________________
શ્રી હીરવિજયસૂરિરાસ
આવ્યો. તેમની પાસે નવકાર, પંચિંદિય વગેરે આવશ્યક સૂત્રો, જીવવિચાર-નવતત્ત્વ તથા ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, સંગ્રહણી વગેરે પ્રકરણગ્રંથોનો અભ્યાસ કર્યો અને તે અભ્યાસ કરતાં કરતાં તેનું મન વૈરાગ્યવાસિત થયું.
પુણ્ય-પાપના ભેદ તે જાણવા લાગ્યો. અને તેથી પાપમય પ્રવૃત્તિથી તે પાછો હઠવા લાગ્યો. સંસાર તેને અસાર લાગવા માંડ્યો. તે બાર વર્ષનો થતાં તેને દુકાને બેસાડવામાં આવ્યો. હીર દુકાને બેસે છે પણ ન્યાયનીતિ ચૂકતો નથી. કોઈને ઓછું આપે નહીં ને કોઈનું વધારે લે નહીં. વળી અસત્ય પણ કદી બોલે નહીં.
એનાં રૂપ, કળા અને ગુણ જોઈને માતાપિતા એને પરણાવવા માટે તૈયાર થયાં, ત્યારે હીર તેઓને કહે છે, અત્યારે નહીં, પણ અવસરે હું પોતાની મેળે જ પરણીશ.' વળી એમ પણ કહે છે કે ‘તમારા પુત્રોમાંથી એક પુત્ર જો સાધુ હશે તો તમારું કુળ અજવાળશે.’ તે સાંભળી પિતા કહે છે કે ‘તારી વાત તો સાચી છે. પણ એ માટે અમારાથી તને અનુમતિ અપાય તેમ નથી.' તે સાંભળી હીર કહે છે કે, જો માતાપિતાને દુઃખ થતું હોય તો હું સંયમ નહિ લઉં, પણ અત્યારે મારી ઉંમર નાની છે તો હમણાં તમે મને પરણાવો નહીં. અવસરે હું લગ્ન કરીશ.'
તે સાંભળી માતાપિતા ખુશ થયાં. આમ કેટલોક સમય પસાર થયો. કાળક્રમે આયુષ્ય પૂર્ણ થતાં પિતા કુંઅરો અને માતા નાથી બન્ને સ્વર્ગવાસી થયાં. તે પ્રસંગથી હીરના મનમાં દુઃખ થયું. તે વિચારે છે કે સંસાર કેવો કડવો છે. આ અસ્થિર સંસારમાં તીર્થંકર, ચક્રવર્તી કે વાસુદેવ હોય – બધાને એક વાર જવું પડે છે.
(ઢાળ ૧૬ દેશી ચોપાઈની
રાગ રાગિરિ) માતા દેખી હરખે ઘણું, એહથી કુળદીપે આપણું; ઉલ્લટ અધિકો હીરપિતાય, પંચવરષનો સુત તે થાય. મુહુરત લગન જોઈ શુભસાર, નિસાનેં મૂક્યો હીકુમાર; ખુંપ તિલક શિર છત્રહ ધરે, હીરતણો વરઘોડો કરે. આપ્યાં ફોફળ શ્રીફળ પાન, જાનરડી કરતી બહુ ગાન;
-
-
૨૦૯
૨૧૦
મિળ્યા પુરુષ વાગ્યાં નિસાણ, નીસાળે મૂક્યો સુત જાણ. ૨૧૧ ખડીઆ લેખણ રૂપાતણા, નિસાળિયા પહિરાવ્યા ઘણા;
પાટી લાડુ સુખડી દીધ, નિસાળિ માંહિ હુઆ પ્રસિદ્ધ. ૨૧૨ બંભ પટોળું પીળેવાને, ગંઠોડા પહિરાવે કાને;
=
પંચાણીને આપ્યું ચીર, નિસાનેં બેઠો ગુરુ હીર. માઈ કાકલાં ભણતો ઘેર, ભલે ભણીને આવ્યો ઘેર;
સળ સૂતરાં શીખ્યો આંક, પંડ્યો નવિ કાઢે તસ વાંક. ૨૧૪ એકા ઇગ્યારા આવડે, એકવીસા મુખ આવી ચઢે;
એકત્રીસા સવાઈઆ ગણે, ડોઢા ઊંઠા અઢીઆ ભણે. ટિ. ૨૧૦.૨ ખુંપ = મોડ, મુગટ ૨૧૧.૧ ફોફળ = સોપારી ૨૧૧.૨ નિસાણ
૨૧૩
૨૭
૨૧૫
(ડંકા) નિશાન