________________
શ્રી હીરવિજયસૂરિરાસ
૩૧૫
આઠિમ પાખીનાં પારણાં કરાવે, ત્રિશ્ય મણ ઘી નિત્યે વહેવરાવે; અનુકંપાદાન અનેક, તેજપાલમાં ઘણો જ વિવેક.
૨૭૭૬ ઈમાં અચિરત કાંઈ નવિ થાઈ, જોઓ વસ્તુપાલનો ભાઈ; જેણે જગતની પૂરી આસો, ઘરિ કમલાઈ કીધો વાસો. '૨૭૭૭
જ્યાં વસ્તુપાલ પગ મૂકે ત્યાં સોનાના ચરુ નીકળતા. રાજા વિસલદેના દેખતાં જ રત્નની શિલા પ્રગટ થઈ. વસ્તુપાલે પૃથ્વીને જિનમંદિરોથી ભૂષિત કરી અઢળક પુણ્ય કમાયા. એમના જ ભાઈ તેજપાલ પણ શું દાન ન આપે ?
વસ્તુપાલ સ્વર્ગે જતાં અહીં તેજપાલ રહ્યા. એ કલ્પદ્રુમ સમા અવતર્યા છે તો કલિકાલ શું કરવાનો હતો ?
આ કલિકાલમાં પણ હીરના શ્રાવકો જેવા સારા નર હોય છે. વિરાટનગરમાં સંઘવી ભારમલ અને ઈદ્રરાજ હતા. પીપાડનગરમાં હેમરાજ, તાલો પુષ્કરણો હતા. ભૈરવ શાહ શ્રાવક
અલવરમાં શાહ ભૈરવ હતો. તેણે નવ લાખ બંદીઓને છોડાવ્યા હતા. જ્યારે હુમાયુ બાદશાહે સોરઠ ઉપર ચડાઈ કરી ત્યારે તેણે નવ લાખ માણસોને બંદીવાન કરી ખોજ મકમને સુપ્રત કર્યા ને ખુરાસાન દેશમાં વેચવા આજ્ઞા કરી, તે બંદીઓને લઈ અલવર આવ્યો. સઘળું મહાજન છોડાવવા ગયું. તેણે છોડ્યા નહીં ને ઉપરથી રીસે ભરાયો. એ બંદીઓમાંથી રોજ દસ-વીસ જણા તો મરવા લાગ્યા. ભૈરવ હુમાયુનો માનીતો પ્રધાન હતો ને બાદશાહ તેને ઘણું માન આપતો. એક વાર સવારમાં બાદશાહ દાતણ કરતો હતો ત્યારે ભૈરવ ત્યાં પહોંચી ગયો. બાદશાહે પોતાની વીંટી તેને આપી. ભૈરવે એક કોરા કાગળમાં તેની છાપ પાડી દીધી. પછી ધ્રુજતા હાથે ફરમાન લખ્યું. આ ફરમાન લઈ, રથમાં બેસી તે મકીમની પાસે આવ્યા. તે ફરમાનને જોતાં જ મટીમ મસ્તકે હાથ મૂકી, ઊભો થઈ પ્રણામ કરે છે. પછી જેમાં હુમાયુનું નામ લખેલું હતું તે ફરમાન વાંચે છે, “મકીમ, તું મારું કહ્યું કરજે. નવ લાખ બંદીઓ ભૈરવને આપજે. એમાં વિલંબ કરીશ નહીં ઉપર એણે બાદશાહની મહોર જોઈ. ભૈરવને બહુમાનપૂર્વક બોલાવી ‘સુલતાને તમને બંદીવાનો આપ્યા છે' કહી બંદીઓ ભૈરવને સોંપ્યા. આ વણિક ભૈરવ એમને લઈ ચાલ્યો અને રાતોરાત જ એમને મુક્ત કર્યો ને કહ્યું કે કોઈ માર્ગમાં રોકાતા નહીં. ઘરેથી આણેલા પાંચસો ઘોડા તેમને આપ્યા. સ્ત્રીઓને પણ મુક્ત કરી અને સૌને વસ્ત્રના છેડે એકેક સોનામહોર બાંધી આપી.
(દુહા). કનક કઢા તિહાં પરગટે, વસ્તુપાલ ઘે પાય;
વીસલદે નૃપ દેખતાં, પ્રગટિ રત્ન સિલાય. ૨૭૭૮ જિનમંડિત પૃથ્વી કરી, પુણ્ય તણું નહિ માન;
તેજપાલ બંધવ તિસે, કાંઈ ! ન દીયે દાન ? ૨૭૭૯ ટિ. ૨૭૭૭.૧ અચિરત = અચરજ ૨૭૭૭.૨ કમલાઈ = લક્ષ્મીએ