________________
૨૨૬
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ધર્મનું આવું સ્વરૂપ સાંભળી અકબરે કહ્યું “તમે મુખેથી જે કહ્યું એ જ સચ્ચાઈ છે.” રાજાએ હરખ પામીને “સૂરિસવાઈ' પદવીથી નવાજ્યા. જ્યાં જ્યાં અકબરનાં ગામ હતાં ત્યાં જીવદયાનો પ્રસાર કર્યો. અકબરશાહ કહે છે, “જગતમાં હીરગુરુ સાચા છે. એમના શિષ્ય પણ ઉત્તમ સાધુ છે.” સભા સમક્ષ એમની પ્રશંસા કરી અને શૈવની શરમ રાખી નહીં. જેસિંગજી (વિજયસેન) અને જૈનધર્મ સાચા છે. તેમણે ઘોડા, મહિષ અને મહિષીનાં ફરમાન કરી આપ્યાં ને વાજતેગાજતે સૂરિજીને વળાવ્યા. વાદીઓ કાન પણ ન માંડી શક્યા – પ્રશંસા, જયજયકાર સાંભળી ન શક્યા.
દુહા) હમાઉનંદન હરખીઓ, દીધું જેસિંગ માન; એણિ અવસરિ વાદી બહુ, આવ્યા જિહાં સુલતાન. ૧૯૮૯
(ઢાળ ૮૧ – કાહના પ્રીતિ બાંધી રે, રાગ માર) શૈવ સંન્યાસી બાંભણા રે, ભટ પંડિતની જોડી;
વાદ કરેવા કારણે તો, મળીયા કેતી કોડિ ગાજી અકબર શાહી રે. ૧૯૯૦ વેદનાન માને નહિ રે, નહુ માને ગંગ સૂર;
અનાદિ ધર્મ ઇનકા સહી, તો સાહિબેય નથી દૂર. ગાજી. ૧૯૯૧ શાહી અકબર બોલીઓ રે, કયા કહિ તે બંભણાન; - હીર પટોધર બોલીઓ તો, સુણ કહું તુજ સુલતાન. ગાજી. ૧૯૯૨ વેદમેં મહિર કહિ બહુ, (પણ) મારતે એહ અજાય;
અશ્વમેધ નરનિ હશે તો, ક્યાહાં રહી ઈનકી દયાય. ગાજી. ૧૯૯૩ તેડી પૂછિ પાતશા રે, યજ્ઞ કાર્ય હણો જીવ;
હા સુણી ખીજ્યો પાતશા તો, ખોટે તુમહી સદીવ. ગાજી. ૧૯૯૪ સ્નાન અંગ હય કામ કિજીયે, કામથી દુર્ગતિ હોય;
ઇનકે ભી તાપસ કે હુએ તો, ધૂસલ ન કરતે સોય. ગાજી. ૧૯૯૫ બિંબપ્રતિષ્ઠા કારણે રે, આણયે ગંગાનીર;
એ નાંખે જન અસ્થિને તો, ધોવે સયલ શરીર. ગાજી. ૧૯૯૬ બોલે અકબર પાતશા રે, યોગીકું સનાન કયસાય;
મુરીદ બાલ સબ ડાલતા તો, ખરાબ કરી ગંગાય. ગાજી. ૧૯૯૭ સૂર્યદેવ દેખ્યા બિના રે, અમે ન ખાઉં અન્ન; અસ્ત હોય તવ આખડી તો, માનું સૂર રતત્ર. ગાજી.
સર રત. ગાજી. ૧૯૯૮
પા. ૧૯૯૫.૧ કામકા જો ટિ. ૧૯૯૩.૧ મહિર = મહેર, દયા ૧૯૯૫.૨ ધૂસલ = ભૂખરા રંગના, ધૂળવાળા ૧૯૯૭.૨
મુરીદ = મડદું