SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રાવક કવિ ઋષભદાસકૃત નવાનગરને પાસે ગામ, તિહાં કણિ બહુ લંકાનો ઠામ; | વિજયદાનસૂરિ આવ્યા ત્યાંહિ, ઉતાર્યા વ્યંતર ઘરમાંહિ. ૨૭૪૩ રાત પડ્યે પરગટ સુર થયો, અટ્ટ હાસ્ય કરે તે રહ્યો; રૂપ કરે કાળુંકાબડું, વળી વિસરાલ તૂઈ તે પરું. ૨૭૪૪ વિજયદાન ગણે નવકાર, ધીર્યવંત નવિ બીહે લગાર; મધુર વચને બોલ્યા સ્વામિ, આવો સુર બેસો આણે ઠામિ. ૨૭૪૫ સત્ય શીલગુણ દેખી કરી, સુરવર પાય નમ્યો મન ધરી; તાહરો ગચ્છ સબલો વાધસ્ય, ઋષભવંશ તણી પરિ હસ્ય. ૨૭૪૬ અસ્ય કહી સુર ત્યાંથી વસંત, વિજયદાન મોટો પુણ્યવંત; પંચ વિગે તે નિત્ય પરિહરે, છઠ અઠમ તપ સબલો કરે. ર૭૪૭ - દેવકાપાટણની શ્રાવિકા, આવી અમથી ગુરુ ભાવિકા; સાયરેં બૂડતી કાઢી તેહ, દેવ મુહપતિ મંદિર જેહ. ૨૭૪૮ પાટણમાંહિ રહ્યા ગુરુ જસે, વાર્યું માતરૂ વાટે તમેં; સાહા શવો પરઠવતો આપ, તેહને પાએ ડસીઓ સાપ. ૨૭૪૯ ધણીતુ બોલ્યો મુખે ખરું, ગુરુ લોપી રે પરઠવ્યું માત; તેણે સુર નાગ થઈને ડયો, ગુરુ મહિમાયેં કીધો તસ્યો. ૨૭૫૦ પાટણ પાસે છે એક ગામ, વિજયદાનસૂરિ રહ્યા તામ; સુરવચને ગુરુ ચાલ્યા વહી, તેહ ગામ તો લુંટાણું સહી. ર૭૫૧ ઘણી પ્રતિષ્ઠા તે પણ કરે, મહીમંડળે વિચરતા ફરે; અંતે આવ્યા વડલીમાંહિ, અણસણ આદરતો ઋષિ ત્યાંહિ. ર૭પર સંવત સોલ બાવીસો જસેં, વિજયદાન ગયા તમેં તસ પાર્ટી હુઓ ગુરુ હર (૫૮), જેણે બૂજવ્યો કબિલી મીર.૨૭૫૩ યુગપ્રધાન સરીખો હુઓ વળી, હિર તણી તે મતિ નિર્મળી; સત્યશીલ મોટો ગંભીર, તીર્થકર સમ ભાખ્યો હીર. ૨૭૫૪ હીરવિજયસૂરિના ગુણનો પાર નથી. અઢી હજાર સાધુસાધ્વી એમની આજ્ઞામાં હતાં. વિમલહર્ષ ઉપાધ્યાય, સોમવિજયજી ઉપાધ્યાય, શાંતિચંદ્ર ઉપાધ્યાય ઘણા જાણીતા હતા. તથા સિંહવિમલ પંન્યાસ, દેવવિમલ પંન્યાસ, ધર્મશી ઋષિ, કવિરાજ હેમવિજય તથા જસસાગર વગેરે ૧૬૦ પંન્યાસ હતા. કુબેર સમા ધનાઢય અહુજી છિદ્રજી સંઘવી શ્રાવક હતા. તેઓ ગંધારના વતની અને પોરવાડ વંશના હતા. બાલ્યવયમાં જ સારા અભ્યાસી હતા. જ્યારે તેઓ અગિયાર વર્ષના થયા ત્યારે તેમણે મોટાભાઈ પાસે સંયમ લેવાની ઈચ્છા પ્રગટ કરી. જેમ બલભદ્ર અને કૃષ્ણ, હલ્લ અને વિહલ, શાંબ અને પ્રદ્યુમ્ન, રામ અને લક્ષ્મણ, ભીમ અને અર્જુન, નમિ અને વિનમિ વચ્ચે ઘણો સ્નેહ ટિ. ૨૭૪૯.૧ માતરૂ = પેશાબ (લઘુનીતિ) ૨૭૫૦.૧ ધણીતુઉ = ધૂણતો ૨૭૫૩.૨ કબિલી મીર = અકબર મીર.
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy