________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૪૭
યાચક ગંધપા ગુણસ્તવે વણિગના, સંઘવી સકલ શિરિ તિલક કરતા;
હર્ષતિહાસતપુરુષસ્પેપરવર્યા, ઋષભનેહરની યાત્રા કરતા. આયો૦ ૨૧૬૮ કોડિબદ્ધ નારીઓ પાર નહિ પુરુષનો, ગુણ સંઘવી તણા સહુએ ગાયા; પુરુષ પુણ્યવંત ગિરિ શેત્રુંજે આવીઆ,
ધન્ય જનુની જેણે એહ જાયા. આયો૦ ૨૧૬૯ બહુઅ આડંબરે ઋષભજિન ભેટીઆ, ત્રિય પ્રદક્ષણા ત્યાં દેતા; દીયે ખમાસણાં હીરગુર વાંદવા,
મનુઅભવ લાભ તે સબલ લેતા. આયો૦ ૨૧૭૦ સૂરજકુડે જઈ દેહ પખાલતા, ધોતી પહેરિયા ભૂષણ ધારી;
કેશર ચંદન અગર કપૂરસ્યું, ધૂપ પુષ્પ લેઈ પૂજ સારી, આયો૦ ૨૧૭૧ સનાત્ર શ્રાવક કરિ શ્રીફલ સો ધરે, ઉતારતા આરતી મંગલ દીવો; ભાવના ભાવતા અનેક નર આવતા,
પૂજ કરતા અસી ભવ્ય જીવો. આયો૦ ૨૧૭૨ કનકમેં છત્ર ને દંડ સોવન તણો, ઋષભનિ મસ્તીગ સોય ધરતા; | કનકમેં ભૂષણ કલસ ધ્વજ તોરણા,
એમ જિન ઋષભની પૂજા કરતા. આયો૦ ૨૧૭૩ સંઘવી પ્રમુખ પુરુષ બીજા ઘણા, પુણ્ય કાજિ બહુ નારિ ધાય; ભગતિ ભોજન તણી લહાણી ત્યાહારિ તણી, કેટલા સાકર નીર પાય. આયો૦
૨૧૭૪ કેટલાં ગોલ વૃષભમુખેં વાવરે, કેટલા સાધનાં પાત્ર ભરતા; કેટલા જલ ભરી સોય સાહમાં ધસે,
પુરુષાં પાણી પાઈ પુણ્ય કરતા. આયો૦ ૨૧૭૫ કેટલા પુણ્ય કરી ભાવના ભાવતા, કેટલા કહે હૂઆ અતિથી નિરતા;
જોહલછી ઘરિંઆપણે આવતી, સબલતો સંઘની ભગતિ કરતા. આવ્યો૦ ૨૧૭૬ સંઘ ઋષભના પૂજે પાય, વાંદ્યા હીરવિજયસૂરિ રાય;
એક આવે એક વલતાં જર્સિ, ડામર સંઘવી આવ્યા તમેં. ૨૧૭૭ જિન પૂજીને ગુરુ કનઈ જાય, બે કર જોડી પ્રણમે પાય;
વલગી પાય કહિ પરિ સો કરું, મમ બોલો ગહિલું આદરૂં. ૨૧૭૮ મુગટ કુંડલ ને હિયડે હાર, ભૂષણ સહુએ પહેરાવ્યાં સાર;
સકલ સાધ પૂજ્યા વિખ્યાત, મહિમુંદી હુઈ સહિત જ સાત. ૨૧૭૯ આવ્યો સંઘ પછિ ગંધાર, રામજી સમો નહિ કો દાતાર;
તેણે હીરને વાંદ્યા ધસી, હીરે વચન કહ્યું તસ હસી. ૨૧૮૦ ટિ. ૨૧૭૬.૨ લછી = લક્ષ્મી