SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રાવક કવિ ઋષભદાસકૃત બંધવ બહિની સમજ્યાં તહિં, કહે રામને તેડો અહિ; લખી લેખ તેડ્યો નરરામ, ઉચ્છવ મોચ્છવ કીધા તામ. પ૨૩ મેઘતણી પેઠે નર એહ, ઈગ્યાર જણ તિહાં સંયમ લેહ; મેઘવિજય હુઓ ઉવઝાય; સ વાણી ડોલે બ્રહ્માય. પર૪ રામ ભાણ હુઆ પંન્યાસ, પંડિત કવિ મુખ શારદવાસ; ગછમાંહિ જાણીતા જામ, જિમ રવિ બીજો રાજારામ. પ૨૫ કવિ ઋષભદાસ કહે છે, જે ગંભીર, ક્રોધરહિત તથા મદ, માત્સર્ય અને માયાથી પણ રહિત છે અને જે શિયળમાં ગંગાના નીર જેવા નિર્મળ છે એવા મુનિરાયને હું નમું છું. ગુરુ હીરને આવા ગુણિયલ શિષ્યો છે તથા શ્રાવકોનો તો કોઈ પાર નથી. . દિવસે દિવસે તેમનો પ્રતાપ અને પરિવાર વધતો રહ્યો છે. જિનેશ્વરોમાં વીર વિભુ જેવા હીરગુરુ પૃથ્વીતલમાં યુગપ્રધાન વિચરતાં વિચરતાં રાજનગરમાં પધારે છે ત્યાં સોમવિજય અઢાર મનુષ્યોની સાથે સંયમ સ્વીકારે છે તેનો અધિકાર કહું છું તે સાંભળો. વીરમગામમાં પોરવાડ વંશનો વીરૂ મલિક નામનો એક વજીર રહેતો હતો. એ એવો તો પ્રતાપી અને નામી પુરષ હતો કે તેની સાથે કાયમ પાંચસો ઘોડેસ્વાર રહેતા હતા. તેના નામથી ચોરો ભાગતા હતા. " તેનો પુત્ર સિંહના જેવો પરાક્રમી સહસકરણ મલિક હતો. અને તેનો પુત્ર ગોપાલજી નામનો સુંદર શુભમતિવાળો, બાલ્યાવસ્થાથી જ ધર્મપ્રીતિવાળો, વિદ્યાવંત, સારી સંગતિ કરનારો, પાપનાં કામો ન કરનારો એવો હતો. મુનિઓની સેવા કરતાં તે વ્યાકરણ, તર્ક, પ્રમાણ વગેરે ઘણા ગ્રંથો ભણ્યો હતો. વળી તે રસભય નવાં નવાં કાવ્યો પણ નાની ઉંમરમાં જ બનાવતો હતો. તે પોતાના પરિવારને કહે છે, “મારે સંયમ લેવો છે. મારે શસ્ત્ર ધારણ કરવાં નથી. જગતના જંતુને વૈર કરીને દુઃખી કરીએ તો તેનું પાપ કોણ ભોગવે ?” ઘણું કહેવા છતાં પણ ગોપાલજી જ્યારે રોકાયો નહીં ત્યારે તેની બહેન તથા ભાઈ કલ્યાણજી પણ કહેવા લાગ્યાં કે “તારા સરખો ભાઈ જો ઋદ્ધિને ત્યાગી સંયમ લેતો હોય તો અમે સંસારમાં શું રહીએ ?' તેઓ પણ સંયમ લેવા તૈયાર થયા. કલ્યાણજી તો કહે, “આપણે બન્ને શાંબ અને પ્રદ્યુમ્નની જેમ સંયમ લઈશું.' તેઓ વીરમગામથી ચાલીને અમદાવાદ આવ્યા. ત્યાં હીરગુરુનાં ચરણ વાંદ્યાં. અને ઝવેરી કુંઅરજીના ઘેર ઊતર્યા. દીક્ષાનો ઉત્સવ ઠાકથી શરૂ કર્યો. ગોપાલજી મોહોરનાં વસ્ત્રો અને આભૂષણો પહેરે છે તે જોઈને લોકો માથું ધુણાવે છે. કહે છે કે “આવી મોટી ઋદ્ધિ આ છોડશે.” રોજ વરઘોડા ચડે છે. કુંવરજીએ પણ ઘણું દ્રવ્ય ખચ્યું. નાનામોટા સૌ જોવા ભેગા થાય છે. એક દિવસ વરઘોડે ચડેલા ગોપાળજીને જોઈને હાકેમ પૂછે છે કે, “શું, આ કુમાર પા. પ૨૫.૨ જાણીતા નામ
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy