________________
૬૬
· શ્રાવક કવિ ઋષભદાસકૃત
-
(ઢાળ ૩૦ પદમરથ રાય વિતસોકા, રાગ મારુ) કહું અધિકાર તુજ સાંભળ સોમ વિજયતણો રે, પૂરવે વડા વજીર; વીરમગામના વાસિ વીરૂમલિક સહી રે,
૫૩૧
પ્રાગ વંશમાં ધીર રૂઅડો ગોપળજી રે, પંચસયાં અસવાર ચઢે જસ પુંઠલે રે, વાજે ભંભા ઘોર; મીર કોઈ થઈ ફરતો મલિક વીરૂ સહી રે, નાઠા સઘળા ચોર. રૂ. તાસ પુત્ર હુઓ એક જગમાં સિંહ જિસ્યો રે, નામ મલિક સહસકર્ણ; કરે વજીરી મહંમદ પાદશાહની સદા રે, ઘરે ઋદ્ધિ બહુ આભર્ણ. રૂઅડો.
૫૩૦
૫૩૨
તાસ પુત્ર હુઓ એક સુંદર શુભમતી રે, ગોપાળજી તસ નામ; ધુરથી ધર્મી વિઘાવંત સુસંગતી રે, ન કરે પાપનું કામ. રૂ. મુનિવર સેવા કરતાં ગ્રંથ ઘણા ભણ્યા રે, વ્યાકર્ણ તર્ક પ્રમાણ;
કરે કાવ્ય નવાં તે રંગે રસભર્યાં રે, થોડે દિવસે નર જાણ. નિજ પરિવારને કહે હું સંયમ આ રે, શસ્ત્ર ધરું નહિં આપ;
વૈર કરી દુહવી જગના જંતુને રે, કોણ ભોગવે પાપ. રૂ. બહુએ વાર્યો ન રહે નર ગોપાળજી રે, હુઓ ભગિની વૈરાગ;
તું સરીઓ હું જખા જગમાં જાણજે રે, કરીએ ઋદ્ધિનો ત્યાગ. રૂ. તવ વૈરાગી ભ્રાત હુઓ ક્લ્યાણજી રે, તુહ્મ જાતાં રહુ કેમ ?
સંયમ લેસ્યું સાર્થિ આપણ બેઉ જણા રે, સાંબ પ્રદ્યુમ્નનર એમ. રૂ. અમદાવાદેં ચાલીને વેગે આવીઆ રે, વંઘા હીરના પાય;
પુરુષ ઝવેરી કુંઅરજી ઘરે ઉતર્યા રે, ઉચ્છવ અધિકો થાય. રૂ. ૫૩૮ મોહોર તણો ગજચીવર પહિરે સોમજીરે, ભૂષણ રૂપ અપાર;
દેખી શીશ ધુંણાવે પુરુષ ઘણા વળી રે, એ ટૂંકસ્યું સંસાર. રૂ. ૫૩૯ નિત વરઘોડા બહુ આડંબરેં રે, ખરચે કુંઅરજી દામ;
નરનારીને નાનાં મોટાં સહુ વળી રે, જોવા મિલે જન ગામ. રૂ૫૪૦ એક દિન ચઢીઓ વરઘોડે ગોપાળજી રે, હાકિમ મિલીઓ તામ; પૂછે પ્રેમેં કુમર ચડ્યો એ પરણવા રે, ના છોડે શ્રી દામ. રૂ. ૫૪૧ દેખી નવયૌવન નાહનો પુરુષ તે રે, હાકિમ લાગો પાય; મુખ તંબોલ તે માગે નર પ્રેમેં કરી રે, સોમ તણા ગુણ ગાય. રૂ. કહે હાકિમ મુજ હાથે નહિ જો એક વળી, સાહિબ ન સાંભરે તોય; એ નવયૌવન નાંહનો દુનિઆં મૂકતો રે, ભલો યતી એ હોય. રૂ.
૫૪૨
૫૪૩
૫૩૩
૫૩૪
૫૩૫
૫૩૬
૫૩૭
પા. ૫૩૩.૨ વિદ્યાવંતશું સંગતી રે ૫૩૬.૨ તો શરીરઉ ૫૩૭.૧ ભવ ૫૪૨.૧ પુરુષનેં રે ટિ. ૫૩૨.૨ આભર્યું = આભરણ