SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કવિ ઋષભદાસકૃત હીરગુરુ નંદિષેણના જેવી મીઠી અને ગંગાનાં નીર જેવી વાણી વહેવડાવે છે. કોઈ જીવને દુઃખી ન કરો, અસત્ય ન બોલો, ચોરીથી પાપનો પાર આવતો નથી માટે ચોરી ન કરો, શિયળ દઢતાથી પાળો, સમ્યકત્વમાં મજબૂત રહો. દયા-અનુકંપાથી દુઃખીને જે રોટી આપે છે તેને પરભવમાં મોટી ઋદ્ધિ મળે છે. | માયા કૂડી છે માટે તે ન કરો. માયા કરનાર સ્ત્રીવેદ બાંધે છે. એટલે કવિ કહે છે માયા કરીને શા માટે હાથમાં ચૂડી પહેરો છો ? અર્થાત્ સ્ત્રી જાતમાં ઉત્પન્ન થાઓ છો ? ક્રોધ કરતાં સમતા ડૂબી જાય છે અને મુક્તિનારી પરણી શકાતી નથી. પરનિંદા ખરાબ છે તેનાથી મુક્તિનારી ભાગી જાય છે. બીજાનો ઉપકાર કરજો. સીદાતાને સહાય કરજો. એનાથી ઉત્તમ અવતાર અને અપાર લક્ષ્મી પ્રદાન થશે. (ઢાળ ૩૫ - લંકામાં આવ્યા શ્રીરામ રે. એ દેશી) હીર બૂજવે ભવિજન પ્રાણી રે, નંદીષેણના સરિખી વાણી રે; બળભદ્ર તણી અહિનાણી રે, વાણી ગંગા કેરું પાણી રે. ૬૨૯ દિીએ દેશના ગુરુજી સારો રે, પર પ્રાણ મ દુહવો લગારે રે; મૃષા બોલ્ય નહિ જયકારો રે, ચોરી પાપતણો નહિ પારો રે. ૬૩૦ દ્રઢ રાખો શીલ કછોટી રે, અંગે ઓઢો સમકિત દોટી રે; દયા કારણ દીજે રોટી રે, પરભવે લહિયે ઋદ્ધિ મોટી રે. ૬૩૧ મ કરો માયા મતિ કૂડી રે, શાને પહિરો હાથે ચૂડી રે; ક્રોધ કરતાં સમતા બૂડી રે, નહીં પરણશો મુગતિ રૂડી રે. ૬૩૨ પર નિંદા છે જગમાં માઠી રે, મુક્તિ રૂપિણી નારી જાય નાઠી રે; ઈમાં ન જમે ચોખા સાઠી રે, મારે મહિલા વાંસે લાઠી રે. ૬૩૩ ભવિ કરજો પર ઉપકાર રે, સીદાતાં તણો ઉદ્ધાર રે; જિમ હોય ઉત્તમ અવતાર રે, ઘર લચ્છી તણો નહીં પાર રે. ૬૩૪ લક્ષ્મીની પ્રાપ્તિનું ફળ શું ? તો કહે છે “સંઘની ભક્તિ કરે, આગમની ભક્તિ કરે, શત્રુંજયગિરિની યાત્રા કરે, ભરત મહારાજાની જેમ જે જિનમંદિર બંધાવી તેમાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવે તે શ્રાવક ધન્ય છે.” હીરગુરુની આવી વાણી સાંભળી પૃથ્વીના આભરણરૂપ શ્રી ચન્દ્રપ્રભસ્વામીની મૂર્તિ ઉદયકરણ નામના શ્રાવકે ભરાવી અને વિ.સં. ૧૬૩૮ના મહા સુદિ ૧૩ દિને હીરગુરુના હાથે પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી. સંઘપતિનું તિલક કરાવી આબુ-ચિતોડની યાત્રા કરાવી. એમાં વીસ હજારનું દ્રવ્ય ખ. આવી કરણી જે કરે છે તે મનુષ્યો જગતમાં સુખી છે. પા. ૬૨૯૨ વળી ભદ્ર તણી ઈદ્રાણી રે ૬૩૧.૧ નર રાખો, તમે ઓઢો ૬૩૩.૫ મીઠી ૬૩૪.૧ નર કરજો, અધમ તણો ટિ. ૬૨૯.૨ અહિનાણી = નિશાની ૬૩૩.૨ સાઠી = ચોખાનો એક પ્રકાર (?) ૬૩૪.૨ લચ્છી = લક્ષ્મી
SR No.005952
Book TitleHeervijaysuri Ras
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy