________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૩
ફથું કૂલ્ય તાત ઘરસાર, તે છડે ઢંઢણાકુમાર;
ભૂખ તરસ ખમતો નર વળી, છ માસ હુઓ કેવળી. ૨૬૨
પોતાની પાસેની સંપત્તિને જે જંબૂસ્વામીની જેમ છોડે છે તે સંસારનો પાર પામે છે. નીચ કુલમાં જન્મ લેનાર નંદિષેણ તપના પ્રભાવથી યાદવકુલશણગાર વસુદેવ રાજા થયા.
હીરા, માણેક ને રત્નથી ભરેલા ઘરને, પોતાના માથે હજી પણ નાથ છે એવું જાણતાંની સાથે જ, શાલિભદ્ર છોડી દીધું. જે આત્મા એક દિવસનું પણ ચારિત્ર પાળે છે તે મોક્ષસુખ પામે છે. કદાચ મોક્ષ ન મેળવે તોપણ વૈમાનિક તો અવશ્ય થાય જ
આ પ્રમાણે શ્રી વિજયદાનસૂરિ મહારાજનું વ્યાખ્યાન સાંભળતાં હીરજી બોધ પામે છે. તે પોતાની બહેનને કહે છે, “તું મને રજા આપ તો હું સંયમનો સ્વીકાર કરું અને પાપનો ક્લેશ ટાળું.”
ભાઈનું વચન સાંભળીને બહેન મૂચ્છ પામી પૃથ્વી ઉપર ઢળી પડી. ઠંડા પવનથી એને ચેતના આવી ત્યારે તેણે કહ્યું, “ભાઈ ! તું દીક્ષાનું નામ લેતો નહીં. હજી હમણાં તો માતાપિતા સ્વર્ગે સંચય છે. એમનો વિયોગ પડી રહ્યો છે. ત્યાં તું સંયમ લેવા તૈયાર થયો છે, તો અમારે કોને કહેવું ? અને માતા, પિતા અને ભાઈ વગર અમે કઈ રીતે રહી શકીએ ? | માટે મારા વીરા ! દુઃખ ઉપર બીજું દુઃખ આપ નહીં. શિયાળામાં પાણી છાંટવું બરાબર નહીં, તથા પડતા ઉપર પાટું અને ઘા ઉપર મીઠું ભભરાવવું યોગ્ય નહીં. તેમજ નિધન – દરિદ્રનું ધન પણ લેવું નહીં.
ભગવાન મહાવીરે પણ નીરાગી છતાં મોટાભાઈ નંદિવર્ધનનું વચન માન્ય કર્યું અને શિવકુમારે પિતાનું વચન માન્યું અને સંયમ લીધું નહીં. તેથી હે બાંધવ ! અમારું કહ્યું માનો. હમણાં તમારે જવું યોગ્ય નથી. તમે અહીં રહો. તમને અમે પરણાવીશું.”
(દુહા) એક છતું ધન ઠંડતા, મુગતિતણા ભજનાર;
જંબૂસ્વામિ તણી પરે, તે નર પામે પાર. ૨૬૩ નિંદીખેણે નીચે કુળે, પણ તપ સંયમ સાર;
નૃપ વસુદેવ જ તે થયો, હરિવંશકુળશિણગાર. ૨૬૪ મણિ કંચન રતને ભર્યો, શાલિભદ્ર ઘર સાર;
શિરઠાકુર જાણી કરી, મૂક્યો નિજ પરિવાર. ૨૬૫ એક દિન સંયમ પાળતો, પામ્યો મુગતિનિધાન;
મુગતિ નહિં તો સુર સહી, નિર્ચે રતનવિમાન. ૨૬૬ વિજયદાનસૂરિતણું, સુણતો હીર વખાણ;
ધર્મકથા હિયડે ધરી, બૂક્યો હીર સુજાણ. ૨૬૭