________________
- શ્રી હીરવિજયસૂરિરાસ
૬૯
અધમ સદાના ચાલ્યા જાય, દુહવ્યો હરમુનીશ્વરરાય;
કુણગિર હીર રહ્યો છે જિસે, સોમસુંદરસૂરિ રહીઆ તિસે. પપ૬ પર્વ પજુસણ વીત્યું જિસેં, ઉદયપ્રભસૂરી આવ્યા જિસે;
ત્રણસેં મહાતમા પેઠે હોય, હીર તણે ઈમ ભાખે સોય. પપ૭ કરું ખામણાં તુબંને અલ્પે, સોમસુંદરને જો કરો તુલ્લે;
હીર કહે મુજ ગુરુ નવિ કર્યો, ખામણાં કિમ જાએ આદર્યા. ૫૫૮ બોલ્યા મહાતમા તિહાંકણ રહી, અહ્મ સકળ દુહવાચ્યું સહી;
હીર કહે સ્યુ કીજે વળી, અવશ્ય ભાવ ન ટળે કેવળી. પ૫૯ ખેદાણા ઋષિ પાછા વળે, કલાખાનને પાટણે મિલે;
કૂડી તિહાં ચલાવી વાત, હીરે ખીલ્યો છે વરસાત. ૫૬૦ સો અસવાર દોડાવ્યા નહિ, હીરને ઝાલી લ્હાવો અહિં;
કુણગિર વિંટી નગરી જિસેં, રાતે મુનિવર નાઠા તિસેં. ૫૬૧ તોલો ધામી શ્રાવક જેહ, વડલીથી નર ધાયો તેહ; | કોળી બહુ તિણે પુઠે કીધ, હીર તણે ચરણે શિર દીધ. ૫૬૨ . હરગુરુ મ મ બીહો તહ્મ, વડલીમાં લઈ જાઉં અહ્મ;
આવો છીડ નીકલી જઈએ, વડલી માંહિ સુખે જઈ રહિયે. પ૬૩ હીર ખાઈમાં ઊતરે જિસેં, લાભવિજયને અહી વલગો તિસે;
કહે હું રહ્યો તુમે જાઓ હીર, ત્યારે દુખ પામ્યો ગુરુ ધીર. પ૬૪ વિબુધ કહેજ વિમાસી જોય, મોટાંને મોટું દુખ હોય;
હરિચંદ જલ ગાગરિ ભરી, તારા લોચન સાથે ધરી. ૫૬૫ નલ દવદંતી પડ્યો વિયોગ, સનતકુમારને અંગે રોગ;
દશરથ રામવિયોગી હુઆ, હરી બલદેવ પડ્યા જુજુઆ. પ૬૬ પાંડવ વરસ ભમ્યા તે બાર, ઋષભ જિલ્યાને ન મિલ્યો આહાર;
મોટાં દુખ પામ્યા મહાવીર, તિમ દુખ પામ્યો તિહાં ગુરુ હીર. પ૬૭ લાભવિજયને ફેર્યો હાથ, ભુજંગ વિષ તે ઊતરી જાત;
છીડ નિકલ્યો મુનિવર સાથ, વડલીમાં આવ્યો મુનિનાથ. પ૬૮ કુણગિર સહુ સોજી પરભાત, હરિગુરુ નવિ આવ્યો હાથ;
પગ કાઢી વડલીમાં જાય, સોજ્યો નવિ લાધો ઋષિરાય. ૫૬૯ હિર રહ્યો ગુરુ ભુંઈરામાંહિ, ઉપર ઘંટી માંડી ત્યાં હિં; - ત્રણ્ય માસ છાના ગુરુ રહે, પછે હીર શોભા બહુ લહે. પ૭૦ સંવત સોળ ચોત્રીસો જિર્સે, એહ મામલો હુઓ તિસે
ઋષભ કહે ધન ધન્ય સૂરિંદ, કરે વિહાર ધરી આનંદ. ૫૭૧ પા. ૫૬૧.૨ નર જિસેં પ૬૭.૧ ઋષભ સરિખા પ૬૯.૨ શોધ્યો નહિ ટિ. પપ૯.૧ દુહવાસ્ય = દુઃખી થઈશું