીવદયા જગે વિસ્તરી તો, જિહાં અકબરનાં ગામ. ગાજી. શાહ અકબર ઈમ કહિતો, જગમિ સાચા હીર; - ઉનકા ચેલા ચાહીયે તો, તુમ ભી અવલ ફકીર ! ગાજી. ૨૦૦૯ સભા સમખિ પ્રશંસીઓ રે, શૈવ ન રાખી શર્મ; જેસિંગજી સાચો કહિઓ તો, સાચો તે જીન ધર્મ. ગાજી. ૨૦૧૦ ઘોડા મહિષ મહિષી તણા રે, કરી દીધાં ફરમાન; જેસંગજી વળીઓ ગાજતે તો, વાદી ન મંડે કાન. ગાજી. ૨૦૧૧ મણિધર સર્પનો મદ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી ગરુડ ન આવે. શરીરના ફટાટોપનું બળ ત્યાં સુધી જ્યાં સુધી સુભટનાં બાણ વાગે નહીં. ભટ બ્રાહ્મણનું બળ ત્યાં સુધી જ જ્યાં સુધી જૈનોનો સુલતાન મળ્યો નથી. એ જ રીતે વિજયસેનસૂરિને જોતાં જ વાદીઓએ માન મૂકયું. વિજયસેનસૂરિનો આ વૃત્તાન્ત લાહોરમાં જાણીતો થયો. આ બાજુ હીરસૂરિ રાધનપુરમાં રહ્યા. છ હજાર સોનામહોરથી એમનું ગુરુપૂજન થયું. ત્યાં મોટો ઉત્સવ ટિ. ૨૦૦૦.૧ ઉર = ઓર (હિ), અને વળી ૨૦૧૦.૧ સમખિ = સમક્ષ ૨૦૦૮ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - શ્રાવક કવિ ઋષભદાસકૃત થયો. પછી તેઓ પાટણ ગયા. ત્યાં એમણે ત્રણ પ્રતિષ્ઠા કરાવી. દિનેદિને તેમની કીર્તિ વિસ્તરી. આ વખતે તેજસાગર અને સામલસાગર નામના બે સાધુઓને ગચ્છપતિએ ગચ્છ બહાર મૂક્યા. અને ગચ્છમાં પાછા લેતા નહોતા. ત્યારે તેઓ કાસમખાનને મળ્યા. કાસમખાનને શરીરે રોગ થયો હતો. ઔષધ દ્વારા આ સાધુઓએ તેનો રોગ દૂર કર્યો. કાસમખાનને સમાધિ થઈ ત્યારે તેણે (મુનિઓ સમક્ષ) નાણું મૂક્યું. સાગર મુનિઓએ કહ્યું કે એ અમે લઈએ નહીં. પણ અમને ગચ્છમાં લેવડાવો.” કાસમખાને હીરસૂરિને તેડ્યા. તેઓ ત્યાં વેગે પહોંચ્યા. કાસમખાન સામો આવ્યો ને હીરસૂરિને ખૂબ માન આપ્યું. પ્રેમથી ધર્મની વાત પૂછી. હીરસૂરિએ જીવહિંસા ત્યજવા કહ્યું. જીવદયા જેવો જગમાં કોઈ ધર્મ નથી અને હિંસા જેવું કોઈ પાપકર્મ નથી. ત્યારે કાસમખાને કહ્યું “જીવ જીવનું ભક્ષણ કરે છે. વાણિયા પણ એનો ત્યાગ કરતા નથી. તેઓ પણ અનાજ તો ખાય છે. આમ એમાંયે ઘણી જીવહિંસા તો થાય જ છે, તો પણ પૂરું પેટ ભરાતું નથી. એ કરતાં તો એક મોટો જીવ મારીએ તો બીજા ઘણા જીવો બચી જાય.” હીરસૂરિ કહે “આ તો અવળી વાત છે. જેમ દિવસ છોડીને કોઈ રાતે ખાય. પોતાની સ્ત્રીને ત્યજીને પુરુષ બીજાને ઘેર જાય. હે ખાન, સાંભળ – ઈશ્વરનો માર્ગ મહેર – દયા વિના થઈ શકતો નથી. બને તો ષકાય (છ પ્રકારના) જીવોને ન મારવા જોઈએ. પણ મનુષ્ય માટે એમ કરવું અશક્ય હોઈ ત્રસ અને સ્થાવર જીવોમાં પહેલાં ત્રસ જીવોની રક્ષા કરે. ત્રસના ઘણા ભેદ છે. એક પશુ છે ને એક માનવ છે; એક રંક છે, એક રાજા છે. એમાં જો રાજાને હણે તો મોટું પાતક લાગે કેમકે એથી આખા ગતને દુઃખ થાય. આ દષ્ટાંતથી સમજો કે જીવોને હણવામાં સરખું પાપ નથી, પણ ઓછુંવત્તું છે. સૌથી ઓછું પાપ એકેન્દ્રિય જીવને હણવામાં છે, પણ એ પાપ કોઈથી છોડી શકાતું નથી. માલમિષ્ટાન્ન ત્યજીને ઘઉં – સાદો ખોરાક જમતાં તે વિષ બનતું નથી. (મોટું પાપ બનતું નથી ?) પણ જેઓ આખો હાથી જ ખાય છે એની શી દશા થશે ? લોહી, માંસ, અસ્થિ, ચરબી, મેદ જેમાં છે એવા અભક્ષ્યનો આહાર કરવાથી જીવ કઠણ – ભારેક થાય છે. જ્યાં માંસ ખવાય છે ત્યાં દયા નથી, અને દયા વિના ધર્મ નથી, ધર્મ વિના જીવ મોક્ષ પામતો નથી, કર્મીને સાચું સુખ નથી. જગતમાં ધર્મના બે ભેદ કહ્યા છે. એક ગૃહસ્થધર્મ ને બીજો સાધુધર્મ. સાધુ કોઈને હણતો નથી ને સર્વ જીવોની રક્ષા કરે છે.” કાસમખાન ખુશ થયો. “તમે સાચો ધર્મ કહ્યો. તમારા સિવાય કોણ આ કરે ? તેથી જ અકબર સાચો છે.” ખાન કહે “તમે કાંઈ માગો. હરિગુરુએ બંદીવાનોને મુક્ત કરવાનું માગ્યું. તેમજ બકરાં, મહિષ, પંખી, માણસો અને ઘણા ચોરોને મુક્ત કરવામાં આવ્યા. ખાન કહે “હું તમારી પાસે માગું છું. તમારા બે શિષ્યોને તમે ગચ્છમાં પાછા Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૨૯ લેશો તો મને ઘણી ખુશી થશે.” હીર કહે, “એક શિષ્યને માટે તો અમે હજાર ગાઉ જઈએ છીએ. તો એને કાઢી શા માટે મૂકીએ ? પણ એ અમારું વચન માનતા નથી. જે માર્ગે બધા ચાલતા હોય એ માર્ગે એમણે ચાલવું જોઈએ. તમારા કહેવાથી હમણાં અમે એમને ગચ્છમાં લઈશું.” ત્યારે કાસમખાને સત્વરે તેજસાગર અને સામલસાગરને બોલાવ્યા અને હીરગુરુને સોંપ્યા. કહ્યું કે “હવે ગુરુ કહે તેમ કરો.” ખાને હીરને વાજતેગાજતે વળાવ્યા. તે ઉપાશ્રયે આવ્યા. તેજસાગર અને સામલસાગરે પૂછ્યું, “અમે કયે સ્થાને ઊતરીએ ?” ત્યારે લાભવિજયે કહ્યું, “મસ્જિદમાં જઈને ઊતરો. સઘળું કહેણ કરીને આવો પછી તમને સમુદાયમાં લઈશું.” તે સાંભળી તેઓ લજ્જા પામ્યા અને પાછા વળ્યા. ફરી એમણે વિનંતી કરી નહીં. તે તેમની રીતે અલગ જ રહ્યા. હીરની કીર્તિ સર્વત્ર પ્રસરી. ૨૦૧૨ દુહા) મણિધરનો મદ તિહાં લર્ગિ, ન કરિ ગરૂડ પ્રયાણ; અંગાટોપ બલ તિહાં લગે, સુભટ ન વાગાં બાણ. ભટ બંભણ બલ ત્યાંહાં લગે, મલ્યો ન જૈન સુલતાન; વિજયસેનસૂરિ દેખતાં, વાદી મેહબ્લ્યુ માન. (ચોપાઈ) ૨૦૧૩ વિજયસેનનો એ અવદાત, લાહોરમાંહિ રહી વિખ્યાત; - હીર રહ્યા રાધનપુરમાંહિ, છહજાર મોહોરિ ગુરુ પૂજ્યાં ત્યાંહિ.૨૦૧૪ એમ ઓછવ તિહાં સબલો થાત, હીરવિજય પછિ પાટણિ જાત; ત્રિર્યા પ્રતિ તિહાં કણિ કરી, દિન દિન કીરતિ બહુ વિસ્તરી. ૨૦૧૫ તેજા સામલસાગર યતિ, ગછ બાહિરિ કાઢે ગષ્ણપતિ; ગછમાંહિ પાછા ન લીયે જસિ, કાશમખાનનિ મિલીયા તસિં. ૨૦૧૬ કાશમખાનનિ અંગે રોગ, ઓષધનો તિહાં કીધો યોગ; કાશમખાનનિ કરી સમાધિ, રૂપક કેટલા મૂક્યા હાથિ. ૨૦૧૭ સાગરયતિ કહિ ન લેઉ અલ્મ, ગછમાંહિ લેવરાવો તુર્ભ; - કાશમખાને તેડ્યો હીર, વેગે પુહતો સાહસ ધીર. ૨૦૧૮ સાહમાં આવે કાશમખાન, હીર તણે દીધું બહુ માન; પૂછે પ્રેમેં ધરમની વાત, હર કહે તજીયે જીવઘાત. ૨૦૧૯ મહિર સમો નહિ જગમાં ધર્મ, જિહાં હિંસા તિહાં પાતિગ કર્મ, બોલ્યો ખાન કાશમ તેણીવાર, જીવે જીવ દીસે છે આહાર. ૨૦૨૦ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત બણિયે ભી નહિ કરતા ત્યાજ, સબ કોઈ ખાતો હવે જે અનાજ; - બોહોત જીગ્લેં મારી ખાય, તોભી પૂરા પેટ ન ભરાય. ૨૦૨૧ એક જીવ બડા મારીયે, બોહોતું કા જીવ જ ઠારીયે; ૨૦૧૨ (ઢાલ ૮૨ - નાચતી જિનગુણ ગાય, રાગ ગોડી). હીરવિજયસૂરિ કહિ એ અવળું, દિન ઠંડી નિશ ખાય; . નિજ નારી પરિહરતા પુરૂષા, પર મંદિર જાણી જાય રે – સુણિયે ખાન ! ખુદાનો મારગ મહિર વિના ન હોય. ૨૦૨૩ ચાલે તો પટકાય ન મારે, નહિકર ત્રાસને રાખે; ત્રસમાંહિ છે ભેદ ઘણેરા, આપ ખુદા વે ભાખે રે. સુણ. ૨૦૨૪ . એક પશુ એક માનવ મારે, એક રંક એક રાય; ભૂપ હશે તો પાતિગ મોટું, જેહથી જગદુઃખ થાય રે. સુણ. ૨૦૨૫ એણે દ્રષ્ટાંતે સમક્તિ સાહિબ, સરખાં પાપ ન હોય; સર્વ થકી એકેંદ્રી કેરું, પાતિગ થોડું હોય છે. સુણ. ૨૦૨૬ તે પાતિગ વરયું નવિ જાય, વિવેકવંતનિ થોડું; માલ તજીને ગોધૂમ જિમતાં, તે નવિ હોય વિષડું રે. સુણ. ૨૦૨૭ વિવેકપંત તણે એ ટાલી, એમ ઓસરતા જાય; તેહનિ ગતિ શી હોસ્ય સાહિબ, જે ગજ આખો ખાય રે. સુણ. ૨૦૧૮ રગત માંસ ને અસ્થિ જ્યાંહિ, ચર્ન મેદ માને જોય; એહ અભખ્યનો આહાર કરતાં, જીવ કઠણ અતિ હોય રે. સુણ. ૨૦૨૯ મંસ ભખે તવ મહિર ન હોય, મહિર વિના નહિ ધર્મો ધર્મ વિના જીવ ભીત ન પાવે, સદા સુખી નહિ કર્મો રે સુણ. ૨૦૩૦ ધર્મભેદ કહ્યા બે જગમાં, ગૃહસ્ત ફકીરી ભાખે; કરે ગદાયે ન હણે કોહોનિ, સકલ જંતુને રાખે રે. સુણ. ૨૦૩૧ ખુશી ખાન થયો અતિ ત્યારે, સાચો અકબર ગાજી; સાચો ધર્મ કહ્યો તુહ્મ જગમડાં, તો તુહ્મ છોડિ નિવાજી રે. સુણ. ૨૦૩૨ માંગો ખાન કહે કછુ દીજિ, માગે બંધી તેણી વારો; અજા મહિષ પંખી નર છોડ્યા, મૂક્યા ચોર હજારો રે. સુણ.૨૦૩૩ પા. ૨૦૨૧.૧ હઈજ ૨૦૩૨.૨ છેડે. ટિ. ૨૦૨૧.૧ બણિયે = વાણિયો ૨૦૨૪.૧ શકાય = પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્ કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય તેમજ સાધારણ વનસ્પતિકાય, ત્રસકાય એમ છ પ્રકારના જીવો. સંસારી જીવના બે ભેદ - ત્રસ અને થાવર. ત્રસ એટલે હાલચાલે છે, થાવર એટલે સ્થિર રહે છે. ૨૦૨૯.૧ રગત = રક્ત; ચર્બ = ચરબી. Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિાસ ખાન કહે તુમર્પિ મેં માગું, એ ચેલે તુમ દોઈ; ઇકું તમ ગછ ભીતરી લીજે, તો હમ ખુશી બહુ હોઈ રે. સુણ. હીર કહે એક ચેલા કાજે, જઈએ ગાઉ હજારો રે; ૨૩૧ ૨૦૩૪ કુશ કારણિ એ કાઢી મૂકું, કહેણ ન માને લગારો રે. સુણ. ૨૦૩૫ જેણે રાઅે નર સહુયે ચાલે, એ ચાલે તેણે રાઅે રે; ખાન તણે વચને અમે એહને, હવડાં લીજે માહિ રે. સુણ. ૨૦૩૬ કાશમખાન તવ વેગે બોલાવે, તેજા સામલ દોઈ રે; હીર તન્ને હાર્થિ લેઇ સંપ્પા, કરો ગુરૂ કહે સોય રે. સુણ. ૨૦૩૭ ખાને હીરને વાળ્યા વાજતે, ઉપાશરે પાઉ ધારે રે; તેજા સામલ તે તિહાં બોલ્યા, કુણ ઠામિ ઊતરીયે રે. સુશ. ૨૦૩૮ લાભવિજય એણી પěિ બોલે, ઊતરો જઈ મસીતે; સલ કહેણ કરીને આવો, લેસ્સું ગછની રીતેં રે. સુણ. ૨૦૩૯ લાજ્યા સોય વળ્યા તે પાછા, ફરી અરદાસ ન કીધી; તે તેનિ મેલેં રહ્યા અલગ્યા, કીરતિ હીર પ્રસિદ્ધિ રે. સુણ. ૨૦૪૦ હીરગુરુએ બધાને સમજાવ્યા કે દ્વેષથી કાંઈ મળતું નથી. પાટણમાં બિરાજમાન હીરજીને એક પાછલી રાત્રે સ્વપ્ન આવ્યું. જાણે તેઓ હાથી ઉપર ચઢ્યા છે અને હાથી પર્વત ઉપર ચઢે છે. હીરજી બધાના પ્રણામ ઝીલે છે. (સ્વપ્નની વાત સાંભળીને) સોમવિજય બોલ્યા, “જેનું તમે મનમાં ચિંતવન કરતા હતા તે શત્રુંજયયાત્રા સુખથી થશે.” સ્વપ્નનો આવો સંકેતાર્થ સાચો માનીને તેઓ વિમલાચલ જવાનું નક્કી કરે છે. ત્યાં સકલ સંઘ ભેગો થયો. ગામેગામ કાસદ મોકલ્યા. લાહોર, આગ્રા, મુલતાન, કાશ્મીર, ખુરસાન, બંગાળ, કાબુલ, ભોટ, લાટ, ભંભેર, ચૌડ, મેવાડ – આ બધા દેશમાં ચૌદ કાસદોએ જઈને સંદેશો કહ્યો. સૌ શત્રુંજય જવાની તૈયારી કરવા લાગ્યા. હૈયે હરખ ધરીને માફા, ઊંટ, ઘોડા સજાવ્યા. (પાટણથી સંઘ પ્રયાણ કરીને) અમદાવાદ આવે છે. આવીને શાહ મુરારિને મળ્યા. મુરારિ શાહે એમનું બહુમાન કર્યું. ગુરુની આગળ રત્નો ધર્યાં. પછી તે ધર્મની વાત પૂછે છે. હીર કહે છે, “જીવહિંસા કરવી નહીં. પરમાત્માએ આ જ વાત કહી છે કે આપણા જેવો જ જીવ અન્યનો છે. વળી પરમાત્માએ કહ્યું છે કે કીડીને પણ મારવી નહીં. કીડી અને કુંજરના જીવ તો સરખા જ છે. અને હણવાથી ખુવારી થાય છે. ખુદાએ પેદા કરેલાં પંખી-માછલાંને પણ ન મારો. લીલાં પાન જેણે કાપ્યાં નથી તે દુનિયામાં જીતે છે. જે આ ન માને તો એના હાથ કાપો અને ખેંચીને પાટો બાંધો. જુઓ કે આ હિંસામાં કેવી પીડા થાય છે ! એમ સમજીને કોઈનું ગળું ન કાપો – હિંસા ન કરો. શેખ ફરીદ કહે છે – જે જંગલમાં ફરે છે, દુનિયાને ત્યજી દે છે, લીલાં પાન ટિ. ૨૦૪૦.૧ અરદાસ = અરજી, વિનંતી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત ચૂંટીને ખાધાં પણ એનાથી અલ્લા મળ્યા નહીં. જગતમાં જૂઠાની ફજેતી થાય છે ને સાચો બધું મેળવે છે. શેખ ફરીદની વાત સાંભળો. જનમ ફોગટ શાને ગુમાવો છો ? તું કોઈનું તણખલા જેટલું તાણતો નહીં, નહિ તો ભાલા જેવું નીકળશે. જે ખોટે રસ્તે ચાલશે એને અહીં જ તેની શિક્ષા મળશે. પરસ્ત્રી સામે દષ્ટિ શા માટે કરે છે ? ખુદાએ એવું ફરમાવ્યું નથી. એનાથી આ દુનિયામાં ફજેતી થાય અને ત્યાં (પરભવમાં) એની શિક્ષા મળે. ખૂન કરીને પૈસા મેળવો નહીં. કોઈ તમારી સાથે આવવાનું નથી. પણ તમારા હાથે એક બદામ પણ આપવામાં આવી હશે તે ગણતરીમાં લેવાશે. ભાંગ, અફીણ, તાડી, મહુજલ, દારૂ વગેરેનો નશો કરનાર એની આવી કરણીને લઈને સાહેબને મળે નહીં. ખુદાએ માંસભક્ષણની મનાઈ કરી છે. જ્યાં આવાં હાડ-ચામનું ભક્ષણ છે ત્યાં ખુદા ક્યાંથી હોય. આ તો ભારે અપવિત્રતા છે. છૂરી, કટારી, યંત્ર, ઘાણી, નાળ વગેરે કરવું નહીં. એનું પાપ બેસે ને પોતે નરકમાં જાય. હાસ્ય, કુતૂહલ, ઠઠ્ઠામશ્કરી વગેરે કરે નહીં. ફકીર થાય તે કૂતરાની સામે પથ્થર કદી ન ફેંકે. ફકીર પથ્થર કે હાથ પર માથું મૂકી સૂએ, રોટી માંગતો ફરે, દેહ પર કીમતી વસ્ત્રો પહેરે નહીં, માત્ર એક લંગોટી રાખે, કોઈને ગાળ આપે નહીં, વગર આયે કોઈનું લે નહીં, મિલકત, સ્ત્રી રાખે નહીં, કોઈ લડતું હોય ત્યાં નજર નાખે નહીં. મુસલમાન પોતાને સમજાવે, હકનું ખાય, સાચું બોલે, તોડીને ફૂલ ન લે, કોઈની આબરૂ ખોલે નહીં, સ્ત્રીના રૂપને આંખથી નીરખે નહીં, વિનોદ-મશ્કરીની વાત સાંભળે નહીં. જો આમ કરે તો ખુદા ખુદ દર્શન આપે, એને તું ક્યાં શોધવાનો હતો ? (તારે શોધવાની જરૂર જ નથી). આંખો નીચી રાખીને જુઓ, પગ સીધા માંડો. સીધો ચાલ્યો તે પામ્યો. નહિ તો ગાંઠનું ખાવા જેવું થાય. ઘમંડ છોડો ને સીધા ચાલો. કયાં કશું સ્થિર રહેવાનું છે ? સિકંદર, મહમ્મદનાં નામ રહ્યાં પણ સ્થાન રહ્યાં નથી. સૌનું દિલ હાથમાં લેવું (જીતી લેવું) પણ કોઈને બૂરું કહેવું નહીં. પોતે પોતાનામાં મંડ્યા રહો અને સ્વર્ગમાં સાહેબને મેળવો.” આ વચનથી સુલતાન હરખ્યો. હીર સાધુનું જ્ઞાન શ્રેષ્ઠ છે. “તમે કાંઈક માગો જે અમે તમને આપીએ.” ગુરુ કહે “જીવરક્ષા કરો.” ત્યારે અમારિ-પડો વગડાવ્યો. સાથે બે મેવડાને મોકલ્યા. કહ્યું, “હીરસૂરિનું રક્ષણ કરજો.” પછી પાદશાહે વિદાય આપી. હીરસૂરિ રાજનગર (અમદાવાદ)થી વિહાર કરી વિમલાચલ તરફ ચાલ્યા. ધોળકા આવ્યા. ત્યારે સંઘવી ઉદયકરણે એમને રોકી રાખ્યા. તે દરમ્યાન બાઈ સાંગદે, તેજપાલ સોની ખંભાતથી તત્કાલ નીકળ્યા. પાછળ છત્રીસ સેજવાળાને લઈને ધોળકા આવ્યા, જે એમનો પ્રબળ અભિલાષ હતો. તેઓ હીરને વંદન કરી નિર્મળ થયા. ગુરુની સાથે જ શત્રુંજયે ચાલ્યા, જે સોરઠ દેશનો મુગટ છે ને જેને દીઠે દેહ પવિત્ર થાય છે. સોરઠ દેશનો સ્વામી હીરગુરુની સામો આવ્યો. અકબર શાહનાં ફરમાન એને બતાવ્યાં. સોરઠપતિએ ખૂબ માન આપ્યું. સંઘ સાથે ગુરુ શત્રુંજય-પ્રવેશ કરે છે. માનવોનાં તો લાખે લેખાં છે. જમીન પર પટોળાં પથરાય છે, જેના પર હીરગુરુ પાય માંડે છે. ભાટજનો બિરદાવલી બોલે છે. પહોળા રસ્તા પણ સાંકડા થઈ ગયા. વાજિંત્રો વાગે Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૩૩ છે, જાણે વિક્રમરાજાનું આગમન ન હોય ! પુરુષો દાંડિયારાસ રમે છે. મૃગનયણી સ્ત્રીઓ ગીતો ગાય છે. ચારે છેડે ચંદરવા ધરી હરિગુરુને મસ્તકે છાંયો કરે છે. કેસર-છાંટણાં થાય છે. હીરને માથે લૂંછણાં લેવાય છે. વળી પ્યાદા છડી ઉછાળે છે. એમ કરતાં સૌ તળેટીએ આવ્યા. લોકોએ તળેટીએ નાળિયેર ચડાવી, દ્રવ્ય મૂક્યું. ત્યાં ઘણી પુષ્પવૃષ્ટિ થઈ. હીરસૂરિ શત્રુંજય ચઢવાનું શરૂ કરે છે. દુહા) હરિ સહુ સમજાવીઆ, ન મલે દ્વેષી કાંઈ; સોહણું એક હવું તમેં, હીરજી પાટણ માંહિ. ૨૦૪૧ | (ચોપાઈ) પાટણમાંહિ પછિમરાતિ, સુહણ એક હીર દેખિ નિજ જાતિ; - હાથી ઉપરે ચઢીયો હીર, હાર્થિ પરવત ચઢિઈ ગંભીર. ૨૦૪૨ હીર સર્વનો ત્યે પરણામ, સોમવિજય મુનિ બોલ્યા તામ; જે તુલ્મ કરતા મનિ ચિંતાય, શેત્રુજ યાત્રા સુખેં તુમ થાય. ૨૦૪૩ એહ અર્થ સાચો મનિ ધરે, વિમલાચલ ચાલેવું કરે; સકલ સંઘ મલે તેણે ઠામિ, કાસદ ચલાવ્યા ગામોગામિ. ૨૦૪૪ લાહોર આગરા ને મુલતાન, કાશમેર દેશ અને ખુરસાંન; બંગાલ કાબિલ ભોટ ને લાટ, ભંભેર ચઉડ અને મેદપાટ. ૨૦૪૫ ચૌદ જ કાશિદ ચાલ્યા જાય, શેત્રુંજે જાવા સહુ સજ થાય; માફા ઊંટ અશ્વ સજ કરે, હઅડે હરખ ઘણેરો ધરે. ૨૦૪૬ અમદાવાદમાં આવે જસિં, શાહ મુરારિનિ મલિઆ તસિ; . મુરારિ શાહ દીયે બહુ માન, આગલિ મુકે રત્ન નિધાન. ૨૦૪૭ પૂછે પાતશા ધર્મની વાત, કહે જીવની મ કરો ઘાત; આપ જીવ પર સરખા સહી, એક વાત ખુદાયે કહી. ૨૦૪૮ (ઢાલ ૮૩ – એક સમે તિહાં રાય વેરાટિ. એ દેશી) આપ ખુદાર્યો યું ફરમાયા, કડીકું મત મારી; કુંજર કટક જીવ સરીખા, હણતી હોય ખુઆરી. પંખી મીનકું કોઈ મત મારો, ખુદાયે પયદા કાને; નિલા પાત જેણે કદી ન ખોદ્યા, તે દુનિયામેં જીતે. પંખી. ૨૦૫૦ જોહુ ન માને તો કર કાટો, બાંધો ખીંચી પાટો; દેખો દરદ કેસા હોતા હૈ, બૂઝી ગલા ન કાટો. પંખી. ૨૦૫૧ ટિ. ૨૦૪૨.૧ સુહણુ = સ્વપ્ન ૨૦૫૦.૨ નિલા પાત = લીલાં પાન, વનસ્પતિ ૨૦૪૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત શેખ ફરીદ જંગલમેં ફીરતા, દૂનિઆ કીની ખસતી; નિલા પાત ચૂંટી નખાયા, અધ્યા ન મલીઆ ઉસથી. પંખી. ૨૦૫ર જૂઠે જગે હોય ફજેતી, સાચા સબ કુછ પાવે; શેખ ફરીદકી બાત સુણો રે, કાહે જનમ ગમાવે. પંખી. ૨૦૫૩ તું મત કિસકા તરણા તાણે, હો ભાલા નીકલેગા; બહાં તજારખ ઉસકુ અમડે, ખોટે રાહુ ચલેગા. પંખી. ૨૦૫૪ કાહે પરાઈ જોરૂ તાકે, ખુદાયે નહુ ફરમાયા; - ઈહાં ફજેત હુઆ દુનિયાર્મિ, ઉહાં તજારખ પાયા. પંખી. ૨૦૫૫ ખૂન કરી મત દામ મલાઓ, કોઉ ન આવે સાથો; ખરી બદામ ચલેગી પૂછો, જે દીની તુમ હાથો. પંખી. ૨૦૫૬ ભંગ અફીમ તારી બહુ પાણી, પીંડી બગની દારૂ; મતવાલે ન મિલે સાહિબકુ, ઈસ એ કરણી સારૂ. પંખી. ૨૦૧૭ ગોસ મને કિના હે ઉસથી, તે ડરહિવે દિલ થાકી; ચમડી હાડ ખુદા ઉહાં કેસા, એ તો બડી નાપાકી. પંખી. ૨૦૫૮ છૂરી કટારી યંતર ઘાણી, નાલિ ન કીજે ભાઈ; ઉનકા પાપ ચલે દુનિયામેં, આપે દોજિખ જાઈ. પંખી. ૨૦૫૯ હાસ્ય કુતૂહલ ઠકાબાજી, કુતકા કધી ન રાખું; ફકીર હુયે તે કુત્તે સાંહમા, પત્થરા કદી ન નાંખે. ૨૦૬૦ શિરકું પત્થરા હાથ દે સોવે, માંગે ફિરતા રોટી; શાલ ભેરવ કદી ન પહિરે, રાખે એક કછોટી. પંખી. ૨૦૬૧ ફિર ગાલી નુહ દેવે કિસિક, ગર દીયે નહુ લેવે; જર જોરૂ દુનિઆ નહુ રાખે, લડે તિહાં દ્રષ્ટિ ન દેવે. પંખી.૨૦૬૨ મુસલમાન તો આપણું મુંસે, હક ખાવે સાચ બોલે; તોડી ફૂલ ન લેવે વાસા, કિસકી એબ ન ખોલે. પંખી. ૨૦૬૩ નારીરૂપ ન દેખે નયણે, ન સુણે બાત વિનોદી; આપે દરસણ દેગા સાંઈ, તું ક્યા કાઢે સોધી. પંખી. ૨૦૬૪ એસા દેખે નામિ મીના, માંડો સૂધા પાયા; સૂદ્ધ ચલ્યા તો કછૂ ઉપરાજ્યા, નહિ કે ગાંઠકા ખાયા. પં. ૨૦૬૫ છોડો ગુમાન ચલો તુમ સુધે, કયા થિર રહિસી જાયા; સુલતાન શકંદર મહિમુંદ નામ, રહ્યા પણિ ઠામ ન પાયા. ૨૦૬૬ સારેકા દિલ લીજિ હાથા, કીસમું બૂરા ન કહીયે; આપસ આપસકી જ ગુજારો, સાહિબ ભીતે ઓ લહીયે. પં. ૨૦૬૭ પા. ૨૦૫૮.૧ રહિવે ટિ. ૨૦૬૨.૧ ગર દીયે = વગર આપ્યું Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૩૫ (ચોપાઈ) એણે વચને હરખ્યો સુલતાન, હીર યતિકા અવલ જ જ્ઞાન; માંઘો છુ તુમહી દીજીયે, ગુરુ કહે જીવરખ્યા કીજીયે. ૨૦૬૮ અમારિ પઢો વજડાવ્યો જોય, સાથિ મેવડા દીધા દોય; હીર તણી કરજો રખાય, પછિ પાતશા કરે વિદાય. ૨૦૬૯ રાજનગરથી કરે વિહાર, વિમલાચલ ચાલે તેણીવાર; ધોલકા માંહિ આવે તેહ, સંઘવી ઉદયકરણ રાખેહ. ૨૦૭૦ બાઈ સાંગદે સોની તેજપાલ, ખંભાયતથી ચાલ્યા તતકાલ; પંઠિ સેજવાલાં છત્રીસ, આવ્યાં ધોલકે સબલ જગીસ. ૨૦૭૧ જિંદી હીરને નિરમલ થાય, ગુરુ પુંઠે શેત્રુંજે જાય; સોરઠ દેસનો મુગટ છે જેહ, દીઠે નિરમલ હુએ દેહ. ૨૦૦૨ સોરઠ દેશનો સ્વામી જેહ, હરનિ સાતમો આવ્યો તેહ, " દેખાડ્યાં સાહનાં ફરમાન, સોરઠપતિ આપે બહુ માન. ૨૦૭૩ સંઘ સહિત ચઢે ગુરુ સોય, માનવ લાખ લેખાં હોય; ' ભોમિ પટોલાં બહુ પાથરે, હીરગુર તિહાં પાઉ ધરે. ૨૦૭૪ બિરદાવળી બોલે બહુ ભાટ, અતિ પોહોળી પણ સંકડી હુએ વાટ; વાજે વણા તંતી તાલ, આવે જેમ વિક્રમ ભૂપાલ. ૨૦૭૫ નાચે નર ડંડારસ દેહ, મૃગનયણી તિહાં ગાન કરે; ચંદરૂઆ ચિહું છેકે ધરે, હીર તણે શિરિ છાંટીઓ કરિ. ૨૦૭૬ છાંટ કેસર હોય છાંટણાં, હર શિરિ હોય લુંછણા; પ્યાદા છડી ઉછાલે સહી, તલડિટીયે ગુરુ આવ્યા વહી. ૨૦૦૭ નાલિકરની પૂજા કરે, તાલિટીયે નર નાણા ધરે; પુષ્પવૃષ્ટિ હોયે તિહાં ઘણી, હરિ ચઢિ શેત્રુંજા ભણી. ૨૦૦૮ શત્રુંજય ચઢતી વખતે, તળેટીમાં ગિરિને મોતીએ વધાવાયો. સૌ યાત્રિકોએ ચોખાથી વધાવ્યો. તળેટીમાં ત્રણ શુભ છે. એકમાં આદિનાથનાં પગલાં છે, બીજામાં ધનવિજયના ગુરુનાં પગલાં છે. [અને ત્રીજામાં નાકરનાં પગલાં છે.] પહેલી ટૂંકે પહોંચ્યા, જ્યાં ધોળી પરબ છે. ત્યાં વિસામો લઈને ગુરુ આગળ ચાલ્યા. પાછળ સર્વ માણસો. ત્યાં ફરતી વનમાળા છે. આંબો, ચંપક, જાઈ તેમજ એવી ઔષધિઓ છે જેનાથી સોનું અને રૂપું પણ થાય. બીજી ટૂંકે આવ્યા. ત્યાં સાકર પરબ છે. ત્યાં સાકરમિશ્રિત પાણી અપાતું હતું. ત્રીજી ટૂંકે આવ્યા. ત્યાં કુમાર કુંડ ટિ. ૨૦૬૯.૨ રીખ્યા = રક્ષણ ૨૦૭૬.૧ ડંડારસ = દાંડિયા-રાસ ૨. છાંહીઓ = છાંયડો ૨૦૭૭.૨ તલહિટી = તળેટી Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત છે. જેણે આવાં સ્થાનોમાં ધન ખરએ એનો અવતાર ધન્ય છે. ચોથી ટૂંકે આવ્યા. ત્યાં હિંગળાજનો હડો છે. એ ચઢતાં કપરો તો છે પણ ત્યાં કર્મો બળી જાય છે અને યાત્રિક મુક્તિનું રાજ્ય પામે છે. સંઘ પાંચમી ટૂંકે જવા નીકળ્યો. હરિગુરુનો હાથ સોમવિજયજીએ ઝાલ્યો. શલાકુંડ પાસે લોકો જળ પીએ છે. જેમનો પુણ્યોદય (પુણ્યની લક્ષ્મી) છે તેઓ અહીં શાતા પામે છે. ત્યાં એક શુભ છે. એમાં આદિનાથનાં પગલાં છે. એને પૂજી પ્રણમી હીરવિજયસૂરિજી આગળ વધ્યા. ગુરુ છઠ્ઠી ટૂંકે ચઢે છે, જ્યાં બે પાળિયા છે. પુણ્યકાર્ય માટે આવા જે નર ખપી જાય છે તેમની મોટે ભાગે મુક્તિ જ થાય છે. આગળ સાતમી ટૂંક છે. ત્યાં જતાં બે રસ્તા આવે. તેમાં એક બારીમાં પેસતાં ચોમુખજી આવે છે તે જુહાર્યા. બીજી બારીમાં પેસતાં સિંહદ્વાર આવ્યું. ત્યાં ત્રણે ભુવનના જનોનાં નયનોને આનંદ આપનાર જિનપ્રાસાદ જુહાર્યા પછી હીરસૂરિએ ઋષભદેવ દાદાને પ્રણામ કર્યા. ત્રણ પ્રદક્ષિણા દીધી. પાછળ મુનિઓ અને સ્ત્રીપુરુષોનો સમૂહ હતો. મોટા દહેરે ત્રણ પ્રદક્ષિણા આપી. એમાં એક એકથી ચડે એવી એકસો ચૌદ દેરીઓ છે. તેમાંની ૧૨૦ પ્રતિમાઓને મસ્તક નમાવીને સમગ્ર મુનિસમુદાયે પ્રણામ કર્યા મોટી દેરીઓ એકસો આઠ છે. તથા સુંદર ઘાટનાં દસ દહેરાં છે. તેમને પ્રણામ કર્યા, જે શુભગતિનો માર્ગ છે. આ દસ દહેરાં ને દેરીઓનાં સઘળાં ૨૪૫ બિંબોને પ્રણામ કર્યા. ત્યાં એક સુંદર સમવસરણ છે. વળી અનાદિ રાયણવૃક્ષ નીચે ૯૪ પગલાં છે. ભોંયરામાં ૨૦૦ બિંબ છે. ત્યાં જઈને હરસૂરિએ પ્રણામ કર્યા અને મનના મેલનો ક્ષય કર્યો. પછી ગુરુ કોટની બહાર આવ્યા. ત્યાં વાઘણ અને હાથી ચીતર્યા હતા. [અત્યારે જે વાઘણ પોળ ને હાથી પોળ છે એની જ કોઈ સંજ્ઞા હોવી જોઈએ.| પછી ગુરુ ખરતરવહીમાં આવી, જિનદેવને ભાવથી પ્રણામ કરી સ્તુતિ કરે છે. ત્યાં બસો બિંબ મનને આનંદ છે. ત્યાં ઋષભ દેવની સુંદર મૂર્તિ છે. પછી પોષધશાળામાં સૌ આવીને બેસે છે. આગળ એક પ્રસિદ્ધ ભેંસ આવે છે. એના પગમાંથી જે નીકળે તેને પશુ-અવતાર ન આવે એવી લોકવાયકા છે. અત્યારે પુણ્ય-પાપની બારી છે એમાં ઊંટ આ રીતે કોટના બહારના ભાગમાં ૧૭ જિનમંદિરો છે. એમાં ૬૦૦ બિંબ છે. એને પ્રણામ કરી ત્યાંથી અદબદજીનાં દર્શન કરવા નીકળ્યા. રસ્તામાં સુંદર તળાવો, પાણીની પરબ અને પાંડવોની દેરી આવી. ત્યાં થઈને અદબદજીના મંદિરે આવ્યા. ત્યાં સુંદર દેરી છે. અહીં દર્શન કરવાથી ચાર ગતિના ફેરા ટળે છે. આગળ કવડક્ષનો પ્રાસાદ તેમજ પાંચ પાંડવ આવે છે જેને જોઈ મનના ક્લેશ દૂર થાય. ત્યાં ઘંટાનાદ થાય છે. આગળ હાથી ઉપર બિરાજેલાં મરુદેવી માતાની મૂર્તિ છે. જે જોઈ મુક્તિ મળે. આ બધો ઋષભદેવનો મહિમા છે. ત્યાંથી આગળ સવા સોમજીનું ચોમુખજીનું મંદિર છે. તેને ફરતી બાવન દેરીઓ છે. જે મંદિર નવું જ થયું છે. વળી ત્યાં એક ભોંયરું છે. તેમાં સો પ્રતિમા છે. જેને પ્રણામ કરતાં પાપો ટળે. ત્યાં એક પીઠિકા ઉપર ત્રીસ પગલાં છે. વળી આંબા-રાયણ પણ ત્યાં છે. ગુરુજી શત્રુંજય પર રહેલાં આ સૌને Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૩૭ મસ્તક નમાવે છે. આ પ્રમાણે ગુરુએ સઘળાં સ્થળોની સ્પર્શના કરીને યાત્રા કરી. ત્યાંથી પુંડરીક સ્વામીના દહેરે ગયા. ત્યાં એમણે સૌને ધર્મકથા સંભળાવી. તેઓ “શત્રુંજયમાહાસ્ય' વાંચે છે. અન્ય સ્થાનોએ અન્ય તીર્થો પણ છે પણ જ્યારે પૂર્વનાં કોટિ પુણ્યો ઉદયમાં આવે તો અહીં આ ગિરિવરનાં દર્શન થાય. અહીં નાગ અને મોરને જરાય વેર નથી. ચક્રવર્તીની ઋદ્ધિનો એ આપનાર છે, અહીં દારિદ્રય અને રોગ નાશ પામે છે, અને આ શત્રુંજય ચઢતાં પગલે પગલે પાપો દૂર થાય છે. સૂરજકુંડ અને શેત્રુંજી નદીનાં નીરમાં સ્નાન કરનારની કાંતિ એ વધારે છે, અહીં વસતાં પશુપંખીઓને પણ પ્રાયઃ ભગવાન ભદ્રક હોય એમ કહે છે, એ સિદ્ધગતિ અને દેવગતિનો આપનાર છે. અહીં (ચોવીસમાંથી) ત્રેવીસ તીર્થંકરો (નેમિનાથ સિવાયના) સમવસર્યા હતા. કાંકરે કાંકરે અનંત આત્માઓ અહીં મોક્ષે ગયા છે. શત્રુંજયગિરિના મહિમાનો અંત નથી. આ સાંભળીને પોતે ચેતે, અને યાત્રા કરીને પાપ કરવાનું છોડે. જેની પાસે ધન છે તેઓ અહીં સત્કાર્ય કરે. મંદિર બંધાવી નામ રાખે. જેની ગાંઠે ધન છે તે સાવધાન થઈ આ તીર્થની વાટે ખૂબ દાન આપે. સામાન્ય જનો પણ જો યથાશક્તિ દાન આપે તો થોડું દ્રવ્ય પણ વધુ ફળદાયી બને. સામાન્ય માનવી એક શેર ખાંડ જળમાં નાખી એ બીજાને પિવડાવે તો એવું પુણ્ય પામે કે જે બાથમાં પણ ન આવે, અર્થાત્ અઢળક પુણ્ય પામે. (દુહા) ચઢતાં શેત્રુંજે તલહટી, મોટા મોતી વધાય; નબલ વધાવે ચાવલે, માત્ર કરવા જાય. ૨૦૭૯ ત્રિષ્ય શુભ જિહાં તલહટી, એક તો આદિલ પાય; ધનવિજયના ગુરુ તણા, પગલાં છે તેણિ ઠાય. ૨૦૮૦ પહિલે ટૂંકિ જઈ ચઢે, જિહાં છે ધોલી પરવ; તિહાં બેસી ગુરુ સંચરે, પુંઠિ માનવ સરવ. ૨૦૮૧ વનમાલા ફરતી બહુ, અંબા ચંપક જાય; એવી ઓષધી ઉપરિ, હેમ રજત જેણિ થાય. ૨૦૮૨ બીજિ ટુંકિ આવીઆ, સાકર પરબ સુસાર; સાકર ઘોલી જલ દીયે, પામે ભવનો પાર. ૨૦૮૩ ત્રીજિ ટુંકિ આવીઆ, જિહાં છે કુંડ કુમાર; ધન શુભ થાનિક ખરચીલું, ધન્ય તેહનો અવતાર. વતાર. ૨૦૮૪ ૨૦૮૪ ચોથિ ટૂંકિ આવીઆ, જિહાં હડો હિંગલાજ; દોહોલ ચઢતાં ક્રમ દહે, પામે મુગતીનું રાજ. ૨૦૮૫ ટિ. ૨૦૦૯.૨ ચાવલ = ચોખા ૨૦૮૫.૨ ક્રમ દહે = કર્મો બળી જાય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૨૦૯૦ ટૂંક પાંચમિ પરવર્યો, જિહાં ચઢ્યો ઊંટો સાથિ; હરમુનિનો કર તિહાં, સોમવિજય દિ હાથિ. ૨૦૮૬ શલાકુંડ પાસે સહી, પીયે લોક તસ વારિ; પુણ્યે દ્રવ્ય જેહનો વળી, આવે એહવે હારિ. ૨૦૮૭ શુભ એક તિહાં ભલું, આદિનાથના પાય; પૂજી પ્રણમી સંચરે, હીરવિજયસૂરિરાય. ૨૦૦૮ છઠિ ટુંકિ ગુરુ ચઢે, જિહાં કાલીઆ દોય; - પુણ્ય કાર્ય નર તે ચઢ્યા, પ્રાપ્તિ મુગતિ જ હોય. ૨૦૮૯ આગલિ ટુંક તે સાતમું, ચઢતાં વાટો દોય; બારીમાંહિ પેસતાં, ચોમુખ જુવારે સોય, બીજે બાઉિં પેસતાં, આવ્યા સિહ દુઆરી, ત્રીભોવન નયનાનંદ છે, જિનપ્રાસાદ જુહારિ. ૨૦૯૧ હીર 20ષભનિ પ્રણમતો, ત્રિય પ્રદક્ષણ દેહ; નરનારી પુંઠિ બહુ, મોટો મુનિવર એહ. ૨૦૯૨ (ઢાળ ૮૪ – ત્રિપદીની). મોટે દેહરે ઘે ત્રિસ્ય ફેરી, એકસો ચઉદ છિ દેહરી; ; દેહરી એકએકાઁભલેરી હો, ભવિકા એકએકપિંભલેરી.ટેક. ૨૦૯૩ પ્રતિમા પ્રણમે એકસો વીશ, જિનપ્રતિમાનિ નામી સીસ; સકલ મુનિનો ઇસ હો. ભવિકા. ૨૦૯૪ મોટી દેરડી એકસો આઠ, દસ દેહરાં સુંદર શુભ ઘાટ; પ્રણમે શુભગતિવાટ હો. ભવિકા. ૨૦૯૫ દસ દેહરાં દેહરી કહી જ્યાંહિ, બિંબ વીસે પિસ્તાલીસ ત્યાંહિ; પ્રણમે સઘલી પ્રાંહિ હો. ભવિકા. ૨૦૯૬ સમોસરણ એક સરખું જાણું, રાયણ રૂખ અનાદિ વખાણું; પગલાં ત્યહાં ચઉરાણું હો. ભવિકા. ૨૦૦૭ બિસે બિંબ છે ભુંયરામાંહિ, હીર મુની જઈ પ્રણમે ત્યાંહિ; મનનો મેલ ખય હુએ ત્યાંહિ હો. ભવિકા. ૨૦૯૮ કોટ બાહિરિ આવે રૂષિરાય, વાણિ ગજ લખીઆ તેણે ઠાય; જોય નર યમણો જાય હો. ભવિકા. ૨૦૯૯ ખડતર વસહીમાં ઋષિ આવે, ભાવે પ્રણમી જિનગુણ ગાવે; બિસિ બિંબ મન ભાવે હો. સુ. બિ. ૨૧૦૦ ટિ. ૨૦૦૯.૨ પ્રાપ્તિ = મોટે ભાગે (સં. :) ૨૦૯૦.૧ વાટો = માર્ગ ૨૦૯૯.૧ લખીઆ = આલેખેલા, ચીતરેલા Page #274 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૩૯ ૨૩૯ ૨૧૦૧ ૨૧૦૬ ૨૧૦૮ ઋષભદેવની મૂરતી સારી, પૌષધશાળાની બલિહારી; બઈસે ગુરુ નરનારી હો. સુ. બ. આગલિ મોટી મહિષ વિખ્યાત, લોકમાંહિ છે એવી વાત, પઈઠે પશુ ન થાત હો. સુ. ૫. એણિ પરિ કોટ બાહિરિ તું જોય, શ્રીજિનમંદિર સત્તર હોય; બિંબ છમેં નામી સોય હો. સુ. બિ. ૨૧૦૩ હવિ અદબદ જુહાર્યાનો ભાવો, આગલિ અનોપમ છે તળાવો; જુઠિ જળ નહિ જીવ હો. સુ. જુ. : ૨૧૦૪ પાણી પર્વ વડ પાંડવદેહરી, અદબદ ટાલિ ચિહું ગતિ ફેરી; ઊંચી દેહરી ભલેરી હો ગુરુજી. ઉંચી. ૨૧૦૫ કવાયક્ષ તણો પ્રાસાદો, પાંડવ દેખે ટલિ વિખવાદો; વાજે ઘંટાનાદો હો ગુરુજી. વાજે. ગજ ઉપરિ મરૂદેવ્યા માઈ, લહી કેવલ તે મુગતિ જાઉં; ઋષભ તણો મહિમાય હો ગુરુજી. અષભ. ૨૧૦૭ ચોમન સવા સોમજીનો સારો, બાવન દેહરડી ફરતી ધારો; નવો પ્રાસાદ ચાંચારો હે ગુરુજી. નવો. તિહાં ભંયરું છે વળી એક, સો પ્રતિમા નમી ધરી વિવેકો; ટાળે પાપ અનેકો હો ગુરુજી. ટાળે. ૨૧૦૯ પીઠિકા ઉપરિ પગલાં ત્રીસો, આંબો રાયશિ તિહાં કહીસો; નામી શેત્રુજે સીસ હો ગુરુજી. નામી. ૨૧૧૦ | (ચોપાઈ). એણી પરિ શ્રી ગુરુ યાતરે કરે, તીરથ ફરસી સઘળે ફરે; પાછે પુંડરિક દેહરિ જાય, તિહાં કણે ભાખે ધર્મકથાય; ૨૧૧૧ શેત્રુંજા માહાત્મ વાંચેહ, અન્ય ઠામ અન્ય તીરથ જેહ; પૂર્વ કોડિ પુણ્ય જે હોય તે અહિ એક સમેમાં જોય. ૨૧૧૨ નાગ મોર નહિ વેર લગાર, ચક્રી અદ્ધિનો એ દેવણહાર; દારિદ્રરોગનો ખ્યય ઈહાં થાય, પગ પગ ચઢતાંપાતિગજાય. ૨૧૧૩ સૂર્યકુંડ શેત્રુંજી નીર, કાંતિ વધારે પુરુષ શરીર; પશુ પંખી શેત્રુંજ રહે, પ્રાહિ જિન તસ ભદ્રક કહિ. ૨૧૧૪ સિદ્ધ ગતિની સૂરની ગતિ દેહ, ત્રેવીસ જિનવર ત્યહાં આવે; કાકરે કાકરે સિદ્ધ અનંત, શેત્રુજાગિરિ ગુણનો નહિ અંત. ૨૧૧૫ પા. ૨૧૦૭.૧ જાઉ ટિ. ૨૧૦૨.૨ પઈઠ = પ્રવેશ કર્યો ૨૧૦૪.૧ અબદબ = અદ્દભુત (2ષભદેવ) ૨૧૧૧.૧ યાતર = જાત્રા, ફરસી = સ્પર્શના કરી. ૨૧૧૩.૨ ખ્યય = ક્ષય, નાશ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત સુણી સાંભલી ચેતે આપ, કરિ યાત્રા ન કરે પાપ; હોય દામ તો કીજે કામ, ભુવન કરાવી રાખે નામ. ૨૧૧૬ એશિ વાટે હોયે સાવધાન, ગાંઠિ ધન તો દે બહુ દાન; નબળા જળ પોટલીઆ પાય, તિહાં થોડું દીધું બહુ થાય. ૨૦૧૭ નબલો ખાંડ સેર ત્યે સાથિ, ઘોળી જળમાં કે અન્ય હાથિ; ઈસી વાત કહી જગનાથિ, પુણ્ય ઉપાડી ન સકે બાથિ. ૨૧૧૮ સૂરજકુંડમાં નાહતાં અઢળક પુણ્ય થાય તેમજ ભીમકુંડમાં નાહતાં પાપો દૂર થાય. વિષ્ણુકુંડ અને તેની પાસે ખોડિયાર કુંડમાં ન્હાઈ, ઋષભદેવને પૂજીને દેહ નિર્મળ કરીએ. જ્યાં અદબદજીનું દહેરું તે મરુદેવીની ટૂંક જઈ સામકુંડના જળમાં દેહ પખાળો. ઈશ્વરકુંડ પાસે જસુ ઠક્કરે બનાવેલા વિશાળ સરોવરમાંથી જળ લઈ પખાળ કરો. આ પ્રમાણે પખાળ કરી, પાપો દૂર કરી, કોટિ આત્માઓ આ ગિરિએ મોક્ષે ગયા. નમિ અને વિનમિ બે વિદ્યાધરો બે ક્રોડની સાથે મુક્તિ પામ્યા. દ્રાવિડ અને વારિખીલ મુનિવરો દસ ક્રોડની સાથે મુક્તિ પામ્યા. શાંબ અને પ્રકુમાર સાડા આઠ કરોડની સાથે અહીં મોક્ષે ગયા. ત્રણ ક્રોડની સાથે રામચંદ્રજી અને એકાણુ લાખની સાથે નારદજી, વીસ ક્રોડની સાથે પાંડવો તથા એક હજારની સાથે થાવગ્ગાપુત્ર અણગાર મોક્ષે ગયા. સાત હજારની સાથે શુક તાપસ અને પાંચસોની સાથે શેલક અણગાર મોક્ષે ગયા. વળી ઋષભના વંશમાં અસંખ્ય પાટ સુધી શત્રુંજય ઉપર શુભગતિ પામ્યા. ' જેમ સૂર્ય અંધકારને ટાળે તેમ આ ગિરિરાજ પાતકના પૂરને દૂર કરે છે. જ્યાં એકસો ને આઠ શિખર છે એને જોવાથી સિદ્ધગતિ પમાય છે. શેત્રુંજી નદી ગંગા જેવી છે. એમાં સઘળાં પાપ ધોવાય છે. વળી આ પર્વત પર જ્યાં રત્નાકર અને રસકૂંપી છે ત્યાં સોના અને રત્નના ભંડાર છે. ચલણ તલાવડી અને ઉલખા ઝોલને જોવાથી પાપો દૂર થાય છે. તે ગિરિરાજ ઉપર ઋષભદેવ પૂર્વનવાણુ વાર પધાર્યા છે. ચૈત્રી પૂનમનો દિવસ પ્રસિદ્ધ છે, જે દિને પુંડરીકસ્વામી પાંચ ક્રોડની સાથે મોક્ષે ગયા. આ દિવસે જે ઉપવાસાદિ કરે એને ક્રોડગણું પુણ્ય મળે. વળી અહીં પાંચસો ધનુષ્યની રત્નમણિમય પ્રતિમા છે. જે એકાવતારી હોય તે જ એનાં દર્શન પામે. પશ્ચિમ દિશામાં સોવન ગુફામાં એ પ્રતિમા ભંડારાયેલી છે. એ. પ્રતિમા ભરત મહારાજાએ ભરાવેલી છે જેને દીઠે ભવનો અંત આવે. આવો શત્રુંજય જ્યાં છે ત્યાં સંવત ૧૬૫૦માં, ચૈત્રી પૂનમને દિને હીર મુનીશ્વર આવ્યા. સાથે બોંતેર સંઘવીઓ હતા. એમાં શાહ શ્રીમલ, સંઘવી ઉદયકરણ, તેજપાલ, ઠાકર કીકા, કાલા, શાહ મનજી, સોની કલો, પાસવીર, શાહ સંઘા, શાહ સોમા, ગાંધી કુંવરજી, બાહુઆ, શાહ તોલો, વોરા વરજાંગ, શ્રીપાલ શાહ શ્રીમલ્લ સંઘવી અનંગ વગેરે હતા. એમની સાથે રાણાની જેમ હીરસૂરિ ચાલે છે. રાજા વિક્રમ અને (મંત્રીશ્વર) વસ્તુપાલની જેમ તેઓ હોંશપૂર્વક શત્રુંજય આવ્યા. પાંચસો સેજવાલા હતા. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૧ માનવીઓનો પાર નથી. ઘોડા, પાલખી, ચગડોળ અહીં છે. યાચકો કીર્તિગાથા ગાય છે. નિશાન-ડંકાની ચાર જોડ વાગી રહી છે. સંઘવી શ્રીમલે પાલિતાણા આવીને પડાવ નાખ્યો; જાણે તે સોનાનું ઘર ન હોય ! પાટણનો કકુ શેઠ સંઘ કાઢીને આવ્યો. તેની સાથે મહેતા અબજી, સોની તેજપાલ, દોશી લાલજી, શાહ સવજી પણ પાટણના આ સંઘમાં આવ્યા. તે વિચારે છે કે પોતાને હાથે જ પુણ્યકર્મ કર્યું. શત્રુંજય અને હીરસૂરિ એક જગાએ હોય એવો આ યોગ જગમાં મળવો દુર્લભ છે. અમદાવાદના ત્રણ સંઘ ત્યાં આવ્યા. સાથે બે સુંદર બળદ હતા. વિપુ શાહ અને ભીમજી પારેખ સંઘપતિ થયા. પૂંજો બંગાણી, ખીમસી, શાહ સોમો પણ આવ્યા. પાલિતાણામાં એવો પડાવ નાખ્યો જાણે અકબર બાદશાહ ન આવ્યા હોય ! માલવ દેશનો મોટો દાનેશ્વરી સંઘવી શાહ ડામર તે આવ્યો. એણે સમેતશિખરનો સંઘ કાઢ્યો હતો. એમાં છ હજાર પોઠી હતા. છસો વણિક ઘોડેસ્વારો હતા. પગપાળાઓનો તો કોઈ પાર નહોતો. એણે ડામરરાય નામ ધારણ કર્યું. તે સવાલાખ પર્વતની યાત્રાએ ગયો. પાંત્રીસ હજાર મહીમુંદી (નાણું) ખર્ચીને અવતાર સફળ કર્યો. તે સર્વને લઈને શત્રુંજય આવ્યો. સાથે ઘણા માણસોને લાવ્યો. ચંદ્રભાણ સૂરો અને લખરાજ પાછળ આવી બધું કામ સંભાળતા હતા. મેવાડનો સંઘ આવ્યો. તેમાં શાહ લાધો મુખ્ય હતો. મેવાતી સંઘ કલ્યાણ બંબૂએ કાઢ્યો. તેણે બશેર ખાંડની લહાણી કરી. દેશવિદેશમાં એની કીર્તિ વિસ્તરી. મેડતાનો સદારંગ શાહ આવ્યો. હોંશભેર તે દ્રવ્ય ખરચે છે. સવાલાખ પર્વતના સંઘે આવી પોતાનું અંગ નિર્મળ કર્યું. આગ્રાનો સંઘ આવ્યો જેમાં ઘણાં ગાડાં અને વહેલ હતાં. ઉપરાંત જેસલમેર, વીસનગર, સિદ્ધપુર, મહેસાણા, ઈડર, અહિમનગર, સાવલી, કપડવંજ, માતર, સોજિત્રા, નડિયાદ, વડનગર, ડાભલા, કડા, મહેમદાવાદ, બારેજા, વડોદરા, આમોદ, શિનોર, જંબુસર, કેરવાડા, ગંધાર, સુરત, ભરૂચ, રાંદેર, ઉના, દીવ, ઘોઘા, નવાનગર, માંગરોળ, વેરાવળ, દેવગિરિ, વિજાપુર, વૈરાટ, નંદરબાર, સિરોહી, નડુલાઈ, રાધનપુર, વડલી, કુણગિરિ (કુણગર), પ્રાંતિજ, મહીજ, પેથાપુર, બોરસદ, કડી, ધોળકા, ધંધુકા, વીરમગામ, નવાનગર, જૂનાગઢ, કાલાવડ વગેરે ગામોએથી સંઘો આવ્યા. આ બોંતેર સંઘો ઉપરાંત બીજા નાના સંઘો પણ આવ્યા. શત્રુંજયગિરિ ઉપર માનવોનો તો પાર નથી. કોઈ ચડે છે, કોઈ ઊતરે છે અને ઋષભદેવની પૂજા કરે છે. અહીં સ્થાવર તીર્થ શત્રુંજય અને જંગમતીર્થ હીરવિજયસૂરિ છે. અહીં એક હજાર મુનિવરોનો હીરસૂરિનો પરિવાર એકઠો થયો છે. યુગપ્રધાન સમા હીરગુરુ જેઓ શિયળમાં ગંગાનીર જેવા નિર્મળ છે, તે શત્રુંજય ઉપર જ્યારે બેઠા ત્યારે સકળ સંઘે મળી તેમને વંદન કર્યા. દુહા) બાથિ પુણ્ય ન ઊપડે, નાહિ સૂરજકુંડિ; ભીમ કુંડહાં નાહતાં, પાતિગ નાહાનેં છડિ. ૨૧૧૯ પા. ૨૧૧૯. ૨ નાહાટું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત વિષ્ણુકુંડ પાસે સહી, ખોડીયારકુંડ જ જેહ, ઋષભદેવને પૂજીને, નિરમલ કીજે દેહ. ૨૧૨૦ મરૂદેવ્યા ટુંકે જઈ, અદબદ દેહરૂં જ્યાંહિ; સામફંડ નિરિ ભર્યો દેહ પખાલો ત્યાંહિ. ૨૧૨૧ ઈશ્વરકુંડ આગલિ સહી, સરોવર ત્યાંહિ વિશાલ; ઠક્કર જસુએ તે કર્યું, જળ લેઈ કરો પખાલ. ૨૧૨૨ (ચોપાઈ) કરિ પખાલ નર પાતિગ છોડિ, એણે ગિરિ મુગતિ ગયા કઈ કોડિ; નમી વિનમી વિદ્યાધર દોય, દોય કોડિયું મુગતિ જ હોય. ૨૧૨૩ - દ્રવિડ વાડિખીલ્લ મુનિવર જેહ, દસકોડિતું મુગતિ જ તેહ; સાઢીઢ કોડિ મુનિવર કહ્યા, શાંબ પ્રદ્યુમ્ન અહીં મુગત્ય જ ગયા. ૨૧૨૪ ત્રિય કોડિયું સિદ્ધા રામ, લાખ એકાણું નારદ તામ; પાંડવ સાથે કોડિ વિસ, થાવરચ્યો સિદ્ધ સહિત મુનીસ. ૨૧૨૫ શુક તાપસ મુનિ સાત હજાર, સેલગ પંચસયાં અણગાર; ઋષભવંશ અસંખ્યા પાટ, શેજે પામ્યા શુભ વાટ. ૨૧૨૬ અંધકાર ટાલિ જિમ સૂર, તિમ ગિરિ ટાલિ પાતિગપૂર; જિહાં છે શિખર એકસો આઠ, દીઠે લહીયે સિદ્ધ ગતિ વાટ. ૨૧૨૭ શેત્રુંજી નદી જાણું ગંગાય, સકલ પાપ તિહાં ધોવાય; રત્નાકર રસકુંપી જ્યાંહિ, હેમ રતનના આગર ત્યાંહિ. ૨૧૨૮ ચલણ તલાવડી ઉલખા ઝોલ, દીઠે પાતિગ જાયે દ્રબોલ; જેણિ ગિરિ પૂરવ નવાણું વાર, આવ્યા અષભ દેવ કીરતાર. ર૧૨૯ ચૈત્રી પુનમ દિનથી પ્રસિદ્ધ, પંચ કોડિસુ પુંડરિક સિદ્ધ; એણિ દિનિ ઉપવાસાદિક કરે, તેહનિ કોડિગણું પુણ્ય સરે. ૨૧૩૦ પાંચસે ધનુષ તણી પ્રતિમાય, રત્ન મણિમય તે કહિવાય; એકાવતારી હોય જેહ, પ્રતિમા–દરિસણ પામે તેહ. સોવન ગુફા પશ્ચિમ દિશિ જ્યાંહિ, તે પ્રતિમા ભંડારી ત્યાંહિ, ભરત તણી નિપાઈ તેહ, દીઠે ભવનો આવે છે. ૨૧૩૨ એહવો શ્રી શેત્રુંજો જ્યાંહિ, હીર મુનીસર આવ્યા ત્યાંહિ; બોહોત્તરી સંઘવી આવ્યા તર્સિ, સંવત સોલ પંચાસો જર્સિ. ૨૧૩૩ ચૈત્રી પુનિમ દિન કહેવાય, શાહ શ્રીમલ શેત્રુજે જાય; સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ ૨૧૩૪ ટિ. ૨૧૩૨.૨ છેહ = છેડો, અંત ૨૧૩૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૩ ઠાકર કીકા કાલા જોય, શાહા મનજી સંઘમાંહિ હોય; સોની કલો નિ પાસવીર, શાહ સંઘા સોમા નર ધીર. ૨૧૩૫ ગાંધી કુંઅરજી બાપુઆ, સાહ તોલો સંઘમાંહિ હવા; વોહોરા વરજાંગ નિ શ્રીપાલ, બેહુ પુરુષની બુદ્ધિ વિશાલ. ૨૧૩૬ સાહ શ્રીમલ સંઘવી જ અનંગ, ચાલે જિમ રાણા નિસંગ; વસ્તપાલ વિક્રમની પરે, શેત્રુંજે આવ્યા બહુ રંગ ધરે. ૨૧૩૭. પંચસે સેજવાલાં સાર, માનવ તણો નવિ લાધે પાર; અશ્વ પાલખી ને ચકડોલ, યાચક બોલે કરતિ કલ્લોલ. ૨૧૩૮ જોડી પ્યાર વાગે નીસાણ, આવ્યો શ્રીમલ્લ પુરુષ સુજાણ; પાલીતાણે ડેરા દીધ, જાણે સોવનમય ઘર કીધ. ૨૧૩૯ કક શેઠ પાટણનો જેહ, કાઢી સંઘ ને આવ્યો તે; મહિતો અબજી સોની તેજપાલ, દોસી લાલજી બુદ્ધિ વિશાલ. ૨૧૪૦ સાહ સવજી પાટણ સંઘ સાથિ, અંતિ પુણ્ય કરું નિજ હાથિ; શેત્રુજ હર એક થાનકિ હોય, અસ્યો જોગ જગ દુલહો હોય. ૨૧૪૧ અમદાવાદના સંઘ તિહાં ત્રિશ્ય, વૃષભ ડેરા (બ) સુંદર વરણ; સાહા વપૂ યાત્રા જાય, પારિખ ભીમજી સંઘપતિ થાય. ૨૧૪૨ પુંજો બંગાણી ખીમસી કહ્યા, સાહ સોમો શેત્રુંજે ગયા ધસી; પાલીતાણે ડેરા દેહ, જાણે અકબર શાહ આવે. ૨૧૪૩ માલવ દેસનો સંઘવી સાર, સાહા ડામર મોટો દાતાર; સમેતશિખર જે સંઘવી થયો, ખટ હજાર પોઠી લઈ ગયો. ૨૧૪૪ છસેં વણિગ ઘોડે અસવાર, પાલા તણો નવિ લાધે પાર; - ડામરરાય ધરાવું નામ, સવાલાખ પરવતિ ગયો તામ. ૨૧૪૫ મિહીમુંદી પાંત્રીસ હજાર, ખરચી સફલ કર્યો અવતાર; તેડી સર્વ શેત્રુંજ આવીઓ, બહુ માનવ પંઠિ લાવીઓ. ૨૧૪૬ ચંદ્રભાણ સુરો લખરાજ, પુંઠિ આવી સારે કાજ; મેવાડનો સંઘ આવે વહી, સાતમો લાધો મુખિ સહી. ૨૧૪૭ મેવાતિ સંઘ અતિ અભિરામ, કલ્યાણ બંબૂ તેહનું નામ; ખાંડ બિસેર તે લહિણું કરે, દેશ-વિદેશ કરતિ વિસ્તરે. ૨૧૪૮ સદારંગ સાહાં મેડતા તણો, દ્રવ્ય ખરચે હરખિ આપણો; સવા લાખ પરવતનો સંઘ, આવી નિરમલ કરતાં અંગ. ૨૧૪૯ આવ્યો સંઘ આગરા તણો, ગાડાં વહેલ આડંબર ઘણો; જેશલમેર તણો સંઘ જોય, વીસલનગરનો સંઘ તિહાં હોય. ૨૧૫૦ પા. ૨૧૫૦.૧,૨ રજું, ત્રીજું થોથું ચરણ નથી. ટિ. ૨૧૪૧.૧ અંતિ = ચિંતવે, વિચારે ૨૧૪૫.૧ પાલા=પગપાળા યાત્રિકો Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત સિદ્ધપુરી મહેસાણા તણો, ઈડરનો સંઘ આવ્યો ઘણો; અહિમનગર નિ સાબલી, કપડવાણિજ્ય માતરનો વળી. ૨૧૫૧ સોજીતરૂં સુંદર નડિયાદ, પુણ્ય કાજે તે લાગે વાદ; વડનગર ડાભલું નિ કડા, આાર ખંડના આવ્યા વડા. ૨૧૫૨ મહિમદાવાદ બારેજું જોય, વડોદરાનો સંઘ તિહાં હોય; આમોદ સિનોર કેરા જન્ન, જંબુસર નરનારી ધa. ૨૧૫૩ કેરવાડ નગરી ગંધાર, રામજી સફલ કરી અવતાર; સુરતિ ભરૂઅચ્ચિ ભગવા જોય, રાનેરો સંઘ આવે સોય. ૨૧૫૪ ઉનાદીવ તણો સંઘ ત્યાતિ, ઘોઘા નવાનગરનો માંહિ; માંગરોલ વેલાઉલ નર બહુ, સિદ્ધાચલિ તે આવ્યા સહુ. ૨૧૫૫ દેવગિરિ નિ વિજાપૂરી, વઈરાટ સંઘ આવ્યા પરવરી; નંદબાર સિરોહી સાર, હુલાઈનો સંઘ સુસાર. ૨૧૫૬ સંઘ વાગડીઓ રાધનપુરી, વડલી કુણગિરિ અતિ ખરી; પ્રાહાંતીજ મહીઅજ પેથાપુરી, બોરસિદ્ધિના આવ્યા પરવરી. ૨૧૫૭ કડી શત્રુંજય માલા ધસે, ધોલકા સંઘ હરખું હસે; ધંધુકા ને વિરમગામ, નવાનગરનાં રાખે નામ. ૨૧૫૮ જૂનોગઢ કાલાવડ થકી, આવ્યા નર બેઠા પાલખી; - બોહોત્તરિ સંઘનો વિવરો એહ, નાહના સંઘ બીજા આવે. ૨૧૫૯ શ્રી શેત્રુજ ગિરિ ઉપર સાર, મનુષ્ય તણો નવિ લાધે પાર; એક ચઢે બીજાં ઊતરે, ત્ર૮ષભદેવની પૂજા કરે. ૨૧૬૦ થાવર જંગમ તીરથ અતિ, શેત્રુંજ હીરવિજયસૂરી યતિ; મલ્યા સાધુ તિહાં એક હજાર, હીરવિજયસૂરિનો પરિવાર. * ૨૧૬૧ યુપ્રધાન ક્યો ગુરુ હીર, સીલિં નિરમલ ગંગાનીર; શેત્રુંજા ઉપર બેઠો જસિં, સકલ સંઘ મલી વદિ તમેં. ૨૧૬ર દેશ-પરદેશના સંઘો સિદ્ધાચલે આવ્યા. શરણાઈઓ વાગે છે. ગૌરીઓ ગીતો ગાય છે. તેના આકાશગામી શબ્દો સાંભળી દેવદુંદુભિ પણ જાણે લજ્જિત થયાં. શંખ અને શરણાઈના શબ્દો ગુંજે છે. સઘળા લોકો બહુ સારું થયું' એવી સારવાણી બોલે છે. સુવર્ણફૂલથી સિદ્ધાચલને વધાવ્યો. આ શત્રુંજયની તોલે અન્ય કોઈ (તીથી નથી. સંઘ શત્રુંજયગિરિ ચઢે છે. મદનભેરી અને રણતૂર વાગે છે. ઋષભદેવનું મુખ નીરખવા સંઘ ઊલટ્યો છે, જેથી પાપપડળ દૂર થાય. પા. ૨૧૫૧.૧ પહેલું ચરણ નથી. ૨૧૫૮.૧ સંઘની (શત્રુંજયને બદલે) Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૫ કાંસીજોડા વાગે છે, અંતર અને વીણાના સૂરો રેલાય છે. મેરુ પર્વત ઉપર (જન્માભિષેકના મહોત્સવ જેવો શત્રુંજય ઉપર ઉત્સવ થાય છે. પાંચ વાદ્યોનો મંગલસૂચક ધ્વનિ થઈ રહ્યો છે. પુરુષ મોટાં મૃદંગ વગાડે છે. ચારે દિશામાં સ્ત્રી-પુરુષો મળ્યાં છે, જાણે ઋષભનો જન્મ ઊજવાઈ રહ્યો છે. વાચકો અને ગંધર્વો વણિકના ગુણ ગાય છે. સકલ સંઘવીઓ મસ્તકે તિલક કરે છે. હર્ષભેર આ ઋષભદેવ અને હીરગુરુની યાત્રા કરે છે. સ્ત્રી-પુરુષોનો કોઈ પાર નથી. સૌએ સંઘવીના ગુણ ગાયા. “આ પુણ્યવંત પુરુષોએ શત્રુંજયની યાત્રા કરાવી. એવી માતાઓને ધન્ય છે જેમણે એમને જન્મ આપ્યો.” ખૂબ જ ઠાઠપૂર્વક સૌ ઋષભદેવને ભેટ્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, પછી હીરગુરુને ખમાસણાં દઈને વંદના કરી. આમ તેમણે મનુષ્યભવનો લહાવો લીધો. સૌ શ્રાવકો સૂરજકુંડે જઈ સ્નાન કરી, વસ્ત્ર-આભૂષણ ધારણ કરી, કેસર, ચંદન, અગર, કપૂર, ધૂપ, પુષ્પ આદિ પૂજાની સામગ્રી લઈ સ્નાત્ર કરે છે ને શ્રીફળ ધરે છે, આરતી ને મંગળ દીવો ઉતારે છે. ભાવના ભાવતા અસંખ્ય ભવ્ય જીવો ભગવાનની પૂજા કરે છે. ઋષભદેવને મસ્તકે તેઓ સુવર્ણમય છત્ર તથા શિખર પર સુવર્ણનો ધ્વજદંડ ને કળશ ચડાવે છે અને એ રીતે ઋષભદેવની પૂજા કરે છે. સંઘવી તેમ જ અન્ય સ્ત્રીપુરુષો ભોજનની ભક્તિ અને લ્યાહારિની લહાણી કરે છે, કેટલાક સાકરનું પાણી પાય છે. કેટલાક બળદોને ગોળ ખવડાવે છે, કેટલાક સાધુઓનાં પાત્રોમાં વહોરાવે છે. કેટલાક જળ લઈને સામા દોડે છે ને પાણી પિવડાવીને પુણ્ય મેળવે છે. કેટલાક પુણ્ય કરીને ભાવના ભાવે છે કે જો આપણે ઘરે લક્ષ્મી હોત તો અમે પણ સંઘની આવી પ્રબળ ભક્તિ કરત. સંઘે ઋષભદેવના પાય પૂજ્યા અને હીરસૂરિને વાંદ્યા. એક આવે છે ને એક જાય છે. એમ કરતાં ડામર સંઘવી આવ્યા. જિનેશ્વરની પૂજા કરીને તેઓ ગુરુ પાસે ગયા ને બે હાથ જોડી પગે લાગ્યા. એમના પગ પડીને કહે છે, “આપ કહો તે પ્રમાણે કરું.” એમણે મુકુટ, કુંડલ ને ગળાનો હાર ભગવાનને પહેરાવ્યાં, સર્વ સાધુઓને પૂજ્યા ને તેમાં સાત હજાર મહેમુદી ખર્ચાયા. પછી ગંદ્યારનો સંઘ મળવા આવ્યો. એમાં રામજી જેવો કોઈ દાની નથી. તેણે હીરસૂરિને વંદન કર્યા. ત્યારે હીરે હસીને કહ્યું, તમે કહેલું વચન યાદ તો છે ને ? કહેલું કે જો સંતાન થશે તો શિયળવ્રત ગ્રહીશ. તમને સંતાન થયું જણાય છે તો હવે શું કરવું તે નક્કી કરો.” આ સાંભળી રામજી સાવધાન થઈ ગયો. શત્રુંજય તીર્થ અને હીર સરખા ગુરુ એક સાથે ક્યાં મળે ? એ તો મરુદેશમાં કલ્પવૃક્ષ ફળ્યા જેવું છે. તે હાથ જોડી શિર નમાવે છે ને ચોથા વ્રતનો સંકલ્પ કરે છે. એની સાથે બાવીસ વર્ષની વયની પત્ની છે તે પણ પતિની સાથે જ આ વ્રત લે છે. સૌએ આ યુગલનું બહુમાન કર્યું. વળી બીજાઓએ પણ આ વ્રત લીધું. ત્યાં ઓચ્છવ-મહોચ્છવ થાય છે, જેમ રાજગૃહીનગરીમાં વીરની નિશ્રામાં થતો. હીરના પુણ્યનો પાર નથી. તેઓ ઘણા જીવોના તારણહાર બન્યા; જેમ નંદિષણની વાણીથી અનેક લોકો બોધ પામ્યા. પછી પાટણનો કકુ સંઘવી હીરસૂરિને વંદન કરવા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત આવ્યો. ઇદ્રસભા જોઈ રાજી થયો ને બે હાથ જોડી ઊભો રહ્યો. તેણે પણ ચોથા વ્રતનો સ્વીકાર કર્યો. એ જોઈ ત્રેપન જણાએ આ વ્રત લીધું. આમ હીરની કીર્તિ જગમાં પ્રસરી. શ્રાવકોએ હીરનું પૂજન અગિયાર હજાર ભરૂચની ઉછામણથી કર્યું. અન્યનું આખા જન્મારાનું જે પુણ્ય હોય એનાથી શ્રી હીરનું એક ઘડીનું પુણ્ય ચડી જાય. આમ, હીરસૂરિ ઋષભદેવને ચરણે પ્રણમીને, નીચે ઊતરી પાલીતાણામાં આવે છે. ત્યાં મોટો ઉત્સવ થયો. સ્ત્રીઓ ગીતો ગાવા લાગી. એક વાર હીરસૂરિ ઠંડિલ કાજે ગયા ત્યારે તેમણે અશોભતો વ્યવહાર જોયો. કેટલાક દર્શનાર્થીઓ પાલો રાંધીને જમતા હતા તે હીરસૂરિને ગમ્યું નહીં. એમણે સોમવિજયજીને આ વાત કહી. સોમવિજયજીએ તેજપાલને કહ્યું. તેજપાલે સાંગદેને કહ્યું. પછી (તેજપાલ અને સાંગ) બન્નેએ મળી આ અંગે વિચાર કરી દર્શનાર્થીઓને તેડ્યા. આ બધાને ચાર રોટલી ને ચાર કડછી અન્ન, પાશેર ઘી, બે શાક, થોડી સુખડી આપી. તેઓ ખુશ થયા. હીરની કીર્તિ આકાશે પહોંચી, હીર જેવો કોઈ સાધુ નથી.” હીરસૂરિના વચનથી સૌ દર્શનાર્થીઓ શતા પામ્યા. બધા તપાગચ્છની પ્રશંસા કરે છે. તેમની દોલત દિવસે દિવસે ઘણી વધવા લાગી. ઉદયકરણ શેઠ ગચ્છપતિને ખંભાત આવવા વિનંતી કરે છે. દીવનો સંઘ પણ ખૂબ આદર કરે છે. મેઘજી પારેખ ખોળા પાથરે છે. દામો પારેખ અને રાવજી રાતદિવસ વિનંતી કરે છે. (દીવનાં) લાડકી બાઈ વિનંતી કરતાં કહે છે, “હીરવિજયરૂપી સૂર્ય સઘળે પ્રકાશ પાથરે છે પણ ભોંયરામાં કદી નહીં. અમે (દીવવાસીઓ) તો ભોંયરાવાસી જેવાં છીએ ત્યાં અજવાળું કરો.” (ઢાળ ૮૫ – કડખાની. રાગ આસાવરી.) આયો સંઘ સિદ્ધાચલેં દેશપરદેશનો, વંક નફેરીઓ બહુત વાજે; ગાજતી ગોહરિ ગગન લર્નેગુંજતી, શબ્દ સુણતાં સુરાભંભલાજે. આયો ૨૧૬૩ શબ્દ શરણાઈઓ શબ્દ બહુ શંખના, સારવાણી સકલ લોક બોલે; સોવન ફુલે સિદ્ધાચલ વધાવીઓ, નહીં કોતીરથ શેત્રુજતોલે. આયો૦ ૨૧૬૪ ચઢતો શેત્રુંજોગિરિ ઉપર પરવરી, મદનભેર રણદૂર વાજે, - ઉલટ્યો સંઘ મુખઋષભનું નીરખવા,પાપનાં પડલતે દૂરિભાછે. આયો૦ ૨૧૬૫ તાલ કંસાલ કરિ કસી વાજતી, યંતર વણારવ તે ત્યહાં થાય, એહશેત્રજાગિરિ ઉપરિઓછવ,મેરૂ મહોછવપરિત્યહાં થાય. આયો૦ ૨૧૬૬ પંચશબ્દાં બહુસી કરી આગલું, ખૂંદગ મોટાં વાઈ પુરુષ કોઈ; ચિહું દિશી પરવર્યા પુરુષ નારિ બહુ, જાણીયે ઋષભનો જન્મ હોય. આયો ૨૧૬૭ ટિ. ૨૧૬૩.૨ સુરાભંભ = દેવદુંદુભિ ૨૧૬૭.૧ પંચશબ્દ = પાંચ વાદ્યોનો મંગલસૂચક ધ્વનિ. Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૭ યાચક ગંધપા ગુણસ્તવે વણિગના, સંઘવી સકલ શિરિ તિલક કરતા; હર્ષતિહાસતપુરુષસ્પેપરવર્યા, ઋષભનેહરની યાત્રા કરતા. આયો૦ ૨૧૬૮ કોડિબદ્ધ નારીઓ પાર નહિ પુરુષનો, ગુણ સંઘવી તણા સહુએ ગાયા; પુરુષ પુણ્યવંત ગિરિ શેત્રુંજે આવીઆ, ધન્ય જનુની જેણે એહ જાયા. આયો૦ ૨૧૬૯ બહુઅ આડંબરે ઋષભજિન ભેટીઆ, ત્રિય પ્રદક્ષણા ત્યાં દેતા; દીયે ખમાસણાં હીરગુર વાંદવા, મનુઅભવ લાભ તે સબલ લેતા. આયો૦ ૨૧૭૦ સૂરજકુડે જઈ દેહ પખાલતા, ધોતી પહેરિયા ભૂષણ ધારી; કેશર ચંદન અગર કપૂરસ્યું, ધૂપ પુષ્પ લેઈ પૂજ સારી, આયો૦ ૨૧૭૧ સનાત્ર શ્રાવક કરિ શ્રીફલ સો ધરે, ઉતારતા આરતી મંગલ દીવો; ભાવના ભાવતા અનેક નર આવતા, પૂજ કરતા અસી ભવ્ય જીવો. આયો૦ ૨૧૭૨ કનકમેં છત્ર ને દંડ સોવન તણો, ઋષભનિ મસ્તીગ સોય ધરતા; | કનકમેં ભૂષણ કલસ ધ્વજ તોરણા, એમ જિન ઋષભની પૂજા કરતા. આયો૦ ૨૧૭૩ સંઘવી પ્રમુખ પુરુષ બીજા ઘણા, પુણ્ય કાજિ બહુ નારિ ધાય; ભગતિ ભોજન તણી લહાણી ત્યાહારિ તણી, કેટલા સાકર નીર પાય. આયો૦ ૨૧૭૪ કેટલાં ગોલ વૃષભમુખેં વાવરે, કેટલા સાધનાં પાત્ર ભરતા; કેટલા જલ ભરી સોય સાહમાં ધસે, પુરુષાં પાણી પાઈ પુણ્ય કરતા. આયો૦ ૨૧૭૫ કેટલા પુણ્ય કરી ભાવના ભાવતા, કેટલા કહે હૂઆ અતિથી નિરતા; જોહલછી ઘરિંઆપણે આવતી, સબલતો સંઘની ભગતિ કરતા. આવ્યો૦ ૨૧૭૬ સંઘ ઋષભના પૂજે પાય, વાંદ્યા હીરવિજયસૂરિ રાય; એક આવે એક વલતાં જર્સિ, ડામર સંઘવી આવ્યા તમેં. ૨૧૭૭ જિન પૂજીને ગુરુ કનઈ જાય, બે કર જોડી પ્રણમે પાય; વલગી પાય કહિ પરિ સો કરું, મમ બોલો ગહિલું આદરૂં. ૨૧૭૮ મુગટ કુંડલ ને હિયડે હાર, ભૂષણ સહુએ પહેરાવ્યાં સાર; સકલ સાધ પૂજ્યા વિખ્યાત, મહિમુંદી હુઈ સહિત જ સાત. ૨૧૭૯ આવ્યો સંઘ પછિ ગંધાર, રામજી સમો નહિ કો દાતાર; તેણે હીરને વાંદ્યા ધસી, હીરે વચન કહ્યું તસ હસી. ૨૧૮૦ ટિ. ૨૧૭૬.૨ લછી = લક્ષ્મી Page #283 -------------------------------------------------------------------------- ________________ · શ્રાવક કવિ ઋષભદાસકૃત વચન સાંભરે છે કે કહું, હુએ સંતાન તો શીવ્રત ગ્રહું; હવું જણાય છે તો તુહ્મ તણે, સ્યું કરું જુ ગુરુ હીરો ભશે. ૨૧૮૧ રામજી નામ હુઓ હુસીઆર, કિહાં પામવો શેત્રુંજો સાર; હીર સરીખો ગુરુ કિહાં મલે, મારૂદેશમ્હાં સુરતરૂ ફલે. કર જોડી શિર નીચું કરે, ચોથું વરત તિહાં ઉચ્ચરે; બાવીસ વરસની નારી સાથિ, લેતી વ્રત નરનિ સંઘાતિ. તે દેખી પૂજ્યાં નરનારી, ઘણે વ્રત લીધાં તિણે ઠારિ; ઓછવ મોછવ થાય ત્યાંહિ, વીરનિ જિમ રાજગૃહી માંહિ. હીરના પુણ્ય તણો નહિ પાર, ઘણા જીવનો તારણહાર; નંદિષણની વાણી જાણ, અનેક નર બૂજ્યા ગુણ ખાશ. કકૂ સંઘવી પાટણનો જેહ, હીનિ વંદન આવ્યો તેહ; ઇંદ્રસભા દેખી ગહગહ્યો, બે કર જોડી ઊભો રહ્યો. ચોથું વ્રત તેણે આદર્યું, ત્રિહિપન્ન જણે મન નિશ્ચિ વર્યું; પુઠિ વ્રત તે લેતા સહી, હીરકીરતિ જગમાં ગહિગહી. પૂજ્યા શ્રાવકે હીર અપાર, હુઈ ભરૂઅચી ઇગ્યાર હજાર; અન્યનું પુણ્ય જન્મારા તણું, તેથી હીર ઘડીનું ઘણું. હીર ૠષભના પ્રણમી પાય, ઊતરી પાલીતાણે જાય; તિહાં કણિ ઓછવ સબલો થાય, મૃગનયણી ગોરી ગુણ ગાય.૨૧૮૯ ઠંડિલ કાર્જિં ગયા એક વાર, અશોભતો દીઠો વ્યવહાર; દરસણી પાલિ રાંધી જિમે, હીર તણે નિ તે નવિ ગમે. વિગર થયા એ માઠું સહી, સોમવિજયનિ વાત તે કહી; ૨૧૯૧ સોમે જણાવ્યું તેજપાલ તણે, તેજપાલ સાંગદે આગલિ ભણે. બેહુ મલી તવ કર્યો વિચાર, દરસણી તેડ્યા તેણી વાર; ૨૧૯૨ રોટી ચ્યાર ચ્યાર કડછી અન્ન, ઘૃત પાશેર દેઈયે પ્રસન્ન. દોય શ્યાક થોડી સુખડી, સ કીતિ આકાશે અડી; દરસણી સઘળા હરિખ અતી, હીર સમો નહિ જ ગમા યતી. ૨૧૯૩ હીરવચનથી હરમ્યત રહી, દરસણી શાતા પામ્યા સહી; કીતિ કરે સહુ તપગછ તણી, દિનદિન દોલત વાધે ઘણી. ૨૧૯૪ ઉદયકરણ કરિ વિનંતી, ત્રંબાવતી આવો ગછપતી; દીવનો સંઘ આદર બહુ કરે, મેઘ પારિખ ખોલા બહુ પાથરે.૨૧૯૫ પા. ૨૧૮૨.૧ તાંમ (‘નામ’ને સ્થાને) ૨૧૮૪.૧ બુઝયા (પૂજ્યાં’ને સ્થાને) ૨૧૯૦.૧ અશોભતું જ્યાતે દીઠું જ અપાર બ્રહ્મચર્યવ્રત ૨૧૮૭.૧ ત્રિહિપન્ન ટિ. ૨૧૮૩.૧ ચોથું વરત(વ્રત) ભરૂઅચી = કોઈ નાણું, દ્રવ્ય (?) ૨૪૮ = = ૨૧૮૨ ૨૧૮૩ ૨૧૮૪ ૨૧૮૫ ૨૧૮૬ ૨૧૮૭ ૨૧૮૮ ૨૧૯૦ ત્રેપન, ૨૧૮૮.૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૪૯ પારિખ દામો નિ સવજીહ, કરી વિનંતી તે નિસદીહ; લાડકી બાઈ કરી વિનંતી, હીરવિજય જેહવો દિનપતી. ૨૧૯૬ સઘલે જ્યોતિ કરતો તે સદા, ભુંયરામાંહિ ન ઊગ્યો કદા; ભુંયરાના વાસી છું અમો, તિહાં અજુવાલું કીજે તમો. હે ગુરુજી, આપ ઉના-દીવમાં પધારો. તમોએ બીજે તો બધે જ વિહાર કર્યો છે. પાટણમાં આઠ ચોમાસાં રહ્યા ને દેવગતિનો માર્ગ સરળ કર્યો. ખંભાતમાં સાત ચોમાસાં રહ્યા અને ધર્મની ઘણી વાતો કરી. અમદાવાદમાં છ ચોમાસાં રહ્યા ને પુણ્યથી સાધુપુરુષનું સાંનિધ્ય પ્રાપ્ત કરાવ્યું. શિરોહીમાં બે ચોમાસાં, સાંચોરમાં બે ચોમાસાં, અભિરામાબાદ અને ફત્તેપુરમાં એકેક ચોમાસું રહ્યા, કુણગિરિ અને મહેસાણામાં એકએક, સોજિત્રા અને બોરસદમાં એક એક, આમોદ અને ગંધારમાં એક એક અને રાધનપુરમાં એક ચોમાસું રહ્યા. પણ અમારે ત્યાં ક્યારેય નહીં.” પછી વિમલહર્ષે ઉપાધ્યાય અને સામવિજયને પણ વિનંતી કરી આ માટે વિચારવા કહે છે. ત્યારે હીરસૂરિ બોલ્યા, “તમારી જેવી રુચિ હશે અને સૌને સુખશાંતિ રહે તેમ કરશું.” હીરગુરુનાં આવાં વચનોથી દીવનો સંઘ ખુશ થયો. વધામણિયાએ દીવમાં આવી આ સમાચાર કહ્યા ત્યારે તેને ચાર તોલાની સોનાની જીભ અને લ્યાહારી વસ્ત્ર પ્રાપ્ત થયું. ત્યારે હીરનો મહિમા વધ્યો. (ઢાળ ૮૬ – ચંદાયણની) ઉના દીવ માહિજ પધારો, સકલ તુહમો કીધો વિહારો; પાટણ રહ્યા ચોમાસાં આઠો, સુલભ કરી સુરગતિની વાટો. ૨૧૯૮ ખંભાયતિ રહ્યા ચોમાસાં સાતો, ભાખ્યા ધર્મ તણા અવદાતો; - અમદાવાદમાં ખટ ચોમાસાં, પુણ્ય સાધુ-પુરુષનાં પાસાં. ૨૧૯૯ બે ચોમાસાં રહ્યા સિરોહી, સાચોર કોઈ ચોમાસાં હોઈ; અભિરામાબાદ ફત્તેપુર માંહિ, એકેક ચોમાસું રહીઆ ત્યાંહિ. ૨૨૦૦ કુણગિરિ મહિસાણું સારો, રહ્યા ચોમાસું અકેકી વારો; સોજીતરા બોરસિદ્ધિ મજારો, એકેક ચોમાસું તેણે ઠારો. ૨૦૦૧ આમોદ નગરી જિહાં ગંધારો, એકેક ચોમાસું કીધું સારો; રાધનપુર માંહિ રહ્યા એક વારો, કહીયે ન કીધી અહ્મારી સારો. ૨૨૦૨ વિમલહર્ષ ઉવઝાય વિચારો, સોમવિજય પંડિતમાં સારો; કરીયે વિનતિ તુહ્મનિ અપારો, રહ્યા નહિ તુહ્મ તિહાં એક વારો. ૨૨૦૩ હીર કહિ જિમ તુહ્મ રૂચિ હોય, સુખશાતા લહી જિમ સહુ કોઈ; હીર વચન ઈમ બોલ્યો જ્યારિ, સંઘ દીવનો હરખ્યો ત્યારિ. ૨૨૦૪ પા. ૨૧૯૬.૨ તિહાં કરી ૨૨૦૦.૧ આગે (2) (સાંચોરને સ્થાને). ટિ. ૨૨૦૨.૨ કહીયેં = ક્યારેય Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - શ્રાવક કવિ ઋષભદાસકૃત વધામણીઉ દીવ માંહી આવે, ચ્યાર તોલા તેમની જીભ પાવે; વસ્ત્ર ત્યાહારી બહુ તસ લાધે, હીર નામિ તસ મહિમા વાધે. ૨૨૦૫ હીરજીનું ઉના જવાનું નક્કી થતાં સંઘવી પગે લાગે છે અને શ્રીમલ પ્રમુખ કહે છે હવે વળી ક્યારે ગુરુનાં ચરણ વંદીશું ? વંદન કરી દુઃખ ધરતા તેઓ ગિરનાર ગઢ ગયા. અને હરિગુરુએ ઉના તરફ વિહાર કર્યો. દિવસેદિવસે અધિકો ઉત્સવ થાય છે. દીવનો સંઘ હીરને ચરણે નમ્યો. ગુરુને તેડીને ઉના લઈ જાય છે. સિંહ જેમ પાછું વળીને જુએ તેમ હીરગુરુ ફરીફરીને શત્રુંજયને નિહાળે છે. આગળ જતાં શેત્રુંજી નદી આવી. ત્યાં જાતજાતનાં વૃક્ષો ઊગ્યાં છે જેવાં કે પુત્રાગ, નારિંગ, નાગ, સીસમ, સાગ, તાલ, તમાલ, જાંબુ, અશોક, આંબલી, આંબા, કેળ, દાડમ વગેરે. તેનાથી નદીનાં નીર શોભે છે. નદી ઊતરી તેઓ આગળ વધે છે. દાઠા અને મહુવા ગામ વચ્ચે આવે છે. દેલવાડા ને અજારા આવ્યાં. ત્યાં ભગવાનની સેવા કરી. દશરથપિતા અજરાજાએ (અજારાની) મૂર્તિ ભરાવી હતી. તેની ઉત્પત્તિનો વૃત્તાંત સાંભળો. સાગર નામના એક વણિક શેઠ વહાણ ભરીને વેપાર અથે) નીકળ્યા. એકવાર આકાશમાં મેઘગર્જનાઓ થવા લાગી. સમુદ્રના મોજાં ઊછળવા લાગ્યાં. ભયંકર મચ્છો પ્રગટ દેખાવા લાગ્યા. તોફાનમાં વહાણ એવું હાલકડોલક થવા લાગ્યું કે જાણે ઘડીકમાં પાતાળને સ્પર્શે ને ઘડીકમાં આકાશને આંબે. સાગર શાહ મનમાં વિચારે છે કે “કોણ બધાંનું દુઃખ જુએ ?' એમ વિચારી અનશન ગ્રહીને સમુદ્રમાં ઝંપલાવવા તૈયાર થયા. ત્યારે પદ્માવતી પ્રગટ થઈ શેઠને કહે છે “શેઠજી, તમે આત્મહત્યા ન કરો. શ્રી પાર્શ્વનાથનો જાપ કરો. અને સમુદ્રમાં રહેલી જિનપ્રતિમાને તમે લો.” પદ્માવતીદેવી પેટી આપે છે. સાગર શેઠે પ્રતિમાને ગ્રહણ કરી. દેવીએ કહ્યું, “અજારા નામના ગામમાં જઈ ત્યાંના રાજાને આ પેટી આપજો” એમ કહી દેવી અંતર્ધાન થયાં. વહાણ સુખે તરીને પાર ઊતર્યું. અજારા ગામે આવી તેણે (રાજાને) પેટી આપી. જેમ પૂર્વ દિશામાં સૂર્ય પ્રગટે તેમ પેટીમાંથી પ્રભુ પ્રગટ થયા. સર્વ રોગો દૂર થયા. સર્વ સંયોગો સિદ્ધ થયા. રાજાનો મહિમા વધ્યો. રાજાએ બાર ગામો આપ્યાં. જિનપ્રતિમાની આ ઉત્પત્તિકથા છે. એ સુંદર મૂર્તિની પૂજા કરો. હીરસૂરિ તે જિનપ્રતિમાને જુહારતા અજારા રહ્યા. ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં દીવનો સંઘ આવ્યો ને હીરસૂરિને તેડી ગયો. એમને મસ્તકે ચંદરવા ધરાવે છે. માથે સુવર્ણકળશ ધારણ કરતી સ્ત્રીઓ આગળ ચાલે છે. અન્ય સ્ત્રી-પુરુષો વસ્ત્રાલંકારે સજજ થઈ ગુરુને વંદન કરે છે. વાજિંત્રો વાગે છે સ્ત્રીઓ ગીતો ગાય છે. વાચકોને દાન આપે છે. પટોળાંએ ઐરાવતને શણગારે છે. પુરુષોનો પાર નથી. આગળ ઘણા છડીદારો છે. પહોળો માર્ગ પણ સાંકડી શેરી બની ગયો. જાણે ભરત ચક્રવર્તી પધારે તેમ હીરસૂરિશ્ચંદ્ર આવ્યા. ઉના નગરને એવું શણગાર્યું Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૧ કે એ જોઈ લંકા પણ હારી જાય. ગુરુ પધાર્યા ત્યારે એમના ચરણે પટોળાં પથરાય છે. ગુરુ ઉપાશ્રયે આવ્યા. થાળ ભરીને મોતીએ વધાવ્યા. સ્ત્રીઓએ ગહૂળી કરી, ઉપર નાણું મૂક્યું. મનની ઊલટથી, સુવર્ણ ધરીને ગુરુને નવે અંગે પૂજ્યાં. સાથે પચીસ સાધુઓ હતા. તેમને પણ પૂજ્યા. મોટી પ્રભાવના થઈ. બારણે તોરણ બંધાયાં. બપ્પભટ્ટસૂરિની જેમ અભિગ્રહપૂર્વક ઋષિ ઉનામાં રહ્યા. અન્ય (જૈનેતર)ને ત્યાંથી આહાર લે છે. કો'ક દી રોટી મળે તો કો'ક દી ધાન મળે. ત્યાં આજમખાન આવી મળ્યા. હજની યાત્રાએથી આવીને તેઓ ઋષિને વાંદવા આવ્યા. તેણે સાતસો રૂપિયા ભેટ ધર્યા. હીર કહે, “આ અમારે કામના નથી. અમે તો સ્ત્રી અને ધન છોડ્યાં છે. જો અમારે લેવું જ હોત તો બાદશાહ ખુદ ઘણું જ આપતા હતા. પણ હાથી-રથ એ બધું અમને નહિ, તમને શોભે.” આજમખાન ઘણો ખુશ થયો. “તમને ધન્ય છે. તમે બંદીઓને છોડાવો છો.” એમ કહી આ ભલા સાધુ હીરના ગુણ ગાય છે. હીરસૂરિનું વ્યાખ્યાન સાંભળી આજમખાન ઊઠ્યો. હીરસૂરિ ઉનામાં રહીને રોજ ધર્મકથા કહે છે. ત્યાં ઘણું ધન ખર્ચાય છે. ત્રણ મોટી પ્રતિષ્ઠા થાય છે. એક મેઘજી પારેખે કરાવી, બીજી લખરાજ રૂડાએ કરાવી અને ત્રીજી લાડકીબાઈની માતાએ કરાવી. ત્યાંના શાહ બકોરે સંયમ લીધો. ઘણું દ્રવ્ય ખર્ચાને જૈનરૂપિણી દીક્ષાને વર્યા. તેઓ શ્રીમાળવંશના શણગારરૂપ હતા. છતી ઋદ્ધિને તેમણે છોડી દીધી અને હીરસૂરિને હાથે દીક્ષિત થયા. એક સો મહિમુંદી એમણે ખરચ્યા. પાછળ કોઈ વઢવા આવે એવું એમણે રાખ્યું નહોતું. એક વર્ષમાં તો સૂત્રાદિક ભણી લીધું. સરસ આહારાદિકનો ત્યાગ કરે છે. અવગુણોથી રહિત થઈને શાહ બકોર સંવેગ, સમકિત, દયા, બુદ્ધિ, સુશીલતાના ધારક બન્યા. બીજા પણ અનેક ઓચ્છવો થયા. ઉપદ્યાન-માળ અને વતપૂજા પણ થઈ. નવાનગરનો પુરુષ અને જામસાહેબ વજીર અબજી ભણસાલી આવીને હીરસૂરિને વંદન કરે છે. એક લાખ ટંકાનું લૂછણું કરી વાચકોને દાનમાં આપે છે. આમ ઋષિરાજ ઉનામાં રહ્યા તે ગાળામાં અનેક ઉત્સવ થયા. જ્યારે ચોમાસું પૂરું થયું એટલે સૂરિજી વિહાર માટે તૈયાર થયા. પણ સૂરિજીનું સ્વાથ્ય સારું ન હોતાં શ્રાવકોએ કહ્યું : “આ વર્ષે પણ ચોમાસું અહીં જ રહો અને શરીર સ્વસ્થ થાય એટલે વિહાર કરજો. રોગ સાથે હે હીરજી, કેવી રીતે ફરશો ?” સકલ સાધુ સમક્ષ શ્રાવકોએ આમ કહ્યું એટલે હીરગુરુ ઉનામાં જ રહ્યા. તેમને પગે સોજા આવ્યા. તેઓ ઔષધ કરાવતા નથી. દીવ-ઉનાનો સંઘ એકઠો થયો. હીરસૂરિને ઘણી વિનંતી કરી કે હે મુનિવર, ઔષધ કરો જેથી તમારો વ્યાધિ દૂર થાય. હીર કહે, “હે પરમ નર, સાંભળો. ભોગવ્યા વિના કર્મો છૂટતાં નથી. સનતકુમારે ઔષધ ન લીધું પણ કર્મો ખપતાં જ રોગ દૂર થયો.” શ્રાવકોએ કહ્યું, “હે હરિગુરુ, શ્રી મહાવીરે પણ ઔષધ કરાવ્યું હતું. જ્યારે એમને અતિસારનો વ્યાધિ થયો ત્યારે એમણે ઘટતો કોહલાપાક લીધો હતો. કેસર વૈદ્ય જ્યારે મુનિના શરીરમાંથી કીડા કાઢતા હતા ત્યારે મુનિવર કાંઈ બોલ્યા નહોતા. શ્રાવકનું તો એ કર્તવ્ય છે કે મુનિવરની સારવાર કરે. હે હીર, અમને આશા આપો” પણ હીરગુરુ આજ્ઞા આપતા નથી. મનમાં તે વિચારે છે કે “આ બધા એમ કહીને મને ઘણા દોષ લગાડશે.” આમ વિચારી આશા ન આપી ત્યારે બધાએ એક નિશ્ચય Page #287 -------------------------------------------------------------------------- ________________ ર૫ર શ્રાવક કવિ ઋષભદાસકૃત કર્યો. બધા તે જ સ્થાને ઉપવાસ પર ઊતર્યા. માતા બાળકને ધવરાવતી પણ નથી. શોરબકોર થઈ ગયો. બધા હીરગુરુને વીનવવા લાગ્યા. સોમવિજય વાચક કહે, “જો ઔષધ નહીં લો તો શ્રાવકનાં મન માનશે નહીં. પૂર્વેના ઋષિઓએ પણ ઔષધ તો કરાવ્યાં છે તે તો તમે જાણો જ છો. તમે પણ થોડું શુદ્ધ ઔષધ કરો અને સકલ સંઘને મહત્ત્વ આપો (માન રાખો).” નેમિનાથની જેમ મન વિના જ મુનિવરે હા પાડી (સંઘનો) આદર કર્યો. સંઘ ત્યારે અત્યંત ખુશ થયો. માતાઓએ પોતાનાં બાળકોને ધવરાવ્યાં. વૈદ્યોએ વિવેકપૂર્વક ઔષધ આપ્યું. દિવસે દિવસે રોગ કાંઈક ઓછો થયો. પણ શરીરમાં હવે એવી શક્તિ નહોતી કે ગુરુ સુખપૂર્વક સ્વાધ્યાય કરી શકે. હીરસૂરિએ આયુષ્ય ઘટી રહ્યું છે એમ મનથી પામી જઈને સર્વ સાધુઓને બોલાવ્યા. અને કહ્યું કે સત્વરે જેસંગને – વિજયસેનસૂરિને તેડાવો જેથી મને ખૂબ શાંતિ થાય. મુનિએ કાગળ લખ્યો. તે લઈને ધનવિજય તેડવા ગયા. તેઓ લાહોર પહોંચ્યા. કાગળ આપીને ગુરુને વંદન કર્યા. તમારામાં હીરગુરુનું મને લાગ્યું છે. પણ તમે તો અહીં અકબરમાં મુગ્ધ છો. ઘણા દિવસ થયા. તમને ઋષિરાજ તેડાવે છે. તમે ગુર્જર દેશમાં પધારો. અમે તમને તેડવા જ આવ્યા છીએ. હીરગુરુનું શરીર સ્વસ્થ નથી. માટે તમે અહીંથી વિહાર કરો. હીરગુરુએ જોષીને પણ તમારી વાત પૂછી છે કે જેસંગ (વિજયસેનસૂરિ) ક્યારે અહીં આવશે ? ક્ષણેક્ષણે તેઓ તમારું જ નામ જપે છે; જેમ સીતા રામને સંભારતાં હતાં. તે સાંભળી જેસિંગ (વિજયસેન) વ્યગ્ર થયા. તેમનાં સઘળાં અંગો શિથિલ થયાં. અકબર શાહને વાત જણાવી કે હીરસૂરિનો દેહ પરવશ થયો છે. અકબર શાહ પણ દુઃખી થયા. બોલ્યા, “વેગે જાઓ અને હરિગુરુને જઈ મળો. એમને મારી દુવા પહોંચાડજો.” પછી વિજયસેનસૂરિએ પ્રયાણ કર્યું. વિજયસેન વેગે આગળ વધે છે. ગુર્જરદેશની નજીક આવે છે. આ બાજુ, હીરસૂરિ જેસિંગની વાટ જુએ છે, ભાટ-ચારણ જેમ દાતાને ઈચ્છે તેમ. હીરપુર મનમાં વિચારે છે, “આચાર્ય વિજયસેનસૂરિ) હજી આવ્યા નહીં. એમને વિશે કાંઈ ખબર નથી. વિષમપંથ કળ્યો જતો નથી. આ અવસરે જો તેઓ અમારી પાસે હોત તો અમે ઉલ્લાસભેર અનશન કરત. એમની ઉપસ્થિતિમાં હીર પરલોકે જાત તો જેસિંગ (વિજયસેન)ની લાજ – શોભા ઘણી વધત.” આમ કરતાં કેટલાક દિવસો વીતી ગયા. પછી હીરગુરુ કહે છે, “હવે આયુષ્ય થોડું જણાય છે. માટે આતમકાજ કહો તો સારું.” ત્યારે સોમવિજય ઉપાધ્યાયે કહ્યું, “આતમકાજ કરતાં તો આખી જિંદગી ગઈ. આજ લગી આપે જે ધર્મનાં કામો કયાં છે તેને યાદ કરો. આપે તો આવા વિષમકાળમાં પણ આત્મસાધના કરવામાં કાંઈ કચાશ રાખી નથી. ત્યાગ, વૈરાગ્ય, તપશ્ચર્યા, જ્ઞાન, ધ્યાન અને ક્ષમા આદિ ગુણો તથા અસંખ્ય જીવોને અભયદાન આપવા અપાવવા દ્વારા આપે તો આપના જીવનને સાર્થક કરી જ લીધું છે.] આપે એકાસણું, નીવી કરી તેમાં પાંચ વિગયનો ત્યાગ કર્યો છે. ગણીને બાર દ્રવ્ય લેવાના અને દોષરહિત આહાર વાપરવાના નિયમો પાળ્યા છે. વિજયદાનસૂરિ પાસે બે વાર આંખે આલોયણા લીધી છે. આપે ૩૬૦ ઉપવાસ, ૨૨૫ છઠ, ૮૧ અઠ્ઠમ, બેહજાર આયંબિલ, બે હજાર નીવી, ૮૧ એકભક્ત, ૩૬૦૦ ઉપવાસ Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૩ એમ અનેક તપ કર્યો છે. વીસ સ્થાનક તપની આરાધના વીસ વાર કરી. તેમાં ૪00 આયંબિલ કર્યો. તથા ચારસો ચઉત્થભત્ત કર્યા, તે ઉપરાંત બીજા છૂટક છૂટક ચારસો ચઉત્થભત્ત કર્યા. ગુરુજી, તમે તો પાપનો ક્ષય કરનારા છો. સૂરિમંત્રની આરાધના ત્રણ માસ કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, કાયોત્સર્ગ, નીવી, એકાસણાં આદિ કર્યો. જ્ઞાનની આરાધના માટે બાવીસ માસ તપ આદર્યું. આયંબિલનીવીનાં તપ કરીને તમે કર્મરોગને ટાળ્યો. પોહોરમાં પાંચસો વાર ખમાસમણ, લોગસ્સ ઉજ્જોઅગરેનું ધ્યાન – એમ બાવીસ માસ કાઉસગ્ન કર્યો. ગુરુતપમાં ત્રણ મહિના અઠમ, છઠ, ઉપવાસ, આયંબિલ, નવી વ. તપ કર્યા. વાપરવામાં સફેદ ધાન્ય અને તે પણ મોળું – અલૂણું. જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાનું ૧૧ માસનું તપ તથા સાધુની બાર પ્રતિમા વહન કરવારૂપ તપ આપે કર્યો. અભિગ્રહો ધારણ કર્યા. દશવૈકાલિકનો સ્વાધ્યાય રોજ આપ કરો છો. અને આતાપનાનો પરીષહ પણ આપે સહ્યો છે. આપની કરણી કહી જાય એમ નથી. એ વિશે બોલતાં તો બ્રહ્મા પણ થાકી જાય. આપે અનેક ગ્રંથોનું સંશોધન કર્યું. ચાર ક્રોડ ગાથાનો સ્વાધ્યાય કર્યો. ૧૦૮ શિષ્યોને દીક્ષા આપી. ૧૬૦ને પંડિતપદ (પંન્યાસપદ) આપ્યું. ૬૦ સાધુઓને ઉપાધ્યાયપદ આપ્યું. આપના શિષ્યોમાં વિમલહર્ષ ઉપાધ્યાય, જેઓ શ્રીમાળ દેવાસમાં રહેતા હતા, કલ્યાણવિજય ઉપાધ્યાય જેઓ વીશાપોરવાડ જ્ઞાતિના હતા, શાંતિચંદ્ર મોટા ઉપાધ્યાય શ્રીમાળી વંશના હતા, પુણ્યવિજય ઉપાધ્યાય વિસલનગરના નિવાસી હતા. સોમવિજય અને ભાનુચંદ્રના સૌ ગુણ ગાય છે. ગુણની ખાણ સમા સુમતિવિજય તથા શાંતિસાગર ઉપાધ્યાય એમ આઠ થયા. એકને આચાર્યપદ આપ્યું તે વિજયસેનસૂરિ થયા. આપના ઉપદેશથી પાંચસો જિનમંદિરો થયાં અને પચાસ બિંબપ્રતિષ્ઠાઓ થઈ. જે શ્રાવક પ્રતિષ્ઠા કરાવે તેને ઘેર લક્ષ્મીનો વાસ થતો. દુહા.). હીરજી ઉને આવતા, સંઘવી લાગે પાય; શ્રીમલ પરમુખ ઇમ કહે, કહીયે વંદસ્ય પાય. ૨૨૦૬ દુખ ધરતાં વાંદી વળે, ગઢ ગિરનાર જાય; હીર વળ્યા ના ભણી, ઓછવ અધિકો થાય. ૨૨૦૭ (ઢાળ ૮૭ – ઉલાલાની) દિન દિન ઓછવ થાય, દીવનો સંઘ નમ્યો પાય; ઉને તેડીને જાય, આવે હીર ગુરરાય. ૨૨૦૮ ફરી ફરી શેત્રુંજો નિહાલે, સિંહ જિમ પાછું ભાલે; એમ જોતાં ઋષિ જાવે, નદી શેત્રુંજીમ્યાં આવે. ૨૨૦૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ · શ્રાવક કવિ ઋષભદાસકૃત પુન્નાગ નારિંગ નાગ, ઉગ્યા સીસવ સાગ; તાલ તમાલ રસાલ, પ્રીઅંગ જાંબૂહ તાલ. અશોક આંબલી અંબ, દીસે કેલિના થંભ; દાડમ વૃક્ષ ગંભીર, તેણે શોભે નદીના નીર. ઊતરી આગલી જાવે, દાઠા મહુઆ માંહિ આવે; દેલવાડે બહુ દેવ, કરિ અજારાની સેવ. દશરથ બાપૈં ભરાવ્યો, સોરઠ દેશમાં આવ્યો; કહું ઉતપતિ સુણો નેટ, વાણિગ સાગર સેઠ. વાહણે ચઢ્યો એક વાર, ગાજે ગગન અપાર; ઉલ્ડસે સાગરનીર, ગાજે સબલ ગંભીર. મચ્છુ પ્રગટ બહુ થાય, ભયંકર સબલ જ દેખાય; વાહણ પાતાલમ્યાં જાય, ગગન લિંગ ઊંચું થાય. સાગર સાહા મનિ લેખે, કુણ દુખ સઘલાંનું દેખે; ઝંપાવઉં સાગર માંહિ, અણસણ કરતો તે ત્યાંહિ. સતી પદ્માવતી આવે, સુપરેિં માર્નિ બોલાવે; મ મરે શેઠજી આપ, કીજે શ્રી પાસનો જાપ. સાયર માંહિ જિન જેહો, તુમ પ્રતિમા લીઓ તેહો; પદ્માવતી પેટી આલે, સાગર પ્રતિમાને ઝાલે. દેવી બોલીએ તામો, જિહાં અજાડુંઅ ગામો; વચન તે માહારૂં કરેજે, નગરી રાજાનૢિ જઈ દેજે. એમ કહી દેવીઅ જાઈ, વાહાણ તર્યું સુખ યાંહિ; આવ્યો અજારે જ્યારે, પેટી આપતો ત્યારે. પ્રગટ્યો પેટીથી જાણ, પૂરવ દિશિ જિમ ભાણ; ટાલે સકલ તે રોગો, આપે સકલ સંયોગો. નૃપમહિમા વાધ્યો સારો, આપ્યાં ગામ તે બારો; ઉતપતિ એ જિન કેરી, કરવા તે પૂજો મૂતિ ભલેરી. તે જિન જુવ્હારતો હીરો, રહ્યો અંજારે તે ધીરો; ઉપાશરે ઊતર્યા જ્યાંહિ, દીવનો સંઘ આવ્યો ત્યાંહિ. હીરને તેડીને જાવે, શિર ચંદરૂઆ ધરાવે; કનકકલશ શિરિ ધરતી, આગલિ નારી સંચરતી. શ્રી સિણગાર કરેય, વંદન ગઈ રૂઢિ લેઈ; પુરુષ બનાવે એ વાગા, જઈ ગુરુ પાએ ૨૨૧૦ ૨૨૧૧ ૨૨૧૨ ૨૨૧૩ ૨૨૧૪ ૨૨૧૫ ૨૨૧૬ ૨૨૧૭ ૨૨૧૮ ૨૨૧૯ ૨૨૨૦ ૨૨૨૧ ૨૨૨૨ ૨૨૨૩ ૨૨૨૪ લાગા. ૨૨૨૫ કાંગ (સં. પ્રિયં) ૨૨૧૬૨ ટિ. ૨૨૧૦.૧ સીસવ = સીસમનું વૃક્ષ ૨૨૧૦.૨ પ્રીઅંગ = ઝંપાવઉં = ઝંપલાવું; અણસણ = અનશન, ઉપવાસ ૨૨૧૭.૨ પાસ = પાર્શ્વનાથ – Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૫ વાગે વાજિત્ર તન, મૃગનયણી કરતી તે ગાન; આપે યાચકને દાન, છાંહ્યાં પટોલાંયે ઐરાંન. ૨૨૨૬ મલ્યા પુરુષ નહિં પાર, આગલિ બહુ છડીદાર; પોહોળી વાટ હતી જેહ, થઈ શેરી સાંકડી તેહ. ૨૨૨૭ આવે હીરસૂરિંદ, જાણું ભરત નિરિંદ; નગર ઉના શણગારે, દેખી લંકાં તે હારે. ૨૨૨૮ ઉના માંહિ ગુરુ આવે, પાય પટોળાં પથરાવે; ઉપાશરે ગુરુ આવ્યા, મોતી ભરી થાલ વધાવ્યા. ૨૨૨૯ કરતી ગુંડલી નારી, મુંકે મહિમુંદી સારી; પૂજ્યા ગુરુ નવ અંગિ, સોવન ધર્યા મન રગિ. ૨૨૩૦ સાથે સાધ પચવીસ, પૂજા લહિ નિસદીસ; પ્રભાવના પોઢીએ થાયે, તોરણ બારિ બંધાયે. ૨૨૩૧ ઉને રહ્યા રૂષિરાય, અભિગ્રહ ધારી થાય; - અન્યના ઘરથી લ્ય આહારો, જિમ બપ્પભટ્ટસૂરી સારો. ૨૨૩૨ કભી રોટી કભી ધાનો, મલ્યા તિહાં આજમખાનો; હજથી આવીઓ જ્યારે, પાય નમો નૃપ ત્યારે. ૨૨૩૩ સાતસહિં રૂપક સારો, ભેટ કર્યા તેણી વારો; હીર કહિ નહિ કામો, મૂક્યા જોરૂ નિ દામો. ૨૨૩૪ જો અહ્મ લીજીયે કહુઅ, તો દેત મુંજ પાતશા બહુઅ; પણિ નહિ ગજરથ અધ્યારેય, એ ધન તો શોભે તહ્મારે. ૨૨૩૫ ખાન આજમ ખુસી થાવે, ધન તું બંદી મુકાવે; હીર તણા ગુણ ગાવે, ફકીર ભલો મનિ ભાવે. ૨૨૩૬ હિરનું સુણીઉં વ્યાખ્યાન, ઉઠીઓ આજમખાન; હીર ઉના માંહિ રહિતા, ધર્મકથા નિત્યે કહિતા. ૨૨૩૭ | (ચોપાઈ). કહેતા નિત્યે ધર્મ કથાય, સબલ ધન તિહાં ખરચાય; ત્રિશ્ય પ્રતિષ્ઠા પોઢી થાય, પારિખ મેઘ તણી કહેવાય. ૨૨૩૮ લખરાજ રૂડાની વળી એક, લાડકીની મા ધરે વિવેક; બિંબ પ્રતિષ્ઠા તે પણ કરે, સાત બકોર સંયમ આદરે. ૨૨૩૯ ટિ. ૨૨૨૬.૨ ઐરાંન = ઐરાવત ૨૨૩૦.૧ ગુહલી = જૈન સાધુના સામૈયા વખતે પાટલા કે બાજઠ પર ઘઉં આદિ અનાજની ઢગલીમાંથી કરાતી આકૃતિ ૨૨૩૧.૨ પોઢીઅ = પ્રૌઢી, મોટી, બારિ = બારણે દ્વારે ૨૨૩૬.૧ ધન = ધન્ય Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રાવક કવિ ર૦ષભદાસકૃત ધન પોતાનું ખરચી કરી, જૈનરૂપણી દીક્ષા વરી; બહુ વૈરાગી સંયમ ધાર, શ્રી શ્રીમાલી વંશ શિણગાર. ૨૨૪૦ છતી ઋદ્ધિ તેણે ઠંડી સહી, હીર હાથે તેણે દીક્ષા ગ્રહી; આગે હતી એ બાંધણી, દીક્ષા લેતા ધનના ધણી. ૨૨૪૧ એક સત મહિમુંદી ખરચેહ, પાછલિ કો વઢવા નાવે; વરસ માંહિ સૂત્રાદિક ભણે, આહારાદિક ન ગમે અવગણે. ૨૨૪૨ અવગુણ વિન નર સાત બકોર, સંવેગી સમકિત સમદોર; દયા બુદ્ધિ સુશીલ સુજાણ, લીયે દીક્ષા તે કરી મંડાણ. ૨૨૪૩ અનેક ઓછવ બીજા થાય, ઉપધાન માલ વતનિ પૂજાય; નવાનગરનો પુરુષ સુધીર, આવ્યો. જામ તણો જ વજીર. ૨૨૪ અબજી ભણસાલી તસ નામ આવી હરનિ પૂજે તામ; સોનઇઆ નવ અંગિ ધરે, બીજા સાધની પૂજા કરે. ૨૨૪૫ લાખ ટંકા લુંછણ કરેહ, કેકાંણ યાચકનિ તિહાં દેહ; એમ અનેક ઓછવ થાય, ઉના માંહિ રહ્યા રૂષિરાય. ૨૨૪૬ ચોમાસું જવ પૂરું થાય, ચાલવા માંડ્યા ઋષિરાય; પણિ હુસીઆર નહિ રૂષિદેહ, તેણે બોલ્યા નર શ્રાવક જેહ. ૨૨૪૭ ઉહુંણ ચોમાસું ઈહાં કણિ રહી, થાય સમાધિ ચાલેવું સહી; રોગ સહિત કિમ ફરમ્યો હીર ? રહો ઇહાં ગુરુ સાહસ ધીર. ૨૨૪૮ સકલ સાધ સમખ્ય ભાખે ત્યાંહિ, હીર રહ્યા તવ ઉના માંહિ; પગે સોજો હુઓ રૂષિરાય, ઓષધ ન કરિ તેણે થાય. ૨૨૪૯ મલે સંઘ દીવ ઉના તણો, વિનો હીરનો કીધો ઘણો; ઓષધ કીજે મુનિવર રાય, જેણે વ્યાધિ રોગ તુલ્બારો જાય. ૨૨૫૦ હીર કહે સુણીયે નર પરમ ! ભોગવ્યા વિના ન છૂટે કરમ ! સનતકુમાર નહિ ઓષધ યોગ, કરમ ખપ્યા તવ નાઠો રોગ. ૨૨૫૧ શ્રાવક કહે સુણો ગુરુ હીર, ઓષધ કરતા શ્રી મહાવીર; કોહલાપાક લીધો સૂજતો, અતીસાર તવ જીરણ હતો. ૨૨પર કેસવ વૈદ કીડા કાઢતો, ત્યારે મુનિવર નવિ બોલતો; શ્રાવકનો છે એ આચાર, મુનીશ્વરની તે કરતા સાર. ૨૨૫૩ દીઓ આગન્યા અહ્મનિ હીર, ન દીયે આશા પુરુષ ગંભીર; મનિ ચિંતવે એ મલીઆ સહુ, મુજને દોષ લગાડે બહુ. ૨૨૫૪ પા. ૨૨૪૮.૨ નર (ગુરુને બદલે). ટિ. ૨૨૪૭.૨ હુસીઆર = સ્વસ્થ ૨૨૪૮.૧ Gહુંણ = આ (વર્ષ). ૨૨૫૦.૧ વિનો = વિનય, વિનંતી ૨૨પ૨.૨ અતિસાર = ઝાડાનો રોગ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૭ અરૂં લહી ન દીયે આગન્યા, ત્યારે સરવ હુઆ એકમના; કરી ઉપવાસ બેઠા તેણિ ઠાય, બાલિકને ન ધવરાવે માય. ૨૨૫૫ થયો સોર મલીઆ જન બહુ, હરનિ વિનતી કરતા સહુ; સોમવિજય વાચક ઈમ કહિ, એમ શ્રાવકનાં મન નવિ રહે. ૨૨૫૬ પૂરવ ઋષિ ઓષધ તો કીધ, તે તો તુલ્બનિ અછે પ્રસિદ્ધ; શુદ્ધ ઓષધ થોડું કિજીયે, સકલ સંઘનિ મોહોત દીજીયે. ૨૨૫૭ મન વિન નેમિનાથની પરિ, હા ભાર્ગે મુનિ આદર કરે; ખુશી સંગ હુઓ તિણિ હારિ, બાલિકને ધવરાવે નારી. ૨૨૫૮ વાંદું વઈદ વિવેકે કરે, દિન દિન રોગ કાંઈક ઉસરે; | દિલેં શક્તિ ન તેહવી થાય, જે સુખેં ગુરુથી હુમેં સક્ઝાય. ૨૨૫૯ આયુ હીર ઘટતું મનિ લહી, સકલ સાધનિ તેડ્યા સહી; તેડો વેગે નર જેસિંગ, જિમ મુજનેં હોય અતિ રંગ. ૨૨૬૦ લખે લેખ મુનિ તેણિ ઠાહી, ધનવિજય તેડવા જાય; લાહોર લગિં ગયો નર તેહ, દેઈ કાગલ ને ગુરુ વાંદેહ. ૨૨૬૧ તું નિરાગે રાગી હર, તું મોહ્યો અકબરસ્ય ધીર; - ઘણા દિવસ હુઆ ત્રષિરાજ, તેમનિ મલવા તેડે આજ.. ૨૨૬૨ ગુજ્જર ખંડિ પધારો તુલ્મ, આવ્યા તેડવા તુલ્બનિ અમે; હીરનું દિલ નહિ હુસીઆર, તેણે તુમ ઇહાંથી કરો વિહાર ૨૨૬૩ હર પૂછિ જોસીનિ વાત, ક્યારે જેસંગ પ્રગટ થાત; ગણિ ગણિ જપે સુધારું નામ, જિમ સીતા રઘુવંશી રામ. ૨૨૬૪ સુણી વિગર દૂઓ જેસિંગ, સિથલ થયાં તવ સઘળાં અંગ; અકબરશાહાનિ ભાખી વાત, હીર દેહી તે પરવશ થાત. ૨૨૬૫ સબલ ખરખર્યો અકબર મીર, જાઓ વેગિ મીલો જઈ હીર; માહારી દુઆ પોહોચાડજ્યો સહી, ચાલ્યો જેસિંગ એહવું કહી. ૨૨૬૬ છડે પ્રમાણે જેસિંગ જાય, ગુજરખંડનિ ઉરહો થાય; હીર જોય જેસિંગની વાટ, જિમ દાતાનિ ઇછે ભાટ, ૨૨૬૭ શ્રીગુરુ આપ વિમાસે અહ્યું, આચારજ નવિ આવ્યા કર્યું; નરા નહીં કઈ નવિ સાંભળ્યું, વિષમપંથ નવિ જાયે કળ્યું. ૨૨૬૮ એણે અવસરિ અહિં હત અમ પાસ, તો અણસણ કરતાં ઉલ્લાસ; હીર પરલોક સાધત સહી આજ, વાધત બહુ જેસિંગની લાજ. ૨૨૬૯ ટિ. ૨૨૫૭.૨ મોહોત = મહત્ત્વ, માન ૨૨૫૯.૧ ઉસરે = ઓસરે, ઓછો થાય; ૨૨૫૯.૨ દીલેં = ડીલમાં, શરીરમાં ૨૨૬૨.૧ નિરાગે = રાગ વિનાનામાં ૨૨૬૪.૨ ખ્યશિખ્યાણિ = ક્ષણેક્ષણે ૨૨૬૫.૧ વિગર = વ્યગ્ર, વિહળ ૨૨૬૭.૧ ઉરહો = આ બાજુ, નજીક Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત એમ કરતાં દિન કેતા જાય, ભાખે હીરવિજય મુનિરાય; થોડું આયુ જણાયે આજ, કોહો તું સારું આતમકાજ. ૨૨૭૦ બોલ્યા સોમવિજય ઉવઝાય, આતમ કામ કરતાં ભવ જાય; આજ લગિ કર્યા ધર્મના કામ, સુણો હીર લેઓ તે નામ. ૨૨૭૧ એકાસણુ નીવી આદરો, પંચ વિગય પરિહરવું કરો; - દ્રવ્ય ગણી મુનિ લ્યો તુમ બાર, દોષરહિત વાવરવો આહાર. ૨૨૭૨ વિજયદાનસૂરિ પાસે જોય, આલોઅણ લીધી તુમ દોય; - ત્રિશ્યસહિ સાઠિ કીધા ઉપવાસ, સવાબસે છઠ કીધા ખાસ. ૨૨૭૩ એકાસી અઠ્ઠમ નિરધાર, આંબિલ કીધાં દોય હજાર; દોય હજાર નીવી તે કરે, એકાસી એકભત્ત આદરે. (૨૨૭૪ ત્રિય સહિત છનેં ઉપવાસ, અનેક તપ કીધા ભલ ખાસ; વીસથાનિક કરતા વીસ વાર, ચ્યારસેં આંબિલ કીધાં ત્યાં સાર. ૨૨૭૫ વીસથાનિક આરાધ્યા સહી, ચ્યારસેં ચોથ કર્યો ગહિગહી; છૂટક ચોથ કર્યો મેં આર, ગુરુજી તુહ્મ તો પાપખ્યયકાર. ૨૨૭૬ સૂરમંત્ર આરાધન કરે, મુનિ ઉપવાસ આંબિલ આદરે; કાઉત્સર્ગ નીવી એકાસણું, ત્રિશ્ય માસ ધ્યાન રહ્યા ઘણું. ૨૨૭૭ જ્ઞાન તણો આરાધન કરો, બાવીસ માસ તપ તે આદ; આંબિલ નીવીનો તમે યોગ, આરાધી ટાળ્યો કર્મરોગ. ૨૨૭૮ જાગ્યા ત્યારે પોહોરસુ આાર, પોહોર ખમાસમણ પાંચસેં બાર; લોગસ ઉજ્જો અગરે સો ધરે, બાવીસ માસ એ કાઉસ્સગ કરો. ૨૨૭૯ ગુરુનો તપ કીધો તુહમે ખાસ, ત્રિય માસ અઠમ ઉપવાસ; આંબિલ છઠનિ નીવી કહું, ધોલું ધાન મોલું તે કહ્યું ૨૨૮૦ જ્ઞાન દર્શન નિ ચારિત્ર જોય, ઈગ્યાર માસ તપ કીધો સોય; પ્રતિમા બાર તણો તપ કીધ, અભિગ્રહ ધારી તુંહ પ્રસિદ્ધ. ૨૨૮૧ દસવૈકાલિક અવર્ષે ગણો, આતાપનાનો પરીસહ ઘણો; તુલ્બારાં કરણી કહ્યાં ન જાય, બોલતાં થાકે બ્રહ્માય. ૨૨૮૨ અનેક ગ્રંથ સોધ્યા રૂષિરાય, આર કોડ કીધી સઝાય; શિષ્ય દીખીઆ એકસો આઠ, સાધી હીર મુગતિની વાટ. ૨૨૮૩ પા. ૨૨૭૩.૨ તાસ. ટિ. ૨૨૭૨.૧ વિગય = વિકારજનક ઘી વગેરે ખાદ્ય પદાર્થ ૨૨૭૩.૧ આલોઅણ = ગુરુ પાસે પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત લેવું તે. (સં. શાનોના) ૨૨૭૪.૨ નીવી = ગોળ, ઘી વગેરે વિકારજનક પદાર્થોનો ત્યાગ જેમાં કરાય છે તેવું વ્રત. ૨૨૮૨.૧ દસવૈકાલિક = ૪૫ આગમો પૈકીનો એક સૂત્રગ્રંથ, પરીસહ = પ્રતિકૂળ એવાં કષ્ટો સહન કરી લેવાં તે. Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૫૯ એકસો સાઠિ પંડિતપદ દીધ, સાઠ વિઝાય ગુરુ હરિ કીધ; વિમલહર્ષ ઉવઝાય ખાસ, શ્રીમાલી દેવાસે વાસ. ૨૨૮૪ કલ્યાણવિજય ઉવઝાય વલી જેહ, પ્રાગવંશ વસો કહું તે; શાન્તિચંદ મોટો ઉવઝાય, શ્રીમાલી વંશે કહેવાય. ૨૨૮૫ પુણ્યવિજય ઉવઝાય જેહ, વીસલનગરનો વાસી તેહ; સોમવિજય થાપ્યો ઉવઝાય, ભાણચંદના સહુ ગુણ ગાય. ૨૨૮૬ સુમતિવિજય હુઓ ગુણખાણી, શાંતિસાગર કરિ આઠ જ જાણી; આચાર્યપદ થાણું એક, વિજયસેનસૂરિ વડો વિવેક. ૨૨૮૭ દેહરાસર જિન મંદિર સંચ, ગુરુ ઉપદેશ દુઆ સય પંચ; બિંબપ્રતિષ્ઠા કરી પંચાસ, તે શ્રાવક ઘરિ કમલાવાસ. ૨૨૮૮ સંઘવી ઉદયકરણે હીરગરને હાથે જિનપ્રતિષ્ઠા કરાવી. તે વખતે ઓગણીસ મુનિઓને પંન્યાસપદ તથા સુમતિવિજયજીને ઉપાધ્યાયપદ અર્પણ કર્યું. શાહ મૂલજીએ પ્રતિષ્ઠા કરાવી. તથા ઝવેરી કુંવરજી, સોની તેજપાલ, રાયમલ્લ, આસપાલ સવીર, ભારમલ, થાનસિંગ, માનું કલ્યાણ, દુર્જનમલ – આ બધા શ્રાવકોએ ઘણું ધન વાપર્યું. ગોના કકૂ અને મેઘ પ્રમુખ શ્રાવકે ઘણી પ્રતિષ્ઠા કરાવી. સોની તેજપાલે મોટાં મંદિર કરાવ્યાં. વજિયા-રાજિયાએ મોટાં ચૈત્યો બંધાવ્યાં. શાહ રામજી વર્ધમાન, મૂલો કુંવરજી, તથા અબજીએ પણ મંદિર કરાવ્યાં. શાહ હીરાએ નવાનગર – જામનગરમાં જિનપ્રાસાદ કરાવ્યો. કુંવરજી બાડુઆએ કાવીમાં, શાહ લહુજીએ ગંધારમાં, શાહ હીરાએ ચીઉલમાં જિનમંદિરો કરાવ્યાં. આ ઉપરાંત, લાહોર, આગ્રા, મથુરા, માલપુર, ફત્તેપુર, રાધનપુર, કલિકોટ, માંડવગઢ, રામપુર, ડભોલ વગેરે ગામોમાં દહેરાસરો થયાં. ભારમલશાહે વિરાટમાં, વસ્તુપાળે શિરોહીમાં, વછરાજ અને શાહ રૂપાએ રાજનગરમાં, કકૂ શાહે પાટણમાં, ધનજીવધૂએ વડલી અને કુણઘેરમાં, શ્રીમલ, કીકા અને વાઘાએ સક્કરપુરમાં દહેરાસરો અને પોષધશાળાઓ બંધાવ્યાં. ઠક્કર (ઠાકર/ઠાકોર ?) જસરાજે અને જસવીરે મહિમુદપુરમાં દહેરાસર બંધાવ્યું અને આબુનો સંઘ કાઢ્યો. બુદ્ધિવાન ઠક્કર લાયે અકબરપુરમાં દહેરાસર-ઉપાશ્રય કરાવ્યાં. ઠક્કર વીરા અને શાહ સોઢાએ પણ જિનભુવન કરાવ્યાં. ગુણવાન કુંવરપાલે દિલ્લીમાં મંદિર બનાવ્યું. આમ તમારા શાસનમાં પાંચસો દહેરાસરો થયાં. હે હરમુનિશ્વર, તમે આઠ યાત્રાઓ કરી. આબુ, અચલગઢ, રાણકપુર, મેવાડ, ફલવર્ધી, વરતાણા, કુંભલમેર, પાટણ, અમદાવાદ, ખંભાત અને ગંધાર તીર્થની યાત્રાઓ કરી. શૌરીપુર, મથુરા, ગ્વાલિયર, ચિતોડ, તારંગાની જાત્રાઓ તેમજ શત્રુંજય અને ગિરનારની બે વાર યાત્રા કરી. અનેક તીર્થોમાં જઈને લાખ બિંબોને વંદન કર્યા. મેઘજી ઋષિને બોધ પમાડી ત્રીસ મુનિઓ સાથે દીક્ષા આપી. તમે અકબર બાદશાહને બોધ પમાડ્યો જે સવાશેર ચકલાંની જીભ ખાતો હતો અને પશુઓનો બાણથી શિકાર કરતો હતો. પણ તે બંઘ કરાવી કુમારપાળ રાજાની જેમ એને જીવદયાપ્રતિપાલક બનાવ્યો. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત આમ, તમારી વાત કહી જાય એમ જ નથી. તમને બાદશાહે “જગદ્ગુરુ' એવું બિરુદ આપ્યું. છ મહિના અમારિ પ્રવર્તાવી. ડામર સરોવરમાં જીવહિંસા બંધ કરાવી. બળદ, ગાય, ઘોડા, ભેંસ, બકરાં વગેરેની હિંસા બંધ કરાવી. બંદીજનોને છોડી મૂક્યા. પાંજરેથી પંખીઓને છોડ્યાં. શત્રુજયયાત્રાનો કર બંધ કરાવ્યો, જજિયાવેરો માફ કર્યો. હે હીર, આ પૃથ્વી પર તમારી પ્રતિષ્ઠા થઈ. આબુ, શત્રુંજય, સમેતશિખર, ગિરનાર આદિ તીર્થોના સંઘ કાઢનારા ત્રણસોત્રણ સંઘવીઓ આપના ઉપદેશથી થયા. બે હજાર મુનિનો પરિવાર આપની આજ્ઞામાં છે. જ્યાં જ્યાં આપનો વિહાર થયો ત્યાં શ્રાવકોએ આપનાં સામૈયાં કયાં, રૂપાનાણાની પ્રભાવના કરી, ક્રોડ સોનાનું લૂછશું કર્યું. આમ પ્રતિમાની જેમ આપ પૂજાયા. | ગુજરાત, માળવા, સોરઠ, મારવાડ, વાગડ, દક્ષિણમાં કોંકણ, મેદપાટ, મેવાત, આગ્રા અને કામદેશમાં આપે વિહાર કર્યો છે. ઉપધાનવ્રત કરી શ્રાવકોએ માળ પહેરી છે, ઘણાં સાતમીવચ્છલ થયાં છે. તમે જગતના તારણહાર છો. પોતે તર્યા ને બીજાને પણ તાર્યા. સઘળા સાધુઓના આપ આધાર છો. જગતનાં પ્રાણીઓને આપ જિવાડનારા છો. ચારે દિશામાં લોકો આપનું નામ સંભારે છે. જેમ સીતા રઘુવંશી રામને, કોયલ આંબાને, ચાતક મેઘને, ચકોર ચંદ્રને, મયૂર જલધારને, મધુકર માલતીને ઉત્તમ સ્ત્રી પતિને, વાછરડું ગાયને, બાળક માતાને, ગૌતમ જેમ મહાવીરને સમરે એમ સકલ સાધુજનો અમે હીરને સ્મરીએ છીએ. આપના ગયા પછી અમારો કોણ આધાર રહેશે ? વિજયસેનસૂરિજી આપની સમક્ષ આવે ત્યાં સુધી તમે રાહ જુઓ (થોભી જાઓ). આપ જો અનશન કરશો તો અમને ઠપકો મળશે. - હરિગુરુ કહે છે, “ચોમાસું બેસી ગયું છે. અને હજી સુધી જેસંગ (વિજયસેનસૂરિ) આવ્યા નહીં.” ત્યારે (સોમવિજયજી) કહે છે, “તેઓ જરૂર અહીં આવી પહોંચશે. અને આપ જલદી સ્વસ્થ થઈ જશો.” એમ સમજાવતાં સમજાવતાં સમય પસાર કરાવ્યો. પર્યુષણ પર્વ આવ્યાં. ત્યારે હીરગુરુએ કલ્પસૂત્રનું વાચન કર્યું. ત્યારે એમનું શરીર સારું રહ્યું. પણ પછી તે લથડ્યું. ભાદરવા સુદ ૧૦ની મધ્યરાત્રિએ તેમણે વિમલહર્ષ ઉપાધ્યાય સહિત સર્વ સાધુઓને બોલાવ્યા. (ઢાલ ૮૮ - એણી પરિ રાજ્ય કરતા રે એ દેશી.) સંઘવી શ્રી ઉદયકરણ રે, પ્રતિષ્ઠા જિન તણી; હર હાર્થિ કરાવતો એ. તવ ઓગણીસ પંન્યાસો રે, વાચક એક સહી; સુમતિવિજય મુનિ થાપીઓ એ. ૨૨૯૦ બિંબપ્રતિષ્ઠા સાર રે, સાહ ભૂલો કરે; જવહિરી કુંઅરજી ભલો એ. ૨૨૯૧ ટિ. ૨૨૯૧.૨ જવહિરી = ઝવેરી ૨૨૮૯ * એક સી. Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૧ ૨૨૯૨ ૨૨૯૩ ૨૨૯૪ ૨૨૯૫ ૨૨૯૬ ૨૨૯૭ ૨૨૯૮ ૨૨૯૯ સોની તેજપાલ સાર રે, રાયમલ્લ રૂઅડો; આસપાલ સવીર કરિ એ. ભારમલ ને થાનસંગ ૨, માનુ કલ્યાણ; દુજણમલ ધન વાવરે એ. ગોના કકૂ નર જેહ રે, મેઘ પરમુખ વળી; પુરુષ પ્રતિષ્ઠા બહુ કરે એ. ભુવન નીપનાં સાર રે, સોની તેજપાલ; જિનમંદિર મોટાં કરે એ વજી રાજીઆ જેહ રે, ઠાકુર જસુ કહું, પોઢા ચેત્ય કરાવિયાં એ. સાહ રામજી વર્ધમાન રે, મૂલો કુંઅરજી; અબજી ભુવન કરાવતો એ. નવેનગર પ્રાસાદ રે, સાહ હીરો કરે; કાવી કુંવરજી બાપુઆ એ. સાહા લહુજી ગાંધારિ રે, સાહી હીરો કહું; ચીઉલિ જિનમંદિર કરે એ. લાહોર આગરા માંહિ રે, મથુરાં માલપુર, ફતેપુરિ દેહરાં થયાં એ. રાધનપુર કલિકોટ રે, માંડવ રામપુરિ; ડભોલમાંહિ દેહરાં સહીએ. ભારમલ સાહ વિરાટ રે, સીહીરોહી માંહિ સહી; વસ્તપાલ દેહરાં કરે એ. રાજનગરિ વછરાજ રે, સાહ રૂપો સહી; પાટણિ ક૬ સાહ સહી એ. વડલી કુણગિરી માંહિ રે, વધુ ધનજી સહી; • જિનમંદિર હરખું કરે એ. શક્કરપૂરિ શ્રીમલ રે, કીકા વાઘા કરે; દેહરૂં પોષધશાલસું એ. ઠકર જસરાજ જસવીર રે, મહિમુદપુરે દહેરું; આબુગઢિ સંઘવી થયા એ. ઠકર લાય બુદ્ધિવંત રે, અકબરપુરી જઈ; ઉપાશરા દેહરાં કરે એ. પા. ૨૨૯૪.૧ માના કકૂ ૨૩૦૫.૧ એ (કિરેને બદલે) ૨૩૦૬.૧ જઈરાજ ૨૩00 ૨૩૦૧ ૨૩૦૨ ૨૩૦૩ ૨૩૦૪ ૨૩૦૫ ૨૩૦૬ ૨૩૦૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર. - શ્રાવક કવિ ઋષભદાસકૃત ઠકર વીરો મોટો રે, સહ સોઢો સહી; જિનભુવન કરાવે સહી એ. ૨૩૦૮ કુંઅરપાલ ગુણવંત રે, દલીપુરાઈ; બનાઈ જિનમંદિર કિઉંએ. ૨૩૦૯ ઈમ દેહરાં અનેક રે, દેહરાસર બહુ; પંચ સયાં તુહ્મ શાસનિ એ. ૨૩૧૦ હરમુનિ ! તુમ ધીર રે, આઠ જાતરા કરી; આબુ અચલેશ્વર તણી એ. ૨૩૧૧ રાણપુરિ મેવાડ રે ફલવર્ધી વરકાણાં; કુંભલમેરની યાતરા રે. ૨૩૧૨ પાટણ અમદાવાદ રે, ખંભનગર ભલું; યાત્રા કરી ગંધારની એ. ૨૩૧૩ | (ચોપાઈ) સોરીપુર મથુરાં ગવાલેર, ચિત્રકોટનો જોયો સેર; તારંગો શેત્રુજ દોએ વાર, દોય યાત્રા ગિરનારિ સાર. ૨૩૧૪ લાખ બિંબ ગુરુ વંદન કરી, અનેક તીરથ કરતા ફરે; બુજવ્યો મેઘજી ઋષિ ગુણખાણિ, ત્રીસ રૂષિસ્વર સાથે જાણિ.૨૩૧૫ તમે બૂજવ્યો અકબરમીર, મૃગ ઉપર નવિ નાંખે તીર; કીધો જીવદયાપ્રતિપાલ, જાણે કુમર નરિંદ ભૂપાલ. ૨૩૧૬ જીભ સવાસર ચકલાં તણી, ખાતો જેહ પસુનિ હણી; ગુરુવચને તે બુક્યો સહી, ગુરુ ! તુમ વાત ન જાયે કહી. ૨૩૧૭ નામ “જગતગુરુ' દીધું ધારિ, કીધી ષટ મહિના જ અમારિ; ડામર તલાવ છોડ્યું તેણીવાર, પુણ્ય કરતાં ગયો અવતાર. ૨૩૧૮ વૃષભ તુરંગમ ન હણે ગાય, મહિષી અજાશિરિ નહિ ઘાય; બંધીજન બંધ જ તુટીઆ, પંખી પંજરથી છુટીઆ. ૨૩૧૯ અકર ડંડ નિ નહિ અન્યાય, શ્રી શેત્રુજે મુગતો થાય; દાણ જીજીઆનાં ફરમાન, હીર ! હવું તુમ મહિયલ માન. ૨૩૨૦ ત્રિયર્સે ત્રિશ્ય તો સંઘવી થાય, ગઢ આબુ શેત્રુજિ જાય; સમેતશિખર સોરઠ ગિરનાર, યાત્રા કરે તિહાં નર ને નાર. ૨૩૨૧ દોય સહિત મુનિનો પરિવાર, હરમુનિ જિહાં કરે વિહાર; સામણીઆ શ્રાવક બહુ કરે, રૂપાદિક નાણા શિર ધરે. ૨૩૨૨ ટિ. ૨૩૧૦.૨ પંચ સયાં = પાંચસો ૨૩૧૨.૧ ફલવધ = (હાલનું) ફલોધી ૨૩૧૪.૧ ગવાશેર = ગ્વાલિયર ૨૩૧૬.૨ કુમર નરિંદ = કુમારપાળ રાજા Page #298 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૩ કનક કોડિ હવું લુંછણું, પ્રતિભા પરિ પૂજાયા ઘણું; ગુજ્જર માલવ સોરઠ સાર, ગુરુજી ! કીધો તુમ્યો વિહાર. ૨૩૨૩ મારૂઆડ વાગડ વિખ્યાત, દખ્યણ કુંકણ માંહિ જાત; મેદપાટ મેવાત આગરે, કામદેસમાં વિહાર પણિ કરે. ૨૩૨૪ યોગ ઉપધાન વ્રત પહિરે માલ, સામવછલ હોવે વિશાલ; જગત તણા તુહ્મ તારણહાર, પોતે પણિ તરીઆ સંસાર. ૨૩૨૫ સકલ સાધનો તું આધાર, જગજંતુ જીવાડણહાર; ચિહું દિસિ સમરે તારું નામ, જિમ સીતા રઘુવંશી રામ. ૨૩૨૬ જિમ કોકિલ સમરે સહકાર, જિમ ચાતક સમરે ઘનસાર; ચંદા તણે સમરણ ચકોર, સમરે જલધર નિત્યે મોર. ૨૩૨૭ મધુકર જિમ સમરે માલતી, ઉત્તમ સ્ત્રી સમરે નિજ પતિ; વછ નાન્ડો સમરે જિમ ગાય, બાલક જિમ સમરે નિજ માય.૨૩૨૮ સકલ સાધ અમો સમરું હીર, ગૌતમ જિમ સમરે મહાવીર; | તેણી પરિંસમરું ગુરુગણધાર, તુહ્મ જાતા અહ્મ ગુણ આધાર ? ૨૩૨૯ વિજયસેન આવે તુમ આગે, હીર પડખીયે તુમ તિહાં લાગે; તુમ અણસણ કરવું ગછપતિ, તો અમ ઠબકો દેસે અતિ. ૨૩૩૦ હીર કહે ચોમાસું થયું, જેસંગે આવવું નવિ થયું; ના સ્વામી તે સહી આવસ્ય, નિરાબાધ તુહ્મ કાયા થસે. ૨૩૩૧ સમજાવીન વિલંબ કરે, આવ્યું પરવ પજુષણ જેહ; કલ્પસૂત્ર વાંચે ગુરુ હિર, ત્યારે સખરું મુનિશરીર. ૨૩૩૨ ભાદ્રવા સુદિ દસમી દિન જામ, રમણી મધ્ય હુઈ છે તામ; સકલ સાધ તેડ્યા તેણે ઠાહિ, મુખ્ય તે વિમલહર્ષ ઉવઝાય. ૨૩૩૩ વિમલહર્ષ ઉપાધ્યાયને બોલાવીને હીરગુરુએ કહ્યું, “જેસિંગ (વિજયસેનસૂરિ) હજી આવ્યા નહીં. અને કલ્યાણવિજય ઉપાધ્યાય પણ અંતમાં મળ્યા નહીં. જે જિનશાસનના સ્તંભ અને ધોરી છે, જે મારા ખોળામાં નાનપણથી ઊછર્યા છે તે વિજયસેનસૂરિ કર્યો કારણે અળગા રહ્યા ? તે મને મળ્યા નહીં. જે બનવાકાળ પદાર્થ છે તે ટાળી શકાતો નથી. પછી વિમલહર્ષ વગેરે સહુને કહે છે કે તમે કોઈ મારી ચિંતા કરશો નહીં. વિજયસેન (સિંગ) તમારી આશા પૂરી કરશે. તેઓ શૂરવીર, સત્યવાદી, ભાગ્યવંત, મહિમાવંત અને પુણ્યવંત છે. તે અમૃતનો કુંભ છે. ચૌદ વિદ્યા અને આગમ-અર્થના જ્ઞાતા છે. તમે તેમની સેવા કરજો. એ તમારું પુત્રની જેમ પાલન કરશે. તમે બધા સાધુઓ મારી લાજ-શોભા વધારજો. વિજયસેન કહે તેમ કરજો-રહેજો. તમને વારેવારે શું કહેવાનું હોય ? પા. ૨૩૩૦.૧ પડખે ટિ. ૨૩૩૦.૧ પડખીયે = રાહ જુઓ (થોભી જાઓ) ૨૩૩૧.૨ નિરાબાધ = રોગરહિત, સ્વસ્થ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ - શ્રાવક કવિ ઋષભદાસકૃત વિમલહર્ષ ઉપાધ્યાય અને સોમાવિજય મુનિ, તમે બન્ને બધામાં અગ્રેસર છો. તમે તપાગચ્છને દીપાવજો. વિજયસેનસૂરિ ઘણા પુણ્યશાળી છે. તમે બધા સંપીને ચાલજો તો દિવસેદિવસે તમારી પ્રતિષ્ઠાની સંપત્તિ વધતી જશે. આટલું કહીને હીરસૂરિ આત્મસાધનામાં લીન બન્યા. અતિચાર આલોવ્યા. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, બાર ભેદે તપાચાર, વીર્યાચાર - આ પાંચે આચારમાં લાગેલા અતિચારોને ખમાવે છે. જીવન, મરણ, ઈહલોક, પરલોક સંબંધી જે કામ ભોગવાંછા થઈ હોય તે પાપ મિથ્યા થાઓ.” (ઢાલ ૮૯ – સરગે સરપ ન સોધ્યો પામીયે રે. રાગ-મારૂણી.) * વિમલહર્ષ વાચકને તેડીઆ રે, ભાખે એમ ગુરુ હર ધીરો રે; ગંભીરો રે જેસિંગ હજીય ન આવીઓ રે. ૨૩૩૪ કલ્યાણવિજય ઉવઝાય અંતે નવિ મલ્યા રે, જે જિનશાસનથંભ ધોરી રે; જેસિંગજી રે ! કુણ અવસરી અલગ રહ્યા રે. ૨૩૩૫ મુજ ઉછંગ જે નાહાનપણિ ઊછર્યો રે, | વિજયસેનસૂરિ સિંહ હા નવિ મલીઓ રે; નવિ ટલિઓ રે, ભાવિ અવશ્ય પદારયૂ રે. ૨૩૩૬ વિમલહર્ષ ઉવઝાય પરમુખ સહુ સુણો રે, ચિંતા મ કરો કોઈ માહારી રે; તુલ્તારી રે જેસિંગ આયા પૂરસ્ય રે. ૨૩૩૭ શૂરવીર સત્યવાદી ભાયગનો ધણી રે, મહિમાવંત પુણ્યવંત મોટો રે; લોટો રે અમૃતનો જેસિંગજી રે. ૨૩૩૮ વિદ્યા ચૌદ ને આગમ-અરથ લહિ ઘણા રે, તુલ્લે કરજો તસ સેવ જતિયો રે ! અતિઓ રે છોરુ પરિ તુમ પાલયે રે. ૨૩૩૯ તુર્ભ સાધ સકલ મુજ લાજ વધારજો રે, ચાલજો જેસિંગ કહિણિ રહીયે રે; કહીયે રે વારવાર મ્યું ? તુહ્મ તણે રે. ર૩૪૦ ટિ. ૨૩૩૮.૧ ભાગનો ધણી = ભાગ્યવંત Page #300 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૫ વિમલહર્ષ ઉવઝાય ! સોમવિજય મુનિ રે ! જગમાં ધોરી તુમ) દોય લહીય રે; કહીય રે તપાગચ્છ દીપાવજો રે. ૨૩૪૧ ઉદયવંત એ ધોરી જેસિંગ છે ઘણું રે, દિન દિન દોલતિ તબ હોય રે; સહુ કોઈ રે સંપિ થઈને ચાલજો રે. ૨૩૪૨ આતમસાધન હર કરે હરખિ ઘણું રે, અતિચાર આલોયે સર્વ ધુરથી રે; ધુરથી રે શાન દર્શન ચારિત્ર તણા રે. ૨૩૪૩ તપાચારના બાર અતિચાર લાગીઆ રે, વીર્યાચારના ત્રિશ્ય હોય રે; જોઈ રે પંચ આચાર ખમાવતો રે. ૨૩૪૪ પંચ અતિચાર સંલેષણાના જે હુઆ રે, જીવત મરણ ઈહલોક પરલોક રે. ફોકો રે કામભોગવાંચ્છા જિકો રે. ૨૩૪૫ ‘પંચમહાવ્રત સ્વીકારી ભવભવ ભમતાં જે વિરાધના કરી તથા જે અતિચાર મને લાગ્યા તે સિદ્ધભગવંતોની સાક્ષીએ હું નમાવું છું.' ફરી પંચમહાવ્રત ઉચ્ચરીને સકલ જીવોને, ચોરાશી લાખ યોનિના અનંતા જીવોને ખમાવે છે. હું સઘળા જીવોને ખમાવું છું. તમે પણ મને ખમાવજો. મૈત્રીભાવથી અનંત સુખ મળે છે, વૈર કરવાથી પ્રાણીઓ દુઃખ મેળવે છે. હું સઘલા જીવોને સુખ વાંચ્છું છું અને કોઈ દુઃખી ન થાય એમ ઈચ્છું છું. સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ અને મુક્તિમાર્ગ પ્રાપ્ત કરો.” ( આ પ્રમાણે હીરગુરુ સહુને ખમાવે છે. બધા સાધુઓની આંખોમાંથી નીર વહે છે. હીરગુરુ કહે છે, “તમે રડો નહીં. જીવન-મરણનો આ જ માર્ગ સદાયે ચાલતો રહે છે. દેહ અસ્થિર છે, કોનો સ્થિર રહ્યો છે ? તીર્થકર ભગવાન, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આ સૌ આયુષ્ય પૂરું થતાં ચાલ્યા ગયા. તે કારણે તમે રડો નહીં. હું તમને સૌને ખમાવું છું.' પછી વિમલહર્ષ અને સોમવિજયજીને બન્નેને પણ ખમાવે છે. ત્યારે સોમવિજયજી કહે છે “આપ તો ગચ્છપતિ છો. આપે શાનું ખમાવવાનું હોય ? આપે તો અમને સંતાનની જેમ પાળ્યા છે અને આજ લગી કોઈને દુભાવ્યા નથી.” ત્યારે હીરગુરુ કહે છે, “મુનિઓ, ખમાવવાનો આપણો આચાર છે. કોઈને કાંઈ પણ અપ્રીતિ ઉપજાવી હોય તો હું બે હાથ જોડીને ખમાવું છું” ટિ. ૨૩૪૫.૩ ફોકો = ફોક – મિથ્યા થાઓ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ - શ્રાવક કવિ ઋષભદાસકૃત આમ, સકલ પ્રાણીઓને તેઓ ખમાવે છે અને અઢારે પાપસ્થાનક વોસિરાવે છે. હિંસા, જૂઠ, પરધનની ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલેશ, કલંક, ચાડી, રતિઅરતિ, અવર્ણવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ – એ અઢાર પાપોને વોસરાવું છું. ચાર શરણ મનમાં ધારણ કરું છું. પહેલું શરણ અરિહંતનું જેઓ ચાર ઘાતી કર્મ ખપાવીને મોક્ષગતિને પામ્યા છે. બીજું શરણ સિદ્ધનું જેઓ આઠ કર્મ ખપાવીને અનંત સુખ પામ્યા છે. તથા જેઓ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત વિર્ય એ અનંત ચતુષ્ટયના સ્વામી છે. ત્રીજું શરણ સાધુ ભગવંતનું, જેઓ નિર્મળ સમ્યકત્વ અને શિયળથી અલંકૃત છે, જે પંચમહાવ્રતના પાલણહાર છે અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળા છે. ચોથું શરણ ધર્મનું, જેનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જેમાં જીવહિંસા, અસત્ય, ચોરી અને પરદારગમન (પરિગ્રહ) નથી તે ધર્મ છે. આ ચાર શરણાંને મનમાં ધારણ કરી પછી દુકૃત્યની નિંદા કરે છે : “સાધુમાર્ગમાં સામાયિકનો ભંગ કર્યો, અસત્ય વચન કહ્યું, નીચનો ભંગ કર્યો, દાન દેતાં અંતરાય કર્યો, માતાપિતાને દુભવ્યાં, બીજાની થાપણ ઓળવી, કૂડ-કલંક કર્યું, પાપરૂપી કાદવમાં ખૂયો, અરિહંત-સિદ્ધ-સાધુની, જ્ઞાન, દર્શન, ચારિત્રની, આચાર્ય-ઉપાધ્યાય-સાધુની, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાની, દેવ-દેવી-જિનપ્રતિમાની – આમ જે કાંઈ આશાતના કરી હોય અને આ દેહને જે કાંઈ પાપો લાગ્યાં હોય તે સઘળાંને હું નમાવું છું. ઈહલોકમાં, પરલોકમાં, આ ભવમાં કરેલાં દુષ્કૃત્યોની આલોચના કરું છું. પૂર્વભવમાં એકેન્દ્રિય જીવગતિમાં હું વૃક્ષ બન્યો; લોહ બન્યો. લોહમાંથી હથિયાર બન્યાં. પશુ અને માણસના ગળે તે મારવાથી લોહીની ધાર નીકળી, વૃક્ષને કાપીને શૂળી બનાવી. વાહન, ઘાણી, ઉખલ (ખાંડણિયો), મુશળ (સાંબેલું) વગેરે બનાવ્યાં અને તે બીજાને આપ્યાં તેને હું વોસિરાવું છું. તેમ કરવાથી પંડિતમરણ થાય છે.' ભવમાં ભમતાભમતાં જે દુષ્કૃત્ય થયાં હોય તેને આત્મસાક્ષીએ નિંદું છું. વળી જે કાંઈ સુકૃત કર્યા હોય તેને અનુમોદું છું. આવાં અન્ય વચનો તેઓ સ્વમુખે કહે છે : પ્રથમ તો સારભૂત સમ્યકત્વની પ્રશંસા કરું છું. વળી સદૈવતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સદ્ધર્મતત્ત્વ એ ત્રણ તત્ત્વો મેં પ્રાપ્ત કર્યા છે તેની પ્રશંસા કરું છું. એમ કરવાથી કર્મો ધોવાય છે. સમ્યકત્વ નિર્મળ કરવા માટે જિનપ્રતિમાની પૂજા કરી, શાશ્વતાં જિનચૈત્યો જુહાર્યા એની અનુમોદના કરું છું. ભુવનપતિમાં સાત કરોડ બોંતેર લાખ દેહરાં અને તેરસો ને નેવ્યાશી ક્રોડ ને સાઠ લાખ બિંબોને હું નમસ્કાર કરું છું. (ચોપાઈ) પંચમહાવ્રત અંગિ ધરી, વિરાધના ભવ ભવ ભમતાં કરી; અથવા અતિચાર મુજ જેહ, સિદ્ધ સાખિ ખમાવું તેહ. ૨૩૪૬ ફરી પંચમહાવ્રત ઉચરે, સકલ જીવસ્ય ખામણ કરે; લાખ ચોરાસી યોનિ અનંત, ખમી ખમાવી સઘળી જંત. ૨૩૪૭ ટિ. ૨૩૪૬.૧ પંચમહાવ્રત = પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ, પરિગ્રહવિરમણ એ સાધુજીવનનાં પાંચ મહાવ્રત. Page #302 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૭ સલ જંતુ ખમાવું સહી, તો ખમાવો મુજ ગહિગહી; મૈત્રી ભાવિ સુખ અનંત, વઈર કરતાં દુખ લહિ જત. ૨૩૪૮ જગ સઘળાનિ વાંછું સુખી, કોઈ મ થાસ્યો જગમાં દુઃખી; કર્મ થકી મુકાજો સહી, મુગતિપંથ પામો ગહિરહી. ૨૩૪૯ એણી પરિ ખામણ ખામે હીર, સાધ તણે નયણે વહે નીર; હીર કહે મ મ રૂઓ મુદા, એહ પંથ ચાલે છે સદા. ર૩૫૦ અથિર દેહ થિર કોહોની રહી, હરિ ચક્રી જિન ચાલ્યા વહી; વાસુદેવ બલદેવા જેહ, આયૂ ખૂટતે ચાલ્યા તેહ. સ્થા તેહ ૨૩૫૧ તેણે કારણે મ મ રોઓ કોઈ, હું ખમાવું છું સહુ કોઈ; વિમલહર્ષ મુનિ સોમ સુજાણ, હું ખામું તુધ્ધ પંડિત જાણ. ૨૩પર બોલ્યો સોમવિજય માહાયતિ, સ્યાનું ખામો છો ગછપતિ; | છોરું પરિ પાલ્યા અમ સદા, જન્મ લગિ દૂહવ્યા નહિ કદા. ૨૩૫૩ હર કહિ સાંભલિ નર સાર, ખમાવવાનો છે આચાર; અપ્રીતિ કહિનિ ઊપજી હોય, હું ખાવું કર જોડી સોય. ૨૩૫૪ સકલ જંતુલ્યું ખામે આપ, વોસરાવે અઢારે પાપ; હિંસા જૂઠ પરધન લીધ, મૈથુન ધનની મૂછ કિધ. ૨૩૫૫ ક્રોધ માન માયા ને લોભ, એ ચ્યારેનિ દીધી થોભ; પ્રેમ દ્વેષ કલેસ કલંક, ચાડી કરતાં મોટો વંક. ૨૩પ૬ રતિઅરતિના દોષ છે ઘણા, અવરણવાદ બોલ્યા પર તણા; માયામૃષા નિ મિથ્યાત, વોશિરે અઢારે પાપની વાત. ૨૩૫૭ આરિ સરણ મનમાંહિ ધરું, પહિલું સરણ અરિહંતનું કરું; * અરિહંત તે હણતા કર્મ આઠ, જે પામ્યા પંચમગતિ વાટ. ૨૩૫૮ બીજું સરણ કીજે સિદ્ધ તણું, અનંત સુખ જસ વર્ણન ઘણું; અનંત બલ નિ જ્ઞાન અનંત, વીર્ય અનંત સિદ્ધનિ હવંત. ૨૩૫૯ ત્રીજું સરણ કીજે સાધનું, સમકિત સીલ સૂધ જેહનું; પંચમહાવ્રત પાલણહાર, પંચ સુમતિ ત્રિય ગુપતિ અપાર. ૨૩૬૦ ચોથું સરણ કીજે ધર્મનું, જ્ઞાની સરૂપ કહે જેહનું જીવઘાત અલિ ચોરી નહિ, પરદારા જિન વારે તહિં. ૨૩૬૧ ટિ. ૨૩૫૮.૨ કર્મ આઠ = જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ ક. ૨૩૬૦.૨ પંચ સુમતિ = પાંચ સમિતિ - ઈર્યા, ભાષા, એષણા, આદાનભંડમત્તનિકMવણા અને પારિષ્ઠાપનિકા સમિતિ: ત્રિય ગુપતિ = ત્રણ ગુતિ - મનોગુમિ, વચનગુમિ, કાયગતિ. ૨૩૬૧.૨ અલિ = જૂઠ, અસત્ય. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ " શ્રાવક કવિ ઋષભદાસકૃત અસ્યાં શરણ આરે મનિ ધરે, દુઃકૃત તણું નિદેવું કરે; સાધુપંથ સામાયક ભંગ, અસત્યવચન નિ નીચનો સંગ. ૨૩૬૨ દેતાં દાન કર્યું અંતરાય, જે મિ દુહવ્યાં માતપિતાય; થાપિસિમોસો કુડ કલંક, ખુતો પ્રાણી પાતિગ વંક. ૨૩૬૩ આશાતના જે કીધી ઘણી, અરિહંત સિદ્ધ મુનિ ધર્મઠ તણી; જ્ઞાન દર્શન ચારિત્ર સાર, આશાતના તસ કરી અપાર. ૨૩૬૪ આચાર્ય ઉવઝાય નિયતિ, આશાતના જે કીધી અતિ; - સાધ સાધવી શ્રાવિક શ્રાવિકા, રાલિ જીવ આશાતના થકા. ૨૩૬૫ દેવદેવી જિનપ્રતિમા તણી, આશાતના જે કીધી ઘણી; હીર કહે હું ખાયું તેહ, લાગાં પાતિગ આણી દેહ. ૨૩૬૬ એહ લોક પરલોકે પંથ, આશાતનાથી ભારી જ જંત; આ ભવ દુષ્કૃત બિંદુ આપ, આલોઉં પૂરવનાં પાપ. ૨૩૬૭ પૂરવિ જીવ એકેંદ્રિ માંહિ, તરૂઅર લોહ જુઓ હું જ્યાંહિ; લોહ તણાં હુઆ હથિયાર, પશુનર કંઠે વાહી ધાર. ૨૩૬૮ કાપી તરૂઅર સૂલી કરી, વાહણ જ ઘાણી થઈ ફરી; ઉખલ મુસલ દેહિ અધિકરણ, વોસિરાવિ હુએ પંડિત મરણ. ૨૩૬૯ ઈમ ભવ ભમતાં દુઃકૃત જેહ, આતમ સાખિ નિંદુ તહ; સુકૃત પણ અનુમોટું સહી, વ્યવરી વચન નિજ મુખથી કહી. ૨૩૭૦ પ્રથમ પ્રશંસુ સમકિત સાર ત્રિણિ તત્ત્વ મિં લહ્યાં અપાર; શ્રીદેવ ગુરુ ને ત્રીજો ધર્મ, પ્રશંસતા ધોવાયે કર્મ. ૨૩૭૧ સમકિત નિરમલ થાવા ભણી, પૂજી પ્રતિમા જિનવર તણી; શાશ્વતાં દેહરાં જિનનાં જેહ, જલ્ડાય ઈહાં અનુમો તેહ. ૨૩૭૨ ભુવનપતિડાં દેહરો જોય, સાત કોડિ બોહોત્તરિ લખ હોય; તેરર્સિ કોડિ નિ નવ્યાસી કોડિ, સાઠિલાખ બિંબ તિહાં કણિ જોડિ. ૨૩૭૩ વ્યંતરનાં અસંખ્ય ભુવનો અને તેમાં ત્રણ ગણા પ્રાસાદ અને તે એક પ્રાસાદમાં એકસો એંસી બિંબોને હું જુહારું છું. સમભૂતળ પૃથ્વીથી નવસો યોજન ઉપર જ્યોતિષ્યક્ર (સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર) છે તેમાં અસંખ્ય ભુવનમાં જિનપ્રતિમાઓ છે. બાર દેવલોક અને નવ રૈવેયક તથા પાંચ અનુત્તરમાં ચોરાશી લાખ સત્તાણું હજાર ને તેવીસ ભુવનો છે. એકસો ને પા. ૨૩૬૨.૧ સુણી (“શરણને સ્થાને) ૨૩૬૩.૨ અંક ("વંકાને સ્થાને) ૨૩૬૪.૧ મુનિવર માહા તણી ૨૩૬૫.૨ ર૯ ૨૩૬૮.૧ બલી હુઓ વલી જ્યોહિ. ટિ. ૨૩૬૯.૧ વાહણ = વાહન ૨૩૬૯.૨ ઉખલ = ખાંડણિયો, મુસલ = સાંબેલું. ૨૩૭૨.૨ જવ્હાય = જુહાય ૨૩૭૩.૨ “તેરસિં... જોડિ.” આવી જ પંક્તિ “તીર્થનંદનાસ્તવમાં મળે છે : “તેરસેં કોડ નવ્યાસી ક્રોડ, સાઠ લાખ વદ્ કર જોડ.” Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૬૯ બાવન કોડ ચોરાણું લાખ ચુમ્માલીશ હજાર ને સાતસો આઠ પ્રતિમાઓને પૂજવાથી સિદ્ધગતિનો માર્ગ મળે છે. જંબુદ્વીપનાં દહેરાં છસો ને પાંત્રીસ છે અને તેમાં પ્રતિમાજી ચુમોતેર હજાર ને બસ્સો છે. ધાતકી ખંડમાં બારસો ને બોતેર દહેરાં છે, અને એક લાખ બાવન હજાર છસો ને ચાલીસ જિનપ્રતિમાઓ છે. પુષ્કરવર દ્વીપમાં પણ એ જ રીતે દહેરાં ને પ્રતિમાઓ છે. મનુષ્યોત્તર પર્વત ઉપર ચાર દહેરાં છે. નંદીશ્વરદ્વીપમાં શાશ્વતાં બાવન દહેરાં છે. સોળ રાજધાનીમાં સોળ મંદિરો, કુંડલદ્વીપમાં અને રચકદ્વીપમાં ચાર-ચાર દહેરાં છે. ત્રણ ભુવનના આઠ ક્રોડ સત્તાવન લાખ બસો નેવ્યાસી જિનપ્રાસાદો છે. તેમાં પંદરસો ને બેંતાલીસ ક્રોડ અઠાવન લાખ ત્રીસ હજાર ને એંશી શાશ્વતી પ્રતિમાઓ છે તે આગળપાછળ પૂજી તથા પૂજાવી હોય તે બધાયની હું આ સંસારમાં અનુમોદના કરું છું. દુહા) અસંખ્ય ભુવન વ્યંતર તણા, પ્રાસાદિ ત્રિશ્ય વાર; એકસો અહિસી બિંબ તિહાં, નીત નીત કરૂં જોહાર. ૨૩૭૪ | (ચોપાઈ) સમભૂલા પૃથવીથી જોય, નવસહિ યોજન પૂરાં હોય; જ્યોતિષચક્ર એતામાં લહું, અસંખ્ય ભુવન જિનપ્રતિમા કહું. ૨૩૭૫ બાર સ્વર્ગ નિ નવ ગ્રંવેક, પંચ અનુત્તર લહું વિવેક; લાખ ચોરાસી ભુવન કહિસ, સહિત સત્તાણું નિ ત્રેવીસ. ૨૩૭૬ એકસો કોડિ નિ બાવન કોડિક લાખ ચોરાણું ઉપર જોડિ; સહિત ઍઆલીસ સાતસે સાઠિ, પ્રતિમા પૂજ્ય સિદ્ધ ગતિ વાટિ. ૨૩૭૭ જંબુદ્વીપના જોય જગીસ, દેહરાં ખટર્સે નિ પાંત્રીસ; પ્રતિમા પ્રણમું ઍએત્તરિ હજાર, વળી દોય સહિ અધિક અપાર. ૨૩૭૮ બારસહિં નિ બોહોત્તરિ જોય, ધાતકી ખંડિ દેહરાં હોય; એક લાખ નિ બાવન હજાર, ખટ સહિ ચાલીસ પ્રતિમા સાર. ૨૩૭૯ પુષ્કરદ્વીપિ એહ વિચાર, માનુષોત્તરિ છે દેહરા ચ્યાર; ધ્રુવ નંદીશ્વર તિહાં કણી જોય, બાવન દેહરાં તિહાં કણી હોય. ૨૩૮૦ રાજધાની હું સોલ કહેસ, દેહરા સોલ તિહાં પ્રણમેસ; કુંડલદ્વીર્ષિ દેહરા ચ્યાર, ચ્યાર રૂચકદીપિ નિરધાર. ૨૩૮૧ ટિ. ૨૩૭૬.૧ બાર સ્વર્ગ નિ નવ ગ્રંવેક, પંચ અનુત્તર = ઊર્ધ્વલોકમાં પહેલાં બાર દેવલોક, એની ઉપર નવ ગ્રેવેયિક અને એની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. ગ્રેવેયિક શબ્દ “ગ્રીવા” પરથી આવ્યો છે. સમગ્ર લોકસ્વરૂપમાં પુરુષની ગ્રીવા (ડોક)નું જે સ્થાન હોય તે સ્થાને રહેનાર તે ગ્રેવેયિક. સૌથી ટોચે સિદ્ધ શિલા છે. ૨૩૭૬.૨ લાખ..ત્રેવીસ'. આવી જ પંક્તિ તીર્થનંદના સ્તવમાં મળે છે ઃ સહસતાણું તેવીસ સાર, જિનવરભુવન તણો અધિકાર.' Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત ત્રિસ્ય ભુવન દેહરાની ભાષ, આઠ કોડિ સતાવન લાખ: વ્યસે નવ્યાસી જિનપ્રાસાદ, રમણ બિંબ ઘંટાના નાદ. ર૩૮૨ પ્રતિમા તિહાં પન્નર સહિ કોડિ કોડિ બિહિતાલીસ ઉપર જોડિ; લાખ અઠાવન ત્રીસ હજાર, અહિસી બિંબને કરું જોહાર. ૨૩૮૩ કહી શાસ્વતિ પ્રતિમા જેહ, પૂજી પૂજાવી હોયે તેવ; આગલ પાછલ એણે હારિ, હું અનુમોટું તે સંસારિ. ૨૩૮૪ દાન, શિયળ, તપ અને ભાવ એ ચાર ભેદે કરેલા ધર્મની હું અનુમોદના કરું છું. વળી જીવોને ઉગાર્યા, જિનબિંબોની પ્રતિષ્ઠા કરી, સાધુમહારાજની ભક્તિ કરી, શત્રુંજય, ગિરનાર, આબુ આદિ તીર્થોમાં ફરી યાત્રા કરી, ઋષભદેવને નમીને નિર્મળ થયો. પુસ્તક લખાવ્યાં-સાચવ્યાં, પરોપકાર કર્યો, વિનય-વૈયાવચ્ચ અને ગુરુની ભક્તિની પ્રશંસા કરી. અકબરના અન્યાયને દૂર કર્યો. એવા કપરા સંજોગોમાં ઉપશમભાવ ધારણ કર્યો. જિનવાણીનું શ્રવણ કર્યું. અરિહંત ભગવાનના ૧૨ ગુણ, સિદ્ધ ભગવાનના ૩૧ ગુણ, આચાર્યના ૩૬ ગુણ, ઉપાધ્યાયના ૨૫ ગુણ અને સાધુના ૨૭ ગુણની હું અનુમોદના કરું છું. ઢંઢણ ઋષિ, દઢપ્રહારી, અરણિકમુનિને નમસ્કાર કરું છું. સનસ્કુમારને યાદ કરું છું. ખંધકમુનિ, કુરગડૂમુનિને, ભરત-બાહુબલિને પ્રણામ કરું છું. બલિભદ્ર, અભયકુમાર, ધન્ના-શાલિભદ્ર, મેઘકુમાર અને ધન્ના કાકંદીને પણ નમસ્કાર કરું છું. આવા સાધુઓ જેમની સાધુતા સત્ય છે તેમની હું અનુમોદના કરું છું. શ્રાવકનાં બાર વ્રતની અનુમોદના કરું છું. તિર્યંચો પણ કેટલાક દેશવિરતિધર હોય છે તેમની અને જે દેવો શાસનની ભક્તિ કરે છે તેમના દેવત્વની હું અનુમોદના કરું છું. નારકીઓમાં પણ કેટલાક સમ્યકત્વધારી હોય છે તેમની અનુમોદના કરું છું. શેષ જીવોથી પણ જે શુભ કાર્યો થયાં હોય તેમને અનુમોદું છું. વળી દાનરુચિ ગુણ જેમાં છે, તેમજ જે વિનયનો ગુણ રાખે છે, જેઓ અલ્પકષાયી છે, પરોપકારી છે તેમના ભવ્યપણાને અનુમોદું છું. જીવદયા, દાક્ષિણ્ય અને પ્રિયભાષિતાની પણ અનુમોદના કરું છું. (ઢાલ ૯૦ – એણિ પરિ રાજ્ય કરતા રે એ દેશી) દાન સીઅલ તપ ભાવ રે, હું પણ અનુમોદું; જંતુ ઉગાર્યા તે વલી એ. ૨૩૮૫૦ બિંબપ્રતિષ્ઠા જેહ રે, સાધુ ભગતિ કરી; યાત્ર કરી તીરથ ફરી એ ૨૩૮૬ શેત્રુંજો ગઢ ગિરનાર રે, આબુગઢ ગયો; ઋષભ નમિ નિરમલ થયો એ. ૨૩૮૭ પુસ્તક પર ઉપગાર રે, વિનય વૈયાવચ; ગુરુની ભગતિ પ્રશંસીયે એ. ૨૩૮૮ ટિ. ૨૩૮૫.૨ ભલું એ. Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ટાલ્યો અકબર અન્યાય હૈ, ઉપશમ જે ધર્યો; જિનવાણી શ્રવણે સુણી એ. અરિહંતના ગુણ બાર હૈ, હું પણ અનુમોદું; ગુણ એકત્રીસ સિદ્ધના એ. આચાર્ય ગુણવંત રે, ગુણ તસ છત્રીસ; હું અનુમોદું તે સહી એ. પંચવીસ ગુણ ઉવઝાય રે, હું નિત અનુમોદું; ગુણ સત્તાવીસ સાધના એ. ઢંઢણ દ્રઢપ્રહાર રે, અરણક ઋષિ નમું; સનતકુમારનિ સમરીએ એ. પ્રણમું બંધકકુમાર રે, કુરગડૂ મુનિ; ભરત બાહુબિલિને નમું એ. બલિભદ્ર અભયકુમાર રે, ધન્નાશાલિભદ્ર; મેઘકુમાર ધન્નો રિ એ. અસ્યા સાધ જંગ જેહ રે, હું પણ અનુમોદું; સાધુપણું તેહનું સહી એ. શ્રાવકનાં વ્રત બાર રે, તે પણિ અનુમોદું; દેશવિરતિ તિર્યંચ તણી એ. દેવત્યુ દેવપણું રે, હું પણિ અનુમોદું; ભગતિ કરે શાસન તણી એ. જીવ નારકી પાસ રે, સમકિત છે ભલું; હું અનુમોદું તે સહી એ. હવે સેસાંણ જીવ રે, એહથી અન્ય વળી; હું અનુમોદું તેનેિ એ. ૨૩૮૯ ૨૩૯૦ ૨૩૯૧ ૨૩૯૨ ૨૩૯૩ ૨૩૯૪ ૨૩૯૫ ૨૩૯૬ ૨૩૯૭ ૨૩૯૮ ૨૩૯૯ ૨૪૦૦ દાનરૂચિ ગુણ જેહ રે, હું વળી અનુમોદું; વિનય ભલો જસ દેહમાં એ. અલ્પ કષાયે જીવ રે, પરિનિ ઉપગારી; ભવ્યપણું અનુમોદીયે એ. જીવદયાળુ જેહ રે, દાષ્પિણિ દેહમાં; પ્રિયભાષી અનુમોદીયે એ. ૨૪૦૩ પા. ૨૩૮૯.૧ અક૨ ૨૩૯૦.૧ ગુણગ્રામ. ૨૪૦૧.૧ પણિ (વળી'ને સ્થાને) ૨૪૦૩.૧ ૨૪૦૧ ૨૪૦૨ ૨૭૧ જીવદયા પાલું. ટિ. ૨૩૯૦.૨ સિદ્ધના આઠ ગુણ વધુ પ્રચલિત છે. ૨૪૦૦.૧ સેસાંણ = ૨૪૦૩.૧ દાખ્યિણિ = દાક્ષિણ્ય બાકીના અન્ય Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત પ્રિયભાષિતા, અન્ય ગુણો તેમ જ ધર્મોપકરણરૂપ દેહની અનુમોદના કરું છું. જીવ ઘણા ભવોમાં જન્મ-મરણ કરતો રહ્યો તેમાં કેટલાક ભવોમાં તે ધર્મોપકરણરૂપે ઉપયોગમાં આવ્યો છે. મોરનો ભવ પામીને તે પીંછાની પુંજણી રૂપે ઉપયોગી થયો. પૃથ્વીકાળમાં પાષાણ બનીને એમાંથી જિનપ્રતિમા નિર્માઈ. અપકાયમાં જીવ પ્રભુજીની પ્રતિમાના પ્રક્ષાલન માટે ઉપયોગી થયો. આમ ભવોમાં અનંતીવાર ભમતાં શરીરનો ધપકરણ તરીકે ઉપયોગ થયો તેની પણ હું અનુમોદના કરું છું. ' વળી ચાર ગતિમાં જીવ ભમતાં એને સબળ વેદના સહન કરવાની થઈ. નરકગતિમાં ખૂબ યાતના સહન કરી. મનુષ્યગતિમાં માર સહ્યો, માથે ભાર વેક્યો ને શરીરે પરસેવો પાડ્યો. પશુયોનિમાં જન્મેલાંના પ્રાણ ઘણાએ હણ્યા, શ્વાન આદિ ભૂખે મરતા આપણે જોઈએ છીએ. દેવગતિમાં પણ ઘણાં દુઃખો છે. આમ વિચારીને તેઓ મનને સ્થિર કરે છે અને હૈયે આ પ્રકારની ભાવના ધરે છે. જે મનુષ્ય અનશન-આરાધના કરે છે તે સુરગતિ – શિવગતિ મેળવે છે. જે નવકારનું શરણ સ્વીકારે છે તે પંડિતમરણ પામે છે. નવકારમંત્ર ગણતાં તે નિર્મળ થાય છે. અને સાત સાગરોપમના પાપનો ક્ષય કરે છે. જે આખું પદ ગણે છે તે પચાસ સાગરોપમનાં પાપોને હણે છે. જે આખો નવકાર ગણે છે તેના પુણ્યનો કોઈ પાર નથી. તે પાંચસો સાગરોપમનાં પાપોને હણે છે. આવા નવકારમંત્રને હીરગુરુ હરખભેર ગણે છે. નિશ્ચલ મનથી આરાધનાપદને વિધિપૂર્વક આરાધે છે. જે દશ પ્રકારની આરાધના કરે છે, કરેલાં પાપોની અરિહંત-સિદ્ધ પ્રભુની સાક્ષીએ આલોચના કરે છે, પાપકર્મોની દેવની અને આત્માની સાક્ષીએ નિંદા કરે છે તેનાં પાપકર્મોનો ક્ષય થાય છે. અને બોજ વહન કરનારો ભાર ઊભરી હળવો થાય તેમ તે હળવો થાય છે. જે લજ્જા કે અભિમાનથી કે જ્ઞાનના મદે મનમાં શલ્ય રાખીને ગુરુ પાસે કરેલા દોષોની આલોચના નથી કરતો તે ચાર ગતિનાં દુઃખ પામે છે, તેને માથે શલ્યકરણનું દુઃખ આવે છે. તે નર દુર્લભબોધિ થાય છે ને અનંતસંસારી કહેવાય છે. માટે કોઈ શલ્ય સહિત મરો નહીં કે કોઈ નિયાણું પણ કરો નહીં. ઋષભદેવ આદિએ નવ નિયાણાંનો નિષેધ કર્યો છે. (દુ) પ્રિયભાષી અનુમોદીએ, દૂજા ગુણ વળી જેહ; ધર્મોપગરણ દેહનું, હું અનુમોદું તેહ. ૨૪૦૪ | (ચોપાઈ) ભમ્યો જીવ બહુ પામી મરણ, હવું દેહનું ધર્મોપગરણ; નીલકંઠ તન પામ્યો સહી, પીંછ તણી પુંજણીઓ થઈ. ૨૪૦૫ ટિ. ૨૪૦૪.૨ ધર્મોપગરણ = ધર્મનું ઉપકરણ, સાધન Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરવિજયસૂરિરાસ ૨૭૩ પૃથ્વીકાય માંહિ બેઠો સહી, ત્યાહાં મુજ દેહની પ્રતિમા થઈ; જલનો જીવ હુઓ કુશ કાલ, તિહાં પ્રતિમાની હુઈ પખાલ. ૨૪૦૬ એમ ભવિ ભમતાં વાર અનંત, ધર્મોપગરણ દેહનું હવંત; અનુમોદું તે પણિ સહી, ભલી ભાવના રાખું ગ્રહી. ૨૪૦૭ જીવ ભમતાં ચિહું ગતિ લહી, સબલ વેદના તિહાં કણિ થઈ; નરગમાંહિ તો ચાલ્યો વહી, ઘણી વેદના તિહાં કણે સહી. ૨૪૦૮ માનવમાંહિ ખમેવો માર, પરસેવો નિ મસ્તગિ ભાર; પશુમાણ ઘણા પણિ હરે, સ્વાનાદિક બહુ ભૂખે મરે. ૨૪૦૯ દુખ દિસે બહુ સુરગતિમાંહિ, ખાલી ઘાલ્યા સાસા માંહિ; અઢું વિચારી થિર મન કરે, એવી ભાવના હઅડે ધરે. ૨૪૧૦ આરાધના અણસણ નર કરે, જેહથી સુરગતિ શિવગતિ વરે; પુરુષ કરે જે પંડિતમરણ, રાખે તે નવકારનું સરણ. ૨૪૧૧ કહેતાં નિરમલ હોયે આપ, ટાલિ સાત સાગરનું પાપ; આખું પદ ઈચ્છામેં ગણે, પચાસ સાગરપાતિગ હશે. ૨૪૧૨ આખો જે ભાખે નવકાર, તેહના પુણ્ય તણો નહિ પાર; પંચસયાં સાગરનું કર્યું, પાતિગ સહી તેણે અપહર્યું. ૨૪૧૩ એહવો જગડાં શ્રીનવકાર, હરમેં હર ગણે નવકાર; આરાધનાપદ સવિધિ કહી, નિશ્ચલ મને આરાધે સહી. ૨૪૧૪ દસે પ્રકારે આરાધના કરે, પાપ ર્યા વદને ઉચરે; અરિહંતસિદ્ધપ્રભુની સાખે, કહિ પાપ મન નિશ્ચલ રાખે. ૨૪૧૫ પાપકર્મ સુર સાખું કહી, આતમ સાખે નર નિંદે સહી; એમ આલોતાં પાતિગ જાય, ભારવાહી પરિ હલૂઓ થાય. ૨૪૧૬ લાજે અભિમાને નવિ કહે, જ્ઞાનમાઁ મનહાં શલ્ય રહે; આલોઈ ન સકે ગુરૂ કને, ચિહું ગતિનાં દુઃખ હોયે તને. ૨૪૧૭ શાસ્ત્રશાપવિષ જે નવિ કરે, અસ્ય શલ્યમરણ દુઃખ તેથી શિરે; દુર્લભબોધિ તે નર થાય, અનંત સંસારી તે કહેવાય. ૨૪૧૮ તે કારણે સશલ્ય ન મરો, રખે કોય નીઆણું કરો; ઋષભદેવ જિનાદિક જેહ, નવ નીઆણાં વારે તેહ. ૨૪૧૯ પા. ૨૪૦૬.૧ પેઠો સહી ૨૪૧૮.૧ સરે (શિરે'ને બદલે) ૨૪૧૮.૨ નર થાય (કહેવાયને બદલે). ટિ. ૨૪૦૮.૧ ચિહું ગતિ = ચાર ગતિ. દેવ, મનુષ્ય, નારકી, તિર્યચ. ૨૪૧૮.૧ શલ્યમરણ = જે મરણ સમયે કાંઈ ને કાંઈ ઈચ્છા, વાંછનાનું શલ્ય રહી જાય તે. ૨૪૧૮.૨ દુર્લભબોધિ = સમ્યકત્વ પાળવું જેને અતિ દુર્લભ છે તે. ૨૪૧૯.૧ નીઆણું = મૃત્યુ પહેલાં તપનું ઇચ્છિત ફળ પાગવું તે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત ' રાગ, દ્વેષ. મોહથી થતાં નિયાણાં અસાર છે – કરવા યોગ્ય નથી. પણ જિનેશ્વરને ચાર વસ્તુની પ્રાર્થના કરવાની કહી છે તે ૧. મારા દુઃખનો ક્ષય થાઓ, ૨. કર્મનો ક્ષય થાઓ, ૩. સમાધિમરણ સારી રીતે હોજો, ૪. બોધિલાભ મળો. હળુકર્મી ભવ્ય જીવ આરાધના કરતો આ ચાર વસ્તુની માગણી કરે છે. અભવ્યને એમ નથી. જીવે બાલમરણ તો અનંતી વાર કર્યો, પણ સાધુની પાસે આરાધના સાંભળી નહીં ને ભવનો પાર પામ્યો નહીં. દાન, શિયળ, તપ, ભાવના એ ચાર ભેદે ધર્મ આરાધી પરલોક સાધ્યો નહીં અને આ રત્ન સરખું આયખું વ્યર્થ ગુમાવ્યું. હમણાં નહીં પછી કરીશું એમ કહેતાં કહેતાં જ આયુષ્ય ખૂટી ગયું. આ પુણ્યહીન, પાપથી ભરેલો જીવ પરલોકે સિધાવ્યો. અમે આગળ પુણ્ય કરીશું એમ જે માણસ કહે છે તે મરણ સમયે ખૂબ પસ્તાયા છે. મરણની ગતિ કોણ જાણી શક્યું છે ? ઘરમાં, પરદેશમાં કે રસ્તામાં પણ પ્રાણ ચાલ્યો જાય છે. ત્યાં એ આત્મસાધના શું કરવાના હતા ? કેટલાક પાણીમાં . ડૂબી મર્યા, કેટલાક વૃક્ષ હેઠળ, કેટલાક સ્તનરોગથી તો કેટલાક માતાના ઉદરમાં જ મૃત્યુ પામ્યા. કેટલાક માથે વીજળી પડવાથી તો કેટલાક લોઢાની ધારથી, કેટલાક ઝેર ખાઈને મર્યા. કેટલાક ભૂમિ પર જ, કેટલાક મૂગા જ, કેટલાક સાપ ડસવાથી મર્યા ત્યાં એને કોનું શરણું પ્રાપ્ત થાય ? આવા તો અનેક મરણ છે, માટે જીવે ચેતવા જેવું છે. દિવસ (સમય), શરીર અને લક્ષ્મી મેળવીને પોતાને હાથે જ પુણ્ય કરી લો. જે વૃથા ભવ ગુમાવતા નથી, બાર ભાવના ભાવે છે અને અનશન આરાધે છે તે હીરગુરુનો અવતાર ધન્ય છે. | (દ) રાગ દ્વેષ મોહે નહીં, નીઆણાં જ અસાર; પ્રારથના કરતો સહી, જે જિન ભાખ્યા ચાર. ૨૪૨૦ દુઃખ માહારાનો ખ્યય હજ્યો, કરમ તણો ખ્યય જાણ; સમાધિમરણ સુપરિ હજ્યો, બોધિલાભ મન આણ. ૨૪૨૧ આર વસ્ત મુર્ખ માગતો, આરાધના કરી સોય; ભવ્ય જીવ હલૂઆ વિના, અભવ્ય તણે નવિ હોય ! ૨૪૨૨ બાલ મરણ આગે ક્ય, જીવે અનંતિવાર; | ન સુણી મુનિ આરાધના, ન લહ્યો ભવનો પાર. ૨૪૨૩ દાન શીલ તપ ભાવના, સાધ્યો નહિ પરલોક; રત્ન સરિખું આખું આલિં નાખ્યું ફોક. ૨૪૨૪ કરસ્ય કરસ્યું કહેતાં થકાં, આયુ ગયું સહુ ખૂટિ; પુણ્યહીણ પાપિ ભર્યો, હંસા ચાલ્યો ઉઠિ. ૨૪૨૫ ટિ. ૨૪૨૧.૧-૨ આ માટે જુઓ “જયવિયરાયસૂત્રની આ પંક્તિઓ: “દુમ્બMઓ કમ્મMઓ, સમાધિમરણં ચ બહિલાભોઇ, સંપો મહએએ, તુહ નાહ પણામ કરણેણં.” Page #310 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ આગલિ પુણ્ય કરસ્યું અમે, અસ્સું કહિ નર જે; મરણ સમે નર સો વળી, બહુ પસ્તાશા તેહ. મરણ તણી ગતિ કુશ લહે, કે ઘર કે પરદેશ; પંથિ પ્રાણ મુકતા હુઆ, સાધન કહો શું કરેસ. તા જળે બૂડી મૂઆ, કેતા તરૂઅર હેઠ; તા સ્તનરોર્ગે મૂઆ, કેતા જનુની પેટ. તા શિરે પડી વીજળી, તા શિરે લોહધાર; કેતા જહેર ખાઈ મૂઆ, સાધન નહિ જ લિગાર. કેતાં ભીંતિ ભોર્મિ રહ્યા, કેતા મુંગા મરણ; કેતાનિ વિષધર કટે, કહે તિહાં કોહોનું સરણ ? અનેક મરણ એહવાં અછે, ચેતો આતમ સાથિ; દિવસ દેહ લખિમી લહિ, પુણ્ય કરો નિજ હાથિ. આર્લિ ભવ ખોઈ નહિં, ભાવે ભાવના બાર; અણસણ મુનિ આરાધતો, ધન્ય હીર અવતાર. ૨૭૫ ૨૪૨૬ - ૨૪૨૭ ૨૪૨૮ ૨૪૨૯ ૨૪૩૦ ૨૪૩૧ ૨૪૩૨ હીરગુરુ ધન્ના અને શાલિભદ્રની પેઠે અનશનની આરાધના કરે છે. સૌ શ્રાવકો આવી તેમને પૂજે છે ને સામે બેસે છે, અને પૂછે છે, “ગુરુવર ! તમે આ શું કર્યું ? બધાની સારસંભાળ છોડી દીધી.” પછી એકબીજાને કહે છે, “ગુરુજીને પૂજીને સૌ લહાવો લઈ લો. હીરગુરુ હવે પધારે છે. આવો પુરુષ હવે ક્યારે પેદા થશે ને ક્યારે એમને આપણે વંદન કરીશું ?” બધા લોકો વંદન કરવા દોડી આવ્યા. પછી સંધ્યાકાળ થયો. બધા સાધુઓ ભેગા થયા ને પોતે જ પ્રતિક્રમણ કરાવ્યું. જેમ મહાવીરપ્રભુએ અંતે દેશના આપી હતી તેમ હીરગુરુએ પણ સૌને અંતિમ ઉપદેશ આપ્યો. કોઈ ભીરુ બનશો નહીં. ધીર થઈને સૌ ધર્મ આરાધજો. પછી બધી પ્રવૃત્તિ છોડી દઈ તેમણે સિદ્ધનું ધ્યાન ધર્યું. અને મારું કોઈ નથી, હું કોઈનો નથી’ એ અનિત્યભાવના ભાવવા લાગ્યા. જ્ઞાન-દર્શનયુક્ત એવો એક આત્મા જ શાશ્વત છે. બાકીના બધા ભાવ બાહ્ય છે તેને તેઓ વોસિરાવે છે. જે કર્મના રોગો ટાળે છે એવા દેવગુરુ અને જિનધર્મને જ હું સ્વીકારું છું. આહાર-ઉપાધિ અને આ શરીરને વોસિરાવું છું. લોકોત્તમ એવા ચાર અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મને મનમાં ધારણ કરતા હાથમાં નવકારવાળી લે છે. પદ્માસન વાળીને બેસે છે. રાગદ્વેષને ટાળે છે. જ્યાં પાંચમી નવકારવાળી ગણવા માંડી ત્યારે તે નીચે પડી ગઈ. સાત પહોરનું અનશન પાળીને તેઓ સુરલોકે સંચર્યાં. અનશનનો એવો મહિમા છે કે તેનાથી મોક્ષ અથવા ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે. અને કદાચ એમ ન થાય તો સાત-આઠ ભવમાં તો અવશ્ય તે મોક્ષનગરમાં પહોંચે છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજે ઈશાન દેવલોકમાં દેવપણું પ્રાપ્ત કર્યું. પા. ૨૪૩૦.૨ ચઢે (કટે'ને બદલે) Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીરગુરુના નિર્વાણને જાણીને સુરવરો ભેગા થયા. સંવત ૧૬૫૨ ભાદરવા સુદ ૧૧ને ગુરુવારના શુભદિને શ્રવણ નક્ષત્રમાં ગુરુવર દિવંગત થયા. ત્યારે દેવલોકમાં ઘંટાનાદ થયો. માત્ર દેવતાઓ અને મુનિજનો જ નહીં પણ પંખીઓ પણ દુઃખીદુ:ખી થઈ ગયાં. મારૂણી) ૨૭૬ મુકાવો રે મુજ ઘરનારી, એ દેશી. રાગ (ઢાલ ૯૧ હીરગુરુ અણસણ આરાધે, શાલિભદ્ર-ધન્ના પરેિં રે; શ્રાવકજન આવી સહુ પૂજે, બઈઠા સહુકો નિરધાર રે હીરગુરુ રે ! સ્યું કીધું એહ, સાર તજી સહુ કોની રે. ટેક ૨૪૩૩ પૂજી લાહ લેજો રે સહુકો, હવે હીર પધારે રે; અસ્યો પુરુષ ઊપજે હવે કહિયે, આપણ વાંદસું ક્યારે રે. હીર૦ ૨૪૩૪ ધાયા લોક ગુરુવંદન કાજું, સંધ્યાકાલ પછે હોય રે; - — - પડિક્કમણું પોતે જ કરાવે, મલ્યા સાધ સહુ કોઈ રે. હીર૦ ૨૪૩૫ હીર દેસના અંતે દેતા, જિમ જિનવર મહાવીરો રે; કાયર કોઈ મ થાસ્યો અહિયા, કરજો ધર્મ બહુ ધીરો રે. હીર૦ સિદ્ધનું ધ્યાન ધરે ગુરુ હીરો, અવર નહિં વ્યાપારો રે; માહારું કોય નહિ હું કેહિનો, અનિત્ય ભાવ અપારો રે. હી માહરો આતમા અછે શાસ્વતો, શાન દરસણ સાર્થિ રે; ૨૪૩૬ ૨૪૩૭ બાકી બાહ્ય ભાવ સહુ દીસે, વોશિરાવે સહુ જાતિ રે. હીર૦ ૨૪૩૮ શ્રીદેવગુરુ જિનધર્મનિ રાખું, જે ટાલે કર્મરોગો રે; આહારઉપાધિ નિ તનુ વોશરાવું, અંતે સાસ સંયોગો રે. હીર૦ ઉત્તમ નામ ચ્યારે મનિ ધરતો, કરિ થે નોકરવાલી રે; પદમાસણ બેઠો ગુરુ પૂરી, રાગ દ્વેષ દોય ટાલિ રે. હીર૦ જબ જપમાલા માંડી પાંચમી, પડતી નોકારવાળી રે; ૨૪૩૯ ૨૪૪૦ સાત પહોરનું પાલી અણસણ, સુરલોકે દીર્યે ફાલી રે. હીર૦ ૨૪૪૧ અણસણ તણો મહિમા છે એહવો, મુક્તિ ઇન્દ્રપદ થાય રે; સાત આઠ ભવમાંહી સીઝે, મોક્ષ નયરમાંહી જાઈ રે. હીર૦ ૨૪૪૨ સુરવર પદવી પામે જગ-ગુરુ, ઇશાનેંદ્ર સુરલોકે રે; લહી નિરવાણ ગુરુ હીરમુનિનું, મિલિયા સુરવર થોકે રે. હીર૦ સંવત સોલબાવન્નો (૧૯૫૨) જ્યારે, ભાદરવો ભારે ગાજેં રે; ૨૪૪૩ ઉજ્જલ એકાદશી શુભ દિવસે, સુરઘર ઘંટા વાજે રે. હીર૦ ૨૪૪૪ શ્રવણ નક્ષત્ર અને ગુરુવારે, ગુરુ દેવાંગત હોઈ રે; સુરવર મુનિજન પંખી પ્રમુખા, દુ:ખ ધરતા સહુ કોઈ રે. હીર૦ ટિ. ૨૪૩૪.૧ લાહ = લાભ ૨૪૪૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ વિમાનમાં બેસીને દેવતાઓ ભક્તિ કરવા આવે છે. કહે છે, “ચાલો હીરગુરુનું મુખ જોવા જઈએ, જેને વિશે સાંભળ્યું છે પણ જોયું નથી. જગદ્ગુરુ હીરજીએ ઘણાં ઉત્તમ કામો કર્યા છે.” તેઓ કહે છે, “હીરજીએ સ્વર્ગલોકમાં જવાની ઈચ્છા કરી એટલે અમે એમને લેવા આવ્યા છીએ. અમને મોક્ષમાર્ગ બતાવો. અમારે મોક્ષપુરીએ જવું છે.” તેમનો નિર્વાણ-મહોત્સવ ઊજવવા માટે દેવો મૃત્યુલોકમાં આવે છે. અઢારે વર્ણ સાંભળે તેમ વાજિંત્ર વગાડે છે. સાંગલેસરના એક બ્રાહ્મણે પ્રત્યક્ષ દેવવિમાન જોયું અને દેવતાઓ જે વાત કરતા હતા તે એણે કાને સાંભળી. હરગુરુના નિર્વાણના સમાચાર સાંભળતાં જ આંખે આંસુ વહાવતો દીવનો સંઘ આવી પહોંચ્યો. સર્વ પ્રાણીઓનું શરણ આ જગતમાંથી વિદાય થયું. ગુરુ જગતના દીપક સમાન હતા. તેઓ જૈન શાસનની છત્રરૂપ હતા. તેમણે ઘણા જીવોને તાર્યા.' એમ કહી તેઓ દુઃખ વ્યક્ત કરતા તેર ખંડની મોટી પાલખી તૈયાર કરાવે છે. મખમલ, મશરૂ અને કથીપાથી તેને મઢે છે. મોતીનાં ઝૂમખાં રૂપાની ઘંટડીઓ, સોનાની ઘૂઘરીઓથી શણગારે છે. વળી ચામર, છત્ર, તોરણ ત્યાં ઝળકે છે. ફરતી ધજાઓ લટકે છે. માંડવી જ્યારે તૈયાર થઈ ત્યારે બે હજાર ત્યાહારી વપરાઈ તથા બીજી પણ અઢી હજાર ત્યાહારી ખર્ચાઈ. કેસર, ચંદન અને ચૂવાથી હીરગુરુના અંગનું વિલેપન કરે છે. માંડવીમાં મુનિવરને જ્યારે પધરાવે છે ત્યારે ઘંટનાદ થાય છે. દેવવાજિંત્ર વાગે છે, જાણે મેઘ ગાજે છે ને વરસે છે. ગુરુજીનું મુખદર્શન કરવા તરસતો હોય એમ સૂર્ય ધસી આવ્યો. (ભીડને કારણે સૂર્યનાં કિરણને પણ લોકટોળાને વીંધીને ગુરમુખનું દર્શન કરવા તરસવું પડ્યું એમ પણ અર્થ ઘટાવી શકાય.) મોટામોટા માણસો ગુરુવરની પાલખી ઊંચકે છે. ચોમેર શોરબકોર થાય છે. વાજિંત્ર અને પંચશબ્દ વાગે છે. નાણું ઉછાળવામાં આવે છે. માર્ગમાં પુષ્પવૃષ્ટિ થઈ. દેવો અને નરનારીઓ પ્રણામ કરે છે. પુરુષો હાથમાં રૂપાના ઘંટ ધારણ કરે છે, અબીલગુલાલ ઉડાડે છે. સૌ મુખેથી “હીર ! હિર ' જપે છે, આંખેથી આંસુ વહી જાય છે. વાજતેગાજતે સૌ ગામબહાર આમ્રવનમાં આવ્યા. ભૂમિની શુદ્ધિ કરી ચંદનચિતાની તૈયારી કરે છે. (ઢાલ ૯૨ - તિણ મોતી મુશલસ્યુ વીંધ્યું, એ દેશી) સાર કરવા સુર અહીં આવે, બેઠા સોય વિમાનેં રે; હીર તણું મુખ જોવા જઈયે, નવિ દીઠું સુણીલે કાને રે, જગતગુરુ હીરજી રે ! કીધાં ઉત્તમ કામ. આંચલી) ૨૪૪૬ સ્વર્ગલોક વાક્યો ગુરુ હીરે, તેણે લેવા અમે આવું રે; મારગ મોક્ષ તણો દેખાડો, મુક્તિ સહી રૂષિ જાવું રે. જગ૦૨૪૪૭ નિર્વાણમોછવ કરવા કારણ, સુર મૃત્યુલોકે આવે રે; વર્ણ અઢાર સુણે જિમ કાને, વાજિત્ર તિમ વજાવે રે. જગ૦ ૨૪૪૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાંગલેસર વાસી એક બ્રાહ્મણ, દેખે એક પ્રગટ વિમાનો; વાત કરે સુર શ્રીગુરુ કેરી, તિહાં તે ધરતો કાનો. જગ૦ ૨૪૪૯ સુરવર સહુએ ઓછવ કરતા, જબ નિરવાણ જ હીરો; દીવ તણો સંઘ આવી ધાયે, નયણે વહેતાં નીરો. જગ૦ ૨૪૫૦ જતુસરણ ગયું જગમાંહિ, જગત તણો તું દીવો ! જૈન તણે સિરિ છત્ર ભલેરું, તિ તાર્યા બહુ જીવો. જગ૦ ૨૪૫૧ એમ દુઃખ ધરતાં કરે માંડવી, તેર ખંડની ત્યાંહિ; ધર્યા કથીપા મખબલ માંહિ, બાંધ્યા મશરૂ જ્યાંહિ. જગ૦ ૨૪૫ર મોતી જુમખાં રૂપક ઘંટા, ઘુઘરિઓ કંચન કરી; ચામર છત્ર તોરણ તિહાં ઝલકે, ગુડી ફરત ભલેરી. જગ૦ ૨૪૫૩ દોય હજાર ત્યાહારિ તિહાં બેઠી, કરી માંડવી જ્યારે અઢી હજાર ત્યાહારિ હોઈ બીજી, સુરગત હરજી ત્યારે. જ૦ ૨૪૫૪ કેશર ચંદન ચૂઆ ધરીનિ, હરનિ અંગે લગાવે; માંડવીમાંહિ પોઢાડ્યો મુનિવર, ઘંટાનાદ તબ થાય. જગ૦ ૨૪૫૫ વાજિંત્ર સુરનાં સહુ સાંભળતા, ગાજે મેઘ કે વરસે; ઊગ્યો સૂર ધસી ત્યાંહાં આવ્યો, ગુરુમુખ જોવા તરસે. જગ૦ ૨૪૫૬ વલગા પુરુષ માંડવીયે મોટા, કોલાહલ અતિ થાય; Aષભદેવ નિર્વાણ તણી પરિ, સુર નરનારી ધાયે. જગ૦ ૨૪૫૭ વાજિંત્ર પંચશબ્દ બહુ વાગે, ઉછાળે નર લ્યાહારી; પુષ્પવૃષ્ટિ હુઈ તે પંથિ, પ્રણમિ સુર નરનારી. જગ૭ ૨૫૮ રૂપ ઘંટા ધરતા નર હાર્થિ, ઉછાલતા જ અબીરો; હીર હીર ! જપે સહુ મુખથી, નયણે ચાલ્યાં નીરો. જગ૭૨૪૫૯ વાજતે વનમાંહિ આવે, જિહાં આંબાવન હોય; ચિતા સોય કરે ચંદનની, ભોમિ ભલેરી જોય. જગ૦ ૨૪૬૦ નરોત્તમ એવા હીરગુરુને ચિતામાં તો પધરાવ્યા પણ કોઈ તેમને અગ્નિદાહ દેતું નથી, અને ફરીફરી તેમનું મુખ નિહાળે છે. સૌ કહે છે, “હે ગુરુ, આપ દેશના આપો. ધર્મનો વિચાર સમજાવો. શિષ્યોને મસ્તકે હાથ મૂકો, અને માણસોને તમે દીક્ષા આપો. તમારા પ્રત્યે ભક્તિભાવવાળા ઘણા માણસો અહીં એકત્ર થયા છે, છતાં તમે કેમ કાંઈ બોલતા નથી ? હે પ્રભુ, તમે ગોખે પધારીને અમારા મનના સંદેહને દૂર કરો. હે હીરગર, શિષ્યોને વાચના આપો. આમ છેહ આપો તે બરાબર નથી.” સૌ રુદન કરતાં કરતાં સ્તુતિ કરે છે કે “હવે તમારા વિના અમે કોની સેવા કરીશું ? તમારા જતાં જાણે હવે કાંઈ ઊગરતું – બચતું નથી. હવે તમારી મીઠી વાણી ક્યાં સાંભળવી ? હે ટિ. ૨૪૫૪.૧ માંડવી = પાલખી Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૭૯ ગુણોની ખાણ સમા હીરગર, હવે ડૂબતાને કોણ બહાર કાઢશે ? મહાવીર પ્રભુના નિર્વાણ સમયે જેમ ગૌતમના મુખમાં માત્ર “વી” “વી' એટલો જ ઉચ્ચાર રહી ગયો, તેમ હીર જતાં સૌના મુખે હી હી ઉચ્ચાર રહી ગયો. (ઢાલ ૯૩ – કમલાવતીની. રાગ ગોડી) ઉત્તમ નર ગુર હીરજી, ધર્યા ચિતામાં જામ રે; અગ્નિ ધરે નહિ કો વળી, મુખ જોયે ફરી ફરી તામ રે. ભાખે રે નર સહુ મલી, ગુરુ ! દીજે હો દેસના અતિ સાર; હીર ! ભાખો હો ધર્મવિચાર, ઈમ ભાખે રે નર સહુ મળી. ૨૪૬૧ મસ્તગિ હાથ ઘો શિષ્ય તણે, દ્યો તુમ નર દીખ્યાય રે; તુમ રાગી નર બહુ મળ્યા, નવિ બોલો તો કાં રૂષિરાય રે ! ઇમ૦ ૨૪૬૨ પ્રભુ ! તુહ્મ ગોખિ પધારીયે, ભાંજો મન સંદેહ રે; દીઓ. હીર ! શિષ્યને વાચના, નવિ દીજેનિવડઇમ છેતરે !ઈમ૦ ૨૪૬૩ રુદન કરતાં સ્તુતિ કરે, કુણની કરસું સેવ રે; સદાય જગતગુરુ હીરજી, આજ દીસે ફરી તુમ ટેવ રે. ઈમ૦૨૪૬૪ તુમ જાતાં કાંઈ નવિ ઊગરે, કિયાં સુણવી મીઠી વાણિ રે; કુણ બુડતાં કાઢયે, બોલો હીરજી ! બહુ ગુણખાણિ રે. ૨૪૬૫ વીર જતાં “વી વી” રહી, ગૌતમને મુખ જોય રે; હીર જતાં “હી હી રહી, જંપે યાચક તિહાં સહુ કોય રે. ઇમ) ૨૪૬૬ એકત્ર થયેલાં સૌ માનવીઓને દુઃખ તો ઘણું છે, પણ મન કઠણ કરીને હીરની ચિતાને અગ્નિ લગાડે છે. શ્રી હરિગુરુની ચિતામાં પંદર મણ સુખડ, પાંચ મણ સુગંધી અગર, ત્રણ ત્રણ શેર કપૂર, કસ્તૂરી ને કેસર મૂકવામાં આવ્યું. જ્યાં સુધી દેહ દેખાતો રહ્યો ત્યાં સુધી શ્રાવકો નાણાથી પૂજતા રહ્યા. સુગંધી અગરનો પાંચ શેર ચૂવો ચિતામાં નાખ્યો. તીર્થંકર ભગવાનના શરીરની જેમ હીરગુરુના દેહને લોકો સંસ્કારતા રહ્યા. સુવર્ણ સરીખું કુમકુમવણું શરીર ભસ્મીભૂત થયું. લોકો વિચારવા લાગ્યા, ચંદ્ર અને કમળ જેવું મુખ ક્યાં ગયું ? હીરસૂરિનો દેહ ગયો પણ નામ અમર થઈ ગયું. | દુહા) મલી માનવ દુઃખ ધરે, કરતા કઠણ પરિણામ; ચિતા લગાડી હીરની, મુંકી અગની તા. ૨૪૬૭ પા. ૨૪૬૩.૨ નબડક (નિવડ ઈમને સ્થાને) Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ‘શ્રાવક કવિ ઋષભદાસકૃત (ઢાલ ૯૪ – આદિનાથ ભમે હો ઘર ઘરિ ગોચરી. એ દેશી) ચિતા રે લગાડી શ્રીગુરુ હીરની રે, સૂકડિ પન્નર મણ ત્યાંહિ; અગર સુગંધો સખરો આણીઓ રે, પંચ મણ મુંક્યો ચહે માંહિ. ૨૪૬૮ કપૂરકસ્તુરીકેસર આણીઉં રે, ત્રિશ્ય ત્રિય સેર જ તેહ, શ્રાવકજન સહુ નાણે પૂજતા રે, જબ લગિ દીસતી દેહ. * ૨૪૬૯ ચુઓ સુગંધો સાર તે અગર, તણો વળી રે, બાળ્યો તે સેર પંચ; બહુ વિધિ દેવી હીરની સંચકારતા રે, જિમ જિનદેહીનો સંચ. ૨૪૭૦ કુંકમવરણી રે દેહી તિહાં દહી રે, સોવન સરીખો શરીર; કિહાં ગયું કમલવદન ચંદા મ્યું રે, નામ રહીઓ જગ હીર. ૨૪૭૧ હીરપુરના દેહના અગ્નિસંસ્કારમાં સાત હજાર લ્યાહારિનો ચઢાવો થયો. એનાથી જાણે સાતેય નરકનો માર્ગ બંધ થઈ ગયો. અર્થાતુ એમાં ભાગ લેનારની કદી નરકગતિ થાય જ નહીં. આખાયે સાગરકાંઠામાં અહિંસા પળાવાઈ; સમુદ્રમાં જાળ નાખવાનું બંધ કરાવ્યું. બાળ-વૃદ્ધ સૌ મુનિઓએ અઠમ (ત્રણ ઉપવાસ) કર્યો. અગ્નિસંસ્કાર કરીને પાછા વળેલા નગરજનો દહેરે આવી દેવવંદન કરે છે. નંદીશ્વરમાં જેમ દેવતાઓ મહોત્સવ કરે છે તેમ બધા શ્રાવકો શ્રીફળ અખાણું લાવે છે અને હીરગુરુનું નામ જપે છે. તે દિવસે દર્શન આપતો અકબર બાદશાહ પણ ચમકી ઊઠ્યો. જે વાડીમાં અગ્નિસંસ્કાર થયો અને ઝાળ લાગી હતી તે વાડીના બધા આંબા જે ફળતા નહોતા તે પણ મોહોરી ઊઠ્યા અને તેના ઉપર ફળ આવ્યાં. સુઘોષા ઘંટનાદ અને વાજિંત્રનાદ થયા. દેવતાઓ ત્યાં ધસી આવ્યા. ચિતાસ્થાનની પૂજા કરી, મુખે હીરગુરુના ગુણ ગાવા લાગ્યા. ભંભા વગાડતા તેઓ નાટક કરવા લાગ્યા અને ચારે બાજુએ પ્રકાશ રેલાયો. પાસેના ખેતરમાં એક નાગરજ્ઞાતિનો વણિક હતો તે અવાજ સાંભળીને ત્યાં જઈને જુએ છે તો તેણે વિવિધ વાજિંત્રનાદ સાંભળ્યા. ખૂબ અજવાળું જોયું, અને જેમ મેરુશિખર પર મહોત્સવ થતો હોય એમ દેવતાઓ ત્યાં ગાન કરે છે, અને પૂર્વભવની પ્રીતિ હોય એમ મુખે હરિગુરુનું નામ જપે છે. (ઢાળ ૯૫ - છાનો રે છપીને કંતા કિહાં રહ્યો રે – દેશી) હીરની રે દેહી સંચકારતાં રે, ત્યાહાર લાગી સાત હજાર રે; સાતે રે નરગ તણી વાટડી રે, રૂંધે પુરુષ તેણીવાર રે. હીર૮ ૨૪૭૨ અમારિ પલાવી રે આખે કાંઠડે રે, નહીં સાગરમાંહિ જાલ રે; અઠમ કરી રે સહુ મુનિ બેસતા રે, અન્ન ન જિમે વૃદ્ધબાલ રે. ૨૪૭૩ ટિ. ૨૪૬૮.૧ સૂકડિ = સુખડ ૨૪૬૮.૨ ૨હે = ચિતા ૨૪૭૧.૧ દહી = બળે, ભસ્મીભૂત થાય ૨૪૭૨.૧ સંચકારતાં = સંસ્કારતાં. Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૧ દહિન દેઈ વળ્યા પુરજના રે, દેવવંદન દેહ રે હોય રે; નંદીશ્વરે જિમ દેવતા રે, મોછવ કરે સહુ કોય ૨. હિરની૦ ૨૪૭૪ શ્રીફલ અવ્વાણું સહુએ મૂકીઉં રે, જપતાં નિજ ગુરુ હીર રે; તેણે દિન દરસણ આપતો રે, ચમક્યો અકબર મીર રે. હીર૦ ૨૪૭૫ દહિન થયું રે જેણી વાડીયે રે, ઝલ લાગી સહિકાર રે; મોહોર્યારે આંબા તિહાં વાંઝીઆરે, ફલી આવ્યા તે અપારરે. હ૦ ૨૪૭૬ ઘંટા સુઘોષા તિહાં વાજતી રે, વાજે બહુએ નિસાણ રે; દેવ ધસ્યા સહુએ સામટા રે, જિહાં ગુરુ હરનું મસાણ રે. હ૦ ૨૪૭૭ ઠામ ચિતા તણું પૂજીયું રે, બોલે મુખે ગુણગ્રામ રે; નાટિક કરે ભંભા વાજતે રે, હોયે ઉદ્યોત બહુ તામ રે. હ૦ ૨૪૭૮ પાસે ખેત્રે તિહાં નર એક ભલો રે, વાણીઓ નાગર નાત્ય રે; શબ્દ સુણી તે તો જઈ જુએ રે, વાજિંત્ર સુણે બહુ ભાંતિ રે. હ૦ ૨૪૭૯ અતિ અજુઆળું ગાયે દેવતા રે, મેરૂ મસ્તગિ મોચ્છવ જેમ રે; હીર તણું નામ મુખે જપે રે, જિમ હોયે પૂરવ પ્રેમ રે. હ૦ ૨૪૮૦ હીરગુરુના ગુણ સાંભળીને પુરુષ પ્રભાતે પાછો ફર્યો ને નગરમાં બધે વાત કરી. સૌ નગરજનો હરખ પામ્યા. લોકો ત્યાં જોવા ગયા. તો તેમણે આંબા ફળેલા દીઠા. આ અસંભવિત વાત બન્યાના કુતૂહલથી સૌ ધસીને કેરીઓ લે છે. તેમણે અમદાવાદ, પાટણ, ખંભાત આ કેરીઓ મોકલી. બધા માણસો કુતૂહલ પામ્યા. કળિયુગમાં આ અચંબારૂપ હતું. જ્યારે અકબર બાદશાહને બતાવવામાં આવી ત્યારે તે ખૂબ હરખાયો. તે કહે છે : “જગરનું જીવન ધન્ય છે. એમણે જગત ઉપર મહાન ઉપકાર કર્યો. નક્કી તેઓ દેવઅવતાર પામ્યા જેથી એમના નિર્વાણકાળે આંબા ફળ્યા.” તે વખતે અકબર અને શેખ અબુલફઝલ ખરખરો કરે છે. કાળની ઝપટમાં હવે આવા સાધુ પણ ન રહ્યા. તો બીજાની તો શી વાત જ ? જેણે સારી કમાણી કરી તે સંસારનો પાર પામે છે. જેના દિલમાં ખેર, મહેર અને પવિત્રતા નથી તે મનુષ્ય-અવતાર ગુમાવે છે. અકબરે હીરપુરની સ્તુતિ કરી કહ્યું કે “એમણે તો ખાસ કમાઈ કરી, દુનિયામાં નામ રાખ્યું અને ખુદાની પાસે જઈને બેઠા.” જેમ વિક્રમ રાજાએ સિદ્ધસેન દિવાકરસૂરિના જ વચનથી શત્રુંજય ગિરિરાજ માટે બાર ગામ આપ્યાં હતાં તેમ અકબરે અગ્નિસંસ્કારની ભૂમિ ભેટમાં આપી. (ઢાલ ૯૬ - તુંગિઆ ગિરિ શિખર સોહે, દેશી) હીર તણા ગુણ સુયા શ્રવણે, વળ્યો પાછો પુરુષ રે; વાત કરિ પરભાતે નગરે, ધરે પુરજન હરષ રે. હર૦ ૨૪૮૧ પા. ૨૪૮૧.૨ ધરે પુરુષ રે ? ટિ. ૨૪૭૬.૧ ઝલ = ઝાળ (જ્વાલા) Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રાવક કવિ ઋષભદાસક્ત સલ લોક તિહાં ગયા જોવા, ફળ્યા દીઠા અંબ રે; ધસીઅ લોક લીયે કયરી, વાત હુઈ જે અસંભ રે. હીર૦ ૨૪૮૨ અમદાવાદ પાટણ ખંભાયત, મોકલી કયરી ત્યાંહિ રે; ચમતકાર બહુ પુરુષ પામ્યા, આછેરો કલિ માંહિ રે. હર૦ ૨૪૮૩ શેખ અબજલફજલ પાસે, મોકલી કયરી સાર રે; દેખાડી જઈ શાહ અકબર, હરખ્યો તામ અપાર રે. હીર૦ ૨૪૮૫ ધન્ય જીવ્યું જગતગુરુનું, ર્યો જગ ઉપગાર રે; મરણ પામ્ય ફલ્યા આંબા, પામ્યો સુરઅવતાર રે. હીર૦ ૨૪૮૬ શેખ અવજલફજલ અકબર, કરે ખરખરો તામ રે; અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામ રે ! હર૦ ૨૪૮૭ જેણે કમાઈ કરી સારી, વે લહે ભવપાર રે; ખેર મહિર દિલ પાક નાંહિ, ખોયા આદમીઅવતાર રે. હીર૦ ૨૪૮૮ સફતિ કરિ ગુરુ હીર કેરી, કરી કમાઈ ખાસ રે; નામ રહ્યા ઉસ દુનિયા માંહિ, બેઠા ખુદાય કે પાસ રે. હીર૦ ૨૪૮૯ પ્રસંસી ઘે ભોમિ ઝાઝી, જિહાં દહિનનો ઠામ રે; સિદ્ધસેનને વચને વિક્રમ, શેત્રુંજે ઘે બાર ગામ રે. હીર૦ ૨૪૯૦ હીરગુરના ગુણને મનમાં ધરીને ઘણા મુનિઓએ અઠ્ઠમ કર્યો. અને ચોથા દિવસે પારણું કર્યું. વિમલહર્ષ ઉપાધ્યાય અને સામવિજય મુનિ એકબીજાની સામે જોઈ કહે છે કે હીરગુરુ વિના આપણી મુનિમંડળી શોભતી નથી; ચંદ્ર વિનાના તારા, મેઘ વિનાની પૃથ્વી, પુરુષ વિનાની પ્રેમિકા ન શોભે તેમ. પણ જીવને જવાનું જ છે, કોઈ બેસી રહેતું નથી. આ શાશ્વત ભાવ છે એમ વિચારીને મન વાળે છે. શોકનિવારણ અર્થે. જેમ ઋષભદેવની સ્મૃતિમાં ભરતરાજાએ તેમ લાડકીબાઈએ (તે અગ્નિદાહની ભૂમિ પર) શૂભ કરાવ્યો. ત્યાં હીરગુરુનાં પગલાં સ્થાપન કરાવ્યાં. એમ અંશતઃ એનાથી સનાથ બને છે. રાત્રે ત્યાં દેવતાઓ આવી નાટક કરે છે. ત્યાં વાડી-વનમાં ચંપક, મોગરો, જાઈ વાવે છે. અને છોડને બેસતાં ફૂલોથી પાદુકાની પૂજા કરે છે. મહિમાવંત ગુરુજી સૌની ઈચ્છા પૂરી કરે છે. અને સૌનાં દારિત્ર્ય, રોગ, વિયોગને દૂર કરે છે. (ઢાલ ૭ – એમ વિપરીત પ્રરૂપતા. એ દેશી) હીર તણા ગુણ મને ધરી, અઠમ ઘણા રિષિ કરતા રે; આદરતા રે ચોથે દિવસે પારણું એ. ૨૪૯૧ ટિ. ૨૪૮૨.૨ અસંભ = અસંભવિત ૨૪૮૩.૨ અછેરો = આશ્ચર્ય, અચંબો ૨૪૮૯.૧ સફતિ (?) = સ્તુતિ. Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૩ ૨૪૯૭ વિમલહર્ષ પ્રમુખ મુનિ, સોમવિજય ઘણું જોય રે; નવિ સોહે રે હર વિના મુનિમંડલી એ. ૨૪૯૨ ચંદ વિના તારા ત્યા, મેઘ વિહુન્ની મહીઓ રે; સહિઓ રે! પુરુષ વિના પ્રેમદા એ. ૨૪૯૩ એમ ચિંતી મન વાળતા, એય શાશ્વતા ભાવો રે; જાવું રે જીવ ન કો બેસી રહ્યો છે. ૨૪૯૪ શોકનિવારણ કારણે, (બાઈ) લાડકી શૂભ કરાવે રે; કરાવે રે ભરતરાય જિમ ઋષભની એ. ૨૪૯૫ હિર તણાં પગલાં વે, હોયે સનાથ બહુ ભાંતિ રે; રાતિ રે આવી સુર નાટક કરે એ. ૨૪૯૬ વાડી વન તિહાં વાવીઆ, ચંપક મોગર જાઈ રે; ( પાય રે પૂજે પુષ્પ લેઈ કરી એ. મહિમાવંત ગુરુ હીરજી, નરનાં વાંચ્છમાં પૂરે રે; ચૂરે રે દરીદ્ર રોગ વિયોગડા રે. ૨૪૯૮ - હીર વાવીને હીરગુરુ સ્વર્ગે પહોંચ્યા. પંદર દિવસ પછી પ્રૌઢ પંડિત કલ્યાણવિજયજી ઉપાધ્યાય આવ્યા. વિલાપ કરતાં કહે છે, “હે સોભાગી હીરગુર, આમ છેહ ન ધો. અમને નિર્ગુણ જાણીને અમને અળગા કર્યા.' દુઃખ ધરીને રુદન કરે છે, વલવલે છે, કહે છે “બાળક એવા મને તમે નિરાશ મૂકી દીધો. તમને તો અહીં ઈદ્રનાં સુખ હતાં, તોપણ સ્વર્ગમાં વાસ શાને કર્યો ? સ્વર્ગમાં વળી શું સુખ છે ? વળી ત્યાં વિબુધ મુનિઓનો સાથ ક્યાં મળશે ? ત્યાં મધુરી દેશના ક્યાંથી આપશો ? ત્યાં અકબર જેવો નરેંદ્ર ક્યાં મળશે ? ઈદ્ર સમા શ્રાવકો ત્યાં નથી. તો પછી કોને પચ્ચખાણ કરાવશો ? અહીં તો જગતના માણસોને તમે તારતા ને પ્રાણીઓના પ્રાણને ઉગારતા હતા.” આમ ગુરુ પ્રત્યેના ભક્તિરાગથી (કલ્યાણવિજય) આવાં વચનો કહે છે. મુનિઓનું વૃંદ એમને વિલાપ કરતાં) અટકાવે છે. કહે છે, “એ સૂરિ તો અજવાળું કરી આકાશમાં ગયા. માટે હે સૂરીન્દ્ર, દુમ્બ ન લગાડો.” પછી એમણે મનને વાર્યું. શૂભ આગળ પાદુકાની પૂજા કરી. ત્યારે આંખેથી આંસુ વહી જાય છે. કહે છે “ગુરુજી સ્વર્ગે પધારી ગયા.' દિલ્હી, આગ્રા, ભંભેર વગેરે સ્થળે દશે દિશામાં કાગળ મોકલ્યા. દેશદેશ અમારિ-પડો વગડાવ્યો. જીવોને અભયદાન અપાયું. ભાદરવા વદ ૬ને દિને પાટણમાં સૌને સમાચાર મળે છે. ત્યારે શ્રાવકો શોકાતુર બની અખાણું ધરી દેવવંદન કરે છે. એ સમયે જેસિંગ (વિજયસેનસૂરિ) અકબરને પ્રતિબોધી પાટણ આવી પહોંચ્યા. બપ્પભટ્ટસૂરીશ્વરે જેમ લક્ષણાવતી ને ધર્મરાજાને તેમ એમણે અકબરશાહને પ્રતિબોધ્યા. અને શત્રુંજયનો કરવેરો - જીજિયાવેરો અને છ મહિનાના અભયદાનનાં ફરમાન કરાવ્યાં. શ્રી હીરગુરનું માંદગી)નું દુઃખ જાણીને જેમ જળમાં વહાણ ચાલે તેમ વિહાર કરીને તેઓ (ઉના જતાં) પાટણ સુધી આવ્યા ત્યારે પા. ૨૪૫.૨ ભરતપું એ (ઋષભની એની સ્થાને) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ - શ્રાવક કવિ ઋષભદાસકૃત જ હીરગુરુના નિર્વાણના સમાચાર સાંભળ્યા. (ઢાલ ૯૮ - અતિ દુઃખ દેખી કામિની. રાગ કેદારો) હીર વાવ્યું હીરનાથી, હીર પોહોતો સ્વર્ગ સુજાણ; દિન પન્નર પંઠિ આવીઓ, પંડિત પોઢો રે ઉવઝાય કલ્યાણ. સોભાગી હીર ! એમ નવિ દીજે રે છેડ, ટેક0 અલગા કીધા રે, અહ્મકો નિરગુણ લઈએ. સોભાગી, ૨૪૯૯ દુઃખ ધરી રોવે વલવલે રે, મુકીઓ બાલ નિરાસ; તુહ્મ છતાં સુખ આહિં ઈદ્રનાં રે, સું પૂર્યો રે સ્વર્ગમાં વાસ. સો૦ ૨૫૦૦ સ્વર્ગનાં સુખ છે સ્યાં રે, વળી કિહાં વિબુધ મુનિનો વૃંદ; કિહાં દેવી મધુરી દેશના રે, કિહાં અકબર સરીખા નરિંદ. સો૦ ૨૫૦૧ ઈદ્ર જન્મ્યા શ્રાવક તિહાં નહિ રે, કોહોનિ કરાવસ્યો પચખાણ; અહિં જગતજનને તારતા રે, ઉગારતા રે જંતુના પ્રાણ. સો૦ ૨૫૦૨ એમ વચન કહિ ગુરુરાગે પછે, વારે મુનિજનવૃંદ; કરી અજુઆલું ગગને ગયો, દુઃખ મ ધરો રે તેહ સૂવિંદ ! સો૦ ૨૫૦૩ કરી દુઃખ તિહાં મન વાળતો રે, પછિ વંદે ઘૂમે પાય; લોચને જળ ચાલે ઘણું રે, સ્વર્ગે પોહોતો રે શ્રીગુરુરાય. સો૦ ૨૫૦૪ દહ દિશિ કાગળ મોકલ્યા રે, દલ્હી આગરા ભંભેર; હડતાલ જીવ અમારિના વલી રે, ફરતા હો દેસદેસે ઢંઢેર. સો૦ ૨૫૦૫ ભાદ્રવા વદિ દિન છઠનો રે, તવ સુણે પાટણ માંહિ; દેવવંદન અગાણા ધરે રે, શોક કરતા રે શ્રાવકજન ત્યાંહિ. સો૦ ૨૫૦૬ એણે સમે જેસિંગ આવીઓ રે, બૂજવી અકબરશાહ; ધર્મરાજા જિમ લક્ષણાવતીને રે, પ્રતિબોધ્યો રે બપ્પભટ્ટસૂરિરાય. ર૫૦૭ તિમ સાહ અકબર બુજવ્યો રે, કર્યા ફરી ફરમાન; શેત્રુજાદાણને જીજીઓ રે,ખટ મહિનારે જીવને અભયદાન. સો૦ ૨૫૦૮ લહી દુઃખ શ્રીગુર હીરનું રે, તે ચાલે જિમ જલ વાહણ; પાટણ માંહિ ગુરુ આવી આ રે, સુર્યું હીર રે તામ નિર્વાણ. સો૦ ૨૫૦૯ આ સમાચાર સાંભળતાં જ તેમને મૂર્છા આવી ગઈ. જ્યારે ભાન આવ્યું ત્યારે બોલ્યા, હે ગુરુજી, આમ છેહ ન ઘો. અમારા ઉપર તમે મહેર કેમ ન કરી ?’ ક્ષણમાં બેસે છે, ક્ષણમાં સરકે છે. શરીરને જરાય ચેન પડતું નથી. કહે છે હવે કોને જઈને વંદન કરું ? કોને હીરગુરુ કહીને સંબોધું ? તમે આવી ઉતાવળ શાને કરી ? સાત દિવસ પણ પ્રતીક્ષા કરી નહીં ! તમને અકબરે સંદેશો કહ્યો છે તે હવે કોને કહું ? ઉતાવળે ચાલીને હું આવ્યો પણ પરિશ્રમ ફળ્યો નહીં – લેખે લાગ્યો નહીં. આ સમયે પા. ૨૫૦૧.૧ ઈસ્યાં રે ૨૫૦૭.૨ લક્ષણાવતીનો રે ૨૫૦૮.૧ ફેરવી (ફરીને સ્થાને). Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૫ મને જો પાસે રાખ્યો હોત તો હું કંઈ તમને વળગીને સાથે આવત નહિ. મેં હંમેશાં તમારી સેવા કરી છે, પણ અંત સમયે પાસે રહ્યો નહીં. સુંદર ભોજન વણસાડી દીધું ને પાતળી છાશ જ પીરસી. વિમલહર્ષ વાચક અને સોમવિજય ઉપાધ્યાય પણ કેવા કે તેમણે મને આવો કોઈ પત્ર લખ્યો નહીં, નહિતર હું ઉતાવળે દોડી આવત.” આંખે નીર સમાતાં નથી. મુખે શ્વાસ માતો નથી. કહે છે, “હે હરિગુરુ, તમારી સેવા વિના હવે આ મૃત્યુલોકનો વાસ શા કામનો ? જે વૃક્ષ ઉપર પંખીઓ આવીને વસતાં હતાં તે વૃક્ષને દેવે ઉચ્છેદી નાખ્યું. તેને દયા આવી નહીં. વિધાતાએ આ કેવું વિપરીત કર્યું ? ઘણાની આશા એણે તોડી નાખી. હીરગુરુના આ દાસને હીરને મળવાની ઘણી અભિલાષા હતી પણ એમ ન થયું.” ગુરુરાગી એવા તે રુદન કરે છે ને કહે છે “(અમૃતવેલ લઈ લીધી) વિષવેલ આપી. હીરજી રૂપી હંસલો માનસરોવર છોડીને ઊડી ગયો. મને કહો કે કલ્પવૃક્ષ ક્યાં ગયું ? અને દક્ષિણાવર્ત શંખ ક્યાં છે ? જેનું મુખ જોવાની ધખના થાય એવો સુવર્ણપુરુષ ક્યાં ગયો ? મોહનવેલિ સુકાઈ ગઈ. ત્રિભુવનનો સૂર્ય દેખાતો નથી. તમે ધર્મના ધોરી હતા, પુણ્યના અંકુર હતા. હે ત્રિભુવનનાયક હીરજી, તમે મેરુ પર્વત જેવા ધીર હતા, મેઘ જેવા ઉપકારી હતા, ગંગાના નીર જેવા પવિત્ર શીલવાળા હતા, તમે સિદ્ધાંતના (તત્ત્વના) સમુદ્ર હતા, જિનશાસનનો ચંદ્ર હતા, રત્નચિંતામણિ હતા, અને જગતમાં સુરતરુના કંદ સમા હતા.” ' પોતાના ગુરુ પ્રત્યેના રાગથી જેસિંગજી વિજયસેનસૂરિ) નથી આહાર કરતા, નથી વ્યાખ્યાન આપતા. ચોથે દિવસે સંઘ ભેગો થઈને તેમને સમજાવે છે. (ઢાલ ૯૯ - રામ ભણે હરિ ઊઠીયે – એ દેશી) છેહ ન દીજે ગુરુ હીરજી ! સુણતાં લાગી તે લહેર રે; ચેતન વળ્યું તવ બોલીઆ, કાંયે ન કરી હીર મહિર રે ! છેહ૦ ૨૫૧૦ ખિણિ બેસે ખિણિ સુએ સહી, સુખ નહિ સાધશરીર રે; કુણને વાંદુ હવે જઈ કરી, કુણને કહું ગુરુ હીર રે ? છેહ૦૨૫૧૧ તુલ્મ ઉતાવળ સ્યુ કરી, પડખ્યા નહિ દિન સાત રે; કહ્યા સંદેશા તુબંને અકબરે, તે કુણને કહું વાત રે. છેલ૦ ૨૫૧૨ દોહિલિ ચાલી હું આવીઓ, મસકતિ નાવિ મુજ હાથે રે; એણિ સમે પાસે મુજ રાખતાં, વળગિ નાવત સાથે રે ! છેહ૦ ૨૫૧૩ સદા તુમ્ભારી રે સેવા કરી, પણ અંતે નહિ પાસે રે; ભોજન સાર વણસાડીઉં, પ્રીસ પાતલી છાસિ રે. છેહ૦ ૨૫૧૪ વિમલહર્ષ રે વાચક વડો, સોમવિજય ઉવઝાય રે; લેખ અસ્યો રે તેણે નવિ લખ્યો, આવું ઉતાવળો ધાય રે. છે) ૨૫૧૫ પા. ૨૫૧૪.૨ પ્રીસી ટિ. ૨૫૧૩.૧ મસકતિ = પરિશ્રમ, કષ્ટ (અ. મશત) ૨૫૧૪.૨ પ્રીસ = પીરસી. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત નયણે નીર માટે નહિ, મુખ નવિ માટે તે સાસ રે; તાહારી સેવા વિન હીરજી ! સો મૃત્યુલોકનો વાસ રે. છે) ૨૫૧૬ જેણે તરૂઅરે આવી કરી, પૂરતા પંખી આવાસ રે; તે તરૂ દૈવે ઉન્મેલીઓ, દયા ન દેખું તાસ રે. છે ૨૫૧૭ વિધાત્રાયે રે વિરઉં કરિઉં, ત્રોડી બહુની આસ રે; બહુ મિલવાને રે અલજ્યા, હીરને હીરનો દાસ રે. . ૨૫૧૮ કરે રૂદન ગુરુરાગીઓ, દીધી વિષ તે વેલી રે; હીરજી હંસલો તે ઉડીઓ, માનસરોવર મેલ્ડિ રે. છેહO ૨૫૧૯ કલ્પદ્રુમ રે કહો કિહાં ગયો, દીસે ન દખ્યણાવંત શંખ રે; કિહાં ગયો પુરુષો રે હેમનો, મુખ દેખત હુએ ધંખ રે. છે૦૨૫૨૦ મોહણવેલી રે સૂકી સહી, ન દીસે ત્રિભુવન-સૂર રે; ધોરી ધર્મ રે મુંકીતો, હું હતો પુણ્યનો અંકૂર રે. છેહ૦ ૨૫૨૧ ત્રિભોવનનાયક હીરજી, મેરૂ ગિરિ પરે ધીરે રે, ઉપગારી જસ મેઘલો, શર્લિ ગંગાનું નીર રે. છેલ0 ૨૫૨૨ તું સહી સાયર સિદ્ધાંતનો, તું જિનશાસનચંદ રે; રયણચિંતામણિ તું સહી, તું જગ સુરતરુ કંદ રે. છેહ૦ ૨૫૨૩ નિજ ગુરુ મોહેં જેસિંગજી, ન કરે આહાર વખાણ રે; ચોથે દિવસે રે સંઘ મળ્યો, વારે પંડિત જાણ રે. છેહ૦ ૨૫૨૪ “હીરગર સ્વર્ગે પધાર્યા. આ રીતે અનંત અનંત કોડ આત્માઓ અહીંથી જશે. કોઈ અહીં રહ્યું નથી કે રહેશે પણ નહીં. જગતની આ જ તો મોટી ખોડ છે. આપણા પહેલાં કેટલાયે ગયા, આપણે પણ જવાના છીએ, અને આપણી પાછળ પછીની પેઢી પણ. પૃથ્વી નિત્ય નવી છે. પુરુષો જૂના થાય છે. પોતપોતાનો વારો આવ્યે અહીં નાટક કરી વિદાય લે છે. અહીં રાવણ પણ ગયો ને એની ઋદ્ધિ પણ ગઈ. પાંચ પાંડવો પણ ગયા. પાછળ કેવળ એમની ભલાઈ અને પ્રતિષ્ઠા રહી ગઈ. ખોબામાંથી નીકળતું પાણી જેમ દેખાતું નથી, તેમ પ્રયત્ન કરવા છતાં પ્રાણ ટકતા નથી. જે માર્ગે આખું જગત જાય છે તે મરણનો વળી ભય કેવો ? જેને મનનો મેળ નથી અને ધર્મનું ભાથું બાંધ્યું નથી તે કારણથી માણસ (મરણથી) ડોલી – ડરી જાય છે. જેણે સુપાત્રે ધન કર્યું છે, માથે જિનેશ્વરની આજ્ઞા ચડાવી છે તેવાને જ્યાં જીવે ત્યાં આનંદ જ છે અને મરે તો તેનું કલ્યાણ છે. હરિગુરુને તો ઘણું કલ્યાણ છે. જ્યાં જાય ત્યાં એમને ઋદ્ધિ છે. માટે તમે શોક દૂર કરો. તમ જેવાને અમારે સમજાવવા પડે તે યોગ્ય નથી. તમારા જેવા જો દુઃખ ધારણ કરે તો બીજા કોણ એનું નિવારણ કરે ? તમે તો જગના ઢાંકણ છો. તમને વળી કોણ ઢાંકે ? પા. ૨૫૧૭ કડી નથી. ૨૫૧૮.૧ બેહુની ૨૫૧૮.૨ બેહુ ૨૫૨૦.૨ પરસો રે હેમનો. ટિ. ૨૫૨૨.૨ શર્લિ = ચારિત્રમાં. Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૭ વીર પ્રભુના નિર્વાણ પછી જેમ સુધર્મસ્વામીએ તેમ હીરગુરુ જતાં હવે તમે દઢ થઈને ગચ્છ સંભાળો. તમારું તો આ પરમ ભાગ્ય છે. સૌ મુનિગણ પણ એમ કહે છે કે “તમે જ અમારા “હીર” છો. (ઉદ્યાનમાં) ફળસહિતનું વૃક્ષ ઊગ્યું અને બધા મુનિવરો રૂપી પોપટ હર્ષ પામ્યા. જેસિંગજી રૂપી સૂર્ય ઊગ્યો અને ભવિકજનરૂપી પંકજ વિકસિત થયાં. યાચકરૂપી મધુકરો તમારી કીર્તિ કરે છે.” સાધુઓનાં વચન સાંભળીને જેસિંગ વિજયસેનસૂરિ) વિચાર કરે છે કે ગુરુજીએ પૂરેપૂરી ધર્મઆરાધના કરીને શાસનનો રંગ રાખ્યો છે. આજીવન વિશુદ્ધ રહી પરોપકાર કર્યો છે. અંતે અનશન કર્યું અને બધા આંબા અકાળે ફળ્યા. પહેલાં એક ઘંટ વાગ્યો. પછી સાત સુઘોષા ઘંટ વાગ્યા. પછી દેવતાઓ તેડવા આવ્યા ને હરિગુરુ સુરલોકમાં ગયા. ઋષભદેવ અને રામની જેમ આવા આવા પુરુષો કદી મરતા નથી. અસંખ્ય કાળ વહી જવા છતાં આખું જગત એમને યાદ કરે છે. એ જ રીતે હીરગુરુનું નામ અમર છે જેમણે જૈન ધર્મને પ્રસિદ્ધ કર્યો. એમ પોતાની જાતને શીખ આપીને એમણે મનને વાળ્યું – શાંત કર્યું. ચોથે દિવસે એમણે વ્યાખ્યાન કર્યુંથોડો આહાર લીધો. મુનિવરની મંડળી ભેગી થઈને હરિગુરુના ગુણ ગાય છે. અનુક્રમે વિહાર કરતાં કરતાં ઉના આવ્યા. ત્યાં થંભમાં ગુરુનાં પગલાંને પ્રેમથી પ્રણામ કરે છે. પછી ધીરજ ધરી ગચ્છની સારસંભાળ કરે છે. ગુરુનો આ ઉત્સાહ જોઈને બધા સાધુઓ આનંદ પામે છે. પર્વતની જેમ તમારું આયુષ્ય હજો, પ્રતિદિન તમારો પ્રતાપ વધજો, સકલ સાધુગણ અને શ્રાવકજનો વિજયસેનસૂરિનો જાપ જપે છે. અર્થાત્ તેમનાં ભક્તિ-બહુમાન કરે છે. - આ રીતે હીરગુરુની પાટે જેસિંગજી વિજયસેનસૂરિ) થયા. જેમણે દિલ્હીપતિ બળવાન અકબરશાહને બોધ પમાડ્યો. જેમણે અનેક વાદીઓને જીત્યા. અકબરશાહ આ જોઈને ઘણા ખુશ થયા. અકબરશાહ કહે છે, “આ હીરગુરના સાચા શિષ્ય છે. રોહણાચલમાં જે પેદા થાય તે (મણિ જ હોય), કાચ ન હોય. જગદ્ગુરુના આ શિષ્ય ખૂબ ખૂબ ગુણવાળા છે તેથી બાદશાહ એમને “સૂરિ સવાઈ' તરીકે નવાજે છે. કવિ ઋષભદાસ કહે છે જે પિતાનું નામ રાખે એ જ પુત્ર ભલા – સાચા છે; જેમ આદીશ્વરના કુળમાં ભરતરાજાએ નામ ઉજાળ્યું. વસુદેવના કુળમાં વાસુદેવ (કૃષ્ણ), દશરથના કુળમાં રામ, પાંડુરાજાના કુળમાં પાંડવો – આ સૌએ ઉત્તમ કામો કર્યા. આ દાંતથી એ જાણજો કે તે શિષ્ય છે જે પોતાના ગુરુની પ્રતિષ્ઠા વધારે છે. બ્રાહ્મણકુળના ગૌતમે મહાવીરવાણીને અજવાળી તો તેમના ગુણ પણ વિસ્તર્યા, અને સૌ પ્રભાતે એમનું નામ જપે છે. એ રીતે વિજયસેનસૂરિએ હીરગુરુનાં વચનને દીપાવ્યાં, ગચ્છને વધાર્યો અને હરિગુરુની ખોટ સાલવા દીધી નહીં – જાણે હીર ગયા જ નથી એમ અનુભવાયું. એમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી, ઘણાં જિનબિંબો ભરાવ્યાં, મોટાં જિનમંદિરો કરાવ્યાં અને ગચ્છ બહુ વિસ્તારવાળો થયો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત (દહા) હીરજી સરમેં પધારીઆ, જાસ્ય અનંતી અનંતી કોડિ; કોઉ ન રહ્યો ન રેહેએ, એ ગે મોટી ખોડિ. ૨૫૨૫ આપણ પહેલાં કઈ ગયા, આપણ ચલણહાર; આપણ પુંઠિ છોકરા, તેણે પણ બાંધ્યા ભાર. ૨૫૨૬ પોહોવી નિત્ય નવેરડી, પુરુષ પુરાણા થાય; વારે લાધે આપણે, નાટિક નાચી જાય. ૨૫૨૭ જાત બલતે દાઢ કે, ગયો રાવણ ગઈ ઋદ્ધિ; ગયા તે પાંચે પાંડવા, રહી ભલાઈ પ્રસિદ્ધિ. ૨૫૨૮ અંજલિ જળ ક્યું જાણ, નીર ન દીસે નીઠતું, જિમ પાણી તિમ પ્રાણ, યતન કરતાં જાયસ્પે. ૨૫૨૯ મરણ તણો જો કવણ ભય, જેણિ વાટે જગ જાય; મન મેલો નવિ સંબલો, તિણું કારણ ડોલાય. ૨૫૩૦ દાન સપત્ત જેણે દીઓ, શિર વહી જિનવર આણ; - જિહાં જીવે તિહાં તસ ખુસી, મરે તો તાસ કલ્યાણ. ૨૫૩૧ હીર તણે કલ્યાણ બહુ, જિહાં જાય તિહાં ઋદ્ધિ; શોક નિવારણ તુમ કરો, ન ઘટે દેવી બુદ્ધિ. તુમ્હ આગલિથી દુઃખ ધરો, અન્ય નિવારણ કોણ; કોય ન ઢકેરૂ અને, જગને ઢકે વોણ. ૨૫૩૩ દ્રઢ થઈ ગ૭ પાલીએ, વીર જતેં સુધર્મ; હીર તેં હવે તુમ ધણી, માહા ભાયગ તુહ્મ પર્મ. રપ૩૪ સાધ સકલ મુખે એમ કહે, તું જ અમારો હીર ! સફલો તરૂઅર ઉગીઓ, હરખ્યા મુનિવર કીર. ૨૫૩૫ જેસિંગજી રવિ ઉગિયો, ભવિ પંકજ વિકસંત; યાચકરૂપ મધુકર તિહાં, કરતિ તુઝ કરત. ૨૫૩૬ સાધવચન શ્રવણે સુણી, ચિંતે નર જેસિંગ; પૂરો ધર્મ આરાધીને, રાખ્યો શાસનરંગ. ૨૫૩૭. જનમ લગિ ચોખો સહી, કીધો પર ઉપગાર; અંતે જેણે અણસણ કર્યું. ફલીઆ બહુ સહિકાર. ૨૫૩૮ ૨૫૩૨ પા. ૨૫૩૦.૨ તે માટિ ડોલાય ટિ. ૨૫૨૯૧ નીઠતું = વહી જતું, ઢોળાઈ જતું ૨૫૩૧.૧ સપત્ત = સુપાત્ર ૨૫૩૩.૨ ઢકેરૂ = ઢાંકણ (?) Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૮૯ પ્રથમ ઘંટ એક વાગીઓ, પછિ સુઘોષા સાત; સુર આવ્યા જસ તેડવા, હિર સુરલોકે જાત. ૨૫૩૯ અસ્યા પુરુષ મુઆ નહિ, જિમ અષભ ને રામ; કાલ અસંખ્ય તસ વહી ગયો, જપે જગત સહુ નામ. ૨૫૪૦ નામ રહ્યું ગુરુ હીરનું, જૈન જાણીતાં કીધ; એમ ચિંતી મન વાળતો, આતમ સીખ્યા દીધ. ૨૫૪૧ કરે વખાણ ચોથે દિને, થોડો આહાર ગુરુ લેહ; મળી મુનિવરની મંડલી, હીરના ગુણ બોલેહ. ૨૫૪૨ અનુકરમે ગુરુ વિચરતા, આવ્યા ઉનામાંહિ; ઘૂમેં પગલાં હીરનાં, પ્રણમે પ્રેમે ત્યાંહિ. ૨૫૪૩ પછે ચિંતી ધીરજ ધરે, કરે તે ગછની સાર; ગુરુ ઉદ્યોત દેખી કરી, હરખ્યો સાધ અપાર. ૨૫૪૪ પર્વત પરિ હજો આયખું, દિનદિન અધિક પ્રતાપ; - સકલ સાધ શ્રાવક જના, જપે જેસિંગનો જાપ. ૨૫૪૫ હીર તણે પાટે હવો, જેસિંગજી ગુણવંત; જેણે અકબરશાહ બૂઝવ્યો, દિલ્લીપતિ બળવંત. ૨૫૪૬ (ઢાલ ૧૦૦ – ચિરથિર કાંપતા રે, મૃગ વાઘ તણા ભયમાંહિ, રાગ મેવાડો.) જેણે દિલીપતિ દેખતા રે જીત્યો વાદ વિવેક; શાહી અકબર રજીઆ રે, હાર્યા વાદી અનેક. ૨૫૪૭ શાહ અકબર એમ કહે રે, હીર તણો શિષ્ય સાચ; રોહણાચલનો ઉપને રે, તે ન હુયે વળી કાચ. ૨૫૪૮ જગગુરનો શિષ્ય એ ખરો રે, દિસે બહુ ગુણગ્રામ; - તિહાં દિલીપતિ થાપતો રે, “સૂરિ સવાઈ રે નામ. ૨૫૪૯ રૂષભ કહે સુત તે ભલા રે, રાખે પિતાનું નામ; શ્રી આદીશ્વરકુલે જુઓ રે, ભરત વધારે મામ. ૨૫૫૦ વસુદેવ તણે કુલ વિક્રમો રે, (ત્રિકમો ૨), દસરથને કુલિ રામ; નૃપ પાંડકલે પાંડવા રે, જે કર્યું ઉત્તમ કામ. ૨૫૫૧ એણે દેશંતે જાણજો રે, તે ચેલો જગ સાર; નિજ ગુરુ મા વધારતો રે, સંભારે તે વાર. ૨૫૫૨ વિરવચન અજુઆલતો રે, ગૌતમ ગંભણ જાતિ; તો તેહના ગુણ વિસ્તર્યા રે, નામ જપે રે પ્રભાતિ. ૨૫૫૩ પા. ૨૫૫૦મી કડી નથી. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીર વચન દીપાવતો રે, જેસિંગ પુરુષ ગંભીર; જેણે ગચ્છ સંઘ વધારીઓ રે, ગયો ન જાણ્યો હીર. ૨૫૫૪ બિંબ પ્રતિષ્ઠા બહુ થઈ રે, બહુ ભરાયાં રે બિંબ; શ્રીજિનભુવન મોટાં થયાં રે, ગછ વાધ્યો બહુ લંબ. ૨૫૫૫ ગુર્વાલિ : ગચ્છનાં ગુણ-જ્ઞાનને વધારતાં, ચઢિયાતાં કામો કરતાં વિજયસેનસૂરિએ સકલ પાટને દીપાવી અને હીરગુરુનું નામ રાખ્યું. ભગવાન મહાવીરની ૫૮મી પાટે હીરસૂરિ થયા. પ્રથમ શ્રી મહાવીર થયા. તેઓ મોક્ષે પધાર્યાં પછી તેમની પાટે સુધર્માસ્વામી (૧) થયા. તેમની પછી જંબૂસ્વામી (૨) થયા; જેમણે આઠ કન્યાઓ અને નવ્વાણું ક્રોડ સોનૈયાનો ત્યાગ કરી દીક્ષા લીધી. ત્રીજી પાટે પ્રભવસ્વામી (૩) થયા. તેમણે પાંચસોની સાથે દીક્ષા લીધી. આવ્યા હતા તો ધનની ચોરી કરવા, પણ દેવે તેમને ત્યાં થંભાવી દીધા. તે જંબૂને કહે છે તમારી બે વિદ્યામાંથી એક આપો. જંબૂ કહે ‘એવી કળા શા કામની ? મારે મન તો ધર્મકલા વસી છે. વૈભવ, સ્ત્રી, ભૂષણ અને કોઠાર છોડીને સંયમ લઈશું.' પ્રભવ કહે છે, ‘આ કેવો વિયોગ ! આવા ભોગ તું શા માટે છોડે છે ?’ જંબૂ કહે છે, ‘હે પ્રભવ, કાન દઈને સાંભળ, આ સંસારસુખ તો મધુબિંદુ સરખું નહિવત્ છે અને દુઃખનો પાર નથી. જીવ એનાથી ચાર ગતિમાં ભમે છે.' આ વચન સાંભળી પ્રભવ કહે છે, “આ નવરંગ સ્નેહને તમે કઈ રીતે મૂકશો ?” જંબૂ કહે છે “આ સંસારમાં આવાં સગપણ તો અનંતીવાર થયાં છે.” પ્રભવ કહે છે, “તમારે સંતાન નથી તો તમારા મૃત્યુ પછી પિંડદાન કોણ કરશે ?” ત્યારે જંબૂકુમારે મહેશ દત્તની વાત કહી સંભળાવી. એનો પિતા મરીને પાડો થયો. તેને પોતાને ઘેર લાવી, મારીને એનાથી જ શ્રાદ્ધ કર્યું. અને એની માતા (જે મરીને કૂતરી થઈ હતી તે) પણ તે પાડાનાં હાડકાં ચાટે છે. તો આ રીતે પૂર્વજ તૃપ્ત કેવી રીતે થાય ? પ્રભવ આ વાત સમજ્યો અને મનમાં વૈરાગ્યભાવ જાગ્યો. ઇન્દ્રકુમાર જેવા દેખાતા જંબૂકુમાર ઇંદ્રભુવન જેવા આવાસનો અને વૈભવનો ત્યાગ કરે છે. અને હું અછતા ભોગની ઇચ્છા કરું છું. મને ધિક્કાર હો. તે જઈને જંબૂને પગે લાગ્યો. પાંચસોની સાથે મુનિ બન્યો. અને જંબૂસ્વામીની ત્રીજી પાટે પ્રભવસ્વામી થયા. ચોથી પાટે શય્યભવસૂરિ (૪) થયા; જેમણે મુક્તિની વાટ બતાવી. તે પછી યશોભદ્ર (પ), સંભૂતિવિજય (૬), થૂલિભદ્ર (૭) થયા. સ્થૂલિભદ્રે ઋદ્ધિ અને રમણીનો ત્યાગ કર્યો. તેમની પાટે મહાગિરિ (૮), સુસ્થિતસૂરિ (૯), ઇન્દ્રદિશ (૧૦), શ્રીદિશ (૧૧), સિંહગિરિ (૧૨), વજસ્વામી(૧૩) થયા. તેમનો વૃત્તાંત એવો છે કે ધનગિરિ શ્રાવકે પોતાનો પુત્ર માતાના ઉદરમાં હતો ત્યારે દીક્ષા લીધી. પછીથી પુત્ર વજ્રસ્વામીનો જન્મ થયો. તેમને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેમણે સંયમ લીધેલો. જન્મ થયા પછી તેઓ સતત રહ્યા જ કરે છે. આનાથી માતા વાજ આવી ગઈ. એકવાર સિંહગિરિ મહારાજ ત્યાં આવ્યા. તેમની સાથે ધરિ મહારાજ (વજસ્વામીના સંસારી પિતા) પણ છે. ગોચરીની Page #326 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯૧ વેળાએ ધનગિરિને સિંહગિરિ કહે છે, “આજે તમને અચિત-સચિત જે મળે તે વહોરજો.” ધનગિરિ પોતાના (સંસારી) ઘેર વહોરવા જાય છે. ખૂબ જ કંટાળેલી માતા ખિજાઈને બોલી, “આ તમારો દીકરો જ તમને વહોરાવું છું. એને દીક્ષા આપી દેજો.” એને ઝોળીમાં લઈને ધનગિરિ ગુરુ આગળ લાવ્યા. (ઝોળીમાં આ બાળકનું ઘણું વજન લાગતાં ગુરુએ એનું વજ' એવું નામ રાખ્યું.) ગુરુએ આ બાળકને શ્રાવિકાને ઘેર ભળાવ્યો. તે મોટો થતાં એણે દીક્ષા લીધી. મોટા થયેલા પુત્રને જોઈને વજસ્વામીની માતા તેને વળગી પડે છે અને કહે છે “આ પુત્ર તમારાથી કેમ લેવાય ? એને તો હું મારે ઘેર લઈ જઈશ. મારે ત્યાં તે અનેક પ્રકારે સંસારસુખ ભોગવશે.” ગુરુ કહે, “આમ, પુત્ર કાંઈ અપાય નહીં.” પણ મા એનો છેડો મૂકતી નથી. તકરાર કરતાં બન્ને રાજભવન પહોંચ્યાં જ્યાં રાજા બેઠો છે. ગુરુ કહે છે, “હે રાજા, તમે વિચાર કરો, છોકરો જ્યારે રોગવાળો હતો ત્યારે માતાએ વહોરાવી દીધો. ને પછી રોગમુક્ત થયો ત્યારે એને એ વળગી પડી.” ત્યારે વજસ્વામીની માતા કહે, “બળજબરીથી દીક્ષા કેમ અપાય ?” રાજાએ કહ્યું. “તમે બન્ને લડો નહીં. વજસ્વામીને અહીં બોલાવો. ખુશ થઈને એ જેની પાસે જાય તે કુમારને લઈ જાય.” માતા ત્યારે તૈયાર થઈ. તે રમવા માટે રમકડાં, સુખડી, વસ્ત્ર વગેરે લઈને આવી. પણ વજસ્વામી તે લેતા નથી. જ્યારે સિંહગિરિએ ઓઘો બતાવ્યો કે તેમણે તે સત્વરે જઈને લઈ લીધો. એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હોવાથી પારણામાં જ અગિયાર અંગ ભણી લીધાં હતાં. આવા આત્માને સંસારમાં રતિ કેમ થાય ? તેઓ સિંહગિરિની પાસે સંયમી થયા. એકવાર ગુરુ મહારાજ અન્ય શિષ્યો સાથે સ્પંડિલભૂમિએ ગયા હતા, ને ઉપાશ્રયમાં એકલા વયરકુમાર જ હતા. સાધુઓની ઉપધિને બરાબર ગોઠવીને (પોતે વચ્ચે બેસી) વાચના આપવા માંડી. ગુરુ આ જોઈને હરખ પામ્યા. એમને થયું કે આ તો સરસ્વતીનો ભંડાર જણાય છે. અનુક્રમે તે ગચ્છનાયક થયા, દશપૂર્વધરના જ્ઞાતા કહેવાયા. એક વાર કાન ઉપર સુંઠનો ગાંગડો વાપરવા રાખેલો પણ તે પ્રમાદથી ભૂલી ગયા (મૃત્યુ નજીક જાણ્ય). એક વાર દુર્ભિક્ષ કાળ પડ્યો. સહુને આહાર મળવો મુશ્કેલ થઈ પડ્યો. વજસ્વામી શિષ્યોને કહે છે, “મારી પાસે આકર્ષિણી વિદ્યા છે. એનાથી કહો તો આહાર લાવી દઉં. પણ તમારો સંયમ દૂષિત થશે.” તે સાંભળી પાપભીરુ મુનિઓ બોલ્યા કે અમારે એવા આહારનો ખપ નથી. પછી વજસ્વામીએ અને એમની પાછળ બીજા પાંચસોએ અનશન આદર્યું. તે પછી વજસેન (૧૪) ચૌદમી પાટે થયા. ક્રમશઃ ચંદ્રસૂરિ (૧૫), સામંતભદ્ર (૧૬), વૃદ્ધદેવ (૧૭), પ્રદ્યોતનસૂરિ (૧૮), માનદેવ (૧૯), માનતુંગસૂરિ (૨૦), વીરાચાર્ય (૨૧), જયદેવસૂરિ (૨૨), દેવાનંદ (૨૩), વિક્રમસૂરિ (૨૪), નરસિંહસૂરિ (૨૫), સમુદ્રસૂરિ (૨૬), માનદેવસૂરિ (૨૭), વિબુધસૂરિ (૨૮), જયાનંદસૂરિ (૨૯), રવિપ્રભસૂરિ (૩૦), યશોદેવસૂરિ (૩૧), પ્રદ્યુમ્નસૂરીશ્વર (૩૨), માનદેવસરિ (૩૩), વિમલચંદ્ર (૩૪), ઉદ્યોતનસૂરિ (૩૫), સર્વદેવસૂરિ (૩૬), દેવસૂરિ (૩૭), Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત સૂર્યદેવસૂરિ (૩૮), યશોભદ્રસૂરિ (૩૯), મુનિદેવસૂરિ (૪૦), અજિતસૂરિ (૪૧), વિજયસિંહ (૪૨), સોમપ્રભસૂરિ (૪૩), જગચંદ્રસૂરિ (૪) પાટે થયા. જગચંદ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (૪૫)ને પાટે સ્થાપીને ખંભાત આવ્યા. વસ્તુપાલ તેમને વંદન કરવા ગયા. તેમનો મહેતો વિજયચંદ્ર હતો. તેણે પૈસા ખોયા કે ચોર્યા તેથી વસ્તુપાલે તેને પકડ્યો. તેજપાલની પત્ની અનુપમાદેવીએ કહ્યું “એને છોડી દો. આ તો આપણા ઘરનો મહેતા છે.” પણ વસ્તુપાલ એ માનતા નથી. ત્યારે અનુપમાદેવીએ વિચાર્યું કે દેવભદ્ર ઉપાધ્યાયને વાત કરું ને એમના કહેવાથી કદાચ મહેતાને છોડી દે. તેણે ઉપાધ્યાયને કહ્યું. ઉપાધ્યાયે વસ્તુપાલને કહ્યું કે અમે બધા તમને વિનંતી કરીએ છીએ કે મહેતાને છોડી દો. વસ્તુપાલ કહે, “એણે ઘણું વિપરીત કર્યું છે. એના પાપનો પાર નથી. એને હું છોડું નહીં. પણ એ જો દીક્ષા લઈને હંમેશાં તેનું પાલન કરવાનો હોય તો છોડી . દઉં.” મહેતાને પૂછતાં તે કબૂલ થયો. તેણે દીક્ષા લીધી. થોડા દિવસમાં એણે સારો શાસ્ત્રાભ્યાસ કર્યો. મીઠી વાણીથી તે વ્યાખ્યાન આપે છે તે સહુ રસથી સાંભળે છે. ઘણા લોકો એમના રાગી થયા. કવિ કહે છે વચન – વાણીનો આવો મહિમા છે. દુહા) ગછ ગુણ શાન વધારતો, કરતો ચઢતાં કામ; સકલ પાટ દીપાવીઆ, રાખ્યું હીરનું નામ. ૨૫૫૬ (ચોપાઈ) અઠાવનમિ પાર્ટ હિર, પ્રથમ હુઓ જિન શ્રી મહાવીર; વીર પધાર્યા મુગતિ મઝારી, સ્વામી સુધર્મા (૧) તેણે ઠાર. ૨૫૫૭ બીજે પાટે તે બૂસ્વામી (૨), કુમરી આઠ તજી કોડિ નવાણું કંચન તજે, જૈન રૂપિણી દીખ્યા ભજે. ૨૫૫૮ પ્રભવસ્વામિ (૩) ત્રીજે પાટે જુઓ, પંચસયાંસું મુનિવર હુઓ; આવ્યો તો ધન લેવા કામે, દેવે થંભ્યો તેણે ઠામે. ૨૫૫૯ જબૂનિ ભાખે તે ભીઓ, બે વિદ્યા માટે એક દીઓ; જંબૂ કહે એવી કલા કસી, માહારે ધર્મકલા મન વસી. ૨૫૬૦ ઋદ્ધિ રમણી ભૂષણ કોઠાર, ઠંડી લેમ્યું સંયમભાર; ભાખે પ્રભવો કસ્યો વિયોગ, કાંઈ છેડે તું પામી ભોગ. જંબૂ કહે પ્રભવા સુણ કાન, એ સુખ મધુબિંદુઆ સમાન; દુઃખ તણો ન લાધે પાર, જીવ સંસાર ફરે ગતિ આર. ૨૫૬૨ એણે વચને પ્રભાવો જેહ, કિમ મુકસે નવ રંગ સનેહ, જંબૂ કહે સગપણ સંસાર, હુઆ અનંતિએ કેવાર. ૨૫૬૩ ૨૫૬૧ પા. ૨૫૫૮.૧ તજી તેણિ ઠામી Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ પ્રભવો કહે તુજ નહિ સંતાન, પૂરવજ કેમ લહેસે પિંડ દાન; મહેસ દત્તની ભાખી વાત, તેહનેં સરાદ પિતાનું થાત. પિતા મરી જે ભિસો થયો, તેહજ આણી રિ મારીઓ; ચાટે હાડ તસ ઉનકી માય, ત્રિપિતા પૂરવજ કેહી પિર થાય ? સમજ્યો પ્રભવો મન વઇરાગ, ઇંદ્રભુવન એ કરતો ત્યાગ; ૨૫૬૮ જંબૂ દીસે ઇંદ્રકુમાર, છતી ૠદ્ધિ કરે પરિહાર. અછતા ભોગ વંછું જ અપાર, અમ જાણ્યા મસ્તગિ ધિક્કાર; જઈ લાગો જંબૂને પાય, પંચ સાંસ્યું મુનિવર થાય. જંબૂ પાટે પટોધર થાય, પ્રભવોસ્વામિ મોટો રૂષિરાય; શય્યભવસૂરિ (૪) ચોથે પાટ, મુત તણી દેખાડે વાટ. યસોભદ્ર (૫) ને સંભૂતિવિજય (૬), થૂલિભદ્ર (૭) ઋદ્ધિરમણી તિજે; તાસ પાટ હુઓ માહાગિરિ (૮), સુસ્થિતસૂરિ(૯) ગયો નર તરી. ૨૫૬૯ ઈંદ્રદિન (૧૦) તસ પાર્ટે હવો, શ્રીદિત્રસૂરિ(૧૧) હૂઓ અભિનવો; સિંહગિરિ(૧૨) પાર્ટે બારમે, વઇરસ્વામિ (૧૩) પાર્ટે તેરમે. ધનગિરિનો બેટો એહ, ઉદરમાંહિ નર મૂક્યો તેહ; = ૨૯૩ = ૨૫૬૪ = ૨૫૬૫ = ૨૫૬૬ જાતિસમરણ પામીઉ સાર, જાણ્યા પછી લીઓ સંયમભાર. વઇરસ્વામિનો જનમ જ હોય, પણ રડતો નર ન રહે સોય; સબલ વાજિ અણાવી માય, સિંહગિરિ આવ્યા તેણે ઠાય. ધનિગિર પુંઠે છે તામ, વિહરવા વેળા સૂઈ જામ; સિંહગિરિ બોલ્યા ઋષિરાજ ! અચિત સચિત વહોરજો આજ. ૨૫૭૩ ધનિગિર ગયો પોતાને ઘેર, સ્ત્રી ખીજી બોલી બહુ પરિ; પુત્ર તુહ્મારાને તુહ્મ લીઓ, મેં વહિરાવ્યો સહી દીખ્યા દીઓ. ૨૫૭૪ ઝોળીમાં લેઈ આવ્યા સહી, ગુરુ આગલ લાવ્યા ગહિગહી; શ્રાવિકાને ઘરિ મૂક્યો તેહ, થયો મોટો તવ દીખ્યો તેહ. વળગી વયરસ્વામિની માય, તમ્યો પુત્ર લીધો કિમ જાય; લેઈ જાઈશ હું માહરે ઘરે, સંસારસુખ વિલસે બહુ પરેં. ગુરુ કહે સુત નવ દીધો જાય, પણ છેહઢો નવ મુંકે માય; વઢતાં રાજભુવને દોએ જાય, બેઠો છે પૃથવીપતિરાય. ૨૫૬૭ ૨૫૭૦ ૨૫૭૧ ૨૫૭૨ પા. ૨૫૬૫.૨ સુની માય ટિ. ૨૫૬૪.૨ સરાદ = શ્રાદ્ધ ૨૫૬૫.૧ ભિંસો પાડો ૨૫૬૫.૨ ત્રિપિતા તૃપ્ત, સંતુષ્ટ. ૨૫૬૭.૧ વંછું = ઈચ્છા કરું ૨૫૭૨.૨ વાજિ અણાવી વાજ લાવી દીધી, થકવી નાખી. અણખપતી-ખપતી વાનગી. ૨૫૭૬.૧ તમ્યો ૨૫૭૩,૨ અચિત-સચિત ૨૫૭૭.૧ છેહઢો = છેડો, છેટો – આઘો' એમ પણ બેસી શકે. તમારાથી. ૨૫૭૫ ૨૫૭૬ ૨૫૭૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ , શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રીગુરુ કહે સ્વામી ! અવધારિ, જબ રોગીલો સુત ઘરબારિ; ત્યારે વહિરાવ્યો બલ કરી, ગયો રોગ તવ વળગી ફરી. ૨૫૭૮ બોલી વઈરસ્વામીની માય, જોરે દીક્ષા કિમ દેવાય; ત્યારે બોલ્યો પૃથવીપતિ, મ વઢો નારી મુનિવર યતિ. ૨૫૭૯ વાઈરસ્વામિને તેડો અહિં, ખુસી થઈ એ જાયે જહિં; લેઈ જાઓ તે કુમર જ તણે, પૃથવપતિ મુખે એહવું ભણે. ૨૫૮૦ માતા સજ થઈ તેણે ઠામ, લાવી રમકડાં રમવા કામ; મૂક્યાં સુખડી વસ્ત્ર અનેક, વયર પુંઠલો ધરી વિવેક. ૨૫૮૧ સિંહગિરિ ઓઘો મુકેહ, વઈરસ્વામિ જઈ વેર્ગે લેહ; જાતિસમરણ જ પોતે સાર, પાલણે ભણીઓ અંગ ઇગ્યાર. ૨૫૮૨ તે સંસારે રહે નહિ રતિ, સિંહગિરિકે હુઓ યતિ; ઠંડિલ ગુરુ પોહોતા એકવાર, ઉપાશરે રહ્યા વઈરકુમાર. ૨૫૮૩ ઉપધિ સાધની માંડી હાર, દીયે વાચના વારોવાર; ગુરુ દેખે મન હરખ અપાર, એતો સારદનો ભંડાર. ૨૫૮૪ અનુકરમેં ગચ્છનાયક થયો, દસપૂર્વધરનો નાયક કહ્યો; કાને સુંઠ રહી એક વાર, લહી પ્રમાદ કર્યો વિચાર. ૨૫૮૫ આઉટ્યો દુનિમેં દુરભય કાલ, કીજે કાંઈ આતમ સંભાલ; | દુરભખ્ય કાલ અનુકરમેં હોય, દોહિલો આહાર મલે સહુકોય. ૨૫૮૬ વયરસ્વામિ ચેલાને કહે, અરીખણી વિદ્યા મુજ છે; કોહો તો લેઈ આપું આહાર, પણ તુહ્મ સંયમ હોયે છાર. ૨૫૮૭ પાપભીરુ બોલ્યો તે યતી, એહવા આહાર તણો ખપ નથી; વયરસ્વામી તવ અણસણ કરે, પુંઠે પંચસયાં આદરે. ૨૫૮૮ વજસેન (૧૪) પાટે ચૌદમેં, ચંદ્રસૂરિને (૧૫) સહકો નમે; સામંતભદ્રની (૧૬) કીજે સેવ, તાસ પાટે હુઓ વૃદ્ધદેવ. (19૫૮૯ તસ પાટે પ્રદ્યોતનસૂરિ(૧૮), માનદેવથી(૧૯) માન જ દૂરિ; * માનતુંગ(૨૦) ને વીરાચાર્ય(૨૧), જયદેવે(૨૨) કીધા શુભ કાર્ય. ૨૫૯૦ તસ પાર્ટી હુઓ દેવાનંદ(૨૩), વિક્રમસૂરિ(૨૪) દીઠે આનંદ; નરસિંહસૂરિ(૨૫) હુઓ પછી વળી, સમુદ્રસૂરિની મતિ(૨૬) નિર્મળી. ૨૫૯૧ પા. ૨૫૮૦.૨ તણાં ૨૫૮૧ બીજી પંક્તિ નથી. ૨૫૮૫.૧ જ્ઞાયક કહ્યો ૨૫૮૬.૨ આહાર ટિ. ૨૫૮૪.૧ ઉપધિ = સાધુનું આસન ૨૫૮૫.૧ દસપૂર્વધરનો નાયક = દશપૂર્વધરના જ્ઞાતા (પાઠાંતરમાં “નાયકાને સ્થાને “જ્ઞાયક' છે.) ૨૫૮૬.૧ આઉટ્યો = ઊલટ્યો, પ્રગટ થયો., ૨૫૮૬.૨ દુરભખ્ય કાલ = દુષ્કાળ ૨૫૮૭.૧ અરીખણી = આકર્ષિણી વિદ્યા. Page #330 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯૫ માનદેવ (૨૭) તસ પાર્ટી કહું, વિબુધસૂરિ(૨૮) ગુણ બોહોળા લહું; જયાનંદ(૨૯) રવિપ્રભસૂરિ(૩૦), યશોદેવ(૩૧) ગયો પાતિક ચૂરિ. ૨૫૯૨ પ્રદ્યુમ્નસૂરીશ્વર(૩૨) સાર, માનવદેવસૂરિનો(૩૩) અવતાર; વિમલચંદ્ર(૩૪) હુઓ ગુણખાણ, ઉદ્યોતન(૩૫) તસ પાર્ટી જાણ. ૨૫૯૩ સર્વદવ(૩૬) ને દેવસરિ(૩૭), એ ગુરુ પામ્યો પુણ્ય અંકુરિ; સર્વદવ(૩૮) તસ પાર્ટી હવો, યશોભદ્રસૂરિ(૩૯) ગુણ સ્તવો. ૨૫૯૪ આલીસમે પાટે મુનિદેવ(૪૦), અજિતસૂરિની(૪૧) કીજે સેવ; વિજયસિંહ(૪૨) નમું નિસદીસ, સોમપ્રભને(૪૩) નામું સીસ. ૨૫૯૫ ઍઆલીસમિ પાર્ટી જોય, તપાબિરૂદ જગચંદ્રથી(૪૪) હોય; દેવેંદ્રસૂરિ(૪૫) થાપ્યા શુભ ભાત, જગચંદ્રસૂરિ આવ્યા ખંભાત. ૨૫૯૬ વસ્તપાલ વંદન ગયો તામ, વિજયચંદ્ર મહિતાનું નામ; 'ખોનારો ધન જાય યસી, વસ્તપાલે દીધો ભાખસી. ૨૫૯૭ વસ્તુપાલની જે છે નાર, અનોપમદે બોલી તેણી વાર; સ્વામી ! એહર્નિ મૂકીદેહ, આપણા ઘરનો મહિનો એહ. ૨૫૯૮ વસ્તુપાલ ન મુકી જામ, અનોપમદે વિચારિ તામ; દેવભદ્ર ઉવઝાયને કહિ, મહિતો છૂટકો તુમથી લહિ. ૨૫૯૯ નારીવચને જે વિઝાય, વસ્તુપાલ વીનવીઓ જાય; મુકી દીઓ મહિતાનિ તુલ્મ, કરું વીનતી સહુકો અલ્પે. ૨૬૦૦ વસ્તુપાલ કહે વિરૂઉ એહ, એહના પાપ તણો નહિ છે; નવિ મુંક મુંક વળી કદા, સંયમ લેઈ પાલે જો સદા. ૨૬૦૧ પૂછી મહિતો મુકાવીઓ, દીખ્યા તિહાં લીયે તે ભીઓ; થોડે દિવસે ભણે અપાર, જાણે શાસ્ત્ર તણો જ વિચાર. ૨૬૦૨ વચન વાણી મીઠો રસ સહી, સુણે વખાણ સહુયે ગહિગી; ઘણા લોક તિહાં રાગી થાય, જો જો વચન તણો મહિમાય; ૨૬૦૩ પંડિત, ભોજન અને ભામિની આ ત્રણે અમૂલ્ય છે પણ આ ત્રણેય પાસે જો ગોરસ ન હોય તો મૂલ્ય રહે નહીં. પંડિતને પક્ષે ગોરસ તે વાણીનો રસ. ભોજનમાં ગોરસ એટલે દહીં-દૂધ આદિ, અને સ્ત્રીપક્ષે ગોરસ એટલે ઇન્દ્રિય-રસ. જેનું મૂલ્ય ન અંકાય તેવી વાણી દ્વારા સૌ વ્યાખ્યાન સાંભળે છે. અનુપમાદેવી પણ ઘણાં ખુશ થાય છે. તે દેવભદ્રજીને વિનંતી કરે છે કે જો વિજયચંદ્રને આચાર્ય પદવી આપવામાં આવે તો આપણો મહિમા રહે. ઉપાધ્યાય દેવભદ્રજીએ ઘણો વિચાર પા. ૨૬૦૦.૧ ન્યાય ટિ. ૨૫૯૮.૧ અહીં કવિએ સરતચૂકથી અનુપમાદેવીને વસ્તુપાલની પત્ની કહી છે. પણ તે વસ્તુપાલના ભાઈ તેજપાલની પત્ની છે અને વસ્તુપાલની ભાભી છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત કરી ગુરુને વાત કરી. તે વખતે વસ્તુપાલ માનતા નથી. કહે છે કે આચાર્યપદને એ યોગ્ય નથી. ત્યારે ઉપાધ્યાયે ગુરુને વાય. પણ દષ્ટિરાગને કારણે અનુપમાદેવી ફરી ફરી કહે છે. ત્યારે વસ્તુપાલ મૌન રહે છે. ઉપાધ્યાય જગચ્ચન્દ્રસૂરિને કહે છે કે “એને પદવી આપો. અનુપમાદેવી વગેરે શ્રાવિકા બે કોડ દ્રવ્ય ખર્ચવા તૈયાર છે. સકલ સંઘની વિનંતી સ્વીકારો ને વિજયચંદ્રને પદવી આપો. આ રીતે કાલ-ભાવ જોઈને જગન્દ્રસૂરિએ તેમને આચાર્યપદવી આપી. વિજયચંદ્ર દેવેન્દ્રસૂરિને ચરણે નમે છે. એમનાં વિનય-વૈયાવચ્ચ બહુ પ્રકટ કરે છે. શ્રી દેવન્દ્રસૂરિ વિહાર કરી માળવા ગયા. વિરધવલ અને ભીમસંઘ બે ભાઈઓને એમણે દીક્ષા આપી. દેવેન્દ્રસૂરિ માળવા દેશમાં વિચરે છે. એમ કરતાં ત્યાં બાર વર્ષ વીતી ગયાં. વિજયચંદ્રસૂરિ એ બધો સમય ખંભાતમાં રહ્યા. દેવેન્દ્રસૂરિએ તેમને કહેવરાવ્યું કે એક જ સ્થાનમાં આટલો સમય શા માટે રહો છો ? વીરભગવાને આવું કહ્યું નથી. પણ વિજયચંદ્રસૂરિ તેમની વાત માનતા નથી, ને સ્વછંદપણે વર્તે છે, ને શ્રાવકોને પોતાના પક્ષમાં રાખે છે. એ દરમ્યાન દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા. વિજયચંદ્ર તેમને વંદન કરવા જતા નથી. દેવેન્દ્રસૂરિ જ ત્યાં આવ્યા. ત્યારે તે કશો વિવેકવિનય જાળવતા નથી કે બેઠા થઈને ગુણસ્તવના કરતા નથી. દેવેન્દ્રસૂરિએ એમને કહ્યું કે હે નરસાર, નગરના પંડોલિયાની જેમ તમે એક જ સ્થાનમાં શું રહ્યા ? વિર ભગવાને આવાને સાધુ કહ્યા નથી.” કારણ વિના જે મુનિ એકાંતવાસ – સ્થિરવાસ કરે છે તેમને ઘર-ખૂણા ઉપર મમતા થઈ જાય છે. તેવા મુનિ પાપમાં કેમ ન પડે ? મમતામાં ફસાય તેમાંથી સમતા નાસી જાય છે. જે મુનિ ઘર-વાડી-મંદિર કરાવે, નળિયાં ચળાવે અને આવાં કામ દ્વારા જીવહિંસા કરે તે પાપીના પંથમાં પડેલા છે, અને અસંયમની બુદ્ધિવાળા જે છે તેને મળતા દેખાય છે. થોડો પણ ગૃહસ્થનો પરિચય જે ટાળતો નથી તે વાર્તિકઋષિની જેમ પાપમાં પડે છે. બાળકોને કહે કે તમે બીઓ નહીં. નાસવાનું શું કામ છે ? નિમિત્તિયાનું નામ ધરીને ચંડપ્રદ્યોતને ઠગ્યો. | (દુહા) પંડિત ભોજન ભામિની, જો પણ અતિહિ અમૂલ; ઋષભ કહે ગોરસ વિના, ત્રિયે ન પામે મૂલ. ૨૬૦૪ (ચોપાઈ). મૂલ નહિ વાણીનું યદા, સુણિ વખાણ તિહાં સહુકો સદા; અનોપમ તિહાં રીઝે અતિ, દેવભદ્રને કરે વનતિ. ૨૬૦૫ આચારજપદ એહમેં થાય, તો આપણપો રહે મહિમાય; કરિ વિચાર બહુ ગુરુને કહે, વસ્તુપાલ તવ નવિ સદહે. ૨૦૦૬ પા. ૨૬૦૬.૧ બિહુ ટિ. ૨૬૦૪.૨ ગોરસ = (ત્રણ જુદાજુદા સંદર્ભોમાં ત્રણ અર્થ અહીં થાય) (૧) પંડિતનો વાણીરસ (૨) ભોજનમાં દહીં-દૂધ આદિનો રસ (૩) સ્ત્રી સંદર્ભે ઈન્દ્રિયરસ. Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯૭ ૨૬૧૦ આચારજનિ યોગ્ય એ નહિ, ગુર ઉવઝાર્યો વાય સહી; દૃષ્ટિ રાગે સ્ત્રી ફરી ફરી કહે, વસ્તુપાલ અણબોલ્યો રહે. ૨૬૦૭ જગચંદ્રસૂરિને કહે ઉવઝાય, દ્યો પદ સબલ ધન ખરચાય; અનોપમદે પરમુખ શ્રાવિકા, ખરચે દો કોડિ પોતિ થકા. ૨૬૦૮ સકલ સંઘનું કહેણ કીજીયે, વિજયચંદને પદ દીજીયે, કાલ ભાવ જોઇ રૂષિરાય, આચાર જ થાપ્યો તેણે થાય. ૨૬૦૯ દેવેન્દ્રસૂરિ પહેલા છે જેહ, વિજયચંદ તસ પાય નમેહ; વિનય વૈયાવચ બહુવિધિ કરે, માલવે દેવેન્દ્રસૂરિ સંચરે. વિરધવલ ભીમસંઘ ભાત, બેહને દીખ્યા તિહાં કણિ થાત; દેવેન્દ્રસૂરિ તિહાં કણે કરે વિહાર, અનુકરમે વોલ્યા વરસ બાર. ૨૬૧૧ વિજયચંદ્ર ખંભાયત રહે, દેવેન્દ્રસૂરિ તસ એવું કહે; એકે ગામે રહો છો કસ્યું ? વીરે વચન કહ્યું નહિ ઇચ્યું ! ૨૬૧૨ વિજયચંદ્ર નવિ માને ગણે, તે છંદે ચાલે આપણે; શ્રાવકને કરતો નિજ હાથ, દેવેન્દ્રસૂરિ આવ્યા ખંભાત. ૨૬૧૩ વિજયચંદ્ર નવિ વંદન જાય, દેવેન્દ્રસૂરિ આવ્યા તેણે ઠાય; વિનય વિવેક તે નવિ જાળવે, બેઠો થઈને ગુણ નવિ સ્તવે. ૨૬૧૪ દેવેન્દ્રસૂરિ કહે નર સાર, એક ઠામિ ન રહિ વરસ બાર; નગર પંડોલીઓ સું થઈ રહ્યો, અસ્યો સાધ વીરે નવિ કહ્યો ! ૨૬૧૫ (ઢાળ ૧૦૧ – ઘોડાની) મુનિ કારણા પાખે હોય, એકાંત જ વાસી; ઘર ખુણો ઉપરિ મમતા, હોઈ મુનિ આસી. ૨૬૧૬ તે કિમ ન પડે મુનિ, પાપ રસ બલી માહિ; વળી વેઢી પંડિતો, સમતા હાસે ત્યાંહિ. ૨૬૧૭ ઘર વાડી ને નળીઓ, મંદિરડું અ કરાવે; ઈમ કામ અનેરાં, કરતો જીવ હણાવે. ૨૬૧૮ તે મુનિવર પડીઆ, પાપીના પંથમાંહિ; વળી મલીઆ દીસે, અસંજમની મતિ જ્યાંહિ. ૨૬૧૯ થોડોઇ પરચો, ગૃહસ્થ તણો ન ટાલે; પડે પાતિગ માંહિ, વાર્તિકઋષિને ભાલ ! ૨૬૨૦ કહિ બાલક ન બીહો, નાઠાનું કણ કામો; • ઠગ્યો ચંદ્રપ્રદ્યોતને, ધર્યો નિમિત્તિઓ નામો. ૨૬૨૧ પા. ૨૬૧૮.૧ મંદિર સુયડું કરાવે ટિ. ૨૬૦૮.૨ પોતિ થકા = પોતાના. ૨૬૧૩.૧ છંદે = સ્વેચ્છાએ ૨૬૨૦.૧ પરચો = પરિચય Page #333 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત પાસસ્થાનાં આ લક્ષણ છે કે જે એષણા (ગોચરી)નો દોષ ટાળે નહીં, ધાત્રીદોષને આદરે અને વારેવારે વિગયને વાપરે. શય્યાતરના પિંડનો ત્યાગ ન કરે. વળી ઈર્યાસમિતિના પાલન વગર જેમતેમ ચાલે; સારી વસ્તુ વાપરે અને દેવની જેમ ભોજન કરે (સ્વાદિષ્ટ આહાર કરે), લોચ ન કરાવે, દરિદ્રનો ત્યાગ કરે, ઉઘાડે શરીરે લજ્જા પામે, શરી૨નો મેલ ધૂએ, પગમાં પગરખાં પહેરે, કારણ વિના કમરે પટ્ટો બાંધે, દેશ, ગામ, કુલ, પીઠ, પાટ વગેરે પ્રત્યે મમત્વ રાખે, વારેવારે બીજાને ઘેર જાય, તે મુનિ ચારિત્રગુણથી ઠાલો (રહિત – ખાલી) કહેવાય. ધનાઢ્યને ત્યાં વહોરવા જાય, શરીરશુદ્ધિ વગેરેમાં વધારે પાણી વાપરે, કેશ, રોમ, નખ અને મુખના દાંત વગેરેની શોભા કરે, ધનનો માલિક બને, ગચ્છભેદ કરે, ક્ષેત્રાતીત અને કાલાતીત આહાર વાપરે, મૂઢ એવો તે કૂટ-અસત્ય બોલે, રત્નાદિક પર્યાયથી મોટા હોય તેમનો તથા ગુરુનો પરાભવ કરે – અવિનય, આશાતના કરે. બીજાની નિંદા કરે, વળી શીલહીન મુનિમાં બીજા પણ ઘણા અવગુણ હોય. ૨૯૮ વિદ્યામંત્ર, યોગ આદિનો પ્રયોગ કરે, સુવાવડ સંબંધી તેમજ અન્ય રોગની ચિકિત્સા કરે, જીવન કાજે મંત્રતંત્રાદિક લખી આપે, પરિગ્રહ કરવામાં આહાર વાપરે, સ્ત્રીશય્યાનો ઉપયોગ કરે. પુંછણા વિના (કે જમીન પૂંજ્યા વિના) બેસે, રૂપ અને બળ માટે આહાર કરે, શાતાબહુલ એટલે કે શરીરનાં સુખસગવડ ઇચ્છનારો તે સંવત્સરીનો અઠ્ઠમ, ચોમાસીનો છઠ કે પક્ષ્મીનો ઉપવાસ કરે નહીં, માસકલ્પ પ્રમાણે અલગઅલગ ગામમાં વિહાર કરે નહીં, તે પાસસ્થામાં મુખ્ય છે. તે ઉગ્ર વૈરાગ્યનો દેખાવ કરે પણ જિનેશ્વરપ્રભુના શુદ્ધ માર્ગને ઢાંકે, શાતાગારવમાં લીન એવો તે જ્યાં સંયમજીવનની હાનિ થાય તેવા ક્ષેત્રમાં રહે. વિજયચંદ્ર કહે છે ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવા કારણે મુનિ એક સ્થળે રહે તે પાછલાં પાપકર્મોનો નાશ કરે છે. ક્રોધ-માન-માયા-લોભને જીતીને, પરીષહોથી ક્ષોભ ન પામતો ધીર વૃદ્ધ પુરુષ એક સ્થાને રહે તો તેને ચિરકાળમાં કર્મોને ખપાવનારો કહ્યો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત અને તપ-ચારિત્ર વિશે ઉદ્યમી એવા સાધુ એક જ સ્થાનમાં વર્ષ પર્યન્ત રહે તો ય તેને સંયમ આરાધક કહેવામાં આવે છે. માટે તમે કાંઈ સમજો. જે સિદ્ધાંતમાં કરવાનું કહ્યું છે ને જે ન કરવાનું નિષેધ્યું છે તેમાં એકાંત નથી. લાભની ઇચ્છાવાળો વેપારી જેમ નફો-નુકસાન જોઈને પ્રવૃત્તિ કરે તેમ આપણે લાભ થાય તેવી પ્રવૃત્તિ કરવાની છે.’ દેવેન્દ્રસૂરિ કહે છે, ‘હૈ યતિ, સાંભળો, ધર્મમાં કાંઈ કપટ હોય નહીં. તમે આવાં માયાવચન શાને બોલો છો ? આ તો અમે નવી પ્રરૂપણા સાંભળી. તમે કેટલા નવા બોલ આદરો છો, રોજ વિગય ગ્રહણ કરો છો; વળી એવું કહો છો કે જ્ઞાનીની ભક્તિ કરવી જોઈએ, તેમને ગાંઠડી ભરીને વસ્ત્ર આપવાં જોઈએ. રોજ વસ્ત્રનો કાપ કાઢવો, ફળ-શાકનો આહાર કરવો, સાધ્વીજીએ લાવેલા આહારને વાપરવો, પ્રતિક્રમણમાં દુવિહારનું પચ્ચખાણ કરવાનું કહેવું, શ્રાવકોને પ્રતિક્રમણ કરાવવું, અતિસંવિભાગનો દિવસ હોય ત્યારે ગીતાર્થ વહોરવા જાય અને એક નીવીયાતુ કર્યું હોય તોય તે ગ્રહણ કરી શકાય, ઇત્યાદિ ઘણા બોલને તમે ગીતાર્થ(જ્ઞાની) થઈને આદરો છો.' ' Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૨૯૯ વિજયચંદ્ર જે જગચંદ્રસૂરિની પોષાળમાં હંમેશને માટે રહ્યા તે વળતા હસીને સામે કહે છે : “તમે ઉપદેશમાલા ભણ્યા છો કે નહીં ? તેમાં લખ્યું છે કે તીર્થંકર તો ક્યારેક થાય છે. જિનદેવ તો માર્ગ બતાવી મોક્ષમાં પધારે છે પછી આચાર્ય જ શાસન ચલાવે છે. માટે સૌએ ગુરુની ભક્તિ કરવી જોઈએ. અને આચાર્ય જગતમાં સારરૂપ છે.” આ રીતે જ્યારે તે દેવેન્દ્રસૂરિજીની સામે થાય છે ત્યારે તેઓ ત્યાંથી પાછા વળે છે. પછી એક શ્રાવકે ઊતરવા માટે વસતિ આપી ત્યાં તેઓ ઊતર્યા. શીલવંત પંડિતમાં અગ્રેસર અને ચાર વેદનો નિર્ણય કરનારા છે એમ જાણીને લોકો તેમને વંદન કરવા જાય છે. તે સ્થાનની લોકોમાં લોઢી (લહુડી) પોસાલ' તરીકે પ્રસિદ્ધિ થઈ. તેમની વાણી, જ્ઞાન અને શુદ્ધ આચાર જોઈને હજારો માણસો ત્યાં ભેગા થાય છે. વસ્તુપાલ જેવા મંત્રીશ્વર અઢારસો માણસો સાથે એમને વંદન કરવા જતા. દિનેદિને લોઢી પોસાલનો મહિમા જગતમાં વધતો ગયો, શોભા પણ વધી. અને એ મોટી થઈ. પછી ગુરુમહારાજે ત્યાંથી વિહાર કર્યો, અને પાલણપુર આવ્યા. ત્યાં તેઓ એક સ્થળે ધ્યાનમાં બેઠા. તેમણે વીરધવલને આચાર્યપદ અર્પણ કરી, તેમનું વિદ્યાનંદસૂરિ નામ આપી પાટ ઉપર સ્થાપન કર્યા. કુમકુમવૃષ્ટિ થઈ. સંઘે ત્યાં ઉલ્લાસભેર ઘણો ખર્ચ કર્યો. વિ.સં. ૧૩ર૩ની આ વાત છે. દિવસેદિવસે એમના ગુણ વધવા લાગ્યા. એમના ભાઈ ભીમસંઘ હતા. તેમને ધમકીર્તિ ઉપાધ્યાય તરીકે સ્થાપિત કર્યા. આમ વિદ્યાનંદસૂરિને પોતાની પાટે સ્થાપીને દેવેન્દ્રસૂરિ માળવા ગયા. ત્યાં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં કાળધર્મ પામ્યા. આ બાજુ વિદ્યાનંદસૂરિ પણ વિજાપુરમાં કાળધર્મ પામ્યા. ગુરુ-શિષ્ય બંને તેર દિવસના અંતરે સ્વર્ગે ગયા. પછી છ મહિના સુધી કોઈને આચાર્યપદ આપવામાં આવ્યું નહીં એટલે ગુરુ વિના જ ચાલ્યું. પછી વિદ્યાનંદસૂરિના સગોત્રી ભાઈ ધર્મકીર્તિ ઉપાધ્યાયને ધર્મઘોષસૂરિ નામ રાખી પાટે સ્થાપ્યા. આમ, દેવેન્દ્રસૂરિ(૪૫), ધર્મઘોષસૂરિ(૪૬), સોમપ્રભ(૪૭), સોમતિલકસૂરિ(૪૮), દેવસૂરિ(૪૯), સોમસુંદરસૂરિ૫૦), મુનિસુંદરસૂરિ(૫૧), રત્નશેખરસૂરિ(પર), લક્ષ્મીસાગરસૂરિ(૫૩), સુમતિસાધુસૂરિ(૫૪) થયા. સુમતિસાધુએ પોતાની પાટે ઈન્દ્રદિન્નસૂરિ અને કુલમંડણસૂરિ એમ બે આચાર્યોને સ્થાપન કરી વિહાર કર્યો. તે પછી કોઈક કારણે તેમનું દિલ દુભાયું અને તેમણે પોતાની પાટે હેમવિમલસૂરિ(૫૫)ને સ્થાપ્યા ! એમને ગુરુએ સૂરમંત્ર આપ્યો ને કહ્યું કે તે બેને પણ તમે મંત્ર આપજો. પછી સુમતિસાધુએ કહ્યું કે “ગચ્છની ચિંતા હેમવિમલસૂરિ કરશે.' એમ કહીને તેઓ દિવંગત થયા. હેમવિમલસૂરિ ઈડર ગયા. સકલ સંઘને એમણે પોતાની વાત જણાવી. ઈડરના રાજાએ પણ એ વાત જાણી. હેમવિમલસૂરિને મસ્તકે ટીલું કરીને કહ્યું કે “તમે બધામાં મોટા છો. તમે ગચ્છની સારસંભાળ કરજો.” આ આચાર્ય પહેલા થયા જેમણે અન્ય સ્થાનમાં જઈ સૂરિમંત્ર લીધો હોય. ઈડરમાં બધા ભેગા થયા. ખેતરોની ફાળવણી કરી. ત્રણસો ત્રણસો ખેતર એક એકના ભાગમાં આવ્યાં. પછી તેમણે વિહાર કર્યો. પોરવાડ હેમવિમલસૂરિએ પાપીઓને પણ ચરણે નમાવ્યા. તેઓ હાલણપુરા Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ * શ્રાવક કવિ ઋષભદાસકૃત કહેવાયા. એમની શાખા મજબૂત બની દીપી ઊઠી. ઈન્દ્રદિત્રસૂરિની પરંપરાવાળા કત્તપુરા કહેવાયા. અને કુલમંડણસૂરિવાળા કમલકલશ શાખાના કહેવાયા. મરુદેશમાં વડગામ નામે ગામમાં રહેતાં ગંગારાજ શાહ પિતા અને ગંગારાણી માતાના પુત્ર હાદકુમાર સંયમ લઈને હેમવિમલસૂરિ થયા. તેમને ગછનાયક તરીકે સ્થાપન કર્યા. કોઠારી સાયર સેજપાલે મોટો ઉત્સવ કર્યો. સકલ સંઘે તેમને વંદન ક્યાં ત્યાં ભૂષણ આદિ ઘણાં દાન થયાં. લોંકા મતમાં ભાનઋષિ અને હાજો ઋષિ તથા ઋષિ શ્રીપતિ અને ઋષિ ગણપતિ જેઓ તેમના પંથમાં મોટા ગણાતા હતા તેઓ હેમવિમલસૂરિનાં ચરણોમાં નમ્યા અને જિનપ્રતિમા વાંદી તથા તેના પ્રતિ પ્રીતિવાળા બન્યા. આ રીતે હેમવિમલસૂરિ પંચાવનમી પાટે થયા. તેમની પાટે આણંદવિમલસૂરિ(૫૬) થયા. એમણે જૈન ધર્મની વાટ અજવાળી. સં. ૧૫૪૭માં આણંદવિમલસૂરિનો ઈડરમાં ઓશવંશમાં જન્મ થયો. મેઘા શાહ પિતા અને માણિકદે માતા. કુંવરનું નામ આણંદ. બાળપણથી જ તેઓ વૈરાગી હતા. સં. ૧૫પરમાં એમણે દીક્ષા લીધી. સં. ૧૫૭૭માં એમની આચાર્યપદવી થઈ. સં. ૧૫૮૨માં એમણે ક્રિયોદ્ધાર કર્યો. સંયમમાં શિથિલ એવા લોકોને જોઈ એમના મનમાં કરુણા ઉત્પન્ન થઈ કે “આ જીવો દુર્ગતિમાં જશે. એટલે મનમાં વૈરાગ્ય આણી વધારે પડતી ઉપધિ આદિ વસ્તુઓનો ત્યાગ કર્યો. જાડો કપડો તથા તેવો જ ટૂંકો ચોળપટ્ટો પહેરવા લાગ્યા. એમની પાછળ ઘણા મુનિઓનો પરિવાર હતો પણ તેઓ ક્રિયા-ઉદ્ધાર કરતા નથી. સૌભાગ્યહર્ષને પાટે સ્થાપન કરી તેઓ દુષ્કર માર્ગે ચાલવા લાગ્યા. સુગંધી તેલ આદિનો ઉપયોગ કરતા નહીં. બધી ક્રિયા પણ ઊંચી કરતા. ગામેગામ વિહાર કરતા. સારું વ્યાખ્યાન આપતા. એક શ્રાવકે તેમના માથે ચૂવો લગાડ્યો. તેમણે માથા ઉપર રાખ લગાડીને લૂછી નાખ્યું ને માથું ચોખ્ખું કર્યું. કહે, જો ચૂવો સારો લાગતો હોય તો પછી વૈરાગ્ય ધરવાનું કામ જ શું ?' આવા આણંદવિમલસૂરિ હતા. મહમ્મદના હાથે જે ફરમાન કરવામાં આવ્યાં હતાં તે આણંદવિમલસૂરિના હાથે આપ્યાં. અને તેમને “નગદલ મલિખ” એવું બિરુદ આપ્યું. ખાન, વજીર, સુલતાન - બધા તેમને નમે છે. ઠામઠામ તેઓ માન પામે છે. તેઓ સુંદર દેશના આપે છે અને ઘણા પુરુષોનો ઉદ્ધાર કરે છે. ગુરુના ફરમાનથી પંન્યાસ જગો ઋષિ સોરઠદેશમાં વિહાર કરી ગયા. ત્યાં લોંકામતવાળાનો ઉદ્ધાર કર્યો. વળી જેસલમેર આદિ મારવાડના પ્રદેશમાં જલસંકટને કારણે સોમપ્રભસૂરિએ મુનિઓને વિહાર બંધ કરાવ્યો હતો તે સ્થૂલિભદ્રની નાની આવૃત્તિ જેવા વિદ્યાસાગરને મોકલીને શરૂ કરાવ્યો. તેઓ છઠના પારણે આયંબિલ કરતા તથા બીજાં પણ કઠિન તપ કરતા હતા. મેવાડ દેશમાં અલવર આદિ સ્થાનોમાં ખરતર આદિને વાળ્યા. જેસલમેરમાં ખરતરના ઘેર તેઓ ગયા નહીં. વિદ્યાસાગર જે બાજોઠ પર બેસતા હતા તે બાજોઠની આજે પણ પૂજા થાય છે. હીરવિજયસૂરિ ત્યાં ગયા ત્યારે તે બાજોઠ પર બેઠા નહીં. વિદ્યાસાગર મોટા ધીર પુરુષ હતા. એમની તો વાત જ થાય એવી નથી. એમણે જિનશાસનની શોભા વધારી. Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૦૧ (ચોપાઈ) પાસત્યાદિક લખ્યણ એહ, એષણા દોષ ન ટાલે જેહ; ધાત્રી દોષને મુનિ આદરે, વાર વાર વિગેરે વાવરે. ૨૬૨૨ નવિ ટાળે સય્યાતરપિંડ, ચાલે મુનિવર વારીપત્રખંડ; સબળી વસ્ત વળી વાવરે, સુર પ્રમાણે ભોજન કરે. ૨૬૨૩ લોચ ન કરાવ્યું રંક જ હતો, ઉઘાડે દીલું લાજતો; મહિલ ધૂયે વાણહી ધરે કટો, કારણ વિના કટિ બાંધે પટો. ૨૦૨૪ દેશ ગામ કુલ પીઢ મન ધરે, ફલગ વિષે પ્રતિબંધહ કરે; પરઘરિ વારે વારે જાય, ચારિત્રગુણ ઠાળો કહેવાય. ૨૬૨૫ વિહરે સોય સકંચન જોય, જાજું નીર કુછીલી ધોય; કેશ રોમ નખ મુખના દંત, સોય સમારે વળી અત્યંત. ૨૬૨૬ લખું વિત તણો તે ધણી, ગચ્છભેદ કરે નિરગુણી; ખેત્રા અતીત મુનિ વાવરે, કાલ અતીત વાવરતો ફરે. ૨૯૨૭ મુંઢ હતો મુખ્ય કઈ લવે, રત્નાદિક ગુરુનિ પ્રાભવે; અવર્ણવાદ બોલે પર તણા, એ ગતશીલમુનિ અવગુણ ઘણા. ૨૬૨૮ વિદ્યામંત્ર યોગ અનુસરે, સુતિકર્મ ચિગચ્છા કરે; જીવનકાજે મુનિ અક્ષર લખે, રાચે બહુ પરિગ્રહનિ વિષે. ૨૬૨૯ કાર્ય પખિ જાવા મુંતો, મુનિ મૂરખ દિવસે સુઅતો; અજ્જાનું વિહિયું લેતો, સ્ત્રીશઠા ઉપર ખેલતો. ૨૬૩૦ બેસે પુંછણા વિના ગમાર, રૂપ અને બલ અરર્થે આહાર; - અઠમ નહિ સંવછરી તણો, ચોમાસે છઠ પાખે ગણો. ૨૬૩૧ શાતા બહુલ માટિ નર સુણો, ચોથ ન કરતો પાખી તણો; માસકલ્પ કરતો નવિ કરે, તે મુનિ પાસFામ્યાં શિરે. ૨૬૩૨ દેખાડે ઉગ્રહ વૈરાગ, ઢાંકે જિનનો સુધો માગ; શાતાગારવ રહે તેણે ઠાણ, જેણે ખેત્રે હોય સંયમ હાણ. ૨૬૩૩ વિજયચંદ કહે નહિ પ્રતિકાર, જ્ઞાન દરસણ ને ચારિત્ર સાર; તેવા કારણે એક થલ રહે, પાપ પાછીલા નાસે દહે. * ર૬૩૪ ક્રોધ માન માયા ને લોભ, જીપે પરિસહથી નહિ ક્ષોભ; ધીર પુરુષ વૃદ્ધ એક થળે રહ્યો, ચિરકાલ કર્મ એપવતો કહ્યો.૨૬૩૫ પા. ૨૬૨૫.૨ વાલો (ઠાળોને સ્થાને) ૨૬૩૨.૨ સરે ટિ. ૨૬૨૨.૧ લખ્યણ = લક્ષણ ર૬૨૮.૧ પ્રાભવે = પરાભવ કરે ૨૬૨૯.૧ ચિગચ્છા = ચિકિત્સા ૨૬૩૦.૨ અજ્જા = સાધ્વીજી ૨૬૩૫.૨ કર્મ એપવતો = કર્મનો ક્ષય કરતો. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦ર શ્રાવક કવિ ઋષભદાસકૃત ગs , પંચ સુમતિ ને ત્રિય ગુપતિ સમી, તપ ચારિત્ર વિશે ઉદ્યમી; એહેવાં એક થળે વરસની સહે, વસે સંયમ આરાધક કહે. ૨૬૩૬ તેણે કારણે નર સમજો એહ, સર્વ કરવું કહીઉં જેહ; સર્વ નિષેધ કર્યું ભગવંત, સિદ્ધાંત નહિ કહ્યું એકાંત ! ૨૬૩૭ શ્યા માટે તે સુણી પ્રકાર, લાભ છેહનો કરે વિચાર; નફો હોય જિમ કરતાં સાર, જિમ વાણિગ વ્યાપાર વિચાર ! ૨૬૩૮ દેવેન્દ્રસૂરિ કહે સુણ યતિ ! ધર્મ માંહિ કાંઈ કપટ જ નથી; માયાવચન કા બોલો તભે, નવી પ્રરૂપણા સાંભલી અભે. ૨૬૩૯ નવા બોલ કેતા આદરો, વિગય તણો નિત્ય લેવું કરો; ગીતારથની ભગતિ કીજે, એક ગાંઠડી વરહ દીજે. ૨૬૪૦ ધોવું સદા ફલ શાક અપાર, લીજે સાધવી ત્યારે આહાર; દુવિહારે કીજે પચખાણ, શ્રાવક પડિકમણું પરિમાણ. ૨૬૪૧ અતિસંવિભાગ તણો દિન યદા, ગીતારથ વહિરણિ જાયે તદા; એક નવી જ કરિ જો કોય, નીવીઆનું કહ્યું તસ જોય. ૨૬૪૨ ઈત્યાદિક બહુ બોલ આદરો, ગીતારથ તથઈ)નેં હાથે કરો; જગચંદ્રસૂરિ જતિ પોસાલ, તેણે રહ્યો તે સદાયે કાળ. ૨૬૪૩ વિજયચંદ તવ બોલ્યો ધસ્યો, ઉપદેશમાલા ભણ્યા તુલ્બ હસ્યો; તીર્થકર તો કબી એક હોય, ગુરુની ભગતિ કરો સહુ કોય. ર૬૪૪ જિનદેવે આચારજ લહ્યા, મારગ દેખાડી મુગતિ વહ્યા; તે માટે આચારજ સાર, સીદ વદો તુલ્મ કરો વિચાર ! ૨૬૪૫ દેવેન્દ્રસૂરિ(ની) સામો જવ થાય, પાછા વળે રૂષિ તેણે ઠાય; વસતિ વાણિયે એકિ દીધ, તિહાં આવી ઊતરવું કીધ. ૨૬૪૬ શીલવંત પંડિતમાં સીરે, ચાર વેદનો નિર્ણય કરે; ઈમ જાણી જન વંદન જાય, “લોઢી પોસાલ' લોકહાં થાય. ૨૬૪૭ વચન જ્ઞાન સૂધી આચાર, દેખી મળે નર બહુઅ હજાર; વસ્તુપાલસ્ય માનવ ઘણા, અઢાર સયાંહ્યું કે વાંદણા. ૨૬૪૮ જસ મહિમા વાધ્યો જગમાંહિ, દિન દિન દોલત વાધી ત્યાંહિ; લોઢી પોસાલ'ની મોટી થઈ, ગુરુ વિહાર કર્યો તિહાં સહી. ૨૬૪૯ પાલ્હાપુરમાં આવ્યા જસિં, એક થળે ધ્યાને બેઠા તસિ; પાલ્ડણપુર વિહારે પછી આવીઓ, વિરધવલને તિહાં થાપીઓ. ૨૬૫૦ કુંકમવૃષ્ટિ હુઈ તિહાં સહી, ધન ખરચે સંઘ તિહાં ગહિગહી; સંવત તેર ત્રેવીસો યદા, આચાર્યપદ આપ્યું તે તદા. ૨૬૫૧ પા. ૨૬૪૨.૧ દાન ટિ.૨૬૩૭.૨ એકાંત = એક જ મત ૨૬૪૫.૧-૨ આચારજ = આચાર્ય Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૦૩ વિદ્યાનંદસૂરિ તેહનું નામ, દિનદિન વાધે બહુ ગુણગ્રામ; બંધવ ભીમસંઘ તલ ઠાય, ધર્મકીર્તિ કીધો ઉવઝાય. ૨૬૫૨ વિદ્યાનંદસૂરિ થાપ્યા હવે, દેવેન્દ્રસૂરિ ગયા માળવે; આયુ પોહોતું તિહાં કીધો કાલ, આગલિ ભાવ સુણો વૃદ્ધબાલ ! ૨૬૫૩ વિદ્યાનંદ વિજાપુર માંહિ, કરે કાલ સૂરીસ્વર ત્યાંહિ; ગુરુ ચેલો સ્વર્ગે સંચરે, દિવસ તેર તણે આંતરે. ૨૬૫૪ આચાર્યપદ નવિ આલેહ, ષટ મહિના ગુર વિણ ચાલે; સગોત્રી ગછપતિને જઈ, ધર્મઘોષ થપાવ્યા સહી. ૨૬૫૫ વિદ્યાનંદસૂરિનો તે ભાંત, ધર્મકીર્તિ ઉવઝાય કહાત; | ગચ્છનાયક તે કીધો તામ, ધર્મઘોષસૂરીશ્વર નામ. ૨૬૫૬ દેવેન્દ્રસૂરિ (૪૫) પાટ પર થિયો, છિહિતાલીસમેં પાર્ટી હુઓ; ધર્મઘોષસૂરીસ્વર (૪૬) ઠામ, સોમપ્રભને (૪૭) થાપે તા. ૨૬૫૭ સોમતિલકસૂરિ (૪૮) હુઓ જેહ, પ્રાગવંશ વસો કહું તેહ; - દેવસૂરિ (૪૯) તસ પાટે વળી, સોમસુંદરની (૫૦) મતિ નિર્મલી. ૨૬૫૮ મુનિસુંદર (૫૧) હુઓ શુભ ઘાટે, રત્નશેખર (૫૨) બાવનમે પાર્ટી; લક્ષ્મીસાગરસૂરિ (૫૩) સુમતિસાધ (૫૪), તેણેન કરીનર કેપેનિંબાધ. ૨૬૫૯ તેણે આચાર્ય થાપ્યા દોય, ઇદ્રદિગ્નસૂરિ કહું સોય; કુલમંડણ તે દુજો હોય, થાપિ વિહાર કરે મુનિ સોય. ૨૬૬૦ દીલ કઠાણું ગુરુનું યદા, હેમવિમલસૂરિ (૫૫) થાપ્યા તદા; સૂરિમંત્ર તિહાં આપ્યો સહી, બેહુને તું આપે ઋષિ જઈ. ૨૬૬૧ ગચ્છની ચિંતા કરસ્ય તેહ, સુમતિ સાધ મુખે ભાષે એહ; અઢું કહી દેવાંગત થાય, હેમવિમલસૂરિ ઈડર જાય. ૨૬૬૨ સંઘ આગળ સહુ કહી કથાય, વાત સુણે ઈડરનો રાય; હેમવિમલ સિરે ટીલું કરે, તું સઘળામાંહિ મોટો શીરે. ૨૬૬૩ વળી બોલ કહું છું અહે, ગચ્છની વિગતા કરજો તદ્મ; છે આચારજ પહેલા જેહ, સૂરિમંત્ર અન્ય ઠામે લેહ. ૨૬૬૪ મલ્યા એકઠા ઇડરમાંહિ, ખેતર સઘળાં વહેંચ્યાં તાંહિ; ત્રિણિસેં ત્રિયર્સે ખેતર આવીઆ, કરે વિહાર ગુરુ મન ભાવિઆ. ૨૬૬૫ હેમવિમલસૂરિ પોરવાડ, પાય નમાવ્યા પાપી પાડ; . પાહાલણપુરા કહાર્વે એહ, સબલી શાખા દીપી જે. ૨૬૬૬. દ્રદિન્નસૂરિ હુઆ જેહ, કરપુરા કહેવાય તેહ; કુલમંડણ કમલકલ સાય, એ ત્રિણિ શાખા તેણી કથાય. ૨૬૬૭. પા. ૨૬૫૭.૨ નામ ('ઠામને બદલે) Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શ્રાવક કવિ ત્રષભદાસકૃત હેમવિમલસૂરિ સુંદર નામ, મારુદેશે નગર વડગામ; ગંગારાજ શાહ તેહનો તાત, ગંગા રાણી જેહની માત. ૨૬૬૮ હાદકુમર તસ સુતનું નામ, લેઈ સંયમ નિ સાથું કામ; હેમવિમલસૂરિ તે થાય, થાપે તસ મોટો ભાણરાય. ૨૬૬૯ કોઠારી સાયર સહેજપાલ, ઓછવ કરતા અત્યંત વિશાલ; . સંઘ સકલ દીયે તસ વાંદણા, ભૂષણ દાન હોય તિહાં ઘણા. ૨૬૭૦ ભાનત્રષિ હાજો ઋષિ જેહ, લોંકામતહાં મોટા તેહ; હેમવિમલ પાયે તે નમે, જિનપ્રતિમા વાદી તસ ગમે. ૨૯૭૧ હેમવિમલસૂરિ એહવો હુઓ, પંચાવનમે પાટે જુઓ; આણંદવિમલસૂરિ(૫૬)તસ પાટિ, જૈન તણી અજુઆલી વાટિ. ૨૬૭૨ સંવત પન્નર સડતાલો જર્સે, આણંદવિમલસૂરિ જનમ્યો તમેં; ઓશવંશ ઈડરમ્યાં વાસ, વીરવચન દીપાવ્યું તાસ. ૨૬૭૩ સાહ મેઘા કુલ સુત એ થાય, શીલવંતી માણિકદે માય; આણંદ નામ કુંઅરનું હોય, બાલપણે વઈરાગી સોય. ૨૬૭૪ સંવત પન્નર બાવશો જમૈં, આણંદવિમલ દીખ્યા લૈં તમેં; સંવત પન્નરને સિત્યોત્તરો, સૂરિપદ તસ હુઓ ખરો. ર૬૭૫ સંવત પન્નર બાહાસીઓ જામ, ક્રિયાઉદ્ધાર કરે નર તામ; , કરૂણા ઉપની લોકની ત્યાંહિ, જીવ જયે એ બહુ દુર્ગતિમાહિ.૨૬૭૬ તેહિ કારણે આણે વેરાગ, ઉપાધિ દ્રવ્યનો કીધો ત્યાગ; મીણકપટ ઓઢે કલપડો, અસ્યો ચલોટો મૂલ નહિ વડો. ર૬૭૭ પુઠિ મુનિવર બહુ પરિવાર, સહુ ન કરે ક્રિયા ઉદ્ધાર; સોભાગ્યહરખ તસ થાપી દીધ, દુઃકર પંથ તે પોતે કીધ. ૨૬૭૮ સુગંધ સાર વિળપણ નહિ, માંડી કિરીયા સબળી તહિં, કરે વિહાર વખાણ ભલ કરે, એક શ્રાવક ચૂઓ શિરિ ધરે. ૧૯૭૯ લઈ રાખ ગુરુ મસ્તકિ દીધ, લુહી શિર ને ચોખ્ખું કીધ; હજી ચૂઓ વલ્લભ એણે ઠામ, તો વેરાગ ધરે કુણ કામ. ૨૬૮૦ એહવો આણંદવિમલસૂરિરાય, નગદલ મલિખ હુઓ તેણે ઠાય; મહમ્મદ હાથે ફરમાના કીધ, આણંદવિમલને હાથે દીધ. ૨૬૮૧ નમતા ખાન વજીર સુલતાન, ઠામઠામ ગુરુ પામે માન; દીયે દેસના ગુરુજી સાર, ઘણા પુરુષનો કરે. ઉદ્ધાર. ૨૬૮૨ મુનિ જગો રિષિ જે પંન્યાસ, ગુરુ ફરમાન દીયે નર તાસ; સોરઠ દેશ તેણે કર્યો વિહાર, કીધો લૂંકાનો ઉદ્ધાર. ર. ૨૬૮૩ ટિ. ૨૬૭૭.૨ કલપડો = કપડુ. ર૬૭૯.૧ વિળેપણ = વિલેપન, તેલમદન આદિ. ર૬૭૯.૨ ચુઓ = અત્તર. Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરવિજયસૂરિરાસ ૩૦૫ મારડિનો વિહાર વલી જેહ, સોમપ્રત્યે વાર્યો હુતો તેહ; વિદ્યાસાગર મોકલ્યા ધીરે, થૂલિભદ્રનો લોઢો વીર. ૨૬૮૪ છઠ્ઠ પારણે આંબિલ કરે, કઠિન નીવિનો તપ આદરે; મેવાત દેસે અલવર જ્યોહિ, ખડતર પરમુખ વાળ્યા ત્યાંહિ. ૨૬૮૫ જેસલમેર ખડતરને ઘરિ, નવ હડ્યો વહે શુભ પરિ; બાજઠ પૂજા હોય આજ, વિદ્યાસાગરની વાધી લાજ. ૨૬૮૬ તેણિ બાજઠ નવિ બેઠો હીર, વિદ્યાસાગર મોટો ધીર; એહની વાત તુમે નવિ થાય, જિનશાસન જેણિ આપ્યું હોય. ૨૬૮૭ વિદ્યાસાગર મીણકપટનો જાડો કપડા પહેરતા. તે તપ-ક્રિયા કરનારા ને જ્ઞાની હતા. ઘણાં ગામોને એમણે બોધ આપ્યો. ઘણી તરસ હોય તોયે પાણી વિના જ તપ કરતા, જાતે ગોચરી કરતા, પારણામાં રાખવાનું પાણી વાપરતા તથા ઠામ ચોવિહાર કરતા. આણંદવિમલસૂરિના એ શિષ્યમાં ગુરુના ઘણા ગુણો દેખાય છે. એમણે વિરમગામમાં વાદ કરી પાર્થચંદ્રનો નાદ(મદ) ઉતાર્યો. પછી વિહાર કરી માલવદેશમાં ઉજ્જયિની પહોંચ્યા. - ત્યાં એક શ્રાવકને દેવ આવતો હતો. શ્રાવકે એ દેવને પૂછ્યું કે અત્યારે કોણ એવા મોટા સાધુ છે જેની સેવા કરી શકાય ? દેવ કહે કે અમુક દિવસે, અમુક વેળાએ, આવા રૂપવાળા, અને જેમના નાકે મસો અને વાળ હોય તે આવશે. તે સાધુ મહારાજને તું વંદન કરજે, અને તેમનો શ્રાવક થજે. જ્યારે આણંદવિમલસૂરિ ત્યાં આવ્યા ત્યારે એ શ્રાવક વાંદવાને આવ્યો. તે ઊંચોનીચો થઈ જુએ છે પણ નાકે મસો દેખાયો નહીં. એમના શિષ્ય શ્રાવકને પૂછે છે કે તમે આમ શું જોતા હતા ? ત્યારે શ્રાવકે જે વાત હતી તે કહી. પછી શિષ્ય મુહપત્તિ આઘી કરી એટલે મસો દેખાયો અને વાળ પણ ગણ્યા. તે તેમનો સેવક બન્યો. કડવા મતવાળા ઘણા લોકો તપામાં આવીને ભળ્યા. તેઓ આણંદવિમલનાં ચરણોમાં પ્રણામ કરે છે. દિનેદિને તેમની અધિક ઉન્નતિ થઈ. પછી આણંદવિમલસૂરિએ શ્રાવકને પૂછ્યું કે આચાર્યપદ કોને આપીશું ? શ્રાવક કહે “તમારા મનમાં બે જણા છે. એક દાનવિજય અને બીજા સિંહવિમલ. પણ સિંહવિમલનું આયુષ્ય ઓછું છે એટલે દાનવિજયને પદવી આપવી યોગ્ય છે.' તે વચન મનમાં ધરીને તેઓ વિહાર કરી થરાદ આવ્યા. ત્યાં એક શ્રાવક પરીક્ષા કરવા ઉપાશ્રયમાં રહે છે. રાત્રે આણંદવિમલ ઊંઘમાં પડખું ફેરવે છે. ત્યારે પહેલાં ઓઘાથી પૂંજે છે. શરીરે કે કાને ખંજવાળતી વખતે પણ પહેલાં પૂંજે છે. આ પ્રમાણે સકલ જીવને પોતાના સમાન ગણવાની વૃત્તિ તથા પૂજવાની પ્રવૃત્તિ જોઈને તે શ્રાવક તપાગચ્છના રાગી થયા. આણંદવિમલ તપસ્વી પણ હતા. એક વાર એમણે ચઉત્થભત્તથી તથા બીજી વાર છઠથી વિશ સ્થાનકની આરાધના કરી. એટલે ૪૦૦ ચઉત્થભત્ત અને ૪૦૦ છઠ કર્યા. વીસ વિહરમાનના વીસ છઠ કર્યા. શ્રી જિનપ્રતિમાની પા.૨૬૮૪.૧ સોમ પ્રતિ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત આગળ સર્વ પાપ આલોવ્યાં, ૧૮૧ ઉપવાસ કર્યો. વિરપ્રભુએ કર્યા હતા તે મુજબ ૨૨૯ છઠ કર્યા. અઠ્ઠાઈ, મમ્મી ને ચોમાસીના છઠ કર્યા. જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે પાંચ વાર પાંચ ઉપવાસ કર્યા, દર્શનાવરણીય કર્મના ક્ષય માટે નવ વાર ચાર ઉપવાસ કર્યો. અંતરાય કર્મના ક્ષય માટે પાંચ વાર પાંચ ઉપવાસ કર્યા, મોહનીયકર્મના ક્ષય માટે ૨૮ અઠ્ઠમ કર્યા. વેદનીય કર્મની બે પ્રકૃતિના ક્ષય માટે ૩૦ અઠ્ઠમ કર્યા. ગોત્રકર્મના ક્ષય માટે ૨ અઠ્ઠમ તથા આયુષ્ય કર્મના ક્ષય માટે ચાર વાર ચાર ઉપવાસ કર્યા. નામકર્મની ૧૦૩ પ્રકૃતિ છે. તેના ક્ષય માટેનું તપ ન થયું. એ મનોરથ મનમાં ને મનમાં રહી ગયો. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની સ્થિતિ આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય કર્મની ૩૦ કોડાકોડિ સાગરોપમ, (૨) દર્શનાવરણીય કર્મની ૨૦ કોડાકોડિ સાગરોપમ, (૩) વેદનીય કર્મની ૩૦ કડાકોડિ સાગરોપમ, (૪) મોહનીય કર્મની ૭૦ કોડાકોડ સાગરોપમ, (૫) આયુષ્ય કર્મની ૩૩ સાગરોપમ, (૬) નામ કર્મની ૨૦ કોડાકોડ સાગરોપમ, (૭) ગોત્ર કર્મની ૨૦ કોડાકોડ સાગરોપમ (૮) અન્તરાય કર્મની ૨૦ કોડાકોડિ સાગરોપમ. આવાં જે આઠ કર્મો આત્માને વળગેલાં છે તેનો નાશ કરવા ગુરુમહારાજ તપ કરતા હતા. બાવીસ પરીષહોને પ્રેમથી સહન કરતા હતા, તથા રાતદિવસ જિનવચનમાં રમણ કરતા. પાંચ વિગયનો ત્યાગ તથા એક ઘી વિગયની છૂટ પણ તે ક્વચિત વાપરતા. લીલોતરી અને મીઠાઈનો એમણે ત્યાગ કર્યો હતો. વૈયાવચ્ચ કરાવે નહીં, વાજિંત્ર વગડાવે નહીં નારીસંગ લગાર પણ નહીં. ખારું, મીઠું કે ઊનું જેવું હોય તેવું પાણી વાપરતા. પાત્રમાં પાણી ઠારતા નહીં. આહારશુદ્ધિ ઘણી રાખતા. મોટાનાં ઘેર ગોચરી જતા નહીં. જ્યાં પણ સૂઝતું મળે ત્યાંથી તુચ્છ ધાન પણ ગ્રહણ કરતા. પોતાનાં બળ, પરાક્રમ, આહાર જોઈ, સ્વપ્નના સંકેતથી વિચાર કરી આરાધના કરતા તેમણે પોતાના અતિચાર આલોવ્યાં. ચાર શરણાં સ્વીકાર્યો. પાપકર્મની નિંદા કરીને પુણ્યકર્મની અનુમોદના કરી. ભાવના, અનશન, નવકારમંત્ર તથા દશ પ્રકારની આરાધના કરે છે. ઉપધિ, આહાર અને શરીર – આ બધાનો ત્યાગ કરી આણંદવિમલસૂરિ અણસણ કરે છે. નવદિવસનું અણસણ કરીને સં. ૧૫૯૬ના ચૈત્ર સુદ ૭ને દિને અમદાવાદમાં તેઓ સ્વર્ગે ગયા. તે પછી સત્તાવનમી માટે વિજયદાનસૂરિ (૫૭) આવ્યા, જેમના ગુણોનો પાર પામી શકાય એમ નથી. શાહ ભાવ એમના પિતા અને ભરમાદે માતા. ઓસવંશમાં જામલા નગરમાં સં. ૧૫૫૩માં એમનો જન્મ થયો. સં. ૧૫૬૨માં દીક્ષા લીધી. દાનહર્ષના તેઓ શિષ્ય થયા. એમને ભાગ્યશાળી જાણી આણંદવિમલસૂરિએ એમની માગણી કરી. તેથી દાનહર્ષગણિએ તેમને આપ્યા. સાથે કહ્યું કે મારું કાંઈક નામ રાખજો.” ત્યારે પાછળથી Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૦૭ એમનું ‘વિજયદાન' એવું નામ પાડવામાં આવ્યું. તેથી દાનહર્ષગણિ ઘણા ખુશ થયા. મારો શિષ્ય ગચ્છપતિ થાય એમાં મારી ઘણી શોભા છે. દિવસેદિવસે દાનહર્ષ દીપવા લાગ્યા. એમણે કાજીના દાંત પાડ્યા. વાત એમ બની કે દાનહર્ષગણિના દાંતમાં સોનાની રેખ હતી. તે જોઈ દુર્મતિ કાજી ખિજાયો. કહે કે “તમે તો સેવડા - સાધુ છો તો તમારે વળી આવી રેખ શી ? આવો આડંબર શો ?' એમ કહી લોઢી માગી દાંત પાડી નાખ્યા. તે વખતે દાનહર્ષગણિએ થપ્પડ મારીને કાજીના બધા દાંત પાડી નાખ્યા. કાજી ઘણું ફજેત થયો. દાનહર્ષગણિ ત્યાંથી જતા રહ્યા. દાનહર્ષના શિષ્ય વિજયદાનસૂરિ પછીથી ગચ્છપતિ થયા જેઓ વાદીઓના મુખનું ભંજન કરે છે, તથા ગુરુના બોલને મસ્તક ઉપર ધારણ કરે છે. એક વાર ગુર આણંદવિમલસૂરિ માંડલીમાં બેઠા હતા. ગોચરીમાં અન્ન, પાણી, ઘી વગેરે ઘણું લાવ્યા. બધા સાધુઓને આપી ગચ્છપતિ આહાર કરે છે. બધા સાધુ આહાર કરી ઊભા થયા. પછી એક બાજોઠ ઊંચો કર્યો તો તેની નીચે પાંચ શેરનો એક મોટો લાડવો નીકળ્યો. ત્યારે આણંદવિમલસૂરિએ કહ્યું કે “જે કોઈ આ લાડુ વાપરી જાય તેને હું કાંબળી, કપડા અને ચોળપટ્ટો આપું.” કોઈ આ માટે તૈયાર થતું નથી ત્યારે દાનહર્ષગણિ આગળ આવ્યા. કહે, “ગુરુનું વચન હેઠું કેમ પડે ? – ફોગટ કેમ જાય ? હું એ લાડુ વાપરી જઈશ.” એમ કહી લાડુ ભાંગી એનો ચૂરો કર્યો ને જેમ પૂરમાં વસ્તુ તણાતી જાય તેમ લાડુ મોઢામાં ઊતરવા લાગ્યો. જ્યારે પાંચ શેરના લાડુમાંથી એક રતિભાર પણ ન રહ્યો ત્યારે આણંદવિમલસૂરિ ઘણા ખુશ થયા. પછી એમને કપડો, કાંબલી, ચોલપટ્ટો આપે છે અને કહે છે કે તને આ શોભતાં નથી, પણ વચન ખાતર આપ્યાં છે. પછી દાનહર્ષગણિ ચોત્રીસભર – ૧૬ ઉપવાસનાં પચ્ચન્માણ કરે છે. દાનહર્ષગણિ આવા બળવાન હતા. વિજયદાનસૂરિ ઉપર આણંદવિમલસૂરિ ભાર મૂકે છે અને તપાગચ્છમાં જયજયકાર થાય છે. સં. ૧૫૮૭માં તેમની પદવી થઈ. શ્રાવક ગલ્લાએ છ મહિના શત્રુંજયને મુક્ત કરાવ્યો ને મહમ્મદ પાસે તેનાં ફરમાન કરાવ્યાં. રામજી ગંધારીએ શત્રુંજય ઉપર ચોમુખજી પધરાવ્યા. સંઘવી કુંવરજીએ પણ શત્રુંજય ઉપર પ્રાસાદ કરાવ્યો. અને તેનો જસવાદ થયો. ડાબી બાજુથી પેસતાં જે પહેલું દહેરું આવે છે તે વિજયદાનસૂરિના શ્રાવક એવા આ કુંવરજીએ કરાવ્યું છે. વિજયદાનસૂરિએ માળવા અને કોંકણમાં વિહાર કર્યો. અને દમણ, ગુર્જર અને સોરઠ દેશમાં પણ ઉપદેશ આપ્યો. નવાનગરના પાસેના ગામમાં લોંકામતના ઘણા રહેતા હતા. જ્યારે વિજયદાનસૂરિ ત્યાં આવ્યા ત્યારે તેમને તે લોકોએ વ્યંતરના વાસવાળા મકાનમાં ઉતારો આપ્યો. રાત પડી એટલે દેવ પ્રગટ થયો અને અટ્ટહાસ્ય કરવા લાગ્યો. તે કાળું-કાબરચીતરું રૂપ કરે ને ઘડીમાં અદશ્ય થઈ જાય. ત્યારે ધૈર્યવંત વિજયદાન લગીરે ડર્યા વિના નવકારમંત્ર ગણવા લાગ્યા. પછી મધુર વચને તેને બોલાવીને બેસવા કહ્યું. સત્ય-શીલ આદિ ગુણ દેખી તે દેવ તેમને પગે પડ્યો ને કહેવા લાગ્યો કે તમારો ગચ્છ ઋષભદેવના વંશની જેમ વૃદ્ધિ પામશે. આમ કહી દેવ પાછો ફરી ગયો. વિજયદાનસૂરિનો મહિમા ગવાયો. પાંચ વિષયનો ત્યાગ, છઠ-અઠ્ઠમના તપ તેઓ કરે છે. દેવકાપાટણની અમથી નામે શ્રાવિકા ત્યાં આવી હશે તેને મુહપત્તિી આપીને દરિયામાં ડૂબતી બચાવી. પાટણમાં ગુરુ હતા ત્યારે રસ્તા ઉપર માનું પરઠવવાની ના કહી હતી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શ્રાવક કવિ ઋષભદાસત પણ શાહ શવાએ માગું પરઠવ્યું ને તેના પગે સાપ હસ્યો. ધૂણતો ધૂણતો તે બોલ્યો કે “ગુરુ-આજ્ઞા લોપીને માગું પરઠવ્યું તેથી દેવ નાગ થઈને ડસ્યા. ગુરુમહિમાને કારણે તેણે આમ કર્યું.' પાટણ પાસેના કોઈ ગામમાં વિજયદાનસૂરિ રહ્યા હતા. દેવના વચનથી ગુરુ બીજે વિહાર કરીને ગયા ને ગામ લૂંટાયું. પૃથ્વી પર વિચરતાં એમણે ઘણી પ્રતિષ્ઠાઓ કરી. છેલ્લે તેઓ વડાવલીમાં આવ્યા. ત્યાં એમણે અનશન આદર્યું. સં. ૧૬૨૨માં વિજયદાનસૂરિ સ્વર્ગે ગયા. તેમની પાટે હીરવિજયસૂરિ (૫૮) થયા. જેણે અકબરને બોધ પમાડ્યો. તેઓ યુગપ્રધાન સમા હતા. તેમની મતિ નિર્મળ હતી. સત્ય, શીલ, ગાંભીર્ય આદિ અનેક ગુણો તેમનામાં હોઈ તેમને તીર્થંકર તુલ્ય તિથર સમો સૂરિ ગણવામાં આવ્યા છે. દુહા) મીણકપટનો કલપડો, વિદ્યાસાગર નામ; તપ કરિઆ જ્ઞાની મુનિ, પ્રતિબોધ્યાં બહુ ગામ. ૨૬૮૮ ત્રીખા ઘણી તપ નીર વિણિ, કરિ ગોચરી આપ; રક્ષા-પાણી પારણું, ન કરે ફરી જબાપ. ૨૬૮૯ (ચોપાઈ) આણંદવિમલસૂરિ એ શિષ્ય, ગુરના ગુણ દીસે કઈ લખ્ય; વિરમગામેં જેણે કીધો વાદ, પાસચંદનો ઉતાર્યો નાદ. ૨૬૯૧ માલવસ ઉજેણી જ્યાંહિ, આણંદવિમલસૂરિ પુહુતા ત્યાંહિ; એક શ્રાવકને આવે દેવ, તેણે પૂછ્યું તેહને તતખેવ. ૨૬૯૨ કોણ સાધ હવડાં છે દેવ ? તેહની શ્રાવક સારે સેવ; દેવ કહે દિન અમુકો જસિં, અમુકી વેળા આવું તસિ. ૨૬૯૩ આહાવું રૂપ નાકે મસ હોય, તિહાં મુઆલ ગણી તું જોય; સોય સાધને તું વંદજે, તું શ્રાવક સહી તેહનો થજે. ૨૬૯૪ આણંદવિમલસૂરિ આવ્યા જામ, શ્રાવક વાંદવા આવ્યો તામ; ઊંચો નીચો થાયે બહુ, મસ નાકે નવિ દેખે કહું ૨૬૯૫ શિષ્ય પૂછે શ્રાવક સું જોય ? તેણે ભાવ કહ્યો તિહાં સોય; તાણી મુહપત્તિ મસ તિહાં જોય, ગણી મુઆલને સેવક હોય. ૨૬૯૬ કહુઆ લોક બહુ તિહાં વળે, તપા માંહે તે આવી ભળે; પ્રણમે આણંદવિમલના પાય, દિનદિન ઉન્નતિ અધિકી થાય. ર૬૯૭ ટિ. ૨૬૮૯.૧ ત્રીખા = તૃષા, તરસ ૨૬૮૯૨ રક્ષાપાણી = રાખવાળું પાણી ર૬૯૪.૧ મુઆલ = વાળ ૨૬૫.૨ કહું = ક્યાંય, કહીં ૨૬૯૭.૧ કડુઆ = કડવામતવાળા Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ આણંદવિમલસૂરિ પૂછે અરૂં, શ્રાવક ! પદ કોહનિ દેઅમ્યું ? શ્રાવક કહે તુહ્મ મનમાંહિ દોય, વિજયદાન સિંહવિમલ જ હોય. ૨૬૯૮ સિંહવિમલનું થોડું આય, થાપ્યા વિજયદાનસૂરિરાય; સુણી વચન મનમાંહિ ધરે, થરાદમ્યાં આવી ઉતરે. ૨૬૯૯ શ્રાવક રહે પરિખ્યા કાજ, જોઈએ જીવની કેહવી દાઝ; રાતિ પાસું પાલર્ટ જમૈં, પહિલું ઓથે પુંજે તમેં. ૨૭૦૦ કાયા કાન પુંજીને ખણે, સકલ જીવ આતમસમ ગણે; સમતા કિરીઆ દેખી કરી, શ્રાવક તપા હુઆ તે ફરી. ૨૭૦૧ એહવો આણંદવિમલસૂરિ જેહ, જયમણ છઠ્ઠ તપ કરતો તેહ; ચોથ છઠ્ઠ તપે ગહિગહી, વીસથાનક આરાધે સહી. ૨૭૦૨ ચોથ આરસેં છઠ સેંચ્યાર, વીસથાનક સેવ્યાં બે વાર; વિહરમાન ધાર્યા જગીસ, તેહના છઠ ર્યા ગુરુ વીસ. ૨૭૦૩ શ્રીજિનપ્રતિમા આગલ રહી, પાપ સકલ આલોયાં સહી; એકસો એકાસી ઉપવાસ, કરતાં સંયમ હોય ખાસ. ૨૭૦૪ છઠ બે સહિ ને ઓગણત્રીસ, વીર તણા કરે મુનિવર ઈસ; અઠાઈ પાખી ને ચોમાસ, ક્ય છઠ ઘણા વળી તાસ. ૨૭૦૫ જ્ઞાનાવરણી (૧) કર્મના જોય, દુવાલસ પંચ કર્યા તુલ્બ સોય; દર્શનાવરણી (૨) કરમના કહું, દસમ તુમે નવ કીધા લહું ૨૭૦૬ કઠણ કર્મ કહું અંતરાય, (૩) દુવાલસ પંચ કરિ રૂષિરાય; મોહનીકર્મની (૪) સબલ જગીસ, અઠમ કર્યા તુમ અઠાવીસ. ૨૭૦૭ વેદનકર્મની (૫) પ્રકૃતિ દોય, અઠમ તીસ કર્યા બે જોય; ગોત્રકર્મના (૬) દોય અઠમ, આઉખાના (૭) આાર દસમ. ૨૭૦૮ નામકર્મ દીસે બહુ વરણ, પ્રકૃતિ જેહની એકસો ત્રિય; નામકર્મનો (૮) તપ નવિ થયો, એહ મનોરથ મન માહિ રહ્યો. ૨૦૦૯ જ્ઞાનાવરણી કર્મ થિતિ કહું, સાગર ત્રીસ કોડા કોડિ લહું; | દર્શનાવરણી કર્મ થિતિ જગે, ત્રીસ કોડા કોડિ સાગર લગે. ૨૦૧૦ વેદનકર્મની એહ જગીસ, થઈ કોડા કોડિ સાગર ત્રીસ; મોહિનીકર્મની સ્થિતિ તું જોય, સીત્તરિ કોડા કોડિ સાગર સોય. ૨૭૧૧ આઉકર્મની જુઓ જગીસ, થિતિ તેહની સાગર તેત્રીસ; સર્વ કોડિનો ત્રીજો ભાગ, ઉપર અધિક કર્યાનો લાગ. ૨૦૧૨ પા. ૨૬૯૮.૨ હોય (દોને સ્થાને) ટિ. ૨૭૦૨.૧ જયમણ = ભોજનમાં ૨૭૦૬.૧ દુવાલસ = પાંચ ઉપવાસ ૨૭૦૬.૨ દસમ = ચાર ઉપવાસ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ - શ્રાવક કવિ ઋષભદાસકૃત નામકર્મની સ્થિતિ કહે ઇસ, સાગરોપમ કોડા કોડિ વિસ; વિસ કોડા કોડિ સાગર કહું, ગોત્રકર્મ તણી થિતિ લહું. ૨૦૧૩ વિસ કોડા કોડિ સાગર જોય, અંતરાયકર્મની સ્થિતિ હોય; પછિ અંતરાય ક્ષય પણ થાય, કદાચ વળી નવાં બંધાય. ૨૭૧૪ એહવાં આઠ કર્મ જે શિરે, ટાલેવા તપ શ્રીગુરુ કરે; પરિસહ બાવીસ પ્રેમેં ખમે, રાત દિવસ જિનવચને રમે. ' ૨૭૧૫ વિગય પાંચનો કરે પરિહાર, વિગય એક વૃત કદિ આહાર; નીલોતરી મિઠાઈ જેહ, ગુરુ વઈરાગી ત્યાગ કરેહ. ૨૭૧૬ વેયાવચ વાજીત્ર ધોંકાર, નારી સંગ તસ નહિ લગાર; ખારું મીઠું ઉહનાં જળ પીયે, પાણી પાત્ર તે નવિ નાથીયે. ૨૦૧૭ આહારશુદ્ધિ માંડી અતિ ઘણી, નવિ જાયે મોટાં ઘર ભણી; નામેં સુઝતું જાણે જેહ, સખરું તુચ્છ ધાન લીયે તેહ. ૨૭૧૮ બલ પ્રાક્રમ જોઈ નિજ આહાર, સુપન શગતિ કર્યો વિચાર; આરાધના કરતો શુભ પરિ, અતિચાર આલોયે ધરિ. ૨૭૧૯ નિરમલ વ્રત કરિ ખામણાં, પાપ આલોયે સહી આપણાં; સરણ આાર દુષ્કત નિદેહ, કર્યું પુણ્ય અનુમોદ તેહ. ૨૭૨૦ ભાવના અણસણ ને નવકાર, આરાધે ગુરુ દશે પ્રકાર; ઉપધિ આહાર શરીર પરિહરે, આણંદવિમલ તે અણસણ કરે. ૨૭૨૧ સંવત પર છન્નુઓ જસિ, ચૈત્રી સુદિ દિન સાતમેં તસિં; નવ દિહાડાનું અણસણ કરે, અમદાવાદમાં સરર્ગે સંચરે. ૨૭૨૨ વિજયદાનસૂરિ(૫૭) તેહને પાટે, મુગતિ તણી દેખાડે વાટ; સત્તાવનમેં પાર્ટી જોય, જસ ગુણ પાર ન પામે કોય. ૨૭૨૩ સાહ ભાવ જગે છે જેહનો તાત, શીલવતી ભસ્માદે માત; ઓસ વંસ દીપક દિનપતિ, નાનપણે નર હુઓ પતિ. ૨૭૨૪ વિજયદાનસૂરિ વિખ્યાત, સંવત પન્નર ત્રિહિપ જાત; જામલાનગરહાં રહેતાય, પન્નર બાસઠિ લીયે દીખાય. ૨૭૨૫ દાનહરખનો ચેલો એહ, ભાગ્યદાર જાણી માગે; દાનહર્ષગણિ આપે તામ, કાંઈક રાખજો મારું નામ. ૨૭૨૬ વિજયદાન પછે પાડીયું નામ, દાનહર્ષ ગણિ હરખ્યો તામ; માહરો ચેલો ગછપતિ થાય, તેણે કારણે મુજ બહુ શોભાય. ૨૭૨૭ પા. ૨૭૧૪.૧ ત્રીસ. ર૭૧૬.૧ કબી એક ટિ. ર૭૧૫.૨ પરિસહ = સહન કરવું, વેઠી લેવું. જૈન ધર્મમાં કુલ ૨૨ પરીષહો કહ્યા છે. ૨૭૧૭.૨ નાથીયે = ઠારે ૨૭૧૯.૧ સુપનશગતિ = સ્વપ્નના સંકેતથી. Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૧૧ દાનહર્ષ દિનદિન દીપંત, જેણે કાજીના પાડ્યા દંત; દાંતે રેખ સોનાની હતી ખીજ્યો કાજી દેખી દુરમતી. ૨૭૨૮ તું સેવડો કસી તુજ રેખ? કયું કીના આડંબર ભેખ; માંગી લોઢી પાડવા દાંત, સાતમા પાડ્યા કાજીના દાંત. ૨૭૨૯ માર્યો ચપેટો મુંઢામાંહિ, પાડ્યા દાંત કાજીના ત્યાંહિ; કાજી ફજેત ઘણું તિહાં થાય, દાનહરખગણિ નાહાસી જાય. ૨૭૩૦ દાનહરખના ચેલા વતી, વિજયદાનસૂરિ ગછપતિ; વાદીનાં મુખ ભંજન કરે, ગુરુનો બોલ શિર ઉપર ધરે. ૨૭૩૧ ગુરુ શ્રી આણંદવિમલસૂરિ જેહ, બેઠા માંડલે મુનિવર તેહ; અન્નપાન આપ્યું ધૃત અતિ, આપી આહાર કરે ગછપતિ. ૨૭૩૨ સકલ સાધ કરી ઊઠ્યા આહાર, બાજઠ લીધો જેણી વાર; પાંચ સેર તણો લાડુઓ, નિકલ્યો તામ જસો ગાડુઓ. ૨૭૩૩ આણંદવિમલ બોલ્યા તેણીવાર, કરે કોઈ એ લાડ આહાર; કાંબળો લપડો ચલોટો સાર, તેહને આપું સહી નિરધાર. ૨૭૩૪ ન લીયે નર સહુ પાછા વળે, દાનહરખ તવ આગળ વળે; ગુરુનું વચન પડે કિમ ધરણિ, કરું લાડુઓ આતમ સરણિ. ૨૭૩પ ભાંજી સોય કર્યો ચક્યૂર, મૂક્યો મુખે જિમ વહેતે પૂર; પાંચ સેરમાં ન રહ્યો રતિ, હરખ્યો આણંદવિમલસૂરિ અતિ. ૨૭૩૬ આપે પલ પડાદિક કાંબલી, કહે નહિ તુહ્મ શોભે વળી; વચન કાજે આપે ગુરુ સહી, ચોત્રીસ ભલું કરે ગહિગહી. ૨૭૩૭ એવો દાનહર્ષ બલવંત, વિજયદાન પ્રતાપ અત્યંત; * આણંદવિમલસૂરિ આલે ભાર, તપાગછ હુઓ જયજયકાર. ૨૭૩૮ પન્નર સત્યાસીયે પદવી થાય, શ્રાવક ગલ્લો જેહનો કહેવાય; મુગતો શેત્રુંજો છમ્માસ, કુરમાન મહેમુદ હૂઆ તાસ. ૨૭૩૯ સમજી ગંધારી હૂઓ જેહ, શેત્રુંજે ચોમુખ કરતો તેહ; સંઘવી કંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ. ૨૭૪૦ ડાભી ગમા ત્રિહિ બારો જેહ, પ્રથમ પેસતાં દેરું તે; | વિજયદાનનો શ્રાવક શિરે, તે દેહરું કુંઅરજી કરે. ૨૭૪૧ વિજયદાન એહવો ગણધાર, માલવ કુંકણે કર્યો વિહાર; દમણ ગુજ્જર સોરઠ દેસ, શ્રીપૂજ્ય દીધા ઉપદેસ. ૨૭૪૨ પા. ૨૭૩૬.૧ જિમ વહઈ નઈ. ટિ. ૨૭૩૦.૧ ચપેટો = તમાચો, થપ્પડ. ૨૭૩૭.૨. ચોત્રીસભd = ૧૬ ઉપવાસ ર૭૪૧.૧ ડાભી ગમા = ડાબી બાજુએ. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત નવાનગરને પાસે ગામ, તિહાં કણિ બહુ લંકાનો ઠામ; | વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ, ઉતાર્યા વ્યંતર ઘરમાંહિ. ૨૭૪૩ રાત પડ્યે પરગટ સુર થયો, અટ્ટ હાસ્ય કરે તે રહ્યો; રૂપ કરે કાળુંકાબડું, વળી વિસરાલ તૂઈ તે પરું. ૨૭૪૪ વિજયદાન ગણે નવકાર, ધીર્યવંત નવિ બીહે લગાર; મધુર વચને બોલ્યા સ્વામિ, આવો સુર બેસો આણે ઠામિ. ૨૭૪૫ સત્ય શીલગુણ દેખી કરી, સુરવર પાય નમ્યો મન ધરી; તાહરો ગચ્છ સબલો વાધસ્ય, ઋષભવંશ તણી પરિ હસ્ય. ૨૭૪૬ અસ્ય કહી સુર ત્યાંથી વસંત, વિજયદાન મોટો પુણ્યવંત; પંચ વિગે તે નિત્ય પરિહરે, છઠ અઠમ તપ સબલો કરે. ર૭૪૭ - દેવકાપાટણની શ્રાવિકા, આવી અમથી ગુરુ ભાવિકા; સાયરેં બૂડતી કાઢી તેહ, દેવ મુહપતિ મંદિર જેહ. ૨૭૪૮ પાટણમાંહિ રહ્યા ગુરુ જસે, વાર્યું માતરૂ વાટે તમેં; સાહા શવો પરઠવતો આપ, તેહને પાએ ડસીઓ સાપ. ૨૭૪૯ ધણીતુ બોલ્યો મુખે ખરું, ગુરુ લોપી રે પરઠવ્યું માત; તેણે સુર નાગ થઈને ડયો, ગુરુ મહિમાયેં કીધો તસ્યો. ૨૭૫૦ પાટણ પાસે છે એક ગામ, વિજયદાનસૂરિ રહ્યા તામ; સુરવચને ગુરુ ચાલ્યા વહી, તેહ ગામ તો લુંટાણું સહી. ર૭૫૧ ઘણી પ્રતિષ્ઠા તે પણ કરે, મહીમંડળે વિચરતા ફરે; અંતે આવ્યા વડલીમાંહિ, અણસણ આદરતો ઋષિ ત્યાંહિ. ર૭પર સંવત સોલ બાવીસો જસેં, વિજયદાન ગયા તમેં તસ પાર્ટી હુઓ ગુરુ હર (૫૮), જેણે બૂજવ્યો કબિલી મીર.૨૭૫૩ યુગપ્રધાન સરીખો હુઓ વળી, હિર તણી તે મતિ નિર્મળી; સત્યશીલ મોટો ગંભીર, તીર્થકર સમ ભાખ્યો હીર. ૨૭૫૪ હીરવિજયસૂરિના ગુણનો પાર નથી. અઢી હજાર સાધુસાધ્વી એમની આજ્ઞામાં હતાં. વિમલહર્ષ ઉપાધ્યાય, સોમવિજયજી ઉપાધ્યાય, શાંતિચંદ્ર ઉપાધ્યાય ઘણા જાણીતા હતા. તથા સિંહવિમલ પંન્યાસ, દેવવિમલ પંન્યાસ, ધર્મશી ઋષિ, કવિરાજ હેમવિજય તથા જસસાગર વગેરે ૧૬૦ પંન્યાસ હતા. કુબેર સમા ધનાઢય અહુજી છિદ્રજી સંઘવી શ્રાવક હતા. તેઓ ગંધારના વતની અને પોરવાડ વંશના હતા. બાલ્યવયમાં જ સારા અભ્યાસી હતા. જ્યારે તેઓ અગિયાર વર્ષના થયા ત્યારે તેમણે મોટાભાઈ પાસે સંયમ લેવાની ઈચ્છા પ્રગટ કરી. જેમ બલભદ્ર અને કૃષ્ણ, હલ્લ અને વિહલ, શાંબ અને પ્રદ્યુમ્ન, રામ અને લક્ષ્મણ, ભીમ અને અર્જુન, નમિ અને વિનમિ વચ્ચે ઘણો સ્નેહ ટિ. ૨૭૪૯.૧ માતરૂ = પેશાબ (લઘુનીતિ) ૨૭૫૦.૧ ધણીતુઉ = ધૂણતો ૨૭૫૩.૨ કબિલી મીર = અકબર મીર. Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૧૩ હતો એવો જ આ બે ભાઈઓમાં હતો. મોટાભાઈ દીક્ષાની ના પાડે છે. કહે કે “તને કન્યા પરણાવીશ.” ત્યારે અહુજી કહે, “મારા ઉપર તમને અપાર મોહ છે જે દિક્ષામાં અંતરાય રૂપ છે, અને તેથી તમે ના પાડો છો. પણ મારો નિશ્ચય છે કે હું પરણીશ નહીં, પણ બાર વ્રત આરાધીશ.” આમ ભાઈની આજ્ઞા મેળવી, શિયળવ્રત ધારણ કરીને તે પંડિતોમાં અને ધનવંતમાં મુખ્ય અને અગ્રેસર બન્યો. વળી તે દાની અને ગંભીર હતો. એણે ૩૬ પ્રતિષ્ઠા કરાવી, શત્રુંજયની યાત્રા કરાવી, તેમજ શત્રુંજય ઉપર દહેરું બનાવ્યું. સંઘવી ઉદયકરણ હીરગુરુનાં ચરણ સેવતો હતો. પારેખ રાજિયા અને વજિયાની જોડી થઈ જેણે [શુભ કાર્યોમાં] કોટિ દ્રવ્ય ખ. સોની તેજપાળ મહાદતા અને બુદ્ધિશાળી હતો. શ્રાવક રાજા શ્રીમલે સારા કર્મો કર્યા. ઠક્કર જયરાજ જશવીર થયો જેણે ગુપ્તદાન કર્યું. ઠક્કર કીકા અને વાઘા એમની પુણ્ય કરણીથી પ્રશંસા પામ્યા. તે ઉપરાંત ઠકર લાઈ કુંવરજી, શાહ ધર્મશી, શાહ લો, દોશી હીરો, શ્રીમદ્ધ સોમચંદ, ગાંધી કુંવરજી બાડુઆય વગેરે શ્રી હીરના શ્રાવકો થયા. રાજનગરમાં વછરાજ વિવિધ પ્રકારે શુભકાર્યો કરતા. મહાદાતા કુંવરજી ઝવેરી તથા શાહ મૂલાની ઘણી પ્રતિષ્ઠા હતી. તેમજ હીર, સૂર, પૂંજો બંગાણી, દોશી પનાજી ગુણસંપન્ન શ્રાવકો થયા. પાટણમાં દોશી અબજી, સોની તેજપાલ ટોકર અને શાહ કકૂ ગોના હીરના શ્રાવકો થયા. વીસ(લ)નગરના શ્રાવકોમાં શાહ વાઘો અત્યંત ઉદાર હતો. ઉપરાંત દોશી ગલા મેઘા, વીરપાલ, વીજા, જિનદાસ વગેરે થયા. શિરોહીના શ્રાવકોમાં ઉદાર એવો આસપાલ સચવીર, બુદ્ધિવાન તેજા હરખા, પુંજો મહેતો ને તેજપાલ થયા. આ તેજપાલ આઠમ-પષ્મીનાં પારણાં કરાવતો, રોજ ત્રણ મણ ઘી વહોરાવતો, ઘણાં અનુકંપા દાન કરતો. આમાં અચરજ પામવાનું કાંઈ નથી. વસ્તુપાલના ભાઈ તેિજપાલને જુઓને ! જેણે જગતની આશાઓ પૂરી અને જેના ઘરમાં લક્ષ્મીએ વાસ કર્યો. (ઢાલ ૧૦૨ – ઈસ નગરીકા વણજારા એ દેશી) હીરના ગુણનો નહિ પારો, સાધસાધવી અઢી હજારો; વિમલહર્ષ સરીખા ઉવઝાય, સોમવિજય સરીખા ઋષિરાય. ૨૭૫૫ શાંતિચંદ પરમુખ વળી સાતો, વાચકપદે એહ વિખ્યાતો; સિંહવિમલ સરીખા પંન્યાસો, દેવવિમલ પંડિત તે ખાસો. ૨૭૫૬ ધર્મસીઋષિ સબળી લાજો, હેમવિજય મોટો કવિરાજો; જસસાગર વલી પરમુખ ખાસ, એકસો ને સાઠહ પંન્યાસ. ૨૭૫૭ જેહના શ્રાવક ધનદ સમાન, આહુજી સંઘવી વર સુભવાન્ય; પ્રાગવંસ ગંધારનો વાસી, બાલાપણે પુણ્ય અભ્યાસી. ૨૭૫૮ હુઆ જિહાંરે વરસ ઇગ્યારો, કહે લેસ્સે સંયમભારો; વડબંધવ મોહ અપારો, જિમ બલિભદ્ર-કૃષ્ણકુમારો. ૨૭૫૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ * શ્રાવક કવિ ઋષભદાસકૃત સસનેહી હલ વીહલ, સ્વામ-પ્રદ્યુમ્નની પ્રીતિ ભલ; સનેહે સબલો લખમણ-રામો, જંપે અરજુન-ભીમનો નામો. ર૭૬૦ નમીવિનમી વિદ્યાધર ભાઈ, એક એકહાં બહુ સુખદાઈ; અહજીનિ થાયે ઓ ભ્રાતો, સનેહ સબલો કહ્યો નવિ જાતો. ૨૭૬૧ તે લેવા ન દિયે દીખાય, તુજ પરણાવીસ કન્યાય; અહુજી કહે સાંભલ ભાઈ ! દીખ્યા કાજે હોય અંતરાઈ. ૨૭૬૨ મુજને તુજ મોહ અપારો, તેણે ન લેવો સંયમભારો; પણ પરણું નહિ નિરધારો, મેં આદરવો વ્રત ભારો. ૨૭૬૩ લીધી ભાઈની આજ્ઞા રંગે, શીલવ્રત ધરે મન રંગે; પંડિતમાંહિ નર પહેલો, ધનવંતમાં તેડે વહેલો. ૨૭૬૪ ......... ... .... ....... . .. દાતારો ને અતિગંભીરો, જેહનું વર્ણવ કરતો હીરો. ૨૭૬૫ છત્રીસ પ્રતિષ્ઠા કીધી, શેત્રુંજગિરિ યાત્રા પ્રસિદ્ધિ; સિદ્ધાચલેં દેહશું જોઈ, હીરાના શ્રાવક એ હોઈ. ૨૭૬૬ સંઘવી ધૂઓ ઉદયકરણ, સેવે ગુરુ હરના ચરણ; પારખ રાજી વજીઆ જોડી, જેણે ખરચી ધનની કોડિ. ૨૭૬૭ સોની જુઓ શ્રી તેજપાલ, મહાદાતા ને બુદ્ધિ વિશાલ; શ્રાવક રાજા શ્રીમધ, જેણે કીધી કરણી ભક્ત. ૨૭૬૮ ઠકર જયરાજ જસવીરો, દીયે દાન ગપતિ નર ધીરો; ઠકર કાકા ને વાઘા, પુણ્ય કરણીયે હુઆ આઘા. ૨૭૬૯ ઠકર લાઈ કુંઅરજી કહીયે, ભાઈ સાહ ધર્મસી મુખે લહીએ; સાહ લકો ને દોસી હીરો, શ્રીમદ્ધ સોમચંદ ગંભીરો. ૨૭૭૦ ગાંધી કુંઅરજી બાહુઆય, હિરના શ્રાવક કહેવાય; રાજનગરે હુઓ વછરાજ, નાનાવિધ કરે શુભકાજ. ૨૭૭૧ મહાદાતા કુંઅરજી જવેરી, સાહ મૂલાની કરતિ ઘણેરી; હીર સૂર પુંજો બંગાણી, દોસી પનાજી ગુણખાણિ. ૨૭૭ર દોસી અબજી પાટણમાંહિ, સોની તેજપાલ ટોકર ત્યાંહિ; સાહ કકૂ ગોના જેહ, હીરના શ્રાવક કહું તેહ. ૨૭૭૩ વિસલનગરના શ્રાવક સારો, સાહ વાઘો અત્યંત ઉદારો; દોસી ગલા મેઘા ખાસ, વીરપાલ વીજા જિણદાસ. ૨૭૭૪ સીરોહીના શ્રાવક સારો, આસપાલ સચવીર ઉદારો; તેજા હરખા બુદ્ધિ વિશાલો, મહેતો પંજો ને તેજપાલો. પા. ૨૭૬૫.૧ પંક્તિ નથી. ૨૭૬૮.૧ રાય (“જુઓને બદલે) ટિ. ૨૭૬૦.૧ સ્વામ-પ્રદ્યુમ્ન = શાંબ-પ્રદ્યુમ્ન. ૨૭૭૫ Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૧૫ આઠિમ પાખીનાં પારણાં કરાવે, ત્રિશ્ય મણ ઘી નિત્યે વહેવરાવે; અનુકંપાદાન અનેક, તેજપાલમાં ઘણો જ વિવેક. ૨૭૭૬ ઈમાં અચિરત કાંઈ નવિ થાઈ, જોઓ વસ્તુપાલનો ભાઈ; જેણે જગતની પૂરી આસો, ઘરિ કમલાઈ કીધો વાસો. '૨૭૭૭ જ્યાં વસ્તુપાલ પગ મૂકે ત્યાં સોનાના ચરુ નીકળતા. રાજા વિસલદેના દેખતાં જ રત્નની શિલા પ્રગટ થઈ. વસ્તુપાલે પૃથ્વીને જિનમંદિરોથી ભૂષિત કરી અઢળક પુણ્ય કમાયા. એમના જ ભાઈ તેજપાલ પણ શું દાન ન આપે ? વસ્તુપાલ સ્વર્ગે જતાં અહીં તેજપાલ રહ્યા. એ કલ્પદ્રુમ સમા અવતર્યા છે તો કલિકાલ શું કરવાનો હતો ? આ કલિકાલમાં પણ હીરના શ્રાવકો જેવા સારા નર હોય છે. વિરાટનગરમાં સંઘવી ભારમલ અને ઈદ્રરાજ હતા. પીપાડનગરમાં હેમરાજ, તાલો પુષ્કરણો હતા. ભૈરવ શાહ શ્રાવક અલવરમાં શાહ ભૈરવ હતો. તેણે નવ લાખ બંદીઓને છોડાવ્યા હતા. જ્યારે હુમાયુ બાદશાહે સોરઠ ઉપર ચડાઈ કરી ત્યારે તેણે નવ લાખ માણસોને બંદીવાન કરી ખોજ મકમને સુપ્રત કર્યા ને ખુરાસાન દેશમાં વેચવા આજ્ઞા કરી, તે બંદીઓને લઈ અલવર આવ્યો. સઘળું મહાજન છોડાવવા ગયું. તેણે છોડ્યા નહીં ને ઉપરથી રીસે ભરાયો. એ બંદીઓમાંથી રોજ દસ-વીસ જણા તો મરવા લાગ્યા. ભૈરવ હુમાયુનો માનીતો પ્રધાન હતો ને બાદશાહ તેને ઘણું માન આપતો. એક વાર સવારમાં બાદશાહ દાતણ કરતો હતો ત્યારે ભૈરવ ત્યાં પહોંચી ગયો. બાદશાહે પોતાની વીંટી તેને આપી. ભૈરવે એક કોરા કાગળમાં તેની છાપ પાડી દીધી. પછી ધ્રુજતા હાથે ફરમાન લખ્યું. આ ફરમાન લઈ, રથમાં બેસી તે મકીમની પાસે આવ્યા. તે ફરમાનને જોતાં જ મટીમ મસ્તકે હાથ મૂકી, ઊભો થઈ પ્રણામ કરે છે. પછી જેમાં હુમાયુનું નામ લખેલું હતું તે ફરમાન વાંચે છે, “મકીમ, તું મારું કહ્યું કરજે. નવ લાખ બંદીઓ ભૈરવને આપજે. એમાં વિલંબ કરીશ નહીં ઉપર એણે બાદશાહની મહોર જોઈ. ભૈરવને બહુમાનપૂર્વક બોલાવી ‘સુલતાને તમને બંદીવાનો આપ્યા છે' કહી બંદીઓ ભૈરવને સોંપ્યા. આ વણિક ભૈરવ એમને લઈ ચાલ્યો અને રાતોરાત જ એમને મુક્ત કર્યો ને કહ્યું કે કોઈ માર્ગમાં રોકાતા નહીં. ઘરેથી આણેલા પાંચસો ઘોડા તેમને આપ્યા. સ્ત્રીઓને પણ મુક્ત કરી અને સૌને વસ્ત્રના છેડે એકેક સોનામહોર બાંધી આપી. (દુહા). કનક કઢા તિહાં પરગટે, વસ્તુપાલ ઘે પાય; વીસલદે નૃપ દેખતાં, પ્રગટિ રત્ન સિલાય. ૨૭૭૮ જિનમંડિત પૃથ્વી કરી, પુણ્ય તણું નહિ માન; તેજપાલ બંધવ તિસે, કાંઈ ! ન દીયે દાન ? ૨૭૭૯ ટિ. ૨૭૭૭.૧ અચિરત = અચરજ ૨૭૭૭.૨ કમલાઈ = લક્ષ્મીએ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ " શ્રાવક કવિ ઋષભદાસકૃત વસ્તુપાલ વૈકંઠે ગયો, ઈહાં રહ્યો તેજપાલ; એ કલ્પદ્રુમ અવતર્યો, કિસ્ કરિ કલિકાલ ! ૨૭૮૦ (ઢાલ ૧૦૩ - હું એકેલી નિંદ ન આવે રે – એ દેશી.) કલિકાલે નર તો પણિ જોય રે, હીરના શ્રાવક સરીખા હોય રે; સંઘવી ભારમલ મેં ઈદ્રરાજો રે, વિરાટનગરમાં સબલી લાજો રે. ૨૭૮૧ પીપાડનગર માંહિ છે હેમરાજો રે, તાલો પુષ્કરણો કરિ શુભ કાજો રે; સાહભેરવ છે અલવર માહિરે, નવ લખ્ય બંદી મુકાવ્યા ત્યાં હિરે. ૨૭૮૨ પાતશાહ હુમાઉ સોરઠે જાય રે, નવલખ બંધ તિહાં કણિ સાહ્ય રે; ખોજમકીમીન આપ્યાં ત્યાં હિરે, વેચે ખુરાસાન દેસ છે જ્યાં હિરે. ૨૭૮૩ અલવરે બાંદ લઈને આવે રે, મહાજન સહુ મુકાવા જાવે રે; નવિ મૂકે તે કરતો રીસો રે, દહાડી બંધ મરે દસ વીસો રે. ૨૭૮૪ હુમાઉ ઘરિ ભાઈરવ પરધાનો રે, આપે પાતશા સબળું માનો રે; | દાતણ પાતસા કરે પરભાતે રે, આપી વીંટી ભઇરવ હાથે રે.ર૭૮૫ કોરો કાગળ હાથે લેતો રે, છાની છાપ તિહાં કણિ દેતો રે; ઊઠી ભઈરવ આપ પરાણો રે, વહિલિ બેઠો પુરુષ સુજાણો રે. ર૭૮૬ લિખી ફરમાન ભાઈરવ જાતે રે, ખોજો કહે દીધું જન હાથે રે; લિખે પૂજતા અક્ષર તેહો રે, વજીર પાકશાનો છે જેહો રે. ર૭૮૭ તેણિ ભાઈરવ બેઠો રથ જ્યોહિ રે, લખે પૂજતા અક્ષર ત્યાંહિ રે; તે કુરમાન દેખાડ્યું ત્યાંહિ રે, ખોજ મકમ બેઠો છે જ્યાંહિ રે. ૨૭૮૮ કરી તસલીમ ને ઊભો થાય રે, મસ્તક મૂકી હાથે સાય રે; ઊભો રહીને વાંચે ત્યાંહિ રે, નામ હુમાઉનું લિખીયું માંહી રે. ૨૭૮૯ મકીમ ! કહ્યા તું મેરા કીજે રે, નવલખ બંધ ભરવ; દીજે રે; અજર મત કરે તું ઈસ કોરો રે, દીઠી ઉપરિ અજબ મોહોરો રે. ૨૭૦ તેડ્યો ભઈરવ તિહાં બહુમાને રે, તમકું બંધ દીઆ સુલતાને રે; કહે ભાઈરવ મૂકી દો સારો રે, કામ સબબકા સબકે પ્યારો રે. ૨૭૯૧ મકીમ મૂકે ભઈરવને આલે રે, તિહાં વાણીઓ જીવ ચલાવે રે; કાઢ્યાં બંધ સહુ તિહાં રાતિ રે, જાઓ જાતાં મ રહિસ્યો વાટ રે. ૨૭૯૨ ઘોટિક પંચમેં ઘરથી આયા રે, આવ્યા તેહને કરમી જાયા રે; મૂકી નારીઓ બંધન કાપી રે, વચ્ચે બાંધી મોહોર તે આપી રે. ૨૭૯૪ બધી સ્ત્રીઓ મુખેથી ભૈરવને કહે છે તમારું આયુષ્ય લાખ વરસનું થજો. મુગલના હાથે વેચાતાં માનવીઓની વહારે તમે આવ્યા. બીજા શૂરા, સુભટ, ધનવાન, ટિ. ૨૭૮૬.૨ વહિલિ = વહેલમાં, ગાડામાં. Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૧૭ બુદ્ધિમાન પુરુષો ઘણા હતા પણ શાહ ભૈરવ વિના બીજા બધા જ પાછા પડ્યા.” સ્ત્રીપુરુષો, વૃદ્ધ-બાળકો સૌ વિચારે છે કે “આ પુરુષ સિંહ જેવો છે. પહેલાં થઈ ગયેલા સારિંગ અને સમરાશાહ જેવો છે કે જેણે નવ લાખ બંદીઓને છોડાવ્યા. વળી આ તો ભોજ અને વિક્રમ જેવો થયો જેણે સિંહના મુખમાં હાથ નાખ્યો અને હાથીની સાથે બાથ ભીડી.' સ્ત્રીઓ કહે છે, “ભૈરવ, તેં ભલું કામ કર્યું. તેં અમને જીવનદાન આપ્યું. જેમ સીતા રામના ગુણ ગાતી તેમ અમે તારા ગુણ ગાઈશું. રામે તો કોટિ સુભટોને હણીને એક સીતાને છોડાવી. પણ હે ભૈરવ, તેં તો કોઈને ય નુકસાન કર્યા વિના નવ લાખ બંદીઓને છોડાવ્યા.” ખંડ-પરખંડ અને દેશવિદેશમાં ભૈરવના આ ગુણ ગવાવા લાગ્યા કે એણે ખુરાસાનમાં વેચાતા સૌ બંદીઓને છોડાવ્યા. ભૈરવ શાહ સવારે જિનવરની પૂજા કરી, ગુરુને વંદન કરી, અશોભતાં વસ્ત્ર પહેરી હુમાયુની પાસે ગયો. બાદશાહે પૂછ્યું “તમે કોણ છો ?' ત્યારે ભૈરવે કહ્યું, “હું આપનો ગુનેગાર છું. મેં બંદીઓને છોડાવ્યા છે ને ઘણા દ્રવ્યનો દુર્વ્યય કર્યો છે. ત્યારે હુમાયુએ ખિજાઈને પૂછ્યું. “તેં આવું કામ શા માટે કર્યું ?” ભૈરવે કહ્યું, “આપને માથે ઘણો ભાર હતો તેથી મેં છોડી દીધા. તેઓને ઘોડા તથા થોડો માલ આપીને વિદાય કર્યા જેથી તેઓ એમનાં ભાઈ-બહેનને જઈ મળે. મેં પતિ-પત્નીના વિયોગને દૂર કર્યા ને એ રીતે આપનું આયુષ્ય વધાર્યું છે.' ' આ સાંભળી બાદશાહ ખુશ થયો. તેને સાત સોનેરી મુદ્રા આપી. કવિ ઋષભદાસ કહે છે, ભૈરવ જેવો બીજો કોઈ શ્રાવક નથી. (ઢાલ ૧૦૪ - નાચતી જિનગુણ ગાય મંદોવરી. ગોડી) મૃગનયણી નારી મુખ્ય ભાખે, લાખા વરસ તુજ આઈ ! મુગલહાથે વેચાતાં માનવ, ભાઈરવ વહારે ધાયે રે. મૃગo ૨૭૯૪ સુર સુભટ ધનવંત નિકો નર, જે નર બુદ્ધિ બલીઆ, - સાહા ભઈરવ વિના બીજા ત્યારે, સહુયે પાછા ટલીઆ. મૃગ૦ ૨૭૯૫ નરનારીવૃદ્ધબાલક ચિંતે, નર કો સીહ ન હોય ! સારિંગ સમરા સરિખો ભરવ, નવલાખ બંધ છોડે રે. મૃ૦ ૨૭૯૬ ઉડે પ્રાણુ ઘર બાળક નારી, ઘાલ્યો સહમુખે હાથો; ભઈરવ ભોજ વિક્રમ સમ જુઓ, દીધી ગજસું બાથો રે. મૃ૨૭૯૭ કહિ અબલા આહિ જીવત આલ્યો, ભાઈરવ ! ભક્ત તુઝ કામો; તાહરા ગુણ ઘણા અલ્મો ગોખું, જિમ સીતા નૃપ રામો રે. મૃ૦ ૨૭૯૮ Sણે રામે એક સીતા છોડાવી, હણી સુભટની કોડિ; ભાઈરવ ! તે નવલખ બંધ છોડાવ્યા, નાણી કોહનિ ખોડિ.મૃ૦ ૨૭૯૯ ખંડ પરખંડ નિ દેસવિર્સે, ગુણવર્ણવ તિહાં થાતું; સકલ બાંદ ભાઈરવ મુકાવે, ખુરાસાન વેચાતું રે. ૨૮૦૦ પા. ૨૭૯૮.૧ અહિં ટિ. ર૭૯૪.૧ મુખ્ય = મુખેથી. ૨૭૯૯૨ નાણી = ન આણી ૨૮00.૨ બાંદ = બંદીઓ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાહા માહારાજ જિનવરને પૂજે, પ્રણમે શ્રીગુરુ પાય; અસ્યોભતો જસકા૨ી વાગો, પહેરી હમાઉકે જાય રે. પૂછે પાતશા કોણ તબ એ, બોલ્યો ભઈરવ તામો; ગુનિગાર હું બંધ છોડાવ્યા, વણસાયા બહુ દામો. મૃ ખીજત હ(ઉ)ઠી હમાઉ ત્યારેં, ક્યું ! ઇસા કામ કીના ? કહે ભઇરવ તુહ્મ સિરિ બહુ ભારો, તેણેં મેં છોડી દીના રે. મૃ ઘોડે માલ મેં સબ ઉસ દીના, જાઇ મીલે ભહિણ ભાઈ; ભાગ્યા વિયોગ ઔં જોરૂ મરદકા, તેરી ઉમર બધાઈ રે. મૃ સાત કભાય સોનેરી આપી, ધણી પાતશાહી કેરો; ઋષભ કહે સાહ ભઈરવ સરિખો, શ્રાવક નહિ અનેરો રે. મૃગ૦ ૨૮૦૧ ૨૮૦૨ ૨૮૦૩ ૨૮૦૪ ૨૮૦૫ આમ હીરગુરુના શ્રાવકો એકએકથી ચડિયાતા છે. તેઓ દાતા, પંડિત, ધનવાન, તપશૂરા અને ધીર-ગંભીર છે. જેસલમેરનો માંડણ કોઠારી ઘણો જ ધીરગંભીર હતો. નાગોરમાં જયમલ મહેતા અને જાલોરમાં મેહાજલ જે ઘણો ગુણવાન હતો; શિરોહીમાં તેણે ચોમુખજીનું મંદિર બંધાવ્યું ને એક લાખ રૂપિયા ખર્ચ્યા. ચાલીસ વર્ષ સુધી તેનું કામ ચાલ્યું તથા રોજના ચૌદ રૂપિયાનો ખર્ચ થતો હતો. હીરગુરુનો આ વીશા પોરવાડ જ્ઞાતિનો શ્રાવક હતો. મેડતામાં સદારંગ હીરગુરુનો ઘણો રાગી હતો. આગરામાં થાનસંગ, માનુ કલ્યાણ અને દુર્જનશાલ હતા. બીજનગરમાં અકુ સંઘવી શ્રાવક થયો. ૯૬ વર્ષની ઉંમર છતાં તેમની પાંચેય ઇન્દ્રિયો બરાબર કામ કરતી હતી. એક વાર હીરગુરુને વંદન કરતાં એમણે પ્રેમભાવે પૂછ્યું કે મહારાજ, મને કેટલાં વર્ષ થયાં હશે ?' હીરગુરુએ કહ્યું, પચાસેક થયાં હશે.’ ‘મને ૯૬ વર્ષ થયાં.’ તેમનું આવું શરીર જોઈ ગુરુ ખુશ થયા. દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ કુળમાં જન્મ એ જીવદયા જેવાં સુકર્મોનું ફળ છે. = અકુ સંઘવીને ઘેર સાત પુત્રો અને એમનાંય સંતાનોનો પિરવાર હતો. બધા મળીને ૯૧ પાઘડી પહેરનારા પુરુષો હતા. સઘળી વસ્તુ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. માટે પુણ્ય કોઈ છોડશો નહીં. પાંચે આંગળીએ પુણ્ય કર્યું હશે તે રામચંદ્રજી વનમાં પણ ઋદ્ધિ પામ્યા. પુણ્યહીન માણસોને જુઓ. લૂખું ભોજન કરે છે ને જમીન પર સૂએ છે. જેણે ઋષભજિણંદને પૂજ્યા નથી તે ઋદ્ધિ-રમણીનો આનંદ ક્યાંથી પામે ? અકુ સંઘવીને ઘેર સદાયે આનંદ પ્રવર્તતો હતો. ઘરમાં અઢળક સંપત્તિ હતી. એણે જિનપ્રાસાદ ને પોષધશાળા બંધાવ્યાં ને ખૂબ કીર્તિ પામ્યો. તે કવિરાજ પણ હતો. અકુની વિનંતીથી લક્ષ્મી અને સરસ્વતી બંને તેના ઉપર પ્રસન્ન થયાં. પણ પુણ્યહીનના ઘરમાં લક્ષ્મી કે સરસ્વતી બેમાંથી એકેય ન હોય. જ્ઞાન વિના પૂજા મળી શકે નહીં. ટિ. ૨૮૦૧.૨ અસ્યોભતો = અશોભીતો; વાગો = વાઘો, વસ્ત્ર; હમાઉ હુમાયુ બાદશાહ. ૨૮૦૨.૨ ગુહનિગાર = ગુનેગાર; વણસાયા = દુર્વ્યય કર્યો. ૨૮૦૪.૧ ભહિણ = બહેન. Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૧૯ અને પુણ્ય-પાપની શ્રદ્ધા પણ જ્ઞાન વિના થતી નથી. જ્ઞાન વિના ધર્મ આરાધી શકાતો નથી, જ્ઞાન વિના ઊંચી પદવી પામી શકાતી નથી. એ જ રીતે, લક્ષ્મી વિના આ સંસાર સૂનો છે. ભાઈ, બહેન કે પત્ની લક્ષ્મી વિના કોઈ માનતાં નથી. માટે સૌ પુણ્ય કરો અને લક્ષ્મી-સરસ્વતી બન્નેને પ્રાપ્ત કરો. અકુ સંઘવીને ઘરે બન્ને વસ્તુઓ હતી. હીરના શ્રાવકો ઘણા સુખી હતા. - બરહાનપુરમાં જીવરાજ, સંઘવી ઉદયકરણ અને ભોજરાજ, ઠક્કર સંઘજી, હાંસજી, ઠક્કર સંભૂજી, લાલજી, વીરદાસ, ઋષભદાસ, જીવરાજ વગેરે મુખ્ય હતા. માળવામાં ડામરશાહ થયો જેના ગુણ યાચકો ગાતા હતા. સુરતમાં ગોપી, સૂરજી, વોરા સૂરો, શાહ નાનજી, વડોદરામાં સોની પાસવીર અને પંચાયણ, નવાનગરમાં અબજી ભણસાલી અને જીવરાજ તથા દીવમાં પારેખ મેઘજી, અભેરાજ, મેઘ, પરીખ દામો, દોશી શિવરાજ, સવજી, શ્રાવિકા લાડકીબાઈ વગેરે પુણ્યકાર્ય કરતાં હતાં. આમ અનેક દેશ, પુર, નગરમાં હીરગુરુના શ્રાવકો હતા, જેમને દિલ્હીપતિ માન આપતો હતો અને જેમને ચરણે મંત્રી, સૂબા નમતા હતા. અમદાવાદમાં ગોખનો પ્રસંગ જેમના પુણ્યનો પાર નહોતો અને જેમનો સાધુપંથ ખૂબ આકરો હતો તેઓ એક વાર અમદાવાદ, કાલુપુરમાં પધાર્યા. શ્રાવકોએ ભક્તિથી એક ગોખ તૈયાર કરાવ્યો. હીરગુરુ શ્રાવકોને પૂછે છે કે અહીં બેસીએ ? શ્રાવક કહે કે એમાં પૂછવાનું શું હોય ? તમારા માટે જ આ ગોખ બનાવ્યો છે. હીરગુરુ કહે કે અમારા માટે બનાવ્યો હોય તો અમારે બેસાય જ નહીં. એ આધાકર્મી થઈ ગયો. પછી વ્યાખ્યાન માટે બીજી પાટ મંડાવી. આમ તેઓ ઉત્કૃષ્ટ સાધુમાર્ગનું પાલન કરતા હતા. તે ગોખ ઉપર પછી અન્ય કોઈ જ બેઠા નહીં. આમ હીરગુરુના વચનને સૌએ માન્ય રાખ્યું. કોઈએ હીરગુરુની લાજ લોપી નહીં. આમ જૈન શાસન અખંડ દીપે છે. ભદૂઆ શ્રાવક એક વાર અમદાવાદમાં વિમલહર્ષ વાચક બિરાજમાન હતા. ત્યારે ત્યાંનો ભદૂઓ શ્રાવક ચર્ચા કરતાં વિવેક ચૂકીને કાંઈક બોલ્યો અને પછી મનમાં પણ એને કાંઈ પશ્ચાત્તાપ થયો નહીં. એણે ખંભાત ખાતે હીરગુરુને પત્ર લખ્યો. પત્ર વાંચીને જગદ્ગુરુ ખિજાયા. સોમવિજયને બોલાવીને તેમને સંઘ બહારનો કાગળ લખવા જણાવે છે. કાગળ લખીને કાસદને તે આપતા હતા ત્યારે વિજયસેનસૂરિએ કાગળ પછીથી મોકલવા કહ્યું. પણ હીરગુરુએ તેમની વાત ન માનીને કાગળ મોકલી આપ્યો. પત્ર વાંચીને ભદૂઆને સંઘ બહાર કર્યો. કોઈ સાધુ ભદૂઆ શાહને ત્યાં વહોરવા જતા નથી. ત્યારે સકલ સંઘ એકઠો થયો. ખંભાત આવી હીરગુરુ સમક્ષ ક્ષમા માગી. સંઘ કહે, છોરુકછોરુ થાય પણ માબાપે સાંખી લેવું પડે !' શાહ ભદૂઆ પ્રતિ કૃપા કરવા ગચ્છપતિને વિનંતી થઈ. ભદૂઓ શાહ પણ પગે પડ્યો. મિચ્છામિ દુક્કડમ્ કહ્યા. હીરગુરુ કહે છે તમે સારા શ્રાવક છો. હૃદયમાં ધર્મવિચાર ધારણ કરજો. પછી શાહ ભદૂઆને સંઘમાં લીધો. બધા અમદાવાદ પાછા ફર્યા. વિમલહર્ષ વાચકને ખમાવ્યા. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત મનમાં કોઈ વૈરભાવ ધરતા નથી. આવા તેજસ્વી ગુરુ હતા. ઉપાધ્યાયને અને મુનિવરોને પણ એમણે ગચ્છ બહાર કાઢ્યા હતા. દોષી જનને તેઓ સાથે રાખતા નહીં. ખારી ખીચડીનો પ્રસંગ ' હવે હીરગુરુની ક્ષમતા જુઓ. જાણે કરકંડ મુનિથી પણ અધિકા. ગોચરીમાં આવેલી ખારી ખીચડી ખાધી પણ હીરગુરુ મુખેથી કાંઈ ન બોલ્યા. જે શ્રાવકને ત્યાં ખીચડી રાંધેલી તેમાં પહેલાં વહુએ મીઠું નાખ્યું. વહુ આવી જતાં સાસુએ મીઠું નાખ્યું. પતિ જમવા બેઠો ત્યારે ખીચડી ખારી લાગતાં ખૂબ ખિજાયો, “શું આવી ખારી ખીચડી મુનિને વહોરાવી ?” તે ઉપાશ્રયે આવ્યો. આહાર ન લેતાં તે ખીચડી પરઠવવા તે જણાવે છે. સાધુઓ કહે કે ખીચડી તો ગુરુ મહારાજે જ વાપરી હતી. હવે એમને થયું કે ગુરુ વારેવારે પાણી પીતા હતા. આ રીતે એ પહેલાં કદી પીતા નહીં. પણ એમણે કોઈને કાંઈ જ કહ્યું નહીં. એમનો કેવો અદ્ભુત સમતારસ ! સાધુઓએ કહ્યું, ગરુજી તમે આ શું કર્યું ? ખારી ખીચડી તમે શાને લીધી ?' હીર કહે, “તમે કરકંડુને જુઓ. આહારમાં ઘૂંકનાર પ્રત્યે પણ દ્વેષ ન કર્યો. તપસ્વી ધર્મરુચિ અણગારે કડવી તુંબડીનો આહાર કર્યો. વિદ્યાસાગરના લાખ ગુણ છે કે છઠને પારણે વહોરાવાયેલી રાખ પણ વહોરી લાવ્યા.” મામા-ભાણેજ બન્નેએ દીક્ષા લીધી. ગુણના કૂવા સમા તેઓ હતા. ભાણેજ હંમેશાં તપ કરતો હતો. એટલે મામાએ ગુરુને પૂછ્યું, “એને કેવળજ્ઞાન ક્યારે થશે ?' ત્યારે જ્ઞાની ગુરુએ કહ્યું. “હમણાંના જેવી એની મનશુદ્ધિ રહે તો એક પખવાડિયામાં એ કેવળી થાય !” પછી પારણાને દિવસે પાંડવને ઘેર તે વહોરવા ગયા. તે વખતે કંઈ વિખવાદને કારણે ક્રોધ કરીને તેણે ઘોડાની લાદ વહોરાવી. જો મનમાં વૈરાગ્ય છે તો ઊનું શું ને ટાઢું શું ? જો રસનો ત્યાગ કર્યો છે તો બંટી શું ને બાજરી શું? મુનિએ રસનો ત્યાગ કર્યો હોઈ લાદ વહોરીને તે પોતાને સ્થાને આવ્યા. તેઓ આહાર કરે છે ને અનુમોદના પણ કરે છે. એમ કરીને એમણે ઘણાં કર્મ ખપાવ્યાં. સવારે તે મુનિને કાંઈક રોગ થાય છે ને તે શમી પણ જાય છે. સૌએ આ રોગ થવામાં લાદનાં દોષ બતાવ્યો. ત્યારે આ તપસ્વી મુનિ ગુસ્સે થયા. તે વિચારે છે કે મારી પાસે તેજોલેશ્યા નથી, નહિ તો પાંડવ પુરોહિતને બાળી નાખું. ઋષભદાસ કહે છે અરે ભાઈ, તમે ક્રોધ શાને કરો છો ? ક્રોધ તો પૂર્વક્રોડ વર્ષના ચારિત્રને પણ ક્ષણમાં બાળી મૂકે છે. તે મુનિએ ચારિત્રના પુણ્યને બાળી નાખ્યું. જે પુણ્ય કેળના પત્રમાં મુકાય તેટલું હતું તે આંબલીના પાનમાં મુકાય તેટલું કરી નાખ્યું. તેમને સંસારમાં રહેવાનું થયું. મામાએ ગુરુને કહ્યું, “આજે સોળમો દિવસ થયો, પણ તપસ્વી મુનિને કેવળજ્ઞાન થયું નહીં.” ત્યારે ગુરુએ સઘળો વૃત્તાંત કહ્યો. એમના મનમાં પ્રવેશેલા પાતકની વાત માંડીને કરી. એમણે જે રૌદ્ર ધ્યાન કર્યું એનાથી એમનું મન મલિન થઈ ગયું અને કેવળજ્ઞાનની શક્યતા ખોઈ નાખી. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ મનની મલિનતાથી નરકાયુષ્યનાં દળિયાં ભેગાં કર્યાં. પણ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૧ પછી મનને નિશ્ચલ કર્યું તે કારણે તે જ ભવમાં મુક્તિને વર્યા. આંખને મીંચવાની જરૂર નથી. મનને મીંચવું જોઈએ. જો મન મીંચ્યું તો કર્મબંધ થવા અન્ય કોઈ કારણ નથી. મનની મલિનતાથી ભાણેજનો સંસાર વધી ગયો. મામાએ પૂછ્યું, “ભાણેજ ક્યારે મુક્તિ પામશે ?” ત્યારે જ્ઞાની ગુરુએ કહ્યું “બે ઘડીના સમયમાં એ મુક્તિએ જશે.” મનની નિશ્ચલતાની મોટી વાત છે. આમ હીરગુરુએ વૃત્તાંત કહ્યો. જો આપણું મન નિશ્ચલ રહે તો પરીષહનું ઘણું પુણ્ય થાય છે. પૂર્વે જે ઋષિઓ થયા તેમનામાં ક્રોડ ગુણ હતા. તેમની તુલનામાં હું તો કાંઈ જ નથી.” આમ હીરગુરુ પોતાની જાતને વખોડે છે. હીર સમો કોઈ ગંભીર પુરુષ નથી. ઉનામાં ગૂમડાનો પ્રસંગ ઉનામાં તેઓ હતા ત્યારે કેડને ભાગે ગૂમડું થયું. રાત્રે એક શ્રાવક આવ્યો તેણે વિવેકપૂર્વક વૈયાવચ્ચ કરી. તેના હાથમાં ધારવાળો વેઢ (વીંટી) હતો. તે ગૂમડા પર લાગી ગયો. હીર કાંઈ બોલ્યા નહીં પરીષહ ખમી લીધો. ત્યારે જમીન અને કપડાં લોહીવાળાં થયાં. સવારે પડિલેહણ વેળાએ સોમવિજયજીએ ચોળપટ્ટો લોહીવાળો જોયો. જગા પણ લોહીવાળી જોઈ. સોમવિજયજી ખિજાઈને બોલ્યા, “રાત્રે ગુરુજીની વૈયાવચ્ચે કોણે કરી ?” હીરગુરુએ કહ્યું “એ શ્રાવક તો બહુ સીધો હતો. મારાં જ વેદનીય કર્મનો ઉદય, જેથી શાતાને સ્થાને અશાતા થઈ. શ્રાવક મલિનભાવોવાળો નહોતો.” (દુહા) એ શ્રાવક ગુર હીરના, એક એકર્ષે ધીર; * દાતા પંડિત ધન બહુ, તપસૂરા ગંભીર. ૨૮૦૬ | (ચોપાઈ) માંડણ કોઠારી ગંભીર, જેસલમેરનો વાસી ધીર; નાગોર નગર સઘળામાં ખાસ, જિહાં જયમલ મિહિતાનો વાસ. ૨૮૦૦ જિહારાલિ મેહાજલ ગુણે ભર્યો, સીરોહીમાં તેણે ચોમખ કર્યો; ત્રિણિ ખંડ ઉપરે છે ત્યાંહિ, લાખ રૂપૈયા ખરચ્યા ત્યાંહિ. ૨૮૦૮ ચ્યાલીસ વરસ થયાં ચાલે કામ, ચૌદ રૂપક નિત્યે ખરચે દામ; હીર તણા શ્રાવક એ હોય, પ્રાગવંશ વસો કહું સોય. ૨૮૦૯ સદારંગ મેડતીઓ જેહ, સબલ હીરનો રાગી તેહ; દુજણ આગરે વસતો જાણ, થાનસંગ માનું કલ્યાણ. ૨૮૧૦ બીજનગર માંહિ તુમ જુઓ, અકો સંઘવી તિહાં કણિ હું; છન્નુ વરસનો તે પણ જોય, ઇન્દ્રિ પાંચ તસ નિર્મળ હોય ! ૨૮૧૧ ટિ. ૨૮૦૮.૧ જિહારાલિ = જાલોરમાં Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ , શ્રાવક કવિ ઋષભદાસકૃત હીરગુરુને વંદે જામ, પ્રેમ કરીને પૂછે તામ; મુનિ ! વરસ કેટલાં એક લહીયે, હર કહે પંચાસેક કહીયે. ૨૦૧૨ છવુ વરસ હુ મુજ હીર ! હરખ્યો ગછપતિ દેખી શરીર; , જીવદયાફળ જગપ્પાં સાર, આયુ ઉત્તમ કુલે અવતાર. ૨૮૧૩ અકુ તણે ઘર બેટા સાત, તેહને ઘરિ બાળક બહુ થાત; | સર્વ મળી એકાણું નરા, પાઘડીબંધ દીસે તે ખરા. - ૨૮૧૪ સકલ વસ્તુ જે પુછ્યું હોય, પુણ્ય મ મૂકો પુરુષા કોઈ પાંચે આંગળે કીધું પુણ્ય, રામચંદ્ર ત્રદ્ધિ પામ્યા વન્ય. ૨૦૧૫ પુયહીણા નર બેઠા જુઓ, લૂખાં ભોજન ભૂમિ સૂઓ; પૂજ્યા નહિ જેણ ઋષભજિણંદ ઋદ્ધિ રમણી કિયાંથી આણંદ ! ૨૮૧૬ આણંદ સદા અકુને ઘરિ, ઘરમાં ધન દીસે બહુ પરિ; પૌષધશાળા કીધા પ્રાસાદ, જગમાં બહુ પામ્યો કસવાદ. ૨૮૧૭ અ સંઘવી શ્રાવક જેહ, કવિરાજ કહેવરાયો તેહ; અકૂર્ચે વીનતી કીધી અતિ, તૂઠી લખમી ને સરસતી. ૨૮૧૮ પુણ્યહણ ઘરિ એકો નહિ, દીસે લાછી ને સારદ નહીં; જ્ઞાન વિના પૂજા નવિ લહી, પુણ્ય પાપ તે નવિ સહિ. ૨૮૧૯ આરાધ્યો નહિ ઊંડો ધર્મ, જ્ઞાન વિના પદવી નહિ પર્મ લખમી વિના સૂનો સંસાર, ભગનિ ભાત ન માને નાર. ૨૮૨૦ તેણે પુણ્ય કરો સહુ કોઈ, લખમી સારદ પામો દોઈ; દોય વસ્તુ અને ઘરિ, શ્રાવક હરના સુખી બહુ પરિ. ૨૮૨૧ બાર્તાનપુરહાં જીવરાજ, સંઘવી ઉદયકરણ ભોજરાજ; ઠક્કર સંઘજી ને હાંસજી, ઠકર સંભૂજી ને લાલજી. વીરદાસ વહેતો બહુ લાજ, ઋષભદાસ અને જીવરાજ; ડામર સોય દુઓ માળવે, જેહના ગુણ યાચક બહુ લવે ૨૮૨૩ સુરતમાંહિ ગોપી સુરજી, વોહોરો સુરો સાવ નાનજી; વડોદરે સોની પાસવીર, પંચાયણી કહીયે જગમાં ધીર. ૨૮૨૪ અબજી ભણસાલી જીવરાજ, નવાનગરમાં તેહની લાજ; પારિખ મેઘ વસે જિહાં દીવ, અભેરાજ મેઘ તે ઉત્તમ જીવ. ૨૮૨૫ પરીખ દામો દોસી શવરાજ, સવજી સોય કરે પુણ્ય કાજ; બાઈ લાડકી શ્રાવિકા વડી, પુન્ય કાજ કરી દેહડી. ૨૮૨૬ અનેક દેસ નગર પુર જ્યાંહિ, હિરના શ્રાવક કહીયે ત્યાંહિ; - દિલીપતિ સરખો ઘે માન, પાય નમે નર મંત્રી ખાન. ૨૮૨૭ પા. ૨૮૨૧.૨ કહે (હીરનાને બદલે) ટિ. ૨૮૧૯.૨ સહિ = શ્રદ્ધા રાખે. ૨૮૨૨ Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરસ ૩૨૩ જેહના પુન્ય તણો નહિ પાર, સાધુપંથ આકરો અપાર; કાલુપુરમાંહિ આવ્યા જર્સિ, ગોખ નવો નીપાયો તર્સિ. ૨૮૨૮ પૂછે હીર શ્રાવકને તહીં, હોય સીખ તો બેસીયે અહિં; શ્રાવક કહે પૂછો સું તેહ, તુલ્બ કારણે નીપાયો એહ. ૨૮૨૯ હર કહે નવિ કલપે એહ, આધાકરમી હુઓ હ; વખાણ કાજે મંડાવી પાટ, એહવી રાખે સાધની વાટ. ૨૮૩૦ તેણે ગોખે નવિ બેઠો કોઈ, હીરવચન માન્યું સહુ કોઈ; કોઈ ન લોપે હરની લાજ, દીપે જૈન અખંડહ રાજ. ૨૮૩૧ એકદા અલ્હદાવાદહાં જોય, વિમલહર્ષ વાચક તિહાં હોય; - ભદુઓ શ્રાવક ચરચા કરે, ચૂકી બોલ્યો મને નવિ ડરે. ૨૮૩ર. કાગળ લખ્યો સંબાવતી માંહિ, વાંચી જગગુરુ ખીજ્યો ત્યાંહિ; સોમવિજયને ભાખે તસે, લખો લેખ યમ કાઢો જે અછે. ૨૮૩૩ ગછ બાહિરની ચીઠી લખી, કાગળ કાસિમને ઘે રિષિ; વિજયસેનસૂરિ બોલ્યો વહી, પછિ લેખ મોકલજો સહી. ૨૮૩૪ હીર કહે અણબોલ્યા રહો, એહ વાતહાં તુમ નવિ લહો; કાગળ વેગે પુહતો થાય, વાંચી દૂર કિયો તેણે ઠાય. ૨૮૩૫ સાહ ભદૂઆ ઘરિ વહિરે નહિ, સકલ સંઘ મળ્યો તે તહિં; સંબાવતીહાં આવિ વહી, હરપાય ખમાવે સહી. ૨૮૩૬ છોરુ જો કછોરુ હોય, માય બાપે સાંસહિવું સોય; સાહ ભદૂઓ શ્રાવક શુભમતિ, કૃપા કીજીયે તુહ્મ ગછપતિ. ૨૮૩૭ સાહ ભદુઓ જઈ લાગો પાય, મિચ્છાદુક્કડ ધે તસ ઠાય; હર કહે તુહ્મ શ્રાવક સાર, ધરજો હિયડે ધર્મવિચાર. ૨૮૩૮ સાહ ભદૂઓ સંઘમાંહિ લીધ, અમદાવાદે પીયાણું કીધ; વિમલહર્ષનિ ખામે સોય, વયરભાવ મનિ ન ધરે કોય. ૨૮૩૯ એહવા તેજવંત ગુરુરાય, ગછ બાહિર કાઢ્યા વિઝાય; કઈ મુનિવર જેણે દૂર કર્યા, રાખે નહિ નર દોષે ભર્યા. ૨૮૪૦ સમતા હીર તણી હવિ જુઓ, કુરગડુથી અધિકો હુઓ; ખારી ખીચડી ખાધી ખરી, હિર ન બોલ્યો મુખથી ફરી. ૨૮૪૧ શ્રાવક ઘરિ રાંધી ખીચડી, મીઠું ઘાલિ વહઅર વડી; વહુઅર સોય આઘેરી ગઈ, સાસુ મીઠું ઘાલે સહી. ૨૮૪૨ પા. ૨૮૨૮.૧ જેહની પુંજીનો... ટિ. ૨૮૨૯.૨ નીપાયો = બનાવ્યો. ૨૦૩૦.૧ કલપે = ખપે, કામ આવે. ૨૮૩૯.૧ પીયાણું = પ્રયાણ. ૨૮૪૧.૧ કુરગડુ = કરઠંડુ નામના મુનિ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત જિમવા બેઠો નિજ ભરતાર, ખારી ખીચડી અત્યંત અપાર; ખીજ્યો શ્રાવક તેણીવાર, કાં દીધો મુનિ એહવો આહાર? ૨૮૪૩ કરી ખરખરો આવ્યો તહિં, ઉપાશરે બેઠો છે મુનિવર જ્યાંહિ; ભાષે શ્રાવક અમ ઘરિ આહાર, અહ્મ પરઠવ્યો ખાર અસાર. ૨૮૪ સાધ કહે ખારી ખીચડી, હીર તણે પાતરે તે પડી; શ્રીગુર સોય ન બોલે ફરી, ઉડ્યા આહાર તે ખારો કરી. ૨૮૪૫ વારે વારે પીયે નીર, એમ જલ કહીયે ન પીયે હીર; વાત પ્રકાશે નહિ ગંભીર, અહો, સમતારસ હોય સધીર. ૨૮૪૬ સાધ કહે ગુરુ એહ સ્યુ કીધ, ખારી ખીચડી દુહો સું લીધ; હીર કહે કૂરડુને જુઓ, થુંકનારો તે નવલજ હુઓ. ૨૮૪૭ ધર્મચિ તપિઓ અણગાર, વિષ તુંબડનો કીધો આહાર; વિદ્યાસાગરના ગુણ લાખ, છઠ પારણે લીધી રાખ. ૨૮૪૮ મામો ભાણેજ આગે હુઆ, લેઈ દીખ્યા હોય ગુણના કુઆ; ભાણેજો તપ તપતો સદા, મામે ગુરુને પૂછ્યું તદા. ૨૮૪૯ કહીયે કેવલ એને હસ્ય ? જ્ઞાની ગુરુ તે બોલ્યો તમેં; હવડાં જેહવો મનસુદ્ધિ વળી, રહે તો પખવાડે થાયે કેવળી. ૨૮૫૦ પછિ પારણનો દિન થાય, પાંડવને ઘર વહિરવા જાય; તેણે ક્રોધ કીર વિખવાદિ, આપી ઘોડાની તિહાં લાદિ. ૨૮૫૧ ૨૮૫૩ ચું ઉહનું ને સ્યું તાહતું, જો આણ્યો વઇરાગ; કુણ બરટી કુણ બાજરી, જો રસ કીધો (જેણે) ત્યાગ. ૨૮૫ર | (ચોપાઈ) રસનો ત્યાગ કરવો રિષિરાય, લેઈ લાદિ ચાલ્યો તેણે ઠાય; આહાર કરે અનુમોદે ઘણું, ત્રોડ્યું કર્મ ઘણું (તે) આપણું. વ્યાંહણિ રોગ તે ઋષિને થાય, પછિ આપદા સઘળી જાય; પૂછે રોગ એ શ્યાથી થયો, દોષ લાદનો સહુએ કહ્યો. ૨૮૫૪ ત્યાહ મેં કોપ્યો તપિઓ યતિ, તેજૂલેસ્યા નહિ મુજ અતિ; બાળું પાંડવ પરોહિત રાય, બાળું દેસ ઈમ ચઢ્યો કષાય. ૨૮૫૫ (દુહા) ઋષભ કહે નર બાપડા, ક્રોધ કરો તમ કાહિ; પૂર્વ કોડિ ચારિત્ર ભલું, તે બાલે ખિણ માંહિ. ૨૮૫૬ Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૫ (ચોપાઈ) ચારિત્ર પુણ્ય બાલિ તે યતિ, આંબિલી પત્રિ મેલ્યું જે અતિ; કેલિપત્રે તે ઘાલી કરી, નાખ્યું પુણ્ય ઘટતી ઉપહરી. ૨૮૫૭ સંસારમાં તસ રહેવું થયું મામે જઈને ગુરુને કહ્યું; આજ સોળમો દિહાડો થયો, કેવલજ્ઞાન તપિઓ નવિ લહ્યો. ૨૮૫૮ ભાખે ગુરુ સઘળો અવદાત, માંડી કહી મન પાત્યગ વાત; રૌદ્રધ્યાન ધ્યાયો અતિ ઘણું, મન મૈલે ખોયું આપણું ૨૮૫૯ દુu) . મન મૈલે દલ નરકનાં, મૈલે પ્રસન્નચંદ્રષિરાય; તેહ જ મન નિશ્ચલ કરે, તેણે ભવ મુગતિ જાય ! ૨૮૬૦ અખિ મ મીચીશ મિથ્યા મન, નયણે નિહાલી જોય; જો મન મીચીશ આપણું, અવર ન દૂજો કોય ! ૨૮૬૧ | (ચોપાઈ) મન મેલે વાધ્યો સંસાર, માએ પૂછ્યો તામ વિચાર; ભાણેજ કહીયે મુગતિ જન્મે ? ગુરુ જ્ઞાની તે બોલ્યો તસે. ૨૮૬૨ સમય દોય ઘડીના થાય, સેવંતે (છેવટે) એ મુગતે જાય; મન નિશ્ચલની મોટી વાત, હીરે ભાખ્યો એ અવદાત. ૨૮૬૩ જો નિશ્ચલ મન રહે આપણું, તો પરિસહિ પુણ્ય હોયે ઘણું; પૂરવે રિષિ હુઆ ગુણ કોડિ, હું તો નહિ કાંઈ તેહની જોડિ! ૨૮૬૪ આતમ આપ વખોડે હિર, હીર સમો નહિ કો ગંભીર; ઉહના માંહિ રહ્યો રિષિરાય, કહિઢિ ગુમડું ગુરુને થાય. ૨૮૬૫ સતિ શ્રાવક આવ્યો એક, કરિ વૈયાવચ ધરી વિવેક; હાથે વેઢ ધારાલો જેહ, જઈએ ગુંબડે લાગે તેહ. ૨૮૬૬ હીર ન બોલે પરિસો ખમે, લોહીઆણ ભોમિ હૂઈ તેણે સમે; વાહાણે પડિલેહણ વેળા જસિ, લોહી ચલોટી દીઠું તસિ. ૨૮૬૭ સોમવિજયગુરુ કહિઢિ જોય, લોહીઆ ભૂમ તે દીઠી સોય; ખીજ્યા સોમવિજય બહુ ભાંતિ, કોણિ વેયાવચ કીધું રાતિ ? ૨૮૬૮ હીર કહે તે શ્રાવક પરમ, હારે પોતે વેદનીય કરમ; શાતા ઠામે અશાતા હોય, શ્રાવકભાઈ ન મહિલા કોય ! ૨૮૬૯ પા. ૨૮૫૮.૧ સહમી (‘મામને બદલે) ૨૮૬૩.૧ .ભવ તેતીએ મુની જાય. ટિ. ૨૮૬૫.૨ કહિઢિ = કેડ ઉપર ૨૮૬૬.૧ વેયાવચ = સેવા-ભક્તિ. ૨૮૬૭.૧ પરિસો = પરિષહ. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત કૌરવો જેને હણે છે અને પાંડવો જેની સ્તુતિ કરે છે. છતાં જેમના મનમાં કોઈ રાગદ્વેષ નથી તે દમદન્ત મુનિને હું નમસ્કાર કરું છું. જે સંયમનું પાલન કરે, સિદ્ધને નમે, શિયળની નવવાડનું સ્ટેજ પણ ખંડન ન કરે, તોપણ જો મનમાં રાગદ્વેષ હોય તો મુક્તિ તેનાથી વેગળી રહે છે. જેના મનમાં શત્રુ કે મિત્રભાવ નથી, મન જેનું કષાયરહિત છે, રૂપ આદિ પાંચે ઈન્દ્રિયોમાં જે આસક્ત નથી તે સાચો ઋષિરાજ છે. “સંબોધસત્તરિ ગ્રંથમાં ગાથા છે કે “શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બુદ્ધ હોય કે અન્ય (નૈયાયિક આદિ) હોય, પણ જેનો આત્મા સમતાભાવમાં ભાવિત થયો હોય તે મોક્ષ પામે છે, એમાં સંદેહ નથી.” હીરગુરુ કહે છે, “પૂર્વે મહાધીર પુરુષો થઈ ગયા. દઢપ્રહારીની કીર્તિ કરો કે જેણે મારનાર પ્રત્યે ક્રોધ ન કર્યો. અર્જુન માળીને લોકો દમન કરે છે પણ તે ક્રોધ કરતા નથી. ખંધકમુનિના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલ્યા પણ સહન કરી લીધું. મેતારજ મુનિના માથે વાધર વીંટી ને એમનું મસ્તક ફાટવા લાગ્યું પણ ક્રોધે ન ભરાયા. ચંડકોશિયાએ પણ પોતાના શરીર પર પથ્થરાદિના પ્રહારો કરનાર પ્રત્યે રોષ કર્યો નહીં. ચિલાતીપુત્રના શરીરને લોહીની ગંધથી આવેલી કીડીઓએ ચાળણી જેવું કર્યું પણ ક્રોધ કર્યો નહીં. સનતકુમારના શરીરમાં સોળ રોગ થયા પણ વેદના સહન કરી લીધી. ઢંઢણઋષિ, અરણિકમુનિ અને ગજસુકુમાર વગેરે મુનિઓએ જીવલેણ ઉપસર્ગો રોષ વિના સહી લીધા. બાળવયના સુકોશલમુનિએ પૂર્વભવની માતા વાઘણે કરેલા ઉપસર્ગને સમતાભાવે સહન કરી લીધો.” આ પ્રમાણે હીરગુરુ પૂર્વના મહાપુરુષોનાં દષ્ટાંતો આપી કહે છે, “તેઓમાં કરોડો ગુણ હતા. આપણે તેમની તુલનામાં કાંઈ નથી. તેઓએ પરિષહો ઉદીરણા કરીને સહન કર્યા. આપણે આમાંનું કાંઈ કરી શકીએ એમ નથી.” કવિ કહે છે હરમુનિ એવા ગજરાજ છે જે પોતાની લઘુતા દર્શાવી બીજાના ગુણની પ્રશંસા કરે છે. એક અમરવિજય મુનિરાજની તેઓ સ્તુતિ કરે છે તે છઠ અઠ્ઠમ, દશમ આદિ ઘણી તપશ્ચર્યા કરતા. આહાર લેવા જાતે જતા. ભિક્ષા માટે પાંચ ઘર છૂટાં રાખતા. જો ત્યાંથી સૂઝતો આહાર ન મળે તો પાછા વળતા. મોટેભાગે સ્ત્રીનું મુખ જોતા નહીં ને પડદામાં જ રહેતા. સંવરની સાધના કરનાર તે મુનિરાજના હાથે એક વાર હીરગુરુએ રોટી – ગોચરી લીધી. પછી તેને કામે લગાડી. હીર અન્યના ગુણને ગ્રહણ કરનારા હતા. કદી પણ મનમાં ફુલાતા નહીં. શ્રાવકો કહે છે, જગગુરુ હીરને ધન્ય છે. તમે અકબરને પ્રતિબોધ પમાડ્યો. અમારિ-પડો વગડાવ્યો, શત્રુંજયની કરમુક્તિનું ફરમાન કઢાવ્યું. દિલ્હીપતિ બાદશાહે તમારું બહુમાન હીરગુરુ કહે છે, “હે જ્ઞાની શ્રાવક, સાંભળ, સાધુ હંમેશાં વ્યાખ્યાન કરે છે ત્યારે કોઈ ઊંઘી જાય, કોઈ ઊઠી જાય, તો કોઈકને પ્રતિબોધ થાય. અકબર બાદશાહનું દિલ ચોખ્યું હતું તેથી તે પ્રતિબોધ પામ્યો. મેં એમાં કાંઈ પરાક્રમ કર્યું નથી. ત્રણ વાર હું બાદશાહને મળ્યો. તેની પાસે આઠ દિવસની અમારિ-પ્રવર્તન માટેની માગણી કરી. માંગનારની તો શી કીર્તિ ! પણ જે હસીને ઉદારતાથી આપે છે તે આપનારો જ ધન્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૨૭ છે. જે અમારિ-પડો વગડાવ્યો એમાં શાંતિચંદ્રનો મહિમા છે. શત્રુંજય અંગેનાં જે ફરમાન થયાં તેમાં ભાનુચંદ્રનો ઉપકાર છે. આમાં સાધુઓના ઉપદેશથી જે થયું તેનો યશ મને આપે છે. ઘણા શ્રાવક મને માનતા નથી એવું પણ બને. આમ હીરગુરુ માનને ગાળી નાખે છે અને એમનું જ્ઞાન પૂનમના ચંદ્ર જેવું નિર્મળ બને છે. સ્વપ્ન સાચું પડ્યું. અમદાવાદમાં હીરગુરુ બિરાજમાન હતા ત્યારે એક શ્રાવકને સ્વપ્ન આવ્યું. તેણે આવીને તે હીરગુરુને કહ્યું, ‘ગુર્જરદેશનો રાજા થાન ઉપર બેસીને અહીં આવ્યો. તેણે માથા ઉપર છત્ર ધારણ કર્યું હતું.' હીરગુરુએ એનો અર્થ પ્રકાશતાં કહ્યું“ગુજરાતમાં બીજા દેશનો રાજા ચઢી આવશે ખરો પણ તે સ્થિર નહીં રહે. કારણકે તે કૂતરાના વાહન ઉપર ચઢીને આવ્યો છે.” અનુક્રમે અમદાવાદ ઉપર મદફરશાહ ચડી આવ્યો. જ્યારે વાત અકબરશાહ પાસે પહોંચી ત્યારે ત્યાંથી ખાનખાના દોડી આવ્યો. પણ મોટું સૈન્ય જાણીને સ્થિર રહ્યો. તે વખતે કલ્યાણરાય તેને મળવા ગયો. તેણે કહ્યું, ‘તમે કેમ બીઓ છો ? બાવન હજાર પિંજારા મળ્યા છે. હું તમારી સાથે આવું ને હમણાં ગુજરાત પાછું લાવી આપું.” તે સાંભળી મીરજાખાન તૈયાર થઈ ગયો. રાજનગર (અમદાવાદ)માં આવ્યો. મદફરશાહ પણ સામો લડવા આવ્યો. મોટી લડાઈ થઈ. મદફરશાહ પોતે તલવાર લઈને લડ્યો. લડતાં લડતાં એની તલવાર ભાંગી ગઈ. સૈન્યમાં સંદેહ પડ્યો કે મદફરશાહ જીવે છે કે મરાયો. જ્યારે તે જોવામાં ન આવ્યો ત્યારે તેની સેનાનું જોર ઘટી ગયું. સૌ પલાયન કરી ગયા. મદફરખાન ભાગ્યો ને મીરજાખાનનો જયજયકાર થયો. આ વાત અકબરશાહ પાસે આવી. ત્યારે તેણે કહ્યું કે ચાર જણા બદનસીબ થયા. પહેલો બદનસીબ મહમુંદ થયો. ખુરાનદીનને ચાકરી માટે રાખ્યો ને તેણે મહમુંદને ગળે છરી મારી. બીજો બદનસીબ અતિમિતિખાન થયો. એણે ગુજરાતના બાદશાહનું માન ખોયું. ગુજરાત આપીને પોતાના વર્ગથી પાછો વળ્યો. ત્રીજો બદનસીબ કુતબદીનખાન થયો. અંતકાળે તેની બુદ્ધિ નાસી ગઈ. દુશ્મન મદફરખાનના વચનને એણે માન્યું જેને લઈને એ માનવગતિમાંથી જ ટળી ગયો. ચોથો બદનસીબ મદફરશાહ થયો. જે પોતે લડવા સૈન્યમાં ગયો. તે પોતે બચ્યો નહીં ને દામ, દુનિયા, દોલત બધું ખોયું. ગુજરાત મુગલના હાથમાં ગયું અને મદફરશાહ સાથ છોડી નાસી ગયો. પેલા શ્રાવકને આવેલું સ્વપ્ન અને હીરગુરુએ તેનો કહેલો સંકેતાર્થ સાચાં પડ્યાં. ગુરુઆજ્ઞાનું કડક પાલન હીરગુરુની ગુરુભક્તિ અસાધારણ હતી. એક વાર ગચ્છપતિ વિજયદાનસૂરિએ કોઈક કારણે પત્ર લખીને હીરસૂરિને બોલાવ્યા. “તમે ઉતાવળે અહીં આવો. પાણી પણ રસ્તામાં પીજો' હીરગુર કાગળ વાંચીને તરત જ જવા તૈયાર થયા. પોતાને ચોમાસીનો છઠ હતો પણ તેનું પારણું કરવા પણ રોકાતા નથી. કહે બહાર પારણું કરીશું. હવે સહેજ પણ અહીં રોકાઈ રહું તો મારો આચાર રહે નહીં.” શ્રાવક-સાધુ બધાએ પારણા Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત માટે ખૂબ આગ્રહ કર્યો પણ હીરસૂરિ એકના બે ન થયા. જગતમાં ગુરઆજ્ઞા મોટી વસ્તુ છે. સંબોધસત્તરિ' ગ્રંથમાં પણ કહ્યું છે કેઃ આજ્ઞાથી તપ, સંયમ અને દાન સાર્થક ગણાય છે. આજ્ઞા વિનાનો ધર્મ તે ઘાસના પૂળા જેવો અસાર છે. આજ્ઞાનું ખંડન કરનાર માણસ યદ્યપિ મહાસામગ્રીઓથી ત્રિકાલ પરમાત્માની – વિતરાગપ્રભુની પૂજા કરે તો પણ તે સર્વ નિરર્થક છે. માટે જ આજ્ઞા એ જ સારભૂત છે. એમ વિચારી હરિગુરુએ વિહાર કર્યો. અને ઉતાવળે આવી પહોંચીને વિજયદાનસૂરિને વંદન કર્યા. ગુરુએ ઉતાવળ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “કાગળમાં ઉતાવળ કરવાનું લખ્યું હતું, પછી રહેવાય જ કેમ ?” આહાર પણ રસ્તામાં કર્યો એ સાંભળીને ગચ્છનાયક ખૂબ ખુશ થયા. આવી એમની ગુરુભક્તિ હતી. તેથી પોતે પૂજાયા અને તેમનો અવિનય કોઈએ કર્યો નહીં. સૂર્યની જેમ તે પૂજાયા. એક પહોર રાત બાકી રહે ત્યારે કાઉસ્સગ્ન કરતા હતા. ગુપ્ત સ્થાનમાં – કોઈ ન જુએ તેમ તે ધ્યાન ધરતા હતા. ખરેખરો ધર્મ તો આત્મસાક્ષીએ કરવાનો કહ્યો છે. (દુહા) કૌરવ હણે પાંડવ ગુણે, રાગ-દ્વેષ નહિ ત્યાંહિ; નમું દમદન્તમુનિ તેણે, જે ઋષિ મંડલ માંહિ. ૨૮૭૦ સંયમ પાલે સિદ્ધ નમે, શીલ નવ ખંડે રેખ; તોહી મુગતિ તસ વેગળી, જો ઘટિ રાગ ને દ્વેષ ! ૨૮૭૧ શત્રુ મિત્ર જેહને નહિ, મન વશ જે અકષાય; રૂપાદિક પંચે નહિ, તે સાચો ઋષિરાય ! ૨૮૭૨ (ગાથા – સંબોધસત્તરિમાંની) सेयंवरो य आसंवरो य बुद्धो अ अहव अण्णो वा । समभावभावि अप्पा, लहइ मुक्खं न संदेहो ॥ १॥ | (ચોપાઈ) અસ્યાં વચન ભાખે ગુરુ હીર, પૂરવ પુરુષ હુઆ મહાધીર; કીર્તિ કરો દઢપ્રહારી તણી, કોપ્યો નહિ જે મારા ભણી. ૨૮૭૩ અરજુનમાલીને નર દમે, અંધકના શિષ્ય પંચમેં ખમે; મેતારગનું ફાર્ટ સીસ, ચંદકોશીયે નાણી રીસ ! ૨૮૭૪ કર્યો ચિલાતી ઋષિ ચાલણી, સનતકુમાર સાહે વેદન ઘણી; ઢંઢણ-અર્ણક-ગજસુકમાલ, ખમે સુકોશલ નાહનો બાળ ! ૨૮૭૫ પા. 9. માસવંતો સિયંવરો વા ટિ. ૨૮૭૧.૨ ઘટિ = મનમાં ૨૮૭૩.૨ મારા = હત્યારા Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૨૯ હીર કહે એહના ગુણ કોડિ, આપણ નહિ કાંઈ તેહની જોડિ; પરિસો તેણે ઉદેરી લીધ, આપણ કસું ન જાયે કીધ. ૨૮૭૬ એહવો હરમુનિ ગયંદ, પોતાના ગુણ પાડે મંદ; પરના ગુણ બોલે નર ધીર, અમરવિજયને સ્તવતો હીર. ૨૮૭૭ છઠ અઠમ દશમ તે કરે, આહાર કાજે પોતે સંચરે; મૂકે મોકલાં ઘર તે પંચ, પાછો વળે જો ન મિલે સંચ. ૨૮૭૮ નારી વદન ન નિરખે પ્રાહિં, બેસે તે નર પડદામાહિ; ઘણું સંવરી સૂધો આહાર, હિર લહે એ મુનિવર સાર. ૨૮૭૯ અમરવિજયની રોટી લીધ, હીરે તે કાજગરી કીધ; પરગુણનો રહેનારો હીર ! કહીં ન ફૂલ્યો સાહસ ધીર. ૨૮૮૦ શ્રાવક કહે ધન્ય જગગુરુ હર ! તુમ પ્રતિબોધ્યો અકબર મીર; અમારિપઢો શેત્રુંજ કુરમાન, દદ્ધીપતિ ઘે તુચ્છ બહુમાન. ૨૮૮૧ હીર કહે સુણ શ્રાવક જાણ, સાધુ સદાયે કરે વખાણ; કો ઊંધે કો ઊઠી જાય, કો એકને પ્રતિબોધ જ થાય ! ૨૮૮૨ દિલ ચોખું એ અકબર તણું, મેં પ્રાક્રમ નવિ કીધું ઘણું; ત્રિષ્યવાર મિલ્યો હું સહી, આઠ દિવસ માગ્યા ગહિગહી. ૨૮૮૩ માંગે તેમની કારતિ કસી, ધન્ય દેનારો દિયે જે હસી ! અમારિપડા વજડાવ્યા જેહ, શાંતિચંદ્રનો મહિમા તેહ. ૨૮૮૪ શેત્રુજ ફરમાન કરાવ્યાં સાર, ભાણચંદ્રનો તે ઉપગાર; સાધ વતી મુજ માન્યો તહિં, ઘણાયે શ્રાવક મુજ માને નહિ. ૨૮૮૫ ગાલિ માન ગુરુ હરસૂરીન્દ્ર, જ્ઞાન નિરમળું જ્યે પૂન્યમચંદ્ર; ‘અમદાવાદમાં શ્રાવક સાર, સુહણું દીઠું એક અપાર. ૨૮૮૬ આવી હીર તણે કહે તેહ, ગૂર્જર ખંડનો રાજા જેહ; સ્વાનિ ચઢી આવ્યો ગહિગહી, મસ્તક છત્ર ધરાવ્યું સહી. ૨૮૮૭ હિરે અર્થ પ્રકાશ્યો તેહ, પરદેશે ગુજરાતી નર જે; આવે પિણ થિર ન રહે અતિ, ચઢણે વાહન ભંડાવતી. ૨૮૮૮ અનુક્રમે તિહાં મદફરશાહ, અમદાવાદમાં પરગટ થાય; વાત હવી જિહાં અકબરશાહ, ખાન ખાના દોડ્યો તેણે ઠાય. ૨૮૮૯ કટક ઘણું જાણી થિર રહ્યો, કલ્યાણરાય તવ મિળવા ગયો; કહ્યું બીહો માહરા ખુનકાર ! મિળ્યા પિંજારા બાવન હજાર. ૨૮૯૦ હું કલ્યાણ આવું તુહ્મ સાથ, હવડાં લેઈ આપું ગુજરાત ! મીરજાખાન હુઓ હોશિયાર, રાજનગરે આવ્યો તેણી વાર. ૨૮૯૧ ટિ. ૨૮૮૬.૧ ગાલિ = ગાળી નાખે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત સાતમો મદફર ચાલી ગયો, મહાસંગ્રામ તિહાં કણિ થયો; પોતે પાતશા લેઇ તરઆરિ, કટિકમાંહિ કરી મારામારી. ૨૮૯૨ સબલ જુજીઓ તેણે ઠાર, વઢતાં ભાગી તિણ તરુઆર; કટિકમાંહિ સદેહ સહિ હૂઓ, મદફર જીવે છે કે મુઓ ! ૨૮૯૩ દીઠો નહિ જ્યારે સુલતાન, ત્યારે ઓસર્યા હબસીખાન; પાતશા પાછો જોયે ફરી, પલાણ તણી પરિ સહૂએ કરી. ૨૮૯૪ ભાગો મદફર તેણીવાર, મીરજાખાન દુઓ જયકાર; હવી વાત અકબરશાહ જ્યાંહિ, ભાખ્યા યાર કમલખ ત્યાંહિ.૨૮૯૫ મહમુંદ પાતશા પહેલો દ્વારે, ખુરાનદાન માર્યો પેજારે; દૂરિ કરી રાખ્યો ચાકરી, તેણે મહમુંદ ગળે દીધી છરી. ૨૮૯૬ બીજો કમલખ અતિમિતખાન, ગુજ્જર પાતશા ખોયું માન; દેઈ ગુજરાતને મુનિ મિળ્યો, આપ વરગટી પાછો વળ્યો. ૨૮૯૭ ત્રીજો કમલખ કુતબદીનખાન, અંતકાલે તસ નાઠી સાન; વેરી મદફર વચને મિળ્યો, તો તે માનવગતિથી ટળ્યો. ૨૮૯૮ ચોથો કમલખ મદફરશાહ, આપ લડ્યા લશકરમેં જાય; આપ રહ્યા નહિ શિરપે જોય, દામ દુની દોલત વે ખોય. ૨૮૯૯ ગઈ ગૂજરાત મુગલને હાથે, નાઠો મદફર છોછિ સાથ; સારું થયું સુહાણાનું ધ્યાન, સાચું જગહાં હીરનું જ્ઞાન. ૨૯૦૦ ગુરુનો ભગત અસ્યો નહિ કોઈ, વિજયદાનસૂરિ મોટો હોય; એકદા કારણ ઉપનિ અતિ, લિખે લેખ તિહાં ગછપતિ. ૧૯૦૧ ઉતાવલા આવો શિષ્ય હીર ! વાટે નીકળી પીજો નીર; વાંચે કાગળ જગગુરુ જામ, સજ થયા ચાલેવા તા. ૨૯૦૨ ચોમાસાનો છઠ તપ હોય, ન કરે પારણું ગછપતિ સોય; કહે બાહેર જઈ કરસ્ય આહાર, રહેતાં ન રહે મુજ આચાર. ર૯૦૩ શ્રાવક સાધ કહે સહુ અતિ, કીજે પારણું તુહ્મ ગછપતિ; હર ન માને હુઆ એકમના, મોટી તે જગમાં આગન્યા. ૨૯૦૪ (ગાથા – સંબોધસત્તરિમાની) आणाइ तवो आणाइ संयमो तहय दाणमाणाए; आणारहियो धम्मो, पलाल पूलव्व पडिहाई. ॥ १॥ પા. ૨૯૦૨.૧ ગુરુ (શિષ્યને સ્થાને) ટિ. ૨૮૯૨.૨ તરુઆરિ = તરવાર, ૨૮૯૩.૧ જુજીઓ = ઝૂઝયો, લડ્યો. ૨૮૯૪.૨ પલાણ = પલાયન. ૨૮૯૫.૨ કમલેખ = બદનસીબ ? ૨૯૦૦.૧ છોછિ = છોડી (?) 9.9 આણાઈ = આજ્ઞાથી, તવો = તપ. Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૧ आणाखंडणकारी, जइवि तिकालं महाविभूइए; पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥ २ ॥ " (પૂર્વ-ચોપાઈ). તેણે કારણે આગન્યા તે સાર, હીરે કીધો તમ વિહાર; | વિજયદાનસૂરિ વાંદ્યા તમેં, અતિ ઉતાવળા આવ્યા કસેં. ૨૯૦૫ કાગળ માંહિ ઉતાવળ ઘણી, તો કિમ રહીયે ગુરુ ગ૭ધણી ? વાર્ટિ આહાર કર્યો ગુરુ સુણી, અતિ હરખ્યો ગચ્છનાયક ધણી.૨૯૦૬ એહવો હીરવિજયસૂરિ જેહ, ગુરુની ભગતિ કરતો તેહ; પોતે પૂજાયો પણ તસ્યો, અવિનય કુણે ન કીધો કસ્યો. ૨૯૦૭ સૂરજ પરિ પૂજાયો સહી, કાઉત્સર્ગ પહોર રહિ નિશિ લહી; છાનો ધ્યાન કરે ગુરુ પરમમોટો આતમ સાખી ધરમ. ૨૯૦૮ શ્રી જિનેશ્વર ભગવંત કહે છે આત્મસાક્ષીએ ધરમ કરવો. એનાથી ભરતેશ્વર મેલાં કર્મોને ટાળીને કેવલી થયા. મન મેલું હોય ત્યાં ધર્મ ન હોય. માણસ જાણે એનાથી શું ? પ્રસન્નચંદ્રને જુઓ. એમણે નરકનું આયુષ્ય બાંધ્યું. (નરકમાં ઉત્પન્ન થવાની યોગ્યતા મેળવી.) જો સંયમ નથી તો કેવળ વેશ અપ્રમાણ જ છે. આત્માની વાત આત્મા જ જાણે, બીજા કોઈ એના મર્મને જાણે નહીં. માટે જીવ આત્મસાક્ષીએ ધર્મ કરે છે. હીરગુરુ પણ આત્મસાક્ષીએ ધર્મ કરતા. રાત્રિના સમયે કાઉસ્સગ્નમાં રહેતા. સિરોહીમાં એક વાર હીરગર આ રીતે ધ્યાનમાં હતા ત્યારે ચક્કર આવતાં પડી ગયા. કેટલાક સાધુઓએ જાગીને જોયું તો હીરગર, પડી ગયેલા હતા. ત્યારે સોમવિજય આદિએ કહ્યું કે આવી રીતે ધ્યાનમાં તો જિનકલ્પી રહે છે. જેમના શરીરમાં ઘણું બળ હોય તે આ કષ્ટ વેઠે. આપ તો એનાથી વિરુદ્ધ કરો છો [આપ તો વૃદ્ધ છો એમ પણ અર્થ થાય. અને આપનો આહાર પણ કેટલો ? આપે તો માથે આખા ગચ્છનો ભાર વહન કરવાનો છે. ત્યારે હીર કહે છે, “આ અસ્થિર દેહ તો અંધારી કોટડી જેવો છે. એમાં અમૂલ્ય રત્નો ભય છે. જે કાઢ્યાં તે જ સાર. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે જ્યાં સુધી ઘડપણ કે રોગ આવ્યાં નથી ને ઇન્દ્રિયો અશક્ત થઈ નથી ત્યાં સુધી ધર્મ સાધી લેવો જોઈએ. | જીવન કલેવર એમ કહે છે કે મારા છતાં હું છું ત્યાં સુધી) તું ધર્મ કરી લે. હું માટી છું ને તું રત્નમય છે. ફોગટ જન્મ હાર નહીં. શાલિભદ્રનું શરીર કેવું હતું ! જરાય તાપ ખમ્યો જતો નહોતો. પણ એમણે એવું તપ આદર્યું કે એમની માતા એમને પા. ૨૯૦૬.૨ બીજી પંક્તિ નથી. ૨૯૦૭.૨ પુણ્ય (પણ ને સ્થાને). ટિ. ૨.૨ પૂએઈ = પૂજા કરે; નિરત્યય = નિરર્થક. Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત ઓળખી શકી નહીં. જે કર્યું તે જ આપણું કરીશું' એટલું ઉધાર. કાયા અસ્થિર અને અસાર છે. પછી તે કામ આપે કે ન પણ આપે. વૈરાગ્યમય વચન સાંભળી જીવ મનમાં વૈરાગ્ય ધારણ કરે છે. વૈરાગીની પાછળ ઘણા રસનો ત્યાગ કરતા હોય છે. નીકા ઋષિ સુંદર રૂપ, નિર્મલ વાણી અને વિચક્ષણ સરસ મન જેમનાં છે એવા ઋષિ નિકા પંન્યાસને હું વંદન કરું છું. એમને જોવાથી જાણે જંબૂસ્વામી, મેઘકુમાર અને ધન્ના અણગારને જોયા હોય એમ લાગે. તે આહાર અને પાણી એક સ્થાને લેતા હતા, ગણીને છ દ્રવ્ય વાપરતા હતા. કપડાં ખરડાય નહીં તો કાપ કાઢતા નહીં. રેશમી વસ્ત્ર વાપરતા નહીં. સંથારો કરીને કદીયે સૂતા નહીં. ઊંઘ આવે તો બેઠાબેઠા જ ઊંઘે. શિયાળામાં ત્રણ જ વસ્ત્ર ઓઢતા. પોતાની વૈયાવચ્ચ (સેવાચાકરી) કરાવે નહીં. પોતાના શિષ્ય કરતા નહીં. આત્મસાક્ષીએ ધર્મ કરતા. બપોરે પણ ધ્યાન છોડે નહીં. ઋષભદાસ કહે છે નીકા ઋષિ પંન્યાસની જોડ અત્યારે કોઈ દેખાતી નથી. (દુહા) શ્રીજિનવર કહે કીજીયે, આતમ સાખે ધરમ; હુઓ ભરતેશ્વર કેવલી, ટાલી મહેલાં કરમ. ૨૯૦૯ મન મહેલે ધર્મ જ નહિ, જન જાણે સ્યું હોય; નરક આયદલ મેલીઆ, પ્રસન્નચંદ્રને જોય ! ૨૯૧૦ અપ્રમાણ વેસ જ કહું, જો નહિ સંયમ સાર; વિષિ ગળેપી છે શમી, સહી મારે નિરધાર ! ૨૯૧૧ આતમ વાત લહે આતમા, અવર ન જાણે મર્મ; તે માટે કરે જીવડા, આતમ સાખી ધર્મ ! ૨૯૧૨ | (ચોપાઈ). આતમ સાખી ધર્મ તે ગમે, રહે કાયોત્સર્ગ રયણીનિ સમે; સીરોહીમાં ધ્યાન રહ્યો ધીર, ભમે દિલ તવ પડીઓ હીર. ૨૯૧૩. ત્યારે સાધ કેતા જોહ, જોય તો ગુર હીર પડેહ; સોમવિજય પરમુખ સહુ કહે, ઈમ ધ્યાનેં જિનકલ્પી રહે ! ર૯૧૪ જેને અંગે બળ પ્રાક્રમ ઘણું, એક કષ્ટ અછે તેહ તણું; તુલ્મ વિરુદ્ધ કરો તુલ્બ (શો) આહાર, શિરે વહેવો ગછ કેરો ભાર ! ૨૯૧૫ પા. ૨૯૧૩.૨ ભમઇલિં ટિ.૨૯૧૫.૨ વિરુદ્ધ = અવળું, જુદું (એટલેકે શક્તિ અને આહાર અલ્પ છતાં જિનકલ્યાણ સમું ધ્યાન હીરગુરુ કરે છે એ સંદર્ભ) (વૃદ્ધ' એવો પણ અર્થ બેસી શકે.) Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૩ (દુ) હિર કહે એ અથિર દેહ, એ કોઠી અંધાર; રત્ન અમુલખ માંહિ ભય, જે કાત્યા તે સાર ! ૨૯૧૬ જબ લગે જરા રોગ નહિ, જવ લગે ઈદ્રી પરમ; | દશવૈકાલિકમાંહિ કહ્યું, તવ લગિ સાધો ધર્મ ! ૨૯૧૭ જીવ ક્લેવર એમ ભણે, મુહ છતાં કરિ ધર્મ; હું માટી તું રંયણમેં, આર્લિ હારે મ જન્મ ! ૨૯૧૮ શાલિભદ્ર સુંદર મુનિ, તાપ ખમ્યો નવિ જાય; અસિ અસ્યો તપ આદર્યો, નવિ ઓલખતી માય. ૨૯૧૯ જે કીધું તે આપણું, કરસ્યું તે ઉધાર; કે આપે કે નહિ દીયે, કાયા અથિર અસાર ! ૨૯૨૦ કહ્યાં વચન વેરાગમે, ધરતો મન વેરાગ; વેરાગી પેઠે બહુ, કરતા રસનો ત્યાગ ! ૨૯૨૧ | (કવિત) રૂપક વિમળ વાણી, વિચક્ષણ વારુ મન્નો; વન્દુ રિષિ નિકો પંન્યાસ, જંબૂ મેઘકુમર ને ધો. એ દીઠે દીઠા વળી તાસ, ખાયમ વારિ લીયે; ૨૯૨૨ એક ઠામ દ્રવ્ય ખટ, ઈઅ ગણી મુનિ લેહ. કાપ ન દેવો વિણ ખરચે, રેશમ વશ ન ધરતો તેહ; સંથારો મુનિ કહીયે ન ઘાલે, આવે ઊંઘ બેઠો ઊંધે. ૨૯૨૩ ચીવર ત્રિય ઓઢે જ શિયા, વલિ ન કરાવે છે; વલિ વેયાવચ્ચાદિક, શિષ્ય નહુ દીર્ષે (તેહ). ૨૯૨૪ આતમ સાખી આતમા ધ્યાન બલોરિ ન છોડિ; ઋષભ કહે કો આજ ન દીસે, નીકા ઋષિ પંડિતની જોડી. ૨૯૨૫ શિષ્યસમુદાયની ઉત્તમતા તપસ્વી એવા તેજવિજય શુદ્ધ આહાર લેતા હતા. પ્રીતિવિજય ઈર્ષા સમિતિનું પાલન કરનારા અને મુક્તિનારીને ભજનારા હતા. તપસ્વી આણંદવિજય ફરીફરી નીરસ આહાર લેતા. બાર દિવસનું અનશન કરી તે ઈશાન સુરલોકમાં ગયા. વિદ્યાવાન ટિ. ૨૯૧૭.૧ દશવૈકાલિક = ૪૫ આગમો પૈકીનાં ચાર મૂલસૂત્રોમાંનું એક સૂત્ર. ૨૯૧૮.૨ રયણમેં = રત્નમય ૨૯૨૧.૧, વેરાગમે = વૈરાગ્યમય ૨૯૨૨.૩ ખાયમ = ખાદ્ય પદાર્થ ૨૯૨૩.૨ કાપ દેવો = સાધુ કપડાનો મેલ કાઢે છે. ૨૯૨૫.૧ બોરિં = બપોરે. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત વિનીતવિજય નીરસ આહાર કરનારા તપસ્વી હતા. તેઓ લોટ અને છાશથી તપનું પારણું કરતા. અપાર સમતા અને શીલવાળા હતા. ધર્મવિજય મધુરભાષી, સમતા-શીલ-જ્ઞાનવંત હતા. તેઓ આડંબર, નિંદા, માન વિનાના અને વૈયાવચ્ચની અપેક્ષા વિનાના હતા. ધર્મસાગર ઉપાધ્યાયે કેટલાય વાદીઓને સાગરની જેમ તાણીને દૂર ફેંકી દીધા. પાસાગર મોટા વાદી હતા. તેમણે નરસિંહ ભટ્ટને જીતી લીધો હતો. સિરોહીના રાજા સમક્ષ વ્યાખ્યાનસભામાં યજ્ઞમાં કરવામાં આવતી પશુહિંસાનો નિષેધ કર્યો. તે સભામાં બ્રાહ્મણ સાધુઓ પણ હતા. તે પૈકી એકે કહ્યું, “અમે બકરાને અમારી ઈચ્છાથી નહીં, પણ એની પ્રાર્થનાથી મારીએ છીએ. તે કહે છે કે “અમને જલદી મારો, જેથી પશુભવમાંથી છૂટીને સ્વર્ગમાં જઈએ !” પદ્મસાગર એની વાતને નકારતાં કહે છે, “ના, ના, એ પશુ તો એમ કહે છે કે અમે પશુ છીએ તે જ બરાબર છે. અમે સ્વર્ગની વાત કરતાં નથી. જો તમારે સ્વર્ગમાં મોકલવાં જ હોય તો તમારા પિતા-પુત્ર આદિને (યજ્ઞમાં હોમીને) દેવલોકમાં મોકલો.” આમ પાસાગરજીના વચનથી બ્રાહ્મણો હારી ગયા, ને ચૂપ થયા. એ વખતે કરમશી ભંડારીએ પ્રશ્ન કર્યો, “જેમ કોઈ પુરુષ નિર્વાણ પામ્યો હોય તેની પ્રતિમા બનાવી તેની સ્ત્રી પૂજા કરે તો તે કશું આપી શકતી નથી એમ મૂર્તિપૂજા વ્યર્થ છે.' પદ્મસાગરજી કહે છે, “એક પુરુષને બે સ્ત્રીઓ હતી. પુરષ પરદેશ ગયો એટલે બન્ને સ્ત્રીઓમાંથી એક તેની મૂર્તિની પૂજા કરતી હતી, બીજી એ મૂર્તિ પર પગ મૂકતી ને મસ્તક ઉપર થૂકતી. પતિ પરદેશથી આવ્યો ત્યારે (બંનેના વર્તનની જાણ થતાં) જે પૂજા કરતી હતી તેને માનીતી બનાવી ને જે ઘૂંકતી હતી તેને હડધૂત કરી કાઢી મૂકી. એ રીતે ઋષભદેવ આપણા નર છે અને આપણે એની બે નારીઓ જેવા છીએ. જે પૂજા કરે તે પદવી પામે ને ભૂંડી તિરસ્કૃત થાય.” આ સાંભળી રાજા ખુશ થયો. કહે, “આ સાધુ સારા છે. એણે ભંડારીનો મદ ઉતાર્યો, જે રોજ મૂર્તિપૂજાનો વિરોધ કરીને ઘણાની સાથે વાદવિવાદ કરતો હતો.' આ જ રીતે એમણે દિગંબર વાદીને પણ જીતી લીધા. દિગંબર શ્રમણો એવો મત સ્થાપે છે કે કેવળી આહાર લે નહીં અને સ્ત્રીને મોક્ષ મળે નહીં? દિગંબર માન્યતા પ્રમાણે સ્ત્રીને મોક્ષ કેમ મળે નહીં એ માટે ઋષભદાસ કવિ અહીં એક રમૂજમાં કહેવાયેલું સંસ્કૃત અવતરણ ટાંકે છે : “દિગંબરી સ્ત્રી રાત્રે પતિના લિંગને, સવારે ભગવાનના લિંગને, અને મધ્ય ગુરુના લિંગને જુએ છે. આમ (તેનું બ્રહ્મચર્ય અસ્થિર હોવાથી) તેને મોક્ષ નથી.' કલ્યાણવિજય ઉપાધ્યાયે કરેલો વાદ કલ્યાણવિજય ઉપાધ્યાય મોટા વિદ્વાન, તાર્કિક, ત્યાગી અને વ્યાખ્યાનકાર હતા. એક વાર વિચરતાં તેઓ રાજપીપળા આવ્યા. ત્યાંના રાજા વચ્છ ત્રવાડી ત્રિવેદી)ના નિમંત્રણથી છ હજાર બ્રાહ્મણો. બ્રહ્મભોજન માટે ભેગા થયા હતા. રાજા પોતે Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ન્યાયનીતિસંપન્ન, કવિ અને દાતા હતા. તેને આંગણેથી કોઈ ભૂખ્યો જતો નહીં. ભેગી થયેલી સભામાં કલ્યાણવિજયને પણ આમંત્રણ અપાયું. રાજાએ કહ્યું, ‘તમે વાદ કરો. હું તેનો યોગ્ય ન્યાય કરીશ.’ તે વખતે બ્રહ્મણોએ ત્રણ તત્ત્વની સ્થાપના કરી. ૧. હિર, ૨. બ્રાહ્મણ અને ૩. શિવધર્મ. ૧. હરિ એટલે ઈશ્વર જ કર્યાં, હર્તા અને પાલક છે. અને તે સર્વત્ર વ્યાપ્ત છે. ૨. બ્રાહ્મણ તે ગુરુ છે. ૩. શિવધર્મ જ સાચો ધર્મ છે. કલ્યાણવિજય વાચક પ્રત્યુત્તરમાં કહે છે, સઘળે હરિ વ્યાપ્ત નથી. તો તો અશુચિમાં પણ ઈશ્વર માનવા પડે. ત્યાં એ કેમ રહે ? વળી ઈશ્વર કર્યાં નથી. નહિતર જે ગાયની હત્યા કરે છે એવા અસુરને એ કેમ સર્જે ? વળી ઈશ્વર ઊંચનીચ, સુખી-દુઃખી એવા ભેદવાળું સર્જન કેમ કરે ? ઈશ્વરને હર્તા તરીકે માનીએ તો તે હત્યા કરનારા ગણવા પડે ને પાલક તરીકે માનીએ તો પ્રેમાળ ગણવા પડે. ક્રોધાદિક (ગુણ-દુર્ગુણ) વિના સંહાર ને પાલન એમ બન્ને કેવી રીતે હોઈ શકે ? વળી, જે બ્રાહ્મણ પાંચ મહાવ્રત પાળતો હોય એટલે કે હિંસા, જૂઠ, અદત્ત, મૈથુન અને પરિગ્રહનો ત્યાગ જેણે કર્યો હોય તે જ સાચો ગુરુ ગણાય. જો કર્મને કર્તા માને તો શૈવધર્મ સાચો છે. ૩૩૫ સંક્ષેપમાં કહીએ તો અક્રોધી તે દેવ, દયા તે ધર્મ ને બ્રહ્મચર્ય પાળે તે ગુરુ. કેટલાક અગ્નિને દેવ માને છે, કોઈ હિ૨ (વિષ્ણુ)ને દેવ માને, પણ એમના ખોળામાં સ્ત્રી છે, કેટલાક મહેશને દેવ માને છે પણ તેઓ ઉમિયાને ઇચ્છે છે. વળી હાથમાં ખડ્ગ ને મુખે મારવાની વાત હોય છે. ગંગા-યમુના વગેરે નદીને તીર્થ માને ને પશુની હત્યામાં ધર્મ માને. ગુરુ સંયોગી હોય ને કહેવાય બ્રહ્મ. ગાયના પુચ્છને પૂજે ને સાપને માથું નમાવે. ઋષભદાસ કવિ કહે છે કે આવી રીતે જે ધર્મ કરે તે આત્માને કઈ રીતે તારે ? (દુગ્ધ) તેજવિજય તપીઓ સહી, લીયે શુદ્ધ આહાર; પ્રીતિવિજય ઈર્યા ભલી, મુગતિ-નારી ભજનાર. આણંદવિજય તપીઓ હવો, ફરી લ્યે નિઃરસ આહાર; બાર દિવસ અણુસણ કરી, સૂર ઈશાનેં સાર. વિનીતવિજય વિદ્યા ભલી, તપીઓ નિરસ આહાર; લોટિ છાસીનું પારણું, સમતા શીલ અપાર. ધર્મવિજય મધુરો મુખે સમતા શીલ (ને) જ્ઞાન; આડંબર નિંદા નહિ, વેયાવચ્ચ નહિ માન. હીરશાસનેં વાદી બહુ, ધર્મસાગર ઉવજ્ઝાય; સાગર પરેિં બહુ તાણીઆ, નાખ્યાં દૂર જાય. ૨૯૨૬ ૨૯૨૭ ૨૯૨૮ ૨૯૨૯ ૨૯૩૦ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત પદ્મસાગર વાદી હુઓ, નાશત નરસિંઘ ભટ્ટ; નખું કરીને બૂજવ્યો, દીઠો જીવ પ્રગટ્ટ. ૨૯૩૧ સીરોહીના નૃપ આગળે, જીત્યો વાદવિવાદ; જયેગન (યશ) ધર્મ ઉથાપીઓ, બેઠા બાંભણ સાધ. ૧૯૩૨ વિપ્ર કહે અજ એમ કહે, વિપ્ર ! વેર્ગે અમ મારિ; પશુ તણો ભવ છૂટીયે, જઈએ સ્વર્ગ મઝારિ. ૨૯૩૩ અજ કહે અબે પશુ ભલાં, મ કરેસિ સ્વર્ગની વાત; તુ સજ્જનને સુર કરો, અો ન તાહરા તાત ! ૨૯૩૪ હાય વિપ્ર ન બોલીઆ, પદ્મસાગરજી તેહ; કરમસી ભંડારી બોલીઓ, માનભ્રષ્ટ થયા તેહ. ૨૯૩૫ યુગતિ કહી નરનારીની, નારવાણિ ચાલે; કીધી પ્રતિમા તેહની, પૂજ્યો કસ્યું ન દેહ ! ૨૯૩૬ પધસાગર કહે ઈમ નહિ, તેહને નારી દોય; એક પૂજે એક પગ ધરે, થુંકે મસ્તકિ સોય. ૨૯૩૭ નર આવ્યો પરદેસથી, માંની ભગતી નારી; ચૂંડી કરીયે વારડી, રંડા સીરી કરી. ૨૯૩૮ ઋષભદેવ નર આપણો, આપણ બેહુએ નારી; પૂજે તે પદવી લહે, ભુંડી સારવણી હારી. ૨૯૩૯ નૃપ રીજ્યો કહે ઋષિ ભલો, આજ ઉતાર્યો નાદ; નિત્યે પ્રતિમા ઉથાપતો, કરતો બહુસ્યું વાદ. ૨૯૪૦ વાદિ દિગંબર જીતીઓ, ખમણો થાપે જોય; આહાર નહિ નર કેવળી, નારી મુગત્ય ન હોય ! ૨૯૪૧ | (અનુરુપ વૃત્ત) रात्रौ लिङ्गं पतेः पश्य, प्रभाते देवदर्शनात; मध्याह्ने च गुरुं दृष्ट्वा, मुक्ति स्ति दिगम्बरी ॥ १॥ (પૂર્વ-દૂહો) કલ્યાણવિજય વાચક વડો, વાદ વિપ્રસું કીધ; વછ ત્રવાડી આગલે વાપી જૈન પ્રસિદ્ધ. ૨૯૪૨ પા. 9. લોક નથી. ટિ. ૨@૬.૧ નારવાણિ ચાલેહ = નિર્વાણ પામે. ૨૯૪૧.૧ ખમણો = શ્રમણ, સાધુ ર૯૪૧.૨ મુગત્ય = મુક્તિ, મોક્ષ Page #372 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૦ ખટ હજાર બાંભણ મલ્યા, ભોજન કાજે ત્યાંહિ; કલ્યાણવિજય તિહાં આવીઆ, રાજપીપલામાંહિ. ૨૯૪૩ વછ ત્રવાડી પુરધણી, વિબુધ-સુર-કવિરાય; ન્યાય નીતિ દાતા વડો, ભૂખ્યો કોઈ ન જાય. ૨૯૪૪ કલ્યાણવિજય તેણે તેડીઆ, મેલી વિખસભાય; - વાદ કરો નર તુહે ભલો, કરસ્ય નરતો ન્યાય ૨૯૪૫ ત્રિય તત્ત્વ ભટ થાપતા; હરિ(૧)શાહાણ(૨)શિવધર્મ(૩); કરતા(૧)હરતા(૨)પાળતા(૩), સઘળે વ્યાપ્યો બ્રહ્મ. ૨૯૪૬ વાચક કહે એ નવિ મલે, સઘળે સાંઈ ન હોય ! અશુચિમાં તે કિમ રહે, કરતા કર્મ જ જોય ! ૨૯૪૭ સાંઈ ન સરજે અસુરને, જેહ હણતા ગાય; - નિચ ઊંચ દુર્બલ સુખી, નવિ સરજે મહારાય ! ૨૯૪૮ હરતાં હત્યા ઉપજે, પાલતે હોઈ પ્રેમ; ક્રોધાદિક પાખે વળી, કેરી પરિ મિલક્ષ્ય એમ ! ૨૯૪૯ ગુરુ બ્રાહ્મણ તે સહી, ખરો જો પાળે વ્રત પંચ, હિંસા(૧) જૂઠું(૨) અદત્ત(૩) મૈથુન(૪), નહિ પરિગ્રહનો સંચ. (પ) ૨૯૫૦ શૈવધર્મ સાચો સહી કરતા માને કર્મ, દેવ અકોય દયા ધર્મ, ગુરુ પાળે જે બ્રહ. ૨૯૫૧ (કવિત) દેવ અગ્નિ ને ઇસ, હરિ ઉચ્છંગ નારી; ઉમયા છે મંસ, હાથિ પગ મુખિ મારી, પાણિ તીરથ જાસ, અજા મારતાં ધર્મ; ગુરુ સંયોગ જાસ, નામ કહેવાયે બહા. ગૌપૂછ પૂજે, સીસ નમાવે સાપને; કવિ ઋષભ એણી પરિ ઉચ્ચરે; કહી પરિ તારે આપને ! ૨૯૫૨ સભામાં બન્ને પક્ષે દલીલો થઈ અને એમ કરતાં કોઈએ મયદ્ય રાખી નહીં. દલીલમાં બંધાઈ ગયેલા બ્રાહ્મણો કાંઈ બોલ્યા નહીં ત્યારે વચ્છરાજ બોલ્યા, “જૈનધર્મ સાચો છે. તેમનું દેવસ્વરૂપ સાચું છે. અને તેમના નિગ્રંથ ગુરુ પણ સાચા છે. તમે તો અંધારિયા કૂવામાં પડેલા છો. એમનું કલ્યાણવિજયનું) પંડિતપણું સારું છે. પહેલાં તેઓ બુદ્ધિશાળી વણિક હતા. પછી મુનિવર થયા. તેમની વ્યાકરણશુદ્ધિ પણ સારી છે.” આમ બ્રહ્મણોને વખોડ્યા અને આ સાધુની પ્રશંસા કરી. વસ્ત્ર આદિ આપ્યાં. ટિ. ૨૯૫૧.૨ અકોય = અક્રોધી ૨૯૫૨.૨ મંસ = મહેશ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત પણ સાધુઓને રાજપિંડ ન ખપે એ રીતે એ લીધો નહીં ત્યારે વછરાજ ખૂબ ખુશ થયો. તેઓ વાજતેગાજતે વિદાય થયા. જયજયકાર વર્યો. આવા એકએકથી ચડિયાતા શિષ્યો હીરગુરુના હતા. તેમાંથી કેટલા ગણાવું ? સકલચંદ્ર ઉપાધ્યાય, શાંતિચંદ્ર, ભાનુચંદ્ર ને હેમચંદ્રાચાર્ય જેવા મહાન કવિ હતા. આ બધા શિષ્યો હીરગુરુના હતા. હીરગુરુ સમું કોઈ થયું નથી. તપમાં ધન્ના અણગાર, શીલમાં સ્થૂલિભદ્રના અવતાર, વૈરાગ્યમાં વજસ્વામી, નેમિનાથ જેવા બાલબ્રહ્મચારી, ગૌતમ સમાં મહિમાવંત, રૂપમાં કામદેવ સમા, બુદ્ધિમાં અભયકુમાર, સૌભાગ્યમાં કયવત્ર શેઠ, વાદમાં વૃદ્ધદેવસૂરિ, જ્ઞાનમાં સુધર્માસ્વામી, રાજ્યમાનમાં હેમચંદ્રાચાર્ય, પરિવારમાં - ગ્રહગણમાં ચંદ્રમા, ધ્યાનમાં દમદંતમુનિ, ક્ષમામાં કૂરગમુનિ, દાનગુણમાં સુરત, વિદ્યામાં બૃહસ્પતિ સમા તે હતા. તેઓ સાગર સમા ગંભીર, મેરુ સમા ધીર, મેઘ સમા ઉપકારી, ગંગાનીર સમા નિર્મળ, કંચન સમા નિષ્કલંક, સિંહ સમા વિચરનારા, સૂર્યની જેમ પ્રકાશમાન, હાથી સમા ચાલવાળા. ચંદ્ર સમા સૌમ્ય અને કંચનવર્ણ કાયાવાળા, કાચબાની જેમ પંચેન્દ્રિયોને ગોપવનારા, ગ્રહમંડળ પેઠે અવિરત વિહાર કરનારા, પૃથ્વી સમા (ગચ્છ અને ક્રિયાનો) ભાર ખમનારા, વૃષભની જેમ ધર્મની ધુરાને વહન કરનારા, ભારેડ પક્ષી સમાં અપ્રમત્ત, શંખ સમા ગંભીર નાદવાળા હતા. વાસિત અને ચંદન, પથ્થર અને મણિ, અપમાન અને પૂજા, રુદન અને ગાન, રાબ અને ખાર – એ બધું જ એમને સરખું હતું. તેઓ કમળના સમા નિર્લેપ હતા. આમ, દેવોથી પણ કહ્યા ન જાય તેવા અનેક ગુણોવાળા ગુરુ હતા. - પૂર્વે દેવવિમલ પંન્યાસ થયા. તેમણે સોળ સર્ગમાં અને ત્રણ હજાર ને પાંચ શ્લોકોમાં હીરસૌભાગ્યમ્' મહાકાવ્ય રચ્યું છે. બીજો પપપ૧ ગાથાનો અને ત્રીજો ૯૭૪૫ ગાથાનો ગ્રંથ એમણે રચ્યા છે. એમના તો ઉમદા ભાવો છે. મારી બુદ્ધિ તો તેવી નથી. છતાં મેં એ ગ્રંથો જોઈને તેમજ બીજાં શાસ્ત્રોનો અભ્યાસ કરીને આ “રાંસ રઓ છે. મોટાનાં વચનો સાંભળીને આ વૃત્તાંત – ચરિત્રની રચના કરી છે. એમાં ઓછું વતું જે કાંઈ કહ્યું હોય તે માટે મિચ્છામિ દુક્કડમ્ કહું છું. પુણ્ય નિમિત્તે મેં આ રાસ રચ્યો છે અને પુણ્યથી જ મારી આશા પૂર્ણ થઈ છે. વળી પુણ્યથી જ મને આ રાસ રચવાનો મનોરથ થયો. એથી ભવોભવનો પાપરૂપ મેલ દૂર થયો. હાથ જોડીને મેં જેની જગમાં જોડી નથી એવા હીરગુરુના ગુણ ગાયા. આ પૂર્વે અનેક ગચ્છપતિ થયા પણ હીરગુરુ સમા કોઈ નહીં. ગ્રહમંડળમાં જેમ ચંદ્ર, દેવોમાં જેમ ઈદ્ર, રાજાઓમાં જેમ રામ, સતીઓમાં જેમ સીતા, મંત્રમાં જેમ નવકારમંત્ર, તીર્થોમાં જેમ શત્રુંજય, જિનેશ્વરોમાં જેમ ઋષભશિંદ, ચક્રવતીઓમાં જેમ ભરતરાજા, પર્વતમાં જેમ મેર, સર્વ માર્ગોમાં જેમ મોક્ષમાર્ગ નદીઓમાં જેમ ગંગા મહાન છે તેમ સર્વ ગચ્છપતિઓમાં હરિગુરુ મોટા છે. વળી, સૌ ઘટમાં કામકુંભ, બ્રહ્મચારીઓમાં નેમકુમાર, નગરીઓમાં વિનીતાનગરી, વિનયવંતોમાં લક્ષણ, પર્વોમાં પર્યુષણ, સર્વ જ્યોતિમાં સૂર્ય તરુવરોમાં કલ્પવૃક્ષ, સ્ત્રીઓમાં મરુદેવી, સરોવરોમાં માનસરોવર, ગાયોમાં કામધેનુ, જેમ મોટાં છે તેમ સૌ Page #374 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૩૯ ગચ્છોમાં તપગચ્છ અને ગચ્છાતિઓમાં હીરગુરુ મોટા છે. દેવો અને માનવો એમના ગુણ ગાય છે અને ઋષભદાસ કવિ પણ એમના ગુણોની માળા કરે છે. એમ કરવાથી પૂર્વનાં કર્મો ક્ષય પામે છે અને આપણું સમ્યકત્વ નિર્મળ થાય છે. જે રાજદિકના ગુણ ગાય છે તે માણસ આ ભવમાં સુખી થાય છે. પણ મોટે ભાગે પરભવમાં તે હાનિ પામે છે. કારણ કે લોભને કારણે એ અધમને પણ ગુણની ખાણ કહે છે. જે નારીના રૂપની પ્રશંસા કરે છે તે આ ભવમાં તો સુખ પામતો નથી, અને પરભવમાં દુઃખ મેળવે છે. કેમ કે લોહી, માંસ, હાડકાના માળા જેવા આ દેહકૂપની એ અમૃતના કુંડ રૂપે પ્રશંસા કરે છે. જે સાર-પુરુષને અસર કરે છે તે મોટે ભાગે આ ભવમાં પણ દુઃખી થાય છે ને પરભવમાં તો નિશ્ચિતપણે દુઃખ પામે છે. કોઈ મૂર્ખની જોડે ગુણોને ભાંડે-વખોડે તો આ ભવ અને પરભવમાં તેના મુખમાં ખોડ આવે છે. અસત્ય બોલ જે પ્રગટપણે ઉચ્ચરે તે ભાંડ થઈ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. જે કુગુરુ અને કુદેવના ગુણ ગાય તેની કશી અર્થસિદ્ધિ થતી નથી. જે સુદેવ અને સુગુરુની નિંદા કરે છે તે ધર્મને ઉથાપીને ચારે ગતિમાં ફરે છે. એવા ઘણા કવિઓ જગતમાં છે જેઓ સ્તુતિ કરતાં – કવિતા કરતાં પાર પામ્યા નથી. પણ જે સુગુરુ - સુદેવના ગુણ ગાય છે તે આ ભવ ને પરભવમાં સુખી થાય છે. વળી સ્તુતિ કરતાં જો લહે લાગી જાય તો ઈદ્રની પદવી મેળવે છે. વિધિપૂર્વક જો સ્તુતિમાં લીન બને તો ગણધર થાય અને એમાં પણ જો તીવ્ર રાગ થાય તો જયજયકાર થાય (તીર્થકર બની જાય). દેવ-ગુરુની સ્તુતિ કરવામાં આવે તે જ હે લગાડવાનું સ્થાનક છે. તે રાવણની પેઠે તીર્થંકર થાય અને કર્મક્ષય કરી મોક્ષે જાય. . (પૂર્વ-દુહા) અનેક યુગતિ બોલ્યા બેહુ, કોણે ન રાખી લાજ; . બાંધ્યા વિપ્ર બોલ્યા નહિ, તવ બોલ્યો વછરાજ. ૨૯૫૩ જૈનધર્મ સાચો સહી, સાચો દેવસ્વરૂપ; નિગ્રંથ ગુરુ સાચો સહી, પડ્યા તુમ અંધ કૂપ ! ૨૯૫૪ એહનું પંડિતપણું ભલું, પૂરર્વે વાણિગ બુદ્ધિ; પછિ હૂઆ આપ મુનિવરૂ, વ્યાકર્ણ કરી શુદ્ધિ. ૨૯૫૫ બંભણ વખોડ્યા ઋષિ સ્તવ્યા, આલું વસ્ત્ર અંબાર; રાજપિંડ લીધો નહિ, હરખ્યો પુરુષ અપાર. ૨૯૫૬ ચાલ્યો વાચક વાગતે, વરત્યો જયજયકાર; એ ચેલા ગુર હીરના, એક એકર્ષે સાર; ૨૯૫૭. કવિ ચેલા કેતા કહું, સકલચંદ ઉવઝાય; શાંતિચંદ્ર ને ભાણચંદ, હેમ વડો કવિરાય. ૨૯૫૮ ટિ. ૨૯૫૮.૨ હેમ = હેમચંદ્રાચાર્ય Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શ્રાવક કવિ ઋષભદાસા ૨૯૫૯ (ચોપાઈ). એ ચેલા ગુરુ હરના હોય, હીર સમો નવિ દુઓ કોઈ; તપે કરી ધન્નો-અણગાર, શીલે યુલિભદ્વઅવતાર. વેરાર્ગે જિમ વઈકુમાર, નેમિ પરિ બાલહ બ્રહ્મચાર; ગૌતમ પરે ગુર મહિમાવંત, રૂપું જાણું મયણ અત્યંત. ૨૯૬૦ બુદ્ધિ જાણે અભયકુમાર, સોભાગે કયવન્નો સાર; વાદે વૃદ્ધદેવસૂરિ જન્મ્યો, શાને સ્વામિ સુધર્મા અસ્યો. ૨૯૬૧ રાજ્યમાને જિમ મસૂરીન્દ, પરિવારેં જિમ ગ્રહગણચંદ; ધ્યાનેં જાણું મુની દમદંત, ક્ષમાયે કુરગડુનો જંત. ૨૯૬૨ દાનગુણે જાણું સુરતરુ, વિદ્યાર્થે જાણું સુરગુર; સાયર પરે દીસે ગંભીર, મેરુ તણી પર્વે મુનિવર ધીર. ૨૯૬૩ મેઘ પરે ઉપગારી હીર, નિરમલ જાણે ગંગાનીર; કંચન પરે દીસે નિકલંક, વિચરે સિંહ પર્વે જ નિઃસંક. ૨૯૬૪ સૂર તણી પર્વે તું દીપતો, મયગલ પરે ચાલે ગાજતો; ચંદ તણી પરે દીસે સોમ, કંચન વરણી કાયા રોમ. ૨૯૬૫ કર્મ પરે ગુખેંદ્ધિ સહી, ગ્રહગણ પરિ ફરતો ગહિગહી; ભારેખમ પૃથવીની પરે, વૃષભ તણી પરે ધોરી ધરે. ભારેડ પંખી પરે નહિ પ્રમાદ, સંખ પરે જસ ગોહિરો સાદ; વાસીચંદન સરિખા દોય, મણિ ને પાહાણ સરિખા હોય. ૧૯૬૭ સરિખા તુજ પૂજા અપમાન, સરિખો જેહને રોદન ગાન; પંકજ પર્વે નિર્લેપ જ હીર, સરિખાં રાબ અને વલિ ખીર. ૨૯૯૮ ૨૯૬૬ અનેક ગુણ દીસે ગુરુરાય, પૂરા દેવે કહ્યા ન જાય ! ૨૯૬૯ પૂરવે દેવવિમલ પંન્યાસ, સોળ સરગ તેણે કીધા ખાસ; ત્રિય સહિસને પંચાહ કાવ્ય, કર જોડી તેણે કીધા ભાગ્ય. ર૯૭૦ પાંચ હજાર અને સમપંચ, એકાવન ગાથાવત પઠનો સંચ; | નવ હજાર સાતમેં પિસ્તાલ, કરે ગ્રંથ નર બુદ્ધિ વિશાળ. ૨૯૭૧ વિકટ ભાવ છે તેહના સહી, માહરી બુદ્ધિ કાંઈ તેહવી નહિ; મેં કીધો તે જોઈ રાસ, બીજા શાસ્ત્રનો કરી અભ્યાસ. ૨૯૭ર પા. ૨૯૫૯.૧ ગુરુના સહી ૨૯૭૦.૨ ભાવ્ય ટિ. ર૯૬૩.૧ સુરગુરુ = બૃહસ્પતિ ૨૯૬૫.૨ સોમ = સૌમ્ય, શીતળ, ર૯૬૭.૧ ગોહિરો = ગંભીર Page #376 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૪૧ મોટાં વચન સુણી જે વાત, તે જોડી આયો અવદાત; ઓછું અધિકું કહ્યું હોય જેહ, મિચ્છાદુક્કડ ભાખું તેહ ! ૨૯૭૩ પુણ્ય નિમિતે કીધો મેં રાસ, પુર્યે પુહુતી માહરી આસ ! પુયે એહ મનોરથ થયો, પાતિગ મહેલ ભવભવનો ગયો. ૧૯૭૪ ગાયો હીરવિજય કર જોડી, જેહની જર્ગે દીસે નવિ જોડી; અનેક ગષ્ણપતિ આગે હોય, હર સમો નવિ દીસે કોય ! ૨૯૭૫ ગ્રહગણમાંહિ વડો જિમ ચંદ, સુરમાંહિ જિમ મોટો ઈદ; રાજામાંહિ જિમ મોટો રામ, સતીમાંહિ સીતાનું નામ. ૨૯૭૬ મંત્રમાંહિ મોટો નવકાર, જિમ તીરથમાંહિ શેત્રુંજો સાર; જિનમાંહિ મોટો ત્રષભશિંદ, ચક્રમાંહિ જિમ ભરત નરીદ. ૧૯૭૭ પરવતમાંહિ વડો જિમ મેર, પંથમાંહિ જિમ મુગતિનો સેર; નદીમાંહિ જિમ ગંગાનીર, ગછપતિ સહુમાં મોટો હીર ! ૨૯૭૮ કામકુંભ ઘટમાંહિ જેમ, બ્રહ્મચારીમાં મોટો નેમ; નગરીમાં વનિતા જ વિશેષ, વિનયવંતઋાં લખમણ એક. ૧૯૭૯ પર્વમાંહિ પજુસણ હોય, સૂર્ય સમો નહિ જ્યોતે કોય; કલ્પવૃક્ષ તરૂઅરમાં સાર, સ્ત્રીમાં મરૂદેવ્યા અવતાર. ૨૯૮૦ સરમાં માનસરોવર સોય, કામધેન ગૌમાંહિ જોય; ગછમાંહિ તપગચ્છ ગંભીર, ગછપતિ મોટો ગુરુ હર ! ૨૯૮૧ સુરનર ગુણ જેહના ઉચ્ચરે, ત્રઢષભકવિ ગુણમાલા કરે; કર્મ ખપે પુન્ય હોયે ઘણું, સમકિત નિર્મળ તે આપણું. ૧૯૮૨ એક ગુણ રાજાદિકના ગાય, તે નર સુખીઆ ઈહાં કણે થાય; પ્રાપ્તિ પામે પરભવ હાણ, લોભે અધમ કસ્યો ગુસખાણ. ૨૯૮૩ એક વખાણે નારી રૂપ, ઈહાં સુખ નહિ પરભવ દુઃખ; કુપ રગત મંસ હાડના ખંડ, સોય વખાણે અમૃતકુંડ. ૨૯૮૪ એક તો વેસર જોડી આહિ, ઈહાં કણિ દુઃખીઆ હોય માંહિ; પરભવ દુઃખ પામે નિરધાર, સાર પુરુષને કરે અસાર. ૨૯૮૫ એક મુરખ જોડે ગુણ ભાંડ, આ ભવ પરભવ તસ મુખે ખાંડ; ખોટા બોલ પરગટ ઉચ્ચરે, થાયે ભાંડ ચિંહુગતિમાં ફરે. ૧૯૮૬ કુગુરુ કુદેવ તણા ગુણ ગાય, અર્થસિદ્ધિ કિસી નવિ થાય; સુગુર સુદેવની નિંદા કરે, ધર્મ ઉથાપી ચિહું ગતિ ફિરે. ૨૯૮૭ ઇસ્યા કવિ હુઆ જગે બહુ, સ્તવતા પાર ન પામ્યા કહું સુગુરુ સુદેવ તણા ગુણ ગાય, આ ભવ પરભવે સુખી થાય. ૨૯૮૮ પા. ૨૯૮૨.૨ લખે પુણ્ય જે હોઈ ઘણું ટિ. ૨૯૭૯.૨ વનિતા = વિનીતાનગરી Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત સ્તુતિ કરતા લહિ લાગી જોય, ઈદ્ર તણી પદવી તે હોય; વિધિ લહે તો ગણધર થાય, તીવ્ર રાગે હુઓ જયકાર ! ૨૯૮૯ લહિ લાગાનું થાનક એહ, દેવગુરુ ગુણ સ્તવીયે જેહ; રાવણ પરિ તીર્થંકર થાય, કર્મ ખપાવીને મુગતિ જાય. ૨૯૦ જ્યારે ગુરુને વંદન કરવા જાય ત્યારે પાતિકનો ચૂરો થાય છે. તે પુણ્યનું ભાથું ભરે છે ને ડગલેડગલે હળવો થાય છે. નીચ ગોત્ર કર્મ ખપાવીને ઊંચ ગોત્ર કર્મ બાંધે છે. કર્મની ગ્રંથિને છેદીને તે તીર્થંકરપણે મેળવે છે. કૃષ્ણ વાસુદેવે મુનિઓને વંદન કરવાથી ક્ષાયિક સમ્યકત્વ મેળવ્યું અને સાતમી નરકને ટાળીને ત્રીજી નરકમાં આવ્યા. આવા કૃષ્ણ ધન્ય બન્યા. શીતલાચાર્ય ગુરુના ચાર ભાણેજ શિષ્યો ગુરુવંદન માટે હૈયામાં અપાર હરખ ધરતા હતા. તેઓ ગુરુવંદન માટે આવી રહ્યા હતા પણ સાંજ પડી જવાથી નગર બહાર રોકાઈ ગયા ને વિચાર્યું કે સવારે ગુરુને વંદન કરીશું. અને એમની સ્તવના કરીશું. ભાવથી વાંદણાં દઈશું ને અપાર ભક્તિ કરીશું. આ નિર્મળ ધ્યાનને કારણે ચારે મુનિવરો કેવળી બન્યા. સવારે તેઓ જ્યારે વાંદવા ગયા નહીં ત્યારે ગુરુજી વાટ જોતાં જોતાં થાકીને જોવા ગયા કે ચારે મુનિઓ કેમ આવ્યા નહિ ? તેમણે ગુરુને આવતા જોયા પણ ઊભા થયા નહીં. ગુરુ કહે “તમે મને વંદન કરો.” મુનિઓ કહે “ભલે.” ગુરુ પૂછે છે “કાંઈ અતિશય છે ?” શિષ્યો કહે કેવલજ્ઞાન.' તરત જ ગુરુ મનમાં કશાય અભિમાન વિના કેવળજ્ઞાનીઓને વંદન કરે છે. પોતાની નિંદા અને શિષ્યોની સ્તુતિ કરે છે. કેવલીને વાંદતાં મનમાંથી મત્સરને હટાવી દીધો. એમ કરવાથી શીતલાચાર્ય પણ કેવળી થયા. પહેલાં ચાર શિષ્યો કેવલી થયા ને પછી ભાવપૂર્વક વંદન કરીને ગુરુ ભવનો પાર પામ્યા. (ઢાલ ૧૦૫ – સિંહ તણી પરિ એક્લો રે, રાગ ગોડી) પાતિક ચૂર કરે તદા રે, ગુરુને વંદને જાય; પોતે પુણ્ય હોયે ઘણું રે, ગિડગિહલુઓ થાયરે-ગુરુ વંદન કરે. આંચલી) ૨૯૯૧ નીચ ગોત્ર તે ખેપવિ રે, ઊંચું ગોત્ર બાંધેલ; કર્મગાંઠિ ટાલી કરી રે, તીર્થંકરપણું લહિ તેહો રે. ગુરુ૦ ર૯૯૨ ખાયક સમકિત પામીયો રે, ટાલી સાતમી નર્ક; ત્રીજી નરગિ આવીઓ રે, ધન્ય તું યાદવ વર્ગો રે. ગુરુ૦ ર૯૯૪ શીતલાચાર્યગુરુ તણા રે, શિષ્ય ભાણેજા રે પ્યાર; ગુરુ વંદન કાજે ધરે રે, હિયર્ડ હર્ષ અપારો રે. ગુરુ૦ ૨૯૯૪ વંદન કાજે આવતા રે, રહીઆ તે પુર બાહારો; વ્યાંહણે ગુરુને વાંદસ્ ૨, સ્તવમું બહુ તેણે ઠારો રે. ગુરુ૦ ૨૯૫ ભાવે દેટું વાંદણાં રે, કરસ્ય ભગતિ અપાર; નિરમળ ધ્યાને કેવળી રે, હુઆ મુનિવર તેહ યારો રે. ગુરુ૦ ૨૯૯૬ ટિ. ૨૯૫.૨ વ્યાંહણે = પ્રભાતે Page #378 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ - ૩૪૯ વાહણે ન જાયે વાંદવા રે, ગુરુ જુએ તીહાં વાટ; જોવા કારણ ગુરુ ગયા રે, નાવ્યા તે સ્યા માટે રે. ગુરુ) ૨૯૯૭ ગુરુને દીઠા આવતા રે, ઊભા તે નવિ થાય; ગુર કહે ઘો તમે વાંદણા રે, વાર કહે મુનિરાયો રે. ગુર૦ ૨૯૯૮ ગુરુ પૂછે અતિસહિ કિસ્યો રે ! શિષ્ય કહે કેવલજ્ઞાન; તવ વેગે ઘે વાંદરાં રે, મૂકી મન અભિમાનો રે. ગુર૦ ૨૯૯૯ નિંદ્યા આપ કરંતડા રે, સ્તવતા શિષ્યને રે ત્યાં હિ; વાંદતાં હુઆ કેવલી રે, મચ્છર નહિ મન માંહિ રે. ગુરુ. ૩000 શીતલાચાર્ય કેવળી રે, પહેલાં ચેલા એ આર; ગુરુ વંદન ભાવે કરી રે, પામ્યા ભવનો પાર રે. ૩૦૦૧ આવા શ્રી હરિગુરુના ગુણો જાણીને મેં તેમની સ્તવના કરી પૂર્વનાં પાતિક ટાળ્યાં. સકલસિદ્ધિ પોતાને ઘેર આવી. - આ રાસને જે ભણે, ગણે, વાંચે ને સાંભળે તેને બારે કલ્પવૃક્ષ ફળશે અને જે એને લખે-લખાવે અને આદર કરે તે પુણ્યરૂપી ઘડો ભરશે. હીરગુરુનો રાસ જે સાંભળશે તેના મનની આશા પૂર્ણ થશે. તેને ઘેર લક્ષ્મીનો વાસ થશે, તેને ઘરે બારે માસ ઓચ્છવ થશે. હીરનું નામ સાંભળતાં સુખ થાય. મોટા રાજાઓ તેને આ પૃથ્વી પર માન આપે, મણિ મંદિર, સુંદર સ્ત્રી, હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરે તેને મળે. તેના ઘરમાં વિનીત પુત્રો, શિયળવંતી સ્ત્રી, ગાડાં, વહેલો હોય અને જગતમાં લોકો તેની ઘણી કીર્તિ કરે. રોગરહિત શરીર, શુભ સ્થાનમાં વાસ હોય અને લોકો તેની આશા કરે. તે ઘણું જીવે, ઘણું સુખ પામે ને સોનાની શય્યા એને મળે. જે હીરનું નામ જપે એનું કામ દેવતાઓ પણ કરે. એમના નામથી સાપનું ઝેર પણ ઊતરી જાય ને હાથીસિંહ પણ ભાગી જાય. એમને નામે દુશમન પણ વશ થાય ને દુષ્ટ/દુરિત દૂર થાય. એમનું નામ જો હૈયામાં ધારે તો વહાણમાં ડૂબતો તરી જાય. હીરનું નામ જપવાથી ભૂતપ્રેત કાંઈ કરી શકે નહીં. જે હીરના ગુણ હૈયે ધરે તે જીવતાં સુધી લીલાલહેર કરે. હીરનું ચરિત્ર સાંભળી પાપથી પાછો વળે, તે હિંસા ન કરે, સત્ય બોલે, કાચ જેવી નિર્મળ વ્યવહારશુદ્ધિ રાખે, વેશ્યાગમન ન કરે, ધૂત ન રમે, ઘરસૂત્ર – ઘરની મર્યાદા જાળવે, પાપના ઉપકરણને રાખે નહીં, પરનિંદા ન કરે, ક્રોધ, માન, માયા, લોભને આશરો ન આપે. જગતમાં બહુ બળિયા રાગદ્વેષને પ્રાયઃ ટાળવા જોઈએ. ક્ષમા, વિવેક, પૂજાને આદરો ને રૂડી રીતે ગુરુભક્તિ કરો. ગુણસ્તુતિ કરવી, સ્વની નિંદા કરવી અને પાપ કરવાં નહીં. | (ચોપાઈ) એહવા શ્રીગુરુના ગુણ લહી, હીરવિજયસૂરિ સ્તવીયા સહી; પૂરવપાતિક ટાળ્યાં વહી, સકલસિદ્ધિ નિજમંદિર થઈ. ૩૦૦ર ટિ. ૨૯૯૯.૧ અતિસહિ = અતિશય Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ - શ્રાવક કવિ અષભદાસકૃત ભણે ગુણે વાંચે સાંભળે, તેહને બારે કલ્પદ્રુમ ફળે; - લિખેલિખાવે આદર કરે, પુણ્ય તણો ઘટ પોતે ભરે ! ૩૦૦૩ હીર તણો જે સુણસ્ય રાસ, તેહના મનની પોહોચે આસ; તસ ઘર હોયે કમળાવાસ, તેહને ઉચ્છવ બારે માસ ! ૩૦૦૪ હીરનામ સુણતાં સુખ થાય, મહઅલિ માને મોટા રાય; મંદિર મણિ સુંદર મહિલાય, હય ગય વૃષભો મહિષી ગાય !૩૦૦૫ પુત્ર વિનીત ઘરિ દીસે બહુ, શીલવતી ઘરિ દીસે વહ; સકટ ઘણાં ઘરિ વહેલ્યો બહુ, કીર્તિ કરે જગે તેહની સહુ ! ૩૦૦૬ રોગ રહિત શુભ થાનક વાસ, ઘણા લોક કરે તસ આસ; બહુ જીવે ને બહુ લજ્જાય, સોવન તણી પામે શયાય. ૩૦૦૦ જપે હરિ તણું જે નામ, કરે દેવતા તેહનું કામ; જેણે નામે વિષધરવિષ જાય, જેણે નામે ગજસિંહ પળાય. ૩૦૦૮ જેણે નામ વયરી વશ થાય, જેણે નામે દુષ્ટ દૂરે જાય; પ્રવાહણમાંહિ બૂડતો તરે, હીરનામ હિયે જો ધરે. ૩૦૦૯ ભૂતપ્રેત ન માંડે પ્રાણ, હીરના નામ જપો જગે જાણ; હીર તણા ગુણ હીઅડે ધરે, જો જીવિતાં લગિ લીલાં કરે. ૩૦૧૦ ચરિત્ર હીર તણું સાંભળી, પાપ થકી રહે પાછો ટળી; ન કરે હિંસા બોલે સાચ, વિવહારશુદ્ધિ નિરમળ કાચ. ૩૦૧૧ વેસગમન નવિ ખેલે દૂત, રાખે જૈન તણું ઘરસૂત; પાપોપગરણ મેલે નહિ, પરનિંદ્યા નવિ કિજે કહી. ૩૦૧૨ ક્રોધ માન માયા ને લોભ, ચ્યારેને નવિ દીજે થોભ; રાગદ્વેષ બળીઆ જગમાંહિ, સુણી પુરષ ! ટાલીજે પ્રાંતિ. ૩૦૧૩ ખમા-વિવેક-પૂજા આદરો, શ્રીગુરુભગતિ ભલી પર્વે કરો; ગુણ બોલે ને નિંદે આપ, સુણી પુરુષ ! ન કીજે પાપ. ૩૦૧૪ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે કે જે માણસ પોતાના કાને શાસ્ત્ર સાંભળી પાપકર્મ ન ત્યજે તે પથ્થર સમાન છે. પાણીમાં પડેલો પથ્થર ભીંજાય ખરો પણ ભેદાય નહીં. તેમ ગુરુવચન સાંભળીને માણસ ડોલે ખરો પણ પાપનિષેધ ન કરે અને વૈરાગ્ય ન પામે તેને ઘણા ભવ કરવાના છે એમ જાણજો. વળી જે માણસો તેલ જેવા છે તેને ક્યાંથી શિવમાર્ગ મળે ? જે તેલ સરખા થાય તે નિશે મુક્તિપંથે પામે નહીં. તેલનું બિંદુ જળમાં પ્રસરે ખરું પણ જળને ભેદે નહીં તેવી જ રીતે જળ સરખી ગુરુની વાણી મનને ભેદે નહીં - બહાર જ રહે. ગુરુવચન સાંભળીને હાહા, જીજી કરે પણ મોટે ભાગે પાપ ત્યજે નહીં. ટિ. ૩૦૦૬.૨ સકટ = ગાડાં ૩૦૦૯.૨ પ્રવહણ = વહાણ ૩૦૧૨.૧ વેસગમન = વેશ્યાગમન, દૂત = ધૂત, જૂગટું. Page #380 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૪૫ કોઈ માણસ જગતમાં લોઢા જેવો છે. એને અગ્નિમાં તપાવે એટલે લાલ થઈ જાય પણ અગ્નિ જતાં જ કાળું ને કાળું. એની લાલશ જતી રહે. એમ એવો માણસ ગુરુ સંયોગે ધર્મબુદ્ધિવાળો થાય, પણ ગુરુથી અળગો થતાં જ, હોય એવો ને એવો જ. ધર્મમાંથી જે નર પાછો પડે છે તે લોહ જેવો છે. પણ જે સોના જેવો થઈને પાછો લોઢું બનતો નથી તે ઉત્તમ નર છે. ગુરુની વાણી સિદ્ધરસ જેવી છે અને આત્મા લોઢા જેવો છે. ગુરુવચનથી જે ભેદાયો તે જ સાચો ધર્મી છે. | (દુહા) શ્રી જિનવર મુખ્ય ઇમ કહે, શાસ્ત્ર સુણી નિજ કાન; પાપકર્મ નવિ પરિહરે, તે નર પથ્થર સમાન. ૩૦૧૫ જળમાં પડીઓ પાછાણીઓ, ભજે પિણ નહિ ભેદ; ગુરુવચને નર ડોલતો, ન કરે પાપનિષેદ. ૩૦૧૬ બહુ ભવ તેહને જાણજો, સુણી ન લહે વેરાગ; તેલ સરિખા જે નરા, તેહને કહાં શિવમાગ ? ૩૦૧૭ (ઢાલ ૧૦૬ - કહિણી કરણી તુજ વિણ સાચો. એ દેશી) મુગતિપંથ નવિ પામે નિ, તેલ સિરિખા થાય છે; જળપ્પાં મૂક્યું પસરે પ્રેમેં, ભેદી ભૂલી ન જાય જી. ૩૦૧૮ જળ સરખી ગુરુની જે વાણી, નવિ ભેદે મનમાંહિ જી; હાહા જીજી મુખે બહુ કરતો, પાપ ન મુકે પ્રાહિં જી. મુ0 ૩૦૧૯ એક નર જગમાં લોઢા સરિખા, અગનિ મળે તવ રાતો જી; અગનિ ગયે કાળાનું કાળું, રગતપણું તલ જાતો જી. મુ૦ ૩૦૨૦ ગુરુસંયોગિ મિળ્યો નર જ્યારે, ધર્મમતિ હોઈ ત્યારે જી; જવ ગુરુથી તે અળગો ઊઠ્યો, તવ નિજ પરિણતિ સંભારે જી. મુ0 ૩૦૨૧ ધર્મ થકી જે નર પડે પાછા, તે સાધરસ લોહ સરીખો જી; કંચન ફીટી લોહ નવિ થાયે, તે ઉત્તમ જગે પુરુષો જી. મુ૦૩૦૨૨ સિદ્ધરસ સરિખી વાણી ગુરુની, આતમ લોહ સરિખોજી; ગુરુવચને ભેદાણો પૂરો, તે ધરમી નિત નિરખોજી. મુગ) ૩૦૨૩ તમે તેલ જેવા મટીને હીરસૂરીશ્વરને જપો. મેં આનંદપૂર્વક (આગલા) કવિઓના નામથી (નામસ્મરણ કરીને) હીરસૂરિનો રાસ રચ્યો છે. મોટા કવિઓના નામથી આનંદ થાય છે. તમે તો મોટા કવિઓ છો. એ કવિપદની તો પૂજા જ કરીએ. તમારી આગળ હું તો મૂર્ખ છું. તમે બુદ્ધિના સાગર છો. ક્યાં હાથી ને ક્યાં વાછરડું ? ક્યાં ખાસડું ને ક્યાં ચીર ? ક્યાં બંટીની રાબડી પા. ૩૦૨૧.૨ તવ તે પાર સંભારે જી ૩૦૨૩ કડી નથી. ટિ. ૩૦૨૦.૨ રગતપણું = લાલાશ. Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત, ને કયાં ઘી-સાકર ને ખીર ? છીપલું ચંદ્રની, અને આગિયો સૂર્યની બરોબરી ન કરી શકે. ક્યાં કલ્પવૃક્ષ ને ક્યાં ખીજડો ? ક્યાં વાવ ને ક્યાં ગંગાનું પૂર? નામ સરખાં હોય તેથી શું ? નામથી અર્થ સરતો નથી. એમ તો જગતમાં રામ નામધારી ઘણા હોય છે. હાથીના ગળે ઘંટ હોય ને બળદના ગળે પણ ઘંટ હોય પણ એથી બળદ હાથીની તોલે આવે નહીં. લંકાનો ગઢ અને અન્ય નગરનો ગઢ બન્ને “કોટ' તો કહેવાય. પણ જેટલું ઘઉં ને બાજરીના લોટમાં અંતર છે એટલે એમાં અંતર છે. | હેમાચાર્ય તથા સિદ્ધસેન દિવાકર મોટા કવિ થઈ ગયા. એમણે ઘણાં કામો કર્યા. એવા કવિઓની વાણી સાંભળીને મને કાંઈક જ્ઞાન આવ્યું. તો કવિતાને – કવિજનને પ્રણામ કરીને હરખથી બેચાર બોલ કવું (રચું) છું. દુહા) તેલ સરિખા તુમ્હ ટળી, જપો તે હીરસૂરીન્દ; - રાસ રચ્યો મેં હીરનો, કવિ નામિ આનંદ. ૩૦૨૪ '(ઢાલ ૧૦૭ – નયરી અયોધ્યાથી સંચર્યા એ. રાગ – ધન્યાસી) આનંદ ભયો કવિ નામથી એ, તુલ્મ કવિ મોટા હોય; કવિપદ પૂજીયે એ, હું મૂરખ તુહ્મ આગળ એ, તુધ્ધ બુદ્ધિસાગર સોય. કવિ૦ ૩૦૨૫ કિહાં હસ્તી કિહાં વાછડો એ, કિહાં ખાસર ને ચીર; કવિ કિહાં બરટીની રાબડી એ, કિહાં ધૃત સાકર ખીર. કવિ૦ ૩૦૨૬ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મલે ખજુઓ સૂર; કવિ૦. કિહાં કલ્પદ્રુમ ખીજડો એ, વાપીઓ ગંગાપૂર. કવિ૦ ૩૦૨૭ નામે સરિખા બહુ જણા એ, બેહુના સરખા નામ; કવિ નામે અરથ ન નીપજે એ, જગમાં ઝાઝા રામ. કવિ૦ ૩૦૨૮ ગજકંઠે ઘંટા ભલી એ, વૃષભગલે ઘંટાય; કવિ તેણે કારણે વૃષભો વળી એ, ગજની તોડિ નવ થાય. કવિ૦૩૦૨૯ લંકાગઢ અન્ય નગરના એ, બેહુને કહીયે કોટ; એહમાં અંતર અતિ ઘણોએ, જિમ ગહું બાજરી લોટ. કવિ૦ ૩૦૩૦ હેમાચારજ પરમુખા એ, માહાકવિ તસ નામ; કવિ સિદ્ધસેન દિવાકરુ એ, જેણે કીધાં બહુ કામ. કવિ૦ ૩૦૩૧ અસ્યાં કવિના વચનથી એ, સુણતાં હુઓ કાંઈ જાણ; કવિ, - બોલ બિચ્ચાર હરમેં કવું એ, કરી કવિતાનિ પરણામ. કવિ૦૩૦૩૨ પા. ૩૦૨૮.૧ કવિતા નામ ટિ. ૩૦૨૬.૧ ખાસર = ખાસડું ૩૦ર૭.૧ સીપ = છીપલું ખજુઓ = આગિયો (સં. ખદ્યોત) ૩૦૩૦.૨ ગહું = ઘઉં ૩૦૩૨.૨ બિસ્માર = બેચાર Page #382 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૪૭ જગતમાં એ મનુષ્યો (કવિઓ) મોટા છે. એમની બરાબરી થઈ શકે નહીં. બુદ્ધિ માટે મેં અભ્યાસ કર્યો ને હરમુનિનો રાસ રચ્યો. એને ભણતાં-ગણતાં જ્યાં ક્ષતિ દેખાય તેને ક્રોધમાનમાયાનો ત્યાગ કરી હરખભેર દૂર કરજો. એક ધ્યાનથી ઇન્દ્રિયોને ગોપવી બહુજનોના સુખ કાજે કવિ કાવ્યરચના કરે છે. સત્તર કક્કાને મેળવીને મેં આ હરમુનિનો રાસ રચ્યો છે. એ સત્તર કક્કા તે કાજળ, કાગળ, કાંબળી, કોડો, કાંબી, કાતર, કોટિ, કહેડી, કર, કણ, કોડ, કરણ, કરાણું, કાય, કવિતા, કાવ્ય, કવિત. આ પ્રમાણે મહેનત લઈને શાસ્ત્રરચના થાય છે. વંધ્યા સ્ત્રી પ્રસૂતિની વેદના જાણી શકે નહીં. જે નિર્ગુણી, માની, ક્રોધી છે તે તો આમાં ભૂલો કાઢે ને વખોડે. વળી એમ પણ કહે કે આ જોડતાં (કવિતા કરતાં) કેટલી વાર ? ગમાર બેઠાબેઠા આવાં વચન બોલે. પણ આ કામ મુશ્કેલ છે. વળી કોઈ એમ પણ કહે કે આ પરિશ્રમ શા માટે ? પણ કવિ કહે છે આ મૂરખભાષા ખોટી. માણસો પુણ્યને માટે લાખ રૂપિયા પણ ખરચી નાખે છે. એનાથી એને યશ અને કીર્તિ મળે છે. તો એનાથી ય આ કાવ્યરચના મોટું પુણ્ય છે. એનાથી મન-વચન-કાયાનો યોગ સ્થિર થાય છે, પાપ અટકે છે ને પુણ્ય બંધાય છે. વળી જો એમાં હે લાગી જાય ને નિર્મળ ધ્યાન થઈ જાય તો માણસ ક્ષણમાં કેવળજ્ઞાન પામે છે. સ્વાધ્યાય સમું જગતમાં બીજું કોઈ તપ નથી. એનાથી જીવ મુક્તિ પામીને સિદ્ધશિલાએ જાય છે. જે દુર્લભબોધિ હોય છે તે હંમેશાં અવળું ને ઊલટું જ ગ્રહણ કરે છે. એટલે જે લેવા જેવું હોય છે તે મૂકે છે ને મૂકવા જેવું ગ્રહણ કરે છે. શ્રાવકનાં બાર વ્રતોને છોડીને ચાર કષાયોને ગ્રહણ કરે છે. શ્રાવકના એકવીસ ગુણ ખોઈને અઢાર પાપસ્થાનક ગ્રહણ કરે છે. સાત વ્યસનને – ભયને મેળવે છે ને બ્રહ્મચર્યની નવ વાડને દૂર કરે છે. આઠ મદને આદરે છે ને દશ યતિધર્મને છોડે છે. રાગદ્વેષ એ બેને ધારણ કરે છે ને ત્રણ દંડને મન-વચન-કાયદેડ) આચરે છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વને તથા દાન, શીલ, તપ અને ભાવ એ ચારને વહાલાં ન ગણે. પાંચ અણુવ્રત/મહાવ્રત, અગ્યાર શ્રાવકની પ્રતિમા અને બાર પ્રકારના તપમાં અથવા બાર ભાવનામાં રુચિ ન રાખે, ચૌદ નિયમથી વેર રાખે ને તેર કાઠિયા ઉપર પ્રેમ રાખે, વીસ સ્થાનકની આરાધનાને ત્યજી, કાઉસ્સગના ઓગણીસ દોષોને ગ્રહણ કરે, ચોવીસ તીર્થંકરોને છોડી બાવીસ અભક્ષ્યને ગ્રહણ કરે, બત્રીસ અનંતકાયને ગ્રહણ કરી પાંત્રીસ વાણીના ગુણને છોડે, ઓગણત્રીસ પાપશ્રુત પ્રસંગ પર પ્રેમ રાખે, ને એકત્રીસ સિદ્ધના ગુણોનું વિસ્મરણ કરે, તેત્રીસ આશાતના આચરે પણ ચોત્રીસ અતિશયને પામે નહીં, આચાર્યના છત્રીસ ગુણોનો અળગા મૂકે, જિનમંદિરની ચોર્યાસી આશાતનામાં મન જાય પણ પંચપરમેષ્ઠીના ૧૦૮ ગુણોનું આરાધન ન કરે કે ૧૦૮ નવકાર જપે નહીં). કવિ કહે છે કે હરમુનિનો રાસ સાંભળી ઉત્તમ બોલ જે કહ્યા છે તેનો અભ્યાસ કરો. મીઠાં વચનોનો ત્યાગ ન કરો અને હીરચરિત્રને ઉત્સાહભેર સાંભળો. હીરસૂરિનું આયુષ્ય આશરે ૭૧ વર્ષનું ૬િ૯] છે. વિ.સં. ૧૫૮૩માં જન્મ, સં. ૧૫૯૬માં દીક્ષા, સં. ૧૬૦૭માં પંન્યાસપદ, સં. ૧૬૦૮માં ઉપાધ્યાયપદ, સં. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શ્રાવક કવિ ઋષભદાસકૃત ૩૦૩૩ ૧૬૧૦માં ગચ્છનાયકપદ, અને સં. ૧૬પરમાં કાળધર્મ. આ ગુરુમહારાજને આબાલવૃદ્ધ સૌ વંદન કરો. હીરસૂરિનો રાસ રચીને મારી કવિજનની આશા પૂરી થઈ. ઋષભદેવપ્રભુના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીનો મહિમા છે. બ્રહ્મસુતા શારદાદેવી મારા ઉપર પ્રસન્ન થઈ. (ચોપાઈ) એ નર જગપ્પાં મોટા સહી, બરાબરી એહની નવિ થઈ; બુદ્ધિ સારુ કીધો અભ્યાસ, કીધો હરમુનિનો રાસ. ભણતાં ગણતાં કરજો જોડિ, 2ષભ કહે જિહાં દેખો ખોડિ; તે ટાલેજો હરખું કરી, ક્રોધ માન માયા પરિહરી ! ૩૦૩૪ એક ધ્યાને ઇદ્રી ગોપવી, બહુ સુખ કાજ કવતો કવિ; સત્તર કક્કા મેં મેલ્યા ખાસ, કીધો હરમુનિનો રાસ. ૩૦૩૫ કાજળ (૧) કાગળ (૨) કાંબળીઉં (૩) મળી, કોડો (૪) કાંબી (૫) કાતર (૬) વળી; કોટિ (૭) કહેડિ (૮) કર (૯) કણનું (૧૦) કામ, કોડ (૧૧) ધરી કલ્યું ગુરુનું નામ. . ૩૦૩૬ કરણ (૧૨) કરાનું (૧૩) કાય (૧૪) વશ કરી, કવિતા (૧૫) કાવ્ય (૧૬) કવિતા (૧૭) મન ધરી; એણી પરે શાસ્ત્ર તે કષ્ટ થાત, - વાંઝી ન લહિ વિયાની વાત. ૩૦૩૭ નિર્ગુણ માની ક્રોધી જેહ, કાઢે ખોડ વખોડે તેહ, એહ જોડતાં કહીવાર, બેઠાં બોલે વચન ગુમાર. ૩૩૮ પણ એ જાણો દુષ્કર કામ, એક કહે સ્થાને કરે તામ ? કવિ કહે ખોટી મૂરખભાષ, પુચકાજે ખરચે નર લાખ ! ૩૦૩૯ તેણે જસકીરતિ બહુ જોય, તેથી આ પુણ્ય અધિકું હોય ! મન વચન કાયા થિર થાય, રૂંધે પાપ ને પુણ્ય બંધાય. ૩૦૪૦ લહિ લાગિ ને નિરમળ ધ્યાન, ખિણમાં પામે કેવળજ્ઞાન; . સઝાય સમો તપ ગે કો નહિ, જાય મુગતિ સિદ્ધશિલા જહિ. ૩૦૪૧ કર્યું શાસ્ત્ર નર ઉત્તમ કાય, દુર્લભબોધિથી જિનવર વાય; મુકે બાર ને રહેતો આર, એકવીસ હોય ને ગ્રહે અઢાર. ૩૦૪૨ વાહલા સાત નવથી નાસેહ, આઠ આદરે દસ છડેહ; ધરે દોય ને સમજે ત્રિય, તે નર જાયે કોહોનિ સરણ. ૩૦૪૩ ટિ. ૩૦૩૭.૪ વાંઝી = વંધ્યા, વીયાની = પ્રસૂતિની. ૩૦૪૧.૧ લહિ = ë, લગની ૩૦૪૧.૨ સઝાય = સ્વાધ્યાય Page #384 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ વાહલાં જસ(નહિ) ત્રિ ને ચ્યાર, પંચ ઇગ્યાર રૂચિ નહિ બાર; વેર ચૌદસ્યું તેરસ્યું પ્રેમ, વીસ તજી ઓગણીસ ગ્રહે કેમ. ઠંડી ચોવીસ ગ્રહે બાવીસ, બત્રીસ ગ્રહિ છડે પાંત્રીસ; ૩૦૪૪ ઓગણત્રીસસ્તું ધરતો પ્રેમ, એકત્રીસ નિત્ય સંભારે કેમ. તેત્રીસ લહે ન લહે ચોત્રીસ, અલગાં મૂકે કાં છત્રીસ; ચોરાસી ઉપરિચિત્ત જાય, એકસોઆઠ કહિયેં નવિ ધ્યાય. સાંભલી હીરમુનિનો રાસ, સખા બોલનો કરો અભ્યાસ; મીઠાં બોલ ન મૂકો સહી, હીરચરિત્ર સુણો ગહિગહી. વરસ ઇકોત્તર (૭૧) આશરે આય, પન્નરત્યાસીયે (૧૫૮૩) જન્મ જ થાય; પન્નછન્નયે (૧૫૯૬) દીક્ષા લેહ, સોળસાતોતરે (૧૬૦૭) ૫૦ પદ તેહ. સોળઆઠોત્તરિ (૧૬૦૮) સહી ઉવજ્ઝાય, દાહોત્તરિ (૧૬૧૦) ગચ્છનાયક થાય; બાવશે(૧૯૫૨)જેણે કીધો કાળ, તે ગુરુને વંદો વૃદ્ધબાળ. કવિજન કેરી પોહોતી આસ, હીર તણો મેં જોડ્યો ાસ; ઋષભદેવ ગણધર મહિમાય, તૂટી સારદ બ્રહ્મસુતાય. ૩૪૯ ૩૦૪૫ ૩૦૪૬ ૩૦૪૭ ૩૦૪૮ ૩૦૪૯ ૩૦૫૦ શ્રીસરસ્વતી અને શ્રી ગુરુના નામથી આ રાસ રચાયો. સૂર્ય, ચંદ્ર, ધરતી, ઇંદ્રવિમાન, દ્વીપ, સમુદ્ર રહે ત્યાં સુધી એ ગ્રંથ ટકી રહો. કયા દેશમાં, કયા ગામમાં તથા કયા રાજાના રાજ્યમાં આ રાસ રચ્યો, કોના પુત્રે કયા સંવત્સરના કયા માસમાં કયા દિવસે કયા વારે રચ્યો તે વાત સમસ્યાથી દર્શાવવામાં આવી છે. મૂઢ માણસ તો એ શું સમજે પણ જે નિપુણ પંડિત છે તે એને સમજી શકશે. પાટણમાં પેદા થયેલ માણસ જે ૮૪ જ્ઞાતિનું પોષણ કરે છે અને જગતમાં જે મોટો પુરુષ ગણાય છે તેની ન્યાતના નામે દેશ છે. (ગુજ્જર દેશ) પહેલા અક્ષર વિના જે ‘બીબામાં હોય, મધ્ય અક્ષર વિના જે બધાને હોય છે, અંત્ય અક્ષર વિના જે ભુવનમાં હોય છે એ પરથી નગરીનું નામ વિચારો. (ખંભાત) ‘ખડ્ગ'નો પહેલો અક્ષર, ધરમ’નો બીજો અક્ષર, ‘કુસુમ’નો ત્રીજો અક્ષર લઈને નગરીનો રાજા થાય. (ખુરમ પાદશાહ) પા. ૩૦૪૪.૨ ઓગણત્રીસ ૩૦૪૬.૧ ચોવીસ (ચોત્રીસ’ને સ્થાને) ૩૦૪૮.૨ આપેહ (તેહ’ને સ્થાને). Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રાવક કવિ ઋષભદાસકૃત “નિસાણ' શબ્દનો ગુરુ અક્ષર, ગણપતિના બે લઘુ અક્ષર, એને ભેગા કરવાથી જે શબ્દ થાય તે કવિના પિતાનું નામ છે. (સાંગણ) ઋષિ' શબ્દનો ચંદ્ર (પહેલો) અક્ષર, “મેષ' શબ્દનો નયણમો (બીજો) અક્ષર, શાલિભદ્રનો ભવનમો (ત્રીજો) અક્ષર, “કુસુમદામનો વેદમો (ચોથો) અક્ષર, વિમલવસહીનો બારમો (પાંચમો) અક્ષર એ જોડી નામ કરો. શાને તમે ભમો છો ! છે વિખ્યાત વસા પોરવાડ વંશમાં થયેલા શ્રાવકે એ રાસ રચ્યો છે. ' (ઋષભદાસ) [રાસના રઆવર્ષનો સંકેતાર્થ સ્પષ્ટ થતો નથી. પણ અન્યત્ર નિર્દેશ મળે છે તે અનુસાર) (૧૬૮૫) વૃક્ષમાં જે મોટું ગણાય છે, જેની છાયામાંથી દુષ્ટ નર ભાગી જાય છે તે વૃક્ષને નામે જે માસ છે તેમાં આ રાસ રચ્યો છે. (આસોમાસ) જેના પ્રથમ અક્ષર વિના કોઈ કાંઈ ન કરો, જેના મધ્ય અક્ષર વિના બધા આરંભ કરો, જેના અંત્ય અક્ષર વિના શ્રી રાવણનું નામ (અથવા રાવણનું મસ્તક). થાય અને તે અજવાળી તિથિ છે. | (શુકલ દસમ) સકલ દેવોના જે ગુરુ છે, ઘણા પુરુષોને જે પ્રિય છે, જો તે ઘેર પધારે તો જયજયકાર થાય, એ નામે જે વાર છે તે વારે આ રચના કરી. (ગુરુવાર) | દિવાળી પહેલાં જે પર્વ આવે છે, ઉદાયી રાજા પછી જે રાજા ગાદીએ બેઠો, એ બે મળીને ગુરુનું નામ થાય છે જેને સ્મરવાથી સઘળાં કામ સિદ્ધ થાય છે. | વિજયાનંદસૂરિ) ગુરુને નામે મારી આશા પૂર્ણ થઈ. ખંભાતમાં મેં આ રાસ રચ્યો. બધાં જ નગર-નગરીઓમાં ખંભાત મુખ્ય છે. સકલ દેશના શણગારરૂપ ગુર્જર દેશ છે. તેમાં પંડિતો ઘણા છે. પણ ખંભાતના પંડિતો આગળ તે બધા હારી જાય. એ નગરમાં વિવેક, વિચાર અપાર છે. તથા અઢારે વર્ણના લોકો વસે છે. જ્યાં બધા વર્ણના લોકો ઓળખાય છે અને સૌ સાધુપુરુષોનાં ચરણ પૂજે છે. અહીં ધનવાન લોક વસે છે. ગુણવંત પુરુષો પટોળાં તથા ત્રણ આંગળ પહોળા સોનાના કંદોરા પહેરે છે. વળી રેશમના કંદોરા તળે સોનાનાં માદળિયાં મઢેલાં છે. રૂપાના ઝૂડામાં કૂંચીઓ રાખે છે તથા ગળામાં સોનાની સાંકળી પહેરે છે. મોટા વણિકો દાનવીર છે. સાલુ પાઘડી બાંધે છે. એ પાંત્રીશ ગજ લાંબી પાઘડી તેઓ પોતાને હાથે માથે બાંધે છે. એ વેળાએ વખણાતાં ઝીણાં વસ્ત્રો પહેરે છે. તથા નવગજ લાંબી સવાગજી રેશમી ધોતી કેડે પહેરે છે. કોઈ વળી માથે ચાર રૂપિયાનું ફાળિયું બાંધે છે. અને સાઠ રૂપિયાની પછેડી-પામરી નાખે છે. વળી રેશમી કભાય - અંગરખું પહેરે છે જે સો રૂપિયામાં મળતું. હાથમાં બેરખા તથા વીંટીઓ પહેરતા, ત્યારે એમ લાગે કે તેઓ સ્વર્ગથી આવ્યા છે. પગમાં મોજડી પહેરતા તે પણ ખૂબ નાજુક, Page #386 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૫૧ શ્યામવર્ણી અને મજબૂત છે. સ્નાન કરી ને તેલ આદિ સુગંધી દ્રવ્યોનું અંગે વિલેપન કરે છે, તિલક કરે છે ને પાન ચાવે છે. આવા પુરુષો જે સ્થાને વસે છે ત્યાંની સ્ત્રીઓની શોભા વર્ણવી જાય એવી નથી. ખૂબ શણગાર કરેલી સ્ત્રીઓ રૂપે રંભા સમી છે, જે પોતાના સ્વામીને સામો ઉત્તર આપતી નથી. આવું ખંભાત નગર છે, જ્યાં સમુદ્રની લહેરો આવે છે. ત્યાં વહાણ અને વખારનો પાર નથી. બજારમાં લોકો વેપાર કરે છે. નગરને ફરતો કોટ તથા ત્રણ પ્રવેશદ્વાર (દરવાજા) છે. માણેકચોકમાં ઘણા માણસો ભેગા થાય છે. કૂંણી ડોડી ખરીદે છે ને એક શેરના તેર દોકડા આપે છે. આવા ભોગી લોક ત્યાં વસે છે જે દાન-અવસરે પાછા પડતા નથી. આ ભોગી પુરુષો કરુણાવંત છે. વણિકો બાંધેલાં પશુ-પંખીઓને છોડાવે છે. પશુઓ અને માણસોની પીડા દૂર કરે છે, માંદા માણસોને સાજા કરે છે. બકરા-પાડાની પણ સંભાળ લે એવા જીવદયાપ્રતિપાલક શ્રાવકો છે. ખંભાતમાં ૮૫ જિનપ્રાસાદો છે, જે હંમેશાં ધ્વજ-તોરણથી શોભે છે ને જ્યાં ઘંટાનાદ થાય છે. ૪૫ પોષધશાળાઓ છે જ્યાં વ્યાખ્યાનકર્તા મુનિઓ વ્યાખ્યાન આપે છે. શ્રાવકો નિયમિત પ્રતિક્રમણ, પોષધ. પૂજા કરીને પુણ્ય કમાતાંકમાતાં દિવસો વિતાવે છે. અહીં વ્યાખ્યાનમાં પ્રભાવના થાય છે ને મોટે ભાગે સાહષ્મીવચ્છલ થતાં હોય છે. અહીં ઉપાશ્રય, દેરાસર ને દુકાન નજીકનજીક છે. અહીં અંડિલભૂમિ, ગોચરી વગેરે સુલભ હોવાથી પ્રાયઃ મુનિઓ અહીં સ્થિરતા કરે છે. આવા ખંભાતનગરમાં વાસ કરીને મેં હીરસૂરિનો રાસ રચ્યો છે. આ નગરનો ધણી ખુરમ બાદશાહ છે. તેનાં ન્યાયનીતિ અપાર છે. તેના રાજ્ય-અમલમાં સાંગણસુત ઋષભદાસ કવિએ સંવત ૧૬૮૫માં આસો સુદ ૧૦ને ગુરુવારે આ રાસ રચ્યો ને એમ મારા મનની આશા પૂરી થઈ. શ્રી ગુરુના નામે અતિ આનંદ થયો. શ્રી વિજયાણંદસૂરિને હું વંદન કરું છું. ૩૦૫૧ (ઢાલ ૧૦૮ – હીએ રે હી રે હઈય હીંડોલડે એ દેશી) સરસતી શ્રીગુરુ નામથી નીપનો, એ રહો જિહાં રવિચંદ ધરતી; ઈદ્ધ વિમાન યુગ માં લગિ જાણજો, દ્વીપ સમુદ્ર સુઈ જેહ ફરતી. સરસતી) કવણ દેસે થયો કવણ ગામે કહો, કવણ રાજ્ય લહાો એહ રાસો; કવણ પુત્રે કર્યો કવણ કવિતા ભયો, કવણ સંવત્સરે કવણ માસો. સરસતી ૩૦૫ર કવણ દિન નીપનો કવણ વારૈ ગુરે (ગુર), કરીઅ સમસ્યા સહુ બોલ આણે; મૂઢ એણિ અક્ષરા સોય સું સમયે, નિપુણ પંડિત નરા તેહ જાણે. સરસતી ૩૦૫૩ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રાવક કવિ ઋષભદાસકા ૩૦૫૫ (ચોપાઈ) પાટણમાંહિ હુઓ નર જેહ, નાત ચોરાસી પોષે તેહ; મોટો પુરુષ જગે તેમ કહેસ, તેહની નાતને નામે દેસ. (ગૂર્જરદેસ). ૩૦૫૪ આદિ અખર વિન બીબે જોય, મધ્ય વિના સહુ કોનિ હોય; અંત્ય અક્ષર વિન ભુવન મજારિ, દેખી નગરના વિચાર. ખંભાત) ખડગતણો ધરિ અક્ષર લેહ, અખર ધ“રમનો બીજો જે; ત્રીજો કુસુ“મ” તણો તે ગ્રહી, નગરીનાયક કિજે સહી. (ખુરમ પાતશા.) ૩૦૫૬ નિસાણતણો ગુરુ અખર લેહ, લઘુ દોય “ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, કવિ કેરો તે કહે પિતાય. (સાંગણ). ૩૦૫૭ ચંદ અધ્વર “ત્રષિ ઘરથી લેહ, મેષ'લા તણો નયણમો જેહ; . અધ્વર ભવનમો શાલિભદ્ર તણો, કુસુમબદામનો વેદમો ભણો. ૩૦૫૮ વિમલવ)“સ'હી અગર બાણમો, જોડી નામ કરો કાં ? ભમો ! શ્રાવક સોય એ રસ નીપાત, પ્રાગવંશ વસો વિખ્યાત. (2ષભદાસ.). ૩૦૫૯ દિગ આગળ લે ઈદુ ધરો, કાલ સોય તે પાછળ કરો; કવણ સંવત્સર થાયે વળી, ત્યારે રાસ કર્યો મન રડી. (૧૯૮૫) (?) ૩૦૬૦ વૃક્ષમાંહિ વડો કહેવાય, જેણે છાંહિ નર દુષ્ટ પલાય; તે તરુઅરને નામે માસ, કીધો પુણ્ય તણો અભ્યાસ. (આસોમાસ.) ૩૦૬૧ આદિ અધ્વર વિન કો મ મ કરો, મધ્ય વિના સહુએ આદરો; અતિ વિના સિરિ રાવણ જોય, અજુઆલી તિથિ તે પણ હોય. (તિથિ શુક્લ દસમી) ૩૦૬૨ સકલ દેવ તણો ગુરુ જેહ, ઘણા પુરુષને વલ્લભ તેહ; ઘરે આવ્યો કરી જયજયકાર, તેણે વારે કીધો વિસ્તાર. (ગુરુવાર) ૩૦૬૩ દિવાળી પહેલું પરવ જ જેહ, ઉદાઈ કેડે નૃપ બેઠો તેહ બેહુબળી હોયે ગુરુનું નામ, સમર્પેસીઝ સઘળાં કામ. (વિજયાણંદસૂરિ) ૩૦૬૪ ટિ. ૩૦૫૯.૨ રસ = રાસ, નીપાત = ર ૩૦૬૪ સીઝે = સિદ્ધ થાય. Page #388 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩૫૩ ૩૦૬૭ ગુર નામે મુજ પોહોતી આસ, ત્રંબાવતીમાં કીધો રાસ; * સકલ નગર-નગરીમાં જોય, બાવતી તે અધિકી હોય. ૩૦૬૫ સકલ દેસ તણો શિણગાર, ગુજ્જર દેસ નર પંડિત સાર; ગુજ્જર દેસના પંડિત બહુ, ખંભાયત આગળ હારે સહુ. ૩૦૬૬ જિહાં વિવેક વિચાર અપાર, વસે લોક જિહાં વર્ણ અઢાર; ઓળખાયે જિહાં વર્ણાવરણ, સાધુ પુરુષનાં પૂજે ચરણ. વસે લોક વારૂ ધનવંત, પહેરે પટોળાં નર ગુણવંત; કનક તણા કંદોરા જડ્યા, ત્રિય આગળ તે પુસ્તુળા ઘડ્યા. ૩૦૬૮ હિર તણો કંદોરો તળે, કનક તણાં માદળી મળે; રૂપકસાંકળી કુંચી ખરી, સોવન સાંકળી ગળે ઊતરી. ૩૦૬૯ વડા વાણીઆ જિહાં દાતાર, સાલુ પાઘડી બાંધિ સાર; લાંબી ગજ ભાખું પાંત્રીસ, બાંધતા હરખે કર ને સીસ. ૩૦૭૦ ભાઈરવની એગતાઈ જ્યાંહિ, ઝીણા ઝગા પહેર્યા તે માહિ; ટ્ટી રેસમી કહેઢિ ભજી, નવગજ લંબ સવા તે ગઇ. ૩૦૭૧ ઉપર ફાળિયું બાંધે કોઈ, યાર રૂપૈયાનું તે જોઈ; કોઈ પછવડી કોઈ પામરી, સાઠિ રૂપૈયાની તે ખરી. ૩૦૭૨ પહિરિ રેશમી જેહ કભાય, એક શત રૂપૈયા તે થાય; હાથે બહેરખા બહુ મુદ્રિકા, આવ્યા નર જાણું સ્વર્ગ થકા. ૩૦૭૩ પગે વાણહી અતિ સુકમાલ, સ્યામ વર્ણ સબળી તે જાળ; તેલ કુલ સુગંધ સનાન, અંગે વિલેપન તિલક ને પાન. ૩૦૭૪ એહવા પુરુષ વસે જેણે ઠહિ, સ્ત્રીની શોભા કહીય ન જાય; . રૂપે રંભા બહુ શિણગાર, ફરી ઉત્તર નાપે ભરતાર. ૩૦૭૫ ઈસ્યું નગર તે ત્રંબાવતી, સાયર લહર જિહાં આવતી; વાહાણ વખાર તણો નહિ પાર, હાટે લોક કરે વ્યાપાર. ૩૦૭૬ નગર કોટ ને ત્રિપોલીઉં, માણેક્યોકે બહુ માણસ મિળ્યું વોહો કુંળી ડોડી સેર, આલે દોકડા તેહના તેર. ૩૦૭૭ ભોગી લોક ઇસ્યા જિહાં વસે, દાન વરે પાછા નવિ ખસે; ભોગી પુરુષ ને કરુણાવંત, વાણિગ છોડિ બાંધ્યા જંત. ૩૦૭૮ પશુ પુરુષની પીડા હરિ, માંદા નરને સાજા કરિ; અજા મહીષની કરિ સંભાલ, શ્રાવક જીવદયાપ્રતિપાળ. ૩૦૭૯ પંચ્યાસી જિનના પ્રાસાદ, ધ્વજ તોરણ તિહાં ઘંટનાદ; પસ્તાલીસ જિહાં પૌષધશાળ, કરે વખાણ મુનિ વાચાળ. ૩૦૮૦ ટિ. ૩૦૭૧.૧ ઝીણા ઝગા = ઝીણાં વસ્ત્રો ૩૦૭૧.૨ કહેઢિ = કમ્મરે ૩૦૭૪.૧ વાણી = મોજડી (સં. ઉપાન) ૩૦૭૭.૧ ત્રિપોલીઉં = ત્રણ પ્રવેશદ્વારવાળું Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત પડિક્કમણું પોષધ પૂજાય, પુણ્ય કરતા ઘાઢા જાય; પ્રભાવના વ્યાખ્યાને જ્યાંહિ, સાહામીવાચ્છલ્ય હોયે પ્રાપ્તિ. ૩૦૮૧ ઉપાશરો દેહરું ને હાટ, અત્યંત દૂર નહિ તે વાટ; ઠંઢિલ ગોચરી સોહિલ્યા આંહિ, મુનિ અહિં રહેવા હીડ પ્રાહિં. ૩૦૮૨ ઈસ્યું નગર –બાવતી વાસ, હીર તણી તિહાં જોડ્યો રાસ; * પાતશા ખુરમ નગરનો ધણી, ન્યાયનીતિ તેહનિ અતિ ઘણી. ૩૦૮૩ તાસ અમલે કીધો મેં રાસ, સાંગણસુત કવિ ઋષભદાસ; સંવત સોળપંચ્યાસીઓ (૧૯૮૫) જમેં, આસો માસ દસમી દિનતસે. ૩૦૮૪ ગુરુવારે મેં કીધો અભ્યાસ, મુઝ મન કેરી પુહુતી આસ; શ્રીગુરુનામે અતિ આનંદ, વંદુ વિજયાબંદસૂરદ. ૩૦૮૫ જેમનું નામસ્મરણ કરતાં મોટું સુખ મળે એવા વિજયાણંદસૂરિને વંદન કરું છું. તેઓ તપગચ્છના નાયક છે ને એમના ગુણનો પાર નથી. પોરવાડવંશમાં એ ઉત્તમ પુરુષ થયા. તે શાહ શ્રીવંતના કુળમાં હંસ અને ગજેંદ્ર સરખા છે, સૂર્યચંદ્ર સમા ઉદ્યોતકારી છે. લાલબાઈના આ પુત્ર સિંહ સરખા છે. હે ભવિકજનો, ગુરુના મુખનું દર્શન કરો. ગુરુનામે મારી આશા પૂર્ણ થઈ. મેં હીરવિજયસૂરિનો રાસ ર. પોરવાડ વંશમાં સંઘવી મહારાજ થયા. તે જિનશાસનનાં કામો કરતા. શત્રુંજય તીર્થની યાત્રા કરાવીને તેમણે સંઘપતિનું તિલક ધારણ કર્યું હતું. એમણે સમ્યકત્વ સહિત બાર વ્રત ધારણ કર્યા હતાં. દરરોજ જિનેશ્વરની પૂજા કરતા. દાન, દયા ને દમ (સંયમ) ઉપર જેને રાગ હોય તે માણસ મુક્તિનો માર્ગ સાધી શકે. મહિરાજના પુત્ર સંઘવી સાંગણ થયા. એમણે પણ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વીકાય, (થંભણ) પાર્શ્વનાથને પૂજીને અવતાર સફળ કર્યો. સંઘવી સાંગણનો પુત્ર એવો હું આ રાસ જોડીને બહુજનતારક બન્યો. કવિને કોઈ પ્રશ્ન કરે છે “મને ખરો જવાબ આપો. માણસ ઉપદેશ આપે પણ તે પોતાને ચેતવવા માટે હોય. અંગારમદક આચાર્ય થઈ ગયા. તેમણે બીજાને તો તાય પણ પોતે ડૂબા. નંદિપેણ ગણિકાના ઘેર રહી, બીજાને ઉપદેશ આપીને તારતા હતા પણ પોતે ડૂબતા હતા.” કવિ ઋષભદાસ કહે છે કે “તમે સારું પૂછ્યું. બીજાને ઉપદેશ દેતાં પહેલાં પોતે બિંદુ જેટલો પણ ધર્મ કરવો જોઈએ.” આણંદ, શંખ અને પુષ્કલી જેવા શ્રાવકો થયા તેની બરોબરી કોઈ કરી શકે નહીં. ઉદયન, બાહડ અને જાવડશા જેવા થઈ ગયા તેના પગની રજ પણ આપણાથી થવાય એમ નથી. વીરપ્રભુનો માર્ગ લઈને પુણ્યકરણી કરવી જોઈએ. ઊગતે સૂર્યો – પ્રભાતકાળે જિનેશ્વરનું નામ લેવું. સવારે ઊઠી પ્રતિક્રમણ કરવું. બિયાસણાનું વ્રત કરવું. બાર વ્રત સ્વીકારવાં, ચૌદ નિયમ ધારવા. અન્યને દેશના આપીને સ્ત્રીપુરુષોને તારવાં. ત્રિકાળ પા. ૩૦૮૫.૨ વંદો ટિ. ૩૦૮૧.૧ ઘાઢા = દહાડા Page #390 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૫૫ જિનપૂજા કરવી. (સવારે વાસક્ષેપથી, બપોરે જલ-ચંદન-પુષ્પ આદિથી સાંજે ધૂપ-દીપથી.) આમ જણાવી કવિ પોતાને માટે કહે છે : હું યથાશક્તિ પાંચ પ્રકારનાં (સુપાત્ર, ઉચિત, કીર્તિ, અભય અને અનુકંપા) દાન આપું છું. રોજ દસ જિનમંદિરો જુહારું છું, દેરાસરમાં અક્ષત મૂકીને મારા આત્માને તારું છું. મોટે ભાગે આઠમ-ચૌદસે પોષધ કરું છું અને તેમાં દિવસરાત સ્વાધ્યાય કરું છું. વીપ્રભુનાં વચન (વ્યાખ્યાન) સાંભળીને કર્મને ભેદું છું. પ્રાયઃ વનસ્પતિને છેદતો નથી. મૃષાવાદ અને અદત્તાદાનનું પાપ કરતો નથી. વચન અને કાયાથી શિયળ પાળું છું. હંમેશાં જૈન સાધુઓને મસ્તક નમાવું છું – વંદન કરું છું, મેં વીસસ્થાનકની આરાધના કરી, બે વાર ગુરુ પાસે આલોચના લીધી, અઠ્ઠમ-છઠ વગેરે કરીને તે પૂરી કરી, શત્રુંજય ગિરનાર, શંખેશ્વરની યાત્રા કરી, ઘણા છાત્રોને ભણાવ્યા. જિનેશ્વરની આગળ એક પગે ઊભા રહીને બે માળા ગણું છું. રોજ વીસ નવકારવાળી ભગવાન સમક્ષ ઊભા રહીને ગણું છું. ૫૮ સ્તવનો, ૩૪ રાસાની મેં રચના કરી. તેનાથી પુણ્યપ્રસાર થયો અને ઘણા સુખની પ્રાપ્તિ થઈ. ગીત-સ્તુતિ આદિ રચનાઓ કરી ને પુણ્ય અર્થે સાધુઓને ભેટ ધર્યા. આ ઉપરાંત કેટલીક બાબતોની ઈચ્છા રાખી છે. દ્રવ્ય હોય તો ઘણું દાન કરવું. જિનમંદિર બનાવું, બિંબ ભરાવું, ઠાઠમાઠથી બિંબપ્રતિષ્ઠા કરાવું, સંઘ કાઢીને સંઘપતિનું તિલક ધારણ કરું, દેશવિદેશમાં અમારિ-પ્રવર્તન કરાવું, પ્રથમ ગુણસ્થાનકની જયણા કરું, જે હીન મનુષ્ય છે એને પુણ્યશાળી કરું - આમ હું જૈન આચારો પાળું. આમ વાત કરતાં પણ અપાર સુખ ઊપજે છે. મારા મનની એવી અભિલાષા છે કે આ સાંભળીને કોઈ આત્મકલ્યાણ કરે. તો હું એ પુણ્યનો ભાગીદાર થાઉં. આમ ઋષભદાસ કવિ વિચારે છે. પરોપકાર માટે આ વાત કહી. એનાથી મારા મનનો સંદેહ પણ દૂર થયો. (ઢાલ ૧૦૯ - ઉતારો આરતી અરિહંતદેવ, રાગ ધન્યાસી) વંદીયે વિજયાણંદસૂરિરાય, નામ જપતા સુખ સબળું થાય. વંદીયે. ૩૦૮૬ તપગચ્છનાયક ગુણ નહિ પારો, પ્રાગવંશ હુઓ પુરુષ તે સારો. વંદી, ૩૦૮૭ સાહ શ્રીવકુલે હંસ ગયંદો, ઉદ્યોતકારી જિમ દિનકરચંદો. વંદી, ૩૦૮૮ લાલબાઈ સુત સીહ સરિખો, ભવિક લોક મુખ ગુરુનું નીરખો. વંદી, ૩૦૮૯ ગુરુનામે મુજ પોહોતી આસો, હીરવિજયસૂરિનો કર્યો રાસો. વંદી, ૩૦૯૦ પ્રાગવસે સંઘવી મહિરાજો, તેહ કરતો જિનશાસન કાજો. વંદી) ૩૦૧ પા. ૩૦૮૭.૨ અપારો (તે સારો ને સ્થાને). ૩૦૯૬ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ - શ્રાવક કવિ ઋષભદાસકૃત ૩૦૯૨ ૩૦૯૩ ૩૦૯૪ ૩૯૫ ૩૦૯૬ ૩૭૯૭ ૩૦૯૮ ૩૦૯ સંઘપતિ તિલક ધરાવતો સારો, શેત્રુંજ પૂજી કરે સફળ અવતારો. વંદી૦ સમકિતસાર વ્રત બારનો ધારી, નવર પૂજા કરે નીતિ સારી. વંદી, દાન (૧) દયા (૨) દમ (૩) ઉપર રાગો, તેહ સાધે નર મુગતિનો માગો. વંદી૦ મહિરાજ તણો સુત અતિ અભિરામ, સંઘવી સાંગણ તેહનું નામ. વંદી, સમકિતસાર ને વ્રત જસ બારો, પાસ પૂજી કરે સફળ અવતારો. વંદી, સંઘવી સાંગણનો સુત વાર, રાસ જોડી હુઓ બહુજનતા. વંદી, એક કહે કરું ખરો જબાપો, ઘે ઉપદેશ ચેતે કંઈ આપો. વંદી૦. અંગારમર્દક આચારજ હુઓ, અન્ય તારી પોતે બૂડતો જુઓ. વંદી) નદિષેણ ગણિકાઘરિ જ્યારે, આપ બૂડે અને અન્યને તારે. વંદી, ઋષભ કહે ભલું પૂછ્યું પરમ, - બિંદુઆ જેટલો સાધીયે ધરમ. વંદી, આણંદ શંખ ને પુષ્કલી જોય, બરાબરી તાસ કુણે નવિ હોય. વંદી, ઉદયન બાઉડ જાવડસાય, તેના પગની રજ ન થવાય. વંદી, વિરમારગ લહી કાંઈ પુણ્ય કીજે, | ઉગતે સૂરે જિન નામ સહી લીજે. વંદી પ્રહિ ઊઠી પડિક્કમણું કરીયે, | દોયઆસણ વ્રત અંગે ધરીયે. વંદી, વ્રત બાર ચૌદ નિયમ સંભારો, - દેસના દેઈને નરનારી તારો. વંદી૦ ત્રિકાળપૂજા જિન નિત્ય કરવી, દાન પાંચે દેઉં શક્તિ મુજ જેહવી. વંદી, પા. ૩૦૯૮.૧ એ કહીએ કહ્યું ટિ. ૩૧૦૫.૨ દોયઆસણ = બિયાસણું. ૩૧૦૦ ૩૧૦૧ ૩૧૦૨ ૩૧૦૩ ૩૧૦૪ ૩૧૦૫ ૩૧૦૬ ૩૧૦૭ Page #392 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસુરિરાસ ૩૫૭ ૩૧૦૮ ૩૧૦૯ ૩૧૧૦ ૩૧૧૧ ૩૧૧૨ ૩૧૧૩ ૩૧૧૪ નિત્યે દસ દેવળ જિન તણા જોહરું, અખેત મૂકી નિજ આતમ તારું. વંદી, આઠમિ પાખી પૌષધ પ્રાહિં, દિવસ રાત સિઝાય કરું ત્યાંહિ. વંદી, વીરવચન સુણી મનમાંહિ ભેદું, પ્રાહિં વનસ્પતિ નવિ છે૬. વંદી, મૃષા અદત્ત પ્રાહિ નહિ પાપ, શીળ પાળું કાયા વચને આપ. હિંદી નિત્ય નામું જિન સાધનિ સીસો, થાનક આરાધ્યાં જે વળી વસો. વંદી, દોય આલોયણ ગુરુ કન્ડે લીધી, અમિ છઠિ સધિ આતમિ કીધી. વંદી, શેત્રુજ ગિરિનાર સંખેસર યાત્રો, સુલ શાખા ભણાવ્યાં બહુ છાત્રો. વંદી) સુખશાતા મનીલ ગણું દોય, એક પગે જિન આગળ સોય. વંદી, નિત્યે ગણવી વીસ નોકરવાલી, ઊભા રહી અરિહંત નિહાળી. વંદી, તવન અઠાવન (૫૮) ચોત્રીસ (૩૪) રાસો. પુણ્ય પ્રસર્યો દીયે બહુ સુખવાસો. વંદી ગીત થઈ નમસ્કાર બહુ કીધા, પુણ્ય માટે લિખી સાધને દીધા. વંદી કેટલાએક બોલની ઇચ્છા કીજે, દ્રવ્ય હોય તો દાન બહુ દીજે. વંદી, શ્રીજિનમંદિર બિંબ ભરાવું, બિંબપ્રતિષ્ઠા પોઢી કરાવું. વંદી, સંઘપતિ તિલક ભલું જ ધરાવું, દેસ-પરદેસ અમારિ કરાવું. વંદી, પ્રથમ ગુણઠાણાનિ કરું જઇનો, કરું પુણ્ય સહિત નર જેહ છે હીનો. વંદી ૩૧૧૫ ૩૧૧૬ ૩૧૧૭ ૩૧૧૮ ૩૧૧૯ ૩૧૨૦ ૩૧૨૧ ૩૧૨૨ પા. ૩૧૧૬.૧ ગણે ૩૧૨૩.૧ પાલો હોઈ ટિ. ૩૧૦૮.૨ અખ્યત = અક્ષત, ચોખા ૩૧૧૨.૧ સીસો = મસ્તક ૩૧૧૮.૨ સાધનૅ = સાધુઓને ૩૧૨૨.૧ જઇનો = જયણા Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ . શ્રાવક કવિ ઋષભદાસકૃત ૩૧૨૩ ૩૧૨૪ એમ પાલું હું જૈન આચારો, કહેતાં સુખ તો હોય અપારો. વંદી, પણ મુજ મન તણો એહ પ્રણામો, કોએક સુણી કરે આતમ કામો. વંદ પુણ્ય વિભાગ હુઈ તવ હારે, ઈસ્યું અષભકવિ આપ વિચારે. વંદ૦. પર ઉપગાર કાજે કહિ વાત, મન તણો પણ સંદેહ જાત. વંદી, ૩૧૨૫ ૩૧૨૬ આ છેલ્લી કળશની ઢાળમાં, હીરવિજયસૂરિની રચના પૂર્ણ કરવાથી કવિ પોતાના હૃદયમાં પ્રગટ થતો આનંદ વ્યક્ત કરે છે. જેમનું નામ મંત્ર સમાન છે એવા હીરગુરુને વંદન કરો, વંદન કરો. જ્યારે એમનો જન્મ થયો ત્યારે ઘરમાં આનંદ થયો. એ પછી એમણે સૌનો ઉદ્ધાર કર્યો હીરવિજયસૂરિને દીક્ષા આપ્યા પછી ગચ્છની જ્યોત પ્રબળ થઈ. ગચ્છનાયક શ્રી રાજવિજયસૂરિ શ્રી વિજયદાનસૂરિને પગે લાગે છે. હીરગુરુ જ્યારે પદવી ગ્રહણ કરે છે ત્યારે શત્રુંજયની યાત્રા છૂટી થઈ. શાહ ગલ્લો સંઘપતિનું તિલક ધારણ કરી પરિવાર સાથે શત્રુંજયની યાત્રાએ ગયો. હીરગુરુના રાજ્યમાં અનેક કાર્યો થયાં. મુગલ બાદશાહો એમનાં ચરણોમાં નમ્યા. સાધુ-શ્રાવકોની સંખ્યા વધી, ઘણાં મંદિરો થયાં, જિનબિંબો ભરાયાં, અમારિ-પ્રવર્તનના પડહ ચોમેર વાગ્યા. જ્યારે હરિગુરુ દિવંગત થયા ત્યારે ઘંટારવ થયો, ઘણા દેવો એકત્ર થયા. થુભ આગળ ગાન કરી હીરને મનમાં ધારણ કર્યા. વાંઝિયા આંબાને ફળ આવ્યાં. યુક્તિથી હીરગુરુનો રાસ જ્યારે રડે ત્યારે ઘણી મેઘવૃષ્ટિ થઈ. પૃથ્વી પર સુકાળ પ્રવર્યો. દેશમાં સૌ માનવીઓને શાતા-સુખ પ્રાપ્ત થયાં. સાધુઓનાં સન્માન-પૂજા થયાં, વિહાર વધ્યો, ધર્મ અને કર્મ સુખપૂર્વક ચાલવા લાગ્યાં. વળી જે કોઈ “હીર રે, હીર રેની માળા જપે તે આ જગતમાં ઋદ્ધિરૂપી રમણી સાથે મહાલે. કવિ ઋષભદાસ રંગથી સ્તવના કરે છે. એનાથી અંગે સુખશાતા થાય છે. તેમજ સકળ સંઘને પણ સુખ થાય છે. હીરનું નામ જપવાથી દેવ, નરનારી અને પશુપંખીઓ – સૌ સુખ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી હીરવિજયસૂરિરાસ સંપૂર્ણ વિ.સં. ૧૭૨૪ વર્ષે ભાદરવા સુદ ૯ને શુક્રવારે શ્રીમતપાગચ્છના ભટ્ટારકશ્રી ૨૧ શ્રી વિજયરાજસૂરીશ્વરના રાજ્યમાં, સકલપંડિતસભાશૃંગારહારભાલસલતિલકાયમાન પંડિત શ્રી ૭ શ્રી દેવવિજયગણિશિષ્ય પંડિતોત્તમ પંડિતપ્રવર પંડિતશ્રી ૫ શ્રી તેજવિજયગણિશિષ્ય, પંડિત શ્રી ૩ શ્રી ખિમાવિજયગણિશિષ્ય મુનિ સૂરવિજયજીએ આ રાસ શ્રી સાદડી નગરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના પ્રસાદથી પોતાને વાંચવા માટે લખ્યો છે. ઇતિ શ્રેયઃ. Page #394 -------------------------------------------------------------------------- ________________ શ્રી હીરવિજયસૂરિરાસ ૩પ૯ (ઢાળ ૧૧૦ - હી રે હિચ્ય રે હઈય હીંડોલડે, રાગ ધન્યાસી) વંઘ રે વંઘ રે વંદ્ય ગુરુ હીરને, મંત્ર સમાન છે હીર નામો; જન્મ જ્યારે હવો ઘેર આણંદ ભલો, કરત ઉદ્ધાર કરી આજ તામો. નંદ્ય ૨૦ (૩૧૨૭ હીરવિજયસૂરિ દીખ દીધા પછી, ગછની જોતિ તે સબળ જાગે; ગચ્છનાયક વડો રાજવિજયસૂરિ, શ્રીવિજયદાનને પાય લાગે. વંદ્ય ૨૦૩૧૨૮ હીર પદવી લહે જામ જગમાં વળી, તામ શેત્રુંજ મુગતો જ થાય; પરિવારસ્યું પરિવર્યો તિલક મસ્તક ધરી, સાહ ગલ્લો શેત્રુંજ જાય. વંદ્ય રે ૩૧૨૯ હીરના રાજ્યમાં અનેક કારજ થયા, મુગલા મુલખધર પાય લાગા; સાધ શ્રાવક વધ્યા ભુવન પ્રતિમા બહુ, અમારિના પડા ચોખંડ વાગા. વંદ્ય ૨૦. ૩૧૩૦ હીર દેવાંગત જામ હુઆ વળી, વાગીયા ઘંટ બહુ દેવ મળીઆ; ગાન શૂ કરી હીરને મન ધરે, - વાંઝીઆ અંબ તે તિહાં ફળીઆ. વંદ્ય ૨૦ ૩૧૩૧ હીરનો રાસ રચિયો જવ યુગતિસ્યું, મેઘની વૃષ્ટિ તે સબળ હોય; સુભખ્ય શાતા સુખી, સરસ મહી માનવી, દેસચ્યાં સુતે તે સબળ જોય. વંદ્ય રેo ૩૧૩૨ સાધપૂજા સહી વિહારવિધિ ભલ થઈ, ધર્મ નિ કર્મ તે સુખે જ ચાલે; હીર રે ! હીર રે ! જપે જિ કો માલાયે, * તેહ જગે ત્રઢદ્ધિ રમણીરૂં માલે. વંદ્ય ૨૦ ૩૧૩૩ અષભ રંગે સ્તવે અંગે શાતા હવે, સંઘ સકળ તણે સુખ હોયે; સુરનરનારીયાં પંખીયાં સુખ લહે, હીરનું નામ જપતાં જિ કોયે ! વંદ્ય ૨૦ ૩૧૩૪ ઇતિ શ્રી હીરવિજયસૂરિરાસ સંપૂર્ણ ___संवत् १७२४ वर्षे, भाद्रवाशुदि ८ शुक्र, श्रीमत्तपागच्छे, भट्टारकरी २१ श्रीविजयराजसूरीश्वरराज्ये, सकलपण्डितसभाश्रृङ्गारहारभालस्तलतिलकायमान पण्डितश्री ७ श्रीदेवविजयगणिशिष्यः पण्डितोत्तम पण्डितश्री ५ श्रीतेजविजयगणिशिष्य, पण्डितश्री श्रीषिमाविजयगणिशिष्य मुनिसूरविजयेन लिखितम्. श्रीसादडीनगरे श्रीचिन्तामणिमापार्श्वनाथप्रसादात्. स्वयं वाचनार्थमिति श्रेयः । પા. ૩૧૩૩.૨-૩.. માલાઈ માનનીચું તેહ જ માલઈ. ૮િ, ૩૧૩૨.૨ સુભખ્ય = સુભિક્ષ, સુકાળ ૩૧૩૪:૨ જિ કોયે = જે કોઈ પણ Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ * શ્રાવક કવિ ઋષભદાસકૃત આ પ્રમાણે કવિવર શ્રી ઋષભદાસજીએ રચેલ શ્રી હીરવિજયસૂરિરાસનો ભાવાનુવાદ પૂ.પા. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર શાસ્ત્રવિશારદ પૂ.પા. આચાર્ય મહારાજશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર સૌમ્યમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.શ્રીના પટ્ટધર આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરિજીએ ગુરુમહારાજશ્રીની આજ્ઞાથી તથા પોતાના લઘુબંધુ તથા શિષ્ય આચાર્ય શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નાનપુરા, સૂરતની વિનંતીથી દિવાળીબાગ જૈન ઉપાશ્રયમાં પૂજ્ય ગુરુ મહારાજશ્રી તથા આ.શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી, મુનિ શ્રી ગુણશીલવિજયજી, મુનિશ્રી રાજહંસવિજયજી, મુનિશ્રી લલિતાંગવિજયજી, મુનિશ્રી જગચંદ્રવિજયજી આદિ સાથે ચાતુર્માસની સ્થિરતા દરમિયાન વિ.સં. ૨૦પ૩ના કારતક સુદ ૧૦ને બુધવારના રોજ પરિપૂર્ણ કરેલ છે. ઈતિ શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય | Page #396 -------------------------------------------------------------------------- ________________ “શ્રી હીરવિજયસૂરિરાસ'-અંતર્ગત દેશીઓની સૂચિ [‘શ્રી હીરવિજયસૂરિરાસમાં પ્રયોજાયેલી દેશીઓની સૂચિ વર્ણાનુક્રમે અહીં આપી છે. સાથે જો રાગનું નામ હોય તો એ પણ મૂક્યું છે. તે પછી અનુક્રમે ઢાળક્રમાંક અને આરંભની કડીના ક્રમાંકનો નિર્દેશ કર્યો છે.] અતિ દુઃખ દેખી કામિની - કેદારો, | ૭૦/૧૬૦૮ ૯૮/૨૪૯૯ ગુરુ ગીતારથ મારગ જોતાં, ૩૪/૬૨૬; ઈતને કેતાઈ ઈતના ક્યા કરણા - ૪૭/૧૧૬૬ આશાવરી, ૬૯/૧૫૯૭ ઘોડાની, ૧૦૧/૨૬૧૬ ઈમ વિપરીત પ્રરૂપતા – આશાવરી સિંધુ, | ચંદાયણની, ૮૬/૨૧૯૮ ૧૯/૨૬૯ ચંદ્રાયણાની ૪/૩૨; ૧૩/૧૬૬; ૬૬/ ઈલગાની, ૫૮/૧૨૯૩; ૭૮/૧૯૧૬ ૧૫૬૯ ઈસ નગરીકા વણઝારા ૧૨/૧૫૫; ચાલ્ય ચતુર ચંદ્રાનની, ૭૭/૧૮૯૮; ૭૬/૧૮૫૦; ૧૦૨/૨૭પપ ૭૯/૧૯૨૫ ઉતારો આરતી અરિહંતદેવ – ધન્યાસી, ચુનડીની - ગોડી, ૪૨/૯૭૨ * ૧૦૯/૩૦૮૬ ચોપાઈની, ૧/૨૦; ૧૧/૧૨૭; ૧૪/ ઉન્નત નવ યોવન મારું – રામગિરી, ૧૭૨; ૨૪/૩૧૯; ૨૯/૪૬૪; ૬૫/૧પપ૭ ૩૧/પપ૪ ઉલાલાની, ૮૭/૨૨૦૮ ચોપાઈની – દેશાખ ભૂપાલ, ૬/૪૧ એક સમે તિહાં રાય વેરાટિં, ૮૩/૨૦૪૯ ચોપાઈની – પરજીઓ, ૧૮/૨૫૩ એણિ પરિ રાજ્ય કરતાં રે, ૪૮/૧૧૮૧; ચોપાઈની – ભૈરવ, ૨૬/૪૦૯ ૮૮/૨૨૮૯; ૯૦/૨૩૮૫ ચોપાઈની – મલ્હાર, ૨૧/૨૮૯; ૨૮/ એમ વિપરીત પ્રરૂપતા, ૯૭/૨૪૯૧ ૪૩૮ કડખાની – આસાવરી, પ૯/૧૩૦૭; ચોપાઈની – મારુ, ૨૨/૩૦૨ ૮૫/૨૧૬૩ ચોપાઈની – રામગિરિ, ૧૬/૨૦૯ કમલાવતીની - ગોડી, ૯૩/૨૪૬૧ ચોપાઈની – વેરાડી, ૧૭/૨૩૬; ૨૫/ કહિણી કરણી તુજ વિણ સાચો, ૧૦૬/ ૩૩૪ ૩૦૧૮ છાનો રે છપીને કંતા કિહાં રહ્યો રે, ૫/ કાયાવાડી કારમી – પરજીઓ, ૨૪૭૨ ૧૦/૧૧૪ જીવ જાતિ જાતીમાં ભમતો, ૨૩/૩૧૨ કાહના પ્રીતિ બાંધી રે - માર, ૮૧/ જો રે જન ગતિ શંભુના, પ૨/૧૨૫૬ ૧૯૯૦ તિણ મોતી મુશલસું વધ્યું, ૯૨/૨૪૪૬ ગિરજા દેવીને વીનવું રે, ૪૧/૯૪૮ તુંગીઆ ગિરિશિખર સોહે ૯/૯૮; ગિરજા દેવીને વીનવું રે - ગોડી, I ૬૭/૧૫૭૮; ૯૬/૨૪૮૧ Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ તે ગિરૂઆ ભાઈ કે, ૫૩/૧૨૫૯ ત્રિપદીની, ૩/૨૮; ૫/૩૬; ૮૪/૨૦૯૩ ત્રિપદી ચોપાઈની, ૨૭/૪૧૮ થિર થિર કાંપતા રે, મૃગ વાઘ તણા ભયમાંહિ – મેવાડો, ૧૦૦/૨૫૪૭ નયરી અયોધ્યાથી સંચર્યાં એ – ધન્યાસી, ૧૦૭/૩૦૨૫ નવરંગ વઇરાગી, ૫૭/૧૨૮૮ નાચતી જિનગુણ ગાય ગોડી, ૮૨/ 1 શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ રત્નસારની પહિલી, ૫૪/૧૨૬૩ રામ ભણે હિર ઊઠીયે, ૯૯/૨૫૧૦ લંકામાં આવ્યા શ્રી રામ ૨, ૩૫/૬૨૯; ૩૭/૬૯૦; ૭૧/૧૬૬૦ વંછિત પૂરણ મનોહરુ, ૭૫/૧૭૯૭ વાસુપૂજ્ય જિન પૂજ્ય પ્રકાશો, ૩૮/ ૨૦૨૩ નાચતી જિનગુણ ગાય મંદોવરી – ગોડી, ૫૫/૧૨૮૦; ૪૯/૧૨૨૪; ૧૦૪/૨૭૯૪ પદમ રાય વિત૦, ૪૬/૧૧૬૦ પદમથ રાય વિત૦ - મારુ, ૩૯/૮૪૭ પદમરથ રાય વિતસોકા મારુ, ૩૦/ - ૫૩૦ પ્રણમું પાસકુમાર રે – ગોડી, ૩૨/૫૭૩; ૪૪/૧૦૨૯ મગધ દેશકા રાજા, ૩૬/૬૩૫ મગધ દેશકા રાજા – સારંગ, ૪૦/૯૧૯ મગધદેશકો રાજા રાજેશ્વર સારિંગ, ૭/૭૬; ૭૨/૧૬૯૫ મનભમરાની, ૪૫/૧૧૧૫; ૬૦/૧૩૬૭ મીઠી તાહારી વાણી વાહલા મારુ, ૬૩/૧૫૦૪ મુકાવો રે મુજ ઘરનારી - મારૂણી, ૯૧/ – ૨૪૩૩ મુકાવો રે મુજ ઘરનારિ/મૃગાવતીની, ૭૩/૧૭૧૪ મૃગાવતીના રાસની, ૬૮/૧૫૯૦ મૃગાવતીની, ૭૩/૧૭૧૪ જુઓ મુકાવો રે મુજ ઘરનરિ ૭૫૭; ૫૧/૧૨૫૨; ૬૪/૧૫૪૫ શ્રી શેત્રુંજ સારો – દેશાખ, ૨/૨૩ સખી દેખી રાજ સુલતાન આયો/ કડખાની આશાવરી, ૫૯/ કડખાની - ૧૩૦૭ જુઓ આસાવરી સરગે સરપ ન સોધ્યો પામીયે રૈ - મારૂણી, ૮૯/૨૩૩૪ સરગે સોધ્યો સાપ ન લાભે રે ૫૬/૧૨૮૬ સર્ગે સુપન સોજ્યો તે પણ ભાલીઇ રે - મારુણી, ૨૦/૨૭૯ સાંસો કીધો શાળિયા, ૫૦/૧૨૪૫ સિંહ તણી પરૢિ એકલો રે ગોડી, ૧૦૫/૨૯૯૧ સુણિ નિજ સરૂપ – દેશાખ, ૧૫/૨૦૦ સુરસુંદરી કહે શિર નામી – માલવગોડ, ૮/૯૦ હીચ્ય રે હીચ્ય રે હઇય હીંડોલડે, ૧૦૮/૩૦૫૧ હીંચ્ય રે હીંચ્ય રે હઇય હીંડોલડે ધન્યાસી, ૧૧૦/૩૧૨૭ હું આજ એકલી નિંદ ન આવે રે, ૪૩/૯૮૭ હું એકેલી નિંદ ન આવે રે, ૧૦૩/ ૨૭૮૧ હું તુજ પર વારી – કાફી, ૬૧/૧૩૭૭ -- - મારુ, Page #398 -------------------------------------------------------------------------- ________________ | Sylls / શ્રી હીરવિજયસૂરિ સમાધિમંદિર ઉદ્યાન, શાહબાગ - ઊના