________________
૨૩૦
શ્રાવક કવિ ઋષભદાસકૃત
બણિયે ભી નહિ કરતા ત્યાજ, સબ કોઈ ખાતો હવે જે અનાજ; - બોહોત જીગ્લેં મારી ખાય, તોભી પૂરા પેટ ન ભરાય. ૨૦૨૧ એક જીવ બડા મારીયે, બોહોતું કા જીવ જ ઠારીયે; ૨૦૧૨
(ઢાલ ૮૨ - નાચતી જિનગુણ ગાય, રાગ ગોડી). હીરવિજયસૂરિ કહિ એ અવળું, દિન ઠંડી નિશ ખાય; . નિજ નારી પરિહરતા પુરૂષા, પર મંદિર જાણી જાય રે –
સુણિયે ખાન ! ખુદાનો મારગ મહિર વિના ન હોય. ૨૦૨૩ ચાલે તો પટકાય ન મારે, નહિકર ત્રાસને રાખે;
ત્રસમાંહિ છે ભેદ ઘણેરા, આપ ખુદા વે ભાખે રે. સુણ. ૨૦૨૪ . એક પશુ એક માનવ મારે, એક રંક એક રાય;
ભૂપ હશે તો પાતિગ મોટું, જેહથી જગદુઃખ થાય રે. સુણ. ૨૦૨૫ એણે દ્રષ્ટાંતે સમક્તિ સાહિબ, સરખાં પાપ ન હોય;
સર્વ થકી એકેંદ્રી કેરું, પાતિગ થોડું હોય છે. સુણ. ૨૦૨૬ તે પાતિગ વરયું નવિ જાય, વિવેકવંતનિ થોડું;
માલ તજીને ગોધૂમ જિમતાં, તે નવિ હોય વિષડું રે. સુણ. ૨૦૨૭ વિવેકપંત તણે એ ટાલી, એમ ઓસરતા જાય;
તેહનિ ગતિ શી હોસ્ય સાહિબ, જે ગજ આખો ખાય રે. સુણ. ૨૦૧૮ રગત માંસ ને અસ્થિ જ્યાંહિ, ચર્ન મેદ માને જોય;
એહ અભખ્યનો આહાર કરતાં, જીવ કઠણ અતિ હોય રે. સુણ. ૨૦૨૯ મંસ ભખે તવ મહિર ન હોય, મહિર વિના નહિ ધર્મો
ધર્મ વિના જીવ ભીત ન પાવે, સદા સુખી નહિ કર્મો રે સુણ. ૨૦૩૦ ધર્મભેદ કહ્યા બે જગમાં, ગૃહસ્ત ફકીરી ભાખે;
કરે ગદાયે ન હણે કોહોનિ, સકલ જંતુને રાખે રે. સુણ. ૨૦૩૧ ખુશી ખાન થયો અતિ ત્યારે, સાચો અકબર ગાજી;
સાચો ધર્મ કહ્યો તુહ્મ જગમડાં, તો તુહ્મ છોડિ નિવાજી રે. સુણ. ૨૦૩૨ માંગો ખાન કહે કછુ દીજિ, માગે બંધી તેણી વારો;
અજા મહિષ પંખી નર છોડ્યા, મૂક્યા ચોર હજારો રે. સુણ.૨૦૩૩
પા. ૨૦૨૧.૧ હઈજ ૨૦૩૨.૨ છેડે. ટિ. ૨૦૨૧.૧ બણિયે = વાણિયો ૨૦૨૪.૧ શકાય = પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્ કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાય તેમજ સાધારણ વનસ્પતિકાય, ત્રસકાય એમ છ પ્રકારના જીવો. સંસારી જીવના બે ભેદ - ત્રસ અને થાવર. ત્રસ એટલે હાલચાલે છે, થાવર એટલે સ્થિર રહે છે. ૨૦૨૯.૧ રગત = રક્ત; ચર્બ = ચરબી.