________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૭૫
એનાથી અઢારે વર્ણ હીરગુરના ગુણ ગાય છે. દાનનો મહિમા મોટો છે. એનાથી ઊંટના જેવા ઊંચા મોઢાવાળા પણ નીચા મુખવાળા થઈ જાય છે. વૈરી પણ વશ થાય, વખાણ કરે અને ગુણ બોલે. અક્કડ – અભિમાની પણ દાનથી બોલવા માંડે.
લાડુ અને ઘીનાં લહાણાં ઘણાં થયાં. બધા હીરગુરુના ગુણ ગાય છે. તેઓ ચોમાસું ત્યાં પૂરું કરી ખંભાત પધાર્યા. આખો સંઘ સામે આવ્યો. ધજાપતાકા અને તોરણો બંધાયાં. કંકુના થાપા દેવાયા. વાચકોને ઘણું દાન આપવામાં આવ્યું. સાક્ષાત્ વીર ભગવાન પધાર્યા હોય એવું સામૈયું થયું. જેમણે કુમતિ-કદાગ્રહને વાર્યા છે એવા હીરગુરુ વ્યાખ્યાન વડે લોકોને તારે છે.
દુખ નાઠું સુખ બહુ થયું, દિન દિન ચઢતી ઋદ્ધિ; અનુક્રમેં પ્રભુ આવીઆ, નગરી જિહાં બોરસિદ્ધિ. ૬૨૦
| (ચોપાઈ) સંવત સોળ સાંત્રીસો જર્સે, બોરસિદ્ધિમાં રહીઆ ગુરુ તસિં; * ઉચ્છવ મહોચ્છવ અધિકા થાય, સંઘ ખંભાયતી વંદનિ જાય. ૬૨૧ નગરી આખે લહિણું કીધ, ધૃત બે બે શેર ઘરિ ઘરિ દીધ. - અઢાર વર્ણ ગુરુના ગુણ ગાય, મોટો દાનતણો મહિમાય. ૬૨૨ દાને ઉંટમુખા નર જેહ, નીચમુખા નર હોએ તે;
અતિ આભારા જગમાં જોય, ગુણ બોલતા દીસે સોય. ૬૨૩ વયરી સોય વખાણે વાત, મુનિવર બોલિ તસ અવદાત;
સ્તબ્ધ મૂઢ નવ બોલે કદા, દાનિ વાચા હોએ સદા. ૬૨૪ લાડુ ધૃત લહિણાં બહુ થાય, તેણેિ હીરના સહુ ગુણ ગાય; ચોમાસું પૂરું ત્યહાં કરી, ત્રંબાવતી આવ્યા પરવરી. ૬૨૫
(ઢાળ ૩૪ – ગુરુ ગીતારથ મારગ જોતાં. એ દેશી) હીરજી ખંભનગરમાં આવે, સંઘ સાહામિએ જાવે;
ધ્વજે તોરણ કુકમના હાથા, યાચક જન ગુણ ગાવે હો. ૬૨૬ હિરના સકળ લોક ગુણ ગાવે, કુમતિ કદાગ્રહ એણિ વા; પ્રતિમા પરે પૂજાઓ હો, હીરના
૬૨૭ કોણી પરિ સામહીલું કીધું, જાણું વીર પધારે;
ગુરુજી ગઉર્મિ બઠા આવી, વચનરસિ નર તારે હો. હ૦ ૬૨૮
પા. ૬૨૪.૨ સુબદ્ધ ટિ. ૬૨૦.૨ બોરસિદ્ધિ = બોરસદ