________________
૧૬૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
હર પાતશા કરતા બાત, ગપી મીઠો તવ પરગટ થાત;
શિર ઉઘાડી આઘો જતો, હીર વચે આવી બેસતો. ૧૪૦૧ નમો નારાયણ મુખ ઉચ્ચરે, ચેષ્ટાનાં ચેન જ તિહાં કરે;
પાતશાહે આપી તબ પામરી, કહ્યું દૂર ગયો તવ ફરી. ૧૪૦૨ દઈ મોહોત ચાલ્યા ગુરુરાય, અકબર શાહ બહુ ધર્મી થાય; | નવરોજના દિન આવ્યા અનેં, જનાના બજાર જોડાએ તમેં. ૧૪૦૩ વેચે અંશુક એક સુંદરી, બોલ્યો પાતશા તે જોઈ કરી;
તેરે ફરજન નહિ કોઈ કહો, કહે જોરુ તુહ્મ જાણતા હો. ૧૪૦૪ પાણી મંત્રી આપ્યું તામ, પી કર કીજે ધર્મકા કામ;
જીવ ન મારે ગોસ્ત મ ખાય, તેરે ઘર ફરજન બહુ થાય. ૧૪૦૫ એહવો પાતશા ધર્મી શિરે, પાપ થકી જ નિવારણ કરે;
પુણ્ય પુત્ર હુઆ તસ સ્કાર, કરતિ પસરી ઠારોઠાર. ૧૪૦૬ સોદાગર એક આગરાઈ કહ્યો, વ્યાપાર કાર્ય પરદેશ ગયો;
વાટે લેણીઆ મળીઆ જામ, માને અકબરશાહને તા. ૧૪૦૭ માલ ઉગત્યે જો આપણો, ચોથો વાટો અકબર તણો;
કીધો દિલસું ઇસ્યો વિચાર, ઉગર્યા રૂપક એક હજાર. ૧૪૦૮ ચિંતવ્યું એકદા કરી વ્યાપાર, ચોથ આપજ્યું સહી નિરધાર;
ત્રીજી દાન કીધો વ્યાપાર, રૂપક પામ્યો બાર હજાર. ૧૪૦૯ દિલ વણસાડ્યું ન દીએ ચોથ, શાહ અકબર ગુસ્સે તબ હોત;
તેડાવ્યો જન મોકલી ઘણો, ક્યું બે ચોથ ન દેત હમ તણો. ૧૪૧૦ કહે સોદાગર સુણ તું મીર, તું તો જગમાં જાગંતો પીર;
મેં બૂઝયા નહિં જાણે કોય, તુહ્મથી છાંના નહિ કછુ હોય. ૧૪૧૧ આપી ચોથ ગયો ઘર તેહ, દેખત જરબો જગમાં એહ;
એક સ્ત્રી માને અકબર તણે, દેઉં વધામણું ઉચ્છવ ઘણે. ૧૪૧૨ મૂકું શ્રીફળ આગળ દોય, જો હારે ઘર બેટો હોય;
હવો પુત્ર હરખી તસ માય, દીએ વધામણું તેણે ઠાય. ૧૪૧૩ શ્રીફળ એક મૂક્યું એટલે, અકબર શાહ બોલ્યો તેટલે;
દો માને થે એક ક્યું દીઆ, દુસરા શ્રીફલ માંગને લીઆ. ૧૪૧૪ એક શેખ અકબરને મિલે, કરું સાકર તબ માટી ટળે;
માટી અણાવે પાતશા ઘણી, સાકર સાર કરી તેહ તણી. ૧૪૧૫ પાતશાહ છેતર્યો ન જાય ક્યાંય સાકર બોળે પાણી માંહ્ય;
માટી દડબાં હુવા તામ, લૂંટી લીધા શેખના દામ. ૧૪૧૬ પા. ૧૪૦૪.૧ વેચે વસ્ત્ર ટિ. ૧૪૦૪.૨ અંશુક = વસ્ત્ર ૧૪૦૮.૧ વાંટો = હિસ્સો, ભાગ ૧૪૧૦.૧ ચોથ = ચોથો ભાગ