________________
શ્રાવક કવિ ઋષભદાસકૃત
સકળ આંક ને બારાખડી, શીખ્યો ચાણાયક આવડી;
ફલામણી લેખું ને ગણીત, વળી ભણ્યો નર શાસ્ત્ર જ નીત. ૨૧૬ પંડ્યો હરખે મન અદ્ભુત, એ તો દીસે શારદપૂત ! કંઠશોષ કરાવે ઘણા, દાડા ન વળે મૂરખ તણા.
૨૧૭ અક્ષર મહોઢે ન ચઢે ખરા, ગુરુ જાણે કદિ જાએ પરા;
અવડાવ્યું જાએ વીસરી, પચવે માથું પાછો ફિરી. ૨૧૮ એહવા શિષ્ય લાધે સંતાપ, પ્રગટ્ય ગુરુનું પૂરવ પાપ;
હીર સરીખો જાતર મિલે, તામ મનોરથ ગુરુના ફળે. ૨૧૯ થોડે દિને શીખીઓ કુમાર, અરથ આમળા સમશ્યા સાર;
ભણી ઊતર્યો હીરો જિસે, પંડ્યાને પહિરાવ્યો તિસેં. ૨૨૦ મૂક્યો મુનિવર કેરે સંગે, નવપદ શીખે મનને રંગે;
પંચંદ્રિય ઈરિયાવહી જેહ, સકળ સૂતરાં શીખ્યો તેહ. ૨૨૧ નવ તત્વ ને જીવવિચાર, ઉપદેશમાળા શીખ્યો સાર;
સંઘયણી યોગશાસ્ત્ર વિચાર, થોડે દિન નર પામ્યો પાર. ૨૨૨ આરાધના ભણતો ચઉશર્ણ, દરશનસીત્તરી તે શુભકર્ણ
ભણી સૂત્રને અર્થ ધ્યે યદા, હિર વૈરાગી હુઓ તદા. ૨૨૩ જાણે પુણ્ય પાપના ભેદ, ફળ ભાંજેવું કરે નિખેદ;
નીલોતરી નવિ મોળે પ્રાહિં, ભડકે પાતિક દીસે જ્યાંહિ. ૨૨૪ મન ચિંતે સંસાર અસાર, હીઅડે ધારે ધસ્યો વિચાર;
અનુક્રમે જાએ વરસ જ બાર; બેસી હાટે કરે વ્યાપાર. ૨૨૫ સાચું બોલે અધિક ન લિયે, ભરત તોલ ઓછું નવિ દિખે;
મુખે નવિ બોલે કઠિણ વચન્ન, સહુકો કહે એ પુરૂષ-રતત્ર. ૨૨૬ રૂપ કલા ગુણ જાણે યદા, માત પિતા પરણાવે તદા;
હીર કહે સુણજો માય બાપ, અવસર જાણી પરણીશ આપ. ૨૨૭ તુહ્ય કુળ સુંદર દીપે અતિ, જો એક તુહ્મ સુત હોએ યતી;
પિતા કહે વછ કહે છે સત્ય, અમો ન દેવાએ અનુમત્ય. ૨૨૮ હિર કહે સંયમ નવિ વડું, માય તોય દુખ શ્યાને કરું;
પણ હવડાં પરસેવો નાંહ્ય, અવસર લહી કરચ્યું વિહવાય. ૨૨૯ પા. ૨૧૬.૧ સિદ્ધો ૨૧૬.૨ ભણી ઉતરીયો ૨૧૭.૨ દાઢા ૨૧૮.૨ અવઢાવ્યું ૨૨૪.૨ મોલિ
(મોળે ને સ્થાને) ૨૨૬.૨ કથન્ન (વચન્નાને સ્થાને) ટિ. ૨૧૯.૨ છાતરજ = છાત્ર, શિષ્ય ૨૨૧૨ પંચેદિય = પંચેદિયસૂત્ર ૨૨૨.૧ નવતત્ત્વ = * જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વો,
જીવવિચાર = જીવવિચારનું સૂત્ર, ઉપદેશમાળા = શ્રી ધર્મદાસગણીકૃત મૂળ પ્રાકૃત ભાષામાં રચાયેલો જૈનધર્મનો મહત્ત્વનો ગ્રંથ. ૨૨૨.૨ યોગશાસ્ત્ર = આ. હેમચંદ્રાચાર્યરચિત ગ્રંથ.