________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૭૩
શાહ વીપૂને સહુકો કહે, મળો ખાનને મહિમા રહે,
વીપૂ કહે હોલી કીજીએ, રાય ભાગા ગાઢા બીહજીએ. ૧૪૯૩ વિઠલો મહિતો રાનો જેહ, સીંહ થઈને બોલ્યો તેહ;
એડવો નહિ કો તેણે ઠાય, ખાનખાનાનિ પાસે જાય. ૧૪૯૪ જીવા સામલ નાગોરી જેહ, સીંહ થઈને બોલ્યો તેહ;
ખાનખાનાને મિનસ્ય અબૅ, મુંડા મસ્તક તેડો તહ્મ. ૧૪૯૫ ખંભાયત થકી તેડ્યા વાણીઆ, મુંડ્યા શર જેહના જાણીઆ;
ગુદરાવ્યા તેહને જિહાં ખાન, વેગે હાથે દીધું ફરમાન. ૧૪૯૬ વાંચી શીષ ચઢાવે તામ, પૂછ્યું વાણિગને કહો કામ;
જીવા સામલ બોલ્યા દોય, કલ્યાણ ધર્મ અહ્મારો ખોય. ૧૪૯૭ ખીજ્યો ખાન કુદણ અંધાય, પકડી લ્હાવો આણે ઠાય;
વિઠલો ઝાલ્યો તેણિ ઠામ, બાંધી મુસકે ફેરવો ગામ. ૧૪૯૮ તરડોલીએ બાંધ્યો નિરધાર, કુટી કીધો અતિહિ ખોઆર;
બસે અસવાર મેલ્યા ખંભાત, નાઠો રાય ન આવ્યો હાથ. ૧૪૯૯ મિળ્યો ખાનને બીહતો સહી, દ્રવ્યહાણિ તસ સબળી થઈ;
ખાન કહે કિમ ખલવે અંધ, ધર્મ માંહિ કિમ કીના ધંધ. ૧૫૦૦ કરી ફજેત તે કલ્યાણરાય, યતી તણે લગાડ્યો પાય;
સઘળો હર તણો મહિમાય, જયજયકાર જિનશાસન થાય. ૧૫૦૧ બાર હજાર રૂપUઆ તણો, પાડ્યો કતબો તિહાંકણિ ગણો;
કર્યા મેશરી રાયે જેહ, હુઆ ફરીને શ્રાવક તેહ. ૧૫૦૨ ખરતર સહુ હારી ચુપ રહ્યા, મનસ્યું તેણે કુટના લક્ષ્યા;
હીર નામ જગમાં વિસ્તર્યું, હીરે પછે પીઆણું કર્યું. ૧૫૦૩
હીરગુરુ વિહાર કરી મથુરાપુર આવ્યા. ત્યાં પાર્થપ્રભુને જુહાર્યો. પછી સુપાર્શ્વનાથની યાત્રા કરી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. સૌએ તીર્થની સ્પર્શના કરી. જંબૂસ્વામી પ્રમુખના પ૨૭ સ્તૂપ જુહારતાં અતિ હરખ થયો. પછી ગ્વાલિયર ગઢ આવ્યા. ત્યાં વરજીને જુહાર્યા. તથા બાવનગજ પ્રતિમાને જુહારતાં જયજયકાર વર્યો. હરગુરુ ફરી આગ્રા પધાર્યા. દિલ્હી મંડલે બશેર-બશેર ખાંડની લહાણી કરી.
હીરસૂરિ વિહાર કરે છે ત્યાં ઉમરાવો આવી પ્રણામ કરે છે. શ્રાવકો રૂડાં સામૈયાં કરી સોનું આદિ દ્રવ્ય શિરે ધરે છે. હાથીનાં લૂંછણાં થાય છે. અશ્વદાન થાય છે. આગ્રામાં સદારંગશાહે ૯૦ ઘોડા લૂંછણામાં આપ્યાં. બીજા એક શ્રાવકે પ૬ ઘોડા આપ્યા. હીરગુરુના મહિમાનો પાર નથી. યાચકો હાથી, ઘોડા, હાર મેળવે છે. એક પા. ૧૪૯૯.૨ વીસે ૧૫૦૦.૨ કમલખ અંધ ટિ. ૧૪૯૬.૨ ગુદરાવ્યા = મોકલાયા ૧૪૯૯.૧ ખોઆર = ખુવાર ૧૫૦૨.૧ કતબો = ખત
૧૫૦૩.૨ પીઆણું = પ્રયાણ, વિહાર