________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૨૯
હીર કહે એહના ગુણ કોડિ, આપણ નહિ કાંઈ તેહની જોડિ;
પરિસો તેણે ઉદેરી લીધ, આપણ કસું ન જાયે કીધ. ૨૮૭૬ એહવો હરમુનિ ગયંદ, પોતાના ગુણ પાડે મંદ;
પરના ગુણ બોલે નર ધીર, અમરવિજયને સ્તવતો હીર. ૨૮૭૭ છઠ અઠમ દશમ તે કરે, આહાર કાજે પોતે સંચરે;
મૂકે મોકલાં ઘર તે પંચ, પાછો વળે જો ન મિલે સંચ. ૨૮૭૮ નારી વદન ન નિરખે પ્રાહિં, બેસે તે નર પડદામાહિ;
ઘણું સંવરી સૂધો આહાર, હિર લહે એ મુનિવર સાર. ૨૮૭૯ અમરવિજયની રોટી લીધ, હીરે તે કાજગરી કીધ;
પરગુણનો રહેનારો હીર ! કહીં ન ફૂલ્યો સાહસ ધીર. ૨૮૮૦ શ્રાવક કહે ધન્ય જગગુરુ હર ! તુમ પ્રતિબોધ્યો અકબર મીર;
અમારિપઢો શેત્રુંજ કુરમાન, દદ્ધીપતિ ઘે તુચ્છ બહુમાન. ૨૮૮૧ હીર કહે સુણ શ્રાવક જાણ, સાધુ સદાયે કરે વખાણ;
કો ઊંધે કો ઊઠી જાય, કો એકને પ્રતિબોધ જ થાય ! ૨૮૮૨ દિલ ચોખું એ અકબર તણું, મેં પ્રાક્રમ નવિ કીધું ઘણું;
ત્રિષ્યવાર મિલ્યો હું સહી, આઠ દિવસ માગ્યા ગહિગહી. ૨૮૮૩ માંગે તેમની કારતિ કસી, ધન્ય દેનારો દિયે જે હસી !
અમારિપડા વજડાવ્યા જેહ, શાંતિચંદ્રનો મહિમા તેહ. ૨૮૮૪ શેત્રુજ ફરમાન કરાવ્યાં સાર, ભાણચંદ્રનો તે ઉપગાર;
સાધ વતી મુજ માન્યો તહિં, ઘણાયે શ્રાવક મુજ માને નહિ. ૨૮૮૫ ગાલિ માન ગુરુ હરસૂરીન્દ્ર, જ્ઞાન નિરમળું જ્યે પૂન્યમચંદ્ર; ‘અમદાવાદમાં શ્રાવક સાર, સુહણું દીઠું એક અપાર.
૨૮૮૬ આવી હીર તણે કહે તેહ, ગૂર્જર ખંડનો રાજા જેહ;
સ્વાનિ ચઢી આવ્યો ગહિગહી, મસ્તક છત્ર ધરાવ્યું સહી. ૨૮૮૭ હિરે અર્થ પ્રકાશ્યો તેહ, પરદેશે ગુજરાતી નર જે;
આવે પિણ થિર ન રહે અતિ, ચઢણે વાહન ભંડાવતી. ૨૮૮૮ અનુક્રમે તિહાં મદફરશાહ, અમદાવાદમાં પરગટ થાય;
વાત હવી જિહાં અકબરશાહ, ખાન ખાના દોડ્યો તેણે ઠાય. ૨૮૮૯ કટક ઘણું જાણી થિર રહ્યો, કલ્યાણરાય તવ મિળવા ગયો;
કહ્યું બીહો માહરા ખુનકાર ! મિળ્યા પિંજારા બાવન હજાર. ૨૮૯૦ હું કલ્યાણ આવું તુહ્મ સાથ, હવડાં લેઈ આપું ગુજરાત !
મીરજાખાન હુઓ હોશિયાર, રાજનગરે આવ્યો તેણી વાર. ૨૮૯૧ ટિ. ૨૮૮૬.૧ ગાલિ = ગાળી નાખે.