SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિાસ ખાન કહે તુમર્પિ મેં માગું, એ ચેલે તુમ દોઈ; ઇકું તમ ગછ ભીતરી લીજે, તો હમ ખુશી બહુ હોઈ રે. સુણ. હીર કહે એક ચેલા કાજે, જઈએ ગાઉ હજારો રે; ૨૩૧ ૨૦૩૪ કુશ કારણિ એ કાઢી મૂકું, કહેણ ન માને લગારો રે. સુણ. ૨૦૩૫ જેણે રાઅે નર સહુયે ચાલે, એ ચાલે તેણે રાઅે રે; ખાન તણે વચને અમે એહને, હવડાં લીજે માહિ રે. સુણ. ૨૦૩૬ કાશમખાન તવ વેગે બોલાવે, તેજા સામલ દોઈ રે; હીર તન્ને હાર્થિ લેઇ સંપ્પા, કરો ગુરૂ કહે સોય રે. સુણ. ૨૦૩૭ ખાને હીરને વાળ્યા વાજતે, ઉપાશરે પાઉ ધારે રે; તેજા સામલ તે તિહાં બોલ્યા, કુણ ઠામિ ઊતરીયે રે. સુશ. ૨૦૩૮ લાભવિજય એણી પěિ બોલે, ઊતરો જઈ મસીતે; સલ કહેણ કરીને આવો, લેસ્સું ગછની રીતેં રે. સુણ. ૨૦૩૯ લાજ્યા સોય વળ્યા તે પાછા, ફરી અરદાસ ન કીધી; તે તેનિ મેલેં રહ્યા અલગ્યા, કીરતિ હીર પ્રસિદ્ધિ રે. સુણ. ૨૦૪૦ હીરગુરુએ બધાને સમજાવ્યા કે દ્વેષથી કાંઈ મળતું નથી. પાટણમાં બિરાજમાન હીરજીને એક પાછલી રાત્રે સ્વપ્ન આવ્યું. જાણે તેઓ હાથી ઉપર ચઢ્યા છે અને હાથી પર્વત ઉપર ચઢે છે. હીરજી બધાના પ્રણામ ઝીલે છે. (સ્વપ્નની વાત સાંભળીને) સોમવિજય બોલ્યા, “જેનું તમે મનમાં ચિંતવન કરતા હતા તે શત્રુંજયયાત્રા સુખથી થશે.” સ્વપ્નનો આવો સંકેતાર્થ સાચો માનીને તેઓ વિમલાચલ જવાનું નક્કી કરે છે. ત્યાં સકલ સંઘ ભેગો થયો. ગામેગામ કાસદ મોકલ્યા. લાહોર, આગ્રા, મુલતાન, કાશ્મીર, ખુરસાન, બંગાળ, કાબુલ, ભોટ, લાટ, ભંભેર, ચૌડ, મેવાડ – આ બધા દેશમાં ચૌદ કાસદોએ જઈને સંદેશો કહ્યો. સૌ શત્રુંજય જવાની તૈયારી કરવા લાગ્યા. હૈયે હરખ ધરીને માફા, ઊંટ, ઘોડા સજાવ્યા. (પાટણથી સંઘ પ્રયાણ કરીને) અમદાવાદ આવે છે. આવીને શાહ મુરારિને મળ્યા. મુરારિ શાહે એમનું બહુમાન કર્યું. ગુરુની આગળ રત્નો ધર્યાં. પછી તે ધર્મની વાત પૂછે છે. હીર કહે છે, “જીવહિંસા કરવી નહીં. પરમાત્માએ આ જ વાત કહી છે કે આપણા જેવો જ જીવ અન્યનો છે. વળી પરમાત્માએ કહ્યું છે કે કીડીને પણ મારવી નહીં. કીડી અને કુંજરના જીવ તો સરખા જ છે. અને હણવાથી ખુવારી થાય છે. ખુદાએ પેદા કરેલાં પંખી-માછલાંને પણ ન મારો. લીલાં પાન જેણે કાપ્યાં નથી તે દુનિયામાં જીતે છે. જે આ ન માને તો એના હાથ કાપો અને ખેંચીને પાટો બાંધો. જુઓ કે આ હિંસામાં કેવી પીડા થાય છે ! એમ સમજીને કોઈનું ગળું ન કાપો – હિંસા ન કરો. શેખ ફરીદ કહે છે – જે જંગલમાં ફરે છે, દુનિયાને ત્યજી દે છે, લીલાં પાન ટિ. ૨૦૪૦.૧ અરદાસ = અરજી, વિનંતી.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy