________________
શ્રી હીરવિજયસૂરિરાસ
પરણવા માટે ઘોડે ચડ્યો છે ?' જવાબમાં કહ્યું કે “ના, ના, આ તો પૈસો ને પરિવાર બધું છોડીને દીક્ષા લેવા તૈયાર થયો છે.' તે સાંભળીને હાકેમ પગે લાગે છે, ને કહે છે “મારા હાથે કાંઈ નથી તોયે અમને સાહેબ સાંભરતો નથી. જ્યારે આ નવયૌવન વયમાં આખી દુનિયા મૂકે છે અને સાધુ થાય છે.”
હીરગુરુના હાથે ગોપાલજીએ સંયમ લીધું. તેની પાછળ અઢાર જણાએ સંયમ લીધું. તે જોઈને ઘણા જીવો સમ્યકત્વ પામ્યા. હરિગુરુના ભાગ્યનો પાર નથી. - સિંહના જેવા શાહ ગણજીએ પણ એ જોઈને દીક્ષા લીધી. સુલતાન જહાંગીરની જેમ શોભતો તે હાથી ઉપર બેસી દાન આપે છે. અને દાન દઈને આખી દુનિયા છોડે છે. તેણે હીરગુરુને મસ્તકે ધારણ કર્યા.
ધનવિજયે દીક્ષા લીધી. એની સાથે પોતાનાં માતાપિતા તથા બે ભાઈ કમલ અને વિમલે પણ દિક્ષા લીધી. એમ પાંચ થયા. અને બીજા સદયવચ્છ ભણશાલી, પદ્મવિજય, દેવવિજય અને વિજયહર્ષ આ ચારેએ પણ દીક્ષા લીધી. એમ કુલ અઢાર દીક્ષા થઈ.
(ગોપાળજીનું નામ સોમવિજય, કલ્યાણજીનું નામ કીર્તિવિજય અને બહેનનું નામ વિમલશ્રી રાખ્યું. સોમવિજયજી ઉપાધ્યાય થયા જેઓ હીરગુરના પ્રધાન તરીકે ગણાતા હતા. અને ઉમા. કીતિવિજયજી જેઓ ઉપા. વિનયવિજયજીના ગુરુ તરીકે હતા.)
સોમવિજયને અનુક્રમે ઉપાધ્યાય કર્યા. તેમની દેશના નંદિષણની જેમ કદી પણ નિષ્ફળ જતી નહોતી.
એવું રૂપ, ક્રિયા, કંઠ અને પંડિતપણું બીજે ક્યાંય જોયું નથી. ક્ષત્રિય મુગલ બધાને એમણે સમજાવ્યા. તેઓ જ્યાં પધારે ત્યાં ઘણા ઉત્સવ થતા. ગુરુ હીરવિજયસૂરિના જગતમાં ઘણા શિષ્યો થયા. તેમનો અવતાર ધન્ય છે. તેમના ગુણનો કોઈ પાર પામે તેમ નથી.
પ૨૬
દુહા) ત્રઋષભ નમે મુનિ રામને, ક્રાધરહિત ગંભીર;
મદ મચ્છર માયા નહીં, શીળે ગંગાનીર. ઇસ્યા શિષ્ય ગુરુ હીરને, શ્રાવકનો નહીં પાર;
દિનદિન દીસે વાધતો, હીર તણો પરિવાર. હીર ફરે મહિમંડલે, જિમ જિનવરમાં વીર;
રાજનગરમાં આવીઆ, યુપ્રધાન સમ હીર. સોમવિજય સંયમ લિયે, સાથે મનુજ અઢાર;
ઋષભ કહે નર સાંભળો, ભાખું તેહ અધિકાર.
૫૨૭
પ૨૮
પ૨૯