________________
· શ્રાવક કવિ ઋષભદાસકૃત
વચન સાંભરે છે કે કહું, હુએ સંતાન તો શીવ્રત ગ્રહું; હવું જણાય છે તો તુહ્મ તણે, સ્યું કરું જુ ગુરુ હીરો ભશે. ૨૧૮૧ રામજી નામ હુઓ હુસીઆર, કિહાં પામવો શેત્રુંજો સાર; હીર સરીખો ગુરુ કિહાં મલે, મારૂદેશમ્હાં સુરતરૂ ફલે. કર જોડી શિર નીચું કરે, ચોથું વરત તિહાં ઉચ્ચરે;
બાવીસ વરસની નારી સાથિ, લેતી વ્રત નરનિ સંઘાતિ. તે દેખી પૂજ્યાં નરનારી, ઘણે વ્રત લીધાં તિણે ઠારિ;
ઓછવ મોછવ થાય ત્યાંહિ, વીરનિ જિમ રાજગૃહી માંહિ. હીરના પુણ્ય તણો નહિ પાર, ઘણા જીવનો તારણહાર;
નંદિષણની વાણી જાણ, અનેક નર બૂજ્યા ગુણ ખાશ. કકૂ સંઘવી પાટણનો જેહ, હીનિ વંદન આવ્યો તેહ;
ઇંદ્રસભા દેખી ગહગહ્યો, બે કર જોડી ઊભો રહ્યો. ચોથું વ્રત તેણે આદર્યું, ત્રિહિપન્ન જણે મન નિશ્ચિ વર્યું;
પુઠિ વ્રત તે લેતા સહી, હીરકીરતિ જગમાં ગહિગહી. પૂજ્યા શ્રાવકે હીર અપાર, હુઈ ભરૂઅચી ઇગ્યાર હજાર; અન્યનું પુણ્ય જન્મારા તણું, તેથી હીર ઘડીનું ઘણું. હીર ૠષભના પ્રણમી પાય, ઊતરી પાલીતાણે જાય;
તિહાં કણિ ઓછવ સબલો થાય, મૃગનયણી ગોરી ગુણ ગાય.૨૧૮૯ ઠંડિલ કાર્જિં ગયા એક વાર, અશોભતો દીઠો વ્યવહાર;
દરસણી પાલિ રાંધી જિમે, હીર તણે નિ તે નવિ ગમે. વિગર થયા એ માઠું સહી, સોમવિજયનિ વાત તે કહી;
૨૧૯૧
સોમે જણાવ્યું તેજપાલ તણે, તેજપાલ સાંગદે આગલિ ભણે. બેહુ મલી તવ કર્યો વિચાર, દરસણી તેડ્યા તેણી વાર;
૨૧૯૨
રોટી ચ્યાર ચ્યાર કડછી અન્ન, ઘૃત પાશેર દેઈયે પ્રસન્ન. દોય શ્યાક થોડી સુખડી, સ કીતિ આકાશે અડી;
દરસણી સઘળા હરિખ અતી, હીર સમો નહિ જ ગમા યતી. ૨૧૯૩ હીરવચનથી હરમ્યત રહી, દરસણી શાતા પામ્યા સહી;
કીતિ કરે સહુ તપગછ તણી, દિનદિન દોલત વાધે ઘણી. ૨૧૯૪ ઉદયકરણ કરિ વિનંતી, ત્રંબાવતી આવો ગછપતી;
દીવનો સંઘ આદર બહુ કરે, મેઘ પારિખ ખોલા બહુ પાથરે.૨૧૯૫ પા. ૨૧૮૨.૧ તાંમ (‘નામ’ને સ્થાને) ૨૧૮૪.૧ બુઝયા (પૂજ્યાં’ને સ્થાને) ૨૧૯૦.૧ અશોભતું જ્યાતે દીઠું જ અપાર
બ્રહ્મચર્યવ્રત ૨૧૮૭.૧ ત્રિહિપન્ન
ટિ. ૨૧૮૩.૧ ચોથું વરત(વ્રત) ભરૂઅચી = કોઈ નાણું, દ્રવ્ય (?)
૨૪૮
=
=
૨૧૮૨
૨૧૮૩
૨૧૮૪
૨૧૮૫
૨૧૮૬
૨૧૮૭
૨૧૮૮
૨૧૯૦
ત્રેપન, ૨૧૮૮.૧