________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૫
૧૦૭
કુમર કહે સુણ શેઠ ઓડ, ભુંડું બોલ્યા તાત રે;
નવિ રહું પરદેશ જાણ્યું, નવિ જોઉં નરસાથ રે. કહે. ૧૦૩ ઓડ કહે તુમ તાત દુહવે, ભલો નહિં મુજ ભાત રે;
નીચે નાકે બહાં ન રહીએ, મિલ્યો તુમ સંઘાત રે. કહે. ૧૦૪ ઘરે કહી ધન લેઈ ચાલ્યા, ચઢ્યા અર્થે આપ રે;
શુકન સબળા હુઆ ત્યારે, વધે બહુ પરતાપ રે; કહે. ૧૦૫ સિંધુદેશે નગર ઠઠ્ઠા, મિલ્યા નગરીરાય રે;
અશ્વ ગજ રથ ગામ આપે, નવિ લિયે તિણે હાય રે. કહે. ૧૦૬ ધણી નહિ જસ ભૂમિ કેરો, દીજે પૃથવી તેહ રે;
નગર નવલું તિહાં વાણું, સદા વસતું જેહ રે. કહે. ઉત્તર દક્ષિણ પૂરવ પશ્ચિમ, જોઈ દિશિ તિણે સ્માર રે;
ઉત્તર દિશિ ભણી ભૂમિદીઠી, બહુ દેશસંધિ જ સારરે. કહે. ૧૦૮ નૃપ કહે મુજ અશ્વ પોઢો, દેવરૂપ છે સોય રે;
ચઢી ઉત્તર દિશેં જાજો, ભૂમિ થલી જિહાં હોય રે. કહે. ૧૦૯ અશ્વને પરણામ કરજો, જ્યો ભોગ સુસાર રે;
આઠ પોહોર મોકળો મૂકે, ભમિ ભૂમિ અપાર રે, કહે. ૧૧૦ ભમી ઘોડો વળે પાછો, મોતી વધારે તામ રે;
મહૂરત જોઈ કોટ ઘાલે, વસાવે ભલા ગામ રે. કહે. ૧૧૧ સુણી વચન નૃપ અશ્વ ચઢીઓ, ઉત્તર દિશિ ભણી જાય રે;
આઠ પોહોર ભમી આવ્યો, નગર વાસે રાય રે. કહે. ૧૧૨ નગર નામ “ઉએસ” રાખ્યું, ઉદયનરેશ મહારાજ રે;
ઓહડ મિત્ર પ્રધાન થાપ્યો, કરે વિસમા કાજ રે, કહે. ૧૧૩
પુણ્યથી ઓહડના બધા મનોરથ સફળ થયા, સકળ નિધાન મળ્યાં. દિવસે દિવસે દોલત વધવા લાગી. એ નગરમાં કોઈ જ નિર્ધન ન હતો. તેમ છતાં મનમાંથી જૂની વાત ભુલાતી નથી. કવિ કહે છે કે 'ઘેહિલો મૂકવો માન.' બધું મૂકી શકાય છે પણ માન મૂકવું મુશ્કેલ છે.
ઓહહના ઘેર એક ગાય હતી. તે રોજ ગલમાં ચરવા જતી. ત્યાં એક જગાએ તેનું દૂધ વગર દોહો ઝરી જતું હતું. એટલે ઘેર આવે ત્યારે તે દૂધ આપતી ન હતી. ઓહવે તેનો ભેદ મેળવ્યો અને તે જગાએ ભૂમિ ખોદાવી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા બહાર આણી.
એક વખત ઓહડ સૂતા હતા. ત્યાં સ્વપ્નમાં દેવી આવી. દેવી કહે છે. “શેઠ જાગો, પુણ્યપ્રભાવે હું તમારા ઉપર ખુશ થઈ છું. હું નગરની અધિષ્ઠાયિકા દેવી છું. પા. ૧૧૩.૨ મંત્રી (મિત્રને બદલે)