________________
ર0
"શ્રાવક કવિ ઋષભદાસકૃત
(દુહા)
૧૫૫
વચન વા રૂપ જ ભલો, વિદ્યા ઝાઝું ધ;
રૂષભ કહે પાંચે ગુણે, શોભે પુરુષ રતત્ર. ૧૫૩ વિનય વિવેક વિદ્યા ભલી, વિપુલ લચ્છી વૈરાગ;
જસ ઘર પાંચ વવા વધ્યા, બહુ સુખ દુખનો ત્યાગ.૧૫૪
(ઢાળ ૧૨ - ઇસ નગરીકા વણઝારા - એ દેશી) સુખીઓ નર કુંઅરો સાહે, જિનવરનો ધર્મ આરા;
રૂપવંત પંડિત વાચાલ, જસ માને નર ભૂપાલ. જિન જુહારે સુણે વ્યાખ્યાન, પંચે ભેદ દેતો દાન;
પ્રભાવના દાખ પડોઈ, સહુ વાણિગ માટે વડોઈ. ૧૫૬ વડી જ્ઞાતિ વાણિગની કહીએ, આ કલિયુગમાંહિ લહીએ;
જે નીતિ સકળના જાણ, જેને અભખ્ય તણાં પચ્ચખાણ ૧૫૭ નહીં પર પ્રાણીનો ઘાત, વાંકી વાટે જે નવિ જાત;
જીરવતો મદ ધન કેરો, તેણે કુળ વાણિગનો વડેરો. ૧૫૮ ધન્ય વાણિગનો અવતાર, કરે સકળ પ્રાણીના સાર;
વાણિગ બંધ થકી છોડાવે, નર સહુને કર ઓડાવે. ૧૫૯ વાણિગ દેતા ખિણ લક્ષ, વળી ઉતારે દુરભક્ષ;
વાણિગને નમે રાણા રાય, ટાળે અકર અને અન્યાય, ૧૬૦ ચઢ્યાં કટક તેહને ફેરવતા, નર દરિદ્રપણું નિર્ગમતા,
તિણે વાણિગનું કુળ સાર, જિણ કુળે હુઆ બહુ દાતાર.૧૬૧ શાહ સારિંગની કિરતિ રહી, બંધ નવ લખ છોડાવ્યાં સહી;
શાહ સમરા કરમા જગ સાર, જિર્ણો શત્રુજે કર્યા ઉદ્ધાર. ૧૬૨ જગડૂનો યશ બોલાય, જીવાડ્યા પૃથવીના રાય;
ભીમ શેઠ ગુજ્જરમાં હુઆ, દીધા જલેબી ને લાડૂઆ. ૧૬૩ હેમ ખેમ અંબડ જગપાળ, કઢાવી સાયરથી જાળ;
એ વાણિગ કુલ માંહિ હોય, કુળ વાણિગ મોટું જોય. ૧૬૪
આવા ઉત્તમ વણિક કુલમાં થયેલા કુંઅરો શાહ શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરી જિનધર્મની આરાધના કરે છે. જગતમાં સારભૂત હોય તો પા. ૧૫૬.૨ દ્રાખ ૧૫૯.૧ પ્રાણીનો ઉદ્ધાર ટિ. ૧૫૫.૧ આરાહે = આરાધના કરે ૧૫૭.૨ અભખ્ય = અભક્ષ્ય, પચ્ચખાણ = બાધા,
સંકલ્પ, વ્રત