SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હીરવિજયસૂરિરાસ (ઢાળ ૩૬ - મગધદેશકો રાજા – એ દેશી) ઋદ્ધિ પામ્યાનું એ ફળ હોઈ, ભગતી કરે સંઘ કેરી; - શેત્રુંજગિરિની યાત્રા કરતો, આગમ ભગતિ ભલેરી હો. શ્રાવક એ કરણી તુ જ કરી. ૬૩૫ ભરત તણી પરિ ભવન નિપાઈ, બિંબ-પ્રતિષ્ઠા કરાવે; તે શ્રાવક ધન્ય જીવ્યા જગમાં, જિનબિંબ જેહ ભરાવે. હો. ૬૩૬ હીરવચન સુણી હરખે શ્રાવક, પૃથ્વીનું આભર્ણ; શ્રી ચંદ્રપ્રભ મૂરતિ ભરાવે, સંઘવી શ્રી ઉદયકરણ. હો શ્રાવક. ૬૩૭ સંવત સોળ અડત્રીસો જ્યારે, મહા સુદી તેરસિ ત્યારે; બિંબપ્રતિષ્ઠા હીર કરતો, નરભવ સંઘવી સમારે હો. શ્રાવક. ૬૩૮ સંઘપતિ તિલક ધરાવે ત્યાંહિ, સંઘવી શ્રી ઉદયકરણ; આબુ ચિત્રોડ ગઢની યાત્રહ, પૂજે જિનનાં ચરણ. હો શ્રાવક. ૬૩૯ વીસ હજાર રૂપક જેણેિ ખરચ્યા, પુણ્ય બાંધ્યું જેણે તાણી; એવી કરણી જેણે રે કીધી,તે સુખીઆ જગિં પ્રાણી. હો શ્રાવક. ૬૪૦ હીરવિજયસૂરિ કૃપણ મનુષ્યની કરણીની વાત સમજાવે છે. હોવા છતાં પણ કૃપણો હાથ ઘસતા જ રહી જાય છે ને “દાનવીરનું નામ ધરી શકતા નથી. વનવેલીનાં ફૂલફળ અને કૂવાનાં નીર તો કદી આખે ખૂટતાં નથી. હીરસૂરિનાં આ વચન સાંભળી સંઘવી દ્રવ્ય ખર્ચે છે ને અન્યો પણ પુણ્યકર્મો આદરે છે. ખંભાતમાં અનેક ઉત્સવ આદિ કરાવી હીરગુરુ ત્યાંથી ગંધાર પધાર્યા. શ્રાવકો ઘણા રાજી થયા. પ્રવેશનો ઉત્સવ ઊજવ્યો. જ્યાં એક વૃક્ષનું ઠેકાણું ત્યાં કલ્પવૃક્ષ ઊગી જાય એવું ગંધાર માટે બન્યું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવ્યું. તે વખતે ઇન્દ્રાણીએ ઘણું ધન ખર્ચ્યુ. હવે બીજી તરફ બોરસદમાં જેને હાંકી કાઢવામાં આવ્યો હતો તે જગમાલ આગ્રા અકબર પાસે પહોંચ્યો, અને ત્યાં પોતાની ફરિયાદ રજૂ કરી. “વગર ગુનાએ મને દૂર કરવામાં આવ્યો છે અને મારી મોતીની માળા હીરસૂરિએ લઈ લીધી છે. મારા ઉપર મહેરબાની કરી મને તે અપાવો.' તે સાંભળી બાદશાહે સાહિબખાન ઉપર ફરમાન લખી આપ્યું કે “આ ગરીબનું કામ કરજો.” આ ફરમાન લઈને જગમાલ ચાલ્યો. આ વાત ગુજરાતમાં આવી. આ બાજુ શ્રાવકોમાં પ્રસિદ્ધ એવા માનું કલ્યાણ અને થાનસિંઘ રામજી, જેઓ બાર હજાર ઘોડાના ઉપરી છે, તે જગમાલની વાત જાણીને બાદશાહની પાસે આવી ખરી વાત સમજાવે છે. તે સાંભળી અકબરે હીરગુરુ સાચા છે અને જગમાલ ખોટો છે” એવું ફરમાન શ્રાવકને લખી આપ્યું. તે લઈને તે શ્રાવક ગંધાર આવ્યો. બધાભે એમ થયું કે જગમાલના તરફથી આ ફરમાન આવ્યું હશે. એટલે બધા ભયભીત થતા
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy