________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૭૫
છે. પ્રણામ કરીને એને માથે ચડાવે છે. કોઈ એના સોગંદ ખાય નહિ. હિંદુ-મુસ્લિમ બધા એને માને છે. મુખનું થંક એને કોઈ લગાડે નહીં, એના પર પગ મૂકે તો નરકમાં જાય. કિતાબમાં ભગવાન દેખાય નહીં, પણ મૂર્તિ જોતાં તે સદેવ યાદ આવે. મહેનતમાં ખુદાનું સ્થાન છે. ત્યાં કોઈ ખરાબ કામ કરે નહીં. ખુદા તો સ્વર્ગમાં બેઠા છે પણ એમને જોવાથી એમની યાદ આવે.
ત્યારે મિરજા ખાન ખુશ થયો. કહે કે અકબરશાહનું જ્ઞાન સાચું છે જેણે આવા હીરગુરુને માન્યા છે. આ ઉત્તમ કોટિના જ્ઞાની સાધુ છે. પછી ખાન કહે, તમે કંઈ દામ-ગામ માગો. હીર કહે “એનું કાંઈ કામ નથી. જે સાધુ અઢાર બોલ પાળે તે જ સાચો સાધુ, નહિ તો ગૃહસ્થ જ ગણાય. સાધુ હિંસા, જૂઠ, ચોરી કરે નહીં, અબ્રહ્મ સેવે નહીં, પરિગ્રહ કરે નહીં, રાત્રિભોજન ન કરે, પૃથ્વી, પાણી, તેલ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય જીવોને દુઃખી કરે નહિ, રાજપિંડ ગ્રહણ કરે નહીં, કાંસા આદિના પાત્રમાં જમે નહીં, પલંગ-માંચીમાં પગ મૂકે નહીં, ગૃહસ્થના ઘરમાં બેસે નહીં, સ્નાન-શણગાર કરે નહીં.” આ અઢાર બોલ સાંભળીને ખાન ખુશ થયો. હીરની પ્રશંસા કરી. સરિતાદળની જેમ એમનો જશ વધ્યો. મેડતાથી ગુરુ નીકળ્યા. બાદશાહી છડીદાર પૂંઠે આવતો હતો. ગુરુજીએ નાગોર પહોંચી ત્યાં ચોમાસું કર્યું.
(ઢાળ ૬૩ - મીઠી તાહારી વાણી વાહલા. રાગ મારુ) હીરે કર્યો જ વિહાર વાહલા, હીરે કર્યો જ વિહાર;
મથુરાપુર નગરીમાં આવે, જુહાર્યા જ પાસકુમાર. વાહલા. ૧૫૦૪ યાત્રા કરી સુપાસની રે, પુંઠે બહુ પરિવાર;
સંઘ ચતુર્વિધ તિહાં મળ્યો, ફરસે તીરથે સુસાર. વાહલા. ૧૫૦૫ જંબૂ પરમુખનાં વળી રે, શૂભ તે અતિહિ ઉદાર;
પંચ મેં સતાવીસસ્ તો, જુહારતાં હરખ અપાર. વાહલા. ૧૫૦૬ ગ્વાલેર ગઢે પછે આવી રે, કીધો વીર જુહાર; બાવનગજ પ્રતિમા કહી તો, જુવાર્યો જયજયકાર. વાહલા. ૧૫૦૮
| (ચોપાઈ) હીર મુનીશ્વર કરે વિહાર, આવી ઉંબરા કરે જુહાર,
શ્રાવક સામહિ ભલ કરે, હેમાદિક નાણાં શિર ધરે. ૧૫૦૯ હસ્તી તણાં હોએ લુંછણાં, અશ્વદાન હોએ અતિ ઘણાં;
સદારંગશાહ આગરામાંહિ, ને ઘોડા તેણે દીધા ત્યાંહિ. ૧૫૧૦ છપ્પન ઘોડા દૂજા તેહ, બીજે શ્રાવકે આપ્યા તેહ;
હીરના પુણ્ય તણો નહિ પાર, યાચક પામે હય ગય હાર. ૧૫૧૧ એક યાચકની નારી જેહ, સરોવર પાણી ગઈતી તેહ;
લાગી વાર ખીજ્યો ભરતાર, મુખથી વાણી બોલ્યો અસાર. ૧૫૧૨