________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૯
ભોજન ભગતિ હોય ત્યાં બહુ, દેઈ દાન સંતોનું સહુ
સંયમ લેવાને “સજ થાય, વાજંતે વનમાંહિ જાય. ૩૧૧
હીરજી સંયમ લેવા તત્પર થયા. સ્વજન-કુટુંબ સૌ ભેગાં મળીને આવ્યાં. નિર્મળ જળ લાવી નિર્મળ જ્ઞાની એવા હીરજીને નવરાવ્યા. વસ્ત્ર-અલંકાર પહેરાવ્યા. માથે મોડ તથા છત્ર અને ચામર ધારણ કર્યા. ઘોડા ઉપર બેઠા. વિવિધ વાજિંત્રો વગડાવવામાં આવ્યાં. કેટલાય માણસો હાથમાં ધૂપદાણું લઈને આવ્યા.
વરઘોડામાં સાથે ચાલતા માણસોનો પાર નથી. કેટલાક હાથી, ઘોડા અને રથમાં બેસે છે. જયજયકાર થઈ રહ્યો છે. ચુઆ-કેસરમિશ્રિત પાણી છાંટવામાં આવે છે. સૌ દાંડિયારાસ લેતાં, નાચતાં કૂદતાં નગર બહાર આવે છે. કોઈ ખભે ચડીને દોડે છે. કોઈ શસ્ત્રો ધારણ કરે છે. તો કોઈક નાટક કરતા ચાલે છે. કોઈ ગીત-ગાન કરે છે. કોઈ વિણા-વાંસળી તો કોઈ શરણાઈ વગાડે છે. એક જણ હાથમાં સુવર્ણકળશ લઈને હીરજીના સાંબેલા આગળ ચાલે છે.
એમ મહોત્સવપૂર્વક વનમાં ક્ષીરવૃક્ષની પાસે આવે છે ને મનમાં હર્ષ ધરતા હીરજી ઘોડા ઉપરથી નીચે ઊતરે છે.
(ઢાળ ૨૩ - જીવ જાતિ જાતીમાં ભમતો – એ દેશી) હીર સંયમ ક્યું ચિત્ત લાવે રે, મિલી સજ્જન કુટુંબ સહુ આવે રે;
આણે નિરમળ ચોખાં પાણી રે શ્વવરાવ્યો નિરમળ નાણી રે. ૩૧૨ ખૂપ ભૂષણ વસ્ત્ર પરિરાવે રે, શિર ચામર છત્ર ધરાવે રે;
અર્થે અસવાર જ થાવે રે, નર વાજિત્ર બહુઅ વજાવે રે૧૩ ધૂપઘટીઅ લીયે બહુ હાથે રે, નર મિલીઆ બહુ હીર સાથે રે;
નર પાળાનો નહિ પારો રે ગજરથ બહુ અસવારો રે. ૩૧૪ જયજયકાર શબ્દ બહુ થાય રે, ચુવા કેસર ત્યાંહ છંટાય રે;
દંડારસ તિહાં બહુ ખેલે રે, નાચતા તે પુર મેઉં રે; ૩૧૫ નર ખંધે ચઢીને ધાય રે, ધરી આયુધ બહુ ઉજાય રે;
એક નાટિક કરતા જાય રે, વળી ગંધ્રપ આગળ ગાય રે. ૩૧૬ એક વીણા વંશ બજાવે રે, એક શરણાઈ નાદ સુણાવે રે;
એક કનકકલસ કર ઝાલે રે, હીર સાબેલા આગળ ચાલે રે. ૩૧૭ એમ મહોચ્છવું વનમાં જાવે રે, ખીરવૃક્ષ તળે પછી જાવે;
હર્ષ હિયડા માંથી બહુ ધરતો રે, હર અશ્વ થકી ઊતરતો. ૩૧૮
પા. ૩૧૩.૧ પુષ્પ ૩૧૬.૨ ગંધવ ટિ. ૩૧૫.૧ ઇંડારસ = દાંડિયારાસ ૩૧૬.૨ ગંધ્રપ = ગંધર્વ