________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સાથે હીરગુરુ પાસે આવીને કહે છે કે જો તમે સોમસુંદરસૂરિને ખામણાં કરવા આવો તો અમે તમને ખામીએ. હીરગુરુએ કહ્યું કે “અમારા ગુરુએ પણ ખામણાં એમને કર્યા નથી, તો અમારાથી કેમ કરાય ? તે સાંભળી મહાત્મા બોલ્યા કે “અમે બધા દુહવાઈશું - દુઃખી થઈશું.” હીરગુરુએ કહ્યું કે “શું થાય ? જે થનાર ભાવી છે તેને કેવળી પણ ટાળી શકતા નથી.”
ખિન્ન થયેલા તે ઋષિ પાટણ કલાખાનને મળે છે. તેના કાન ભંભેરે છે ને કહે છે કે હીરસૂરિએ વરસાદ બાંધ્યો છે. ખાનના હુકમથી સો ઘોડેસ્વારો હીરગુરુને પકડવા આવે છે. કુણગેરને ફરતો ઘેરો ઘાલે છે. તે વખતે વડલી (વડાવલી)થી શ્રાવક તોલો ધામી દોડતા આવે છે. તેમણે ઘણા કોળીઓ પણ સાથે લીધા હતા. હીરગુરુને તે કહે છે કે “તમે બીતા નહીં. હું તમને વડાવલી લઈ જઈશ.” છીંડથી ભૂગર્ભમાર્ગ દ્વારા તે લઈ જાય છે. ખાઈમાં ઊતરે છે. ત્યાં જ લાભવિજયને સાપ કરડે છે. તે વખતે લાભવિજય કહે છે, “તમે જાઓ. હું અહીં રહીશ.' તે સાંભળી હીરગુરુને દુઃખ થયું. મોટાને ખરેખર મોટું દુઃખ હોય છે.
હરિશ્ચન્દ્રને પાણી ભરવું પડ્યું, નળ-દમયંતીનો વિયોગ થયો, સનકુમારના શરીરમાં રોગ થયા, દશરથ અને રામનો પણ વિયોગ થયો, કૃષ્ણ અને બલદેવ પણ છૂટા પડ્યા, પાંડવો બાર વર્ષ વનમાં ભમ્યા, ઋષભદેવ ભગવાન જેવાને આહાર ન મળ્યો, મહાવીર ભગવાન પણ મોટાં દુઃખ પામ્યા.
તેમણે લાભવિજયને હાથ ફેરવ્યો ને ઝેર ઊતરી ગયું. તેમની સાથે ગુરુ વડાવલી આવ્યા. ઘોડેસ્વારોએ આખી સવાર તપાસ કરી. હરિગુરુ મળ્યા નહીં એટલે એમનાં પગલાંનાં નિશાનથી વડાવલી આવ્યા. પણ ત્યાં તો હીરગુરુને ભોંયરામાં રાખ્યા હતા અને ઉપર ઘંટી મૂકી દીધી હતી. એટલે તે હાથમાં આવ્યા નહીં. આમ હરિગુરુ ગુપ્તપણે ત્રણ મહિના રહ્યા. પછી પ્રગટ થયા. સં.૧૬૩માં આ પ્રસંગ બન્યો. ધન્ય છે હીરગુરુરાજને. પછી તેઓ પૃથ્વી ઉપર આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા.
દુહા) સોમવિજય મુનિ દીખીઆ, હીરે કીઓ વિહાર;
અનુકરમેં પાટણ રહ્યા, તિહાં હુઆ લાભ અપાર. પપર અનુકરમેં મુનિ વિચરતા, કુણગિર કરે ચોમાસ; ઉપધાન માળ વ્રત બહુ રહે, ધરમેં કીધો વાસ. ૫૫૩
(ઢાળ ૩૧ - દેશી ચોપાઈની) વાસ ભલો કરગર ધન્ય કહે, જિણ થાનક ગુર હીરો રહે;
પુણ્યવંત હર્ષ તિહાં ધરે, અધમ સદાએ ઈર્ષ્યા કરે. ૫૫૪ ત્રણસેં ત્રેસઠ પાખંડી જેહ, વીરની નિંદ્યા કરતા તેહ,
કમઠે દુહવ્યો પારસનાથ, ગોસાલો કરતો મનિ ઘાત. ૫૫૫ પા. ૫૫૪.૧ જ નગર ૫૫૪.૨ લોક તિહાં પ૫૫.૨ કર્મઈ