________________
શ્રી હીરવિજયસૂરિરાસ
સાચો ન્યાય કોઈએ ન કર્યો. બાદશાહ એને પૂછે છે, ‘અંદરથી તું પવિત્ર (પાક) કે અપવિત્ર (નાપાક) ?’ વાણિયો કહે, ‘નાપાક.' પછી પેલી સ્ત્રીને બોલાવીને પૂછ્યું એટલે તે કહે, ‘વાણિયો નીચ છે. પુરુષ આગળ સ્ત્રીનું જોર શું ચાલે ? એક હાથીથી બધી હાથણીઓ ડરે. બાદશાહને સોળસો સ્ત્રી હાથ જોડે.' બાદશાહને ખ્યાલ આવી ગયો કે આ સ્ત્રી જૂઠી છે. એણે સ્ત્રીને પૂછ્યું “વાણિયો પાક કે નાપાક ?” પેલી સ્ત્રીએ કહ્યું “પાક.” ત્યારે બાદશાહે વાણિયાનાં વસ્ત્ર કઢાવ્યાં તો એ નાપાક જણાયો. ખત્રાણી ફજેત થઈ. ખાસડાં મારી તેની પાસેથી પૈસા અપાવ્યા. આવાં તો ઘણાં બુદ્ધિનાં કામ એણે કર્યાં. જાણે દયાવંત અભયકુમાર, ઋદ્ધિમાં ભરત નરેશ્વર, બળમાં ગોવિંદ, જ્ઞાનમાં બૃહસ્પતિ જેની હિંદુ અસુરો સેવા કરે છે. આવો અકબર હીરગુરુના સંગથી ઉત્તમ ધર્મી બન્યો. તે રાજ્ય ચલાવે છે, જીવરક્ષા કરે છે. હીરગુરુ પછી ત્યાંથી વિહાર કરે છે.
(ચોપાઈ)
અકબરે ઘણું પ્રશંસ્યો હીર, રાવત ખત્રી દેખત મીર; હુકમ હુઓ હમારે પાસ, ફત્તેપુર તુક્ષ્મ રહો ચુમાસ. વળ્યા વાજતે હીરસૂરિંદ, બહુ પાખરીઆ ગઢે ગયંદ;
૧૬૩
૧૩૯૧
ઉપાસરે આવે ગુરુરાય, ઓચ્છવ મોચ્છવ સબળો થાય. ૧૩૯૨ કરે વખાણ વેધ્યું મુનિરાય, હીરદેશના નિફલ ન જાય;
દૂજણમહિં પ્રતિષ્ઠા કીધ, સબળ દાન જગમાંહિ, દીધ. ૧૩૯૩ દિન દિન ઓચ્છવ હોઈ સેં, કરે યાદ તે પાતશા તસેં;
હીર મિલ્યા અકબરને તામ, સખરો બેસવા આપે ઠામ.૧૩૯૪ કહે ચંગા કાંઈ કહીએં કામ, હમ જપતે તહ્મારા નામ;
આજ દીદાર પાયા તહ્મ તણા, કહીએં કામ કછૂ આપણા. હીર કહે તુહ્મ ભલા સુજાણ, છોડો પુંછી જજીઆ દાણ; અકર અન્યાય તીરથ મુંડ્યકું, તે કિમ હોઈ પાતશા થયું. કહે પાતશા છોડ્યા સબ, કછુભી માંગો જગગુરુ અબ્બ; હીર કહે બોહોત તુમ દીઆ, કોઈ ન કરે તે તમહિં કીઆ. ૧૩૯૭ સુણી પાતશા બોલ્યો તામ, કહીએ મીનશનીયરિકા કામ;
હુમાયુ મૂઆ તબ પડ્યા દુકાલ, કરો કછુ ઐસા હોઈ વિસરાલ. વિમલહર્ષ બોલ્યો તિણિ ઠાય, તુમ તો હો ધરમી પાતશાય; હીર ફકીર દુઆઈ કરી, ગઈ બલાએ મીન શનીચરી. ૧૩૯૯ પછે હીરનો ઝાલી હાથ, તેડી પાતશા આઘો જાત;
બેસી બાત કરી ગુરુ મીર, જાણે તેહ જગતગુરુ હીર.
૧૩૯૫
૧૩૯૬
૧૩૯૮
૧૪૦૦
ટિ. ૧૩૯૪.૨ સખરો = સુંદર ૧૩૯૬.૨ તીરથ મુંક્યકુ = તીર્થમાં લેવાતો માથા (દીઠ) વેરો. ૧૩૯૮.૨ વિસરાલ = નષ્ટ