________________
૨૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
જન્મોત્તરી તિહાં જોષી કરે, તનુ-ભુવન પહિલું મન ધરે; કેંદ્રીઓ બૃહસ્પતિ તિહાં હોય, બહુ સુખ કાંતિ આપે સોય. ધન-ભુવન તે ખાલી કહું, સહજ-ભુવન તે શૂનું લખું;
સહજ ભુવન ચોથું તું જોય, સ્વામી તેહનો ચંદ્રમા હોય.૧૮૫ કેંદ્રીઓ મંગલ છે ત્યાંહી, ઘણું જ સુખી કરે નર આંહિ;
૧૮૪
સુત-ભુવન પાંચમું છે જ્યાંહિ, બુધ રવિ અને શુક્ર છે ત્યાંહિ. ૧૮૬ બુદ્ધિ કોપ રવિ છે રીસાલ, શુક્ર દીએ સંતાન વિશાલ;
રિપુ-ભુવન તે ખાલી ઠામ, સ્વામી તેહનો બુધસુર નામ. ૧૮૭ જાયા-ભુવન તે કહું સાતમું, સ્વામી શુક્ર તણે નિત્ય નમું; કેંદ્રીઆ રાહને દેઉં માન, આપે લત્ર અને સંતાન. મૃત્યુ-ભુવન કહિયે આઠમું, તે ખાલી સુર મંગલ નમું;
નવમું ધર્મ-ભુવન તિહાં ચંદ, ધર્મ સહિત નરસુરતરૂછંદ. ૧૮૯ દશમું ભુવન કહું તુજ કર્મ, શની સ્વામી સોહે છે પર્મ; કેંદ્રીઓ શનિશ્ચર તિહાં સુણી, સદા કીર્તિ હોએ તસ તણી. આય-ભુવન તે ઇગ્યારમું, તે ખાલી સ્વામી નિ નમું; વ્યય-ભુવન તે બારમું જોય, સ્વામી ગુરુ તે ખાલી હોય. ભાષ્યો ગ્રહ તણો જ વિચાર, ઉત્તમ ઠામેં હુઆ સુર સાર; દિન દિન વાધે હીર જગીશ, લક્ષણ અંગે કહ્યું બત્રીશ. ૧૯૨ લક્ષણ બત્રીશ કહીજે જેહ, સુણજો સહુ સભાપતિ તેહ;
૧૯૧
૧૮૮
૧૯૦
૧૯૪
હિઉં કપોલ ને ત્રીજું મુખ્ય, ત્રણ પુહુલાં નર પામે સુખ. નાભિ સત્ત્વ ને ત્રીજો સાદ, ત્રણ ગંભીર રહ્યે જસવાદ; કંઠ પુંઠિ જંઘા ને લિંગ, લઘુથી નર પૂજાએ અંગ. અંગુલ કેશ નખ દંત ત્વચાય, પંચ પાતળે સુખ બહુ આય, તન લોચન કર હિઉં નાક, પાંચે લાંબે લહે ધન લાખ. નાશિકા બંધ ને નરના નખ, કક્ષા હૈઉં છઠ્ઠું મુખ;
૧૯૫
એ ખટ ઊંચે અતિ શોભાય, દિન દિન ઉન્નતિ અધિકી થાય. ૧૯૬ અધર આંખ જીવ્યા તાળવું, નખ ગુંજાની ઊપમ ઠવું;
૧૯૭
હાથ પાયતળ રાતે વર્ણ, તે શિર છત્ર ધરાવે ત્રણ. હય ગય રથ વૃષભ પાલખી, ઇણિ રેખાએં નર હોય સુખી; અંગે આયુધનો આકાર, નવિ હારે જીતે નિરધાર.
૧૯૮
૧૯૩
પા. ૧૮૫.૨ સુહૃત ૧૯૦.૧ સ્વામી શનિશ્ચર
ટિ. ૧૮૪.૨ કેંદ્રીઓ = કેન્દ્રસ્થાને રહેલો ૧૮૮.૨ કલત્ર = સ્ત્રી ૧૯૩.૨ પુહુલાં = પહોળાં, વિશાળ ૧૯૭.૧ ગુંજા = ચણોઠી