________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૨૯
લેશો તો મને ઘણી ખુશી થશે.” હીર કહે, “એક શિષ્યને માટે તો અમે હજાર ગાઉ જઈએ છીએ. તો એને કાઢી શા માટે મૂકીએ ? પણ એ અમારું વચન માનતા નથી. જે માર્ગે બધા ચાલતા હોય એ માર્ગે એમણે ચાલવું જોઈએ. તમારા કહેવાથી હમણાં અમે એમને ગચ્છમાં લઈશું.” ત્યારે કાસમખાને સત્વરે તેજસાગર અને સામલસાગરને બોલાવ્યા અને હીરગુરુને સોંપ્યા. કહ્યું કે “હવે ગુરુ કહે તેમ કરો.” ખાને હીરને વાજતેગાજતે વળાવ્યા. તે ઉપાશ્રયે આવ્યા. તેજસાગર અને સામલસાગરે પૂછ્યું, “અમે કયે સ્થાને ઊતરીએ ?” ત્યારે લાભવિજયે કહ્યું, “મસ્જિદમાં જઈને ઊતરો. સઘળું કહેણ કરીને આવો પછી તમને સમુદાયમાં લઈશું.” તે સાંભળી તેઓ લજ્જા પામ્યા અને પાછા વળ્યા. ફરી એમણે વિનંતી કરી નહીં. તે તેમની રીતે અલગ જ રહ્યા. હીરની કીર્તિ સર્વત્ર પ્રસરી.
૨૦૧૨
દુહા) મણિધરનો મદ તિહાં લર્ગિ, ન કરિ ગરૂડ પ્રયાણ;
અંગાટોપ બલ તિહાં લગે, સુભટ ન વાગાં બાણ. ભટ બંભણ બલ ત્યાંહાં લગે, મલ્યો ન જૈન સુલતાન; વિજયસેનસૂરિ દેખતાં, વાદી મેહબ્લ્યુ માન.
(ચોપાઈ)
૨૦૧૩
વિજયસેનનો એ અવદાત, લાહોરમાંહિ રહી વિખ્યાત; - હીર રહ્યા રાધનપુરમાંહિ, છહજાર મોહોરિ ગુરુ પૂજ્યાં ત્યાંહિ.૨૦૧૪ એમ ઓછવ તિહાં સબલો થાત, હીરવિજય પછિ પાટણિ જાત;
ત્રિર્યા પ્રતિ તિહાં કણિ કરી, દિન દિન કીરતિ બહુ વિસ્તરી. ૨૦૧૫ તેજા સામલસાગર યતિ, ગછ બાહિરિ કાઢે ગષ્ણપતિ;
ગછમાંહિ પાછા ન લીયે જસિ, કાશમખાનનિ મિલીયા તસિં. ૨૦૧૬ કાશમખાનનિ અંગે રોગ, ઓષધનો તિહાં કીધો યોગ;
કાશમખાનનિ કરી સમાધિ, રૂપક કેટલા મૂક્યા હાથિ. ૨૦૧૭ સાગરયતિ કહિ ન લેઉ અલ્મ, ગછમાંહિ લેવરાવો તુર્ભ; - કાશમખાને તેડ્યો હીર, વેગે પુહતો સાહસ ધીર.
૨૦૧૮ સાહમાં આવે કાશમખાન, હીર તણે દીધું બહુ માન;
પૂછે પ્રેમેં ધરમની વાત, હર કહે તજીયે જીવઘાત. ૨૦૧૯ મહિર સમો નહિ જગમાં ધર્મ, જિહાં હિંસા તિહાં પાતિગ કર્મ,
બોલ્યો ખાન કાશમ તેણીવાર, જીવે જીવ દીસે છે આહાર. ૨૦૨૦