________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૩૭
ઘાણેદ્રી વસિ રાખે મુનિવર, જો દુરગંધ ગંધાઈ;
શુભ પરિમલ લેતાં નવિ હરખિ, નવિ તિહાં કર્મ બંધાઈ હો. ૧૧૬૭ નારીરૂપ નિરખે નવ કહીએ, લોચન રાખિ ઠામે;
અશુભ પદારથ દેખી ચિંતે, ખેદ કરે કુણ કામે હો. ઋષિ. ૧૧૬૮ નિંદ્યા આપ સુણે પરમુખથી, તોહિ ચોથું ધ્યાન;
કિરતિવચન પડીઆં જો શ્રવણે, વારી રાખે કાન હો. ઋષિ. ૧૧૬૯ ફરસેંદ્રી કાયા વસિ જેહની, કુણ ચંદન કુણ છાર;
સાલુ ખાસર ઓઢણ ન ધરે, રાગ ન કેશ લગાર હો. ઋષિ. ૧૧૭૦ બ્રહ્મવ્રત નવ વાગે ધરતો, સ્ત્રીનો સંસર્ગ ટાળે;
પશુ પંડગથી વહે મુનિ અળઘો, પહિલી વાડિ ઈમ પાળે હો. ઋષિ. ૧૧૭૧ સ્ત્રીની વાત ન કરતો કહીએ, બીજી વાડિ ઈમ પાળે;
ત્રીજી વાડિ સ્ત્રી બેઠી જ્યાંહિ, બે ઘડી થાનિક ટાળે હો. ઋષિ. ૧૧૭૨ નારી રૂપ ન ચિંતે કહીએ, ચોથી વાડિ એમ કહેતો;
પાંચમી નરનારીની સેવા, તિહાંથી અળગો રહિતો હો. ઋ. ૧૧૭૩ પૂર્વ ભોગ ન સંભારે મુનિવર, છઠ્ઠી વાડિ એ લહીએ;
અલ્પ વિગય લેતો ઋષિરાજા, વાડિએ સાતમી કહીએ તો. . ૧૧૭૪ ચાંપી આહાર કરે નહિ ઝાઝો, વાડિ આઠમી રાખે; સારો કાંઈ શિણગાર ન કરતો, નુંમી વાડિ જિન ભાખે હો. . ૧૧૭૫
| (ચોપાઈ). ક્રોધ માન માયા ને લોભ, એ આરિને ન દીએ થોભ;
પંચ મહાવ્રત પાળિ સહીં, જીવહિંસા તે ન કરે કહિ. ૧૧૭૬ ત્રીજું વ્રત પાળે ગહગહી, મુખિથી સાચું બોલે સહી;
અણી દીધું નવિ લેતો રતી, ત્રીજું વ્રત એ પાળે યતી. ૧૧૭૭ શીયલવ્રત રાખે અભિરામ, ત્રિક યોગે નવિ સેવે કામ;
પાંચમું વ્રત પરિગ્રહ પરિમાણ, સકલ વસ્તુ છેડે મુનિ જાણ. ૧૧૭૮ જ્ઞાનાચાર આરાધે અહિં, પોથી પાએ લગાવે નહિં; '.
ધરે શુદ્ધ દરસણ આચાર, દેવગુરુ ધર્મમાં નહિ અવિચાર. ૧૧૭૯ ચારિત્ર પંથ ચોથું આદરે, બારે ભેદે ત્રષિ તપ કરે;
વીર્યાચારનો એહ વિચાર, ધર્મકાર્ય બળ કરે અપાર. ૧૧૮૦ પા. ૧૧૭૦.૨ સાલૂ ખાસ તે ઓઢિઉં ૧૧૭૧.૨ રહે ૧૧૭૩.૧ નરખે (ચિંતે'ને બદલે) ૧૧૭૩.૨ શય્યા ૧૧૭૮.૧ અન્ય કહીને ન સેવા) ૧૧૭૯.૨ શુદ્ધ મન દરિસણ આર
૧૧૮૦.૧ ચોખું ટિ. ૧૧૭૦.૨ ખાસર = ખાસડું, પગરખું ૧૧૭૪.૨ વિગળ = વિકારજનક ઘી વગેરે ખાદ્ય
પદાર્થ ૧૧૭૯.૧ પાએ = પગે