________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૫૫
જગમાલ ઋષિએ હીરગુરુની આગળ ફરિયાદ કરી કે “મારા ગુરુ મને પોથી આપતા નથી. તો તે મને અપાવો.” તે સાંભળી હીરગુરુ કહે છે કે હું એમાં કાંઈ જાણતો નથી. જે વારણ કરે છે તે જ એ જાણે. પણ જો તમારામાં ગુરુએ ગુણ જોયા હોત તો તમને પોથી કેમ ન આપત ? બીજા શિષ્યમાં ગુણ હોવાથી તેમને પોથી આપી.”
(ઢાળ ૨૮ - દેશી ચોપાઈની – રાગ મલ્હાર). દેહરામાંહિ નર બેઠો જિસેં. ગચ્છ ચોરાસી મિલીઆ તિસે;
કરે વીનતી આવો સ્વામ, તુહ્મને થાપર્યું ઉંચે ઠામ. ૪૩૮ ચિંતે મેઘજી હિયા મઝાર, સાચા સોય તપા સંસાર;
પદ્ધીનું મુજ ન રૂચે નામ, માહરે શિવ-મંદિરસ્યું કામ. ૪૩૯ ચેલાનો ચેલો છું થઈ, હીરપાય સેવેસું સહી;
સાચો મુનિ દીસે છે એહ, જેહના ગુણનો ન લખું છે. ૪૪૦ ઈમ ચિંતી જિન વાંઘા જિસેં, મેઘજી રિખિ પછે બોલ્યા તિસે,
દેવવીર ને ગુરુજી હીર, શીલવંત જે સાહસ ધીર. ૪૪૧ ઈશ્યાં વચન મુખ ભાખ્યાં જિસેં, વાજાં પાતશાહી વાગ્યાં તિસે;
મદન ભેર વાજે નિશાણ, હર પાય નમ્યો નર જાણ. ૪૪૨ દઈ દીક્ષા કીધો ઉદ્ધાર, નામેં ઉદ્યોતવિજય પાસાર;
"પંડિત કુટડો બહુ વૈરાગ, પ્રાગવંશ આલાપે રાગ. ૪૪૩ આંબો ભોજો શ્રીવંત શિષ્ય, નાકર લાડણ ગાંગો શિષ્ય;
માધવ વીરાદિ શિષ્ય જેહ, સાથે સંયમ લેતા તેહ. દોસી શ્રીવંત દેવો લાલજી, હંસરાજ લંકામતિ તજી;
હીરગુરુને લાગ્યા પાય, વાધ્યો મેઘજીનો મહિમાય. . અનુક્રમેં ગુરુ પાટણ જાય, દીયે વાંદણાં જૈસિંઘ પાય;
હેમરાજ ધન ખરચે ઘણું, સમક્તિ સાર કરે આપણું. ૪૪૬ ઈમ ઉચ્છવ હોએ છે ત્યાંહિ, કલાખાન છે પાટણ માંહિં; મહાદુરદંત કહેવાએ જેહ, હરમુનિને તેડે તેહ.
४४७ શ્રાવક સઘળા બિહના ઘણું, હીરે આણ્ય તિહાં દૃઢપણું;
ચાલી આવે ખાનને પાસ, કલાખાન પૂછે ઉલ્લાસ. ૪૪૮ ઉંચો સૂર કે ઉંચો ચંદ? ભાખે મુનિવર હિરસૂરિંદ;
ચંદ અમારે ભાખ્યો દૂર, તેહથી હેઠો કહીએ સૂર. ૪૪૯ બોલ્યો ખાન તવ કરડો થઈ, હમારે સૂર તો ઉંચા સહી;
નીચા ભાખ્યા હૈ યે ચંદ, તુમ ક્યું ઉંચા કહો સૂરિંદ ?૪૫૦ પા. ૪૪૦.૨ સાધ (મુનિને સ્થાને) ૪૪૩.૧ પદ્મવિજય પસાર ૪૪૪.૧ ઋષિ (શિષ્યને બદલે) ૪૪પ.૧ દેપા લાલજી
४४४
૪૪૫