________________
શ્રી હીરવિજયસૂરિરાસ
હીર કહે હું તો છું યતી, પાસે ન મલે વાલ ને રતી; અધ્યારુ કહે સાચું હું લખું, મુજ આવ્યાનું કારણ કહું. નોહોતો આવતો હું અહીં આપ, કહે બ્રાહ્મણ મુજ ડસીઓ સાપ; કિમે ન ઉતરે પાછો તેહ, તવ ઉપચાર કરે મુજ દેહ. ચૂસે ચર્મ ચઢ્યો જિહાં અહી, હીર નામ જપે મુખ્ય-સહી;
નાઠું વિષ તડકે જિમ ત્રેહ, નવપલ્લવ હુઈ મુજ દેહ. પછે ચિંતવ્યું તેણે ઠામિ વિષ નાદું ગુરુ હીરને નામિ;
૧૯૯
૧૭૩૩
૧૭૩૪
૧૭૩૫
તો દારિદ્ર જાસ્મે નિરધાર, આવ્યો એહવો કરી વિચાર. બેઠો સંઘવી સાંગદેમાય, પૂછ્યું હીરને તેણી ઠાય;
ગોર તુહ્મારો હોયે એહ, બોલો હીર વચન મુખ તેહ. સંસાર-ગુરુ તે મારો એહ, ભલે કક્કો સિદ્ધહ ભણેહ;
હીરવચન બ્રહ્માથી વડો, આપે સાંગદે બાઈ વાંકડો. કરી આપ્યા રૂપક સેં બાર, દરીદ્ર મંત્ર નાઠો તેણી વાર; વિક્રમ ભોજ કર્ણ મહાવીર, વિક્રમ હૈ સાચો ગુરુ હીર. ધનંદ સમાન થઈ ઘર જાય, સ્ત્રી આગલ ગુરુના ગુણ ગાય; અધ્યારુ હુઓ અતિ સુખી, હીરનામ જપે મહા ઋષી. સહુકો પ્રણમે હીરના પાય, શ્રાવક મંદિર તેડી જાય;
રાખે ઘરે તિહાં કરી વખાણ, ધન ખરચે નર પુરુષ સુજાણ. ૧૭૪૧ સંઘવીને ઘર શ્રીગુરુ રહ્યા, સબલા મહોછવ તિહાં કણિ થયા; હબીબલો આવે ગુરુ કરેં, કાંઈક કામ કહો તુો મનેં. હીર આવ્યા સાહા શ્રીમન્ન ઘરે, તિાં ધન ખરચીયાં બહુ પરે; સાધ તણી પોહોચાડે આસ, જયવિજય કીધા પંન્યાસ. ધનવિજય એ પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય;
રામ ભાણ કીધા પંન્યાસ, કીર્તિ લબ્ધિ વિજય પંન્યાસ. સબલ લાભ ઈહાં કણિ થયા, લખ્યા સોય ન જાયે કહ્યા;
સડતાલે સંવરિ રહી, હીરવિજય પછે ચાલ્યા સહી. અહ્મદાવાદમાં આવે સહી, સાહમા લોક ગયા ગહિગહી;
હરખ્યા પુરુષ નગરના બહુ, યથાયોગ્ય ધન ખરચે સહુ. આવ્યા ગંÜપ ગાયે રાસ, હીરના ગુણ ગાતાં ઉલ્હાસ;
છએ રાગ છત્રીસે રાગિણી, કરી તાન સુણાવે ગુણી.
૧૭૩૬
૧૭૩૭
૧૭૩૮
૧૭૩૯
૧૭૪૦
૧૭૪૨
૧૭૪૩
૧૭૪૪
૧૭૪૫
૧૭૪૬
૧૭૪૭
કવિ ઋષભદાસ કહે છે કે જેણે છ રાગનાં નામ ન જાણ્યાં, ન સાંભળ્યાં અને ન ઓળખ્યાં તેણે શું કામ સાધ્યું ? શ્રીરાગ, પંચમરાગ, નર્તરાગ, તેમજ મેઘ, વસંત ટિ, ૧૭૪૫.૨ સડતાલે = સં.૧૬૪૭માં ૧૭૪૭.૧ ગંધ૫ = ગાંધર્વ, ગાનાર,