________________
શ્રી હીરવિજયસૂરિાસ
હીર હાથે પછે સંયમ લીએ શુભ પર્શે રે, પૂઠે મનુષ્ય અઢાર; દેખી સમતિ પામ્યા પુરુષ ઘણા વળી રે, હીર ભાગ્યનો નહિ પાર. રૂઅડો.
૫૪૪
શાહ ગણજી તિહાં સંયમ લિયે સિંહ જિસ્યો રે, વસ્ત્ર ભલાં ઘેર વહેલિ; નાહનો તે નિત્ય રૂપક એક ઉપરાજતો રે, ચાલ્યો સોમનીયે ગેલિ. રૂઅડો.
૫૪૬
ગજ ઉપર બેસી ધન ઉછાળતો રે, જિમ સુલતાન જાહાંગીર; દેઈ દાન ને દુનિ જે નર મૂક્યો રે, ગુરુ કીધો શિર હીર. રૂ૦ ધનવિજય પંચ ગુસ્સું તિહાં સંયમ લીએ રે, કમળ વિમળ બે ભ્રાત; માત તાત ને સંયમ પોતે આદરે રે, જગ જોવાને જાત. રૂ૦ ૫૪૭ સદય વચ્છ ભણસાલી સંજમ આદરે રે, પદમવિજય નર સાર; દેવવિજય ને વિજયહર્ષ સંયમ લીએ રે, ઇત્યાદિક મનુજ અઢાર. રૂઅડો.
નામથાપન સોમવિજય શિષ્યનેં કીઓ રે, અનુકરમેં ઉવઝાય; જેહની દેશના નંદિખણના સારિખી રે, નિફળ કહિયે નવિ જાય. રૂઅડો.
ઇસ્યું રૂપ કિરીઆ ને કંઠ પંડિતપણું રે, મેં નવિ દેખ્યું ક્યાંહિં; ક્ષત્રી મુગલ મલિક તણે સમજાવીઆ રે, ઉચ્છવ બહુ ઋષિ જ્યાંહિ. રૂઅડો.
૫૫૦
હીરતણા શિષ્ય એહવા જગમાં બહુ હુઆ રે, ધન્ય હીરનો અવતાર; ઋષભ કહે ગુરુ હીરવિજયસૂરિતણા રે, કોઈ ન પામે પાર. રૂ૦
૫૪૫
૫૪૮
૫૪૯
૬૭
૫૫૧
સોમવિજયની દીક્ષા પછી હીરગુરુ અનુક્રમે પાટણ આવ્યા. ત્યાં ઘણો લાભ થશે. ત્યાંથી કુણગર પધાર્યાં. ત્યાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં ઉપધાન થયાં. તેની માળ થઈ. લોકોએ વ્રત લીધાં. જાણે ધર્મે વાસ કર્યો હોય તેવું વાતાવરણ થયું.
જે સ્થાને હીરગુરુ વાસ (સ્થિરતા) કરે છે તે કુણગર ધન્ય છે.
હીરગુરુ જ્યાં બિરાજમાન છે તે કુણગરમાં પુણ્યવંત આત્માઓ હર્ષવાળા બને છે. પણ અધમ આત્માઓ ઈર્ષ્યા કરે છે. ભૂતકાળમાં આવું બનતું જ આવ્યું છે.
૩૬૩ પાખંડીઓ વીર પરમાત્માની નિંદા કરતા હતા. કમઠે પાર્શ્વનાથને ઉપસર્ગ કર્યો. ગોશાળાએ મુનિનો ઘાત કર્યો. આમ અધમ આત્માઓ સદાયે ચાલ્યા જ આવે
છે.
હીરગુરુ જ્યાં ચાતુર્માસ હતા તે કુણઘેર ગામના બીજા એક વિભાગમાં સોમસુંદરસૂરિ ચાતુર્માસ હતા. પર્યુષણ પર્વ વીત્યા પછી ઉદયપ્રભસૂરિ ત્રણસો મુનિઓ પા. ૫૪૫.૨ વાલ્યો