________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
.
વિજયદાન દિયે દેશના, જોઈ કુમારનું રૂપ; મંત્રી શેઠ સેનાપતિ, જાણે બેઠો ભૂપ.
૨૪૮ હિરમુખ સાહામું જોઈ ઘણું, નવરસ કરે વખાણ;
ચિહું ગતિનાં દુખ વર્ણવ્યાં, સુણતો કથા સુજાણ. ૨૪૯ અતિ કરકસ છે વેદના, ભૂખ તરસ બહુ તાપ; ખંડોખંડ તિહાં કરે, અસુર પચારે આપ.
૨૫૦ વૈતરણી વૃક્ષ સામલી, ખડગ વને દુખ જેહ;
અનેક રોગ છે નારકી, અતિ દુરગંધી દેહ. ૨૫૧ તીર્થંચ તણાં દુખ બહુઘણાં, ચાબખ અંકુશ આર;
બંધ નિપાતન વધ ખમે, પુણ્યહીણ સંસાર. ૨પર
(ઢાળ ૧૮ - દેશી ચોપાઈની – રાગ પરજીઓ) માનવદુખ જોજ્યો આપણાં, સુખ થોડાં ને વિઘન જ ઘણાં;
આજીવિકાદુખ નીચની ગાલ, અનિષ્ટવાસ માનવનો ભાળ. ૨૫૩ વળી માનવને વેદના ઇસી, વધ બંધન અને ભાકસી;
રોગ મરણ ધનહરણ આપદા, મનસંતાપ ટળે નહિં કદા.૨૫૪ અપયશ પુરુષ વિગોવન આપ, ચિંતા નર મનનો સંતાપ;
દારિદ્રાદિક દુ:ખેં કરી, મરણ લહે માનવ ગતિ હરી. ૨૫૫ હવે દેવતાનાં દુખ એહ, દિવ્ય ભૂષણે દીપે દેહ;
દેવવિમાનની ઋદ્ધિ અપાર, ભોગવતાં સુખ લહે સંસાર. ૨૫૬ પડણ ચવન દેખી દુખ ઘણું, કહીઉં ન જાએ તે સુર તણું;
હૃદય ન ફાટે બલવંત વતી, બીજો શતખંડ થાએ અતી. ૨૫૭ વળી દેવનાં દુખ અવગાહિ, ઈર્ષ્યા મદ વિખવાદી પ્રાહિ;
ક્રોધ લોભ માયાદિક નડ્યા, સુરદુખીઆ સુખીઆ નવિ ઘડ્યા. ૨૫૮ તે માટે શ્રેઅ પામી ઘણું, કેમ ખમે દુખ ચિહું ગતિ તણું;
પૂરો ધર્મ આરાધે સોય, મુગતે જઈ અજરામર હોય. ૨૫૯ જે શું શુલ્લભ નર જગમાં હોય, થોડે વચને બૂઝે સોય; - જિમ જગ માંહિ સનતકુમાર, સુરવચને ત્યે સંયમભાર. ૨૬૦ લહે ઉપદેશ તણા જ હજાર, કેતા નવિ બૂઝેઅ લગાર; . બ્રહ્મદત્ત નવિ પામ્યો પાર, ઉદાઈ રાયનો મારણહાર. ૨૬૧
પા. ૨પ૨.૨ બંધનપાતન ર૫૫.૨ વરી ૨૫૬.૨ ભોગ વિના ૨૫૭.૧ સુખ (સુરને સ્થાને)
૨૬૦.૧ સુપુરુષ ટિ. ૨૫૦.૨ પચારે = ટોણા મારે ૨૫૪.૧ ભાકસી = કેદખાનું ૨૬૦.૧ શુલભ = સરળ (?)