________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૨૧
તે જેનધર્મ છે. તેના વગર કોઈ સંસારનો પાર પામતો નથી. એનાથી સદ્ગતિ થાય છે. ચાર ગતિમય ભવભ્રમણ દૂર થાય છે. વળી ભસ્યાભઢ્ય, ગમ્યાગમ્ય, જીવ-અજીવ, પુણ્ય-પાપ, સ્વર્ગ-નરક, સાગર-દ્વીપ, પ્રાણ-સંજ્ઞા-લેશ્યા અને યોગ – આ બધી વસ્તુનું જ્ઞાન જૈન ધર્મથી થાય છે.
(દુહા) વાણિગ કુળ માંહિ હુઓ, શાહ કુંઅરો નર પર્મ; શ્રી જિનની આશા વહે, આરાધે જિન ધર્મ. ૧૬૫
(ઢાળ ૧૩ - દેશી ચંદ્રાયણાની) જૈન ધર્મ જગમાંહિ સારો, જૈન ધર્મ વિણ ન લહે પારો;
જૈન ધર્મ સગતિ દાતારો, છૂટે ચિસુંગતિના અવતારો. ૧૬૬ જૈન ધર્મ વિણ ન જાયે પાપો, જૈન ધર્મ વિણ ન તરે આપો;
જૈન ધર્મ જગમાહિ બાપો, ટાળે ભવભવના સંતાપો. ૧૬૭ જીવ અજીવ અને પુણ્ય પાપો, જૈન ધર્મ વિણ ન લહે જાપો;
ખાદ્ય અખાદ્ય તપ કિરિઆ વેદ, જૈન ધર્મ વિણ ન લહે ભેદ. ૧૬૮ સ્વર્ગ નર્ક ને મુગતિ જ સારો, જૈન ધર્મ વિણ ન લહે વિચારો.
સાગરદ્વીપ દ્રહ નદીએ અપારો, પૃથવી પરવત ન લહે પારો. ૧૬૯ નવિ સમજે ચિહુ ગતિની વાતો, ન લહે ઈદ્રીના અવદાતો;
પ્રાણ સંજ્ઞા લેસ્યા યોગો, જૈન ધર્મ વિણ ન લહે ઉપયોગો. ૧૭૦
શ્રી જિનેશ્વરે પ્રકાશેલા જૈન ધર્મની નિત્ય આરાધના કરતા કુંઅરોશાહનાં ધર્મપત્ની નાથીબહેન પણ ધર્મનિષ્ઠ, રૂપરૂપના અંબાર, સોળ શણગાર સજનાર અને શિયળમાં જાણે સતી સીતાના અવતારસમાં હતાં. ભીમશેઠનાં ધર્મપત્ની જેમ વિમલશ્રી હતાં એવાં જ એ હતાં. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેયની અપૂર્વ ભક્તિ કરનાર તેમના ઘેર આવનાર કોઈ પાછું જતું નથી. સાધુ મહારાજે પાનું મૂક્યું નથી ને એમણે ભર્યું નથી. વાણી મધ જેવી મીઠી, ક્રોધ આદિ કષાયનું નામ નહીં. કુંઅરો શાહ સાથે સુખ વિલસતાં તેઓ ત્રણ પુત્રો – સંઘો, સૂરો અને શ્રીપાળ તથા ત્રણ પુત્રીઓ – ગુણવતી, રંભા અને વિમલા એ સંતાનોનાં માતા બન્યાં.
એક વાર ગર્ભવતી એવાં શ્રી નાથીદેવીએ સ્વપ્નમાં મદઝરતો ચાર દાંતવાળો ગજરાજ જોયો. એ સ્વપ્ન જોઈને જાગેલાં તેમણે બાકીની રાત નવકારમંત્રના સ્મરણમાં વીતાવી. સવારે કુંઅરોશાહને વાત કરતાં તેઓ ઘણા ખુશ થયા. સ્વખપાઠકોને ટિ. ૧૬૬.૨ ચિહુંગતિ = ચાર ગતિ – દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ૧૭૦.૨ લેસ્યા. ત્રણ
અશુભ લેશ્યા અને ત્રણ શુભ લેશ્યા એમ કુલ છ લેશ્યા છે. અને એમનાં નામ રંગોને, આધારે રખાયાં છે. કૃષ્ણ, નીલ, કપોત એ પાપકર્મ બાંધનારી અશુભ લેશ્યા અને પીત, રક્ત, શુક્લ એ પુણ્યકર્મ બાંધનારી શુભ લેશ્યા.