SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ શ્રાવક કવિ ઋષભદાસકૃત તિણ વેળા બોલ્યા ગુર હીર, નહિં હં જ્ઞાની રાંક ફકીર; જૈસી બાત મેં ગુરમેં લહી, વૈસી બાત મેં તુમકું કહી. ૪૫૧ હમારે શાસ્ત્રમ્ યું કર કહ્યા, તુમારે શાસ્ત્રમૈં જુદા લહ્યા. દેખ તો કોઈ ન આયા અહિં, સુણતાં ખાન ખુસી હુઓ તહિં. ૪પર માંગો હીરજી જો કુછ હિયે, હર કહે બંધી છોડિયે; મારણ રાખ્યા હુંતા ચોર, મૂક્યા તેહના કાપી દોર. ૪૫૩ એક માસ તિહાં હુઈ અમાર, સબળ મોહોત પામ્યા તિણ ઠાર; વાજતે ગુરુ પાછા વળે, સકળ સંઘ મનોરથ ફળે. ૪૫૪ પાટણથી પછે કરે વિહાર, બાવટીમાં આવણહાર; સોજીતરે રહ્યા કારણ વતી, આશાતના હુઈ પ્રતિમા અતી. ૪૫૫ . અમદાવાદ અકબર શાહ જિસેં, પાસે આજમખાન સહી તિસે; ખંડી પ્રતિમા પાસની ત્યાંહિ, લખું આવ્યું ત્રંબાવતી માંહિ. ૪૫૬ હાકિમ હસનખાન કર કરી, આશાતના પ્રતિમાની કરી; સુણી હાર સોજિંતરે રહ્યા, બોરસદે પછે ગુરુજી ગયા. ૪૫૭ ઈણ અવસર જગમાલ રિષિ જેહ, શ્રીકરણ રિષિનો ચેલો તે; ગુરે ન દીધો પુસ્તક જામ, કરે બંધ તે સબળો તા. ૪૫૮ આવી હર કનૈ કરે પુકાર, પોથી અપાવો કરી વિચાર; હીર કહે એ ન લહું વાત, વારે તે જાણે અવદાત. ૪પ૯ તુજ ગુરુ દેખે ગુણ તુજમાંય. તો પોથી તુજ ન દીએ કાંય ? બીજા શિષ્યના ગુણ મન ગ્રહી, તેહને પોથી આપે સહી. ૪૬૦ માણસ નહીં પણ માણસમાં રહેલા ગુણ જ મોટા છે. માણસ જો રીસ મૂકી દે તો ગુણવાન બને. બાવળને માણસ પગે ચાંપે છે જ્યારે મરૂઓ મસ્તકે ચડાવે છે. કડવાં તુંબડાં ગુણ દ્વારા મીઠાં બને છે. જેના ગુણ જેવા હોય તેને માણસ કેમ ભૂલે ? ગુણવાન નિધન હોય તોયે તે સારો, પણ ગુણહીન ધનવાળો હોય તો તે નકામો. ખાખરો લીલો હોય તોયે ત્યજવા યોગ્ય અને ચંદનવૃક્ષ સૂકું હોય તોયે સેવવા જેવું. આ રીતે દષ્ટાંત વિચારી તમે સમજી જાવ, પણ લડીને ગુરુની લાજ ખોતા નહીં. આવું સમજાવવા છતાં તે સમજ્યો નહીં ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યો. ત્યારે જગમાલ ઋષિ પોતાના શિષ્ય લહુઆ ઋષિને લઈને પેટલાદ ગયા. ત્યાંના હાકેમને મળી બંદૂકદાર સિપાઈ લઈને હીરગુરુને પકડવા માટે આવ્યા. સં. ૧૬૩૦ની આ વાત છે. હીરગુરુ બોરસદ હતા એટલે તેમને પકડવા તે આવ્યા ખરા પણ તેમને ગુરુ મળ્યા નહીં એટલે તે ચોકમાં આવીને બેઠો. ત્યારે એક શ્રાવિકાએ રોષે ભરાઈને “ગુણસાગર પા. ૪પ૩.૧ કુછુ લોડીઈ ૪૫૫.૨ કુણ વતી ૪૫૭.૨ મુનિ (સુણીને સ્થાને), બોરસિદ્ધિ ટિ. ૪૫૪.૧ અમાર = અમારિ, જીવને અભયદાન ૪૫૫.૧ ત્રંબાવટી = ખંભાત ૪૫૫.૨ સોજીતરે = સોજિત્રા ગામે
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy