________________ 104 શ્રાવક કવિ ઋષભદાસકૃત દાનશાળાએ ન લેવું દાન, મર્દન તેલ નહિ અમ ખાન; દંત સમારું નહિ તિહાં મસી, મુખ જોવા ન ધરું આરસી. 859 સમાધિ ગૃહસ્વનિ પૂછું નહિ, ધૂત સોગઠે રમવું નહિ; છત્રાદિક નવિ શિર આદરે, વાણી સોય યતી પરિહરે. 860 અગનિ આરંભ તે નહિ કરું, શય્યાતર પિંડ નવિ વાવરું; પધંગ ન બેસે માંચી મને, ઘરવીિ બાઇસિ આહાર નહુકમે. 861 ઉગટણે અંગે નવી કરે, ગૃહવેયાવચ નવિ આદરે; જાતી જણાવી નલીએયતી, અપ્પોલ દુષ્પોલ નભખતોરતી. 862 રોગે પડ્યો મુનિવર જેહ, સગાનું શરણ ન વાંછે તેહ; મૂળા આદુ કંદ ન ખાય, શેલડી ખંડ તજે ઋષિરાય. 863 મૂળ બીજ ફળ સચિત અનેક, ન ત્યે સાધ જે ધરી વિવેક; સંચલ મીઠું ખાણિનું જેહ, સિંધવ ખારો ન લીએ તેહ. 864 વસ્ત્ર ન ધોવે અંજન નહિ, બળ અરથિ નવિ જમતો કહિં; - બળવિકરણ ઋખિ રેચ ન લેહ, ગાત્ર ટાચકા નહુ મોડેહ. 865 વળી સાધ ન કરે શિણગાર, નિગ્રંથીમાં ઋષિ જે સાર; જે લઘુ ભૂત વિહારી હોઈ, બાવન બોલ છાંડેવા સોઈ. 866 આશ્રવ પાંચ છાંડ્યા છે યતી, ગુપતિ ત્રિર્ય રાખિ વળી અતી; છ કાયતણો તે રાખણહાર, આતાપનાનો જે લેણાર. 867 શીત કાલિ ચીવર પરિહરે, ચઉમાસે પૃથવી નવિ ફરે; બાવીશ પરિસહ જીતે સોઈ, એહવા સાધ તે દેવતા હોઈ. 868 . કેતા મોખ્ય ગયા ને જર્યો, કેતાને સુરપદવી થયે; દશવૈકાલિક માંહી કહ્યું, તૃતીય અધ્યયન માંહિ લહ્યું. 869 અસ્યો રાહ અમારો વળી, પરદુખથી રહે પાછા ટળી; સુખ થાએ તો કીજે સહી, નહી કર વાટિ ચાલું વહી. 870 એણે વચને હરખ્યો તિહાં ખાન, પાતશાહને લખ્યો ફરમાન; બડા ફકીર બડી હૈ બાત, દુનીઆં દામ ન પકડે હાથ. 871 બડી ફકીરી ઇસકી સહી, મેં કચ્છ બાત ન જાએ કહી; વિકટ પંથ ધરી એહ ચલે, જાણું પાતશા જબ એ મિલિ. ૮૭ર પા. 8602 છત્ર તિગિચ્છા નવિ 861.2 માંચી નમે 865.2 વચ્છીકરણ ઋષિ 867.1 રાખતો યતી 869.2 વ્રતી અધ્યયન 870.2 કરી વાર્ટિ વાલુ ટિ. 860.2 વાણહી = મોજડી, પગરખાં (સં. ઉપાન) 862.1 ઉગટણું = સુગંધી પદાર્થોનો લેપ (સં. ઉદ્વર્તન) 862.2 અપ્પોલ = સચિત્ત મિશ્રિત કાચી વસ્તુ (જેવી કે તરતનો દળેલો તથા અણચાળેલો લોટ), દુષ્પોલ = કાચુંપાકું ખાદ્ય જેવાં કે ઓળા, પાંખ, પાપડી. 8681 મોખ્ય = મોક્ષ