________________
99
૩૧. વીસસ્થાનક તપાસ, ૨.સં.૧૬૮૫ ૩૨. સિદ્ધશિક્ષારાસ સ્તવન-નમસ્કાર-સ્તુતિ-સુભાષિત-ગીત-હરિયાળી-છંદ આદિ :
સ્તવન, નમસ્કાર, સ્તુતિ, સુભાષિત, ગીત, હરિયાળી, છંદ આદિ વિવિધ સ્વરૂપની અસંખ્ય લઘુકાવ્યકૃતિઓ આ કવિએ રચી છે. જેમાંની કેટલીક આ પ્રમાણે
નેમિનાથ નવરસો સ્વતન, કડી ૭૨, ૨.સં.૧૬૬૭ (મુદ્રિત). બાર આરા સ્તવન અથવા ગૌતમ પ્રશ્નોત્તર સ્તવન, કડી ૭૬, ૨.સં.૧૬૭૮ આદીશ્વર આલોયણ સ્તવન, કડી પ૭, ૨.સં. ૧૬૬૬ મહાવીર નમસ્કાર આદીશ્વર વિવાહલો, કડી ૬૯ ચોવીસ જિન નમસ્કાર શત્રુંજયમંડણ શ્રી ઋષભ જિનસ્તુતિ (મુદ્રિત) ધૂલેવા શ્રી કેસરિયાજી સ્તવન (મુદ્રિત) માન પર સઝાય, કડી ૧૬ પાલનપુરનો છંદ, કડી ૭૨ (મુદ્રિત) કુમતિ-દલ પાર્શ્વનાથ સ્તવન, કડી ૫૪ શીલસઝાય
ઋષભદાસ કવિના સાહિત્યસર્જનની આ યાદી છે તેમાં જોઈ શકાશે કે ચાર રાસાઓ સિવાયની અન્ય રાસારચનાઓ તો હજી અપ્રકાશિત છે. કેટલીક કૃતિઓની તો હસ્તપ્રત પણ ઉપલબ્ધ નથી. પણ પરંપરાએ તે આ કવિને નામે નોંધાયેલી છે. વળી કેટલીક કૃતિઓ કેવળ “ઋષભ” કે “રિખભ’ને નામે મળે છે તે ક્યા ઋષભદાસ કે ઋષભવિજય તે પણ અનિર્ણાત જ રહે છે. | ઋષભદાસે લોકોને રૂચે તેવા છંદો મુખ્યત્વે દુહા અને ચોપાઈ તેમ જ ક્વચિત્ કવિત્ત-છપ્પયને પ્રયોજવા ઉપરાંત વિવિધ ઢાળોમાં ગેય દેશીઓને પણ ઉપયોગમાં લીધી છે. એમણે વિવિધ દેશીઓની જે પંક્તિઓનો ઢાળને મથાળે નિર્દેશ કર્યો છે તે પરથી પણ લાગે છે કે તે પોતાના પુરોગામી કવિઓની સારી એવી કૃતિઓથી પરિચિત છે.
જૈન-જૈનેતર કથાસાહિત્યનું, ઐતિહાસિક વ્યક્તિવિશેષો અંગેનું, મહત્ત્વનાં ચરિત્રોનું અને જૈન દર્શનનું સારું એવું જ્ઞાન આ કવિ ધરાવતા હતા એમ એમની આ કૃતિઓ પરથી પ્રતીત થાય છે. | ઋષભદાસની રચનાઓમાં ભાષાની પ્રૌઢી છે. કહેવતો, રૂઢપ્રયોગો, સંવાદલઢણો, વાદવિવાદોમાંની દષ્ટાંતપ્રચુરતા પરથી એમની ભાષાની બલવત્તા પામી શકાય છે. “શ્રી હીરવિજયસૂરિરાસ' :
આ રાસની રચના કવિએ સં.૧૬૮૫ (આસો સુદ ૧૦ને ગુરુવાર)માં ખંભાતમાં કરી. કવિએ રચેલા ૩૨ રાસાઓ પૈકીની આ એક નોંધપાત્ર રાસકૃતિ છે. મુખ્યત્વે