________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૧૧
દાનહર્ષ દિનદિન દીપંત, જેણે કાજીના પાડ્યા દંત;
દાંતે રેખ સોનાની હતી ખીજ્યો કાજી દેખી દુરમતી. ૨૭૨૮ તું સેવડો કસી તુજ રેખ? કયું કીના આડંબર ભેખ;
માંગી લોઢી પાડવા દાંત, સાતમા પાડ્યા કાજીના દાંત. ૨૭૨૯ માર્યો ચપેટો મુંઢામાંહિ, પાડ્યા દાંત કાજીના ત્યાંહિ;
કાજી ફજેત ઘણું તિહાં થાય, દાનહરખગણિ નાહાસી જાય. ૨૭૩૦ દાનહરખના ચેલા વતી, વિજયદાનસૂરિ ગછપતિ;
વાદીનાં મુખ ભંજન કરે, ગુરુનો બોલ શિર ઉપર ધરે. ૨૭૩૧ ગુરુ શ્રી આણંદવિમલસૂરિ જેહ, બેઠા માંડલે મુનિવર તેહ;
અન્નપાન આપ્યું ધૃત અતિ, આપી આહાર કરે ગછપતિ. ૨૭૩૨ સકલ સાધ કરી ઊઠ્યા આહાર, બાજઠ લીધો જેણી વાર;
પાંચ સેર તણો લાડુઓ, નિકલ્યો તામ જસો ગાડુઓ. ૨૭૩૩ આણંદવિમલ બોલ્યા તેણીવાર, કરે કોઈ એ લાડ આહાર;
કાંબળો લપડો ચલોટો સાર, તેહને આપું સહી નિરધાર. ૨૭૩૪ ન લીયે નર સહુ પાછા વળે, દાનહરખ તવ આગળ વળે;
ગુરુનું વચન પડે કિમ ધરણિ, કરું લાડુઓ આતમ સરણિ. ૨૭૩પ ભાંજી સોય કર્યો ચક્યૂર, મૂક્યો મુખે જિમ વહેતે પૂર;
પાંચ સેરમાં ન રહ્યો રતિ, હરખ્યો આણંદવિમલસૂરિ અતિ. ૨૭૩૬ આપે પલ પડાદિક કાંબલી, કહે નહિ તુહ્મ શોભે વળી;
વચન કાજે આપે ગુરુ સહી, ચોત્રીસ ભલું કરે ગહિગહી. ૨૭૩૭ એવો દાનહર્ષ બલવંત, વિજયદાન પ્રતાપ અત્યંત; * આણંદવિમલસૂરિ આલે ભાર, તપાગછ હુઓ જયજયકાર. ૨૭૩૮ પન્નર સત્યાસીયે પદવી થાય, શ્રાવક ગલ્લો જેહનો કહેવાય;
મુગતો શેત્રુંજો છમ્માસ, કુરમાન મહેમુદ હૂઆ તાસ. ૨૭૩૯ સમજી ગંધારી હૂઓ જેહ, શેત્રુંજે ચોમુખ કરતો તેહ; સંઘવી કંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ.
૨૭૪૦ ડાભી ગમા ત્રિહિ બારો જેહ, પ્રથમ પેસતાં દેરું તે; | વિજયદાનનો શ્રાવક શિરે, તે દેહરું કુંઅરજી કરે.
૨૭૪૧ વિજયદાન એહવો ગણધાર, માલવ કુંકણે કર્યો વિહાર; દમણ ગુજ્જર સોરઠ દેસ, શ્રીપૂજ્ય દીધા ઉપદેસ.
૨૭૪૨
પા. ૨૭૩૬.૧ જિમ વહઈ નઈ. ટિ. ૨૭૩૦.૧ ચપેટો = તમાચો, થપ્પડ. ૨૭૩૭.૨. ચોત્રીસભd = ૧૬ ઉપવાસ ર૭૪૧.૧
ડાભી ગમા = ડાબી બાજુએ.