________________
३८
ઘોર વિષય સુખ રાગીઆ, કરે ભ્રાતસ્યું દ્વંદ; બાહુબલિ નૃપને મારવા, ધાયો ભરત નરિંદ ઇંદ્રીવિકારે પરાભવી, મારે પતિને ઠાય; સુરીકંતાએ હણ્યો, નૃપ પરદેશીરાય. અતિ વાહલો પુત્ર જ ભલો, નામે કોશિકરાય; રાજ તણે લોભે વળી, દિયે પિતાશિર થાય. કામ કરે ચાણાક્યનું, મંત્રી પરવત ભૂપ;
મરણ ઉપાયું તેહને, લિંગ સંસાર-સ્વરૂપ. નિજ કારજ વંછે હતે, સગાં સગામાં વૈર; ફરસરામ ક્ષત્રી હશે, સુભુક્ષ્મ વિપ્રજ કહેર.
શ્રાવક કવિ ઋષભદાસકૃત
-
—
૨૯૭
૨૯૮
૨૯૯
૩૦૦
(ઢાળ ૨૨ દેશી ચોપાઈની
રાગ માર)
એ સંસાર સ્વરૂપ તું જાણ, ઘણો મોહ બહિની મત આણ; સંસારનાં દુખ આગળ જોય, સંયમ દુખ અધિક શું હોય. જિર્ણે આણ્યો સૂધો વૈરાગ, છતાં ભોગ કીધા જિષ્ણુ ત્યાગ; તેહને સુખ ચક્રીનાં હોય, અણુ પ્રગમ્મે નારક દુખ જોય. પ્રગમ્યો માહરે મન વૈરાગ, મોહ તણો તુમે કીજે ત્યાગ;
દે અનુમતિ લેઉં સંયમભાર, તુમને પુણ્ય થશે જ અપાર. બ્રાહ્મી સુંદરી નિરખો દોય, બંધવનેં કિમ તારે સોય;
ગજથી હેઠો ઉતાર્યો વળી, બાહુબલી કીધો કેવળી. તુહ્યે સહાય દીઓ મુજ આજ, સંયમ લેઈ સારું કાજ; વિનય વચન બંધવ કહે અતી, સંઘ સકલ કરતો વીનતી. તુક્ષ્મ કુળ ચંદો તુમ કુળ સૂર, વધારશે જિનશાસન નૂર; રૂપ કાંતિ ગુણ દેખી અપાર, વિજયદાનસૂરિ દેશે ભાર. ઘણા જીવને એ તારશે; મુનિવરમાં કલ્પદ્રુમ થશે;
દિઓ આગન્યા સંયમ તણી, ઉન્નતિ તુહ્મ વાધેસ્લે ઘણી. હીઉં ભરાયું ભગની તણું, આંખે આંસુ ચાલે ઘણું;
મુર્ખે ન બોલે નીચું જોઈ, હુઈ આગન્યા ભાખે સહુ કોઈ. નેમિનાથની પેરેં થયું, બહિને સહી સંયમનું કહ્યું;
મહૂરત ગ્રહી ઉચ્છવ બહુ કરે, અશ્વ ચઢી ફૂલેકે ફરે. ૩૧૦ પા. ૩૦૦.૧ મંત્રી જસ ભૂપ ૩૦૧.૧ વિણછે ૩૦૪.૨ હોક્ષે જ ૩૦૯.૨ આજ્ઞા ભાખે એમ જ હોઈ
ટિ. ૩૦૧.૨ ફરસરામ = પરશુરામ ૩૦૩.૨ અણપ્રગમ્યું = અણછોડ્યે, (ભોગ) નહીં છોડતાં ૩૦૪.૧ પ્રગમ્યો = પ્રગટ્યો
૩૦૧
૩૦૨
૩૦૩
૩૦૪
૩૦૫
૩૦૬
૩૦૭
૩૦૮
૩૦૯