________________
૧૨૪
શ્રાવક કવિ ઋષભદાસકૃત
ન કરું ગુરુ હું મદિરાપાન, આહેડો વારે સુલતાન;
માંસ ન ખાઉં પરસ્ત્રી તળું, સાધ પુરુષને પ્રેમેં ભજું. ૧૦૪૮ લેઈ લાભને ચાલ્યા ત્યાંહિ, હીરજી આવ્યા સાદડી માંહિ;
વરાટથી વેગિ આવેહ, કલ્યાણવિજય આવી વાંદેહ. ૧૦૪૯ હીરજી રાણપુરે સંચરે, ઋષભદેવની યાત્રા કરે; - દેહરું નલિનીગુલમ વિમાન, ખરચે ધન્નો સાત નિધાન. ૧૦૫૦ તિયાંથી મેડતે આવે સહી, જિનમંદિર જુહારે ગહગહી;
સાદિમ સુલતાન આવે વાંદવા, તિહાંકણિ ઉચ્છવ સબલા હવા. ૧૦૫૧ તિહાંથી ફળવધી આવ્યા સહી, ફળવધી પાસ જુહાર્યા તહી; - તિહાંથી સાંગાનેરમાં જાય, ફત્તેપુર પોહોતો ઉવઝાય. ૧૦૫ર ઉપાસરે આવી ઊતરે, શ્રાવક સહુ વંદના કરે; | વિક્ઝાય મળવા પાદશાય, જિમ જિનશાનનો જય થાય. ૧૦૫૩ થાનસંઘ માનૂ કલ્યાણ, બોલ્યા શ્રાવક પુરુષ સુજાણ;
મહા મોટો દુર્જય પાતશાય, પહેલાં સીદ મળો ઉવઝાય. ૧૦૫૪ ધીર્ય ધરી બોલ્યો વિઝાય, કવિત્ત એક કિયો પાતશાય;
તો તુજને એ માઠું કરે, પણિ ગુરુ હીર મુનિ ઊગરે. ૧૦૫૫ નિજ આચાર્ય ઉપરિ જોય, તીવ્ર રાગ કોઈકને હોય;
ન ખમ્યો સુનક્ષત્ર સુજાણ, વીર કાર્ય જેણે મુક્યા પ્રાણ. ૧૦૫૬ પૂરવ પુણ્ય પ્રેર્યા જેહ, ગુરુનિ ભગતિ કરતા તેહ;
અહિ લખિમી આગલિ થાનાર, સો કરતા ગુરુભક્તિ અપાર. ૧૦૫૭ તે માટે ગુરુ જગમાં સાર, સુખના લક્ષ તણો દેનાર;
દુખ સહેસનો મુકાવણહાર, કેસી કરે પરદેસી સાર. ૧૦૫૮ નર્ગ તણી ગતિ જેહ અસાર, જાવા બોલ દીઓ નિરધાર;
ગુરુમહિમાથી અમર વિમાન, સુર્યાબેય લહે બહુ માન. ૧૦૫૯ તેહિ કારણિ મિલસું નિરધાર, શ્રાવક કરે એ ખરો વિચાર.
શેખ અબુલફજલ છે જ્યાંહિ, શ્રાવક મોટા આવ્યા ત્યાંહિ. ૧૦૬૦ કરી વીનતી તિહાંકણિ અતી, હરમુનીના આવ્યા યતી;
મળવાની ઈછા તસ હોઈ, કીજે શેખ કહે વળી સોઇ. ૧૦૬૧ કહે બોલાવો અહિંકણ સહી, વિમલહર્ષ આવ્યા ગહગહી;
સિંહવિમલ પાસે પંન્યાસ, ધર્મસી દ્રષિ ગુણસાગર ખાસ. ૧૦૬૨
પા. ૧૦૫૦.૨ ધરણો સાહ ૧૦૫૩.૨ કહે વિઝાય મલીએ પાય ૧૦૫૭.૧ પરીખ્યા જેહ
૧૦૫૭.૨ ગુરુની ગત્ય ૧૦૫૯.૨ સૂરીઆલેખ ટિ. ૧૦૫૨.૧ ફળવધી = ફલોધિ (મારવાડનું એક ગામ) ૧૦૫૮.૨ સહેસ = સહસ્ત્ર, હજાર