________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
યાચકની પત્ની સરોવરે પાણી ભરવા ગઈ હતી. એને વાર લાગતાં પતિ ખિજાયો મુખેથી અશિષ્ટ વાણી બોલ્યો. કહેવા લાગ્યો કે હું ક્યારનો ભૂખ્યો થયો છું ને તું આવતી જ નથી. પત્ની કહે જો એમ જ હોય તો હાથી લાવો જે તમને પાણી આણી આપશે. આ તેજવાન પતિ મુખનાં વેણ-તીર ખમી શક્યો નહીં ને ઊઠીને ચાલ્યો. વેગે આગ્રા આવ્યો. ત્યાં હીરગુણ ગાયા ને એમની ૫૮ પેઢી વર્ણવી. અકબર અને હીરના આ ગુણબોલથી બ્રહ્મા પણ ડોલી ઊઠે. શ્રાવક ખુશ થઈ એને દાન આપવા લાગ્યા. પેલો પુરુષ કહે છે કે આપો તો હાથી જ આપો જે મારી પત્નીને આપી શકું. સદારંગશાહે ઘેરથી હાથી મંગાવ્યો ને લૂછણું કરી તેને આપ્યો. ત્યારે ભોજકે કહ્યું જે લૂછણું કરવામાં આવે તે તો ભોજકનું હોય. ત્યારે સદારંગે એ હાથી તે ભોજકને
આપ્યો ને યાચક નરને બીજો આપ્યો. થાનસંગે તે હાથીને શણગાર્યો. યાચક ઉમરાવ પાસે શ૨૫ાવ-વસ્ત્ર યાચે છે. તે કહે છે હીરના નામે હાથી પામ્યો ને વળી સોનુંરૂપું પણ. હીરનું નામ લઈ હાથી પર બેસી ફરે છે ને અકબરની કીર્તિ કરે છે. અકબર ઉમરાવોને કહે છે કે “મને તો કેટલેક ઠેકાણે માને છે પણ હીરને તો સર્વત્ર માનનારા છે. આવા બીજા કોઈ જોયા નથી.”
૧૭૪
પેલો યાચક પોતાને ઘેર આવ્યો. પત્નીને હાથી આપતાં કહે છે “હીરગુરુના નામથી આ મેળવ્યો છે, તારી આગળ મારો મહિમા રહ્યો. પહેલાં જેમ રાજા વિક્રમ, ભોજ અને જેસિંગદેવ હતા તેમજ જગડૂ અને ભીમની જોડી હતી તેમ આ સદારંગશાહ છે જે હાથીની સાથે કરોડોનું ધન આપે છે.
ત્યારે ઘરની સ્ત્રી ખુશી થઈને પતિનું સ્વાગત કરવા લાગી. કહે, “હું મોઢેથી ખરાબ વચનો બોલી, પણ તમારા ભાગ્યનો પાર નથી. જો હીરગુરુ પ્રસન્ન થાય તો સકલ ચીજની પ્રાપ્તિ થાય, પણ આપણે ઘેર હવે હાથીને શું કરવાનો ? એને વેચીને રોકડ નાણું મેળવી લો. જ્યાં મોટા પુરુષો હોય ત્યાં જ હાથી બંધાય.” પતિને થયું કે આ વિચાર ન્યાયનો છે. હાથીનું પેટ ભરી શકાશે નહીં. મોગલને ઘેર જઈ એણે હાથી વેચ્યો ને સો સોનામહોર મેળવી. બીજે જ દિવસે હાથી મરી ગયો. યાચક હીરના ગુણ ગાય છે.
જ્યારે આગ્રામાં હીરવિજયસૂરિ હતા ત્યારે સોનો ભોજક ગુરુનો રાસ ગાતાં લાખ ટંકા પામ્યો. કોટિ સુવર્ણનું લૂછણું થયું, અને પ્રતિમા પેરે પૂજન થયું. પછી હીરગુરુ મેડતા જવા નીકળ્યા. અને ત્યાં ફાગણ-ચોમાસું કર્યું. ત્યાં ખાનને મળ્યા. તેણે રાજી થઈને સ્વાગત કર્યું. ખાને ઈશ્વરનું સ્વરૂપ પૂછ્યું. હીરે કહ્યું કે તે અરૂપ છે. ખાન કહે ‘તો પછી પથ્થરના દેવ કેમ પૂજો છો ?” હીર કહે, “બાબા આદમ જેવા અહીં કમાઈ કરીને સ્વર્ગે ગયા. તેમની મૂર્તિ અહીં કરવામાં આવે તો તેમની યાદ આવે. તે પણ ખુશ થાય કે તેઓ મારી મૂર્તિ પૂજે છે.
તમારી આકૃતિ કરીને કોઈ માણસ કેસર, ચંદન, પુષ્પની પૂજા કરે તો તમે પણ તેને નવાજો છો, પછી ધણી મહારાજ કેમ સંતોષ ન પામે ?”
ખાન કહે છે જેને તમે પૂજો છો એ પથ્થરમાં ભગવાન છે ખરા ?' ત્યારે જગદ્ગુરુ બોલ્યા, તે ત્યાં પણ ભગવાન છે ને કિતાબમાં પણ. બધા તેની અદબ રાખે