________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૧૧૫
Gડો પાઇઓ અતિ ખયો, સાત પુરુષ સમાન હો;
પરિખ્યા કારણિ નૃપે કહ્યું, પૂરો પાયે નિધાન હો. વિમળ. ૯૭૩ સાતમેં સાંઢ અણાવતો, સોવન નાખિ ભૂમિ માંહિ હો;
કહિ ગાળી ઈટ કીજીયે, બોલ્યા શિલાવટ ત્યાંહિ હો. વિમળ. ૯૭૪ હેમ/કા જવ ગાળતો, તવ બોલ્યા શિલાટ હો;
રાખો મહા ધીરજ ધણી, પહિલાં હુંતો ઉચાટ હતો. વિ. ૯૭૫ સાતપડા ગઢમાં રહે, ધીર્યવડો અને લાડ હો;
સાતે ખેત્ર પોષાવતા, હુઆ સાત પડા પોરવાડ હો. વિ. ૯૭૬ અંબાઈના થાપીઆ, સુરસુભટમાં લીહ હો;
મામ ન મૂકે વર મરે, પંડિત કવિયણ સિંહ હો. વિમળ. ૯૭૭ વિમળ વખાણ્યો શિલાવટે, ચલવ્યો મંદિર કામ હો;
વાળી નાહ વિરૂઓ કહું, પાડે મંદિર તામ હો. વિમળ. ૯૭૮ નિત્ય ચણતાં નિત્ય પાડતો; અવધિ હુઈ છ માસ હો;
વિમળ તણે જઈ વીનવ્યો, શિલાવટ હોઈ નિરાશ હો. વિ. ૯૭૯ વિમળે આવી પૂછીઉં, કુણ છે સુર નર પીર હો;
વાળી નાહ તવ બોલીઓ, બલિ ઘો ખેતલવીર હો. વિમળ. ૯૮૦ જિનપ્રાસાદ ઈહાં કસ્યો, એ છે મહારો ઠામ હો;
સુરવર જખ્ય સહુ જીતીઆ, તું વાણિગ નર નામ હો. વિ. ૯૮૧ વિમળ કહે લ્યો લાડુઆ, ના જંતુ દ્ય દેવ હો;
વિમળ ન બોલ્યો વાણીઓ, રાખ્યો કામ તતખેવ હો. વિ. ૯૮૨ વિમળ રહ્યો રાતિ જઈ, ઊભો દેહરા માંહિ હો.
હાથે ખડગ દીપક ધરે, આવ્યો ખેતળ ત્યાંહિ હો. વિ. ૯૮૩ સિંહનાદ કરી વાણીઓ, ધાયો મારણ કામિ હો;
નાઠો ભોમિ ઘણી ટપી, અથડાયો શત ઠામિ હો. વિમળ. ૯૮૩ આવ્યો વેગિ અંબાઈ કન્ય, વણિગ ન માને મોહ્ય હો;
દેવી કહે નિરદય ઘણું, સહી મારચે તોહ્ય હો. વિમળ. ૯૮૪ જ્યા ન કરિસ જો તું હવે, ફાડચ્ચે તારું નાક હો;
નાથ પરોઇ બાંધસે, નહિ છૂટે સબળે લાખ હો. વિ. ૯૮૫ બલિ દેવરાવિસ હું તુંને, વળતો થાઈસ વંક હો;
તિલ બાકુળ દેવરાવતી, હસી વળ્યો જિમ રંક હો. વિ. ૯૮૬
વિમળ વાણિયાની ટેક – શાખ રાખી. મંદિરનું કામ આગળ ચલાવ્યું. જ્યારે પા. ૯૭૭.૨ કવી સીસ હો ૯૮૦.૧ વીર ૯૮૧.૧ પછે ૯૮૫.૨ બલિ લાખ ટિ. ૯૮૧.૨ જખ્ય = યક્ષ ૯૮૨.૧ જંતૂ = પ્રાણી